Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૪૪૨ ]
ધ બિન્દુ.
તેના વિરોધી ગુણવાળાના આશ્રય લેવા જોઈ એ. દાદ્રષ્ટિ ટાળવાના સૌથી સારા ઉપાય એ છે કે તેવા મનુષ્યને પરના ગુણુ તરફ દૃષ્ટિ કરતાં શીખવવુ. તેજ રીતે જ્યાં શુભ કર્મના ઉદય થયા એટલે. અશુભ કર્મો સ્વયમેવ નાસવા માંડશે.
શુભ કર્મના ઉદય શી રીતે યાય, તેનું કારણ શાસ્ત્રકાર લખે છે કેઃजीववीर्योल्लासादिति ॥२६॥
અ—જીવના વીના ઉલ્લાસથી (શુભ કર્મના ઉદય થાય છે.)
ભાવા:–જીવની શુદ્ધ શક્તિ અતિશય ફારવવાથી શુભ કમ નો ઉદય થાય છે. આત્મા અનંત વી'વાળા છે; છતાં તે વીર્ય દબાઈ ગયેલુ` છે, માટે તે આત્મશકિત શુભ માગ માં વાપરવાથી શુભ કર્માંના
ઉદય થાય છે.
આત્મીય ફેરવવાનુ` મન શાથી થાય તેને જવાબ શાસ્ત્રકાર. આપે છે કે :--
परिणतिवृद्धेरिति ||२७|
અર્થ :-પરિણતિની વૃદ્ધિ થવાથી ( જીવના વીના ઉલ્લાસ થાય છે.)
ભાવા:-જીવના શુભ અધ્યવસાય એ તેની પરિણતિ અને તે જીવના શુભ અધ્યવસાયની વૃદ્ધિ થવાથી જીવના વીર્યના ઉલ્લાસ થાય છે, બીન સરલ શબ્દોમાં કહીએ તે જ્યાં આત્મામાં શુભ વિચારાની વૃદ્ધિ થઈ ત્યાં તે વિચારે તે અમલમાં મૂકવાની વૃત્તિ તત્ક્ષણ જાગૃત થાય છે.
હવે આવા શુભ અવ્યવસાયાની વૃદ્ધિ શી રીતે થાય તે જણાવે છે:--