Book Title: Dharm Tattva Chintan Part 01
Author(s): Sheelchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust
Catalog link: https://jainqq.org/explore/032360/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ધર્મતત્ત્વચિન્તન જ (ચિતનપેરક પત્રો) વિજય શીલચન્દ્ર સૂરિ Page #2 -------------------------------------------------------------------------- ________________ ધર્મતત્ત્વચિત્તન (ચિંતનપ્રેરક પત્રો) વિજય શીલચન્દ્ર સૂરિ जयत् भद्रङ्गरोदयः ર. આવો વિશ્વાસ પ જોવા. પ્રકાશક શ્રીભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ, ગોધરા વિ.સં. ૨૦૬૬ સન ૨૦૧૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ ધર્મતત્ત્વચિન્તન (ચિંતનપ્રેરક પત્રોનો સંગ્રહ) લેખક : © સર્વાધિકાર સુરક્ષિત પ્રતિ : ૧૦૦૦ મૂલ્ય પ્રકાશક : મુદ્રક : પ્રાપ્તિ સ્થાનઃ વિજય શીલચન્દ્ર સૂરિ રૂા.૧૨૦ શ્રીભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ C/o કિરીટકુમાર શાંતિલાલ ચોકસી ‘ઋષભ’, રાયણવાડી સોસાયટી ગોધરા-૩૮૯૦૦૧ ૧. વિજય નેમિસૂરીશ્વરજી જૈન સ્વાધ્યાય મંદિર ૧૨, ભગતબાગ, નવા શારદા મંદિર રોડ પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ૨. સરસ્વતી પુસ્તક ભંડાર ૧૧૨, હાથીખાના, રતનપોળ અમદાવાદ-૩૮૦૦૦૧ ક્રેસ્ટ ક્રિએટીવ યુનિટ, અમદાવાદ ફોન : ૯૮૨૫૩ ૮૧૧૪૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ લેખક તરફથી વિ.સં. ૨૦૫૧ થી ૨૦૫૪ના ગાળામાં ચાતુર્માસનાં સ્થળોમાં અનેક સગૃહસ્થોની માંગણી આવ્યા કરી કે - “મહારાજ સાહેબ ! આપનો સત્સંગ ચાલુ રહે એટલા માટે આપે અમને પત્ર લખવા જોઈએ.” અનેક વ્યક્તિઓને અલગ અલગ પત્ર લખવા એ કોઈ રીતે શક્ય ન હતું. તેથી એમ વિચાર્યું કે એક મહિને એકવાર એક બોધદાયક પત્ર લખવો અને જિજ્ઞાસુ વ્યક્તિઓને તેની નકલ મોકલવી. વિ.સં. ૨૦૫૪થી શરૂ કરેલ આ પત્રપ્રેરણા અત્યાર સુધી ચાલુ છે. લખનાર જૈન સાધુ હોય અને મેળવનાર જૈન ગૃહસ્થો હોય એટલે સ્વાભાવિક રીતે જ જૈન ધર્મ સંબંધિત વાતો અને પરિભાષા આ પત્રોમાં જોવા મળે. આમ છતાં જૈન ન હોય તેવા વિચારશીલ લોકોને પણ સમજ પડે અને ચિંતનપ્રેરક બને તેવી વાતો મોટાભાગના પત્રોમાં વણી લેવામાં આવી છે, અને જૈન પરિભાષાનું પણ ઘણું સરળીકરણ કરવામાં આવ્યું છે. “ધર્મલક્ષી જીવન અને જીવનલક્ષી ધર્મ' એવો સૂર પ્રધાનપણે આ પત્રોમાં રહ્યો છે. આ પત્રધારાને ૧૨ વર્ષ પસાર થઈ ગયાં તેનો ખ્યાલ તો આ પુસ્તકનું દળ જોઈનેજ આવ્યો છે. વીતેલાં વર્ષોમાં ઘણા મિત્રોની ભાવના તથા ભલામણ આવતી કે આ પત્રોને પુસ્તકરૂપે પ્રકાશિત કરો. પુસ્તક કરવું કે ન કરવું તેની અવઢવ ઘણો વખત રહી. પ્રાસંગિક રૂપે લખાયેલા અને