________________ માટે છે નહી આભા.. વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગ્ગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના કરનાર જીવ જિજ્ઞાસુ હેય. સ્વને જાણ વાની તેની અભિલાષા ઉત્કટ હેાય અને એ માગે તે પુરુષાર્થ પણ કરતા હોય. જેટલો પુરુષાર્થ સંસારમાં ભૌતિકતાની ઉપલબ્ધિ માટે કર્યો એથી વિશેષ પુરુષાર્થ આત્માની ઉપલબ્ધિ માટે થાય તે જ આત્મા પમાય. ભૌતિક જગતમાં તે બહુ પુરુષાર્થ કર્યો, હવે ત્યાંથી પાછા વળવું છે. એ જ માર્ગે જે ગતિ કર્યા કરીશું તે કાગડા-કૂતરાના ભામાં ભટકવા સિવાય બીજું કંઈ જ હાથમાં નહીં આવે. - ભૌતિક ઉપલબ્ધિઓ ગમે તેટલી પામ્યા પણ તે મળ્યા પછી કાયમ રહેવાની નથી. ભલે પછી ચક્રવતિનું સામ્રાજ્ય મળ્યું કે ઈન્દ્રની રિદ્ધિ મળી પણ હજાર કે લાખ વર્ષ ભેગવ્યા પછી પણ એક સમય એ જરૂર આવશે કે તે હાથમાંથી ચાલી જશે. સંસારની ગમે તેવી ઉપલબ્ધિઓ, હશે પણ તે વિનધર સ્વભાવવાળી છે, કદી કેઈની થઈ નથી અને થશે નહીં. જ્યારે આધ્યાત્મિક ઉપલબ્ધિઓ જે યથાર્થ રૂપે થઈ હોય તે તે એક વાર પામ્યા પછી જતી નથી. પણ બંધુઓ ! આધ્યાત્મિકતાની ભૂખ લાગવી જોઈએ. પેટની ભૂખથી કે ધન-પ્રતિષ્ઠાની ભૂખથી દુઃખી થયા હશો! ઇંદ્રિય અને મનના વિષયેની ભૂખથી વ્યાકૂળતા અનુભવી હશે ! પણ આધ્યાત્મિક્તાની ભૂખની વ્યાકૂળતા કેવી હોય તેને અનુભવ કયારેય કર્યો છે ખરો? ક્યારેય આધ્યાત્મિકતાની અપ્રાપ્તિને ખેદ થયે છે ? એની પ્રાપ્તિ વિના જીવન કર્તવ્યશૂન્ય લાગ્યું છે ? ઉણપ અનુભવી છે ? જે. અનુભવી હોય તે સમજી લે છે કે જીવ આત્માને પામવાની ગ્યતા તરફ આવતે જાય છે.