Book Title: Gujarati Sahityano Itihas Part 01
Author(s): Umashankar Joshi & Others
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 266
________________ લૌકિક કથા આદિ ૨૫૧ કરવા માટે અસાઈતે એની સાથે ભોજન કર્યું અને પરિણામે એ જ્ઞાતિબહિષ્કૃત થયો અને ઊંઝામાં હેમાળા પટેલના આશ્રયે આવી એણે નિવાસ કર્યો. ત્યાં રહી અસાઈતે ભવાઈના ત્રણસો સાઠ વેશ લખ્યા એમ કહેવાય છે. (અત્યારે પણ ભવાઈના કેટલાક વેશોમાં ‘અસાઈત ઠાકર'નું નામ આવે છે.) આ વંશજો તે ભવાઈના વેશો ભજવનાર, અભિનયકલાનિપુણ તરગાળા એમ મનાય છે. અસાઈકૃત ‘હંસાઉલિ’૧ ચાર ખંડમાં ૪૭૦ કડીમાં વહેંચાયેલી છે. (ઈ.ની ૧૭મી સદીમાં ખંભાતના કવિ શિવદાસે આ જ વિષય ઉપર ‘હંસાચારખંડી' નામે ઓળખાતી કૃતિ રચી છે.) વિજયભદ્ર અને અસાઈત બંનેની કૃતિઓ લૌકિક કથાઓ માટે પરાપૂર્વથી પ્રયોજિત માત્રામેળ છંદોમાં રચાઈ છે. વિશેષ એ કે અસાઈતની ‘હંસાઉલિ'માં નાયિકાના મુખમાં દેશી રાગમાં રચાયેલાં ત્રણ ગીતો પ્રસંગોપાત્ત મુકાયાં છે. કથાપ્રસંગો અદ્ભુતરસપ્રધાન હોઈ આકર્ષક છે, પણ કાવ્યરસની દૃષ્ટિએ ‘હંસાઉલિ’ સાધારણ છે. કૃતિનો સાર સંક્ષેપમાં જોઈએ ઃ શંભુ શક્તિને, વિઘ્નહર ગણેશને, કાશ્મીરમુખમંડની સરસ્વતીને તથા વેદવ્યાસ અને વાલ્મીકિને પ્રણામ કરીને અસાઈત કહે છે કે હું વીરકથા વર્ણવીશ. પૈઠણ નગરમાં શાલિવાહનનો પુત્ર નરવાહન રાજા હતો. એનો નાનો ભાઈ શક્તિકુમા૨ હતો. એક વાર રાજાએ સ્વપ્નમાં કનકાપુર પાટણના રાજા કનકભ્રમની કુંવરી હંસાઉલિ સાથે લગ્ન કર્યું. એ સમયે રાજકાજ અંગે પ્રધાન મનકેસરે એને ગાડ્યો. રાજા ક્રોધાયમાન થઈ પ્રધાનને મારવા તૈયાર થયો ત્યારે પ્રધાને કહ્યું કે એક માસમાં તમને એ કન્યા પરણાવીશ.' મંત્રીએ પછી સદાવ્રત માંડ્યાં અને પરદેશી અતિથિઓને એમાં જમાડવા માંડડ્યા. એક અતિથિએ કહ્યું કે “સમુદ્રની પેલે પાર કનકાપુર પાટણ છે, ત્યાંના રાજા કનકભ્રમની પુત્રી હંસાઉલિ ઘણી સુન્દર છે.’ પછી ‘દેસાઉર મંત્રી’ (પરદેશમંત્રી?)ને સાથે લઈ મનકેસર રાજદ્વારમાં ગયો, રાજાએ પોતાના ભાઈ શક્તિકુમારને ગાદીએ બેસાડ્યો, અને ત્રણે ત્યાંથી નીકળ્યા. કનકાપુર પહોંચી ત્યાં માલણને ઘેર ઊતર્યા. ત્યાં એમણે જાણ્યું કે હંસાઉલિ પુરુષ-ન્દ્રેષિણી છે અને અમુક દિવસોએ શક્તિમઠમાં દેવીનું દર્શન કરવા જાય છે ત્યારે પુરુષનો સંહાર કરે છે. પછી હંસાઉલિ દેવીના દર્શને ગઈ ત્યારે મૂર્તિની પાછળ ઊભા રહી મનકેસરે એને નરહત્યા કરવા બદલ ઠપકો આપ્યો. હંસાઉલિએ પુરુષન્દ્રેષિણી થવાનું કારણ આપ્યું. પૂર્વભવમાં પોતે પંખિણી હતી, પોતાને અને બચ્ચાંને બળતાં મૂકીને પતિ ચાલ્યો ગયો હતો એને કારણે દ્વેષ ઉત્પન્ન થયો. મંત્રીની ચતુરાઈથી દેવી પ્રસન્ન થઈ, અને મંત્રીએ એની પાસેથી ચિત્રવિદ્યા માગી. પછી એ ચિત્રકારનો ધંધો કરવા માંડ્યો. એની કીર્તિ સાંભળી હંસાઉલિએ એને બોલાવ્યો. મંત્રીએ ચિત્ર કરીને બતાવ્યું

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328