Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 71
________________ ©©ન્દ્ર વિનયધર્મ ©©s સાધુ-સંતોને ગોચરી પ્રસંગે વિનયધર્મનું પાલન - મૂળવંતરાય . સંઘાણી વિનયનું મહત્ત્વ : ધર્મની બુલંદ ઈમારત વિનયની સાત્ત્વિકતાના પાયા પર ટકી રહી હોય છે. માટે જ ધર્મનું મૂળ વિનય કહેવામાં આવ્યું છે. મૂળની સંગીનતા પર જ સુગંધ, થડ, પાન, ડાળી, ફળ, ફૂલ વગેરેની મહત્તાનું સર્જન થાય છે. વિનયનાં મૂળ વિના ધર્મની ઈમારત ખોખરી થઈ જાય છે. અણગારધર્મ - આગારધર્મ : તીર્થંકર પરમાત્માએ અજબ સાધના અને ગજબ પુરુષાર્થ દ્વારા કેવળજ્ઞાનકેવળદર્શનની પ્રાપ્તિ કરી. ત્યાર બાદ ભવ્ય જીવોના ઉદ્ધાર માટે મોક્ષમાર્ગની પ્રરૂપણા કરતી અનન્ય દેશના આપી. મુમુક્ષુ આત્માને સાધનાની સરળતા માટે બે પ્રકારના ધર્મરાહ પ્રભુએ બતાવ્યા : (૧) અણગારધર્મ (૨) આગારધર્મ. (૧) જે ઘર-સંસાર -પરિવારનો સંપૂર્ણપણે ત્યાગ કરી સાધુજીવન, સંયમમાર્ગ અપનાવે છે, નવ કોટીએ છ’ કાયના જીવોની રક્ષા માટે પાંચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રિભોજનના ત્યાગનો અંગીકાર કરે છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આદિ અષ્ટ પ્રવચન માતાને સમર્પિત થઈ જાય છે. સત્તર પ્રકારના સંયમ વ્રતનું જે પાલન કરે છે તે અણગાર કહેવાય છે. (૨) જે મુમુક્ષુ સંપૂર્ણ રીતે ત્યાગધર્મને સ્વીકારી શકે તેને માટે પ્રભુએ આગારધર્મની પ્રરૂપણા કરી થોડી છૂટછાટોને સ્થાન આપ્યું. તેઓને મહાવ્રતની જગ્યાએ અણુવ્રતના પાલનની દેશના આપી. કષાય કન્ટ્રોલ અને સંજ્ઞા વિજ યની મહત્તા સમજાવી તેના પાલન માટે આદેશ આપ્યો. આ સાથે અણગારધર્મના આરાધકને સંયમમાર્ગમાં મદદરૂપ થઈ શકે, તેમનું સંયમજીવન નિર્વિને પાર કરી શકે. દોષમુક્ત રહીને સમાચારીનું પાલન કરી શકે, તેમની સંયમયાત્રામાં કષ્ટ, પરિષહો, ઉપસર્ગો આવતા હોય તેના નિવારણ માટે યથાશક્તિ મદદરૂપ થઈ શકે તેવા વૈયાવૃત્યનાં કૃત્યોની પ્રેરણા કરી અને એ આત્યંતર તપની આરાધના દ્વારા આગારી શ્રાવકે પોતાનો આત્માનું પણ કલ્યાણ - ૧૩૩ - © © ન્ડવિનયધર્મ @ @ કરી શકે તેવી પ્રભુએ પ્રરૂપણા કરી. ગૌચરી : અણગારધર્મના આરાધક સાધકે છકાય જીવોની રક્ષા માટે અહિંસા વ્રત આદિ પાંચ મહાવ્રતની પાલન કરવાની હોય છે. આથી કોઈ પણ જાતના આરંભસમારંભનાં કાર્યો તેમના માટે વર્ય હોય છે. સાધકનું લક્ષ્ય છે અનાહારકપદની પ્રાપ્તિ. એ લક્ષ સુધી પહોંચવા માટે પણ પ્રાપ્ય-દારિક શરીરની પૂર્તિને જાળવણી માટે સંયમનો હેતુ સિદ્ધ કરવા માટે માર્ગમાં જે પાથેય રાખવાનું છે એ પાથેય એટલે ગૌચરી. સાધકનો આહાર એવો હોય કે જેથી સ્વ પર કોઈને બાધક ન થાય. એની સંપૂર્ણ જાગૃતિ એટલે જ ગૌચરીમાં વિનયધર્મ, ગાય જ્યારે આહાર કરે ત્યારે બધું જ ન ખાય, પરંતુ ઉપરઉપરથી ખાય - સીમમાં ચરવા જતી ગાય ઘાસ ખાય તો મૂળિયાં સહિત ન ખાય, ઉપરથી થોડું થોડું જ ખાય. એમ સાધક ગાયની માફક આહાર ગ્રહણ કરે તેને જ ગૌચરી કહેવાય છે. પુષ્પના પમરાટ દ્વારા પુષ્પનો મધુર રસ ચૂસી પોતાની આજીવિકા કરનાર ભ્રમર જેમ અલગઅલગ પુષ્પો પરથી થોડોથોડો રસ ગ્રહણ કરી પોતાનું જીવન જીવે છે એ જ ભ્રમરવૃત્તિથી અણગાર સાધક અલગઅલગ ઘર-કુળ- એરિયા વગેરેથી પોતાની આજીવિકા માટેની ગવેષણા કરે છે અને તે પણ ગૃહસ્થ પોતાના માટે બનાવેલા ભોજનમાંથી જ અલ્પ માત્રામાં તે પરિવારની જરૂરિયાત ધ્યાનમાં લઈ આહાર માટેની ગવેષણા કરે છે. શુદ્ધ આહારની શોધ કરવું તેનું નામ છે એષણા. સાધકની સાધનાથી અન્યને દુઃખ કે પીડા ન થાય. આમ ગૌચરી એ સાધકના જીવનનું અભિન્ન, અનિવાર્ય અંગ છે. આથી સાધનામાં વિદન ન આવે માટે તેમાં વિનયધર્મનું પાલન આવશ્યક છે. અણગાર-ગૌચરી અને વિનયધર્મ : કર્મ રાજાનો માલ લઈને પુદ્ગલ પિંડ ઊભો કર્યો છે. તે પિંડની પુષ્ટિ માટે નિર્દોષ આહારાદિક પિંડ આપવો જરૂરી છે. તેને શોધવા સાધકે શરમ છોડીને ગૃહસ્થને આંગણે જઈ નિર્દોષ આહારની ગવેષણા કરવી પડે છે. | ગૃહસ્થને કોઈ પણ રીતે બોજારૂપ ન બને, માનસિક, કાયિક અને વાચિક ક ૧૩૪ -

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115