Book Title: Ishanugrah Vichar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 24
________________ માનવામાં કોઈ દોષ પણ નથી. યુક્તિથી સખત વાતનો સ્વીકાર કરવાથી ગુણની જ પ્રાપ્તિ થાય છે. ૧૬-ળા GAGAVECRUE ઉપર જણાવ્યા મુજબ પરમાત્માનો અનુગ્રહ કથંચિદ્દ યુક્ત હોવાથી પતંજલિએ જણાવેલી બીજી વાત પણ યુક્ત છે, તે જણાવાય છે एवं च प्रणवेनैतज्जपात् प्रत्यूहसंक्षयः । प्रत्यक्चैतन्यलाभश्चेत्युक्तं युक्तं पतञ्जलेः ॥१६-८॥ આ રીતે શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાના પાલન સ્વરૂપ આર્થ વ્યાપારને આશ્રયીને ઈશ્વરનો અનુગ્રહ સ્વીકારાય તો “ઓકારથી ઈશ્વરનો જાપ કરવાના કારણે વિશ્નોનો નાશ થાય છે અને પ્રત્યક્ષ ચૈતન્યનો લાભ થાય છે-'આ પ્રમાણે જે પતગ્રલિએ જણાવ્યું છે તે યુક્ત છે.'-આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ પરમાત્માનો અનુગ્રહ આદરણીય બને તો ઓકારપૂર્વક તે તે મન્નાદિ દ્વારા પરમાત્માનો જાપ કરવાથી પ્રવૂહ-વિઘ્નોનો નાશ થાય છે. તેમ જ અત્યાર સુધી જે જ્ઞાન વિષયને અનુકૂળ બની વિષય તરફ જતું હતું તેના બદલે વિષયને પ્રતિકૂળ બની અંતરાત્માની તરફ જવા માંડે છે એવા પ્રત્યક ચૈતન્ય સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે : આ પતલિનું કથન યુક્ત બને છે. પરંતુ પરમાત્માના કર્તુત્વ સ્વરૂપ જ તેમના અનુગ્રહમાં આદર હોય તો એ અનુગ્રહ సాలలలలలలలలల

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58