Book Title: Ishanugrah Vichar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 53
________________ અને ધર્મના કારણભૂત પૂ. ગુરુભગવંતશ્રીના પરમતારક ઉપદેશમાં તેઓશ્રીની આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરવી. શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ આરાધના કરવાથી આત્માનો વાસ્તવિક મોક્ષ થાય છે. શ્રી તીર્થંકરપરમાત્મા તેઓશ્રીની આજ્ઞાના પાલન દ્વારા તે સ્વરૂપે જ અનુગ્રહ કરે છે. આથી વિશેષ કોઈ બીજો અનુગ્રહ નથી. ૫૧૬-૨૯૦ 88888 પરમાત્માની આજ્ઞાના પાલનને છોડીને બીજો કોઈ અનુગ્રહ નથી : એમાં કારણ જણાવાય છે यद् दातव्यं जिनैः सर्वे, र्दत्तमेव तदेकदा । दर्शनज्ञानचारित्रमयो मोक्षपथः सताम् ॥ १६-३०॥ “જે આપવાયોગ્ય છે તે દર્શનજ્ઞાનચારિત્રમય મોક્ષમાર્ગ સજ્જનોને બધા શ્રી જિનેશ્વરદેવોએ એક વખતે આપી જ દીધો છે. અર્થાદ્ હવે કશું જ આપવાનું રહેતું નથી.’’-આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે શ્રી વીતરાગપરમાત્માએ પ્રથમ દેશના વખતે જ ભવ્યજીવોને દર્શનજ્ઞાનચારિત્રમય મોક્ષમાર્ગ આપી જ દીધો હતો. ત્યાર પછીની અંતિમ દેશના સુધીની દરેકેદરેક દેશનામાં એ પરમતારક માર્ગનું જ તેઓશ્રીએ પ્રદાન કર્યું હતું. પરંતુ જેણે જ્યારે તેને ગ્રહણ કર્યો, તેનું ત્યારે ૪૮

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58