Book Title: Jain Darshan
Author(s): Kalahansvijay
Publisher: Varddhaman Satya Niti Harshsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 4
________________ આદિ–વચન જૈન ધર્મ એ અતીન્દ્રિય ધર્મ (Extra Sensory)છે. તેના પ્રકાશક શ્રી તીર્થકર ભગવંતો અતીન્દ્રિય જ્ઞાની છે. જન દર્શનને -સાંગોપાંગ સમજવા માટે મહાપુ જ સમર્થ થઈ શકે. જેઓ ધર્મને સાક્ષાત જોઈ કે જાણી શકતા નથી તેઓ ધર્મની બાબતમાં જેટલા અનુમાન કરે તે ભાગ્યે જ સત્ય નીવડી શકે. ધર્મનું પ્રકાશન, ચતુર્વિધ સંઘનું સ્થાપન, બુદ્ધિનિધાન ગણધરાદિ શિષ્યો દ્વારા દ્વાદશાંગીનું ગ્રથન અને તીર્થંકરનામકર્મ જેવી ઉત્કૃષ્ટ પુણ્યપ્રકૃતિને ઉપભોગ કરનાર તીર્થકર ભગવંત જેવા અતીન્દ્રિય જ્ઞાનીઓ જૈન ધર્મના પ્રકાશક છે. આવા શાસનની આરાધના એ જ ખરેખરી આત્મ-આરાધના છે. જૈન દર્શનના સિદ્ધાંતે અપૂર્વ અને પરહિતકારી છે. ક્રમશઃ પગથિયા ચઢતો પ્રાણ છેવટે સાધ્યબિંદુએ પહોંચે છે તેમ જિન દર્શને આત્માને ઉન્નત કટિમાં લાવવા માટે વિવિધ દિશાઓ દર્શાવી છે, આજના જડવાદના રંગે રંગએલે પ્રાણી માને છે કે “જન ધર્મના જેવી સૂક્ષ્મ છણાવટ અને ઝીણી-ઝીણી વિગતો તો માત્ર ગ્રંથની શોભારૂપ છે. જૈન દર્શને બતાવેલા આચાર–વિચારોનું પાલન આજના જમાનામાં અશક્ય જેવું છે; પરંતુ આ કથન ઊલટા ચશ્માનું છે. જૈન દર્શને જણાવેલા આચાર-વિચારો ને ક્રિયાઓ પ્રાણીને કેટલા ઉપકારક છે, કેટલા હિતાવહ છે, તેના પાલનથી બાહ્ય અનર્થો અને આધિ-વ્યાધિથી બચી જવાય છે–આ દૃષ્ટિથી જૈન દર્શનની મૌલિકતાને વિચાર કરવામાં આવે ત્યારે, જૈન દર્શના સ્થાપક મહાપુરુષો પ્રત્યે રહેજે મસ્તક અવનત થઈ જાય છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 290