Book Title: Ishanugrah Vichar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ ભિન્નતાએ તે અનુગ્રાહ્યાનુગ્રાહક સ્વભાવમાં પણ ભેદ માન્યા વિના ચાલે એવું નથી. અને તેથી એ રીતે સ્વભાવભેદ માનવાથી ઈશ્વરાદિને પરિણામી માનવાનો પ્રસંગ આવશે. કારણ કે સ્વભાવની ભિન્નતા જ પરિણામની ભિન્નતા સ્વરૂપ છે. આથી સમજી શકાશે કે ઈશ્વરાદિને પરિણામી માનવાથી પાતંજલોને સ્વસિદ્ધાંતની હાનિનો પ્રસંગ આવે છે. આવું તો કોઈ પણ ન કરે કે જેથી અપસિદ્ધાંતનો સ્વીકાર કરવો પડે. આ પૂર્વે જ્ઞાનાદિ ધર્મોના ઉત્કર્ષથી ઈશ્વરની સિદ્ધિ કરી છે તે પણ યોગ્ય નથી. કારણ કે જ્ઞાનાદિમાં જે રીતે ઉત્કર્ષને સિદ્ધ કરાય છે તે રીતે તે ઉત્કર્ષ તો અજ્ઞાનાદિમાં પણ સિદ્ધ થઈ શકે છે. કારણ કે તરતમતાવાળા ધર્મો કોઈ સ્થાને પરાકાષ્ઠા(ઉત્કર્ષ)ને પ્રાપ્ત કરે છે; એમ માનીએ તો તરતમતાવાળું અજ્ઞાન પણ કોઈ સ્થાને પરાકાષ્ઠાને પ્રાપ્ત કરનારું બને. પરંતુ એવું મનાતું નથી. અત્યુત્કૃષ્ટ જ્ઞાનાદિના આશ્રય તરીકે ઈશ્વરની સિદ્ધિ થાય તો અત્યુત્કૃષ્ટ(ગાઢ) અજ્ઞાનાદિના આશ્રય તરીકે ઈશ્વરથી તદ્દન વિરુદ્ધ(તેના પ્રતિપક્ષ) વ્યક્તિની પણ સિદ્ધિ માનવાનો પ્રસ આવશે. આથી સ્પષ્ટ છે કે “જ્ઞાનવૈમુર્યાપનશ્રયવૃત્તિ, ૩પર્ધાશ્રયવૃત્તિત્વ, મહત્વવ” આ અનુમાનમાં “નિર્વિ न तथा(उत्कर्षापकर्षानाश्रयवृत्ति) चित्तधर्ममात्रवृत्तित्वाद्, અજ્ઞાનવ” આ પ્રમાણે સત્પતિપક્ષદોષ છે. પાતંજલીએ આ પૂર્વે(સ્લો.નં. રમાં જણાવ્યા મુજબ) જણાવ્યું હતું કે પ્રકૃતિ-પુરુષના સંયોગ અને

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58