Book Title: Gujarat na Aetihasik Lekho Part 01
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 366
________________ २९८ गुजरातना ऐतिहासिक लेख ઉપર મેટાઈ જોગવવાના ષ વિનાનું હતું, જે પુરૂષાર્થ માટે વિખ્યાત હતું, જે શ્રુતિના પરમ જ્ઞાનસંપન્ન હતે, (અને જે એકત્ર થએલા શત્રુનુની લહમીથી સહસા સ્વયંવર તરીકે ગ્રહણ થવાથી વીર પુરૂષમાં પ્રથમ પદની પ્રાપ્તિ સ્પષ્ટ કરતું હતું તે પરમ માહેશ્વર શ્રી ખરગ્રહ (૧) હતો. (લી. ૧૯) તેને પુત્ર અને પાદાનુધ્યાત જે સર્વ શાસ્ત્રમાં નિપુણતા પ્રાપ્ત કરી સર્વ વિદ્વાનેના મનમાં પરમ આનન્દ ઉપજાવતે, જેણે સત્વ, સંપદ અને દાનથી અને શૌર્યથી તેના બળના વિચારમાં અતિનિમગ્ન થએલા હોવાથી તેની સામે એકત્રપણે થવાની શક્તિ ગુમાવી દીધી હતી તેમના મનોરથની ધરી ભગ્ન કરી નાંખી, જે શાસ્ત્ર, કલા, અને લચરિતના અનેક વિભાગથી પૂર્ણ જાણીતું હતું છતાં પરમભદ્ર પ્રકૃતિવાળો હતો, જે નૈસર્ગિક સ્નેહાળ હતું છતાં વિનયથી અતિ આભૂષિત હતું, જે સંકડે યુદ્ધમાં વિજય દવજ લેવા નિજ દંડ સમાન કર ઉંચા કરતે તેનાથી તેના શત્રુઓને મદ હણતે, અને જેની શસ્ત્ર કળાને મદ તેના ધનુષના પ્રભાવ વડે વશ થયે હતું તેવા સકળ નૃપમંડળથી જેના આદેશોનું અભિનન્દન થતું તે પરમ માહેશ્વર શ્રીધરસેન (૩) હ. (લી. ર૨) તેને અનુજ અને પાદાનુધ્યાત, જે તેના ઉદયથી ઉત્પન્ન થએલા જનેના અનુરાગથી અખિલ ભુવન ભરાઈ ગયું હતું તેથી યોગ્ય અર્થવાળા બાલાદિત્યના અપર નામથી વિખ્યાત હતું, જે સર્વ કૃપાથી સુચરિતમાં અધિક હતું, જે દુર્લભ અર્થની સાધના કરતા હતા, જે સાક્ષાત્ પુરૂષાર્થ હતા, જેનું તેના સગુણ માટે અતિ પ્રેમવાળી પ્રજાથી મનુ સમાન અવલંબના થતું, જેણે સર્વ વિદ્યા અને શાસ્ત્રમાં નિપુણતા પ્રાપ્ત કરી હતી, જે કાન્તિમાં કલકવાળા ઈન્દુને શરમાવતું હતું, જેણે નિજ અતિ તેજથી (પ્રતાપથી) દિગતર ભરી દીધું છે, જેણે તિમિરને નાશ કર્યો હતે, જે નિત્ય ઉદય પામતા સૂર્યસમાન નિજ પ્રજાને પરમ વિશ્વાસ તેના કલ્યાણના અનેક અર્થમાં પ્રવૃત્ત રહી પૂર્ણ સિદ્ધ કરતો અને જે સતત વૃદ્ધિથી પરિપૂર્ણ હતો, જે સંધિ વિગ્રહ અને સમાસના નિશ્ચયમાં નિપુણ હાઈ એગ્ય સ્થાને આદેશ દેનાર ગુણવૃદ્ધિવિધાનના સંસ્કારમાં વિખ્યાત છે તે રાજ્ય અને શાલાતરીય બને તંત્રમાં નિપુણ હતું, જે નૈસર્ગિક રીતે વિકમવાળો હોવા છતાં કરૂણાથી મદ હદયવાળો હતો, જે શાસ્ત્રથી પૂર્ણ જાણીતા હતા છત મદ રહિત હતું, જે કાન્તિવાળો હતો છતાં શાતિથી ભરેલું હતું, અને જે મિત્રતામાં સ્થિર હતે છતાં દોષવાળા જનને ત્યાગ કરે, તે પરમ માહેશ્વર શ્રીધવસેન (૨) હતે. (લી. ૨૮) તેને પુત્ર, જેનું ઈદુકલા સમાન કપાળ તેને પાદપઘને પ્રણામ કરતાં ભૂમિ સાથે ઘર્ષણના ચિહ્નવાળું હતું, જેને બાળપણથી જ કર્ણમાં ધારેલા મૌક્તિક અલંકારની સુંદરતા સમાન વિશુદ્ધ અનુરાગ શાસ્ત્ર તરફ હતી, જેની કમળસમાન આંગળીઓ સતત દાનના પ્રવાહથી ભીંજાએલી હતી, જે કન્યાને કર મૃદુ રીતે (લગ્નમાં) ગ્રહી તેના સુખની વૃદ્ધિ કરતે હેય તેમ હળવા કરો લઈને પૃથ્વીના સુખની વૃદ્ધિ કરતા, જે ધનુર્વિદ્યાને સાક્ષાત્ અવતાર હોય તેમ સર્વ લક્ષિત અર્થ સહસા જોઈ લેતે, અને જેના આદેશે તેને નમન કરતા સર્વ સામંતના શિર પરના ચૂડામણિ સમાન હતા તે પરમ માહેશ્વર પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર અને ચક્રવર્તિ શ્રીમાન ધરસેન (૪) હતા. (લી. ૩ર) શ્રી શીલાદિત્ય (૧) જે તેના પિતામહ ( ખરગ્રહ ૧)ને વડિલ બધુ હતો અને જે સારંગપાણિ સાક્ષાત્ હતો તેને પુત્ર, જે અનુરાગથી અંગ નમાવી પ્રણામ કરતે, જેનું શિષ નિત્ય પાદપદ્મનાં નખના રત્નની રશ્મિના અતિ તેજથી મંદાકિની જેમ વિશુદ્ધ થતું, જે અગત્ય હોય ૧ શાલાતુર ગામમાં જન્મેલો વ્યાકરણી પાણિની. સંધિવિગ્રહ વિગેરેના સાદા અર્થ તથા વ્યાકરણી અર્થે જૂદી જુદી રીતે ઘટાવ્યા છે. ૨ ચક્રવર્તિને અર્થ મોનીયરવીલીયમ્સ નીચે મુખ કર્યો છે: જેના રથનાં ચક્ર ગમે ત્યાં વિનાઅવરોધે ફરે તે રાજા અથવા બે દરિયા વચ્ચેનો પ્રદેશ( ચક્ર )ને રાજા. વિષ્ણુપુરાણ પુ. ૧ ,, ૧૩ શ્લો. ૪૬ માં ચક્રવાતનો અર્થ નીચે મુજબ છે : બધા ચક્રવત્તિના હાથમાં વિષ્ણુના ચક્રનું લાંછન હોય છે. સાધારણ રીતે તેને અર્થ સર્વ પ્રદેશ ઉપર રાજ કરનાર રાજા એવો થાય છે. ૩ ઉપર બતાવેલા ધરસેન ૪ થાને પિતામહ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396