Book Title: Dwashraya Mahakavyam
Author(s): Abhaytilak Gani
Publisher: Manfara S M Jain Sangh

View full book text
Previous | Next

Page 5
________________ પૂજ્યપાદ શાસનપ્રભાવ આધાદેવ વિજય કારસૂરીશ્વરજી મહારાજા દ્વારા મા શી વે ચ ન પ્રસ્તુત ગ્રન્થરત્ન દ્વયાશ્રય મહાકાવ્યમ્ સંસ્કૃત ગ્રન્થરત્નના ભંડારનું એક મહામૂલું નજરાણું છે. કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ શ્રીમદ વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની આ એક વિશિષ્ટ રચના છે જેમાં ચૌલુક્ય વંશના પ્રમુખ રાજા મૂળરાજથી લગાવીને પરમાર્હત્ કુમારપાળ મહારાજા સુધી ગુર્જર રાષ્ટ્રનો ઈતિહાસ ગૂંથવામાં આવ્યો છે, સાથે જ, સિદ્ધહેમ વ્યાકરના ઉદાહરણોને કાવ્યાત્મક રૂપમાં ગોઠવવામાં આવ્યા છે. આમ, આ મહાકાવ્ય બે ઉદેશોને સફળ રીતે પૂરા પાડે છે. અને ક્ષેત્રે એનું પ્રદાન શ્રેષ્ઠતર રહ્યું છે. કલિકાલ સર્વજ્ઞશ્રીની કૃતિઓનું આ તે શિવ છે કે, તે તે ક્ષેત્રની તે સર્વશ્રેષ્ઠ કૃતિ રહેવાની. વ્યાકરણશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, ઇતિહાસતેમનું પ્રદાન એટલુ તો શ્રેષ્ઠ છે કે અભ્યાસીઓ આટલા વૈપુલ્ય સાથે આવેલા ઊંડાણથી આશ્ચર્યચકિત બની જાય છે. ઈતિહાસ અને વ્યાકરણશાસ્ત્ર પર આ સુંદર પ્રથ કચાશ્રય મહાકાવ્યમ્ ઘણું સમયથી અપ્રાપ્ય હતું. તેથી શ્રી મનફરા સંઘે મુનિરાજશ્રી અરવિન્દવિજયજીની શુભ પ્રેરણાથી એને પુનર્મુદ્રિત કરાવી “પુWયલિહાણુંના શાસ્ત્રકથિત શ્રાવકકર્તવ્યનું સમુચિત પાલન કર્યું છે. દરેક શ્રીસંઘે આ રીતે પ્રાચીન ગ્રન્થને પુનરુદ્ધાર કરાવે તે ખૂબ આવશયક અને આવકાર્ય છે. જૈન ઉપાશ્રય, વાવ વાયા પાલનપુર (બનાસકાંઠા) ? -આચાર્ય વિજયકારસૂરિ તા ૧૭-૮-'૮૩

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 861