મુખ્યત્વે ધાર્મિક એવા પત્રોનું સ્થાયી અને સામાજિક મૂલ્ય કેટલું ? એવો સવાલ મનમાં ઘૂંટાતો રહ્યો. અંગત અભિપ્રાય પ્રકાશન ન કરવાનો વધુ રહ્યો. પણ કેટલાક પ્રબુદ્ધ સદ્ગુહસ્થોનો પુનઃ પુનઃ આગ્રહ થતો રહ્યો કે આ પત્રોનું પુસ્તક થવું જ જોઈએ. કરવું જ કે ન જ કરવું એવો આગ્રહ તો મનમાં હતો નહિ. એટલે છેવટે અંગત અભિપ્રાય બદલીને પુસ્તક કરવાનું નક્કી કર્યું. તેનું પરિણામ તમારા હાથમાં છે. બધા પત્રોને તેમાં આલેખાયેલા વિષય પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવેલ છે. એવા વર્ગીકૃત પત્રવિભાગ ૭ છે. સગવડ ખાતર દરેક પત્રના અંતે માસ અને વર્ષ આપેલ છે. આ પુસ્તકનું સંપાદન મુનિ શ્રી કલ્યાણકીર્તિવિજયજીએ કરેલ છે. આ પુસ્તકનું સુઘડ અને સુંદર પ્રકાશન ભાઈ શ્રીમનીષ નાયકે ખૂબ પ્રેમપૂર્વક કરી આપેલ છે. વિ.સં. ૨૦૬૬, શ્રાવણ સુદ પૂનમ હઠીસિંહની વાડી, અમદાવાદ શીલચન્દ્ર વિજય Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન પ.પૂ. આચાર્યભગવંત શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મ.ના આશીર્વાદથી તથા તેઓશ્રીના શિષ્ય આચાર્યભગવંત શ્રીવિજયશીલચંદ્રસૂરિજીની પ્રેરણાથી સ્થપાયેલ અમારું આ ટ્રસ્ટ આજ સુધીમાં બાર જેટલાં ઉત્તમ પુસ્તકોનું પ્રકાશન કરવા ભાગ્યશાળી બન્યું છે. જ્ઞાનમાર્ગથી ઘણા દૂર હોવા છતાં સમ્યજ્ઞાનની ભક્તિ અને રુચિને કારણે અમોએ આ ટ્રસ્ટનું નિર્માણ કર્યું છે અને પૂજ્યશ્રી તથા તેઓના શિષ્ય પરિવાર દ્વારા નિર્મિત તથા સંપાદિત ઉત્તમ ગ્રંથો આ ટ્રસ્ટના માધ્યમથી અમો આપી શક્યા છીએ. એ શ્રેણીમાં આ તેરમા પુસ્તકનું પ્રકાશન કરતાં અમો આનંદની લાગણી અનુભવીએ છીએ. આશા છે કે પૂજ્યપાદ ગુરુભગવંતોની કૃપાથી આવા અનેક ગ્રંથોના પ્રકાશનનો લાભ અમારા ટ્રસ્ટને મળતો રહે. શ્રીભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ, ગોધરાના ટ્રસ્ટીગણ Page #6 -------------------------------------------------------------------------- ________________ બાજત અનહદ ઢોલ સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે કોઈ પુસ્તક વિશે જો તમારે કંઈ કહેવું હોય કે લખવું હોય તો તે લખાણમાં તમારે તે પુસ્તકનાં અવતરણો ટાંકવાં, અને તે અવતરણોને તમે કેટલું સમજ્યા છો (કે નથી સમજ્યા) તે જણાવવું, અને તેનો સાર કહેવો. આવી એક વણલખી રસમ કે રીત છે. પરમ પૂજ્ય આચાર્ય શ્રી શીલચંદ્ર મહારાજ સાહેબનું પુસ્તક ‘ધર્મતત્ત્વચિંતન' મેં વાંચ્યું. પુસ્તકના પાને પાને લખેલા લખાણમાંથી પ્રત્યેક પંક્તિ અદ્ભુત અને અનિર્વચનીય અનુભૂતિ લાવે છે. વાંચતી વખતે એટલું તલ્લીન બની જવાયું કે આમાંથી કઈ પંક્તિ કે પછી કયા લેખમાંથી અવતરણ ટાંકું ! પારાવાર મુશ્કેલી થઈ અને