Page #1
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનધારા - ૧૫ વિનયમ
: સંપાદન : - ગુણવંત બરવાળિયા
કે
અશોક પ્રકાશન મંદિર પહેલા માળે, કસ્તૂરબા ખાદી ભંડારની ઉપર, રતનપોળની સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન: ૦૭૯-૨૦૧૪ ૦૭૭૦ ફેકસઃ ૨૨૧૪૦૭૭૧
E-mail: hareshshah42@yahoo.co.in
apmbooks42@yahoo.in નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨. ફોન : ૨૨૦૧ ૭૨૧૩, ૨૨૦૮ ૫૫૯૩ E-mail: nsmmum@yahoo.co.in
નવભારત સાહિત્ય મંદિર | બુકશેલ્ફ
જૈન દેરાસર પાસે, ૨૦૨, પેલિકન હાઉસ, ૧૬, સિટી સેન્ટર, સી.જી.રોડ,AS 9 માંધી રોડ, અમદાવાદ-૧. ' આશ્રમ રોડ, અમદાવાદ-૯, અમદાવાદ - ૩૮૦૦૦૯
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રત : 250 - બદલો Re ©©©©©R
Vinaydharm Edited by : Gunvant Barvalia Feb. - 2017
Vinaydharm Edited by : Gunvant Barvalia Feb. - 2017
Courtersy : Shri Khimjibhai Chhadva
ISBN
ISBN વિનયધર્મ સંપાદન : ગુણવંત બરવાળિયા
વિનયધર્મ સંપાદન : ગુણવંત બરવાળિયા
પ્રકાશક: અહમ સ્પિરિટ્યુઅલ સેંટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુર જૈન ફિલોસોફિકલા ઍન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર ઑફિસઃ નં. ૨, મેવાડ, પાટનવાલા એસ્ટેટ, એલ.બી.એસ. રોડ, ઘાટકોપર (વે), મુંબઇ-૮૬. ફોન : ૦૨૨-૪૨૧૫૩૫૪૫ gunvant.barvalia@gmail.com
CCC©©©©
પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨. ફોન : ૨૨૦૧ ૭૨૧૩, ૨૨૦૮ પપ૯૩ E-mail : nsmmum@yahoo.co.in
મૂલ્ય : રૂ!. ૨૨૫/
મૂલ્ય : રૂા. ૨૨૫/
પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર, ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૪૦૦ ૦૦૨.
મુદ્રણ વ્યવસ્થા :
મુદ્રણ વ્યવસ્થા :
TerrerG (I) Sre
e
rreure(l) Sureure
Page #3
--------------------------------------------------------------------------
________________
નિવેદન)
વિનયધર્મ અનુક્રમણિકા
જ
૪
અમ સ્પિરિટ્યુઅલ સેંટર સંચાલિત, સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ (9) જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેંટર આયોજિત જૈન (0)
સાહિત્ય ‘જ્ઞાનસત્ર-૧૫’ અમદાવાદ, ગુજરાત વિશ્વકોશ ભવનમાં તા. ૧૮ અને ૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૭ના યોજાયેલ છે.
ડૉ. રતનબહેન ખીમજીભાઈ છાડવા પ્રેરિત આ સત્રના AS પ્રમુખસ્થાને પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ બિરાજશે. જ્ઞાનસત્રમાં
પ્રસ્તુતિ માટે વિદ્વાનોના પ્રાપ્ત નિબંધો અને શોધપત્રોને ગ્રંથસ્થ કરી H ‘વિનયધર્મ' નામે પ્રગટ કરતાં આનંદ અનુભવું છું.
ભારતીય દર્શનો જ નહિ, પરંતુ વિશ્વની તમામ દાર્શનિક પરંપરાએ જીવનમાં વિનયને મહત્ત્વનું સ્થાન આપ્યું છે. વિવિધ ધર્મ દર્શનના અભ્યાસી વિદ્વાનોના શોધપત્રોને ગ્રંથસ્થ કરવાનો ઉપક્રમ રાખ્યો છે.
જ્ઞાનસત્રનો બીજો વિષય “જૈન દર્શનમાં કેવળણી વિચાર''ના શોધપત્રોના સંચયના અન્ય ગ્રંથ દ્વારા પ્રકાશિત કરેલ છે.
સંપાદનકાર્યમાં મારાં ધર્મપત્ની ડૉ. મધુબહેનનો સહયોગ (9) સાંપડ્યો છે. જ્ઞાનસત્રને સફળ બનાવવા ખીમજીભાઈ છાડવા, ડૉ. (૨) નલિનીબહેન દેસાઈ અને પ્રકાશભાઈ શાહનો પુરુષાર્થ અનુમોદનીય છે.
પ્રકાશન માટે નવભારત સાહિત્ય મંદિરના અશોકભાઈ શાહનો (0) અભાર.
ગ્રંથમાં ઉત્સુત્ર પ્રરૂપણા થઈ હોય તો ક્ષમાયાચના કરું છું. મુંબઈ - ફેબ્રુ.-૨૦૧૭.
• ગુણવંત બરવાળિયા (0)
દમ વિષય
લેખકનું નામ પૃષ્ઠ ક્ર. (૧) મહોરૂ બદલેલા મેહની ઓળખ કરાવે - રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ તેનું નામ ‘વિનય’
નમ્રમુનિ મ.સા. | (૨) વિનયધર્મ અને આચાર
- ડૉ. તરુલતાજી મ.સ. ૬ (૩) સર્વ ગુણ શિરોમણિ : વિનય )
- ડૉ. કુમારપાળ દેસાઈ ૧૨ (૪) વિનય : આત્મસાધનાની દૃષ્ટિએ - સુરેશભાઈ ગાલા (૫) દશ વૈકાલિક સૂત્રના સંદર્ભમાં વિનય ધર્મની વિવેચના - પાર્વતી નેણશી ખીરાણી ૨૪ (૬) ધર્મકથાનુયોગમાં વિનયધર્મનું નિરૂપણ - ડૉ. રતનબહેન ખીમજી છાડવા 0 (૭) આત્મવિકાસમાં વિનયધર્મનું મહત્વ - ડૉ. કી યોગેશ શાહ ૩૬ (૮) જૈન અને વૈદિક ધર્મમાં વિનયતપનું ચિંતન - ડૉ. રેણુકા પોરવાલ ૪૨. | (૯) આત્યંતર તપ : વિનય
- ડૉ. મધુબહેન બરવાળિયા (૧૦) હિન્દી : દિગમ્બર ગ્રન્થ ‘‘તિર્થીયર ભાવણા'' વિનય સમ્પન્નતા
- શ્રીમતી વિજયલક્ષ્મી મુંશી (૧૧) વિનય પ્રતિપદા ઃ ઉપકાર ભાવનો ઉદ્દગાર - શૈલેષી અજમેરા (૧૨) સમક્તિના સડસઠ બોલની સજઝાય - - ડૉ. ઉપલા મોદી
ઢાળ ત્રીજી : દસ વિનય (૧૩) મનનું મૃત્યુ – વિનય
- મિતેશભાઈ એ. શાહ (૧૪) શ્રી પાર્શ્વચંદ્રસૂરિ ત ‘વિનય સજઝાય’ - ડૉ. ભાનુબહેન સત્રા જ (૧૫) શિષ્યનો ગુરુ પ્રત્યે વિનય
- પારુલબહેન ભરતકુમાર ગાંધી ૮૬ (૧૬) વિનય સાથે વિવેકનું સાયુજ્ય ઃ કાંચનમણિ યોગ - ગુણવંત બરવાળિયા ૯૪ (૧૭) શ્રાવક-શ્રાવિકામાં વિનયધર્મ
- ખીમજી મણશી છેડવા ૯
Re©©x(II) ST©©તી
( V )
Page #4
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ ક્ર. ૧૦ર ૧૧૧
૧૨૧
. .
૧૨૮ | ૧૩૩ ૧૩૮ ૧૪૨ ૧૪૫ ૧૫૦
૧૫૫
ક્રમ વિષય
લેખકનું નામ (૧૮)શ્રીમદ્ રાજચંદ્રજીનાં સાહિત્યમાં વિનયદર્શન - રીના શાહ (૧૯) વ્યવહારવિનાય અને ભાવવિનય
- ભારતી દીપક મહેતા (૨૦) મધ્યકકાલિન ગુજરાતી જૈન સાહિત્યમાં વિનયધર્મનું નિરૂપણ
- ડૉ. કાન્તિભાઈ બી. શાહ (૨૧) શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં વર્ણવેલો ‘વિનયધર્મ* - ડૉ. રશ્મિ ભેદા (૨૨) સાધુ-સંતોને ગોચરી પ્રસંગે વિનયધર્મનું પાલન - મૂળવંતભાઈ સંઘાણી (૨૩) દર્શન સાહિત્યમાં વિનયધર્મ-વિનયભાવનું ચિંતન - ડૉ. કોકિલા શાહ (૨૪) વિહારમાં વિનય ધર્મનું પાલન
- રમેશભાઈ ગાંધી (૨૫) જ્ઞાનસારમાં વિનય ચિંતન
- ડૉ. પૂર્ણિમા મહેતા (૨૬) કવિશ્રી ઉદયરત્નની સઝાયમાં વિનય ધર્મનું ચિંતન - જિતેન્દ્ર કામદાર (૨૭) લોકોત્તર વિનય
- પ્રકાશભાઈ શાહ (૨૮) વિનય સાથે બહુમાન
- ડૉ. પ્રવીણ સી. શાહ (૨૯) માતા-પિતા તરફનો વિનયગુણ
- ડૉ. છાયા શાહ (૩૦) ઈસ્લામ ધર્મમાં વિનય ચિંતન
- ડૉ. મહેબૂબ દેસાઈ (૩૧) શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયમાં ‘વિનય’ની સંકલ્પના - ડૉ. દેવવલ્લભ સ્વામી (૩૨) શિક્ષણમાં વિનય અને વિનયનું શિક્ષણ - ડૉ. મનસુખ સલ્લા (૩૩) ભારતીય સંતોની વાણીમાં વિનયભાવ | વિનયધર્મ - ડૉ. નિરંજન રાજ્યગુરુ (૩૪) ખ્રિસ્તી ધર્મમાં વિનયભાવ-નમ્રતાનું ચિંતન - ડૉ. થોમસ પરમાર (૩૫) વિનય અને આપણું જીવન
-ડૉ. નલિની દેસાઈ (૩૬) વિદ્યાગુરુ પ્રત્યે વિદ્યાર્થીનો વિનયભાવ - પ્રલ એ. મહેતા (૩૭) સનાતન ધર્મ વિનય
- ડૉ. દીક્ષા સાવલા (૩૮) વૈશ્વિક દાર્શનિક પરંપરાઓમાં વિનય ચિંતન - ડૉ. બળવંત જાની (૩૯) પર્દર્શનમાં વિનયધર્મનું ચિંતન
- ભરતકુમાર” પ્રા. ઠાકર (૪૦) ત્રિપીટમાં વિનય ચિંતન
- ડૉ. નિરંજના વોરા
૧૫૮
૧૬૪ ૧૬૮ ૧૭ર ૧૭૮ ૧૮૩ ૧૮૯ ૧૯૩
સૌરાષ્ટ્રસરી પ્રાગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ
લિટરી રિસ્સર્ચ સેન્ટર સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની શ્રુતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસ્ત્રગ્રંથોનું પરિશીલન, તાડપત્રીય ગ્રંથોનો સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું.
આ સંભઈના પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મયોગિની પૂ. બાપજી લલિતાબાઈ મ.સ.નાં વિદ્વાન શિખ્યા પૂ. ડૉ. તરુલતાજીની પ્રેરણાથી ‘સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણગુર જમશતાબદી સમિતિ’ મુંબઈના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મશતાબ્દી પ્રસંગે સંસ્થાએ ‘સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર’ની સ્થાપન કરી છે. સેન્ટરના ઉદ્દેશ આ પ્રમાણે છે :• જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું. • સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મના સાહિત્યનું પ્રકાશન કરવું. • જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી. • પ્રાચીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી. • જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. • જૈન સાહિત્યનાં અધ્યયન અને સંશોધનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ
(સ્કૉલરશિપ) આપવી. • જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કરવું. • વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું. • ધર્મ અને સંસ્કારનો વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું આયોજન
કરવું. સંસ્કારલક્ષી, સત્ત્વશીલ અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. • અભ્યાસ નિબંધ, વાચન (Paper Reading), લિપિ વાચન અને પ્રાચીન જૈન ગ્રંથો
(Old Jain Manuscript)નું વાચન. • જૈન ધર્મ પર સંશોધન M.A. Ph.D., M.Phill), કરનારાં જિજ્ઞાસુ. શ્રાવક, સંત-સતીજીઓને
સહયોગ અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. • જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વગેરેની C.D. તૈયાર કરાવવી. • દેશ-વિદેશમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન-આયોજન, ઇન્ટરનેટ પર વેબસાઈટ' દ્વારા જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્ય વિષયક માહિતીનો પ્રચાર કરવો. સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુર
આપના સહયોગની જૈન ફિલોસોફિકલ ઍન્ડ
અપેક્ષા સાથે લિટરરી રિચર્સ સેન્ટર
ટ્રસ્ટી અને માનદ્ સંયોજક અર્ણમ સ્પિરિટ્યુઅલ સેન્ટર
ગુણવંત બરવાળિયા E-mail : gunvant.barvalia@gmail.com
022 - 42153545
-(VI)
૨૦૨ ૨૦૮ ૨૧૩ ૨૧૭
Page #5
--------------------------------------------------------------------------
________________
- વિનયધર્મ
મહોરું બદલેલા મોહની ઓળખ
કરાવે તેનું નામ ‘વિનય’
- રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા જયારે એક આત્માને આત્મવિકાસના ભાવ થાય છે, આત્મવિકાસની દિશામાં ગતિ કરવા એ સનિમિત્તો દ્વારા મળતી પ્રેરણાનું પાલન કરવા પુરુષાર્થ કરે છે ત્યારે મોટા ભાગે શું થાય છે? મોહ પોતાનું મહોરું બદલી નાખે છે.
મોહ પોતાનું મહોરું બદલે એટલે શું ? મોહ કેવી રીતે મહોરું બદલે ?? રાજા-મહારાજાનો એ યુગ હતો. જ્યારે બે રાજાઓ વચ્ચે યુદ્ધ થતું ત્યારે બંને રાજાઓના સૈનિકો અને સિપાહીઓ માટેના યુદ્ધના મેદાનમાં પહેરવાના ડ્રેસના કલર્સ નક્કી થતા. એક રાજાના સૈનિકોના ડ્રેસ લાલ હોય તો બીજા રાજાના સૈનિકોના ડ્રેસ બ્લ્યુ રંગના હોય. એટલે આપણો સૈનિક છે કે શત્રુરાજાનો સૈનિક છે તે તરત જ ઓળખાઈ જતો. મોટા ભાગે યુદ્ધમાં નિષ્ઠા રહેતી, પણ ક્યારેક કોઈ રાજા કે એના સૈનિક કપટી હોય અથવા એમની નિષ્ઠામાં કચાશ હોય ત્યારે તેનો સૈનિક સામેવાળા જેવો ડ્રેસ પહેરી એની સેનામાં આવી જાય. આસપાસના સૈનિકોને થાય આ તો છે આપણી જ સેનાનો, એટલે તેના તરફ વધુ ધ્યાન ન આપે, એ તકનો લાભ લઈ શત્રુસૈનિક પાછળથી વાર કરી દુશ્મનને ઘાયલ કરી નાખે !!
કહેવાનું તાત્પર્ય એ જ કે, શત્રુ સામે હોય તો ખબર પડે આ શત્રુ છે, પણ શત્રુ સાથે હોય તો ખબર જ ન પડે, આમાં કોણ શત્રુ છે ?
એવી જ રીતે આત્મહિતકારી આત્મા જ્યારે ગુણો અને અવગુણો વચ્ચેના યુદ્ધને જીતવાનો પુરુષાર્થ કરે છે ત્યારે કપટી રાજા સમાન મોહ પોતાનું મહોરું બદલી નાખે છે, એટલે વ્યક્તિને ખબર નથી પડતી કે આ ગુણ છે કે અવગુણ ? મોહ ગુણનું મહોરું પહેરી ગુણની સેના સાથે થઈ જાય છે ત્યારે સાધકને એમ જ લાગે છે કે તે જે કરે છે તે યોગ્ય કરે છે, પણ હકીકતમાં એ અયોગ્ય હોય છે. સાથે થયેલા મોહને ઓળખવો તે અતિકઠિન કાર્ય છે.
મોહ જ્યારે મોહના જ રૂપમાં હોય છે ત્યારે ક્રોધ, ક્રોધના રૂપમાં જ દેખાય છે, અસત્ય, અસત્ય રૂપમાં જ દેખાય છે, અવગુણ અવગુણ રૂપમાં જ દેખાય છે અને કષાય, કષાય રૂપમાં જ દેખાય છે, એટલે તે બધા આત્માના શત્રુઓ છે એ
૧
(વિનયધર્મ
સ્પષ્ટરૂપે સમજાય છે અને એને હરાવવાનો, એને અટકાવવાનો પુરુષાર્થ પણ યોગ્ય રીતે થઈ શકે છે.
મહોરું બદલેલા મોહની ઓળખ કોણ કરાવે ?
મહોરું બદલેલા મોહની ઓળખ કરાવે તેનું નામ છે ‘વિનય !’
જે શિષ્યમાં ગુરુ પ્રત્યે નિષ્ઠાપૂર્વકનો વિનય હોય, ગુરુ સાથે વિનયભાવથી કનેક્ટેડ હોય અને સમર્પિત હોય તે શિષ્ય ગુરુકૃપા અને ગુરુઆજ્ઞાથી યોગ્ય અને અયોગ્યના ભેદને સમજી શકે છે.
ગુરુ એ જ હોય, જે તમારા અજ્ઞાનને દર્શાવે, ગુરુ એ જ હોય જે તમે જે કરતા હોય તેમાં જ્યાં તમારું અજ્ઞાન હોય તેને આજ્ઞા દ્વારા દૂર કરાવે.
પાપને પાપરૂપે ઓળખવું એકદમ સહજ છે, એટલે પાપને છોડવું પણ સહજ છે, પણ એ જ પાપ જ્યારે મોહનીય ર્મના કારણે ધર્મનું મહોરું પહેરી લે છે ત્યારે તેને ઓળખવું અતિકઠિન હોય છે, પણ જો શિષ્યમાં વિનય હોય તો તે સમયે તેનો ઇનર વૉઈઝ તેને અંદરથી ક્લિક કરાવે છે કે, આ હું જે કાંઈ કરું છું તેમાં કંઈક અયોગ્ય છે, તેને તેના તે કાર્યથી સંતોષ થતો નથી. ભલે કદાચ સમજાય નહીં કે શું અયોગ્ય થઈ રહ્યું છે, પણ તે, તે અયોગ્ય કરતાં અટકી જરૂર જાય છે.
તમારા પર પણ જ્યારે કોઈ કાર્ય કરતી વખતે, જે કાર્ય તમારી દૃષ્ટિમાં યોગ્ય હોય છતાં તેના પર બ્રેક લાગી જાય, તમે તે કાર્ય કરતા અટકી જાવ ત્યારે માનજો કે તમારો ‘વિનય’ વધી રહ્યો છે.
તમારા સેલ્ફ પર તમારી બ્રેક ન લાગે ત્યારે સમજવું કે તમારા વિનયમાં ક્યાંક કચાશ છે.
તમારા સેલ્ફ પર તમારી બ્રેક લાગે એટલે તમારો કંટ્રોલ તમારા ગુરુના હાથમાં છે, એમની ભાવપ્રેરણા જ તમને અયોગ્ય કરતા અટકાવે છે
વિનયભાવ વધે કેવી રીતે ?
જેમજેમ ગુરુ પ્રત્યે ઉપકારભાવ વધે તેમતેમ વિનયભાવ વધે, જેમજેમ વિનયભાવ વધે તેમતેમ મોહના બદલાયેલા મહોરાને ઓળખવાની તમારી ક્ષમતા પણ વધે.
ભગવાને કહ્યું છે :
વિનયથી વિદ્યા વધે છે. વિદ્યાની વ્યાખ્યા જ એ છે... જે વિભાવને ઓળખી શકે તેનું નામ વિઘા !!
*
Page #6
--------------------------------------------------------------------------
________________
4 વિનયધર્મ
Pe Cen વિભાવ એટલે મોહના બદલાયેલા મહોરાને કારણે અયોગ્ય, યોગ્ય લાગવું અને યોગ્યમાંથી અયોગ્યને જે શોધી શકે તેનું નામ વિનય છે !
ધર્મ કરવો સહેલો છે, પણ ધર્મનું મહોરું પહેરેલા મહિને ઓળખવો અતિશય કઠિન છે.
આત્મવિકાસ કરનારી વ્યક્તિ માટે આ જાણવું અત્યંત આવશ્યક છે. આત્મસાધનામાં નિષ્ફળતાનું કારણ કંઈક અંશે મોહનું બદલાયેલું મહોરું હોય છે.
ચેક કરો તમારા સેલ્ફને...
તમે ક્યારેય ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષ, ઈર્ષા, કપટ, વિકાર આદિને સારાં કે યોગ્ય માન્યા જ નથી. પહેલેથી જ તે બધાં અયોગ્ય છે, અવગુણો છે એવું રિયલાઈઝ કર્યું છે એટલે તે તમારી સામે રહેલા શત્રુઓ છે અને તેની સામે યુદ્ધ પણ કરો છો, તેના પર વિજય મેળવવાનો પુરુષાર્થ પણ કરો છો, પણ જે શત્રુ સાથે થઈ ગયો છે તેને ઓળખી શકતા નથી, એટલે તેની સાથે યુદ્ધ કરી શકતા નથી.
પ્રતિજ્ઞા વિનય : વિનય કેવી રીતે મોહે બદલેલા મહોરાને ઓળખી શકે ?
નયસાર નામનો સુથાર જંગલમાં બે અજાણ્યા મુનિને ભાવતા ભોજન વહોરાવે છે અને ૨૭મા ભવે ભગવાન મહાવીર બને છે.
એ નયસાર સુથારે એક ગુરુ પાસે ‘જમાડ્યા વિના જમવું નહીં’ એવી પ્રતિજ્ઞા લીધી હતી. તે દિવસે જંગલમાં તેને કકડીને ભૂખ લાગી હતી અને જંગલમાં દૂરદૂર સુધી કોઈ દેખાતું ન હતું જેને જમાડીને તે જમી શકે.
એક તરફ તેનો મોહ ભૂખ માટે સતાવી રહ્યો છે, પણ બીજી તરફ સ્મરણમાં પ્રતિજ્ઞા છે ! બંને વચ્ચે યુદ્ધ ચાલે છે. એ જ સમયે ત્યાંથી બે મુનિ પસાર થાય છે. તેમને ભાવથી વહોરાવે છે અને પ્રતિજ્ઞાપાલનના આત્મસંતોષ સાથે પોતે જમે છે.
કહેવાય છે કે એ સમયે એનો સંસાર પરિત થઈ જાય છે, અર્થાત્ તેના સંસારના ભવો મર્યાદિત થઈ જાય છે, એને સમ્યક્રદર્શનની પ્રાપ્તિ થઈ જાય છે.
સમ્યક દર્શન એટલે જે યોગ્ય છે તે યોગ્ય લાગે અને જે અયોગ્ય છે તે અયોગ્ય લાગે. જેનું જ સ્વરૂપ છે તેનું તે સ્વરૂપ જણાય.
સ્વાર્થ વગરના વિનયથી સમ્યક્ દર્શન પ્રગટ થાય છે નયસાર નામના સુથારના મનમાં કોઈ સ્વાર્થ ન હતો. મુનિ કોણ હતા, ક્યાંના
© ©4વિનયધર્મ PC હતા કોઈ મતલબ ન હતો. જંગલમાં તે પ્રતિજ્ઞાનું પાલન કરે છે કે નહીં, તે જોનાર પણ કોઈ ન હતુ છતાં તેને તેની પ્રતિજ્ઞા પ્રત્યે નિષ્ઠા હતી અને મુનિને વહોરાવવાના ઉત્કૃષ્ટ ભાવ હતા !!
પોતે લીધેલી પ્રતિજ્ઞા માટેનો પોતાનો નિષ્ઠાપૂર્વકનો વિનય તેને કહેવાય છે પ્રતિજ્ઞાવિનય !!
આ નિષ્ઠાપૂર્વકના વિનયના કારણે જૈન દર્શનનાં આગમ શાસ્ત્રો અનુસાર તે દર્શનસપ્તકનો ક્ષય કરે છે.
વિનયના કારણે મિથ્યા મોહનીય કર્મોનો ક્ષયોપશમ થાય છે. મિથ્યા મોહનીય કર્મોના થયોપશમના કારણે મહોરું પહેરેલા મોહને ઓળખી શકાય છે, જેના કારણે યોગ્યની વચ્ચે જે અયોગ્ય આવી ગયું હોય તેની ખબર પડવા લાગે છે, તેથી તે અયોગ્યને છોડી શકાય છે અને યોગ્યને અપનાવી શકાય છે. જેમજેમ યોગ્ય ગુણોની વૃદ્ધિ થાય છે તેમતેમ આત્માની શુદ્ધિ થાય છે.
જેમજેમ આત્માની શુદ્ધિ વધતી જાય તેમતેમ આત્મા મોહની નજીક જતો જાય !
માટે જ આત્મસાધક માટે વિનય અત્યંત જરૂરી છે. વિનયવાન વ્યક્તિનું વિઝન ક્લિયર હોય, પુરુષાર્થ પણ સમ્યક્ હોય અને સમ્યફ દિશાનો હોય.
વિનયભાવ વધારવા શું કરવું જોઈએ. વિનયભાવ બે પ્રકારના હોય. એક હોય વ્યવહાર વિનય અને એક હોય આત્મિક વિનય !
મન, વચન અને કાયાના યોગથી જે વિનય કરવામાં આવે તેને વ્યવહાર વિનય કહેવાય છે અને આત્માના ગુણોથી જે વિનય કરવામાં આવે તેને આત્મિક વિનય કહેવાય.
પૂર્ણરૂપે સત્યનો સ્વીકાર કરવો અને સત્ય પર વિશ્વાસ કરવો તે આત્મિક વિનય છે.
જેમણે આત્મપ્રાપ્તિ કરી હોય એવા કોઈ પણ આત્માર્થી પ્રત્યે અવિરોધ ભાવ હોવો જોઇએ અને એમનાં વચનો પ્રત્યે પૂર્ણ સમર્પણતા હોવી જોઈએ. આ છે રોજના જીવનમાં વિનયવૃદ્ધિનો ઉપાય !
ક્યાંક ને ક્યાંક આત્માને સમર્પણ કરી, આજ્ઞાનો સ્વીકાર કરી, એ
Page #7
--------------------------------------------------------------------------
________________
C@Cષ્ન વિનયધર્મ © ©n આજ્ઞાપાલનમાં આત્માને જોડી રાખવો એ જ વિનયનો ઉત્તમ પર્યાય છે.
આજ્ઞાપાલનમાં પણ બે ભાવ હોય છે ઘણા એમ વિચારે છે કે ચાલો દરરોજ પુસ્તકનાં ત્રણ પાનાં વાંચવાનાં છે તો વાંચી લઉં અને એ પુસ્તક ખોલીને ત્રણ પાનાં વાંચી આજ્ઞા પાળ્યાનો સંતોષ માની લે છે, જ્યારે કોઈક એવા હોય છે જે વિચારે છે, અહો ! ગુરુદેવે મારા પર અનંતી કરુણા કરી, મારા આત્માની શુદ્ધિ માટે મને જ્ઞાનની, વાંચનની આજ્ઞા કરી... એ ઉપકારી આત્માને હું વંદન કરું છું અને હે પ્રભુ ! હું જ્ઞાનની આ સમ્યક આરાધનામાં જોડાવાનો પ્રયત્ન કરું છું. હે પ્રભુ ! મારો આ પ્રયત્ન સફળ થાય એવી આપની કૃપા હોજો અને હે પ્રભુ ! મારો અલ્પ જ્ઞાનનો પ્રયત્ન મને પૂર્ણ જ્ઞાન તરફ લઈ જાય એવી કૃપા કરજો.
આવા ભાવો સાથે તે વાંચન શરૂ કરે છે અને બે લાઈન વાંચતાં જ અહોભાવ સાથે કહે છે, હે પ્રભુ ! આપે કેવા પરમસત્યનું દર્શન કરાવ્યું ! પ્રભુ! આપનો અને મને જ્ઞાન આરાધનાની આજ્ઞા આપનાર ગુરુ ભગવંતનો અનંત ઉપકાર
વિનયધર્મ કે વિનયધર્મ અને આચાર
- પૂ. ડૉ. તરુલતાજી મ.સ. ઋજુતા એવં મૃદુતાથી ભર્યાભર્યા હૃદયથી થતી પ્રત્યેક ક્રિયા છે વિનય, જે વ્યવહારમાં સભ્યતા-સંસ્કારિતાના નામે ઓળખાય છે. એના પરથી વ્યક્તિનું મૂલ્ય અંકાય છે. આવી સહજ પ્રક્રિયા એ જ ધર્મનું મૂળ. શાસ્ત્રોમાં તેથી જ કહેવામાં આવ્યું છે - “વિના મૂત્રે ધબ્બો', વિનય એ ધર્મનું મૂળ છે. મૂળ મજબૂત હોય, ઊંડું હોય તો તેના પરિપાકરૂપે વૃક્ષ વૃદ્ધિ પામે છે. સારી રીતે વિકાસ પામી પત્ર, પુષ્પ પાંગરી ફલિત થાય છે. એ જ રીતે વિનયરૂપ મૂળથી મોક્ષરૂપ ફળ મળે છે. આ સર્વ અંતરમનની સહજ પ્રક્રિયાથી જ સંપન્ન બને છે. તેથી જ જ્ઞાની અનુભવીઓએ ધર્મને સહજ કહ્યો છે. વાસ્તવમાં વિશ્વનો કોઈ પણ પદાર્થ - જે પોતાના ધર્મમાં સ્થિત છે, તે ધર્મ સહજ પ્રત્યક્ષ થતો રહે છે, કરવો પડતો નથી. એ તો છે, છે ને છે જ. એ જ રીતે આત્માના જૈ મૌલિક દસવિધ ધર્મ છે, તે સહજ છે. કરવું પડે તે ક્રિયા અને થઈ જાય તે ધર્મ. વિનયધર્મ પણ સહજ છે. જીવની યોગ્યતા જ્યારે તૈયાર થાય છે ત્યારે વિનય વિચાર-વાણી-વર્તનમાં પ્રગટ થતો રહે છે.
આ વિનયધર્મને શાસ્ત્રોમાં ભિન્નભિન્ન રૂપે વર્ણવવામાં આવ્યો છે. શ્રી ઉવવાઈ સૂત્ર - વિભાગ - ૧માં વિનયના સાત પ્રકાર વર્ણવ્યા છે :
(૧) જ્ઞાન વિનય : પાંચ પ્રકાર - મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાન. આ પાંચેય જ્ઞાનના ધારકોનો વિનય કરવો. જ્ઞાન-જ્ઞાની-જ્ઞાનનાં સાધનો પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ-બહુમાન થવા. જ્ઞાન દ્વારા પ્રરૂપિત તથ્યોને યથાર્થ જાણવાં, ચિંતન-મનન દ્વારા તત્ત્વનો સાર સમજી જીવનમાં ઉતારજો.
(૨) દર્શન વિનયઃ દર્શન - સમ્યત્વ - સમક્તિ જીવો પ્રત્યે આદરમાન-શ્રદ્ધાપૂર્વકનું આચરણ. તેના બે ભેદ ૧) શુશ્રુષા - ગુર્નાદિકની સેવાવૈયાવચ્ચ કરવી જેના અનેક પ્રકાર ૧) અભ્યત્થાન - ગુર્નાદિકો કે ગુણીજનો પધારે ત્યારે તેઓનો આદર કરવા ઊભા થવું ૨) આસનાભિગ્રહ - ગુર્નાદિક
જ્યાં બેસવા ઇચ્છે ત્યાં આસન લઈને હાજર રહેવું ૩) આસન પ્રદાન - ગુરુજનોને આસન અર્પણ કરવું ૪) સત્કાર - ગુર્નાદિકનો સત્કાર કરવો ૫)
ફરી બે લાઈન વાંચશે... ફરી એના પર ચિંતન કરશે અને અહોભાવપૂર્વક પ્રભુ સમક્ષ વિનય કરશે... હે પ્રભુ ! આપની પરમસત્ય જ્ઞાનવાણીથી અજ્ઞાની જીવો કેટલા દુઃખી છે, પ્રભુ ! આપે અમને સુખનો માર્ગ બતાવ્યો. હે પ્રભુ ! જો મને મારા ગુરુદેવે આ જ્ઞાન આરાધનાનો નિર્દેશ ન આપ્યો હોત... આશા ન આપી હોત તો મને આજે સમ્યક જ્ઞાનની આરાધનાનો અવસર પ્રાપ્ત ન થાત.
આ ભાવાથી શું થયું?
ત્રણ પાનાં વાંચતાં ત્રણસો વાર વિનયભાવ, ઉપકારભાવ, અહોભાવ પ્રગટ થવા જોઈએ.
આવી રીતે દરેક કાર્યમાં... દરેક પ્રવૃત્તિમાં હર પલ... હર ક્ષણ આત્મિક વિયન પ્રગટ કરવો જોઈએ. ***
S
Page #8
--------------------------------------------------------------------------
________________
6
4 વિનયધર્મ
Pe Cen સન્માન - ગુર્નાદિકનું સન્માન કરવું ૬) કૃતિકર્મ – તેઓને યથાવિધિ નમસ્કાર કરવા ૭) અંજલિપ્રગૃહ-તેઓની કોઈ પણ વાતનો સ્વીકાર કરતી વખતે બન્ને હાથ જોડવા ૮) ગુર્નાદિક પધારે ત્યારે સામા જવું ૯) ગુરુજનો બેઠા હોય ત્યારે તેમની પાસે જઈને બેસવું ૧૦) ગુરુજનો જાય ત્યારે તેઓને મૂકવા જવું.
૨) દર્શન વિનયનો બીજો ભેદ - અનાશાતના-ગુર્નાદિકની આશાતના ન કરવી. ધર્મના દરેક વ્યવહારમાં દેય-ઉપાદેયના વિવેકની અગત્યતા છે. સેવા ઉપાદેય છે તો આશાતના હેય છે - જેનાં વિવિધ પાસાંથી ૪૫ પ્રકાર કહ્યા છે.
(૩) ચારિત્ર વિનય - ચારિત્ર પાંચ પ્રકારે સામાયિક, છેદોપસ્થપનીય, પરિહાર વિશુદ્ધ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત. આ પાંચ ચારિત્ર અને ચારિત્રવાન મહાત્માઓનો વિનય કરવો.
(૪) મનો વિનય - મનની શુભ પ્રવૃત્તિ દ્વારા અશુભ પ્રવૃત્તિને રોકી આચાર્યાદિનો વિનય કરવો. તેના બે ભેદ - પ્રશસ્ત અને અપ્રશસ્ત.
પ્રશસ્ત વિતયના ૧૨ પ્રકાર : ૧) અસાવદ્ય - મનથી પાપકાર્યમાં પ્રવૃત્ત ન થવું ૨) આરંભાદિ ક્રિયાથી મુક્ત ૩) અકર્કશ-પ્રેમભાવ ભરેલું મન ૪) મધુર - અન્યને મધુર રસની જેમ હિતકારી ૫) દયાયુક્ત - મને દયાભાવથી યુક્ત હોવું ૬) કોમળ-મન કોમળ ભાવથી ભરેલું ૭) સંવરકારી - મનથી કર્મબંધને રોકવો ૮) અચ્છેદકારી - મનથી સંયમ સમાધિને ટકાવી રાખે ૯) અભેદકારી - આત્મ સમાધિને પોષક ૧) અપરિતાપકારી - પ્રાણીઓ માટે આનંદજનક ૧ ૧) અનુપદ્રવકારી - કોઈ પણ પ્રકારના ઉપદ્રવના વિચારોથી રહિત ૧૨) અભૂતપઘાતકારી - પ્રાણીઓના પ્રાણના રક્ષણ કરનારી વિચારણામાં પ્રવૃત્ત.
આ બાર પ્રકારની શુભ મનની પ્રવૃત્તિ તે પ્રશસ્ત વિનય અને તેથી વિપરીત અશુભ મનની પ્રવૃત્તિ તે અપ્રશસ્ત મનો વિનય.
(૫) આ પ્રમાણે જ પ્રશસ્ત વચન વિનય અને અપ્રશસ્ત વચન વિનય. ગુર્માદિકના વચનથી વિનય કરવો ને પ્રશસ્ત વચન વિનય અને ગુર્વાદિક પ્રત્યે વચનને અશુભમાં પ્રર્વતવું તે અપ્રશસ્ત વચન વિનય.
(૬) કાય વિનય - કાયાથી આચાર્યાદિની સેવા કરવી. તેના બે પ્રકાર - પ્રશસ્ત કાયા વિનય - કરવાની શુભ પ્રવૃત્તિ, અપ્રશસ્ત કાય વિનય -
છ
Q4 વિનયધર્મ CCT કાયાની અશુભ પ્રવૃત્તિ.
પ્રશસ્ત કાય વિનય - સાત પ્રકાર : ૧) ઉપયોગ સહિત સાવધાનીથી ચાલવું ૨) ઉપયોગ સહિત કોઈ પણ સ્થાનમાં ઊભા રહેવું ૩) ઉપયોગની જાગૃતિપૂર્વક બેસવું ૪) ઉપયોગપૂર્વક નિદ્રામાં પડખાં ફેરવવાં ૫) ઉપયોગ સહિત કાદવ-કીચડને ઓળંગવા ૬) કારણ વિના કોઈ સ્થાને ન જવું ૭) શરીર અને ઇન્દ્રિયોની પ્રત્યેક પ્રવૃત્તિ ઉપયોગ સહિત કરવી.
આનાથી વિપરીત ઉપયોગ : શુન્ય સર્વ પ્રવૃત્તિ તે અપ્રશસ્થ કાર્ય વિનય. ૧) ગુરુજનો, વડીલો તેમ જ સત્પરુષો પાસે બેસવું ૨) ગુરજનો અને પૂજનીયજનોની ઇચ્છાપૂર્વક પ્રવૃત્તિ કરવી ૩) વિદ્યા આદિ પ્રાપ્ત કરવાના હેતુથી ગુરુજનોની સેવા કરવી ૪) ગુરુજનોના ઉપકારોને યાદ રાખીને કૃતજ્ઞતાના ભાવપૂર્વક તેમની સેવા અને પરિચર્યા કરવી ૫) રોગથી અને વૃદ્ધાવસ્થાથી પીડિત સંયમી પુરુષોની અને ગુરુજનોની સારસંભાળ લેવી. તેમને ઔષધિ અને પથ્ય આદિનું સેવન કરાવી, સેવા કરવી ૬) દેશ-કાળને ધ્યાનમાં રાખી યોગ્ય વ્યવહાર કરવો ૭) સર્વ કાર્યોમાં વિપરીત આચરણ કરવું નહીં, ગુરુજનોને અનુકૂળ આચરણ કરવું.
આવું છે લોકોપચાર વિનયનું સ્વરૂપ.
શ્રી ભગવતીજી સૂત્ર - શતક ૨૫ ઉદ્દેશા ચારમાં પણ આ રીતે વિવેચન છે તેમ જ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં વિનયને આત્યંતર તપરૂપ બતાવી કોઈ પણ ભેદ-પ્રભેદ ન કરતા, લોકોપચાર વિનયરૂપ પાંચ ક્રિયાઓ બતાવી છે.
વળી વિનય એ વ્યાપક વિષય છે.
શ્રી ભગવતીજી સૂત્ર શતક ૧૪ - ઉદ્દેશા - ત્રણમાં દેવ-દેવીઓના પરસ્પર વિનયનું સ્વરૂપ બતાવ્યું છે.
મહર્ધિક દેવો કે દેવીઓ પ્રત્યે અલ્પર્ધિક દેવી-દેવતાઓ વિનયપૂર્વક વર્તન કરે છે. મર્યાદા-આદર સહિત તેઓની નજીક જઈ શકે, અન્યથા નહીં તેમ જ મિથ્યાદૃષ્ટિ દેવો મોક્ષસાધક અણગાર પ્રતિ આદર કે વિનય ન કરે, પણ અનાદર કરે, પરંતુ સમ્યક દૃષ્ટિ દેવોને ત્રિ-રત્ન આરાધકે મુનિ-ભગવંતો પ્રતિ આદર, બહુમાન હોવાના કારણે અણગારોને વંદન-નમસ્કાર કરતાં તેઓશ્રીની ઉપાસના કરે છે.
શ્રી દશવૈકાલિક સૂત્ર, અધ્યયન નવના ચારેય ઉદ્દેશા વિનય ભાવની
Page #9
--------------------------------------------------------------------------
________________
4 વિનયધર્મ
Peon અજોડ પ્રરૂપણા કરે છે. અન્ય ધર્મો શુચિમૂલક હોય છે, જ્યારે જૈન ધર્મનું મૂળ વિનય છે.
- વિનયનો એક અર્થ વિશિષ્ટ કર્તવ્ય કે વિશિષ્ટ પ્રકારની આચારધારા એવો છે. સાધનાનો પ્રારંભ વિનયથી થાય છે અને પૂર્ણતા વિનયપૂર્વકની આચારવિશુદ્ધિ દ્વારા થાય છે. તેનું પરિણામ સહજ સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ છે. કે ‘વિરાજ નાત મોક્ષ ત ત વિનાઃ '' - વિશેષ રીતે, તીવ્ર ગતિએ જે શાશ્વત સમાધિ સ્થાનરૂપ મોક્ષ તરફ સાધકને થઈ જાય તેવા સંયમ અને સંયમની સર્વ પ્રકૃતિને વિનય કહેવાય છે.
વિનયથી પાત્રતા મળે છે.
શ્રી દશાશ્રુતસ્કંધ - દશાચારમાં શિષ્ય પ્રતિ આચાર્યના કર્તવ્યને બતાવતાં કહે છે કે આચાર્ય શિષ્યને ચાર પ્રકારની વિનય પ્રતિપતિ શીખવે છે : ૧) આચાર વિનય ૨) શ્રત વિનય ૩) વિક્ષેપણા વિનય ૪) દોષ નિઘાતીના વિનય.
એ જ રીતે આચાર્ય પ્રતિ શિષ્યનું કર્તવ્ય છે, કે એ ચાર પ્રકારે વિનય કરે : ૧) ઉપકરણોત્પાદનતા ૨) સહાયતા ૩) વર્ણ સંજલનતા ૪) ભાર પ્રત્યારોહણતા.
ચાર પ્રકારના વિનયથી વાસિત ચિત્ત શિષ્ય ગુરુ પ્રત્યે આજ્ઞાંકિતતા, સહદયતા, જાગરુકતા, સમર્પણતા, શ્રદ્ધા-ભક્તિ, બહુમાન આદિ ગુણોથી ગુરુદેવને અનન્ય શાતા પમાડે છે.
જૈન પરંપરા સિવાય પણ અન્ય પરંપરામાં કંઈક જુદી રીતે વિનયનું નિરૂપણ છે.
શ્રી સૂયગડાંગ સૂત્ર પ્રથમ શ્રુત સ્કંધ અધ્યયન ૧૨માં - ૩૬૩ પાખંડીના મત પ્રકરણમાં વિનયવાદીના ૩૨ પ્રકારનું વર્ણન છે, જે બ્રાહ્મણ-ચંડાલ જેવા મનુષ્યોને તેમ જ પશુ આદિનો પણ વિનય કરવાનું કહે છે. તેનાથી જ સ્વર્ગમોક્ષની પ્રાપ્તિ માને છે, પણ આ માન્યતા ભ્રમપૂર્ણ માલૂમ પડે છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન રહિતનો વિનય મોક્ષ સાધક ન બની શકે. વિવેક વિના વિનયનું કોઈ ફળ નથી.
શ્રી ભગવતીજી સૂત્ર શતક-૩, ઉદ્દેશા-૧માં પ્રાણામાં પ્રવજ્યાનો પ્રકાર પણ વિનયવાદી જેવો જ છે તેમ બતાવ્યું છે જે મોક્ષસાધક નથી.
CC4 વિનયધર્મ CC11
વિનયને કોઈ સંપ્રદાય નથી. અંતરમાં પ્રગટતા નમ્રતા-વિવેક સહજ ઝુકાવી દે છે. હદયથી નમવાપણું છે તે જ છે વિનય. જેમના પ્રત્યે ગુરુભાવની અનુભૂતિ થાય છે ત્યાં દેહ સાથે હૈયું પણ નમી પડે છે.
આ રીતે શાસ્ત્રોમાં અનેક પ્રકારે વિનયધર્મ પ્રરૂપિત કરવામાં આવ્યો છે. ખરેખર તો વિધિ અને નિષેધ, ક્રિયા-આચારમાં ભલે મહત્ત્વ ધરાવતાં હોય, પણ વિનયની કોઈ વિધિ ન હોય. જ્યારે ગુરુદેવ પ્રત્યે અખંડ શ્રદ્ધા-ભક્તિથી મારાપણું જાગે છે ત્યારે પૂજ્યતાની સાથે પ્રિયતા પણ જન્મ લે છે. ગુરુ જેટલા પૂજ્ય લાગે એટલા જ પ્રિય લાગે છે. એટલે જ ગુરનું માહાભ્ય સમજાય તેની સાથે જ શિષ્ય ગુરુને ગમતું કરતો થઈ જાય છે. તેનું એકમાત્ર ધ્યેય છે કે હું મારા ગુરુને કેમ રાજી કરી શકું..! તેને માત્ર ને માત્ર ગુનો રાજીપો જ જોઈએ છે, બીજું કંઈ નહીં. શિષ્યના સર્વ પ્રયત્ન એકમાત્ર ગુરુદેવની સુખ-શાતા સાથે જ હોય છે. શિષ્યનો અહં ખતમ થઈ જાય છે, પ્રેમ ગલીમાં કેવળ ગુરુ જ હોય, બીજું કોઈ તો નહીં, પણ પોતેય નહીં.
ગુરુ મેરી પૂજા, ગુરુ ગોવિન્દા, ગુરુ મેરે પારબ્રહ્મ ગુરુ ભગવંતા...
શિષ્યનું સર્વસ્વ ગુરુ છે તેથી ત્યાં સહજ શ્રદ્ધા-ભક્તિ-સમર્પણ થઈ જ જાય છે. એક ગુરુએ શિષ્યને કહ્યું: જા, સાપના દાંત ગણી આવ. વિનીત શિષ્ય ગયો. જેવો સાપને હાથ લગાડે છે, સાપે ડંખ મારી દીધો. ગુરુ શિષ્યને ધાબળો ઓઢાડી સુવડાવી દે છે. શિષ્યના શરીરમાંથી રોગના બધા જ કીડા નીકળી ગયા. બીમાર શિષ્ય નીરોગી થઈ ગયો. ગુરુ આજ્ઞા એકાંત હિતકારી જ હોય, એ અનુભવ થયો.
મન ભુજંગ બહુ વિષ ભર્યા નિર્વિષ કયું દી ન હોય ‘દાદુ' મિલ્યા ગુરુ ગારૂડી, નિર્વિષ કીન્હા સોઇ.
અંતરનાં દ્વાર બંધ છે, ચોપાસ અંધકાર છે, દિશા સૂઝતી ન હોય, એ સમયે આવીને ઊભા રહે તે જ સાચા ગુરુ. જ્ઞાનનાં દ્વાર ખોલી આપે અને અજ્ઞાનનાં દ્વાર બંધ કરી નાખે તે જ સાચા ગુરુ.
ચન્દન ચાબી એક હૈ, હૈ ફેરનમેં ફેર બન્દ કરે ખોલે વહી, તારેં સદ્ગુરુ હેર... ગુરનું એક વચન મુક્તિદાતા બની જાય છે. તેની સાથે બધી વિદ્યાઓ
૧ ૧૦
Page #10
--------------------------------------------------------------------------
________________
©©ન્દ્ર વિનયધર્મ PC©©n વિડંબના માત્ર છે.
એક વચન એ સદ્ગુરુ કેરુ જો બેસે દિલ ભાય રે પ્રાણી નીચ ગતિમાં તે નહીં જાવે, એમ કહે જિનરાય રે... પ્રાણી... ગુરુ વચનનો મહિમા અકલ્પનીય છે, અદ્ભુત છે.
અરે ! તીર્થંકર નામકર્મ ઉપાર્જન ક્રવામાં ૨૦ કારણોમાં એક કારણ વિનય છે. વિનયમાં આખો જિનમાર્ગ સમાઈ જાય છે. રત્નત્રયની યથાર્થ આરાધનમાં વિનયગુણનું પ્રાધાન્ય છે. પછી સાધનાનો પંથ સરળ થઈ જાય છે.
અંતઃકરણની અનુભૂતિ તથા પ્રસન્નતાસહ કહ્યું છે કે, જો આત્માર્થી ગુરુગુણીજીનું શરણ સાંપડે તો વિનયધર્મ શીખવા માટે નથી તો શાસ્ત્રોનો સહારો લેવો પડ્યો કે નથી કોઈના ઉપદેશની જરૂર... પૂજ્યવરોના આત્મા સાથે થતું આત્મીય મિલન તેઓશ્રીનાં ચરણ-શરણમાં સર્વથા સમર્પિત થવાથી યોગ્યતા પ્રગટાવી, પળપળ, થાણક્ષણ ગુરુવર્યનાં આત્મિક આંદોલનો ઝીલવા સમર્થ બની જાય છે. વળી આ ઘટના કેમ, ક્યારે ઘટિત થઈ જાય તે પણ ખબર નથી રહેતી. બસ, તેમનામાં ઓળઘોળ થઈ જવાય. મોક્ષ તેઓશ્રીનાં ચરણ-શરણમાં જ છે એવી અલૌકિક અનુભૂતિના આનંદમાં નિમગ્ન થવાય.
ભાઈ ! આ તો છે સાકરનો સ્વાદ...
જિનેશ્વર પરમાત્માએ વિનયધર્મ બજાવ્યો, વર્ણવ્યો, આપ્યો... આપણે તે ધર્મમાં ડૂળ્યા, રસ માણ્યો અને કૃષ્કૃત્ય થયા.
©©ન્ડવિનયધર્મ c ©n સર્વ ગુણ શિરોર્માણ : વિનય
-પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ પુષ્પોમાં જેટલા વિવિધ રંગો હોય છે, તેટલા વિનયના જુદાજુદા પ્રકાર હોય છે. વર્તમાન સમયમાં વિનય વિશેનું ચિંતન એ માટે આવશ્યક છે કે સમાજ અને ધર્મમાં ધીરેધીરે અવિનય, અહંકારિતા અને ઉચ્છખલતાની બોલબાલા વધતી જાય છે. એક સમયે એમ મનાતું કે પોતાના હાથ નીચેના કર્મચારીઓ પ્રત્યે માયાળુ સદ્વર્તન રાખવું જોઈએ. એમનાં સુખ-દુઃખમાં સહભાગી બનવું જોઈએ. આજે એમ મનાય છે કે પોતાની હાથ નીચેના અને અધિકારીઓથી કર્મચારીઓને સતત દાબ અને દબાણ હેઠળ રાખો. Hire & Fireની વિચારધારા ચાલે છે. માણસને ભાડે રાખો અને ન ફાવે તો પાણીચું આપી દો. જ્યાં માનવીય સંબંધો કે સંવેદનાઓને નજરઅંદાજ કરીને માત્ર માણસને કાર્ય કરતા મશીનની દૃષ્ટિએ જોવામાં આવે છે. આથી વિનયની ભાવના વર્તમાન વિશ્વમાં માનવવિકાસ માટે જરૂરી બની છે.
ધર્મની ભાવના નથી હોતી પ્રાચીન કે નથી હોતી અર્વાચીન. એ તો શાશ્વત હોય છે અને વિનય આવી એક શાશ્વતી ભાવના છે. વળી જીવનમાં એની ખિલાવટની જેટલી જરૂર છે, એટલી જ ખિલાવટની જરૂર અધ્યાત્મમાં છે. સ્કૂલે જતું બાળક જેમ એકડો ઘૂંટે છે, એમ વિનયગુણ એ વ્યવહાર કે અધ્યાત્મને માટે સતત એકડો ઘંટવાની પ્રક્રિયા છે. જો એ એકડો ઘૂંટે નહીં તો એ જીવન કે ધર્મમાં પહેલા જ પગથિયે નિષ્ફળ જશે. વ્યવહારમાં પ્રગટ થતા વિનયથી આપણે સામી વ્યક્તિ પ્રત્યે આકર્ષાઈએ છીએ. સ્વયં ભગવાન મહાવીરનું ચરિત્ર જોઈએ તો તેઓ પણ દીક્ષા પૂર્વે કુલમાતાને વંદન કરે છે. રાજકુમાર વર્ધમાન માતાના ઉદરમાં હોય છે, ત્યારે ત્રિશલા માતાની માતૃવાત્સલ્યની ભાવનાનો વિનયપૂર્વક સ્વીકાર કરે છે અને જ્યેષ્ઠબંધુ નંદિવર્ધન સાથે પ્રત્યેક પગલે રાજકુમાર વર્ધમાનનો વિનય વ્યક્ત થાય છે.
વ્યવહારજીવન અને આધ્યાત્મિક જીવનમાં વિનયનો મહિમા જોવો હોય તો ભગવાન મહાવીરનું ગૃહસ્થજીવન જોવું અને ‘ઉત્તરાધ્યયન સૂત્ર'માં આપેલી વિનયધર્મ વિશેની દેશના વિશે ચિંતન કરવું જોઈએ. વ્યવહારના વિનયની વાત કરીએ તો ‘નય’ એટલે સદ્વર્તન અથવા તો સારી રીતભાત-પૂર્ણ જીવનશૈલી અને ‘વિ’ એટલે વિશિષ્ટ. એનો અર્થ એ થાય કે વ્યક્તિ સાથે સભ્ય વર્તન કરવું એ વ્યવહારજીવનનો વિનય છે.
હે ગુણમાતા ગુરુવર !
આપના ગુણોના સાગરમાંથી એક બુંદ જો મળી જાય તો આ પામરનું જીવન સાર્થક બની જાય. આપના ગુણોનું અનુસરણ કરી આપની સાથે એકમેક થઈ જાઉં... એવી આપનાં ચરણોમાં પ્રાર્થના... હે ગુરવર ! મારા આત્મગુણોનું પ્રાગટ્ય કરવાની કૃપા કરો...કૃપા કરો...કૃપા કરો...
છે
કે
છે
Page #11
--------------------------------------------------------------------------
________________
6
4 વિનયધર્મ
Pe Cen જો એ સાચા દિલનો વિનય હોય તો એના વર્તનમાં વ્યક્તિની કૃતજ્ઞતા, નિર્મળતા અને નિભતા પ્રગટ થાય છે. માત્ર બત્રીસ વર્ષના આયુષ્યમાં જગવિજેતા બનનાર શહેનશાહ સિકંદરે પ્રસિદ્ધ દાર્શનિક ઍરિસ્ટોટલ પાસે ગ્રીક સાહિત્ય, વિજ્ઞાન, હોમરનાં મહાકાવ્યો, વીરકથાઓ વગેરેનો અભ્યાસ કર્યો હતો. એક વાર ગુરુ ઍરિસ્ટોટલ અને શિષ્ય સિકંદર ઘનઘોર જંગલમાંથી પસાર થતા હતા. રસ્તામાં એક નાળું આવ્યું. જેમાં પૂરને કારણે પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો હતો. નાળું ઊંડું હતું અને ગુરુ ઍરિસ્ટોટલ એ નાળામાં પ્રવેશ કરવા જતા હતા, પરંતુ સિકંદરે એમને અટકાવ્યા અને પછી તો ગુરુ-શિષ્ય વચ્ચે પહેલા કોણ નાળું પસાર કરે, એ વિશે મોટો વિવાદ જાગ્યો.
સિકંદર તો હઠ પકડીને બેઠો કે નાળું એ જ પહેલા પસાર કરશે. બન્ને વચ્ચે થોડા વિવાદ પછી ગુરુ ઍરિસ્ટોટલને પોતાના શિષ્યની વાતનો સ્વીકાર કરવો પડ્યો. સિકંદરે પહેલાં નાળું પસાર કર્યું અને પછી ઍરિસ્ટેટલે નાળું પસાર કરીને સામી બાજુએ પહોંચ્યા પછી ફરી બંને વચ્ચે ચર્ચા જાગી. મહાન ચિંતક ઍરિસ્ટોટલે કહ્યું, ‘સિકંદર હું તારો ગુરુ છું. મારે આગળ રહેવું જોઈએ, તેં આવી હઠ શા માટે પકડી? મારી આબરૂ કેમ ઓછી કરી ?'
સિકંદરે નમ્રતાથી ગુરુને કહ્યું, ‘ગુરુદેવ, આવું બોલશો નહીં, આપની બેઈજ્જતી હું કરું ખરો? કિંતુ નાળામાં પહેલા ઊતરવું એ મારું પરમકર્તવ્ય હતું.”
ઍરિસ્ટોટલે શિષ્યની વાત અધવચ્ચેથી અટકાવીને પૂછયું, ‘‘શા માટે? એવું શું હતું?”
સમ્રાટ સિકંદરે ઉત્તર આપ્યો, ‘ગુરુદેવ, ઍરિસ્ટોટલ હશે તો હજારો સિકંદર પેદા થશે, પણ સિકંદર બિચારો એકેય ઍરિસ્ટોટલ સર્જી શકશે નહીં.”
જગવિજેતા સિકંદરમાં પોતાના ગુરુ પ્રત્યેનો કેવો અગાધ વિનય હતો એનો અહીં ખયાલ આવે છે.
વ્યવહારદૃષ્ટિએ વિનયને અનેક રૂપે જોઈ શકાય. પોતાનાથી અધિક ગુણવાન વ્યક્તિ પ્રત્યે આદર આપવો તે વિનયનો એક પ્રકાર છે, તો વિનયનો બીજો પ્રકાર એ કે પૂજ્યો પ્રત્યે સદૈવ આદર રાખવો. જીવનમાં વ્યક્તિને પ્રિય બનાવે છે તે વિનય છે. એ અર્થમાં કહીએ તો વ્યક્તિ વિનય દાખવીને બીજાનું હૃદય જીતી લે છે અને એથી જ કહેવાયું છે કે તમે નમશો તો સામી વ્યક્તિ તમને નમશે.
પ્રસિદ્ધ વિચારક લાઓત્સએ એક વાર એના ગુરુને અંતિમ વેળાએ પૂછયું
છCCT4 વિનયધર્મ
P
ress કે આપનો કોઈ સંદેશ છે? ત્યારે ગુરુએ વળતો પ્રશ્ન કર્યો, “તારા મોઢામાં દાત છે?”
લાઓસેએ કહ્યું, ‘ના.” પછી પ્રશ્ન કર્યો, ‘જીભ છે?” ‘હ'
ગુરુએ ઉત્તર આપ્યો, ‘નરમ હોવાને લીધે જીભ ટકી રહી છે અને અક્કડ હોવાને લીધે દાંત પડી ગયા છે.'
અક્કડ, અભિમાની કે અહંકારી માણસો અળખામણા થતા હોય છે. વિનયનો અર્થ માત્ર શરીર નમાવવું એટલું નથી માણસ સ્વાર્થથી પણ ઝૂકતો હોય છે. ક્યારેક ખુશામતખોરી કે હજૂરિયાપણાથી પણ એ વિનય દાખવતો હોય છે, પરંતુ સાચો વિનય ધરાવનાર તો વાદળ જેવો હોય છે. જે સમુદ્રના પાણીને આકાશમાં ખેંચીને ફરી મીઠું બનાવી જગતને આપે છે. દરેક ધર્મોમાં પણ નમન, નમસ્કાર કે વંદન કરવાની વાત કરીને વિનયનું જ મહિમાગાન કરવામાં આવ્યું છે, એ પછી હિંદુ ધર્મ હોય, જૈન ધર્મ હોય કે બૌદ્ધ ધર્મ હોય.
હિંદુ ધર્મના પ્રથમ વેદ ઋગવેદમાં કહ્યું છે, “વડીલોને નમસ્કાર, નાનાઓને નમસ્કાર, યુવાનોને નમસ્કાર, વૃદ્ધોને નમસ્કાર, અમે સામર્થ્યવાન અને દેવપૂજક બનીએ. હે દેવગણ, હું મારાથી મોટાનું હંમેશાં સન્માન કરું (ઋગવેદ ૧ / ૨૭/૧૩)
અને મનુસ્મૃતિ (૨ /૧૧૬)માં તો એમ કહ્યું છે કે, જે શય્યા પર ગુરુજનો સૂતા હોય અને જે આસન પર બેઠા હોય, તેના પર સૂવું કે બેસવું નહીં.
અને તેઓ જ્યારે આવે ત્યારે શય્યા કે આસનથી ઊભા થઈને એમને નમસ્કાર કરવા જોઈએ.
હકીકતમાં જ્યાં નમસ્કાર છે ત્યાં વિનય છે એ વિનય એ વ્યક્તિમાં ધર્મ પ્રત્યે રૂચિ ધરાવે છે. જૈન ધર્મના નમસ્કાર મહામંત્ર ‘નમો’ શબ્દ પ્રત્યે પદ સાથે જોડાયેલો છે. એ વિનયનું કેટલું મોટું મહિમાગાન છે!
જૈન ધર્મનાં આગમ સૂત્રોમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અને શ્રી દશવૈકાલિક સૂત્રમાં વિનય વિશે અને તેમાં પણ ગુરુ પ્રત્યે શિષ્યના વિનય વિશે વાત કરવામાં આવી છે. જેમ મનુસ્મૃતિમાં ગુરુ આવે તેમ શય્યા-આસનથી ઊઠવાની વાત છે, તો આગમ ગ્રંથોમાં પણ ગુરુનો આદર દર્શાવતાં કહ્યું છે,
आसणगओ न पूच्छेज्जा नेव सेजागओ कयाइ चि । आगम्मुक्कुडुओ संतो पुच्छेज्जा पंजलीयडो ॥२२॥ પોતાનાં આસન કે શય્યા પર બેઠાબેઠા ગુરુને કશું પૂછે નહીં, પરંતુ પાસે
Page #12
--------------------------------------------------------------------------
________________
૨
વિનયધર્મ
જઈને, ઊકડું બેસીને, હાથ જોડીને પૂછે છે.
‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’માં ભગવાન મહાવીરસ્વામીએ પાવાપુરીમાં આપેલી અંતિમ દેશનામાં વિનયધર્મ પર સૌપ્રથમ દેશના આપી છે. ‘પ્રશ્નવ્યાકરણ સૂત્ર’માં વિનયને આચારના રૂપ તરીકે દર્શાવ્યો છે તો ‘દશવૈકાલિક સૂત્ર’નો નવમો અધ્યાય વિનયસમાધિથી ભરેલો છે. આ આગમ ગ્રંથના નવમા અધ્યયનના ચારેય ઉદ્દેશક જીવનમાં આચારમાં ઉતારવાને યોગ્ય છે. એમાં પ્રથમ દર્શાવ્યું છે કે અવિનયીને વિપત્તિ અને વિનયીને સંપત્તિ પ્રાપ્ત થાય છે અને જે શિષ્ય ગર્વ, ક્રોધ, માયા અને પ્રમાદને કારણે ગુરુ પાસેથી વિનયને શીખતો નથી, તેનો વિનાશ થાય છે. જૈન દર્શન કહે છે કે વિનયનો ગુણ આત્મામાં પ્રગટ થયા વિના મોક્ષના અધિકારી થવાતું નથી અને આ ગુણને યોગ્ય રીતે ખીલવવાથી તીર્થંકર નામકર્મ
બંધાય છે.
જ્ઞાતાધર્મકથા સૂત્રમાં તીર્થંકરપદને પ્રાપ્ત કરવા માટેનાં વીસ કારણોમાં વિનયનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે અને તેથી જ કહ્યું છે, ‘વિણઓ મોકખદ્વારે’ ‘વિનય મોક્ષનું દ્વાર છે.’
આત્મા પર અનંતકાળથી અહંકાર અને મદના કુસંસ્કારોનું આવરણ લાગ્યું હોય છે અને તેને દૂર કરવા માટે વિનયની આવશ્યક્તા છે.
૧૮૬૩ની ૨૧મી એપ્રિલે સ્થપાયેલા બહાઈ ધર્મે જગતકલ્યાણ અને માનવકલ્યાણની વાત કરી છે. એણે કહ્યું કે બધાં રાષ્ટ્રોનો ધર્મ એક હોય અને બધા મનુષ્યો ભાઈ-ભાઈની સમાન રહે તો ભેદભાવ અને યુદ્ધ સમાપ્ત થઈ શાંતિ પ્રવર્તે. વ્યક્તિ માત્ર પોતાના દેશને જ પ્રેમ ન કરે, પરંતુ સમગ્ર માનવતાને ચાહે તે આ ધર્મનો મુખ્ય સિદ્ધાંત છે.
‘બહાઈ'નો અર્થ છે પ્રકાશિત અને એના સ્થાપક છે. બહાઉલ્લાહ બહાઉલ્લાહનો અર્થ છે ‘ઈશ્વરની જ્યોતિ’. આ ધર્મગ્રંથમાં બહાઉલ્લાહ કહે છે, ‘હે ઈશ્વરના સેવકો, હું તમને વિનયશીલ બનવાનો ઉપદેશ આપું છું. નિશ્ચયપણે વિનય એ બધા ગુણોનો મુગટ છે. એ વ્યક્તિ ધન્ય છે જે મનથી સરળ અને વિનયથી વિભૂષિત છે. વિનયસંપન્ન માનવી ઉચ્ચસ્થાનનો અધિકારી છે.'
એ જ વિનયની વાત કરતાં ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને કહ્યું, મેં પ્રભુ અને ગુરુ થઈને તમારું પાદપ્રક્ષાલન કર્યું, તો તમારે એકબીજાના પગ ધોવા જોઈએ. મેં તમને દૃષ્ટાંત આપ્યું કે જેવું મેં તમારી સાથે કર્યું તેવું તમે બીજાની સાથે કરો.'
૧૫
SIS નું વિતધર્મ | 11 111
ઈસુ ખ્રિસ્તના ન્યૂ ટેસ્ટામેન્ટનાં વચનો વિનયના વ્યાવહારિક પાસાને પ્રગટ કરે છે અને એની પરાકાષ્ઠા જોવી હોય તો તમને એ તાઓ ધર્મમાં જોવા મળશે. એ ધર્મના દાઓ દિર જિંગ ગ્રંથમાં કહ્યું છે કે વિનીતતા એ ઉચ્ચતાનો પાયો છે. ભૌતિક જીવનમાં વિનયની ગરિમા જુદાજુદા ગ્રંથોમાં મળે છે, પણ જીવનવ્યવહારથી ઉપર જઈને અધ્યાત્મમાં વિનયનું ગૌરવગાન જૈન ધર્મમાં પ્રાપ્ત થાય છે. એમાં કહ્યું છે, “તેર પાત્ર તરફ વિનય દાખવવો જોઈએઃ (૧) તીર્થંકર (૨) સિદ્ધ (૩) કુળ (૪) ગણ (૫) સંઘ (૬) ક્રિયા (૭) ધર્મ (૮) જ્ઞાન (૯) જ્ઞાની (૧૦) આચાર્ય (૧૧) ઉપાધ્યાય (૧૨) સ્થવિર (પોતે ધર્મપાલનમાં રહીને સાધુસમુદાયને તેમાં દૃઢ રાખે’ (૧૩) ગણિ’.
આ તેર પાત્રની વાત કરીને એક વ્યાપક્તા દર્શાવી છે અને એ વ્યાપક્તા વ્યક્તિ, સંસ્થા અને ગુણ એ ત્રણ પ્રત્યેના વિનયની છે. અન્ય અર્થમાં કહીએ તો આમાં દેવ, ગુરુ અને ધર્મનો સમાવેશ થઈ જાય છે. તીર્થંકર, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર અને ગિણ એ છ કુળવાન પુરુષ, જ્યારે કુળ, ગણ અને સંઘ એ ગુણયુક્ત સંસ્થાઓ તથા ક્રિયા, ધર્મ એ જ્ઞાન અને ત્રણ ગુણ છે અને કહ્યું છે કે વિનયને યોગ્ય આ બધાની અશાતના ન કરવી, એની ભક્તિ કરવી, એનું માન કરવું અને એના ગુણ ગાવા.
જૈન દર્શનની વિશેષતા એ છે કે એ વિનયને આધ્યાત્મિક પ્રગતિ સાથે જોડે છે, ‘વિનય વડે સંસાર’ એમ કહીને એની મહત્તા પ્રગટ કરી છે. જીવનમાં બાહ્ય અને આત્યંતર વિનયના પ્રસંગો ઉપસ્થિત થાય છે વ્યવહાર વિનય અને નિશ્ચયવિનય એવા ભેદ દર્શાવીને નિશ્ચય વિનયમાં સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી ગુણો પ્રત્યેના વિનયની વાત કરવામાં આવી છે અને વ્યવહાર વિનયમાં સાધુસાધ્વીઓ, વડીલો વગેરે પ્રત્યે વ્યવહારમાં વંદનાદિ વિનય દાખવવાની વાત કરવામાં આવી છે. જીવનમાં આ બંને વિનય આવશ્યક છે, પણ વ્યવહાર વિનયના પાલન સમયે દૃષ્ટિ તેા નિશ્ચય વિનય પર હોવી જોઈએ, કારણકે એનાથી આધ્યાત્મિક પ્રગતિ સધાય છ અને એ નિશ્ચય વિનયના જ્ઞાન વિનય, દર્શન વિનય અને ચારિત્ર્ય વિનય એમ ત્રણ પ્રકાર છે.
ભિન્નભિન્ન ગ્રંથોમાં વિનયનાં જુદીજુદી રીતે થયેલાં વર્ગીકરણો પ્રાપ્ત થાય છે. ક્યાંક આ ત્રણ ઉપરાંત તપ વિનયને જુદો દર્શાવવામાં આવ્યો છે. અધ્યાત્મ માર્ગ વિનયની ઉપકારકતાની જેમ ગ્રંથોમાં ઘણી છણાવટ થઈ છે. એમાં જીવનના
૧૬
Page #13
--------------------------------------------------------------------------
________________
©©4વિનયધર્મ
P©©n વિનય : આત્મસાધનાની ર્દષ્ટિએ
- સુરેશભાઈ ગાલા
©©CQ વિનયધર્મ ©©n વિનયના તાલે આધ્યાત્મિક વિનયમાં ગતિ કરવાનું કહ્યું છે અને અંતે આચાર્ય ઉમાસ્વાતિ મહારાજે ‘પ્રશમરતિ' ગ્રંથમાં પ્રગટ કરેલી ભાવના વિનયગુણના અંતસ્તલને સ્પર્શે છે. તેઓ કહે છે.
'विनयफल शुश्रूषा, गुरु शुश्रूषाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरतिर्वितिफलं चाखव निरोध ॥ संवरफलं तपोबलमय तपसो निर्जराफलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्तिः क्रियानिवत्तेरयोगित्वम् ॥ योगनिरोधाद् भवसन्ततिक्षयः सन्तिक्षयान्मोक्षः । तस्मात् कल्याणानां सर्वेषां भाजनं विनयः ॥'
અર્થાત્ વિનયનું ફળ ગુરૂશુશ્રુષા છે. ગુરુશુશ્રુષાનું ફળ શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિનું ફળ આસ્રવનિરોધ છે. આસવનિરોધ એટલે કે સંવરનું ફળ તપોબલ છે. તપનું ફળ નિર્જરા છે. એનાથી ક્રિયાની નિવૃત્તિ થાય છે. ક્રિયા નિવૃત્તિથી અયોગિવ થાય છે. આયોગિવ એટલે કે યોગનિરોધથી ભવસંતતિ અર્થાત્ ભવપરંપરાનો થાય થાય છે, એથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આ રીતે વિનય સર્વ કલ્યાણોનું ભાજન છે.'
| (આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડૉ. કુમારપાળભાઈએ સો જેટલા ગ્રંથોનું સર્જન સંપાદન કર્યું છે. દેશ-વિદેશમાં ભારતીય સંસ્કૃતિ અને જૈન ધર્મ વિશે પ્રવચનો આપે છે. ગુજરાત વિશ્વકોશ અને જૈન વિશ્વકોશ સાતે જોડાયેલા છે).
એક વાર્તા વાંચી હતી. છ સંન્યાસીઓ સાથે મુસાફરી કરી રહ્યા હતા. મંદિરમાં રાતવાસો કરતા હતા. છ સંન્યાસીઓમાંના એક સંન્યાસી પૂર્વાશ્રમમાં ઘણા શ્રીમંત હતા. એમણે લખલૂટ સંપત્તિનો ત્યાગ કરી દીક્ષા લીધી હતી. આ ત્યાગનો એમને અહંકાર હતો. આ સંન્યાસી વાતચીત દરમિયાન ઘણી વાર બોલતા કે, ‘મેં તો અપાર સંપત્તિને લાત મારી સંન્યાસ લીધો છે.' એક દિવસ એક સંન્યાસીએ એમને કહ્યું કે, ‘તમે સંપત્તિને લાત મારી સંન્યાસ લીધો છે, પણ તમારી લાત બરાબર લાગી નથી. તમને તમારા ત્યાગનો અહંકાર છે જે મોક્ષપ્રાપ્તિ માટેની મોટામાં મોટી બાધા છે !'
સામાન્ય રીતે લોકોને ધનનો, રૂપનો, ગુણનો, સત્તાનો અહંકાર હોય છે તો કેટલાકને ત્યાગનો પણ અહંકાર હોય છે ! મારી દષ્ટિએ દેહથી પર એવા ચૈતન્યતત્ત્વની અનુભૂતિ પ્રાપ્ત કરવા માટેની સૌથી મોટી આડખીલી અહંકાર છે. ગંગાસતી પણ કહે છે :
માન રે મૂકીને આવો ને મેદાનમાં માનને એટલે કે અહંકારને મૂકીને આત્મસાધનાના મેદાનમાં આવવાનું આહવાન આપે છે !
ઘોર તપસ્યા કરતા બાહુબલિને પણ એમની બહેનો બ્રાહ્મી અને સુંદરી કહે છે, ‘ગજથી હેઠા ઊતરી વીરા’.
ગજ એટલે અહંકાર. અહંકાર હોવાને કારણે બાહુબલિને કેવળજ્ઞાન થતું ન હતું.
મોક્ષપ્રાપ્તિની ઇચ્છા ધરાવતા સાધકે અહંકારથી મુક્ત થવા માટે વિનયી થવું પડે છે. આ પ્રયાસ છે, જે જરૂરી છે. સાધકનો વિનય સહજ હોતો નથી. અહંકારના સંપૂર્ણ વિસર્જનને પરિણામે ઉદ્દભવતો વિનય સાહજિક છે જે કેવળજ્ઞાનીઓને હોય છે ! સાહજિક વિનય જ્યાં સુધી ન ઉદ્ભવે ત્યાં સુધી પ્રયાસપૂર્વક પણ વિનયી રહેવું એ સાધકનું લક્ષણ છે. જે. કૃષ્ણમૂર્તિ પ્રશ્નોત્તરી
૧૮
હે ભંતે ! આપનું અગાધ જ્ઞાન અમારા આત્માનું અનંત કાળનું અજ્ઞાન દૂર કરનારું છે અ... આપની અખલિત વહેતી જ્ઞાનધારા પરમ હિતકારી છે... આ અબોલ જીવ પર આપનો મહાઉપકાર છે... અમારા સદ્ભાગ્યે આપણા સબોધથી ધર્મની સાચી સમજણ પ્રાપ્ત થઈ છે... અમારી વંદના સ્વીકારો...
Page #14
--------------------------------------------------------------------------
________________
© ©4 વિનયધર્મ @ @ દરમિયાન શ્રોતાને સર કહીને સંબોધતા.
સૂત્રોમાં કહ્યું છે -
ગામે કૂલે વા નગરે વા દેશે મમત્વભાવ ન કુત્રાપિ કુર્યાત્ | કોઈ પણ વ્યક્તિ કે સ્થળ માટે મમત્વભાવ કરવો જોઈએ નહીં, કારણકે એનાથી અહંકારની વૃદ્ધિ થાય છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ કહ્યું છે, માનાદિક શત્રુ મહા, નિજ જીદે ન મરાય, જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.
અહંકારનો વિરુદ્ધાર્થી શબ્દ છે વિનય. અહંકાર મોક્ષપ્રાપ્તિમાં બાધારૂપ છે તો વિનય મોક્ષપ્રાપ્તિ માટે આવશ્યક છે.
બાર પ્રકારના તપમાં પણ આત્યંતર તપમાંનું એક અંગ વિનય છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પહેલા અધ્યયનનું નામ પણ ‘શ્રી વિનય અધ્યયન’ છે. આ અધ્યયનમાં ૪૮ ગાથા છે. પહેલી ગાથામાં શ્રી સુધર્માસ્વામી, જંબુસ્વામી તથા બીજા સાધુઓને ઉદ્દેશીને કહે છે કે, “સંયોગથી મુક્ત એવા સાધુનો વિનય હું પ્રગટ કરીશ.’ આ અધ્યયનમાં વિનયી શિષ્યની વ્યાખ્યા, અવિનયી શિષ્યની વ્યાખ્યા, વિનયના લાભ, ભિક્ષાટન કરતી વખતનું વર્તન, ગુરુ કોપ પામે તો કેમ વર્તવું, ગુરુ સમીપ કેવી રીતે બેસવું, વાતચીત કેમ કરવી આદિનું વર્ણન કર્યું છે. આ અધ્યયનમાં કુલવાલક મુનિની કથા, અંડરુદ્રાચાર્યની કથા, ત્રણ માંત્રિકોની કથા, બે ચોરનાયકની કથા તથા સેચનક હાથીની કથા પણ છે.
| વિનય એટલે શું? સામાન્ય રીતે વિનય નમ્રતાના અર્થમાં વપરાય છે, જેમ કે નમ્ર વાણી, નમ્ર વર્તન આદિ. ઘણી વાર એવું પણ બની શકે કે પરિસ્થિતિને કારણે બહારથી નમ્રતા દેખાતી હોય, પણ ભીતરમાં તો આવેશનો ઝંઝાવાત પણ હોઈ શકે ! મોક્ષમાર્ગ પર પ્રયાણ કરવા માટે વિનય આવશ્યક છે. તો ‘વિનય’નો અર્થ શું?
વિનયી થવું એટલે નમ્ર થવું, નરમ બનવું. લોખંડને ગરમ કરીએ તો એ નરમ બને છે અને પછી જ એમાંથી ઉપયોગી ઓજારો બને છે. માટીને ખેડી, પાણી પાઈ નરમ બનાવી ખેડૂત માટીમાંથી પાક ઉપજાવે છે. લોટ બાંધી, લોટને ગુંદી નરમ કરવાથી જ એમાંથી પોચી, હલકી રોટલી બને છે. નરમ બન્યા
- ૧૯ -
છ
Q4 વિનયધર્મ CCT બાદ જ ઉચ્ચતમ સ્થાન આ બધાને મળે છે. ઝંઝાવાત આવે ત્યારે અક્કડ ઊભેલાં વૃક્ષો ઊખડી જાય છે, પણ ઘાસ નમી જાય છે એટલે ઊખડતું નથી.
શાસ્ત્રોમાં કહ્યું છે : વિણયા નાણે નાણાઓ દંસણ દંસણાઓ ચરણં ચ |
ચરણાવિંતો મોકો મોકખે સુકનું નિરાધાર ||
વિનયથી (સમ્ય) જ્ઞાન, જ્ઞાનથી (સમ્ય) દર્શન, દર્શનથી (સમ્ય) ચારિત્ર અને ચારિત્રથી મોક્ષ પ્રાપ્ત થાય છે. મોક્ષમાં નિરાબાધ સુખ છે.
વિનયથી જ્ઞાન થાય છે. વિનય મોક્ષમાર્ગનું મૂળ છે. એટલે શું ? વિનયને અલગ દૃષ્ટિકોણથી મૂલવવો પડશે.
| નય શબ્દને વિ પૂર્વગ લાગવાથી વિનય શબ્દ બને છે. નય એટલે દૃષ્ટિકોણ, વિ એટલે વિશિષ્ટ, વિ એટલે વિશુદ્ધ, વિનય એટલે વિશિષ્ટ દૃષ્ટિકોણ, વિશુદ્ધ દૃષ્ટિકોણ!
આચરણની પાછળનું પ્રેરકબળ દૃષ્ટિકોણ છે. Attitude decides Altitude. તમારો દૃષ્ટિકોણ જ તમારી ઊર્ધ્વગતિનું કારણ છે. જેમ વ્યક્તિને જે સ્થળે પહોંચવું હોય તો એ સ્થળ સુધી પહોંચવાના માર્ગની જાણકારી આવશ્યક હોય છે, તેમ મોક્ષપ્રાપ્તિ માટેના માર્ગની જાણકારી પણ આવશ્યક છે જે વિચારધારા, દૃષ્ટિકોણ પર અવલંબિત છે.
મોક્ષગામિની વિચારધારા એટલે જ વિશિષ્ટ દૃષ્ટિકોણ, વિશુદ્ધ દૃષ્ટિકોણ અથવા અનેકાંત દૃષ્ટિકોણ જેનું બીજું નામ છે વિનય.
હરિભદ્રસૂરિ મહારાજસાહેબે કહ્યું છે :
સૂક્ષ્મબધ્યા સદા ઝેયો ધર્મો ધર્માર્થિભી નરેઃ |
અન્યથા ધર્મ બદ્ધવ ધર્મહાનિ પ્રજાયતે ||
ધર્મનો (આત્માનુભૂતિનો) અર્થ સમજવાની ઇચ્છા ધરાવનાર વ્યક્તિએ સૂક્ષ્મ બુદ્ધિથી ધર્મનો અર્થ સમજવો જોઈએ. જો ધર્મબુદ્ધિથી (સાંપ્રદાયિક માન્યતાઓથી) ધર્મનો અર્થ સમજવાનો પ્રયત્ન કરશે તો ધર્મની હાનિ થશે એટલે કે ધર્મનો યોગ્ય અર્થ સમજાવશે નહીં. મારી દષ્ટિએ સૂક્ષ્મ બુદ્ધિ એટલે અનેકાંત દૃષ્ટિકોણ એટલે કે વિનય.
દેખના હૈ હુન્નકે જલવે તો બૂતખાનેમેં આ, તેરે કાબૂમેં તો વાઈઝ ! ખુદાકા નામ હૈ.
૨૦
Page #15
--------------------------------------------------------------------------
________________
4 વિનયધર્મ
Pe Cen સાકાર (બૂતખાના)નું સૌદર્ય માણવું હોય તો મંદિરમાં આવ. તારા કાબામાં (નિરાકાર) તો માત્ર જપ જ છે. અહીં સાકાર અને નિરાકાર બંનેનો સ્વીકાર છે. આ જ અનેકાંત દૃષ્કિોણ છે.
મોક્ષની અભીપ્સા ધરાવતો સાધક વિચારશે કે જે ધર્મમાં મારો જન્મ થયો છે એ ધર્મની માન્યતાઓ અને આચરણના નિયમોને કારણે, મારો જે સમાજમાં, જે પ્રદેશમાં, જે વાતાવરણમાં ઉછેર થયો છે એને કારણે મારો વિચારપિંડ ઘડાયો છે, એક દૃષ્ટિકોણ પ્રાપ્ત થયો છે. મારાથી અલગ દૃષ્ટિકોણ ધરાવતી વ્યક્તિઓ પણ હોય છે એ મને સ્વીકાર્ય છે. દરેકેદરેક દર્શનમાં સત્યનો અંશ છે, જે અમુક અપેક્ષાએ યથાર્થ છે. દરેક ધર્મના આચારના નિયમો, માન્યતાઓ દેશ અને કાળ સાપેક્ષ છે. દેહથી પર એવા ચૈતન્યતત્ત્વની, આત્મતત્ત્વની અનુભૂતિનું પૂર્ણ વર્ણન શક્ય નથી. શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ કહ્યું છે -
જે પદ દીઠું શ્રીસર્વજ્ઞ જ્ઞાનમાં
કહી ન શક્ય એ ભગવંત જો, અવરવાણી એને શું કહી શકે,
અનુભવ ગોચરજ્ઞાન જો.
સાધક વિચારે છે કે મારે માન્યતાઓના, નિયમોના, દર્શનશાસ્ત્રોના કોઈ પણ વિવાદમાં પડવું નથી.
સ્થિર થયા જે ભીતરે, ન કરે વાદ વિવાદ,
અંતરમુખી વહેણમાં, સુણે અનાહત નાદ. મારે જાણવું છે કે, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, શું સ્વરૂપ છે મારું ? મૃત્યુ એટલે શું? શું મૃત્યુ પછી જીવન છે ? આવું વિચારતાંવિચારતાં, શાસ્ત્રોનું અધ્યયન કરતાંકરતાં અને સદ્ગુરુના બોધથી એને સમજાય છે કે ભારતમાં ઉદ્દભવેલી બધી જ પરંપરાઓ જીવંત મનુષ્યને આત્મા પર ત્રણ શરીરનાં આવરણ ધારણ કરનાર મનુષ્ય તરીકે સ્વીકારે છે.
૧) સ્થૂળ શરીર અથવા ઔદારિક શરીર (હાડ-માંસનું શરીર). ૨) સૂક્ષ્મ શરીર અથવા તેજસ શરીર. ૩) કારણ શરીર અથવા કામણ શરીર.
સ્થૂળ શરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો આવેલી છે. મન અને બુદ્ધિનું સ્થાન સૂક્ષ્મ (તેજસ) શરીરમાં છે. ચિત્તનું સ્થાન કારણ (કાશ્મણ)
છ
Q4 વિનયધર્મ CCT શરીરમાં છે. ચિત્તને કાર્મણ શરીર પણ કહે છે.
કષાય, કર્મો, વાસનાઓ, સંસ્કારો આદિનું સ્થાન ચિત્ત છે. આત્મામાં અનંત આનંદ, અનંત વીર્ય, અનંત શાંતિ, અનંત કરુણા આદિ ગુણો મલિન ચિત્ત દ્વારા ઢંકાઈ ગયા છે. મૃત્યુ વખતે સ્થૂળ શરીર અહીં છૂટી જાય છે. આત્મા સૂક્ષ્મ શરીર અને કાશ્મણ શરીર સાથે ગતિ કરે છે. ચિત્તની ગુણવત્તાને આધારે પરલોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે. ચિત્તની ગુણવત્તાને આધારે જ બીજો જન્મ મળે છે. ચિત્તનું જેટલે અંશે શુદ્ધિકરણ થાય છે તેટલે અંશે આત્માના ગુણો પ્રગટ થાય છે, દેહથી પર એવા ચૈતન્યતત્ત્વની, આત્મતત્ત્વની ઝાંખી પ્રાપ્ત થાય છે. સાધકને સમજાય છે કે ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી ઉદ્ભવતું સુખ અલ્પકાલીન, પરાધીન અને મનને ચંચળ બનાવનારું છે. ચિત્તના શુદ્ધિકરણને કારણે થતા આત્માના અનુભવનું સુખ દીર્ઘકાલીન, સ્વાધીન અને મનને શાંતિ આપનારું છે. સાધકને સમજાય છે કે જીવનનું દયેય દેહથી પર એવા ચૈત્નયતત્ત્વની, આત્મતત્વની અનુભૂતિ પ્રાપ્ત કરવામાં છે. આ તત્ત્વ શાશ્વત છે એટલે એને આત્મા નામ આપ્યું. આ તત્ત્વ અનંત છે એટલે એને બ્રહ્મ નામ આપ્યું. આ તત્ત્વ વિશ્વના આધારસમ છે એટલે એને ઈશ્વર નામ આપ્યું.
- સાધક સદ્ગુરુને શરણે જઈ એમની પાસેથી માર્ગદર્શન લઈ આહારસંયમ, શરીરસંયમ, ઇન્દ્રિયસંયમ રાખી મનને સ્થિર કરી મનને વિલીન કરી દેહથી પર એવા આત્મતત્ત્વની અનુભૂતિ પ્રાપ્ત કરવા સાધનાના પંથે પ્રયાણ કરે છે એના મૂળમાં વિનય એટલે કે વિશિષ્ટ દૃષ્ટિકોણ છે, માટે વિનય મોક્ષમાર્ગનું મૂળ છે.
સાધક સગુરુને સંબોધીને કહે છે, સદ્ગુરુકો વંદન કરું, શિખાયો એક ખેલા મન મરકટ વશ હો ગયો, ઉતર ગયો સબ મેલ. ખેલ : આત્મસાધનાનો માર્ગ મેલ : કષાય, સંસ્કાર, વાસના, કર્મો આદિ.
વિનય (વિશિષ્ટ દૃષ્ટિકોણ, વિશુદ્ધ દૃષ્ટિકોણ, અનેકાંત દૃષ્ટિકોણ)ના પ્રતાપે સાધકને સમજાઈ જાય છે કે -
૧) મળ (ચિત્તમાં રહેલા કષાય, કર્મ, સંસ્કાર, વાસના આદિ), વિક્ષેપ (મનની ચંચળતા) અને આવરણને (અહંકાર) કારણે જ દેહથી પર એવા ચૈતન્યતત્ત્વનો, આત્મતત્ત્વનો અનુભવ થતો નથી.
૨૨ -
Page #16
--------------------------------------------------------------------------
________________
©©CQ વિનયધર્મ ©©n.
૨) ચિત્તને શુદ્ધ કરવું એ જ ધર્મ છે. ૩) કષાયને મંદ કરી એનો નાશ કરવો એ જ ધર્મ છે.
ખૂલીને બંધ થાય પલક, એટલી વારમાં મળે ઝલક, એવો છે મરમનો મલક,
સાવ અલ્પ લાગે આ ખલક. સુરનર મુનિવર સહુ ઝંખે એ દેશ, કો’ક ભસમ લગાડે તો કો'ક મુડે કેશ, પહોંચવા ત્યાં કામ ન આવે કોઈ વેશ, થાય ચિત્ત શુદ્ધ તો જ મળી શકે પ્રવેશ.
©ન્ડવિનયધર્મ c©©n દશવર્ષાલક સૂત્રના સંદર્ભમાં વિનયધર્મના વિવેચના
- ડૉ. પાર્વતી નેણશી ખીરાણી પૂર્વભૂમિકા :
વિનય : વિવેn . મોક્ષની પ્રતિ તિ વિન’ અર્થાત્ જે જીવને મોક્ષમાર્ગમાં વિશેષ પ્રકારે પ્રસ્થાન કરાવે છે તે વિનય. વિનય સર્વ ગુણોમાંથી શ્રેષ્ઠ ગુણ છે. શ્રીમંતાઈ જેમ સઘળાં ભૌતિક સુખનું કારણ છે એમ વિનય સર્વ આત્મિક ગુણોનું કારણ છે. જે આત્મિક ગુણોનો વિકાસ કરાવે છે. વિનય એટલે માત્ર નમ્ર બનવું કે માનપૂર્વક વચનનું ઉચ્ચારણ કરવું એટલું જ નહિ, પરંતુ વિરોધીઓ પ્રત્યે પણ મનમાં આદર, સરળ ભાવ અને તેના હિતની ઈચ્છા પ્રમાણેનું વર્તન. જેઓ આત્માનું હિત ઈચ્છતા હોય તેમણે પોતાના આત્માને વિનયધર્મમાં સ્થાપિત કરવો જોઈએ. જ્યાં વિનય છે ત્યાં આત્માનો વિજય છે. વિનય જૈન ધર્મનું હાર્દ છે. એને ધર્મનું મૂળ કહ્યું છે. આગમ સિદ્ધાંતોમાં યત્ર-તત્ર એનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એવું જ એક આગમ છે દશવૈકાલિક સૂત્ર, જેમાં વિનયનું પ્રરૂપણ કેવી રીતે થયું છે એનું વિવેચન પ્રસ્તુત છે.
દશવૈકાલિક સૂત્ર :- આ એક મૂળસૂત્ર છે. મૂળસૂત્ર એટલે જેમાં જૈન ધર્મનાં મૂળ સિદ્ધાંતો, વિચારો, ભાવનાઓ અને સાધનાનું પ્રતિપાદન હોય. દશ= સંખ્યાવાચક દશ અધ્યયનનો સૂચક, વૈકલિકનો સંબંધ રચના નિયંહણથી છે. વિકાસનો અર્થ છે સંધ્યા. આચાર્યએ એની શરૂઆત મધ્યાહુને કરીને સંધ્યાકાળે પૂર્ણ કર્યું હશે અથવા તો બીજી માન્યતા પ્રમાણે દશ વિકાસ (સંધ્યા)માં એની રચના થઈ હશે અને વિકાલમાં જ પૂર્ણ થઈ હશે, કાં તો એના રચયિતા શય્યભવાચાર્ય ૧૪ પૂર્વધર હોવાને કારણે કાલને લક્ષ્ય કરીને એનું નિર્માણ કર્યું માટે દશવૈકાલિક નામ રાખ્યું
(મુંબઈસ્થિત શ્રી સુરેશભાઈ ગાલા સાધક અને જૈન ધર્મના અભ્યાસુ છે. એમણે ‘અનહદની બારી’, ‘અસીમને આંગણે’, ‘મરમનો મલક’, ‘આયંબિલની ઓળી’, ‘યોગસાધના અને જૈન ધર્મ’, ‘ભગવદ્ગીતા અને જૈન ધર્મ' એમ છે પુસ્તકો લખ્યાં છે. ‘અસીમને આંગણે’ પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તરફથી અનુવાદ વિભાગનું પારિતોષિક પ્રાપ્ત થયું છે).
હશે.
આ સૂત્રમાં મુનિજીવનની આચારસંહિતાનું વર્ણન છે. એનાં દશ અધ્યયનોમાં ઉચ્ચ કોટિનું આદર્શ મુનિજીવન કેવું હોય તેનું નિરૂપણ છે, માટે એનો સમાવેશ ચરણકરણાનુયોગમાં થઈ શકે. એમાં સાધુજીવનના આચાર-ગોચરની સાથેસાથે જીવવિઘા-યોગવિઘા જેવા મહત્ત્વપૂર્ણ વિષયોની ચર્ચા પણ કરી છે. આચારપ્રધાન સૂત્ર હોવાને કારણે એમાં વિનયનું મહત્ત્વ હોય એ સહજ છે, કારણકે આચારની
છે ૨૪ –
Page #17
--------------------------------------------------------------------------
________________
( વિનયધર્મ શરૂઆત જ વિનયથી થાય છે. માટે વિનય મહત્ત્વનો છે.
QQ
આ સૂત્રના રચિયતા આચાર્ય શ્રી શયભવસૂરિ રાજગૃહીમાં વીર સંવત ૩૬માં વત્સગોત્રમાં જનમ્યા હતા. વેદવેદાંગના જ્ઞાતા, સમર્થ વિદ્વાન, યજ્ઞનિષ્ઠ, યજ્ઞવિશારદ, પ્રકાંડ પંડિત, તત્ત્વ રુચિવાળા હતા. જેમનું હીર પારખીને આચાર્ય પ્રભવસ્વામીએ એમને દીક્ષા આપીને જ્ઞાનાભ્યાસ કરાવીને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા હતા. એમની દીક્ષા વખતે એમનાં પત્ની ગર્ભવતી હતાં. પુત્ર જન્મ્યો એનું નામ મનક રાખ્યું. પુત્ર આઠ વર્ષનો સમજણો થયો ત્યારે પિતા વિશેની વિગત જાણીને એમને શોધવા નીકળ્યો. પુણ્યયોગે મુનિપિતાનો ભેટો થયો. પિતા ઓળખી ગયા, પણ
એને પોતાની ઓળખ પિતા તરીકે ન આપતા પિતાના અભિન્ન મિત્ર તરીકે આપીને પોતાની પાસે રાખ્યો. એમના પ્રેરણાભર્યા બોધથી પ્રભાવિત થઈ મનકે એમની પાસે દીક્ષા લીધી.
આચાર્યશ્રીને શ્રુતજ્ઞાનના પ્રભાવથી મનકના છ મહિનાના અલ્પઆયુષ્યની જાણ થઈ. આલ્પાયુમાં સમગ્ર શાસ્ત્રાભ્યાસ કેવી રીતે થઈ શકે? પરંતુ એનો ઉત્તમ મનુષ્યભવ વ્યર્થ પણ ન જવો જોઈએ એમ વિચારીને એમણે મનકમુનિ માટે પોતાના ૧૪ પૂર્વના જ્ઞાનમાંથી સાર તારવીને જેની રચના કરી તે જ દશવૈકાલિક સૂત્ર. જૈન ધર્મ અનુસાર માનવભવ સાર્થક કરવા માટે આચાર અત્યંત જરૂરી છે, માટે જ એ આચરપ્રધાન સૂત્ર છે.
દશવૈકાલિક સૂત્રમાં વિનયધર્મની વિવેચના -
આચાર્ય શ્રી વેદવેદાંગથી માંડીને જૈન દર્શનના ૧૪ પૂર્વ સુધીનાં સંપૂર્ણ જ્ઞાનના શાતા હોવાને કારણે ‘સવારો પરમો ધમ્મો'નું સ્વરૂપ બરાબર જાણતા હતા. જૈન દર્શનમાં ચારિત્ર્ય (આચાર)ને જ મોક્ષનું સાક્ષાત્ કારણ માનવામાં આવ્યું છે જેના કારણે આખાય સૂત્રમાં આચારનો દરિયો ઊભરાય છે અને આચારની શરૂઆત વિનયથી જ થાય છે. માટે જ વિનયને ધર્મનું મૂળ કહેવામાં આવ્યું છે.
એના પ્રથમ અધ્યયનમાં જ ધર્મનું સ્વરૂપ બતાવીને નમનની વાત આવે છે જે વિનયને ઉજાગર કરે છે. અહિંસા, સંયમ, તપરૂપ શ્રેષ્ઠ ધર્મ છે તેને મનુષ્યો તો સ્વીકારે જ, પણ દેવો જેવા દેવો પણ નમે છે એમ કહીને વિનયના એક અંગની પ્રરૂપણા કરી છે.
