Book Title: Gyanpradip Author(s): Vijaykastursuri Publisher: Atmanand Jain Sabha View full book textPage 6
________________ નિયમ કોઇપણ વિદ્વાન વક્તા પોતાનું વક્તવ્ય શ્રોતાસન્મુખ રજૂ કરે છે ત્યારે તેની અસર જેટલો વખત રહે છે, તે કરતાં વિદ્વાન લેખક પોતાની લેખિની દ્વારા કોઈ પુસ્તક કે વિષય લખે છે ત્યારે તેની અસર વાચકો ઉપર વિશેષ વખત રહે છે. ગુગ દ્વારા મેળવેલ જ્ઞાન સાથે પૂર્વેનો ક્ષોપશમ થયેલ હોય તેવા જ્ઞાની-અભ્યાસી અને જેમના આત્મામાં જ્ઞાનને પરિપાક થયેલ હોય તેવા વિદ્વાન પુરુષોનું લખાણ તે જ્યારે જ્યારે વાંચવામાં આવે ત્યારે ત્યારે આત્માને આનંદ થતાં તેનું વિશેષ વિશેષ સ્મરણ થતાં–મનન થતાં વાચકને તે તે વિષયોનું જ્ઞાન થાય છે. આ ગ્રંથમાં આવેલા ૫૦ જુદા જુદા ઉપદેશક લેખો છે. તેના લેખક શ્રી ન્યાયાભાનિધિ જૈનાચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજના સગત શિષ્ય મુનિશ્રી ઉદ્યોતવિજયજી મહારાજના વિદ્વાન સુશિષ્ય શ્રી વિજયકસ્તુરસુરિજી મહારાજ છે. આ તમામ લેખો જ્યારે આ સભાની વિનંતિથી આચાર્ય મહારાજે મોકલ્યા અને “શ્રી આત્માનંદ પ્રકાશ” માસિકમાં પ્રગટ થયા, બાદ આ લેખની પ્રશંસા થતાં સાથે આચાર્ય મહારાજના અન્ય લેખે પણ “શ્રી આત્માનંદ પ્રકાશમાં નિરંતરPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 446