અંતે મેં તે રસમને ન અનુસરવાનું નક્કી કર્યું. ખૂબજ સામાન્ય સમજ (મારી અંગત સમજ) છે કે જેમણે આત્માની પ્રાપ્તિ માટે વીતરાગભાવે સંસાર ત્યાગ્યો હોય, જેમની વિવેકબુદ્ધિ સંપૂર્ણ જાગૃત હોય તેવા અંકિચન આત્માર્થીએ જ્યારે પોતાના જીવનનાં નિચોડમાંથી અનુભૂતિઓને શબ્દદેહ આપ્યા હોય તે વિશે શું કહી કે લખી શકાય ? પૂજ્ય સાહેબનાં પુસ્તક ‘ધર્મતત્ત્વચિંતન’નું મારા મતે તો પારાયણ જ કરાય. કારણ કે પૂજ્યશ્રીએ ધર્મ, જીવન, અધ્યાત્મ, જીવનના સંઘર્ષો વિશે જે ઝીણું ચિંતન થતું આવ્યું છે તે સહજ રીતે પાને પાને ઊતાર્યું છે. શબ્દો દ્વારા, ભાષાના માધ્યમથી પુસ્તકનો એક સુંદર ભાવ-દેહ ઘડાયો છે તેવું મને અનુભવમાં આવ્યું છે. સામાન્ય માણસની પીડા, અહંકાર, ષડ્રિપુથી કલુષિત જીવન જે દ્વિધા અને દ્વંદ્વ અનુભવે છે, અને ધર્મ તથા અધ્યાત્મ તેવા જીવને કઈ રીતે શાતા પહોંચાડી શકે તેનું સુંદર નિરૂપણ પૂજ્યશ્રીએ આ પુસ્તકના પાને પાને કર્યું છે. આત્માનુભૂતિના ચમકારા પણ તાદૃશ્ય ઝીલાય છે તે અનુભવ્યું. કહેવાતી નાની ઘટનાઓ આપણા જીવનમાં કેવો ભાગ ભજવે છે, આપણી મનઃસ્થિતિને Page #7 -------------------------------------------------------------------------- ________________ કેવી રીતે વિચારતા કરે છે તેનાં દૃષ્ટાંતો પણ સુંદર રીતે આલેખ્યાં છે. અને આલેખનમાં પૂજ્યશ્રીએ સાહજિકતાથી તેના ઉકેલ પણ આપીને વાચકને ખરા અર્થમાં માર્ગદર્શિત કર્યો છે. અને કર્તાપણાના ભારથી પણ એટલી જ સહજતાથી તેઓ મુકત રહ્યા છે, રહી શકયા છે. કારણ કે સંસારની અસરતાથી તેઓ પરિચિત છે. નામની ભ્રમણાથી તેઓ મુકત છે. પૂજ્યશ્રી તો “નામી'ના લીલાચિંતનનેજ માણી રહ્યા હોય એવો પણ ક્યાંક પડઘો સંભળાય છે. આવા આચાર્ય ભગવંત પાસેથી જીવનને સમજવાની ચાવીરૂપી શબ્દોનો મહાપ્રસાદ મળે એનાથી વધુ શ્રાવકના શું ભાગ્ય હોય? દરેક વાંચી શકતા, વાંચતા સાધકે, ભાવકે વારંવાર વાંચીને મનન કરવા યોગ્ય પુસ્તક એટલે પૂજયશ્રીનું “ધર્મતત્ત્વચિંતન', આવું હું મારી અનુભૂતિના આધારે ચોક્કસ અને પ્રમાણિકપણે કહી શકું. મારે પુસ્તક વિશે કંઈક લખવું એવું સાહેબે સૂચન કર્યું ત્યારે પૂજ્યશ્રીની મારી પર કેટલી કરુણાદષ્ટિ છે તે અનુભવ્યું અને થયું કે આવા વિરલા સંતની અમીદષ્ટિ હોય, કૃપા હોય તો ગધેડા ઉપર પણ અંબાડી શોભી ઊઠે. મારી પાસે પુસ્તક વિશે લખાવીને સાહેબે એ પણ સાબિત કરી દીધું છે. હું ખૂબજ પ્રેમ, ભક્તિ અને આદર સાથે પૂજ્યશ્રીને વંદન કરીને ફરી કહું છું કે આ પુસ્તક વાંચતા મને કબીરજીના અનુભૂતિના શબ્દો સાર્થક થતા લાગ્યા : કહત કબીર આનંદ ભયો છે બાજત અનહદ ઢોલ.. પૂજય નેમિસૂરિદાદા તથા સકળ આચાર્ય ભગવંતો અને મુનિ મહારાજનાં ચરણે શત શત વંદન કરૂં છું. રાજુ દવે 04-08-2010 મુંબઈ Page #8 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકાશનના લાભાર્થી પરિવારો અ. સૌ. અંજનાબેન વિજયભાઈ મણિલાલ શાહ – ખંડવાવાલા અ. સૌ. દીનાબેન વિજયભાઈ હીરાલાલ શ્રોફ – ખંભાત અ. સૌ. ચંદ્રિકાબેન હેમેન્દ્રભાઈ જયંતીલાલ કાપડિયા – ખંભાત અ. સૌ. મોનાબેન મયંકભાઈ જયંતીલાલ શાહ – ખંભાત અ. સી. દીવાળીબેન ખીમજી દેઢિયા, હ. ભરતભાઈ – વલસાડ અ. સૌ. વિલાસબેન વસંતરાય શાહ, હ. જતીનભાઈ – વડોદરા શ્રી ખાંતિલાલ અમૃતલાલ દોશી, હ. સુનીલભાઈ – વલસાડ ગુરુભક્ત સદ્દગૃહસ્થ – વલસાડ ગુરુભક્ત સદ્દગૃહસ્થ – અમદાવાદ લાભાર્થી પરિવારોની ઘણી ઘણી અનુમોદના કરીએ છીએ. લી. શ્રીભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ Page #9 -------------------------------------------------------------------------- ________________ ધર્મચિન્તના ચિત્તન વિહારયાત્રા પ્રાર્થના • • • • • • • • • • • • • • • • • ૧૩૨ ધાર્મિક ચાતુર્માસ પર્યુષણ ૨૫ DIGG G I R , , , , , , , , , , , , , , • • • Page #10 -------------------------------------------------------------------------- ________________ ધર્મચિન્તન Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧ કર્મનો નિયમ એ જૈનશાસનનો પ્રાણભૂત સિદ્ધાંત છે. ઘણા, લગભગ બધા જ લોકો, આ સિદ્ધાંતના મર્મને પામવામાં નિષ્ફળ જતા હોય છે. એટલે તેઓ આ સિદ્ધાંતને રૂક્ષ, રસહીન, પલાયનવાદ, અકર્મણ્યતા વગેરે વિશેષણોથી નવાજે છે. પણ આ મંતવ્ય બરાબર નથી. મનુષ્યને સ્વતંત્રતા અને સમાનતા આ બે વાનાં સહેજે જ વધુ ગમે છે, અલબત્ત, ભૌતિક સુખ-સંદર્ભમાં જ. લોકશાહી માહોલમાં આ સ્થિતિનો અનુભવ સહુ મનુષ્યોને સતત થતો હોય છે. મારી તમામ વાતો સુવાંગ મારી હોય, મારા થકી હોય, મારા માટે જ હોય; મારાં સઘળાંયે સુખ-દુઃખ માટે હું જ માત્ર જવાબદાર હોઉં, મારું જ કર્તૃત્વ અને દાયિત્વ તેમાં હોય, અન્યની આધીનતા કે દખલગીરી કે ભાગીદારી તેમાં ન હોય, આવી ધારણા તે ‘સ્વતંત્રતા’. અને હું કોઈથી નીચો નહિ, કોઈ મારાથી ઊંચું અથવા શ્રેષ્ઠ નહિ, અમે સહુ સરખા, આવો ખ્યાલ તે ‘સમાનતા’. ભૌતિક સંદર્ભમાં તેમજ સામાજિક કે રાજકીય લોકશાહીના પરિપ્રેક્ષ્યમાં, પ્રત્યેક વ્યક્તિ આ રીતે જ, સ્વતંત્ર અને સમાન હોવાનું અનુભવે છે. આમાં દરેક જણ પોતે કરે અને પોતે ભોગવે. પોતે વાવે અને પોતે લણે. બીજાની તેમાં જવાબદારી પણ નહિ અને ભાગીદારી પણ નહિ. આમ છતાં, જે તે વ્યકિત ‘સામાજિક પ્રાણી’ હોવાનો પોતાનો દરજ્જો ગુમાવતી નથી કે અન્યનિરપેક્ષ, બેજવાબદાર કે સ્વચ્છંદ થઈ જાય છે એવું નથી. એની સમાજસાપેક્ષતા અકબંધ રહે જ છે. અને તેથી તે પલાયનવાદી કે અકર્મણ્ય કે બરછટ બનતો પણ નથી કે ગણાતો પણ નથી. - જૈનશાસન, લોકશાહીની આ જ વિભાવનાને કેન્દ્રમાં રાખીને કર્મના નિયમને સર્વોચ્ચ અગત્ય આપે છે. આત્મિક, એટલે કે અભૌતિક અથવા આંતરિક લોકશાહીને લાગે વળગે છે ત્યાં સુધી પ્રત્યેક ‘આત્મા’ ‘સ્વતંત્ર’ છે અને ‘સમાન’ પણ, ભૌતિક સંદર્ભમાં જે ધોરણો પ્રત્યેક મનુષ્યને લાગુ પડે, તે તમામ ધોરણો, વધુ સઘનતાથી, આત્મિક સંદર્ભમાં, પ્રત્યેક આત્માને, અર્થાત્ સમગ્ર જીવજગતને લાગુ પડે છે. લોકશાહીમાં જેમ ‘કાયદા’નું જ માત્ર શાસન છે, તેમ આત્મિક લોકશાહીમાં ‘કર્મ’નું જ માત્ર શાસન છે. અહીં, કોઈ ‘ઈશ્વર’ નામની સત્તા બધું કરે છે, કરાવે છે, અથવા તેની પ્રાર્થના - ભક્તિથી કે તિરસ્કારથી જ બધું સારું ખરાબ થાય છે, તે કરે તે જ થાય આવી ભ્રાંતિને કોઈ જ સ્થાન નથી. કોઈ ધર્મચિન્તન Page #12 -------------------------------------------------------------------------- ________________ આત્મા પોતાની સ્વતંત્રતાના ભોગે “ઈશ્વરનો સ્વીકાર અને ભક્તિ ન કરી શકે. પોતાની સ્વતંત્રતા તથા સમાનતાનો છેદ ઉડાડી, પોતાનાં કર્તુત્વ અને દાયિત્વમાંથી છૂટી જઈને ઈશ્વર કે તેવી કોઈ જીવંત અને તેથી જ સક્રિય સત્તાનો સ્વીકાર કરવો તેમ જ તેની ભક્તિ-પ્રીતિ કરતાં રહેવું, એને “સમર્પણ', “શરણાગતિ', “અનન્યાશ્રય', કે “પ્રેમલક્ષણા ભક્તિ' જેવાં રૂપાળાં નામ આપી દેવા માત્રથી આત્મા ગુલામી, અકર્મણ્યતા કે પલાયનવાદ થકી બચી જતો નથી. ખરેખર તો કર્મની સર્વોપરિતાનો સ્વીકાર કરી લઈએ, તો આત્મા સ્વતંત્ર રહે છે. તેની સમાનતા અબાધિત રહે છે. પોતાનું કર્તુત્વ કે દાયિત્વ કોઈ અન્યના શિરે થોપી દેવાનો પલાયનવાદ અને પછી તે “અન્ય' ની સતત ગુલામી કર્યા કરીને ઊભી થતી લાચારી તથા પરવશતા – એણે વેઠવાની જરૂર નથી. અને આ સ્થિતિમાં અકર્મણ્યતા તો ઊભી જ શાની રહે? વાત રહી માત્ર રૂક્ષતાની. એનો જવાબ આ છે : કર્મસત્તાના કાનૂન પ્રમાણે વર્તનારો કે જીવનારો આત્મા અને તેનું આચરણ રૂક્ષ, નીરસ અને આનંદ કે પ્રેમથી ભીરુ બની જાય છે એ વાત જ અણસમજપ્રેરિત છે. જૈન ધર્મના કર્મસિદ્ધાંતના આધારે, પ્રત્યેક આત્મા જ કાળાંતરે પરમાત્મા બને છે. શુદ્ધ ચૈતન્યરૂપ એ પરમ-આત્માને આપણે પરમ સત્તા અથવા ભગવાન તરીકે ઓળખીએ છીએ. પરમાત્મા બનવાની દિશામાં આગેકૂચ કરી રહેલો આત્મા, પોતાની પ્રત્યેક કરણીમાં તથા લાભ અને સુખ વગેરેમાં, પોતાનું કર્તૃત્વ, દાયિત્વ વગેરે પૂરેપૂરું હોવા છતાં, તે અત્યંત લઘુભાવે, નમ્ર અને નિર્મળ ભાવે, પોતાનું કર્તુત્વ કયાંયે ન હોતાં બધું જ પરમ સત્તારૂપ પરમાત્માની કૃપા કરુણાથી જ થયું છે - થાય છે, થવાનું છે એમ વિચારે – અનુભવે, અને એ રીતે પોતાની જાતને અહંકારમુકત બનાવનારી ભકિતમાં આદ્ર બનાવી દે - ડૂબાડી દે. પોતાનું