આગળ વધતા નવમા અધ્યયનમાં વિનયનું ઉત્કૃષ્ટ વર્ણન છે. આ અધ્યયનનું
નામ જ વિનય સમાધિ છે. આ અધ્યયનમાં દૃષ્ટાંત અને ઉપમાઓના માધ્યમથી
૨૫
(વિનયધર્મ હ વિનય-અવિનયના ગુણદોષોનું દિગ્દર્શન થયું છે. આ અધ્યયનના ચાર ઉદ્દેશા છે. પ્રથમ ઉદ્દેશાની પ્રથમ ગાથામાં જ દૃષ્ટાંતસહ સમજાવ્યું છે કે વાંસનું ફળ જેમ સ્વયં વાંસનો નાશ કરે છે એમ આત્મામાં અવિનય ઉત્પન્ન કરનારા અહંકાર આદિ દુર્ગુણ ઉત્પન્ન થતા ચારિત્રનો નાશ થાય છે. કોઈનું અપમાન વગેરે કરવું અવિનય ગણાય છે, જેમકે કોઈ ગુરુજન મંદબુદ્ધિ કે વૃદ્ધ હોય એમનો નાનીવયના બુદ્ધિશાળી શાસ્ત્રજ્ઞ શિષ્યોએ તિરસ્કાર ન કરવો જોઈએ. જેમ અગ્નિથી લાકડાં બળીને ભસ્મ થઈ જાય છે એમ હિલના નિંદા અગ્નિનું કામ કરે છે અને જ્ઞાનાદિ ગુણોને બાળી નાખે છે. નાગ નાનો હોય તોપણ એનો ડંખ જીવલેણ નીવડે છે. એ ડંખથી તો એક વાર મૃત્યુ થાય છે, પરંતુ આચાર્ય ભગવંતની આશાતના કરનારને તો વારંવાર જન્મ-મરણ કરવાં પડે છે, કારણકે ગુરુની આશાતના આશીવિષ સર્પને ક્રોધિત કરવા સમાન છે. આશીવિષનું ઝેર કદાચ વિદ્યાબળથી કે મંત્રબળથી બિનઅસરકારક બની શકે, પણ અવિનય કરનારનો ક્યારેય મોક્ષ થતો નથી.
-
જેમ પર્વત પર માથું પછાડનાર, સૂતેલા સિંહને લાત મારનાર, તલવારની ધાર પર મુક્કો મારનાર પોતાનું જ અહિત કરે છે. કદાચ પુણ્યયોગે અહિત ન થાય તોપણ ગુરુની આશાતના કરનાર તો બચી જ શકતો નથી. એનું તો અહિત થઈને જ રહે છે. આ રીતે ગુરુને અપ્રસન્ન કરનારને મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે, જેને કારણે તે મોક્ષસુખનો અધિકારી બનતો નથી.
આ રીતે અવિનયથી થતા નુકસાન બતાવીને પછી એનાથી બચવા શું કરવું એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અહીં પણ દષ્ટાંત અને ઉપમા દ્વારા સમજાવ્યું છે કે જેમ અગ્નિહોત્રી બ્રાહ્મણ પ્રજ્વલિત યજ્ઞની અગ્નિને નમસ્કાર કરે છે એમ જ્ઞાનસંપન્ન શિષ્યોએ આચાર્ય મહારાજની સેવા કરવી જોઈએ. કદાચ ગુરુ પહેલા શિષ્યને કેવળજ્ઞાન થઈ જાય તોપણ છદ્મસ્થ ગુરુ પ્રત્યે પૂર્વવત્ જ વિનયભાવ રાખવો જોઈએ, જેમકે મૃગાવતી સાધ્વીએ ગુરુ ચંદનબાળા પ્રત્યે રાખ્યો હતો તેમ.
વિનયનું મહત્ત્વ એટલું બધું છે કે છદ્મસ્થ શિષ્યોએ તો ગુરુનો વિનય સંપૂર્ણ સમર્પણ ભાવે જ કરવો જોઈએ. પોતાનું સંપૂર્ણ શરીર ગુરુસેવામાં સમર્પિત કરવું જોઈએ, જેમ મેઘકુમારમુનિએ પોતાનું સમગ્ર શરીર મુનિઓની સેવામાં સમર્પિત કરી દીધું હતું એમ.
આગળ વધીને વિનય કેવી રીતે કરવો એનું પ્રરૂપણ કર્યું છે, જેમકે શિષ્યએ
૨૬.
Page #18
--------------------------------------------------------------------------
________________
>Á વિનયધર્મ
SunEn ગુરુ પાસેથી સૂત્ર-સિદ્ધાંતનું જ્ઞાન વિનયપૂર્વક પ્રાપ્ત કરવા માટે પંચાંગ નમાવીને મન-વચન-કાયાથી સત્કાર કરવો, ગુરુ આવે ત્યારે ઊભા થવું, તેમની આજ્ઞાનો સહર્ષ સ્વીકાર કરવો. ગુરુ દ્વારા અપાતી હિતશિક્ષાઓનો આદર કરી તેમના પ્રત્યે પૂર્ણ ભક્તિ રાખવી. એમના તાત્ત્વિક ઉપદેશથી શિષ્યનું જીવન સૂર્યની જેમ પ્રકાશિત થઈ ઊઠે છે. એ આચાર્ય ભગવંત સૂર્ય સમાન તેજસ્વી, ઈંદ્ર સમાન શ્રેષ્ઠ, શરદપૂનમના ચંદ્રની જેમ શિષ્ય સમૂહથી સુશોભિત, જ્ઞાનાદિ રત્નોના ભંડાર, શ્રુતચારિત્ર, બુદ્ધિશાળી આદિ ગુણોથી સંપન્ન હોવાને કારણે વિનીત શિષ્યો પર કૃપા ઊતરતા વિનીત શિષ્ય પણ અનેક સદ્ગુણોને પ્રાપ્ત કરીને સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે.
ઉદ્દેશો બીજો
આ ઉદ્દેશામાં પણ આગળનું અનુસંધાન છે. અહીં પણ દૃષ્ટાંત અને ઉપમાઓ દ્વારા વિનય-અવિનયના લાભાલાભ બતાવ્યા છે.
શરૂઆતની ગાથામાં જ વૃક્ષનું દૃષ્ટાંત આપીને સમજાવ્યું છે કે જેમ વૃક્ષ ૧૦ બોલથી શોભે છે એમ ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય છે અને તેનું સર્વોત્તમ ફળ મોક્ષ છે. તે વિનયરૂપી મૂળ દ્વારા વિનયવંત શિષ્યને આ લોકમાં કીર્તિ અને શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે તેમ જ મહાપુરુષો દ્વારા પ્રશંસનીય બને છે. પછી ક્રમશઃ વિનય દ્વારા બીજા ગુણો પણ વિકસિત થાય છે. અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે. આગળની ગાથાઓમાં પણ વિવિધ દૃષ્ટાંતો દ્વારા વિનયની મહત્તા બતાવી છે, જેમ કે...
(૧) લાકડું પાણીમાં આમતેમ ગોથાં ખાય છે એમ ક્રોધી, અભિમાની, કપટી, ધૂર્ત અવિનીત ચાર ગતિરૂપ સંસારમાં ગોથાં ખાય છે.
(૨) જેમ રાજા-મહારાજાઓની સવારીને યોગ્ય હાથી-ઘોડા વગેરે માલિકની આજ્ઞાનું પાલન ન કરે તો ચાબુક વગેરેના પ્રકાર જેવાં અનેક દુઃખોને પ્રાપ્ત કરે છે, એમ આચાર્ય દ્વારા વિનયધર્મની શિક્ષા માટે પ્રેરિત કરાયા પછી પણ અવિનીત શિષ્ય ક્રોધ કરે તો દુ:ખી થાય છે, પરંતુ જો હાથી વગેરે વિનીત હોય, રાજાજ્ઞા પાળતા હોય, શિક્ષિત હોય તો રાજસવારીમાં કામ આવે છે. અનેક પ્રકારનાં આભૂષણોથી સજ્જ થઈ પ્રશંસા પ્રાપ્ત કરે છે, એમ વિનીત શિષ્ય પણ અનેક ગુણોને પ્રાપ્ત કરે છે.
(૩) જેમ તિર્યંચોના વિષયમાં બતાવ્યું છે એમ મનુષ્યોના વિષયમાં પણ બતાવ્યું છે કે અવિનીત મનુષ્ય નાક, કાન વગેરેના છેદનથી અવિકૃત, કુરૂપ થઈને વિવિધ પ્રકરના રોગો ભોગવતા દેખાય છે, પણ જે વિનીત હોય છે તે બધા ઋદ્ધિને
२७
rero
વિનયધર્મ
S
પ્રાપ્ત કરી મહાયશસ્વી બની અનેક પ્રકારનાં સુખ ભોગવે છે. એજ રીતે અવિનીત શિષ્ય દુઃખી થાય છે, સુવિનીત સુખી થાય છે
(૪) એવું જ દેવની બાબતમાં પણ બતાવ્યું છે કે જે અવિનીત હોય છે તે આયુષ્ય પૂરું થતાં વૈમાનિક અથવા જ્યોતિષ દેવ યક્ષાદિ વ્યંતર દેવ, ભવનપતિ વગેરે દેવ થવા છતાં મોટી પદવી મેળવતા નથી અને મોટા દેવોના સેવક બનીને તેમની સેવા કરતા તેમ જ અનેક દુઃખો ભોગવતાં દેખાય છે. જ્યારે સુવિનત સમૃદ્ધિવાન તેમ જ મહાયશસ્વી દેવ બને છે.
(૫) જે શિષ્ય આચાર્ય અને ઉપાધ્યાયની સેવા -શુશ્રુષા કરે છે. તેમની આજ્ઞાઓનું પાલન કરે છે. તેમનું શિક્ષણ પાણીથી સિંચેલા વૃક્ષની જેમ પ્રતિદિન વધે છે.
(૬) જેમ ગૃહસ્થો કષ્ટ સહન કરીને પણ શિલ્પકળા વ્યવહારકુશળતા શીખે છે. રાજકુમારો પણ કષ્ટ સહીને વિવિધ કળાઓ શીખે છે. એ માટે દુસહ્ય, વધ, બંધન આદિ પણ સહન કરે છે. કલાગુરુની આજ્ઞાનું પાલન કરે છે. વિનય-ભક્તિ કરે છે, તો પછી જે મોક્ષના ઈચ્છુક છે એણે તો ધર્માચાર્યનો વિનય વિશેષરૂપે જ કરવો જોઈએ.
વિનયના ભાગરૂપે એમની આજ્ઞાનું પાલન કરવું, બેસવાનું સ્થાન, આસન વગેરે ગુરુથી નીચા રાખવાં, ગુરુની આગળ કે બરાબર ન ચાલતા પાછળ ચાલવું. ગુરુચરણોમાં નીચા વળીને વંદના-નમસ્કાર કરે. ગુરુ પાસે આવીને એમની આજ્ઞા સાંભળે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ગુરુ-મહારાજના અભિપ્રાયને પોતાની તર્કશક્તિથી જાણીને તેતે ઉપાયોથી જેજે કાર્યો કરવાનાં હોય તે સમ્યક્ રીતે કરે. રીતે વિનયનું પાલન કરવામાં પ્રવીણ હોય તે સંસારસમુદ્રને તરીને સર્વોત્તમ સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે.
ઉદ્દેશા ત્રીજો - આ ઉદ્દેશામાં કેવા પ્રકારનો વિનય કરવાથી વિનીત પૂજ્ય બને છે એ વિવિધ દૃષ્ટાંતોથી સમજાવ્યું છે, જેમ કે અગ્નિહોત્રી બ્રાહ્મણ સાવધાનીથી અગ્નિની સાધના કરે છે એમ આચાર્યભગવંતોની સેવા-શુશ્રૂષામાં સાવધાન રહેનાર પૂજ્ય બને છે. જે મુનિ રત્નાધિકોની વિનયભક્તિ, સેવા કરે, નમ્ર ભાવે રહે, હિતમિત સાચું બોલે, તેમની આજ્ઞાનું પાલન કરે, સામુદાયિક ગોચરી કરે, નિર્દોષ આહાર લે, અલ્પ ઈચ્છા રાખે, મૂર્છારહિત હોય તે પૂજ્ય બને છે. આમ વિવિધ પ્રકારે વિનયવંત પૂજ્ય બને છે તેનું અહીં નિરૂપણ કરવામાં આવ્યું છે.
૨૮
Page #19
--------------------------------------------------------------------------
________________
©©ન્ડ વિનયધર્મ ©©
ઉદ્દેશો ચોથો - આ ઉદ્દેશામાં વિનય સમાધિનાં ચાર સમાધિસ્થાન બતાવવામાં આવ્યાં છે. વિનય સમાધિ સ્થાનના ચાર ભેદ - (૧) વિનયસમાધિ (૨) શ્રુતસમાધિ (૩) તપસમાધિ અને (૪) આચારસમાધિ. તે દરેકના ચારચાર ભેદ છે.
(૧) વિનય સમાધિસ્થાનના ચાર ભેદ (૧) જે ગુરુ પાસેથી જ્ઞાન શીખ્યા હોય તેમને પરોપકારી જાણીને હિતશિક્ષા માટે અપાતી શિખામણ સાંભળી અનુશાસનમાં રહે (૨) ગુરૂઆશા સાંભળી તેમનો અભિપ્રાય બરાબર સમજે (૩) ગુરૂઆશાનું પૂર્ણપણે પાલન કરે (૪) અભિમાન ન કરે, આત્મપ્રશંસા ન કરે.
(૨) શ્રુતસમાધિસ્થાનના ચાર ભેદ - (૧) લાભનું કારણ જાણી અધ્યયન કરે (૨) અધ્યયન કરવાથી એકાગ્ર ચિત્તવાળા થવાય છે એવું સમજી અધ્યયન કરે (૩) પોતે ધર્મમાં આત્માને સ્થિર કરશે એમ સમજીને અધ્યયન કરે (૪) બીજાને પણ ધર્મમાં સ્થિર કરી શકીશ એ પ્રમાણે વિચારીને મુનિ અધ્યયન કરે.
(૩) તપ સમાધિસ્થાનના ચાર ભેદ (૧) આ લોકનાં સુખોની ઉપલબ્ધિ અભિનવ સુખ માટે ન કરે (૨) પરલોકનાં સુખની પ્રાપ્તિ મેળવવા માટે તપસ્યા ન કરે (૩) કીર્તિ, પ્રશંસા માટે ન કરે (૪) માત્ર ને માત્ર કર્મનિર્જરા અર્થે જ તપ કરે.
(૪) આચાર સમાધિના ચાર ભેદ (૧) આ લોકનાં સુખો માટે આચારપાલન ન કરે (૨) પરલોકના સુખ માટે આચાર પાલન ન કરે (૩) કીર્તિ, વર્ણ, શબ્દ, શ્લોક પ્રશંસા માટે આચારપાલન ન કરે (૪) જૈન સિદ્ધાંતોમાં કહેલાં કારણો સિવાય અન્ય માટે પણ આચારનું પાલન ન કરે.
આ રીતે ચારે પ્રકારની સમાધિના સ્વરૂપને જાણીને પોતાના આત્માને માટે પૂર્ણ હિતકારી અને સુખકારી, કલ્યાણકારી, નિર્વાણપદને પામે, જન્મ-મરણનાં ચક્રમાંથી છૂટી જાય છે, પણ જો થોડાંઘણાં કર્મ બાકી રહી જાય તો અલ્પ કામવિકારવાળા ઉત્તમ કોટિના મહર્ધિક દેવ બને છે.
આ રીતે નવના અધ્યયનમાં ચાર ઉદ્દેશો દ્વારા વિનયધર્મની વિવેચના કરવામાં આવી છે, જેનું પાલન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે.
(ડૉ. પાર્વતીબહેને શ્રાવક કવિ ઋષભદાસના રાસ પર સંશોધન કયી Ph.D. કર્યું છે. મહાસંઘના ધાર્મિક શિક્ષણ બોર્ડમાં ઉપપ્રમુખ છે. હસ્તલિખિત પ્રતોના સંશોધન કાર્યમાં રસ ધરાવે છે).
©©ન્ડવિનયધર્મ ©©n
ધર્મકથાનુયોગમાં વિનયધર્મનું નિરૂપણ
- ડૉ. રતનબહેન ખીમજી છાડવા જૈન આગમ સાહિત્ય ભારતીય સાહિત્યની અણમોલ સંપદા છે, જેના પર જિન શાસનનો ભવ્ય પ્રાસાદ અવલંબિત છે. ‘મા જમનાન્ થતે જ્ઞાથને વસ્તુ ન ૪: રિ ૩TH:' અર્થાત્ જેનાથી વસ્તુતત્વનું પૂરેપૂરું સત્યજ્ઞાન પ્રાપ્ત થાય છે, તે ‘આગમ’. આ ગ્રંથો કે સાહિત્ય આત્મશુદ્ધિનો માર્ગ પ્રકાશિત કરે છે જેના માધ્યમથી જ જીવ પોતાના આત્મસ્વરૂપને પ્રગટ કરી શકે છે અને તેથી જ તેને ‘આગમ' અવી સંજ્ઞા આપી છે.
જૈનાચાર્યોએ સમગ્ર જૈન સાહિત્યને ચાર વિભાગમાં વિભક્ત કરી તેને ચાર અનુયોગ (૧) દ્રવ્યાનુયોગ (૨) ગણિતાનુયોગ (૩) ચરણાનુયોગ અને (૪) ધર્મકથાનુયોગ એવાં ગુણાનુસારી નામ આપ્યાં છે. ધર્મકથાનુયોગ પણ આ ચાર અનુયોગમાંથી એક મુખ્ય અનુયોગરૂપે છે. કારણકે ધર્માનુયોગ જનસાધારણને વિશેષ રસપ્રદ હોય છે. તત્ત્વજ્ઞાન કથામાં પીરસાય છે ત્યારે તે જ્ઞાન વધુ રસપ્રદ-રુચિકર બની જાય છે. આ કથાઓ દ્વારા તત્ત્વજ્ઞાનની સાથેસાથે કેટલાંક નૈતિક, સામાજિક, વ્યાવહારિક ભાવો પણ પીરસાય છે. ધર્મકથાનુયોગમાં કથા એ પ્રથમ ભૂમિકારૂપે છે, અર્થાત્ શીતળ છાયા આપનારું વૃક્ષ છે, જ્યારે અનુયોગ એ વૃક્ષનું અમૃતફળ છે. સામાન્યજન શીતળ છાયાનો ઉપયોગ કરે છે, જ્યારે વિદ્વજન અમૃતફળનો સ્વાદ માણે છે.
ધર્મકથાનુયોગમાં વિનયમૂલક ધર્મનું પણ સુંદર રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જૈન ધર્મનો મૂળભૂત સિદ્ધાંત વિનય છે, આત્યંતર તપ છે. વિનય શબ્દ ‘વિ’ અને ‘ના’ આ બે શબ્દ મળીને બન્યો છે. તેનો વ્યતિપત્તિ અર્થ છે કે જે દોષોને દૂર કરે તે વિનય. ‘વિનતિ અપનાવ નાણાતિ મજ વરાર-મgવર્ષ : વિના:' અર્થાત્ કલેશકારી આઠ પ્રકારનાં કર્મોને જે વિનષ્ટ કરે, ક્ષય કરે તે વિનય.’ બૃહદવૃત્તિ અનુસાર વિનયનાં મુખ્ય બે રૂપ છે. (૧) લૌકિક વિનય અને (૨) લોકોત્તર વિનય. જોકે, જ્ઞાન વિનય, દર્શન નિયમ, ચારિત્ર વિનય, લોકોપચાર વિનય આદિ અનેક પ્રકારે વિનય જોવા મળે છે. સામાજિક, વ્યાવહારિક કે અધ્યાત્મ ક્ષેત્રે વિનય અત્યંત મહત્ત્વનો ગુણ
ન ૩૦ ૨
૨૯ -
Page #20
--------------------------------------------------------------------------
________________
6
4 વિનયધર્મ
Peon છે, કારણકે વિનય અન્ય ગુણોને ખેંચી લાવે છે. વિનય દ્વારા જ મનનું માધુર્ય એટલે વિનમ્રતા પ્રગટ થાય છે.
જ્ઞાતાધર્મકથા સૂત્ર, ઉપાશક દશાંગ સૂત્ર, અંતગડદશાંગ સૂત્ર, ઔપપાતિક સૂત્ર, વિપાક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર આદિ સૂત્રો મુખ્યરૂપે ધર્મકથાનુયોગરૂપે છે. આચારાંગ સૂત્ર, દશવૈકાલિક સૂત્ર આદિ સૂત્રોમાં વિનયધર્મનું સ્વરૂપ વિસ્તૃતપણે જોવા મળે છે. જ્યારે ધર્મકથાનુયોગમાં લૌકિક વિનયધર્મ તેમ જ લોકોત્તર વિનયકથાના માધ્યમ દ્વારા આલેખાયું છે. જેમકે :
૧, જ્ઞાતાધર્મકથા સૂત્ર : વર્તમાનમાં આ સૂત્રમાં ૨૨૫ કથાઓ જોવા મળે છે. તેમાંથી પાંચમી રસકુપ્પિકાનું નામ “શૈલક' છે. આ રસકુપ્પિકામાં ગુરુની વિનમ્રભાવે સેવા, વૈયાવચ્ચ આદિ કરવા તેમ જ ગુરુ પાસે પોતાની ભૂલની વિનયપૂર્વક ક્ષમા માગવી વગેરે શિષ્યના વિનયધર્મનું સુંદર ચિત્રણ અંકિત થયું છે.
બાવીસમા તીર્થંકર શ્રી નેમનાથ પ્રભુના સમયની વાત છે. એકવાર શુક અણગાર ગામેગામ વિહાર કરતાં કરતાં શૈલપુર પધાર્યા. ત્યારે શ્રમણોપાસક શૈલક રાજર્ષિ તેમના દર્શનાર્થે આવ્યા. શુક અણગારનો ધર્મોપદેશ સાંભળી શૈલક રાજર્ષિ પ્રતિબોધ પામતાં પોતાના પુત્ર મંડુકને રાજગાદી સોંપી મુખ્ય મંત્રી પંથક સહિત પાંચસો મંત્રીઓ સાથે દીક્ષિત થયા.
ત્યાર બાદ શૈલકમુનિ સાધુર્યા અનુસાર પોતાના આત્માને ભાવિત કરતાં કરતાં પોતાના ગુરુ સાથે વિચરવા લાગ્યા. કાળક્રમે તેમના ગુરુ શુક અણગાર નિર્વાણ પામ્યા. સમય જતાં શૈલકમુનિનું સુખોમાં ઊછરેલું સુકોમળ શરીર સાધુજીવનની કઠોર ચર્યા સહન કરી શક્યું નહીં. લુખ્ખા-સૂકા આહારાદિથી તેમની કાયા રુણ બની ગઈ. ખાજ, પિત્તજ્વરાદિ રોગોના કારણે તેઓ તીવ્ર વેદનાથી પીડિત રહેવા લાગ્યા. વિહાર કરતાં કરતાં તેઓ શૈલકપુરમાં પધાર્યા. ખબર મળતાં તેમના પુત્ર મંડુકરાજા વંદનાર્થે આવ્યા. શૈલકમુનિના રોગગ્રસ્ત શરીરને જોઈને યથોચિત્ત ચિકિત્સા કરાવવા પ્રાર્થના કરી ત્યારે શૈલકમુનિ વિનંતીનો સ્વીકાર કરી રાજાની યાનશાળામાં પાંચસો શિષ્યો સાથે રહ્યા. થોડા દિવસોમાં જ સાધુને યોગ્ય ઔષધ-ભેષજ -ખાન-પાનથી શૈલકમુનિની બીમારી દૂર થઈ ગઈ, કાયા કંચન જેવી બની ગઈ. શૈલકમુનિનો રોગ ઉપશાંત તો થઈ ગયો, પણ સંયમમાં શિથિલતા આવવા લાગી. મનગમતાં ભોજનમાં તેઓ આસક્ત બન્યા. ત્યાંથી વિહાર કરીને અન્યત્ર જવાનો વિચાર પણ માંડી વાળ્યો. ત્યારે અન્ય મુનિઓએ
૦ ૩૧ ૦
છCCT4 વિનયધર્મ
P
ress એકત્ર થઈને વિચારણા કરી એક પંથકમુનિને તેમની સેવામાં રાખી શેષ સર્વ મુનિઓએ શૈલક અણગારની આજ્ઞા લઈ ત્યાંથી વિહાર કર્યો અને પંથકમુનિ શૈલક અણગારની સેવા-પરિચર્યા કરતા ત્યાં જ ચાતુર્માસ અર્થે રહ્યા.
પંથકમુનિ પોતાના ગુરુ શૈલક અણગારની શય્યા, સંહારક, ઉચ્ચાર, પ્રસવણ, કફ માત્રક-અશુચિ પરઠવાની ક્રિયા તેમ જ ઔષધ, ભેષજ, આહારપાણી આદિ અલાનભાવે, વિનયપૂર્વક વૈયાવચ્ચ કરવા લાગ્યા. આમ કરતાંફરતાં કાર્તિકી ચૌમાસીનો દિવસ પણ આવી ગયો. શૈલક અણગાર તો પ્રમાદવશ સંયમજીવનની આવશ્યક ક્રિયાઓ પણ ભૂલી ગયા, જ્યારે પંથકમુનિએ ગુરુનાં ચરણોને પોતાના મસ્તકનો સ્પર્શ કરી વંદન કર્યા ત્યારે મસ્તકનો સ્પર્શ થતાં તેમની નિંદ્રામાં ભંગ પડ્યો અને ક્રોધથી લાલચોળ થઈ પંથકમુનિને કઠોર શબ્દો કહેવા લાગ્યા. ત્યારે પંથકમુનિએ વિનયપૂર્વક વારંવાર ક્ષમા માગી અને કાર્તિકી ચૌમાસી પાણીના પ્રતિક્રમણની આજ્ઞા લેવા ચરણે મસ્તકે મૂકવાની વાત કરી. વાત સાંભળતાં જ શૈલક અણગારની ધર્મચેતના જાગી ઊઠી અને પોતાની ભૂલ સમજાતાં બીજે જ દિવસે પંથકમુનિ સાથે ત્યાંથી વિહાર કરી ગયા.
આમ વિનીત શિષ્યને કારણે ગુરુ પાછા સંયમધર્મમાં સ્થિર થયા અને પોતાના જીવનને સાર્થક કર્યું.
૨. ઉપાસક દશાંગ સૂત્ર : આ સૂત્રમાં વિનયમૂલક આગારધર્મનું નિરૂપણ થયું છે. પ્રભુ મહાવીરના સમકાલીન દસ મુખ્ય શ્રાવકોનાં જીવનનું તાદૃશ્ય આલેખન થયું છે. આ સૂત્રના પ્રથમ અધ્યયનનું નામ છે “આનંદ શ્રાવક', જેમાં ગૌતમસ્વામીના વિનયભાવોનું ઉત્કૃષ્ટ સ્વરૂપ જોવા મળે છે. તો આનંદ શ્રાવકની વિનમ્રતાનાં પણ દર્શન થયા વગર રહેતાં નથી.
પ્રભુ મહાવીરના સમયની આ ઘટના છે. વાણિજ્ય ગામમાં આનંદ નામે એક ગાથાપતિ રહેતા હતા. તેઓ સુખી, સમૃદ્ધ, સંપન્ન અને પ્રતિષ્ઠિત જીવન વિતાવી રહ્યા હતા. એક વાર પ્રભુ મહાવીર વાણિજ્ય ગામના ડોકલાક સન્નિવેશમાં પધાર્યા. આ વાતની જાણ આનંદ ગાથાપતિને મળતાં તેમને પણ પ્રભુ મહાવીરનાં દર્શનની ઉત્સુક્તા જાગી જેથી તેઓ પણ પ્રભુના વંદનાર્થે ગયા. પ્રભુની દેશનાથી પ્રભાવિત થઈ તેમણે શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. ઘરે આવી તેમણે પોતાની પત્ની શિવાનંદાને પણ શ્રાવક ધર્મ સ્વીકારવાની વિનંતી કરી. તેમનાં પત્ની પણ પતિવ્રતા, વિનયી અને સુશીલ હતાં. આથી તેમણે પણ પ્રભુ
૧ ૩૨ -
Page #21
--------------------------------------------------------------------------
________________
©©ન્ડ વિનયધર્મ ©© પાસે જઈ સહર્ષપણે ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કરી જીવનને મર્યાદિત અને સીમિત બનાવ્યું.
- ધર્મમય જીવન પસાર કરતાંફરતાં આનંદ શ્રાવકનાં ચૌદ વર્ષ વીતી ગયાં. એક સમયે ધર્મચિંતન કરતાં તેમણે વિચાર્યું કે, લૌકિક જવાબદારીમાંથી મુક્ત બની વધુ ધર્મઆરાધના કરું. આથી સામાજિક જીવનથી પૃથક બની તેમણે સાધુ જેવું જીવન જીવવાનું નક્કી કરી શ્રાવકની અગિયાર પડિમાઓની ભાવપૂર્વક આરાધના કરી. શારીરિક દૃષ્ટિએ તેઓ કૃશ અને નિર્બળ થયા તેમ છતાં તેમની શ્રદ્ધા અને સંવેગભાવમાં વધારો થતાં તેમણે માવજજીવન અનશન સ્વીકાર્યું અને જીવન તેમ જ મરણ બંનેની આકાંક્ષાથી રહિત બની તેઓ આત્મચિંતનમાં લીન બની ગયાં.
આનંદ શ્રાવક ને શુભ અને ઉજજવળ પરિણામોના કારણે અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે સમયે પ્રભુ મહાવીર પણ વાણિજય ગામ પધાર્યા. ત્યારે ગૌતમસ્વામીએ આનંદ શ્રાવકના આજીવન અનશન વિષયક વાત સાંભળી. આનંદ શ્રાવકના ઘરે પધાર્યા. શરીરથી ક્ષીણ થયેલ આનંદ શ્રાવકે વિધિવત્ વંદન કરી શકે તે માટે ગૌતમસ્વામીને પોતાની નજીક પધારવા વિનંતી કરી. નજીક આવેલા ગૌતમસ્વામીને ભક્તિપૂર્વક વંદન કરી વિનમ્રભાવે પ્રશ્ન પૂછ્યો, ‘ભંતે ! શું ગૃહસ્થને અવધિજ્ઞાન થાય ?' ગૌતમસ્વામીએ કહ્યું, ‘હા, આનંદ ! થઈ શકે છે.' તેના જવાબમાં આનંદ શ્રાવકે પોતાના વિશાળ અવધિજ્ઞાનની વાત કરી. ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું, ‘આનંદ ! ગૃહસ્થને આટલું વિશાળ અવધિજ્ઞાન થાય નહિ. તમે અસત્ય બોલ્યા છો, માટે તેની આલોચના કરો.'' આનંદ શ્રાવકે ખૂબ જ વિનયપૂર્વક કહ્યું, ‘ભંતે ! જિન વચનમાં સત્યવચનની આલોચના ન હોય માટે તમે આ સંબંધમાં આલોચના કરો. આ સાંભળી ગૌતમસ્વામી વિચારમાં પડી ગયા અને પ્રભુ પાસે આવી સર્વ હકીકત જણાવીને પૂછ્યું કે, ‘આલોચના અને પ્રાયશ્ચિત્તના ભાગી કોણ ?''
ત્યારે પ્રભુ મહાવીરે કહ્યું, “હે ગૌતમ ! તમે જ આલોચના કરો અને આનંદ પાસે જઈને ક્ષમાયાચના માગો.’’ ગૌતમસ્વામી સરળ અને વિનીત હતા. તેમણે પ્રભુ મહાવીરનું કથન વિનયપૂર્વક સ્વીકાર્યું અને સરળભાવથી પોતાના દોષની આલોચના કરી તેમ જ આનંદ શ્રાવક પાસે જઈને વિનયપૂર્વક ક્ષમાયાચના
6
વિનયધર્મ પણ કરી. ચાર જ્ઞાન અને ચૌદપૂર્વી હોવા છતાં ગૌતમસ્વામીનો કેવો ઉત્કૃષ્ટ વિનયભાવ... જોકે, આનંદ શ્રાવકનો પણ ગૌતમસ્વામી પ્રત્યેનો વિનયધર્મ એટલો જ મહાન હતો.
૩. અંતગડદશા સૂત્ર : આ સૂત્રમાં સિદ્ધ, બુદ્ધ થાય એવા ચમશરીરી નેવું આત્માઓનાં જીવનચરિત્ર મુખ્ય રૂપે વર્ણિત છે. આ સૂત્રના ૩/૮માં અધ્યયનનું નામ ‘ગજસુકુમાલ' છે, જેમાં શ્રીકૃષ્ણ વાસુદેવનું મેઘધનુષરૂપી વ્યક્તિત્વમાંથી શ્રેષ્ઠ એવા વિનયધર્મનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે.
અરિષ્ટનેમિ પ્રભુના સમયની આ ઘટના છે. શ્રીકૃષ્ણ વાસુદેવના લઘુભ્રાતા ગજસુકમાલ અરિષ્ટનેમિ પ્રભુની ધર્મદેશના સાંભળી પ્રતિબોધિત થઈ દીક્ષિત થયા. દીક્ષાના બીજા દિવસે શ્રીકૃષ્ણ વાસુદેવ અનેક સુભટો સાથે અરિષ્ટનેમિ પ્રભુનાં વંદન-નમસ્કાર કરવા નીકળ્યા.
તે સમયે દ્વારકા નગરીની મધ્યમાં થઈને જતાં કૃષ્ણ વાસુદેવે એક શ્રમિક પુરુષને જોયો. તે પુરુષ અતિવૃદ્ધ હતો, કમરમાંથી વાંકો વળી ગયેલો, દુર્બળ તેમ જ ઘણો થાકેલો હતો. તે વૃદ્ધ પુરુષ રાજમાર્ગ પર પડેલા ઇંટના મોટા ઢગલામાંથી એકએક ઇંટ ઉપાડીને પોતાના ઘરની દીવાલ મહામહેનતે ચણતો હતો. આ બધું શ્રીકૃષ્ણ વાસુદેવે જોયું. તેઓ ત્રિખંડાધિપતિ હોવા છતાં કરુણાદ્ર હતા. એક વૃદ્ધ પુરુષને શ્રમ કરતો જોઈ તેમના હૃદયમાં વિનયધર્મ જાગી ઊઠ્યો. તેમણે સુભટોને હુકમ આપવાને બદલે હાથી પર બેઠાબેઠા જ જાતે પોતાના હાથે એક ઈંટ ઉપાડીને તેના ઘરની દીવાલ પર ગોઠવી. આ દશ્ય પાછળ આવતા સુભટોએ જોયું. રાજા પ્રત્યેનો વિનયધર્મ તેઓ પણ કઈ રીતે ચૂકે ? આથી બધા સુભટો પણ એકએક ઈંટ ઉપાડી દીવાલ પર ગોઠવતા ગયા. જોતજોતામાં ઈંટનો ઢગલો ઘરની દીવાલરૂપે ચણાઈ ગયો. આમ વિનમ્ર શ્રીકૃષ્ણ વાસુદેવના એક ઈંટ ઉપાડવાથી તે વૃદ્ધ પુરુષનું કષ્ટ દૂર થઈ ગયું.
ત્યાર બાદ એકવાર અરિષ્ટનેમિ પ્રભુ પાસેથી દ્વારકા નગરીના વિનાશનું કારણ તેમ જ પોતાના આગામી ત્રીજી નારકીના ભવની વાત સાંભળી શ્રીકૃષ્ણ વાસુદેવનું મન ખિન્ન થઈ ગયું. તેઓ આર્તધ્યાન કરવા લાગ્યા ત્યારે પ્રભુએ તેમને આશ્વાસન આપતાં કાલાંતરે ત્રીજી નરકમાંથી નીકળીને આગામી ઉત્સર્પિણી કાળમાં ‘અમ' નામના બારમા તીર્થંકર થવાની વાત કરી. આ સાંભળી તેઓ અતિર્ષમાં આવી ગયા. તેમણે દ્વારકા નગરીમાં ઉદ્દઘોષણા કરાવી કે, “જેને પણ
• ૩૪ -
Page #22
--------------------------------------------------------------------------
________________
©©ન્ડ વિનયધર્મ ©© પ્રભુ પાસે દીક્ષા લેવી હોય, તેમના બધા જ કુટુંબીજનોની વ્યવસ્થા, જવાબદારી શ્રીકૃષ્ણ વાસુદેવ કરશે તેમ જ તેમનો દીક્ષામહોત્સવ પણ ધામધૂમથી ઉજવવામાં આવશે. ત્યાર બાદ તેમણે સંયમી જીવનની અનુમોદના, સંયમમહોત્સવની પ્રભાવના અને તેઓના કુટુંબીજનોનો પ્રેમપૂર્વક સેવાધર્મ ખૂબ સારી રીતે બજાવ્યા. મન, વચન અને કાયાથી ધર્મદલાલી કરી વિનયધર્મની ફળશ્રુતિ તરીકે તીર્થંકર નામગોત્ર કર્મ ઉપાર્જન કર્યું. શ્રીકૃષ્ણ વાસુદેવના વ્યક્તિત્વના વિનયધર્મનાં આવાં અનેક દૃષ્ટાંતો જોવા મળે છે.
આમ ધર્મકથાનુયોગમાં અનેક પ્રકારે વિનયધર્મનું નિરૂપણ જોવા મળે છે.
સંદર્ભ ગ્રંથો : જ્ઞાતાધર્મકથા સૂત્ર, ઉપાસક દશાંગ સૂત્ર, અંતગડદશા સૂત્ર ઔપપાતિક સૂત્ર, વિપાક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર આદિ આગમ ગ્રંથો.
(‘જૈન પ્રકાશ'ના તંત્રી રતનબહેને શ્રાવકકવિ ઋષભદાસ કૃત ‘વ્રત વિચાર રાસ’’ પર શોધપ્રબંધ લખી Ph.D.કર્યું છે. હસ્તપ્રતોના સંશોધનમાં તથા જૈન સાહિત્ય સત્રોના આયોજનમાં ખૂબ રસ ધરાવે છે).
4 વિનયધર્મ
| આત્મવિકાસમાં વિનયધર્મનું મહત્ત્વ
- ડૉ. કેતકી યોગેશ શાહ પરમપિતા પરમાત્મા શ્રી મહાવીરસ્વામીની અંતિમ દેશના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર એટલે પાંચમા આરાના જીવો માટે વસિયતનામું, જેનું પહેલું જ અધ્યયન વિનયનું છે. ભગવાને છેલ્લે છેલ્લે જતી વખતે પણ પહેલીપહેલી વાત વિનયની કરી, એ જ વિનયની મહત્તા દર્શાવે છે. જૈન ધર્મની શરૂઆત પણ ‘નમો’થી થાય. એવા વિનયનું આત્મવિકાસમાં સ્થાન શરૂઆતથી અંત સુધી રહેલું છે.
આત્મવિકાસ એટલે ગુણસ્થાનકમાં સોપાન. આત્માના બંધનથી વિમુક્તિ તરફની યાત્રા એટલે ગુણસ્થાનક, જે મુખ્યત્વે મોહનીય કર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમના આધારે અવલંબિત છે. મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિમાં દર્શન મોહનીયની ત્રણ અને ચારિત્ર મોહનીયની ૨૫ પ્રકૃતિ છે. ચારિત્ર મોહનીયની ૨૫ પ્રકૃતિમાં ૧૬ પ્રકૃતિ કષાય ચારિત્ર મોહનીયની અને નવ નોકષાય ચારિત્ર મોહનીય છે. ૧૬ પ્રકૃતિ કષાય ચારિત્ર મોહનીયમાં ક્રોધ; માન, માયા અને લોભ એ ચાર મૂળ કષાયના ૪-૪ ભેદ છે. તે અનંતાનુ બં ધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણીય અને સંજ્વલન. અનંતાનુબંધી કષાય જીવને અનંતકાળ સુધી સંસારમાં ભ્રમણ કરાવે છે, તે સમ્યક ગુણની વાત કરે છે. પ્રત્યાખ્યાન કષાય જીવને કોઈ પણ પ્રત્યાખ્યાનની પ્રાપ્તિ કરાવવામાં બાધક બને છે, તે શ્રાવકપણાની ઘાત કરે છે. અપ્રત્યાખ્યાનાવરણીય કષાય સર્વવિરતિરૂપની પ્રાપ્તિ કરાવવામાં બાધક બને છે, તે સાધુપણાની ઘાત કરે છે, સંજવલનનો કષાય યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ કરાવવામાં બાધક બને છે, તે વીતરાગની વાત કરે છે. આમ આત્મવિકાસના પાયામાં માનાદિ ચાર કષાયનો વિજય કરવાનો છે.
માન મોહનીયના વિજયથી વિનય આવે. વિનયથી જ્ઞાન આવે. વિનયના આસન વગર જ્ઞાનનાં બેસણાં થાય જ નહીં. જ્ઞાનથી સારા-નરસાનો વિવેક આવે. આત્માને માટે શું શ્રેય છે અને શું હેય છે તે વિવેક શીખવે છે. જ્ઞાનનો પર્યાય એટલે વિનય અને જ્ઞાનનો વિરોધી અથવા અજીર્ણ તે અહંકાર છે. અહંકાર વિનયનો શત્રુ છે. અહંકારનું મૃત્યુ થાય તો જ વિનયનો જન્મ થાય. માન કષાયના કારણે આત્મસ્વભાવમાં વિદ્યમાન કોમળતાનો અભાવ થઈ જાય છે. ઘમંડની ઉત્પત્તિ થતાં પોતાને શ્રેષ્ઠ માનવા લાગે છે અને સમુચિત વિનયનો લોપ થઈ જાય
હે કરુણાનિધાન ! આપના મુખકમલથી પ્રગટ થતું સનાતન સત્ય અમારા આત્માને પ્રજવલિત કરનારું છે. આપનો આ સબોધ અમારા હૃદયમાં સ્થિર થાઓ... સ્થિર થાઓ... સ્થિર થાઓ...
હે ભંતે ! આપનાં શાશ્વત વચનો સત્ય છે... તમે સર્ચ... તમેવ સર્ચ... તમેવ સર્ચ...
૩૫
-
Page #23
--------------------------------------------------------------------------
________________
6
4 વિનયધર્મ
Pe Cen છે. એક બોડમાં બે સિંહ, એક મુખમાં બે જીભ કે એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે તેમ વિનય અને અહંકાર જ્ઞાનપ્રાપ્તિમાં સાથે રહી જ ન શકે.
ચારેચાર કષાયને મહાત કરવા વિનય અનિવાર્ય છે. ક્રોધ હોય ત્યાં વિનયની અનુપસ્થિતિ જ હોય. માન વિનયનો વિરોધી શબ્દ જ કહેવાય. માયામાં વિનયની છાયા પણ દેખાતી નથી તો લોભ વિનય કરવા દેતો નથી. આમ વિનય આત્મવિકાસમાં બાધક એવા ચારે કષાયોને જીતવાની સંજીવની જડીબુટ્ટી છે.
દરેક સાધકનું એકમાત્ર લક્ષ્ય મોક્ષમાર્ગનું હોય છે. મોક્ષમાર્ગે જવા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આવશ્યકતા છે. વિનય કરે તો જ્ઞાન નીપજે અને આ જ્ઞાન જ કેવળજ્ઞાન અપાવે છે. દર્શન એટલે શ્રદ્ધા. શ્રદ્ધા હોય ત્યાં વિનય આવી જ જાય. માટે જ વ્યવહાર સમક્તિના ૬૭ બોલમાં વિનયના ૧૦ પ્રકારનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચારિત્ર એટલે પ્રભુ આજ્ઞાનું પાલન. પ્રભુની આજ્ઞાનું પાલન એ જ વિનય છે. જ્યારે તપમાં તો આત્યંતર તપનો એક ભેદ જ વિનય છે. આમ, આત્મવિકાસના કોઈ પણ દૃષ્ટિકોણમાં વિનયનું એક માહાભ્ય છે.
આત્મવિકાસ એટલે આઠ કર્મથી મુક્ત થવાની પ્રક્રિયા. સંસારઅવસ્થામાંથી ક્રમશઃ મોક્ષ તરફની પ્રગતિ. આચાર્ય અભયદેવશ્રી ઠાણાંગ સૂત્રની ટીકામાં કહે છે :
जम्हाविणयर कम्मं उट्ठविहं चाउरंतमोक्खाय ।
तम्हा उ वयंति विउ विणयं ति विलीण संसारा ॥ ' અર્થાત્ જેનાથી આઠ કર્મોનો વિનય (વિશેષ દૂર થવું) થાય છે તે વિનય છે, અર્થાત્ વિનય આઠ કર્મોને દૂર કરે છે અને તેનાથી ચાર ગતિના અંત કરવાવાળા મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો દશવૈકાલિક સૂત્ર પણ કહે છે - પર્વ धम्मस्स विणओ, भूलं परमो से मुक्खो ॥
જેમ સુગંધના કારણે ચંદનનો મહિમા છે, સૌમ્યતાના કારણે ચંદ્રમાનું ગૌરવ છે, મધુરતા માટે અમૃત જગતપ્રિય છે તેમ વિનયના કારણે જ ધર્મ શોભે છે. વિનયરૂપી ધર્મથી જ આત્મવિકાસ સંભવે છે. નમસ્કાર સૂત્રનાં પાંચ પદ - અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-સાધ્વી. અરિંહતો તીર્થને નમીને વિનય કરે છે. સિદ્ધો વિનયપૂર્વકની ધર્મની આરાધના દ્વારા જ સિદ્ધ થયા છે. આચાર્ય ભગવંતો પાંચેય આચારોનો શ્રેષ્ઠ વિનય કરનારા હોય છે. ઉપાધ્યાય ભગવંતો સાક્ષાત્ વિનયની મૂર્તિ જ હોય છે તો સાધુ-ભગવંતોનો સમગ્ર શ્રમણાચાર વિનયથી છલોછલ હોય છે. વિનય વિના પરમશ્રેષ્ઠ એવાં આ પાંચ પદોની પ્રાપ્તિ
© © 4વિનયધર્મ PTC Cren પણ અસંભવ છે. સાધનાનો પાયો વિનય છે, માટે જ કહ્યું છે કે :
વિનય વિણ વિદ્યા નહિ, તો કિમ સમકિત પાવે રે સમક્તિ વિણ ચારિત્ર નહિ, ચારિત્ર વિણ નહિ મુક્તિ રે...
માન મોહનીયના વિજયનો પરિપાક વિનય છે. વિનય માન મોહનીયના વિજયનું થર્મોમીટર છે. બાહુબલીજી પોતાના પહેલાં દીક્ષિત થયેલા ૯૮ ભાઈઓનો વંદન-વિનય કરવા ન ગયા. ધ્યાનના ઝૂલે ઝૂલતા કેવળજ્ઞાનને દરવાજે ઘંટડી રણકાવતા બાહુબલીજીએ સર્વસ્વ છોડ્યું, પરંતુ માન ન મૂક્યું તો તેમના કેવળજ્ઞાનને પણ ૧૨ મહિનાનું છેટું રહ્યું. તેમની ઘોર સાધનાનું અવમૂલ્યન કરનાર માન મોહનીય હતું.
આત્માનો વિકાસ એ અંતરની પરિણામધારા છે, પણ તેની જાણ બાહ્ય વિનયથી પ્રદર્શિત થાય છે. ગુણગ્રાહક દૃષ્ટિ વિનય કર્યા વગર કે માનમોહનીયને જીત્યા વગર આવતી જ નથી. એવો વિનય ૧૪ પૂર્વ અને ચાર જ્ઞાનના ધણી એવા ગૌતમસ્વામીનો વખણાય છે.
ભગવાન મહાવીરસ્વામી પાસે પ્રકાંડ વિદ્વાન અને ચાર વેદના જ્ઞાતા એવા ઇન્દ્રભૂતિ આવ્યા ત્યારે અનંતાનુબંધી માન ફંફાડા મારતું હતું, પણ જ્યારે પ્રભુની ઉપશાંતતા, વીતરાગતા, સમતા, સૌમ્યતા, સમાધિ જોઈ ત્યારે માન ઠંડું પડયું.
જ્યારે પ્રભુની દેશના પુષ્કરાવતે મેઘની જેમ વરસી ત્યારે તેમનું અનંતાનુબંધી માન સંજ્વલનના માનમાં ફેરવાઈ ગયું. આવ્યા ત્યારે મિથ્યાત્વના ઘરનું અનંતાનુબંધી માન લઈને આવ્યા હતા અને પ્રભુના શરણે ગયા, પ્રભુની આજ્ઞાનો વિનય કર્યો તો આત્મવિકાસમાં અડચણ ન બન્યું અને વિનયની સીડીથી ગુણસ્થાનક આરોહણ કર્યું.
- જ્યારે જ માલી ૧૬ વર્ષ સુધી સંયમમાં સ્થિત રહ્યા, તેમનું માન સંજ્વલનના માન જેવું લાગતું હતું, પણ ‘કડમાણે કડે’માં શ્રદ્ધા ન કરી અને ‘કડમાણે અકડે’ કરી પ્રભુની વાણીનો અસ્વીકાર-અવિનય કરીને અનંતાનુબંધી માનમાં ચાલ્યા ગયા અને ભવના ચક્કર વધારી દીધાં. વિનય એ આધ્યાત્મિક ગુણ છે. તે સામાના ગુણને જોઈને કરવાનો નથી, કારણકે મહાવીરસ્વામી તો એના એ જ હતા. ગૌતમસ્વામીએ ભગવાનના દરેક વચનને ‘તહત્તિ’ કહીને શિરોમાન્ય કર્યું અને જમાલીએ ત્રણ લોકનું વંદનીય, પૂજનીય ભગવાનનો અવિનય કર્યો. ગૌતમસ્વામી તો પ્રભુના શરણે પોતાના અહંકારનું મર્દન કરીને આવી
- ૩૮ -
Page #24
--------------------------------------------------------------------------
________________
4 વિનયધર્મ P
Cen ગયા, પણ તેમના ૫૦૦ શિષ્યોનું શું થયું? ત્યાં તો વિનયની પરાકાષ્ઠા આવી કે પોતાના ગુરુ ઇન્દ્રભૂતિને છોડી તેઓ મહાવીરના શિષ્ય બની ગયા. આવ્યા હતા અહંકારનો ભાર લઈને અને સમક્તિ પામી હળવાફૂલ બની ગયા. વિનયનો દીપક પ્રગટાવી આત્માના ઘરને પ્રકાશથી ભરી દીધું. ક્યાય મોહનીયને શાંત કર્યો, સ્વની સાધના વધારી, ઉપશાંતતાની ઉપલબ્ધિ પામી, બહિર્મુખતામાંથી અંતર્મુખતા તરફ પ્રયાણ કરી આત્માનું કલ્યાણ સાધ્યું.
ઇન્દ્રભૂતિ આવ્યા ત્યારે મિથ્યાત્વી હતા અને ભગવાનથી ઉંમરમાં પણ મોટા હતા. છતાં વિનયે ચમત્કાર સર્યો. ભગવાન મહાવીર મળતાં તેમને સુદેવ મળ્યા. તેમના ૫૦૦ શિષ્યોને કુગુરુમાંથી સુગુરુ મળ્યા. પછી તીર્થની સ્થાપના થઈ ત્યારે ૪૪૧૧ (૪૪૦૦ શિષ્ય +૧૧ ગણધર) કુધર્મમાંથી સુધર્મમાં સ્થાપિત થઈ ગયા. આ છે વિનયધર્મની કમાલ! આ છે વિનયધર્મની સમૃદ્ધિ !
આત્મવિકાસ એટલે મિથ્યાત્વની તળેટીથી સિદ્ધિના શિખર સુધીનો પ્રવાસ. એકવાર મિથ્યાત્વ છૂટે એટલે જીવનો ઉદ્ધાર નક્કી જ થઈ જાય છે. ગુણસ્થાનકમાં પણ પહેલું જ ગુણસ્થાનક મિથ્યાત્વનું છે. આ મિથ્યાત્વે ૨૫ પ્રકારનાં છે. તેમાં એક અવિનય મિથ્યાત્વ છે. પ્રભુ, ગુરુજન, વડીલજન, માતાપિતા આદિના વિનય વગર જીવ ક્યારેય લક્ષ્યાંક પાર કરી શકે જ નહીં. આત્મવિકાસમાંથી વિનયની બાદબાકી કરીએ તો શેષ શુન્ય જ રહે છે.
પહેલા ગુણસ્થાનકથી ચોથા ગુણસ્થાનકે અર્થાત્ મિથ્યાત્વ દશામાંથી સમક્તિ પ્રાપ્ત કરવા માન મોહનીયનો વિજય અર્થાત્ વિનયધર્મ અસરકારકરામબાણ ઈલાજ છે. શ્રેણિક રાજા અનાથીમુનિને જોતાં તેમના નાથ બનવાની તૈયારી દાખવે છે. ત્યારે અનાથીમુનિ સનાથ-અનાથનો સાચો અર્થ સમજાવે છે. મુનિની સ્વાનુભવયુક્ત વાણીથી રાજા અત્યંત સંતુષ્ટ અને પ્રભાવિત થયા અને સ્વીકાર્યું કે ‘વાસ્તવમાં હું જ અનાથ છું, મુનિ તો સનાથ જ છે.' શ્રેણિક રાજાએ મુનિને શ્રદ્ધાપૂર્વક વંદના કરી વિનય કર્યો અને સપરિવાર ધર્મમાં અનુરક્ત થઈ ગયા. મુનિની પરમભક્તિથી તેમણે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી લીધું. (ઉત્તરાધ્યયન સૂત્ર).
તેનાથી વિપરીત નંદ મણિયારે ભગવાન પાસે બાર વ્રત ધારણ કર્યા અને પછી સત્સંગ છૂટી ગયો. વાવમાં આસક્ત બન્યા, લોકોની પ્રશંસામાં પ્રસન્ન રહેવા લાગ્યા, માન મોહનીયમાં મસ્ત બન્યા અને આત્મવિકાસથી વિમુખ થયા.
૩૯
છCC4 વિનયધર્મ PC Cren પશ્ચાત ભવમાં દેડકો બન્યા. ફરી પ્રભુની આજ્ઞાનો વિનય કર્યો અને આત્મશ્રેય સાધ્યું. માનવના ભવમાં ડૂબીને તિર્યંચના ભવમાં તરી ગયા. (જ્ઞાતાધર્મકથા સૂત્ર).
વિનય શિથિલાચારી અને આત્મવિકાસના માર્ગથી દૂર ગયેલા ગુરુને પણ મોક્ષમાર્ગે ચડાવી શકે એવી તાકાતવાન છે. તેનું જવલંત ઉદાહરણ ગુરુ શૈલક રાજર્ષિ અને શિષ્ય પંથકમુનિ છે. બીજી બાજુ, વિનય પોતાને તો કેવળજ્ઞાન અપાવે, સાથેસાથે પોતાના ગુરુને પણ કેવળી બનાવી દે તેવો શક્તિશાળી છે. (મૃગાવતી-ચંદનબાળા) અરે ! ગુરુને પણ કેવળી બનાવી દે તેવો અસરકારક છે. (ભદ્રસેનમુનિ-ચંડરુદ્રાચાર્ય).
પાર્શ્વનાથ ભગવાન અને મહાવીરસ્વામીના ધર્મશાસન વચ્ચે ૨૫૦ વર્ષનો સમયગાળો હતો. તેથી મહાવીરસ્વામીનો શાસનકાળ હતો ત્યારે પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના સંતો અને શ્રમણોપાસકો વિદ્યમાન હતા. બંને પરંપરાના સંતોનું એક મોક્ષપ્રાપ્તિનું જ લક્ષ્ય હોવા છતાં વ્રત વગેરેમાં વિભિન્નતા અંગે વિચારણા અર્થે પાર્શ્વનાથ પરંપરાના કેશીકુમાર શ્રમણ અને મહાવીર સ્વામીની પરંપરાના ગૌતમસ્વામીનું સુભગ મિલન થયું. ગણધર ગૌતમસ્વામી જ્ઞાનમાં અને પદમાં મહાન હોવા છતાં કેશીસ્વામીની દીક્ષા પર્યાયની અને કુળની જ્યેષ્ઠતાને સ્વીકારીને સ્વયં કેશીસ્વામી પાસે ગયા. તો સામે કેશીસ્વામીએ પણ ગૌતમસ્વામીનો વિનયસત્કાર કર્યો. આવો વિનય જ આત્મવિકાસની પગદંડી પર ચાલતા સાધકને કલ્યાણના શિખરે પહોંચાડે છે. પોતાની મહાનતા છોડી લઘુતા સ્વીકારીને ગૌતમસ્વામી મહાન બની ગયા અને વિનયધર્મની એક મિશાલ બની જૈન દર્શનમાં અમર બની ગયા.
આત્મવિકાસના માર્ગે કોઈ પણ સાધકે, કોઈ પણ સ્થિતિમાં કે કોઈ પણ સ્તરે બિનશરતી વિનય કરવો અનિવાર્ય જ બને છે. આ ધમો-આજ્ઞા એ જ ધર્મ છે. એ ચૌદચૌદ ગુણસ્થાનકના પાયામાં રહેલું આવશ્યક તત્ત્વ છે. જ્યાં આજ્ઞાને જ ધર્મ મનાય ત્યાં વિનય તો સિક્કાની બીજી બાજુ છે. ક્યારેક બહુમાનથી, આદરભાવથી, ઉપકારી હોવાથી, પૂજનીય હોવાથી વિનયધર્મ બજાવવામાં આવે છે, તે વિનય પણ સાધકને લાભદાયી જ પુરવાર થાય છે.
સાધક ગમે તે પદવી પર હોય, વિનય વિના ઉદ્ધાર નથી. મલલી ભગવતી તીર્થકર જન્મથી ત્રણ જ્ઞાનના ધામી હોવા છતાં માતા-પિતાનો વિનય કરે. ગણધર ચાર બુદ્ધિ અને ૧૪ પૂર્વના સ્વામી હોવા છતાં તીર્થંકરનો વિનય
+ ૪૦ +
Page #25
--------------------------------------------------------------------------
________________
CC4વિનયધર્મ
Peon કરે. નવ નિધિ અને છ ખંડના માલિક ચક્રવર્તી હોય કે ત્રણ ખંડના અધિપતિ વાસુદેવ હોય તે પણ વડીલોનો વિનય કરે. ચતુર્વિધ સંઘમાં રહેલા સાધુ કે શ્રાવક હોય, વિનય તો રગેરગમાં, દરેક વ્યવહારમાં, દરેક અનુષ્ઠાનમાં, દરેક યોગ (મન, વચન, કાયા)માં વસેલો હોય તો જ આત્મકલ્યાણની કેડીએ જઈ શકાય.
જ્યારે સાધકનાં પંચાંગ ઝૂકેલાં હોય, હૃદય ભક્તિના ભાવોથી ભરપૂર હોય, આંખોથી વિનયનાં અમી વરસતાં હોય ત્યારે સદ્ગુરુની કૃપાદૃષ્ટિ વરસે છે અને લોકોત્તર ફળની પ્રાપ્તિ થાય છે. પોતાના આત્મજ્ઞાનમાં નિમિત્ત બનેલા ગુરુ હજુ છદ્મસ્થ (કેવળજ્ઞાન રહિત) હોય અને જો શિષ્ય ગુરુના પહેલાં જ કેવળજ્ઞાન પામે તોપણ તે છદ્મસ્થ ગુરુનો વિનય કરે. એથી પણ આગળ વધીને અભવી (જે
ક્યારેય મોક્ષે જવાના નથી) એવા ગુરુનો વિનય કરીને પણ શિષ્ય કેવળી બની શકે છે. (ઈંગાલ મર્દનાચાર્ય). આ વિનયની સખાવત છે, અમીરી છે.
આત્મવિકાસમાં બાધકે સ્વછંદતાનો નિરોધ હોવાથી જ થાય છે. વિનયથી જ નમ્રતા, સરળતા, ઋજુતા આવે છે. સોહી નુ બૂથમ ધામો સુદ્ધક્ષ વિર - જે સરળ આત્મા હોય તેના જીવનમાં જ ધર્મ ટકી શકે છે. જે સરળ હોય તે જ આત્મશુદ્ધિની પ્રાપ્તિ કરી શકે છે. આત્મવિકાસનો અભ્યદય વિનયના અરુણોઠય વિના શક્ય જ નથી તેમ કહીએ તોપણ અતિશયોક્તિ નથી.
આમ, સકલ ગુણોનું ભૂષણ વિનય છે. ૨૪ દંડક અને ૮૪ લાખ જીવયોનિમાં માનસંજ્ઞાની પ્રબળતા સૌથી વધારે મનુષ્યમાં છે અને મનુષ્યના ભવમાં જ માનસંજ્ઞાની પ્રબળતાને નિર્બળ બનાવવાની યોગ્યતા છે. ભક્તમાંથી ભગવાન, મનુજમાંથી મહાવીર, કિંકરમાંથી કરુણાસાગર, સાધકમાંથી સિદ્ધ, આદમમાંથી અરહંત, પામરમાંથી પરમેશ્વર, માનવમાંથી મહેશ્વર, વામનમાંથી વિશ્વેશ્વર અને જનમાંથી જિનેશ્વર બનાવવાની અખૂટ અને પરિપૂર્ણ સત્તા ધરાવતા વિનયના સહારે આત્મસિદ્ધિનાં પગથિયાં ચડી શકાય છે. આત્મવિકાસના વૃક્ષના મૂળથી તેના ફળ સુધીની દરેક પ્રવૃત્તિ અને પ્રકૃતિમાં વિનયનો જ વાસ છે.
(ડૉ. કેતકીબહેને ગુણસ્થાનક પર સંશોધન કરી અને Ph.D.ની ડિગ્રી મેળવી છે. તેઓ જૈન શિક્ષણ અને સાધુ-સંતોની વૈયાવચ્ચમાં ખૂબ રસ લે છે).
©©ન્ડવિનયધર્મ c ©n
જેન અને વૈદિક ધર્મમાં વિનયતપનું ચિંતન
- ડૉ. રેણુકા પોરવાલા વિષય પરિચય :
જીવ અનાદિકાળથી ચોર્યાશી લાખ યોનીમાં સ્વકીય કર્માનુસાર દેહ ધારણ કરે છે, પરંતુ એને પોતાના શુદ્ધધચૈતન્ય સ્વરૂપ પામવાનો યોગ કેવળ મનુષ્યજન્મમાં જ મળે છે. અહીં જો આત્મા રાગદ્વેષ પર વિજય પ્રાપ્ત કરી લે તો એ મોક્ષ મેળવે છે. ભારતીય દર્શનશાસ્ત્રોમાં જીવને થતાં શુભ-અશુભ કર્મબંધની વિસ્તારથી છણાવટ જોવા મળે છે. અહીં વિનયતપને તપ કહ્યું છે તથા કર્મલયમાં એના મહત્ત્વન" યોગદાનની વિસ્તારથી ચર્ચા આપેલ છે. જૈન દર્શનમાં વિનયતપ ઉપરાંત જ્ઞાનદર્શન અને ચારિત્રનો અગત્યનો ગુણ પણ છે.
નવ તત્ત્વોની વિચારણા :
જૈન દર્શનમાં કર્મના ક્ષયોપશમ માટે નવ તત્ત્વોની વિચારણાનું મહત્ત્વનું પ્રદાન છે. | નવ તત્ત્વો-જીવ. અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ.
જીવન લક્ષણ ચેતના છે. જે વસ્તુમાં ચૈતન્ય ન હોય અર્થાત્ એને સુખદુઃખની અનુભૂતિ ન થાય એ અજીવ આત્મા મન, વચન અને કાયાના યોગથી શુભકર્મનું ઉપાર્જન કરે તે પુણ્ય અને અશુભ કર્મ બાંધે તે પાપ. જે નિમિત્તો દ્વારા આત્મામાં કર્મના પુગલો પ્રવેશે જેને રોકવા શક્ય હોય તે આશ્રવ કહેવાય છે અને એ રોક્વાના પ્રયત્નોને સંવર કહેવાય છે. કર્મના પુલોનું આત્મા સાથે જોડાણ કે આશ્લેષને બંધ કહે છે. આત્મા સાથે જોડાયેલાં અશુભ કર્મનો ક્ષય કરવાની પ્રક્રિયા નિર્જરા તરીકે ઓળખાય છે. જ્યારે આત્મા નિર્જરા થકી સર્વ કર્મરહિત થઈ દેહ ત્યાગ કરી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પામે એ મોક્ષ કહેવાય.
જે મનુષ્યો મુક્તિપદની ઈચ્છા રાખતા હોય તેમણે હૃદયમાં સતત બાર શુભ ભાવના ભાવવી જોઈએ. એનાં ચિંતનમનનથી આત્મા અશુભ કર્મથી દૂર રહે છે. આ ભાવનાઓમાં એક ભાવના નિર્જરા ભાવના છે, જ્યાં વિનયને આંતરિક તપ તરીકે પ્રાધાન્ય આપ્યું છે. તપ અર્થાત્ કર્મને તપાવવું જેથી કર્મબંધ હળવા થાય.
Page #26
--------------------------------------------------------------------------
________________
CC4 વિનયધર્મ P
er વિનય :
વિનયને સમજવા માટે પ્રથમ નવ તત્ત્વમાંના નિર્જરા તત્ત્વને વિસ્તારથી જાણીએ. નિર્જરા અર્થાત્ છૂટા પડવું.અહીં જીવ બે રીતે કર્મ ક્ષય કરે છે.
અ) બંધાયેલાં કર્મ પરિપક્વ થયાં પછી ફળ આપીને છૂટાં પડે તે અકામ નિર્જરા.
બ) બંધાયેલાં કર્મ પરિપક્વ થાય તે પહેલાં તપ વગેરે ક્રિયાઓ દ્વારા એનો ક્ષય કરવામાં આવે તે સકામ નિર્જરા.
સકામ નિર્જરાતપના બે પ્રકાર છે-બાહ્ય તપ અને અત્યંતર તપ. આ બંને પ્રકારો દેહ અને મનની ભૂમિકાથી જોડાયેલા છે. ફક્ત બાહ્ય દૃષ્ટિએ ઉપવાસ આદિ કરવાથી કર્મનિર્જરાનો હેતુ સરતો નથી. સાધુ-સાદ્ધવી પ્રત્યે ભક્તિ ન હોય, મન આર્તધ્ધયાનમાં લીન હોય તો કર્મનિર્જરા હેતુ કરેલું તપ અશુભ કર્મબંધ પણ કરાવી શકે. અહીં દેહની ક્રિયાઓ સાથે હૃદયની ઉચ્ચ ભાવનાઓને પણ જોડવી જરૂરી છે, અન્યથા તપસ્વીને એનો લાભ પ્રાપ્ત થતો નથી.
બંને પ્રકારોમાં છ પેટાવિભાગો છેઃ બાહ્ય તપઃ અનશન વૃતિસંક્ષેપ
ધ્યાન - કાયોત્સર્ગ વિનયનો શબ્દાર્થ જોઈએ તો વિ-વિશેષપણે અને નય-સવ્યવહાર. આમ વિનયને વિશેષપણે સવ્યવહાર કહી શકાય. વિનયની સાથે વિવેક, પ્રસન્નતા, ભલાઈ, નિદભીપણું વગેરે ગુણો આપોઆપ પ્રવેશે છે. જૈન દર્શનમાં વિનયગુણને અલગઅલગ પ્રકારે મૂળ તત્ત્વોમાં સમાવેશ કરવામાં આવેલ છે. વિનયપૂસ્ત્રો ધબ્બોધર્મનું મૂળ વિનય છે.
વિનયની વ્યાખ્યાઓ
પુપુ દ્વા; વિન: રત્નત્રય નીવૃત્ત: જિજ્ઞા:.. આઠ પ્રકારનાં કલેશકારક કર્મોને જે અંકુશમાં રાખે તે વિનય... ઉપરાંત જ્યાં પણ નમસ્કારનો ભાવ ઉત્પન્ન થાય એ વિનય છે...
પ્રથમ તો પંચપરમેષ્ઠી દરેકને વિનયથી નમસ્કાર કરાય છે અને બીજું આચાર્ય મહારાજ પણ નમો શબ્દ દ્વારા પોતાનાથી નાના ઉપાદ્ધયાય-સાધુને વંદન કરે છે.
વિનયનો વિસ્તાર : આચાર્ય ભગવંતના છત્રીસ ગુણોમાં ચાર પ્રકારના વિનયગુણોનો સમાવેશ છે - આચાર વિનય, શ્રુત વિનય, વિશેષણ વિનય અને દોષનિર્ધાનતા વિનય - દોષોને દૂર કરાવવાનો ગુણ.
© C C4 વિનયધર્મ
cres આવશ્યક ક્રિયાઓમાંની ત્રીજી વંદન ક્રિયા દેવ અને ગુરુ પ્રત્યે બાહ્યરૂપથી વિનય બતાવે છે. શ્રી લક્ષ્મીસૂરિ ઉપદેશ પ્રાસાદમાં જણાવે છે કે લોકવ્યવહાર અને લોકોત્તરવ્યવહારમાં વ્યક્તિ પ્રત્યે વિનય અને સન્માનની લાગણી દર્શાવવા કરાતા નમસ્કાર, માથું નમાવવું, આસન આપવું. પ્રશંસા કરવી, ઉપકાર માનવો, લેવામૂકવા જવું વગેરે અત્યંતર વિનય છે. ઘણી વાર વયોવૃદ્ધધ પંડિત, યુવાન સાધુને અભ્યાસ સમયે ફક્ત દેખાવ ખાતર વંદન કરે છે જે બાહ્ય વિનય છે.
તત્ત્વાર્થ સૂત્રમાં વિનયઃ
નિશ્ચય અને વ્યવહારનયની દૃષ્ટિએ તત્ત્વાર્થ સૂત્રમાં વિનયના ચાર પ્રકાર બતાવ્યા છે - જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઉપચાર-વ્યવહાર વિનય.
ભગવતી આરાધનામાં ઉપરોક્ત ચાર વિનયની સાથે તપનો પણ સમાવેશ કર્યો છે, જ્યારે ઔપપાતિકસૂત્રમાં મન, વચન અને કાયાને અલગ ગણીને વિનયના સાત પ્રકાર બતાવ્યા છે. - જ્ઞાન વિનય, દર્શન વિનય, ચારિત્ર વિનય, મનો વિનય, વચનવિનય, કાય વિનય, લોકોપચાર વિનય, લોકવ્યવહાર વિનય.
જ્ઞાન વિનય માટે જૈન ધર્મમાં વિસ્તારથી સમજ આપી છે. વિદ્યા વિનયેન શોભતે. શ્રેણિક મહારાજાએ જ્ઞાનપ્રાપ્તિ માટે ચોર પ્રત્યે વિનય ન બતાવ્યો તો તેઓ વિદ્યા શીખી ન શક્યા, પરંતુ અભયકુમારના સમજાવવાથી જેવો એની સાથે વિનયુક્ત વ્યવહાર દર્શાવ્યો કે તુરત જ વિદ્યા આવડી ગઈ. જ્ઞાન વિનયમાં અક્ષર, ઉપકરણ કે જ્ઞાનીની આશાતના ન કરવી, પરંતુ તેમના પ્રત્યે પૂજ્યભાવ રાખવાનું વિધાન છે. શ્રીમજી આત્મસિદ્ધિશાસ્ત્રમાં જણાવે છે :
જે સગુના ઉપદેશથી પામ્યો કેવળજ્ઞાન
ગુરુ રહ્યા છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન. તીર્થંકર પરમાત્મા સમવસરણમાં બિરાજતા સમયે નમો તિથલ્સ અને નમો સંઘસ્ય કહી વિનય દર્શાવે છે. ગુરણી ચંદના કરતાં શિષ્યા મૃગાવતીને પહેલા કેવળજ્ઞાન થયું ત્યારે બંનેએ વિનયનું પાલન કર્યું.
દર્શન વિનય માટે સમક્તિના સડસઠ બોલની સઝાયમાં વિનયના દશ પ્રકારની ગણના કરાઈ છે. અહીં ઉપાદ્ધયાયજીએ વિનયગુણને ધર્મનું મૂળ કહ્યું છે.
વૈદિક ધર્મમાં વિનયગુણનું ચિંતનઃ
આપણે જોયું કે વિનય તપ અને સાધના સાથે સંલગ્ન છે. ત્યાગ અને તપસ્યા વગર નૈતિક જીવનની કલ્પના પણ શક્ય નથી. વૈદિક ઋષિ ઘોર તપ કરતા હતા એ સુવિદિત છે. તેમના મત પ્રમાણે તપસ્યાથી જ બ્રહ્મની પ્રાપ્તિ થાય
Page #27
--------------------------------------------------------------------------
________________
૭૭ 4 વિનયધર્મ
Pe Cen છે, મૃત્યુ પર વિજય મળે છે અને સત્ય મળે છે તથા તપ પોતે બ્રહ્મ છે. આ પ્રમાણે અહીં તપરૂપી સાધનને સાદ્ધય પણ માન્યું છે. જૈન પરંપરામાં પણ તપને આત્મગુણ માની એને સાધ્ય અને સાધન બંને રૂપે સ્વીકાર્યો છે.
આચાર્ય મનુ મનુસ્મૃતિમાં જણાવે છે કે તપથકી ઋષિગણ ત્રણે લોકનું સ્વરૂપ નિહાળી શકે છે.
ગીતામાં તપ અર્થાત્ આત્મશુદ્ધિ. ગીતામાં તપનું વર્ગીકરણઃ
વૈદિક સાધના પદ્ધતિમાં તપનું વર્ગીકરણ બે રીતે જોવા મળે છે – સ્વરૂપની દૃષ્ટિથી અને એની ઉપાદેયતા અને શુદ્ધતા.
| સ્વરૂપની દૃષ્ટિથી ગીતાકાર તપના ત્રણ પ્રકાર દર્શાવે છે - શારીરિક, વાચિક અને માનસિકે.
શારીરિક તપ : દેવ, દ્વિજ, ગુરુજનો અને જ્ઞાનીનું પૂજન, સત્કાર અને સેવા તથા પવિત્ર આચરણ, સરલ મન અહિંસા અને બ્રહ્મચર્યપાલન એ શારીરિક તપ છે.
देवब्दिजगुरु प्राज्ञपूजनं शौचयार्जवम् વ ર્થહિંસા ૨ શરીર તપ જ્યતે ||.૨૭, T. ૨૪//
વાચિકતપઃ કોઈનું મન, નહીં દુભાય એવી સત્ય, પ્રિય, હિતકારી વાણી જ બોલવી તથા શાણોનો અભ્યાસ અને સ્વાધ્યાય એ જ વાચિક તપ છે.
अनुब्देगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् / સ્વાધ્યાથTગ્યનં વં વાડમયં તપ ૩ીત //મ, ૨૭, TI, ૨૯// માનસિક તપઃ
મનની પ્રસન્નતા, સૌમ્યતા, વિચારગાંભીર્ય, આત્મસંયમ અને વિચારની શુદ્ધિ અર્થાતુ કપટરહિત શુદ્ધ ભાવના જેનો સંબંધ વિનય-ચિંતન સાથે છે એ માનસિક તપ છે.
यनःप्रसादः सौम्यत्वं मौनमात्मविनिग्रहः/ અમાવસંશુદ્ધિચેતતો માનસમુખ્યતૂ II H. ૨૭, T. ૨૬//
ગીતામાં સંપૂર્ણ વૈદિક તપસાધનાનો સારાંશ જોવા મળે છે. ઉપરોક્ત ત્રણે શ્લોક અત્યંતર તપના વિનય પ્રકારને સ્પષ્ટ કરે છે. ગીતામાં અહિંસા, બ્રહ્મચર્ય, ઈન્દ્રિયનિગ્રહન, આર્જવ, વગેરેને પણ તપની કોટીમાં મૂકે છે, જ્યારે જૈન વિચારઆચાર એનું વર્ગીકરણ પાંચ મહાવ્રત અને દશ યતિ ધર્મમાં કરે છે. વૈદિક ધર્મમાં બાહ્ય તપ પર વિશેષ વિચાર નથી, પરંતુ સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગન યોગની ભૂમિકા તરીકે નીરખું છે. વિનય અને વૈયાવચ્ચને ગુણ તરીકે તથા પ્રાયશ્ચિત્તને
છ
Q4 વિનયધર્મ CCT શરણાગતિ તરીકે સ્વીકાર્યું છે
સામાન્યપણે એમ કહી શકાય કે જૈન પરંપરામાં માન્ય તપના દરેક પ્રકાર વૈદિક ધર્મમાં પણ માન્ય છે. વિનય અર્થાત્ અનુશાસન અને વૈયાવચ્ચ અર્થાત્ સેવા. બંનેનો મનુષ્યના વ્યાવહારિકગુણોમાં સમાવેશ કરાયો છે. આ ગુણો ભારતના સંસ્કાર વસુધૈવ કુટુંબકમ જેવી ભાવના વ્યક્ત કરે છે. જ્યાં પણ આંતરિક તપની વાત છે ત્યાં પ્રથમ પ્રાયશ્ચિત્ત અને પછી વિનય, ત્યાર બાદ અન્ય અગત્ય ભાવનાઓનો સમાવેશ છે જે કર્મનિર્જરામાં સહાય કરે છે. મહર્ષિ પતંજલિએ અષ્ટાંગ યોગમાં પ્રથમ યમમાં અહિંસા, સત્ય, આદિ પાંચ યમ બતાવ્યા છે જે જૈન ધર્મમાં પંચપરમેષ્ઠી છે. બીજું અંગ નિયમમાં શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાનનો સમાવેશ છે. પાંચમો અંગ પ્રત્યાહારમાં ઈન્દ્રિયો પર કાબૂ મેળવવાની વાત કહી છે. છઠ્ઠી અંગ ધારણામાં ચિત્તની એકાગ્રતા. સાતમા અંગમાં દ્રયાન અને આઠમામાં સમાધિની વિશેષપણે ચર્ચા છે. આ સર્વ જૈન પરંપરામાં વિસ્તારથી પ્રતિપાદિત છે.
આધ્યાત્મિક ઉત્કર્ષ ઇચ્છતા મનુષ્ય કોઈ પણ કર્મ ફળની આશા રાખ્યા વગર કરવું. યજ્ઞ, તપ અને દાનની વિવિધ ક્રિયાઓ અંતિમ દ્ધયેય મોક્ષને લક્ષમાં રાખી કરવી જોઈએ એમ ગીતામાં ઉપદેશ છે.
તદિત્યનભિસંધાય ફલં યજ્ઞતપ:ક્રિયાઃ દાનક્રિયાશ્ચ વિવિધા:ક્રિયત્તે મોસકાંક્ષિભિ....
અધ્યાય સત્તર. શ્લોક - પચ્ચીસ આ પ્રમાણે વૈદિક અને જૈન બંને ધર્મોમાં વિનયતાનું મહત્ત્વ દર્શાવ્યું છે, જે થકી આત્મા લાગેલાં કર્મોની નિર્જરા કરી અહંકારશુન્ય બની સહજ, સરળ અને અનુશાસિત જીવન જીવી મોક્ષમાર્ગે સંચરે છે.
સંદર્ભ ગ્રંથ : • ભાગવદ્ગીતા મૂળ રૂપે-પૂ. ભક્તિવેદાંતસ્વામી • ભારતીય આચારદર્શન-એક તુલનાત્મક અદ્ધયયન ડૉ.સાગરમલ જૈન • જૈન ધર્મ દર્શન આચારદર્શન - ડૉ. રમણલાલ શાહ • સમય ઔર સમયસાર - ડૉ. દિલીપ ધિંગ.
(ડૉ. રેણુકાબહેન પોરવાલે આચાર્ય બુદ્ધિસાગરજીના સાહિત્ય પર શોધપ્રબંધ લખી Ph.D. કર્યું છે અને “જૈન જગત’ પત્રિકાના મહિલા વિભાગના સંપાદનમાં કાર્ય કરે છે. જૈન શિલાલેખોના સંશોધન કાર્યમાં રસ ધરાવે છે). **
- ૪૬ -
Page #28
--------------------------------------------------------------------------
________________
© C C4 વિનયધર્મ c @ @ વિનય : આચંત૨ તપ
- ડૉ. મધુબહેન જી. બરવાળિયા આચાર્ય ભગવંતો અને શાસ્ત્રકાર પરામર્શીઓએ જૈન દર્શનમાં તપની વિચારણા ખૂબ જ ઊંડાણ તેમ જ વિસ્તારપૂર્વક કરી છે.
ઉપાધ્યાય યશોવિજયજીએ કહ્યું છે કે, બાહ્ય અને આત્યંતર તપ એકબીજાના પૂરક છે. લોકસંશા કે લોકપ્રવાહમાં તણાઈને તપની ઉપેક્ષા કરવી એ સુખશીલતા છે, અજ્ઞાન દશા છે. આંતરવિશુદ્ધિ માટે આવ્યંતર તપની જરૂર છે, પરંતુ આત્યંતર તપમાં સુદઢ થવા માટે બાહ્મ તપની જરૂર છે.
પંડિત સુખલાલજીએ તપની વિશેષતાનું નિરીક્ષણ ઊંડાણથી કર્યું છે. તેમના મતે બુદ્ધની જેમ મહાવીર કેવળ દેહદમનને જીવનનું ધ્યેય ગણતા ન હતા, કારણકે આવા અનેક તપ કરનારાઓને તાપસ કે મિથ્યાતપ કરનારા કહ્યા છે. ભગવાન મહાવીરે પરંપરાથી ચાલ્યા આવતા સ્થળ તપનો સંબંધ આધ્યાત્મિક શુદ્ધિ સાથે અનિવાર્યપણે જોડી દીધો અને કહી દીધું કે બધી જાતના કાયાકલેશ, ઉપવાસ વગેરેથી શરીર અને ઇન્દ્રિયોનું દમન એ ભલે તપ હોય, પણ એ બાહ્ય તપ છે, આત્યંતર તપ નહીં. આત્યંતર અને આધ્યાત્મિક તપ તો બીજું જ છે અને આત્મશુદ્ધિ સાથે એને અનિવાર્ય સંબંધ છે. ભગવાન મહાવીરે નિર્ગથ પરંપરામાં પહેલેથી પ્રચલિત શુષ્ક દેહદમનમાં સુધારો કર્યો, ત્યાં બીજી તરફ શ્રમણ પરંપરાઓમાં પ્રચલિત જુદીજુદી જાતનાં કદમનોને પણ અપૂર્ણ તપ કે મિથ્યા તપ તરીકે ઓળખાવ્યાં. તેથી એમ કહી શકાય કે તપોમાર્ગમાં દેવાધિદેવ મહાવીરનું વિશિષ્ટ અર્પણ છે અને તે એ છે કે કેવળ શરીર અને ઇન્દ્રિયોનાં દમનમાં સમાઈ જતાં તપ શબ્દના અર્થને એમણે આધ્યાત્મિક શુદ્ધિના બધાય ઉપાયો સુધી વિસ્તૃત કર્યો, એટલા માટે જૈન આગમોમાં ઠેરઠેર આત્યંતર અને બાહ્ય, એમ બન્ને પ્રકારનાં તનો નિર્દેશ સાથોસાથ મળે છે. બુદ્ધ તપની પૂર્વ પરંપરાનો ત્યાગ કરીને ધ્યાન સમાધિની પરંપરા પર જ વધારે ભાર આપ્યો હતો. તેમણે બાહ્ય તપનો પક્ષ લીધો નથી, જ્યારે ભગવાન મહાવીરે બાહ્ય તપમાં આંતરદૃષ્ટિ ઉમેરી અને અંતર્મુખ બનાવ્યું.
તપના બે ભેદથી બાર પ્રકાર છે, જેમાં વિનય આત્યંતર તપના છ પ્રકારોમાં બીજો પ્રકાર છે.
©©4વિનયધર્મ ©©n
૧, અણશણ ૧. પ્રાયશ્ચિત્ત ૨. ઉણોદરી ૨. વિનય ૩. વૃત્તિ સંક્ષેપ ૩. વૈયાવચ્ચય ૪. રસત્યાગ ૪. સ્વાધ્યાય ૫. કાયકલેશ ૫. ધ્યાન ૬. સલીનતા ૬. કાયોત્સર્ગ
તપના બાર પ્રકારોમાં છ પ્રકાર એવા છે કે જે પ્રકારોને બીજાઓ જોઈજાણી શકે. એ જ કારણે એ પ્રકારોને બાહ્ય તપ કહેવામાં આવે છે, જ્યારે બીજા છ પ્રકારો એવા છે, કે જેને યથાર્થ સ્વરૂપમાં તો અન્તર્મુખ બનેલા મહાનુભાવો જાણી શકે છે, એટલે એ કારણોથી એ છ પ્રકારોને આત્યંતર તપ કહેવામાં આવે છે.
૨) વિનય શબ્દની વ્યુત્પત્તિ આત્યંતર તપના છ પ્રકારોમાં બીજો તપ વિના તપ છે.
‘વિનય’ શબ્દ ‘વિ’ અને ‘ના’ એ બે શબ્દ મળીને બન્યો છે. તેની વ્યુત્પત્તિ પરથી એવો અર્થ ફલિત થાય છે કે જે વિશેષરૂપે સુખ-શાંતિ અને ઉન્નતિ તરફ લઈ જાય અથવા જે દોષોને વિશેષરૂપે દૂર કરે છે.'' વિનય.
વિનય એટલે શિષ્ટાચાર, ભક્તિ, અંતરનું બહુમાન અને આશાતનાનું વિસર્જન. વિનયથી અભિમાનનો નાશ થાય છે, નમ્રતા પ્રગટે છે અને ધર્મારાધનાની યોગ્યતા આવે છે, તેથી જ તેનો સમાવેશ આત્યંતર તપમાં કરવામાં આવ્યો છે.
૩) વિનયની વ્યાખ્યા અને પ્રકારો વિનયની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવે છે કે - “विनय विशेषण दूरी क्रियतेऽषटविधं कर्मानेनेति विनयः"
જેનાથી આઠ પ્રકારનાં કર્મો દૂર કરી શકાય તે વિનય. આ પ્રકારના વિનયને મોક્ષ વિનય કહેવામાં આવે છે. તેના દશવૈકાલિક નિર્યુક્તિમાં પાંચ પ્રકારો જણાવ્યા છે, જેમ કે -
- નાગ - f, તવ ઝ સઇ - ગવથrfig જેવા एसो अ भोक्ख - विणओ, पंचविहो होइ नायब्वा ॥
‘દર્શન સંબંધી, જ્ઞાન સંબંધી, ચારિત્ર સંબંધી, તપ સંબંધી તેમ જ ઔપચારિક એવી રીતે મોક્ષ વિનય પાંચ પ્રકારે જાણવા યોગ્ય છે.” ૫
અભિધાન રાજેન્દ્ર કોશ તથા અન્ય ગ્રંથોમાં વિનયના પ્રકાર આ પ્રમાણે દર્શાવ્યા છે :
-
૪૭.
Page #29
--------------------------------------------------------------------------
________________
Onen@norx Caquar
૧) જ્ઞાન વિનય ૨) દર્શન વિનય ૩) ચારિત્ર વિનય ૪) મનો વિનય ૫) વચન વિનય ૬) કાય વિનય ૭) લોકોપચાર વિનય. આ સાત પ્રકારના વિનયના અવાન્તાર પ્રકારો પણ છે.
૩.૧ : જ્ઞાન વિનય
જ્ઞાન તથા જ્ઞાની પર પૂર્ણ શ્રદ્ધા રાખવી, ભક્તિ અને બહુમાન રાખવું, તેમના દ્વારા પ્રતિપાદિત વસ્તુતત્ત્વો પર ચિન્તન-મનન-અનુશીલન કરવું, વિધિપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું, અધ્યયન કરવું. તેમની આજ્ઞાનું પાલન કરવું તે જ્ઞાન વિનય છે.’ શિષ્ય જે જ્ઞાનીગુરુ પાસેથી આત્મગુણ વિકાસી ધર્મ (સિદ્ધાંત) વાક્યોનું શિક્ષણ ગ્રહણ કરે, તેમની પૂર્ણપણે વિયનભક્તિ કરે. -
જ્ઞાન વિનય તપના પાંચ ભેદ છે જે આ પ્રમાણે છે
જ્ઞાન વિનય તપથી જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારનાં કર્મોને દૂર કરે છે તેને વિનય કહે છે. અભિનિબોધિક જ્ઞાનનો અર્થ મતિજ્ઞાન છે. આ રીતે જ્ઞાનના પાંચ ભેદ હોવાથી જ્ઞાન વિનયના પણ પાંચ ભેદ છે.
૩.૨ : દર્શન વિનય તપ
દર્શનમોહનીય કર્મના ક્ષય, ઉપશમ અથવા ક્ષયોપશમથી ઉત્પન્ન તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ આત્મપરિણામ દર્શન કહેવાય છે. દર્શનનો વિનય દર્શન વિનય તપ છે. દર્શન વિનય તપ બે પ્રકારના છે.
૩:૨.૨ - શુશ્રૂષણાદર્શન વિનય તપ -
વિધિપૂર્વક સાન્નિધ્યમાં રહીને આચાર્ય, ઉપાધ્યાય અને ગુરુ આદિની સેવા કરવી શુશ્રૂષણા વિનય તપ કહેવાય છે. તેના નીચે પ્રમાણે ભેદ છે જેનું સ્વરૂપ આ પ્રમાણે છે.
૧. અભ્યુત્થાન વિનય તપ
૨. આસનાભિગ્રહ વિનય તપ
૩. આસનપ્રદાન વિનય તપ
૪. સત્કાર વિનય તપ
આચાર્ય આદિ પર દૃષ્ટિ પડતાં જ આસન છોડી દેવું. તેમની સન્મુખ ઊભા થઈ જવું. આચાર્ય અથવા ગુરુ આદિ જે કોઈ સ્થાને બેસવાની ઇચ્છા પ્રદર્શિત કરે ત્યાં જ આસન પાથરી દેવું.
આચાર્ય ગુરુ આદિના આગમન પ્રસંગે આસન પ્રદાન કરવું. વિનયને યોગ્ય આચાર્ય આદિનો વંદણા
૪૯
૫. સન્માન વિનય તપ
૬. કૃતિકર્મ વિનય તપ ૭. અંજલિ પ્રગ્રહ વિનય તપ ૮. અનુગમનતા વિનય તપ ૯. પર્યુપાસના વિનય તપ ૧૦. પ્રતિસન્ધાનતા વિનય તપ
વિનયધર્મ
–
દ્વારા આદર કરવો સત્કાર વિનય તપ છે. ગુરુ આદિનું આહાર-વસ્ત્ર પ્રશસ્ત વસ્તુઓ દ્વારા સન્માન કરવું.
ગુરુ આદિને વિધિ અનુસાર વંદન કરવું. ગુરુની સામે વિનયપૂર્વક હાથ જોડવા. આવી રહેલા ગુરુ આદિની સામા જવું. ગુરુના બેઠા પછી ઇચ્છાનુકૂળ સેવા કરવી. આર્ય, ગુરુ આદિના પ્રસ્થાન પ્રસંગે પાછળપાછળ જવું.' ,, ૧
૩:૨.૨
ગુરુ આદિની આશાતના અવર્ણવાદ ન કરવી. અનત્યશાતના વિનય તપ કહેવાય છે. અર્હન્ત આદિના ભેદથી તે પિસ્તાળીશ પ્રકારના છે.
અનન્યાશાતના દર્શન વિનય તપ
-
(૧) અર્જુન્ત (૨) અર્હન્ત પ્રણીત ધર્મ (૩) આચાર્યા (૪) ઉપાધ્યાય (૫) સ્થવિરો (૬) કુળ (૭) ગણ (૮) સંઘ (૯) ક્રિયા (૧૦) સાંભોગિ (૧૧) આભિનિબોધિ જ્ઞાનની (૧૨) શ્રુતજ્ઞાનની (૧૩) અવધિજ્ઞાનની (૧૪) મનઃપર્યવજ્ઞાનની (૧૫) કેવળજ્ઞાનની આશાતના ન કરવી, આ અર્હન્ત આદિના પંદર વિનય છે. આ જ અર્જુન્ત આદિ પંદરના પ્રતિ ભક્તિ-બહુમાન કરવાથી અને આ જ પંદરના સમદ્દભુત ગુણોનું કીર્તન, વર્ણસંજ્વલનતા અર્થાત્ વિદ્યમાન ગુણોનું ઉત્કીર્તન કરવું. આથી પણ બીજા પંદર ભેદ થાય છે. આ રીતે બધાને
ભેગા કરવાથી અનત્યાશાતના વિનય તપ પિસ્તાળીશ પ્રકારના છે.’’૧૧
ભગવતી આરાધનામાં સમ્યગ્ દર્શનનાં અંગોનું પાલન, ભક્તિ-પૂજાદિ ગુણોનું ધારણ અને બાર શંકાદિ દોષોના ત્યાગને દર્શન વિનય કહેવામાં આવે છે. ૧૨
૩:૩. ચારિત્ર વિનય તપ
અનેક જન્મોમાં સંચિત આઠ પ્રકારના કર્મસમૂહનો ક્ષય કરવાને માટે જે સર્વ વિરતિરૂપ અનુષ્ઠાન કરવામાં આવે છે તે ચારિત્ર કહેવાય છે. ચારિત્રનો વિનય ચારિત્ર વિનય તપ છે એના પાંચ ભેદ છે ઃ ૧. સામાયિક ચારિત્ર વિનય તપ
૫૦
સાવઘયોગની નિવૃત્તિને સામાયિક ચારિત્ર કહે છે, તેને વિનય કહેવામાં આવે છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
(વિનયધર્મ
૨. છેદોપસ્થાપનીય ચારિત્ર વિનય
૩. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર વિનય તપ
જે ચારિત્રમાં પરિહાર નામક તપશ્ચર્યા દ્વારા કર્મનિર્જરારૂપ વિશુદ્ધિ કરવામાં આવે છે તે અને તેનો વિનય. જેના કારણે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે તે કષાયને સમ્પરાય સૂક્ષ્મલોભાંશના રૂપમાં જ શેષ રહી જાય તે અને તેનો વિનય.
તીર્થંકર ભગવાને વિનય યથાર્થરૂપથી જે ચારિત્ર વિનય નિષ્કષાયરૂપ કહેલ છે તે અને તેના પ્રત્યે તેનો વિનય.” ૧૩
ભગવતી આરાધનામાં વિષય-કષાયનો ત્યાગ અને સમિતિ-ગુપ્તિના પાલનને ચારિત્ર વિનય કહેવામાં આવે છે.’'૧૪
૪. સૂક્ષ્મ સમ્પરાય ચારિત્ર વિનય તપ
૫. યથાખ્યાત ચારિત્ર વિનય તપ
જે મહાવ્રતરૂપ ચારિત્ર પૂર્વપર્યાયનું છેદન કરીને પુનઃ આરોપિત કરવામાં આવ્યું છે તે છેોપસ્થાપનીય ચારિત્ર છે તેનો વિનય.
ત્રિગુપ્તિ વિષયક વિનયના ભેદોનું સ્વરૂપ નીચે પ્રમાણે છે.
૩.૪ : મનો વિનય તપ –
ગુરુજનોનો મનથી વિનય કરવો, મન પર સંયમ રાખવો તે મનો વિનય કહેવામાં આવે છે. તેના બે ભેદ છે - પ્રશસ્ત મનો વિનય અને અપ્રશસ્ત મનો વિનય. મનથી શુભ ભાવોને સુવાસિત કરવા તે પ્રશસ્ત મનો વિનય છે અને આનાથી વિપરીત આચરણ કરવું તે અપ્રશસ્તનો વિનય છે. ૧૫
૩.૫ : વચન વિનય -
વાણીને સંયમમાં રાખવો, તેને શિસ્ત રાખવી તે વિનય છે. વચન વિનય પણ બે પ્રકારના છે, પ્રશસ્ત વચન વિનય અને અપ્રશસ્ત વચન વિનય હિત-મિત, સૌમ્ય, સુંદર, સત્ય વાણીથી તેમનું (ગુરુજનોનું) સન્માન કરવું તે પ્રશસ્ત વચન વિનય છે અને આનાથી પ્રતિકૂળ આચરણ કરવું જેમ કે કર્કશ, સાવદ્ય છેદકારી વગેરે ભાષાનો ઉપયોગ કરવો તે અપ્રશસ્ત વચન વિનય છે.
૫૧
SC(વિનયધર્મ S
૩.૬ કાયવિનય –
કાય એટલે શરીરસંબંધી સમગ્ર પ્રવૃત્તિને કાય વિનય અન્તર્ગત સમાવવામાં આવે છે. કાય વિનયમાં વિવેકની મુખ્યતા બતાવવામાં આવી છે. ઊઠવું-બેસવું, ચાલવું-ફરવું, શયન કરવું વગેરે પ્રત્યેક પ્રવૃત્તિ વિવેકપૂર્વક કરવી તે કાય વિનય છે. કાય વિનયના બે ભેદ છે - પ્રશસ્ત કાય વિનય અને અપ્રશસ્ત કાય વિનય.
અપ્રશસ્તકાય વિનય સાત પ્રકારના છે, જેમ કે (૧) ઉપયોગશૂન્ય થઈને ચાલવું (૨) ઉપયોગહીન થઈને ઊભા થવું (૩) ઉપયોગરહિત બેસવું (૪) ઉપયોગરહિત સૂવું (૫) ઉપયોગરહિત થઈને... ઉલ્લંઘન કરવું અને એક વાર લાંઘવું (૬) ઉપયોગરહિત થઈને વારંવાર લાંઘવું અને (૩) ઉપયોગરહિત થઈને બધી ઇન્દ્રિયોનો અને કાય યોગનો વ્યાપાર કરવો. આ અપ્રશસ્ત કાય વિનય છે. આથી વિપરીતને પ્રશસ્તકાય વિનય કહેવાય છે.૧૭
લોકોપચાર વિનય –
૩.૭ -
લોકોનો ઉપચાર કરવો તે લોકોપચાર કહેવાય છે. લોકોપચાર સંબંધી વિનય
તપને લોકોપચાર વિનય તપ કહેવાય છે. તેના ભેદોનું સ્વરૂપ આ પ્રમાણે છેઃ
૧. અભ્યાસવૃત્તિતા વિનય તપ
જ્ઞાનાચાર્ય જ્ઞાનનો બોધ આપનાર
શિક્ષકની પ્રત્યે મધુર વચન વગેરેનો પ્રયોગ કરવો.
