Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રj. ઇતિહાસની પૂર્વભૂમિકા જેમ “સુરાપુર” (પ્રાયઃ “ગિરિનગર') હેવા સંભવ છેક અને પાલિમાં લખાયેલા અપાદાન ગ્રંથનું સુથર રૂપ પણ અહીં ધ્યાનમાં લેવું જોઈએ.૭૪
“સુરાષ્ટ્ર” કે “સુરાષ્ટ્રા” સંજ્ઞાના મૂળના વિષયમાં વિચારતાં પહેલી નજરે લાગે કે સુ + રાષ્ટ્ર એવું એ રૂપ હશે; અને ઍમ્બે ગેઝેટિયર એના મૂળમાં સુ નામની પ્રાચીન પ્રજા હેવાનું કહે છે પણ એ સાથે વેદકાલથી જાણવામાં આવેલા દેશવાચક પણ શબ્દથી તદ્દન સ્વતંત્ર એવી ર પ્રાકત સંજ્ઞા કઈ જતિની વાચક હોવાનું પણ અસંભવિત નથી, તેથી સંભવિત છે કે શું અને હું એવી બે પ્રજાને દેશ તે “સુર”, અને એનું સંસ્કૃતીકરણ સુરા, એવો અભિપ્રાય આપી શકાય. અહીં પ્રસંગવશાત સુણાકૂ-શબ્દને માર્કડેયપુરાણમાંની દુર્ગાસપ્તશતીમાં આવતા સુરય એવા રાજ-નામ સાથે સંબંધ વિચારણીય લાગે છે એ રાજાને કૌલેએ હરાવી હાંકી કાઢ્યો હતો. રાજા સૌવીરના પ્રદેશમાં ગયા અને દુર્ગાની ઉપાસનાના બળે વશિષ્ઠ ઋષિના આશીર્વાદથી એના વણિક અમાત્ય સમાધિ સાથે પોતાના દેશ ઉપર ચડી આવ્યું અને એણે કોને હાંકી કાત્યા કર “સૌવીરના સાહચર્યો આ “સુરાષ્ટ્રની ભૂમિને કોઈ આઘઐતિહાસિક બનાવ સૂચિત હોય તે એ રાજાની પુરી સંજ્ઞા નૈષધ ‘વિરાટ’ વગેરેની જેમ પોતાના દેશ ઉપરથી ત્યાંની વ્યક્તિને લાગુ પડેલી હોય, જેનું અસલ નામ ભુલાઈ ગયું હોય. પરંતુ આનાથી મૂળમાં અને પ્રજાના સંબંધે દેશનામ થયાને કેઈ બાધ ઉત્પન્ન થતો નથી. હું પ્રજા સંભવતઃ રાષ્ટ્રકૂટ એવી સંસ્કૃતીકરણ પામેલી સંજ્ઞાના મૂળમાં અછતી રહેતી નથી. અને ર પ્રજાની સાથે સંબંધ સંભવિત હોય તેવી પ્રજા જાણવામાં આવી છે. લિનીએ એક કુરિ પ્રજા ભારતવર્ષની હેવાનું કહ્યું છે. કનિંગહમ એના પોદીના સાહચર્યો મુંક કહી એવી કુમર જાતિ કહે છે.99 તે અશોકની ધર્મલિપિમાં %િ જાતિને નિર્દેશ મળી આવે છે.અશોકના જૂનાગઢ શૈલ-લેખના પાકમાં શિક એવી જોડણી છે૭૯ તે આ જ શબ્દનું પ્રાદેશિક રૂપ છે. આ બેઉ પ્રજા ભારતવર્ષની આદિમ જાતિઓ સંભવે છે. આઇ-ઐતિહાસિક કાલમાં કૌલની આ બેઉ પેટાજાતિઓને નિવાસ સૌરાષ્ટ્રની તળ-ભૂમિમાં કોઈ એક સમયે હેય અને એ રીતે બંનેના જોડિયા નામે દેશવાચક સંજ્ઞા બની હોય, જેનું સંસ્કૃતીકરણ કુષ્ટ બન્યું સંભવે. બાકી આરંભિક-ઐતિહાસિક કાલમાં સુરાષ્ટ્રની ગતણી, જ્યાં જઈ પ્રાયશ્ચિત્ત લેવું પડે તેવા દેશમાં હતી,૮૦ એટલે આર્યોની દષ્ટિએ એ “સુંદર રાષ્ટ્ર” નહિ હોય.