________________
જૈન ધર્મને પરિચય
અને મારા ઉભા થતા
ન જ બની ગયે, અગર જીવ તદ્દન એક હતું, અને એકાએક શરીર ધારણ કરવા લાગ્યા. આવું કાંઈ ઘટી શકે જ નહિ. કાર્ય બને એટલે પૂર્વે કારણે હેવાનું માનવું જ પડે. એ કારણેને પણ ઊભા થવા માં એના પણ કારણ માનવા જ પડે. આમ ક્યારેય તદ્દન પ્રાથમિક શરુઆત નથી થઈ, પરંતુ પૂર્વ પૂર્વ કારણ વિચારતાં અનાદિ કાળથી આ ઘટમાળ ચાલી આવનારી માનવી પડે. * જીવનનું સ્વરૂપઃ જીવન અને કર્મનાં સર્જન - - હવે આપણે એ વિચારીએ કે આપણે કોણ છીએ? પૂર્વે શું હતા? અને આપણું અધઃપતન-ઉન્ન તે શી રીતે ?
અગાઉ કહ્યું તેમ આપણું આ દેખાતું શરીર આપણાં જીવનું શરીર છે. જીવના પિતાના પૂર્વ કર્મને અનુસાર તેનું નિર્માણ અને વર્ધન થયું છે. આયુષ્ય કર્મની પૂર્ણાહુતિ સુધી આ શરીરમાં આપણા જીવને એકમેક થઈને રહેવું પડે છે. શરીરમાં જીવ છે, અને જીવ પર એનાં કર્મ છે, માટે જ શરીર મનમાની રીતે હાલે છે, ચાલે છે, કામ કરે છે. આંખ જુએ છે, કાન સાંભળે છે, જીભ ચાખે છે, તેમજ એકલી રોટલી ખાવા છતાં એમાંથી લેહી માંસ, હાડકાં કેશ, નખ, રસ-ખળ-મળ-મૂત્ર આ બધા રૂપે વિચિત્ર પરિવર્તન થાય છે. જીવ અને કર્મની શક્તિ-સહકાર વિના એકલા શરીર અને કેટલની તાકાત નથી કે આવું બધું વ્યવસ્થિત સર્જન બનાવી શકે. જ્યાંસુધી શરીરમાં જીવ બેઠે છે ત્યાં સુધી જ આ પ્રક્રિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org