Book Title: Gujarati Sahityano Itihas Part 01
Author(s): Umashankar Joshi & Others
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 285
________________ ૨૭૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૧ પછી વસંતનો પ્રારંભ થતાં મોહનો પુત્ર કામકુમાર દિગ્વિજય માટે નીકળ્યો અને અનેક દેશો ઉપર વિજય કરીને એણે પુણ્યરંગ પાટણ તરફ પ્રયાણ કર્યું. એ સમયે વિવેક પ્રજાજનોને સાથે લઈ, અરિહંત પ્રભુના સામંત સદુપદેશની પુત્રી સંયમશ્રીના સ્વયંવરમાં ગયો હતો, એટલે કામકુમારે ખાલી નગર ઉપર કબજો કર્યો. આ તરફ, વિવેકનાં અદ્ભુત પરાક્રમો જોઈ સંયમશ્રીએ એનાં કંઠમાં વરમાળા આરોપી. એ પછી શત્રુંજય પાસે વિવેક અને મોહનાં સૈન્ય વચ્ચે તુમુલ યુદ્ધ થયું, તેમાં વિવેક બ્રહ્માયુધથી મોહનો વધ કર્યો. આ કુલક્ષય જોઈને મોહની માતા પ્રવૃત્તિ ઝૂરવા લાગી. મન પણ શોકાતુર થઈ ગયો. વિવેકે એને સમજાવીને શાંત કર્યો. મન રાજાએ વિવેકને રાજ્ય આપ્યું, તોપણ મોહને એ ભૂલી શકતો નહોતો. વિવેકે મનને સમજાવ્યો કે તાત! મોહની ભ્રમણા છોડી દો, સમતા આદરો, મમતા દૂર મૂકો. ચાર કષાયોને હણી પાંચે ઈન્દ્રિયોને જીતી શમરસના પૂરમાં ખેલો.. ઓસ્કારમાં સ્થિર રહીને પરમાનંદ પ્રાપ્ત કરો. આ ઉપદેશને અનુસરવાનો પ્રયત્ન કરવા છતાં મનને ફરીફરી મોહનું સ્મરણ થતું હતું. છેવટે એણે આઠ કર્મરૂપી સહચરો સાથે શુક્લ પ્લાનરૂપી અગ્નિમાં પ્રવેશ કર્યો. અત્યાર સુધી અજ્ઞાતવાસમાં રહેલી ચેતનાએ હવે અવસર આવેલો જાણી પોતાના પતિ પરમહંસ પાસે આવીને કહ્યું, “સ્વામી! માયાને લીધે તમે તમારા ઉપર અનેક વીતક વીત્યાં. એ વીતક હવે શા સારુ સંભારવા? તમે વિશ્વનું સામ્રાજ્ય મૂકી આ અપવિત્ર કાયાનગરીમાં કેમ બંધાઈ રહ્યા છો? આપે આપને વિમાસો! ઊઠો, પોતાની શક્તિ પ્રકાશો. માયાનો લાગ હવે ટળી ગયો છે, મનમહેતાએ અગ્નિપ્રવેશ કર્યો છે, અને કુટુંબસહિત મોહ રણક્ષેત્રમાં નાશ પામ્યો છે. માટે તે સ્વામી ! હવે વિના વિલંબે પ્રકાશો.” ચેતનારાણીનો આ સંકેત મનમાં વસતાં પરમહંસ સચેત થયો અને પરમજ્યોતિ પ્રકાશ પામ્યો. કાયા મૂકીને પરમહંસ મોકળો-મુક્ત થયો. વિવેક ગમે તેમ તોયે મનની સંતતિ, માટે એને જુદો કર્યો, અને પોતે ત્રિભુવનનો પતિ થયો. ફાગણ જતાં આંબો ખીલે છે, ગ્રીષ્મઋતુ જતાં નદીમાં પૂર આવે છે, કૃષ્ણપક્ષ પછી ચંદ્રની વૃદ્ધિ થાય છે, સાગરમાં ઓટ પછી ભરતી આવે છે, દડો એક વાર પડીને પાછો ઊછળે છે, કપૂર કપૂરના ઠામમાં જ પડે છે. પુણ્યપસાયે ભાવઠ ભાંગી અને પરમહંસ રાજાએ રાજ્ય પાછું પ્રાપ્ત કર્યું. એ પરમહંસ આત્મા જ સિદ્ધપુરીનો પંથ બતાવે છે, એ જ જીવન છે, એ જ શિવ અર્થાત્ કલ્યાણનો ગ્રંથ છે, અને એ જ મૂલ મંત્ર અને મણિ છે. જયશેખરસૂરિની સુન્દર કવિતાનાં એક બે ઉદાહરણ જોઈએ. પ્રારંભમાં જ પરમહંસ રાજાના ઐશ્વર્યનું ઓજસયુક્ત વર્ણન આપતાં :

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328