________________
૧૦૨
જય વીરાય કહેલ છે. આજે જ્યારે દેશકાળના કારણે સાધર્મિકો આપત્તિમાં દેખાય છે ત્યારે તેમની આપત્તિના નિવારણનો પ્રયત્ન કરવો એ પણ એક કર્તવ્ય બની રહે છે. સાધર્મિકોને પણ ઉત્તમ પાત્ર કહેલ છે.
પાવાપુરીની પ્રતિષ્ઠાનું શ્રેષ્ઠ અનુષ્ઠાન ઉલ્લાસપૂર્વક ચાલુ હતુ. એ સમયે જ વચ્ચે કચ્છના ધરતીકંપના સમાચાર આવ્યા. હજારો સાધર્મિકોના મૃત્યુ થયા હતા અને હજારો સાધર્મિકો ઘરબાર વિનાના થઈ રોડ પર આવી ગયા. ધર્મપ્રેમી સુશ્રાવક કુમારપાળ પ્રતિષ્ઠા પ્રસંગ છોડી પોતાના સાથીદારો સાથે સીધા કચ્છમાં પહોંચી ગયા. દિવસ-રાત સાધર્મિકોના અને બીજાના દુઃખો નિવારણ માટે લાગી પડ્યા. ભારે પરિશ્રમ કરી તેમણે હજારો સાધર્મિકોની રક્ષા કરી, મૂક પશુઓની પણ રક્ષા કરી આપત્તિમાં સહાયક થયા.
ખૂબ વિચારીએ, વિવેકી બનીએ અને ઉત્તમ જીવોની આપત્તિઓમાં શક્તિ મુજબ નિવારણ કરી આત્માને કોમળ બનાવીએ. પ્રભુને પણ પ્રાર્થના કરીએ કે, 'હે દેવાધિદેવ ! આપના અચિંત્ય પ્રભાવથી મારો આત્મા પણ શક્તિ મુજબ બીજાની અને તેમાં પણ વિશેષ કરીને ઉત્તમ પુરુષોની આપત્તિમાં સહાયક બને. તેના નિવારણનો શક્તિ મુજબ પ્રયત્ન કરે.