Book Title: Jai Viyaray
Author(s): Vijayhemchandrasuri
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 291
________________ ૨૭૪ જય વીયરાય લલિતવિસ્તરા સાધુ કે શ્રાવક દેરાસરમાં એકાંતયત્નવાન બનીને, બીજા કર્તવ્યો છોડીને, લાંબો કાળ સુધી ચૈત્યવંદનના ભાવ ચાલે તેવી રીતે તૈયાર થઈને, સંયોગાનુસાર જગદ્ગુરુ પરમાત્માની પૂજા-ભક્તિ કરીને, પછી કોઈ પણ જીવની વિરાધના ન થાય તેવી જીવ વગરની ભૂમિને ચક્ષુથી જોઈને તથા પરમાત્માએ બતાવેલ વિધિથી પ્રમાર્જના કરીને પૃથ્વી ઉપર ઢીંચણ તથા હાથના તળીયાને સ્થાપન કરીને, વધતા જતા અત્યંત તીવ્રતર શુભપરિણામવાળા થઈને, ભક્તિના અતિશયથી હર્ષપૂર્ણ આંખવાળો થઈને, રોમાંચિત શરીરવાળો થઇને... મિથ્યાત્વરૂપી જળથી ભરેલ અને અનેક કુગ્રહ રૂપી જળચરોથી યુક્ત સંસારરૂપી સમુદ્રમાં આયુષ્ય અનિત્ય હોવાથી અત્યંત દુર્લભ એવુ, સકલ કલ્યાણમાં એક માત્ર કારણભૂત, ચિંતામણી અને કલ્પવૃક્ષની ઉપમાને પણ નીચી પાડી છે તેવી પરમાત્માની વંદના... મહામુશ્કેલીએ ગમે તે રીતે પ્રાપ્ત થયેલ છે. આનાથી વિશેષ બીજુ કાર્ય નથી. આ રીતે આનાથી પોતાની જાતને કૃતકૃત્ય માનતો, જગદ્ગુરુ પરમાત્મા વિષે નયન અને મનને સ્થાપન કરીને, અતિચારના ભયથી

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294