Book Title: Jain Darshan Author(s): Kalahansvijay Publisher: Varddhaman Satya Niti Harshsuri Jain Granthmala View full book textPage 7
________________ ઉદ્યોતનસુરિ બને સમકાલીન હતા. આટલી વિશાલ ગ્રંથરાશિ લખનાર મહાપુરુષને ઓછામાં ઓછું ૬૦-૭૦ વર્ષ સુધીનું આયુષ્ય તો અવશ્ય હેવું જોઈએ. એ કારણથી લગભગ ઈરવીની ૮મી શતાબ્દીના પ્રથમ દશકમાં શ્રી હરિભદ્રસૂરિને જન્મ અને અષ્ટમ દશકમાં મૃત્યુ એમ માનવામાં આવે તો તે અસંગત નથી. એટલા માટે હું ઈ. સ. ૭૦૦ થી ૭૭૦ (વિક્રમ સંવત ૧૭ થી ૮ર૭) ત્યાં સુધી શ્રી હરિભદ્રસૂરિની હયાતી માનું છું. - આ ઐતિહાસિક વિદ્વાનના ઉપર્યુક્ત ઉલ્લેખધારા શ્રી હરિભદ્રસૂરિનો સમય શ્રી વિરથી તેરમે સકે નિર્ણત થાય છે. (સામાન્ય રીતે વિચારતાં એમ જણાય છે કે ભગવંત શ્રી વીરના નિર્વાણ પછીને આ તેરમો સંકે જૈન આચાર, જૈન તત્ત્વજ્ઞાન અને જૈન સમાજને હાનિકર્તા હતો.) જ્યારે શ્રી હરિભદ્રસૂરિ થયા ત્યારે વિક્રમને આઠમો સૈકે ચાલો હતો અને એ મૈત્યવાસી નામક તડ વિક્રમના પાંચમા સૈકામાં પડ્યું હતું અર્થત શ્રી હરિભદ્રસૂરિ અને તડ એ બે વચ્ચે લગભગ ત્રણ સૈકને ગાળો હતો. આ પ્રમાણે જીવનકાળ દર્શાવ્યા પછી સંક્ષેપમાં તેમનું જીવનચરિત્ર દર્શાવવામાં આવે છે. તેઓશ્રી મેવાડી માતાના ધર્મવીર પુત્રરત્ન હતા જેઓએ પિતાની સાધુતાદ્વારા માતાની ગોદને શોભાવી હતી. મેવાડમાં ચિતોડ નામે નગર ઉદયપુરની પાસે આજ પણ જીર્ણ અવસ્થામાં હયાત છે. તે નગરમાં આજથી લગભગ બારસે વરસ પહેલાં ગુણ અને નામે સાર્થક જીતારિ રાજ રાજ્ય કરતો હતો. તેનું જીવન સર્વને દરેક પ્રકારે સમાદરણીય હતું. તે રાજ્યના પુરોહિત તરીકે શ્રી હરિભદ્રજી હતા. તેઓશ્રીને રાજા અને પ્રજા બહુ જ માનતી હતી અને તેઓ બ્રાહ્મણ જાતિના હતા. તે સમયે બ્રાહ્મણોને આદરભાવ પણ સારે હતો. બ્રહ્મતેજ જ્યારે નષ્ટPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 290