Book Title: Gujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Author(s): Dhananjay J Jain
Publisher: Jaypadma Prakashan

View full book text
Previous | Next

Page 91
________________ ૭૨ ] ગુજરાતની અસ્મિતાના અને ખા આવિર્ભાવક કનાથ જગપૂજનીય પરમાત્મા મહાવીરદેવ અને રાજા શ્રેણિક કરતાં પણ મહાન હતે. આ અંગે એક અતિ સુંદર શ્લોક છે : * श्री वीरे परमेश्वरेऽपि भगवत्याख्याति धर्म स्वयं, प्रज्ञावत्यभयेऽपि मन्त्रिणि न यां कक्षमः श्रेणिकः । अक्लेशेनापि कुमारपाल नृपतिस्तां जीवरक्षां व्यधाद्, यस्यासाद्य वचः सुधां स परमः श्री हेमचन्द्रो गुरु : ।। અર્થાત્ – “જે સમયે પરમાત્મા મહાવીરદેવ સ્વયં ધર્મદેશના વહાવી રહ્યા હતા; શ્રી અભય. કુમાર જેવા બુદ્ધિનિધાન મહામંત્રી હાજર હતા તે છતાં શ્રેણિક જેવા પરમ શ્રાવક જે જીવરક્ષા કરાવી ના શકયા, તે જીવરક્ષાને, પરમગુરુ શ્રી હેમચન્દ્રસૂરિજીની અમૃતતુલ્ય વચનધારાને પીને (પામીને) અતિ સહજતાથી (કલેશરહિતપણે) કુમારપાળ રાજા કરાવી શકયા.” કુમારપાળના હૃદયમાં રહેલી દયાવૃત્તિ, કારુણ્યધર્મ, વિનમ્રતા, સરળતા, સાહદયતા, વિશ્વ પ્રત્યેને “ વાત્સલ્યભાવ, જિનધર્મ પ્રત્યેની અસીમ નિષ્ઠા અને ગુરુ પ્રત્યેને ભક્તિભાવ.... આ બધા સદ્દગુણના કારણે કુમારપાળને મળેલું “પરમાત” બિરુદ યથાર્થ જ હતું. અને આ રીતે એક સમયના પતિત” કુમારપાળને “પરમાત” બનાવવામાં હેમચન્દ્રાચાર્યજીને નિશંકપણે અપૂર્વ ફાળે હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com વાત્સલ્યતા , સરળતા રહેલી હયાત

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132