Book Title: Jain Darshan
Author(s): Kalahansvijay
Publisher: Varddhaman Satya Niti Harshsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 10
________________ પ્રકૃતિની કહે કે માયાની કહે, ગમે તેવી કહે પણ જેની તેની એ જ અકળતા જેને લઈને એક જ વ્યક્તિમાં પણ આટલું બધું અણધાર્યું પરિવર્તન થઈ શકે છે. મુનિશ્રી હરિભદ્ર તે આર્યાશ્રી હરિભદ્રજીને જિનમંદિરે લઈ ગયા. હરિભદ્રજી પણ જાણે પિતાના પૂર્વ ઉપહાસથી થયેલા પાપનું પ્રાયશ્ચિત્ત જ ન કરતા હોય તેમ એ શાંતરસને સૂચવતી ભગવતી જિનપ્રતિમાને વિશેષ નિરખીને સ્તુતિ કરતાં એ ઉપહાસવાળા જ શ્લોકને થોડો ફેરવીને બેલ્યા કે वपुरेष तवाचष्टे भगवन् ! वीतरागताम् આ ઉપરાંત એક વિયોગી ભક્તની પેઠે જાણે ઘણા કાળે આ જાતનું ઈશ્વરસ્વરૂપ ભાળી તેઓએ ગૌરવરે બીજી પણ અનેક સ્તુતિઓ કરીને પિતાના ચિત્તપટને વિશેષ વિશુદ્ધ કર્યો. ત્યાંથી નીકળી તેઓ તુર્ત જ શ્રી જિનભટ્ટજીના ચરણ સમીપે પહોંચ્યા અને પહોંચતાં જ શ્રી હરિભદ્રજીએ જની દીક્ષા સ્વીકારી, બ્રાહ્મણ કુલમુખને ઉજજવળ કરવા સાથે “પ્રાણ જાયે નહિ તજે દક્ષ ધારેલ વાત” અને “ષ્ટની સિદ્ધિ માટે ડાહ્યો વાર ગણે નહિ.” એ બન્ને ઉક્તિઓને પણ ચરિતાર્થ કીધી. આચાર્ય હરિભક શ્રી હરિભદ્રજી પહેલાં રાજપુરોહિત હતા હવે ધર્મપુરહિત બન્યા. બીજા સાધુઓની પેઠે ભણવાનું તેમને ન હતું. માત્ર પરોક્ષ શાસ્ત્રને પ્રત્યક્ષ કરવાના હતા. તેમને એક ગુરૂમંત્ર મળે બધાં પ્રત્યક્ષ પણ થઈ ગયા. જેમ મહાવીર પ્રભુની ત્રિપદીને સાંભળી ગણધર શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ બાર અંગેનું રચી શક્યા હતા તેમ આપણું શ્રી હરિભદ્રજી પણ માત્ર જિનભટ્ટદ્વારા અનેકાનેક ગ્રંથ બનાવવા સમર્થ બન્યા. ત્યારપછી તે, પિતાના શિષ્ય હંસ ને પરમહંસને કાશીમાં બૌદ્ધવિદ્યાપીઠમાં અભ્યાસ કરવા મોકલ્યા અને તેઓ મરાયાને

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 290