________________
४८४
ખંડ ૧૨ મે
જ્યાં આવી દશા તે જ વખતે હતી અને તે પણ અગ્રગણ્ય મહાપુરૂષોની, તો પછી એ ઠરાવોની કિમત કેટલી થઈ શકે એ સહજ સમજાય તેવી વસ્તુ છે અને એવી સત્તા પણ કઈ છે કે જે સાધુઓ પાસે તેનો અમલ કરાવી શકે તેમ છતાં એ વાત તો ચોક્કસ છે કે સર્વ સંમતિથી, ભલા કે બુરા, અનુકૂળ કે પ્રતિકૂળ જે કંઈ કરાવો થયા છે એનું પાલન કરવું એ સાધુઓને માટે કર્તવ્ય સ્વરૂપ છે.
અનિચ્છનીય વાતાવરણ શાંત થયું છે? હું પહેલાં કહી ગયો છું તેમ મુનિસંમેલને જે ઠરાવો કર્યા છે તે ત્રિકાલાબાધિત, અવિચ્છિન્ન, પ્રભાવશાળી શ્રી વીતરાગ શાસનમાં ચાલી રહેલું અનિચ્છનીય વાતાવરણ શાંત કરવાને કર્યા હતા. પરંતુ આ ઉદેશની સિદ્ધિ થઈ છે કે કેમ, એ પણ એક વિચારણીય પ્રશ્ન છે. સંમેલન પછીની પ્રવૃત્તિઓ ઉપરથી જોઈ શકાય તેમ છે કે જૈન સમાજમાં જે મતભેદો હતા તે બરાબર કાયમ છે, જે પાર્ટીઓ હતી તે બરાબર કાયમ છે. એક બીજાના ઉપર જે આક્ષેપ-વિક્ષેપ હતા તે ચાલુ છે. પોતપોતાના બ્યુગલના નાદો બરાબર ચાલી રહ્યા છે. પોતપોતાના વિચારોનો પ્રચાર બરાબર થઈ રહ્યો છે. વડોદરા રાજ્યનો કાયદો પાછો હઠયો નથી. બીજા સ્થળે કાયદો પસાર કરાવવાના પ્રયત્નો બંધ થયા નથી. દીક્ષા વિષયની મતભેદવાળી ચર્ચાઓ બરાબર ચાલુ છે. દેવદ્રવ્ય સંબંધી ગમે તેવા ગોળ ગોળ શબ્દોમાં ઠરાવ કર્યો હોય પરંતુ એને સંબંધ ગૃહસ્થોની સાથે જ હોઈ ગૃહ, પોતપોતાના અનુકૂળ જે જે પ્રમાણેના રિવાજ ચલાવતા આવ્યા છે, તે તે રિવાજમાં ફેરફાર કરે તેમ નથી. હવે ગૃહસ્થો સંપૂર્ણ રીતે સમજી ગયા છે કે બોલીઓનો રિવાજ ગામેગામ જુદી જુદી જાતનો સૌ સૌની અનુકુળતાવાળો છે, એટલે એમાં