૨. પરછન્દાનુ વૃત્તિતા વિનય તપ
૩. કાર્યાર્થ વિનય તપ
૪. કૃતપ્રતિક્રિયા વિનય તપ
૫. આતંગર્યેષણા વિનય તપ
૬. દેશકાલક્ષતા વિનય તપ
-
બીજાના અભિપ્રાયને સમજીને તદાનુસાર વર્તાવ કરવો. જ્ઞાન વગેરેની પ્રાપ્તિને માટે આહારપાણી વગેરે લાવીને સેવા કરવી. આહાર-પાણી દ્વારા સેવા કરવાથી ગુરુ પ્રસન્ન થઈને મને શ્રુતદાન દઈને પ્રત્યુપકાર કરશે એવા આશયથી ગુરુ વગેરેની શુશ્રૂષા કરવી.
રોગીને ઔષધ વગેરે આપીને તેમનો ઉપકાર કરવો.
દેશ અને કાળને અનુરૂપ કરવી, કાર્ય કરવું.
પર .
અર્થ સંપાદન
Page #31
--------------------------------------------------------------------------
________________
4 વિનયધર્મ
Peon ૭. અપ્રતિલોભતા વિનય તપ - સમસ્ત પ્રયોજનોમાં અનુકૂળતા હોવી.
- કોઈના પ્રત્યે વિરુદ્ધારણ ન કરવું. આચાર્ય કુન્દકુન્દ મૂલાચારમાં વિનય સંબંધી જણાવે છે કે દર્શનમાં વિનય, જ્ઞાનમાં વિનય, તપમાં અને ઔપચારિક વિનય આ પાંચ પ્રકારનો વિનય નિશ્ચિતપણે મોક્ષ ગતિમાં લઈ જનાર પ્રધાનરૂપ છે, અર્થાત્ વિનય મોક્ષને પ્રાપ્ત કરાવનાર છે. | વિનય આંતરગુણ છે અને એ આપણા જીવનમાં કઈ રીતે પ્રગટી શકે ?
જ્યારે કોઈ પણ સરખામણી વગર, કોઈ પણ તુલના વગર દરેક પ્રત્યે વિનયનો ભાવ પેદા થાય, ત્યારે એ આપણો આંતરગુણ બને છે. મહાવીર એમ નથી કહેતા કે ફક્ત શ્રેષ્ઠજનોને આદર આપો તે વિનય છે, પરંતુ કોઈ પણ ભેદભાવ વગર આદર અપાય ત્યારે વિનય તપ પેદા થાય છે.
જીવમાત્ર પ્રત્યે આદર, અસ્તિત્વ પ્રત્યે આદર, જે છે તેના પ્રત્યે આદર, નિંદક કે પ્રશંસક, ચોર કે સાધુ, જે જેવા છે તેના પ્રત્યે આદર. શ્રેષ્ઠત્વનો કોઈ સવાલ જ નથી. તેમનું હોવું જ પર્યાપ્ત છે. એ દરેક પ્રત્યે આદર સંભવે ત્યારે વિનય નામનો તપ સધાય છે. જ્યાં સુધી હું તોળી તોળીને આદર આપું ત્યાં સુધી એ મારો ગુણ નથી. મને જો કોહિનૂર હીરો સુંદર લાગતો હોય તો તે કોહિનૂરનો ગુણ છે, પણ જ્યારે રસ્તા પર પડેલ પથ્થરમાંય સૌંદર્ય દેખાય તો હવે સૌંદર્ય જ જોવાનો મારો ગુણ બની ગયો.
ફક્ત શ્રેષ્ઠને જ આદર આપવામાં આપણે કોઈ પ્રયત્ન, શ્રમ કે આંતરિક પરિવર્તન કરવું પડતું નથી, જ્યારે જીવમાત્ર પ્રત્યે આદરભાવ જાગે છે ત્યરો આંતરિક પરિવર્તન થાય છે.
આદિનાથ દાદા જે આજે આપણા માટે શ્રેષ્ઠતમ છે, તે એમના પાંચમા લલિતાંગદેવના ભવમાં વિષયાક્ત હતા. લલિતાંગદેવની પ્રિયા સ્વયંપ્રભા ચ્યવી ગઈ. કોઈ દરિદ્રના ઘરે સાતમી કન્યાના રૂપમાં જન્મ લીધો. બધાએ છોડેલી, તરછોડેલી આ નિર્નામિકાને એક દિવસ યુગેધર કેવળીનાં દર્શનનો લાભ પ્રાપ્ત થાય છે. તે વૈરાગ્ય ભાવનાથી અનશન વ્રત અંગીકાર કરવા જઈ રહી છે. મોહાસક્ત બનેલ લલિતાંગદેવ (આદિનાથ દાદાનો જીવ) તેની પાસે જઈ તેની પત્ની બનવાનું નિયાણું કરાવે છે. તેથી ફરીથી સ્વયંપ્રભા (શ્રેયાંસકુમારનો જીવ) એ જ દેવલોકમાં લલિતાંગની પ્રિયારૂપે જન્મી એકમેકમાં મોહસક્ત બને છે. એ જ જીવ છે કે જે એક દિવસ મોહાસક્ત હતો... આજે વીતરાગ છે...કોને શ્રેષ્ઠ ગણશો? કોને હીન ? તીર્થકર મહાવીરનો જીવ જે આજે વીતરાગ છે, શ્રેષ્ઠ છે...વિનયને પાત્ર છે તે એક ભવમાં
- ૫૩ -
© C C4 વિનયધર્મ
cres અત્યંત અહંકારી, ક્રોધી, નિર્દયી, શય્યાપાલકના કાનમાં ધગધગતું સીસું રેડનાર જીવ હતો... કોનો વિનય કરશો, કોનો નહીં કરો ! આજે તમારો પ્રશંસક કાલે નિંદક હોઈ શકે છે...આજે તમને જન્મ આપનાર કાલે મોતને ઘાટ ઉતારી શકે છે...માટે મહાવીર કહે છે, કોઈ પણ શરત વિના...કોઈ પણ ભેદભાવ વિના...જીવમાત્રનો વિનય કરીએ...એના જીવનનો, એના અસ્તિત્વનો વિનય કરીએ તો જ આ આત્યંતર તપ આત્મસાત્ થશે.
- વિનય તપ ત્યારે જ આત્મસાત્ થઈ શકશે જ્યારે પ્રાયશ્ચિત્ત તપ ફલિત થયું હશે. તો જ માણસનું મન બીજાના દોષ જોવાનું બંધ કરશે. જ્યાં સુધી મન બીજાના દોષ જોયા કરે છે ત્યાં સુધી વિનય પેદા થઈ શકતો નથી. વિનય એટલે સૌ પ્રત્યે સહજ આદર. જ્યારે બીજાના દોષ જોઈને પોતાના અહંકારને પોષણ આપવાનું બંધ કરીએ ત્યારે વિનય પેદા થાય છે.
- વિનય અંતરનો આવિર્ભાવ છે. વિનય બહુ મોટી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. મારો વિનય કોઈ શરતને આધીન નથી. એવું નહીં કે પતંગિયાને બચાવી લઈશું ને વીંછીને મારી નાખીશું...માની લઈએ કે વીંછીને બચાવવા જતાં એ ડંખ મારશે તો એ અનો સ્વભાવ છે. એના લીધે એના પ્રત્યેના આદરમાં કોઈ ફરક નહીં પડે. આપણે વીંછીને એમ નહીં કહીએ કે..તું પંખ નહીં મારે તો જ તને પ્રેમ કરીશ...માની લઈએ કે...શત્રુ ગાળ આપશે, પથ્થર મારશે, કે પછી મારી નાખવાની કોશિશ કરશે...એ ઠીક છે...એ જે કરી રહ્યો છે તે એ જાણે...એ એનો વ્યવહાર છે, પરંતુ એની અંદર જે છુપાયું છે તે ‘અસ્તિત્વ' છે. આપણો આદર, આપણો વિનય અસ્તિત્વ પ્રત્યે છે. આ છે મહાન મહાવીરનો ચીંધેલો મહાન વિનય-આત્યંતર તપ. ચેતન અને જડનો વિનય આત્મસાત્ કરીએ અને જીવનમાં વિનય તપનું આચરણ કરીએ એ જ અભ્યર્થના.
સંદર્ભ ગ્રંથ : * જૈન આગમ ગ્રંથો * અભિધાન રાજેન્દ્રકોશ * જૈનેન્દ્ર સિદ્ધાંતકોશ, શાંત સુધારસ - વિનય વિજયજી મ.સા. - પ્રબુદ્ધજીવન (સુધાબહેન મસાલિયા) - તપાધિરાજ વર્ષીતપ * જ્ઞાનધારા - તપતત્ત્વ વિચાર.
(જૈન ધર્મના અભ્યાસુ ડૉ. મધુબહેન ઉવસગ્ગહરે ભક્તિ ગ્રુપ તથા સોહમ શ્રાવિકા મંડળ સાથે જોડાયેલાં છે. તેમનાં અનુવાદ અને સંપાદનનાં ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે).
Page #32
--------------------------------------------------------------------------
________________
Teeगावात विनयधर्म पायवाटप
दिगम्बर ग्रन्थ 'तित्थयर भावणा' में विनय सम्पन्नता
- श्रीमती विजयलक्ष्मी मुंशी संकल्प तथा प्रयास द्वारा मानसिक विचारों व भावनाओं को भावित या वासित करने को भावना करते है। यह हृदय की अन्तरतम् गहराई से निकला वह भाव होता है जो दर्पण की भाँति जीवन के शाश्वत सत्य का दर्शन करा कर उचित मार्ग के अनुसरण की प्रेरणा देता है। विशिष्ट भावनाओ से चित्तशुद्धि, चित्तशुद्धि से आत्मशुद्धि, आत्मशुद्धि से कर्मनिर्जरा तथा कर्मनिर्जरा से रत्नत्रयी व सम्यग्दृष्टि प्राप्त होती है तथा तीर्थंकर प्रकृति का बंध हो जाता है।
जैन दर्शन में तीर्थंकरपद की प्राप्ति के लिये भावनाओं का विशेष महत्त्व है। प्राचीन ग्रंथ षडखण्डागम, तत्त्वार्थसूत्र आदि में तथा इनके सभी प्रमुख टीकाकार ने तीर्थकर नामकर्म के आश्रव के लिये षोडश कारणों का प्रयोग किया है। तत्थ इमेहि सोलसेहि कारणेहि जीवा तित्थयर णामगोदकम्मं बंधति (ध.पु. 8 सूत्र 40) वहाँ भावना शब्द का प्रयोग नहीं हुआ है। कालान्तर में भावना शब्द का प्रयोग कब हुआ यह शोध का विषय है।
वर्तमान में दिगम्बर सम्प्रदाय के परमपूज्य मुनिश्री श्री प्रणम्यसागरजी ने प्राकृत भाषा में 'तित्थयर भावणा' नामक ग्रंथ की रचना की । इस ग्रंथ में सोलह कारण भावनाओं पर 131 गाथाएँ है। पूज्यश्री ने हिन्दी पद्यानुवाद एवं शब्दशः अन्वयार्थ देकर सुधी पाठकों एवं मनीषियों के लिए सरल व सहज साहित्य उपलब्ध करने की महती कृपा की है।
तीर्थकर प्रकृति के बन्ध की सोलह भावनाओं में से एक विनय सम्पन्नता भावना का अपना विशिष्ट महत्त्व है। विनयधर्म का पालन करनेवाला सब कुछ पा जाता है।
सुदर्शनने थावच्चापुत्र से पूछा - भगव् ! आपके धर्म का मूल क्या है ?' थावच्चापुत्र ने कहा - हमारे धर्म का मूल विनय है।
दशवकालिक सूत्र में भी कहा गया है - एवं धम्मस्स विणओ, मूलं परमोसे मोक्खो। विनय से ऊर्जा, शांति, शक्ति, सकारात्मकता एवं सम्यक्दृष्टि प्राप्त होती है। तित्थयर भावणा में विनय सम्पन्न की आठ गाथाओं में विभिन्न गुणों और उनके धारक गुणी की सुन्दर व्याख्या मिलती है।
-- ५५ -
पापापापातविनयधर्मबापावापाय गाथा नं. 1 : जो सो सम्मादिट्ठी विणओ भणिदो हि लक्खणो पढयो ।
दसण-णाण-चरितं रोचेदि जदो मोक्खमम्गम्मि ॥ सम्यग् द्रष्टिकी प्रथम लक्षण है विनय । नम्रता, समर्पण व विनय के साथ ज्ञान दर्शन व चारित्र में रुचि व श्रद्धा रखनेवाला धार्मिक ही रत्नत्रयी का आदर सम्मान व विनय करता है। इनके धारक की भक्ति व विनय करता है तथा उनमें रुचि रखता है। गुणों की पूजा करने वाले गुणों के धारक गुणी की भी विनय करता है क्योंकि गुण गुणी में ही होते है । गुणी है तो गुण है । रत्नत्रयी आत्मा का गुण होने से उनका विनय करता है । द्रव्य संग्रह में भी कहा है -
'रयणत्तयं ण बट्टइ अप्पाणं मुइत्तु अण्णदब्बमि' (विशेष : मोक्षार्थी को नय का ज्ञान होना आवश्यक है क्योंकि नय-ज्ञान से ही विनय की सही दिशा और मार्ग प्राप्त होता है। नय-ज्ञान विवाद को सुलझा देता है। व्यक्ति हठाग्रही नहीं होकर अनेकान्तवादी बन जाता है। उसके कषाय अल्पतर एवं मंदतर होने से वह मुक्ति पथ पर बढ़ जाता है। नय दृष्टि से विनय दो प्रकार का होता है। (अ) व्यवहार विनय (ब) निश्चय विनय ।
साधु परमेष्ठी का आदर सत्कार करना, नमन करना, नम्रता से बातचीत व अनुसरण करना आदि व्यवहार नय है। उनके सम्यक्दर्शन, सम्यक्ज्ञान एवं सम्यक्चारित्र आदि गुणों का ध्यान व विनय करना तथा उनसे भावि होना निश्चय है। गाथा नं. 2: जेंसि बि य स्यणत्तं तेसिं णिचं य भावणाधम्मे ।
जें णिखेक्खा लाए तेसिं चरणेसु लम्गदे दिट्ठी ॥ रत्नत्रय धारी मुनि सदा धर्म में ही भावना रखते है । वे लोकैषणा से दूर निरपेक्ष होते है अर्थात् किसी भी प्रकार की अपेक्षा नहीं रखते। सम्यकदृष्टि व धर्म की उपासना करने वाले व्यक्ति ऐसे ज्ञान, दर्शन एवं चारित्र के धारी धार्मिकों का विनय सहज भाव से, वगैर किसी प्रलोभन एवं चमत्कार की अपेक्षा करते हुए करते है।
(विशेष : विनय भावना अर्थात् विनय सम्पन्नता से ही तीर्थंकर नामकर्म का बंध होता है। विनय के तीन प्रकार है - (अ) ज्ञान विनय - आगमानुसार स्वाध्याय, शास्त्रों व पठन-पाठन की सामग्री का
यथोचित रख-रखाव, बहुश्रुत भक्ति व प्रवचन भक्ति ज्ञान विनय का
विषय है। (ब) दर्शन विनय-आगमानुसार पदाथों के प्रति श्रद्धा रखते हुए आठ मदस्थान का परिहार, सात व्यसन का त्याग, तीन मूढताओं एवं कषाय रहित होना, अरिहन्त
- 45
Page #33
--------------------------------------------------------------------------
________________
पाबामावविनयधर्मापाय भक्ति, सिद्ध भक्ति, गुरु भक्ति, क्षण लव प्रतिबद्धता, लब्धि संवेग दर्शन
विनय सम्पन्नता है। (क) चारित्र विनय-आवश्यक का पूर्ण पालन करना, शील व्रतों में निरचारिता
तथा शक्ति व सामर्थ्यानुसार तप करना विनय चारित्र है।
रत्नत्रयीधारी साधु व प्रवचन संयमी की वैयावृत्ति में उपयोग लगाना, प्रासुक आहार का दान, समाधि-धारण तथा प्रवचन वत्सलता ज्ञान, दर्शन और चारित्र का विनय है। रत्नत्रयी को साधु व प्रवचन की संज्ञा प्राप्त होने से विनय सम्पन्नता एक होकर भी सोलह अवयवों से युक्त है।) गाथा नं. 3 : रपणत्तयं य धम्मो अपणो णेब अण्णदन्बस्स ।
तम्हा स धम्मिगाणं भत्तीए णिचमुबजुत्तो ॥ रत्नत्रयी आत्मा का गुण है। आत्मा का धर्म है। आत्मा के अतिरिक्त ज्ञान, दर्शन और चारित्र कहीं और किसी भी द्रव्य में नहीं पाये जाते हैं। विनय भी आत्मा का गुण है। आत्मा का धर्म है। अपनी आत्मा को जानने वाला सबकी आत्मा को जानता है। विनयशील सबका सम्मान करता है। जो रत्नत्रयी के धारक है, विनयवान है, वे ही धार्मिक है। जो इन धार्मिकों की भक्ति करता है, आदर सत्कार करता है, उनमें रुचि व श्रद्धा रखता है, उनका विनय करता है, वह सदैव सुख पाता है। सम्यक्दृष्टि व्यक्ति उनका विनय करने में सदा तत्पर रहता है। गाथा नं.4: जो पुण दपेण जुदो कखदि विणयं हु मोकखमम्गिस्स ।
सो हि कसायाविट्टो कधं हवे विणअ जोग्गो खलु ॥ कुछ शिवपथगामी मानी-अभिमानी हो जाते है। वे चाहते हैं कि सम्यक्दृष्टि उनकी भक्ति, श्रद्धा एवं विनय करे। उन्हें आदर-सम्मान दें। सम्यक्ष्टि व्यक्ति ऐसे लोगों का सम्मान एवं विनय कैसे कर सकता है जो स्वयं मानी है, कषाय से पीड़ित है? विनय व भक्ति तो उनकी की जाती है जो कषाय रहित, निष्पाप एवं रत्नत्रयी से भावित हो जाते है। अविनयी सदा दुःख पाता है। विक्ती अविणीयस्स संपत्ति विणियस्स य (उत्तराध्ययन प्रथम अध्ययन सूत्र 21) गाथा नं. 5 : विणएण रहिदजीबो अजब धम्मं कदा ण पावेदि ।
तेण विणेह ण सोक्खं होदि कधं तं च परलोए ॥ विनयरहित व कषाययुक्त व्यक्ति कभी भी सुख नहीं पा सकता है क्योंकि विनय और भक्ति उसी व्यक्ति की की जाती है जिसमें मृदुता और ऋजुता हो।
पापावापावविनयधर्मापायापार जिसमें आर्जव, मार्जव, समता, सहिष्णुता आदि धर्म के लक्षण नहीं होते है वह कभी भी धार्मिक नहीं हो सकता। उसका मन अभिमान से भारी रहता है। ऐसा व्यक्ति न तो इस लोक में सुखी रह सकता है और न ही उसका परलोक सुधरता है। दुःख का कारण वह स्वयं होता है। जिस प्रकार फल प्राप्त करने के लिये पहले वृक्ष लगाना पड़ता है उसी प्रकार आत्म सुख प्राप्त करने हेतु ऋजुता, मृदुता, समता, विनय सम्पन्नता आदि गुणों को धारण करना आवश्यक है। गाथा नं. 6 : आभ्यंतर तबो खलु विणओ तित्थंकरहिं उद्दिट्टो ।
हिम्मदमणेण जम्हा आदम्मि संलीणदा होदि ॥ तीर्थंकरों एवं गणधरों ने दो प्रकार के तप बताये है - बाह्य तप और आभ्मन्तर तप। आभ्यंतर तप के छः भेदों में एक तप विनय तप है जो विशिष्ट हैं, विनय तप है
और तप धर्म है - 'विणवो बि तबो तबो वि धम्मो' (प्रश्नव्याकरण संवर द्वार ३ पाँचवी भावना)
धार्मिक व्यक्ति अन्तरंग तप विनय की साधना - आराधना कर निर्मद व निराभिमानी हो जाता है। निर्विकार होकर वह आत्म-साधना में लीन हो जाता है। विनयशील व कषाय रहित होकर अपने कर्मो की निर्जरा कर लेता है। गाथा नं.7: कुलरुवणाणविसए संपण्णो वि अपसंसरहिदोय ।
पुजेसुणीचदिट्ठी विणयस्स संपण्णदा णाम ॥ प्रस्तुत श्लोक में विनय सम्पन्नता का अर्थ एवं विनीत के गुण बताये गये है। विनयशील कौन होता है ? विनयवान वही होता है जो उच्च कुल में जन्म लेकर, सुन्दर शरीर व रुप पाकर, राजा-महाराजा की तरह वैभवशाली तथा सम्यक्ज्ञान आदि गुणों से सम्पन्न होकर भी अहंकार नहीं करता, उन्नत नहीं होता, मदान्ध नहीं होता तथा पूज्य पुरुषों के समक्ष नयन और शीश झुकाकर भक्ति व श्रद्धा करता है। वह मन, वचन व काया से विनयवान व सम्यक्दृष्टि होता है। सुदर्शन सेठ की तरह ब्रह्मचारी एवं जयकुमार सेनापति की तरह क्षमावान होता है। गाथा नं. 8 : णाणं य पुज्जा य बलं य जादी बं य इड्ढी य तबो शरीरं ।
छिपणंति जे अट्ठविहं मदं ते णिम्माणगा जंति सिवस्स ठाणं ॥ मोक्षफल किसे प्राप्त होता है? मोक्ष का अधिकारी वहीं होता है जिसने आठ मद - ज्ञान, पूजा, कुल, जाति, बल, ऋद्धि, तप और शरीर के अभिमान का परिहार कर दिया है। निर्मल व कषाय रहित हो गया है। गीतार्थ एवं विनय में कोविद
.५८ .
Page #34
--------------------------------------------------------------------------
________________
વિનયધર્મ
ही आत्मसाधना में लीन होकर अपने कर्मो की निर्जरा कर अनुत्तर सुख प्राप्त कर लेता है। मूलाचार में भी विनय को मोक्ष का द्वार बताया है।
उक्त आठ गाथाओं से सिद्ध हो जाता है कि विनय ही जिन शासन का मूल है। जो विनय रहित होता है उसे धर्म, तप और मोक्ष प्राप्त नहीं होता है। आत्मा का ऐहिक और पारलौकिक हित विनय की आराधना से ही संभव है। आचार्य नेमिचन्द्र कृत "सुखबोधा, पत्र ३ में वर्णित एक गाथा के अनुसार" -
विणया णाणं णाणाओ दंसणं दंसणाओ चरणं च । चरणाहिंतो मोक्खे मोक्खो सोक्खं निराबाहं ॥
अर्थात् विनय की आराधना से ज्ञान, ज्ञान से दर्शन, दर्शन से चारित्र और चारित्र से मोक्ष की प्राप्ति होती है। मोक्ष से निराबाध सुख प्राप्त होता है । परिचय
શ્રીમતી વિનયજીમ્મી મુશી ા ખન્મ 12 ગુજારૂં 1946 જો રતહામ (મ.પ્ર.) મેં हुआ। स्नातकोत्तर की शिक्षा (एम.ए. अंग्रेजी साहित्य) रतलाम में ही हुई? तत्पश्चात् उदयपुर राजस्थान विश्वविद्यालय से बी. एड्. तथा हिमाचल विश्वविद्यालय से મ.ઇ. ની ડિગ્રી પ્રાપ્ત વી.
सन 1972 से 1998 तक सिनियर सैकण्डरी विद्यालय में व्याख्याता अंग्रेजी के पद पर कार्य किया। सन 1998 से 2006 तक उसी विद्यालय में प्रधानाचार्या पद प्राप्त किया।
सन 2006 में सेवानिवृत्त होने के पश्चात् धर्मसंघ की प्रभावना में संलग्न हो
T)
आप की मुख्य रुचि आगम एवं ग्रन्थो के अध्ययन में है। अब तक लगभग बारह आगम व ग्रन्थ का अध्ययन कर इसी दिशा में अग्रसर है। अध्ययन के अलावा धार्मिक विषयों पर लेख, पत्रवाचन, कई अनुवादह कार्य तथा आध्यात्मिक कार्यशालाओं के आयोजन में विशेष प्रयत्नशील हैं। **
(उदयपुरस्थित विजयालक्ष्मी मुंशी ने M.F.D. तक अभ्यास किया है। सिनियर सेकंडरी विद्यालय में प्रधानाचार्या का पद प्राप्त किया है। उनको आगम एवं धर्मग्रंथों का अध्ययन में विशेष ऋचि है ।)
૫૯
|
1 II : વિનયધર્મ વિય પ્રત} : ઉપકારભાવનો ઉદ્ગાર
- શૈલેષી એચ. અજમેરા
:
શ્રમણ ભગવાન મહાવીરના મુખકમલમાંથી શબ્દો સર્યા ।। વિણઓ મૂલં પરમો સે મોક્ખો ॥ વિનય એ જ મોક્ષનું મૂળ છે. વિનય એ જ ધર્મનો પાયો છે. અશુદ્ધ આત્માને શુદ્ધ કરવાની ક્ષમતા વિનયગુણમાં રહેલી છે. વિનય એ સર્વ ગુણોનું માતૃસ્થાન છે અને સદ્ગુણોના પ્રાગટચનું કારણ છે. જેમજેમ એક સાધકની પ્રકૃતિ અને પ્રવૃત્તિમાં વિનયભાવ પ્રગટે છે, તેમતેમ તેના જ્ઞાનગુણમાં વૃદ્ધિ થાય છે અને તે અતિશીઘ્ર મોક્ષના રાજમાર્ગે પ્રયાણ કરે છે.
રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિજી મહારાજસાહેબે એક શિબિરમાં ખૂબ માર્મિક અને ચિંતનસભર વાત સમજાવી હતી કે વિનય એ અનુભૂતિ અને અભિવ્યક્તિ બંનેનો વિષય છે. અનંત ઉપકારી ગુરુજનો જ્યારે જ્ઞાનગંગાનો ધોધ વહાવે છે ત્યારે પાત્રવાન શિષ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યા પૂર્વે અને જ્ઞાન ગ્રહણ કર્યા પદ્માત, અત્યંત વિનયભાવપૂર્વક ઉપકારભાવની અભિવ્યક્તિ કરે છે. અશ્રુભીનાં નયને, નતમસ્તકે, ઉરના ઊંડાણથી જે અંતરના અહોભાવના ઉદ્ગારો સ્ફુરે છે, તેને વિનય પ્રતિપતિ કહેવાય છે. વિનય પ્રતિપતિ કરતા સમયે એક વિનયવાન શિષ્યની અભિવ્યક્તિ જોઈને અનેકોનાં હૃદયમાં વિનયભાવ પ્રગટે છે. એકનો વિનય જોઈને અનેકોને પ્રેરણા મળે છે. સામૂહિક જ્ઞાનપ્રાપ્તિના અવસરે વિનય પ્રતિપતિનો પ્રયોગ સ્વ માટે તો ફળદાયી છે જ, સાથેસાથે અન્યો માટે પણ ઉપકારક હોય છે. વિનયભાવની અભિવ્યક્તિના અનેક પ્રકાર છે. ગુરુ કે પરમાત્માના સાંનિધ્યમાં યોગ વિનયનું પ્રવર્તન આવશ્યક છે. મન યોગ, વચન યોગ અને કાય યોગ આ ત્રણે યોગોનું વિનયપૂર્વકનું સામંજસ્ય જ્યારે સર્જાય ત્યારે ઉત્કૃષ્ટ
વિનયનો યોગ પ્રવર્તે છે.
મન યોગ વિનય :
એક સાધક જ્યારે પૂર્ણ એકાગ્રતા અને ઉત્કૃષ્ટ વિનયભાવપૂર્વક ગુરુ કે પરમાત્માની વાણી શ્રવણ કરવામાં તલ્લીન થઈ જાય છે ત્યારે ગુરુ ફક્ત એક જ વાર ફરમાવે અને શિષ્યને બધું જ યાદ રહી જતું હોય છે. જ્યારે શિષ્યનું મન સ્થિર, એકાગ્ર અને જાગૃત હોય છે ત્યારે જ્ઞાનપ્રાગટચ સહજ થઈ જાય છે. આગમમાં વિનયવાન શિષ્યના મન
૬.
Page #35
--------------------------------------------------------------------------
________________
© ©4 વિનયધર્મ @ @ યોગનું પ્રવર્તન કેવું હોવું જોઈએ તેની વાત આવે છે.
૧) ત દિફ્રિએ - હે ભંતે! આપની દૃષ્ટિ જેવી દૃષ્ટિ મને પ્રદાન કરો.
૨) ત મુત્તિએ - હે પરમાત્મ! આપના સિવાય બીજા બધાથી મુક્ત કરો, ફક્ત આપના જ સ્મરણમાં રહેવું છે.
૩) ત સન્નિ - હે કરુણાનિધિાન ! મારી સર્વ સંજ્ઞાઓ ફક્ત આપના અનુસંધાનમાં જોડાઈ જાય, જેવા આપના વિચાર તેવા જ મારા વિચારો.
૪) ત પુરક્કારે - હે ગુરુ ભગવંત ! મારું અસ્તિત્વ સતત આપની આજ્ઞામાં રડે
૫) તત્રિવેણે - હે ભંતે ! હરએક પળ આપનાં શરણ અને સ્મરણમાં વીતે, આપના સિવાય બીજી કોઈ ઉપાસના નહીં.
પાત્રવાન શિષ્ય પૂર્ણ એકાગ્રતાપૂર્વક અને મનના ઉત્કૃષ્ટ ભાવો પડે ગુસાંનિધ્યની હરએક ક્ષણને અપૂર્વ પણ સમજીને વિનયભાવપૂર્વક માણે છે અને એના યોગો થકી અવિનય ન થઈ જાય એની સતત સાવધાની અને જાગૃતિ રાખે છે.
વચન યોગ વિનય :
શ્રી ભગવતી સૂત્રના અધિકાર દ્વારા જણાય છે કે, પરમાત્માના સમયના શ્રાવકો જ્યારે એકબીજાને મળતા ત્યારે કહેતા... “ઇણમેવ નિર્ગાથે પાવયણે સચ્ચે અણુત્તર, એસ અટ્ટ ઍસ પરમÈ સેસે અણહે - જેનો અર્થ એમ છે,
હે દેવાનુપ્રિય ! સર્વજ્ઞ પરમાત્માનો નિગ્રંથ ધર્મ એ જ સત્ય છે, એ જ અનુત્તર છે, એ જ અર્થ છે, એ પરમાર્થ છે અને બાકી બધું નિરર્થક છે'', એમ કહીને વાર્તાલાપની શરૂઆત કરતા હતા. આવી ઉત્કૃષ્ટ શ્રદ્ધા ધરાવતા શ્રાવકો જ્યારે પ્રભુની અમૃતવાણીનું શ્રવણ કરતા ત્યારે વિનયમાં તરબોળ વચનો દ્વારા અનેક રીતે વિનય પ્રતિપતિ કરતા.
એવમેય ભતે ! તહમેય ભતે ! સેવં ભંતે ! અવિતહમેય ભંતે ! તમેવ સર્ચ નિશકે !
“હે ભગવન્! આપે જેમ ફરમાવ્યું તેમ જ છે, આપે જેમ આજ્ઞા આપી તેમ અમે અમારા મન, વચન અને કાયાના યોગ જોડવાનો પ્રયત્ન કરશું, આપના
- ૬૧ -
© C C4 વિનયધર્મ
cres નિર્દેશનો અમારા દ્વારા સ્વીકાર થશે, આપનો ઉપદેશ અમારા માટે અનંત હિતકારી છે, આપ અમને સત્યની રાહ બતાવનારા છો, અમે અજ્ઞાની અને મૂઢ છીએ.”
વિનયવાન શ્રાવકો સર્વજ્ઞ પરમાત્મા સમક્ષ શૂન્ય અને અજ્ઞાની બની પોતાની સામાન્યતા અને ભગવાનની શ્રેષ્ઠતાનો અનુભવ કરતા. જે બુદ્ધિશૂન્ય થાય છે, તેનામાં વિનયગુણ પ્રગટે છે અને અહોભાવપૂર્વક વિનયભાવની અભિવ્યક્તિ જ તેમના જ્ઞાનગુણની વૃદ્ધિનું મૂળભૂત કારણ બને છે.
પરમાત્મા કહે છે : | પસન્ના લાભ ઇસંતિ, વિયુલ અફ્રિએ સુર્ય ૮ શિષ્યનો વિનય જોઈને ગુરુ કે પરમાત્મા પ્રસન્ન થાય છે અને પોતાના શિષ્યને વિપુલ પ્રમાણમાં અર્થ અને શ્રુતજ્ઞાન અર્પણ કરે છે. વિનયશ્રુત પ્રાપ્તિનું કારણ છે. ગુરુનો રાજીપો પામનાર ક્યારેય પણ દુઃખી થતો નથી.
કાય યોગ વિનય :
કાય યોગ વિનયના અનેક પ્રકાર હોય છે. એમાંથી એક પ્રકાર છે એકરૂપતા વિનય'.
ધર્મ ક્ષેત્રમાં જ્યારે ઉપાસકોનો સમુદાય એકત્રિત થાય છે ત્યારે એમના ચાલવામાં, બોલવામાં, બેસવામાં અને દરેક વર્તનમાં એકરૂપતાની પ્રતીતિ થવી જોઈએ. ધર્મ ક્ષેત્રમાં પ્રવેશ થતાં જ પગરખાં, ચપ્પલ અને shoesને એક લાઈનમાં રાખવા, ધર્મસભામાં, lineસર બેસવું, પ્રવચન આદિ સંપન્ન થયા બાદ વિનય પ્રતિપતિથી થતી ત્રણ વાર તિખુત્તોની વંદનામાં પણ એકરૂપતાનો વિનય હોવો આવશ્યક છે. દૂરથી ગુરુનું આસન જોતાં જ સર્વ ઉપાસકોના હાથ અંજલિકરણ મુદ્રામાં જોડાઈ જાય અને જ્યાં સુધી ગુરુના સાંનિધ્યમાં હોય ત્યાં સુધી સ્વયંનો વિનય અભિવ્યક્ત કરતા હાથ અંજલિબદ્ધ જ રહે છે, કેમકે શ્રાવક-શ્રાવિકા અને ઉપાસકોના વર્તનથી જિન શાસનની ગરિમાં પ્રતિબિંબિત થાય છે.
ગુરુના સાંનિધ્યે મોબાઈલ ફોનનો પ્રયોગ કરવો તે માત્ર કાયાથી જ નહિ, પરંતુ મન, વચન અને કાયા ત્રણેથી થતો મહાઅવિનય છે. મોબાઈલને સ્વિચ ઑફ અથવા સાઈલેન્ટમાં જ રાખવો જોઈએ જેથી આપણા થકી સદ્ગુરુનાં જ્ઞાન, દર્શન અને ચારિત્રના ભાવોમાં વિક્ષેપ ન પડે અને ભવિષ્યમાં ગુરુસાંનિધ્ય પ્રાપ્ત ન થાય એવી અંતરાયથી બચી જઈએ.
ધર્મ ક્ષેત્રે આવતા નવા બૌદ્ધધર્મી સાધકોને કોઈ પણ વિધિ, વિધાન, પૂજા કે ક્રિયાઓની સમજણ દેતાં પહેલાં સહુ પ્રથમ વિનયધર્મની મહત્તાનો બોધ
Page #36
--------------------------------------------------------------------------
________________
©©ન્ડ વિનયધર્મ ©© આપવામાં આવે છે. વિનયધર્મમાં પણ સહુથી પહેલાં એકરૂપતાની ટ્રેનિંગ આપવામાં આવે છે... કેવી રીતે એકરૂપતાપૂર્વક વંદન કરવું, નમન કરવું, ક્યારે ઊભું થવું, તેવી ખૂબ જ પ્રાથમિક લાગતી ક્રિયાઓને પણ ઝીણવટથી સમજાવવામાં આવે છે જેથી તેમનો લય અને એકરૂપતા જળવાઈ રહે અને નવા જોડાતા ઉપાસકોની સાધનાની શરૂઆત એકરૂપતાપૂર્વક થાય છે તેમ જ સ્વામિનારાયણ ધર્મ, ઈસ્લામ ધર્મ અને ખ્રિસ્તી ધર્મમાંથી Discipline અને એકરૂપતા વિનયની પદ્ધતિ પ્રશંસનીય અને અનુસરણીય છે.
વિનયધર્મનો બોધ આપણા સહુ માટે પરત્માતાની આપેલી અમૂલ્ય ભેટ છે. આપણે સહુ કમભાગી છીએ કે પૂર્વકૃત અવિનય, આશાતના અને અભક્તિના પરિણામસ્વરૂપ આ પંચમ આરામાં જન્મ મળ્યો અને સાક્ષાત્ પરમાત્માનું શરણ પામી શક્યો નથી, સાથે જ પરમસભાગી પણ છીએ, કેમકે અનંત આત્માઓ જ્યારે દિશાવિહીન ભટકી રહ્યા છે ત્યારે પરમાત્માતુલ્ય સદ્ગુરુનું શરણ મળેલ છે અને એમના થકી પ્રાપ્ત થયેલો અનંત હિતકારી આત્મબોધ, રણમાં સાંપડેલી મીઠી વીરડી સમાન છે. આવી અમૂલ્ય તક મળ્યા પછી ભાવભીના હૃદયે, અહોભાવપૂર્વક સદ્ગુરુના ચરણે વિનય પ્રતિપતિની વંદના અર્પણ કરું છું...
હે ભંતે ! આપના પરમઅનુગ્રહથી પ્રાપ્ત થયેલું જ્ઞાન અમારા સહુ માટે આત્મહિતકારી છે...
આપનાં દરેક વચનો સબોધ પમાડી ધર્મની સાચી સમજણ આપનારાં છે... આપનો અમારા પર મહાઉપકાર છે... હું કલ્યાણમિત્ર ગુરુવર ! આપનું પરમજ્ઞાન અમારા અંતરમાં સમ્યગુરૂપે પરિણમે... અમારા હૃદયમાં પરમ વિનયભાવ પ્રગટે એવી કૃપા વરસાવો...કૃપા વરસાવો...કૃપા વરસાવો...''
| (ચેન્નઈસ્થિત જૈન દર્શનના અભ્યાસુ શૈલેષીબહેને મુંબઈ યુનિવર્સિટીથી Microbiology અને Biochemistryમાં Graduation કરેલ છે. જેન વિશ્વભારતી ઇન્સ્ટિટયૂટનો જીવનવિજ્ઞાન, પ્રેક્ષાધ્યાન અને યોગનો અભ્યાસ કર્યો છે. મુંબઈ યુનિવર્સિટીનો ડિપ્લોમા ઈન જૈનોલૉજી કોર્સ કરેલ છે, લુક ઍન્ડ એન લર્ન અને સંબોધી સત્સંગ સાથે જોડાયેલાં છે).
©©ર્ન વિનયધર્મ PL©©n સર્માતના સડસઠ બોલની સઝાય ઢાળ ત્રીજી : દસ વિનય
- ડૉ. ઉત્પલા મોદી અરિહંત તે જિન વિચરતા, કર્મ ખપી હુઆ સિદ્ધ ચેઈય જિન-પડિમા કહીજી, સૂત્ર સિદ્ધાંત પ્રસિદ્ધ, ચતુર નર ! સમજો વિનય પ્રકાર, જિમ લહીએ સમક્તિ-સાર, ચતુ. (૧) દશ પ્રકારનો ‘વિનયધર્મ બતાવાય’’ છે. વિનય એ સર્વ સિદ્ધાંતનું મૂળ છે. લોકમાં પણ કહેવાય છે કે વિનય વિનાના માણસની માણસમાં ગણના થતી નથી. આ સંસારમાં કોઈ પણ ક્ષેત્રમાં વિનયના યોગે જ શ્રેષ્ઠ કોટિની સિદ્ધિ મળે છે. જ્યારે આ ધર્મના ક્ષેત્રમાં તો વિનય વિના કોઈ પણ જાતની સિદ્ધિ મળતી જ
નથી.
આ વિનય કોની પ્રત્યે કરવાનો છે તે જણાવતાં દસ પાત્રો અહીં વર્ણવ્યાં છે - (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) ચૈત્ય (૪) સુત્રસિદ્ધાંત (૫) દસ પ્રકારના યતિ ધર્મ (૬) તે યતિ ધર્મના પાલક સાધુ ભગવંતો (૭) આચાર્ય ભગવંત (૮) ઉપાધ્યાય ભગવંત (૯) ચતુર્વિધ સંઘ (૧૦) સભ્ય દર્શન.
(૧) અરિહંત એટલે ‘જિન વિચરતા'. જે વિહરમાન તીર્થકર ભગવંત છે, તેમનો વિનય કરવાનો છે. આ વિનયનું પાલન તો જ્યારે ભગવાન વિહરમાન હોય ત્યારે કરવાનું છે. આજે આપણા માટે આ વિનયનું પાલન સાક્ષાત્પણે શક્ય નથી. છતાં આવા પરમાત્માનું સાંનિધ્ય ગમી જાય, ત્યાંથી ખસવાનું મન ન થાય. એ સારામાં સારો વિનય છે. મન-વચન-કાયાના યોગોનું સમર્પણ કરવું એ વાસ્તવિક કોટિનો વિનય છે. વિચરતા એવા અરિહંત પરમાત્માને આપણાં મનવચન-કાયાનું સમર્પણ કરવું એ જ તેમની પ્રત્યેનો વિનય છે. અરિહંત તીર્થંકર દેવ તે વિદ્યમાન વિચરતા, ચોત્રીશ અતિશયો સહિત, પાંત્રીશ વાણીના ગુણે બિરાજમાન, બાર ગુણે ગુણવન્ત એવા શ્રી અરિહંત ભગવાનનો વિનય કરવો.
(૨) અરિહંત બાદ સિદ્ધપદનો વિનય છે સિદ્ધપદ એ સાધ્ય છે. આ સાધ્યને લઈને જ અરિહંતનો વિનય થાય છે. જ્ઞાનાવરણીયાદિક આઠ કર્મને ખપાવીને મોક્ષે
SY
O
Page #37
--------------------------------------------------------------------------
________________
૭૭ 4 વિનયધર્મ
Pe Cen પહોંચ્યા એવા આઠ ગુણો સહિત સિદ્ધ ભગવાનનો વિનય કરવો. આ સિદ્ધ ભગવાન તો માત્ર અસ્તિત્વ દ્વારા, આલંબનરૂપ બનવા દ્વારા આપણી ઉપર ઉપકાર કરે છે. આ સિદ્ધોનો અમલાપ ન કરવો એ સિદ્ધોનો વિનય છે. સિદ્ધાવસ્થાનું સતત ચિંતન કરવું તે સિદ્ધનો વિનય તમે જેમ અર્થનું સતત ચિંતન કરો છો ને? એ જ રીતે અહીં સિદ્ધનો વિનય કરવો.
(૩) ચૈત્ય : વિનય એ જૈન શાસનનું મૂળ છે. બધી જ સિદ્ધિઓ વિનયને વરેલી છે. આ વિનય સમ્યત્ત્વનું લિંગ છે. સમ્યમ્ દર્શન પામવું હોય તો ભગવાનની આજ્ઞા માનવાનું શરૂ કરવું. વિશેષ કરીને આઠ પ્રકારનાં કર્મને આત્મા પરથી દૂર કરે તેને વિનય કહેવાય છે. ચૈત્ય-જિન પ્રતિમાનો વિનય એટલા માટે બતાવ્યો છે કે વિહરમાન જિનનો યોગ દરેકને કાયમ માટે મળી રહે એવું બનતું નથી. તેથી તેમના પ્રતિમાજીનો વિનય કરવાનું જણાવ્યું. જિન પ્રતિમા આગળ ભક્તિ-બહુમાન વગેરે કરવું, સ્તવના કરવી તેમ જ તેની આશાતના ન કરવી. આ બધી જાતનો વિનય પ્રતિમાનો કરવાનો છે. ચૈત્યનો અર્થ જિન પ્રતિમા પણ થાય. જિન મંદિર પણ થાય અને અશોક વૃક્ષ પણ થાય. અહીં માત્ર બે અર્થ લગાડવા છેઃ જિન પ્રતિમા અને મંદિર.
(૪) સૂત્ર : આજે આપણે સૂત્રની ઉપેક્ષા જે રીતે કરીએ છીએ તેના યોગે જ સમ્યકત્વથી વંચિત રહ્યા છીએ. સૂત્રના આધારે જ અર્થ રહેલા છે. જેને ચારિત્ર જોઈએ એને જ્ઞાન પામ્યા વિના ચાલે એવું નથી. સમ્યકૃત્વની પ્રાપ્તિ પણ જ્ઞાનથી જ થતી હોય છે અને જ્ઞાનપ્રાપ્તિની શરૂઆત સૂત્રથી થતી હોય છે. શાસ્ત્રમાં બાર વરસ સુધી સૂત્ર ભણવાનું કહ્યું છે. જેનો અર્થ સમજાય છતાં તેવાં સૂત્રો ભણયાં કરે તો શ્રદ્ધા નિર્મળ બનવાની જ. આચારાંગાદિ ૧૧ અંગો અને ૧૨મું અંગ દૃષ્ટિવાદ છે. તે આગમ શાસ્ત્રો એ શ્રુત સિદ્ધાંત જે આપણો અણમોલ તરવાનો એકમાત્ર આધાર છે, એવા અનંત જ્ઞાનીઓએ ભાખ્યો છે, તે પ્રત્યે આદરભાવ સર્વપ્રથમ આવશ્યક છે. એના સ્વાધ્યાયથી, સમજવાથી કે સાંભળવાથી સમક્તિ દર્શનનું રહસ્ય મેળવી શકાશે. શ્રદ્ધામાં એથી જ સ્થિર થઈ શકશે. ચતુર નર કહેતા
પંડિત પુરુષો! તમે હૃદય વિષે દેશવિદ્યા વિનયનો ભેદ સમજો, જાણો જેથી સમક્તિનું રહસ્ય પામીએ.
ધર્મ ખિમાદિક ભાખિઓજી, સાધુ તેહના રે ગેહ; આચાર જ આચારના જી, દાયક નાયક જેહ. ચતુ. (૨)
- ૬૫ -
6 4 વિનયધર્મ
11 ઉપાધ્યાય તે શિલ્યનેજી, સૂત્ર ભણાવણહાર, પ્રવચન સંઘ વખાણીએજી, દરિસણ સમક્તિ સાર. ચતુ.(૩).
(૫) સૂત્ર પછી યતિ ધર્મનો વિનય કરવાનું જણાવ્યું છે, કારણકે જે સૂત્ર ભણે તેને સૂત્ર ભણતાં ભણતાં દસ પ્રકારનો યતિ ધર્મ પાળવાનું મન થાય. સૂત્ર ભણે તેને સાધુ થવાનું મન થયા વિના ન રહે. (૧) ક્ષમા (૨) માર્દવ (૩) આર્જવ (૪) મુક્તિ (નિર્લોભતા) (૫) તપ (૬) સંયમ (૭) સત્ય (૮) શૌચા (૯) આકિંચન્ય (૧૦) બ્રહ્મચર્ય. આ દસ પ્રકારનો યતિ ધર્મ છે. તે દેશ પ્રકારના યતિ ધર્મનું ગેહ એટલે ઘર અર્થાત્ સ્થાન સાધુમુનિરાજ છે, એટલે તે મુનિ દવિધ યતિ ધર્મના ધારક છે. તેનો વિનય કરવો. આચાર્ય જે પાંચ આચાર (૧). જ્ઞાનાચાર (૨) દર્શનાચાર (૩) ચારિત્રાચાર (૪) તપાચાર (૫) વીર્યાચાર. એ પાંચ આચારના દાયક કહેતા આપનાર એટલે દેખાડનાર છે એટલે પંચાચાર પોતે પાળે ને બીજાને ઉપદેશ કરીને પળાવે તે આચાર્ય ધર્મના નાયક છે, તેમનો વિનય કરવો. આઠ જ્ઞાનાચાર, આઠ દર્શનાચાર, આઠ ચારિત્રાચાર, બાર પ્રકારના તમાચાર અને છત્રીસ પ્રકારના વીર્યાચાર. આ બધા જ ભેદનું પાલન કરે અને કરાવે તે આચાર્ય. તેઓની પાસે વિધિપૂર્વક અર્થ-દેશના સાંભળવી વગેરે વિનય કરવાનો છે.
(૬) પૂજનીય સાધુ-સાધ્વીજી મહારાજના આચારો દુનિયાના વ્યવહારોથી બહુ જ જુદા પડી જાય તેવા છે. તે આ પ્રમાણે ૧૦ છે. (૧) ક્ષમા (વેરઝેરનો ત્યાગ) (૨) કોમળ (સ્વભાવે) (૩) ઋજુતા - સરળ - નિષ્કપટી (૪) મનસંતોષ-નિર્લોભતા (૫) બારે પ્રકારનાં તપમાં લીન (૬) સંયમના પાલનમાં પ્રમાદ નહીં (૭) જિનાજ્ઞા એ જ સત્ય છે એવું હૈયાથી માને (૮) પવિત્ર ભાવધારણ કરે (૯) કંચન-કામીનીના ત્યાગી (૧૦) શિયળ ગુણે શોભતા હોય. આટલા ગુણોના ત્યાગી દુનિયામાં ક્યાંય જોવા મળશે નહીં. એટલે સર્વત્ર સરખામણી કરે તો આ ગુણિયલ મહાન આત્માઓની જોડ શોધી જડે તેમ નથી. માટે એમનાં નમસ્કાર-વંદન-સત્કાર-સન્માન અનંતફળ આપનાર બંને તેમાં શંકા જ નથી. એમના પ્રત્યેનો આદરભાવ વિનય કરવા પ્રેરે છે.
(૭) ઉપાધ્યાય ભગવંતની જરૂર સૂત્ર ભણવા માટે છે. આચાર્ય ભગવંતાદિ અનેક આત્માઓને ભણાવવાનું કામ કરે છે તે તેમના ઉપકાર માટે નહિ, પોતાના વીર્યંતરાય કર્મના, જ્ઞાનાવરણીય કર્મના, મોહનીય કર્મના ક્ષયોપશમની વૃદ્ધિ માટે ભણાવે છે. આ રીતે વાચના વગેરે આપવાથી નીચ ગોત્રનો ક્ષય થાય અને વીર્ય
છે ૬૬ ૦
Page #38
--------------------------------------------------------------------------
________________
CC4વિનયધર્મ
Peon ઉલ્લસિત બને છે. આ ઉલ્લસિત વીર્ય જ શ્રેણી માંડવા માટે કામ લાગવાનું છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ એ ચાર આત્માના અનંત સ્વરૂપ સમાન છે. કર્મથી અવરાયેલા એ ગુણોને પ્રગટ કરવાનો, વાદળ ખસે ને સૂર્ય પ્રકાશે, તેમ પુરુષાર્થ થવો એ જરૂરી છે. એ પુરુષાર્થનું બીજું નામ આચાર-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર ને તપાચાર. એ ચારેયમાં શક્તિનો ઝડપથી ઉપયોગ કરવો એનું નામ વીર્યાચાર. એનો ઉપદેશ આપણને એ આચારોમાં જોડે તેવા આચાર્ય-ધર્મના નાયકોનો વિનય કરવો.
(૮) આજે સૂત્ર ભણવાનું ગમતું નથી, માટે ઉપાધ્યાય ભગવંતની કિંમત સમજાતી નથી. જે દિવસે સૂત્રની જરૂરિયાત જણાશે, સૂત્ર પ્રત્યે બહુમાન જાગશે તે દિવસે ઉપાધ્યાય ભગવંતનો વિનય કરવાનું શક્ય બનશે.
૪૫ આગમો આ પ્રમાણે છે : ૧૧ અંગ ૪ મૂત્ર સૂત્રો ૧૨ ઉપાંગ ૧ નંદી સૂત્ર ૧૦ પન્ના ૧ અનુયોગ દ્વારા સૂત્ર ૬ છંદગ્રંથો ૪૫
એ આગમો ગુરુ ગમથી ગીતાર્યો દ્વારા વારસામાં મેળવેલાં રહસ્યો ઉકેલવાપૂર્વક શિષ્યોને શીખવાડે, ભણાવી શ્રુતજ્ઞાનમાં તલ્લીન બનાવી સ્વાધ્યાયમાં રસિયા બનાવે તેવા ઉપાધ્યાયજી મહારાજોનો વિનય કરી, ગુણોની કદર કરી અનેક ગુણો પ્રાપ્ત કરવાના આશીર્વાદ મેળવો.
પ્રવચન કે સિદ્ધાંત એટલે (૧) સૂત્ર (૨) નિયુક્તિ (૩) ભાણ (૪) ટીકા (૫) ચૂર્ણિ, એને પ્રવચન કહીએ, તથા વળી જીવ ૧, અજીવ ૨, પુણ્ય ૩, પાપ ૪, આશ્રવ ૫, સંવર ૬, નિર્જરા ૭, બંધ ૮, મોક્ષ ૯, એ નવ તત્ત્વને જાણે - આદરે, તે સાધુ ૧, સાધ્વી ૨, શ્રાવક ૩, શ્રાવિકા ૪ ને પ્રવચન સંઘ કહીએ, એ પ્રવચન સંઘનો વિનય કરવો તથા દર્શન જે ઉત્તમ સમક્તિ તે ક્ષાયિક, ક્ષયોપશમ, ઉપશમાદિ સમક્તિનો વિનય કરવો. ભગતિ બાહ્ય પ્રતિપત્તિથીજી, હૃદયપ્રેમ બહુમાન; ગુણયુતિ અવગુણ ઢાંકવાજી, આશાતનાની હાણ. ચતુ. (૪) (૯) નવમા સ્થાનો ચતુર્વિધ સંઘ બતાવ્યો છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેલાં હોય તો તેને સંઘ કહેવાય. આ સંઘનો વિનય કરવાનો છે. શ્રી ભદ્રબાહુસ્વામીજી પ્રાણાયામની સાધના કરવા ગયેલા ત્યારે
CC4વિનયધર્મ P
છn ચતુર્વિધ સંઘે સાધુઓને ભણાવવાની વિનંતી કરી, પણ પોતાની સાધના સારી ચાલતી હોવાથી તેઓ શ્રી એ ના પાડી. ત્યારે શ્રીસંઘે પુછાવ્યું કે જે સંઘની આજ્ઞા ન માને તેને કહ્યું પ્રાયશ્ચિત્ત આવે? ત્યારે શ્રી ભદ્રબાહુસ્વામીજીએ ભણાવવાની હા પાડી અને સાધુઓને ત્યાં મોકલવાનું જણાવ્યું. આપણી વાત એટલી છે કે આચાર્યભગવંત પણ સંઘનો અવિનય ન કરે, પરંતુ તે સંઘ ભગવાનની આજ્ઞામાં હોય તો.
પ્રથમ ભક્તિ તે બાહ્ય પ્રણિપાત કરવો એટલે અષ્ટાંગ પ્રણામ કરવો તેને કહે છે. ઉસ્સા ૧, શિરસા ૨, પ્રષ્ટા ૩, જાનૂ ૪, નાસા ૫, તથૈવ ચ; ગીવા ૬, કારભ્યાં ૭, નયનાભ્યાં ૮, પ્રણામોડષ્ટાંગ ઉચ્ચતે, એ આઠ પ્રણામ તેનું વર્ણન કર્યું. અષ્ટાંગ પ્રણામો ભક્તિ, તે બાહ્ય પ્રતિપત્તિથી જાણવો. હૃદયને વિષે પ્રેમ-સ્નેહ, રાગ ધરીને બહુમાન કરવું, એ બીજો ભેદ બહુમાનનો કહ્યો છે. ગુણીના ગુણની સ્તુતિ કરવી, એ ગુણસ્તુતિ ત્રીજો ભેદ. તે ગુણીના અવગુણ ઢાંકવા એ, અવગુણ વર્જના ચોથો ભેદ અને આશાતનાની હાનિ કરવી એટલે જેજે આશાતના ટાળવી ઘટે તે ટાળવી, એ આશાતનાની હાનિનો પાંચમો ભેદ. સંઘના વિનય બાદ છેલ્લે દર્શન અર્થાત્ સમ્યકત્વનો વિનય કરવાનું જણાવ્યું છે. જોકે, સંઘમાં સમક્તિ આત્માઓ જ હોવાથી સંઘના વિનયમાં સમ્યકત્વનો વિનય સમાઈ જાય છે. છતાં સમ્યત્વનાં સાધનોનો વિનય જુદો બતાવવા તેને જુદો પાડ્યો છે - એમ સમજવું. અથવા તો સમ્યકત્વગુણની પ્રધાનતાને જણાવવા તેને જુદું પાડીને બતાવ્યું હોવાથી સંઘમાં પાંચમા ગુણઠાણે રહેલાં શ્રાવક-શ્રાવિકાનું ગ્રહણ કરવું અને દર્શનમાં ચોથા ગણઠાણે રહેવાનું ગ્રહણ કરવું.
પાંચ ભેદે એ દેશ તણોજી, વિનય કરે અનુકૂળ, સિંચે તે સુધારસેજી, ધર્મવૃક્ષનું મૂળ. ચતુ. (૫)
જે માણસ (૧) ભક્તિ (૨) બહુમાન (૩) ગુણસ્તુતિ (૪) અવગુણ વર્જના (૫) આશાતનાનો ત્યાગ એ પાંચ ભેદે કરી અરિહંતાદિક દશનો વિનય કરે (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) ચૈત્ય (૪) શ્રત (૫) ધર્મ (૬) સાધુવર્ગ (૭) આચાર્ય (૮) ઉપાધ્યાય (૯) પ્રવચન (૧૦) દર્શન એ દશેનો પાંચ પ્રકારે અનુકૂળ વિનય કરે તે માણસ વિનયરૂપ અમૃતરસે કરી સમક્તિરૂપ ધર્મવૃક્ષના મૂળને સિંચે છે. તે આગળ જતાં ‘ક૯૫વૃક્ષ’ બની જશે અને અનંત સુખોના ધામરૂપ સિદ્ધ
- ૬૮ -
Page #39
--------------------------------------------------------------------------
________________
© C CT4 વિનયધર્મ PTC પામવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેવા સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય ભગવંતનો વિનય જણાવ્યો અને છેલ્લે દસ પ્રકારના યતિ ધર્મ પામવાની ઈચ્છાને ધરનારા અને ઇચ્છાને અનુરૂપ પ્રયત્ન કરનારા એવા સમક્તિ આત્માઓનો વિનય કરવાનું જણાવ્યું છે. સંદર્ભ : વાચના પ્રદાતા,
પૂ. આ.ભ.શ્રી. વિ. ચન્દ્રગુપ્ત સુ.મ. પ્રકાશન - શ્રી અનેકાંત પ્રકાશન જૈન રિલિજિયસ ટ્રસ્ટ.
(ડૉ. ઉત્પલાબહેને M.A. Ph.D. સુધી અભ્યાસ કર્યો છે. તેઓ સોમાની ભવન્સ કૉલેજનાં ફિલોસોફીના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ છે. તેઓનાં ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે).
© ©CQ વિનયધર્મ @ @ સ્થાને પહોંચાડશે.
(૧૦) સમ્યગૂ દર્શન : સ દર્શન તો ચારિત્ર અને ચારિત્રી તરફ ખેંચી જાય છે. તે સમક્તિનું સદ્વર્તન અથવા સચ્ચરિત્ર ચારિત્ર્યને ઘડે છે, ઘડવાનું શીખવે છે. એ એવા ગુણીજનોને જ નજર સન્મુખ રાખે છે, જેની એ સામાન્ય જન પણ માનવતાને કેળવીને મહામાનવો સામે રાખવાથી સમક્તિ દ્વારા વિકાસયાત્રા આરંભીને બીજાઓ માટે જીવંત પુરાવારૂપ બને છે, એમ સુખી થવાનો ને થયાનો બીજાઓને માર્ગ ચીંધે છે. જ્યારે એ જ્ઞાનનો સાગર બને છે ત્યારે લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. એથી ધ્યાનનો મહાસાગર બનવા અન્યોને પણ પ્રેરે છે. આ છે સમક્તિનું રહસ્ય.
સમક્તિ જેવા અમૂલ્ય મોતીની કિંમત કરતાં આંકવા માટે જણાવે છે કે, સમક્તિનું બીજ રોપવાનું કામ કોઈ ઉપકારી ગુરુ મહારાજો દ્વારા થયું. હવે તેને રોજ પાણી પિવડાવવાનું કામ કોણ કરે? તે માટે કહ્યું કે રોજ તો ઉપર જણાવ્યા પ્રમાણેના હાર્દિક સત્કાર - બહુમાન કે ઊભરાતી લાગણી પેદા થાય. તો જ (૧૦ (૫) વિનયના પ્રકારો ઉત્પન્ન થાય. જેમ સારું ભોજન ખાધા પછી પાણી એને પાચન કરાવે ને શક્તિ આવે તેમ આ વિનયના ગુણો પાચન કરાવવાની ક્રિયા બરોબર બને છે. એનો અમૃતરસ બને છે. જેમ દૂધ એ ઘીની મૂળ ચીજ છે એ ધર્મવૃક્ષને વધારશે. સિંચન કરી મોટું વૃક્ષ ઊભું કરશે. એટલે સિંચન કરવાનું છે. મૂળમાં! વરસાદ પાંદડાંઓ ને ડાળખા પર વરસે તેથી કાંઈ વૃક્ષને પોષણ ન મળે, એ સ્પષ્ટ છે. જો વૃક્ષને મોટું - વધતું જોવું હોય તો મૂળમાં જ સિંચન કરો, આડુંઅવળું નહીં. એમ દ્રવ્ય ક્રિયાઓથી જો સિંચન આડુંઅવળું કર્યું તો તમારું એ વર્તન સમક્તિને સ્પર્શે જ નહીં. જેમ જોડમાં જતી કાર આપણને સ્પર્યા વિના જ ચાલી જાય. બાકી તો સમક્તિને મેળવીને થોડા ભવમાં પણ મુક્તિ થઈ શકે તેમ છે, પરંતુ વાત એમ છે કે આવ્યા પછી ગુમાવવું જોઈએ નહીં. જેમ લગાતાર ૨૫/૩૦ વર્ષ નોકરી કરે તેને જ પેન્શન મળે. એ ધર્મનું વૃક્ષ કહો કે મોક્ષનું વૃક્ષ કહો, એની પાકી કેરીની આશા રાખો તો સમક્તિને સાચવજો અને એને સિંચન કર્યા કરજો. તમારું ધ્યેય શીધ્ર ફળશે, એમાં સંશય નથી.
દસ પ્રકારના વિનયનું સ્વરૂપ આપણે જોઈ ગયા. આ વિનયનાં દસ પાત્રોનો વિચાર કરીએ તો દસ પ્રકારના યતિ ધર્મને પાળીને તેના ફળને પામી ગયા છે તેવા અરિહંત-સિદ્ધનો વિનય કરવાનું જણાવ્યું છે. જેઓ દસ પ્રકારના યતિ ધર્મને
- ૬૯ છે
હે ગુણોના ભંડાર ! આપના ગુણોનો તાજ સૂર્ય સમાન છે, જે મારા અનંત કાળના અજ્ઞાનતાના તિમિર છેદીને ઉજાગર કરનારો છે... આપે જ મારા આત્મામાં સમગ્ર જ્ઞાનરૂપી કિરણોનો ઉદય કરાવ્યો છે. હું આપની ઋણી છું...ઋણી છું... ઋણી
Page #40
--------------------------------------------------------------------------
________________
12 વિનયધર્મ મનનું મૃત્યુ-વિનય
- મિતેશભાઈ એ. શાહ
ભૂમિકા :
જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત-પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીના ઉપરોક્ત વચનામૃત નિર્દેશ કરે છે કે આપણામાં માન (અભિમાન) કષાયની મુખ્યતા છે. સર્વ ગુણોનો પાયો તે સાચો વિનય છે. વિનય એટલે પૂજ્ય પુરુષો અને વસ્તુઓ પ્રત્યે અંતરનો આદરભાવ. ખરેખર તો વિનય એ આત્માનો સ્વાભાવિક ગુણ છે. ક્ષમા, સરળતા, સંતોષ, સત્ય, ત્યાગ, આર્કિચન્ય, બ્રહ્મચર્ય વગેરે આત્માના ગુણો છે તેમ વિનય પણ આત્માનો ગુણ છે, પણ અજ્ઞાની જીવ આ સ્વાભાવિક ગુણ તરફ લક્ષ ન દેતાં તેના પ્રતિસ્પર્ધી માન મોહનીય કર્મના ઉદયથી થતા અભિમાનરૂપી ભાવનું નિરંતર પોષણ કર્યા કરે છે. આ રીતે અજ્ઞાન અને ઊંધા અભ્યાસને લીધે વિનયગુણની પ્રાપ્તિ થતી નથી.
વિનયનો મહિમા ઃ- આપણે જો આધ્યાત્મિક વિકાસ કરવો હશે તો વિનયગુણને અત્મસાત્ કરવો પડશે. આપણામાં કહેવત છે કે નમ્યો તે સહુને ગમ્યો, નમ્રતા એ આપણા વ્યક્તિત્વના વિકાસ માટેનું પરમઆવશ્યક અંગ છે. કુદરતમાં પણ આ ગુણનું માહાત્મ્ય છે! નદીઓ ઉન્નત મસ્તકે ઊભેલા ગિરિરાજને ભેટવાને બદલે નમ્ર, વિશાળ એવા સમુદ્રને ભેટે છે! મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજી ભક્તિના વીસ દોહરામાં જણાવે છે, “અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાખું; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ’’
વિનય મૂજો ધમ્મ ધર્મનું મૂળ વિનય છે. વિનયવાન, સરળ વ્યક્તિને સદ્ગુરુની વાણીની અસર જલદીથી થાય છે. પછી ક્રમે કરીને તે જીવ મોક્ષમાર્ગમાં આગળ વધે છે. પરમાત્મપદની પ્રાપ્તિ માટે વિનયવાન થવું અત્યંત જરૂરી છે. જેમ ખેડાયેલી અને પોચી જમીનમાં પાણીનો સંગ્રહ થઈ શકે છે તેમ વિનયથી પ્લાન્વિત થયેલા આત્મામાં ધર્મબોધ પરિણામ પામે છે. અહમ્ની રાખ પર જ પરમાત્માનાં દર્શન કરી શકાય છે. પૂર્વે જેજે મહાપુરુષો થયા તેઓએ અહંકારરૂપી પર્વતને ભેદીને આત્માનો સાક્ષાત્કાર કર્યો છે. અહમ્ વ્યક્તિને પતનના માર્ગે લઈ જાય છે, જ્યારે વિનય વ્યક્તિને ઊર્ધ્વગામી બનાવે છે. અહંકાર તે જ્ઞાનપ્રાપ્તિમાં
૧
102 વિનયધર્મ GSS
પરમ વિઘ્નરૂપ છે. અહમ્ રે અહમ્, તું જાને રે મરી, પછી બાકી મારામાં રહે તે હરિ.’
વિનયવાન વ્યક્તિ જીવનનાં દરેક ક્ષેત્રમાં જેવો વિકાસ કરે છે તેવો વિકાસ અહંકારી વ્યક્તિ કરી શકતી નથી. વિનય આપણને મોક્ષમાર્ગમાં લઈ જનાર પરમમિત્ર છે, જ્યારે અહંકાર આપણા માટે દુર્ગતિના દરવાજા ખોલનાર પરમરિપુ છે. વિનયી વ્યક્તિ જીવનમાં સાચી મહત્તા પામી શકે છે. વિનમ્ર શિષ્ય સદ્ગુરુનો ઉપદેશ ગ્રહણ કરી આધ્યાત્મિક ઉન્નતિ સાધી શકે છે. વિનય વડે વેરીને પણ વશ કરી શકાય. વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે. શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબાના અધિષ્ઠાતા સંતશ્રી આત્માનંદજી કહે છે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો આપણે આપણા નાક (અભિમાન) ને કાપતા રહેવું પડે, કારણકે નાક બહુ લાંબું છે. ઉદયરત્ન મહારાજ ‘માનની સજ્ઝાય'માં કહે છે,
“રે જીવ માન ન કીજિયે, માને વિનય ન આવે રે,
વિના વિદ્યા નહિ. તો કેમ સમક્તિ પાવે રે
જ્યાં સુધી સર્વ પ્રકારના અભિમાનનો ત્યાગ કરવામાં ન આવે ત્યાં સુધી જીવને સમ્યગ્ દર્શન પ્રાપ્ત થતું નથી, સમ્યગ્ દર્શન વિના સાચી ચિત્તશુદ્ધિ અને ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થતી નથી અને ધ્યાનદશાની પ્રાપ્તિ વિના કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. માટે અહંકારનો ત્યાગ સાધક માટે અતિઆવશ્યક છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનાં ૩૬ અધ્યયન પૈકી પહેલું વિનય અધ્યયન છે. સાધનાનો ઉપક્રમ આ પ્રમાણે છે. ઉદાસોડહં - દાસોડણું - સોડહં - અહં વિનયગુણને કેળવીએ તો સાચા ‘અહંપદ’ની પ્રાપ્તિ થાય. ૧૨ પ્રકારના તપમાં વિનયને અંતરંગ તપ ગણવામાં આવ્યું છે. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીના અંતરંગ વિનયને દર્શાવતું આ વિધાન મનનીય છે, “અમે તો સર્વ જીવોના અને તેમાં પણ ધર્મી જીવોના ખાસ દાસ છીએ.’’
રાવણ, દુર્યોધન, દુઃશાસન જેવા શક્તિશાળી પુરુષો અભિમાનના કારણે નાશ
પામ્યા.
વિનયગુણ ત્રણેય લોકમાં સુખના ખજાનારૂપ છે. માદવ (વિનય) ગુણનાપાલનથી ગૃહસ્થ સપ્ત ધાતુરહિત સુંદર શરીરના ધારક દેવ બને છે અને ત્યાંથી ચ્યવીને મનુષ્ય બની, મુનિવ્રત ધારણ કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે. માર્દવધર્મનું ફળ શુભ અને કઠોર પરિણામનું ફળ અશુભ છે. માન શ્રેષ્ઠ આચરણને
૭૨
Page #41
--------------------------------------------------------------------------
________________
( વિનયધર્મ
#On નષ્ટ કરી નાખે છે, વિનયનો નાશ કરે છે, ધર્મ-અર્થ તથા કામ-ત્રણ પુરુષાર્થને નષ્ટ કરી દે છે. જ્યાં સુધી માનરૂપી ગ્રંથિ મનમાં લાગેલી છે ત્યાં સુધી પ્રાપ્ત થયેલ વિવેકરૂપી મણિ પણ ચાલી જાય છે.
પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે, “વિનય એ ઉત્તમ વશીકરણ છે. ગુરુનો, મુનિનો, વિદ્વાનોનો, માતા-પિતાનો અને પોતાથી વડાનો વિનય કરવો એ આપણી ઉત્તમતાનું કારણ છે. ‘વચનામૃત પત્રાંક - ૨૫૪માં શ્રીમદ્જી ‘‘ “માર્ગપ્રાપ્તિ''ને રોકનારાં ત્રણ કારણો જણાવે છે. આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમદેન્યતા (પરમવિનય)ની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય. પછી કહે છે, પરમ દૈન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે અને એ ત્રણેનું બીજ મહાત્માને વિષે પરમપ્રેમાર્પણ એ છે. પત્રાંક ૪૯૩માં તેઓશ્રી જણાવે છે, “અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ.'' મમત્વભાવ ને નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાનીપુરુષોએ દેશના પ્રકાશી છે.
વિદૂરનીતિ તો કહે છે કે વૃદ્ધાવસ્થા રૂપને હરે છે, આશા ધૈર્યને હરે છે, મૃત્યુ પ્રાણને હરે છે, ઈર્ષ્યા ધર્માચરણને હરે છે, કામ લજ્જાને હરે છે, પરંતુ અભિમાન સર્વસ્વ હરી લે છે.
તીર્થંકર પદદાત્રી સોળ કારણભાવના અંતર્ગત વિનય પણ આવે છે. આધ્યાત્મિક વિકાસ માટે જ્ઞાનપ્રાપ્તિ માટે આ ગુણ અત્યંત મહત્ત્વનો છે. આઠ પ્રકારના મદ :
આપણને રૂપ, સત્તા, કુટુંબ, શરીર, પૈસા આદિ અનેક પ્રકારનાં અભિમાન હોય છે. તે બધાંમાં મુખ્ય આઠ પ્રકારના અભિમાનનું વર્ણન શ્રી રત્નકડ શ્રાવકાચાર ગ્રંથમાં કર્યું છે, જે નીચે મુજબ છેઃ
“જ્ઞાન પૂજા કુલ જાતિ બલમૃદ્ધિ તપો વપુઃ । અષ્ટાવાશ્રિત્યમાનિત્વ સ્મયમાહુર્ગતસ્મયાઃ ।''
અર્થાત્ જેમનો મદ વિનષ્ટ થયો છે તેવા ગણધરદેવ મદોનું કથન કરે છે. જ્ઞાન, પૂજા, કુળ, જાતિ, બળ, ઋદ્ધિ, તપ અને રૂપ એ આઠના આશ્રયે માનીપણું તે મદ છે.
(૧) જ્ઞાનમદઃ જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમને કારણે કંઈક જ્ઞાનનો થોડો ઉઘાડ થયો હોય તો તે જ્ઞાનનું અભિમાન કરવા જેવું નથી, કારણકે તે જ્ઞાન વિનાશક અને ઈન્દ્રિયાધીન છે. બે-ચાર શાસ્ત્રોનું ઉપલક જ્ઞાન પ્રાપ્ત કરી લેવાથી
93
(વિનયધર્મ GS
કંઈ જ્ઞાની બની જવાતું નથી. પૂર્વે થયેલા મહાન આચાર્યોને હજારો શ્લોકો મોઢે આવડતા. શ્રી અકલંકદેવે ‘‘રાજવાર્તિક’” ગ્રંથ તો વિદ્યાનંદસ્વામીએ “શ્ર્લોકવાર્મિક’’ ગ્રંથની હજારો શ્લોકોમાં રચના કરી. શું આપણને હજાર શ્લોક પણ યાદ છે? શાસ્ત્રોમાંથી થોડું જાણીને તેનું અભિમાન કરવું તે શું આપણને શોભે છે? પૂર્વે બાર અંગ અને ચૌદ પૂર્વનું જ્ઞાન ધરાવનારા મહાજ્ઞાની પુરુષો હતા. એક આમ્નાય અનુસાર વર્તમાનમાં એક અંગનું પણ જ્ઞાન રહ્યું નથી. માટે આપણને થોડું જ્ઞાન હોય તો તેનો ઉપયોગ જીવનસુધારણામાં કરવો.
(૨) પૂજાપદ : યશ નામકર્મના ઉદયને લીધે આપણી ચોમેર કીર્તિ ફેલાયેલી હોય તો તેનું અભિમાન કરવા જેવું નથી, કારણકે તે યશ નામકર્મ કાયમ ટકતું નથી. આજે આપણી પૂજા કરનારા આવતી કાલે જોડાં પણ મારે! આજે આપણા પર પ્રશંસાનાં પુષ્પો વરસાવનારા આવતીકાલે નિંદાનો વરસાદ પણ વરસાવે! શ્રી ચિદાનંદજી મહારાજ જણાવે છે,
“બહિક કાજી, બહિક પાજી, કબહિક હુઆ અપભ્રાજી; કબહિક જગમેં કીર્તિ ગાજી, સબ પુદ્દગલકી બાજી,
આપ સ્વભાવમે રે અવધૂ સદા મગનમે રહના.'’
(૩) કુળમદઃ– પિતાના વંશને કુળ કહે છે. કુળનું અભિમાન કરવું તે મહાઅનર્થ છે. અનાદિકાળના સંસારપરિભ્રમણમાં જીવે નીચ કુળમાં અનંતવાર જન્મ ધારણ કર્યો છે. (જે કુળમાં ધર્મ કરવાની સુવિધા મળે તે ઉત્તમ કુળ છે). કુળનું અભિમાન કરવાથી મોટા રાજાઓ પણ કીડી જેવા નીચ કુળને પ્રાપ્ત થયા છે! માટે શુભ પુણ્યના ઉદયથી જો આપણે ઉત્તમ કુળ પામ્યા હોઈએ તો જુગાર, દારૂ, માંસાહાર જેવાં નિંદ્ય કર્મોને છોડી સદાચારનું પાલન કરીએ. ઈશ્વરના ઘરે નાતજાતના કોઈ ભેદભાવ નથી. “જાતિ પાંતિ પૂછે ન કોઈ, હરિકો ભજે સો હરિકા હોઈ.’’
(૪) જાતિમદ : માતૃપક્ષને જાતિ કહે છે, જ્ઞાનીજનો જાતિનો ગર્વ કરતા નથી. અનંતકાળના સંસારપરિભ્રમણમાં જીવ અનેક વાર નીચ જાતિમાં ઉત્પન્ન થયો. ઉચ્ચ જાતિમાં જન્મ થયો હોય તો તેનું અભિમાન કરવા જેવું નથી. માટે જાતિને વિનાશિક અને કર્માધીન જાણી શીલપાલન, સ્વાધ્યાય, દાન, પરોપકાર આદિમાં પ્રવર્તન કરીને જાતિનું ઉચ્ચપણું સફળ કરવું જોઈએ.
(૫) બળમદ : અંતરાય કર્મના ક્ષયોપશમથી જો આપણે મન-વચનકાયાની શક્તિને પામ્યા હોઈએ તો તેનું અભિમાન કરવા જેવું નથી, કારણકે
૭૪
Page #42
--------------------------------------------------------------------------
________________
4 વિનયધર્મ
Peon ઈન્દ્રિયો શિથિલ થતાં તે શક્તિ ઘટી જાય છે. બળનું અભિમાન કરવાથી રાવણ અને દુર્યોધન જેવાઓનો પણ વિનાશ થયો. દુનિયામાં મશહુર ગામા પહેલવાનને જિંદગીની છેલ્લી અવસ્થામાં શરીર પરથી માખી ઉડાડવાની પણ શક્તિ નહોતી! કર્મરૂપી શત્રુએ આપણા આત્મવૈભવને ઢાંકી દીધો છે, તે કર્મરૂપી વૈરીનો સંહાર કરવામાં આપણી શક્તિનો ઉપયોગ કરવો તે આપણી શોભા છે. જો આપણે શારીરિક શક્તિ પામ્યા હોઈએ તો પરોપકાર, દાન તથા તપ, શીલ અને ચારિત્રપાલનમાં તેનો ઉપયોગ કરવો જોઈએ.
(૬) ઋદ્ધિમદ - સાધક જેમજેમ મોક્ષમાર્ગમાં આગળ વધે છે. તેમતેમ તેને અનેક રિદ્ધિ-સિદ્ધિઓ પ્રગટે છે. જો આ રિદ્ધિ-સિદ્ધિમાં તે અટકી જાય અથવા તેનો દુરુપયોગ કરે તો સાધક સાધનાના શિખર પરથી ગબડી જાય છે. સાચા સાધકને “માત્ર મોક્ષ અભિલાષ” હોય છે. રિદ્ધિ-સિદ્ધિની તેના અંતરમાં કોઈ સ્પૃહા હોતી નથી.
(૭) તપસંદ : તપ કરવાથી કર્મોની નિર્જરા થાય છે. મદ તો તપનો નાશ કરનાર છે. તપ કરીને તો આત્મશુદ્ધિ કરવાની છે, તેને બદલે જો એ તપનું અભિમાન કરીએ તો આત્મકલ્યાણ ક્યાંથી થાય? વીતરાગ પ્રભુએ બતાવેલા ૧૨૩ પ્રકારનાં તપ લોકોને દેખાડવા માટે કે લોકોમાં પોતાની પ્રશંસા થાય તે માટે કરવામાં નથી, પરંતુ કર્મનો ક્ષય થાય તે અર્થે કરવાનાં છે.
(૮) રૂપમદ :- શારીરિક સૌંદર્ય જો આપણે પામ્યા હોઈએ તો તેનું અભિમાન કરવાનું નથી, કારણકે રૂપ વિનાશી છે. જ્યાં શરીર જ આપણું નથી, તો તેને આશ્રિત રૂપ આપણું ક્યાંથી હોઈ શકે? જવાની તેનું નામ જવાની. જે ભરયુવાનીમાં સુંદર દેખાય છે તે દેહ વૃદ્ધાવસ્થા આવતાં જર્જરિત થઈ જશે, ચામડીમાં કરચલીઓ પડી જશે, આંખે દેખાશે નહિ, કાને સંભળાશે નહિ, લાકડીના ટેકે ચાલવું પડશે! માટે શરીર અને તેના આધારે રહેલા રૂપનું અભિમાન કરવા જેવું નથી.
વિનયના પ્રકાર વિનયના મુખ્ય ચાર પ્રકાર છેઃ
(૧) જ્ઞાન વિનય :- જ્ઞાની, જ્ઞાન, જ્ઞાનનાં સાધનોનો વિનય કરવો તે જ્ઞાન વિનય.
(૨) દર્શન વિનય :- સમ્યગ દર્શન, સમ્યક્ દષ્ટિ, સમ્ય દર્શન માટેનાં સાધનોનો વિનય કરવો.
છે ૭૫ –
© ©4વિનયધર્મ PC
(૩) ચારિત્ર વિનય :- ચારિત્ર અને ચારિત્રધારી શ્રાવક અને સાધુઓનો વિનય કરવો.
(૪) ઉપચાર વિનય :- માતા-પિતા, શિક્ષકો, ઉપકારીજનોનો વિનય કરવો.
વિનયગુણની ખિલવણી માટે શું કરવું?
(૧) માતા-પિતા, ગુરુજનો, ઉપકારીઓના ઉપકારને યાદ રાખી તેઓના પ્રત્યે વિનયી રહેવું.
(૨) સાધર્મી બંધુઓને હાથ જોડી જય જિનેન્દ્ર કહેવું.
(૩) હું આઠ મદદદથી રહિત વિનયી સ્વરૂપી આત્મા છું. આ પ્રમાણે મંત્રલેખન કરવું.
(૪) સવારે ઊઠીને પ્રભુ-ગુરુને યાદ કરીને વંદન કરવાં, વચનથી સ્તુતિ કરવી, કાયાથી નમસ્કાર કરવાં.
(૫) સન્શાસ્ત્રોનો યથાયોગ્ય વિનય કરવો. (૬) દાસ્યભક્તિ કેળવવી. દા.ત. હનુમાનજી, રૈદાસજી, લઘુરાજસ્વામી. (૭) માનાદિક શત્રુ મહ, નિજ દે ના મરાય;
જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. વિનયગુણને કેળવવા માટે મહાપુરુષોનાં વચનો (૧) નમો, તો ભવમાં નહીં ભમો (૨) વિદ્યા વિનયન શોભતે! (૩) ઊંચા ઊંચા સબ ચલે, નીચા ચલે ન કોઈ,
નીચા નીચા જો ચલે, સબસે ઊંચા હોઈ. (૪) જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન;
ગુરુ રહ્યા છમસ્થ પણ વિનય કરે ભગવાન. (૫) એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ;
મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. (૬) દાસ કહાવન કઠિન હૈ, મેં દાસનકો દાસ,
અબ તો ઐસા હો રહે, કિ પાંવ તલકી ઘાસ, (૭) નમતાથી સૌ કો રિઝ, નમતાને સહ માન,
સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન.
Page #43
--------------------------------------------------------------------------
________________
©©CQ વિનયધર્મ ©©n (૮) રજ વિરજ ઊંચી ગઈ, નરમાઈ કે પાન,
પથ્થર ઠોકર ખાત હૈ, કરડાઈ કે તાન. (૯) દયા ધરમકા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન,
તુલસી દયા ન છાંડિયે, જબ લગ ઘટ મેં પ્રાણ. (૧૦) માનષિ દ્વિનિ, શાકffજ મvafa .
यतो जलेन भिद्यन्ने पर्वता अपि निष्करा ॥
(અમદાવાદસ્થિત મિતેશભાઈ ‘દિવ્યધ્વનિ'ના તંત્રી છે. સામયિકો અને વર્તમાનપત્રોમાં અવારનવાર તેમના સુંદર લેખો પ્રગટ થાય છે).
હે પરમાત્મા ! મારો અસ્તિત્વ કેટલાનો ઉપકાર ધરાવે છે... પૂર્વ કૃત સત્કર્મોને કારણે મને મનુષ્ય ભવ, આર્ય ક્ષેત્ર અને ઉત્તમ કુળ મળ્યું... હે પરમાત્મન ! હું એ સત્કર્મોનું વિનયપૂર્વક ઋણસ્વીકાર કરું છું...
4 વિનયધર્મ PC શ્રી પાર્શચંદ્રસૂરિ કૃત “વિનય સઝાય”
- ડૉ. ભાનુબહેન શાહ (સત્રા) ધર્મની જીવાદોરી અને મોક્ષમાર્ગની પથદર્શક દીવાદાંડી સમાન વિનયના સ્વરૂપને ઉજાગર કરતી પ્રસ્તુત સઝાયના રચયિતા શ્રી પાર્ધચંદ્રસૂરિજી છે.
કવિ પરિચય :
‘ઉત્તરાધ્યયન સૂત્ર છત્રીસી' નામની હપ્રત શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી જ્ઞાનમંદિર, અમદાવાદથી હાથવગી થઈ છે. તેમાં પ્રથમ ઢાળમાં વિનયનું સ્વરૂપ ઉદ્ઘાટિત થયું છે તે અનુસાર આઠ કડી (ગાથા)ની ટૂંકી કૃતિની અંતિમ કડીમાં કવિશ્રીએ મધ્યકાલીન કવિપરંપરાને અનુસરતાં પોતાનું નામ શ્રી પાસચંદે આણંદે કહ્યઉ' એવું કહી ટાંકેલ છે.
કવિશ્રીની રચનામાં સંપ્રદાય, ગુરુપરંપરા કે રચના સાલનો ઉલ્લેખ અનુપલબ્ધ છે. જૈન ગુર્જર કવિઓ ભા-૧, પૃ. ૨૮૮માં કવિનાં જીવન અને કવનનો સંક્ષિપ્ત પરિચય સાંપડે છે. તે અનુસાર તેઓ હમીરપુરના વતની હતા. તેઓ પ્રાવંશીય વેહગશાહ અને વિમલાદેના પનોતા પુત્ર હતા. તેમનો જન્મ સં. ૧૫૩૭, ચૈત્ર સુદ નોમ, શુક્રવારે થયો હતો. તેમણે ૧૧ વર્ષની બાળવય (સં. ૧૫૪૬)માં નાગપુરીય તપાગચ્છમાં દીક્ષા લઈ સંયમના પાવક પથ પર આગેકુચ કરી. વિચક્ષણ, પ્રતિભાવંત વ્યક્તિત્વ અને બુદ્ધિમતાના કારણે ૨૦ વર્ષની વયે (સં. ૧૫૫૪) તેમણે ઉપાધ્યાયની પદવી હાંસલ કરી. સં. ૧૫૬૫માં જૈન શાસનની ધુરા સંભાળનારા આચાર્ય બન્યા. તેમનાં સર્જનાત્મક કાર્યોથી સતત વૃદ્ધિગત થયા. સં. ૧૫૯૯માં યુગ પ્રધાનપદે નિયુક્ત થયા. સં. ૧૬ ૧૨માં જોધપુરમાં તેમનું સ્વર્ગાગમન થયું.
લગભગ છ દાયકા (૬૬ વર્ષ) ઉપરાંત સંયમપર્યાયમાં રહી જૈન શાસનની ખૂબ સેવા કરી. ગુજરાત અને મારવાડ જેવાં ક્ષેત્રોમાં વિચરણ કરી તેમણે અનેક જીવોને ધર્મના રાહે ચડાવ્યા. જે શ્રાવકો ધર્મ વટલાવી માહેશ્વરી બન્યા હતા તેમને પુનઃ જૈન શ્રાવક બનાવ્યા. આમ, પાર્ધચંદ્રસૂરિ એક પ્રભાવક આચાર્ય હતા. તેમના નામ ઉપરથી ‘પાયચંદીય ગચ્છ” શરૂ થયો.
પાર્ધચંદ્રસૂરિનાં અઢળક સાહિત્યનું મૂલ્યાંકન કરતાં જણાય છે કે તેઓ માત્ર એક પ્રભાવક વિભૂતિ જ ન હતા પણ તેઓ વિદ્વાન કવિ અને લેખક પણ હતા.
૭૮ -
WITTER
Page #44
--------------------------------------------------------------------------
________________
6
4 વિનયધર્મ
Pe Cen તેમણે ગીત, રાસ, પ્રબંધ, કુલક, સ્તવન, સઝાય, સ્તુતિ, સ્તોત્ર, બત્રીસી, બાલાવબોધ, ચર્ચા જેવા સાહિત્યનાં વિવિધ ક્ષેત્રમાં ખેડાણ કરી મધ્યકાલીન સાહિત્યને પોતાની લેખિની દ્વારા સમૃદ્ધ બનાવ્યું. તેમની નાની-મોટી ૬૭ જેટલી મબલક કૃતિઓ વિવિધ ગ્રંથભંડારોમાં ઉપલબ્ધ છે.
હસ્તપ્રત પરિચય :
આ અપ્રકાશિત હસ્તપ્રત છે, જેનો નંબર ૬૪૪૫૬ છે. ૨૬ x ૧૩ સે.મી. લંબાઈ અને પહોળાઈમાં પથરાયેલી આ કૃતિની બન્ને બાજુ ૨', સે.મી.નો હાંસિયો છે. જેમાં પત્ર નંબર અંકિત થયા છે. પ્રતના અક્ષરો મોટા, સ્વચ્છ અને મરોડદાર છે. ચરણના અંતે અલ્પવિરામ તેમ જ ગાથાના અંતે પૂર્ણવિરામની સુવ્યવસ્થિત વ્યવસ્થા છે. આ પ્રસ્તુત કૃતિના લખાણમાં ‘સુની’ જગ્યાએ શ્રુ શબ્દપ્રયોગ થયો છે. ‘ઉ'કારાંત શબ્દનો વિશેષ ઉપયોગ થયો છે. જ્યાં જોડણીમાં સુધારો કરવાની આવશ્યક્તા જણાઈ છે ત્યાં તે અક્ષર સુધારી ()માં મૂક્યો છે.
શબ્દાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ અલંકારથી મઠારેલી આ કૃતિની ભાષા સરળ અને પ્રાંજલ છે. પડીમાત્રાનો ઉપયોગ થયો છે. કવિશ્રીએ ઉત્તરાધ્યયન સૂત્રના આધારે સઝાયની રચના કરી છે, તેથી વિષયને સુગમ બનાવવા શાસ્ત્રોક્ત દૃષ્ટાંતોનું જ નિરૂપણ કર્યું છે.
વિનયનું સ્વરૂપ :
પ્રસ્તુત રચનામાં સઝાયકારે વિનયની પરિભાષા આપી નથી, પરંતુ વિનયી અને અવિનયીનાં સ્વભાવ, વ્યવહાર અને પરિણામનું સાંગોપાંગ વર્ણન કર્યું છે. તેના પરથી તારણ કરી કહી શકાય કે વિ=વિશેષ પ્રકારે; નય= લઈ જાય. જે વિશેષરૂપે સુખ-શાંતિ અને ઉન્નતિ તરફ લઈ જાય તે વિનય છે. જેનાથી જીવનમાં ધન્યતા કે દિવ્યતાનો ઉજાશ પથરાય તે વિનય છે.
વિનય દ્વાáિશિકામાં વિનયની વ્યાખ્યા કરતાં કહ્યું છે : વર્મા દ્રા વિનાના અથાત્ આત્મા પર ધરબાયેલાં જ્ઞાનવરણીય આદિ આઠ કર્મોનું જે શીધ્રપણે વિનયન કરે તેને વિનય કહેવાય છે. તેનાથી વિપરીત અવિનય છે.
- વિનય એ દીનતા, દાસતા, ગુલામી કે શિષ્ટાચાર નથી, પરંતુ આદરભાવ કે આત્મીયતાનો ભાવ છે, અભિમાન કે અક્કડતાનો ત્યાગ અને નમ્રતાનો સુચક છે. વ્યવહારમાં પણ કહેવાય છે કે, ‘નમે તે સૌને ગમે’. નમવું એ વિનયની નિશાની છે. અહંકારના વિસર્જન વિના નમ્રતા ન જન્મે. બાહુબલીમુનિએ નાના ભાઈઓ,
છ
Q4 વિનયધર્મ CCT જેઓ દીક્ષા પર્યાયમાં મોટા હતા તેમને વંદન કરી વિનય પ્રદર્શિત કરવાનો માત્ર સંકલ્પ કર્યો અને સંપૂર્ણ જ્ઞાની બની ગયા ! વિનયનું કેવું અદ્ભુત ફળ !
જૈન ધર્મની ઈમારત વિનયના પાયા પર ઊભી છે. ચૌદ પૂર્વના સારરૂપ નમસ્કાર મહામંત્રનો પ્રારંભ જ ‘નમો’ શબ્દથી થાય છે. સર્વથા કૃતકૃત્ય થયેલા તીર્થકર ભગવંતો પણ તીર્થ પ્રત્યેનો વિનય ‘કલ્યાણનું પ્રધાન કારણ છે” એવું દર્શાવવા પર્ષદામાં ‘નમો તિ–સ્સ’ કહી તીર્થને નમસ્કાર કરી પછી દેશના આપે છે.
પ્રત્યેક અનુષ્ઠાનો, દાન, શીલ, તપ, ચારિત્ર અને ભાવ જ્યાં અગ્રસ્થાને છે. વિનય વિના અનુષ્ઠાનો નિર્જીવ બને છે. બાર પ્રકરાના તપમાં વિનયનો આવ્યંતર તપમાં સમાવેશ થાય છે. તપમાં વિનયનું બીજું સ્થાન છે. વિનય વિનાનું પ્રાયશ્ચિત્ત કેવું? અને વિનય વિનાની વૈયાવચ્ચ ફલિત થાય ખરી ? માટેજ શાસ્ત્રકારો કહે છે : વિજય મૂહું સંધ્ય નાડું અર્થાત વિનયથી જ સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે.
- વિનય એ ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે. જેમ પાણીનું સિંચન કર્યા વિના વૃક્ષની વૃદ્ધિ થતી નથી, તેમ વિનય વિના સમ્ય દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી પુષ્પ પાંગરતું નથી તો મોક્ષરૂપી ફળ ક્યાંથી પ્રાપ્ત થાય ?
વિનય એ ધર્મની ધરોહર છે, શ્રમણાચારનો પાયો છે, મુક્તિનું પ્રથમ ચરણ છે, બત્રીસ આગમોમાં મૂળસૂત્રમાં તેથી જ ઉત્તરાધ્યયન સૂત્ર, પ્રભુ વીરની અંતિમ દેશના છે, જેનું પ્રથમ અધ્યયન ‘વિનય’ છે. માર્ગાનુચારીના પાંત્રીસ બોલ અને તીર્થંકર નામકર્મ બાંધવાનાં વીસ કારણોમાં ‘વિનય’નો સમાવેશ થયો છે. ગુરુ આદિ વડીલ અને પૂજનીયજનોનો મન-વચન-કાયાથી વિનય કરનાર તેમના ગુણોને અભિમુખ જવાના યત્નરૂપ છે. વિનયથી વૃદ્ધિ પામતો જીવ ધર્મ પ્રકર્ષ પામી સહજાન્મ સ્વરૂપને પ્રગટ કરે છે. પ્રવચનશક્તિ, તપની કઠોર સાધના, અસાધારણ વિદ્વત્તા અને સહજભાવે કરાતું વૈયાવૃત્ય વગેરે ગુણો વિનયથી જ ફલિત થાય છે. આ શાસનની પ્રભાવના વિનયથી જ થાય છે.
રીતિશાસ્ત્રમાં કહ્યું છે : ‘વિનાત્ યાતિ પાત્રતામ્' ; - વિનયથી જીવને પાત્રતા મળે છે. તાજેતરમાં ઘરડાંઘરો પૂરજોશમાં ફાલીલી રહ્યાં છે તેનું મુખ્ય કારણ વિનયનો અભાવ તેમ જ સ્વછંદતા અને કૃતજ્ઞતાની ખીલવણી છે. શિબિરોના માધ્યમે સંતો માતા-પિતા કે વડીલોના ઉપકારોને ઉજાગર કરી બાળમાનસમાં વિનય, પરોપકાર, સેવાનું બીજારોપણ કરે છે. વડીલોના હાથે ધર્મકાર્યો કરાવવાં, તેમના
છે ૮૦
Page #45
--------------------------------------------------------------------------
________________
©©ર્વે વિનયધર્મ PC©© ચિત્તની પ્રસન્નતા જાળવવી, તેમનું ભરણપોષણ કરવું, પોતાની અનુકૂળતાને ગૌણ કરી તેમની આંતરડી ઠારી મીઠા આશિષ મેળવનાર વિનયી જીવનમાં સુખ-સમાધિ મેળવે છે.
ભગવાન મહાવીરે ગર્ભકાળમાં માતા-પિતાની સમાધિ રહે તેવો વિનય દર્શાવવા સંકલ્પ કર્યો હતો કે, “માતા-પિતાની હયાતિમાં દીક્ષા ન લેવી’. શ્રીરામ, શ્રીકૃષ્ણ, સંપ્રતિરાજા જેવા મહાપુરુષોની કથાઓ વાંચતાં જણાય છે કે તેઓ નિત્ય માતા-પિતાને પ્રણામ કરી વિનય કરતા હતા.
વિનય કરનાર અસામાન્ય સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. વિનયથી દેવો પણ સંતુષ્ટ થાય છે. મહાનિધાન દેવો દ્વારા અધિષ્ઠિત હોય છે. તેને પ્રાપ્ત કરવા અને દેવના ‘કોપનું નિવારણ કરવા ઉચિત ઉપાયનું સંનિધાન કરી વિનય કરવો પડે છે. અવિનયના કારણે દેવતા કે સર્પાદિનો ઉપદ્રવ થાય છે. ભૂમિમાંથી દાટેલા નિધાન મળે ત્યારે ધૂપ-દીપ વડે પૂજા કરવામાં આવે છે. લગ્નપ્રસગે દેવ-દેવીની પ્રતિષ્ઠા, પૂજા, નૈવેદ્ય કરી તેમની ભક્તિ (વિનય) કરવામાં આવે છે, જેથી સારા પ્રસંગે આવતાં વિદનોનું નિવારણ થાય. આગમકારો, ગ્રંથકારો, કવિઓ અને લેખકો પોતાના ઇષ્ટદેવનું સ્મરણ, સ્તુતિ કરી વિનય પ્રદર્શિત કરે છે.
ચક્રવર્તીની આયુધશાળામાં ચક્ર ઉત્પન્ન થાય ત્યારે દેવાધિષ્ટ આ ચક્રની ચક્રવર્તી પૂજા કરી વિનય-બહુમાન કરે છે. ત્યાર પછી જ આ ચક્ર છ ખંડ સાધવા જતાં ચક્રવર્તીને માર્ગ દેખાડવા પંથમાં આગળ વધે છે. ચક્રવર્તીને એક ખંડમાંથી બીજા ખંડમાં જવા, છ ખંડ સાધવા કુલ ૧૩ અઠ્ઠમ કરવા પડે છે. ત્યાં તે તે સ્થાનના દેવોને વિનય કરી રીઝવવા પડે છે.
તપતિકી બુદ્ધિના સ્વામી અભયકુમાર અને ત્રણ ખંડના અધિપતિ શ્રી કૃષ્ણ મહારાજાએ માતાઓના મનોરથ પૂર્ણ કરવા વિધિપૂર્વક અઠ્ઠમ તપ કરી દેવોને ખુશ કર્યા હતા. તેમના વિનયથી પ્રસન્ન થયેલા દેવોએ તેમના મનોરથો પૂર્ણ કર્યા.
વિનય વિના વિદ્યા કે કલા પ્રાપ્ત થતી નથી. આમ્રફળ ચોરનાર પાસેથી ઉજ્ઞામિની અને અવનામિની વિદ્યા મેળવવા માટે મગધનરેશ શ્રેણિક રાજાએ તેને ગુરુસ્થાને બેસાડી વિનય કર્યો ત્યારે જ વિદ્યા હાંસલ થઈ. આમ, લૌકિક ક્ષેત્રે અને લોકોતર ક્ષેત્રે વિનયની અનિવાર્યતા છે.
- શાસ્ત્રોક્ત અનુસાર અવિનયપણે શ્રુત ગ્રહણ કરવાથી ઉન્માદ, સન્નિપાત, ધર્મથી ભ્રષ્ટ અને મરણ જેવા અનિષ્ટની સંભાવના રહે છે, તેથી વિનયાદિપૂર્વક,
© C CT4 વિનયધર્મ PIC અંજલિ કરીને ભણવાનો અનુરોધ થયો છે. વિનય વિના વિદ્યા ન મળે, વિઘા વિના ચારિત્ર અને ચારિત્ર વિના મોક્ષ ન મળે. તાત્પર્ય એ છે કે અવિનીતને આપત્તિ અને સુવિનીતને સદ્ગણોની સંપત્તિ પ્રાપ્ત થાય છે. આમ, વિનયનું અનંતર ફળ લોકપ્રિયતા, પ્રસન્નતા, જ્ઞાન અને આચરણનો વિકાસ અને આલોક અને પરલોકમાં સમાધિ છે જ્યારે તેનું પરંપર ફળ અપવર્ગ-મોક્ષની પ્રાપ્તિ છે.
શ્રી દશવૈકાલિક સૂત્ર, શ્રી ઠાણાંગ સૂત્ર, બૃહદ ક૯૫વૃત્તિ, વ્યવહાર ભાષ્ય આદિ આગમોમાં વિનયનું સ્વરૂપ પ્રતિપાદિત થયું છે.
શાસ્ત્રમાં વિનયના ઘણા ભેદો-પ્રભેદો દર્શાવ્યા છે. પ્રસ્તુત સન્ઝાયમાં કવિશ્રી ભેદ-પ્રભેદને સ્પર્શતા નથી. અહીં વિનય શબ્દનો અર્થ નમ્રતા, આચાર, અનુશાસન છે.
કૃતિ પરિચય :
આચારધર્મને ઉદ્ઘાટિત કરતી શાંતરસની પ્રસ્તુત સક્ઝાયના આધારે વિનયના સ્વરૂપને ઉજાગર કરવાનો ઉપક્રમ કર્યો છે.
(૧) ‘વીર જિસેસર પય પ(પ્ર)ણમેવિ, સુહગુરુ સાહુ યણ સમરેવિ; હિરયઉં ઉત્તરંજઝયણ છત્રીસ, વિગતિ સંખે(#) પઈ આણિ જગીસ ||૧||
અર્થ : તીર્થકર મહાવીરસ્વામીને પ્રણામ કરી, સાધુમાં રત્ન સમાન સગુરુની સ્તવના કરી શ્રી ઉત્તરાધ્યયન છત્રીસી જે તીર્થંકર પરમાત્મા દ્વારા કહેવાયેલી છે. તે વિગતોને ઉદ્યુત કરી સંક્ષેપમાં કહું છું.
પ્રસ્તુત પંક્તિઓમાં મંગલાચરણ દ્વારા તીર્થંકર પરમાત્મા અને સદ્ગુરુ પ્રત્યે વિનય પ્રદર્શિત કરી વિષયવસ્તુનું નિરૂપણ થયું છે. ‘સાહુ રયણ’ શબ્દમાં ઉપમા અલંકાર પ્રયોજાયેલો છે. કૃતિના રચયિતા જૈન સાધુ કવિ છે તેથી આગમ સૂત્રમાં મૂળ સૂત્ર એટલે ઉત્તરાધ્યયન સૂત્ર, તેમાં છત્રીસ અધ્યયનોનું નવનીત લઈ કવિશ્રીએ કાવ્યરૂપે ગૂંથી છત્રીસ ઢાળમાં દેહાલરે ઢાળી છે. તેમાંથી પ્રથમ ઢાળમાં વિનયનું સ્વરૂપ પ્રસ્તુત છે. (૨) અર્થ થકી શ્રી મુખિ ભાંખિયા, શ્રી વીરઈ મારગ દાખિયા;
સૂત્ર (7) ગણધર પ્રમુખે રચ્યાં,
જાણિ કિરતન સુવ(ચ)ન ચલું ખચ્યાં ર / અર્થ : શ્રી વીર પ્રભુએ પોતાના શ્રીમુખેથી મોક્ષમાર્ગ દેખાડ્યો, તે અર્થરૂપે પ્રરૂપ્યો. તેને ગણધર ભગવંતોએ સૂત્રરૂપે ગૂંથ્યો, સર્વજ્ઞનાં વચનો હોવાથી સંપૂર્ણ
Page #46
--------------------------------------------------------------------------
________________
6
4 વિનયધર્મ
Peon સત્ય છે. તેમાં કોઈ ક્ષતિ-દોષ નથી.
સુત્ર અને અર્થરૂપ આગમનો જન્મ તથા સર્વજ્ઞનાં વચનોની સત્યતાનું પ્રમાણ ઉજાગર થયું છે. બ્રેકેટમાં મૂકેલ (7) શબ્દ વધારાનો છે અને (ચ) શબ્દ ઉમેર્યો છે.
(૩) અધ્યયનિ પહિલેઈ વિનય વિવેક, તિહાં તાં શ્ર(સુ) ગું(ગ)ણ ભાખ્યા અનેક; અવિનયનો અવગુણ ગિ(ગ)ણિ બહું(હુ), | વિનય આદરુ ભવિલણ રહ્યું(હુ) lall
અર્થ : ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અધ્યયનમાં વિનયનો વિચાર છે. તેમાં વિનયના અનેક ગુણો કહ્યા છે અને આ અવિનયના ઘણા દોષો ગણાવ્યા છે. હે ભવ્યાત્માઓ ! તમે વિનયનું આચરણ કરી રહો.
પ્રસ્તુત ગાથામાં પ્રથમ પરખનો વિવેક અને ત્યાર બાદ અનિષ્ટનો ત્યાગ અને યોગ્યનો સ્વીકારની હિતશિક્ષા આપવામાં આવી છે.
વિનય એ આત્માનો ગુણ છે. જેમ વૃક્ષના મૂળથી જ ફળની ઉપલબ્ધિ થાય છે, તેમ વિનયથી જ આત્મવિકાસના મોક્ષ પર્યંતના ગુણો ખેંચાઈને આવે છે. વિનયનું વિરોધી અવિનય છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં અવિનીતનાં છ લક્ષણો કહ્યાં છે : ૧) ક્રોધી ૨) વિવેકરહિત ૩) મદથી ઉન્મત્ત અને ઉદ્ધત ૪) દુર્વાદી (ગુરુને સામો થનારો કે કઠોરભાષી ૫) છળકપટમાં કુશળ ૬) ઠગ. આ છ દુર્ગુણો વિનયભાવને પ્રગટ થતાં અટકાવે છે. આવા દુર્ગુણીને અવિનીત કહેવાય છે. (૪) પાલઈ સદા શ્રાસુ) ગુરુની આંણ, સેવઈ સુગુરુ સમિય શ્રુ(સુ) જાણ;
ગુર નવે લહઈ ઈંગિત આકાર, તે શ્ર(સુ) વિનીત ભણ્યઉ સવિચાર ||૪|| અર્થ : નિત્ય સદ્ગુરુની આજ્ઞા અને નિર્દેશ અનુસાર કાર્ય કરે, ગુરુની સમીપમાં રહી તેમની સેવા કરે, તેમના ઇંગિત (ઈશારા) તથા આકાર (મનોગત ભાવો) જાણવામાં જે કુશળ હોય તે સુવિનીત કહેવાય છે.
પ્રસ્તુત પંક્તિમાં ‘વિનીત’ શિષ્યના લક્ષણ અને તેનો અનુશાસનની તાસીર અભિપ્રેત છે. ગુરુકુળવાસમાં રહેતો શિષ્ય કડક અનુશાસનનો સ્વીકાર સહર્ષ કરે ત્યારે જ મોક્ષના આત્યંતિક સુખને આંબી શકે છે. ગુરુની આજ્ઞાના પાલન વિના અને ગુરુચરણના શરણ વિના મોહનીય કર્મનો નાશ દુષ્કર બની જાય છે.
વિનીત શિષ્યની દિનચર્યામાં નિઃસ્પૃહા અને વિવેકનો અભિગમ હોય તો નવદીક્ષિત, બાલમુનિ, લાન, તપસ્વીની સેવારૂપ વિનય કરવાનો એક પણ અવસર જતો ન કરે. તે ગ્લાનાદિની સેવાને પરમાત્માની સેવા સમજે. વિનય તો તેનો
© C C4 વિનયધર્મ
cres પ્રાણ ! આચાર્ય, ઉપાધ્યાય, અતિથિનો વિનય કરે. તેનો વ્યવહાર વિનયથી શોભતો હોય. તેની મુદ્દતા એવી હોય કે મદ કે પ્રમાદ તેને સતાવી ન શકે. તેનો આચાર ખોડખાંપણવાળો ન હોય, તે તહત્તિ કહી ગુરુના આદેશ-સૂચનને સાંભળે અને સ્વીકારે.
જૈન શાસ્ત્રોમાં નંદિષણમુનિનો સેવારૂપ વિનય પ્રશંસનીય છે. પોતાની સુખશીલતાનો ત્યાગ એ જ તેમના જીવનનો આદર્શ હતો. અપ્રતિમ વિનયથી માનઅકરામ પામી લોકપ્રિય બની ગુરુના હૃદય પર છવાઈ ગયા. બીજા ભવમાં વસુદેવ થયા.
આવા ગુણસંપન્ન અને વિવેકી આત્મા સિદ્ધગતિ પામે છે. (૫) એહ થકી જે હોઈ વિપરીત, તે આગમેં ભાંખ્યો અવિનિ(ની)ત; તે જિમ જગિ પામર કુંક(ત)રી, ઘરઘરથી કાઢઈ કરિ ધરિ //પ //
અર્થ : ઉપરોક્ત ગુણોથી વિપરીત હોય તેને આગમમાં ‘અવિનીત' કહ્યો છે. આવા અવિનીતને સડેલા કાનવાળી કૂતરીની જેમ અપમાનિત કરી ઠેકઠેકાણેથી કાઢી મૂકવામાં આવે છે.
પ્રસ્તુત ગાથામાં અવિનીતની તુલના સડેલા કાનવાળી કતરી સાથે કરવામાં આવી છે, જે ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અ.ની ચોથી ગાથા અનુસાર છે.
પરુથી ગંધાતી કૂતરીને લોકો હડધૂત કરે છે, તેમ સ્વછંદી, વાચાળ અને ઉદ્ધત એવો અવિનીત સર્વત્ર વિપત્તિ પામે છે. (૬) તુસ તજિ વિષ્ટા શ્રુ(સુ)અર ખાય, દુષ્ટ તે એણી કારણે કહેવાય;
તિમ તજિ સીલ કુસલઇ રમેંઇ, તે નર ચઉગઈ બહુ ભવ ભમઈ //
અર્થ : સૂવર ચોખા અને ઘઉંના દાણા જેવા સાત્ત્વિક આહાર ત્યજી વિષ્ટા (તુચ્છ)નું ભક્ષણ કરે છે, તેમ દુષ્ટ બુદ્ધિના કારણે અવિનીત શીલ-સદાચારને છોડી દુરાચારમાં રમે છે. આવો માનવ ચારેગતિઓમાં ફેરા ફર્યા કરે છે. અહીં અવિત્રિત આચારમાં વિકલાંગતા, સંયમ પ્રત્યેની નીરસતાનું વલણ ઉદ્ઘાટિત થયું છે. જેના કારણે ફલશ્રુતિરૂપે તેનો સંસાર અખંડ રહે છે.
બૃહદ્ વૃત્તિકારે અવિનીત શિષ્યને મૃગ, હરણની ઉપમા આપી છે, તેમ સક્ઝાયકારે અવિનીતને સુવરની ઉપમા આપી છે. સ્વરમાં સારાસારના વિવેકનો અભાવ હોય છે, તેમ દુઃશીલ અવિનીત શિષ્યમાં મૂઢતા-અજ્ઞાનતાના કારણે યોગ્યઅયોગ્યની પરખનો અભાવ હોય છે.
છે ૮૪ ૦
Page #47
--------------------------------------------------------------------------
________________
©©રૂં વિનયધર્મ ©©n
ગા. ૪થી ૬માં સઝાયકારે વિનીત-અવિનીતની ખાસિયત અને ફલશ્રુતિ દર્શાવી છે. પ્રીતિ, આજ્ઞાપાલન અને વિચક્ષણતા (વિવેક) આ ત્રણ ગુણો વિનયમાં આવશ્યક છે.
(૭) શ્ર(સુ)ણિય એહ અધ્યયન વિચાર, આદરિ વિનય લઠ્ઠઈ ભવપાર; - વિનયવંત ગુણવંત જસ હી, એ જામલિ કોઈ બીજઉ નહીં
અર્થ : વિનય અધ્યયનનો વિચાર સાંભળી વિયનનું આચરણ કરી ભવસમુદ્રથી છુટકારો મેળવે છે. તે વિનયવંત અને ગુણવંત જેવો શ્રેષ્ઠ અન્ય બીજો કોઈ નથી.
મેધાવી વિનયધર્મનું સાંગોપાંગ આચરણ કરી પરમાનંદની સંપત્તિ પ્રાપ્ત કરે છે. કેમકે જેમ પૃથ્વી સર્વ પ્રાણીઓને આધારભૂત છે, તેમ વિનીત શિષ્ય પાત્ર બની સર્વ શુભ અનુષ્ઠાનો અને સગુણો માટે શરણભૂત બને છે.
સુવિનીત સદ્ગણોની સંપત્તિ પ્રાપ્ત કરે છે, એવું સમજી ઉચ્ચતમ વિનીત થવાનો પ્રયત્ન કરવો એવો કવિશ્રીનો સંદેશ છૂપાયેલો છે. (૯) હિયડઈ ધરિયઈ તેહનાં નામ, વિનયતણાં ગુણ નઉ જે કામ;
સુહગુરુ પાઈ પસાઈઈ લયલે, શ્રી પાસચદે આણંદે કહય૩ ll૮ જેઓ વિનયગુણના મુકામ (સ્થાન)રૂપ છે, તેવા આત્માઓને હૃદયમાં ધારણ કરો (સ્તવના કરો). સદ્ગુરુને પામી તેમની કૃપા મેળવી કવિ પાર્ધચંદ્ર (સૂરિ)એ ઉલ્લાસપૂર્વક સઝાય રચી છે.
શાસ્ત્રના પૃષ્ઠ પર વિનયવંત આત્માઓમાં ભગવાન મહાવીરસ્વામીના પ્રથમ ગણધર ગૌતમસ્વામીનું નામ મોખરે છે. આ ઉપરાંત મૃગાવતી સાધ્વીજી, કુરગડુમુનિ, માસતુષમુનિ, બાહુબલીમુનિ, ચંડરુદ્રાચાર્ય અને તેમનો શિષ્ય જેવા ઘણા આત્માઓ છે, જેમણે અનન્ય વિનય કરી શિવપદ પ્રાપ્ત કર્યું છે. તેમની સ્તવના કર્મનિર્જરાનું કારણ છે.
આમ, આત્મસ્વભાવ પ્રગટ કરવા વિનય એક સર્વોત્તમ ઉપાય છે. વિનય કરવો સહેલો નથી, પરંતુ વિનયનો મહિમા અચિંત્ય છે.
(જૈન દર્શનનાં વિદ્વાન ડૉ. ભાનુબહેન શાહ (સત્રા)એ શ્રાવકકવિ ઋષભદાસની રચના સુમિત્ર રાજશ્રી રાસ પર મહાનિબંધ લખી Ph.D. કર્યું છે. હસ્તલિખિત ગ્રંથોના સંશોધનકાર્યમાં ખૂબ રસ ધરાવે છે).
4 વિનયધર્મ
| Bર્ગાષ્યનો ગુરુ પ્રત્યે વિનય
• પારુલબેન ભરતકુમાર ગાંધી પ્રસ્તાવના :
મોક્ષપ્રાપ્તિનો સચોટ અને સરળ ઉપાય શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર. આ સૂત્ર ભગવાનની અંતિમ વાણી છે. જેમ પિતા મરણ સમયે પુત્રોને બધી વાતો સમજાવી દે છે, કાંઈ પણ રહસ્ય બાકી રાખતા નથી, તેમ ભગવાન મહાવીરે છેલ્લે અઢાર દેશના રાજાઓ અને બીજી તમામ પર્ષદામાં સતત ૧૬ પ્રહર દેશના આપી સમગ્ર મોક્ષમાર્ગનું વર્ણન કરી દીધું છે. ઝાડના મૂળ મૂજબૂત હોય તો જ ઝાડની આબાદી થાય છે તેમ આ મૂળ સૂત્રમાં મૂળનું જ સિંચન થાય છે, જેથી આત્માનો આધ્યાત્મિક વિકાસ થતો જાય છે. આત્માનો મૂળ સ્વભાવ સિદ્ધ ભગવાનના આઠ ગુણોવાળો છે, પરંતુ આ ગુણોને આઠ કર્મોએ ઢાંકી દીધા હોવાથી તે મૂળ ગુણો પ્રગટ થતાં નથી, છતાં તેનો આંશિક અનુભવ જીવમાત્રને થાય છે. આ મૂળ ગુણોને પ્રગટ કરવા માટે કઠિન પુરુષાર્થ કરવાની જરૂર રહેલી છે. આ પુરુષાર્થ, સાધના-આરાધના કર્મોને ખપાવવા માટે કરવાનાં છે. આનો પ્રથમ ઉપાય વિનય છે, જેની ઉત્તરાધ્યયન સૂત્રના પહેલા અધ્યયનથી જ શરૂઆત થાય છે.
વિનય શબ્દનો અર્થ તથા વિનય એટલે શું ? વિનયના પ્રકાર :
વિનય એ આચારનો કે શ્રમણાચારનો પાયો છે અને મુક્તિનું પ્રથમ ચરણ છે. તે ધર્મનું મૂળ અને આત્યંતર તપ છે. વિનયરૂપી મૂળના સિંચનથી સમ્યમ્ દર્શન, સમ્યગૂ જ્ઞાન અને સમ્યગું ચારિત્રરૂપી પુષ્પો ખીલે છે અને અંતે મોક્ષરૂપી ફળ પ્રાપ્ત થાય છે.
જૈનાગમોમાં વિનયનો અર્થ કેવળ નમ્રતા જ નથી. નમ્રભાવ વિનયનો એક શાબ્દિક અર્થ છે. ખરેખર વિનયનું સ્વરૂપ વ્યાપક છે. તે અનુસાર વિનય એટલે વિશિષ્ટ નીતિ, વિશિષ્ટ કર્તવ્ય. જૈન ધર્મ વિનયપ્રધાન ધર્મ છે.
ધમણ વિનડેમપૂરું (૯/૨૩)
સંસારમાં અન્ય ધર્મો શુચિમમૂલક હોય છે, જ્યારે જૈન ધર્મનું મૂળ વિનય છે. જ્ઞાતા સૂત્રમાં સુદર્શને થાવર્ગાપુત્રને પ્રશ્ન પૂછયો કે આપના ધર્મનું મૂળ શું છે ? ઉત્તરમાં થાવચપુત્રે જવાબ આપ્યો કે ધર્મનું મૂળ વિનય છે અને તે બે પ્રકારનો છે.
છે ૮ ૦
Page #48
--------------------------------------------------------------------------
________________
છ
CQ4 વિનયધર્મ PTCછn ૧) આગાર વિનય : પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત અને ૧૧ ઉપાસક પ્રતિમાઓ તે.
૨) અણગાર વિનય - ૫ મહાવત, ૧૮ પાપસ્થાનક વિરતિ, રાત્રિભોજન વિરમણ, દશવિધ પ્રત્યાખ્યાન (અણગાર ધર્મ) અને ૧૨ ભિક્ષુ પ્રતિમાઓ તે.
અહીં વિનયનો અર્થ વિશિષ્ટ કર્તવ્ય કે વિશિષ્ટ પ્રકારની આચારધારા કર્યો છે. અન્ય રીતે વિનયના બે પ્રકાર કહ્યા છે :
૧) લૌકિક વિનય : ઈહલોકની મુખ્યતાએ કરાતી વિનયપ્રવૃત્તિ, જેમાં માતા-પિતા-ગુરુ-અધ્યાપક-વડીલ પ્રત્યે વિવિધ પ્રકારે વિનય, ભક્તિ, સેવા-સુશ્રુષા વગેરે કરવા તે. તેને વ્યવહાર વિનય પણ કહેવાય છે. તે સમસ્ત માનવો માટે આચરણીય અને આદરણીય છે.
- ૨) લોકોત્તરિક વિનયઃ પારલૌકિક મુખ્યતાએ એટલે મોક્ષ આરાધના માટે કરાતો વિનય. આ જ ધર્મનું મૂળ છે અને મોક્ષ તેનું ઉત્તમ ફળ છે. વિનય એક આત્યંતર તપ છે. કર્મનિર્જરાનું ઉત્તમ સાધન છે. ઔપપાતિક સૂત્રાનુસાર લોકોત્તર વિનયના સાત પ્રકાર છે, જેનો આપણે શિષ્યનો ગુરુ પ્રત્યે વિનય જોઈશું ત્યારે વિગતવાર અભ્યાસ કરીશું.
વિનયનો અર્થ દીનતા, લાચારી કે ગુલામી નથી, કેવળ શિષ્ટાચાર કે સમાજ -વ્યવસ્થા પણ નથી, પરંતુ ગુરુજનો કે ગુણીજનોના પવિત્ર ગુણો પ્રતિ સહજ પ્રગટ થતો આદરભાવ છે, તેથી જ ગુરુ-શિષ્યનો આત્મીય સંબંધ બની રહે છે.
વિનીત શિષ્યના સૂત્રોકત વિવિધ વ્યવહાર અને આચરણ પરથી વિનયનો અર્થ આ પ્રમાણે ફલિત થાય છે ?
૧) વિનય એટલે ગુરુની આજ્ઞાનું પાલન કરવું. ૨) ગુરુના ઇંગિતાકાર - હાવભાવ, ચેષ્ટાઓને યથાર્થ રીતે સમજવા. ૩) ગુરુની સેવા - શુશ્રુષા કરવી. ૪) સ્વયં પોતાનું આચરણ સદાચારસંપન્ન રાખવું. ૫) ગુરુના અનુશાસનનો મનથી સ્વીકાર કરવો, વચનથી તહત્તિ જેવા
આદરસૂચક શબ્દોનો પ્રયોગ કરવો અને કાયાથી તથા પ્રકારનું આચરણ કરવું.
6 4 વિનયધર્મ
11 ૬) ગુરુને અનુકૂળ વ્યવહાર કરવો. ૭) ગુરુજનોની કઠોર શિક્ષાનો પણ સહર્ષ સ્વીકાર કરવો. ૮) સમાચારીનું પાલન, આહારગ્રહણ, ભાષાપ્રયોગ વગેરે પ્રત્યેક ક્રિયા
સમિતિપૂર્વક કરવી. ૯) વૈરાગ્યભાવે આત્મદમન કરવું. શિષ્યનો ગુરુ પ્રત્યે વિનય :
પારસમણિના સંયોગે લોઢું પણ સુવર્ણ બની જાય છે. ઉત્તમના સંગે જીવની ઉત્તમતા વધે છે. ગુરુ અને શિષ્ય એ બંને પરસ્પર એવાં પાત્રો છે જે બંને જ્ઞાની, સમજુ અને આચારવંત હોય તો મોક્ષમંજિલે પહોંચી શકે છે. ગુરુનો ઉપકાર અનંતો છે, તેઓ સન્માર્ગ બતાવે છે, સુદેવ-સુધર્મની ઓળખાણ કરાવે છે. આવા માર્ગદર્શનથી જ શિષ્ય પોતાનું કલ્યાણ શેમાં છે અને અકલ્યાણ શેમાં છે તે જાણી યોગ્ય રીતે આગળ વધી શકે છે. જો શિષ્ય વિનીત અને જ્ઞાની હોય તો ગુરુનું પણ કર્તવ્ય છે કે જ્યારે શિષ્ય વિનયપૂર્વક ગુરુને કાંઈ પણ પૂછે, ત્યારે ગુરુ તેને સૂત્ર, અર્થ અને સૂત્રાર્થ ઉભય જે રીતે સાંભળ્યું અને જાણ્યું હોય તે રીતે નિરૂપણ કરીને કહે. શિષ્યને સમજાવતી વખતે ભિક્ષુએ અસત્યનો પરિહાર કરવો, નિશ્ચયાત્મક ભાષા ન બોલવી, હાસ્ય-સંશય આદિ ભાષાના દોષો ટાળીને બોલવું તથા માયાનો સદા પરિત્યાગ કરવો. વળી શિષ્યને પ્રેમપૂર્વક સૂત્રપાઠ ગ્રહણ કરાવે, અર્થ યોગ્ય રીતે સમજાવે, જે સૂત્ર માટે જેજે ઉપધાન તપાદિ કરવાનાં હોય તે બતાવે અને શાસ્ત્રોને અધૂરાં રાખ્યા વિના તેની સંપૂર્ણ વાંચના આપે. શાસ્ત્રનાં રહસ્થાને ગોપવે નહિ. આ તો થઈ ગુરુની વિનીત શિષ્ય પરત્વેના કર્તવ્યની વાત. અહીં આપણે હવે વિનીત શિષ્યનો ગુરુ પ્રત્યેનો વિનય કેવો હોય તેના વિષે વિસ્તૃત ચર્ચા કરવી છે.
અનુશાસન અને નમ્રતા તે વિનયની બે ધારાઓ છે. શિષ્ય ગુરુ પ્રતિ ઉદ્ધતભાવનો કે અભિમાનનો ત્યાગ કરી નમ્ર વ્યવહાર કરવો અને ગુરુના અનુશાસનનો પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરવો એ વિનયની પરિપૂર્ણતા છે. કેવળ અનુશાસનના સ્વીકારથી જ વિનયધર્મનું પાલન થતું નથી. અનુશાસનનો સ્વીકાર સાથે નમ્રતા હોવી અત્યંત જરૂરી છે. બંને ધારાઓના સુમેળથી જ વિનયધર્મની પૂર્ણતા થતાં સાધક આચારવાન બને છે. ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનના પહેલા ઉદ્દેશકની ગાથા ૧૧
જે ૮૮
Page #49
--------------------------------------------------------------------------
________________
© ©4 વિનયધર્મ @ @ ૧૨-૧૩માં વિનીત શિષ્યનો ગુરુ પ્રત્યેનો વ્યવહાર, ભક્તિભાવ અભિવ્યક્ત કર્યો છે, જેમાં એક ગાથામાં કેવળજ્ઞાન પ્રાપ્તિ પછીનો વિનયભાવ, બીજી ગાથામાં ઉપકારી ગુરુ પ્રત્યે વિનયભક્તિની વિધિ તથા પ્રેરણા અને ત્રીજી ગાથામાં શિષ્ય દ્વારા ભાવનું પ્રગટીકરણ છે.
૧૧મી ગાથામાં અગ્નિહોત્રી બ્રાહ્મણના દૃષ્ટાંતથી મોક્ષસાધકના વિનય સિદ્ધાંતનું નિરૂપણ છે. જેમ બ્રાહ્મણ માટે પોતાનાં વિધિવિધાન અનુસાર અગ્નિને દેવ માની જીવન પર્યંત તેની પૂજા, ભક્તિ, આહુતિ, નમસ્કાર કરતો રહે છે. તેના માટે અગ્નિ ક્યારેય અપૂજનીય થતો નથી તેમ મોક્ષાર્થી સાધક માટે ગુરુ ક્યારેય અનમસ્કરણીય, અસન્માનનીય થતા નતી. કેવળજ્ઞાની શિષ્ય પણ છમસ્થ ગુરુનો વિનય કરે. ગુરુનો વિનય શિષ્યના આત્મવિકાસની નિસરણીનું પ્રથમ સોપાન છે. દેવ અને ધર્મની ઓળખાણ કરાવનાર હોવાથી ગુરુ વધુ ઉપકારી છે. જે શિષ્ય ગુરુને પ્રસન્ન કરી શકતો નથી તેનાં તપ-જપ વગેરે ધાર્મિક અનુષ્ઠાનો સફળ થતાં નથી. આ સંસારસાગરનાં મહાન દુઃખોથી ઉગારનાર, મોક્ષમાર્ગમાં જોડનાર ગુરુનો તો શિષ્ય પર અનંત ઉપકાર હોય છે, તેથી શિષ્યની ગુરુ પ્રત્યે તો અપાર ભક્તિ હોવી નિતાંત આવશ્યક છે.
૧૨મી ગાથામાં સૂત્રકારે ગુરુના સત્કાર માટે વિનયની ક્રમિક પદ્ધતિ બતાવી છે. ૧) મસ્તકતી નમસ્કાર કરવા તે કોઈના સત્કાર માટેના વિનયનું પ્રથમ અંગ છે. નમસ્કાર દ્વારા પૂજનીય વ્યક્તિની ગુરુતા અને સ્વયંની લઘુતા પ્રગટ થાય છે. અહંભાવ દૂર થાય છે. મનુષ્ય પોતાને નાનો સમજે ત્યારે જ મહાન વ્યક્તિ સમક્ષ તેનું મસ્તક ઝૂકી જાય છે ૨) બંને હાથ જોડી અંજલિપૂર્વક વંદના કરવામાં આવે છે. બંને ગોઠણને ભૂમિ પર ટેકવી, હાથને ભૂમિ પર રાખી તેના પર માથું રાખવું તે પંચાંગ વંદન છે ૩) કાયાથી સેવા-સુશ્રુષા કરવી. ગુરુ પધારે ત્યારે ઊભા થવું, ઊઠીને સન્મુખ જવું, તેઓના પગ પોંજવા, તેઓને આહાર-પાણી લાવીને દેવાં, રોગી અવસ્થામાં તેઓની સેવા કરવી વગેરે ૪) વચનથી સત્કાર કરવો, જેમકે ઉપાશ્રય કે સ્થાનની બહાર જતાં કે આવતાં સમયે વિનયપૂર્વક “મર્થીએ વંદામિ'' કહેવું. પ્રસંગ આવ્યે ગુરુનાં ગુણગાન, સ્તુતિ, પ્રશંસા વગેરે કરવાં. ગુરુદેવના શ્રીમુખે આશા પ્રાપ્ત થાય અથવા તેઓ શિયાવચન કહે ત્યારે વચન દ્વારા પ્રત્યુત્તરરૂપે “તહત્તિ” કહીને સ્વીકાર કરવો વગેરે ૫) મનથી વિનય કરવો. ગુરુ પ્રતિ પોતાના હૃદયમાં, મનમાં પૂર્ણ અવિચલ શ્રદ્ધા તેમ જ ભક્તિભાવ
C C4 વિનયધર્મ
cres રાખવો, ગુરુને પૂજનીય વ્યક્તિઓમાં સર્વશ્રેષ્ઠ માનવા. આપણા વ્યવહારથી તેમને કલેશ ન થાય તેનું ધ્યાન રાખવું. ગુરુભક્તિ માત્ર શાસ્ત્ર શીખવતી વખતે જ નહિ, પ્રત્યેક પરિસ્થિતિમાં કરવી જોઈએ.
૧૩મી ગાથામાં ગુરુના ગુણપ્રધાન ઉપકારનું સ્મરણ કરીને શિષ્ય તેઓ પ્રત્યે કૃતજ્ઞ ભાવપૂર્વક વિનય અને ભક્તિભાવ વ્યક્ત કરે છે. સાધનામાર્ગમાં પાપના ભયરૂપ લજજા, સમસ્ત જીવો પ્રત્યે અનુકંપા, સર્વવિરતિરૂપ સંયમ અને નવ વાડ બ્રહ્મચર્યપાલન આદિ આત્મવિશુદ્ધિનાં ઉત્તમ સાધનો છે. તેમાં લજજા-અકરણીય કાર્ય કરતાં અટકાવે છે, દયા-હિંસક પ્રવૃત્તિ કરતાં રોકે છે, સંયમ-આશ્રવોને રોકો છે, બ્રહ્મચર્ય-આત્મસ્વરૂપમાં રમણતા કરાવે છે, જેનાથી સાધનામાં તેજસ્વિતા આવે છે. આ રીતે આ ચારેય સાધનોથી કર્મમળ દૂર થઈ આત્મા વિશુદ્ધ બને છે. તેવાં સર્વ સાધનોની ઉપલબ્ધિ અને સિદ્ધિ શિષ્યને ગુરુની હિતશિક્ષાઓથી જ થાય છે. તેથી શિષ્ય વિચારે છે કે, “જે ગુરુ મને સતત હિતશિક્ષા આપે છે, તેમનો અનંત ઉપકાર છે. તેના માધ્યમથી જ મારો આત્મવિકાસ થઈ રહ્યો છે અને તેના દ્વારા જ હું પૂર્ણતા સુધી પહોંચી શકશ.’’ આવી દૃઢ શ્રદ્ધાના ભાવો સાથે તે સતતગુરુચરણોની સેવામાં તત્પર રહે છે.
ઔપપાતિક સૂત્રમાં વિનયના સાત પ્રકાર બતાવવામાં આવ્યા છે. વિનીત શિષ્યનું વર્તન આ પ્રકારે જ હોય છે :
૧) ગુરુની આજ્ઞાનો અમલ કરવો, પોતાની ભૂલનો હાથ જોડી નમ્રભાવે સ્વીકાર કરવો, ગુરુથી નીચા આસને બેસવું, ગુરુની શય્યાથી અલ્પ મૂલ્યવાળી, નીચે ભૂમિમાં પાથરેલી નીચી શય્યામાં નમ્રભાવે શયન કરે, જ્યાં ગુરુ ઊભા રહ્યા હોય ત્યાં શિષ્ય તેનાથી નીચા સ્થાનમાં ઊભો રહે આદિ બાબતોને કાયિકવિનય કહે છે.
૨) જરૂર વિના બોલે નહિ, ગુરુ બોલાવે ત્યારે મૌન ન રહેતાં યથોચિત્ ઉત્તર આપવો, ક્રોધાવેશમાં અસત્ય ન બોલે, આચાર્યના ક્રોધને શાંત કરવા પ્રસન્નતાજનક ભાષાનો પ્રયોગ કરે, ભાષા સમિતિ સહિત વચન બોલે, પ્રશ્ન વગેરે પૂછવા હોય કે ગુરુ સન્મુખ મળી જાય ત્યારે મસ્તક નમાવી, હાતને જોડી વંદન કરી સુખ-શાતા પૂછે કે નમ્રતાથી પ્રશ્ન પૂછે તેવી પ્રવૃત્તિઓ વચન વિનયને સ્પષ્ટ
૩) આત્માનું દમન કરવું, ગુરુના કોપની સામે ક્ષમાભાવ રાખવો, તેમની
Page #50
--------------------------------------------------------------------------
________________
6
4 વિનયધર્મ
Pe Cen અશાતના થઈ હોય તો તે સ્વીકારી ગુરુ સમક્ષ પોતાના દોષનો સ્વીકાર કરે - ‘‘ામેટું વરદં .” - હે ગુરુદેવ ! મારા અપરાધને ક્ષમા કરો, ફરી આવું આચરણ કરીશ નહિ” વગેરે બાબતો મનોવિનયને સ્પષ્ટ કરે છે.
૪) ગુરુ સમીપે બેસવું, રહેવું, ગુરુની ઇચ્છાનુસાર પ્રવૃત્તિ કરવી, પોતાના કાર્યની સિદ્ધિ માટે અનુકૂળ વર્તન કરવું, દેશકાળનો વિચાર કરી યોગ્ય કાર્ય કરવું, જેમ કે શરદ આદિ ઋતુઓ અનુસાર અનુકૂળ ભોજન, શય્યા, આસન આદિ લાવે. ગુરુની નજર ક્યાં છે તે જોઈ, સમજી તે અનુસાર કાર્ય કરે, જેમ કે ગુરુદેવ શિષ્ય સામે જોઈ પછી કંબલ તરફ જોવે તો વિનીત શિષ્ય સમજી જાય કે ગુરૂજીને ઠંડી લાગે છે, કંબલની જરૂર છે. તેમ જાણી કંબલ લાવે. આવી પ્રવૃત્તિ લોકોપચાર વિનયને પ્રગટ કરે છે.
૫) ગુરુ પાસે કંઈ શીખવું હોય તો નમ્રતાપૂર્વક વિનંતી કરી તેમની સમીપે અર્થપૂર્ણ પદનો અભ્યાસ કરવો તે જ્ઞાન વિનયને પ્રગટ કરે છે.
૬) ગુરુની વધુપડતા નજીક ન બેસે, તેવી રીતે વધુપડતા દૂર પણ ન બેસે. યથાયોગ્ય જગ્યા રાખી બેસે. તેમની આગળ કે તેમની પાછળ ન બેસતા, સામે બેસે. બાજુમાં ન બેસે. વિનયપૂર્વક વંદન કરી બેસે વગેરે દર્શન વિનયને પ્રગટ
©©4 વિનયધર્મ PC Cren ૬) ગુરુજનોના મનમાં સ્થાન પામવું તથા દેવ, ગંધર્વ, માનવ દ્વારા
પૂજનીયતા. ૭) કાર્યક્ષમતાથી સંપન્ન થવું. ૮) તપ, સમાચારી અને સમાધિની સંપન્નતા. ૯) પંચમહાવ્રતના પાલનથી પ્રાપ્ત થતી મહાવ્રુત્તિમત્તા. ૧૦) દેહત્યાગ પછી સર્વથા મુક્તિ અથવા થોડાં કર્મો રહી જવાથી
મહર્ધિક દેવ થવું. આમ વિનયનું મહત્ત્વ ઘણું છે. મૂલાચાર અનુસાર વિનયની પૃષ્ઠભૂમિમાં નીચેના ગુણો રહેલા છે. ૧) શુદ્ધ ધર્માચરણ
૨) જીતકલ્પ માર્યાદા ૩) આત્મગુણોનું ઉદ્દીપન
૪) આત્મિક શુદ્ધિ ૫) નિર્લૅન્દ્રતા
૬) ઋજુતા-સરળતા ૭) મૃદુતા-નમ્રતા, નિરહંકારિતા ૮) લાઘવ - અનાસક્તિ ૯) ગુરુભક્તિ
૧) આહલાદકતા ૧૧) કૃતિ (વંદનીય પુરુષો પ્રતિ વંદના) ૧૨) મૈત્રી ૧૩) અભિમાનનું નિરાકરણ ૧૪) તીર્થકરોની આજ્ઞાનું પાલન ૧૫) ગુણોનું અનુમોદન
ઉપકરોક ગુણો હોય તેવી વ્યક્તિ જ વિનયધર્મનું યોગ્ય પ્રકારે પાલન કરી શકે છે. સ્વ-પરહિત, આત્મશાંતિ, પરમસમાધિ, સરળતા, નિરાભિમાનીતા, અનાસક્તિ અને સંઘવ્યવસ્થા માટે વિનયધર્મનું આચરણ કરવું અનિવાર્ય છે.
ઉપસંહાર :
આમ ધર્મનું મૂળ વિનય છે. સર્વ આત્મગુણોના વિકાસમાં અને મોક્ષપ્રાપ્તિમાં વિનયની અનિવાર્યતા રહેલી છે. એક સંસ્કૃત નીતિ શ્લોકમાં પણ કહ્યું છે કે –
વિનયાત્ યાતિ પાત્રતામ્ | = વિનયથી પાત્રતા મળે છે.
આ તત્ત્વને સમજાવવા માટે વૃક્ષના મૂળથી પ્રારંભીને તેની આગળની અવસ્થાઓની ઉત્પત્તિ અને વિકાસની ઉપમા આપી છે. અહીં વ્યાખ્યાકારોએ વૃક્ષના દશ વિભાગોને લઈને ધર્મવિકાસના દસ ગુણોને સંયોજિત કર્યા છે જે આ
કરે છે.
૭) ગુરુની કોઈ પ્રકારે આશાતના ન થાય તેનું સતત ધ્યાન રાખે, સેવાશુશ્રુષા કરે, એષણા સમિતિ અને ભાષા સમિતિનું શુદ્ધ પ્રકારે પાલન કરે તેના નિયમોમાં ચારિત્ર વિનયનું પ્રતિપાદન થાય છે.
આ સાત પ્રકારનો વિનય કરનાર વિનીત શિષ્ય સ્વાર્થનો આગ્રહ ન રાખી ગુર્વાજ્ઞાપાલનમાં તત્પર રહે તો સ્વછંદતા ઘટે, ઇન્દ્રિય અને મનની ઘણી પ્રવૃત્તિઓ અટકી જાય છે. પરિણામે શુભમાર્ગે એકાગ્ર બને છે તે કર્મનિર્જરા કરી શકે છે. આવો જીવ અવશ્ય મોક્ષને પામી શકે છે.
વિનયી શિષ્યને પ્રાપ્ત થતી ઉપલબ્ધિઓ : ૧) લોકવ્યાપી કીર્તિ. ૨) ધર્માચરણો, ગુણો, સનુષ્ઠાનો માટે આધારભૂત બનવું. ૩) પૂજ્યવરોની પ્રસન્નાથી પ્રચુર શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ. ૪) શાસ્ત્રીયજ્ઞાનની સન્માનનીયતા. ૫) સર્વ સંશય નિવૃત્તિ.
૯૧ -
પ્રમાણે છે -
Page #51
--------------------------------------------------------------------------
________________
C C4વિનયધર્મ
છn ધર્મ વૃક્ષનું મૂળ વિનય, કંદ - ધૈર્ય, સ્કંધ-જ્ઞાન, ત્વચા - શુભ ભાવ, શાખા-અનુકંપા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય આદિ ગુણો, પ્રતિશાખા - મહાવ્રતની ઉત્તમ ભાવના, પલ્લવો - ધર્મધ્યાન અને શુકલધ્યાન, પત્રો - નિર્લોભતા, નિર્વિષયતા, ક્ષમા આદિ ગુણો, પુષ્પો – વાસનાનો નાશ, ફળ-મોક્ષ, મધુર રસ - અવ્યાબાધ સુખ છે.
વિનય કરવાથી પાત્રતા થાય છે તેથી રત્નાધિકોની કૃપાપૂર્વક વાત્સલ્યની વર્ષા થતાં વ્યાકુળતાનો નાશ થાય જેથી વિનય સમાધિ પ્રગટે છે, બોધિબીજ અંકુરિત થાય છે, જિજ્ઞાસાના, મુમુક્ષુતાનાં મૂળ દૃઢ બને છે. શ્રદ્ધાપૂર્વક, શ્રુતજ્ઞાન ભિક્ષા યાચતા સદ્ગરના ઉપદંશરૂપ દેશના લબ્ધિ પ્રગટે તેનાથી ઉપયોગ સ્વરૂપમાં ઢળે પરિણામે સ્વચ્છંદતાનો નાશ થઈ સમર્પિતભાવે સદ્ગુરુમય બની જાય છે. જેનાથી તપસમાધિ પ્રગટે છે. તે જ લૌકિક-પારલૌકિક વાસનાને તોડે છે. જેનાથી નિરંજન, નિરાકાર થવાનો શુદ્ધ આચાર પ્રગટે છે. જે ચારિત્રમાણનો નાશ કરી, આઠ કર્મનો નાશ કરાવી આચાર સમાધિ પ્રગટાવે છે. તે જ સમાધિ સિદ્ધાલયની શાશ્વત સુખમય સિદ્ધ દશા પ્રગટ કરાવે છે. પરમાર્થ એ જ છે કે વિનય કરવો જ જોઈએ.
(રાજકોટસ્થિત પારૂલબહેને એમ. એ. સુધી અભ્યાસ કર્યો છે. જૈન પત્રકાર એવૉર્ડ વિજેતા, આંતરરાષ્ટ્રીય નિબંધ સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક મેળવેલ છે. તેમનાં ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે).
4 વિનયધર્મ
| વિનય સાથે વિવેકનું સાયુજ્ય: કાંચનર્માણ યોગ
- ગુણવંત બરવાળિયા વિનયવિણ વિદ્યા નહિ, તો કિમ સમકિત પાવે રે સમક્તિ વિણ ચરિત્ર નહિ, ચરિત્ર વિણ નહિ મુક્તિ રે...
વિનય વિના વિઘાની પ્રાપ્તિ થતી નથી અને વિદ્યા વિના સમક્તિની પ્રાપ્તિ થતી નથી. સમક્તિ વિના ચારિત્ર નથી અને ચારિત્ર વિના મુક્તિની પ્રાપ્તિ નથી. આથી ફલિત થાય છે કે વિનયના માર્ગે જ મુક્તિની યાત્રા થઈ શકે છે. કવિ ઉદયરત્નજીની સજજાયની આ પંક્તિઓમાં વિનય જ મોક્ષનું મૂળ છે, એ હાર્દ અભિપ્રેત છે.
માત-પિતા, ગુરુજી, પરમાત્મા, જીવનના ઉપકારી આત્માઓ અને વડીલો પ્રતિ વિનયભાવ હૃદયપૂર્વક અભિવ્યક્ત કરવો, તે માત્ર કર્તવ્ય નહિ પરંતુ પરમ ધર્મ છે.
- જેમના થકી આપણે આ દુનિયામાં પ્રવેશ્યા એટલે કે દસ દષ્ટાંતો દુર્લભ માનવભવ આપણને મળવાનું જે નિમિત્ત બન્યા છે, તે માતા-પિતા પ્રત્યે વિનય તે આપણો ધર્મ છે. જેમણે આપણને વ્યવહારિક દુનિયાનું શિક્ષણ આપ્યું અને જેના થકી આપણી, ઉજળી કારકિર્દી બની તે વિદ્યાગુરુ પ્રત્યે આપણો વિનયભાવ હોવો જોઈએ.
માત્ર આ જ ભવ નહિ પરંતુ આપણી ભવપરંપરા સુધારનાર, આપણને જીવનની સાચી દિશા બતાવનાર કલ્યાણમિત્ર ગુરુભગવંતનો હૃદયપૂર્વક ભાવથી વિનય કરવો તે આપણો ધર્મ છે.
આપણા જીવન યાપનમાં જડ પુદગલ અને સ્થાવર જીવોનું પણ યોગદાન છે, જેથી જૈન દર્શન તો આગળ વધીને કહે છે કે ચેતન સાથે જડ તત્ત્વોનો પણ વિનય કરવો જોઈએ.
આપણા જીવન પ્રવાહના વિવિધ તબક્કામાં આપણને માર્ગદર્શન આપનાર, સહાયભૂત થનાર, પડતા બચાવનાર કે પડથા તો ઊભા કરનાર ઉપકારી આત્માઓનો વિવેકસહ વિનય કરવો જોઈએ.
| વિનય અને વિવેક એક સિક્કાની બે બાજુ છે. વિવેક વિનાનો વિનય
Page #52
--------------------------------------------------------------------------
________________
© ©4 વિનયધર્મ @ @ પૂર્ણ બનતો નથી. સદાચારમાં નમ્રતાને વિનય ગણ્યો છે, પરંતુ જૈન દાર્શનિકોએ મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરતાં વિનય અને નમ્રતાની પાતળી ભેદરેખાને સ્પષ્ટ કરતાં કહ્યું છે કે, નમ્રતા-નમવું તે તો શિષ્ટાચાર વ્યવહાર છે, એ તો બાહ્યાચાર છે,
જ્યારે વિનયમાં આંતરિક ભાવ અભિપ્રેત છે. શિષ્ટાચારમાં દંભ કે અહંકાર હોવાની શક્યતા રહેલી છે. બુદ્ધિ સાથેના અહંકારનો મૃત્યુઘંટ વાગે ત્યારે જ વિનયના જન્મની મધુર ઘંટડીનો રણકાર સાંભળી શકાય છે. માત્ર પોતાની ઇચ્છા પ્રમાણે ચાલવાનો છંદ ભાવ મટે તો જ વિનયભાવ પ્રગટે. આત્મવિકાસનો અભ્યદય વિનયના અરૂણોદય વિના શક્ય નથી.
વિવેકવાન પુરુષો જીવનમાં વિનયભાવ પ્રગટાવવા માટે પોતાને શુન્ય ગણે એટલે સ્વયં લઘુતાભાવની અનુભૂતિ કરે છે. જ્યારે આપણામાં વિનયભાવ આવે ત્યારે ગમા-અણગમા શૂન્ય થવા લાગે છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સંદર્ભે સારાસારની સમજ એટલે વિવેક. વિવેક હૃદયનો વિષય છે. વિચાર બુદ્ધિની નીપજ છે. વિવેક હૃદયની પ્રસ્તુતિ છે તો વિચાર મસ્તકની ઊપજ છે. વિચાર અધૂરો, અપૂર્ણ અને અપંગ છે. વિવેક પૂર્ણતા તરફ જવાનો રાજમાર્ગ છે.
વિવેક, વિનય અને જયણા સહોદર છે. ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય છે. વિવેકમાં આત્મજાગૃતિ અભિપ્રેત ઉપયોગ એટલે જયણાધર્મ.
પાણીમાં ડૂબકી લગાવતાં પહેલાં આખા શરીરે હળદર ચોળવાથી પાણીના ઝેરીલા, ડંખ મારવાવાળા જંતુઓથી બચી શકાય છે. સંસારસાગરમાં ડૂબકી મારતા આપણા જેવા જીવો વિવેકરૂપી હળદરથી પરિપુ કષાયોથી બચી શકે.
જીવનના રોજબરોજના પ્રસંગોમાં વિવેકયુક્ત આચરણ વિસંવાદિતા ટાળી સાંમજસ્યનું સર્જન કરે છે.
વર્ષો પહેલાં વડોદરામાં ગુજરાતી સાહિત્યનો એક કાર્યક્રમ સાહિત્યકાર કિસનસિંહ ચાવડાની અધ્યક્ષતામાં યોજાયો. આ કાર્યક્રમમાં તે સમયના જાણીતા નવલકથાકાર રમણલાલ વસંતલાલ દેસાઈ બોલવા ઊભા થયા. મહાનુભાવોને સંબોધન કરતી વખતે તેમણે કિસનસિંહ ચાવડાને માત્ર ‘કિસન’ એવું સંબોધન કર્યું. તેમના વક્તવ્ય પછી એ બેસી ગયા. કોઈએ ૨. વ. દેસાઈને કહ્યું કે, હું માનું છું કે કિસનસિંહ ચાવડા ઉંમરમાં તમારાથી નાના હશે એટલે તમે ‘કિસન’ એવું સંબોધન કર્યું, પરંતુ આજની સભાના એ પ્રમુખ છે. ૨. વ. દેસાઈને પોતાની ભૂલ
છ
Q4 વિનયધર્મ CCT સમજાઈ અને તેમણે જાહેરમાં એકરાર કર્યો કે, ‘આજની સભાના પ્રમુખ શ્રી કિસનસિંહ ચાવડાને આત્મીયતા અને લાગણીના આવેગોને કારણે મેં ‘કિસન” એ રીતે સંબોધન કર્યું જે સર્વથા યોગ્ય નથી.” અહીં આંતરિક વિનય પાળવાનું પ્રાગટ્ય અભિપ્રેત છે.
પ્રમુખસ્થાનેથી પોતાના વક્તવ્યમાં કિસનસિંહ ચાવડાએ કહ્યું કે, “આદરણીય શ્રી ૨. વ. દેસાઈ, આપે ‘કિસનસિંહને બદલે ‘કિસન’ એવું સંબોધન કરી મારામાં રહેલા ‘પશુને દૂર કર્યો. ‘પશુતા'ને બદલે ‘પ્રભુતા’ ‘કિસન’ ‘કૃષ્ણ’ તરફ લઈ જવા બદલ આભાર.” કિસનસિંહના વિવેકસહ વિનયની અભિવ્યક્તિથી સભામાં હળવાશ અને હાસ્યનું મોજું ફરી વળ્યું અને સભામાં પ્રસન્નતા છવાઈ ગઈ.
હિત, મિત ને પ્રિય બોલવું એને વાણીનું તપ કહ્યું છે.
અહીં પ્રિય એટલે ‘કર્ણપ્રિય’. કાનને ગમે તેવા વચનો બોલવા તેવો માત્ર સ્થૂળ અર્થ નથી. પ્રિય એટલે વિનય-વિવેકસહ આત્મહિત, આત્મકલ્યાણનાં વચનો એવો અર્થ થાય છે.
વિચારયુક્ત બુદ્ધિમાં જીવે તે બુદ્ધ બની શકે, પરંતુ વિવેકથી જીવે તે બુદ્ધ બની શકે છે. માટે જીવનનો નિર્ણય વિચારથી નહીં વિવેકથી કરવો જોઈએ.
સમતાને સિદ્ધપદની પ્રાપ્તિનું પરમસાધન માનવામાં આવ્યું છે. સમતા જીવનમાં આવે કઈ રીતે ? સ્વ પરનો વાસ્તવિક વિવેક ન જન્મે ત્યાં સુધી સાચી સમતાની પ્રાપ્તિ થવી અશક્ય છે. જિનેશ્વરદેવોએ ફરમાવ્યા મુજબનો સ્વ પરનો વિવેક જીવનમાં આવી જાય તો સમતાની પ્રાપ્તિ થઈ જાય છે. માટે વિવેક એ સિદ્ધત્વની યાત્રામાં દીવાદાંડીરૂપ છે.
જ્ઞાનીપુરષો સ્વ પરનો વિવેક થયો છે કે નહીં તેની ખાતરી કરવાનું કહે છે. એવા વિવકને પામેલો આત્મા જે મજેમ વિવેકની માત્રા વધે તેમતેમ આત્મહિતકારી પ્રવૃત્તિઓ તરફ ઢળતો જાય છે. પર વસ્તુઓથી પાછો હઠતો જાય છે. આત્મા બહિર્મુખ મટીને અંતર્મુખ બને. સ્વ પરનો આવેલો વિવેક તો જ સફળ ગણાય જો તે આત્માને પરથી પાછો હઠાવી સ્વ સ્વરૂપમાં લીન બનાવે. આ રીતે જોતાં આત્માને સ્વ પરનો વાસ્તવિક વિવેક થયો છે કે નહિ તે સમજી શકાય. વિવેકપ્રાપ્તિની આ પારાશીશી છે.
વ્યવહારિક જીવનની સફળતામાં વિનય-વિવેક કેન્દ્રસ્થાને છે, તો ધર્મના શાસનનો પ્રાણ વિવેક છે. માટે જ્ઞાનીઓ કહે છે ધર્મ વિવેકે નીપજે.
જ ૯૬ -
Page #53
--------------------------------------------------------------------------
________________
© ©4 વિનયધર્મ @ @
હંસ વિવેકનું પ્રતીક છે. હંસવૃત્તિથી સારાસારનો ક્ષીર-નીર વિવેક પ્રાપ્ત થાય છે.
શ્રાવિકા સાધુજીને કેસરિયા મોદક વહોરાવે છે. સાધુજીને આ મોદક દાઢમાં રહી જાય છે.
રાત્રે સાધુ ફરી મોદક વહોરાવવા આવે છે. શ્રાવિકાજી વિચારે છે કે. આહાર સંજ્ઞાના પ્રબળ જોરે રસ આસક્તિમાં મહારાજ સાધુજીની સમાચારીનું વિવેકભાન ભૂલ્યા છે.
બે હાથ જોડી વિનયપૂર્વક શ્રાવિકાજીએ સાધુને અત્યારે શું સમય થયો છે, સાધુને ગોચરી વહોરાવવા માટે દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવના સંદર્ભે શું નિયમો છે તેની યાદ આપી.
સાધુને પોતાની ભૂલ સમજાણી. વિનયપૂર્વકનાં વિવેકયુક્ત વચનોમાં શિથિલાચારીને ચારિત્ર્યમાં સ્થિર કરવાનું સામર્થ્ય છે.
આમ વિનયભાવ પ્રસન્નતા અને સુગતિનું કારણ બને છે. વિનયવાન વ્યક્તિના વચનમાં વચનસિદ્ધિ પ્રગટી શકે. આમ વિનય જ આપણા વિકાસનું મૂળ છે અને સફળતાની માસ્ટર-કી છે.
વિનયવાન વ્યક્તિ બધામાં સ્વીકૃત બની જાય અને સર્વમાં પ્રિયપાત્ર બની જાય છે. જ્યારે આપણી અનંત પુણ્યરાશિ એકત્ર થઈ હોય ત્યારે માનવભવ મળે અને સદગુરનો યોગ સાંપડે. જૈન આગમ શાસ્ત્રોમાં ઠેરઠેર ગુરુભગવંત પ્રતિ આપણા વિનય ધર્મની વાત આવે છે. આપણે તેનું અવગાહન કરીએ.
ઉપાસક દશાંગ, ઉત્તરાધ્યયયન, આવશ્યક સૂત્ર, દશવૈકાલિક સૂત્રક્તાંગ અને ભગવતી સૂત્ર વગેરેમાં ગુરુ પ્રત્યેના વિનય ભાવનું વર્ણન આવે છે. • સદ્ગુરુ સાન્નિધ્યે જાગૃત રહેવું જોઈએ. • સદ્ગરની હિતશિક્ષા માટે તત્પર રહેવું જોઈએ. • સદ્ગુરુની ઇચ્છાની આરાધના કરવી જોઈએ.
સમાધાન પામવા સદ્ગુરુની આજ્ઞા લેવી જોઈએ. • સંગુરુ સમક્ષ અલ્પભાષી બનવું જોઈએ. • સદ્ગુરુના વચનનો પ્રતિસાદ આપવો જોઈએ. • સદ્ગર સમક્ષ વંદન કરી ઉપકાર ભાવની અભિવ્યક્તિ કરવી. • સદ્ગુરુનો મન, વચન, કાયાના યોગે વિનય કરવો.
© C C4 વિનયધર્મ
ccess • સદ્ગુરથી નીચે આસને બેસવું. • સદ્ગુરુની સામે નિદ્રા ન કરવી જોઈએ.
સદ્દગુરુની નિકટ (અવગ્રહસ્થાન) સાડા ત્રણ ફૂટના વિસ્તારમાં જવા માટે આજ્ઞા
લેવી જોઈએ. • સદ્ગુરુને ભિક્ષા પ્રદાન કરતા (ગૌચરી વહોરાવતી) સમયે અને વિહારમાં વિનય
ધર્મનું પાલન કરવું. • ગુરુના ઇંગિત-ઇશારાને શિષ્યએ સમજી આચરણ કરવું જોઈએ.
વિશ્વની તમામ દાર્શનિક અને ધાર્મિક પરંપરાએ વિનયને સ્થાન આપ્યું છે. વળી સુચારુ સમાજરચના માટે અને કૌટુંબિક સામંજસ્ય માટે વિનય-વિવેક જરૂરી છે. માટે જ સમાજચિંતકો અને જ્ઞાનીઓ હંમેશાં વિનય-વિવેકના સાયુજ્ય અનુબંધને આવકારે છે.
સંદર્ભ : • જૈન ધર્મના આગમ ગ્રંથો
મારો વિનય ‘પારસધામ પ્રકાશન’ » ‘ગુ. સા. પરિષદ પ્રકાશન’
(ગુણવંતભાઈ કેટલીક શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેમનાં સર્જન-સંપાદનનાં ૬૦ પુસ્તકો પ્રગટ થયાં છે. જૈન વિશ્વકોશ અને જ્ઞાનસત્રોનાં આયોજન સાથે જોડાયેલા છે).
અહિલ્યા થઈને સૂતું છે અમારું જ્ઞાન અંતરમાં ગુર ! મમ રામ થઈ આવો તમારો સ્પર્શ ઝંખું છું.
સરને - તને હું ઝંખું છું, પ્રખર સહરાની તરસથી.
- ૯૮ -
Page #54
--------------------------------------------------------------------------
________________
4 વિનયધર્મ P
Cen શ્રાવક-શ્રવઠામાં વિનયધર્મ
- સમીક્ષા : શ્રી ખીમજી મણશી છાડવા શ્રાવક શબ્દ જ વિનયનો પર્યાય હોય તેમ લાગે છે, કેમ કે શ્રદ્ધાપૂર્વક વિનય-વિવેકથી ક્રિયાઓ કરે તે જ શ્રાવક કહેવાય છે :
શ્રી ઔપપાતિક સૂત્રમાં વિનયને આત્યંતર તપનું એક અંગ બતાવ્યું છે અને વિનયના સાત પ્રકાર વર્ણવ્યા છે, જે નીચે મુજબ છે.
૧) જ્ઞાનવિનય :- જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનો પર શ્રદ્ધા, ભક્તિ અને બહુમાનનો ભાવ જ્યારે શ્રાવક રાખે ત્યારે તે જ્ઞાન વિનય કહેવાય છે અને તે દ્વારા પ્રતિપાદિત તત્ત્વોનું સમ્યક પ્રકારે ચિંતન, મનન કરી વિધિપૂર્વક જ્ઞાન ગ્રહણ થાય છે.
૨) દર્શન વિનય :- દેવ, ગુરુ અને ધર્મ પર દેઢ શ્રદ્ધા રાખી સમ્યમ્ દૃષ્ટિ જીવોની વિનયભક્તિ કરવી તે દર્શન વિનય છે. ગુરુ આદિની આશાતના ન કરતાં શ્રાવકે ગુરુની સેવા કરવી જોઈએ. ( ૩) ચારિત્ર વિનય :- શ્રાવક ચારિત્ર અને ચારિત્રવાનનો આદર કરે તે ચારિત્ર વિનય છે.
૪) મનો વિનય :- મનની અશુભ પ્રવૃત્તિને રોકી શ્રાવક શુભ પ્રવૃત્તિમાં મનને વાળે તેમ જ આચાર્યાદિનો મનથી વિનય કરે તે મનો વિનય છે. અહીં શ્રાવકે અશુભ વિચારણાઓનો ત્યાગ કરી મનને શુભ વિચારણામાં પ્રવૃત્ત કરવાનું છે.
૫) વચન વિનય :- આચાર્યાદિને શ્રાવક શુભ વચન, ઉચારે દ્વારા સંબોધે તે વચન વિનય છે. શ્રાવકે વાણીસંયમ રાખી અશુભ વચનો ન બોલાય તેનું સર્વથા ધ્યાન રાખવું જોઈએ.
૬) કાય વિનય :- કાયાની અશુભ પ્રવૃત્તિ રોકી શ્રાવકે શુભ પ્રવૃત્તિથી આચાર્યાદિની સેવા કરવી એ કાય વિનય છે. ( ૭) લોકોપચાર વિનય :- શ્રાવક કે શ્રાવિકા અન્યને શાતા ઊપજે-સુખ પહોંચે તેવી પ્રવૃત્તિ કરે તેને લોકોપચાર વિનય કહે છે. અન્યનું બૂરું ઈચ્છવું પણ નહિ ફક્ત તેમના હિતની ખેવના રાખવી તે જ શ્રાવકનો લોકોપચાર વિનય છે.
- ૯૯ -
64 વિનયધર્મ 11
આમ ગુર્નાદિકો પ્રતિ ભક્તિ, બહુમાનપૂર્વકનો વ્યવહાર તેમ જ નાના-મોટા સર્વ લોકો સાથે પ્રેમપૂર્વક સમુચિત વ્યવહાર એ જ શ્રાવક-શ્રાવિકાનો વિનયધર્મ છે.
વિનય થકી જીવન દીપે વિનય ધર્મનું અંગ પ્રીતિ પણ વિનયથી વધે, કરો વિનયનો સંગ વિનયથી અભિમાન જાય, સાચા-સાચા વિચારો આવે, વાણીમાં મીઠાશ આવે, હૃદય દયાળુ અને વિશાળ બને. વિવેક, ત્યાગ, વૈરાગ્ય વગેરે ગુણો વિકાસ પામે.
આહાર વિવેક, વાણીવિવેક અને દૃષ્ટિવિવેક શ્રાવક-શ્રાવિકાને ઉત્કૃષ્ટ કક્ષાએ લઈ જઈ શકે છે.
બાળક સમજણો થાય ત્યારથી તેમાં વિનય સંસ્કાર રોપવા જોઈએ. વડીલો, ગુણીજનો, શિક્ષકો, સાધુ-સંતો વગેરેને માન આપવું અને વંદન-નમસ્કાર કરવાનું શિખવાડતાં બાળક મોટો થઈને વિનયી શ્રાવકે જરૂરથી બને છે.
ફક્ત મોટાનો જ વિવેક રાખવો તે પૂરતું નથી. શ્રાવકે નાનાનો પણ વિવેક રાખવો જોઈએ. અહીં મને એક દૃષ્ટાંત યાદ આવે છે. એક શ્રીમંત શ્રાવક હતા. તેઓ દરરોજ ઉપાશ્રય જતા. તેઓ રોજ સામાયિક કરતા. સામાયિક માટે યોગ્ય વસ્ત્રો ધારણ કરવાં પોતાના કીમતી ઝભભા-કોટ વગેરે
ખીલી પર ટાંગી દેતા. ગળામાંની કીમતી માળા પણ ટીંગાડી સૌ સાથે બેસી જતા. એક દિવસ તેમની માળા કોઈ લઈ ગયું. શ્રેષ્ઠી વિચારમાં પડી ગયા. ઉપાશ્રયમાં તેમની સાથે બેસતા સર્વ સાધર્મિકો જ હતા. અન્ય કોઈ ત્યાં આવતું જ નહિ. તે શ્રેષ્ઠીને અચંબો તો થયો જ, પણ સાથે તેમનો વિવેક જાગી ઊઠ્યો. તેમને થયું નક્કી કોઈ મારો સાધર્મિક મુશ્કેલીમાં આવી પડ્યો હશે. મનોમન તેમણે નક્કી કર્યું કે મેં મારા નાનામાં નાના સાધર્મિક પ્રત્યે પણ ધ્યાન નથી આપ્યું. ખૂબ વિચાર કરતાં જે સાધર્મિક નબળો પડ્યો હતો તેને પિછાણી તેના ઘરે જઈ માળા પાછી તો ન માગી, પણ ઉપરથી વધારે મદદ કરી અને તેને ખબર પણ ન પડવા દીધી કે તેમની કીમતી માળા ચોરાઈ છે. કેવો ઉત્કૃષ્ટ વિનય.
સર્વ શ્રાવક-શ્રાવિકાઓએ વિનયને પોતાના જીવનમાં વણી લેવાનો હોય. ડગલે ને પગલે વિનયી વર્તન જ હોવું જોઈએ. ગૃહિણીઓએ ઘરમાં સાસુ-વહુ જેજે સ્વરૂપમાં હો તે પ્રમાણે યથાચિત્ વિનયી રીતભાતથી રહેવું જોઈએ, તો
છે ૧૦૦ ૦
Page #55
--------------------------------------------------------------------------
________________
©©ન્ડ વિનયધર્મ ©© પુરુષોએ અર્થોપાર્જન કરવામાં પણ ખૂબ જ વિવેક જાળવવો જોઈએ. નીતિપૂર્વકનો વ્યવહાર એ વિનય જ છે. સાચે જ કહ્યું છે કે અહંનો વિલય એટલે વિનય
ગુણોનો હિમાલય એટલે વિનય વિરતિનું વિદ્યાલય એટલે વિનય
સિદ્ધિનું મહાલય એટલે વિનય. આપણે હંમેશાં પાશ્ચાત્ય રહેણીકરણીને વખોડતા હોઈએ છીએ, પણ વિનયની બાબતમાં મારે કહેવું પડશે કે યુરોપ-અમેરિકાના વતનીઓ આપણાથી વધુ સારા છે. લોકોપચાર વિનયમાં તો તેઓનું વર્તન ઉત્તમોત્તમ હોય તેવું લાગે છે. તેઓ નાના-મોટાનો વિવેક બહુ જ સારી રીતે કરી જાણે છે. તેમની સ્વયંશિસ્ત જ વિનયનું જાણે પ્રતિબિંબ છે. અન્યના જીવનમાં કોઈ જાતની દખલ નહિ. ટીકા-ટિપ્પણ નહિ વગેરે ગુણો વિનયની સાક્ષી પુરે છે. - જ્યારે આપણે ડગલે ને પગલે અવિવેકનું જ પ્રદર્શન કરતા હોઈએ છીએ. ઘરે કે બહાર વિવેક જાળવવાનું શીખ્યા જ નથી એવું લાગે છે. અરે ઉપાશ્રયમાં શિસ્તપૂર્વક દાખલ નથી થતા, નથી સખણા બેસતા કે નથી ત્યાં બિરાજતા સાધુ-સંતોની આમન્યા રાખતા. કમસે કમ સાધુ સમક્ષ તો વિવેક-વિનય જાળવો. વંદન-નમસ્કાર કરવા. હાથમાં સચેત-અચેત વસ્તુઓ આથી મૂકવી, ઊંચા સાદે ન બોલવું, વગેરે શિસ્તપૂર્વકનું વર્તન કરવું જોઈએ.
હકીકતમાં શ્રાવક-શ્રાવિકાઓમાં વિનયસંસ્કારના સિંચનની ખૂબ જરૂર છે. મોક્ષ તરફ પ્રયાણ કરવા માટેનું પ્રથમ પગથિયું જ વિનયધર્મ છે.
મારી ટિપ્પણીથી કોઈનું મન દુભાયું હોય તો મિચ્છામિ દુક્કડમ કરી વીરમેં છું. વિનયી ભાવથી ક્ષમા માગું છું.
@ @ વિનયધર્મ c
x શ્રીમદ શશ્ચંદ્રજીના સíહત્યમાં વિનયદર્શન
- રીના શાહ શ્રીમદ્ રાજચંદ્ર એટલે મહાન તત્ત્વજ્ઞાની, આધ્યાત્મિક યુગદેષ્ટા, જુગજુગના જોગી, પરમ જ્ઞાનાવતાર, સાક્ષાત્ સરસ્વતી, ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક, અનેક મુમુક્ષુજનોના સધર્મપથદર્શક, આત્માનુભવી મહાન જ્ઞાનીપુરુષ જેમણે ફક્ત ૩૩ વર્ષની વયે તેમના વર્તમાન દેહનો ત્યાગ કર્યો હતો. તેઓશ્રીનું અત્યારે ૧૫૦મું જન્મજયંતી વર્ષ ચાલી રહ્યું છે.
તેઓશ્રીએ અનેક વિષયો પર સર્વાંગસુંદર બોધ આપેલ છે. તેઓશ્રીના બોધમાં સાધના સંબંધિત કોઈ વિષય બાકી નહીં હોય. તેમાં અત્યારે આપણે તેઓશ્રીએ બોધેલ વિનયગુણ વિષે અતિસંક્ષિપ્ત વિચારણા કરીશું.
ભૂમિકા
માત્ર ૧૬ વર્ષની વયે શ્રીમદ્જીએ ‘શ્રી મોક્ષમાળા’ નામનો એક ગ્રંથ લખ્યો છે, જેમાં અલગઅલગ વિષયો પર નાનાનાના ૧૦૮ શિક્ષાપાઠ છે. તેમાંનો એક છે,
“શિક્ષાપાઠ • ૩૨ વિનય વડે તન્યની સિદ્ધિ છે''
તેમાં શ્રીમ જી પ્રથમ ચંડળનું એક દૃષ્ટાંત આપીને કહે છે કે ચંડાળ પાસેથી વિદ્યા શીખવા માટે રાજાને પણ ચંડાળનો વિનય કરવો પડે છે. ચંડાળને પોતાનું સિંહાસન આપીને પોતે ચંડાળની સામે આવીને ઊભો રહે છે, ત્યારે તેને વિદ્યા સિદ્ધ થાય છે, એમ કહીને પછી શ્રીમજી કહે છે,
કે “સવિઘાને સાધ્ય કરવા વિનય કરવો. આત્મવિઘા પામવા નિગ્રંથગુરુનો જો વિનય કરીએ તો કેવું મંગળદાયક થાય!
વિનય એ ઉત્તમ વશીકરણ છે. ઉત્તરાધ્યયનમાં ભગવાને વિનયતે ધર્મનું મુળ કહી વર્ણવ્યો છે. ગુનો, મુનિનો, વિદ્વાનનો, માતા-પિતાનો અને પોતાથી વડાનો વિનય કરવો એ આપણી ઉત્તમતાનું કારણ છે''. | વિનયની વ્યાખ્યા
શ્રી સર્વાર્થસિદ્ધિમાં શ્રી પુજ્યપાદસ્વામી કહે છે, ‘ક્ષેત્રનો વિના:’ એટલે પૂજ્ય પુરુષો તેમ જ વસ્તુઓ પ્રત્યેનો આદર તે વિનય છે.
- ૧૦૨ -
(જૈન દર્શનના અભ્યાસુ ખીમજીભાઈ જૈન મહાસંઘના ઘડવા ધાર્મિક શિક્ષણ બોર્ડના પ્રેરકદાતા છે. તેઓ તાડદેવ જૈન સંઘ તથા મુંબઈ મહાસંઘના ટ્રસ્ટી છે).
- ૧૦૧
-
Page #56
--------------------------------------------------------------------------
________________
CC4 વિનયધર્મ P
er વિનયના પ્રકાર
સમસ્ત જગતમાં નિશ્ચય નયથી રત્નત્રય એટલે કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્ર જ પૂજ્ય છે તથા વ્યવહાર નથી તે રત્નત્રયને ધારણ કરનાર મુનિભગવંતો તથા જ્ઞાની પુરુષો જ પૂજ્ય છે. તેને શ્રી તત્ત્વાર્થસૂત્રમાં શ્રી ઉમાસ્વામી આચાર્ય એ અધ્યાય નવના ૨૩માં સૂત્રમાં ચાર પ્રકારે ક હ્યા છે . ‘ગાનવર્શનવરિત્રાપવાTI:' શ્રી ભગવતી આરાધનામાં તપ વિનયને પણ ઉમેર્યું. છે. આમ, આપણે આ પાંચ પ્રકારના વિનય વિષે વિચારીએ.
૧) દર્શન વિનય ૨) જ્ઞાન વિનય ૩) ચારિત્ર વિનય ૪) તપ વિનય ૫) ઉપચાર વિનય.
ઉપચાર વિનયના ત્રણ પ્રકારોનો વિસ્તાર જાણીએ.
(૧) કાયિક વિનય - તે સાત પ્રકારે છેઃ-સાધુઓને આવતાં જોઈ ઊભા થવું - સન્મુખ જવું, બે હાથ જોડી મસ્તક નમાવીને અંજલિ આપવી, તેમનાથી નીચે બેસવું - નીચે સુવું, તેમને આસન આપવું, પુસ્તકાદિ ઉપકરણ આપવાં તથા રહેવા માટે વસતિકાદાન કરવું, તેમનાં બળ પ્રમાણે શરીરમર્દન તથા કાળ અનુસાર ક્રિયા - જેમ કે, શીત ઋતુમાં ઉષ્ણ અને ઉષ્ણ ઋતુમાં શીત, તેમને વિદાય આપતી વખતે વળાવવા જવું. શ્રીમદ્રજીએ તે વિષે ‘વચનસપ્તશતી’માં કહ્યું છે.
૨૫૩ - ગુરુનો અવિનય કરું નહીં. ૨૫૪ - ગુરુને આસને બેસું નહીં. ૨૫૫ - કોઈ પ્રકારની તેથી મહત્તા ભોગવું નહીં. ૩૦૬ - અવિનયથી બેસું નહીં. ૪૪૪ - આશુપ્રજ્ઞનો વિનય જાળવું.”
શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૭૨-૧૫-વિનય કરવા યોગ્ય પુરુષોનો યથાયોગ્ય વિનય કરવો.
૨. વાચિકવિનય - વાચિકવિનય ચાર પ્રકારે છે - હિતરૂપ બોલવું, પરિમિત બોલવું, પ્રિય બોલવું તથા આગમ અનુસાર બોલવું. પૂજ્યો વચનો બોલવાં, કઠોરતા રહિત બોલવું, ઉપરાંત વચન, અભિમાન રહિત તથા સાવધક્રિયા રહિત વચન બોલવાં.
શ્રીમદ્જીએ ‘વચનસપ્તશતી’માં કહ્યું છે કે “૧૪-વિવેકી, વિનયી અને પ્રિય પણ મર્યાદિત બોલવું.'
- ૧૦૩ -
© C C4 વિનયધર્મ
ccess ૩. માનસિક વિનય - તે બે પ્રકારે છે - પાપવિચારમાં જતાં મનને રોકવું, શુભ વિચારમાં મનને લગાવવું.
સુર્વાદિકની ગેરહાજરીમાં પણ ઉપરોક્ત પ્રમાણે વર્તવું તે પરોક્ષ વિનય છે. રાગપૂર્વક મજાકમાં કે ભૂલથી પણ કોઈની પીઠ પાછળ નિંદા-બૂરાઈ ન કરવી, એ પણ પરોક્ષ ઉપચાર વિનય છે.
જ્યારે શ્રેણિક રાજા વનમાં ધ્યાનસ્થ અનાથીમુનિને જુએ છે ત્યારે કેટલા વિનયથી તેઓ મુનિ પાસે બેસે છે. તે વિષે શ્રીમદ્રજી લખે છે,
આ સંયતિ કેવું નિર્ભય નમ્રપણું ધરાવે છે. એ ભોગથી કેવો વિરક્ત છે! એમ ચિંતવતોચિતવતો, મુદિત થતો થતો, સ્તુતિ કરતોકરતો, ધીમેથી ચાલતાચાલતો, પ્રદક્ષિણા દઈને તે મુનિને વંદન કરીને અતિસમીપ નહીં તેમ અતિદૂર નહીં એમ તે શ્રેણિક બેઠો. પછી હાથની અંજલિ કરીને વિનયથી તેણે તે મુનિને પૂછ્યું.
મુનિ પ્રત્યેનાં કાયિક, વાચિક અને માનસિક વિનયનું આ ઉત્તમ ઉદાહરણ છે.
ભવભ્રમણનું એક કારણ-વિનયની ખામીશ્રીમદ્જીએ શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં પત્રાંક ૪૨માં કહ્યું છે,
જગતમાં નીરાગીન્ય, વિનયતા અને સત્પષની આશા એ નહીં મળવાથી આ આત્મા અનાદિકાળથી રખડ્યો, પણ નિરુપાયતા થઈ તે થઈ. હવે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે.
આત્માનું એટલે કે આપણું અસ્તિત્વ અનાદિકાળથી છે અને હજી પણ આપણું ભવભ્રમણ ચાલુ જ છે. ક્ષણક્ષણ કરતાં અનંતકાળ ગયો, પણ હજુ મોક્ષરૂપી કાર્ય સિદ્ધ થયું નથી. તેનાં શ્રીમદ્જીએ ઉપર ત્રણ કારણો બતાવ્યાં, તેમાં એક કારણ વિનયની ખામી છે. આમ, વિનયના અભાવે જીવ ચોર્યાશી લાખ યોનિમાં ભટકે છે તેમ જ અસહ્ય, અનંત દુઃખોને ભોગવે છે.
સામાન્ય વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે માતા-પિતા, વડીલો કે શિક્ષકોનો વિનય નહીં કરનાર કેટલા દુઃખી થાય છે! જો થોડીક પોતાની અક્કડાઈ, અહંપ અને સ્વચ્છંદને બાજુમાં મૂકે તો માતા-પિતા, વડીલો કે શિક્ષકો પાસેથી કેટલો પ્રેમ અને વાત્સલ્ય મળે છે! પણ ખેદની વાત છે કે એવી જીવની વિચારશક્તિ જ નથી અને એ જ જીવો જ્યારે ધર્મના માર્ગમાં આવે છે ત્યારે
૧૦૪ -
Page #57
--------------------------------------------------------------------------
________________
6
4 વિનયધર્મ
Pe Cen ગુરુજનો, વિદ્વાનો કે પોતાના સિનિયર્સનો પણ વિનય કરી શકતા નથી. તેનું પરિણામ વર્તમાનમાં પણ દુઃખ અને ભવિષ્યમાં તો અનંતુ દુ:ખ પ્રાપ્ત કરે છે. હાલના સમયમાં જે માનસિક રોગોનો વધારો થયો છે, તેનું આ પણ એક કારણ છે.
વિનયગુણની આરાધનાશ્રીમદ્જીએ ‘વચનસપ્તશતીમાં કહ્યું છે, ૧૫૪ વિનયને આરાધી રહ્યું ૨૨૪ - અવિનય કરું નહીં. ૧૮૨ - નિરભિમાની થાઉં. ૪૭૩ - માનની અભિલાષા રાખું નહીં.” તેમજ શ્રી ઉપદેશનીયનોંધ - આંક - ૩૬માં કહ્યું છે, સમક્તિને આઠ મદમાંનો એકેય મદ ન હોય.
(૧) અવિનય (૨) અહંકાર (૩) અર્ધદગ્ધપણું, પોતાને જ્ઞાન નહીં છતાં પોતાને જ્ઞાની માની બેસવાપણું અને (૪) રસલુબ્ધપણું, એ ચારમાંથી એક પણ દોષ હોય તો જીવને સમક્તિ ન થાય. આમ “શ્રી ઠાણાંગ સૂત્ર'માં કહ્યું છે.
વિનયગુણનો નાશ કરનારા અભિમાનના જ્ઞાન, કુળ, જાતિ, બળ, તપ આદિ મુખ્ય આઠ પ્રકાર પ્રજ્ઞાવંત આચાર્યોએ પ્રરૂપ્યા છે, જે જાણવાથી વિનયગુણની આરાધના સરળ બની જાય છે અને ત્વરાથી તેમાં સફળતા મળે છે. આ આઠ પ્રકારના મદ નીચે પ્રમાણે છે.
આ આઠ પ્રકારનાં અભિમાનથી સાધકની સાધનામાં ભંગ થાય છે. તેથી આ આઠ પ્રકારના મદનું યથાર્થ જ્ઞાન કરીને જીવનના વિવિધ પ્રસંગોમાં વર્તતી વખતે તંતે પ્રકારના અભિમાનનો ત્યાગ કરીને નમ્રતા ધારણ કરવાથી થોડા સમયમાં ઉત્તમ વિનયગુણ પ્રગટે છે. તે એવો કે,
દાસ કહાવન કઠિન હૈ, મેં દાસન કો દાસ; અબ તો એસા હો રહે કિ પાંવ તલે કી ઘાસ.
અભિમાની વ્યક્તિના લોકો વગરનારણે દુશ્મન બની જાય છે. વિનયવાન વ્યક્તિને શત્રુ પણ મિત્ર બની જાય છે. શ્રીમદ્જીએ પત્રાંક - ૯૨૫માં કહ્યું છે, “વિનયભક્તિ એ મુમુક્ષુઓનો ધર્મ છે'' તથા પત્રાંક - ૯૨૬માં કહ્યું છે, ‘‘મુમુક્ષુઓએ વિનય કર્તવ્ય છે'', તથા વ્યાખ્યાનસાર – ૧-૧૮૦માં કહ્યું છે, માન અને મતાગ્રહ એ માર્ગ પામવામાં આડા સ્તંભરૂપ છે. તે મૂકી
૧૦૫ -
© C C4 વિનયધર્મ
cres શકાતા નથી અને તેથી સમજાતું નથી. સમજવામાં વિનયભક્તિની પહેલી જરૂર પડે છે. તે ભક્તિ માન, મહાગ્રહના કારણથી આદરી શકાતી નથી.
ઉચ્ચ સાધકદશા માટે જરૂરી - પરમવિનય
જીવ માત્ર સુખને ઈચ્છે છે, પણ સાચા સુખની તેને ખબર નથી. એટલે આખી જિંદગી ખોટા સુખની પાછળ હવાતિયાં મારે છે. હવે જે જીવને એવી સમજ આવી છે કે સાચું સુખ તો પોતાના આત્મામાં જ છે, એટલે કે પોતે જ અનંતસુખ સ્વરૂપ છે અને તેની પ્રાપ્તિ સમ્યગ્દર્શન - જ્ઞાન - ચરિત્રરૂપ મોક્ષમાર્ગથી થાય છે તે રત્નત્રયમાં પ્રથમ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું જરૂરી છે. માટે સમ્યગદર્શન પ્રાપ્ત કરવા માટે સૌપ્રથમ તે મુમુક્ષતા પ્રગટ કરે છે, પોતાના દોષ અપક્ષપાતે જુએ છે. અને યથાશક્તિ કાઢે છે, સ્વછંદ નામના મહાદોષને પણ યથાશક્તિ પરાજિત કરે છે. હજી આગળની ઉત્તમ સાધકદશા પ્રગટ કરવામાં તેને કયા કારણો નડે છે, તે વિષે શ્રીમદ્જી “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં પત્રાંક - ૨૫૪માં જણાવે છે.
સ્વચ્છંદ જ્યાં પ્રાયે દબાયો છે, ત્યાં પછી 'માર્ગપ્રાપ્તિ’ને રોકનારાં ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે, એમ અમે જાણીએ છીએ. આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમદેવતાની ઓછાઈ અને પદાર્થનો અનર્ણય.”
વિષયના અનુસંધાનમાં અહીં આપણે પરમદેવતાની ઓછાઈ વિષે વિચારીશું. પરમદૈન્યતા એટલે પરમવિનય. તે વિષે શ્રીમજી આગળ જણાવે છે કે,
સત્પષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમધર્મ કહ્યો છે અને એ બુદ્ધિ પરમર્દન્યત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિષે પોતાનું દાસત્વ મનાય છે, અને પરમ જગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ પરમદેવત્વ જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની જોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. પરમÀન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે.
પોતાના પર ઉપકારની દૃષ્ટિએ ભગવાન કરતાં પણ સદગુરનું માહાભ્ય વધુ છે, કારણકે સદ્ગુરુ પ્રત્યક્ષ છે. તેઓ આપણને પ્રત્યક્ષ માર્ગદર્શન આપે છે. મોક્ષમાર્ગનું સ્વરૂપ સમજાવે છે, ભગવાનનું સ્વરૂપ પણ તેઓ જ સમજાવે છે. એટલે જ અન્ય દર્શનમાં પણ કહ્યું કે, ‘ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય; બલિહારી ગુરુદેવ કી, જિન ગોવિંદ દિયો બતાય’. શ્રીમજીએ પણ “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર'માં કહ્યું છે કે, “પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે આત્મવિચાર'. સપુરુષ એ સજીવન મૂર્તિ છે. મુનિ તે હાલતા-ચાલતા સિદ્ધ
- ૧૦૬ -
Page #58
--------------------------------------------------------------------------
________________
4 વિનયધર્મ
Pe Cen છે. માટે અનંતકાળના પરિભ્રમણમાંથી બહાર કાઢીને અનંતસુખનો માર્ગ બતાવનાર શ્રી સદ્ગુરુદેવ મારા માટે ભગવાન જ છે એમ જીવને થયા વગર રહેતું નથી. તેને જ પરમ વિનય કહ્યો છે અને તેના જીવને હવે દરેક જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ આવે છે. સર્વ જીવ સિદ્ધ સમ છે, એમ થતાં કોઈ પણ જીવ પ્રત્યે તેને અભિમાનનો ભાવ આવતો નથી. ત્યારે એવા જીવમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની પરમ યોગ્યતા પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને તે જીવ પછી ક્રમશઃ અરિહંત-સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે.
શ્રીમદ્જીએ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ - પત્રાંક - ૧૦૫માં ‘મહાવીરના બોધને પાત્ર કોણ?’ - તેમાં દસ મુદ્દા કહ્યા છે. તેમાં દસમો મુદ્દો છે',
“ “પોતાની ગુરુતા દાબાવનાર''.
આવો પરમ વિનયપ્રાપ્ત જીવ ક્યાંય પણ પોતાની મોટાઈ બતાવતો નથી. તે એટલો નાનો બનીને રહે છે કે સામાન્ય માણસો તો તેને ઓળખી પણ શકતા નથી. કોઈક જ વિશિષ્ટ દૃષ્ટિવાન વ્યક્તિ તેને પારખી શકે છે. વળી, શ્રીમદ્જીએ પત્રાંક-૩૦૧માં કહ્યું છે, ‘પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે.”
ગમે તેટલા ગુણો પ્રગટે અને તે ગુણોની ગમે તેટલી ઉચ્ચતાના પ્રગટ થાય તોપણ તે છલકાઈ જતો નથી. ગુણોને પણ અંદરમાં શમાવી દેવાની એટલી બધી શક્તિ તેનામાં આવી ગઈ હોય છે.
પરમાત્માને ધાવવાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાવન આત્મા સપુરુષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી, એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે.
એક વખત વૃક્ષ પર રહેલા એક ફળને તરસ લાગી, એટલે પાણી પીવા માટે તે વૃક્ષથી છૂટું પડીને નીચે આવી ગયું, પરંતુ તેની તરસ છિપાઈ નહીં, કારણકે પાણી તો તેને વૃક્ષમાંથી જ મળતું હતું. તેવી જ રીતે કોઈ જીવ ગુરુને મૂકીને સીધું ભગવાનનું ધ્યાન કરવા જાય છે, તે એમ માનીને કે હું ભગવાનનું ધ્યાન કરીને ભગવાનને પ્રાપ્ત કરી લઉં, પણ એમ ભગવાન મળતા નથી, પરંતુ તેના ગર્ભાવાસ જ વધે છે.
| વિનયગુણની ચરમસીમા
‘શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર’ની ગાથા - ૧૯માં શ્રીમજી વિનયગુણની પરાકાષ્ઠા દર્શાવતાં કહે છે,
- ૧૦૭ -
© C C4 વિનયધર્મ
ccess જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન;
ગુરુ રહ્યા છપસ્થ પણ, વિનય કરે ભગવાન'.
જે સદગુરુના ઉપદેશથી પોતે કેવળજ્ઞાનને પામ્યા તે સદ્ગુરુ હજુ છદ્મસ્થ છે, છતાં તે સદગુરુની તે કેવળી ભગવાન વૈયાવચ્ચ કરે છે.
વિનયગુણનું કેટલું માહાત્મ છે, તે આ ગાથામાં જોઈ શકાય છે. અહીં આ ગાથામાં શ્રીમદ્જીએ વિનયગુણનું ઉત્કૃષ્ટપણું બતાવ્યું છે. શ્વેતાંબર આમ્નાયના ગ્રંથોમાં પુષ્પચૂલા સાધ્વીજી, ચંડરુદ્રાચાર્ય તથા મૃગાવતી સાધ્વીજીનાં પ્રસિદ્ધ દૃષ્ટાંતો છે, તે વાચકોએ ત્યાંથી વાંચી લેવા.
આગળ ગાથા- ૨૦માં શ્રીમજી કહે છે, “એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય.' વિનયગુણના દુરુપયોગનું ફળ
ભગવાને વિનયનો આવો અલૌકિક માર્ગ બતાવ્યો છે, તેનો આશય કોઈક સમીપ-મુક્તગામી કે આસનભવ્ય જીવને જ સમજાય.
શ્રીમદ્જીએ ‘વચનસપ્તશતીમાં લખ્યું છે, “૧૫૫-માયાવિનયનો ત્યાગ
કરું.”
કોઈ જીવ ગુરુને ફક્ત સારું લગાડવા માટે સ્વપ્રશંસા માટે વિનય કરે, ઉપરઉપરથી મીઠુંમીઠું બોલે કે હાથ જોડીને ઊભો રહે, પરંતુ અંતરમાં તેવો ભાવ ન હોય, બલકે, સાંસારિક ઈચ્છા હોય તો તેવો જીવ પોતે જ છેતરાય છે, ગુરુને તો છેતરાવાપણું કાંઈ હોતું નથી, પરંતુ પોતાનું જ અનિષ્ટ થાય છે.
તેવી જ રીતે સદ્ગુરુ પણ શિષ્યાદિ પાસે પોતાનો વિનય કરાવવા ઈચ્છે તો પોતે મહાન મોહનીય કર્મ બાંધીને ભવસમુદ્રમાં ડૂબે છે, એમ શ્રીમદ્રજી ગાથા ૨૧-માં કહે છે.
અસદ્ગુરુ એ વિનયનો લાભ લહે જો કાંઈ; મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી.”
અપ્રમત્ત યોગીશ્વર શ્રી કુંદકુંદાચાર્યદેવ શ્રી દર્શનપાહુડ’ ગાથા ૧૨માં કહે છે, જે પોતે સમ્યકત્વથી ભ્રષ્ટ છે, તે અન્ય સદૃષ્ટિને પોતાના પગે પડાવવા ઈચ્છે છે, તે બીજા ભવમાં લૂલા ને મૂંગા થઈ જાય છે'. | શ્રી કુંદકુંદાચાર્યદેવ ‘શ્રી રયણસાર*-ગાથા- ૧૦૩માં, શ્રી યશોવિજયજી
- ૧૦૮ -
Page #59
--------------------------------------------------------------------------
________________
6 વિનયધર્મ
| - શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક -૧૮૭ : જ્ઞાની કરતા એવા મુમુક્ષુ પર અતિશય ઉલ્લાસ આવે છે, તેનું કારણ એ જ કે તેઓ જ્ઞાનીનાં ચરણને નિરંતર સેવે છે અને એ જ એમનું દાસત્વ અમારું તેમના પ્રત્યે દાસત્વ થાય છે, તેનું કારણ છે.
શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક-૨૦૯ :- તે પરમસત્ની જ અમો અનન્ય પ્રેમ અવિચ્છિત ભક્તિ ઈચ્છીએ છીએ.
- શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક ૨ ૧૦:- બાકી સર્વ જીવોના અને વિશેષે કરી ધર્મજીવનાતો અમે ત્રણે કાળને માટે દાસ જ છીએ.
- શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૧૨ :- અમે તો સજીવન મૂર્તિના દાસ છીએ, ચરણરજ છીએ.
- શ્રીમદ્ રાજચંદ્ર – પત્રાંક - ૨૩૦:- તણખલાના બે કટકા કરવાની સત્તા પણ અમે ધરાવતા નથી.
(અમદાવાદસ્થિત જૈન દર્શનના અભ્યાસુ રીનાબહેન સ્વાધ્યાય - સત્સંગમાં ખૂબ રસ ધરાવે છે).
©©CQ વિનયધર્મ ©©n શ્રી ઉપદેશરહસ્ય-ગાથા-૧૫૩માં ‘શ્રી જ્ઞાનસાગર' પરિગ્રહાષ્ટક-શ્વોક-૨માં, પંડિતપ્રવર શ્રી ટોડરમલજી, ‘શ્રી મોક્ષમાર્ગપ્રકાશક* -અધિકાર-૯માં, શ્રી શુભચંદ્રાચાર્ય ‘શ્રી જ્ઞાનાર્ણવ’-સર્ગ-૪ શ્લોક-૫૭માં, શ્રી શિવકોટિ આચાર્ય શ્રી ‘ભગવતી આરાધના ગાથા’ ૧૩૧૪માં આ જ વાત કરે છે. તે અભ્યાસીઓએ ત્યાંથી અવલોકવું.
વિનયનું ફળ
શ્રીમદ્જી - ‘શ્રીમદ્ રાજચંદ્ર' પત્રાંક - ૫૫માં કહે છે. “આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી સદેવ સપુરુષના ચરણકમળ પ્રતિ રહ્યો. તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય.”
જેની પાસે જે હોય તેની પાસેથી તે મળે એ ન્યાયે રાજાનો વિનય કરવાથી ધનસંપત્તિ મળે છે તેમ જ્ઞાનીપુરુષો, મુનિજનો કે ભગવાનનો વિનય કરવાથી આત્મજ્ઞાન, આત્મસમાધિ અને પરિપૂર્ણ આત્મસુખ મળે છે, તે પણ અનંતકાળ સુધી.
શ્રીમદ્દ જી એ કરેલ વિનય
જ્ઞાનીપુરુષો આપણને ફક્ત બોધ નથી આપતા, અપિતુ તેમના જીવનમાં જ જે તે બોધ હોય છે. એટલે કે ઉપદેશ કરતાં પણ પોતાના જીવનથી બોધ આપે છે. શ્રીમદ્જી જેવા મહાજ્ઞાની પુરુષમાં કેવો વિનય હતો! તે નીચેનાં વચનોથી જોઈએ.
- શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૮૭ : અમારી સમજાવવાની અલ્પજ્ઞતાથી એમ બને ખરું, પરંતુ એથી એ તત્ત્વોમાં કંઈ અપૂર્ણતા છે એમ તો નથી જ.
- શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૯૪:- બહુબહુ મનનથી અને મારી મતિ જ્યાં સુધી પહોંચી ત્યાં સુધીના વિચારથી હં વિનયથી એમ કહું છું કે, પ્રિય ભવ્યો! જૈન જેવું એકેય પૂર્ણ અને પવિત્ર દર્શન નથી, તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તો એ સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સેવો.
- શ્રીમદ્ રાજચંદ્ર – પત્રાંક – ૪૩:- મારા ભણી મોહદશા નહીં રાખો. હું તો એક અલ્પશક્તિાવાળો પામર મનુષ્ય છું. સૃષ્ટિમાં અનેક સપુરુષો ગુપ્તરૂપે રહ્યા છે. વિદિતમાં પણ રહ્યા છે. તેમના ગુણને સ્મરો. તેઓનો પવિત્ર સમાગમ કરો અને આત્મિક લાભ વડે મનુષ્યભવને સાર્થક કરો એ મારી નિરંતર પ્રાર્થના છે.
• ૧૦૯ -
હે ઉપકારક દ્રવ્યો !
આ દેહને યોગ્ય બનાવવા અનંત પાણીના અને વનસ્પતિના જીવોએ મૃત્યુ પામીને મારા દેહનું પોષણ કર્યું છે, વાયુના જીવોએ પોતાનું બલિદાન આપી શ્વાસ બની મને જીવંત રાખ્યો છે, કેટલાય પંચમહાભૂતોનાં દ્રવ્યોએ આ સાધનની સંભાળ માટે પોતાનું યોગદાન આપ્યું છે... હું એ સર્વ દ્રવ્યોનું ઉપકાર ભાવે ઋણ સ્વીકારું છું...
Page #60
--------------------------------------------------------------------------
________________
©©ન્દ્ર વિનયધર્મ ©©s વ્યવહાર વિનય અને ભાવ વિનય
- ભારતી દીપક મહેતા. એક સંસારી જીવ જ્યારે પ્રશ્ન કરે છે કે અવિનયથી અને વિનયથી જીવની દૃષ્ટિમાં ફરક શું હોય છે? ત્યારે સમાધાન અર્પતા જ્ઞાનગુરુ જ્ઞાનસાર ગ્રંથની ટીકામાં બન્નેની દૃષ્ટિનો તફાવત બતાવતાં કહે છેઃ
मोही मोहात् जीवः परवस्तु आत्मत्वेन जानन्
आरोपजं सुखं सुखत्वेन अनुभवति,
भेदज्ञानी तु आरोपजं सुखं दुःखत्वेन अनुभवति। મોહમૂઢ કે અવિનયી જીવ પરપદાર્થોને પોતાના જાણતો છતાં આરોપિત સુખને એટલે કે જે વાસ્તવમાં સુખ નથી, પણ દુઃખરૂપ છે ને જેનાથી માત્ર દુઃખનો ઘટાડો થાય છે, પણ સુખ મળતું નથી તેવા પરપદાર્થને સુખ તરીકે અનુભવે છે. જ્યારે ભેદજ્ઞાની કે વિનયી આત્મા તે આરોપિત સુખને દુ:ખ તરીકે અનુભવે છે-દુઃખ તરીકે જ જુએ છે. ટૂંકમાં જે દુઃખમય, દુઃખફલક, દુઃખાનુબંધી, પરાધીન, આરોપિત, દુઃખમિશ્રિત, અપૂર્ણ, અલ્પકાલીન, ભ્રામક, દુર્ગતિના બીજભૂત અને અનિશ્ચિતતાઓથી વ્યાપ્ત એવાં પૌલિક સુખોને સુખ તરીકે જુએ છે, તે અવિનય છે અને સંસારમાં મહાદુઃખી છે. આવો આત્મા મોક્ષથી દૂર છે.
સંસ્કૃત સુભાષિતોમાં મૂર્ખ લોકોનાં પાંચ લક્ષણો જોવા મળે છેઃ ગર્વ, અપશબ્દ, ક્રોધ, હઠ અને પરવાજેવુ અના:, એટલે જેઓ સારી વાતોનો અનાદર કરે છે. આ લક્ષણો કઈ રીતે દૂર થઈ શકે તે પૂછતાં એક સંત કહે છે કે તેઓમાં જો એક ‘વિનય’ગુણ આવી જાય તો મૂર્ખતા ટળે, કારણકે વિનયથી જ ગર્વ કે મિથ્યાહંકાર ઓગળી શકે, અપશબ્દ ના બોલાય તેવી સુબુદ્ધિ જન્મ, ક્રોધ સમતામાં અને હઠ ઉદારતાવાદી વલણમાં ફેરવાય અને બીજાની સારી વાતોનો આદર કરવાની પ્રતિભા પણ વિકસે વિનયથી જ. અંગ્રેજીમાં વિવેક એટલે Etiquete, વિનય એટલે અને પરમ વિનય અથવા ભાવ વિનય એટલે Absolute humbleness.
જ્ઞાનીભગવંતો ‘વિનય'નો અર્થ કરતાં કહે છે કેઃ વિશેષથી નમ્રભાવપૂર્વક પૂજ્યોની સેવા, ભક્તિ ને આજ્ઞાપાલન માટે યત્ન કરે તે વિનય. જ્ઞાનસારની
૧૧૧ -
© ©4વિનયધર્મ PC Cren ટીકામાં ‘વિનય'ની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે : સ્વ-પરબેરાનરૂપ: વિના: જેના દ્વારા સ્વ-પર વચ્ચેના ભેદનું જ્ઞાન થાય, અર્થાત્ આત્માનું પોતાનું શું ને પાર શું એની ભેદરેખા જેનાથી સ્પષ્ટ થાય છે તેને ‘વિનય’ કહેવાય છે.
- વિનય શીખવે છે કે બોલવામાં નવ ગુણઃ વખત પર બોલવું, વખતસર, તપાસ વેળાએ, વસ્તુસ્થિતિ માટે, ખરું-ખોટું નક્કી કરવા, ખો-ખોટો કોણ તે જાણવા, ન્યાય-અન્યાય વખતે, ખરા-ખોટાના આક્ષેપ વખતે અને કલંક વખતે બોલવાથી લાભ થાય. ક્યાં-ક્યારે-કેટલું-કેવું બોલવું-ક્યારે ચૂપ રહેવું તે પણ શીખવે છે વિનય. જાણે-અજાણે, પોતાના કે બીજાના ઘાતક ન બની જવાય તેનું ધ્યાન રાખવું તે છે વિનય. માનસિક શાંતિનો અગ્રદૂત છે વિનય. વાણી એ આત્માની શક્તિ છે. માણસ જ્યારે આત્માની નજીક રહીને બોલે ત્યારે એની વાણી જુ દી જ તરી આવે છે. એવી વાણી સાંભળનારના હૃદયમાં વિશ્વાસને જન્માવતી હોય છે, પણ આ સમજણ આપે છે વિનય. બીજાની ભૂલોને ભૂલી જવી તે ઉદારતા અને પોતાની ભૂલોને ઓળખી લઈ તેની ક્ષમા માગવી તે છે નમ્રતા - કિન્તુ બંનેનો સરવાળો એટલે વિનય.
સાધનાના બળે અંતરમાં જાગી ઊઠેલી કરુણા અને મૈત્રીની ભાવનાઓનો અમલ કરી બતાવનારી ગુણવિભૂતિ એટલે અહિંસા અને અમારિની ભાવના. પોતાના નિમિત્તે બીજાને દુ:ખ ન પહોંચાડવું અને બીજાના સુખ માટે તથા સંકટનિવારણ માટે તન-મન-ધનથી ઘસાવું એ તેનું હાર્દ છે. તીર્થકરો વિનયગુણ દ્વારા જ આ રહસ્યને સમજીને આચરી શકે છે.
વિશ્વમાં પ્રવર્તતા બે માર્ગોમાં એક છે સંસારમાર્ગ અને બીજો છે. અધ્યાત્મમાર્ગ. વિનય હોય તેને ત્વરિત જ્ઞાન થાય છે કે મારે શાશ્વત તત્ત્વોની જ ઉપાસના કરવી રહી. તેનાથી જ પ્રાંતે ગુણસમૃદ્ધિ થકી સદ્ગતિની પરંપરા સર્જાશે અને પરમઅનંતસુખરૂપ પંચમગતિ પ્રાપ્ત થશે. આથી વિનય કે ળવ્યા વિના અધ્યાત્મમાર્ગની સાચી સાધના થઈ શકતી નથી.
અધ્યાત્મસાર ગ્રંથમાં પણ અધ્યાત્મપ્રાપ્તિ અને શુદ્ધિના જે ૩૩ ઉપાયો શાસ્ત્રમાં જણાવ્યા છે તેમાં આગમ દ્વારા તત્ત્વનો નિશ્ચય કરવો, લોકસંજ્ઞાનો ત્યાગ કરવો, શ્રદ્ધા કેળવીને દૃઢ કરવી એ પછીનો ચોથો ઉપાય છે વિનય કેળવવો. વિનયથી નિપજેલો રસ નિરવધિ હોય છે. કોઈ પણ ગ્રંથકર્તાની લઘુતા એ તેમના વિનયગુણની જ સર્વોત્કૃષ્ટતા દર્શાવે છે.
૨ ૧૧૨ -
Page #61
--------------------------------------------------------------------------
________________
વિનયધર્મ
अतितृष्णा न कर्तव्या, तृष्णां नैव परित्यजेत् । शनैः शनैश्च भोक्तव्यं, स्वयं वित्तमुपार्जितम् ॥
આનો ભાવાર્થ એ છે કે અધિક ઈચ્છાઓ કરવી ના જોઈએ. વળી ઈચ્છાઓનો સર્વથા ત્યાગ પણ ન કરવો જોઈએ. સ્વ-ઉપાર્જિત ધનનો ઉપભોગ ધીમેધીમે કરવો જોઈએ. આપસમાં થોડી વિપરીત લાગતી આ બે બાબતો વચ્ચે જે સાંમજસ્ય કરાવે છે તે છે વિનય. આચાર, કર્તવ્યપાલન એવું કાર્ય કરતી વેળાએ દાખવાતું નમ્રતાપૂર્ણ સૌજન્યશીલ વર્તન વિનય છે. અંગ્રેજીમાં જેને humility, modesty કે politeness કહે છે તે આત્માનો એક અપૂર્વ સદ્ગુણ છે. મોક્ષપ્રાપ્તિ માટે જ સમ્યગ્ દર્શન (right faith), સમ્યગ્ જ્ઞાન (right knowledge) અને સમ્યગ્ ચારિત્ર (right conduct)ની રત્નત્રયી સંપાદન કરવી આવશ્યક કહી છે તેની પ્રથમ અને પરમ પૂર્વશરત છે વિનયગુણનું આત્મામાંથી
પ્રાકટ્ય.
એક સુભાષિત જોઈએઃ
વિનય.
reen
અષ્ટકર્મવિનાશક જડીબુટ્ટી તરીકે ‘વિનય’ને શાસ્ત્રોમાં સ્થાન મળ્યું છે. જીવમાત્ર પરત્વે સ્નેહાદરની અનુભૂતિ, નમ્રતાપૂર્વકનું જ્ઞાન, વિનમ્ર વાણી ને અણિશુદ્ધ ચારિત્ર્ય પણ વિનય થકી જ સંભવે છે. ઉદ્ધતાઈનું મૂળ અહંકાર છે. વડીલોની સામે ઉદ્ધતાઈ કરનાર બાળક અધ્યાપક સમક્ષ શાંત થઈ જાય છે તે છે વિનય. તે અહંકારનો પ્રતિપક્ષ ગુણ છે. ગુરુ કર્યા વિના વિનય પ્રગટી ન શકે. હૃદયમાં રહેલ અહંકાર ગુરુસ્વીકારથી જ જાય છે. વિષય-કષાયોને અનંતદુઃખસ્વરૂપ અને બંધનનાં કારણરૂપ સમજીને તેના તરફ પૂર્ણ અરુચિવાળા થવું તે શીખવે છે વિનય. જીવનનું અંતિમ પ્રયોજન જો મોક્ષ છે તો તેનું સાધન છે વિનય. તે જન્મે છે સમાહિત ચિત્તમાં, જે અચંચળ ને એકાગ્ર છે.
વિનયના પ્રકારોઃ
વિનયના મુખ્ય બે પ્રકાર છેઃ દ્રવ્ય વિનય કે વ્યવહાર વિનય અને ભાવ
દ્રવ્ય વિનય કે વ્યવહાર વિનયઃ
નેતર, સુવર્ણ વગેરે જેવી વસ્તુઓ વાળવાથી વળે તેતે વસ્તુઓનો દ્રવ્ય વિનય જાણવો. દ્રવ્ય વિનયને વ્યવહાર વિનય તરીકે વિચારી શકાય. વ્યવહાર વિનય એટલે દેખાવ પૂરતું કરવા માટે કરાતો વિનય, જેમ કે નોકર શેઠનો વિનય
૧૧૩
CS વિનયધર્મ મ
કરે, શેઠ ગ્રાહકનો વિનય કરે જે ફક્ત સ્વાર્થ ખાતર, ભાવ વિના નમ્રભાવથી ચેષ્ટા સ્વરૂપ વિનય, ગુરુજન-માતા-પિતા-વડીલોની ભક્તિ, રુગ્ણ-બાલ-તપસ્વીની સેવા, ગુરુજનો માટે શિષ્ય ગોચરી વહોરી લાવે તે, વગેરે ક્રિયાત્મક વ્યવહાર વિનય છે.
વ્યવહાર વિનયના અન્ય બે પેટાવિભાગો:
વ્યવહારશુદ્ધિ અને લૌકિક કલ્યાણ અર્થે કરાતા વર્તનના વળી અન્ય બે પેટાવિભાગો કહ્યા છેઃ પ્રથમ છે ઔપચારિક વિનય ને દ્વિતીય છે સ્વાર્થિક વિનય. ઔપચારિક વિનય ઃ
शास्त्रं बोधाय दानाय धन धर्माय जीवितम् । कायः परोपकाराय, धारयन्ति विवेकिनः ॥ श्री धर्मकल्पद्रुम
શ્રી ધર્મકદ્રુમમાં કહ્યું છે કે વિવેકીજનો શાસ્ત્રને બોધ માટે, ધનને દાન માટે, આયુષ્યને ધર્મકરણી માટે તથા શરીરને પરોપકાર કરવા માટે જ ધારણ કરે છે. ઔપચારિક વિનય એટલે જ આ વિવેક. લોકનું આવર્જન, ઔચિત્ય કરવું, વડીલો સામે ભાવપૂર્વક ઊભા થઈ હાથ જોડવા, આસન આપવું, અતિથિઓને પૂજવા, વૈભવ અનુસારે ઈષ્ટદેવની પૂજા વગેરે ક્રિયાઓ કરવી ઔપચારિક વિનય છે. સમાજમાં પોતાની છાપ ખરડાય નહીં કે લોકોની નજરમાં નીચા પડાય નહીં તે માટે ફક્ત આડંબર અર્થે કરાતા વિનયને અહીં સમાવાયો છે. ઔપચારિક વિનયમાં ક્યારેક ભયનું પાસું પણ દેખાતું હોય છે. નોકર શેઠનો વિનય કરે તે ડરથી પણ હોઈ શકે. નોકરી છૂટી જવાનું કારણ એમાં ભળેલ હોઈ શકે. ઔપચારિક વિનયનું ફળ નિમ્નકોટિનું ને ફક્ત આલોકમાં જ મળે છે.
ધર્માચાર્ય, માતા-પિતાદિ નવની સાથે ઉચિત આચરણ કરે, ચોમાસામાં વિશેષ વ્રત-નિયમ કરે, ચૈત્યપરિપાટી કરે, હળ-ગાડાં ગ્રામાન્તર ન કરે, વર્ષાઋતુમાં બહુ જીવ ઉત્પન્ન થાય છે માટે સર્વ વસ્તુ શોધન કરી વાપરે, સચિત ત્યાગ કરે (કેમકે શ્રાવકને નિરવદ્ય-નિર્જીવ-પરિમિત આહાર કરવો કહ્યો છે), તે ઘણી સ્થિરતાએ નહીં તેમ જ ઘણી ઉતાવળથી જમે નહીં, એઠું ન મૂકે, રોજ સ્ત્રી, પુત્રાદિકને દ્રવ્યથી યથાયોગ્ય વસ્ત્રાદિક આપીને તથા ભાવથી ધર્મોપદેશ કરી તેની ખબર લે આદિ વ્યવહાર વિનય છે.
વ્યવહાર વિનયમાં સમાવિષ્ટ એવા શુકનશાસ્ત્રમાં દેશાંતરે જતાં કેવી રીતે વર્તવું તે કહ્યું છે કેઃ કલ્યાણ મંગલકારી નમસ્કાર મહામંત્ર તથા ગૌતમસ્વામીનું
- ૧૧૪ -
Page #62
--------------------------------------------------------------------------
________________
6
4 વિનયધર્મ
Peon સ્મરણ કરવું જેથી ઈચ્છિત કાર્ય શીધ્રપણે થાય. કુમકુમ તિલક કરી શ્રીફળ-પ્રમુખ ફળ હાથમાં લેવું. મસ્તકે શ્યામ વસ્ત્ર પહેરવું નહીં તથા ઉઘાડે મસ્તકે જવું નહીં. કલેશરહિત પ્રયાણ કરવું. દેશાંતર જતી વેળાએ પોતાની ડાબી બાજુએ વૃષભનો, મયુરનો, શંખનો, ઝાલરનો, પોપટનો, કોયલનો, કોઈ પણ વાજિંત્રનો શબ્દ સંભળાય તે મંગલસૂચક જાણવો તેમ જ જમણી બાજુએ સિંહ, ઊંટ, કાગ, અશ્વ, હસ્તી કે કૌચપક્ષીનો શબ્દ સંભળાય તોપણ શુભને સૂચવે છે. ઘરમાંથી નીકળ્યા બાદ પાછું વળી જોવું નહીં અને ઘરમાં પાછું આવવું નહીં, કેમ કે તે અપશુકન છે. તે વખતે પોતાને અથવા પરને છીંક આવે તો થોડો વખત વિશ્રામ લઈને જવું. આ સર્વે વ્યવહાર વિનય છે.
સ્વાર્થિક વિનયઃ
અહીં મનમાં દુષ્ટ ભાવ કે ક્લિષ્ટ વિચારો હોય, પરંતુ સામા માણસ સમક્ષ તે એવી માયા રચે કે મલિન દયેયનો ખયાલ ન આવે અને સ્વાથધ માણસ વિનયનો ડોળ રચી પોતાનું કાર્ય કઢાવી લે. | ‘ઉપદેશમાળા'માં સ્વાર્થિક વિનયનું એક દૃષ્ટાંત પ્રસિદ્ધ છે:
ઉદયન રાજાનું ખૂન કરવાના આશય સાથે શત્રુરાજાના એક માણસે જૈન રીતિએ સંયમ અંગીકાર કર્યો ને નામ પામ્યા શ્રી વિનયરત્નમુનિ. જ્ઞાન-ધ્યાનતપસ્યા-વૈરાગ્યના વિવિધ રંગોમાં રંગાઈ ગયા હોય તેવો ડોળ કરતાં પૂરાં ૧૨ વર્ષ વીતી ગયાં. ઉદયન રાજા દર તિથિના દિવસે પૌષધ કરે અને તેથી શ્રી વિનયરત્નમુનિવરના ગુરુદેવ આરાધના કરાવવા રાજાના મહેલમાં જાય. એકાદ દિનગત-રાત્રિગત પૌષધની આરાધના કરાવવાર્થે હવે પરમવિશ્વસનીય બની ગયેલા પોતાના શિષ્ય શ્રી વિનયરત્નમુનિવર્યને પણ ગુરૂદેવ પોતાની સાથે લઈ ગયા. સૌએ પોષધોપવાસ વિરમણ વ્રતની સઘળીય ક્રિયાઓ સંગાથે કરીને પછી રાત્રિ સંથારો કર્યો.
બારબાર વર્ષોથી જે ઘડીની રાહ જોતાં શુદ્ધ સંયમનું નાટક કર્યું હતું તે મૂળ આશય પાર પાડવાની પળ આવી પહોંચી હતી. મધ્યરાત્રિ પછી તરત જ પોતાના ઓથામાં છુપાવી રાખેલી છરી બહાર કાઢી નિદ્રાધીન રાજા ઉદયનનું ગળું કાપી નાખી, કાળી રાત માથે ઓઢીને વિનય રત્નમુનિ ભાગ્યા. બહાર રહેલા ચોકીદારો પણ આ સાધુ પર શંકા કરી શક્યા નહીં. થોડી વારે રાજાનું લોહી વહેતું વહેતું ગુરુમહારાજના શરીરને સ્પર્યું. તેથી ઊંઘ ઊડી જતા ગુરુદેવ સ્તબ્ધ
૧૧૧૫
છCC4 વિનયધર્મ PC Cren થઈ વાત પામી ગયા કે આ શત્રુરાજાની ચાલ જ હોઈ શકે. ભયંકર દુઃખદ એવી આ ઘટનાથી વિહવળ થઈ ગુરુદેવે એક પત્રમાં સાચી વિગતો લખી તે જ છરીથી પોતાનું તન રહેંસી નાખી આત્મહત્યા કરી લીધી જેથી જૈન શાસનને આળથી બચાવી શકાય. આ થઈ સ્વાર્થિક વિનયની વાત. હવે વિનયના મુખ્ય બે પ્રકારમાંના બીજા પ્રકાર ભાવ વિનય વિશે જાણીએ.
ભાવ વિનય - ધર્મનું મૂળઃ
‘ભાવ વિનય’ અર્થાત્ અંતરંગ લોહીમાં વણાયેલો કે નૈસર્ગિક રીતે જ સંસ્કારિત થયેલો આત્મગુણ. પૂર્વજીવનની આરાધનાને કારણે તે આત્મામાં એટલો તો વિકસ્યો હોય કે સહજપણે જ તે આચરાઈ જતો હોય. જે ઉત્તરોત્તર સદ્ગણોનો ઉઘાડ કરાવી પ્રાંતે વનયિકી બુદ્ધિનો વિકાસ કરાવતી હોય. ભાવ વિનય એટલે અમૃતનો અભિષેક. વિશેષ કરીને આત્માને જે ઊર્ધ્વદિશિ લઈ જાય છે તે છે ભાવ વિનય. પરમપદના પરમપથનું પ્રથમ પગથિયું છે ભાવ વિનય. તત્ત્વની જિજ્ઞાસાઓ જાગે છે ભાવ વિનયથી. તેનાથી જ જ્ઞાનાવરણ-મિથ્યાત્વ કર્મ ક્ષય પામે છે ને વિધિ-અવિધિ-હિત-અહિત-પુણ્ય-પાપ વગેરે શું છે તે સર્વેની જાણ થાય છે. મતિમંત, બહુશ્રુત શ્રમણોપાસકો જેના થકી સત્યાસત્યનો નિશ્ચય કરે છે તે છે ભાવ વિનય. સ્વાધ્યાય માટે કરાતાં વાચના, પૃચ્છના, પરાવર્તના આદિ માટે શ્રતધરો ભાવ વિનયને જ પરમઉપયોગી માને છે.
ભાવ વિનયી આત્માને ગુરુ દૂર હોય કે સમક્ષ, પોતાની અંદર તેઓ પ્રત્યેના અહમાન અને આદર તો સ્થાયી જ હોય. પોતાનાં સદ્વિચારો કે સકાર્યોમાં નિર્મળ પરિણતિ સંગે ઊછળતો ભાવ અનુભવી શકે છે. ભાવ વિનયી આત્મા. ગૌતમસ્વીમીની ૨૮ પ્રકારની લબ્ધિઓનું ઉદ્ગમસ્થાન જ આ ‘ભાવ વિનય’ ગણાય છે. શ્રી ગૌતમસ્વામીની વાત આવે છે. શાસ્ત્રોમાં. તેઓ આ ગુણની પરાકાષ્ઠાએ વિરાજિત હતા.
ગૌવર નગરના, બ્રાહ્મણ કુળના, પિતા વસુભૂતિ - માતા પૃથ્વીના જયેષ્ઠ પુત્ર એટલે ઇન્દ્રભૂતિ ગૌતમ. ૫૦ વર્ષ ગૃહસ્થ બ્રાહ્મણ તરીકે તપસ્વી જીવન પસાર કરનાર તેઓ સાત હાથ ઊંચા, વિશુદ્ધ સુવર્ણ સમ તેજસ્વી, ઉગ્ર તપસ્વી, મહાબ્રહ્મચારી, યજ્ઞકુશળ, વિપુલ તેજોલેશ્યાવાન, ૫૦૦ બ્રાહ્મણોના ગુરુ, ચાર વેદના જાણકાર, ૧૪ વિદ્યામાં પારંગતરૂપ ચાર જ્ઞાનધારી, શાસ્ત્રોના પારગામી, ૧૪ પૂર્વના જ્ઞાતા અને લબ્ધિ તથા વિનયના ભંડાર હતા.
+ ૧૧૬
Page #63
--------------------------------------------------------------------------
________________
© ©4 વિનયધર્મ @ @
એકદા મધ્યમ અપાપા નગરીની બહાર આવેલા મહાસન વનમાં પ્રભુ મહાવીર સમોસર્યા છે તેમ જાણી તેમની સાથે વાદ કરવા, આત્મા છે કે નહીં તે શંકાનું નિવારણ કરવા ને પ્રભુવીરના ત્રિકાળજ્ઞાનની કસોટી કરવા ૫૦૦ બ્રાહ્મણ શિષ્યોને લઈને તે સમવસરણ સમીપ પહોંચ્યા. તરત જ કેવળજ્ઞાની પ્રભુ વીરે તેમને નામથી સંબોધી, આવકાર આપી તેમની શંકાનું નિરાકરણ કર્યું. ગૌતમસ્વામીને અભુત જ્ઞાન તો હતું જ ફક્ત પ્રતીતિ નહોતી. વૈશાખ સુદ અગિયારસનો એ દિવસ હતો. પ્રભુ વીરનું સર્વજ્ઞપણું સિદ્ધ થતાં જ સોમિલ નામના બ્રાહ્મણે કરાવેલ મોટો યજ્ઞ છોડી ૫૦૦ શિષ્યો સાથે ત્યાં જ દીક્ષા લીધી. દેશનારૂપે પ્રભુમુખે ‘ત્રિપદી’ સાંભળીઃ ‘ઊપને ઈ વા’, ‘વિગમે ઈ વા,' ધૂવે ઇ વા’ અર્થાત્ વસ્તુ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, વસ્તુ સ્થિર રહે છે. આ ત્રિપદી સાંભળતાં જ પૂર્વના પુયે તેમને ૧૪ પૂર્વ સહિત દ્વાદશાંગીનું જ્ઞાન ઉત્પન્ન થયું.
આત્માની વિશેષ યોગ્યતા જાણી પ્રભુ વીરે પોતાના ૧ ૧ ગણધરોમાં ગૌતમસ્વામીને પ્રથમ ગણધરરૂપે પ્રસ્થાપિત કર્યા. પ્રભુ સાથે દીક્ષાકાળનાં ૩૦ વર્ષ તેઓએ વિતાવ્યાં. પ્રભુ માટે તેમને અનન્ય પ્રશસ્ત રાગ હતો. એ માટે તેઓએ કેવળજ્ઞાનને પણ ગૌણ ગણ્યું હતું. ગણધરો સ્વયં જંગમ તીર્થરૂપે ગણાય છે, છતાં ગૌતમસ્વામીમાં લઘુતા-નમ્રતા-વિનયગુણ ભારોભાર હતા.
ગુરુ ગૌતમઃ વિનયના ભંડાર કઈ રીતે?
પાર્શ્વ પરંપરાના શ્રી કેશીસ્વામી ગણધર એકદા જ્યારે શ્રી ગૌતમ ગણધરને મળ્યા ત્યારે તેઓ સ્વયં અંતિમ તીર્થંકરના પ્રથમ ગણધર હોવા છતાં શ્રી કેશીસ્વામીને ‘કુળયેષ્ઠ’ માની સામેથી જઈ વંદન કર્યું હતું. તેમની સરળતા તથા વિનય જોઈને કેશીસ્વામી અત્યંત પ્રભાવિત થયેલા.
ગુરુ ગૌતમઃ વિનયને કારણે લબ્ધિના ભંડાર કઈ રીતે?
એકદા પ્રભુ વીરના કહેવાથી ગુરુ ગૌતમે અષ્ટપદ પર્વત પર રહેલ ૧૫૦૦ તાપસોને દેશના આપી દીક્ષા પ્રદાન કરી, રસ્તામાં ગોચરીમાં ફક્ત એક નાની વાટકી જેટલા પાત્રમાં ખીર મળી. સહુ તાપસોનું સુધાદુઃખ જોઈ ન શકતા તે પાત્રમાં પોતાના જમણા હાથના અંગૂઠા વડે લબ્ધિ પ્રગટાવી તે ખીરમાંથી ૧૫૦૦ શ્રમણોને તૃપ્ત કર્યા. આજે પણ જૈનો નવા વર્ષે ચોપડાના પ્રથમ પાને શ્રદ્ધાપૂર્વક આલેખે છેઃ શ્રી ગૌતમસ્વામીની લબ્ધિ હજો. શ્રી ગૌતમસ્વામીનો વિજય હજો. ૐ નમો વિમાન મgTrofit
છCC4 વિનયધર્મ
ભાવ વિનય સહિતના આત્માને પૂછીએ કે માનવજીવનનું ધ્યેય શું તો એક જ શબ્દમાં જવાબ મળેઃ “આત્મકલ્યાણ'. ભાવ વિનયીને આત્માનું જ્ઞાન, આત્મશક્તિનો વિકાસ અને આત્મસ્વરૂપમાં રમણતા રુચતી હોય. જેમાં ભાવ વિનય છે તે જાણે છે કે જગત દુઃખમય છે, તેમાં તૃષ્ણા છે. જેણે તૃષ્ણાજ કર્યો તે જ બુદ્ધ-તત્ત્વજ્ઞ-યોગી. ભાવ વિનયીને ‘પહલે અનહદ બાજે બાજા, પિછે. બિજલી કરે પરકાશા’ જાપ વડે પહેલા અંતરમાં અનહદનાં વાજાં વાગે’ છે અને અર્થભાવના વડે પછી વીજળીનો પ્રકાશ થાય છે. અનહદ એટલે અનાહત નાદ અને વીજળી એટલે રત્નત્રય સ્વરૂપ આત્મજ્યોતિ.
માણસ પાસે એક મહાન શક્તિ છે અને તે છે ઈચ્છાશક્તિ. એક વખત મન અને બુદ્ધિ જો પ્રભુને સોંપી દેવામાં આવે તો મન મક્કમ થશે અને બુદ્ધિ તેજસ્વી. મન ને બુદ્ધિ પ્રભુની જ વસ્તુઓ છે તે તેમને જ પાછી સોંપી દેવાની સમજણ આપે છે ભાવ વિનય. તે સમજે છે કે મન ચંચળ છે અને બુદ્ધિ અનિશ્ચિત, કારણકે તેઓ તેમના માલિકથી છુટ્ટા પડી ગયાં છે. પ્રત્યેક કૃતિના સાક્ષી તરીકે પ્રભુને જ રખાય તે ન્યાયી છે, કેમકે તે અભયદાતા, કરુણા-વાત્સલ્યપ્રેમના સાગર છે એમ ભાવ વિનય સમજાવે છે. જીવન રસમય છે, કેમ કે તેમાં પ્રભુ છે. તે પાલક, સ્વામી, નિયામક છે. ભાવ વિનયથી સમજાય છે કે વિચારપ્રધાન માણસો જ્ઞાનમાર્ગને પસંદ કરે છે, ભાવનાપ્રધાન મનુષ્યો ભક્તિમાર્ગને પસંદ કરે છે ને ક્રિયાપ્રધાન મનુષ્યો કર્મમાર્ગને અનુસરે છે.
ભાવ વિનય માટે શાસ્ત્રોમાં એક દૃષ્ટાંત આવે છે:
રાજગૃહી નગરીમાં એક ભિખારીએ દીક્ષા લીધી. તે જોઈ લોકો તેની હાંસી કરવા લાગ્યા કેઃ ‘ઘણું ધન ત્યાગ કર્યું ભાઈ.' તેથી તેમના ગુરુભગવંતે ત્યાંથી વિહાર કરવા સૂચવ્યું. ત્યારે અભયકુમારે નગરના ચોકમાં ત્રણ કરોડ સોનૈયાનો ઢગલો કરાવી લોકોને બોલાવી કહ્યું કેઃ “જે માણસ કાચું જળ, અગ્નિ અને સ્ત્રીનો સ્પર્શ એ ત્રણ વસ્તુ જાવજીવ સુધી ત્યાગ કરે તેને આ ધનનો ઢગલો આપવાનો છે.' ત્યારે લોકોએ વિચાર્યું કે એ ધન છોડી શકાય પણ જળ પ્રમુખ વસ્તુઓ ન છોડાય. ત્યારે પ્રધાને કહ્યું: “અરે મૂઢજનો! તમે આ કૂમક મુનિની હાંસી કેમ કરો છો? એણે એ જલાદિ ત્રણ વસ્તુઓ ત્યાગવાથી ત્રણ કરોડથી પણ વધારે ત્યાગ કર્યો છે.’ તે સાંભળી લોકોએ પ્રતિબોધ પામી તે ઠુમકમુનિને ખમાવ્યા. લક્ષમી વધી છતાં નિયમ કરવો, શક્તિ છતાં ખમવું, યૌવનવયમાં વ્રત લેવું ને
૧૧૮ -
Page #64
--------------------------------------------------------------------------
________________
4 વિનયધર્મ
P e on દરિદ્રપણામાં અલ્પ પણ દાન દેવું એ ચાર પ્રકારે ભાવ વિનય ગણાય છે.
ભાવ વિનયી માનવીની આકૃતિ સર્વ કાજે નેત્રાનંદકારી, ભવોદધિકારી, શુભ અધ્યવસાયધારી, કલ્યાણવૃક્ષની મંજરી સમ, હર્ષ ઉત્કર્ષરૂપ, શીલધર્મની પ્રતિકૃતિરૂપ હોવાથી તે તુરત જ ઓળખાઈ જાય છે. આમ વિનય શ્રાવકનો સન્મિત્ર છે. વિનયનું પ્રમાણ જેમ વધુ તેમ કર્મનિર્જરા વધુ. ભાવ વિનયથી જ અધ્યાત્મશાસ્ત્ર કથિત ભાવોને સમ્યક રીતે સમજવા જોગું સામર્થ્ય ખીલે છે. ભાવ વિનયથી જ વિષયો પરત્વેની આસક્તિ અને કષાયો પરત્વેની આધીનતાના સંકલેશો ઉપશાંત થતા જાય છે. અધ્યાત્મસાર ગ્રંથમાં કહ્યું છે કેઃ
येषामध्यात्मशास्त्रार्थ-तत्त्वं परिणतं हृदि ।
कषायविषयावेश-क्लेशस्तेषां न कर्हिचित् ॥१-१८॥ જેઓના હૃદયમાં અધ્યાત્મશાસ્ત્રના અર્થોનો સાર પરિણામ પામ્યો છે, તેઓને કષાય-વિષયના આવેશોના કુલેશ ક્યારેય સ્પર્શતા નથી.
ભાવ વિનયથી આત્મા અને શરીર વચ્ચેનું ભેદજ્ઞાન સ્પષ્ટ થાય છે. આત્માની સ્વાભાવિક જ્ઞાનાદિ સંપત્તિ અને કર્મજન્ય વૈભાવિક ધનાદિ સંપત્તિનો ભેદ સ્પષ્ટ થાય છે. આત્માનું હિત શામાં છે અને અહિત શામાં છે એની સાચી સુઝ પેદા થાય છે. આત્માની સ્વભાવદશા અને વિભાવદશાનો ભેદ સમજાય છે. આત્માનો જડ સાથેનો સંબંધ સ્વાભાવિક છે કે કર્મના યોગે છે તેનો ભેદ સ્પષ્ટ થાય છે. આત્મા અને પુદ્ગલના ગુણ-પર્યાય વચ્ચેનો તફાવત સામે આવે છે. પરભાવ અને સ્વભાવ તથા આત્માના શુદ્ધ અને અશુદ્ધ પર્યાયો વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ થાય છે.
‘સાધના જીવનમાં પરિસણો અને ઉપસર્ગો જે કંઈ બાધા પહોંચાડે છે, તે શરીરને પહોંચાડે છે, પરંતુ આત્માને નહિ. જ્ઞાનપૂર્વક સહેલી શરીરની પીડા પણ મહાનિર્જરાનું કારણ છે.' આવા પ્રકારના ભાવ વિનયને ઉત્પન્ન કરી નિર્જરા સાધવાનું કાર્ય સાધકે કરવાનું છે. જે વિનયને જીવંત ન રાખી શકે તે દુર્યાનમાં અટવાઈ જાય છે ને ભવ હારી જાય છે. જે વિનય દ્વારા સ્વ-પર સંબંધી સંવેદનાત્મક ભેદજ્ઞાનને પ્રાપ્ત કરે છે, તેની આંતરદૃષ્ટિ ખીલી જાય છે, મન પરપદાર્થોથી પાછું ફરી જાય છે અને આત્મસ્વરૂપની નિકટમાં પહોંચે છે ને તેના યોગે અધ્યાત્મની પ્રાપ્તિ થાય છે. સંવેદના ભેદજ્ઞાન એટલે તાત્ત્વિક વિવેક ને
૧૧૧૯ -
છ
Q4 વિનયધર્મ CCT તાત્ત્વિક વિવેક એટલે જ ભાવ વિનય.
ભાવ વિના જીવંત હોય તો પુણ્યયોગે સુખ-અનુકૂળતાઓ-માન-સન્માનયશ-કીર્તિ પ્રાપ્ત થાય ત્યારે એમાં છકી ન જવાય તેની કાળજી રહે છે. પુણ્યોદય તરફ ઉદાસીનતા સેવીને પુણ્યનો ઉદય ક્ષયોપશમભાવમાંથી ગમે ત્યારે ઔદયિકભાવમાં લઈ જઈ શાતા, રસ અને ઋદ્ધિ ગારવમાં લીન ન બનાવે તેની કાળજી રખાય છે. ભાવ વિનયને કારણે દુઃખોને સમભાવે સહી લેવાય છે, અપમાન આદિને સહજ ભાવે નકારી નખાય છે, અસમાધિ થતી નથી કે અધ્યવસાયો બગડતા નથી.
વિનય વિનાની પ્રવૃત્તિ અસત્ સંસ્કારોને પોષી, દોષોને વધારી, નંદ મણિયારની જેમ સાધનાને ઊંધી દિશામાં લઈ જાય છે. હેય-ઉપાદેય આદિના ભાવ વિનયપૂર્વક કરેલી પ્રવૃત્તિ-નિવૃત્તિ જ સુફળદાયી છે.
विनय फलं शुश्रूषा, गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरति: विरतिफलंदाश्रवनिरोधः ।।
અર્થાતઃ વિનયનું ફળ સેવા, ગુરુસેવાનું ફળ જ્ઞાન, જ્ઞાનનું ફળ વિરક્તિ ને વિરક્તિનું ફળ છે આશ્રવનિરોધ.
હે ઉપકારક પરમાત્મા ! આપના ધર્મની સમજણ જો મને ન મળી હોત તો હું હિંસક, ક્રૂર અને કઠોર ભાવોથી લિપ્ત થયો હોત અને અન્ય જીવોને દ:ખી કરીને આનંદ પામતો હોત... મારો મિસ્યા ભાવોને ઘુંટતો હોયત... હે ભંતે ! હું આજે આપના અહિંસા, દયા અને કરુણામય ધર્મ પ્રત્યે અહોભાવપૂર્વક ઉપકાર ભાવ વ્યક્ત કરું છું... આપનાં ચરણે ભક્તિ, સેવા અર્પણ કરી ઋણ સ્વીકાર કરું છું.
Page #65
--------------------------------------------------------------------------
________________
©© 4 વિનયધર્મ PC©©n
મધ્યકાલીન ગુજરાતી જૈન સર્ષાહિત્યમાં વિનયધર્મનું નિરૂપણ
- ડૉ. કાન્તિભાઈ બી. શાહ જૈન ધર્મનું જે કંઈ સાહિત્ય ઉપલબ્ધ છે એનો મૂળ આધારસ્રોત છે આગમ ગ્રંથો, કેમકે એમાં સર્વજ્ઞકથિત પ્રભુજીની વાણી ગણધરો દ્વારા સૂત્રબદ્ધ થઈ છે. આ આગમશ્રુત પર પછીથી અનેક નિર્યુક્તિઓ, ભાગો, ચૂર્ણિ, વૃત્તિ-ટીકાઓની રચના થઈ. આ ગ્રંથોને અનુસરીને વિવિધ ગીતાર્થો દ્વારા અનેક ધર્મગ્રંથોમાં જૈન તત્વદર્શન અને એની સાથે સંકળાયેલાં ચરિત્રકથાનકોનું સાહિત્ય ઉપલબ્ધ થયું છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને પછી મારુ-ગુર્જર/મધ્યકાલીન ગુજરાતીમાં દીર્ધ-લઘુ એવાં વિવિધ પદ્ય સ્વરૂપોમાં તેમ જ ગઘાત્મક બાલાવબોધો અને તે અંતર્ગત આવતી દૃષ્ટાંતકથાઓમાં અઢળક સાહિત્ય સંગ્રહિત છે.
આ શ્રુત-સિદ્ધાંતોમાંથી વિનયધર્મ વિશે મધ્યકાલીન ગુજરાતીમાં જે નિરૂપણ થયું છે તે મારા નિબંધનો વિષય છે, પણ એની વાત કરતાં અગાઉ આગમઆગમેતર, ધર્મગ્રંથો વિનયધર્મ વિશે શું કહે છે તે સંક્ષેપમાં જોઈશું. | ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ એ ૪૫ આગમો પૈકીનું એક અતિમહત્ત્વનું મૂળ સૂત્ર છે. એનાં ૩૬ અધ્યયનો પૈકીનું પહેલું જ અધ્યયન ‘વિનય અધ્યયન’ છે. એ જ રીતે ‘દશવૈકાલિક સૂત્ર'ના ૧૦ અધ્યયનો પૈકીનું નવમું અધ્યયન ‘વિનય સમાધિ’ અધ્યયન છે. જૈન ધર્મનાં ૧૨ પ્રકારનાં તપોમાં જે છે બાહ્ય અને આ આત્યંતર તપો ગણાવાયાં છે તેમાંનું એક આત્યંતર તપ વિનય છે. આ વિનયને ધર્મ કહો, ગુણ કહો, સમાધિ કહો, તપ કહો - જે કહો તે, પણ એક વાત નિશ્ચિત્ત છે કે વિનયને સમગ્ર ધર્મવૃક્ષના મૂળ તરીકે ઓળખવામાં આવે છે. “ધમ્મસ્સ વિણઓ મૂલં’. વિનય ધર્મપાલનનાં તમામ ક્ષેત્રોને આવરી
છCAવિનયધર્મ Prem છે - (૧) જ્ઞાન વિનય ૨) દર્શન વિનય ૩) ચારિત્ર વિનય ૪) તપ વિનય ૫) ઔપચારિક વિનય.
दसण-नाण-तव अ तह ओवयारिए चेव ।
एसो अ मोक्खाविणओ पंचविहो होइ नायव्वा ॥ ‘પપાતિક સૂત્ર’માં જ્ઞાન, દર્શન આદિ સૂત્ર સાત પ્રકારના વિનય કહ્યો છે.
મલધારી હેમચંદ્રસૂરિ મહારાજ રચિત “પુષ્પમાલા પ્રકરણ’નાં ૨૦ દ્વારો પૈકી ૧૪મા વિનયદ્વારમાં મન-વચન-કાયા દ્વારા આશાતના-વિરાધનાના પરિહાર થકી કરાતા વિનયના પ્રવર્તનની વિસ્તૃત નોંધ લેવાઈ છે. કર્તા લખે છે કે અમૃત સમો રસ નથી, કલ્પદ્રુમ સમું વૃક્ષ નથી, ચિંતામણિ સમું રત્ન નથી એમ વિનય સમો ગુણ નથી. વિનય સઘળાં કર્મોનો નાશ કરે છે. વિનય ઇહલોક અને પરલોકમાં સર્વ સુખનું મૂળ છે.
‘ઉપદેશમાલા” ગ્રંથના બાલાવબોધની શ્રી સોમસુંદરસૂરિએ વિ.સં. ૧૪૮૫માં પ્રાચીન ગુજરાતીમાં રચના કરી છે. આ બાલાવબોધ અંતર્ગત કેટલાંક મહત્ત્વનાં ચરિત્રકથાનકો વિનયના દૃષ્ટાંત તરીકે પ્રાપ્ત થાય છે. છઠ્ઠી ગાથાના બાલાવબોધમાં ગૌતમસ્વામીનું દૃષ્ટાંત અપાયું છે. ગૌતમસ્વામી વિનયને વરેલા પ્રથમ ગણધર છે, ૧૧ અંગ અને ૧૨ પૂર્વોના જ્ઞાતા છે, શ્રુતકેવલી છે. સર્વસ્વ જાણતાં છતાં લોકોના પ્રતિબોધ અર્થે મહાવીર પ્રભુને પ્રશ્નો કરે છે ને વિસ્મિત હૃદયે સર્વ સાંભળે છે. વળી, આનંદ શ્રાવકનું અવધિજ્ઞાન વિશેનું મંતવ્ય એમને સત્ય પ્રતીત થતાં અને પોતાનો મત ખોટો જણાતાં એમની ક્ષમાયાચના કરે છે. શ્રાવક પ્રત્યેનો આ વિનય એમની ચરિત્રાત્મક કૃતિઓમાંથી પ્રાપ્ત થાય છે. ઉપા. યશોવિજયજી ‘ભગવતી સૂત્રની સઝાય’માં લખે છે : | ‘મંડપગિરિ વિવહારિયા, જયો ધન્ય સોની સંગ્રામ રે,
જિણે સોનૈયે પૂજિયા, શ્રી ગુરુ ગૌતમ નામ રે.” બાલાવબોધમાં આ મહાસતી ચંદનબાળાના વિનયનું સંક્ષિપ્ત કથાનક કહેવાયું છે. ચંદનબાળાને મોટું લોકવૃંદ અનુસરતું હતું તોપણ વિનયના ગુણે કરીને તેમને જરાય માન-ગર્વ નહોતાં. એમના ગુરુમહાત્માએ એક નવદીક્ષિત થયેલા દ્રમકને ચંદનબાળા પાસે વંદનાર્થે મોકલ્યા ત્યારે ચંદનબાળા ઊઠીને એ નવદીક્ષિતની સામે આવે છે અને એમને ઊભા રહેલા જોઈને પોતે આસન લેતાં નથી. આ
લે છે.
આપણા દાર્શનિક સાહિત્યમાં વિનયના અનેક પ્રકારો અને પેટપ્રકારો બતાવાયા છે. વિનયના પાંચ પ્રકારોમાં (૧) લોકોપચાર વિનય (૨) અર્થ વિનય (૩) કામ વિનય (૪) ભય વિનય અને (૫) મોક્ષ વિનય છે, પણ એમાં આ પાંચમો મોક્ષ વિનય સૌથી મહત્ત્વનો છે જેનું પાલન કેવળ આત્મકલ્યાણાર્થે કરવાનું છે. ‘દશવૈકાલિક સૂત્ર’ અનુસાર આ મોક્ષ વિનયના પ્રકારો આ પ્રમાણે
૦ ૧૨ -
• ૧૨૨ ૦
Page #66
--------------------------------------------------------------------------
________________
© ©4 વિનયધર્મ @ @ અભ્યસ્થાન વિનય છે. પ્રભુ મહાવીરના સમવસરણમાંથી આવેલાં મૃગાવતી ઉપાશ્રયે ગયાં ત્યારે ચંદનબાળાએ શિખામણ આપી કે મોડી રાત સુધી બહાર રહેવું યોગ્ય નથી. મૃગાવતી પોતાનો દોષ વિચારી ચંદનબાળાની ક્ષમા માગે છે, પણ એ જ મૃગાવતીને કેવળજ્ઞાન થયું છે એ જાણી ચંદનબાળા પશ્ચાત્તાપપૂર્વક એમને સવિનય ખમાવે છે અને ખમાવતાં એમને પણ કેવળજ્ઞાન થાય છે.
૯ ૩મી ગાથાના બાલાવબોધમાં વરસ્વામીનું કથાનક આવે છે. એ અત્યંત માર્મિક છે. નાની વયમાં જ ગુરુએ વરસ્વામીને દીક્ષા આપી. ગુરુએ જાણી લીધું કે નાના વજ (વાયર)ને ૧૧ અંગ આવડી ગયાં છે. એક વાર નજીકના ગામે વિહાર કરતાં ગુરુએ પોતાના અન્ય શિષ્યોને કહ્યું કે વજ તમને વાચના આપશે. શિષ્યોએ કશાય સંદેહ કે દ્વેષ વિના ગુરુનું આ વચન સ્વીકારી લીધું. ગુરુની અનુપસ્થિતિમાં બધા જ શિષ્યો વયરની ગુરુની જેમ વિનય કરવા લાગ્યા, એટલું જ નહિ, ગુરુ પાછા આવ્યા ત્યારે શિષ્યોએ સામેથી નાના વયરને વાચનાચાર્ય બનાવવા ભલામણ કરી. આ છે મુનિજનોનો ગુરુ વિનય અને શ્રુત વિનય.
૨૬૬મી ગાથાના બાલાવબોધમાં શ્રેણિક રાજા એક ચંડાલ પાસે વિદ્યા માગે છે. સિંહાસને બેઠેલા શ્રેણિક રાજાને વિદ્યા આવતી નથી ત્યારે અભયકુમાર ચંડાલને સિંહાસને બેસાડીને વિદ્યા લેવાનું સૂચવે છે. શ્રેણિક ચંડાલને સિંહાસને બેસાડી બે હાથ જોડી વિદ્યા માગે છે ત્યારે અમને વિદ્યા પ્રાપ્ત થાય છે. તાત્પર્ય એ કે જ્ઞાનદાતા પ્રત્યે હંમેશાં વિનય કરવો.
વિક્રમની ૧૬મી સદીમાં, ખરતરગચ્છીય શ્રી રાજ શીલ ઉપાધ્યાયે * શ્રી ઉત્તરાધ્યયન સક્ઝાય'ની ૩૬ ઢાળની દીર્ઘ રચના કરી છે. આ રચનાની પહેલી ઢાળ વિનયધર્મ વિષયક છે. એમાં વિનયથી જ્ઞાન, જ્ઞાનથી દર્શન, દર્શનથી ચરણ અને ચરણથી શિવપુરના અનંત સુખની પ્રાપ્તિ વર્ણવી છે. આ વિકાસક્રમમાં વિનય મૂળરૂપે રહ્યો છે એ વિચાર નિર્દિષ્ટ છે. ગુરુની પાસે રહેવું, ગુરુની આજ્ઞામાં વર્તવું, ગુરુની ઇચ્છા જાણવી એમાં શિષ્યનો વિનયધર્મ છે.
- સક્ઝાયમાં કવિ કહે છે - કોહવાટવાળી કૂતરી જેમ ક્યાંય વિશ્રામ પામતી નથી તેમ કશીલ અને ગુરુના કહ્યામાં ન રહેનારા સ્વચ્છંદી શિષ્ય ક્યાંય સ્થિરતા પ્રાપ્ત કરતા નથી. ધાન્યને છોડી વિષ્ટા પર મોહ રાખનાર ભૂંડ સમાં આવા શિષ્ય ગુરુદ્રોહી છે, પરંતુ જે શિષ્ય કષાય ત્યજી નિરંતર વિનય કરે છે તે
૧૨૩ -
© ©4વિનયધર્મ PC ચંદ્રકિરણની નિર્મળતા સમો જશ પ્રાપ્ત કરે છે.
ખરતરગચ્છના એક બીજા સાધુકવિ મહિમાસિંહ (અપરના માનમુનિ)એ સં. ૧૬૭૫માં ‘ઉત્તરાધ્યયન ગીત/સઝાય’ની ૩૭ ઢાળની રચના કરી છે. એની પહેલી ઢાળ વિનયગુણ અંગેની છે. ‘ચતુર નર ! વિનય વડો સંસાર' એ આ ગીતની ધ્રુવપંક્તિ છે. આ કૃતિમાં વિનય વિનાનાં થતાં તપ-જપને કવિએ મિથ્યા કહ્યાં છે. વિનયથી સઘળાં દુરિત દૂર થાય છે ને જીવ ભવનો પાર પામે છે. વિનયવંત શિષ્ય ગુરુના આદેશને હૈયામાં ધારણ કરે છે, ગુરુના મનોભાવોને સમજે છે, વિનયપૂર્વક ગુરુએ આપેલાં સૂત્ર-અર્થોને શીખે છે, પૂબ વિના ઉત્તર આપતો નથી.
ખરતરગચ્છના ક્ષેમશાખાના શ્રી જિનહર્ષે સં. ૧૭૩૦માં ‘શ્રી દશવૈકાલિક સઝાય’ની ૧૫ ઢાળ, ૨૧૪ કડીની રચના કરી છે. એની ૧૦થી ૧૩ ક્રમાંકોવાળી ચાર ઢાળોમાં દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યાયના ચાર ઉદ્દેશોને અનુસરીને વિનય સમાધિનું નિરૂપણ કરાયું છે.
- કવિ કહે છે - ગુરુની પાસે જે શિષ્ય વિનય શીખતો નથી તે અનંતીવાર ભવભ્રમણ કરે છે. જે શિષ્ય પ્રશંસામાં રાચે છે ને ગુરુની હીલના કરે છે તે કુશિષ્ય છે. જેમ રાત્રિએ સૌ નક્ષત્રોમાં પૂનમનો ચંદ્ર શોભે છે, દેવવૃદમાં સુરપતિ શોભે છે તેમ ગચ્છથી વીંટળાયેલો મુનિ શોભે છે. વૃક્ષના મૂળમાંથી થડ, થડમાંથી ડાળ, ડાળમાંથી પાન, પછી ફૂલ-ફળ વિકસે છે એમ વિનય ધર્મવૃક્ષનું મૂળ છે, શ્રુત એનાં ફૂલ છે અને મોક્ષ એનું ફળ છે. જે ગુરુની વૈયાવચ્ચ કરે છે તે જલસિંચનથી ઊછરતા વૃક્ષની જેમ વિકસે છે. જે અવિનીત દુરાત્મા છે તે નદીમાં વહી જતા કાષ્ઠની જેમ આ સંસારના પ્રવાહમાં વહી જાય છે. જેમ દુષ્ટ બળદ વંકાતો ગતિ કરે છે તેમ અવિનયી શિષ્ય ગુરુએ કહેલાં કામોથી વિપરીત કાર્ય કરે છે.
વિનયી શિષ્ય ગુરુની મર્યાદા કદી લોપે નહિ, જ્ઞાનાર્થે વિનયને પ્રયોજે, ગુરુનાં વચનોને ઓળવે નહીં, દુષ્કર તપ કરે, પંચેન્દ્રિયોને જીતે, ત્રણ ગુપ્તિને ધારણ કરે, પ્રપંચ ત્યજે, જિનાજ્ઞા અનુસાર ચાલે અને આમ સઘળાં પાપોને ખંખેરે. અહીં દશવૈકાલિક અનુસાર વિનય, શ્રત, તપ અને આચાર એ ચાર સમાધિ પૈકી વિનય સમાધિને પ્રથમ ક્રમે મુકાઈ છે. વિનયી શિષ્ય અને અવિનયી શિષ્યનો ભેદ રજૂ કરતી એક રસિક પઘ
• ૧૨૪ -
Page #67
--------------------------------------------------------------------------
________________
reÁ વિનયધર્મ
Cre
વાર્તા સં. ૧૬૪૧માં જૈન સાધુકવિ હરજીમુનિએ ‘વિનોદ ચોત્રીસી'માં આપી છે. એક જ ગુરુના બે શિષ્યો બીજે ગામ જઈ રહ્યા છે. ત્યારે એક શિષ્યે માર્ગમાં જોયેલાં દશ્યો અંગે જેજે આગાહીઓ કરી તે બધી જ સાચી પડે છે, જ્યારે બીજા શિષ્યે એક વૃદ્ધાનો પ્રવાસે ગયેલો પુત્ર એને ક્યારે મળશે તે અંગે કરેલી અશુભ આગાહી તદ્દન ખોટી પડે છે. આથી આ બીજા શિષ્યને એના ગુરુ પ્રત્યે દ્વેષ પેદા થાય છે કે મારા ગુરુએ પેલા શિષ્યને સારી રીતે જ્ઞાન આપ્યું ને મને કાંઈ જ્ઞાન આપ્યું નહીં. ગુરુને આની જાણ થતાં તેઓ આ બીજા શિષ્યને શિખામણ આપતાં કહે છે કે, મેં તો તમો બન્ને શિષ્યોને એકસરખી વિદ્યા આપી છે, પણ એક શિષ્ય વિનયવંત હોવાને કારણે તમામ વિદ્યા સુયોગ્ય રીતે ગ્રહણ કરી શક્યો, જ્યારે તું અવિનીત હોવાને કારણે તારાથી વિદ્યા ગ્રહણ કરી શકાઈ નહીં.’
વિક્રમના ૧૭-૧૮ના સૈકામાં થયેલા ઉપા. યશોવિજયજી રચિત ૧૨ ઢાળની ‘સમ્યક્ત્વના ૬૭ બોલની સજ્ઝાય'ની ત્રીજી ઢાળ ‘વિનય' વિષયક છે. એમાં તેઓ લખે છે – ‘ચતુર નર! સમજો વિનય પ્રકાર, જિમ લહીએ સમક્તિસાર.’ આ પંક્તિમાં વિનયને સમક્તિસારની પ્રાપ્તિ માટે આવશ્યક ગણ્યો છે.
પાંચ ભેદ એ દશ તણોજી વિનય કરે અનુકૂલ, સિંચે તેહ સુધરસે, ધર્મવૃક્ષનું મૂલ.'
ઉપાધ્યાયજીએ અહીં વિનયને ધર્મવૃક્ષનું મૂળ કહ્યો છે. એમણે ‘પાંચ કુગુરુની સજ્ઝાય'ની ઢાળોમાં પાસત્થા, ઉસન્ના, કુશીલ, સંસક્ત અને યથાદ એ પાંચ પ્રકારના સુગુરુઓનું જે વર્ણન કર્યું છે એમાં એક યા બીજી રીતે અવિનીતતા સંકળાયેલી છે. દા.ત. યથાછંદ સાધુ માટે કવિ કહે છે - નિજમતિ કલ્પિત જનને ભાખે, ગારવ રસમાં માચે
યથાછંદ ગૃહિકાજ કરતો, નવનવ રૂપે રાચે રે.'
કવિ ‘અમૃતવેલની સજ્ઝાય'માં શિષ્યને હિતશિક્ષા આપતાં કહે છે – “કથન ગુરુનું સદા ભાવજે, આપ શોભાવજે વંશ રે,
હઠ પડઘો બોલ મત તાણજે, આણજે ચિત્તમાં સાન રે,
વિનયથી, દુઃખ નવિ બાંધસ્ય, વાધસ્યે જગતમાં માન રે.' ઉપાધ્યાયજીએ ‘૩૫ ગાથાના સીમંધર જિન સ્વવન”માં વિનય આદિ જે
૧૨૫
(વિનયધર્મ
કાંઈ સિદ્ધાંતોની વાત કરી છે તેનું આગમપ્રમાણ પણ આપે છે, જેમ કે... *નિત્ય ગુરુકુલવાસે વસવું, ઉત્તરાધ્યયને ભાખ્યું રે.’ ‘દશવૈકાલિક ગુરુ-શુશ્રુષા, તસ નિંદા-ફલ દાખ્યાં રે.’
વળી કહે છે ઃ ‘વિનય વધે ગુરુ પાસે વસતાં, જે જિનશાસન-મૂલો રે, દર્શન નિર્મલ ઉચિત પ્રવૃત્તિ, શુભ સંગે અનુકૂલો રે.’
આ સ્તવનની બારમી ઢાળમાં ભાવશ્રાવકનાં ગુણલક્ષણો દર્શાવતાં કવિ કહે છે
*ઉદ્યમ કરે સદા સજ્ઝાય, કરણ વિનયમાં સર્વ ઉપાય, અભિનિવેશી, રુચિ જિન આણ, ધરે પંચ ગુણ એક પ્રમાણ.' (ગુણવંત ભાવશ્રાવક સદા અનુષ્ઠાનમાં ઉદ્યમ કરે, સ્વાધ્યાય કરે, ગુરુ પ્રત્યે વિનય દાખવે, જિનાજ્ઞામાં રુચિ રાખે અને કદાગ્રહી ન બને).
૧૭મી સદીમાં થયેલા શ્રાવકકવિ ઋષભદાસે રચેલા ‘શ્રાદ્ધવિધિ રાસ’માં અગાઉના ધર્મગ્રંથોનો આધાર લેવાયો છે. રાસમાં વર્ણવેલાં છ પ્રકારનાં કૃત્યો અવશ્યપણે વિનયગુણ સાથે સંકળાયેલાં છે, જેમ કે દિનકૃત્યમાં રોજ સવારે ઊઠીને વડીલોને નમસ્કાર કરવા, પ્રભુદર્શનાર્થે જિનાલયમાં જતાં કેવીકેવી આશાતનાઓ રાખવી, ગુરુ પાસે કઈ રીતે જવું-વંદન કરવું-સુખશાતા પૂછવીઆ બધું વિનય સાથે સમન્વિત છે.
એ જ રીતે આ કવિએ ‘પૂજાવિધિ રાસ'માં પૂજાવિધિ કરતાં થયેલા અવિનય (અશાતના-વિરાધનાના અપરિહારનું)નું દૃષ્ટાંત આપ્યું છે
પોતે એક ચંડાલનો પુત્ર છે એવી પુણ્યસારને જાણ થતાં કેવલી ભગવંતને પોતાનો પૂર્વભવ પૂછે છે. કેવલી જણાવે છે કે પુણ્યસારે પાછલા જન્મમાં જમીન પર પડેલું પુષ્પ લઈને પ્રભુજીની પૂજા કરેલી તેથી તે આ ભવમાં ચંડાલપુત્ર થયો. એ જ રીતે પુણ્યસારની માતાએ પૂર્વભવમાં રજસ્વલા છતાં પૂજા કરેલી તેથી આ ભવમાં ચંડાલણી થઈ.
વિક્રમની ૧૮મી સદીના પૂર્વાર્ધમાં થયેલા પં. વીરવિજયજી કૃત ‘સામાયિકના
૩૨ દોષોની સજ્ઝાય’માં અવિનયદોષની વાત જ અંતર્ગત રહેલી છે. કવિ લખે છે -
સામાયિક અવિવેકે કરે, અર્થ વિચાર ન હૈંડ ધરે,
મન ઉદ્વેગ, ઇચ્છે યશ ઘણો, ન કરે વિનય વડેરા તણો. ૧૨૬૦
Page #68
--------------------------------------------------------------------------
________________
૭૭ 4 વિનયધર્મ છn
પગ લાંબે બેસે અવિનીત, ઓઠિંગણ લે થાંભો ભીંત.’
આ પંક્તિઓ ક્લિાવિધિ, વડીલ અને શ્રુત પ્રત્યેની અવિનીતતાનો જ નિર્દેશ કરે છે.
મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય વિપુલ પ્રમાણમાં સર્જાયેલું છે, પરંતુ અહીં લંબાણભયે જુદાજુદા સમયગાળામાં રચાયેલી કેટલીક કૃતિઓને લક્ષમાં રાખી એમાં નિરૂપિત વિનયધર્મની વાત છે. વિનયની વાત કહેતાં કાંઈ પણ શ્રુતઅવિનય થયો હોય તો તે માટે ક્ષમાપ્રાર્થી છું.
| (અમદાવાદસ્થિત કાંતિભાઈ બી. શાહે મધ્યકાલીન ગુર્જર સાહિત્ય પર ઘણું સંશોધનકાર્ય તથા સંપાદનકાર્ય ક્યું છે. તેઓ વિવિધ સાહિત્ય સત્રોમાં પેપર પ્રસ્તુત કરે છે).
અનંત કાળથી હું મારી સમજણ પ્રમાણે ચાલ્યો છું અને અંતે દુ:ખી જ થયો છું..
હે પ્રભુ ! હવે મારે તારી સમજણ પ્રમ ચાલીને સત્યના માર્ગ પર જવું છે...
મને ચોક્કસ વિશ્વાસ છે કે આ સત્યની રાહ મનતે પરમ સુખ સુધી પહોંચાડશે...
4 વિનયધર્મ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં વર્ણવેલો ‘વિનયધર્મ?
- ડૉ. રશ્મિ ભેદા શાસનનાયક ચરમ તીર્થંકર પરમાત્મા શ્રી વીરપ્રભુની અંતિમવાણીરૂપે પ્રસિદ્ધ અને ૪૫ આગમોમાં મૂળસુત્ર તરીકે સન્માનિત શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર જૈનાગમ સાહિત્યમાં અત્યંત ગૌરવવંતું છે. ઉત્તરાધ્યયન સૂત્રનાં કુલ ૩૬ અધ્યયન છે એમાં સર્વ પ્રથમ અધ્યયન ‘વિનયશ્રુત’ છે. સુશિષ્યત્વની પ્રાપ્તિ અર્થે વિનયગુણની અનિવાર્યતા દર્શાવવા ભગવાને ૩૬ અધ્યયનમાં પ્રથમ સ્થાન વિનયને આપ્યું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું પ્રથમ અધ્યયન વિનય છે, દશવૈકાલિક સૂત્રનું નવમું અધ્યયન ‘વિનય' છે. આચારાંગ સૂત્રમં પણ ‘વિનય'નું વિવેચન કરેલું છે. મોક્ષની આરાધનાનું પ્રવેશદ્વાર વિનય છે. વિનય વિના જ્ઞાન નહિ, જ્ઞાન વિના ચારિત્ર નહિ અને ચારિત્ર વિના મોક્ષ નહિ. મુક્તિના મંગલમંદિરનું પ્રથમ સોપાન વિનય છે. ધર્મની શરૂઆત જ વિનયથી થાય છે. મોક્ષમાર્ગમાં પ્રવેશ વિનયથી જ મળે છે. શિષ્યનું શિષ્યત્વ વિનયથી જ પ્રગટે છે. શિષ્ય માટે ગુરુનો વિનય એ મોક્ષનું મુખ્ય કારણ છે. વિનય વિના બધું એડા વિનાના મીંડા જેવું છે. વિનય વિના આધ્યાત્મિક વિકાસ નહિ, માટે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં શાસ્ત્રકારે પ્રથમ અધ્યયન ‘વિનય’ કહેલ છે.
‘વિનય’ એટલે વિશિષ્ટપણે, વિશેષતા તરફ લઈ જાય છે. કર્મનાશ તરફ પરિણતિને દોરી જાય તે વિનય. વિનય એટલે પગે લાગવું, ગુરુ ભગવંતનાં શરણ પખાળવાં, સાતા પૂછવી, એમના આહાર આદિની વ્યવસ્થા કરી આપવી એ વિનય છે. આવા વિનયગુરુનું દર્શન માત્ર વિનયવ્યવહારથી થતું હોવા છતાં એ માત્ર શરીરની ક્રિયાઓ પૂરતો સીમિત નથી, છતાં શરીરની ક્રિયાઓ જોઈને જ આપણે કોઈને વિનયવંત કહીએ છીએ અને કોઈને અવિનયવંત કહીએ છીએ. વિનયગુણ માત્ર શરીરનો ગુણ કે શરીરની ચેષ્ટા નથી, પણ એક અંતરંગ ભાવ છે. એક અર્પણતાનો ભાવ જાગ્યો છે એની નિશાની છે. વિનય એટલે આજ્ઞાધીનપણું, અહંકારનો - કર્મકૃત વ્યક્તિત્વનો વિલય. વિનયગુણથી સ્વચ્છંદ, પ્રમાદ આદિ અનેક દોષોનો નાશ થતો હોવાથી પ્રત્યેક મોક્ષાર્થીએ તેની આરાધના કરવી આવશ્યક છે. તોપણ કોઈ સુલભબોધિ જીવ જ વિનયમાર્ગનો અંતરંગ હેતુ સમજી આત્મકલ્યાણ સાધે છે. આવા પ્રજ્ઞાવંત જીવોના કલ્યાણ અર્થે ભગવાને આ અધ્યયનમાં વિનીત અને
છે ૧૨૮
Page #69
--------------------------------------------------------------------------
________________
4 વિનયધર્મ
Pe Cen અવિનીત શિષ્યનાં લક્ષણ, વિનયવ્યવહાર, વિનયગુણની આરાધના, ગુરુ પ્રત્યે વિનીત શિષ્યનું આચરણ, ગુરુનું શિષ્ય પ્રત્યે શિક્ષાદાન તથા અનુશાસન આ બધા મુદ્દાઓનું વર્ણન કર્યું છે અને અંતે આ વિનયમાર્ગની આરાધનાથી શિષ્યને શું ફળ મળે છે એ બતાવ્યું છે.
આ ‘વિનયશ્રુત’ અધ્યયનમાં શિષ્યનો ગુરુ પ્રત્યેનો વિનય વર્ણવેલો છે. ગુરનો વિનય એટલે જ્યાં Interaction થાય, અનુશાસન થાય. અનુશાસન એટલે પરિચોયણા થાય ત્યારે પણ નતમસ્તક રહેવું, હાથ જોડેલા રાખવા, આ બધા વ્યવહાર પરથી અંતરંગમાં કેવા ભાવ રાખવા જોઈએ, ગુરુનો વિનય ક્યારે આવે, તો ગુરુનું માહાભ્ય જયાં અંતરંગમાં હોય, વિનયગુણની આરાધનાથી સ્વચ્છંદ, પ્રમાદ, ઇંદ્રિય વિષયોની લોલુપતા, મિથ્યા આગ્રહ આ બધા દોષો ગુરુના અનુશાસનમાં રહેવાથી જાય. અનુશાસન એટલે ટકોર-એક મૃદુ, કોમળ અને બીજી કઠોર. કારણ સ્વછંદ દોષ એક મહાન દોષ છે, બીજા દોષોનો આધાર છે. જ્યાં સ્વચ્છંદ આવ્યો ત્યાં પોતાના દોષો દેખાતા નથી. સ્વચ્છેદ એટલે સ્વતંત્ર વિચારશ્રેણી. એમાંથી પોતાનું ધારેલું, ઇચ્છેલું, મનમાન્યું વર્તન શરૂ થશે. અંતઃકરણ કલુષિત થશે. સ્વચ્છંદી વર્તનના કારણે ધીમેધીમે બીજા દોષો ઉત્પન્ન થશે અને ગુરુના અનુશાસનને Practicalityના નામે ગૌણ કરતો જશે. એક સ્વચ્છંદ દોષ પ્રમાદને લાવશે, પ્રમાદ ઈન્દ્રિય લોલુપતાને લાવશે. એમ કરતાંકરતાં કેટલાય દોષો આવશે. જ્યારે ગુરુની આજ્ઞાથી પ્રતિકૂળ વર્તવાનું ચાલુ થશે એ ખયાલ પણ નહીં આવે, પણ એક વિનયગુણ ખીલવાથી આ બધા દોષો નીકળતા જશે અને વિનયગુણ બીજા ગુણોને લાવશે.
એટલે પ્રથમ તો વિનીત શિષ્ય અને અવિનીત શિષ્ય કેવો હોય એ દર્શાવ્યું છે. ગુરુની આજ્ઞાનુસાર વર્તનારો, દ્રવ્યથી અને ભાવથી ગુરુની સમીપ રહેનારો, સેવામાં તત્પર તથા ગુરુના ઈશારા તેમ જ મુખાકૃતિના ભાવો સમજવામાં કુશળ શિષ્ય ‘વિનીત’ શિષ્ય છે. જ્યારે આનાથી વિપરીત આચરણ કરનાર શિષ્ય ‘અવિનીત' છે. ગુરુજ્ઞાથી પ્રતિકૂળપણે વર્તનાર કુશીલ અને વાચાળ શિષ્યને, સડેલા કાનવાળી કૂતરી અને વિષ્ટા ખાનાર ભૂંડની જેમ બધેથી અપમાનિત કરી કાઢી મૂકવામાં આવે છે. આવા શિષ્ય પ્રત્યે પણ કરુણાવંત ભગવાન વિનયધર્મમાં પ્રસ્થાપિત થવાની પ્રેરણા આપે છે અને સર્વ ગુણોના પાયારૂપ વિનયગુણની આરાધના કઈ રીતે કરવી એ માટે દસ હિતશિક્ષા ભગવાન આપે છે.
૧. વિનીત શિષ્ય ગુરુ પાસે હંમેશાં શાંત રહે. કષાયોને નિષ્ફળ કરે. ઉતાવળિયો
4 વિનયધર્મ PTC કે તણાવગ્રસ્ત ન બને
૨. વાચાળ ન બને
૩. આગમ-અભ્યાસાદિ સાર્થકમાં પ્રવૃત્ત રહે અને નિરર્થક વાતો વગેરેથી દૂર રહે
૪. ગુરુ દ્વારા શિક્ષા મળે ક્રોધિત ન થાય. કાયા-વચનથી તો નહીં જ, મનથી પણ પ્રતિક્રિયા ન કરે
પ. અન્ય પ્રત્યે ક્ષમાવંત રહે. વૈરબુદ્ધિ ન રાખે ૬. આચારહીનનો સંગ ટાળે. મજાક-મસ્તી થકી બુદ્ધિ ન બગાડે ૭. આવેશમાં અકાર્ય ન કરે ૮. હિત, મિત, પ્રિય વચન બોલે
૯. શાસ્ત્રોનો અને પોતાનાં પરિણામોનો સ્વાધ્યાય કરે. એકાંત મળે સ્વ સાથે જોડાયેલો રહે. એ રીતે સ્વાધ્યાય-ધ્યાનમાં મસ્ત રહે
૧૦. બાળક જેવી નિર્દોષતા હોવાથી કરેલી ભૂલ છુપાવે નહીં, આલોચના કરીને નિઃશલ્ય થાય
વિનય એ કેવળ બાહ્ય શિષ્ટાચાર નથી. આત્યંતર તપ છે. તપથી નિર્જરા અને નિર્જરાથી મોક્ષ છે. પોતાને મોક્ષમાર્ગે ચડાવનારા શ્રી ગુરુ પ્રત્યે વિનીત શિષ્ય વિવિધ પ્રકારે વિનયવ્યવહાર દાખવે છે તે ૧૨ પ્રકાર અહીં વર્ણવેલા છે.
૧. વિનીત શિષ્ય જાહેરમાં કે એકાંતમાં, વાણીથી કે પ્રવૃત્તિથી ક્યારેય ગુરુને આઘાત લાગે તેવું વર્તન કરતો નથી
૨. ગુરુના આસનની બાજુમાં લગોલગ બેસતો નથી ૩. ગુરુને પીઠ પડે તેમ આગળ બેસતો નથી ૪. ગુરુને આદેશ આપવામાં કષ્ટ પડે એ રીતે પાછળ બેસતો નથી ૫. બેઠાં બેઠાં ગુરુના આદેશનો સ્વીકાર કરતો નથી ૬. ગુરુ સમક્ષ કડક પલાંઠી વાળીને બેસતો નથી ૭. બંને હાથે શરીરને બાંધીને બેસતો નથી ૮. પગ લાંબા કરીને બેસેતો નથી ૯. ગુરુ બોલાવે ત્યારે મૌન નથી રહેતો ૧૦. ગુરુ અનેક વાર બોલાવે તોપણ કદી પણ બેસી નથી રહેતો ૧૧. ગુરુનો સાદ પડતાં આસન છોડી તેમના આદેશનો સાવધાનીથી સ્વીકાર
Page #70
--------------------------------------------------------------------------
________________
©©ર્વે વિનયધર્મ PC©©
૧૨. આસન અથવા શય્યામાં બેઠાં બેઠાં ક્યારેય પણ ગુરુને કોઈ વાત પૂછતો નથી, પરંતુ તેમની સામે આવી, ઊભડક આસને બેસી અને હાથ જોડીને નમ્રતાપૂર્વક પ્રશ્નો કરે છે.
આમ અનેક પ્રકારે તે વિનયવ્યવહાર આચરે છે. જેથી ગુરુભગવંતનું બહુમાન સતત જળવાય અને એમને ક્યારેય અવગડ ન પડે અને આ બધું માનાદિની ઇચ્છા વિના, માત્ર તેમના પ્રત્યે અત્યંત બહુમાન હોવાના કારણે કરે છે, કારણ ‘વિનય” એ કોઈ સામાજિક વ્યવહાર કે શિષ્ટાચાર નથી, કોઈ સ્વાર્થ સાવધાની યુક્તિ નથી. અહીં મુખ્ય હેતુ ગુરુની આજ્ઞાનું આરાધન કરવું, એમના વચનને અપ્રધાન ન કરવું એ છે. આ આરાધન માટે જે બહુમાન જોઈએ તે વિનયવ્યવહાર આપશે. પગ ન લગાડવો, ગુરુને તો નહીં, પણ ગુરુની કોઈ વસ્તુને કે ઉપકરણને પણ નહીં. ઉપકરણને પગ લગાડવો એ તો જઘન્ય આશાતના કીધી છે, પણ આજ્ઞાથી વિમુખ થવું એ તો ઉત્કૃષ્ટ આશાતના કીધી છે. તો મુખ્ય હેતુ છે આજ્ઞાનું આરાધન અને એના માટે વિનયવ્યવહાર do's and donts અર્થાત્ આમ કરવું અને આમ ન કરવું એ બતાવેલો છે.
વિનીત શિષ્ય સરળ, વિનમ્ર, અનાગ્રહી અને શાંત હોય છે. જ્યારે અવિનીત શિષ્ય કપટી, અહંકારી, આગ્રહી, કઠોર, વિદ્રોહી અને આક્રમક હોય છે. શિષ્ય દ્વારા હિતશિક્ષાનું પાલન ન થાય ત્યારે શરૂઆતમાં કોમળતાથી, પણ પછી જરૂર પડ્યે કઠોરતાથી ગુરુ તેને ટકોર કરે છે. વિનીત શિષ્ય ટકોર થાય ત્યારે પોતાને ભાગ્યશાળી સમજે છે, વિકલ્પ કરતો નથી. અવિનીત શિખ્ય do'sની આજ્ઞા પાળશે, dont'sની નહીં. અત્યંત વિનયવ્યવહાર કરશે, પણ કપટ કરી બધી આસક્તિ પૂરી કરશે. અને જ્યારે ટકોર થાય ત્યારે નારાજ, ક્રોધી થઈ જાય. એટલે વિનયવ્યવહાર કરતો હોય, પણ પરિચાવણા થાય ત્યારે એના પરિણામથી એકદમ વિચલિત થઈ જાય જ્યારે વિનીત શિષ્ય ગુરુની ટકોરથી નારાજ થયા વિના પોતાની ભૂલ તરફ દૃષ્ટિ કરે છે. અહંકારાદિથી ગુરુના દોષ શોધનાર થતો નથી. ઊલટું, ગુરુને નારાજ જોઈ ‘ફરી નહીં કરું' ઈત્યાદિ વચનોથી તેમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. હંમેશ સંયમધર્મને માન્ય હોય તથા પરંપરા અનુસાર જ્ઞાનીઓ દ્વારા માન્ય હોય તેવો વ્યવહાર જ આદરે છે. ગુરુના મનોગત તથા વાણીગત ભાવોને જાણી એ પ્રમાણે કાર્યમાં પ્રવૃત્ત થાય છે અને એ કાર્યોને પૂર્ણ કરે છે અને ગુરુનો રાજીપો પ્રાપ્ત કરે છે. ગુરુ પણ પ્રસન્નતાથી એને શિક્ષાદાન આપે છે, બધાં શાસ્ત્રોનાં
૧૧૩૧ -
© © 4વિનયધર્મ PTC Cren રહસ્ય સમજાવે છે. આવી રીતે ગુરુગનની પ્રાપ્તિ એને થાય છે.
આસન તથા ભિક્ષાસંબંધી શિક્ષા આપતા ભગવાન ફરમાવે છે કે વિનીત શિષ્ય ગુરુના આસનથી નીચા તથા અલ્પમૂલ્યવાન આસન ઉપર શાંતપણે અને સ્થિરતાપૂર્વક બેસે છે. નિર્ધારિત સમયે ભિક્ષાર્થે નીકળે છે અને પાછો ફરે છે, છતાં પ્રત્યે તેમ જ તેમના ઘરે આવેલ અન્ય ભિક્ષુ આદિ પ્રત્યે સંવેદનશીલ રહી સંયમની જિનોક્ત મર્યાદાનુસાર યોગ્ય, પ્રાસુક આહાર પરિમિતપણે વહોરે છે તથા હિંસાદિથી બચી, આહારની પ્રશંસાયુક્ત પાપાનુમોદક ભાષા વાપર્યા વિના, ભગવાનની આજ્ઞા અનુસાર વિવેકપૂર્વક તથા સાવધાનીપૂર્વક ગોચરી વાપરે છે.
આ અધ્યયનના અંતે વિનયમાર્ગની આરાધનાથી શિષ્યને જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એ બતાવી છે:
૧. જગતમાં કીર્તિ-યશ ફેલાય ૨. સર્વ સદ્ગણોનો ભંડાર બને ૩. ગુરુનો રાજીપો પ્રાપ્ત કરે ૪. મોક્ષ પમાડનાર, શ્રુતજ્ઞાનનો લાભ મળે ૫. સ્વયં પૂજ્યશાસ્ત્ર, લોકસન્માનિત શાસ્ત્રજ્ઞાનયુક્ત બને ૬. સર્વ સંશયો નાશ પામે ૭. સમાધિદશા પ્રાપ્ત કરે ૮. તપ-સંયમના તેજથી તેજસ્વી બને ૯. અનેક લબ્ધિઓ મેળવે ૧૦. દેવ-ગાંધર્વ દ્વારા પૂજાય. ૧૧. મોક્ષ અથવા ઉચ્ચ દેવગતિ પામે
આવી રીતે જે સુભાગ્ય એટલે કે સુલભબોધિ જીવ છે, અર્થાત્ જે સમીપ મુક્તિગામી જીવ છે એ વિનયનું મહત્ત્વ સમજે છે અને આજ્ઞા આરાધન કરે છે, સ્વચ્છંદ વિરોધ કરે છે. વિનયથી શિષ્ય ગુરુના જ્ઞાનનો મહાદુર્લભ વારસો તથા અમૂલ્ય એવો રાજીપો પામે છે તે વિનયને આરાધી સહુ જીવો આત્મકલ્યાણ સાથે એ જ મંગલ ભાવના.
(જૈન દર્શનનાં વિદ્વાન રશ્મિબહેન ભેદાએ “જૈન યોગ’ વિષય પર સંશોધન કરી Ph.D. કરેલ છે. તેઓ જૈનોલૉજીના કોર્સમાં જૈન દર્શનનો અભ્યાસ કરાવે છે).
+ ૧૩૨
–
Page #71
--------------------------------------------------------------------------
________________
©©ન્દ્ર વિનયધર્મ ©©s
સાધુ-સંતોને ગોચરી પ્રસંગે વિનયધર્મનું પાલન
- મૂળવંતરાય . સંઘાણી વિનયનું મહત્ત્વ :
ધર્મની બુલંદ ઈમારત વિનયની સાત્ત્વિકતાના પાયા પર ટકી રહી હોય છે. માટે જ ધર્મનું મૂળ વિનય કહેવામાં આવ્યું છે. મૂળની સંગીનતા પર જ સુગંધ, થડ, પાન, ડાળી, ફળ, ફૂલ વગેરેની મહત્તાનું સર્જન થાય છે. વિનયનાં મૂળ વિના ધર્મની ઈમારત ખોખરી થઈ જાય છે.
અણગારધર્મ - આગારધર્મ :
તીર્થંકર પરમાત્માએ અજબ સાધના અને ગજબ પુરુષાર્થ દ્વારા કેવળજ્ઞાનકેવળદર્શનની પ્રાપ્તિ કરી. ત્યાર બાદ ભવ્ય જીવોના ઉદ્ધાર માટે મોક્ષમાર્ગની પ્રરૂપણા કરતી અનન્ય દેશના આપી.
મુમુક્ષુ આત્માને સાધનાની સરળતા માટે બે પ્રકારના ધર્મરાહ પ્રભુએ બતાવ્યા : (૧) અણગારધર્મ (૨) આગારધર્મ.
(૧) જે ઘર-સંસાર -પરિવારનો સંપૂર્ણપણે ત્યાગ કરી સાધુજીવન, સંયમમાર્ગ અપનાવે છે, નવ કોટીએ છ’ કાયના જીવોની રક્ષા માટે પાંચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રિભોજનના ત્યાગનો અંગીકાર કરે છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આદિ અષ્ટ પ્રવચન માતાને સમર્પિત થઈ જાય છે. સત્તર પ્રકારના સંયમ વ્રતનું જે પાલન કરે છે તે અણગાર કહેવાય છે.
(૨) જે મુમુક્ષુ સંપૂર્ણ રીતે ત્યાગધર્મને સ્વીકારી શકે તેને માટે પ્રભુએ આગારધર્મની પ્રરૂપણા કરી થોડી છૂટછાટોને સ્થાન આપ્યું. તેઓને મહાવ્રતની જગ્યાએ અણુવ્રતના પાલનની દેશના આપી. કષાય કન્ટ્રોલ અને સંજ્ઞા વિજ યની મહત્તા સમજાવી તેના પાલન માટે આદેશ આપ્યો.
આ સાથે અણગારધર્મના આરાધકને સંયમમાર્ગમાં મદદરૂપ થઈ શકે, તેમનું સંયમજીવન નિર્વિને પાર કરી શકે. દોષમુક્ત રહીને સમાચારીનું પાલન કરી શકે, તેમની સંયમયાત્રામાં કષ્ટ, પરિષહો, ઉપસર્ગો આવતા હોય તેના નિવારણ માટે યથાશક્તિ મદદરૂપ થઈ શકે તેવા વૈયાવૃત્યનાં કૃત્યોની પ્રેરણા કરી અને એ આત્યંતર તપની આરાધના દ્વારા આગારી શ્રાવકે પોતાનો આત્માનું પણ કલ્યાણ
- ૧૩૩ -
© © ન્ડવિનયધર્મ @ @ કરી શકે તેવી પ્રભુએ પ્રરૂપણા કરી.
ગૌચરી :
અણગારધર્મના આરાધક સાધકે છકાય જીવોની રક્ષા માટે અહિંસા વ્રત આદિ પાંચ મહાવ્રતની પાલન કરવાની હોય છે. આથી કોઈ પણ જાતના આરંભસમારંભનાં કાર્યો તેમના માટે વર્ય હોય છે.
સાધકનું લક્ષ્ય છે અનાહારકપદની પ્રાપ્તિ. એ લક્ષ સુધી પહોંચવા માટે પણ પ્રાપ્ય-દારિક શરીરની પૂર્તિને જાળવણી માટે સંયમનો હેતુ સિદ્ધ કરવા માટે માર્ગમાં જે પાથેય રાખવાનું છે એ પાથેય એટલે ગૌચરી.
સાધકનો આહાર એવો હોય કે જેથી સ્વ પર કોઈને બાધક ન થાય. એની સંપૂર્ણ જાગૃતિ એટલે જ ગૌચરીમાં વિનયધર્મ,
ગાય જ્યારે આહાર કરે ત્યારે બધું જ ન ખાય, પરંતુ ઉપરઉપરથી ખાય - સીમમાં ચરવા જતી ગાય ઘાસ ખાય તો મૂળિયાં સહિત ન ખાય, ઉપરથી થોડું થોડું જ ખાય. એમ સાધક ગાયની માફક આહાર ગ્રહણ કરે તેને જ ગૌચરી કહેવાય છે.
પુષ્પના પમરાટ દ્વારા પુષ્પનો મધુર રસ ચૂસી પોતાની આજીવિકા કરનાર ભ્રમર જેમ અલગઅલગ પુષ્પો પરથી થોડોથોડો રસ ગ્રહણ કરી પોતાનું જીવન જીવે છે એ જ ભ્રમરવૃત્તિથી અણગાર સાધક અલગઅલગ ઘર-કુળ- એરિયા વગેરેથી પોતાની આજીવિકા માટેની ગવેષણા કરે છે અને તે પણ ગૃહસ્થ પોતાના માટે બનાવેલા ભોજનમાંથી જ અલ્પ માત્રામાં તે પરિવારની જરૂરિયાત ધ્યાનમાં લઈ આહાર માટેની ગવેષણા કરે છે.
શુદ્ધ આહારની શોધ કરવું તેનું નામ છે એષણા. સાધકની સાધનાથી અન્યને દુઃખ કે પીડા ન થાય. આમ ગૌચરી એ સાધકના જીવનનું અભિન્ન, અનિવાર્ય અંગ છે. આથી સાધનામાં વિદન ન આવે માટે તેમાં વિનયધર્મનું પાલન આવશ્યક છે.
અણગાર-ગૌચરી અને વિનયધર્મ :
કર્મ રાજાનો માલ લઈને પુદ્ગલ પિંડ ઊભો કર્યો છે. તે પિંડની પુષ્ટિ માટે નિર્દોષ આહારાદિક પિંડ આપવો જરૂરી છે. તેને શોધવા સાધકે શરમ છોડીને ગૃહસ્થને આંગણે જઈ નિર્દોષ આહારની ગવેષણા કરવી પડે છે. | ગૃહસ્થને કોઈ પણ રીતે બોજારૂપ ન બને, માનસિક, કાયિક અને વાચિક
ક ૧૩૪ -
Page #72
--------------------------------------------------------------------------
________________
© ©CQ વિનયધર્મ @ @ ત્રણે યોગથી વિનયપૂર્વક આચરણ કરી ગવેષણા કરે.
અણઆહારકપદની પ્રાપ્તિના ઉચ્ચતમ ધ્યેયને વરેલા સાધકે અણગારે ગૌચરીની પ્રક્રિયામાં સવિનય ભાગ લેવાનો હોય છે. આ પ્રક્રિયાને ત્રણ ભાગમાં વહેંચી શકાય જેના દરેક સ્ટેજમાં સાધકે સંપૂર્ણ વિનયની સાથે પોતાનું કાર્ય કરવાનું હોય છે.
(૧) ગૌચરી જતાં પહેલાં (૨) ગૌચરી દરમિયાન (૩) આહાર દરમિયાન તેમ જ ત્યાર બાદ.
ગવેષણા, નિર્દોષ આહારની શોધ, ગ્રહëષણા-ગૃહસ્થને ત્યાંથી નિર્દોષ આહાર ગ્રહણ કરવો. પરિભોૌષણા-અનાસક્ત ભાવે આહાર ગ્રહણ કરવો. આમ ત્રણે એષણાઓની પૂર્તિમાં સંપૂર્ણ વિનય અને વિવેકનું પાલન જરૂરી છે. ગૌચરી જતાં પહેલાં ગુરુની આજ્ઞા મેળવવી તથા આદેશ મેળવવો કે કયા એરિયામાં, કયા ગૃહસ્થના ઘરે પગલાં કરવા જરૂરી છે - સર્વે રત્નાધિક સંતોને તેમની આવશ્યકતા અંગે પૃચ્છા કરવી. ગૌચરી લાવવાનાં પાત્રોનું પડિલેહણ કરવું...વગેરે ક્રિયાઓ દ્વારા વિનયધર્મનું પાલન કરીને અણગાર શુદ્ધ અને નિર્દોષ આહારની પ્રાપ્તિ માટે પ્રયાણ કરે છે.
ગૃહસ્થને ત્યાં ગૌચરી માટે જવામાં પણ અનન્ય વિનય અને વિવેકની જાળવણી કરવી પડે છે, જેમ કે અધખુલ્લો દરવાજો હોય તો જતનાપૂર્વક જવું, અવાજ પણ ન થાય તે રીતે પ્રવેશ કરવો. કૂતરાં, વાછરડાં અને બાળકનો સંઘટ્ટો કરીને આહાર પ્રાપ્ત ન કરવો, અન્ય ભિક્ષુકો માટે રાખેલો આહાર ન લેવો, આધાકર્મ આદિ દોષની શંકાયુક્ત-સદોષ-નિર્દોષની વિચારણા કર્યા વગર આહાર ન લેવો. કીડી આદિ ત્રસ પ્રાણીયુક્ત, બીજ કે વનસ્પતિયુક્ત પશ્ચાત કર્મ કે પૂર્વ કર્મના દોષમુક્ત, અદૃશ્ય સ્થાનેથી આવેલો, સાધુ માટે ખરીદાયેલો સચેત પાણી કે સચેત રજથી ખરડાયેલો, વેરાતો, ઢોળાતો આહાર ન ગ્રહણ કરવો. આ રીતે ગૌચરી દરમિયાન સંપૂર્ણ વિનયધર્મનું પાલન કરવાનું હોય છે.
ગૌચરી પૂર્ણ કરી ઉપાશ્રયમાં આવતાં જ જરૂરી કાયોત્સર્ગ કરી ગુરુજીને સંપૂર્ણ આહાર બતાવવો તથા તત્સંબંધી બધી જ વાતથી વાકેફ કરવા. ગુરુઆજ્ઞા મુજબ બધાનો ભાગ કરવો, માંડલુ વગરેની શુદ્ધિ તપાસવી અને ત્યાર પછી અનાશક્ત ભાવે માત્ર સંયમ હેતુરૂપ દેહના પોષણ માટે અત્યંત આવશ્યક અને
- ૧૩૫ -
છCC4 વિનયધર્મ PICTICren | વિનયપૂર્વક પરિભોગેપણા કરવી આ સાધુ-સાધ્વીઓનો ગૌચરી દરમિયાનનો વિનયવ્યવહાર છે. ટૂંકમાં ૯૬ દોષ રહિત ગોચરી ગ્રહણ કરવી. દોષો ન લાગી જાય તેની વિનયપૂર્વક જતના કરવી અને આમ છતાં શરતચૂક થઈ જાય અને દોષ લાગે તો તેનું પ્રતિક્રમણ અવશ્ય કરી લેવું જોઈએ.
ગૌચરીમાં આગારી શ્રાવક-શ્રાવિકાઓનો વિનય - ગૌચરીનું કાર્ય અણગાર ધર્મના આરાધકોએ પોતાના સંયમજીવનની પાલના માટે કરવાનું હોય છે, પરંતુ આ ગૌચરી તેઓએ શ્રાવક-ગૃહસ્થનાં ઘરેથી કરવાની હોય છે. આથી સાધુ-સંતો નિર્દોષ ગોચરી ગ્રહણ કરી શકે તે માટે શ્રાવકશ્રાવિકાઓએ, ગૃહસ્થીઓએ પણ તેમને અનુરૂપ વિનયધર્મનું પાલન કરવું આવશ્યક છે. તેમણે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ નીચે પ્રમાણે વર્ણવી શકાય:
સંતોની જરૂરિયાતોની પૂર્તિ કરતાં તેમને નિર્દોષ ગવેષણાની પ્રાપ્તિ કરાવવી એ ગૃહસ્થ માટે ઉત્કૃષ્ટ પુણ્ય ઉપાર્જનનું કાર્ય છે. શાસ્ત્રમાં આવાં ઘણાં વર્ણનો છે જેમાં ઉત્કૃષ્ટ ભાવથી વહોરાવવાથી મહાપુણ્ય ઉપાર્જન કરી ખૂબ જ રિદ્ધિસિદ્ધિ પ્રાપ્ત કરી હોય, જેમ કે શાલિભદ્ર પૂર્વભવમાં ભરવાડના બાળક તરીકે સંતને ખીર વહોરાવીને રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરી એવી રિદ્ધિ-સિદ્ધિની આજે પણ લોકો આંકાક્ષા કરે છે. સુબાહુકુમારે પ્રાપ્ત કરેલ અપ્રતીમ રૂપલાવણ્ય, શ્રેયાંસકુમારને ઇશુરસ વહોરાવી ઋષભદેવ પ્રભુને કરાવેલ વરસીતપનું પારણું, મહાવીર પ્રભુએ કઠિયારાના ભવમાં કરેલ સમ્ય દર્શનની પ્રાપ્તિ વગેરે ઘણાં ઉદાહરણો શાસ્ત્રમાં જોવા મળે છે. બારમા વ્રતનું પાલન શ્રાવકોએ કરવાનું હોય છે જેમાં બારમું વ્રત અતિથી સંવિભાગ વ્રત છે જેમાં સાધુ-સાધ્વીઓને શુંશું વહોરાવી શકાય તેનું વર્ણન છે, પણ આ પ્રક્રિયામાં પણ ગૃહસ્થોએ અનન્ય વિવેક-વિનય અને જતનાનું પાલન કરવાનું હોય છે, અન્યથા મહાદોષના ભોગી બની જવાય છે.
સાધુ-સાધ્વી માટે ખાસ રસોઈ ન બનાવી શકાય. માટે જ કહ્યું છે કે રસોઈ કરતી વખતે સાધુ-સંતોને ન યાદ કરવા અને જમતી વખતે ભૂલવા નહીં.
સંતો પધારે ત્યારે પાંચ ડગલાં આગળ જઈ પધારો પધારો કહી તેમનું અભિવાદન અને વંદન કરવાં.
