Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર : ૧૦ ખીલવે તેવા ઇતિહાસ અને રાજનીતિશાસ્ત્ર (Political Economy)ને તેમણે ઐચ્છિક વિષય તરીકે પસંદ કર્યા હતા. એ પરીક્ષા માટે તેમણે ભારે મોટી તૈયારી કરી હતી. બી. એ. માં તેઓ બીજા વર્ગમાં પાસ થયા હતા, પણ આખી પરીક્ષામાં તેમને નંબર બીજો હતે. ઈતિહાસ–રાજનીતિશાસ્ત્રમાં તેમને જેમ્સ ટેલર પારિતોષિક મળ્યું હતું.
આમ મણિલાલની કોલેજ-કારકિર્દી તેજસ્વી હતી. ડો. ભાંડારકર અને પ્રિ. વર્ડઝવર્થની ઉત્તમ પ્રીતિ અને શિક્ષણ પદ્ધતિને તેઓ લાભ પામ્યા હતા. પ્રિ. વર્ડઝવર્થની કૃપાથી તેઓ બી. એ. પાસ થયા પછી ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં માનાઈ “ફેલે' તરીકે નિમાયા હતા. “ફેલ” તરીકે તેમણે પિતાને અણગમતા વિષયે “ ટ્રીગેનોમેટી ” અને “યુકિલડ' ખૂબ મહેનત લઈને એક વર્ષ શીખવાડીને કેલેજના વિદ્યાર્થીઓમાં ઉત્તમ છાપ પાડી હતી. | ગમે ત્યાં નોકરી સ્વીકારી લેવાનું હવે અનિવાર્ય હતું. એટલે પિતાની ઘણી ઈચ્છા હોવા છતાં મણિલાલથી એમ. એ. ને અભ્યાસ થઈ શકે તેમ નહોતું. પણ તેમની અભ્યાસતૃષા અદમ્ય હતી; એમ. એ. ની પરીક્ષામાં અઘરા ગણાતા વિષે ઇતિહાસ અને ફિલસૂફી પૂરેપૂરા પાક કરી લેવાના ઈરાદે અધ્યાપકો પાસેથી તેમણે એ વિષયના પાઠ્યગ્રંથની પૂરી યાદી મેળવી લીધી અને પિતાના શેખના વિષયનું ઊંડું જ્ઞાન સંપાદન કરીને સંતોષ લીધે. •
૧૮૮૦ ના એપ્રિલ સુધી તેમણે ફેલો'ની કામગીરી બજાવી. પછીના જુલાઈમાં નડિયાદની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે રૂપિયા સાઠના દરમાયાથી તેઓ જોડાયા. ત્યાં તેમણે થોડો વખત કામ કર્યું એટલામાં ૧૮૮૧ ના એપ્રિલમાં તેમને મુંબઈની સરકારી ગુજરાતી નિશાળના ડેપ્યુટી એજ્યકેશનલ ઈન્સ્પેકટરની જગ્યા મળી. મુંબઈ-નિવાસ દરમ્યાન તેમણે કેળવણી ખાતામાં નિષ્ઠાવાન અને કાર્યદક્ષ અધિકારી તરીકે અને શિક્ષિત સમાજમાં બુદ્ધિશાળી ચિન્તક અને લેખક તરીકે, દઢ છાપ પાડી હતી. ૧૮૮૫ ના જાન્યુઆરિમાં નવી નીકળેલી ભાવનગરની શામળદાસ કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર તરીકે તેમની નિમણુંક થતાં તેઓ મુંબઈથી ભાવનગર ગયા. ૧૮૮૮ ના એપ્રિલ સુધી ત્યાં તેમણે ઉત્તમ અધ્યાપન-કાર્ય કરીને કે અને વિદ્યાથીઓની પ્રીતિ સંપાદન કરી હતી. પછી માંદગીને કારણે તેમને એ નોકરી છોડવી પડી અને નડિયાદમાં ફરજિયાત નિવૃત્તિ સ્વીકારવી પડી. પાછળથી દોઢેક વર્ષ (૧૮૯૩ના ડિસેમ્બરથી ૧૮૯૫ના જૂન સુધી)