Book Title: Granth Ane Granthkar Pustak 05
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 275
________________ ગ્રંથકાર ચરિત્રાવળી અને હિંદુ સંસ્કૃતિથી ભિન્ન એવી પાશ્ચાત્ય સંસ્કૃતિનું સંઘર્ષણ થયું. નવાં દૃષ્ટિબિંદુઓ જીવનના લગભગ પ્રત્યેક ક્ષેત્રમાં આવીને ખડાં થઈ ગયાં. નિર્માલ્ય અને નિરૂદ્યમી બની ગયેલા ગુજરાતીઓએ અચંબામાં આંખ ચળવા માંડી. | ગુજરાતીઓના જીવનમાં એક એ કાળ આવ્યો જે વેળા તેમના ચિત્તસાગરમાં ક્ષોભ ઉભો , પ્રશાન્ત જળ ડહોળાઈ ગયાં, મોજાં મોટાં થઈ, ફીણ ઉરાડતાં કિનારા સાથે અફળાયાં. પ્રાચીન જીવન સરિતાનાં જળને વેગ જૂના સાંકડા કિનારામાં રોકાઈ શકાય નહી. કિનારાની માટી અંદર પડી. પાણીમાં મલીનતા સ્થળે સ્થળે જણાવા લાગી. આવા ડહેળાયેલાં જળમાં પડેલા માણસથી માત્ર ચંચુપાત કરી નિકળાય જ કેમ ? જે કોઈ જળપાન કરવાને તેમાં પડેલું તે વમળ તથા વળિયાના ઝપાટામાં સપડાઈ વિફળ થયા વિના બહાર નિકળી શકતું નહી. આવી સ્થિતિ અંગ્રેજ લોકના સંપર્ક તથા, તેમના વિવિધ સંસ્કૃતિમય શિક્ષણે દાખલ કરી. હમણાં ગણાવ્યા તે અગ્રેસરોએ જે જમાનામાં જન્મ લીધે તે સમયનું વાતાવરણ કેવું હતું તે જરા જોઈયે. અંગ્રેજોને અમલ એ મોગલાઈ અને મરેઠી અમલ કરતાં તેની અસરમાં બહુ જુદો પડી જાય છે. અંગ્રેજ પહેલાંના રાજાઓ દેશના આંતર જીવન પર અસર કરતા નહેતા; અને તેમ કરવાને તેમને ખ્યાલ સરખો પણ રહે નહીં. તેઓ તો આવે, દેશ જીતે, રાજ્ય મેળવે, પૂજાય અને મહારાજા૫દ પામે–એટલું જ એમને માટે બસ હતું; અથવા ધન અને કારીગરની કૃતિઓ લૂંટી ઝૂંટી લઈ જવી એજ તેમને ઉદ્દેશ હતો. તેમને પોતાના દેશની સમૃદ્ધિ અર્થે, જીતેલા રાજ્યને પિતાના પર જીવનારે બનાવ નહોતો. જીતેલા રાજ્યની સમૃદ્ધિથીજ તેઓ પોતાને ભાગ્યશાળી બનેલા ગણતા; અને તેથી દેશના આંતર જીવન પર, તેમની નજર સરખી યે જતી નહીં. એટલે પછી દેશની આંતર પ્રવૃત્તિઓ પર તેમની ઝાઝી અસર કયાંથી થાય ? આનાથી ઉલટું અંગ્રેજોએ દેશના સામાજિક, ધાર્મિક તેમજ કૌટુમ્બિક જીવન પર ન અવગણી શકાય તેવી અસર, તેમની કેળવણી આપવાની પદ્ધતિદ્વારા કરી છે. આ અરસામાં આપણા દેશમાં અને સાહિત્યમાં અંગ્રેજી સાહિત્ય સંસ્કૃતિનું જેસભેર આક્રમણ થયું. આ આક્રમણના વિદ્યુત્તેજથી આપણે २२४

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326