વહોરાવવાની વસ્તુઓ વહોરાવનાર વ્યક્તિ તેમ જ સ્થળ સંપૂર્ણ રીતે સુક્ઝતાં રહે તેનો વિનય જાળવવો. સાધુ-સંતોની જરૂરિયાત મુજબ જ વહોરાવવું. વધુ વહોરાવવાનો આગ્રહ ન રાખવો. વહોરાવતી વખતે કણ જેટલું પણ નીચે
૧ ૧૩૬
જ
Page #73
--------------------------------------------------------------------------
________________
©©ન્ડ વિનયધર્મ ©© ન ઢોળાય તેની બરાબર જતના રાખવી. વહોરાવ્યા બાદ સચેત પાણીથી હાથ કે વાસણ ધોવા નહીં. ગૌચરી બાદ કોઈ વસ્તુ ઘટતી લાગે તો ગોચરી બાદ સંતો વિહાર કરે ત્યારે ફરી અભિવાદન કરી પુનઃપુનઃ પધારવા, લાભ આપવા વિનંતી કરવી. સાધુ-સંતોનાં અમ્માપિયા શ્રાવક-શ્રાવિકાઓ છે આથી તેમને માટે ઔષધઉપકરણ વગેરે જેનીજેની જરૂર હોય તે નિર્દોષ રીતે પ્રાપ્ત કરાવવા એ ગૃહસ્થની ફરજ છે. અચાનક આવતા સંતો ખરા અતિથિ છે. તેના સંવિભાગ માટે બારમું વ્રત છે તેનું વિનયપૂર્વક પાલન કરવું આવશ્યક છે - જેને આપતા આવડી જાય છે. તેને વગર માગ્યે મળી જાય છે. અન્યને આપવાની ભાવનાથી અંતરમાં પરમવિનયભાવ પ્રગટ થાય છે.
ઉપસંહાર :
વિનયધર્મની સાથે ગૌચરીની ક્રિયાનું પાલન કરવું અને કરાવવું બન્નેને મહાનિર્જરાનું કારણ બને છે. પરિત સંસારી બની જવાય છે અને મોક્ષની પ્રાપ્તિ ઘણી સુલભ બની જાય છે. વિનયથી આત્માની સંપત્તિ પ્રાપ્ત થાય છે. સિદ્ધિનું સુખ જોઈતું હોય તો ધર્મકાર્યને વિનયપૂર્વક કરવું.
ધર્મરૂપ વૃક્ષનું મૂળ વિનય છે અને તેનું પરમફળ-પરમપદની પ્રાપ્તિ મોક્ષ છે. શાસ્ત્રકારોએ સુપાત્ર દાનનો મહિમા પ્રદર્શિત ર્યો છે. સુપાત્ર દાન ગૃહસ્થોનું આવશ્યક કર્તવ્ય છે. તેનાથી ઉદારતાનો ગુણ પ્રગટે છે, સંયમની અનુમોદનાનો લાભ મળે છે, અનંતકર્મોની નિર્જરા થાય છે--જો વિનયપૂર્વક કરવામાં આવે તો...
© ©4વિનયધર્મ
© | દર્શનસíહત્યમાં વિનયધર્મ – વિનયભાવનું ચિંતન
- પ્રા. ડૉ. કોકિલા હેમચંદ શાહ ‘“વિનો જોવા કૂર''
(ભગવતી આરાધના-૧૨૯) ભારતીય સંસ્કૃતિ અધ્યાત્મપ્રધાન છે. દર્શનશાસ્ત્રમાં વિનયનું વિદ્વતાપૂર્ણ ચિંતન જોવા મળે છે. વૈદિક અને શ્રમણ સંસ્કૃતિમાં આરાધનાના અનેક પ્રકારોમાં વિનયભાવનું સ્થાન મહત્ત્વનું છે. | દર્શનશાસ્ત્રમાં ‘નમો’, ‘નમામિ', ‘વંદામિ’ ‘નમસ્કાર' જેવા શબ્દો વિનયગુણની ‘મહત્તા’ દર્શાવવા પર્યાપ્ત છે. જ્યાં નમસ્કાર છે ત્યાં વિનયની વિપુલતા છે, જ્યાં વિનય છે ત્યાં વિદ્યાની વ્યાપકતા છે, જ્યાં વિદ્યા છે ત્યાં જ્ઞાન છે અને જ્યાં જ્ઞાન છે ત્યાં પૂર્ણતા અને પરમાત્મા છે.
એક પ્રસિદ્ધ સુવાક્ય છે - ‘વિધ વિનવેન બને'. માત્ર વિદ્યા જ નહીં, જીવનના તમામ વ્યવહારો વિનયથી શોભે છે. વાસુદેવ શ્રીકૃષ્ણની વંદના જગતમાં પ્રસિદ્ધ છે. વંદના સમર્પણ પણ સૂચવે છે. ભગવદ્ગીતામાં અર્જુનને શ્રીકૃષ્ણ કહે છે, ‘સર્વ ધર્માનું રિત્યજ્ય મામેકં શરdi az ' સમર્પણ ભાવ વિનય છે (ગીતા ૧૮૬૬). જ્યાં નમસ્કાર છે ત્યાં અહંકાર નથી. અહંકાર છોડવાનો સરળ ઉપાય છે સમર્પણ, આજ્ઞાપાલન અને અર્જુન જ્યારે સમર્પણ કરીશ એમ કહે છે ત્યાં ગીતા પૂર્ણ થાય છે. (ગીતા ૧૮/૭૩) - વૈદિક હિંદુ ધર્મમાં અહંકાર જે વિનયનો પ્રતિપક્ષ છે એ પરિપુઓનું જન્મસ્થાન છે એમ કહ્યું છે. તેથી એનો ત્યાગ કરવો જોઈએ. એનાથી આત્માનું પતન થાય છે.
આ વિનયધર્મ દર્શનશાસ્ત્રમાં જોવા મળે છે. હાથ જોડવાથી લઈને સાષ્ટાંગ પ્રણામ સુધીની ક્રિયાઓ વિનયધર્મ છે. શરણાગતિ અર્થાત્ અમેદભાવ. જ્ઞાની, પુરુષનાં ચરણોમાં પૂર્ણરૂપથી સમર્પિત થવું એટલે વિનય છે.
ભગવાન મહાવીરનો સંપૂર્ણ માર્ગ વિનયનો માર્ગ છે. વિનય આંતરિકઆત્મિકગુણ છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે
“વિનો સામને મૂત્રં વિનો મંગયો મને
विणयाओ विप्पमुक्कस्स कओ धम्मो को तवो। અર્થાતુ, જૈન શાસનનું મૂળ વિનય છે. જે વિનયી છે તે જ સંયમી બની
- ૧૩૮ -
| (ક્ત ધર્મના અભ્યાસુ રાજકોટસ્થિત મૂળવંતભાઈ મહાવીરનગર ઉપાશ્રયની કમિટીમાં સેવા આપે છે. તેમને સ્વાધ્યાય અને સંતોની વૈયાવચ્ચમાં રસ છે).
આપના શ્રીમુખેથી સરતા વચનો હિતકારી, શ્રેયકારી અને વેકાલિક સત્ય છે... આપ તિન્નાણું તારયાણં છો... આપ તો આ સંસાર સાગરથી તરી ગયા છો અને અમને તરવાની કૃપા કરો છો... આપ મહાઉપકારી છો... મારી અહોભાવપૂર્વક વંદન સ્વીકારો.
૩૭
Page #74
--------------------------------------------------------------------------
________________
© CC4 વિનયધર્મ
Pe Cen શકે છે. વિનય વિનાનું તપ કેવું અને વિનય વિનાનો ધર્મ કેવો?
ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રથમ
અધ્યયન વિનય શ્રુત’ નામે છે, જે વ્યક્તિ અહંકારનું વિસર્જન કરે છે, ત્યાગ કરે છે તે જ નમી શકે છે, જે ગુરુવચનોને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે અને તેની આજ્ઞાનું પાલન કરે છે તે વિનીત કહેવાય છે. વિનીત શિષ્યની મહત્તા છે વિનય એ મોક્ષનું પ્રથમ પગથિયું છે. ઉત્તરાધ્યયનની વૃત્તિમાં કહ્યું છે....
"विणया णणं णणओ दसणं दसओ चरणं । चरणाओ मोक्ख मोक्खे सुखं आणाबा है ।। વિનયથી જ્ઞાન મળે, શાનથી દર્શન આવે,
દર્શનથી ચારિત્ર પ્રાપ્ત થાય, ચારિત્રથી મોક્ષ મળે -અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય.
ઉત્તરાધ્યયન સૂત્રમાં વિનયના ભેદ-પ્રભેદ બતાવ્યા છે, જેમ કે ૧) લૌકિક વિનય (૨) લોકોત્તર વિનય. બીજા ભેદ પ્રમાણે જ્ઞાન-દર્શન-ચારિત્ર વિનય (૩) લોકોપચાર વિનય સાત ભેદ- (૧) જ્ઞાન વિનય (૨) દર્શન વિનય (૩) ચારિત્ર વિનય (૪) મન વિનય (૫) વચન વિનય (૬) કાયા વિનય (૭) લોકોપચાર વિનય.
વસ્તુતઃ વિનયજીવનના સંપૂર્ણ વ્યવહારમાં પરિલક્ષિત છે. અનુશાસન, આત્મસંયમ, સદાચાર, શીલ, સવ્યવહાર, માનસિક, વાચિક, કાયિક નમ્રતા, ગુરઆજ્ઞાપાલન, અનાશાતના વગેરે વિનયનાં જ વિવિધ રૂપો છે.
વિનયનો એક આચાર છે અને બીજો નયન અર્થાત્ નમ્રતા છે.
તત્ત્વાર્થ સૂત્રમાં આવ્યંતર તપના છ પ્રકારમાં વિનયનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિનય એટલે જ્ઞાન આદિ સદ્ગુણો પ્રત્યે આદરભાવ. તે અનુસાર વિનયના વિષયને મુખ્યતઃ ચાર ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છેઃ (૧) જ્ઞાન પ્રાપ્ત કરવું, તેનો અભ્યાસ ચાલુ રાખવો અને તેને ભૂલવું નહીં એ જ જ્ઞાનનો વિનય છે. (૨) તત્ત્વની યથાર્થ પ્રતીતિસ્વરૂપ સમ્ય દર્શનથી વિચલિત ન થવું, તેના પ્રત્યે થતી શંકાઓનું નિવારણ કરી નિઃશંકભાવની સાધના કરવી એ દર્શન વિનય છે (૩) સામાયિક આદિ ચારિત્રોમાં ચિત્તને એકાગ્ર રાખવું એ ચારિત્ર વિનય છે (૪) જે આપણા કરતાં સણોમાં શ્રેષ્ઠ હોય તેમના પ્રત્યે અનેક પ્રકારથી યોગ્ય . વ્યવહાર કરવો, જેમ કે વંદન કરવા ઈત્યાદિ ઉપચાર વિનય છે.
ભગવતી આરાધનામાં કહ્યું છે - એ વસ્તુને છોડી દેવી જોઈએ જે થકી કયાયરૂપી અગ્નિ ઉત્પન્ન થાય છે અને તે વસ્તુને અપનાવવી જોઈએ જે થકી
-૧૧૩૯
છCAવિનયધર્મ Prem કષાયોનો ઉપશમ થાય. આચાર્ય હરિભદ્ર કહે છે #Tઘમુવર ઘનુરે મુવર કષાય જ્ઞાનરૂપી દૃષ્ટિને મલિન કરે છે. સમ્યક દર્શનરૂપી વનને ઉજાળી નાખે છે. ચારિત્રરૂપી સરોવરને પણ સુકાવી નાખે છે. તારૂપી પત્રોને બાળી દે છે. અશુભ કર્મબંધન કરાવે છે. અને શુભ કર્મના ફળને રસહીન કરી દે છે. સ્વચ્છ મનને મલિન કરી દે છે ગાઢ નરકમાં જીવોને ધકેલે છે. દુઃખના ચક્કરમાં ફસાવે છે. આ રીતે કષાય અનેક અનર્થ કરાવે છે, તેથી કષાયને શાંત કરવા જોઈએ. જૈન દર્શનમાં માન એ ચાર કષાયોમાંનો એક કષાય છે જેનો પ્રતિપક્ષ છે વિનય. કહ્યું છે કે પોતાની પ્રશંસા કરવી છોડી દો. જૈન દર્શનમાં કષાયો જીતવાની વાત છે. કષાયો જીવને અવશ્ય દુર્ગતિમાં લઈ જાય છે. ક્રોધ, માન, માયા, લોભ એ ચાર મોટા શત્રુઓ છે. અહીં આપણે ફક્ત “માન’ વિષે વિચારણા કરીશું, કારણકે માન વિનય માટે દૂષણરૂપ છે, વિનરૂપ છે. ભગવાન મહાવીરે દશવૈકાલિક સૂત્રના આઠમાં અધ્યયનમાં કહ્યું છેઃ ‘‘માનને મૃદુતાથી જીતવું’’-“Ni Hવા નિ ને . અહીં કેટલા ઓછા શબ્દોમાં માર્મિક વાત કરી છે. જૈન દર્શનના આ વચનમાં જેમ સાંસારિક જીવન સારી રીતે જીવવાની ચાવી રહેલી છે તેમ અધ્યાત્મમાર્ગનું પણ ઊંડું રહસ્ય રહેલું છે. જીવ મુક્તપથગામી કેવી રીતે બની શકે તેનું દિશાસૂચન કર્યું છે. દશવૈકાલિક સૂત્રમાં ‘વિનયસમાધિ' નામે નવમું અધ્યયન છે. જૈન આગમોમાં વિનયનો પ્રયોગ આચાર અને એની વિવિધ શાખાઓના અર્થમાં થયો છે. વિનયનો અર્થ કેવળ નમ્રતા જ નથી, નમ્ર ભાવ આચારનો એક ભાગ છે. પ્રશમરતિમાં વાચક ઉમાસ્વાતિ કહે છે માનનો વિનયથી પરાજય કરવાનો છે.
"श्रुतशील विनय संयुषणस्व धर्मार्थ काम विघ्नस्य ___ मानस्य केऽवकाशं मुहूर्तमपि पंडितो यात्" મૃદુતાથી માનને જીતવાનું છે. મૃદુતાનો ભાવ એટલે માર્દવ. વિનય, મૃદુતા એ આત્માનો સ્વભાવ છે, પરંતુ જ્યારે મૃદુતા દબાઈ જાય છે. ત્યારે કઠોરતા, અભિમાન પ્રગટે છે. એ જ માન કષાયનું બીજું નામ છે. સર્વગુણ વિનયમાં સમાયેલા છે અને વિનય માર્દવધર્મને આધીન છે. આ વિનયગુણ તેને જ પ્રાપ્ત થાય છે જે માનને જીતી લે છે અને જે મનુષ્યમાં આ મદોને દૂર કરાવવાળો માદેવધર્મ હોય છે તે મનુષ્ય સર્વગુણ સંપન્ન હોય છે. સ્થાનાંગ સૂત્રમાં આઠ મદસ્થાન કહ્યાં છે (૧) જાતિમદ (૨) કુલમદ (૩) બલમદ (૪) રૂપમદ (૫) તપમદ (૬) શ્રતમદ (૭) લાભમદ (૮) ઐશ્વર્યમદ.
આથી જ ધર્મનાં જે દશ લક્ષણ ગણાવવામાં આવે છે તેમાં માર્દવ આવે છે
Page #75
--------------------------------------------------------------------------
________________
©©ન્ડ વિનયધર્મ ©© - માર્દવ એટલે માનનો નાશ અર્થાત્ વિનય. એ સુવિદિત છે કે જાતિમદ કરતાં મરીચિએ નીચગોત્રકર્મ ઉપાર્જિત કર્યું. આચાર્ય કુંદકુદ કહે છે, જે મનુષ્ય કુળ, રૂપ, જાતિ, બુદ્ધિ આદિના વિષયમાં અહંકાર રાખતો નથી તેને માર્દવધર્મ થાય છે. જીવને અધ્યાત્મમાર્ગે લઈ જનાર વિનય છે. અંદરથી જ્યારે અભિમાન ન રહે, માન થાય ન રહે ત્યારે તેનું બાહ્ય સ્વરૂપ વિનય પ્રગટે છે. વિનય મૃદુતાનો સૂચક છે. શ્રીકૃષ્ણ અઢાર હજાર સાધુભગવંતોને ઉલ્લાસ અને વિનયનો ભાવ આવતાં વંદન કર્યા-ભાવપૂર્વક-જે થકી તેમણે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું વિનયથી અઢળક પુણ્ય, ક્ષાયિક સમક્તિ પ્રાપ્ત થાય છે.
શ્રી પદ્મવિજયજી મ.સાહેબે ઉપાધ્યાયપદમાં વિનયગુણનો મહિમા ગાયો છે. ઉપાધ્યાયની પાસે સ્વાધ્યાય કરનાર મુનિઓમાં વિનયગુણ અનિવાર્યપણે હોય જ તેઓ વિનીત બને છે. ઉપાધ્યાયના વિનયગુણનો મહિમા ગાતા શ્રી પદ્મવિજયજી મહારાજસાહેબે કહ્યું છે. “મારગદર્શક, અવિનાશીપણું, આચાર વિનય સંકેતેજી”. જૈન શાઓમાં કહ્યું છે. ચારિત્રની શોભા વિનયથી વધે. પ્રતિક્રમણનો ત્રીજો આવશ્યક વંદના છે. બાહુબલીએ વંદન માટે પગ ઉપાયો કે તરત જ કેવળજ્ઞાન તેમને પ્રાપ્ત થયું. પાંડવોએ નેમિનાથને વંદન કરવા માટે અષ્ટાપદ પર્વત પર જઈને આત્મકલ્યાણ કર્યું. ટૂંકમાં વંદન કરવાથી જ્ઞાનની વિશુદ્ધિ થાય છે અને વિનયગુણની પ્રાપ્તિ થાય છે. ‘વંદના પાપ નિકંદના'. જૈન સ્તોત્રસાહિત્યમાં પણ વંદનાનું મહત્ત્વ છે. - નિશ્ચયષ્ટિથી જોઈએ તો શુદ્ધ ચેતનતત્ત્વ પ્રતિ આદરભાવ એ વિનય છે. વિનયથી પરમવિનય સુધી પહોંચવાનું છે, દાદા ભગવાન કહે છે, શુદ્ધ ચેતન, અવિનાશી તત્ત્વ પ્રતિ આદરભાવ ‘હું શુદ્ધાત્મા છું'' એ શુદ્ધ ભાવ એ જ પરમવિનય છે. સ્વરૂપનો, પરમ વિનય, સ્વરૂપજ્ઞાનનો વિનયથી આત્મા સ્વસુખયુક્ત સ્વતંત્રતાનો અનુભવ કરે છે. એ જ સનાતન ધર્મ છે. નયથી દૃષ્ટિબિંદુ સમજાય છે અને વિનયથી મોક્ષ મળે છે. ગુરૂતમ ભાવ અવિનય છે અને લઘુતમ ભાવ પરમ વિનય છે. અંતમાં, વિનયનું ફળ અસાધારણ છે, વિનયથી સંવરની પ્રાપ્તિ થાય છે, સંવરથી તપ શક્તિ વધે છે, જેનું ફળ નિર્જરા છે, તથા યોગનિરોધ છે, જેથી ભવપરંપરાનો નાશ થાય છે અને પરંપરાએ મોક્ષ પ્રાપ્ત થાય છે. તેથી પ્રથમ રતિમાં કહ્યું છે. ‘સર્વ કલ્યાણોનું મૂળ વિનય છે.’
(જેન દર્શનના અભ્યાસુ કોકિલાબહેને મુંબઈ યુનિવર્સિટીના Ph.D. ના માર્ગદર્શક રૂપે સેવા આપેલ છે. હાલ સોમૈયા કૉલેજના જૈન અધ્યયન કેન્દ્રમાં સેવા આપે છે).
4 વિનયધર્મ વિહારમાં વિનયધર્મનું પાલન
- રમેશભાઈ ગાંધી જિન શાસનમાં મહામંત્ર નવકાર મંત્ર-પંચપરમેષ્ઠીનું ઉત્કૃષ્ટ સ્થાન છે. તેના ઉદાહરણમાં બે શબ્દો “નમો ને મળ’ મહત્ત્વના છે. “નમો’’ એટલે પરમ વિનપૂર્વક નમન, અને તે કોને ? તો કહે છે, જેની ‘આશાના તહતિપૂર્વક’ સ્વીકાર સાથે વિનયપૂર્વક પાલન કરવાનું છે એવા ‘પંચપરમેષ્ઠી'ને. બીજા શબ્દોમાં કહીએ તો ‘વિનય ધર્મનું મૂળ છે'. વિનયગુણ કેળવ્યા-વિકસાવ્યા વિના | જિનમાર્ગમાં પ્રવેશ જ થઈ શકતો નથી.
અધ્યાત્મ ક્ષેત્રે ત્રણ મુખ્ય તત્ત્વો – દેવ, ગુણ અને ધર્મ. દેવાધિદેવ અરિહંત અને સિદ્ધ પરમાત્મા ગુરુપદે છે. પંચ મહાવ્રતધારી સાધુ-સાધ્વીજીઓ અને વિનયપૂર્વક નમસ્કાર સાથે દેવ-ગુરુ અને જિનાજ્ઞારૂપ કેવળી પ્રરૂપિત ધર્મનું સ્વીકાર સાથે પાલન.
‘વિનય’ આત્માનો પ્રાથમિક ધર્મ છે. ધર્મના અનેક પ્રકારમાં ‘આણાએ ધમ્મો'. વિનયપૂર્ણ’ ધમ્મો વગેરે આગમ વાક્યો સૂચક છે. ઉત્તરાધ્યયન સૂત્ર જે ચાર પૈકી એક સૂત્ર છે, તેનું પ્રથમ અધ્યયન જ ‘વિનય’ પર છે. વીરપ્રભુની અંતિમ દેશનાનો આરંભ જ વિનયધર્મના બોધથી થાય છે. વિનયગુણની પાછળ અન્ય ગુણો જે અનંતા છે, પણ તેમનું સમ્યગૂ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ એ મુખ્ય ગુણોમાં સમાવેશ થઈ જાય છે. અહીં સાધુ-સાધ્વીજીઓનો પરસ્પર વિનય, શ્રાવક-સાધુ (શ્રાવિકા-સાધ્વી)નો પરસ્પર વિનય, સંપ્રદાયોનો પરસ્પર વિનય, વૈયાવચ્ચ અને વિનયગુણનો સમન્વય જે સમ્યરૂપે સમજી યથાર્થ પાલન કરવાનું હોય છે.
હવે વિહાર’ શબ્દ યાત્રાનો સૂચક છે - સ્થૂળ દૃષ્ટિએ સંયમીઓની એક સ્થાનેથી બીજે સ્થાને પગપાળા જવાની યાત્રાને વિહાર કહેવાય છે. અધ્યાત્મ ક્ષેત્રે ‘વિહાર’નો અર્થ સંયમયાત્રા છે. દીક્ષા લીધા બાદ ચારિત્ર-સર્વ વિરતિ ચારિત્ર ગ્રહણ કર્યા પછી પ્રત્યેક સાધક આત્માએ એક સ્થાને સ્થિર રહેવાનું નથી, પણ ક્યાંય પણ અનિવાર્ય કારણ વગર ૨૯/૫૯ દિવસથી વધુ રોકાણ કરવાનું નથી અને ચાતુર્માસના ચાર માસના એક કલ્પ સિવાય બાકીના શેષકાળમાં એક ગામથી બીજે ગામ વિહારયાત્રા કરી લોકોને બોધ-ઉપદેશ-પ્રેરણા દ્વારા ધર્મમાર્ગમાં સ્થિર કરવાના છે. અહિંસા-અપરિગ્રહ મર્યાદાધર્મમાં જોડવાનાં છે. અધ્યાત્મયાત્રાજીવનયાત્રાનું અંતિમ લક્ષ્ય “મોક્ષ’ સર્વ દુઃખનો અંત અને શાશ્વત સુખની પ્રાપ્તિ.
ક ૧૪૨ -
ક ૧૪૧
-
Page #76
--------------------------------------------------------------------------
________________
©©4 વિનયધર્મ PC Cren
આજ્ઞાપૂર્ણક વતન કરવું તે વિહારનો વિનય-વિવેક છે. આપણે કારમાં મુસાફરી કરી જતા હોઈએ અને વિહારમાં જઈ રહેલ સંતો મળે તો ઊભા રહી વંદનવિધિ કરી શાતા પૂછી આપણી પાસે હોય તો દવા, પાણી, આહાર, ઉપકરણ વગેરેનો ખપ હોય તો વિનયપૂર્વક પૂછી વહોરાવવા વિનંતી કરવી જોઈએ.
(જૈન ધર્મના અભ્યાસુ રમેશભાઈ નિવૃત્ત બૅકમૅનેજર છે. સ્વાધ્યાય અને સાધુ-સંતોની વૈયાવચ્ચમાં રસ ધરાવે છે).
6
4 વિનયધર્મ
Peon કર્મમુક્તિ અને સિદ્ધાલયમાં લોકાગ્રે સ્થિરતા, સંક્ષેપમાં અનાદિના દુઃખથી શાશ્વત સુખ સુધીની ભવોભવની મહાયાત્રા. ચારે ગતિમાં આમ વિનય અને વિહાર શબ્દનું સંક્ષિપ્ત સ્વરૂપ જાણ્યા પછી સમન્વયરૂપ ત્રીજા-ચોથા મહત્ત્વના ગુણવિવેક અને વૈયાવચ્ચને સ્પર્શી સમાપન કરું છું.
આ તીર્થંકર પરમાત્માનો ક્રમ છે તેમાં સર્વપ્રથમ વિહારમાં તીર્થંકરદેવ ચાલે, પાછળ ગણધર ચાલે, છેલ્લે શેષ સાધુ ચાલે... આ ક્રમમાં વિનયગુણ જાળવવાનો છે.
આ કાળમાં વિહારમાં ગુરુ-શિષ્યો અભિપ્રેત છે. વિહાર દરમિયાન ‘વિનય’ગુણના લક્ષણ જાણી ગુરુની આગળ-પાછળ ચાલવા સાથેનાં વિધિ-નિષેધ જાણી વિનયધર્મનું પાલન ઉપરાંત પ્રત્યેક સ્થળોએ ગોચરી, ઉતારાની વ્યવસ્થા વગેરેમાં વૈયાવચ્ચ દ્વારા શિષ્યોએ યાવત્ ગુરુને શાતા ઉપજાવવાની છે. અહીં વિનય-વિવેક-વૈયાવચ્ચ વગેરે બધા ગુણો કેળવી વિકસાવવાના છે.
આમ આ બન્ને વિષય વિહાર-વિનય ગહન છે, લાંબી સંયમયાત્રાના સમાન છે. એટલે સંક્ષેપમાં વિનયગુણ કેળવી, વિહાર દરમિયાન સુખ-શાતા સગવડમાં વિવેકપૂર્વક યોગદાન આપી સંયમયાત્રાને સફળ બનાવવાની છે.
શ્રી સંઘો અને શ્રાવકોએ સંતોની વિહારયાત્રા સંદર્ભે નીચે પ્રમાણે વિનયવિવેક જાળવવો જરૂરી ગણાય.
વિહારના રસ્તે અગાઉથી જઈ રસ્તો, વાહનવ્યવહારની અવરજવર, જંગલ,
ઢાળ-ઘાટ વિગેરેની જાણકારી મેળવી લેવી જોઈએ. * પગપાળા વિહાર ન કરી શકનાર રૂણ કે વૃદ્ધ સંતો માટે વ્હિલચેરની
વ્યવસ્થા. * જ્યાં રોકાવાનું છે તે સ્થળની તપાસ.
ગોચરી વગેરેની શું વ્યવસ્થા છે તેની જાણકારી. વિહારમાં સાથે શ્રાવક-શ્રાવિકા સાઈકલ સાથે એક વ્યક્તિ વગેરેની વ્યવસ્થા. રસ્તામાં અકસ્માત નિવારવા રેડીયમ પટ્ટી. દરેક સંઘમાં વિહાર સુરક્ષા-વૈયાવચ્ચ લક્ષે યુવાન-યુવતીઓની એક વિહાર બ્રિગેડની આવશ્યકતા જરૂરી છે, જે વિહારમાં દવા ફર્સ્ટ એઈડ બોક્ષ વગેરે સાથે રાખી શકે. વિહારમાં સાથે હોય તેમણે સંતોની સમાચારી પ્રમાણે તેમને શાતા ઉપજે તેમ
- ૧૪૩ -
॥ विनयस्स संपत्ति अबिनयस्स विपत्ति ॥
વિનયવાનને ત્યાં સંપત્તિ આવે અને અવિનય હોય ત્યાં વિપત્તિ.
Page #77
--------------------------------------------------------------------------
________________
re વિનય દ્વાત્રિંશિકા’નું હાર્દ
(વિનયધર્મ
ડૉ. પૂર્ણિમા એસ. મહેતા
વિનયની વ્યાખ્યા
વિનય શબ્દ ભારતની તમામ તત્ત્વજ્ઞાન અને ધર્મની પરંપરાઓએ સ્વીકાર્યો છે. ખાસ કરીને જ્ઞાનપ્રાપ્ત, જ્ઞાનાર્જન, સદ્ગુરુ પાસેથી જ્ઞાન મેળવવાની બાબત, શિષ્ય-ગુરુના સંબંધો-સંપર્કો તથા વડીલો-વૃદ્ધજનો સાથેના વ્યવહારના સંદર્ભમાં વિનયનો બધાએ એકમતે સ્વીકાર કર્યો છે.
જૈન પરંપરા તો ભારપૂર્વક વિણયમૂલો ધમ્મોની વાત કરીને વિનયની ઉપયોગિતા જ નહીં પણ અનિવાર્યતા સ્પષ્ટ કરે છે.
‘વિદ્યા વિનયેન શોભતે’, ‘વિનય વડો સંસારમાં' વગેરે સૂત્રો દ્વારા વિનયનો સંદેશ આપવામાં આવ્યો છે.
આવી છે.
વિનયની વ્યાખ્યા આવશ્યનિર્યુક્તિમાં જે મળે છે' તે જેનાથી કર્મો વિલીન થાય અને સંસાર સમાપ્ત થાય તેનું નામ વિનય છે.’
આ જ વ્યાખ્યા ઉત્તરાધ્યયનની શાંત્યાચાર્યની વૃત્તિમાં પણ આપવામાં
વિશેષાવશ્યક ભાષ્ય પ્રમાણે ‘વિનયોપચાર, નિરાભિમાનતા, ગુરુજનપૂજા, અર્હત, આજ્ઞા અને શ્રુતધર્મની આરાધના આ તમામ ક્રિયાઓ વિનય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે દ્વાત્રિશત દ્વાત્રિંશિકા ગ્રંથની રચના કરી છે, જે બત્રીસ બત્રીસના નામે પ્રસિદ્ધ છે. આમાં ૩૨ જુદાજુદા વિષયોને ૩૨-૩૨ શ્લોકમાં વિવેચિત કર્યા છે. ‘દાન’થી પ્રારંભાયેલ આ વિવિધ વિષયની વિવેચના ‘સજ્જન સ્તુતિ’ બત્રીશીમાં વિરામ પામે છે. આમાંની ૨૯મી દ્વાત્રિંશિકા છે ‘વિનય દ્વાત્રિંશિકા’ જે પ્રસ્તુત પેપરનો વિષય છે.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ દ્વાત્રિંશત દ્વાત્રિંશિકામાં ગુંફિ ૨૯મી દ્વાત્રિંશિકા વિનય વિષયને વિવેચે છે.
ગાથાઓથી વિષયવસ્તુ
વિનયની વિવેચનાનો વિસ્તાર કરતા ઉપધ્યાયજી મહારાજ વિનય દ્વાત્રિંશિકાના શ્લોક ૧ થી ૩માં વિનયના ૫ ભેદ બતાવે છે. જ્યારે ૪ થી ૬ શ્લોકમાં પ્રતિરુપ ઉપચાર વિનયના ભેદો વર્ણવ્યા છે. શ્લોક ૭-૮માં
૧૪૫
SISનું વિતધર્મ | 11 111 અનાશાતનારૂપ ઉપચાર વિનયના કુલ બાવન ભેદોની ચર્ચા કરી છે.
૯-૧૦-૧૧ શ્લોકમાં અરિહંત વગેરે ૧૩ પદોમાં સંકળાયેલા જ્ઞાન વગેરે ગુણોમાંથી એકાદની અવજ્ઞાથી તમામની અવજ્ઞા થાય છે.
૧૨ થી ૧૭ શ્લોકમાં શ્રુતજ્ઞાન આપનાર ગુરુના વિનયની વાતો વિવેચી છે.
૧૮-૧૯-૨૦ શ્લોકમાં વિનયના ફળની વાત બતાવી છે.
૨૧મા શ્લોકમાં ચાર પ્રકારની સમાધ સમજાવી છે. જ્યારે બાવસીમાં શ્લોકમાં વિનય સમાધિ, ૨૩મા શ્રુત સમાપિ ૨૪મા શ્લોકમાં તપ સમાધિ તથા ૨૫મા શ્લોકમા આચાર સમાધિનું નિરૂપણ કર્યું છે.
શ્લોક ૨૬ થી ૨૮માં વિનય સમાધિના ફળને સમજાવતા કર્મ નિર્જરાને અનુકૂળ જ્ઞાન-દર્શન તપ અને ચારિત્રની વૃદ્ધિથી આરંભીને વિનયથી મોક્ષપ્રાપ્તિ સુધીનો નકશો દોરી આપ્યો છે.
૨૯ થી ૩૨ શ્લોકોમાં વિનય કરવાનું પ્રયોજન બતાવતા વિનયથી દોષોનો નાશ, સંસાર પરિભ્રમણનો અંત સમજાવીને વિનયનું પ્રાધાન્ય દર્શાવવા માટે તીર્થંકરો દ્વારા કરાતા તીર્થને નમસ્કાર પ્રવૃત્તિનો નિર્દેશ કરીને વિનય રહિત તમામ આચારો ભલે પછી તે સંયમના હોય, એનાથી માત્ર અકલ્યાણ પ્રાપ્ત થાય છે એવી લાલ બત્તી પણ ધરી છે.
આ સમગ્ર ગ્રંથ અથવા તો વિશાળ ગ્રંથના એક હિસ્સામાં વિનય વિષે અલગઅલગ દૃષ્ટિકોણથી વિનયતત્ત્વનાં અનેક પાસાંઓને ઉજાગર કર્યો છે! વિનયનું વિસ્તૃત વિશ્વ
આ પૂર્વેની ૨૮મી બત્રીશીમાં પૂજ્ય ઉપાધ્યાયજીએ દીક્ષા બત્રીશીની વાત કરી હતી, ૨૯મી બત્રીશીમાં દીક્ષાની સાર્થકતા માટે અનિવાર્ય એવા વિનય ગુણને મૂત્રં ધર્મ તોરયું” કહીને ધર્મરૂપી વૃક્ષના મૂળ તરીકે વિનયની ઓળખ આપી છે અને ધર્મને અપવર્ગ મોક્ષના ફળથી સમૃદ્ધ (આઢ્ય)નું વિશેષણ આપ્યું છે. સામાન્ય રીતે વિનય એટલે નમ્રતા, સરળતા, સેવા-ભક્તિ સહયોગીપણું આ બધાં પાસાંઓ દ્વારા ઓળખાય છે. પ્રસ્તુત દ્વાત્રિંશિકાના માધ્યમથી ઉપાધ્યાયજીએ વિનયના અનેકવિધ રૂપ-સ્વરૂપને પોતાની આગવી શૈલીમાં વિવેચિત કર્યાં છે. ઉપચારવિનય વિષે વાત કરતાં મન વચન અને કાયા દ્વારા થતાં વિનયની જે ઓળખ આપી છે તે શ્રૃતાર્થી કે વિદ્યાના અર્થી શિષ્યનો ગુરુ પ્રત્યેનો આઠ
૧૪૬
Page #78
--------------------------------------------------------------------------
________________
6
4 વિનયધર્મ
Peon પ્રકારનો શાસ્ત્રીય વિનય કે જેમાં અભિગ્રહ, આસનત્યાગ, અભ્યત્યાન, અંજલિગ્રહ, કૃતિકર્મ, શુશ્રુષા, પશ્ચાતગતિ અને સન્મુખગતિનાં કર્તવ્યોને ગણાવ્યા છે. આના દ્વારા ગુરુકુળવાસની પ્રાચીન ગુરુશિષ્ય પરંપરા જીવંત બને છે. ઋષિમુનિઓ પાસે રહીને જ્ઞાન સંપાદન કરતાં ઋષિકુમારોનું ચિત્રણ આપણને અનેક ગ્રંથોમાં મળે છે. મહદ્અંશે ભારતીય પરંપરાના ગુરુશિષ્ય સાનંદાન-પ્રદાનની પરંપરામાં આ કર્તવ્યો જોવા મળે છે. ખાસ કરીને શ્રમણ-શ્રમણી વર્ગમાં આજે પણ આ કર્તવ્યોનું પાલન જોવા મળે છે. જો કે વર્તમાન ભૌતિકશિક્ષણ પદ્ધતિમાં વિનય અને વિવેક બંને કાં તો ઉપેક્ષા અથવા નજરઅંદાજના શિકાર બન્યા છે.
વાચિક વિનયના ૪ પાસાંઓ તો સમગ્ર વાણીવ્યવહારનું આદર્શરૂપ સજીવ બનાવી દે છે. હિત-મિત-અપરુષ અને અનુવિચિંતન, આ ચાર વાતો તો જાણે વાણીના ઘરેણારૂપ બની રહે છે.
માનસ વિનયના બે પ્રકારોમાં વિલક્ષણ દૃષ્ટિકોણ દર્શાવતા ધર્મધ્યાન તરફ ગતિ અને આર્તધ્યાનથી વિરતિની વાત કરી છે જે ખરેખર રોમાંચક છે,
અરિહંત, સિદ્ધ, કુલ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન અને (ગણાધિપતિ-ગણનાયક) આ તેર સાથે
• આશાતના - અવહેલનાનો ત્યાગ • હૃદયપૂર્વકની ભક્તિ • અંતરંગ બહુમાન • ગુણોનું સંકીર્તન
આ ચાર પ્રકારે જોડવાથી ઔપચારિક વિનય બાવન પ્રકારનો થઈ જાય છે. 18 એ વાતને સમજાવી છે સમ્યગૂ જ્ઞાનના પ્રદાતા અને સમ્ય દર્શનાદાતા ગુરુજનોની જરાસરખી અવહેલના પણ ભયંકર પરિણામ લાવનારી બને છે, એ વાત ગર્ભિત અને ગંભીર શબ્દોમાં સમજાવી છે.
આચાર અને વ્યવહારમાં શૌથિલ્યનો શિકાર બનેલા પાસે પણ જો જ્ઞાનાર્જન કરવાનું હોય તો એમનામાં રહેલા જ્ઞાનનો એક લોક તમામ રીતે કરવાનો છે.
એક લોકકવિએ કહ્યું પણ છે, ‘જાત ન પૂછો સાધુકી પૂછ લીજી એ જ્ઞાન મોલ કરો તલવારકા, ૫ડી રહન દો મ્યાન'
* ૧૪૭ -
© ©4વિનયધર્મ PC
જ્ઞાનીના બહુમાનથી અંતે તો જ્ઞાનનું બહુમાન જ થાય છે!
વિનયને, વિનયયુક્ત વ્યવહારને પરમાત્મા જિનેશ્વર દેવના ધર્મ શાસનની ઉન્નતિનું કારણ બતાવ્યું છે. આ વાતને સરસ ઉદાહરણ દ્વારા સમજાવતા ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે ધરતી ઉપરનું વૃક્ષ શું પાણી સિંચ્યા વગર વધી શકે? વિકસી શકે? બસ, એવી જ રીતે સર્વજ્ઞ શાસનનું વૃક્ષ વિનયના વારિથી સિંચાઈને જ વૃદ્ધિાંત બને છે.
સમગ્ર સંસારમાં વિનયવાન જીવોને સુખ જ સુખ દેખાય છે જ્યારે અવિનીત આત્માઓને એ જ સંસારમાં દુઃખ જ દુઃખનો ભાસ થાય છે.
પૂજ્યત્વ અને મોટાપણું પણ વિનયથી જ પ્રાપ્ત થાય છે. આ જ વિનય સમાધિનું કારણ બને છે. સમાધિ એ જ સંસારના એક કિનારેથી મુક્તિના અન્ય કિનારે લઈ જનાર જહાજ છે! વિનયરહિત મન સમાધિની સીડી ઉપર તો ઠીક, એના પહેલા પગથિયે પણ પહોંચી શકતું નથી.
વિનયપૂર્વક પ્રાપ્ત કરેલું જ્ઞાન જ શ્રુત અને ધર્મમાં સ્થિરતા લાવે છે. વિનય મનને આશંસાથી બચાવે છે. માત્ર એક નિર્જરાના લક્ષ્ય સુધી સાધકને આ વિનયનો ભાવ જ દોરી જાય છે ! વિનય વગર પ્રાપ્ત કરેલું જ્ઞાન પણ અહિતની પરંપરા ઉભી કરે છે. અરે, મોક્ષમાર્ગનો લોપ કરવાનું પાપ પણ અવિનયના માથે આવે છે. વિનયના સાંનિધ્યમાં સ્વાત્માનુભૂતિની સંપદા સાંપડે છે. આમ કહીને ઉપાધ્યાયજી પ્રસ્તુત વિનય દ્વાáિશિકાનો ઉપસંહાર કરે છે.
આ જ ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજે સમ્યક્તના સડસઠ બોલની સજઝાયમાં વિનયની વાત કરતા પાંચ ગાથાના માધ્યમથી ‘ચતુર નર, સમજો વિનય પ્રકાર, જિમ લહીએ સમક્તિ સાર !” ની વાત રસાળ અને સરળ શબ્દોમાં ગૂંથી છે.
શ્રમણ ભગવાન મહાવીરના છેલ્લા ઉપદેશ તરીકે જાણીતા અને પ્રસ્થાપિત ગ્રંથ ઉત્તરાયયન સૂત્રનાં છત્રીસ અધ્યયનોમાં પ્રથમ અધ્યયન વિનય જ બતાવ્યું છે.20
જ્ઞાનની જ્યારે વાત આવે, સમ્ય જ્ઞાનને પ્રાપ્ત કરવાની વાત આવે ત્યારે forશષ્ટ નવ: વિના: એ દ્રષ્ટિકોણથી જુદાજુદા માધ્યમો, જુદીજુદી દૃષ્ટિએ અને અલગઅલગ અભિગમોથી જે પ્રાપ્ત થાય તે જ્ઞાન ! ‘વિનય નમ્રતા સાથે વૈવિધ્ય” પણ છે.
૨ ૧૪૮ -
Page #79
--------------------------------------------------------------------------
________________
©©ન્ડવિનયધર્મ ©©
વિનય ગુણને વંદન હોજો ! વિનયનું અભિનંદન હોજો ! વિનય તો શીતળ ચંદન જેવુ! વિનય તો નંદનવન જેવું !
આવા વિનયના ગુણને આત્મસાત્ કરીને આત્માર્થીજનો આત્માનુભૂતિના આકાશમાં અનંત ભણી યાત્રા આરંભે એ જ અભ્યર્થના!
સંદર્ભ : જૈન આગમ ગ્રંથો * આવશ્યક નિર્યુક્તિ/ગાથા/૧૨ ૧૭
ઉત્તરાધ્યયન/શાન્તાચાર્ય વૃત્તિ/પત્ર/૧૬ વિશેષાવશ્યક ભાષ્યગાથા) ૩૪૬૯ સુજસવેલી ભાસ/સાધુવંદના સાધુવંદના/ગાથા ૯૯ સાડા ત્રણસો ગાથાનું સ્તવન/ ઢાળ- ૧૭/ગાથા-૧૨ જ્ઞાનસાર /અષ્ટક ૧/ગાથા--૧ ગુર્જર સાહિત્ય સંગ્રહ દ્વાત્રિશત દ્વત્રિશિકા/પૃષ્ઠ-૪ (ગીતાર્થ ગંગા પ્રકાશન) સમ્યકત્વના ૬૭ બોલની સઝાય ઢાળ ૩ ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન/ ૧.
4 વિનયધર્મ
| છંત શ્રી ઉદયરત્નની સઝાયમાં વિનયધર્મનું ચિંતન
- જિતેન્દ્ર મગનલાલ કામદાર સંસારમાં વસતા દરેક મનુષ્યો પોતાને ભાગે આવેલી ફરજો અને જવાબદારીઓ નિભાવતાનિભાવતા જીવનવ્યવહાર ચલાવતા હોય છે. એથી પરિવાર, પાડોશ અને સમાજમાં રોજેરોજ કેટલીય વ્યક્તિઓના સંપર્કમાં રહેવાનું બને છે. સમય જતાં એકબીજાની નજીક આવતાં પરસ્પરના વિચારો, સ્વભાવ તથા ગુણદોષોનો પરિચય થતો જાય છે. દરેક વ્યક્તિમાં કેટલાક દોષો-કષાયો હોય તો સાથેસાથે સગુણો પણ હોય છે. સદ્ગણોને જાળવવા, ટકાવી રાખવા ઘણી જાગૃતિ રાખવી પડે છે, જ્યારે દોષો- કષાયો નાનકડું નિમિત્ત મળતાં સહજમાં પ્રગટ થઈ જતા હોય છે, એ માનવસહજ સ્વભાવ છે.
વિનય છે. વિનય એક એવો ગુણ છે જેને આપણી ધર્મસાધનામાં અને આધ્યાત્મિક વિકાસમાં ઘણું મહત્ત્વ છે. જૈન આગમ સાહિત્યમાં, સંક્ત-પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં આપણા કેટલાય પૂર્વાચાર્યો વિદ્વાનોએ આ વિષયને ઘણી સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાંના એક વિદ્વાન કવિ શ્રી ઉદયરત્નજીની અનેક રચનાઓ માંહેની એક સજઝાયનો આધાર લઈ હું મારા વિચારો આલેખું છું.
અનકે પ્રકારના ગુણોમાં વિનયગુણ અતિમહત્ત્વનું સ્થાન ધરાવે છે. જે વ્યક્તિમાં આ ગુણ પૂરેપૂરો પ્રગટી જાય તો તેની પાછળ અનેક સદ્ગુણોની સરવાણી વહેતી થાય છે, પરંતુ વિયનગુણની પ્રાપ્તિમાં સૌથી મોટું કોઈ અવરોધક બળ હોય તો તે “માન’ નામનો કષાય છે. માન-અભિમાન-ગર્વમદ-હુંપણાનો ભાવ-અહંકાર આ બધાં તેનાં વિસ્તૃત અર્ધઘટનો છે, માટે વિનયગુણની પ્રાપ્તિ અને તેનાં સુલભ પરિણામોની અનુભૂતિ પામતાં પહેલાં તેને નાથનારો એક કષાય ““માન’’ને પૂરેપૂરો સમજી લેવો જરૂરી છે.
કષાય-કષ એટલે સંસાર, આય એટલે આવક, લાભ, જેનાથી સંસાર વધતો જાય એવા જે મનના ભાવો કે પ્રવૃત્તિ તેનું નામ કષાય. સમગ્ર ભવભ્રમણનું મૂળ આ વિવિધ નામરૂપી કષાયો ક્રોધ, માન, માયા, લોભ વગેરે છે. એ કષાયોને માત કરવા માટે સગુણો કેળવવા પડે છે, જેમ કે ક્રોધને
૧૫૦ –
(અમદાવાદસ્થિત, જૈન ધર્મના અભ્યાસુ ડૉ. પૂર્ણિમાબહેન આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્ર ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં જોડાયેલાં છે).
ક ૧૪૯
–
Page #80
--------------------------------------------------------------------------
________________
( વિનયધર્મ
શાંત કરવા ક્ષમાગુણ, માનથી મુક્ત થવા વિનયગુણ, માયાના દોષો ટાળવા સરળતા અને લોભના સંસ્કારો તોડવા સંતોષગુણ કેળવવો જરૂરી બને છે.
આ માનરૂપી કષાય એ સંસારને ચલાવનારું અને કર્મબંધને બાંધનારું મુખ્ય કારણ છે. તેને તોડવા માટે જ્ઞાનીપુરુષોએ વિનયગુણના પ્રગટીકરણનું મહત્ત્વ સમજાવ્યું છે. પૂ. યશોવિજયજી મહારાજસાહેબ ફરમાવે છે –
લેષે વાસિત મન એ સંસાર લેષરહિત મન એ ભવપાર.
એ જ અર્થમાં પૂ. હેમચંદ્રાચાર્યજી વર્ણવે છે કે કષાયો અને ઇન્દ્રિયોથી જિતાયેલો આત્મા એ સંસાર છે અને કષાયો અને ઇન્દ્રિયોને જીતી લઈને પ્રાપ્ત થતી મનની સ્થિતિ એ જ મોક્ષ છે.
આપણે શા માટે એટલી સાધના કરીએ છીએ ? શા માટે મંદિરો, ઉપાશ્રયોમાં ધર્મકરણી કરવા જઈએ છીએ ? આખરે તો મનને કલેષોથી મુક્ત કરવા જ ને ? આપણે ચર્ચા તો વિનયગુણની કરવી છે, પરંતુ વિનયગુણ આપણામાં પ્રગટ થવા ન દેનાર જો કોઈ આવરણ હોય તો તે માન-અભિમાન છે. વાદળો ટચાં વિના સૂર્યપ્રકાશ પ્રગટ થાય નહીં તેમ માન-કષાય હટચાં વિના વિનયગુણ પ્રગટે નહીં અને જો વિનયગુણ ન પ્રગટે તો જીવાત્મા કેટકેટલી સિદ્ધિઓથી વંચિત રહી જાય છે તેની સરળ સમજૂતી કવિશ્રીએ પ્રસ્તુત સજ્ઝાયમાં આપી છે અને તેની શરૂઆત જ માન-કષાયથી કરી છે.
શ્રી માનની સઝાય :
રે જીવ માન ન
કીજીયે માને વિનય ન આવે રે
વિનય વિના વિદ્યા નહિ, તો ફિમ સમક્તિ પાવે રે રે...જીવ...૧
રે...જીવ... ૩
સમક્તિ વિણ ચારિત્ર નહીં, ચારિત્ર વિણ નહીં મુક્તિ રે મુક્તિનાં સુખ છે શાશ્વતા તે કિમ લહીયે મુક્તિ રે રે...જીવ...૨ વિનયવડો સંસારમાં ગુણમાહી અધિકારી રે ગર્વે ગુણ જાયે ગળી, પ્રાણી જોજો વિચારી માન કર્યુ” જે રાવણૅ તે તો રામે માર્યો રે દુર્યોધન ગર્વે કરી અંતે સવિ હાર્યો રે રે...જીવ...૪ સૂકાં લાકડાં સરીખો દુ:ખદાયી એ મોટો રે ઉદયરત્ન ક૨ે માનને દેજો દેશવટો રે ...જીવ...૫ ૧૫૧૦
(વિનયધર્મ
reen
હે જીવ, તું કોઈ પણ જાતનું અભિમાન ન કર. તેના થકી વિનયગુણ આવતો નથી. ધારો કે જીવાત્માને વિનયગુણ પ્રાપ્ત ન થાય તો શું થાય ? વિનય વિના વિદ્યાપ્રાપ્તિ ન થાય. જ્ઞાનપુરુષો પાસે તું જ્ઞાન-સમજણ મેળવવા જાય ત્યારે વિનીત, વિનયી બનીને જવું જોઈએ. નહીંતર તને સમક્તિની પ્રાપ્તિ કઈ રીતે થશે ?
સમ્યક્ જ્ઞાન એટલે તારી સમજણમાં પરિવર્તન, સમ્યક્ દર્શન એટલે તારી ભાવના અને રુચિઓનું પરિવર્તન અને સમ્યક્ ચારિત્ર્ય એટલે તારા આચરણમાં પરિવર્તન નહીં આવે. Real knowledge, Real Faith & Real Actionતો તારી મુક્તિ કેવી રીતે થશે ?
આપણે સૌ જીવાત્મા મોક્ષમાર્ગના યાત્રી છે. મુક્તિનું સુખ શાશ્વત સુખ છે. તો ચારિત્ર, દર્શન, જ્ઞાન અને વિદ્યાપ્રાપ્તિ વિના ત્યાં સુધી પહોંચશું કઈ રીતે ? માટે જો સમક્તિની પ્રાપ્તિ કરી શાશ્વત એવા મુક્તિ સુખને પામવું હોય તો સર્વે પ્રકારનાં માન-અભિમાનને ત્યાગી વિનયગુણને વિકસાવવો જ પડશે. આ વિનયગુણ સંસારમાં સૌ ગુણોમાં શ્રેષ્ઠ, વડો અને મહત્ત્વનો છે. એકવાર તેની પ્રાપ્તિ કર્યા પછી પણ જો તેને જાળવી નહીં શકે અને જાણ્યે-અજાણ્યે ક્યાંય પણ મદ, ગર્વ, અભિમાનને વશ થઈ જઈશ તો તારો એ ગર્વ તારા બધા જ સદ્ગુણોને ગાળી નાખશે. કવિશ્રી કહે છે કે, ‘આ હું કહું છું માટે માની લેવાની જરૂર નથી. તું જાતે જ વિચારી જો કે અભિમાની જીવો કેટલું ગુમાવે છે અને વિનયી થયેલા જીવો શું પ્રાપ્ત કરે છે.
આગળની પંક્તિમાં કવિશ્રીએ માનને વશ થઈ પોતાનો સર્વનાશ નોતરનારી વ્યક્તિઓનાં રામાયણ-મહાભારતની ઘટનાનાં ઉદાહરણો ટાંક્યાં છે. સોનાની લંકા ધરાવનારા બુદ્ધિમાન રાવણે સીતાનું હરણ કર્યું. જોકે, પોતાને પોતાની એ ભૂલ સમજાઈ ખરી, છતાં ‘હું આટલો શક્તિશાળી લંકાપતિ રાવણ, રામને કેમ નમું ? તેની સાથે યુદ્ધ કરીશ અને પછી જ તેને કહીશ... લે, લઈ જા તારી સીતાને.’ તેના ઘમંડે રાવણને રોળ્યો. એવું જ અભિમાન દુર્યોધને કર્યું કે, “સોયના નાકા જેટલી જમીન પણ હું પાંડવોને આપીશ નહીં.'’ દુર્યોધનના અભિમાને સમગ્ર કૌરવકુળનો વિનાશ નોતર્યો.
જૈન સાહિત્યમાં પણ મદ-અભિમાનના કારણે કેટલાયને સિદ્ધિઓ પ્રાપ્ત થતી અટકી હતી તેવા દાખલા જોવા મળે છે. ભગવાન ઋષભદેવના પુત્ર
૧૫૨
Page #81
--------------------------------------------------------------------------
________________
છ64 વિનયધર્મ 11 અશાંતિ અને સંકલેષ જન્મે છે.
અંતિમ ચરણમાં કવિશ્રી માન-કષાયને સૂકાં લાકડાં સરીખો ગણાવે છે. સૂકું લાકડું જેમ ઝડપથી બળે અને સાથે જે હોય તેને પણ બાળે એ જ રીતે માન-ગર્વ-અભિમાન પણ જીવાત્માના અનેક સુસંસ્કારોને સ્વાહા કરી જાય છે. માટે એવા માન-કષાયને દેવશટો દેવાની શીખ સાથે કવિશ્રી તે કષાયથી મુક્ત થઈ વિનયગુણને પ્રાપ્ત કરી તેની સાથે અનેક સગુણોના સ્વામી થવાનો માર્ગ ચીંધે છે.
સંદર્ભ ગ્રંથ : સજયમાળા - કવિશ્રી ઉદયરત્નજી વાચક પ્રેરક : પ.પૂ. સાધ્વી રંજનશ્રીજી મહારાજ
(જિતેન્દ્રભાઈ કામદાર જૈન દર્શનના અભ્યાસુ છે. શાંતિનિકેતન સાધના કેન્દ્ર - તીથલ સાથે સંકળાયેલા છે અને જ્ઞાનસત્રોમાં પેપર પ્રસ્તુત કરે છે).
6
4 વિનયધર્મ
Pe Cen બાહુબલી- “હું મોટો, નાના ભાઈ ભરતને કેમ નમું ?” પણ જ્યારે મુષ્ટિપ્રહાર કરતી વેળાયે હાથ હવામાં ઉગામ્યો અને તે જ ક્ષણે તેનામાં જે સમજણ પ્રગટી, માન-કષાય દૂર થયો અને પરિણામે તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ, જે માત્ર તેનામાં રહેલા માન-કષાયના કારણે જ અટકી હતી. એ જ રીતે સ્થૂલિભદ્રજી, ૧૦ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોવા છતાં જ્ઞાનના અહંકારને વશ થઈ પોતાની બહેનો સમક્ષ સિંહનું રૂપ ધારણ કર્યું, પરિણામે પોતાના ગુરૂદેવ પાસેથી આગળના પૂર્વનું જ્ઞાન મેળવવા નિષ્ફળ નિવડ્યાં, માત્ર જ્ઞાનના ગુમાનને કારણે.
તો વિનયગુણ ધરાવનારાઓ માંહેનું શ્રેષ્ઠ ઉદાહરણ - ગુરુ ગૌતમસ્વામી. મહાન જ્ઞાની હોવા છતાં, પોતાના શિષ્યોને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થતું જતું એવી લબ્ધિ ધરાવતા હોવા છતાં “હું કંઈ જ નથી'' એવા નમ્રભાવને કારણે ભગવાન મહાવીરસ્વામીના શિષ્ય બની ગયા. પૂરા વિનયભાવે બન્ને હાથ જોડી બાળસહજ બની પ્રભુને પ્રશ્નો પૂછતા રહી પોતાના મનનું સમાધાન મેળવતા રહ્યા. એમની એ જતના તેમનામાં રહેલા વિનયગુણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ભગવાન મહાવીરસ્વામીએ પણ તેમની અંતિમ દશનામાં વિનયગુણને મહત્ત્વ આપ્યું છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં વિનયશ્રત આ જ ગુણને ઉજાગર કરે છે.
આ અહંકાર, મદ શાનો હોઈ શકે તે પણ શાસ્ત્રોમાં ૧૮ પ્રકારના પાપસ્થાનકમાં જણાવ્યું છે. જીવાત્માને પ્રાપ્ત થયેલી આઠ જાતની કલાનો અહંકાર જાગે ત્યારે તે મદ કહેવાય છે.
૧. પોતાને મળેલી જાતિનું અભિમાન .... જાતિમદ ૨. ધન, પ્રતિષ્ઠા, મોભાનું અભિમાન
... લાભમદ ૩. ઉત્તમ કુળમાં જન્મ થયો તેનું અભિમાન કુળમદ ૪. વિશિષ્ટ સંપત્તિનું અભિમાન
ઐશ્વર્યમદ ૫. શારીરિક બળનું અભિમાન
બળમદ ૬. શરીરનાં રૂપ-લાવણ્યનું અભિમાન
.... રૂપમદ ૭. કરેલાં તપનું અભિમાન
... તપમદ ૮. પ્રાપ્ત થયેલાં જ્ઞાનનું અભિમાન .... શ્રતમદ
આપણા વ્યાવહારિક જીવનમાં પણ આપણે જોઈએ છીએ કે અહંકારીઅભિમાની માણસ સમાજમાં કેટલો અપ્રિય બની જાય છે અને નમ્ર, વિનયી વ્યક્તિ સૌના આદર અને પ્રીતિપાત્ર બને છે. પરિવારોમાં પણ આ મદના કારણે
- ૧૫૩ છે
હે વાત્સલ્યનું અમીઝરણું માતા ! આપના નિસ્વાર્થ પ્રેમના કારણે જ મને આત્મપ્રાપ્તિને યોગ્ય મનુષ્ય દેહરૂપ સાધન પ્રાપ્ત થયું છે... આપના અકારણ પ્રેમ અને સંભાળ થકી જ આજ મને સતયોગ, પ્રભુના ધર્મની સમજ અને આત્મજ્ઞાન પ્રાપ્તિની તક મળી છે... હું વિનય ભાવપૂર્વક આપનો ઋણસ્વીકાર કરું છું... આપનો મારા પર મહાઉપકાર છે...
૦ ૧૫૪
-
Page #82
--------------------------------------------------------------------------
________________
2 વિનયધર્મ ren લોકોત્તર વિનય”
- પ્રકાશભાઈ શાહ
જૈન દર્શનમાં આત્મશુદ્ધિ અર્થે અનેક સાધનાઓ તથા ક્રિયાઓ દર્શાવેલ છે. તેનું પ્રયોજન એ છે કે આત્માના અનંતગુણો પરનાં આવરણો દૂર થાય અને આત્મસિદ્ધિનું લક્ષ પ્રાપ્ત થાય તે માટેનો મૂળ ગુણ એ વિનયગુણ બતાવવામાં આવ્યો છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ અધ્યાયોમાં સૌથી પ્રથમ વિનય અધ્યયન છે. વિનયગુણને પ્રથમ સ્થાને રાખીને પ્રભુએ તેનું માહાત્મ્ય બતાવ્યું છે. આત્મિક સાધના કરતી વખતે સૌથી પ્રથમ સાધકે શું કરવું? ક્યાંથી શરૂઆત કરવી ? અનંતકાળમાં અનંતવાર, અનંતપ્રકારની સાધના કરવા છતાં તે સફળ કેમ ન થઈ ? આવા પ્રશ્નોના જવાબ મેળવવા માટે આપણે વિનયગુણને બરાબર સમજવો જરૂરી છે. વિનય એટલે સમર્પણ, વિનય એટલે ભક્તિ, વિનય એટલે આજ્ઞાનું આરાધન. વિનયગુણને બે ભાગમાં વહેંચીએ તો કહી શકાય કે (૧) લૌકિક વિનય અને (૨) લોકોત્તર વિનય.
લૌકિક વિનય :
વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે સંતાનોનો માતા-પિતા પ્રત્યે, નોકરનો શેઠ પ્રત્યે, વિદ્યાર્થીનો શિક્ષક પ્રત્યે પોતાનો શક્ય વિનય કરતા હોય છે. આ પ્રકારના વિનયમાં કાંઈક અંશે દંભ તથા સ્વાર્થ પણ હોઈ શકે છે. એક પોલીસ હવાલદાર પોતાના ઉપરી કમિશનરનો વિનય કરે ત્યારે ત્યાં પરાધીનતા પણ દેખાતી હોય છે. આજે તો શિષ્ય-ગુરુના સંબંધોમાં પણ નિસ્વાર્થપણું દેખાતું નથી. દંભી વિનયમાં ખાસ કરીને રાજકારણીઓના જાહેરમાં પ્રજા સાથેના વ્યવહારને ગણાવી શકાય. જાહેરસભામાં બે હાથ જોડી, કમરેથી વાંકા વળીને નમસ્કાર કરતા રાજકારણીઓના દંભી વિનયને કોણ નથી જાણતું ? લૌકિક વિનય પણ સારી વાત છે, પરંતુ તેનાં પરિણામ ભાવ આધારિત છે, તેની અસર ટૂંક સમયની હોય છે, કસોટીના સમયમાં બરાબર સમજાય છે. અવિનયી તો બગડેલા દૂધ જેવો છે. છાસમાંથી પણ જાય. ભલે તે ધર્માત્મા હોય, પણ વિનયી ગૃહસ્થ તેના કરતાં ઘણો સારો છે. આવા વિનયધર્મમાં લૌકિક વિનય કરતાં લોકોત્તર વિનયનું મહત્ત્વ સમજવા જેવું છે.
૧૫૫
Á વિનયધર્મ
લોકોત્તર વિનય :
S
આ લોકોત્તર વિનયનું બીજું નામ ‘અલૌકિક વિનય’ કે ‘સ્વઆત્મ વિનય’ પણ આપી શકાય. આપણે સૌપ્રથમ પોતાના આત્મા પ્રત્યેનો વિનય ચૂક્યા છીએ. અનંતકાળથી સ્વઆત્માને કર્મબંધની જંજીરોમાં જકડી રાખીને તેને મુક્ત કરવાને બદલે ભાવપરિભ્રમણનાં ચક્કરમાં ફસાવી દીધો છે. પરમાર્થમાર્ગ સમજવાનો વિનય ચૂક્યા, જે વિનયમાં લોકોત્તર વિનય પ્રગટે છે તેનો અનાદર આત્માર્થી ન કરે. તીર્થંકરો આદિ કેવળી ભગવંતોએ તેમના દિવ્યધ્વનિમાં લોકોત્તર વિનયમાર્ગ ભાખ્યો છે. સન્દેવ-ગુરુ-ધર્મના વિનયમાં સુપાત્ર જીવ ઢળી પડે છે. સુજાતવંત શિષ્ય-મુમુક્ષુ સન્દેવ-ગુરુ-ધર્મનું આદર-બહુમાન કરશે. તેની વાણી કે વર્તનમાં અહંપણાનો અંશ પણ ન હોય. સત્નો વિનય તો સહજ સ્વતંત્ર દશાનો વિકાસ છે. આવા વિનયવંત સાધક જો લોકોત્તર વિનયના માર્ગે પુરુષાર્થ બરાબર
ન ઊપડે તો બીજાનો કે નિમિત્તનો દોષ ન કાઢે. પોતાની નબળાઈ જાણે અને રત્નત્રયની આરાધનામાં વધારે જોર લગાવે. તેનો પર્યાય ઉપાય પ્રામાણિકપણે જેમ છે તેમ તે સમજશે. માનના કષાયને દૂર કરવાનો ખરો ઉપાય વિનયગુણને પ્રગટાવવો તે છે. તમામ પ્રકારની સાધનાઓ જેમ કે દયાજની સાધના હોય કે મંત્ર-જાપની હોય, સ્વાધ્યાયની હોય કે તત્ત્વચિંતનની હોય, પૂજા-પાઠની હોય કે ભક્તિની હોય, પરંતુ તેના પાયામાં જો વિનયગુણ નહીં હોય અને સ્વછંદ નિર્ગુણ નહીં થયો હોય તો બધી સાધના નિષ્ફળ જાય છે. ગુરુ અને શિષ્યને જોડનારી મજબૂત કડી તે ‘વિનય’ છે. શિષ્ય પાસે વિનયની મૂડી જોઈએ અને ગુરુ પાસે નિરપેક્ષતા. વૈયાવચ્ચ એ વિનયમાંથી વહેતી થયેલી ગંગા છે.
ગૌતમસ્વામીએ પંદરસો તાપસોને વંદન કર્યા. ઉપદેશ આપનારા ગુરુ પાછળ રહ્યા અને ઉપદેશ ગ્રહણ કરનાર શિષ્ય સર્વજ્ઞ બન્યા. ગુરુને ખબર પડે કે શિષ્યને કેવળજ્ઞાન થયું છે તો પોતાની સેવા છોડાવી તે શિષ્યની સેવા કરવા લાગી જાય. આવો લોકોત્તર વિનયનો માર્ગ છે. અહો! અદ્ભુત કે “ગુરુ રહ્યા છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન'', પરંતુ આ તબક્કે પરાકાષ્ઠા તો જુઓ કે કેવળી ભગવંત પણ પોતાના છદ્મસ્થ અવસ્થાના ગુરુનો વિનય કે વૈયાવચ્ચ કરવાનું ચૂકતા નથી. સદ્ગુરુ અને શિષ્યનું જોડાણ માત્ર જ્ઞાનથી નહીં થાય, માત્ર વૃત્તથી નહીં થાય, એ બન્નેનું જોડાણ માત્ર લોકોત્તર વિનયગુણથી જ થશે. વિનય એટલે શ્રદ્ધાની અભિવ્યક્તિ. સદ્ગુરુ પ્રત્યે પ્રેમ કરવાની જે રીત તે વિનય.
૧૫૬
Page #83
--------------------------------------------------------------------------
________________
(વિનયધર્મ Pure
જીવનમાં શણગાર માટે ઘણાબધા અલંકારો છે, પરંતુ મનુષ્ય માટે વિનય જેવું ઉત્તમ-શ્રેષ્ઠ અલંકાર કોઈ નથી. જેના હૃદયમાં વિનયનો ભાવ છે તેમનામાં નમ્રતા, સરળતા તો હોય જ. સદાચાર અને પ્રેમ દ્વારા તેઓ પોતાનું તથા અન્યનું કલ્યાણ જ કરનારા છે. તેમનો અહંકાર ઓગળી ગયો હોય છે. ચક્રવર્તીના પટાવાળાએ જો પહેલા દીક્ષા-સંયમ અંગીકાર કરેલ હોય તો ચક્રવર્તી પણ તેને વંદન કરશે.
લૌકિક વિનય સારો છે, પરંતુ લોકોત્તર વિનય શ્રેષ્ઠ છે. અલૌકિક લાભની પ્રાપ્તિ માટે અલૌકિક વિનયગુણની આવશ્યકતા છે. આવા લોકોત્તર વિનયમાર્ગનો જે અભ્યાસ કરશે તેના માટે મોક્ષપંથ હથેળીમાં છે. અંતમાં જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ ખોટું લખાયું હોય તો હું મન-વચન-કાયાના ત્રિકરણયોગે ક્ષમા યાચું છું. મિચ્છા મિ દુક્કડમ !
જૈન ધર્મના અભ્યાસુ પ્રકાશભાઈ ગ્રુપ સ્વાધ્યાયમાં વિશેષ રુચિ ધરાવે છે અને જૈન સાહિત્ય સત્રોમાં ઉપસ્થિત રહી વિશિષ્ટ સેવા પ્રદાન કરે છે).
*.
જેમ જેમ વિનય ભાવ આતો જાય તેમ તેમ ધર્મ કરવો ન પડે. ધર્મ થઈ જાપ, ધર્મ અંદરથી પ્રગટવા લાગે અને ધર્મ અનુભૂતિમાં આવવા લાગે.
૧૫૭
SSA વિનયધર્મ વિનય સાથે બહુમાન
ડૉ. પ્રવીણ સી. શાહ
આપણા જીવનમાં સરળતા, સજ્જનતા, ઉદારતા, પ્રામાણિકતા, કરુણતા, ક્ષમાભાવ, દયાભાવ, નિરહંકારતા, નમ્રતા વગેરે અનેક ગુણો આવે તોપણ ઉદયરત્નજી કહે છે કે
વિનય વડો સંસારમાં ગુણમાટે અધિકારી રે ...
વિનયગુણ સર્વશ્રેષ્ઠ છે અને પ્રથમ સ્થાને છે, કારણકે આ બધા ગુણની સમજણ, આચરણની રીત, ગુણના સ્વરૂપનું જ્ઞાન, ગુણના નિયમો વગેરેની જાણકારી વિદ્યા, વિનયગુણ હોય તો આવે અને તેનો દુશ્મન અભિમાન દોષ ટળે તો વિનયગુણ પ્રાપ્ત થાય, માટે જ ઉદયરત્નજી કહે છે - રે જીવ માન ન કીજીએ,
માને વિનય ન આવે રે વિનય વિના વિદ્યા નહીં.
પરમાત્મા મહાવીર પ્રભુની અંતિમ દર્શનાનો ગ્રંથ ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬માંથી પહેલું અધ્યયન ‘વિનય’ નામનું અધ્યયન છે.
અહમ્નો વિલય એટલે વિનયગુણોનો હિમાલય, એટલે વિનયવિસર્જનનું વિદ્યાલય, એટલે વિનયસિદ્ધિનું મહાલય, એટલે વિનય જે જીવને મોક્ષમાર્ગમાં
વિશેષ પ્રકારે પ્રસ્થાન કરાવે તે છે વિનય. વિનયના સાત પ્રકાર બતાવ્યા છે. જ્ઞાન વિનય, દર્શન વિનય, ચારિત્ર વિનય, મનથી વિનય, વચનથી વિનય, કાયાથી વિનય અને લોકાપચાર વિનય. વિનયના બે પ્રકાર પણ બતાવ્યા છેઃ લૌકિક વિનય અને લોકોત્તર વિનય.
વિનયનાં લક્ષણો વિરુદ્ધ વર્તન તે અવિનય. અમ્મુઠ્ઠિઓ સૂત્રમાં અવિનયનાં લક્ષણ બાળજીવોને સમજાય એ રીતે બતાવાયાં છે, જે ગુરુને, વડીલને, ઉપકારીને કરેલા અવિનયની સમજ આપે છે. વિનયગુણ વિશે સંક્ષિપ્ત સમજૂતી પ્રસ્તાવના આપ્યા પછી મારા વિષય વિશે વિસ્તૃત વિવેચન લખ્યું છે.
આજે વર્ગમાં શિક્ષણ મેળવનારાં વિદ્યાર્થી ભાઈ-બહેનોને પરીક્ષામાં બેસાડવામાં આવે તો આપણે જાણીએ છીએ કે પાસ થનારા કે ફર્સ્ટ ક્લાસમાં આવનારાની સંખ્યા ૪૦%થી વધારે જોવા મળતી નથી. તેની પાછળ અભ્યાસ ૧૫૮ ૦–
Page #84
--------------------------------------------------------------------------
________________
(વિનયધર્મ ren
QQ
પાછળની મહેનત ઉપરાંત જ્ઞાનાચારનો અભાવ હોય છે.
જ્યારે એકથી ત્રણ નંબર સુધી પહોંચેલા હોશિયાર હરીફોમાંથી આવડતના અભાવે પહેલો નંબર ચૂકી જતા નથી કારણકે આવડત તો પૂરેપૂરી હોવાથી બોર્ડમાં ૧થી ૧૦ નંબરમાં પાસ થાય છે, પણ જ્ઞાનાચારના અભાવથી તેઓ પ્રથમદ્વિતીય નંબર ચૂકી જાય છે. આ વાતનો જૈન દર્શનના જ્ઞાનાચારનો અને જ્ઞાનાવરણીય કર્મની સમજનો અભ્યાસ કરનાર જ સ્વીકારી શકે એમ છે.
જૈન દર્શનકારોએ આઠ પ્રકારના જ્ઞાનાચાર કહ્યા છે.
કાલ, વિનય, બહુમાન, ઉપધાન, અનિહ્નવન, વ્યંજન, અર્થ અને વ્યંજનાર્થ ઉભય એ આઠ પ્રકારે જ્ઞાનના આચાર છે. આ કાલાદિ આઠને જ્ઞાનાચારો કહેવાય છે. જ્ઞાનાચાર એટલે તે આચાર કે જે આચારનું પાલન જ્ઞાનની લેવડ-દેવડમાં અવશ્ય કરવું જોઈએ. જ્ઞાન દેનાર અને જ્ઞાન લેનાર બન્નેને માટે આ બંધનને અવગણીને જ્ઞાન લઈ - દઈ શકાય નહીં. આ બંધનને અવગણીને, જ્ઞાનની લેવડ-દેવડ કરનારો જ્ઞાનની આશાતના કરનારા બનીને જ્ઞાનના ફળને પામનારા બની શકતા નથી.
તેમાં અહીં બહુમાન આચારની ચર્ચા કરી છે.
બહુમાન નામનો ત્રીજો જ્ઞાનાચાર :
બહુમાન નામે ત્રીજો જ્ઞાનાચાર છે. વિનયને બીજા આચાર તરીકે જણાવ્યા પછીથી પણ ત્રીજા જ્ઞાનાચાર તરીકે બહુમાનને જણાવેલ છે, તેમાં મૂંઝાવા જેવું નથી. વિનયના અને બહુમાનના સ્વરૂપને સમજો. વિનય એ બાહ્ય સન્માનાદિ છે, જ્યારે બહુમાન આરે આંતરિક સન્માનાદિ છે.
વિનયમાં ગુણ ઘણા છે, પણ જો વિનય હોય અને બહુમાન ન હોય તો વિનય નિર્જીવ મુડદા સમાન છે. ધન વિનાનું ઘર હોય, નાક વિનાનું મુખ હોય, દાન વિનાનું માન હોય, ગંધ વિનાનું પુષ્પ હોય, રંગ વિનાનું કંકુ હોય, પાણી વિનાનું સરોવર હોય, પ્રતિમા વિનાનું મંદિર હોય અને મધ્યમણિ વિનાનો હાર હોય તો એ ઘર, મુખ, માન, પુષ્પ, કંકુ, સરોવર, મંદિર અને હાર શોભે ? ન જ શોભે. એ જ રીતિવિનય પણ બહુમાન વિના શોભે નહીં, સફળ બને નહીં. વિનયની સાચી કિંમત જ બહુમાનને અંગે છે. વિનય હોય ત્યાં બહુમાન ન હોય એ બનવાજોગ છે. બહુમાન હોય ત્યાં વિનય તો દેખાય જ. બહુમાન
૧૫૯
(વિનયધર્મ
એકલું પણ લાભ કરે છે અને જો બહુમાનપૂર્વકનો અલ્પ પણ વિનય હોય તો એ અલ્પ વિનયેય ઘણા લાભને માટે થાય છે. વિનય એ બાહ્યોપચાર છે. એની આવશ્યકતા ઘણી છે.
વિનયની અવગણના કરનારાઓ તો મૂર્ખા જ છે. જેમ નિશ્ચયના નામે વ્યવહારની અવગણના કરનાર જ્ઞાનના નામે આચરણની અવગણના કરનારા અને મનની મજબૂતાઈના નામે મર્યાદાની અવગણના કરનારા મૂર્ખા જ છે, કારણકે – વિનયનો સાચો આધાર, વિનયની સફળતાનો સાચો પાયો બહુમાન છે.
આથી, જ્ઞાનના અર્થ આત્માઓએ પોતાના હૃદયમાં જ્ઞાની, ગુર્વાદિક પ્રત્યેના બહુમાનના ભાવને અવશ્ય સ્થાપિત કરવા જોઈએ. એમાં જ બહુમાન નામના આ ત્રીજા જ્ઞાનાચારનું પાલન રહેલું છે. બહુમાનનાં પાંચ લક્ષણો
વિનયાચાર તો પ્રત્યક્ષપપણે દેખાઈ આવે એવી વસ્તુ છે, જ્યારે બહુમાન એ આપ્યંતર ભક્તિ-પ્રીતિરૂપ છે, એટલે એને ચર્મચક્ષુઓથી જોઈ શકાય નહીં. સામાન્ય રીતિએ લોકો વિનયાચાર પરથી બહુમાનનું માપ કાઢે છે, પરંતુ તેમાં ખોટા પડવાની, ઠગાવાની સંભાવના પણ ઘણી છે. એમાં તો, બહુમાન ન હોય તે છતાં પણ ‘બહુમાન છે' - એમ પણ લાગે એય સંભવિત છે અને બહુમાન હોય છતાં પણ ‘બહુમાન નથી’ એમ લાગે એય સંભવિત છે. આમ છતાંય, બહુમાનને જાણવાનાં લક્ષણો છે અને એ લક્ષણો દ્વારા જો બારીકાઈથી જોઈ શકવાની બુદ્ધિ હોય, તો બહુલતયા ‘બહુમાન છે કે નહીં?' તેનો છે.
જેના પ્રત્યે બહુમાન હોય છે, તેના અભિપ્રાયને અનુસરવાનું મન થયા વિના રહેતું નથી, એ શું ઇચ્છે છે, એને જાણવાની કાળજી સતત રહ્યા કરે છે.
અને કેમ કરીને એની ઇચ્છાને પૂર્ણ કરી શકાય એનું ચિન્તન પણ રહ્યા કરે છે. એની મરજીથી વિરુદ્ધ ચાલવાની તો સ્વપ્નેય ઇચ્છા થાય નહીં, પણ એકેએક મરજીને સંતોષવાનું મન થયા કરે.
બહુમાનનું બીજું લક્ષણ એ છે કે જેના પ્રત્યે બહુમાન હોય, તેના દોષોને જોવાનું મન થાય નહીં; દોષો જોવાઈ પણ જાય તોય તે દોષોને હૈયું વજન આપે નહીં, પણ એને ભૂલી જાય અને એના દોષોને ઢાંકવાની કાળજી રહ્યા કરે.
કોઈ પણ જણમાં એના દોષો આવે નહીં, એની તકેદારી રહ્યા કરે. કોઈ એના દેાષની વાત કરે તો તેને યથાશક્તિ રોકે, તેના ગુણો તરફ જોવાનું કહે.
૧૬૦
Page #85
--------------------------------------------------------------------------
________________
4 વિનયધર્મ P
on આ ગુણો પાસે એ દોષોની તો કોઈ જ કિંમત નથી. એમેય કહે; એ દોષો ભલે દોષો તરીકે દેખાતા હોય, પણ વસ્તુતઃ એને માટે આ દોષરૂપ છે કે નહીં, એ વિચારસરણી છે એમ પણ કહે અને દોષોના કથનને રોકવાનું સામર્થ્ય ન હોય તો મનમાં દુઃખ અનુભવીને તે એવો ખસી જાય કે તે દોષોની વાત કાને પડે નહીં, જેના પ્રત્યે બહુમાન હોય, તેના માટે હૈયામાં આવો ભાવ પણ જાગ્યા વિના રહે નહીં.
બહુમાનનું ત્રીજું લક્ષણ એ છે કે, જેના પ્રત્યે બહુમાન હોય, તેના અભ્યદયનું અહર્નિશ ચિંતન રહ્યા કરે. એના દોષોનું જેમ આચ્છાદાન કરે તેમ એના દોષો કેમ નાશ પામે અને એના ગુણોમાં કેમ અભિવૃદ્ધિ થયા કરે, એની વિચારણા પણ એને આવ્યા જ કરે. જેમ એના આભ્યન્તર અભ્યદયની ભાવના રહ્યા કરે તેમ તેના બાહ્ય અભ્યદયની ભાવના પણ રહ્યા કરે. કોઈ જો તેની પ્રશંસા કરે તો તે બહુ ગમી જાય.
એની થતી નિન્દા પ્રત્યે જેવો તિરસ્કાર હોય, તેવો જ એની થતી પ્રશંસા પ્રત્યે સદ્ભાવ હોય. પોતે એની પ્રશંસા કરે અને બીજાઓને પણ યથાશક્તિ એની પ્રશંસામાં જોડે.
બહુમાનનું ચોથું લક્ષણ એ છે કે, જેના પ્રત્યે બહુમાન હોય તેની જો કોઈ પણ પ્રકારના પાપોદયથી દુર્દશા થાય, તો એ દુર્દશાને જોઈને તેનું અત્તર બળીને ખાખ થઈ જાય. એનું જો ચાલે તેમ હોય તો એ એની દુર્દશાને નિવાર્યા વિના રહે નહીં.
જેના પ્રત્યે બહુમાન, તેની દુર્દશાને ઠંડે કલેજે જોઈ શકવા જોગી હૈયાની સ્થિતિ સંભવી શકતી નથી; ત્યાં વળી એની દુર્દશામાં રાજીપો થાય, એની દુર્દશામાં અજાણતા પણ નિમિત્તરૂપ બની જવાય, એવું તો બને જ શાનું ? જો સંયોગવશ, ખયાલફેરથી, અજાણતા પણ એવી ભૂલ એને સદાને માટે સાલ્યા વિના રહે નહીં.
હવે બહુમાનનું પાંચમું લક્ષણ એ છે કે, જેના પ્રત્યે બહુમાન હોય, તેની દર્દશામાં જેમ અત્યંત દુઃખિત થઈ જાય, તેમ તેના અભ્યદયમાં અત્યંત હર્ષિત થઈ જાય. અભ્યદય પેલાનો થાય અને હૈયું આનું નાચી ઊઠે.
અભ્યદય એની મેળે થાય, તોપણ જે અત્યંત રાજી થાય, તે અભ્યદય થાય એવો શક્ય પ્રયત્ન કર્યા વિના રહે ખરો ?
- ૧૬૧ -
© C C4 વિનયધર્મ
cres આ પાંચ લક્ષણો દ્વારા બહુમાન છે કે નથી, તે ઘણે ભાગે જાણી શકાય છે. વિશિષ્ટ શાની તો જ્ઞાનના બળે જાણી શકે, પણ આપણે તો લક્ષણો જ જોવાં પડે.
જેના હૈયામાં બહુમાન હોય તેના હૈયામાં જેના પ્રત્યે બહુમાન હોય તેને માટે પણ આવા પાંચેય પ્રકારના ભાવો પાદુર્ભત થયા વિના રહે નહીં અને એ ભાવો, શક્તિ-સામગ્રીના યોગને અનુસાર, અમલી બન્યા વિના પણ રહે નહીં. બહુમાન એ એક પ્રકારની આત્યંતર પ્રીતિ જ છે; પણ બહુમાનની પ્રીતિમાં વિશેષતા એ હોય છે કે, એ પ્રીતિ ભક્તિભાવથી ભરેલી હોય છે.
જેના પર તમને ખરેખર પ્રીતિ હોય છે, ગાઢ સ્નેહ હોય છે તેના માટે તમારા હૈયામાં કેવા કેવા ભાવો જાગે છે એ જો તમે વિચાર કરો તો તમને બહુમાનના યોગે હૈયામાં કેવાકેવા ભાવો પેદા થવા પામે છે, તેનો ખયાલ આવ્યા વિના રહે નહીં. તમારી આજની પ્રીતિ મોટે ભાગે સ્વાર્થી છે, એટલે કદાચ તમને આ ચીજનો ખરો ખ્યાલ ઝટ નહીં આવી શકે, પરંતુ તમે જો કોઈ પ્રત્યે નિઃસ્વાર્થ પ્રીતિવાળા અથવા તો પૂર્વભાવના ઋણાનુબંધી સ્નેહવાળા હશો તો એનો વિચાર કરતાં તમને આ વસ્તુનો ઘણી જ સહેલાઈથી ખ્યાલ આવી શકશે.
સારાંશમાં એની ઇચ્છાઓ ફળે, એના દોષો ઢંકાય અને એનો અભ્યદય કેમ થાય, એવું મનમાં થયા જ કરે તેમ જ એની દુર્દશાથી અત્યંત દુઃખી થવાય અને એના અભ્યદયથી અત્યંત રાજી થવાય એમ પણ બને જ. આ બધું કરવું પડે નહીં, પણ થઈ જ જાય. એટલે, ગુર્નાદિકની પ્રત્યે ભક્તિ-પ્રીતિને પેદા કરવાનો પ્રયત્ન ચાલુ જ રાખવો જોઈએ.
અહીં માત્ર બહુમાન જ્ઞાનાચારની વાતમાં જો ધ્યાન આપવામાં આવે તો અભ્યાસુઓના જ્ઞાનનો જબરજસ્ત ક્ષયોપશમ થાય છે અને સફળતામાં આગળ રહે છે. બાકીના સાત આચારો જૈન દર્શનના સિદ્ધાંતના અભ્યાસસંબંધી હોવાથી ચર્ચા કરી નથી.
વિનયની સાચી કિંમત જ બહુમાનને અંગે છે. વિનય હોય ત્યાં બહુમાન ન હોય એ બનવાજોગ છે, બહુમાન હોય ત્યાં વિનય તો દેખાય જ. બહુમાન એકલું પણ લાભ કરે છે અને જો બહુમાનપૂર્વકનો અલ્પ પણ વિનય હોય તો એ અલ્પ વિનય પણ ઘણા લાભને માટે થાય છે.
+ ૧૬૨ -
Page #86
--------------------------------------------------------------------------
________________
©©4 વિનયધર્મ
P ગુરુ ગૌતમ મહારાજના પ્રભુ મહાવીર સાથેનાં વિનય અને બહુમાન વખાણાય છે. વિષયની જાણકારી હોવા છતાં સભામાં અબુધની જેમ નમ્ર બની પ્રશ્નો પૂછીને સભામાં પ્રભુના જ્ઞાનનો ઉપદેશ ફેલાવતા હતા.
પ૦,૦૦૦ કેવળજ્ઞાનીના ગુરુ હોવા છતાં અનંતલબ્લિનિધાન ગૌતમ મહારાજા પ્રભુની આજ્ઞાથી આનંદ શ્રાવકની માફી માગવા ગયા તેમાં તેમની નમ્રતાના, વિનયના, ગરુઆલાપાલનના ગુણો દેખાય છે. એમનો આ વિનય બહુમાન પ્રભુવિરહથી શોકાતુર ગૌતમ મહારાજાને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. એટલે વિનય સાથેના બહુમાનનું ફળ પરમઉત્કૃષ્ટ મળી શકે છે.
(અમદાવાદસ્થિત પ્રવીણભાઈએ જૈન ધર્મમાં જ્ઞાનમીમાંસા વિષય પર Ph.D. કર્યું છે. પ્રવીણભાઈ જૈન ધર્મ પર દેશ-વિદેશમાં પ્રવચનો આપે છે અને વિવિધ જૈન સેમિનાર્સમાં ભાગ લે છે).
©©ન્ડવિનયધર્મ ©©n માતા-પિતા તરફનો વિનયગુણ
- ડૉ. છાયા શાહ “વિનય’’ એ આંતરિક પ્રક્રિયા છે. વિનય એ અહમ્ના વિસર્જનની પ્રક્રિયા છે. વિનયથી જ્ઞાનપ્રાપ્તિ, આચારવિશુદ્ધિ અને સમ્યમ્ આરાધનાનો લાભ પ્રાપ્ત થાય છે. બધા જ ગુણોમાં વિનય સૌથી શ્રેષ્ઠ ગુણ છે. વિનયથી જ વિદ્યા આવે છે. વિનય એ ધર્મનું મૂળ છે. વિનયપૂર્વકનું ચારિત્ર જ આ ભવ અને પરભવમાં સુખ આપે છે. પાણી વિના જેમ બીજ ફળતું નથી, તેમ વિનય. વિના જ્ઞાન-ચારિત્ર ફળતાં નથી.
વ્યવહારમાં આપણે ત્રણ સંજોગોમાં વિનયગુણ અપનાવીએ છીએ. (૧) જેમણે આપણા પર ઉપકાર કર્યો હોય તેમના પ્રત્યે આપણે વિનયભર્યું વર્તન કરીએ છીએ (૨) સંબંધમાં જે આપણાથી મોટા હોય (વડીલ) તેમનો વિનય કરીએ છીએ (૩) આપણું આત્મહિત કરનાર હોય તેના પ્રત્યે વિનયભર્યું વર્તન દાખવીએ છીએ. આ ત્રણે સંયોગ અલગઅલગ હોય છે. આશ્ચર્યની વાત એ છે કે માતા-પિતા’ એક જ એવું સ્થાન છે કે જે આપણા પર ઉપકાર પણ કરે છે, આપણા વડીલ પણ છે ને સંસ્કાર આપનાર પણ છે. તેથી ખરેખર તો વિનય આદરવા માટેનું આ સર્વોત્તમ સ્થાન છે. એક પછી એક સ્થાન માટે વિચાર કરીશું તો આ હકીકત સ્વીકારવી જ પડશે.
(ખાલી એક જ વાર) તમને આ પૃથ્વી પર લાવવા માટે માતા જે વેદના સહન કરે છે તે જુઓ ને તો કહી દો કે આના જેવો બીજો ઉપકાર હોઈ ન શકે, એટલું જ નહીં, આટલી વેદના સહન કર્યા પછી તમારું મુખ જુએ ને બધી વેદના ભૂલી જાય. માતા તમને મોટા કરવા અનેક દુઃખો સહન કરે છે, ઉજાગરા કરે છે, પ્રેમપૂર્વક તમારો ઉછેર કરે છે. બાળક સમજણો થાય પછી માતા તેનો હાથ પિતાના હાથમાં આપે છે. પિતા બાળકને દુનિયા સાથે ઓળખાણ કરાવે છે, માર્ગદર્શન આપે છે, બાળકને બધી જ સગવડો આપે છે. પોતાનાથી શક્ય બધું જ બાળક માટે કરી છૂટે છે. આમ માતા-પિતા મહાન ઉપકારી છે, તેથી તેમનો વિનય કરવો જોઈએ.
(૨) માતા-પિતાવડીલ તરીકે પુત્ર મોટો થાય, પરણે, તેનાં બાળકો થાય, છતાંય માતા-પિતાનું વડીલ
૦ ૧૬૪ -
વિનય માન મોહનીય વિજયનો પરિપાક છે. વિનય માન મોહનીય વિજયની પારાશીશી છે.
૦ ૧૬૩
-
Page #87
--------------------------------------------------------------------------
________________
@ @C4 વિનયધર્મ PTC તરીકે વાત્સલ્ય ઝરતું જ રહે છે. મુશ્કેલીના સમયમાં હંમેશાં વડીલ તરીકે સાથ આપે છે. પૌત્ર-પૌત્રીઓને સંસ્કાર આપે છે, પ્રેમ આપે છે.
(૩) આત્મહિત પણ આરંભમાં માતા-પિતા જ કરે છે
જે માતા-પિતા પોતે ધર્મ પામ્યાં હોય, તેઓ પોતાનાં સંતાનોને બાળપણથી જ ધર્મના સંસ્કારો આપે છે. તેઓ સમજે છે કે, આ બાળક પૂર્વભવમાં પુણ્ય કરી અમારે ત્યાં ધર્મની સામગ્રી વચ્ચે જન્મ્યો છે તો હવે તેને ધર્મના વધુ સંસ્કાર આપી ઊર્ધ્વગામી બનાવીએ. આવાં માતા-પિતા આત્માહિત કરનારાં છે તેથી પરમઉપકારી છે.
આવા ઉપકારી, વડીલ અને આત્મહિત કરનાર માતા-પિતાનો કેવી રીતે વિનય કરવો જોઈએ ?
(૧) સવારે ઊઠી માતા-પિતાને અવશ્ય પગે લાગવું જોઈએ. માતાપિતાના જે આશિષ મળે છે તે અણમોલ છે, વિદનહર્તા છે, સુખ-શાંતિ આપે છે.
(૨) માતા-પિતાને પોતાની સાથે જ રાખવાં જોઈએ. સાથે રહેવાથી હુંફ મળે છે, તેમનો સાથ મળે છે. બાળકોને પણ દાદા-દાદીનું વાત્સલ્ય મળે છે.
(૩) માતા-પિતા પર કોઈ આર્થિક કે બીજી કોઈ જવાબદારી ન રાખવી જોઈએ.
(૪) માતા-પિતાની જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
(૫) માતા-પિતા સાથે થોડો સમય અવશ્ય વ્યતીત કરવો જોઈએ. ક્યારેક સાથે બહાર પણ લઈ જવાં જોઈએ.
(૬) ધર્મક્ષેત્રમાં ખર્ચ કરવાની તેમની ઇચ્છાને સહકાર આપવો જોઈએ.
માતા-પિતા વડીલ પણ છે અને સંસ્કાર આપે છે તેથી ગુરુ પણ છે, તેથી તેમની સાથે ઉપચાર વિનય અવશ્ય કરવો જોઈએ, જેમકે તેઓ આવે ત્યારે તેમને આસન વગેરે બેસવા આપવું, માનપૂર્વક બોલાવવા, તેમની આજ્ઞા માનવી વગેરે.
માતા-પિતા સાથે આપણે વિનયપૂર્વકનું વર્તન કરતા હોઈએ તો તે જોઈને આપણાં બાળકો પણ ભવિષ્યમાં આપણી સાથે વિનયપૂર્વક વર્તે છે. આવાં ઘરોમાં હંમેશાં સુખ અને શાંતિ રહે છે. માતા-પિતાને સંતોષ થાય છે. તેમની આંતરડી ઠરે છે. તેઓ અંતઃકરણપૂર્વકના આશિષ આપે છે.
- ૧૬૫ -
© C C4 વિનયધર્મ
cres પરંતુ વર્તમાન સમયમાં માતા-પિતા પ્રત્યે અવિનયી વર્તન વધતું જાય છે. આધુનિક શૈલીથી મોટી થયેલી યુવતીને પતિનાં માતા-પિતા બોજ લાગે છે. તેથી તે તેમને તરછોડે છે, દુઃખી કરે છે, અવિનયભર્યું વર્તન કરે છે, ક્યારેક તો તેઓ માતા-પિતાને ઘરની બહાર કાઢી મૂકે છે ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. મા-બાપ સાથે આવા વર્તનનું કારણ મોટે ભાગે પરણીને આવનાર યુવતી જ હોય છે. કોઈ કુંવારા છોકરાનાં મા-બાપ વૃદ્ધાશ્રમમાં હોતાં નથી. મોટે ભાગે યુવાનનાં લગ્ન પછી જ આ સમસ્યા ઊભી થતી હોય છે. માતા-પિતા સાથે અવિનયી વર્તન કરવાથી તેમને દુઃખ થાય છે, આંતરડી કકળે છે. આવાં સંતાનો ક્યારેય સુખી થતાં નથી. માટે માતા-પિતા સાથે હંમેશાં વિનયપૂર્વક જ વર્તવું જોઈએ.
ક્યારેક ઉંમરને લીધે કે કોઈ વૃદ્ધાવસ્થાનો રોગ થયો હોય ત્યારે કદાચ તેઓ આપણને ન ગમે તેવું વર્તન કરે તો પણ તેઓ મા-બાપ છે, તેમની પ્રત્યે મારાથી અવિનયી વર્તન થાય જ નહીં એવો નિયમ હોવો જોઈએ. શ્રીરામ આ વાતનું ઉદારહણ છે. પિતાએ કયીને આપેલું વચન પાળવાનું જ એવો નિશ્ચય કરી લે છે ને તે પ્રમાણે જંગલમાં ચાલ્યા જાય છે.
ક્યારેક સંજોગોને વશ થઈને તો ક્યારેક મજબૂરીથી તો ક્યારેક સંસ્કારવિહીન હોવાને કારણે કેટલાંક સંતાનો માતા-પિતા સાથે અવિનયી વર્તન કરતાં હોય છે. પોતાની આર્થિક સ્થિતિ બરોબર ન હોય તેવાં સંતાનો માબાપના ખર્ચનો ભાર ઉપાડી નથી શકતાં ને તેથી મા-બાપ સાથે અવિનયી વર્તન કરે છે. આ એક મજબૂરી છે. તેનાથી બચવાનો પુરુષાર્થ કરવો જોઈએ, પરંતુ જે પતિ પત્નીના કહેવાથી મા-બાપ સાથે અવિનયી વર્તન કરે, તેમને દુઃખ આપે, રોગમાં સહારો ન આપે, પૈસા ન આપે તેમને ક્યારેય માફ ન કરી શકાય. પાછલી ઉંમરે તેમને સાથે ન રાખતાં વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તે નરી નિર્દયતા છે. વૃદ્ધાશ્રમ એ આજના યુવાન વર્ગના માટે મોટું કલંક છે. ત્યાં એકવાર જઈ એકએક વૃદ્ધની વાતો સાંભળીએ ત્યારે ખયાલ આવે કે સમાજનું કેટલું પતન થયું છે.
