Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 62
________________ 6 4 વિનયધર્મ Peon સ્મરણ કરવું જેથી ઈચ્છિત કાર્ય શીધ્રપણે થાય. કુમકુમ તિલક કરી શ્રીફળ-પ્રમુખ ફળ હાથમાં લેવું. મસ્તકે શ્યામ વસ્ત્ર પહેરવું નહીં તથા ઉઘાડે મસ્તકે જવું નહીં. કલેશરહિત પ્રયાણ કરવું. દેશાંતર જતી વેળાએ પોતાની ડાબી બાજુએ વૃષભનો, મયુરનો, શંખનો, ઝાલરનો, પોપટનો, કોયલનો, કોઈ પણ વાજિંત્રનો શબ્દ સંભળાય તે મંગલસૂચક જાણવો તેમ જ જમણી બાજુએ સિંહ, ઊંટ, કાગ, અશ્વ, હસ્તી કે કૌચપક્ષીનો શબ્દ સંભળાય તોપણ શુભને સૂચવે છે. ઘરમાંથી નીકળ્યા બાદ પાછું વળી જોવું નહીં અને ઘરમાં પાછું આવવું નહીં, કેમ કે તે અપશુકન છે. તે વખતે પોતાને અથવા પરને છીંક આવે તો થોડો વખત વિશ્રામ લઈને જવું. આ સર્વે વ્યવહાર વિનય છે. સ્વાર્થિક વિનયઃ અહીં મનમાં દુષ્ટ ભાવ કે ક્લિષ્ટ વિચારો હોય, પરંતુ સામા માણસ સમક્ષ તે એવી માયા રચે કે મલિન દયેયનો ખયાલ ન આવે અને સ્વાથધ માણસ વિનયનો ડોળ રચી પોતાનું કાર્ય કઢાવી લે. | ‘ઉપદેશમાળા'માં સ્વાર્થિક વિનયનું એક દૃષ્ટાંત પ્રસિદ્ધ છે: ઉદયન રાજાનું ખૂન કરવાના આશય સાથે શત્રુરાજાના એક માણસે જૈન રીતિએ સંયમ અંગીકાર કર્યો ને નામ પામ્યા શ્રી વિનયરત્નમુનિ. જ્ઞાન-ધ્યાનતપસ્યા-વૈરાગ્યના વિવિધ રંગોમાં રંગાઈ ગયા હોય તેવો ડોળ કરતાં પૂરાં ૧૨ વર્ષ વીતી ગયાં. ઉદયન રાજા દર તિથિના દિવસે પૌષધ કરે અને તેથી શ્રી વિનયરત્નમુનિવરના ગુરુદેવ આરાધના કરાવવા રાજાના મહેલમાં જાય. એકાદ દિનગત-રાત્રિગત પૌષધની આરાધના કરાવવાર્થે હવે પરમવિશ્વસનીય બની ગયેલા પોતાના શિષ્ય શ્રી વિનયરત્નમુનિવર્યને પણ ગુરૂદેવ પોતાની સાથે લઈ ગયા. સૌએ પોષધોપવાસ વિરમણ વ્રતની સઘળીય ક્રિયાઓ સંગાથે કરીને પછી રાત્રિ સંથારો કર્યો. બારબાર વર્ષોથી જે ઘડીની રાહ જોતાં શુદ્ધ સંયમનું નાટક કર્યું હતું તે મૂળ આશય પાર પાડવાની પળ આવી પહોંચી હતી. મધ્યરાત્રિ પછી તરત જ પોતાના ઓથામાં છુપાવી રાખેલી છરી બહાર કાઢી નિદ્રાધીન રાજા ઉદયનનું ગળું કાપી નાખી, કાળી રાત માથે ઓઢીને વિનય રત્નમુનિ ભાગ્યા. બહાર રહેલા ચોકીદારો પણ આ સાધુ પર શંકા કરી શક્યા નહીં. થોડી વારે રાજાનું લોહી વહેતું વહેતું ગુરુમહારાજના શરીરને સ્પર્યું. તેથી ઊંઘ ઊડી જતા ગુરુદેવ સ્તબ્ધ ૧૧૧૫ છCC4 વિનયધર્મ PC Cren થઈ વાત પામી ગયા કે આ શત્રુરાજાની ચાલ જ હોઈ શકે. ભયંકર દુઃખદ એવી આ ઘટનાથી વિહવળ થઈ ગુરુદેવે એક પત્રમાં સાચી વિગતો લખી તે જ છરીથી પોતાનું તન રહેંસી નાખી આત્મહત્યા કરી લીધી જેથી જૈન શાસનને આળથી બચાવી શકાય. આ થઈ સ્વાર્થિક વિનયની વાત. હવે વિનયના મુખ્ય બે પ્રકારમાંના બીજા પ્રકાર ભાવ વિનય વિશે જાણીએ. ભાવ વિનય - ધર્મનું મૂળઃ ‘ભાવ વિનય’ અર્થાત્ અંતરંગ લોહીમાં વણાયેલો કે નૈસર્ગિક રીતે જ સંસ્કારિત થયેલો આત્મગુણ. પૂર્વજીવનની આરાધનાને કારણે તે આત્મામાં એટલો તો વિકસ્યો હોય કે સહજપણે જ તે આચરાઈ જતો હોય. જે ઉત્તરોત્તર સદ્ગણોનો ઉઘાડ કરાવી પ્રાંતે વનયિકી બુદ્ધિનો વિકાસ કરાવતી હોય. ભાવ વિનય એટલે અમૃતનો અભિષેક. વિશેષ કરીને આત્માને જે ઊર્ધ્વદિશિ લઈ જાય છે તે છે ભાવ વિનય. પરમપદના પરમપથનું પ્રથમ પગથિયું છે ભાવ વિનય. તત્ત્વની જિજ્ઞાસાઓ જાગે છે ભાવ વિનયથી. તેનાથી જ જ્ઞાનાવરણ-મિથ્યાત્વ કર્મ ક્ષય પામે છે ને વિધિ-અવિધિ-હિત-અહિત-પુણ્ય-પાપ વગેરે શું છે તે સર્વેની જાણ થાય છે. મતિમંત, બહુશ્રુત શ્રમણોપાસકો જેના થકી સત્યાસત્યનો નિશ્ચય કરે છે તે છે ભાવ વિનય. સ્વાધ્યાય માટે કરાતાં વાચના, પૃચ્છના, પરાવર્તના આદિ માટે શ્રતધરો ભાવ વિનયને જ પરમઉપયોગી માને છે. ભાવ વિનયી આત્માને ગુરુ દૂર હોય કે સમક્ષ, પોતાની અંદર તેઓ પ્રત્યેના અહમાન અને આદર તો સ્થાયી જ હોય. પોતાનાં સદ્વિચારો કે સકાર્યોમાં નિર્મળ પરિણતિ સંગે ઊછળતો ભાવ અનુભવી શકે છે. ભાવ વિનયી આત્મા. ગૌતમસ્વીમીની ૨૮ પ્રકારની લબ્ધિઓનું ઉદ્ગમસ્થાન જ આ ‘ભાવ વિનય’ ગણાય છે. શ્રી ગૌતમસ્વામીની વાત આવે છે. શાસ્ત્રોમાં. તેઓ આ ગુણની પરાકાષ્ઠાએ વિરાજિત હતા. ગૌવર નગરના, બ્રાહ્મણ કુળના, પિતા વસુભૂતિ - માતા પૃથ્વીના જયેષ્ઠ પુત્ર એટલે ઇન્દ્રભૂતિ ગૌતમ. ૫૦ વર્ષ ગૃહસ્થ બ્રાહ્મણ તરીકે તપસ્વી જીવન પસાર કરનાર તેઓ સાત હાથ ઊંચા, વિશુદ્ધ સુવર્ણ સમ તેજસ્વી, ઉગ્ર તપસ્વી, મહાબ્રહ્મચારી, યજ્ઞકુશળ, વિપુલ તેજોલેશ્યાવાન, ૫૦૦ બ્રાહ્મણોના ગુરુ, ચાર વેદના જાણકાર, ૧૪ વિદ્યામાં પારંગતરૂપ ચાર જ્ઞાનધારી, શાસ્ત્રોના પારગામી, ૧૪ પૂર્વના જ્ઞાતા અને લબ્ધિ તથા વિનયના ભંડાર હતા. + ૧૧૬

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115