Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
:
(i) જંઘાચારણ – તે સૂર્યના કિરણોનું અવલંબન કરીને જંઘાથી જાય. તે તીરછું એક ઉત્પાતથી રુચકદ્વીપમાં જાય, પાછા ફરતાં બીજા ઉત્પાતથી નંદીશ્વરદ્વીપમાં જાય અને ત્રીજા ઉત્પાતથી અહીં આવે. તે ઉપર એક ઉત્પાતથી પંડકવનમાં જાય, પાછા ફરતાં બીજા ઉત્પાતથી નંદનવનમાં જાય અને ત્રીજા ઉત્પાતથી અહીં આવે.
(ii) વિદ્યાચારણ :- તે વિદ્યાની સહાયથી ગમન કરે. તે તીરછું એક ઉત્પાતથી માનુષોત્તરપર્વત પર જાય, બીજા ઉત્પાતથી નંદીશ્વરદ્વીપમાં જાય અને ચૈત્યોને વાંદે, પાછા ફરતાં ત્રીજા ઉત્પાતથી અહીં આવે. તે ઉપર એક ઉત્પાતથી નંદનવનમાં જાય, બીજા ઉત્પાતથી પંડકવનમાં જાય અને પાછા ફરતાં ત્રીજા ઉત્પાતથી અહીં આવે.
(૧૧) આશીવિષ :- જેનાથી દાંતમાં ઝેર થાય તે. તે બે પ્રકારે છે - (i) જાતિથી :- સર્પો વગેરેને હોય.
(ii) કર્મથી :- તપશ્ચર્યાથી કે બીજા ગુણથી સર્પ, વીંછી વગેરેથી સાધ્ય ક્રિયા કરનારા તિર્યંચો, મનુષ્યો, દેવોને હોય.
(૧૨) કેવળી :- કેવળજ્ઞાન-કેવળદર્શનની પ્રાપ્તિ થવી તે. (૧૩) ગણધર :- ગણધરપણું પ્રાપ્ત થવું તે. (૧૪) પૂર્વધર :- પૂર્વધરપણું પ્રાપ્ત થવું તે. (૧૫) અરિહંત :- અરિહંતપણું પ્રાપ્ત થવું તે. (૧૬) ચક્રવર્તી :- ચકવર્તીપણું પ્રાપ્ત થવું તે. (૧૭) બલદેવ :- બલદેવપણું પ્રાપ્ત થવું તે.
•
...૧૧૮...
(૧૮) વાસુદેવ :- વાસુદેવપણું પ્રાપ્ત થવું તે.
(૧૯) ક્ષીરમધુસર્પિરાસ્રવ :- જેનાથી દૂધ જેવા, મધ જેવા, ઘી જેવા શરીર અને મનને સુખકારી વચનો બોલાય તે, અથવા જેનાથી પાત્રામાં પડેલું ખરાબ અન્ન પણ ખીર, મધ અને ઘી જેવી શક્તિ આપે તે.
૨૮ લબ્ધિઓ