________________
૧૫
મુનિજીવન કેવું મજાનું છે ! પરમાત્માએ કેટલો રૂડો મુનિમાર્ગ આપ્યો છે! ચોમાસામાં વરસાદ હોય, વરસાદમાં ચાલવામાં અપાર જીવહિંસા થાય, એટલે વર્ષાકાળમાં ભગવાને સ્થિરતા ધરવાનો માર્ગ બતાવ્યો. એ સ્થિરતા દરમિયાન તપ, ત્યાગ, સ્વાધ્યાય, આરાધનાઓની વૃદ્ધિ અને વધુમાં વધુ જયણાપાલન કરવાનાં હોય. અને આજે પ્રવર્તતા સંજોગોમાં ગૃહસ્થગણને પણ પ્રવચનો તથા તપશ્ચર્યા દ્વારા આરાધનામાં જોડવાના હોય. વર્ષાકાળ પૂરો થાય એટલે વળી વિહાર ચાલુ થાય. આવશ્યક કાર્ય કે વિશેષ કારણ વિના, ચોમાસું પૂરું થયા પછી તે ક્ષેત્રમાં ન રહેવાય – એ મુનિમાર્ગ છે. કેમ કે ચાર માસમાં પરિચયો સહજ જ થયા હોય, અને વધુ રહેવાથી તે પરિચયો આસક્તિમાં કે રાગદશામાં પલટાઈ શકે, તો મુનિજીવનમાં વાંધો પડ્યા વિના ન રહે. આથી આસક્તિઓ બંધાય તે પહેલાં જ તે પરિચિત-સ્થાન છોડી દેવું એ મુનિજીવન માટે ઉપકારક સ્થિતિ છે. આ સ્થિતિનું પાલન કરીએ તો શ્રાવક-સંસ્કૃતિ વિકસે, અને પાલન ન કરીએ તો ભગત-કલ્ચર વિકસે. શ્રાવક ગુણ-રાગી હોય, ભગત વ્યક્તિરાગી. વ્યક્તિનો રાગી હોય તેને સંયમનો તથા ગુણોનો રાગ ન હોય, તેથી ધર્મનો રાગ પણ ન હોય, માટે જ તેને શ્રાવક ન કહેતાં ભગત કહેવો ઘટે. ભગત અમુકનો જ હોય, ને તે જેનો ભગત હોય તેના સિવાય બીજા કોઈ પાસે જાય નહિ, વાંદે નહિ. એને શ્રાવક કેમ કહેવાય? અને આવા જીવોની આવી સ્થિતિને સાથ-સમર્થન-ઉત્તેજન આપે, તેને હિતકારી ગુરુ પણ કેમ ગણાય?
તો મૂળ વાત એ છે કે રાગદશાથી દૂર રહેવું એ મુનિમાર્ગ છે, અને એ માર્ગ પર રૂડી રીતે ચલાય તે અંગેના અનેક ઉપાયો પૈકી એક શ્રેષ્ઠ ઉપાય તે ચોમાસું ઊત વિહાર કરવો તે છે. ભગવાનના શાસનની આ કેવી હિતકારી પ્રથાઓ છે!
ચોમાસામાં સ્થિરતા કરવાના જેમ અનેક લાભો છે, તેમ વિહારયાત્રા કરવાના પણ અગણિત લાભો છે. અલબત્ત, છેલ્લા ત્રણેક દાયકાઓમાં જે વ્યાપક સામાજિક તેમજ ધાર્મિક ફેરફાર આવ્યા છે તેને કારણે વિહારના ઘણા લાભો ઓછા થયેલા તથા થતા અનુભવાય છે. ખાસ તો આ ફેરફારોને લીધે જૈન મુનિનો અઢારે વર્ણની આમ-જનતા સાથેનો અનુબંધ હતો તે છૂટી ગયો
જણાય છે. આ બાબતે જૈન ધર્મને ખાસું નુકસાન પહોંચાડ્યું છે. આમ છતાં, છે મુનિના અંગત જીવનને તથા શ્રાવકાદિ વર્ગને આ વિહારયાત્રાઓ વિવિધ પ્રકારે
વિહાયાત્રા