________________ હિંદુસ્તાનને અવીચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. આ કામ આટોપી ગામા તા. 20 મી નવેમ્બર ૧૪૯૮ને દિને યુરેપ જવા માટે ઉપડે. રસ્તામાં પવન પડી જવાથી ગેવા નજદીક અંજદીપ આગળ તેને કેટલેક વખત ખોટી થવું પડયું. અહીંથી નીકળી એ તા. ૮મી જાનેવારી 1499 ને દિવસે મલિંદ ગયો ત્યારે ત્યાંના રાજાએ તેને યોગ્ય સત્કાર કર્યો. એ અહીં પહેલે આવ્યા ત્યારે રાજાએ તેને બે નિપુણ ખલાસીઓ સ્વાધીન કર્યા હતા તેમને હમણું એણે પિતાના ઉપયોગ માટે માગી લીધા, અને પિતાની સાથે યુરોપ લઈ જવા જણાવ્યું. અહીંથી તા. 20 મી જાનેવારીએ નીકળી તા. 18 મી સપ્ટેમ્બર 1499 ને દીને તે પાછે લિઅન આવી પહોંચ્યો. રસ્તામાં તેને ભાઈ પિલે ગામ આજારી પડી મરણ પામ્યો હતો. આ વેળા હિંદુસ્તાનની સફરને 9 થી 12 મહિના થતા. સ્વદેશ પાછા ફરતાં પિોર્ટુગલના રાજાએ ગામાને અંતઃકરણપૂર્વક આદરસત્કાર કર્યો એ કહેવાની જરૂર નથી. અનેક સદીઓને પ્રયત્ન આજે સફળ નિવડવાથી રાજાના મનને આનંદ ઉભરાઈ ગયો હતે. તે મોટો સમારંભ કરી ગામાને સામો લેવા ગયે, અને તેને મ એટલે યુકની પદ્ધી આપી. ગામાનાં આણેલાં નજરાણાંથી રાજા અત્યંત સંતુષ્ટ થયો. તેનાં જહાજમાને સઘળે માલ વેચાઈ રહેતાં એવું માલમ પડયું કે મુસાફરીમાં જે કંઈ ખરચ થયે હતો તેના કરતાં સાઠગણી ઉત્પન્ન એ. માલમાંથી થઈ હતી. એ વખતે યુરોપમાં મરી દર રતલના 1 શી. 5 રે, તજ 3 શી. 2 પે, સુંઠ 2 શી. 1 પે, જાવંત્રી 5 શી. 3 પિ, અને જાયફળ 1 શી. 9 પે. ને ભાવે વેચાતાં હતાં. આ પ્રમાણે હિંદુસ્તાન જવાને જળમાર્ગ પર્ટુગીઝ લેકોને મળી આવવાથી જગતના ઇતિહાસમાં એક મહાન ફેરફાર થયા. કૅલિકટના મુસલમાન વેપારીઓને પોર્ટુગીઝોના આવવાથી જે ધાસ્તી ઉત્પન્ન થઈ હતી તે આગળ જતાં ખરી પડી, તે હવે પછીની હકીકત ઉપરથી જણાશે. આ જળમાર્ગને લીધે યુરોપમાં પોર્ટુગલનું મહત્વ વધી ગયું. વેનિસ, જીનોઆ વગેરે ધનાઢ્ય રાજ્યોને વેપાર બેસી ગયો, અને નૈકા નકળામાં પ્રવીણ