Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪૨૪ • प्रमाणस्यापि अप्रमाणत्वोपदर्शनम् ।
५४१ ततश्च कालाद्यष्टकदृष्ट्या वस्तुनः अनन्तगुणानाम् अभेदः न घटामञ्चति । इत्थं द्रव्यार्थिकनयसंमताम् अभेदवृत्तिं परित्यज्य पर्यायार्थिकनयः भेदवृत्तिप्राधान्येन वस्तुगतम् एकैकं गुणं क्रमशः प प्रतिपादयति। स च विकलादेश उच्यते। यदा च पर्यायार्थिकनयः वस्तुगताऽनन्तगुणानां भेदं । दर्शयति तदा द्रव्यायार्थिकनयः अभेदवृत्तिं विहाय वस्तुधर्माणां भेदस्योपचारं लक्षणास्वरूपं कृत्वा । क्रमशः वस्तुधर्मं प्रतिपादयति। अयमपि विकलादेश उच्यते इति यावत् श्रीरत्नप्रभसूरितात्पर्यम् । अवसेयम्।
ततश्च सप्तभङ्ग्यां प्रतिभङ्गं सकलादेशयोजने सप्त प्रमाणवाक्यानि लभ्यन्ते, प्रतिभङ्गं क विकलादेशप्रवृत्तौ च सप्त नयवाक्यानि लभ्यन्त इति फलितम् । तदुक्तं गुरुतत्त्वविनिश्चयवृत्तौ महोपाध्याययशोविजयगणिवरैः “सप्तभङ्गात्मकमपि च वाक्यं यद्यप्युक्तसकलसमारोपव्यवच्छेदकतया प्रमाणं तथापि विकलादेशस्वभावत्वे अनन्तधर्मात्मकपरिपूर्णवस्त्वप्रापकत्वाद् अप्रमाणम् । सकलादेशस्वभावत्वे तु विपर्ययात् का प्रतिभङ्गं प्रमाणम्।
આ અભેદવૃત્તિનો ત્યાગ છે (તા.) તેથી કાલ વગેરે આઠ તત્ત્વની દૃષ્ટિએ વસ્તુના અનંત ગુણધર્મોને અભિન્ન માનવાની વાત વ્યાજબી નથી. આમ પર્યાયાર્થિકનય દ્રવ્યાર્થિકનયસંમત અભેદવૃત્તિના બદલે ભેદવૃત્તિને મુખ્ય બનાવીને વસ્તુગત એક-એક ગુણધર્મનું ક્રમશઃ પ્રતિપાદન કરે તે વિકલાદેશ કહેવાય. પરંતુ જ્યારે પર્યાયાર્થિકનય વસ્તુગત અનંતગુણધર્મોમાં ભેદને મુખ્યવૃત્તિથી દર્શાવે તેવા સંયોગમાં દ્રવ્યાર્થિકનય અભેદવૃત્તિને છોડી, વસ્તુધર્મોમાં ભેદનો ઉપચાર = લક્ષણા કરીને ક્રમશઃ વસ્તુધર્મનું પ્રતિપાદન કરે છે. આ પણ વિકલાદેશ કહેવાય છે. આ પ્રમાણે શ્રીરત્નપ્રભસૂરિજી મહારાજનું તાત્પર્ય જાણવું.
હો સકલાદેશ પ્રમાણ, વિકલાદેશ અપ્રમાણ : (તતવ્ય.) આમ સપ્તભંગીમાં સકલાદેશને અને વિકલાદેશને ગોઠવી શકાય છે. તે કારણથી જ્યારે સપ્તભંગીના પ્રત્યેક ભાંગામાં સકલાદેશને જોડવામાં આવે ત્યારે સાત પ્રમાણવાક્યો મળે છે. તથા આ સપ્તભંગીના દરેક ભાંગામાં વિકલાદેશને ગોઠવવામાં આવે તો સાત નયવાક્યો મળે છે - તેવું ફલિત સ થાય છે. તેથી જ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરે ગુરુતત્ત્વવિનિશ્ચયવૃત્તિમાં જણાવેલ છે કે “જો કે સપ્તભંગસ્વરૂપ વાક્ય વસ્તુગત વિવક્ષિત ગુણધર્મસંબંધી સાત પ્રકારની શંકાનું કે ગેરસમજનું કે જિજ્ઞાસાનું નિવારણ કરનાર હોવાથી સામાન્યતઃ પ્રમાણવાક્યસ્વરૂપ બને છે. આમ છતાં પણ વિશેષરૂપે વિચાર કરવામાં આવે તો કહી શકાય કે વિકલાદેશ સ્વરૂપ સપ્તભંગી પ્રમાણ નથી. કારણ કે વિકલાદેશ સ્વરૂપ સપ્તભંગી અનંતધર્માત્મક વસ્તુનું પરિપૂર્ણરૂપે પ્રતિપાદન કરી શકતી નથી. સકલાદેશાત્મક સપ્તભંગી તો વસ્તુની અનંતગુણ-ધર્માત્મકતાસ્વરૂપ સમગ્રતાનું પ્રતિપાદન કરે છે. માટે તે પ્રમાણભૂત છે. એટલું જ નહિ, સકલાદેશસ્વરૂપ સપ્તભંગીના દરેક ભાગા વસ્તુની અનંતધર્માત્મકતાસ્વરૂપ સમગ્રતાનું નિરૂપણ કરે છે. તેથી સકલાદેશાત્મક સપ્તભંગીના દરેક ભાંગા પ્રમાણાત્મક છે.