Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૬/૭ • क्लिष्टपर्यायपञ्चकपरिहारोपायदर्शनम् ।
२५२५ -निस्तरङ्ग-ज्ञानस्वभाविनिजात्मद्रव्यमाहात्म्यपरिप्लावितमन्तःकरणं सम्पद्यते, (२) परमनिष्कषाय-परमनिर्विकारनिजचेतनद्रव्यं कात्स्न्येन प्रकटयितुम् अत्यन्तम् उत्सहते, (३) अपरोक्षस्वानुभूतिगोचरा प तात्त्विकी भावना आविर्भवति, (४) कुटुम्ब-काय-करणादिप्रवृत्तौ अत्यन्तम् औदासीन्यं स्वरसतः रा प्रवर्त्तते, (५) श्रद्धादिरूपेण निजशुद्धस्वरूपानुसन्धानञ्च सार्वत्रिकं सम्पद्यते, तदा पक्षपातगर्भितविषयवासनाऽऽवेगादिपूर्वोक्तक्लिष्टपर्यायपञ्चकं स्वयमेव विनिवर्त्तते, तदा मिथ्यात्वमोहनीयाऽनन्तानुबन्धिकषाय- । चतुष्कक्षयोपशमलब्धिः आविर्भवति । तदा सत्तागतरसस्पर्धकानां प्रतिसमयम् अनन्तगुणहीना उदीरणा । सम्पद्यते । ततोऽशुभकर्माऽनुभागो हीयते । तत्त्वविचारजनको ज्ञानावरणादिक्षयोपशमो जायते । इत्थञ्च क ते पञ्चापि मिथ्यात्व-कषाया अत्यन्तं भग्नसामर्थ्या जायन्ते । ___तत्पश्चात् प्रशस्तलब्धिः विशुद्धिलब्ध्यपराऽभिधाना प्रादुर्भवति । ततः सङ्क्लेशः हीयते, विशुद्धिः ... वर्धते, सातवेदनीयादिपुण्यबन्धनिमित्तभूताः शुभपरिणामाः सानुबन्धताम् आपद्यन्ते, भवनिर्वेदाऽऽत्मतत्त्वविचाराऽभिलाषादिकञ्चाऽऽप्यते । तद्बलेन अन्तःकरणं पवित्रम्, प्रशान्तम्, प्रज्ञापनीयम्, प्रशस्तलेश्याकम्, શાશ્વત શાંતરસ સ્વરૂપ, સહજાનંદમય, નિસ્તરંગ, જ્ઞાનસ્વભાવી એવા નિજ આત્મદ્રવ્યનું માહાત્મ અંતઃકરણમાં વસી જાય, ચોતરફ વ્યાપ્ત થઈ જાય, (૨) પરમ નિષ્કષાય અને પરમ નિર્વિકારી એવા નિજ ચેતનદ્રવ્યને પરિપૂર્ણપણે પ્રગટ કરવાનો અત્યંત ઉત્સાહ-ઉલ્લાસ-ઉમંગ ઉછળે, (૩) અપરોક્ષ સ્વાનુભૂતિ માટેની તાત્ત્વિક ભાવના-સભાવના-ઝંખના પ્રગટે, (૪) કુટુંબ, કાયા, ઈન્દ્રિય વગેરેની પ્રવૃત્તિમાં અત્યંત ઉદાસીનતા સ્વરસથી સહજપણે પ્રવર્તે અને (૫) સર્વત્ર સર્વદા પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું શ્રદ્ધાદિસ્વરૂપે અનુસંધાન ટકે ત્યારે ઉપર જણાવેલ પક્ષપાતપૂર્વક-ઉપાદેયબુદ્ધિપૂર્વક વિષયવાસનાનો આવેગ વગેરે પાંચેય મલિન પર્યાયો સ્વયમેવ ખરી પડે છે, પાછા ફરે છે. ત્યારે મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી ચાર કષાય - આ પાંચેયના સાનુબંધ ક્ષયોપશમનો પ્રારંભ થાય છે. ૫ આવી ક્ષયોપશમ લબ્ધિ' ત્યારે પ્રગટે છે. ત્યારે સત્તામાં રહેલા કર્મોના રસસ્પર્ધકોની પ્રતિસમય અનંતગુણ હીન ઉદીરણા થાય છે. તેના કારણે જ્ઞાનાવરણાદિ અશુભ કર્મોનો રસ ઘટે છે, તૂટે છે. તેના પ્રભાવે તી, તત્ત્વવિચારણા થાય તેવો જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષયોપશમ થાય છે. આ રીતે સાધક કષાય-મિથ્યાત્વને મંદ કરે છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી ચાર કષાય - આ પાંચેયની તાકાત સાવ ભાંગી પડે છે. આ
રજી (૨) પ્રશસ્તલધિના પ્રભાવને પિછાણીએ છે (તત્પ.) ક્ષયોપશમલબ્ધિ પ્રગટ થયા પછી જ ‘પ્રશસ્તલબ્ધિ” પ્રગટે છે. તેનું બીજું નામ “વિશુદ્ધિલબ્ધિ છે. તેના પ્રભાવથી સાધક ભગવાનમાં સંક્લેશની હાનિ થાય છે. વિશુદ્ધિ વધે છે. શાતાવેદનીયાદિ પુણ્યના બંધમાં નિમિત્ત બનનારા શુભ પરિણામો સાનુબંધ બને છે. સંસાર પ્રત્યે સાચા અર્થમાં વૈરાગ્ય પ્રગટે છે. આત્મતત્ત્વવિચાર, આત્મરુચિ વગેરે પ્રાપ્ત થાય છે. તેના બળથી સાધકનું અંતઃકરણ (૧) પવિત્ર, (૨) પ્રશાંત, (૩) પ્રજ્ઞાપનીય (= બીજા દ્વારા સાચી સમજણ મેળવવા માટે સમર્થ), (૪) પ્રશસ્ત લેશ્યાવાળું, (૫) ઋજુ = સરળ, (૬) આદ્ર, (૭) અન્તર્મુખ, (૮) મૈત્રી વગેરે ભાવોથી પરિપૂર્ણ,