________________ R હું આત્મા છું પ્રત્યેક ઈન્દ્રિય પોત-પોતાના વિષયને ગ્રહણ કરે છે. સહુના વિષય જુદા-જુદા છે. કાન શબ્દને સાંભળે છે. આંખ રૂપને જુએ છે. ઘાણ ગંધને. અનુભવે છે. જીભ રસને ઓળખે છે અને ત્વચા-સ્પર્શનું સંવેદન કરે છે. આમ વ્યવહારમાં આપણે કહીએ છીએ, અને વ્યવહાર આમ જ ચાલે છે. અહી એક-એક ઇન્દ્રિયને વિષય સીમિત બતાવ્યું. પ્રત્યેક ઈન્દ્રિય. પિતાના વિષયને છોડી, અન્ય વિષયને ગ્રહણ કરી શકે નહીં. જેમકે આંખોનું કામ છે જેવાનું, રૂપને નિરખવાનું. આંખ આ કાર્ય ખૂબ સારી રીતે કરી શકે છે. બહ પાવરફુલ આંખે હોય તો તે દૂર-દૂર સુધી જોઈ શકે. ગગનમાં ઉડતું ગરૂડ, દૂર પૃથ્વી પર પડેલ પદાર્થને જોઈ લે. એવી શક્તિ તેની આંખોમાં હોય. કેટલાક મનુષ્યની આંખે પણ જીણામાં છણ વસ્તુને જોઈ શકે, એટલો પાવર ધરાવતી હોય, પણ આ શક્તિ માત્ર જેવામાં જ ઉપયોગી ! ગમે તેવી શક્તિદાયક આંખેશબ્દને ગ્રહણ ન કરી શકે. આંખ સતેજ હોય પણ કાન ન હોય તે નજીકનાં શબ્દો પણ સંભળાય નહીં. પુસ્તકને આંખ વડે વાંચી શકે, પણ કાનથી. ગ્રહણ કરવા યોગ્ય શબ્દોને આંખ સાંભળી ન શકે. એ જ રીતે આંખો નથી એ માણસ, મધુર બંસરીના સૂરને સાંભળે. અને વાહ, વાહ, પુકારી ઉઠે પણ તેને પૂછીએ બંસરી કેવી હોય ? જેણે કદી જોઈ નથી તે શું કહે ? આપણે કદાચ તેને આકાર-પ્રકાર સમજાવીએ છતાં તે કેટલું સમજે હશે ? કેને ખબર? એ જ રીતે બીજી બધી જ ઈન્દ્રિયોનાં વિષયને સારી રીતે એ ગ્રહણ કરી શકતે હોય. અરે ! કયારેક તે એવું જોવા મળે કે જેને આંખો નથી. તેની બીજી ઈન્દ્રિયે વધુ સતેજ હોય અને તે પગરવ માત્રથી માણસને ઓળખી કાઢે, છતાં આંખ રૂપ-રંગને ઓળખવાનું જે કાર્ય છે તે આંખ વિનાને માણસ ન જ . કરી શકે. જન્માંધ માણસને કદાચ ઘણું જ્ઞાન થઈ શકે, પણ તેને રંગ તે. ઓળખાવી જ ન શકાય. રંગ ઓળખવાનું કામ આંખનું જ છે, તે બીજી ઈન્દ્રિય વડે ન થઈ શકે. આમ ગંધ, રસ અને સ્પર્શના જ્ઞાનનું પણ આવુ.