________________
જયારે વ્યક્તિમાં વર્તતી નાલાયકી ઘટતી જાય અને ગુણોનો આવિર્ભાવ તથા વિકાસ થાય. આવું ત્યારે જ બને, જ્યારે વ્યક્તિ ભીતરથી જાગૃત બનવા લાગે.
ઘણીવાર દ્વિધા પણ સર્જાતી હોય છે. એક તરફ અંદરની જાગૃતિ મોહ અને મમત્વ થકી પર થવાની પ્રેરણા આપતી હોયજ. તો બીજી તરફ પુદ્ગલ તરફનું આકર્ષણ પણ અસાધારણ અનુભવાતું હોય. આવે વખતે મનમાં જે દ્વિધા સર્જાય અને તેને લીધે જે ખેંચતાણી કે તંગદિલી પેદા થાય, તે બહુ જ વિષમ અને વિકટ હોય છે. આકર્ષણ અને જાગૃતિનો આ સંઘર્ષ કદીક સાધનાની ઊંચાઈ પણ સર કરી શકે છે, તો કદીક મોહની ઊંડી ખીણમાં પણ પટકી દે છે.
મને લાગે છે કે આપણે આપણું બધું ધ્યાન આપણી લાયકાતની વૃધ્ધિ પ્રત્યે કેન્દ્રિત કરવું જોઈએ. લાયકાત વધશે, તો પછી તમામ સંઘર્ષો આપોઆપ હલ થઈ જ જશે.
(ચત્ર-૨૦૬૫)