કર્તૃત્વ હોવા છતાં અને તે પ્રમાણે જ ફળ મળવાનું છે તેની ખાતરી હોવા છતાં, સ્વયંને શૂન્ય ગણી પરમ તત્ત્વને જ યશભાગી બનાવે, આને આપણે પ્રેમલક્ષણા ભક્તિ કે પછી ભક્તિની આદ્રતા નહિ કહીએ? શાંત હૈયે વિમર્શ કરનારા શાણા આદમીને, આ રીતે વિચારધારા કેળવવાથી, કર્મના નિયમનો પરમાર્થ પકડાયા વિના નહિ રહે. અને પછી જુદી જુદી વિચારધારાઓમાં પણ કેવું સામરસ્ય છે તેનો સંકેત સાંપડ્યા વિના નહિ રહે. (કાર્તિક-૨૦૧૮)માં Page #13 -------------------------------------------------------------------------- ________________ એક સાધુ હોવાને કારણે સંસાર અને તેના સ્વરૂપ વિષે વારંવાર ચિંતન તથા કથન કરવાનું બનતું રહે છે. અને આ એક એવો મુદ્દો છે કે બીજું કશું જ ન આવડતું કે ન ફાવતું હોય તેવો માણસ પણ “સંસાર અસાર છે” કે સંસાર છોડવા યોગ્ય છે એવા વાક્યને, વગર વિચાર્યું પણ, પકડી લે અને બોલવા માંડે તો તે ભાગ્યે જ ખોટો પડે કે નિષ્ફળ જાય. એનો મતલબ એ નથી કે સમજ્યાવિચાર્યા વગર બોલનારો એ માણસ સાચો છે; એનો મતલબ એટલો જ કે લોકો જ એટલા બધા દુઃખી છે અને એવી ઘોર વિડંબનાનો ભોગ બનેલા છે કે તેઓ વગર વિચાર્યું જ પેલા અણસમજુની વાતને સાચી માની જ લેવાના. સંસાર કેટલો બધો વિચિત્ર-ખતરનાક હશે, તે આ ઉપરથી અંદાજી શકાય. તેથી જ તેના સ્વરૂપ વિશે વિચારો ચાલ્યા જ કરે. સંસાર એટલે ક્લેશ. જ્યાં ક્લેશ નથી ત્યાં સંસાર નથી હોતો. નમક વિના જેમ રસોઈ અલૂણી. તેમ ક્લેશવિહોણો સંસાર પણ અલૂણો, નિદ્માણ, વ્યર્થ બની રહે. ઉપાધ્યાયજી મહારાજે તેથીજ કહ્યું : “ક્લેશ-રહિત મન તે ભવ-પાર.” આ ક્લેશનું કારણ શું? નદિગ્રામમાં કવિવર મકરન્દ દવે સાથે આ મુદ્દે વિમર્શ થયો ત્યારે તેમણે કહેલું ક્લેશનાં બે કારણ છેઃ અહં અને ઇચ્છા. આ બેય વાનાં સાધનાપથમાં, આત્મશુદ્ધિની આડે આવનારાં, નડનારાં નડતર છે. બેમાંથી કોઈ એકને નાબૂદ કરવાથી કામ ન ચાલે. બન્નેનો નિકાલ થવો જોઈએ. તો જયાં અહં છે ત્યાં ક્લેશ છે. જ્યાં ઇચ્છા છે ત્યાં પણ ક્લેશ જ છે. અને મજાની વાત તો એ છે કે આ બન્ને એકબીજા પર નિર્ભર છે. અહં ઈચ્છા વિના નહિ ટકે. અને ઇચ્છા પણ અહં હશે તો જ ટકવાની. ફલતઃ બેમાંનું કોઈપણ એક ટળી જાય તો બીજું વિના પ્રયાસે ટળી જ જવાનું. અલબત્ત, સાધકે લક્ષ્ય તો એ બન્નેને નાબૂદ કરવાનું જ રાખવું રહે. ધારો કે કોઈ એક કામ કરવાની આપણને ઇચ્છા થઈ. ઇચ્છા એટલા માટે થઈ કે એ કામ કરીશ તો મારું નામ થશે, મારું સારું લાગશે અને બોલાશે. આ પ્રકારના અહંભાવમાંથી ઇચ્છા પેદા થઈ. એને પાર પાડવા માટે પછી અનેક જાતનાં આયોજનો વિચાર્યા, તખતા ગોઠવવા માંડ્યા, અને તેને સાકાર બનાવવાની દિશામાં ડગ માંડ્યું. હવે બને એવું કે તે જ પળે આપણને ખબર મળે કે