Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ભક્તિથી ગુરુદર્શને આવતાં હોય, બાળકોને સાથે લાવે તો જરૂર તેના જીવનમાં સંસ્કારોના બીજારોપણ થાય છે.
આજકાલનાં મા-બાપોને પોતાનું બાળક કરાટેમાં, ડાન્સિગ ક્લાસીસમાં, ડિસ્કો કરવામાં, ડ્રોઈગમાં, સંગીતમાં એક્સપર્ટ થાય તેવી તીવ્ર ભાવના હોય છે. તેના માટે કાળજી કરે છે. પણ તે સાથે તેનું બાળક પાઠશાળામાં ધાર્મિક જ્ઞાન મેળવી એક્સપર્ટ થાય તેવી કાળજી ઓછી છે. સ્કૂલ-ટ્યુશનના સમયને બરોબર સાચવશે, ત્યાં પરાણે પણ મોકલશે, જ્યારે શનિ-રવિ પાઠશાળાએ બાળકને સમજાવીને કે સ્ટ્રીક થઈને પણ મોકલવા એટલા એક્ટિવ નથી. માટે ભૂલ માતા-પિતાની જ છે, સ્કૂલોમાં-ટ્યુશનોમાં ફી ભરવી પડે છે એટલે અને અહીંયાં પાઠશાળામાં મફત શિક્ષણ મળે એટલે શું? પણ મા-બાપે યાદ રાખવું જરૂરી છે કે જો બાળકે બચપણમાં સંસ્કાર મેળવ્યા હશે તો મોટા થઈને એ બાળકો મા-બાપને ઘરડાઘરમાં મૂકવા નહિ જાય તો તેઓએ ધાર્મિક શિક્ષણની મહત્તા સમજી તેના માટે બાળકોને સમજાવી મોકલવાં જોઈએ.
* ૨. આપણા સંઘોમાં આજકાલ પાઠશાળાઓ પણ ઘણી જગ્યાએ જાગૃત અને જીવંત જોવા નથી મળતી - તો તે માટે સંઘના કાર્યકર્તાઓએ જાગ્રત બનીને બાળકો સાથે બાળક જેવા બનીને, બાળક જેવડા બનીને અભ્યાસ કરાવે તેવા ટીચર રાખવા જોઈએ. શિક્ષકોને પગાર આપવામાં લોભવૃત્તિ જોવા મળે છે, અને પગારધોરણ આકર્ષક ન હોવાથી વિદ્વાનો કે પંડિતો આ તરફ કામ કરવા ઢળતા નથી, તેથી આ પ્રશ્ન અવશ્ય પ્રત્યેક સંઘોએ વિચારવા જેવો છે. આ ઉપરાંત - (૧) શિક્ષકોની ભણાવવાની રીતમાં અર્વાચીન અભિગમોનો અભાવ જોવા
મળે, તેથી તે માટે થોડા થોડા સમયે શિક્ષકોની ટ્રેનિંગ શિબિર એકાદ બે દિવસની રાખવી જરૂરી છે. જેના કારણે બધા શિક્ષકોના અનુભવોના
વિચાર-વિનિમયથી પણ કોઈ નવી દૃષ્ટિ કે દિશા મળી શકે. (૨) આજકાલ ઈગ્લિશ મીડિયમમાં ભણતાં બાળકો, યુવાનો માટે
ઈગ્લિશમાં પુસ્તકો મેળવી આપવાં જોઈએ. સરળ અંગ્રેજી ભાષામાં લખાયેલાં તેને અનુરૂપ આકર્ષક ચિત્રો સાથે બનાવેલાં પુસ્તકો
હોય તો બાળકો જલદીથી સમજી શકે છે. (૩) જુદા જુદા ધાર્મિક સાહિત્યનું પ્રકાશન ઈગ્લિશમાં કરવું જરૂરી છે, જેથી
બાળકો-યુવાનો તેના રીડિંગ દ્વારા પણ વિશેષ માહિતી મેળવી શકે. (જ્ઞાનધારા ૩ર ૧૨૪ : જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)
i