Book Title: Jain Patrakaratva
Author(s): Gunvant Barvalia
Publisher: Veer Tattva Prakashak Mandal

View full book text
Previous | Next

Page 221
________________ જૈન પત્રકારત્વ ભીમશી માણેકે જૈન ગ્રંથો છાપવાનો શુભારંભ કર્યો. જૈન દીપકથી જૈન પત્રો પ્રગટ થવાના શરૂ થયા. મુંબઈમાં જૈન એસોસિયેશન ઑફ ઇન્ડિયા સ્થપાઈ. જૈનોની સર્વપ્રથમ જાહેર સંસ્થા શરૂ થઈ. આની સ્થાપનાથી સંસ્થા યુગનો પ્રારંભ થયો. મોહનલાલજી મુનિએ મુંબઈમાં પધારીને જૈન સાધુઓ માટે મુંબઈના દરવાજા ઉઘાડડ્યા. આ લેખના અંતમાં શ્રી ગુણવંતભાઈ લખે છે કે – ‘છેલ્લા એક હજાર વરસનો આ મિતાક્ષરી ઇતિહાસ આપવાનો ઉદ્દેશ એટલો જ છે કે આપણી ગઈકાલ ભવ્ય હતી. આપણે આજ અને આવતી કાલને પણ આથીય વિશેષ ભવ્યાતિભવ્ય બનાવીએ.’ તેમની ગોઠવણી, ક્રમવારી એટલી આકર્ષક છે કે, આ હજાર વરસમાં જે-જે ઘટનાઓ બની તેનો ચિતાર ખરેખર હકીકતોનો હેમ-હસ્તાક્ષર જ છે. તેમની આગવી છટા, ઢબ, કળા ને નજરઅંદાજ કરી શકીએ તેમ જ નથી. શક્તિશાળી લેખનકળા, શબ્દોની ગૂંથણી, ભાષા પરનું પ્રભુત્વ અહીં આપણે જોઈ શકીએ છીએ. તેમની તેજાબી કલમ, સુંદર શૈલી અને ગોઠવણના કેટલાક નમૂના આપણે જોયા. આ સિવાય પણ એમણે ઘણા સુંદર લેખો લખ્યા છે. તેમણે કુલ ત્રણ પત્રિકાઓ બહાર પાડી. તેમાંની પ્રથમ હતી (૧) બુદ્ધિ પ્રભા (૨) જિન સંદેશ (૩) ત્રિશલા. શ્રી મહેન્દ્રભાઈ શેઠે (જૈન પંચાંગવાળા) કહ્યું કે, બુદ્ધિપ્રભા સૌપ્રથમ હતી, પણ તે બહુ ચાલી નહીં. ‘જિન સંદેશ’ના તેઓ તંત્રી પણ રહ્યા અને ત્રીજી ત્રિશલા જે ગુણવંતભાઈએ પોતાની પત્ની ઇન્દિરાબહેનના નામે કાઢી હતી. તેમની જીવનઝરમર જોઈએ તો ખંભાતમાં અમૃતલાલ શાહને ત્યાં સાધારણ પરિવારમાં જન્મ થયો હતો. ૧૫ વર્ષની ઉંમરે જૈન દીક્ષા લીધી હતી, પરંતુ ત્રણ માસના સંયમ બાદ રજોહરણનો ત્યાગ કર્યો હતો. ભાડાંના ઘરમાં રહેતા હતા. શ્રેષ્ઠીવર્ય શ્રી દીપચંદ ગાર્ડી, મહેન્દ્ર શેઠ (જે તેમના ગાઢ મિત્ર હતા), અને બીજા એક સગૃહસ્થની આર્થિક સહાયથી તેમને માલિકીનો એક ફ્લેટ મલાડમાં લઈ આપ્યો હતો. આજે પણ તેમના પુત્ર પ્રકાશભાઈ ત્યાં રહે છે. ગુણવંતભાઈ લેખો લખતા અને તેમનાં પત્ની ઇન્દિરાબહેન જાહેરખબર લાવવાનું ૨૧૬

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236