એ કામ તો બીજાએ કરી વાળ્યું છે કે કરવા માંડ્યું છે ! એ વેળા આપણી ધર્મચિન્તન Page #14 -------------------------------------------------------------------------- ________________ દશા કેવી થાય ! જાણે હાથમાં આવેલો કોળિયો કોઈએ ઝૂંટવી લીધો હોય એવી લાગણી થાય ને? ક્રોધ, દ્વેષ, હતાશા, વ્યાકુળતા વગેરે ભાવો પેદા થાય ને ? સંસાર સાવ જૂઠો, નકામો, નગુણો હોવાનું ભાસવા માંડે ને ? ઇચ્છા જોખમાય ત્યારે અને અહં ઘવાય ત્યારે આવો ક્લેશ અવશ્ય થાય જ, અને આનું જ નામ તો સંસાર ! આ સંસારથી બચવાની તત્પરતા-જાગૃતિ કેળવે તેનું નામ સાધક. તેનું નામ સાધુ. પોતાની ઇચ્છા પ્રમાણે ન થાય, વિપરીત થાય, ઈચ્છા અધૂરી રહી જાય; બીજાઓની અયોગ્ય ઇચ્છા પ્રમાણે થાય અને આપણી યોગ્ય ઇચ્છાઓ પણ રહી જાય; એવા સંયોગોમાં અહંજન્ય ઇચ્છાને કે ઇચ્છાજન્ય અહંને લેશ પણ મહત્ત્વ ન અપાઈ જાય, બલ્બ “જે થાય તે સારા માટે” અને “જ્ઞાની ભગવંતે દીઠું હોય તેમ જ બને' - આવી સમજણ કેળવાય તેટલી તે જ આત્માની અને શાસનની - ધર્મની – અધ્યાત્મની સાધના કરી શકે. ઇચ્છાની સફળતા પણ અને નિષ્ફળતા પણ, મોટાભાગે નકારાત્મક વલણો ચિત્તમાં જન્માવે છે. સફળતા મળે તો અહં વકરશે, તેથી તુચ્છતા - તોછડાઈ - ઉદ્ધતાઈ વધશે; નિષ્ફળતા મળે તો પ્રતિશોધની વૃત્તિ ઉગશે અને નિરાશા તથા લઘુતાગ્રંથિ જેવાં વલણો વકરવા માંડશે. આ બધું જ ક્લેશ” છે. જ્યાં ક્લેશ છે ત્યાં ક્ષુદ્રતા છે જ છે. શુદ્ર-સમૂહની વચમાં રહેતો સાધક ક્લેશથી બચવાની ભરચક મથામણ કરતો રહીને પોતાના ચિત્તને પ્રસન્ન – અશુદ્ર રાખી શકે તો તેજ તેની સાધના છે – અક્લેશ સાધના. શુદ્ધાત્મા સુખી હોઈ શકે, પ્રસન્ન ન હોય. અક્ષુદ્ર સાધકનું લક્ષ્ય પ્રસન્નતા હોય, સુખ નહિ. અને તે પ્રસન્નતા ટકાવવા માટે, મેળવવા તથા વધારવા માટે થઈને જ તે પોતાની યોગ્ય, આત્મહિતકારી, સ્વપર-ઉષકારી ઇચ્છાઓનું પણ બલિદાન આપતાં પણ ખચકાટ અનુભવતો નથી. (માગશર-૨૦૫૯) Page #15 -------------------------------------------------------------------------- ________________ મહા મહિનો જૈનો માટે પ્રતિષ્ઠાનો અને ધનવ્યયનો મહિનો આ વખતે બની રહ્યો. અનેક અનેક ઠેકાણે કરોડો કરોડોના ખર્ચે થયેલા નૂતન દેરાસરો અને તીર્થોની અંજનશલાકા - પ્રતિષ્ઠાના મહામહોત્સવો આ દિવસોમાં થયા. તે નિમિત્તે લખલૂટ ધનવ્યય થયો. તે પ્રસંગે દીક્ષા સહિત અન્યાન્ય વિવિધ કાર્યો પણ થયાં. આ પ્રસંગોને અનુલક્ષીને જે આમંત્રણ પત્રિકાઓ છપાઈ, તેનું વૈવિધ્ય પણ અનેરું રહ્યું. તમામ મુખ્ય અને મહત્ત્વપૂર્ણ ઉપક્રમોની વિશિષ્ટ પત્રિકાઓનું જ માત્ર અવલોકન કરીએ, તો તેના પ્રકાશન અને વિતરણ પાછળ થયેલ સદ્વ્યયનો આંકડો એકાદ કરોડને આંબી જાય તો શક્ય છે. આ બધું