________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૩) ગેરે સ્થળે તીર્થોની યાત્રા કરતા સં. ૧૮૮૭ અષાઢ શુદિ ૧૦ દશમીને દિવસ શ્રીવીકાનેર શહેરમાં શ્રી સીમંધરસ્વામીના દેરામાં ર૫ પચ્ચીસ બિંબની પ્રતિષ્ઠા કરી, સં. ૧૮૮૯ માઘ શુદિ દશમીને દિવસ શ્રીવીકાનેર નગરમાં સેઠિયા શેત્ર શાહ અમીચદે બનાવેલા સમેતશિખર-વૈભારગિરિ જિન મંદિરની પ્રતિષ્ઠા કરી, તે વખતે જેસલમેર નિવાસી, વાફણુ શાહ બાદરમલજી જોરાવરમલજીના મનમાં સંઘ કાઢીને શ્રીસિદ્ધગિરિજાવાને વિચાર થયે તેથી પરિવાર સહિત વિકાનેર નગરમાં પધાર્યા, અને ત્યારબાદ શ્રી સંઘની સાથે શ્રીસિદ્ધાચલજીની યાત્રા કરવા ગયા. વચમાં વર્ષાકાલ આવવાથી મંડાવર નગરમાં ચોમાસું રહ્યા અને ત્યાં જ સં. ૧૮લ્ટ ના કાર્તિક વદિ ને રેજ ચાર પહેરનું અણુસણ કરીને દેવલોક ગયા. તેમના વખતમાં શ્રીજિનમહેન્દ્રસૂરિથી મહેરિયા ખરતર શાખા ઉત્પન્ન થઈ, એવી રીતે ખરતર ગચ્છમાં ઈગ્યાર શાખાઓ ઉત્પન્ન થઈ.
For Private and Personal Use Only