________________ 90 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. ગુંદર (sagapenum); ઝાંઝીબાર, બર્બર, અને શહેરમાંથી અંબર, હાથીદાંત, જમરૂદ, સુગધી વસાણાં, એ સિવાય અનેક જણની લેવડદેવડ કૅલિકટના બંદરે થતી* આ વખતે કૅલિકટ બંદર ખરેખર ઘણુંજ આબાદ હતું. એ શહેરને વેપાર સુમારે છસો વર્ષ લગી આરબોના હાથમાં હતું. મક્કા અને કેરીના * હમણાની અનેક શેધ ઉપરથી હિંદુસ્તાનના પ્રાચીન સુધારા વધારાની જે ખરી હકીકત મળે છે, તે ઉપરથી આપણને વધારે અને વધારે સ્પષ્ટ જણાય છે કે પ્રજાસત્તાક રાજ્યવ્યવસ્થા, પરદેશ સાથે વેપાર, ઈત્યાદી અનેક મહત્વની બાબતમાં હિંદુ લોક પ્રાચીન કાળથી પ્રવીણ હતા. તેઓ નકાનયનમાં કુશળ હતા, તેમની પાસે મોટાં મોટાં જહાજ હતાં, તે મારફત તેઓ ભરદરીએ દૂર પર્યત સફર કરતા; દશમા સૈકા સુધી આ કામમાં તેમની બરોબરી કરી શકે તેવી બીજી કઈ પ્રજા નહતી. પૂર્વમાં ચીન જાપાન સુધી અને પશ્ચિમમાં આફ્રિકાના આખા પૂર્વ કિનારા ઉપર હિંદુ વેપારીઓ ફરતા હતા. જાવા, બર્નિઓ, સુમાત્રા ઈત્યાદિ ટાપુઓમાં હિંદુઓએ મોટાં મોટાં વસાહત સ્થાપ્યાં હતાં, તેમજ એડન, સેકટ્રા, મેઝાંબિક વગેરે ઠેકાણે તેઓ દાખલ થયા હતા. જાવા વગેરે બેટમાંનાં દેવળ, જુની ઈમારતે, અને ત્યાંના લોકોના ધર્માચાર તથા રીતરીવાજો એ સર્વ હિંદુઓનાં જેવાં જ છે. પશ્ચિમે અરબસ્તાનથી પૂર્વમાં ચીન દેશ લગીના એશિઆના અડધાથી વધારે ભાગમાં સર્વ જાતના સુધારા હિંદુસ્તાનને લીધે થયા હતા. આવી હકીકત હમણું મળી આવે છે. [ બેમ્બે ગેઝટીઅર વા. 1 લું. ગુજરાતનો ઇતિહાસ. આ પુસ્તકમાં છેડે: જાવા અને કેબેડીઓ વિષે બે લેખ આપેલા છે તે ઉપરથી ઉપરની હકીક્ત તારવી કહાડી છે.] ગુજરાત, કાઠીઆવાડ, સિંધ, માળવા, પંજાબ વગેરે પ્રાંતમાંથી પુષ્કળ લોકો જાવા ને બીજા બેટેમાં જઈ વસતા હતા. ત્યાં હિંદુસ્તાનના જેવીજ ગુફાઓ મળી આવે છે. એ બન્ને દેશની ગુફાઓમાંની મૂર્તિઓ તથા કોતરકામ આબેહુબ મળતાં આવે છે. ગુજરાતના કિનારા ઉપરની ઐતિહાસિક માહિતી ઉપરથી એટલું માલુમ પડે છે કે છેલ્લાં બે હજાર વર્ષમાં આ કિનારા ઉપરના લેકેએ વહાણવટામાં ભારે કૈશલ્ય દાખવ્યું હતું, અને વાયવ્ય હિંદુસ્તાનના લેને મલાયાદ્વીપ સમુહમાં લઈ જઈ વસાવ્યા હતા. વેપાર, વસાહત, અને દ્રવ્યના ઉદ્દેશથી હિંદુસ્તાનના લેકે પણ સમુદ્ર પ્રવાસ કરી દૂરદેશ લગી જતા હતા.