Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૧૪] ઇતિહાસની પૂર્વભૂમિકા
[ , વખારની બરાબર સામે કાચી માટીની ઈટ અને માટીની પગથીદાર પીઠિકા મૂળમાં સમૂહ ૬ વખારથી જરાય ઓછા મહત્ત્વના નહિ તેવા જાહેર મકાનને ટેકવી રહી હતી. એક પૂર્વમાં અને બીજું પશ્ચિમમાં એમ ઊંચી પીઠિકા ઉપર રહેલાં બે દબદબા ભરેલાં જાહેર મકાનોથી ઉપરકેટ તરફ લઈ જતો માર્ગ સમૃદ્ધ બન્યા હતા. પાછળના છેડાના ભાગમાં શાસકનું મહાલય હતું. એ એકની પાછળ બીજી આવે તે રીતે ચાર હારમાં સરખા ઘાટનાં અને સારી રીતે બંધાયેલાં મકાનવાળી એવી જ દબદબા ભરેલી પીઠિકા ઉપર આવેલું હતું. એકંદરે જોતાં ઉપરકોટ મજબૂત ગઢીને ખ્યાલ આપે છે. એની છાયામાં નીચલા નગરમાં વેપારીઓનાં અને કારીગરનાં મકાને ખડાં હશે
૪. નીચલું નગર
લોથલના આયોજનનું બીજું નેંધપાત્ર લક્ષણ ચોકકસ વિભાગમાં વિવિધ વેપાર અને ઉદ્યોગનું કેદ્રીકરણ છે, જેમ અત્યારે ભારતનાં નગરો (towns) અને ગામડાંઓમાં છે. હડપ્પીય લેકેએ પૂર્વચિત્રિત યોજના પ્રમાણે અમુક ચોક્કસ વિસ્તારમાં અમુક ઉદ્યોગો સ્થાપવાને સભાન પ્રયત્ન કર્યો હતો. કારખાનાંના રૂપમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગોને વિકાસ કરવામાં અને એક છત્ર નીચે કામ કરવાને એક જ ધંધાના અનેક કારીગરોને ઉત્તેજન આપવામાં તેઓ માર્ગદર્શક (pioneers) પણ હતા.
નીચલા નગરમાં અત્યાર સુધીમાં મકાનના ચાર સમૂહ જાણવામાં આવ્યા છે; બે ઉપરકોટની પશ્ચિમ બાજુએ, એક ઉત્તર બાજુએ અને એક વાયવ્ય બાજુએ. મકાને, દુકાને કે કારખાનાંના સમૂહ માટેની સમાન પીઠિકા તરીકે કામ આપે એ રીતે ૧ થી ૧૫ મીટર ઊંચી કાચી ઈંટની પીઠિકાઓ વડે દરેક સમૂહનું પૂરથી રક્ષણ કરવામાં આવ્યું હતું, અને એ બધાંને માર્ગો અને ગલીઓથી અંદર અંદર જોડી લેવામાં આવ્યાં હતાં. ધોરી માર્ગે મુખ્ય દિશાઓમાં જતા હતા.
ઉત્તર વિભાગમાં જણાવેલ સહુથી લાંબો માર્ગ ૧ થલને મુખ્ય બજારનો છે. એની બે બાજુએ બે કે ત્રણ ખંડની દુકાને અને કેટલીક વાર ધનિકોનાં ચારથી પાંચ ખંડનાં ઘર આવેલાં હતાં. ખંડનું સામાન્ય કદ ૬ ૪૩ મીટરનું હતું ને એની દીવાલે અર્ધો મીટર જાડી હતી. ઘણાં ઘરોમાં યજ્ઞકુંડ બાંધવામાં આવ્યા હતા. તબક્કા માં યજ્ઞકુંડ જાહેર સ્થળોએ પણ બંધાયા. એ સમયે