Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५४२ ० बाह्यप्रवृत्त्यतिरेका त्याज्य: 0
૨૬/૭ ए ऽन्तःकरणोपयोग-रुचि-परिणतयः स्वरसतो निवर्तेरन् । इत्थं निजोपयोग आत्मस्वरूपे दृढतया विश्राम्येत् ।
अस्याञ्चाऽवस्थायां पापस्थानकगोचरः अकरणनियमः प्रकृष्यते । मण्डूकभस्मोदाहरणतः पारमार्थिको वृत्तिसङ्क्षयः प्राथम्येन सम्पद्यते । इदमभिप्रेत्य योगबिन्दौ श्रीहरिभद्रसूरिभिः “मण्डूकभस्मन्यायेन वृत्तिबीजं श महामुनिः। योग्यताऽपगमाद् दग्ध्वा ततः कल्याणमश्नुते ।।” (यो.बि.४२३) इत्युक्तम् । “वृत्तिक्षयो हि आत्मनः कर्मसंयोगयोग्यताऽपगमः” (पा.यो.१/१७ वि.) इति पातञ्जलयोगसूत्रविवरणे यशोविजयवाचकेन्द्राः।
तदनु महोत्सवादिप्रबन्धाऽनावश्यकदीर्घविहार-पत्राचार-वाणीविलास-गृहस्थपरिचय-विजातीयण संयमिसम्पर्कादिषु स्वरसतो निर्ग्रन्थो नैव सम्बध्यते, न वा तान् जातुचिद् उदीरयति, तेषाम् का आत्मादितत्त्वसंवेदनशीलताबाधकत्वात् । बाह्यप्रवृत्त्यतिरेकेण अन्तःकरणाऽऽर्द्रता-भद्रकता-कोमलता-सरलता
-समता-संवेदनशीलताऽन्तर्मुखतौचित्यादिकं प्रायशो हन्यते। अनवरतं जायमाना प्रशस्ताऽपि નિજસ્વરૂપમાં હું કરું - આવી નિજસ્વભાવમાં મગ્નતા-સ્થિરતા-રમણતા-લીનતા માટેનો ઉત્સાહ-ઉમંગ -તલસાટ-તરવરાટ પ્રગટે અને બાહ્ય વિષયોમાંથી શરીર-ઈન્દ્રિય-મન-ઉપયોગ-રુચિ-પરિણતિ સ્વરસથી નિવૃત્ત થાય. આ રીતે પોતાનો ઉપયોગ આત્મસ્વરૂપમાં દઢપણે વિશ્રાન્ત થાય, સ્થિર થાય, મગ્ન થાય.
પાપઅકરણનિયમ-વૃત્તિસંક્ષયને આત્મસાત્ કરીએ (ા .) આ અવસ્થામાં પાપસ્થાનકોમાં પ્રવૃત્તિ ન કરવાનો નિયમ = અકરણનિયમ પ્રકૃષ્ટ બને છે. દેડકાની રાખ થયા પછી તેમાંથી ફરીથી દેડકો ઉત્પન્ન થઈ ન શકે તે દષ્ટાંતથી ફરી ક્યારેય કર્મવૃત્તિઓ
ઉદ્ભવે નહિ, તે રીતે આ અવસ્થામાં પારમાર્થિક વૃત્તિસંક્ષયની સૌપ્રથમ શરૂઆત થાય છે. આ જ - અભિપ્રાયથી યોગબિંદુમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે દેડકાની ભસ્મ થવાના ઉદાહરણથી આત્મામાં
કર્મનો સંબંધ થવાની યોગ્યતાનો અત્યંત ઉચ્છેદ થવાથી મહામુનિ કર્મવૃત્તિબીજને બાળીને ત્યાર બાદ આત્મકલ્યાણને મેળવે છે.” “આત્મામાં કર્મનો સંબંધ થવાની યોગ્યતાની નિવૃત્તિ એ વૃત્તિસંક્ષય કહેવાય સ - આવું પાતંજલયોગસૂત્રવિવરણમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે. ખરેખર આવી ઉન્નત-ઉમદા-ઉદાત્ત આત્મદશા ત્યારે પ્રગટે છે.
જલ ધ્યાનાદિ દ્વારા નિવૃત્તિને સાધીએ આ (તવન) ત્યાર બાદ અવાર-નવાર મહોત્સવાદિની હારમાળા, બિનજરૂરી લાંબા-લાંબા વિહાર, પત્રાચાર, વાણીવિલાસ, વાગૂઆડંબર, નવા-નવા ગૃહસ્થોનો પરિચય, વિજાતીય સંયમીઓનો સતત સંપર્ક વગેરે પ્રવૃત્તિમાં આત્માર્થી નિર્ગસ્થ સ્વરસથી જોડાય નહિ કે તેવી પ્રવૃત્તિઓની સામે ચાલીને ઉદીરણા ક્યારેય ન કરે. કારણ કે તેવી પ્રવૃત્તિઓ આત્મા-સંવર-નિર્જરા વગેરે તત્ત્વમાં ઉપાદેયપણાનું કે અજીવ-આશ્રવ -બંધાદિ તત્ત્વમાં હેયપણાનું સંવેદન કરવાની ક્ષમતાને અવરોધે છે. બાહ્ય પ્રવૃત્તિઓનો બોજો વધવાથી હૃદયની આદ્રતા, ભદ્રકતા, નિખાલસતા, કોમળતા, સરળતા, સમતા, સંવેદનશીલતા, અન્તર્મુખતા, ઔચિત્ય વગેરે પ્રાયઃ હણાય છે. પ્રશસ્ત એવી પણ શાસનપ્રભાવના વગેરે પ્રવૃત્તિઓ જો સતત ચાલુ ને ચાલુ જ રહે તો પોતાના શુદ્ધ ચેતન દ્રવ્યમાં દષ્ટિને-ઉપયોગને સ્થાપિત કરવાની રુચિને જગાડવાની-જોડવાની-ટકાવવાની