Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૧
[ ૧૧
તે ધનથી મૂળ સૂત્રમાં કહ્યા પ્રમાણે તીર્થં ગમનાદિ કાર્ય પણ થઈ શકે છે. જેનાથી સ`સાર સમુદ્ર તરી શકાય તે ‘તીથ’. તે તીં એ પ્રકારનાં છે. એક તેા સ્થાવર તી અને ખીજું જગમ તી, પર્વત આદિ શાન્ત સ્થળે જ્યાં જ્યાં મહાન પુરૂષા ધ્યાનાથે વિચર્યા હોય, અને જેમના પાદ પંકજની રજથી તેમજ જેમના શુદ્ધ મનના ઉચ્ચ પરમાણુએથી જે ભૂમિ પવિત્ર થઈ હાય, જ્યાં તેમની ભવ્ય મૂર્તિએ સ્થાપન કરેલી હેાય અને જે મૂર્તિ આ અત્યારે પણ ખરા ભક્તોને જવાબ દેતી હોય એમ જણાય તે સ્થળ તી કહેવાય છે અને તે પેાતાના સંબંધમાં આવતા અન્ય મનુષ્યોને શુભ વિચારો પ્રેરવામાં મદદગાર થાય છે.
સાધુ મુનિ મહારાજો, જેએ સ્થળે સ્થળે વિચરી લેાક હિતાર્થે એધ આપી, સ ંસાર સમુદ્રથી તારવા માટે પ્રવૃત્ત છે, તેએ ખરેખર. જગમ (હાલતા) તી રૂપ છે.
એવા તી માં લાભ લેવા માટે ન્યાયથી પેદા કરેલું ધન ઉપયોગી થાય છે. તેમજ દીન–અનાથ વતે આપીને તેમની આધિ, વ્યાધિના નાશ કરવામાં ઉપયેાગી છે.
દાન કરતાં નીચેના બ્લેકમાં જણાવેલી ધનની હકીકત વિચા-રણીય છે.
पात्रे दीनादिवर्गे च दानं विधिवदिष्यते । पोष्यवर्गाविरोधेन न विरूद्धं स्वतश्च यत् ॥ १ ॥
જે પેાતાને વિરૂદ્ધ ન હેાય તેમજ પેષણ કરવા લાયક શ્રી,પુત્ર, માતા, પિતા આદિ સ્વજનની આજીવિકામાં વિઘ્ન રૂપ ન હોય, તેવું ગરીબ પુરૂષા તથા યાગ્ય પાત્રને આપેલું દાન તે વિધિપૂર્વકનુ કહી શકાય. આ ઉપરથી ગ્રન્થ કર્તાએ એમ સૂચન કર્યુ છે કે પુત્ર આદિ સ્વજન વર્ગના તિરસ્કાર કરી સધળું ધન ધર્મમાર્ગીમાં ખરચી ન દેવું, કારણ કે આજીવિકા અર્થે તેમના તેના ઉપર આધાર
•