________________
પરિશિષ્ટ ૩ : ચૈત્યવંદન અંગે વિશિષ્ટ વાતો અસ્ખલિતાદિ ગુણયુક્ત, અર્થના સ્મરણપૂર્વક પ્રણિપાત દંડક (બોલે) ભણે...
શ્રાવકોએ રોજ ત્રિકાળ દેવવંદન કરવા. (પૂજાપૂર્વક) भो भो देवाणुप्पिया । अज्ज पभिइए जावज्जीवं तिकालियं अणुत्तावलेग्गचित्तेणं चेइए वंदियव्वे । इणमिव भो मणुयत्ताओ असुइअसासयखणभंगुराओ सारंति । तत्थ पुव्वण्हे ताव उदगपाणं न कायव्वं जाव चेइए साहू य न वंदिए, तहा मज्झहे ताव असणकिरियं न कायव्वं जाव चेइए न वंदिए, तहा अवरण्हे चेव तहा कायव्वं जहा अवंदिएहिं चेइएहिं नो सेज्जायलमइक्कमिज्जत्ति |
૨૭૫
હે દેવાનુપ્રિય ! આજથી માંડીને યાવજ્જીવ સુધી ઉતાવળ વિના એકાગ્રચિત્તથી ત્રિકાળ ચૈત્યને વાંદવા. આજ અશુચિ-અશાશ્વત-ક્ષણભંગુર એવા મનુષ્ય જીવનનો સાર છે. આમાં પ્રભાતે ચૈત્ય અને સાધુને વંદન ન થાય ત્યાં સુધી પાણી પણ પીવુ નહિ. મધ્યાહ્ન, ચૈત્યોને વંદન ન થાય ત્યાં સુધી ભોજન ન કરવું, તથા રાત્રિમાં ચૈત્યને વંદન ન થાય ત્યાં સુધી શય્યા ન કરાય. (સુવાય નહિં.)