Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪ ૬] પ્રાગ-ઇતિહાસ અને આથ-ઇતિહાસ છે ઘાટ વગેરે પરથી સરખાવવામાં આવે છે ને એમાં જણાતા સામ્ય પરથી સમકાલીનતાના ધોરણે એનું સાપેક્ષ સમયાંકન કરવામાં આવે છે; માનવે ઘડેલી આ પદ્ધતિને “ચીજોના રૂપસામ્યની-આકારના સામ્યની–પદ્ધતિ” કહે છે. આમાં સમય ઉપરાંત બીજાં કેટલાંક કારણ પણ રહેતાં હોઈ, આ પદ્ધતિમાં ઘણું સાવધતા રાખવી પડે છે. રૂપામ્ય કરતાં સ્તરવિદ્યા સમયાંકન માટે વધુ મહેય ગણાય છે. સામાન્યતઃ નીચલા સ્તરમાં રહેલી વસ્તુઓ પ્રાકાલીન અને ઉપલા સ્તરમાં રહેલી વસ્તુઓ અનુકાલીન એવો કાલક્રમ રહેલો હોઈ એ પરથી તે તે સ્તરમાં દટાયેલી સંસ્કૃતિઓને કાલ–ક્રમ નક્કી કરી શકાય છે ને જુદી જુદો સ્થળોએ મળેલા પદાર્થોના રૂપસાગ્ય પરથી તે તે સ્તરનું સાપેક્ષ સમયાંકન પણ તારવી શકાય છે. આ પદ્ધતિ ભારતની અનેક સ્થળોએ ભળેલી પુરાતન સંસ્કૃતિઓના સંબંધમાં ઉપયોગી નીવડી છે, છતાં પદાર્થોના પ્રાપ્તિસ્તરનો ક્રમ ક્યારેક એના નિર્માણને કાલ-કમ ન દર્શાવતો હોય એવું પણ બને છે, તેથી આ પદ્ધતિમાં પણ નિશ્ચિત અનુમાને તારવવામાં સાવધતા રાખવી રહે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિઓના સમયાંકન માટે સ્તરવિદ્યાની પદ્ધતિ ખાસ ઉપયોગી નીવડે છે ને એ માટે સ્તર-રચનાની પ્રક્રિયા તેમજ તે તે સ્તરનું રાસાયનિક બંધારણ તપાસવાની જરૂર પડે છે. આ માહિતી ભૂસ્તરવિદ્યા દ્વારા સુલભ બને છે.
આમ સ્થળતપાસ તથા ઉખનન દ્વારા જે પુરાવસ્તુકીય સામગ્રી પ્રાપ્ત થાય છે તેના સૂક્ષ્મ અભ્યાસ પરથી પ્રાગઐતિહાસિક તથા આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિઓ વિશે ઠીક ઠીક માહિતી મળે છે તેમજ અમુક આંતર તથા બાહ્ય પદ્ધતિઓની મદદથી એનું સાપેક્ષ કે અંદાજી સમયાંકન કરી શકાય છે.
પાદટીપે
૧. “સંસ્કૃતિ” શબ્દ અહીં “Culture”ના પર્યાયરૂપે પ્રયોજાય છે. “Culture”નો મૂળ અર્થ “ખેડાણું” થાય છે.
2. Malinowski, "Culture”, Encyclopaedia of Social Sciences, Vol. IV, pp. 621 ft.
3. H. D. Sankalia, Pre-history and Protohistory in India and Pakistan, Introduction. p. ix