યુવા પેઢી જો માતા-પિતા પ્રત્યે વિનયભર્યું વર્તન કરે તો તેમને કેટલો ફાયદો થાય છે. વડીલો પાસે અનુભવોનો ખજાનો હોય છે. વડીલો કદાચ ભણેના ન હોય, પણ ગણેલા જરૂર હોય છે. આ ગણતર સ્વીકારીએ તો ઘણી ટિપ્સ મળે છે. મહેનત અને સંપત્તિ બચે છે. આથી યુવા પેઢીએ માતા-પિતાને
- ૧૬૬ -
Page #88
--------------------------------------------------------------------------
________________
©©ન્ડ વિનયધર્મ ©© ક્યારેય ન કહેવું, “તમને સમજણ ન પડે”, આ અવિનય છે. વળી આજના વડીલો મોટે ભાગે ભણેલા હોય છે તેથી કોઈ રીતે ભારે પડતા નથી. તેમની પાસે પેન્શન હોય છે અથવા વ્યાજ મળે તેવી વ્યવસ્થા હોય છે. આર્થિક રીતે તેઓ સદ્ધર હોય છે. વળી વર્તમાનમાં તો સિનિયર સિટિઝનની કલબો હોય છે જ્યાં વૃદ્ધોને મિત્રો તથા સંબંધીઓની કંપની મળી રહે છે, સંઘ વગેરેમાં પ્રવૃત્ત
હોય છે.
આ બધી સમજાવટ પછી પણ એક વાત નક્કી છે કે, માતા-પિતા એ માતા-પિતા છે. ગમે તે થાય, સંતાનોનો એક નિર્ણય હોવો જોઈએ કે મા-બાપ પ્રત્યે હંમેશાં વિનયભર્યું વર્તન રાખીશું.
પરિણામ કેવું સુંદર આવશે ! પૌત્રો વડીલોની વચ્ચે મોટા થશે, સુસ્કૃત બનશે, કામનું વિભાજન થશે, દરેક ઘર નંદનવન બનશે !
(અમદાવાદસ્થિત ડૉ. છાયાબહેન શાહ જૈન ધર્મનાં અભ્યાસુ છે. તેમણે પ્રભુદાસ પારેખના સાહિત્ય પર સંશોધન કરી Ph.D. કરેલ છે).
@ @ 4વિનયધર્મ c©©n ઈસ્લામ ધર્મમાં વિનર્યાચિંતન
- ડૉ. મહેબૂબ દેસાઈ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસૉફી ઍન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર દ્વારા અમદાવાદ મુકામે “જૈન જ્ઞાનસત્ર-૧૫'નું તા. ૧૮, ૧૯ ફેબ્રુઆરી-૨૦૧૭ના રોજ ડૉ. કુમારપાળ દેસાઈના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ““ઇસ્લામ ધર્મમાં વિનયચિંતન' વિષય પર વ્યાખ્યાન આપવાનું નિમંત્રણ મળેલ હોઈ, એ વિષય પર વાંચવા અને વિચારવાની તક સાંપડી છે. એ વાંચન અને વિચારનું વલોણું કરેલ અર્ક આપની સમક્ષ મૂકતાં આનંદ અનુભવી રહ્યો છું. ઇસ્લામ ધર્મ મૂળભૂત રીતે માનવધર્મ છે. અલબત્ત, તેના પાયાના સિદ્ધાંતો સાચો
સ્વરૂપમાં સમાજ સમક્ષ ન મુકાયા હોવાથી તે અંગે આમસમાજ માં અનેક ગેરસમજો પ્રવર્તે છે. ઇસ્લામના પાંચ સ્તંભો ઈમાન (શ્રદ્ધા), નમાઝ (ઈબાદતભક્તિ), રોઝા (ઉપવાસ), જકાત (દાન) અને હજ (ધાર્મિક યાત્રા)માં ભરપૂર માનવમૂલ્યો પડ્યાં છે. વળી હજજ એ ગરીબ અને અસહાય માનવી માટે ફરજિયાત નથી રાખવામાં આવેલ. તેની પાછળ પણ માનવીય અભિગમ જોડાયેલો છે. ઇસ્લામનાં માનવમૂલ્યો સાથે જીવનવ્યવહારનો તરીકો પણ સામેલ છે. વ્યક્તિનો વ્યક્તિ અને સમાજ સાથેનો વિવેકપૂર્ણ સંબંધ ઇસ્લામની પાયાની કેળવણી છે. ઇસ્લામના સાચા અનુયાયીઓનાં ખાનપાન, લિબાસ અને
જીવનવ્યવહારમાં વિનય-વિવેક હંમેશાં કેન્દ્રસ્થાને જોવા મળે છે. સૌપ્રથમ ઇસ્લામના અનુયાયીઓ મળે છે ત્યારે ‘‘અસ-સલામ-અલયકુમ' કહે છે, જેના જવાબમાં “વા-અલયકુમ-સલામ’ કહેવામાં આવે છે. આ અભિવાદનમાં કોઈ ધર્મ નથી. માત્ર વિવેક અને વિનય છે. ‘અલ-સલામ-અલયકુમ'' અર્થાત્ ઈશ્વર કે ખુદાની આપ પર રહેમત વરશે’. રહેમત એટલે દયા-કૃપા. એ જ અર્થમાં સોમની વ્યક્તિ પણ ઉત્તર પાઠવે છે, “વા-અલયકુમ-સલામ’. ‘‘તમારા પર પણ ખુદાની રહેમત વરશે .
હઝરત મહંમદસાહેબે તો ત્યાં સુધી ફરમાવ્યું છે કે, ‘આપને જે ભાષામાં અભિવાદન કરવામાં આવે તે જ ભાષામાં તેનો ઉત્તર પાઠવો” અર્થાત્ કોઈ જૈનબંધુ આપને “જય જિનેન્દ્ર'' કહે તો તેને તે જ રીતે ઉત્તર આપો. આ વિવેક-વિનય ઇસ્લામના અનુયાયીઓ માટે પુણ્ય અર્થાત્ સવાબનું માધ્યમ છે.
૧૬૮ ૨
૦ ૧૬૭
-
Page #89
--------------------------------------------------------------------------
________________
6
4 વિનયધર્મ
Peon આ ક્રિયા ગેરમુસ્લિમને “સલામ” બોલવા પ્રેરશે એ મારો જાતઅનુભવ છે. મારી સાથે મારા અને હિંદુમિત્રો સલામ કહી વાતનો આરંભ કરે છે, જ્યારે હું તેમને તેમની ભાષામાં અભિવાદન કરું છું.
એ જ રીતે ઇસ્લામના અનુયાયીઓ દરેક નાનાં-મોટાં કાર્યના આરંભે ‘બિસ્મિલ્લાહ અર રહેમાન નિર રહીમ” કહે છે, અર્થાત્ શરૂ કરું છું અલ્લાહના નામે જે પરમકૃપાળુ અને દયાળુ છે. આ દુવા ભોજનના આરંભે કે કોઈ પણ કાર્યના શરૂ કરતાં પહેલાં દરેક મુસ્લિમ પઢે છે જેમાં ક્યાંય ધર્મ નથી. માત્ર ને માત્ર અલ્લાહ-ખુદા કે ઈશ્વર પ્રત્યે લગાવ અને શ્રદ્ધા છે. કુરાને શરીફની ભાષા ફારસી કે ઉર્દૂ છે. આ ભાષાની એક મોટી વિશિષ્ટતા એ છે કે તેમાં ક્યાંય
તું” શબ્દ નથી. નાના-મોટા સૌ માટે ‘આપ’ શબ્દનો પ્રયોગ થયો છે. એ જ રીતે ઈબાદત અર્થાત્ ભક્તિ માટે પણ સમાનતાનો વિવેક કેન્દ્રમાં છે.
‘એક હી સફ મેં ખડે હો ગયે મહેમૂદ-ઓ-અયાઝ
ન કોઈ બંદા રહા ઔર ના કોઈ બંદા નવાઝ ''
અર્થાત્ નમાઝની સફ (લાઈન)માં સૌ સમાન છે. નોકર-માલિક, અમીરગરીબ, નાનો-મોટો સૌ એક જ કતારમાં ઊભા રહી નમાઝ પઢે છે. મસ્જિદમાં જે વહેલો આવે તે આગળ ઊભો રહે છે. મોડો આવે તે પાછળ ઊભો રહે છે. આ ઇસ્લામનો માનવીય વિવેક છે. માનવજીવનમાં છીંક અનિવાર્ય છે. ઇસ્લામમાં છીંક આવે ત્યારે પણ ઈશ્વર કે ખુદાને યાદ કરવાનો વિવેક દાખવવામાં આવે છે. જ્યારે છીંક આવે ત્યારે ‘અલહમ્દો લિલાહ” કહેવું જોઈએ. એ સમયે કોઈ અન્ય મુસ્લિમ પાસે હોય તો તેને ‘‘અહમા કલાહ” કહેવું જોઈએ. આ વિવેકનો અર્થ પણ એ જ છે, “અલ્લાહની તમારા પર રહેમત વરશો.’ વળી છીંક મોટેથી ખાવી એ પણ ઇસ્લામમાં મોટો અવિવેક છે. - હઝરત મહંમદસાહેબે ફરમાવ્યું છે, “જ્યારે ઓડકાર કે છીંક આવે ત્યારે મોટા અવાજ સાથે ન ખાઓ, કારણકે શૈતાન તો ઇચ્છે છે કે તમે તેમ કરો.”
એ જ રીતે કોઈના મૃત્યુના સમાચાર જાણી કોઈ પણ મુસ્લિમના મુખમાંથી શબ્દો સરી પડે છે ‘‘ઈન્ન લિલ્લાહીર વ ઇન્ના ઈલાહી રાજી ઉન” અર્થાત્ આપણે સૌ અલ્લાહ તરફથી આવ્યા છીએ અને તેની પાસે જ પાછા જવાનું છે.” આમાં પણ ક્યાંય ધર્મ નથી.
- ૧૬૯ -
છCC4 વિનયધર્મ
“મૌત સે કિસ કી રિતેદારી છે,
આઝ ઉન્કી તો કલ મેરી બારી હૈ”. તેમાં પણ જીવનની વાસ્તવિકતા અને ઈશ્વર કે અલ્લાહની સર્વોપરિતા જ અભિવ્યક્ત થાય છે.
મહંમદસાહેબે જીવનભર સાદગીને અપનાવી હતી. સમગ્ર અરબસ્તાનમાં તેમનું શાસન હતું. છતાં તેઓ ક્યારેય કોઈ સિંહાસન પર નથી બેઠા કે નથી કોઈ મહેલમાં રહ્યા. નાળિયેરના પત્તાના બનેલા ઝૂંપડામાં તેમણે સમગ્ર જીવન વિતાવ્યું હતું. નાનામાં નાના કાર્યને તેઓ મહત્ત્વ આપતા અને ખુશીખુશી તે કરતા. એકવાર મહંમદસાહેબ તેમના સહાબીઓ (અનુયાયીઓ) સાથે જંગલમાં જઈ રહ્યા હતા. ભોજનનો સમય થયો એટલે સૌ ભોજન બનાવવાના કાર્યમાં લાગી ગયા. ભોજન બનાવવા માટે સૌએ કામની વહેંચણી કરી લીધી. મહંમદસાહેબ ભોજન માટે અગ્નિ પેટાવવા લાકડાં વીણવા નીકળી પડડ્યા. ત્યારે એક સહાબીએ આપને વિનંતી કરતાં કહ્યું, “આપ એ તકલીફ ન લો. એ કામ અમે કરી લઈશું.”
મહંમદસાહેબ બોલ્યા, “પણ હું મારી જાતને તમારા કરતાં ઊંચી નથી માનતો. જે પોતાને પોતાના સાથીઓ કરતાં ઉચ્ચ માને છે તેને ખુદા નથી ચાહતા.'
ખાનપાનમાં પણ ઇસ્લામે સંયમને પ્રાધાન્ય આપ્યું છે. તેમાં પણ અનેક દૃષ્ટાંતો ઈસ્લામિક ગ્રંથોમાં જોવા મળે છે. મહંમદસાહેબ મસ્જિદમાં નમાઝ અદા કરતા સમયે લસણ અને ડુંગળીથી બનાવેલું ભોજન લેવાનું ટાળતા અને તેઓ હંમેશાં કહેતા, “માનસિક કાર્યોમાં બાળબચ્ચાંઓ, ખાનપાન, સૂવા અને જાગવામાં, ગમ અને ખુશીમાં, આનંદ-પ્રમાદમાં, ઈબાદતમાં, ચાલચલનમાં, એમ દરેક જીવનવ્યવહારમાં મધ્યમ અને નૈતિક માર્ગ અપનાવો. એ જ જીવનનો સાચો માર્ગ છે.” આજે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રીશ્રી ‘સ્વચ્છતા અભિયાન’ ચલાવી રહ્યા છે. ઇસ્લામના પાયાના સિદ્ધાંતોમાં સ્વચ્છતા પણ રહેલી છે. હઝરત પયગંબરસાહેબે ફરમાવ્યું છે, ‘‘પવિત્રતા અને સ્વચ્છતા અડધું ઈમાન છે', અર્થાતુ ઇસ્લામના અનુયાયીઓનું અડધું ઈમાન તો શારીરિક અને રૂહાની (આત્માની) શુદ્ધિમાં રહેલું છે. નમાઝ પૂર્વે અને મસ્જિદમાં જતાં પહેલાં વજૂ કરવાની પ્રથા ઇસ્લામમાં છે. વજૂ એટલે નમાઝ પહેલાં શરીરને શુદ્ધ કરવાની ક્રિયા. હાથ, પગ, મોટું, વાળ,
કે ૧૭૦ -
Page #90
--------------------------------------------------------------------------
________________
( વિનયધર્મ Sunn નાક, કાન બધું પાણીથી ધોવાની ક્રિયાને વઝું કહે છે. જીવનવ્યવહારમાં સંયમનું પ્રાધાન્ય પણ ઇસ્લામે સ્વીકારેલ છે. પોતાની લાગણીઓ, વિચારો, ઇચ્છાઓ અને અપેક્ષાઓ પર સંયમ રાખવા અંગે હઝરત મહંમદસાહેબે ફરમાવ્યું છે.... “આંખોનો ગુનાહ બદનજર (બૂરી નજર) છે અને કાનનો ગુનાહ બેહાઈ (બેશરમી) છે.”
આવા તો અનેક વિવેકી સંસ્કારો ઇસ્લામમાં છે. બસ જરૂર છે માત્ર તેનો અમલ કરવાની. ખુદા-ઈશ્વર તેનો અમલ કરવાની આપણને સૌને હિદાયત આપે એ જ દુવા. આમીન.
(અમદાવાદસ્થિત ડૉ. મહેબૂબભાઈ ઇસ્લામ ધર્મ સાથે વિવિધ દાર્શનિક પરંપરાના અભ્યાસુ છે. તેમનું ઇસ્લામ ધર્મ વિશે ઘણું સાહિત્ય પ્રગટ થયું છે).
જ્યારે સાધકના પંચાગ ઝૂકેલા હોય, હૃદય ભક્તિના ભાવથી ભરપૂર હોય, આંખોથી વિનયના અમી વરસતાં હોય, ત્યારે સદ્ગુરુની કૃપાદ્યષ્ટિ વરસે છે અને લોકોત્તર ફળની પ્રાપ્તિ થાય છે.
૧૭૧
(વિનયધર્મ GS શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ‘વિનય”ની સંકલ્પના...
ડૉ. દેવવલ્લભ સ્વામી
‘વિનય’ એ સંસ્કૃત શબ્દ છે. તેનો સીધો અર્થ થાય છે વિનમ્રતા. વિનમ્રતા એ વિનયનું એક બાહ્યસ્વરૂપ છે. વિનયનું બીજું સ્વરૂપ છે આદર. આદર એ આંતરિક ગુણ છે. અંદરના ભાવ વિનાની વિનમ્રતા એ વિનય નથી. સાધુસંતો, વડીલો વગેરેને આપણે સ્થૂળ શરીરથી વંદન કરીએ એ પૂરતું નથી. તેઓના પ્રત્યે અંદરથી પણ આદરભાવ હોવો જોઈએ. અંદરના આંતરિક આદરભાવ સમર્પણ વિનાના માત્ર બાહ્ય વંદન, પ્રણામ વગેરેથી જીવનમાં ક્રાંતિ આવતી નથી. તે માત્ર શિષ્ટાચાર કે દંભ બની જાય છે.
ભારતીય ધર્મ અને સંસ્કૃતિમાં સર્વ સદ્ગુણોમાં ‘વિનય’ એ પાયાનો સદ્ગુણ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિનયને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
વિનય એ વિદ્યા-જ્ઞાનનું ફળ છે. સંસ્કૃતમાં કહ્યું છે કે, વિદ્યા વિનયેન શોખતે। અર્થાત્ - વિદ્યા વિનયથી જ શોભે છે. કોઈ માણસ રૂડો-રૂપાળો હોય, પરંતુ નાક ન હોય તો કેવો લાગે ? તેમ ગમે તેવો બુદ્ધિશાળી, ભણેલો-ગણેલો હોય, પરંતુ તેનામાં જો વિનય ન હોય તો તે પેલા નાકકટ્ટા જેવો લાગે.
વિનયરૂપી સદ્ગુણ વિનાની વિદ્યા એ ખરા અર્થમાં વિદ્યા જ નથી. તે માત્ર જાણકારી, માહિતીનો ઢગલો છે. માત્ર શબ્દજ્ઞાનનો સંગ્રહ છે. વિવિધ ઉપાધિ (ડિગ્રીઓ) એ વિદ્યા નથી. વિનમ્ર જીવનશૈલી જ વિદ્યાની ઘોતક છે.
જીવનમાં સાચું સુખ, શાંતિ અને આનંદની પ્રાપ્તિ વિનયથી થાય છે. તેથી જ સંસ્કૃતમાં કહ્યું છે કે,
विद्या ददाति विनयं विनयाद्याति पात्रता । पात्रत्वात् धन माप्नोति धनात् धर्म ततः सुखः ॥
અર્થાત્ વિદ્યાથી વિનય આવે છે. વિનયથી પાત્રતા આવે છે. પાત્રતાથી ધન મળે છે. ધનથી ધર્મપાલન થઈ શકે છે અને ધર્મપાલનથી સુખ મળે છે. આમ સુખીની મૂળ ગંગોત્રી વિદ્યા છે, પરંતુ જો વિદ્યાથી વિનય આવે તો. વિનય વિનાની વિદ્યા વાંઝણી છે. જેનાથી વિનય, નમ્રતા ન આવે તો તે સાચા અર્થમાં વિદ્યા નથી. કારણકે વિદ્યાનું ફળ વિનય છે.
૧૭૨ =
Page #91
--------------------------------------------------------------------------
________________
e(વિનયધર્મ
વિદ્યાથી વિનય આવે એટલે વિદ્યા પ્રજ્ઞા બની જાય છે અને પ્રજ્ઞાને ઉપનિષદોમાં ‘પ્રાશન બ્રહ્મ’ કહ્યું છે. અર્થાત્ પ્રજ્ઞા એ બ્રહ્મ છે. જેમ બ્રહ્મમાં સર્વ સદ્ગુણો રહ્યા છે તેમ વિનયથી વ્યક્તિમાં સર્વ સદ્ગુણોનો ઉદય થાય છે. સર્વ શુભ ગુણોની પ્રાપ્તિ થાય છે. સર્વ દિવ્ય ચેતનાઓની આવી વિનયવાન વ્યક્તિ પર અનંતકૃપા વરસે છે. વિનયથી વ્યક્તિ સાચા અર્થમાં આત્મવાન, આધ્યાત્મિક બને છે.
S
સંત કવિ તુલસીદાસજીએ વિનયનો મહિમા બતાવવા માટે જ ‘વિનયપત્રિકા’ નામે એક નાનકડી કૃતિ રચી છે.
વિનય એટલે નમ્રતા. વ્યક્તિના ભૌતિક જીવન અને આધ્યાત્મિક જીવનમાં જો કોઈ મોટામાં મોટો અવરોધ હોય તો તે અહમ્ (ઈગો) છે. આ અહમ્નું ઓગળવું એટલે જ વિનય, નમ્રતા.
જળનાં ત્રણ સ્વરૂપ છે. વાયુ-વરાળ, પ્રવાહી-પાણી અને ઘન-બરફ. વરાળ અને બરફ કરતાં પ્રવાહી-પાણીની ઉપયોગિતા વધુ છે. તેનાથી જ જીવનની નહાવું, ધોવું વગેરે દૈનિક ક્રિયાઓ થઈ શકે છે. બરફને ગરમી આપવાથી તે પ્રવાહીમાં રૂપાંતરણ પામે છે. પછી તે પ્રવાહી સ્વરૂપ વધુ ઉપયોગી બને છે. તેમ વિદ્યાજ્ઞાનરૂપી ગરમી વ્યક્તિના અહમ્ને ઓગાળીને તેનું વિનયમાં રૂપાંતરણ કરે છે. આવા સંસ્કારિત અહવાળી વ્યક્તિને વિનયવાન કહે છે.
વિશ્વના જેજે મહાપુરુષો થઈ ગયા તેઓનાં જીવનમાં વિનયનો સદ્ગુણ ભારોભાર જોવા મળે છે. વિનયના કારણે જ પૌરાણિક પરંપરામાં ઋષિમુનિઓને બ્રહ્મર્ષિ અને રાજર્ષિ એમ બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. વિનયના કારણે જ વસિષ્ઠજીને બ્રહ્મર્ષિ અને વિનયના અભાવના કારણે વિશ્વામિત્રને રાજર્ષિની ઉપાધિ મળેલી. જેના જીવનમાં વિનયનું અવતરણ થાય તેનું જીવન બ્રહ્મના જેવું નિર્દોષ, નિખાલસ, સરળ અને સહજ બની જાય છે તેથી તે બ્રહ્મર્ષિ કહેવાય છે અને જેના જીવનમાં વિનયનો અભાવ હોય તેનું જીવન અસ્ટંટ-હઠાગ્રહી બને છે.
જેના દ્વારા વિનયનો ઉદય ન થાય તેવી વિદ્યા એ વિદ્યા નથી. તેથી જ વિદ્યાની પરિભાષા કરતાં ઉપનિષદમાં કહ્યું છે કે, સા વિદ્યા યા વિમુયે । અર્થાત્ એ જ સાચી વિદ્યા છે કે જે વ્યક્તિને પૂર્વગ્રહો, લઘુતાગ્રંથિ, અહમ્, જડતા, અંધશ્રદ્ધા, સંકુચિતતા, અજ્ઞાન અને જન્મ-મરણની ઘટમાળ વગેરેથી મુક્ત કરે. વ્યક્તિનું આલોક અને પરલોક બન્નેમાં શ્રેય કરે. જીવનને મઘમઘતું બનાવે એ જ સાચી
૧૭૩
(વિનયધર્મ
વિદ્યા છે. તેને જ બ્રહ્મવિદ્યા કહે છે.
સહજાનંદસ્વામીએ ‘શિક્ષાપત્રી'માં આવી સદ્વિદ્યાની પ્રવૃત્તિ કરવાનો ખાસ ધર્મદેશ આપતાં કહ્યું છે કે, પ્રવર્તનીયા સદ્વિદ્યા મુવિ થત્ મુત મહત્ા (શિક્ષાપત્રી ો ?રૂર). અર્થાત્ પૃથ્વીને વિશે સદ્વિદ્યાનું પ્રવર્તન કરવું, પ્રસાર, પ્રચાર કરવો. તેનાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. જે વિદ્યાની પ્રાપ્તિથી જીવનમાં ‘વિનય’નો ઉદય થાય તેવી વિદ્યાની પ્રવૃત્તિ કરવી એ એક મહાન પુણ્યનું કામ છે. તેથી વિદ્યાદાન એ મહાદાન છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના ત્યાગી ગૃહી અનુયાયીઓ દ્વારા સદ્વિદ્યાની પ્રવૃત્તિ સતત થતી રહે તે માટે સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીમાં સ્વા. સંપ્રદાયના વડા ધર્મગુરુને ખાસ ધર્મદેશ આપતાં કહ્યું કે, સંસ્તાપ્ય વિપ્ર વિધામં પાશાળા વિધાવ્ય ચ । (‘શિક્ષાપત્રી’- જો ?રૂર)
અર્થાત્ વિદ્યાલયની સ્થાપના કરીને તેમાં વિદ્વાન વિપ્રને રાખીને સદ્વિદ્યાની પ્રવૃત્તિ કરવી. સદ્વિદ્યાની પ્રેરક-પોષક પ્રવૃત્તિથી જ વિનયરૂપી ફળની પ્રાપ્તિ થાય છે. આજે સ્વામિનાયણ સંપ્રદાયના ત્યાગાશ્રમી સાધુ-સંતો દ્વારા આશરે ૫૦૦થી વધુ શાળા, મહાશાળાઓ ચાલે છે અને ગૃહસ્થ ભક્તો દ્વારા તો ઘણી શિક્ષણસંસ્થાઓ ચાલે છે. સંસાર છોડીને ત્યાગાશ્રમને વરેલી વ્યક્તિ પણ સમાજ સુખી, સંપન્ન અને દૃષ્ટિવાન બને એ માટે શિક્ષણ સંસ્થાઓ રૂપી મહાયજ્ઞો ચલાવે છે અને એના સુચારુ ફળ આપણે જોઈએ છીએ. એક કહેવતમાં કહ્યું છે કે, "Everybody has eyes but few have sight", અર્થાત્ આંખો બધા પાસે હોય છે, પરંતુ દૃષ્ટિ બહુ ઓછા પાસે હોય છે. આ દૃષ્ટિ એ વિનય છે. વિનયવાન વ્યક્તિ જ બીજાના જીવનમાં વિનયનું વાવેતર કરી શકે.
વિનય શીખવા માટેના ક્યાંય વર્ગો ચાલતો નથી કે વર્ગો ચલાવી પણ ન શકાય. વિદ્યાના પરિપારૂપે વિનયની પ્રાપ્તિ થાય છે. જેમ દૂધમાંથી દહીં બનાવી તેનું મંથન કરવાથી નવનીત-માખણ, ઘી બને છે, તેમ શિક્ષણની સમગ્ર પ્રક્રિયાનો સાર વિનય છે અને માહિતી પ્રાપ્તિ એ છાશ જેવી બાયપ્રોડક્ટ છે.
નદીમાં પૂર આવે ત્યારે કિનારે ઊભેલાં તોતિંગ વૃક્ષો જડમૂળથી ઊખડી જાય છે. જ્યારે નેતરના છોડ ગમે તેવું પૂર કે વાવાઝોડું આવવા છતાં ટકી રહે છે. તેનું કારણ છે તેની વિનમ્રતા. જીવનમાં ગમે તેવા ઝંઝાવાતો વચ્ચે પણ વિનયવાન વ્યક્તિ ટકી રહે છે. આપત્તિઓ તેના શરીર પરથી પસાર થાય છે, પરંતુ તેના
૧૭૪
Page #92
--------------------------------------------------------------------------
________________
64 વિનયધર્મ
P
છn શરીર પર સવાર થતી નથી.
આપણે ત્યાં એક કહેવત છે કે, ‘ચા કરતાં કીટલી ગરમ', અર્થાત્ મોટા સાહેબ કરતાં ચપરાશી વધુ દોઢડાહ્યો હોય છે. મોટા માણસો વિનમ્ર હોય છે,
જ્યારે કેટલાક નાના માણસો અક્કડ હોય છે. માણસને ગમે તેટલી સત્તા, સંપત્તિ, સામર્થ્ય કે સન્માન મળે, પરંતુ જો તેનામાં વિનય ન હોય તો લાખનું રાખ થઈ જતાં વાર લાગતી નથી. અવિનયી વ્યક્તિ જીવનમાં કદી પણ કોઈનો પ્રેમ કે ચાહના મેળવી શકતી નથી, એટલું જ નહીં, તેનું જીવન સતત તનાવગ્રસ્ત અને અનેક વિડંબણાઓથી ઘેરાયેલું રહે છે. એક લોકોક્તિ છે કે,
નમતાને સહુ કોઈ ભજે, નમતાને બહુ માન.
સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. સાગર ધીર-ગંભીર અને વિનમ્ર છે તેથી નદીઓ સ્વયં ઊંચા પહાડોને છોડીને સાગર પાસે જઈને તેમાં સમાઈ જાય છે. તેમ વિનયવાન વ્યક્તિમાં સર્વસદ્ગુણો આપોઆપ આવીને નિવાસ કરે છે.
સાધુ-સંતો અને ભક્તોએ દાખવેલા વિનયના કારણે અનેક હિંસક અને દુષ્ટ લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યાના અનેક પ્રસંગો સ્વામિનારાયણ સંપ્રદાયમાં નોંધાય છે.
એકવાર એક ખાખી બાવાઓની જમાત સ્વા. સંપ્રદાયમાં સત્સંગની મા ગણાતા એક મહાન સંત સદ્ગુરુ મુક્તાનંદસ્વામીને જાનથી મારી નાખવા માટે જેતલપુર ગામમાં આવી. આવનારાઓનો મલિન ઈરાદો સ્વામી જાણતા હોવા છતાં તેઓના પ્રત્યે સ્વામીએ સાધુતા-વિનય દાખવીને તેઓની અન્નજળ વગેરેથી યથાયોગ્ય સરભરા કરી આદર-સત્કાર કર્યો. સ્વામીનો આવો સાધતાભર્યો વ્યવહાર જોઈને જમાતનો આગેવાન પીગળી ગયો. સ્વામીના પગમાં પડ્યો, માફી માગી અને મારવાના મનસૂબા મેલીને સ્વામીને ભાવથી ભેટીને રડી પડ્યો.
જેનું નામ સાંભળતાં નાનું બાળક પણ રડતું બંધ થઈ જાય તેવા ગુજરાતના એક ખૂનખાર બહારવટિયા જોબનવડતાલને સહજાનંદ સ્વામીએ વિનયરૂપી સદ્ગણથી બહારવટુ છોડાવીને પરમભક્ત બનાવ્યો.
સર ગુણાતીતાનંદ સ્વામીએ પણ વિનયયુક્ત વર્તનના પ્રભાવે અનેક લોકોના જીવનમાં આમૂલ પરિવર્તનો કર્યા હતાં વિનય જીવનમાં શું શું કરી શકે
-ક ૧૭૫ -
છCCT4 વિનયધર્મ
P
ress તેની અનેક સત્યઘટનાઓ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં નોંધાણી છે.
- સ્વા. સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનના દિવ્યગુણો અને લીલાપર, ૧૦૮ નામનું એક અદ્ભુત સ્તોત્ર છે. તેમાં સ્વામિનારાયણ ભગવાનનું ૯૨મું એક નામ ‘વિનયવાન’ છે. અર્થાત્ વિનયરૂપી સદ્ગણવાળા. વિનય એ ભગવાનનું એક સ્વરૂપ છે.
૨૧૨ શ્લોકનો ‘શિક્ષાપત્રી’ નામનો એક નાનકડો ગ્રંથ સ્વા. સંપ્રદાયની આચારસંહિતા છે. તેમાં વિનય અંગે સહજાનંદસ્વામીએ અનેક ધર્માદેશો આપ્યા છે. તે પૈકીના કેટલાકનો ટૂંકસાર જોઈએ. ૧. સદાચાર- વિનયનું પાલન કરનાર આલોક અને પરલોકમાં મહાસુખિયો થાય
છે અને જે તેનું ઉલ્લંઘન કરીને દુરાચારીપણે - અવિનયપૂર્વક વર્તે છે તે
આલોક-પરલોકમાં મહાન કષ્ટને પામે છે. (શિ. શ્લોક ૯). ૨. દેવતા, તીર્થ, વિપ્ર, સાધ્વીસ્ત્રી, સપુરુષો અને વેદની નિંદા ક્યારેય ન કરવી
અને ન સાંભળવી, અર્થાત્ આ બધાં પ્રત્યે ક્યારેય અવિનય કરવો નહીં. (શિ. શ્લોક ૨૧) ૩. શિવાલયાદિ કોઈ દેવમંદિર રસ્તામાં ચાલતાં આડું આવે તો તેને નમસ્કાર
કરવા અને આદર થકી તે દેવનું દર્શન કરવું. (શિ. શ્લોક ૨૩). અહીં સર્વધર્મ પ્રત્યેની સહિષ્ણુતા, વિનય ભારોભાર વ્યક્ત થયો છે. ૪. સાધુ-સંતો, ગુરુ, લોકમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ, વિદ્વાન અને શસ્ત્રધારી મનુષ્યનું
ક્યારેય અપમાન કરવું નહીં. (શિ. શ્લોક ૩૫). ૫. ગુરુ, દેવ અને રાજાનાં દર્શને ખાલી હાથે ન જવું. (શિ. શ્લોક ૩૭). ૬. જેવા ગુણથી જે માણસ યુક્ત હોય તેને દેશકાળ પ્રમાણે તેવી રીતે આદર,
સત્કારપૂર્વક બોલાવવો. અર્થાત્ વિનયયુક્ત વ્યવહાર કરવો, પણ વિપરીત
વર્તન કરવું નહીં. (શિ. શ્લોક ૬૮). ૭. ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એ છ જણ આવે
ત્યારે સન્મુખ ઊભા થવું, આસન આપવું તથા મધુર વચને બોલાવવા ઇત્યાદિક ક્રિયાઓ કરીને તેમનું સન્માન કરવું. (શિ. શ્લોક ૬૯). ૮. પોતાના આચાર્ય - આદરણીય મહાપુરુષો સાથે ક્યારેય વાદ-વિવાદ ન
કરવો અને તેમની યથાયોગ્ય અન્ન, ધન, વસ્ત્ર વગેરેથી સેવા કરવી. (શિ. શ્લોક ૭૧).
છે ૧૭૬ -
Page #93
--------------------------------------------------------------------------
________________
© ©4 વિનયધર્મ @ @ ૯. આંગણે આવેલા અતિથિનો યથાયોગ્ય સત્કાર કરવો અને તેની યથાશક્તિ
સેવા કરવી. (શિ. શ્લોક ૧૩૮). ૧૦. માતા, પિતા, ગુરુ અને રોગાતુર માણસની આજીવન યથાશક્તિ સેવા કરવી.
(શિ. શ્લોક ૧૩૯). ૧૧. કોઈ પણ કુમતિજન ગાળ દે, તાડન કે તિરસ્કાર કરે છતાં અમારા સાધુ,
બ્રહ્મચારીઓએ તેનું હિત થાય એમ જ ઇચ્છવું. તેનું અહિત થાય તેવો સંકલ્પ પણ ન કરવો. (શિ. શ્લોક ૨૦૧).
વચનામૃતમાં પણ વિનય અંગે સહજાનંદસ્વામી કહે છે, “....સાધુએ તો મન, કર્મ, વચને કરીને કોઈનું ભૂંડું વાંછવું નહીં અને કોઈ વાતનો અહંકાર પણ રાખવો નહીં. સર્વના દાસાનુદાસ થઈને રહેવું...” (વ.ગ.પ્ર.પ્ર. ૬૯).
“...ભગવાનના ભક્તનો મને, વચન, દેહે કરીને દ્રોહ ન કરવો અને જો ભગવાનના ભક્તનો કાંઈક દ્રોહ થઈ જાય તો તેની વચને કરીને પ્રાર્થના કરવી અને મને કરીને, દેહે ક્રીને દંડવત્ પ્રણામ કરવા ને ફરીથી દ્રોહ ન થાય એવી રીતે વર્યાનો આદર કરવો...” (વ.ગ.મ. ૪૦).
સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિનયના એક ભાગરૂપે ભગવાન, સાધુ-સંતો અને વડીલોને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવાનો રિવાજ છે. વિનય એ એક જાદુઈ જડીબુટ્ટી છે. તેનાથી ભલભલા વશ થઈ જાય છે. વિનયરૂપી સદ્ગણ જ માણસને પશુઓથી જુદો પાડે છે.
છ
Q4 વિનયધર્મ CCT શિક્ષણમાં વિનય અને વિનયનું શિક્ષણ
- ડૉ. મનસુખ સલ્લા ભારતીય જ્ઞાન પરંપરા અને કેળવણી પરંપરા ઉચ્ચ જીવનમૂલ્યોને કારણે ખૂબ જ સમૃદ્ધ છે. એમાં મનુષ્યના એકાંગી નહિ, પણ સર્વાગી વિકાસનો ખયાલ છે. કેળવણીને પરિણામે વ્યક્તિ જીવનનિર્વાહનાં કૌશલ્યો મેળવે, તેમાં પારંગત થાય એવી અપેક્ષા છે.એથીય વધારે તે ઉત્તમ મનુષ્ય તરીકે નીવડી આવે તેવી ઝંખના છે. એટલે કે ળવણીનાં ધ્યેયો અત્યંત ઉદાત્ત અને કલ્યાણકારી છે.
કેળવણી અને જ્ઞાનનાં આ મૂલ્યો માટે ભારતીય પરંપરામાં હિન્દુ દર્શન, બૌદ્ધ દર્શન અને જૈન દર્શનમાં કેટલાક શબ્દો સિદ્ધ થયા છે. એમાં ભાષાની સમૃદ્ધિ પણ સૂચવાય છે કે શબ્દ એક, પરંતુ અર્થચ્છાયાઓ અનેક હોય, કારણકે હોમિયોપથીની દવાની જેમ આવા કેટલાક શબ્દો ખૂબ ઘૂંટાયા હોય છે. સંસ્કૃત ભાષાનો ‘વિનય’ શબ્દ આવો છે. તેમાં અર્થના અનેક પુટ ચડેલા છે અને જે તે અર્થો પણ સાર્થક સિદ્ધ થાય છે.
‘વિનય’ શબ્દના વિવિધ અર્થો કેળવણી પ્રક્રિયા અને કેળવણી મૂલ્યોને પ્રગટ કરે છે એ એનું મહાન પ્રદાન છે. જાણે આ શબ્દ આખી ભારતીય પરંપરાને ઝીલે છે અને પ્રગટ કરે છે. તેના વીસ જેટલા અર્થો સંસ્કૃત શબ્દકોશમાં મળે છે. તેમાં આંતર અને બાહ્ય બંને પ્રકારના વિકાસ અને વ્યવહાર સૂચિત થાય છે. આ અર્થોના હાર્દમાં જઈને નિરીક્ષણ કરીએ છીએ તો વિનય શબ્દનું માહાભ્ય પણ સમજાય છે. એવા કેટલાક અર્થોને આધારે શિક્ષણમાં વિનયનું મહત્ત્વ અને વિનયના શિક્ષણની પ્રક્રિયા બંને સૂચવાય છે. એને વિગતે સમજીએ.
(૧) વિનમ્રતા :- વિનય શબ્દનો આ અત્યંત પ્રચલિત અર્થ છે. જેણે કશુંક વિશિષ્ટ, અસાધારણ, સૂક્ષ્મ પામવું હોય તેણે નમ્ર હોવું અનિવાર્ય છે, કારણકે કાંઈ પણ શીખવાનો પ્રારંભ નમ્રતાથી થાય છે. અહંકારથી ગુરુ પાસે શીખવા જનાર તો ઊંધા પાત્રમાં જળ ઝીલવાની મૂર્ખાઈ કરે છે. જ્ઞાનોપાર્જનની પ્રક્રિયામાં પ્રણિપાત એ નમ્રતાનો પર્યાય છે. નમ્રતા એટલે કેવળ નમવું કે વંદન
ક ૧૭૮ ૦
(સ્વામિનારાયણ દાર્શનિક પરંપરાના અભ્યાસુ ડૉ. દેવવલ્લભ સ્વામી વેદાંત દર્શનના સંશોધક અને સાહિત્યાચાર્ય છે. તેઓ સહજાનંદ ગુરફ ળ-ખાંભાના સંચાલકમંડળમાં છે).
Page #94
--------------------------------------------------------------------------
________________
6
4 વિનયધર્મ
Peon કરવું કે ધીમેથી બોલવું એટલો જ અર્થ નથી, પરંતુ પોતે ગમે તેટલો જ્ઞાની હોય તોપણ શીખવાનું સમજવાનું તો અપાર છે એ પારખીને નવું નવું જાણવાશીખવા-સમજવા માટે કેવી ચિત્તસ્થિતિ જરૂરી છે તેનું આમાં સૂચન છે. માણસ નમ્ર બને છે ત્યારે ગુરુ (અનુભવી)ની મહત્તાનો સ્વીકાર કરે છે અને પોતાને કેટલું બધું શીખવાનું બાકી છે તેનો સ્વીકાર કરે છે. જ્ઞાનની અપરિમેયતાનો સ્વીકાર કરે છે.
(૨) અનુશાસન અનુદેશ :- કેળવણી એ એક પ્રકારનું તપ છે. તેમાં આડેધડ કાંઈ પણ ન કરી શકાય. એની તમામ પ્રક્રિયાનું પાલન કરવું જરૂરી હોય છે. અનુશાસન કે અનુદેશ એટલે કર્તવ્ય ક્ષેત્રમાં પૂર્વે ઘડાયેલા નિયમોનું પાલન. આવા નિયમો મહાન ગુરુઓ કે અનુભવીઓએ ઘડેલા હોય છે. નિયમો પાછળ તેમનો દીર્ઘ અનુભવ હોય છે. વ્યક્તિના ઘડતરમાં અમુક અનુશાસન જરૂરી છે. પાણી ગમે ત્યાં, ગમે તેમ વહે તો ફેલાઈને નકામું જાય છે, પરંતુ એને નહેર વાટે ખેતરોમાં પહોંચાડાય તો સમૃદ્ધ પાક ઉગાડી શકાય છે. અનુશાસન એ બંધન નથી, પરંતુ પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવા માટેની અનુભવસિદ્ધ રીતો છે. જેમ પહાડ ચડવો હોય તો ભાર ઓછામાં ઓછો રાખવો જોઈએ. તો શું રાખવું અને કેટલું રાખવું એનું અનુશાસન ઉપયોગી છે. જો આંતરતત્ત્વોની ઓળખ કરવી હોય તો સ્થૂળતા, જડતા, પ્રમાદને છોડવાં પડે છે. જો સમગ્ર દર્શન કરવું હોય તો અંશમાં અટકી ન જવાય એ અનુશાસન સ્વીકારવું પડે છે. આવું અનુશાસન સ્વીકારે છે ત્યારે વિદ્યાર્થી સાચા માર્ગે ઝડપથી ગતિ કરે છે.
(૩) ઔચિત્ય :- ઔચિત્યને વિવેક સંસ્કાર પણ ગણાવાયું છે. વ્યક્તિના જીવનમાં કે સમાજ જીવનમાં કરવા જેવું અને ન કરવા જેવું વચ્ચે ઔચિત્ય જાળવવું જ પડે છે. ઔચિત્ય એટલે ઉચિત, શ્રેયપૂર્ણ અને સર્વ હિતકારીની પસંદગી. આવી પસંદગી કરવા માટે પ્રત્યેક જીવનભાવ કે જીવનકર્મને તપાસવું પડે છે. ઘણી વાર સીતાના રૂપમાં શૂર્પણખા પણ હોઈ શકે છે. એનું બાહ્ય રૂપ પ્રિય-ગમતું -લોભામણું હોય, પરંતુ પરિણામમાં એ વિનાશકારી કે અધોમુખી હોઈ શકે. એટલે ઔચિત્યને પ્રાણતત્ત્વ કહેવામાં આવે છે. વિનયતત્ત્વનો આ અર્થવિસ્તાર છે. વિવેકની જાળવણી કરતાં કરતાં એ વ્યક્તિના સંસ્કારરૂપે સ્થિર થઈ જાય છે. જે સંસ્કારરૂપે સ્થિર થાય છે એને માટે પછી
૧૭૯
© ©4વિનયધર્મ PC પ્રયત્ન કરવો પડતો નથી. વિદ્યાર્થીને કેળવણીને પરિણામે આવી વિવેકદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. જીવનમાં ગુરુ કે અનુભવી કાંઈ સતત સાથે રહેવાના નથી કે તેઓ ઊચિત અનુચિતના ભેદ બતાવતા રહે. એ તો વિદ્યાર્થીએ જાતે કેળવવાનું છે. પસંદગીમાં ઔચિત્ય જળવાય એ વિનયની પ્રક્રિયા છે.
(૪) સચ્ચરિત્ર :- સાચી કેળવણીનો ઉદ્દેશ જાણવા સુધી મર્યાદિત નથી હોતો, એ મુજબ જીવાય ત્યારે સાર્થક થાય છે. તો સાચું જીવન જીવવા માટે કયા ગુણો જરૂરી છે? શાલીનતા, શિષ્ટતા, સૌજન્ય એ સચ્ચરિત્રના જુદાજુદા વિભાવો છે. એની ઉપાસના એ સાચી કેળવણી છે. એમાં માત્ર બાહ્યાચરણની જ અપેક્ષા નથી, પરંતુ આ ગુણો વ્યક્તિની અંદર પચે એ અપેક્ષા છે. જેમ આપણે ખોરાક ખાઈએ છીએ એટલું જ પૂરતું નથી. એ પચવો જોઈએ. ખોરાક પચીને એમાંથી લોહી બને છે, લોહીમાંથી ધાતુ બને છે, ધાતુ આખા વ્યક્તિત્વમાં પ્રકાશિત થાય છે. કેળવણીની પ્રક્રિયા પણ આવી છે. તેમાં અમુક તબક્કા પછી બાહ્યાચાર અને આંતરિક ગુણવર્ધન એકરૂપ બની જાય છે. શાબ્દિક કે બાહ્યાચારમાં તો ન હોય એવું દેખાડવાનો દંભ પણ હોઈ શકે છે. એ સુવર્ણ નથી હોતું, ધાતુ ઉપર ચડાવેલો સોનાનો વરખ હોય છે. કેળવણીનો ઉદ્દેશ સ્થૂળ વ્યવહારો સુધી અટકવાનો નથી, પરંતુ વ્યક્તિત્વનો એવો વિકાસ થાય કે સદાચરણ, શાલીનતા, સૌજન્ય વગેરે વ્યક્તિત્વનો અવિનાશીભાવી ભાગ બની જાય. એવો વ્યવહાર અનાયાસ થાય, કારણકે આ તત્ત્વો વ્યક્તિમાં પચીને મોં પરની લાલશની જેમ પ્રગટ થાય છે. સચ્ચરિત્ર સહજપણે જીવાવું જો એ. ‘વિનય’નો આ અત્યંત વિકસિત અર્થ છે.
(૫) શ્રદ્ધા :- પહેલી નજરે આપણને પ્રશ્ન થાય કે વિનયનો આવો અર્થ કેમ થયો હશે? એનો ઉત્તર ગીતા આપે છે શ્ર દ્વવાન મતે જ્ઞાન શ્રદ્ધાવાન જ્ઞાન પામી શકે છે. વિનયનો એક અર્થ શ્રદ્ધા પણ છે. જ્ઞાનના પ્રદેશમાં શ્રદ્ધા પરનો ભાર સકારણ છે. જેમ ડૉક્ટર નિપુણ છે તો તેનાં નિદાન અને ઉપચારમાં વિશ્વાસ રાખીને આપણે ચાલીએ છીએ. તેમ માર્ગદર્શક અનુભવી અને આત્માર્થી હોય તો તેનામાં રાખેલી શ્રદ્ધા ફળે છે. અહીં અંધશ્રદ્ધા કે આંધળી ગુરુભક્તિને તો સ્થાન જ નથી, પરંતુ અનુભવ અને જીવનનો વ્યાપક અર્થ પામેલા માર્ગદર્શકમાં શ્રદ્ધા આવશ્યક હોય છે. એવી જ શ્રદ્ધા આપણને જ્ઞાનમાં હોવી જોઈએ, કે જ્ઞાનથી વધારે પવિત્ર અને ઉચ્ચ બીજું કશું નથી. જ્ઞાન
- ૧૮૦ ૨
Page #95
--------------------------------------------------------------------------
________________
છCC4 વિનયધર્મ - CC11
આટલી ચર્ચા પછી સમજી શકાય છે કે ‘વિનય’ શબ્દના અનેકવિધ અર્થો સૂચવે છે કે વિનય કેવળ અમુક સ્થૂળ ક્રિયા કે વ્યવહાર નથી, પરંતુ જાતકેળવણી કરવાની અત્યંત અસરકારક પ્રક્યિા છે. એમાં જે અર્થો સૂચવાયા છે તેની જાળવણી વિના વ્યક્તિની સર્વાગી કેળવણી થઈ શકે નહીં. ભારતીય દર્શનશાસ્ત્રોમાં પાયાના એકમરૂપ શબ્દોમાં વિધવિધ જીવનભાવો સુચવાયેલા છે. એમાં વ્યક્તિત્વવિકાસનો ખયાલ પૈસો, પદ કે પ્રતિષ્ઠા આધારિત નથી, પરંતુ મનુષ્ય તરીકેના સાચા સ્વરૂપના પ્રગટીકરણનો છે. આ કેવળ સાધુ કે સંન્યાસી માટે જ નહિ, વ્યવહારજીવન જીવતા પ્રત્યેક મુનષ્ય માટે જાતકેળવણીનો આલેખ છે. એ અર્થમાં મનુષ્યના વિકાસના ભારતીય દર્શનનું ગૌરીશંકર છે.
(લેખકનાં શિક્ષણ અને વિવિધ સાહિત્યનાં ૧૪ અને સંપાદનનાં છ પુસ્તકો પગ્રટ થયાં છે. લોકભારતી સણોસરામાં ૩૬ વર્ષ સેવા પ્રદાન. હાલ શિક્ષણ અને સાહિત્યની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે).
6
4 વિનયધર્મ
Pe Cen માણસને તારે છે, અજ્ઞાન ડૂબાડે છે. જ્ઞાનની પ્રાપ્તિ માટે વિદ્યાર્થીની મનોભૂમિકા શ્રદ્ધાયુક્ત હોય એ અહીં સૂચિત થયું છે. વિનય શબ્દના અર્થનો આ અહીં વ્યાપ છે કે જ્ઞાનપ્રાપ્તિની પ્રક્રિયા કેવી છે. વ્યક્તિ આ રીતે પ્રયત્ન કરે છે ત્યારે તે જીવનની સાચી કેળવણી પામે છે.
(૬) જિતેન્દ્રિય :- કેળવણીમાં આ શબ્દ કોઈને અપ્રસ્તુત લાગે, જાણે કે આ શબ્દ તો અધ્યાત્મના ક્ષેત્રમાં જ હોય, પરંતુ ‘વિનય’માં જિતેન્દ્રિયનો ભાવ પણ છે. અમુક પાઠ ભણ્યા અને પરીક્ષા આપી દીધી, ગોખીને સારા માર્ક્સ મેળવી લીધા એવો સાંકડો અને મર્યાદિત અર્થ કેળવણીનો નથી. એટલે તો વર્ણાશ્રમ વ્યવસ્થામાં કેળવણપ્રાપ્તિના કાળને “બ્રહ્મચર્યાશ્રમ’ ગણાવ્યો છે. એમાં વિદ્યાર્થી બ્રહ્મા (જીવનનાં મૂળ તત્ત્વોની - ક્ષેત્ર ભલે ગમે તે હોય)ની ચર્ચા કરે છે, પ્રયત્ન કરે છે, ઓળખે છે, પામે છે. આધ્યાત્મિક અર્થમાં આ સાચું એટલું જ વ્યવહારજીવન માટે પણ સાચું છે. એટલે ભગવદ્ગીતાએ ‘સ્વાધ્યાય તપ’ એવો શબ્દપ્રયોગ કર્યો છે. સ્વાધ્યાય (કેળવણી) એ એક પ્રકારનું તપ છે. એ એકાગ્રતા માટે છે, સંયમ માગે છે. અપેક્ષા એ છે કે વિદ્યાર્થી પોતાની ઇન્દ્રિયો (સ્થૂળ-સૂક્ષ્મ બંને)ને ભટકવા નહીં દે. માનસશાસ્ત્રની એ વિખ્યાત ખોજ છે કે જે માનવી પોતાના મન પર કાબૂ નથી મેળવી શકતો એ મનનો ગુલામ બની જાય છે. પછી બધી પસંદગી મનની હોય છે. મનનો સ્વભાવ છે કે ગમતું હોય તે જ ગ્રહણ કરવું. ગમતું હોય એ વિષમય પણ હોઈ શકે. (ઇન્ટરનેટમાં સારું-નબળું બને છે). માટે વિનયનો એક અર્થ જિતેન્દ્રિય છે. વિદ્યાર્થીએ પોતાની સ્થૂળ-સૂક્ષ્મ બધી ઇન્દ્રિયો પર કાબૂ મેળવવાનો છે, તો જ તે જ્ઞાનપ્રાપ્તિ કરી શકશે, જીવનનો સાચો મર્મ સમજી શકશે. અતિખોરાક, અતિઊંઘ, આળસ, કુસંગ, દયેય પ્રત્યેની બેદરકારી એ ઇન્દ્રિયોની ગુલામી છે, કેવળવણીમાં વિદનકર્તા છે.
વાલીઓ પોતાનાં બાળકોના શરીરની જેટલી કાળજી રાખે છે એટલી એના મનોભાવોની નથી રાખતા. પરિણામે નદીના પ્રવાહમાં તરતાં લાકડાં જેવી વિદ્યાર્થીની ગતિ થઈ જાય છે. પ્રવાહ ખેચે છે, ફેકે એમ એ વહે છે, એની પોતાની ગતિ હોતી નથી. એટલે જ ગીતાએ કહ્યું છે કે, મન મનુષ્યના બંધનરૂપ છે અને મુક્તિરૂપ છે. માટે કેળવણીની પ્રક્રિયામાં ઇન્દ્રિયો પરનો કાબૂ જરૂરી ગણાયો છે. અનુભવીઓનું આ વિચારને સમર્થન છે.
-ક ૧૮૧ -
હે પરમ ઉપકારી વિદ્યાગુર શિક્ષણ અને સંસ્કાર ઘડતર દ્વારા આપે મને ઉજજવળ કારકિર્દી આપી વિનયભાવે આપને વંદન કરું છું.
૧૮૨ ૦
Page #96
--------------------------------------------------------------------------
________________
©©ન્દ્ર વિનયધર્મ ©©s
ભારતીય સંતોની વાણીમાં વિનયભાવ-વિનયધર્મ
- ડૉ. નિરંજન રાજ્યગુરુ ભારતીય સનાતન હિન્દુ ધર્મમાં અને તેમની શાખા-પ્રશાખાઓમાં વિનય એટલે નમ્રતા, પવિત્ર ભાવથી પૂર્ણશ્રદ્ધા, આત્મસમર્પણ, સંસ્કાર સવ્યવહાર, આધીનતા, શરણાગતિ, દઢ ભરોસો, શાલીનતા, જ્ઞાનગરીબી, નિરહંકારીપણું જેવા અર્થો સાથે વિનયગુણ ગવાયો છે. જૈન ધર્મમાં વિનયભાવનું અતિમહત્ત્વ છે, તો બૌદ્ધ ધર્મના ત્રણ ધર્મગ્રંથો - ત્રિપિટકમાં પ્રથમ આવે છે, વિનયપિટક, જેમાં બૌદ્ધ ભિક્ષુ - ભિક્ષુણીઓનાં આચાર-વિચાર, રહન-સહન, નીતિ-નિયમો, વાણી-વ્યવહાર અને સાર્વાગ જીવનસાધનાની નિયમાવલી દ્વારા વિનયનું મહત્ત્વ દર્શાવ્યું છે. ‘વિનયપિટક’નો એક અર્થ ‘અનુશાસનની ટોપલી’ એવો કરવામાં આવે છે. સંસ્કૃતમાં એક શુભાષિત છે :
વિઘાં દદાતિ વિનય, વિનયા યાતિ પાત્રતામ,
પાત્રવાર્ ધનમાપ્નોતિ, ધનાધર્મ તતઃ સુખમ્. (વિદ્યા આપે છે વિનય, વિનયથી પાત્રતા પ્રાપ્ત થાય છે, પાત્રતાથી ધન મળે છે અને ધનથી ધર્મની વૃદ્ધિ થાય છે, જે ધર્મથી મનુષ્યને સુખ મળે છે).
આમ ધર્મનું મૂળ વિનયમાં છે નયનો. એક અર્થ છે સદવર્તન. વિનય એટલે વિશેષ પ્રકારની સભ્યતા, સવ્યવહાર, અમાનીપણું અને નમ્રતા. ધર્મનો પાયો જ વિનય સાથે જોડાયેલો છે. વિનયનો વિરોધાર્થી શબ્દ છે અવિનય અને અવિનય આવે અહંકારમાંથી. ધર્મના કે સદ્ગુરુના શરણે સંપૂર્ણ આત્મસમર્પણ કર્યું હોય એવા સાધક શિષ્યોનો અહંકાર ઓગળી જાય અને વિનમ્રતા જાગે, જેમાં પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય, દયા, કરુણાની, અહિંસાની, સેવા-ત્યાગ-સમર્પણની ભાવના જાગૃત થાય અને એવો મનુષ્ય જ ધર્મ કે અધ્યાત્મના પંથે ડગલાં માંડી શકે.
ભક્તકવિ તુલસીદાસજી દ્વારા રચાયેલાં, દીનતાથી આત્મનિવેદન કરતાં ૨૭૯ સ્તોત્રગીતોના સંગ્રહને એટલે જ ‘વિનયપત્રિકા’ એવું નામ અપાયું છે. આપણા સંતકવિઓએ પોતાની વાણીમાં જે આત્મનિવેદન અને ચેતવણી-બોધ આપ્યાં છે તે સમસ્ત માનવજાતને વિનયની જ શીખ આપે છે. (૧) જ્ઞાન ગરીબી સાચી સંતો, જ્ઞાન ગરીબી સાચી, બિન સમજ્યા સાધુ હોઈ બેઠા, રૂદિયે હાંડી કાચી રે
૧૮૩ -
©©4 વિનયધર્મ PC Cren
ભેખ લિયા પણ ભેદ ન જાન્યા, બેલ ફરે જેમ ઘાણી, સત્ય શબ્દ કા મરમ ન લાધ્યા, પૂજે પથરા પાણી રેસુંદર ભેખ બન્યો અતિ લાલા, ઉપર રંગ લગા, કાચી હાંડી ગલ ગઈ માટી, વિરલે નીર જમાયા રેકરડા તાપ દિયે તો બગડે, કાચી કામ ન આવે, સમતા તાપ દિયે તો સુધરે, જતન કરીને પાવે રે ભેખ લઈ મુખ મીઠા બોલે, સબ કું શીશ નમાવે,
કહે કબીર સમજ પારખ બિના હીરો હાથ ન આવે રે. (૨) ગરવ કિયો સોઈ નર હાર્યો, સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે...
ગરવ કિયો એક રત્નાકર સાગરે, રત્નાકર સાગરે નીર એનો ખારો કરી ડાર્યો...સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે... ગરવ કિયો એક વનની ચણોઠડીએ, વનની ચણોઠડીએ મુખ એનો કારો કરી ડાર્યો...સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે.. ગરવ કિયો જબ ચકવાને ચકવીએ, ચકવાને ચકવીએ જૈન વિયોગ કરી ડાર્યો... સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે... ગરવ કિયો જબ અંજનીના જાયાએ, અંજનીના જાયાએ પાંવ એનો ખોડો કરી ડાર્યો...સિયારામજીએ ગરવ કિયો સોઈ નર હાર્યો રે... ગરવ કિયો જબ લંકાપતિ રાવણે, લંકાપતિ રાવણે સોન કેરી લંક જલાયો... સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે... કહત કબીરા સુનો ભાઈ સાધુ, સુન મેરે સાધુ રે...
શરણે આવ્યો વાં કો તાર્યો, સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે... (૩) અપરંપાર પ્રભુ અવગુણ મોરા,
માફ કરો ને મોરારી રે... ધ્યાન ન જાણું, ધરમ ન જાણું, અધર્મનો અધિકારી રે, પાપી પૂરો જૂઠાબોલો, નીરખું છું પરનારી રે...
અપરંપાર પ્રભુ અવગુણ મોરા... સધુ દુભવ્યા, બ્રાહ્મણ દુભવ્યા, સંતો દુભવ્યા ભારી રે, માતા-પિતા બન્નેને દુભવ્યાં, ગરીબકું દીની ગારી રે... -અપરંપાર પ્રભુ અવગુણ મોરા...૦
છે ૧૮૪ -
Page #97
--------------------------------------------------------------------------
________________
© ©4 વિનયધર્મ @ @
ભજન હોય ત્યાં નિંદરા આવે, પર નિંદા લાગે પ્યારી રે, મિથ્યા સુખમાં આનંદ પામું, બહ કરું હોશિયારી રે...
-અપરંપાર પ્રભુ અવગુણ મોરા...૦ સંસાર સાગર મહાજળ ભરિયો, ચહુ દિશ ભરિયો ભારી રે તુલસીદાસ ગરીબ કી બિનતી, અબ લ્યો નાથ ઉગારી રે...
-અપરંપાર પ્રભુ અવગુણ મોરા...૦ (૪) વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પડાઈ જાણે રે...
પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે... સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે; વાચ-કાછ-મન નિશ્ચલ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે... સમદષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે, જિહુવા થકી અસત્ય ન બોલે, પર ધન નવ ઝાલે હાથ રે.. મોહ-માયા લોપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે; રામ-નામ-શું તાળી લાગી, સકળ તીરથ તેના તનમાં રે... વણ લોભી ને કપટ રહિત છે, કામ-ક્રોધ નિવાર્યા રે;
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં, કુળ એકોતેર તાર્યા રે... (૫) દયા દિલમાં ધાર, તારી બેડલી ઊતરે પાર, એ મન દયા દિલમાં ધાર જી...
દયા સમોવડ નથી બીજો, ધરમ અવનિ મોજાર જી, દયા દીનતા અંગે જેને, એનો સફળ છે અવતાર... એ મન દયા... જપ તજ સાધન કોટિ કરે જન, દર્શન કરે કેદાર જી, પ્રતિદિન વાણીવ્યાસની, શું વાંચ્ચેથી વળનાર!... એ મન દયા... શાણો થઈને શાસ્ત્ર શીખ્યો, શીખ્યો વિવિધ વેવાર જી, અંતે એ નથી કામ ના, તારી દયા કરશે કામ... એ મન દયા... સંત રૂડા જગતમાં, કોઈ સમજે તેનો સાર જી,
રાજ અમર કે એવા સંતો, મારા પ્રાણના આધાર... એ મન દયા... (૬) શીલવંત સાધુને વારેવારે નમીએ, પાનબાઈ!
જેના બદલે નહિ વ્રતમાન રે, ચિત્તની વૃત્તિ જેની સદાય રે’વે નિરમળી ને જેને મહારાજ થયા મહેરબાન રે...
- ૧૮૫ -
6 4 વિનયધર્મ
11 -શીલવંત સાધુને વારેવારે નમીએ, પાનબાઈ!...૦ ભાઈ રે, શત્રુ ને મિત્ર રે એક નહિ ઉરમાં, જેને પરમારથમાં ઝાઝી પ્રીત રે, મન કરમ વાણીએ સત વચનુંમાં ચાલે ને રૂડી પાળે એવી રીત રે... -શીલવંત સાધુને વારેવારે નમીએ, પાનબાઈ !...૦ ભાઈ રે, આઠે પહોરે મન મસ્ત થઈ રે'વે, જેને જાગી ગિયો તુરિયાનો તાર રે, નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને સદાય ભજનનો આહાર રે... -શીલવંત સાધુને વારેવારે નમીએ, પાનબાઈ !...૦ ભાઈ રે, સંગતું કરો તો એવાની રે કરજો ને ત્યારે ઊતરશો ભવ પાર રે, ગંગાસતી એમ જ બોલિયાં ને જેને વચનુંની સાથે વેવાર રે...
-શીલવંત સાધુને વારેવારે નમીએ, પાનબાઈ !...૦ (૭) એવાં સતનાં જળ સીંચજો રે
માનવી તો મૂળ વિનાનાં ઝાડ છે... એવાં સતનાં. પ્રેમનાં પાંદડાં ને દયાની રે ડાળ્યું, પુન્યનાં મૂળ પિયાળ છે રે, ધરમ વિના તમે ઢળી રે પડશો, વેળાએ કરો એની વાડ રે... એવાં સતનાં. સુરિત છે ગુલાબનાં; ફળ લાગ્યાં દો ને ચાર રે, ફાલ્યો ફૂલ્યો રે એક વરખડો, વેડનવાલા હશિયાર રે... એવાં સતનાં. ઈ ફળ ચાખે એ તો ચળે નૈ ને, અખંડ રેવે એનો આ’ર રે, પરતીત નો હોય જેની પરલે હોશે, ખેહ હોશે જેના અગનાન... એવા સતનાં. જાણજો તમે કાંક માણજો, મનખો નૈ આવે વારંવાર રે, આંબો છઠ્ઠો એમ બોલિયાં રે, સપના જેવો છે આ સંસાર રે... એવાં સતનાં.
માનવજીવનને ફૂલઝાડ તરીકે ઓળખાવતાં આ સંતકવિ કહે છે કે, માનવી તો મૂળ વિનાનું ઝાડ છે, એને સતનાં પાણી સીંચજો, પ્રેમ, દયા, ધર્મ અને પુણ્ય વિના એ વૃક્ષ નહીં ટકી શકે. સત્યનું આચરણ હશે તો પુણ્યના મૂળ પાતાળ સુધી
- ૧૮૬
Page #98
--------------------------------------------------------------------------
________________
૭૭ 4 વિનયધર્મ
Pe Cen પહોંચશે. પછી દયાની ડાળ્યું ફૂટશે ને એમાં પ્રેમના પાન કોળી ઊઠશે. એમાં સુગંધી ગુલાલ જેવાં ફૂલ ને અમૃતકાળ લાગશે, પણ પૂર્ણ પ્રતીતિ-શ્રદ્ધા હશે તો જ એ ફળ પ્રાપ્ત થશે. ફાલેલ ફૂલેલ વૃક્ષનાં ફળો વેડનારો પણ ચતુરસુજાણ ગુરુ જોઈશે. સ્વપ્ન જેવા ક્ષણભંગુર આ સંસારમાં તમે સદ્ગુરુની કૃપાથી કાંઈક જાણી લેજો, કાંઈક માણી લેજો. ક્યારે આ વૃક્ષ ધરાશાયી થઈ જાય એનો ભરોસો નથી માટે સુકૃત્યરૂપી ફૂલો ખીલે એવી સેવા ને સત્કાર્યો કરતા જજો. (૮) જાવું છે નીરવાણી, આત્માની કરી લે ઓળખાણી,
રામ ચેતનહારા; ચેતીને ચાલો જીવ, જાવું છે નીરવાણી રે.. માટી ભેળી માટી થાશે, પાણી ભેળું પાણી રે, કાચી કાયા તારી કામ ને આવે થાશે ધૂળ ને ધાણી... રામ ચેતનહારા... રાજા જાશે, પ્રજા જાશે, જાશે રૂપાળી રાણી રે, ઈન્દ્રના ઈન્દ્રાસન જાશે બ્રહ્મા ને બ્રહ્માણી... રામ ચેતનહારા... ચૌદ ચોકડીનું રાજ જેને, ધીરે મંદોદરી રાણી રે, કનક કોટ ને સમદર ખાઈ એની ભોમકા ભેળાણી... રામ ચેતનહારા ધ્રુવ ને અવિચળ પદવી દીધી, દાસ પોતાનો જાણી રે, રાજ અમરસંગ બોલીયા ઈ અમ્મર રે જો વાણી... રામ ચેતનહારા...
જેનો જન્મ થયો એનું મરણ તો નિશ્ચયે છે જ, પણ જાશે જગત, હરિની ગતિ રે'શે, એમ કહીને પ્રભુસ્મરણનો ઉપદેશ આપનારા આપણા લોકસંતોએ જગતના નાશવંત ક્ષણિક સુખને શાશ્વત સુખમાં પલટાવી નાખનાર હરિભક્તિનો ખૂબ મહિમા ગાયો છે. માનવજન્મનું મૂલ્ય પારખીને સત્કાર્યો કરી પોતાનું આયખું સુધારી લેવાની ચેતવણી આપતાં અમરસંગ આત્મતત્ત્વની ઓળખાણ કરી લેવાનું સૂચન કરે છે. આ કાયા અંતે પાણીના પરપોટાની જેમ ફૂટી જશે. કશું જ સાથે નથી આવવાનું. પાંચે તત્ત્વો ઢાં પડી જશે. માટી ભેળી માટી અને પાણી ભેળું પાણી વહ્યાં જશે. મૂળ વિનાનું આ ઝાડ ક્યારે ઊખડીને ફેંકાઈ જાય એનું ભાન અભિમાની મનુષ્યને હોતું નથી, પરંતુ આ જગતમાં કોઈ શાશ્વત નથી. રાજા, પ્રજા કે રાણી હોય, ઈન્દ્ર હોય કે બ્રહ્મા, રાવણ
- ૧૮૭ -
છCCT4 વિનયધર્મ
P
ress હોય કે એની સુવર્ણની લંકા એ સર્વે બાબતો નાશવંત છે, અવિચળ તો છે માત્ર ધ્રુવજીની ભક્તિ... ધર્મ, સંપત્તિ, સત્તા કે યુવાનીનો મદ કાંઈ કાયમ ટકતું નથી, માટે હરિનું ભજન કરીને ચોરાશીના ફેરામાંથી બચી જવાનો ઉપદેશ અહીં અપાયો છે. મનુષ્યજીવતરમાં સત્યનું પાલન અને જીવમાત્ર પ્રત્યે દયા એ બે તત્ત્વો હોય તો ધર્મનું સ્થાપન થઈ જાય. દયા વિના બીજો કોઈ ધર્મ નથી.
માણસના ચિત્તના અજ્ઞાનથી જ રાગ-દ્વેષ, હરખ-શોક આદિ ઉત્પન્ન થાય છે. વિનયભાવથી જો અજ્ઞાનનો નાશ થઈ જાય અને હૃદયમાં જ્ઞાનનું અજવાળું થઈ જાય તો પછી આ તમામ દ્વન્દ્ર મટી જાય. સૂર્યનો પ્રકાશ થતાં રાત્રિનો અંધકાર તો જાય, પણ એ અંધારામાં જે ભૂતનો ભ્રમ વળગી ગયો હોય તે જાય તો જ ભ્રમણા ભાંગે અને એ પ્રકાશ સદ્ગુરુની કૃપા થાય તો જ મળે છે. આવાં ઉપદેશાત્મક ભજનોમાં ત્રણ પ્રકારે ઉપદેશ કે શિખામણનું આલેખન થયું હોય છે : (૧) પોતાના આત્માને ઉદ્દેશીને અપાયેલો બોધ (૨) બીજાને પ્રત્યક્ષ સંબોધનરૂપે અપાયેલો ઉપદેશ (૨) પરોક્ષ રીતે સમગ્ર માનવજાતને બોધ, નીસરણી, હાટડી, હંસલો, વણઝારો વગેરે રૂપકગર્ભ ભજનોનો સમાવેશ આ રીતે ઉપદેશાત્મક ભજનો પ્રકારમાં થઈ શકે. આ ભજનોમાં માનવજીવનની ક્ષણભંગુરતા સમજાવી પરમાત્માનો આશરો લેવાનું સૂચન કર્યું હોય છે, વૈરાગ્યની મહત્તા સમજાવી અહંકાર તથા મમતાનો ત્યાગ કરવા વિશે સારા પ્રમાણમાં સમાજને ચાબખા માર્યા છે સંતોએ. અજ્ઞાનીઓને ઈશ્વરસ્મરણની મહત્તા સમજાવવા ભજનોમાં પ્રતિકાત્મક શૈલીનું આલેખન કરીએ, પણ સાચી શિખામણ આપવાનું આ સંતકવિઓ ચૂક્યા નથી. માનવીની માંદગી, વૃદ્ધાવસ્થા અને મરણ જેવા પ્રસંગોની વ્યાધિનું આલેખન કરીએ, નાશવંત દેહ વિશે ચેતવણી આપતાં કાયાને, પાણીના પરપોટા, સાથે તો ક્યારેક ‘કાગળની કોથળી’ સાથે પણ સરખાવી છે. સ્વાર્થની સગી દુનિયાનું હૂબહૂ ચિત્રણ આપીને આપણા સંતોએ વાસ્તવિક સ્વાર્થી માનવજીવનનું ઊંડું અધ્યયન પ્રગટ કર્યું છે અને એ દ્વારા સમગ્ર માનવસમાજને કંઈક સાચા રસ્તે દોરવાનો પ્રયાસ કર્યો છે.
(સંતસાહિત્યના અભ્યાસુ નિરંજનભાઈ ઘોઘાવદર (ગોંડલ)માં સંતસાહિત્ય સંશોધન કેન્દ્ર તથા ગૌશાળા ચલાવે છે. સામયિકોમાં તેમના ચિંતનસભર લેખો પ્રગટ થાય છે).
છે ૧૮૮
-
Page #99
--------------------------------------------------------------------------
________________
©© 4 વિનયધર્મ PC©©n
ખ્રિસ્તી ધર્મમાં વિનયભાવ-નમતાનું ચિંતન
- ડૉ. થોમસ પરમાર વિનય એટલે સારી ઢબે વર્તન કરવું કે વાત કરવી. આચારવ્યવહાર આદિમાં રહેલ નમ્રતા અને સૌજન્યતા પણ વિનયનો ભાવ રજૂ કરે છે. અંગ્રેજીમાં વિનય માટે Politeness, humility અને modesty શબ્દો પ્રયોજાય છે. વિશ્વના દરેક ધર્મમાં આવા વિનયપાલન-નમ્રતા પર ભાર મૂકવામાં આવે છે. વિનયપાલનથી વ્યક્તિની સભ્યતા પ્રગટ થાય છે. વિનય-નમ્રતા વિનાની શ્રદ્ધા ખોખલી છે.
ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ અંતર્ગત “સુભાષિતો’ અને ‘ઉપદેશમાળા’ વિભાગમાં ઠેરઠેર વિનયભાવની વાત કરવામાં આવી છે. ‘સુભાષિતો’ વિભાગમાં નીચે પ્રમાણે વિનયભાવ પ્રતિબિંબિત થતો જોવા મળે છે.
જે દ્વેષ છુપાવે છે તે જૂઠાબોલો છે, જે નિંદા ફેલાવે છે તે મૂરખ છે. બહુ બોલાય ત્યાં પાપ થવાનું જ, જીભ પર લગામ રાખનાર ડાહ્યો છે.
અભિમાન આવ્યું એટલે અપમાન આવ્યું જ જાણવું. જ્યાં નમ્રતા ત્યાં જ્ઞાન.
વિવેક વગરની સ્ત્રીનું રૂપ ભૂંડના નાકમાં નથણી જેવું છે.
મોને સંભાળે છે તે પ્રાણને સાચવે છે. જીભને છૂટી મૂકનાર વિનાશ નોતરે છે. જેનામાં વધારે ધીરજ છે તે વધારે સમજુ છે, પણ ઝટ ક્રોધ કરનાર મહામૂરખ છે. નમ્ર જવાબથી ક્રોધ શમી જાય છે, પણ કઠોર વચનથી રોષ ભભૂકી ઊઠે છે. ક્રોધી કજિયો જગાડે છે, પણ ઠંડા સ્વભાવનો માણસ કજિયા મટાડે છે. જીવનપ્રદ શિખામણ સાંભળનારની ગણતરી જ્ઞાનીઓમાં થાય છે. મીઠી વાણી મધ જેવી છે, સ્વાદે મીઠી અને ગુણે હિતકારી. ભૂંડી વાતો ભૂંડો સાંભળે છે, જૂઠાબોલો કૂથલી કાને ધરે છે. દોષ જતો કરવાથી મૈત્રી વધે છે, પણ તેને જ સંભારસંભાર કરવાથી મૈત્રી તૂટે છે. સાંભળ્યા પહેલાં જવાબ આપે તે બેવકૂફ બને છે અને ભોંઠો પડે છે. ક્રોધને કાબૂમાં રાખવો એ વિવેકી માણસનું લક્ષણ છે. નમ્રતા અને પ્રભુનો ડર રાખવાથી સંપત્તિ, સન્માન અને જીવન મળે છે. ધીરજ હોય તો રાજકર્તાનેય સમજાવી શકાય, નરમ જીભ હાડકાં ભાંગે.
છે ૧૮૯ ૦
4 વિનયધર્મ P
C પોતાની મોટાઈ ગવડાવગવડાવ કરવી એ સારું નથી. પારકા ઝઘડામાં માથું મારવું એટલે રખડતા કૂતરાના કાન પકડવા.
‘ઉપદેશમાળા'માં નીચે પ્રમાણે વિનય દર્શાવ્યો છે.
વગરવિચાર્યે બોલીશ નહિ કે તારા કર્તવ્યમાં આળસ કે ગફલત કરીશ નહિ. ઝટ સાંભળવું પણ ઝટ જવાબ ન આપવો. વડીલોની સભામાં લખબખ ન કરવું. પૂરેપૂરી નમ્રતા ધારણ કરજે, કારણ અધર્મીનો અંજામ આગ ને કીડા છે. વૃદ્ધોનાં વચનોની અવગણના ન કરવી. ખાતરી કર્યા પહેલાં દોષ ન કાઢીશ, તપાસ કર્યા પછી જ ઠપકો આપજે. કોઈ બોલતો હોય તો વચ્ચે બોલવું નહિ. વધુપડતું બોલે તે અળખામણો થઈ પડે, જે બોલવાનો અધિકાર પચાવી પાડે તેને સૌ ધિક્કારે. ડાહ્યો માણસ ઓછા બોલથી વહાલો થઈ પડે છે. જીભ લપસે તેના કરતાં પગ લપસે તે સારું. તારા મોઢાને અશ્લીલ અને ગંદી ભાષાની ટેવ ન પડવા દઇશ, નહીં તો તારાથી પાપી વચનો ઉચ્ચારાઈ જશે. વાડીનું મૂલ્ય તેના ફળ પરથી અંકાય છે તેમ માણસનું ચારિત્ર્ય તેની વાણી પરથી પરખાય. છે. માણસને બોલતો સાંભળવા પહેલાં તેના વિશે મત બાંધવો નહિ, કારણ, એમાં જ માણસની પરીક્ષા છે. ગુપ્ત વાત જાહેર કરનારનો કોઈ વિશ્વાસ કરતું નથી. ક્રોધ અને ગુસ્સો ધૃણાપાત્ર છે. ઇર્ષા અને ક્રોધથી આવરદા ઘટે છે. ઘરઘર ફરવું એ સુખી જીવન નથી, ભાણામાં જે પીરસ્યું હોય તે સંજનની જેમ ખાવું, ભુખાવળાની જેમ ખાઈ આકરા ન થઈ જવું. ખાનદાનને થોડું ભોજન બસ છે.
1 ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ પછી થોમસ કેમ્પિસ દ્વારા લખાયેલ “ધી ઈમિટેશન ઑફ ક્રાઈસ્ટ' અગત્યનો ગ્રંથ છે. છેલ્લાં છસ્સો વર્ષોથી આ ગ્રંથે ખ્રિસ્તી અને બિનખ્રિસ્તી સમાજ પર ઊંડી અને વ્યાપક અસર પાડી છે. સંત થોમસ મૂર, જનરલ ગોર્ડન, સંત ઈગ્નેશિયસ, જોન વેસલી, સંત ફ્રાન્સિસ ઝેવિયર અને ડૉ. ઝોન્સન જેવા જુદાજુદા કાળના અને તદ્દન જુદી જીવનદૃથ્વિાળા લોકોએ પણ આ ગ્રંથનો ઋણસ્વીકાર કર્યો છે. ખ્રિસ્તી સમાજમાં પવિત્ર બાઈબલ પછી વધારેમાં વધારે વંચાતું પુસ્તક “ધી ઈમિટેશન ઑફ ક્રાઈસ્ટ' છે. આ પુસ્તકમાં પણ ઘણી જગ્યાએ વિનયની વાત કરવમાં આવી છે, જે નીચે પ્રમાણે જોઈ શકાય છે.
- તમારી ચતુરાઈ કે જ્ઞાન વિશે ઘમંડ ન રાખો, પણ જે કંઈ જ્ઞાન તમે મેળવી શક્યા હો તો તે વિશે નમ્રતા રાખો.
છે. ૧૯૦ ૦
Page #100
--------------------------------------------------------------------------
________________
4 વિનયધર્મ
| ન કહેવાથી શાંતિ અને શુભેચ્છાઓ જન્મે છે.
એક માણસ બીજાની ખુશામત કરે છે એનો અર્થ એ કે એક ઠગ બીજા ઠગને છેતરે છે, નિર્બળ નિબળને છેતરે છે, ખુશામત જેટલી વધારે તેટલી તેના પછી આવતી શરમ વધારે.
આ રીતે જોતાં જણાય છે કે ખ્રિસ્તી ધર્મના ઉપરોક્ત બે ગ્રંથોમાં વિનયીપણા અને નમ્રતાની બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે. ખ્રિસ્તી ધર્મના
સ્થાપક ઈસુ ખ્રિસ્તનું પોતાનું જીવન જ વિનય અને નમ્રતાને આધીન હતું. ઈસુ ખ્રિસ્ત પોતે જ નમ્રતાનું પ્રતીક હતા. તેમના જીવનના અનેક પ્રસંગો વિનય અને નમ્રતાના ઘોતક છે. તેમણે પોતાના ‘ગિરિપ્રવચન'માં પણ જણાવ્યું છે કે, “નમ્ર પરમસુખી છે, તેઓ ધરતીના ધણી થશે.”
(અમદાવાદસ્થિત ડૉ. થોમસ પરમાર એચ. કે. આર્ટ્સ કૉલેજના રીટાયર્ચ લેશ્ચરર, સી.ઈ.પી.ટી. યુનિવર્સિટીના વિઝીટીંગ લેકચરર છે. તેઓ વિવિધ સેમિનારમાં અભ્યાસપૂર્ણ શોધપત્રો પ્રસ્તુત કરે છે).
©©ન્ડ વિનયધર્મ ©©
પોતાના વિશેની સાદી સમજ મેળવવી, ધરાવવી અને પોતાની યોગ્યતા વિશે નમ્ર ખયાલ રાખવો એ જ સૌથી શ્રેષ્ઠ અને મૂલ્યવાન પાઠ છે.
પોતાને પોતાના માલિક માનવા કરતાં કોઈ વડીલના કહ્યામાં રહેવું એ ઉત્તમ વાત છે. કોઈ વડીલના શાસનમાં નમ્રપણે રહ્યા સિવાય કદાપિ ક્યાંક તમને શાંતિ મળશે નહિ. તમારા પોતાના વિચારો જ સત્ય છે એવો વધુપડતો વિશ્વાસ ન રાખો, પણ બીજાના વિચારો ધ્યાનમાં લેવા તૈયાર રહો.
બોલવાથી જ્યારે નૈતિક અને આધ્યાત્મિક લાભ થાય એમ હોય ત્યારે તેવું અને તેટલું બોલો.
તમે પોતે કેવા છો તે તપાસો અને બીજા વિશે મત બાંધવામાં સાવધ રહો. બીજાનું મૂલ્યાંકન કરવામાં આપણે આપણી શક્તિ વેડફીએ છીએ. ધીરજ ધરવા મથો, બીજાના દોષો અને નિર્બળતાઓ નિભાવો, કારણકે તમારામાં પણ એવા દોષો છે જે બીજાઓએ નિભાવી લેવા પડે છે.
બીજાઓ સંપૂર્ણ બને તેવું આપણે જાણીએ છીએ, પણ આપણી પોતાની ખામીઓ સુધારી શકતા નથી.
જેમ તમે બીજાનું અવલોકન કરો છો તેમ બીજા તમારું અવલોકન કરે છે.
બીજાઓ આપણા દોષો જાણે ને તેને પ્રગટ કરે તે ઘણી વાર આપણા લાભમાં છે, કારણકે તેથી આપણે નમ્ર રહીએ છીએ.
બીજાઓ તરફથી આપણે શું અને કેવું સહન કરવું પડે છે, એ વિશે મારું લગાડીએ છીએ, પણ બીજાઓ આપણે પક્ષેથી કેટકેટલું સહન કરે છે, તેને ધ્યાન આપતા નથી.
સ્વાભિમાનયુક્ત જ્ઞાનના સાગર કરતાં નમ્રતા અને સમજણભર્યા જ્ઞાનની તળાવડી વધારે ચડિયાતી છે.
તારા ક્રોધને તારા પોતાના તરફ જ વાળ અને વર્ધમાન ગર્વને તારા મનમાં સ્થાનની દે. બધાને એવો અધીન અને નમ્ર બન કે માણસો તારા પરથી ચાલી શકે.
બીજાઓની સાથે ઝઘડો ઉત્પન્ન કરનારી દલીલોમાં ઊતરવા કરતાં વિવાદાસ્પદ વસ્તુઓથી દૂર રહી સૌને પોતાને ફાવે તે મત બાંધવા દેવો તે બહેતર છે. બીજાઓને વિશે મૌન સેવવાથી, સાંભળ્યું તે ન માનવાથી તેમ બીજાઓને
- ૧૯૧ -
માતાને, સંસારની બળબળતી બપોરને તારો ખોળો ચંદન જેવી શીતળતા આપે મા, ધરતી પરની કરુણાનું તારા વિવિધ સ્વરૂપે અવતરણ થયું મા તને વિનયપૂર્વક વંદન
૯૨
-
Page #101
--------------------------------------------------------------------------
________________
©©ર્વે વિનયધર્મ c ©n વિનય અને આપણું જીવન
- ડૉ. નલિની દેસાઈ કોઈ પણ ધર્મના મુખ્ય મંત્રનું પહેલું સોપાન કયું? કોઈ ‘ૐ નમો શિવાય’ કહે, કોઈ ‘ૐ નમો અરિહંતાણં’ કહે, તો કોઈ ‘ૐ નમો વાસુદેવાય' કહે. ધાર્મિક મંત્રોના આ મુખ્ય મંત્રના પ્રારંભમાં જ કેમ ‘નમો’ શબ્દ આવે છે? એનો મર્મ એ છે કે ઈશ્વરપ્રાપ્તિનું પહેલું પગથિયું તે નમન છે. એમાં નમવાની વાત છે, પ્રણામની વાત છે. જો ભીતરમાં નમવાનો વિનય જાગ્યો ન હોય, તો વ્યક્તિ અથવા સાધકે ધર્મમાં ગતિ કરી શકતો નથી. એનું કારણ એ કે ધર્મ એ ભીતરમાં ગુણોની ખેતી કરવાનો પુરુષાર્થ છે અને એ પુરુષાર્થમાં જો નમ્રતા કે વિનય ન હોય, તો તે શક્ય બનતું નથી.
ધર્મના મહામંત્રનું કેન્દ્ર જેમ વિનય છે, તે જ રીતે વ્યક્તિના જીવનનું કેન્દ્ર પણ વિનય છે. વિનય જેટલો ઈશ્વરની આરાધનામાં ઉપયોગી છે, એટલો જ વ્યવહારમાં સફળ થવા માટે આવશ્યક છે. આવા વિનયને જીવનના પ્રત્યેક તબક્કે જોઈ શકાય અને ધર્મસાધનાની તમામ ભૂમિકાએ જાણી શકાય. જીવનમાં વ્યક્તિ માતા-પિતાનો વિનય કરે છે, તો એ જ રીતે સાધનામાર્ગમાં સાધક પોતાના ગુરુનો વિનય કરે છે. જે સાધકોની વચ્ચે રહેતો હોય તે સાધકો સાથે વિનયથી વર્તે છે.
શા માટે આટલો બધો મહિમા હશે વિનયનો? એનું કારણ એ છે કે વિનય એ જ્ઞાનનું દ્વાર અને મુક્તિનો માર્ગ છે. આપણે ત્યાં કહેવાયું છે કે, “સાક્ષરા વિપરિતા રાક્ષસા ભવંતિ.’ તો સાક્ષર રાક્ષસ ક્યારે બને? જ્યારે વિનય ગુમાવે
4 વિનયધર્મ PICT વિનયને ઠોકર મારવામાં આવે, તો એ ક્રોધને જન્મ આપે છે.’ આ સંસ્કૃત ઉક્તિનો મર્મ અત્યંત ગહન છે. રાવણને વારંવાર સમજાવતી મંદોદરી પ્રત્યે રાવણને ક્રોધ જાગે છે અને એ ક્રોધ માત્ર મંદોદરીમાં જ સીમિત ન રહેતાં પોતાના આખાય કુળને ભસ્મીભૂત કરે છે. મહાભારતની રાજસભામાં વિષ્ટિ માટે આવેલા કૃષ્ણ પ્રત્યે અવિનય આચરવામાં દુર્યોધને પાછા વળીને જોયું નહીં. એ દુર્યોધનનો અવિનય એના ક્રોધરૂપે પ્રગટ થયો. એ એના પિતા ધૃતરાષ્ટ્ર અને કાકા વિદુર પ્રત્યે ક્રોધ વ્યક્ત કરે છે.
અર્થાત્ વ્યક્તિ પાસે વિનય ન હોય તો એ ક્રોધી બની જાય છે. વિનય નમ્રતા આપે છે અને એની સાથોસાથ સામી વ્યક્તિના ભાવોને સમજવાની શક્તિ આપે છે. અવિનયી હંમેશાં અળખામણો બનતો હોય છે અને વિનયી સહુનો આદરપાત્ર થતો હોય છે, આથી તો ‘કિરાતાર્જુનીય’ નાટકની એ ઉક્તિનું સ્મરણ કરીશું, ‘વિપત્તા વિનીતલપૂડા’ અર્થાત્ “અવિનયી લોકોની સંપત્તિનો અંત વિપત્તિમાં આવે છે.”
ભારતીય સંસ્કૃતિમાં આનાં અનેક ઉદાહરણો મળશે કે જ્યાં અવિનયી લોકોએ પોતે જ પોતાનાં સત્તા, સામર્થ્ય કે સંપત્તિનો અંત આણ્યો હોય. આથી જ જીવનનું પ્રાથમિક, પણ મહત્ત્વનું ધ્યેય વિનયપ્રાપ્તિ છે અને વિનયથી જીવનમાં વિશાળતાનું આકાશ ખૂલે છે. આ વિશે એક ઉદાહરણ જોઈએ તો...
ફ્રેન્ચ વિશ્વકોશકાર, નવલકથાકાર, નાટયમીમાંસક અને તત્ત્વજ્ઞ દેનિસ દીદેરોને મળવા માટે એક યુવક આવ્યો. એણે પોતાનો પરિચય આપતાં કહ્યું કે એ એક નવોદિત લેખક છે. એણે એક પુસ્તક લખ્યું છે અને એની ઈચ્છા એ છે કે પુસ્તકનું પ્રકાશન થાય. તે પૂર્વે એની હસ્તપ્રત પર દેનિસ દીદેરો નજર નાખી જાય. દેનિસ દીદરોએ એને પુસ્તકની હસ્તપ્રત મૂકી જવા કહ્યું અને પછીને દિવસે આવીને લઈ જવાનું કહ્યું. એક દિવસમાં તેઓ આ હસ્તપ્રત વાંચી નાખશે.
બીજે દિવસે નવોદિત લેખક દેનિસ દીદેરો પાસે ગયો, ત્યારે દીદરોએ એને કહ્યું કે તેઓ આખી હસ્તપ્રત વાંચી ગયા છે અને એમાં એણે પોતાની આકરી ટીકા કરી છે, તેનાથી પ્રસન્ન થયા છે. યુવાન તો માનતો હતો કે દેનિસ દીદેરો પોતાના વિશેની તીવ્ર આલોચનાથી અત્યંત ગુસ્સે થશે. એને બદલે એમણે તો પ્રસન્નતા પ્રગટ કરી અને જરા હળવેથી પૂછયું પણ ખરું કે મારી આવી કડક ટીકા કરવાથી તને શો લાભ થશે?
- ૧૯૪ -
ત્યારે.
આનું કારણ એ છે કે વિનયથી ગર્વ આવે છે, અહંકાર જાગે છે, બીજાના જ્ઞાન પ્રત્યે જોવાને બદલે પોતાના જ્ઞાનનો ઘમંડ જાગે છે. બીજાની શક્તિને જાણવાને બદલે પોતાની શક્તિના અભિમાનમાં ડોલવા લાગે છે અને આને પરિણામે વિનય એ વ્યક્તિના ચિત્તને અહંકારથી ઘેરી લે છે. એનામાં કોઈ બહારનો પ્રકાશ આવતો નથી. કોઈ અંધારી ગુફામાં કેદ થયેલા માનવી જેવી એની દશા હોય છે.
આથી જ સંસ્કૃત ભાષાના સમર્થ નાટ્યકાર ભાસના ‘ચારુદત્ત’માં આવતી એ ઉક્તિ અત્યંત માર્મિક છે, ‘ઝનસ નુ સેવં પ્રશ્રો fમાન:’ ‘જો
- ૧૯૩ -
Page #102
--------------------------------------------------------------------------
________________
©©ર્વે વિનયધર્મ PC©©
યુવકે રહસ્ય પ્રગટ કરતાં કહ્યું, ‘ઘણી વ્યક્તિઓ તમારી વિરાટ પ્રતિભાથી અકળાઈને તમારો અત્યંત દ્વેષ કરે છે. એમને ખબર પડે કે આમાં મેં આપની ટીકા કરી છે, તો તેઓ મને આ પુસ્તકનો પ્રકાશનખર્ય આપે !
દીદરોએ હસતાં હસતાં એને પોતાના એક પ્રખર વિરોધીનું નામ આપ્યું અને કહ્યું, ‘તું એને મળી આવ. એ મારાથી બેહદ નારાજ છે. આ પુસ્તક તું એને અર્પણ કરીશ તો એ ખુશ થઈને ઊલટભેર સારી એવી રકમ આપશે,’
નવોદિત વિચારમાં પડ્યો. એણે કહ્યું, ‘મને આવી અર્પણપત્રિકા લખતાં ક્યાં આવડે છે?’
દાદરોએ જવાબ આપ્યો, ‘એની સહેજે ચિંતા કરીશ નહીં. હું જ તને લખી આપું છું અને આમ કહીને દેનિસ દીદેરોએ પોતાના પ્રખર વિરોધીના ગુણોને દર્શાવતી સરસ મજાની અર્પણપત્રિકા લખી આપી.
વિનમ્ર વ્યક્તિ જ બીજા પ્રત્યે ઉદારતા રાખી શકે છે. જ્યારે વ્યક્તિ જીવનમાં નમ્રતા ધારણ કરે છે, ત્યારે પ્રગતિ સાધે છે. વ્યક્તિ તેના દ્વારા મહત્તાના શિખરની નજીક પહોચે છે. માનવી સિદ્ધિના શિખર પર પહોચે, પણ જો તેનામાં એનું અભિમાન આવી જાય તો લાખ કોશિશ કરે, પણ નમ્રતા નથી જ ધારણ કરી શકતો. વિનયથી ઘણુંબધું પ્રાપ્ત થઈ શકે. તેને માટે કોઈ કિંમત નથી ચૂકવવી પડતી. વ્યક્તિ ક્યારેક સમાજ પાસેથી ઘણું શીખે છે. બીજી વ્યક્તિ સાથેના વ્યવહારમાંથી પણ વિનય શીખી શકે છે, પ્રેમપૂર્ણ વ્યવહાર પણ રાખવો જોઈએ.
સંસારજીવનની વ્યક્તિ હોય કે વૈરાગ્યજીવનની, પણ તે દરેકે પોતાનામાં રહેલો અહંકાર તો નષ્ટ કરવો જ જોઈએ. તે પોતે ‘’ ‘હું કર્યા કરતો હોય તો તેનામાં વિનય હોઈ જ ન શકે. વ્યક્તિએ સ્વરતિથી પીડાવું જોઈએ નહીં. તે પોતે સામાન્ય માણસની જેમ જ વર્તે, તો જ તેનામાં વિનય આવે છે.
‘પ્રસિદ્ધ અંગ્રેજ નાટ્યકાર ર્યોર્જ બર્નાર્ડ શૉ એમના ચાતુર્ય માટે સર્વત્ર પ્રસિદ્ધ હતા. એમનું હૃદય ઉમદા માનવીય ભાવોથી ભરેલું હતું.
એ જમાનામાં બ્રિટનવાસીઓને ફૂલદાનીનો આંધળો શોખ જાગ્યો હતો. ઘરની સજાવટમાં ફૂલદાનીનું ઘણું મહત્ત્વ હતું. કોઈ પણ ઘરમાં પ્રવેશો એટલે ઠેરઠેર જુદાંજુદાં ફૂલોની ગૂંથણી કરીને તૈયાર કરેલી ફૂલદાનીઓ જોવા મળતી. જ્યોર્જ બર્નાર્ડ શૉનો એક મિત્ર એમને મળવા આવ્યો. શૉના ઘરમાં પ્રવેશતાં
૦ ૧૯૫ -
© © 4વિનયધર્મ PTC Cren એણે જોયું તો કોઈ પુષ્પ-સજાવટ નહોતી. ફૂલદાનીની વાત તો દૂર રહી, પરંતુ ક્યાંય કોઈ ફૂલ પણ નજરે ચડતું ન હતું.
આગંતુકે આશ્ચર્યથી પૂછયું, ‘હું તો એમ માનતો હતો કે આપ ફૂલને ખૂબ ચાહો છો, તેથી આપનું ઘર રંગબેરંગી ફૂલદાનીઓથી સુશોભિત હશે, પરંતુ મારે માટે આશ્ચર્યની વાત એ છે કે આપના ઘરમાં ફૂલદાની તો શું, પણ એક નાનું સરખું ગુલાબ પણ જોવા મળતું નથી.’
જ્યોર્જ બર્નાર્ડ શૉએ કહ્યું, ‘આપની વાત સાચી છે. હું ફૂલોને પુષ્કળ ચાહેં છું, પણ મારો પ્રેમ અનોખો છે.”
આગંતુકને જિજ્ઞાસા થઈ કે આ અનોખો અટેલે શું? બધાં ફૂલોને ચાહતા હોય છે, એમાં વળી કયા પ્રકારનું જુદાપણું?
જ્યોર્જ બર્નાર્ડ શૉએ કહ્યું, મારે મન આ ફૂલો એટલે નાનાં કુમળાં બાળકો. હું જેટલાં બાળકોને ચાહું છું, એટલાં આ ફૂલોને ચાહું છું. નાનકડાં નિર્દોષ શિશુને જોઈને આપણને કેટલું બધું વહાલ થાય છે! પણ એ વહાલને આપણે તોડીમચડીને વ્યક્ત કરતા નથી. બસ, આ જ રીતે સુંદર રંગબેરંગી પુષ્પોને તોડીને એનાથી ફૂલદાની સજાવવાની ગુસ્તાખી હું કરી શકું નહીં!
