________________
૨૦૦
ખંડ ૭ મી.
ગુરૂદેવની યંતીને દિને મેરો ઉત્સવ છે. ભૂતપૂર્વ નાયબ દીવાન ગોવિંદભાઈએ પ્રમુખપદ લીધું અને ઘણા લોકોએ ઉત્સાહપૂર્વક આ મહોત્સવને વધાવી લીધો.
દેહગામની સમસ્ત જનતાએ સુપ્રસિદ્ધ શારદા માસિકના તંત્ર શ્રી ગોકુલદાસ કા. રાયચુરાના પ્રમુખપદે વિદ્યાવિજયજીને માનપત્ર આપ્યું. આ પ્રસંગે મનનીય પ્રવચન કરતાં શ્રી. રાયચુરાભાઈએ દેહગામને તીર્થભૂમિ તરીકે ઓળખાવી હતી.
જ્યાં જ્યાં સંત-સાધુઓને મુકામ હોય-વિહાર હોય એ ભૂમિ ખરેખર તીર્થભૂમિ જ કહેવાય. ખાસ કરીને દેડગામ એ તે વિદ્યાવિજયનું વતન રહ્યું.
દેહગામ આવવા અગાઉ દાહોદ, ગોધરા, દેવગઢબારિયા વગેરેની સફર કરી. એમનાં વ્યાખ્યાનો અદ્દભૂત હતાં.
દેવગઢબારિયાનાં મહારાણું એમનાં પ્રવચનમાં ખાસ હાજર રહેતાં. મહારાણી સાહેબની પણ મુલાકાત થઈ અને તેમણે વિદ્યાવિજયને ઉપદેશ ગ્રહણ કર્યો.
વડેદરામાં વિરોધી સાધુઓ-સાગરજી અને રામવિજયજીની સેનાઓ મોરચો માંડીને પડેલી. એણે વિદ્યાવિજયજીની પ્રવૃતિને આગળ ન વધવા દેવા ખૂબ કોશિશ કરી, પણ વિદ્યાવિજય તે જીવનસંગ્રામના એક અજોડ યોદ્ધા. એમને મન તો હતું:
come one, come all This rock shall fly
From its firm base ....... As soon as I. (Walter Scott)
જુઆ પરિશિષ્ટ સાથે