Book Title: Jain Achar Mimansa
Author(s): Chandrahas Trivedi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 7
________________ રાજી રાખવાનું કે પરમાત્માને ગમે તે કરવાનું રહ્યું. ભક્તિમાર્ગમાં શરણાગતિ અને ઈશ્વરકૃપાને વધારે સ્થાન મળ્યું અને પુરુષાર્થ ગૌણ બની ગયો. જૈન ધર્મે આ બંને માર્ગોથી અલગ ફંટાઈને પોતાનો જુદો ચીલો ચાતર્યો. તેણે માનવીનાં સઘળાં દુઃખોનું કારણ કર્મમાં જોયું. તેણે કર્મરહિત અવસ્થાને પોતાનું લક્ષ્ય ગણ્યું અને તે માટે તેમણે પુરુષાર્થને પ્રધાનતા આપી. જૈન ધર્મે કર્મરહિત થવા માટે ત્રિપાંખિયો વ્યૂહ અપનાવ્યો. તેથી જૈન ધર્મમાં દર્શન, જ્ઞાન અને ચારિત્રની ત્રિપદી આવી. જૈન ધર્મમાં ફક્ત જ્ઞાનથી ન ચાલે, કેવળ આચાર પણ સકલ કર્મોનો ક્ષય કરવા માટે પર્યાપ્ત ન ગણાય. જ્ઞાન સાથે, દર્શન જોઈએ અને સાથે ચારિત્ર પણ જોઈએ. વળી આ જ્ઞાન, દર્શન અને ચારિત્ર સમ્યક્ હોવાં જોઈએ. તેથી સમ્યજ વર્શન જ્ઞાન, ચારિત્રનિ મોક્ષમાર્ગ : ।। તે જૈન ધર્મનું પ્રધાન સૂત્ર બની ગયું. તેથી મેં જૈન તત્ત્વની મીમાંસા કરવા માટે ત્રણ પુસ્તકો લખીને જૈન ધર્મની વાત રજૂ કરી. સૌ પ્રથમ મેં ‘કર્મવાદનાં રહસ્યો' લખી તેમાં કર્મની ગહન વાતો રજૂ કરી. ત્યાર પછી મેં જૈન આચાર મીમાંસા' લખી. જૈન આચારોના મર્મની વાત કરી. ત્યાર પછી ‘જૈન ધર્મનું હાર્દ લખીને જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો રજૂ કર્યા. જૈન ધર્મે કોરા જ્ઞાનને કોડીનું ગણ્યું છે. જે જ્ઞાન આત્મપરિણત ન હોય તેની ધર્મમાં કશી જ કિંમત નથી. જૈન ધર્મે આચાર વિહોણા જ્ઞાનને પાંગળું કહ્યું છે અને જ્ઞાન વિનાના આચારને આંધળો કહ્યો છે. જૈન ધર્મમાં દ્રવ્યક્રિયા અને ભાવક્રિયાની વાત બહુ આવે છે. તેમાં નિશ્ચય અને વ્યવહારની વાત પણ વિગતે થયેલી છે. આવી સૂક્ષ્મ વાતો આટલી સ્પષ્ટતાપૂર્વક અન્ય ક્યાંય મારા જોવામાં આવી નથી. જૈન ધર્મના અનુયાયીઓનો વર્ગ નાનો છે પણ જૈન ધર્મ સાગર

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 178