Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah

View full book text
Previous | Next

Page 501
________________ ૪૬૦ ] ધર્મબન્દુ છે અને તેથી આત્માના આરોગ્યમાં વિદન આવે છે; પણ ભાવરોગને નાશ થવાથી આત્મા પિતાની સ્વાભાવિક સ્થિતિ પ્રાપ્ત કરે છે, એટલે કેવળજ્ઞાની થાય છે. હવે ભાગરેગ કયા તે જણાવે છે. रागद्वेषमोहाहिदोषास्तथातथात्मदूषणादिति ॥ ८॥ અર્થ-આત્માને દૂષિત કરવાથી રાગદ્વેષ અને મહ તે દો (ભાવગો) છે. ભાવાર્થ-જેમ કોઈને ત્રિદોષ થાય, અને તેથી શરીરમાં અનેક પ્રકારના વિકારો પેદા થાય છે, તેવી રીતે રાગદ્વેષ અને મહિને રૂપ ત્રિદોષ છે; તે આત્માને દૂષિત કરે છે, એટલે આત્માના શુદ્ધ અધ્યવસાયને મલિન કરે છે, માટે જ તેમને દેવરૂપ અત્રે ગણવામાં આવ્યા છે. જેમાં શારીરિક રોગ શરીરને નિર્બળ કરી નાખે છે અને અસ્વસ્થ બનાવે છે, તેમ આ ભાવરોગ આત્મશક્તિને નિર્બળ બનાવે છે, અને આત્મ શક્તિ અને આનંદમાં વિક્ષેપ નાખે છે. - હવે રાગ દ્વેષ અને મેહનું સ્વરૂપ અનુક્રમે શાસ્ત્રકાર બતાવે છે. તેમાં પ્રથમ રાગની વ્યાખ્યા આપે છે. अविषयेऽभिष्वङ्गकरणाद्राग इति ॥९॥ અર્થ - અગ્યને વિશે આસક્તિ રાખવી તે રાગ કહેવાય. ભાવાર્થ-જે સ્વભાવથી નાશવંત છે, તેવી જડ વસ્તુઓ, તેમજ ચૈતન્યની ઉપાધિરૂપ શરીર ઉપર મમત્વભાવ રાખવો તે રાગ. આત્મા સિવાયના અન્ય સર્વ પદાર્થો ક્ષણભંગુર છે; તે ઉપાધિઓ અને પદાર્થો ગમે તેટલો સમય ટકે પણ કાળની અનન્તતાની અપેક્ષાએ તેઓને ક્ષણિક કહેવામાં જરા પણ અસત્ય નથી; માટે નાશવંત ઉપર આધાર રાખવો તે અંતે દુઃખજનક છે, માટે રાગને મમત્વ ભાવને-આસક્તિને ત્યાગ કરે.

Loading...

Page Navigation
1 ... 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526