Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર રૂ. ૧૦ આ અરસામાં ફેન્સે “રત્નમાલા' નામે વ્રજભાષાના ગ્રંથને જેટલો મળ્યો તેટલો ભાગ અંગ્રેજીમાં ઉતાર્યો હતો. વળી, તા. ૧૪ એપ્રિલ ૧૮૬૪ ના રોજ “સોમનાથ' વિશે એક નિબંધ મુંબઈની રૉયલ એશિયાટિક સોસાયટીમાં તેમણે વાંચ્યા હતા, જે ૧૮૬૫ માં તે જ સભાના મુખપત્રમાં પ્રગટ થયા હતા.
આ વખતે મુંબઈમાં શેરસટ્ટાને જુવાળ ચાલતો હતો. તેને લાભ લઈને નાણું એકઠાં કરી ફેબ્સના નામની એક ગુજરાતી સભા મુંબઈમાં સ્થાપવાને વિચાર સ્વ. મનઃસુખરામ ત્રિપાઠીને આવ્યા. એ સભા માટે એક લાખ રૂપિયાનું ફંડ એકઠું કરવાનું નક્કી થયું. મનઃસુખરામની વગથી સૌરાષ્ટ્રના રાજાઓ તથા મુંબઈના શેઠિયાઓ પાસેથી મોટી મોટી રકમ ભરવામાં આવી. તા. ૨૫ માર્ચ ૧૮૬૫ના રોજ ફોર્બ્સને બંગલે મુંબઈના સુપ્રસિદ્ધ ગુજરાતીઓની સભા મળી, અને ગુજરાતી સભા'ની સ્થાપના કરી. ફેબ્સની તે સભાના પ્રમુખ તરીકે અને મનઃસુખરામ ત્રિપાઠીની તેના મંત્રી તરીકે વરણી થઈ. ફેબ્સને ગુજરાતી સભા માટે એટલી બધી મમતા હતી કે માંદગીને કારણે બધાં કામો છોડવાં છતાં ગુજરાતી સભાની જવાબદારી તો છેવટ લગી તેમણે પિતાને શિરે જ રાખી. તા. ૩૧મી ઓગસ્ટ ૧૮૬૫ના રેજ પૂનામાં ફેબ્સ સાહેબનું મગજના રોગને કારણે અકાળ અવસાન થયું. દયાળુ અને મિલનસાર સ્વભાવવાળા ફેબ્સના મૃત્યુએ ગુજરાતને સ્વજન ગુમાવ્યા એટલે આઘાત આપો. કવિ દલપતરામે “ફાર્બસવિરહ નામની કરુણપ્રશસ્તિ રચીને સ્વમિત્રને શ્રદ્ધાંજલિ અર્પી છે. ફેબ્સની રાસમાલા” આજ સુધી ગુજરાતના ઇતિહાસની સામગ્રી પૂરી પાડતા આકર ગ્રંથ તરીકે મહત્ત્વ પામેલ છે. તેના કરતાં વધુ સુસંકલિત અને પ્રમાણભૂત ઇતિહાસગ્રંથા સુલભ થતાં આજે એનું મૂલ્ય પહેલાં જેટલું રહ્યું નથી. પણ મુંબઈમાં ગુજરાતી ભાષા-સાહિત્યનું સંશોધન કરી રહેલી ફાર્બસ ગુજરાતી સભા' અને છેલ્લાં સે વર્ષથી સમયના પ્રવાહ સાથે આગળ વધતી રહીને ગુજરાતમાં વિદ્યાવૃદ્ધિનું સુંદર કાર્ય કરતી રહેલી ગુજરાત વિદ્યા સભા (ગુ. વ. સ.) ફેબ્સના યશસ્વી જીવનકાર્યના ચિરંજીવ સ્મારકરૂપ છે.
કતિએ કૃતિનું નામ ભાષા વિષય પ્રકાશનસાલ પ્રકાશક અનુવાદક રાસમાળા ભા. ૧ અંગ્રેજી ઇતિહાસ ૧૮૫૬ રિચાર્ડસન –
બ્રધર્સ, લંડન -
ઓકસફર્ડ યુનિ. – " (બીજી આ.) ૧૯૨૪ પ્રેસ, આફસફર્ડ
તા. ૨