Book Title: Jain Dharmno Parichay
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 340
________________ પ્રમાણે અને જૈન શાસ્ત્રો આવતું, આત્માના સ્વરૂપમાં બેડું જ છે. માત્ર ઉપર આવરણ લાગ્યાં છે, એ જેમ જેમ તુટે તેમ તેમ જ્ઞાન પ્રગટતું આવે છે. સર્વ આવરણ નષ્ટ થયે સમસ્ત કાલેકને પ્રત્યક્ષ કરતું કેવળજ્ઞાન ૧૩માં ગુણસ્થાનકે પ્રગટે છે. સર્વજ્ઞતા શાથી? - આમા જડથી જુદા પડે છે તે જ્ઞાન સ્વભાવને લઈને. એના પરનાં આવરણ ખસે તેમ તેમ એ જ્ઞાન પ્રગટ થાય. હવે જ્ઞાનને સ્વભાવ દર્પણની જેમ ફેયને પકડવાને છે, રેય પ્રમાણે પરિણમવાને છે. જો કેઈ આવરણ હવે બાકી નથી તે સહજ છે કે એ સર્વ જ્ઞેય પદાર્થને વિષય કરે. “જ્ઞાન આટલું જ જાણે, વધુ નહિ– એમ જ્ઞાનની લિમિટ બાંધવામાં કોઈ યુક્તિ નથી. મન કેટલું ચિંતવી શકે એની લિમિટ કયાં બંધાય છે? માટે કેવળજ્ઞાનમાં અતીત-અનાગતવર્તમાન, સૂક્ષ્મ-સ્કૂલ, સમસ્ત કાવતી રેય સર્વ પ્રત્યક્ષ છે. આવું સર્વપ્રત્યક્ષ જ્ઞાન જેને થાય, એ જ જગતને સત્ય તત્ત્વ અને સાથે મેક્ષમાર્ગ બતાવી શકે; એ જ પરમ આપ્ત પુરુષ કહેવાય અને એમનું જ વચન અથૉત્ “આગમ” પ્રમાણભૂત હોઈ શકે. પછી એમનાં વચનને બરાબર અનુસરનારા પણ આપ્ત કહી શકાય, દા. ત. ગણધર મહર્ષિ એમનાં આગમ પ્રમાણ છે. પાચે જ્ઞાન એ પ્રમાણ છે. એમાં અવધિજ્ઞાનાદિ ત્રણને પ્રત્યક્ષપ્રમાણમાં અને મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનને પરોક્ષ-પ્રમાણમાં ગણ્યાં, તે પારમાથક દષ્ટિએ ગણ્યાં. બાકી. વ્યાવહારિક દષ્ટિએ ઈન્દ્રિયથી સાક્ષાત્ થતું જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362