આપણે જે વસ્તુમાં જીવ છે, પણ તેની કદર નથી કરતા. જ્યોર્જ બર્નાર્ડ શૉ જેવા મહાન નાટ્યકારે આપણને સરસ રીતે સમજાવી દીધું કે ચાહે તે સજીવ હોય કે નિર્જીવ હોય, દરેક પ્રત્યે આદર રાખો અને હંમેશાં સમાજમાં માનવીની કદર તેનામાં રહેલા વિનયથી જ થાય છે.
વિદ્યામાં વિનય ભળે તો મહાન પદની પ્રાપ્તિ થાય છે. વિદ્યા વિનયથી શોભે’ અને ‘શીલ તેવી શૈલી’ આ ઉક્તિઓ બહુ જાણીતી છે. પહેલા વિનય શબ્દનો અર્થ જાણી લઈએ. વિનય એટલે આત્યંતર તપનો એક પ્રકાર. પૂજ્ય કે માન આપવાલાયક માણસનો આદર કરવારૂપ તપ. ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવું તે વિનય એમ પણ એક અર્થ થાય છે. વિનય એટલે નમ્રતા, વિવેક, સંસ્કાર, સભ્યતા આમ વિવિધ અર્થો થાય છે. સંસ્કૃતમાં એક સરસ સુભાષિત છેઃ
विद्यां ददाति विनयं विनयाद् याति पात्रताम् ।
पात्रत्वात् धनमाप्नोति धनात् धर्म ततः सुखम् ।। વિદ્યા એટલે કે જ્ઞાન હંમેશાં વિનમ્રતા એટલે કે વિનય પ્રદાન કરે છે. વિનમ્રતાથી યોગ્યતા આવે છે અને યોગ્યતાથી ધન પ્રાપ્ત થાય છે. જે ધર્મનું કાર્ય કરે છે તેને
- ૧૯૬ -
Page #103
--------------------------------------------------------------------------
________________
૭૭ 4 વિનયધર્મ
Pe Cen સુખ મળે છે. જ્ઞાનીપુરુષે તો તેના જ્ઞાનની વહેંચણી કરવાની છે, નહીં કે ઘમંડ રાખવાનો હોય. જ્ઞાની પુરુષમાં વિનયની પાત્રતા ન હોય તો તેને ધનપ્રાપ્તિ નથી થતી. સુખ નથી મળતું. માણસમાત્રમાં વિનય, વિવેક, વિનમ્રતા આ બધું જ હોવું જોઈએ અને આ બધું તેનામાં હોય તો તે જે કામ ધારે તે કરી શકે. તે જે ઈચ્છે તે તેને પ્રાપ્ત થઈ શકે.
પણ વિદ્વાન વ્યક્તિમાં એ ભાવ હોય જ છે. તે દરેક પ્રત્યે સમાન લાગણી જ રાખતા હોય છે. આમ પણ વિદ્યા વિનયથી જ શોભે છે. વિદ્વાન વ્યક્તિ ભણેલી પુષ્કળ હોય, પણ બીજા માટે આદર ન ધરાવે તો તેણે મેળવેલી વિદ્યા ફળીભૂત નથી થતી. વિદ્વાન વ્યક્તિમાં પોતાપણું ઓગળી ગયું હોય છે અને સમાજને તે જુદાજુદા પાઠ સરસ રીતે શિખવાડે છે. નાની વ્યક્તિથી ભૂલ થાય તો મોટા લોકો કેવી રીતે તે વાતને સમજાવે છે તે બાબત એક પ્રસંગ દ્વારા જોઈએઃ | ગુજરાતના સમર્થ સર્જક ગોવર્ધનરામ ત્રિપાઠીના યુવાનીના દિવસોની આ વાત છે. એ જમાનામાં બહુ ઓછા લોકો કૉલેજમાં અભ્યાસ કરતા. એવા સમયે ગોવર્ધનરામ ત્રિપાઠી ગ્રેજ્યુએટ થયા હતા. યુવાન ગોવર્ધનરામના એક સગાને ત્યાં ભોજન-સમારંભ હતો. તેમાં એક સરકારી અમલદારને ભોજન માટે લાવવાનું કામ ગોવર્ધનરામને સોંપાયું. ગોવર્ધનરામનો પહેરવેશ સાવ સાદો હતો. આથી નોકરે સરકારી અમલદારને જાણ કરી કે કોઈ સામાન્ય કર્મચારી આપને ભોજન-સમારંભમાં લેવા આટે આવ્યા છે.
અમલદારે અંદરથી જ હુકમ આપ્યો, એમને બહાર બેસાડો અને કહો કે સાહેબ થોડી વારમાં આવે છે. થોડી વાર પછી તૈયાર થઈને અમલદાર બહાર આવ્યા. પોતે ગાડીની અંદર બિરાજ્યા અને ગોવર્ધનરામભાઈને ગાડીની બહારના ભાગમાં બેસવા કહ્યું, ગાડી ચાલી. પૂછયું, ‘કેમ ભાઈ, ભણ્યા-ગણ્યા છો ખરા?”
યુવાન ગોવર્ધનરામે ટૂંકો જવાબ આપ્યો, ‘હા,જી'. ‘સારું, સારું, મૅટ્રિક પાસ છો કે નાપાસ ? ગોવર્ધનરામે કહ્યું, ‘જી, મેટ્રિક પાસ થયો છું.’
સાહેબે અમલદારશાહી ઢબે પૂછયું, ‘એમ? બહુ સારું, બહુ સારું, ત્યારે તો એફ.વાય.બી.એ.માં ભણતા હશો, ખરું ને?”
‘એફ.વાય.બી.એ. પણ પાસ થયો છું.” સરકારી અમલદાર થોડા વિચારમાં પડ્યા, પણ હજી પોતાનો રૂઆબ છાંટવા એમણે કહ્યું, ‘ત્યારે તો અત્યારે બી.એ.માં
- ૧૯૭ ૨
છ6Q4 વિનયધર્મ CCT અભ્યાસ કરો છો, એમ ને?”
ગોવર્ધનરામે કહ્યું, ‘ના જી. હું તો બી.એ. પાસ થયો છું.”
ગોવર્ધનરામનો આ જવાબ સાંભળતાં સરકારી અમલદાર સાવ ઠંડગાર થઈ ગયા. એ જમાનામાં ભાગ્યે જ કોઈ બી.એ. પાસ થયેલી વ્યક્તિ જોવા મળતી. અમલદારને પોતાના વર્તન માટે અત્યંત ક્ષોભ થયો. તે અંગે દિલગીરી વ્યક્ત કરતાં કહ્યું, “અરે! તમે તો બી.એ. પાસ છો. તમારો સીધો-સાદો દેખાવ જોઈને મેં માન્યું કે તમે કોઈ સામાન્ય માણસ છો.’
ગોવર્ધનરામ કહે, ‘એમાં શું?”
સરકારી અમલદારે કહ્યું, તમને મારા ઘરની બહાર બેસાડ્યા. વળી આ ઘોડાગાડીમાં પણ પટાવાળાની જગ્યાએ બેસાડ્યા. માફ કરજો. તમે અહીં આવો, આ ગાડીમાં મારી પાસે અંદર બેસો.'
ગોવર્ધનરામ બહાર પોતાની જગ્યાએ બેસી રહ્યા અને સ્વસ્થતાથી જવાબ આપ્યો, “અરે! એમાં શું થઈ ગયું?’ મને તો અહીં બહાર બેસવાની મજા આવે છે. સરકારી અમલદારનો રૂઆબ ઊતરી ગયો.
માણસને પોતાનો રૂઆબ બતાવવાની ચળ ઊપડતી હોય છે. બીજાને સામાન્ય ધારીને એ પોતાનો ઘમંડ બતાવતો હોય છે, પણ ગોવર્ધનરામ જેવી નમ્રતા આવા ઘમંડને નષ્ટ કરે છે.
ક્યારેક વર્તન દ્વારા વિનયના પાઠ શીખવાના હોય છે. ભિન્નભિન્ન રીતે વિનયના પાઠ જીવનમાં શીખવા પડે છે. માણસે પોતે કંઈક છે તેવા નશામાં ન રહેતાં સામાન્ય જન તરીકે રહે તો સમાજમાં તેનું સ્થાન ચોક્કસ હોય છે. આમ વિનય એ આપણા વ્યવહારજીવનનો અને અધ્યાત્મજીવનનો પાયો છે.
| (અમદાવાદસ્થિત જૈન ધર્મનાં અભ્યાસુ નલિનીબહેન દેસાઈ ગુજરાત વિશ્વકોશ અને જૈન વિશ્વકોશ સાથે સંકળાયેલાં છે. તેઓ વિવિધ સાહિત્ય સત્રોમાં તેમના અભ્યાસ લેખો પ્રસ્તુત કરે છે).
૧૯૮
Page #104
--------------------------------------------------------------------------
________________
©©ન્દ્ર વિનયધર્મ ©©s
વિદ્યાગુરુ પ્રત્યે વિદ્યાર્થીનો વિનયભાવ”
- પ્રફુલ્લ એ. મહેતા ભારતવર્ષ પ્રાચીનકાળથી વિદ્યા-કેળવણી-જ્ઞાન-સંશોધન વગેરેમાં આખી દુનિયાથી આગળ હતું. વિશ્વની પ્રથમ યુનિવર્સિટી તક્ષશિલા-નાલંદામાં ઈસ. ૭૦૦માં
સ્થપાયેલી. ત્યારે ત્યાં ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા, જેમાં દેશ-વિદેશના વિદ્યાર્થીઓ, ૬૦ જુદાજુદા વિષયોનો અભ્યાસ કરતા હતા.
વિદ્યા વિનયથી શોભે છે. વિદ્યાનું મૂળ વિનય છે. વિદ્યા પ્રાપ્ત કરવા વિદ્યાગુરુ જરૂરી છે, તો જ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે, એટલે ગુરુનો આપણા પર ખૂબ જ ઉપકાર છે, જે અમૂલ્ય છે. એટલે વિદ્યાર્થીનો પ્રથમ ગુણ, વિદ્યાગુરુ પ્રત્યે વિનયભાવ હોવો જોઈએ. કેટલાક શિષ્યો તો ગુરુને જ સમર્પિત થઈ જતા. તેઓનો વિનયભાવ કેવો ઉત્કર્ષ હતો, તેનાં દૃષ્ટાંતો આગળ ઉપર જોઈશું. શિક્ષા-વિદ્યાના સંદર્ભમાં, વિદ્યાગુર (શિક્ષક) પ્રત્યે વિદ્યાર્થીનો વિનયભાવ, પ્રાચીન સમયમાં, મધ્ય યુગમાં અને અર્વાચીન યુગમાં (૨૦-૨૧મી સદી) કેવો રહ્યો, તે અંગે આપણે માહિતગાર થઈશું.
હાલમાં ચાલતી "Residential Schools" એ આ સદીનું સંશોધન નથી. Residential Schools તો સિમેન્ટનાં જંગલોમાં છે. જ્યારે પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ ઉપવનમાં તેમના આશ્રમમાં રાખીને વિદ્યા, કેળવણી, જ્ઞાન તથા શસ્ત્રો ચલાવવાની ટ્રેનિંગ સાથે વ્યાવહારિક જ્ઞાન ઉપલબ્ધ કરાવતા. આવા વિદ્યાગુરુ પ્રત્યે, વિદ્યાર્થીને વિનયભાવ થાય તે સહજ છે. રાજા-મહારાજાઓ તેમના રાજકુમારોને મહેલથી દૂર, વિદ્યાભ્યાસ માટે વિદ્યાદાન જેમના માટે પ્રભુભક્તિ સમાન હતી, તેવાં ઋષિમુનિના ઉપવનમાં મોકલતા હતા.
વિદ્યાર્થીનો ગુરુ પ્રત્યે વિનયભાવ એટલે શું ?
વિનયભાવની કોઈ વ્યાખ્યા ન થઈ શકે. ગુરુજી પ્રત્યેનો પ્રેમ, લાગણી, અહોભાવ, ભક્તિભાવ તથા ઋણભાવ જે વિદ્યાર્થીની ક્રિયાઓમાં, વ્યવહારમાં, વર્તનમાં અનેક રીતે પરિવર્તિત થતો હોય છે. આ સમજવા માટે આપણે અમુક દુર્લભ-શ્રેષ્ઠ દૃષ્ટાંતો જોઈશું, જેમાં શિષ્યો સંપૂર્ણપણે ગુરુજી સમર્પિત હોય છે.
(૧) એકલવ્ય-ગુરુ દ્રોણાચાર્ય : કૌરવો-પાંડવોના ગુરુ દ્રોણાચાર્ય પાસે એકલવ્ય વિદ્યાભ્યાસની યાચના કરે છે,
- ૧૯૯ ૨
છ
Q4 વિનયધર્મ CCT પરંતુ તે શુદ્ર હોવાથી, ગુરુ તેને શિક્ષાભ્યાસ માટે ગેરલાયક ગણે છે. ત્યાર બાદ એકલવ્ય ગુરુની મૂર્તિ બનાવીને તેમાંથી પ્રેરણા લઈને વિદ્યાભ્યાસ કરે છે. તેની શ્રદ્ધાભક્તિ અને ગુરુમાં વિશ્વાસને કારણે તે બાણવિદ્યામાં શ્રેષ્ઠ થાય છે. દ્રોણાચાર્યે આ જાયું કે એકલવ્ય તો અર્જુનથી પણ બાણવિદ્યામાં અદકેરો છે, તેથી તેઓ એકલવ્ય પાસે ગુરુદક્ષિણામાં ‘અંગૂઠો” માગે છે અને એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર એકલવ્ય પોતાનો “અંગૂઠો'' કાપીને ગુરુદેવનાં ચરણમાં મૂકે છે !!! આથી વિશેષ કોઈ ગુરુભક્તિ-ગુરુદક્ષિણા હોઈ શકે ખરી !!!
(૨) કર્ણ-ગુરુ પરશુરામ :
ગુરુ દ્રોણાચાર્યથી વિપરીત, પરશુરામજી ફક્ત શુદ્રોને જ શિષ્યો બનાવતા હતા. ક્ષત્રિયોનો પૃથ્વી પરથી નાશ કરવાની તેમની પ્રતિજ્ઞા હતી જેથી તેઓ ક્ષત્રિયોને શિષ્ય તરીકે સ્વીકારતા નહીં. કર્ણ તેમની પાસે શુદ્ર તરીકે વિદ્યાભ્યાસ કરતો હતો. એક સમયે પરશુરામજી કર્ણના ખોળામાં માથું મૂકીને સૂતા હતા ત્યારે એક ભમરો કર્ણના પગે કરડે છે. જો કે તેને દૂર કરવા માટે પગ હલાવે તો ગુરુદેવની નીંદર બગડે, તેવા ભાવ સાથે કર્ણ ભમરાની વેદના સહન કરે છે. ભમરાએ કર્ણને એટલી ઈજા કરી કે લોહી વહેવા લાગ્યું અને તે ગુરુદેવને સ્પર્શતા તેઓ જાગી જાય છે અને કર્ણની સહનશીલતા જોઈને આશ્ચર્ય પામે છે અને ગુસ્સે થઈને કહે છે કે, “તું ક્ષત્રિય જ છે, તો જ આટલી સહનશક્તિ હોય, તેં મારી સાથે બનાવટ કરી. હું તને શ્રાપ આપું છું કે તું ખરા સમયે જ મારી શીખવેલી વિદ્યા ભૂલી જઈશ !!!”
ઉપરોક્ત બન્ને દૃષ્ટાંતોમાં બન્ને શિષ્યો ગુરુજી કરતાં અદકેરા ઊપસી આવે છે. વાચકોની સહાનુભૂતિ તથા પ્રેમ અને માનની લાગણી શિષ્યો માટે થશે, કારણકે તેઓનો વિનયભાવ-ગુરુપ્રેમ અદ્ભુત હતો. ગુરુજી સામે યુદ્ધમાં શિષ્યો શસ્ત્રો પણ ન ઉપાડતા એવો શિષ્યોનો ગુરુ પ્રત્યેનો ભક્તિભાવ હતો.
સમય જેમ સરતો ગયો અને પ્રાચીનમાંથી આપણો સમાજ અર્વાચીન યુગમાં ૨૧મી સદીમાં પ્રવેશતાં ગુરુજી પ્રત્યેનો વિનયભાવ ક્ષીણ થતો જાય છે. બધા વાચકોને એક પ્રશ્ન પૂછવાની ઇચ્છા કરું છું કે, “તમો તમારી એસ.એસ.સી. કે ગ્રેજ્યુએશનની પરીક્ષા પાસ કર્યા પછી, તમારી કૅરિયર શરૂ કરતાં પહેલાં તમારા શિક્ષકો, જેમના થકી તમો આ મંજિલ મેળવી, તેમના આશીર્વાદ લેવા ગયેલ કે ? શું તે અત્યંત જરૂરી નથી ? આ ક્રિયાથી તમો ઋણસ્વીકાર કરી, તમારો અહોભાવ વ્યક્ત કરી શકો. “વિનય વગર વિદ્યા ન ચડે” તે આપણને નાનપણથી સમજાવવામાં આવ્યું છે.
* ૨૦૦
Page #105
--------------------------------------------------------------------------
________________
©©CQ વિનયધર્મ ©©n દ્રોણાચાર્યના પાંડવો અને કૌરવો, બધા જ શિખ્યા હતા, છતાં પણ દરેક શિષ્યની જ્ઞાન ગ્રહણશક્તિમાં ઘણો તફાવત હતો. એક જ ગુરુના બન્ને શિષ્યો ભીમ અને દુર્યોધન, છતાં બન્નેની ગદાવિઘામાં, નિપુણતામાં ઘણો જ ફરક હતો, તે કદાચ બન્નેના વિનયભાવમાં ભેદને કારણે હોઈ શકે !! વિદ્યા પ્રાપ્ત કરવા શ્રેણિક મહારાજા ચાંડાલને ઉચ્ચ આસને બેસાડી સ્વયં નીચે બેસી વિઘા ગ્રહણ કરે તે વાતમાં વિદ્યાગુરુ પ્રત્યેનો વિનયભાવ રહેલો છે.
હાલના સમયમાં ગુરુજી-શિક્ષકો પ્રત્યે વિનયભાવ નથી રહ્યો તેવું કહેવું પણ અયોગ્ય છે. પ્રાચીન સમયમાં અર્જુન અને દુર્યોધન જેવા શિષ્યો હતો, તેમ હાલના સમયમાં પણ વિવેકી અને અવિવેકી વિદ્યાર્થીઓ હોય જ. આ સમજવા માટે નીચેનાં દૃષ્ટાંતો ઉપયોગી થશે.
૨૦૧૫માં એમ.એસ. યુનિવર્સિટી, બરોડામાં અમેરિકાથી એક પ્રોફેસર્સવિદ્યાર્થીઓનું ડેલિગેશન આપણી શિક્ષણવ્યવસ્થા અને હ્યુમન રિસોર્સીઝનો અભ્યાસ કરવા આવેલ. તેઓ એક મહિનો રોકાયેલા અને જુદી જુદી કૉલેજ-યુનિવર્સિટીની મુલાકાતો લીધેલ. પત્રકારોને તેમનાં Interview-press conferenceમાં, તેઓએ જણાવેલ બાબતો જાણવી ખૂબ જ રસપ્રદ છે.
પ્રશ્ન : તમારી મુલાકાત દરમિયાન તમને શું ગમ્યું ?
ડેલિગેશનના લીડરે કહ્યું કે, ‘અહીં પ્રોફેસર્સ અને વિદ્યાર્થી વચ્ચે જે પ્રેમલાગણી, અહોભાવ, સંકલન તથા સુવ્યયવહાર છે, તેથી અમો ખૂબ જ પ્રભાવિત થયા છીએ. અમારે ત્યાં વિદ્યાર્થીનો વ્યવહાર પ્રોફેશનલ છે. It is just give & take. They pay fees & get education. That's al." જેમ તમો ડૉક્ટર પાસે દવા લેવા જાવ અને ડૉક્ટરની ફી ચૂકવી વાત પૂરી કરો છો, તેવું જ અમારે ત્યાં શિક્ષણનું છે. જ્યારે ભારતમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ અંગત સંબંધોથી સંકળાયેલા છે.”
ગુરફળ-બોર્ડિંગમાં રહેતા વિદ્યાર્થીઓમાં પણ તેમનાં ગૃહપતિ-ગૃહમાતા માટે બહુ જ ઊંચા ભાવો રાખે છે. બોર્ડિંગ છોડ્યા પછી પણ તેઓ તેમના ગુરુજીના સતત સંપર્કમાં રહે છે અને તેઓની સેવા કરવાની તક શોધે છે. નિરાશ થવાની જરૂર નથી. ભારતીય સંસ્કૃતિના પાયામાં વિનયભાવ છે. થોડા સમય પૂરતા ઉતાર-ચઢાવ આવે, પરંતુ પૂર્વના વડીલોના સંસ્કારોથી કાયમને માટે વિદ્યાર્થીઓનો ગુરુદેવો પ્રત્યે વિનયભાવ ધબકતો રહેશે જ તેવી શ્રદ્ધા રાખીએ.
| (રાજકોટસ્થિત પ્રફુલ્લભાઈ શિક્ષણ અને ધર્મમાં રસ ધરાવે છે અને સાહિત્ય સત્રોમાં ભાગ લે છે).
- ૨૦૧ -
©©ન્ડવિનયધર્મ ©©n સનાતન ધર્મ વિનયધર્મ
- ડૉ. દીક્ષા એચ. સાવલા જીવનનું મૂળ-ધર્મનું મૂળ વિનય છે. વિનય એટલે દેવગુરુ પ્રત્યે ભક્તિ અને નમ્રતા. વિનયરહિત ધર્મનું કાંઈ પણ ફળ નથી. તે કારણથી જ ‘ઉત્તરાધ્યયન સૂત્રનાં’ ૩૬ અધ્યયનોમાં સૌપ્રથમ વિનય નામનું અધ્યયન કહ્યું છે.
જેમ દયા ધર્મનું મૂળ છે, તેમ વિનય પણ ધર્મનું મૂળ છે. સૌની સાથે નમ્રતાથી વર્તવું તેનું નામ વિનય. અભિમાની માણસ કોઈનો વિનય કરી શકતો નથી, માટે આપણે નિરાભિમાની બનવું જોઈએ. દરેક ધર્મ ‘વિનયી’ બનો એવું કહે છે.
દુનિયામાં ધનના ઢગલાથી અને સત્તાના જોરથી પણ જે કામ થતાં નથી તે કામ વિનયથી ક્ષણવારમાં થઈ જાય છે. વિનય એક શ્રેષ્ઠ વશીકરણ છે. વિનયથી વરી પણ વશ થઈ જાય છે, શત્રુ મિત્ર બની જાય છે. તેથી જ કહેવત પડી કે વનો (વિનય) વેરીને વશ કરે.
श्रोत्रं श्रुतेनैव न कुंडलेन, दानेन फाणिर्न तु कंकणेन् ।
विभाति कायः करुणापराणाम् विनयेन न तु चन्दनेन् ।। કાન કુંડળથી નથી શોભતા, પણ ધર્મશાસ્ત્ર સાંભળવાથી શોભે છે. હાથ કંકણથી નથી શોભતા, પણ દાનથી શોભે છે. કરૂણામય માનવોનું શરીર વિનયથી શોભે છે અને નહીં કે ચંદનથી.” રાણા પ્રતાપ જેવા સુપાત્રના હાથ મજબૂત કરવા પોતાની સમગ્ર સંપત્તિ તેના ચરણે ધરી દેનાર ભામાશા આજે પણ શ્રેષ્ઠ દાનવીર તરીકે પંકાય છે. આ બધા પાછળનો હેતુ એકમાત્ર વિનયધર્મ છે, કારણકે વિનયધર્મનું મૂળ મનુષ્યજીવનના વટવૃક્ષમાં હશે તો દયા, પ્રેમ, દાન, સેવપ્રવૃત્તિ વગેરે જેવાં ગુણોરૂપી પુષ્પ-ફળથી વટવૃક્ષ સમદ્ધ બનશે જ.
- આ દુનિયામાં તમારો કોઈ મિત્ર કે શત્રુ નથી. ‘તમારો પોતાનો વ્યવહાર જ મિત્ર કે શત્રુ બનાવવા માટે જવાબદાર છે.’
- હિતોપદેશ ગૌતમ બુદ્ધના ઉપદેશમાં પણ કહ્યું હતું કે, “સારા વિનયધર્મથી સંપત્તિ વધે છે, સારા વર્તનથી માન મળે છે, સારા વિનયથી-વર્તનથી આયુષ્ય વધે છે અને સારા વર્તનથી જ માણસના ચારિત્ર્યના દોષ દૂર થઈ જાય છે.”
છે ૨૦૨ -
Page #106
--------------------------------------------------------------------------
________________
હC 4 વિનયધર્મ
Pe Cen 'विनयी' मनुष्य को पाकर गुण सुंदरता को प्राप्त होते हैं, सोने से जडा हुआ रत्न अत्यंत सुशोभित होता हैं।
-चापाक्य ઝાડનું મૂળ મજબૂત હોય તો વર્ષો સુધી ટકી રહે છે. મકાનનો પાયો મજબૂત હોય તો મકાન વર્ષો સુધી ટકે છે તેમ જેના જીવનમાં વિનય હોય તો તેનું જીવન સુખી થાય છે. નમ્રતા- સરળતા-સાધુતા-સહિષ્ણુતા એ આત્માનુભવમાં પ્રધાન અંગ છે. અંતઃકરણના ધનને શોધવાની જરૂર છે.
વિનય એટલે વડીલો પ્રત્યે તથા ગુરુદેવ પ્રત્યે આદરભાવ - પૂજ્યભાવ વડીલોની વાત માનવાથી આપણને ક્યાંય મુશ્કેલી નડતી નથી, કારણકે તેઓ અનુભવી હોય છે. આપણા કરતાં તેમણે વધારે દિવાળી જોઈ હોય છે.
ભગવાન મહાવીરસ્વામીના ૧૪, શિષ્યો (સાધુઓ) હતા તેમાં સૌથી મોટા ગૌતમસ્વામી હતા. તેઓને ચાર જ્ઞાન હતાં, છતાં તેઓ ભગવાન મહાવીરનો ખૂબ જ વિનય કરતા. તેથી આપણે આજે પણ તેમને યાદ કરીએ છીએ. કહ્યું
વિનય કરો સૌ બાળકો, વિનય ધર્મનું મૂળ વિનય થકી વિદ્યા વધે, વિનય દીપાવે કૂળ /૧ // વિનય વિના નહિ ધર્મ ને વિનય વિના નહિ દાન વિનય વિના આ લોકમાં, કહેવાશો નાદાન /ર // વિનય વિના શોભે નહિ, વિનય વિના નહિ લાજ વિનય વધારી સર્વમાં, સાધો સઘળાં કાજ // ૩ //
ઉપનિષદ-કઠોપનિષદમાં યમ-નચિકેતા સંવાદ આવે છે. ત્યાં પણ આપણને વિનય-વિવેકધર્મ ઉમદા પાત્ર જોવા મળે છે. નાનું બાળક નચિકેતા મૃત્યુદેવ યમરાજા પાસે ત્રીજું વરદાન માગતાં પૂછે છેઃ “કોઈ કહે છે કે મૃત્યુ પછી આત્મા નામનું તત્ત્વ શેષ રહે છે અને કોઈ કહે છે કે દેહથી ભિન્ન આત્મા છે જ નહીં. આપ મને આનું રહસ્ય સમજાવો. યમરાજા આશ્ચર્યચકિત થઈ ગયા. આટલો નાનો બાળક આત્મવિદ્યા વિશે પ્રશ્ન કરે છે, આમ એમાં વિનય-વિવેક અને જિજ્ઞાસા ઠાંસીને ભરેલ જોવા મળે છે. આ ઉદાત પાત્ર આપણી નજર સમક્ષ ઊપસી આવે છે.
શિવમહિમ્ન સ્તોત્રમાં એક કથાનો ઉલ્લેખ છે. વિષ્ણુ ભગવાન શિવજીના ભક્ત છે. તેઓ દરરોજ કાશી વિશ્વનાથની ખૂબ ભક્તિભાવથી પૂજા કરે, સહસ્રનામ
- ૨૦૩ -
© C C4 વિનયધર્મ
cres પ્રાર્થના કરે અને ભગવાનનાં શ્રીચરણમાં એક હજાર કમળ ચઢાવે. એક વાર શંકર ભગવાને એમની ભક્તિની કસોટી કરવાનો નિર્ણય કર્યો. એક દિવસ નિત્ય નિયમ પ્રમાણે સહસ્ત્રનામ - અર્ચના ચાલી રહી હતી. એક હજારમાંથી ૯૯૯ નામના ઉચ્ચારણ સાથે શ્રી વિષ્ણુએ કમળ ચઢાવ્યાં અને ત્યાં કમળ ખૂટી ગયા. છેલ્લા નામ સાથે ચઢાવવા માટે કમળ રહ્યું નહીં. આપણે પૂજા કરતા હોઈએ અને કમળ ખૂટે તો ચોખા ચઢાવી દઈએ, અગર તો ઊઠીને બહારથી લઈ આવીએ, પરંતુ પૂજા પૂરી કર્યા વિના આસનેથી ઉઠાય નહીં. સંકલ્પ કર્યા પછી કામ પૂરું થાય નહીં
ત્યાં સુધી આસન છોડાય નહીં. હવે પૂજા પણ કેમ કરવી? એક કમળ ક્યાંથી લાવવું? વિષ્ણુ ભગવાનને યાદ આવ્યું કે લોકો પોતાને પુંડરીકાળ-કમળનયન કહે છે. અર્થાત્ પોતાનાં નેત્રોને કમળ સાથે સરખાવે છે, એટલે તેમણે પોતાની એક આંખ ઉખાડીને ભગવાનનાં શ્રીચરણમાં ધરી દીધી! તો આ છે ભક્તિભાવ, પણ આ વટવૃક્ષનો પાયો છે વિનયધર્મ, કારણકે પ્રભુ પ્રત્યે એટલો વિનય હતો કે શક્ય બને છે.
ગૌતમ બુદ્ધ ‘ત્રિપિટક'માંથી એક ‘વિનયપિટક’ પણ ઉલ્લેખિત છે. બ્રાહ્મણ - ગુરુ-શિષ્ય પરંપરા લઈએ કે ખ્રિસ્તી ધર્મમાં જિસસને જ્યારે ક્રોસ પર ચડાવવામાં આવ્યા ત્યારે પણ ક્ષમાભાવે સામેવાળાનું કલ્યાણ થાય એવી ભાવના જેમના મૂળમાં વિનય હોય એમાં જ ખીલી શકે. આમ દરેક પાસાંનો ‘વિનય’ એ અગત્યનો છે. કહેવાયું છે ને કે ‘વિદ્યા વિનયથી શોભે છે” એ વાક્યથી આપણે સૌ પરિચિત જ છીએ.
જે ત્રણેય જગતના નાથ છે અને ઈન્દ્રો પણ જેમની સેવા કરે છે, એવા આપણા ભગવાન પણ જ્યાં સુધી સંસારમાં રહે છે, ત્યાં સુધી પોતાનાં માતાપિતાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિનય કરે છે. પોતે મિત્રો સાથે બેઠા હોય ત્યાં પોતાના માતાપિતા આવે તો તરત જ ઊભા થઈ જાય અને તેમની સામે હાથ જોડીને ઊભા રહે. તેઓ પોતાનાં માતા-પિતાને પોતાનાથી સહેજ પણ દુઃખ થાય એવું કોઈ પણ વર્તન ક્યારેય કરે નહીં. પોતે દુઃખી થઈને પણ માતા-પિતાને સુખી કરે. આપણે એ જ ભગવાનના ભક્ત છીએ. માટે આપણે પણ એવા વિનયી બનવું જોઈએ જેથી આવનારી પેઢીમાં પણ આ અંકુરો ફૂટે. * વિનય .....?
ચાર ગતિરૂપ સંસારનો નાશ કરવા માટે આઠ કર્મનો ક્ષય કરનારા આચારને વિનય કહેવાય છે.
- ૨૦૪ -
Page #107
--------------------------------------------------------------------------
________________
© ©4 વિનયધર્મ @ @
૨ શ્રી જિનેશ્વરદેવોએ આપણા માટે જે આજ્ઞાઓ આપી છે, તે શ્રદ્ધાપૂર્ણ માનવીએ યથાશક્તિએ પાળવી.
B ઉપકારી ગીતાર્થ ગુરુભગવંતો જિનાજ્ઞા મુજબની જે આજ્ઞાઓ ફરમાવે તે આજ્ઞાઓને મસ્તકે ચડાવવી.
ધર્મઆચારનું પાલન કરવું, અભક્ષ્ય ભોજન ખાવું, ટી.વી., નાટક, સિનેમા જેનો ત્યાગ કરવો.
જે જિનેશ્વર દેવોએ આપણા આત્માના કલ્યાણને માટે જ દર્શન, વંદન, પૂજા, પચ્ચખાણ, પ્રતિક્રમણ વગેરે ધર્મકાર્યો કરવાં જણાવ્યું છે.
૨ રોજ ભગવાનનાં દર્શન, પૂજા, ગુરુવંદના, પચ્ચખાણ, સામાયિક, ધર્મનું નવું જ્ઞાન મેળવવું.
રે માતા-પિતાની આજ્ઞાને આદર આપવો, એમને પગે લાગવું. ઉપકારી વિદ્યાગુરુ પ્રત્યે હૃદયમાં બહુમાન રાખવું, તેઓ બેસે પછી બેસવું. તેમની ઈચ્છા મુજબ વર્તવું, હિતકારી આજ્ઞા માનવી, તોછડાઈથી વર્તવું નહિ, તેમનું અપમાન કરવું નહિ, અનાદર કરવો નહિ, તેમને ન ગમે તેવું કાંઈ કરવું નહિ, તેમનું ચિત્ત પ્રસન્ન રહે તેવું જ બોલવું અને તે જ પ્રમાણે વર્તવું જોઈએ. કોઈની સાથે લડવુંઝઘડવું નહિ, કોઈની નિંદાકૂથલી કરવી નહિ, કોઈની ઠઠ્ઠામશ્કરી કરવી નહિ, કોઈની સાથે તોછડાઈભર્યું વર્તન કરવું નહિ અને કદી પણ અપશબ્દ બોલવા નહિ.
જે ઉપકારી ધર્મગુરુ, માતા-પિતા, વડીલજનો હિતબુદ્ધિથી આપણને ઠપકો આપે અને ગમે તેવાં કઠોર વચન કહે ત્યારે સામે બોલ્યા વિના આદરપૂર્વક તે બધું સાંભળવું અને આપણી ભૂલ જોઈ એને સુધારવાનો પ્રયત્ન કરવો. રોજ સવારે
ઓછામાં ઓછું નવકારશીનું અને સાંજે ચૌવિહાર કે તિવિહારનું પચ્ચખાણ કરવું. રસ્તે જતા માર્ગમાં દેરાસર આવે ત્યારે સમય અને શક્તિ હોય તો દર્શન કરી આવ્યા પછી જ આગળ જવું. સમય અને શક્તિ ન હોય તો બહારથી બે હાથ જોડી, મસ્તક નમાવી ‘નમો જિણાણાં’ બોલ્યા પછી જ આગળ જવું. રસ્તે જતાં ગુરુમહારાજ કે સાધ્વીજીમહારાજ સામાં મળે ત્યારે બે હાથ જોડી મસ્તક નમાવી ‘મથ્થણ વંદામિ’ કહેવું. અન્ય સ્વજન-વડીલજન મળે તો પ્રણામ કહેવું.
જીવનમાં વિનય-વિવેક એક સિક્કાની બે બાજુ છે. શબ્દો પણ ઉત્તમ કુળને છાજે એવા હોવા જોઈએ. પરોપકારી ગુરુભગવંતને મહારાજજી, સાહેબજી, ગુરુજી, મહારાજસાહેબ, ગુરુમહારાજ પાછળ માનવાચક ‘જી' શબ્દ લગાવવો જોઈએ. પધાર્યા
-ક ૨૦૫ -
C A વિનયધર્મ
છે . વગેરે ઊંચા શબ્દો બોલવાથી આપણું સંસ્કારીપણું પ્રગટ થાય છે અને આપણી જ શોભા વધે છે. આપણું બોલણું-ચાલવું વગેરે બધું આપણી શોભા વધારે તેવું જ હોવું જોઈએ. આજના યુગમાં ગૃહસ્થો એકબીજાનાં નામ તોછડાં અને અપમાનજનક રીતે બોલે તો પરસ્પર તેમનો સ્નેહ અને સદ્ભાવ ઘટે છે, સંબંધો તૂટે છે, વિનયગુણ નાશ પામે છે, અવિનય દોષ પુષ્ટ થાય છે, સંસ્કારિતા લાજે છે. એવા તોછડા માણસો સભ્ય સમાજમાં શોભા પામતા નથી. તેમની કોઈ કિંમત રહેતી નથી.
અવિનય, આશાતના અને કર્મબંધનથી બચવા માટે તથા પોતાના ઉત્તમ કુળને, સંસ્કારિતાને શોભાવવા માટે સૌએ પૂ. ગુરુભગવંતોનાં નામ સંપૂર્ણ અને માનવાચક શબ્દો સહિત જ બોલવાનો આગ્રહ રાખવો જોઈએ. દેરાસરસંબંધી વિવેક, દેવ-દેવીસંબંધી વિવેક, ગુરુમહારાજ સંબંધી વિવેક, ઉપાશ્રયસંબંધી વિવેક, પાઠશાળાસંબંધી વિવેક કેળવવો જરૂરી છે.
અપશબ્દો સહન કરનારનું દૃષ્ટાંત જોઈએ તો, દૂર દેશથી પદયાત્રા કરીને આવેલા એક સંતે એક ગામના પાદરે આવેલા મહાદેવજીના મંદિર પાસે નિવાસ કર્યો. તેઓ મહાદેવજીની પૂજા ને ભજનકીર્તન કરતા. સંત ખરેખર ભગવાનના ભક્ત હતા. તેમના તરફથી ગામના લોકોને કોઈ પણ જાતનો ઉપદ્રવ હતો નહિ, પણ ગામના લોકો ઘણા દુષ્ટ હતા. તેઓ આ સંતને ઢોંગી સમજીને, મંદિર પાસેથી પસાર થતી વખતે રોજરોજ તેમના ઉપર ગાળોનો વરસાદ વરસાવતા હતા, પણ સંત તો શાંત, સહિષ્ણુ ને સમજદાર હતા. તેથી તેઓ ગામના લોકોની ગાળો શાંતિથી સાંભળી લેતા. તેમના પર ગુસ્સો કરતા નહિ. હૃદયમાં તેમની ઉપર વેરભાવ રાખતા નહિ. તેમને સામી ગાળ પણ દેતા નહિ. આથી તેમને રોજરોજ વિનાકારણ ગાળો દેનારા ગામલોકો છેવટે થાક્યા, હાર્યા, શાન્ત થયા ને સંત પાસે આવ્યા. તેમને પ્રણામ કરીને પૂછયું કે, “અમે તમને રોજરોજ અપશબ્દો કહીએ છીએ તોપણ તમે કેમ ગુસ્સો કરતા નથી? કેમ સામી ગાળ દેતા નથી ?”
સંતે હસીને કહ્યું: ‘‘સાંભળો! તમે મને સો રૂપિયા આપવા ઈચ્છો તે હું લઉં નહિ તો તે કાની પાસે રહે?” ગામલોકો કહે : “અમારી પાસે જ રહે”.
- સંતે ફરીને કહ્યું: ‘તમે મને ગાળ દો તે હું લઉં નહિ તો કોની પાસે રહે? ગામલોકો જવાબ આપી શક્યા નહિ. સમજી ગયા કે અપશબ્દો કહેવાથી આપણું જ મુખ અપવિત્ર બને છે. આપણે આપેલી ગાળ આપણી પાસે જ રહે છે. આપણને જ લાગે છે. સમજીને શરમિંદા બન્યા. પોતાની ભૂલનો પસ્તાવો કરવા લાગ્યા. સંતનાં
૨૦૬
Page #108
--------------------------------------------------------------------------
________________
©©CQ વિનયધર્મ ©©n ચરણમાં પડીને તેમની વારંવાર ક્ષમા માગવા લાગ્યા. આમ તેઓ તે સંતના પરમભક્ત બન્યા. તન-મન-ધનથી તેમની સેવા કરવા લાગ્યા ને જીવનમાં કદી પણ અપશબ્દો નહિ બોલવાની પ્રતિજ્ઞા કરી આ ભવ-પરભવમાં સુખી થયા.
તો ચાલો આપણે સૌ પણ વિનયધર્મને પ્રજ્વલિત કરીએ. જૈન ગાથાકથા-વ્યાખ્યાનને નવી ટેકનૉલૉજીના પ્રયોગથી એ સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન કરાવીએ, જેથી વિનયવાન - સમાજ - રાષ્ટ્ર દેશને સ્થાપી શકીએ અને વળી, આ ભવ્ય વારસાની ફોરમ આવનારા ઈતિહાસમાં લોકો વાંચે અને અનુમોદના કરે. ચાલો, તો આ શક્ય છે, આપણી સુષુપ્ત-કાર્યશક્તિ અને દુર્ગુણોને દૂર કરી સદ્ગુણોથી યુક્ત એક સ્વસ્થ સમાજ બનાવીએ. વિનયી ધર્મ... સનાતન ધર્મ કે એવો ધર્મ કે જે શારણ કરી રાખે, મનુષ્યજાતને ટકાવી રાખે...
સંદર્ભ : ગીતા અને માનવજીવન -સ્વામી વિવેદિતાનંદ સંસ્કારનું ઘડતર - શ્રી જિતેન્દ્ર મુનિ સાહિત્યનું નઝરાણું - પૂ. ભુવનચંદ્રજી
(જૈન ધર્મનાં અભ્યાસુ દીક્ષાબહેન મહિલા આર્ટ્સ કૉલેજ વિદ્યાનગરીહિંમતનગરમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપે છે. તેમણે ત્રણ પુસ્તકોનું લેખન-સંપાદન કર્યું છે).
4 વિનયધર્મ 1
1 વૈશ્વિક દાર્શનિક પરંપરામાં વિનયધર્મ – વિનયભાવનું ચિંતન-નિરૂપણ
- બળવંત જાની આજે જગત સાંકડું બની ગયું છે. ગ્લોબલાઈઝેશનને-વૈશ્વિકરણે એકબીજાને નજીક-સમીપ લાવી દીધાં છે. વિશ્વ એક બની ગયું છે ત્યારે વિશ્વના સર્વને એક રાખનારું-એકતા અર્પનારું તત્ત્વ કંઈ હોય તો તે વિનયભાવ-વિનયધર્મ જણાય છે. અનેક ધર્મના પરિચયમાં આજે સમાજ મુકાયો છે. આવા સમયે એ હાર્દરૂપસર્વસાધારણ - યુનિવર્સલ તત્વ કંઈ હોય તો તે વિનયભાવ અને વિનયધર્મ છે. એ વિનયધર્મ સંદર્ભે જૈન ધર્મમાં પ્રવર્તતા આ ભાવને આલેખવાનો ઉપક્રમ અહીં જાળવ્યો છે. ભારતીય અને પાશ્ચાત્ય દર્શનશાસ્ત્રમાં ઘણાં વૈષમ્ય વિચાર સંદર્ભે અવલોકવા મળશે પણ સામ્ય ઘણાં છે. આ સામ્યતા અખિલાઈ સંદર્ભે છે. અખિલાઈમાં સમગ્રતામાં કેન્દ્રસ્થાને વિનય-નમ્રભાવ છે. વ્યક્તિ અભ્યાસી હોય, પદધારી હોય કે પદવિહીન હોય, પણ એમાં વિનયધર્મભાવ અનિવાર્ય છે. મંડનમિશ્ર અને શંકરાચાર્યના સંવાદમાં વિવાદ હતો, પણ એ વિનયથી સુશોભિત હતો. ભારતીય દર્શનમાં અને પાશ્ચાત્ય દર્શનમાં સમાનરૂપે સૂત્ર પ્રવર્તે છે તે ‘વિદ્યા વિનયથી શોભે છે.’
ભારતમાં ત્રણ મત પ્રબળપણે પ્રચલિત છે. એમાં સનાતન, જૈન અને બૌદ્ધ દર્શનમાં બધે જ કેન્દ્રસ્થાને વિનયવર્તન-વિનયભાવ છે.
પશ્ચિમમાં ક્રિશ્ચિયન, જરથુષ્ટ્ર, તાઓ, કફ્યુશિયસ કે ઈસ્લામ કોઈ પણ ધર્મદર્શનનું વિચારતત્વ તો વિનયના પાયા પર મંડિત છે. ટેન કમાન્ડમેન્ટોમાં કે કફ્યુશિયસનાં, જરથુષ્ટ્રનાં બાધવચનોમાં - સૂત્રાત્મક રીતે વિનયનો નમ્રભાવનો સ્વીકાર છે. વ્યક્તિ માટે, ભાવક-ભક્ત માટે એનું હોવું અનિવાર્ય છે. - ઈશુએ કહ્યું કે, ‘તને કોઈ એક ગાલે તમાચો મારે તો તું બીજો ગાલ ધરજે.' એમણે તો એમના અનુયાયીઓને પણ કહ્યું કે, “મને પથ્થર ફેંકી રહેલા, ગાળો ભાંડી રહેલાને તમે શિક્ષા નહીં, પ્રેમ આપજો. તેઓને ખબર નથી કે હું શું કરું છું. તેઓને ખબર નથી કે તેઓ શું કરે છે. દઢ બનીને મને ચાહજો.’ મહંમદસાહેબે પણ એમના પરત્વે ક્રોધ, દ્વેષ, અવગણના રાખનારા પરત્વે પ્રેમ વહાવેલો. એમના સારા માટે દુઆ-પ્રાર્થના કરેલી. સૂફી મહિલાસંત રાબિયાએ તો એની ખબર
માતાને :અમૃતઝરા લાગે તારાં નેહ નીતરતાં નયનો હે વિશ્વજનની, તારાં ચરણે તીર્થોત્તમ માં, તારો તુંકારો એ મારી પદવી ને વેણ વણ વરદાન જગતની સર્વ જનનીને વંદુ વારંવાર,
-ક ૨૦૭
-
૨૦૮
૦
Page #109
--------------------------------------------------------------------------
________________
૭૭ 4 વિનયધર્મ
Pe Cen પૂછવા આવેલા ઈસ્લામ ધર્મના મોટા સંતે એમના માથા ઉપર-કપાળ ઉપર કપડાનો ટુકડો ચસોચસ બાંધેલો. રાબિયાએ પૂછ્યું કે, આ કપાળ-માથા ઉપર ચસોચસ શું બાંધ્યું છે ? કેમ બાંધ્યું છે ?' ઈસ્લામ મહાત્માએ જવાબમાં કહ્યું કે, ખૂબ સખત રીતે માથું દુઃખે છે, દર્દ થાય છે, એટલે કપડું બાંધ્યું છે.' સૂફી મહિલાસંત રાબિયાએ કહ્યું કે, “ખુદાએ આટલા દિવસો સુધી પીડારહિત રાખેલા એની જાહેરાત કરેલી કે ખુદાએ મને પીડારહિત રાખ્યો છે ! જો એ જાહેરાત ન કરી હોય તો આ જાહેરાત આમ પ્રગટ રીતે કરવાની ન હોય. ખુદાને તમે અન્યાય કરો છો.’
મહાવીર- બુદ્ધ પણ કરુણાના સાગર મનાયા છે. એમણે અપાર કરુણા એમને પરેશાન કરનારા પરત્વે પણ દાખવી. કાનમાં ખીલા ઠોકનાર સામે પણ અવિનય, અભદ્રતા કે દ્વેષભાવ પ્રગટાવવાને બદલે પ્રેમભાવ, વિનયભાવ જ પ્રગટાવ્યો.
જરથુષ્ટ્ર અને કફ્યુશિયસ પણ આવા શાલીન વ્યવહાર માટે જાણીતા છે. એમના વિશે એવી માન્યતા પ્રચલિત છે કે એમના પરત્વે અવગણના, પૂર્વગ્રહ, જૂઠો મત-પ્રચાર પ્રસરાવનારને પણ એમણે માફી-ક્ષમા બક્ષેલી. ભિક્ષા આપવાને બદલે ગાળ આપનાર, કટુવચન કહેનાર સામે એમણે અમીદષ્ટિ વહાવી અને સમાજને પણ શાંતિથી ઉશ્કેરાયા વગર પ્રબોધેલો. એમની પદયાત્રા દરમિયાન અવરોધરૂપ બનનારા સમક્ષ એમણે દ્વેષભાવ દાખવવાને બદલે દયાભાવ, વિનયભાવ પ્રગટાવેલો. એમની સમક્ષ બોધવચનો કહ્યાં, એને સંબોધીને કહ્યું, તું મૂર્ખ કે અજ્ઞાની નથી. તું મનુષ્ય છે અને મનુષ્ય સાથે આવા દુર્ભાવ જોડાયેલા હોય ? તું એ પણ જાણે છે કે સદ્ભાવ ક્યાં પ્રગટાવવો. તો ભલે મારા સમક્ષ દુર્ભાવ પ્રગટાવ્યો, પણ હવે અન્ય સમક્ષ, ક્યાંક સદ્ભાવ પ્રગટાવ. કહેવાય છે કે પાછળથી એ એનો પરમશિષ્ય ગણાવાયેલો. અપાર વિનય, નમ્રતા અને શાલીનતા માટે વિશ્વના આવા અનેક સંતો સુખ્યાત છે.
વિનયભાવ પ્રસ્તુત થાય છે વ્યક્તિ દ્વારા. આ બધી વ્યક્તિ કોઈ ને કોઈ ધર્મની સાથે સંકળાયેલી હોવાથી જે તે ધર્મના સંદેશક-ઉપદેશક તરીકેની પરિચાયક બની રહી. સદગુરુ શિષ્યને ઉપદેશ આપે છે, શાસ્ત્ર ભણાવે છે, પણ એમાંની એક શાસ્ત્રજ્ઞા વિનયભાવ છે, નમ્રભાવ છે. નમ્રતા આપણા એક મુનિ-ભગવંતનું નામ છે - એમના મુખકમળ દ્વારા પ્રગટે છે સદાય સ્મિત, વિનયભાવ ને પ્રેમભાવ. તમે કોઈ પણ ધર્મના કોઈ પણ સંતનું મુખારવિંદ અવલોકશો તો તેમાં પ્રેમ વહેતા તમને લાગશે.
- ૨૦૯ -
© C C4 વિનયધર્મ
cres વિનયભાવનું પ્રાગટય સ્નેહ-વહાલ-સ્મિત છે. પ્રબોધતી વખતે કટુભાવ નહીં, પણ સ્નેહ-વિનયભાવ રહે એ બહુ આવશ્યક છે. સમયસુંદરે એમના એક પદના અંતિમ ચરણમાં ગાયું છે કે..
ધર્મવૃક્ષ સુરત સમો, જેહની શીતળ છાંય સમયસુંદર કહે એમના, મનવાંછિત ફળ થાય.’
લોકોત્તર ધર્મના બે પ્રકાર છે: શ્રુતધર્મ અને ચારિત્રધર્મ. દેશવૈકાલિક સૂત્રની ટીકામાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ધર્મના આવા બે પ્રકાર પાડીને કહે છે કે દ્વાદશાંગી મૂળ આગમ તે મૃતધર્મ છે. સ્વાધ્યાય, વાચના વગેરે તત્ત્વ ચિંતન એ ધર્મનું કારણ હોવાથી એ પ્રથમ લોકોત્તર ધર્મ છે અને બીજો પ્રકાર તે ચારિત્ર્ય ધર્મ છે. કર્માય માટે જે આચરણ કરવું તે ચારિત્રધર્મ, એ શ્રમણધર્મ પણ છે. શ્રમણ ન હોય તેને પણ સમજવા યોગ્ય તથા આચરવા યોગ્ય-મનન કરવા યોગ્ય છે. સંવરભાવનામાં પણ એ ચર્ચાયેલ છે. લોકોત્તર ધર્મમાં દેશ ધર્મભાવનું અગત્યનું સ્થાન છે અને આ દશ ભાષા ખ્રિસ્તી ધર્મની દશ આજ્ઞામાં અનુપ્રાણિત થયેલા અનુભવાયા છે. સત્ય, ક્ષમા, માદેવ, શૌચ, સંગત્યાગ, આર્જવ, બ્રહ્મ, વિમુક્તિ, સંયમ અને તપ જેવા દશ ધર્મભાવવાળો સંયમ ભાવનામાં વર્ણવાયેલ છે. નવ તત્ત્વની ઓગણીસમી ગાથામાં દેશ આજ્ઞારૂપે મળે છે.
મૂળ મુદ્દો ક્ષમાભાવમાંથી પ્રાપ્ત થાય છે. ગમે તેવા ઉશ્કેરાટમાં પણ ‘ક્ષમા રાખવી, નમ્રતા રાખવી. માન કોઈના રહ્યાં નથી. માયાપણાની, સ્વામીત્વભાવની બુદ્ધિને ત્યજવી. સદાય નમ્રતા-વિનયભાવ ધારણ કરવો. જૈન આગમ ગ્રંથોમાં સત્યને, તત્ત્વને જૈન સાહિત્યના રચયિતાઓ સમયસુંદર હોય કે યશોવિજય અથવા તો આનંદઘન હોય કે શ્રીમદ્ રાજચંદ્ર, એમના સાહિત્યમાંથી પણ આ તત્ત્વાર્થ પ્રગટતો અનુભવાય છે - અવલોકાય છે.
આચાર્ય હરિભદ્રસૂરિએ યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં પણ કામ અને અર્થના પુરુષાર્થમાં વિનયભાવ ત્યજીને ભ્રાન્તિથી તલ્લીન હોય છે એવા અજ્ઞાની જીવો માટે “ભવાભિનંદી જીવ’ કહીને ઓળખાવ્યા છે. મને યશોવિજય ઉપાધ્યાયે એના પદના અર્થો કરતી વેળાએ આ ભવાભિનંદી સંજ્ઞા આદરણીય ૨. ચી. શાહ સાહેબ પાસેથી સમજવા મળેલી. યશોવિજયજીએ આઠ દૃષ્ટિથી સજઝાયની યોગદૃષ્ટિની ચોથી દીપ્તા દૃષ્ટિમાં નવમી ગાથામાં આવા જીવોની કેવી મનોદશા થાય એનું હૃદયસ્પર્શી પણ અર્થપૂર્ણ આલેખન ભારે લાઘવથી કર્યું છે.
૨૧૦.
Page #110
--------------------------------------------------------------------------
________________
(વિનયધર્મ *લોભી કૃપણ દયામણોજી, માખી મચ્છર ઠાણ ભવાભિનંદી ભય ભયોજી, સફળ આરંભ અયાણ મનમોહન જિનજી, મીઠી તાહરી વાણ. ’
આ ભવાભિનંદી જીવોની દયનીય મનોદશાને શ્રીમદ્ રાજચંદ્રે પણ ‘અમૂલ્ય તત્ત્વવિચાર'માં અર્થપૂર્ણ રીતે આલેખી છે.
‘બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો તોએ અરે ભવચક્રનો આંટો નહીં એક ટળ્યો
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે, લેશ એ લક્ષે લમ્ફો.... ક્ષણક્ષણ ભયંકર ભાવરમણે, કાં અહો રાચી રહો’
ભવાભિનંદી જીવો દુર્લભ માનવદેહ પ્રાપ્ત થયા પછી પણ ભયંકર ભાવમરણ (આર્તધ્યાન-રૌદ્રધ્યાન)માં ડૂબીને અમૂલ્ય મનુષ્યભવ હારી જાય છે અને ભવભ્રમણ વધારે છે.
મૂળભૂત વાત તો વિનયવ્યવહાર એ આપણી ઓળખ છે. અને વિનયભાવથી ઓપતું વ્યક્તિત્વ અહીં કેન્દ્રમાં છે. પાયામાં રહેલા આ તથ્યની મીમાંસા જૈન સાહિત્યમાં સવિશેષપણે પ્રયોજાયેલી દૃષ્ટિગોચર થાય છે.
મૂળભૂત બાબત વિનય-વિવેકપૂત વ્યક્તિત્વની છે. ગુરુઆજ્ઞાનુવર્તી થવું એ વિનયશીલ વ્યક્તિત્વનો ગુણ ગણાયેલ છે. આચારાંગ સૂત્રમાં પણ ‘આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, એ જ તપ' એમ કહેવાયું છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ આ ભાવને ભારે સરળ અને રસવતી શૈલીમાં ‘વચનામૃત' પત્ર ક્રમાંક ૧૯૪માં અલેખેલ છે. ‘ગુરુને અધીન થઈ વર્તતા એવા અનંતપુરુષો માર્ગ પામીને મોક્ષને પ્રાપ્ત થયા’. આત્મસિદ્ધિશાસ્ત્રમાં પણ તેઓ ભારે ઉલ્લાસથી ગાય છે કે... “પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર ત્રણે યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર સ્વચ્છંદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ
સમક્તિ તેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ.
ગંગાસતી પણ ગાય છે કે....
‘ભક્તિ કરવી તેણે રાંક થઈને રહેવું ને મેલવું અંતરનું અભિમાન રે
સદ્ગુરુ ચરણમાં શીશ નમાવી સમજવી ગુરુની સાન રે...
૨૧૧
SISનું વિતધર્મ | 11
|
વિનયભાવમાંથી શરણભાવ જન્મે, એમાંથી જ પ્રીતિ અનુષ્ઠાન અને પછી અસંગ અનુષ્ઠાન સુધી યાત્રા શક્ય બને. વિનયભાવ વ્યક્તિત્વનો ઉત્તમ ગુણ ગણાવેલ છે. વિનયભાવ એ શિષ્યનું આજ્ઞાંકિત હોવાની પ્રતીતિનું પરિચાયક છે. વિશ્વના બધા ધર્મોમાં એને આ કારણથી જ પ્રવેશ મળ્યો હોય એ સ્વાભાવિક છે. શ્રદ્ધાભાવ પણ વિનયી વ્યક્તિમાં જ પ્રગટે. બાર ભાવના જૈન ધર્મની એક મહત્ત્વની ક્રિયા છે. એમાંની અશરણભાવના, એકત્વભાવના, સંજ્ઞીભાવના, મૈત્રીભાવના અને કરુણાભાવનામાં તો કેન્દ્રસ્થાને વિનયભાવ જ છે.
વિશ્વધર્મ વિચારણામાં ઓશો રજનીશ, સંતબાલજી અને આર્યસમાજી દયાનંદ તથા સ્વામિનારાયણીય સહજાનંદજીએ પણ વિનય-વિવેકભાવને મહત્તા અર્ધેલી છે. વિશ્વના વિવિધ ધર્મોમાં કેન્દ્રસ્થાને એને સ્થાન મળ્યું છે, એટલે એમ લાગે છે કે વિનયભાવ-વિનયધર્મ વિશ્વના ધર્મોની દાર્શનિક પરંપરામાં કેન્દ્રબિંદુરૂપ છે. ધર્મોસંપ્રદાયોની સંકડાશ કે સીમારેખા એને સ્પર્શી નથી. એનું આચરણ, આલેખન અને અનુષ્ઠાન વૈશ્વિક દાર્શનિક પરંપરાનો ચિંતનપુંજ છે. જૈન ધર્મમાં એને વધુ પ્રબળ અને પ્રમુખપણે મહત્ત્વનું પદ પ્રાપ્ત થયું જણાય છે. આમ હકીકતે વિશ્વનું નાગરિકત્વ પ્રાપ્ત કરનારું વિનયભાવ, વિનયધર્મ ઘટક જૈન દાર્શનિક તત્ત્વ, તંત્રે અને તથ્યનું કેન્દ્રબિંદુ છે. વૈશ્વિક દાર્શનિક-ધર્મમૂલક-વિચારણાના સંદર્ભે અવલોકતા એનો હાર્દરૂપ ભાવ પામી શકાય છે. આ ભાવને ગ્રહણ કરવાથી ખરા પૂરા માનવ તરીકેની ઓળખ પ્રાપ્ત થાય છે.
પિતાજીને :
અમને આપ્યા અજવાળા, ને અંધારા ખુદ ઓઢવા અમે તમારી નિશ્રામાં નિરાંતને જીવ પોઢયા, પગભર થવાના રસ્તા સહજ રીતે શીખવાડવા, વચન નથી આપ્યા ને તોયે મૂંગે મોઢે પાળ્યા. દક્ષતા અને વિવેકપૂર્ણ વહેવારના પાઠ શીખવનાર પૂજ્ય પિતાજીને વિનયવંદના !
૨૧૨
Page #111
--------------------------------------------------------------------------
________________
વિનયધર્મ ષટ્કર્શનમાં વિનયધર્મનું ચિંતન
- ભરત‘કુમાર’ પ્રા. ઠાકર ‘પ્રાસ્તાવિક : દર્શન શબ્દનો વ્યુત્પત્તિજન્ય અર્થ થાય છે... જોવું, વિચારવું, શ્રદ્ધા કરવી. આદિ કાળથી જ માનવે પોતાના જીવનમાં દર્શનને મુખ્ય સ્થાન આપ્યું છે. વસ્તુતઃ જીવન પ્રત્યે મનુષ્યનો દૃષ્ટિકોણ જ દર્શન છે, જે દરેક વ્યક્તિ માટે જુદો હોય છે. આસપાસના પદાર્થોને સમજવા માટે જિજ્ઞાસાની લહેરો સદાય દોડ્યા કરે છે.
meren
ભારતીય દર્શન દુઃખની આધારશિલા પર પ્રતિષ્ઠિત છે. લગભગ તમામ દર્શનો દુઃખનિવૃત્તિના ઉપાયોની શોધમાં લાગેલાં છે. દાર્શનિક ભાષામાં દુઃખને બંધન અને તેની નિવૃત્તિને મોક્ષનું નામ અપાયું છે. દર્શનોનો આ મુખ્ય પ્રશ્ન રહ્યો છે.
આમ તો વિવિધ દર્શનો પર સેંકડો ગ્રંથો રચાયા છે. તેમાં જૈનાચાર્યો લિખિત માત્ર ‘ષગ્દર્શન’ને લગતા પાંચ ગ્રંથો લખાયા છે. તેમાં હરિભદ્ર કૃત પદ્દર્શન સમુચ્ચય (સન ૯૦૦), મેરુત્તુંગ કૃત પદ્દર્શન વિચાર (૧૩૦૦), મલધારિરાજશેખર કૃત પગ્દર્શન સમુચ્ચય (૧૩૪૮), ગુણરત્ન કૃત યગ્દર્શન સમુચ્ચય કી ટીકા – તર્કરહસ્ય દીપિકા (૧૪૦૦) અને રાજશેખર કૃત પદ્દર્શન સમુચ્ચયનો સમાવેશ થાય છે. હરિભદ્ર અને માધવાચાર્યના ગ્રંથો
આચાર્ય હરિભદ્ર સૂરિ (૭૦૧-૭૧) સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક આકર ગ્રંથોના રચિયતા, અર્ધમાગધી આગમ ગ્રંથોના પ્રથમ સંસ્કૃત ટીકાકાર અને ભારતીય સાહિત્યમાં છ દર્શનો (બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક અને જૈમિનીય)નો સંક્ષેપ આપનાર વ્યક્તિઓમાં અગ્રગામી છે.
સામાન્યતઃ ભારતમાં ધાર્મિક દાર્શનિકોએ અન્ય સિદ્ધાંતોનાં અધ્યયન અને સંશોધન વેળા યોગ્યાર્થમાં તેની વિવેચનાને બદલે આલોચના વધુ કરી છે. કદાચ હરિભદ્ર એક ગણનીય અપવાદ છે. એમનો આ ગ્રંથ છ દર્શનોનું આધિકારિક વિવરણ આપનાર સૌથી જૂનો જ્ઞાનસંગ્રહ છે.
આ ગ્રંથની પ્રસ્તાવના ગુજરાતના જાણીતા જૈન દાર્શનિક દલસુખ માલવણિયાએ લખી છે. તેમની પાદનોંધ મુજબ આ ગ્રંથના ત્રણ ગુજરાતી અનુવાદો પણ થયા છે. તેમાં જૈન તત્ત્વાદર્શ સભા (અમદાવાદ, ૧૮૯૨), જૈન ધર્મપ્રસારક સભા (ભાવનગર, ૧૯૦૭) અને ક્ષેમચન્દ્રાત્મજી નારાયણ (સુરત, ૧૯૧૮)નો
૨૧૩
(વિનયધર્મ
સમાવેશ થાય છે.
હરિભદ્રજીનો ‘પગ્દર્શન સમુચ્ચય' ગ્રંથ અને તેના પરની ગુણરત્ન સૂરિ (૧૩૪૩-૧૪૧૮)ની ટીકા તર્કરહસ્ય દીપિકા' એ પહેલેથી જ પ્રાચ્યવિદ્યાવિદોનું ધ્યાન ખેંચ્યું છે, કેમ કે હરિભદ્રની કૃતિ ભારતીય દર્શનોનો એક સુંદર ગુટકા છે અને ગુણરત્નની ટીકા તેની એક સુલલિત વ્યાખ્યા છે.
‘સર્વ દર્શન સંગ્રહ’ના કર્તા માધવાચાર્યે (૧૨૯૫-૧૩૮૫) પ્રસિદ્ધ ભારતીય દર્શનોનું પાંડિત્યપૂર્ણ શૈલીમાં સર્વાંગપૂર્ણ વિવેચન કરાવ્યું છે. કોઈ પણ સંપ્રદાયના વિવેચનમાં આચાર્યની નિષ્પક્ષતા પ્રશંસનીય છે. ઉત્તરાર્ધે તેઓ શૃંગેરી શારદાપીઠ (કર્ણાટક)ના બારમા જગદ્ગુરુ (૧૩૮૦-૮૫) રહ્યા હતા. આ બંને ગ્રંથોમાંથી પસાર થતાં વિનયધર્મ/વિવેકદ્યષ્ટિનું થોડુંઘણું ચિંતન લાધ્યું છે. તે આપ સમક્ષ વહેંચું છું. વિતંડાવાદ અને મતમતાંતર
‘પગ્દર્શન સમુચ્ચય’ગ્રંથનાં પૃષ્ઠ ૨૪ થી ૨૭ પર ‘જ્ઞાન'ની ચર્ચા કરતાં ગ્રંથકાર કહે છે કે ખોટા જ્ઞાનને અજ્ઞાન કહે છે અને ખોટા જ્ઞાનવાળા અજ્ઞાનિકઅજ્ઞાનવાદી છે. એમનું કથન છે કે જ્ઞાન કલ્યાણકારી નથી. આ જ્ઞાન જ તમામ વિતંડાવાદનું મૂળ છે. આ જ્ઞાનથી જ એક વાદી બીજા વિરુદ્ધ તત્ત્વ પ્રરૂપણ કરી
વિવાદનો અખાડો ઊભો કરે છે.
વળી, જ્ઞાન તો ત્યારે ઉપાદેય (સ્વીકાર્ય) બને છે જ્યારે જ્ઞાનનું સ્વરૂપ ઠીકઠીક નિશ્ચિત બની જાય, પરંતુ સંસારમાં મતાંતર છે અને જ્યારે બધા પોતાના તત્ત્વજ્ઞાનને સાચું કહેતા હોય ત્યારે ‘કોણ સાચું’ એ જાણવું અસંભવ બને છે. બધા દર્શનવાળા જ્યારે પોતપોતાની ખીચડી અલગઅલગ પકાવી રહ્યા છે, પોતપોતાના સિદ્ધાંતોમાં સત્યતાની દુહાઈ આપે છે ત્યારે ‘આ સાચું કે તે’ તેનો વિવેક કરવો મુશ્કેલ બને છે.
સારાંશ એટલો કે આ જ્ઞાન જ અનેક ઝઘડાની જડ છે. તેનાથી (અહંકારપૂર્વક રાગદ્વેષ થઈને) અનંત સંસારની વૃદ્ધિ થાય છે. તેનો સાચો નિર્ણય કરવો પણ કઠિન બને છે. આ અનર્થમૂળ જ્ઞાનથી ક્યારેય કલ્યાણ થઈ શકતું નથી અને ‘તેથી અજ્ઞાન જ શ્રેયઃસાધક છે એવો નિષ્કર્ષ નીકળે છે.
વિનયપૂર્વકનો આચાર-વ્યવહાર
તેના પૃષ્ઠ ૨૯ પર વિનયધર્મ વિશે કહેવાયું છે કે, જેમનો વિનયપૂર્વકનો આચારવ્યવહાર હોય છે તેઓ વૈયિક કહેવાય છે. વસિષ્ઠ, પારાશર, વાલ્મીકિ,
૨૧૪
Page #112
--------------------------------------------------------------------------
________________
>
વિનયધર્મ
On
વ્યાસ, ઈલાપુત્ર, સત્યદત્ત વગેરે મુખ્ય વૈનયિકો (વિનયધર્મીઓ) થયા છે. એમનો વેષ, આચાર, શાસ્ત્ર કંઈ પણ નિશ્ચિત નથી. કોઈ પણ વેશ, આચાર, શાસ્ત્ર તેમને ઈષ્ટ છે. વિનય કરવો એ જ એમનું મુખ્ય કર્તવ્ય છે.
તેમના બત્રીસ પ્રકાર આ મુજબ છે : દેવતા, રાજા, સાધુ, જ્ઞાતિ, વૃદ્ધ, અધમ, માતા તથા પિતા આ આઠેયનો મન, વચન, કાયા અને દેશકાળ અનુસાર દાન આપીને વિનયધર્મ બજાવવામાં આવે છે. આ આઠનો ચાર પ્રકારે વિનય (૮ × ૪) એટલે વૈયિકોની સંખ્યા બત્રીસ થાય છે.
ત્રિવિધ અનુમાનની તત્ત્વચર્ચા
‘પગ્દર્શન સમુચ્ચય’ના પૃષ્ઠ ૯૨થી ત્રિવિધ અનુમાનો પૂર્વવત્ (કેવલાન્વયી), શેષવત્ (કેવલવ્યતિરેકી), સામાન્યતોદષ્ટ (અન્વય-વ્યતિરેકી)ની તત્ત્વચર્ચા શરૂ થાય છે. આ ચર્ચામાં વરસાદ-વાદળના ઉદાહરણ સાથે આગળ પૃષ્ઠ ૯૮ પર બતાવ્યું છે તે મુજબ જો આપણે એટલો પણ વિવેક ન કરી શકીએ કે કયા વાદળ વરસવાવાળાં અને કયા માત્ર ગરજવાવાળાં છે તો સંસારનાં બધાં અનુમાનોનો ઉચ્છેદ (નાશ) થઈ જશે. જે વ્યક્તિ વરસવાવાળાં વાદળોના વિશેષ ધર્મોનો વિવેક સારી રીતે કરી શકે છે તે વિશિષ્ટ મેઘોદયથી ભવિષ્યના વરસાદનું જરૂરથી અનુમાન કરી શકશે. અત્યારે પણ સાધારણ ખેડૂત વાદળોના રંગઢંગ જોઈને પાણી વરસવાનું અનુમાન કરે જ છે. મંદબુદ્ધિ ગરજવાવાળાં અને વરસવાવાળાં વાદળાંના લક્ષણોમાં વિવેક નથી દાખવી શકતી.
તેના પૃષ્ઠ ૨૯૦થી પુરુષ (આત્મા) અને પ્રકૃતિના સંયોગની ચર્ચા આગળ ચાલે છે. તેમાં પૃષ્ઠ ૨૯૨ પર વિવેકખ્યાતિ (ભેદજ્ઞાન)ની પણ વાત આવે છે. પ્રકૃતિ અને પુરુષ બંને જ્યાં કોઈ પદાર્થજ્ઞાન નથી હોતું એવા ‘અસંવેદ્યપર્વ‘માં પોતપોતાનાં સ્વરૂપોમાં સ્થિત છે. અર્થાત્ બંને જ્ઞાનશૂન્ય, અચેતન, અજ્ઞાની છે. આમ, બંનેને વિવેકખ્યાતિ (ભેદવિજ્ઞાન) નથી થઈ શકતી
ઉચિત વ્યવહારનો વિનયધર્મ
હવે આપણે બીજા ગ્રંથ ‘સર્વ દર્શન સંગ્રહ’નાં ઉદાહરણો જોઈએ. તેના ત્રીજા વિભાગ ‘આર્હતદર્શન’ (જૈન દર્શન)ના પૃષ્ઠ ૧૪૨ પર બતાવ્યું છે તે મુજબ પ્રાણીઓની પીડાથી પોતાની જાતને બચાવીને સારો વ્યવહાર કરવો એ ‘સમિતિ’ (રાઈટ કન્ડક્ટ) છે. બીજા અર્થમાં તે સર્તન કે વિનયધર્મ જ છે. હેમચન્દ્રાચાર્યે (૧૦૮૮-૧૧૭૩) તેના પાંચ પ્રકારોની વ્યાખ્યા આ મુજબ આપી છેઃ
લોકોની ખૂબ અવરજવરવાળા અને સૂર્યતાપથી પ્રભાવિત માર્ગે જીવજંતુઓના
૨૧૫
(વિનયધર્મ રક્ષણાર્થે સંભાળીને ચાલવું એ સજ્જનો માટે ઈર્યાસમિતિ (અહિંસાધર્મ) છે. અનિંદ્ય, સત્ય, બધા લોકો માટે હિતકર, પ્રમાણસર અને પ્રિય બોલવું એ ભાષાસિમિત (વચનવિનય) છે. ભિક્ષાના બેતાળીસ દોષોથી હંમેશાં મુક્ત થઈને મુનિઓ અન્ન લે છે તે એષણાસમિતિ (ઇચ્છાવિવેક) છે. આસન વગેરે સારી રીતે જોઈ-સંભાળીને રાખવું, તેના પર બેસવું અને ધ્યાન કરવું એ આદાનસમિતિ (સ્વીકારવિવેક) છે. જંતુરહિત પૃથ્વી પર સંભાળીને કફ, મળ, મૂત્ર, લીંટ સાધુ છોડે છે તે ઉત્સર્ગસમિતિ છે. આમ, પાંચ પ્રકારની વિવેકદષ્ટિ બતાવી છે. ભક્તિના એક સાધનરૂપે ‘વિવેક’
‘સર્વ દર્શન સંગ્રહ’ના ચોથા વિભાગ ‘રામાનુજ દર્શન' (વિશિષ્ટદ્યુતવેદાન્ત)ના પ્રકરણ-૨૧ ‘ભક્તિનું નિરૂપણ’ (પૃષ્ઠ-૨૦૪)માં ભક્તિની સિદ્ધિ કે પ્રાપ્તિનાં આ સાત સાધનો બતાવ્યાં છે તેમાં એક અને પ્રથમ ‘વિવેક’ પણ છેઃ (૧) વિવેક (ડિસ્ક્રિમિનેશન) (૨) વિમોક મુક્તિ (એગ્ઝપ્શન) (૩) અભ્યાસ (પ્રેક્ટિસ) (૪) ક્રિયા (ઑબ્ઝર્વન્સ) (૫) કલ્યાણ (એક્સલન્સ) (૬) અનવસાદ વિષાદ (ફ્રીડમ ફ્રોમ ડિસ્પોન્ડન્સી) અને (૭) અનુદ્રર્ષ સંતોષ (સેટિસ્ફેક્શન).
તેમાં ‘વિવેક’નો અર્થ બતાવ્યો છે : અદૂષિત અન્નથી સત્ત્વની શુદ્ધિ. આહારની શુદ્ધિથી પ્રકૃતિ શુદ્ધ થાય છે અને પ્રકૃતિની શુદ્ધિથી ધ્રુવા (સ્થિર, નિશ્ચળ) સ્મૃતિ પ્રાપ્ત થાય છે. આમ, ‘વિવેક’ એટલે સત્ત્વશુદ્ધિ, ગુણદોષની પરીક્ષા, સારાસારની બુદ્ધિ, વિવેકબુદ્ધિપૂર્વકનો વ્યવહાર, સમજદારી, નીરક્ષીર પારખવાની સમજ, સૂક્ષ્મ કે વેધક વિવેકબુદ્ધિ.
અંજાર (કચ્છ)સ્થિત ભરતભાઈ દર્શનશાસ્ત્રના તથા ઇતિહાસના અભ્યાસી છે. તેઓના ચિંતનસભર લેખો અવારનવાર વિવિધ સામયિકોમાં પ્રગટ થાય છે. ભૂજ રેડિયો સ્ટેશનથી તેમના વાર્તાલાપ પ્રસારિત થાય છે.
૨૧૬
Page #113
--------------------------------------------------------------------------
________________
©©ન્ડ વિનયધર્મ ©© બ્રિપિટકમાં વિનય ચિંતન
- ડૉ. નિરંજના વોરા ગૌતમ બુદ્ધની દાર્શનિક વિચારધારા અને ધર્મશાસનનું સંકલન પાલિ ભાષાના ત્રિપિટક ત્રણ ગ્રંથોમાં થયું છે. ‘વિનયપિટક’માં ભિક્ષુઓ માટેના આચારવિચારના નિયમોનું, ‘સુત્તપિટક’માં શિષ્યો સાથેના સંવાદરૂપે આપેલા ધર્મોપદેશનું અને “અભિધમ્મપિટક"માં દાર્શનિક સિદ્ધાંતોનું નિરૂપણ થયું છે.
આ ગ્રંથોમાંથી વિનયપિટકમાં બૌદ્ધ ભિક્ષુ સંઘની મહત્ત્વપૂર્ણ આચારસંહિતા છે. તેમાંથી સંઘીય અનુશાસનના વાસ્તવિક સ્વરૂપનો પરિચય મળે છે.
વિનયપિટકમાં સંઘના અનુશાસન વિશેના નિયમો : | ‘વિનય’નો અર્થ છે સંઘનું અનુશાસન અથવા નિયમ. ગૌતમ બુદ્ધે પોતાના મૃત્યુ પછી સંઘ માટે કોઈ ગુરુપરંપરાની સ્થાપના કરી ન હતી. તેમણે વિનયને - અર્થાત્ વિનયપિટકમાં વર્ણિત સદાચારવિષયક નિયમો જ પોતાના વાસ્તવિક ઉત્તરાધિકારી હોવાનું જણાવ્યું હતું. જ્યાં સુધી વિનયપિટક મૌલિક સ્વરૂપમાં હશે અને ભિક્ષુઓ તેનું નિષ્ઠાપૂર્વક પાલન કરશે ત્યાં સુધી બૌદ્ધ શાસન જીવંત રહેશે. પ્રથમ સંગીતમાં સભા અધ્યક્ષ મહાકાશ્યપે ભિક્ષુકોને પૂછ્યું : “આયુષ્યમાનો, આપણે પહેલાં કોનું સાંગાયન કરવું છે ? ધમ્મનું કે વિનયનું ?' ત્યારે ભિક્ષુઓએ જવાબ આપતાં જણાવ્યું કે, “ભન્ત ! વિનય જ બુદ્ધ શાસનનું જીવન છે. વિનયમાં રહેવાથી જ બુદ્ધનું શાસન રહેશે. માટે પ્રથમ વિનયનું સાંગાયન કરવું.” આ પ્રમાણે આરંભથી જ બૌદ્ધ સંઘમાં વિનયપિટકનું સ્થાન મહત્ત્વનું રહ્યું છે, કારણકે તેમની દૃષ્ટિએ ધર્મથીય પણ વધારે મહત્ત્વનું સ્થાન સદાચારનું છે. આમ પણ કહેવાયું છે કે, ‘‘સર્વે કરાવ: I'' **માર ૪જો ધર્ષ:''
સ્વવિવેકથી કાયા, વાણી અને મનનો સંયમ કરવાનું સાધન વિનય છે, તેનું નિયમન અવરુદ્ધ ન થાય તેનું ધ્યાન રાખવું ભિક્ષુઓ માટે અનિવાર્ય હતું. ગૌતમ બુદ્ધ દેશ અને કાળની પરિસ્થિતિનું અનુસરણ કરીને તેમના શિષ્યો અને ઉપાસકો માટે આચારસંબંધી જે નિયમોનું વિધાન કર્યું તે ‘વિનય’ છે – તેનું મુખ્ય નિર્શન ‘વિનયપિટક’ના ગ્રંથમાં છે, તે સાથે ત્રિપિટકના અન્ય ગ્રંથોમાં પણ થયું છે, કારણકે બૌદ્ધ વિનયની ઉત્પત્તિ અને વિકાસ ઘટનાઓના માધ્યમથી થયાં છે. બૌદ્ધ ધર્મના આરંભકાળમાં શિક્ષાપદ હતાં...
- ૨૧૭ -
6
4 વિનયધર્મ ‘ાતિપાત વેરળ ... આદિ, પરંતુ તે ધર્મમાં જ અનંતનિહિત હતાં. બોધિપક્ષીય ધર્મોની ભાવના અને આર્ય અષ્ટાંગિક માર્ગને અનુકૂળ આચારવિચાર સ્વતઃ ચિત્ત અને કાયાની શુદ્ધિ માટે પરિપૂર્ણ હતાં. સર્વ અકુશળ ધર્મોનો ત્યાગ અને કુશળ ધર્મના પાલન માટેના ઉપદેશમાં વિનયનો પરોક્ષ રીતે સમાવેશ થયેલો જ હતો.
ત્યાર બાદ ભિક્ષુ સંઘનો વિસ્તાર થતાં, ભિક્ષુઓ ધર્મવિરુદ્ધ આચરણ ન કરે, તે માટે રચાયેલા વિનયપિટકના નિયમો શાસ્તાના શાસનનું બાહ્યરૂપ છે.
વિનયપિટક બૌદ્ધ ભિક્ષુ સંઘનું સંવિધાન છે એમ કહી શકાય. તેનો મુખ્ય વિષય બૌદ્ધ ભિક્ષુ સંઘની વ્યવસ્થા, ભિક્ષુ અને ભિક્ષુણીઓનાં નિત્ય, નૈમિત્તિક કૃત્ય, ઉપસંપદાના નિયમો, દેશના, વર્ષાવાસ વગેરે વિશેના ગૌતમ બુદ્ધ દ્વારા પ્રજ્ઞાપિત થયેલા નિયમો છે.
વિનયપિટકનો એક મહત્ત્વનો ભાગ ‘સુત્તવિભંગ'નું સંક્ષિપ્ત રૂપ તે ‘પાતિમોખ’ છે. તેમાં સામાન્યતયા નિદાન, પારાજિક, સંવાદિશેષ, અનિયત, નિસચ્ચિય પાચિત્તિય, પાટિદેસનીય, સેખિય અને અધિકરણ સમયના ૨૨૭ નિયમોનું નિરૂપણ છે. પ્રત્યેક માસની પૂર્ણિમા તથા કૃષ્ણચતુર્દશીએ એક જ સ્થાનમાં રહેતા ભિક્ષુઓએ ઉપોસથાગારમાં એકત્રિત થઈને પ્રતિમોથના નિયમોની આવૃત્તિ કરવાના વ્રતનું પાલન કરવાનું અનિવાર્ય હતું. તેમાં ભિક્ષુઓને તેમણે કરેલા અપરાધને પ્રગટ કરવાનું સૂચન કરવામાં આવતું હતું. પાતિમોકખ એટલે આ રીતે સંઘ સમક્ષ પોતે કરેલા અપરાધનો સ્વીકાર કરીને પાપથી વિમોક્ષ મેળવવો તે. તેનો મુખ્ય હેતુ પોતાના મુખે જ પાપનો સ્વીકાર કરવાનો છે. ચિત્તની શુદ્ધિ અને વિમુક્તિ માટે પાપને પ્રગટ કરવાની આવશ્યકતા ગૌતમ બુદ્ધ ઉપોસથમાં થતાં પાતિમોખના પાઠ દ્વારા નિર્દેશી છે.
પારાજિકામાં નિર્દેશેલા મૈથુનસેવન, હત્યા, અદિનાદાનનું ગ્રહણ વગેરે અપરાધો કરવાથી ભિક્ષુને પ્રવજિત ધર્મમાંથી બહિષ્કૃત કરવામાં આવે છે. તેને માટે કોઈ પ્રાયશ્ચિત્તનું વિધાન નથી. સંઘાદિસેસમાં ઉલ્લેખિત દોષ કરવાથી ભિક્ષુને સંઘ કેટલાક સમય માટે પરિવાર આપે છે. અનિયત વિભાગમાં મૈથુનસંબંધી અપરાધોનો સમાવેશ થાય છે. ચોથા વિભાગમાં ત્રીસ નિસચ્ચિય પાચિત્તિય નિયમો છે. કઠિન, ચીવર, આસન, સોના-ચાંદીસંબંધી વ્યવહાર, ભૈષજ્ય વગેરે વિશેના અપરાધોનો ભિક્ષુ સ્વીકાર કરીને, પછી તેનો ત્યાગ કરીને
છે ૨૧૮ -
Page #114
--------------------------------------------------------------------------
________________
વિનયધર્મ
આ દોષમાંથી મુક્ત થાય છે. પાચિત્તિય દોષો બાણું છે. તેમાં શક્તિનું પ્રદર્શન, જમીન ખોદવી, વૃક્ષ કાપવું, સંઘની વસ્તુઓ પ્રત્યે અસાવધાની રાખવી વગેરે અપરોધોનો સમાવેશ થાય છે. ભિક્ષુ પ્રાયશ્ચિત્ત કરવાથી તેમાંથી મુક્ત થાય છે. પાટિદેસનીયના ચાર અપરાધોનો સ્વીકાર માત્ર કરવાથી દોષમુક્ત બને છે. ‘સેખિય’ એટલે શૈક્ષ્ય - શિક્ષણીય નિયમોમાં વસ્ત્ર, ભોજન તથા બાહ્ય શિષ્ટાચાર વિશેના પંચોતેર નિયમો છે. અધિકરણ સમયમાં ઉત્પન્ન થયેલા વિવાદને શાંત કરવા માટેના સાત ઉપાયો બતાવ્યા છે. આ નિયમો સંઘજીવનની વ્યવસ્થા અને એકતા જાળવવા મહત્ત્વના છે. આ ઉપરાંત તેમાં ઉપસંપદા, પરિવાસ, શ્રામણેરની પ્રવજ્યા, શિષ્યના ધર્મો, ઉપાધ્યાયનાં કર્તવ્યો, આચાર્ય અને અંતેવાસીનાં કર્તવ્યો, ઉપોસથ, વર્ષાવાસ અને પ્રવારણા, દૈનિક વ્યવહારની વસ્તુઓ-વગેરે વિશે વિસ્તારથી અને સૂક્ષ્માતિસૂક્ષ્મ વિગતોને ધ્યાનમાં લઈને નિયમો રજૂ કરવામાં આવ્યા છે, જેને સંઘની શિસ્ત (Discipline) કહી શકાય. તેને યોગ્ય રીતે જ સમજાવવામાં આવ્યું છે કે -
વિનયનતો ચેવ ાવવાઘાનાં
अयं विनयो विनयो ति अवखातो । વિનયપિટક કાયા અને વાણીના નિયંત્રણનું જ સ્વરૂપ છે.
ગૃહસ્થજીવનમાં રહીને ઉપાસક તરીકે ધર્મનું પાલન કરનાર માટે માતાપિતા-પુત્ર-પુત્રી-પત્ની, દાસ વગેરે વિશે પણ ચોક્કસ આચારસંહિતા આપવામાં આવી છે.
erre
બૌદ્ધ સાધનામાર્ગની આચારસંહિતા :
કાયા, વાણી અને મનનો સંયમ કરવાનું સાધન વિનય છે, પણ ત્યાર પછી મનની સંપૂર્ણ વિશુદ્ધિ અને સમ્યક્ત્વની પ્રાપ્તિ તથા નિર્વાણના માર્ગે આગળ વધવા માટે ગૌતમ બુદ્ધે દેહ અને આત્માનું દમન કરનારી અતિકઠોર તપશ્ચર્યા કે અતિભોગવિલાસ - આ બંને અંતોનો ત્યાગ કરીને સદાચારનો મધ્યમ માર્ગ ઉપદેશ્યો છે. વિનયપિટકની સાથે સુત્તપિટકના મજિક્મનિકાય, દીર્ઘનિકાય, સુત્તનિપાત, ધમ્મપદ વગેરેમાં ધર્મના સારરહસ્યરૂપ ચાર આર્યસત્યની એટલે કે દુઃખ, દુઃખસમુદય, દુઃખનિરોધ અને દુઃખનિરોધગામિની પ્રતિપદનું નિરૂપણ થયેલું છે. તેના સંદર્ભમાં મધ્યમ માર્ગ એટલે કે આર્યઅષ્ટાંગિક માર્ગ બૌદ્ધ ધર્મની આચાર-મીમાંસાનું મહત્ત્વનું નિદર્શન છે. તેનાં આઠ અંગો છે. સર્વ અંગોમાં
૨૧૯
(વિનયધર્મ Cr સમ્યગ્દષ્ટિ પૂર્વગામી બને છે. તેના ત્રણ અર્થ છે. ધર્મમાં શ્રદ્ધા, કુશળ અને અકુશળ કર્મોનો તેમ જ તેનાં પરિણામોનો વિવેક અને ચાર આર્યસત્યોનો સાક્ષાત્કાર આર્ય શ્રાવક કાયિક, વાસિક અને માનસિક કુશળ ધર્મો એટલે કે અહિંસા, અચૌર્ય, બ્રહ્મચર્ય, પ્રિય અને સત્ય વાણી, નિર્લોભ અને અવ્યાપાદને તેનાથી વિપરીત અકુશળ ધર્મો અને તેના મૂળરૂપ લોભ-દ્વેષમોહને સમજે છે ત્યારે સમ્યક્ દૃષ્ટિવાળા બને છે. સમ્યક્ સંકલ્પ એટલે ચાર આર્યસત્યોને અનુરૂપ તૃષ્ણારહિતતા, અદ્રોહ અને અહિંસાના પાલન માટેનો દૃઢનિશ્ચય. સમ્યક્વાણી એટલે અસત્ય, ચાડી-ચૂગલી વગેરેનો ત્યાગ કરીને સર્વને હિતકર પણ મધુર વંચન બોલવાં. સમ્યગ્ આજીવિકા એટલે અર્થપ્રાપ્તિ માટે શસ્ત્ર, પ્રાણી, મઘ, માંસ, વિષ આદિનો વ્યાપાર અને ખોટાં તોલમાપ, લાંચરુશવત, વચના, છેદન, વધ, બંધન, ચોરી વગેરેનો ત્યાગ કરવો. સમ્યક્ વ્યાયામ એટલે અકુશળ મનોવૃત્તિઓને ક્ષીણ કરીને ધર્મોને પ્રાપ્ત કરવા અને ટકાવવા તથા તેની વૃદ્ધિ કરવા માટેનો પ્રયત્ન. સમ્યક્ સ્મૃતિ અર્થાત્ સાધનામાર્ગમાં સાવધાની, અપ્રમાદ અને જાગૃતિ હોવી તે અને અંતમાં સમ્યક્ સમાધિ અર્થાત્ કુશળ મનોવૃત્તિઓમાં ચિત્તનું પ્રતિષ્ઠિત થવું તે.
આ સાથે દશ પારિમતા અને ચાર બ્રહ્મવિહાર-મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની ભાવના પણ વિનયના-ચિત્તશુદ્ધિના સાધન તરીકે માનવસમાજને બૌદ્ધ ધર્મે કરેલું મહાપ્રદાન છે. પ્રતીત્ય સમુદાયનાં અવિદ્યા વગેરે બાર અંગ તથા આર્ય અષ્ટાંગિક માર્ગ સહિતના સાડત્રીસ બોધિપાક્ષિક ધર્મો ચિત્તના રાગ-દ્વેષાદિ કષાયોનું નિરસન કરવા અને શાંતિપદ નિર્વાણની પ્રાપ્તિ માટેના સાધનામાર્ગના મહત્ત્વનાં સોપાનો છે. તેને શીલ-સમાધિ અને પ્રજ્ઞા એ શિક્ષાત્રય તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ત્રણ સ્કંધોને ગૌતમ બુદ્ધે
ત્રિરત્ન, ત્રણ સંપત્તિ તથા ત્રણ મહાયજ્ઞો તરીકે સમજાવ્યા છે.
બૌદ્ધ દર્શનનાં મૂળભૂત તત્ત્વો છે સર્વ પ્રકારનાં દુષ્કૃત્યોમાંથી વિરતિ – તે શીલ છે. સદ્વિચારમાં ચિત્તને એકાગ્ર કરવું તે સમાધિ છે. સર્વ દ્વંદ્વાત્મક સ્થિતિમાં ઇષ્ટ-અનિષ્ટ વચ્ચે સમભાવ સ્થપાય છે ત્યારે સાધક પ્રજ્ઞાવાન બને છે. આ શિક્ષાત્રયમાં સર્વ બૌદ્ધ-વિનય કે સાધનાનો સમાવેશ થાય છે.
સંક્ષેપમાં ત્રિપિટકમાં વ્યકિતના નિર્વાણ અને લોકકલ્યાણના સંબંધમાં નિરૂપિત વિનય કે નિયમો સાર્વત્રિક-સર્વ દેશકાળ માટે અનુસરણીય છે. ધમ્મપદ
૨૨૦૦૯
Page #115
--------------------------------------------------------------------------
________________ ©©ન્ડ વિનયધર્મ (c)(c) (૧૪/૫)ની આ એક જ ગાથામાં વિનયના સમગ્ર સારરહસ્યનું નિદર્શન છે : सब्ब पापस्स अफरणं कुसलस्स उपसंपदा / सचित्त परियोदपनं एतं बुद्धान सासनं // સર્વ પાપોથી (અકુશળ કર્મોથી) વિરત થવું, કુશળ (પુણ્યકર્મો)નો સંચય કરવો, સ્વચિત્તનું સંશોધન કરવું એ બુદ્ધનું અનુશાસન છે. (અમદાવાદસ્થિત જૈન અને બૌદ્ધ ધર્મના અભ્યાસુ ડૉ. નિરંજનાબહેન ગુજરાત વિદ્યાપીઠનાં, આં.રા. જૈન વિદ્યા અધ્યયન કેન્દ્ર સાથે જોડાયેલાં છે). ©©ર્વે વિનયધર્મ કચ્છ ગુણવંત બરવાળિયનાં પુસ્તકો ( સર્જન તથા સંપાદન ખાંભા (અમરેલી)ના વતની ગુણવંતભાઈએ c.A. સુધી અભ્યાસ કર્યા બાદ હાલ ટેસ્ટાઈલ ઇન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે. જૈન કૉન્ફરન્સના મંત્રી, મુનિશ્રી સંતબાલજી પ્રેરિત વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ - ચીંચણી, કલ્પતરુ સાધના કેન્દ્ર-દેવલાલી, પારસધામ સંઘ -ઘાટકોપર, પ્રાણગુર જૈન સેંટર, એમ. બી. બરવાળિયા ફાઉન્ડેશનની સ્પંદન હોલીસ્ટીક ઇન્સ્ટિટયૂટ વગેરેમાં ટ્રસ્ટી છે. ઘણી સંસ્થાઓના મુખપત્રમાં તંત્રી તરીકે સેવા આપેલ છે. અમેરિકા, સિંગાપોર વગેરેમાં તેમનાં સફળ પ્રવચનો યોજાયાં છે, તેમનાં ધર્મપત્ની મધુબહેને હિન્દી સાહિત્યમાં ડૉક્ટરેટ કરેલ છે. * હૃદયસંદેશ * પ્રીત-ગુંજન * શ્રીમદ્ રાજચંદ્ર એક દર્શન * અમૃતધારા * સમરસેન વયરસેન ક્યા * Rieu Blau Glimpsis of world Religion * Introduction to Jainisim * Commentray on non-violence. Kamdhenu (wish cow) * Glorty of detachment * ઉપસર્ગ અને પરીષહ પ્રધાન જેન કથાખો * વિના ધર્મ * ભારતીય સંસ્કૃતિમાં દાનભાવના છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા * આગમ અવગાહન * જ્ઞાનધારા ( ભાગ 1 થી 15) (જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં વિવિધ વિદ્વાનોના પ્રસ્તુત થયેલા નિબંધો અને શોધપત્રોના સંગ્રહ) * કલાપીદર્શન (ડૉ. ધનવંત શાહ સાથે) * જૈન દર્શનમાં કેળવણી વિચાર * અધ્યાત્મસુધા (ડૉ. મધુબહેન બરવાળિયા સાથે) * વિચારમંથન * દાર્શનિક દૃષ્ટા * જૈન ધર્મ (પરિચય પુસ્તિકા) * અહિંસા મીમાંસા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) * ચંદ્રસેન કથા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) * અમરતાના આરાધક - એન દર્શન અને ગાંધીવિચારધારા * અધ્યાત્મનિષ્ઠ સંતબાલજી : આપની સન્મુખ * મર્મ સ્પર્શ (ડૉ. જયંત મહેતા સાથે) * વીતરાગ વૈભવ : આગમ દર્શન - જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના * વિશ્વવાત્સલ્યનો સંકલ્પ વાત્સલ્યનું અમીઝરણું (માતૃવાત્સલ્યનાં વિવિધ સ્વરૂપો) * જીવનસંધ્યાએ અરુણોદય * સર્વધર્મદર્શન (વિશ્વના મુખ્ય ધર્મોનો પરિચય) * આદર્શ કેળવણીનું ઉપનિષદ અણગારનાં અજવાળાં (પ્રો. પ્રવીણાબહેન ગાંધી સાથે) - ઉપનિર્ઝારા (કાવ્ય સંગ્રહ) * તપાધિરાજ વર્ષીતપ : દામ્પત્યવૈભવ (દાંપત્યજીવનને લગતા લેખોનો સંચય) * ઉત્તમ શ્રાવકો ભગવાન મહાવીર અને સંયમજીવન * મૃત્યુનું સ્મરણ (-- ચિંતન) * Aagam An Introduction Development & Impact of Jainism in India & abroad. * જૈન પત્રકારત્વ અધ્યાત્મ આભા : શ્રી ઉવસગહરં સ્તોત્ર : એક અધ્યયન : શ્રુતજ્ઞાનનાં અજવાળાં * રૌલેશી (આલોચના અને ઉપાસના) : જેન ધર્મના ચોવીશ તીર્થંકરો E-mail : gunvant.barvalia@gmail.com 022 - 42153545 છે 222 9