જ, જે તે ઉપક્રમ સાથે સંકળાયેલ વ્યકિતઓ/વર્ગને માટે તો અત્યંત આવશ્યક, આનંદદાયક અને વળી ધર્મ આરાધનારૂપ જ હોય, તેમ નિઃશંક માની શકાય. વિચારક વર્ગ આ બધી બાબતે જરા જુદી રીતે વિચારે. એ એમ પૂછે કે આ કંકોત્રીઓનું, પ્રસંગ પત્યા પછી, શું કરવાનું? એમાં પણ બધી પત્રિકાઓમાં અનેકવિધ તસવીરો છાપી જ હોય છે. હવે તો જે લોકો ફોટોગ્રાફ છાપવાનો નિષેધ કરનારા હતા તેઓ પણ ભગવાનની અને પોતાની છબીઓ છપાવવા લાગ્યા છે. આ ફોટાઓની આશાતના ન થાય? આ બધું પસ્તીમાં ન ફેરવાઈ જાય? વિચારશીલ માણસ એમ પણ વિચારે કે જે લોકો સ્થાપના-નિક્ષેપામાં એટલે મૂર્તિમાં નથી માનતા તેવા સંપ્રદાયના લોકો પણ હવે તો ભગવાનનાં આગમસૂત્રોને સરસ ચિત્રો સાથે છપાવવા માંડ્યા છે, અને એ રીતે આગમોના ઉપદેશોને વધુ લોકભોગ્ય તથા લોકપ્રિય બનાવવા મહેનત કરી રહ્યા છે. આપણે ત્યાં બધી જ ક્ષમતાઓ તથા ધન, માત્ર કંકોત્રીઓની નવનવી ડિઝાઈનો માટે જ વપરાય છે. શું આ ધન તથા શક્તિનો સદુપયોગ આગમો તથા શાસ્ત્રોના સુંદર અલંકૃત પ્રકાશનાદિ માટે ન થઈ શકે ? ગુજરાતમાં વિસનગર નજીક ઉમતા ગામમાં સેંકડો જિનબિંબો સાથેનું પ્રાચીન જિનાલય ધરતીમાંથી નીકળ્યું છે. તેમાં દિગંબર-શ્વેતાંબર બન્ને સંપ્રદાયોનો સંબંધ જોડાયેલો છે. કરોડોના ખર્ચે નવાં નવાં તીર્થોનાં નિર્માણ કરનારા – આપણા કોઈ શક્તિસંપન્ન મહાત્માનું ધ્યાન આ દિશામાં હજી સુધી કેમ જતું નથી ? તીર્થોમાં કેસ-ક્લેશો ચાલે છે. ત્યારે આ તો ઘરને આંગણે રસ લેવા લાયક તીર્થ જડ્યું છે. આપણી બેદરકારીનો પૂરો લાભ દિગંબર પક્ષે ઉઠાવી લીધો છે. સરકારી ગ્રાન્ટ સહિત બધું જ તે પક્ષ વગે કર્યું જાય છે. ર૫-૫૦ કરોડ ખર્ચાવી ના જાણનાર લોકો આવી ઐતિહાસિક વાતે તદ્દન અજ્ઞાન, બેદરકાર, ઉદાસ કેમ ધર્મચિન્તન Page #16 -------------------------------------------------------------------------- ________________ હશે? આણંદજી કલ્યાણજી પેઢીને તો જાણે આવી વાતમાં રસ લેવાની જ એલર્જી હોય છે! પાવાગઢ મૂળ શ્વેતાંબર તીર્થ હતું. આપણી આવી પ્રકૃતિ - પદ્ધતિને કારણે તે હવે દિગંબર તીર્થ છે. પરંતુ ઇતિહાસમાંથી બોધ લેવાનું તથા ઇતિહાસનું રક્ષણ કરવાનું કદાચ શ્વેતાંબરોના લોહીમાં જ નથી. આપણને તો ગમે છે નવા ઇતિહાસનું સર્જન! થોડાં વર્ષ પછી આપણા નવા ઇતિહાસનું ભલે જે થવું હોય તે થાય. આવા તો અસંખ્ય પાયાના પ્રશ્નો છે. હમણાં વળી નવી ઘટનાઓ શરૂ થઈ છે, ચમત્કારોની. ક્યાંક અમીઝરણાં થાય, ક્યાંક વળી કેસરના છાંટણાં પણ થાય. પણ આ પરંપરાગત ચમત્કારો હવે જરા જૂના – આઉટ ઓફ ડેટ જણાય છે. હવે તો ધરણેન્દ્રદેવ અને ક્ષેત્રપાળ દેવ સાક્ષાત્ હાજર થવા માંડ્યા છે ! ક્યાંક કોઈપણ રૂપમાં સર્પ કે નાગ દેખાય,કે થયું : ક્ષેત્રપાલ દાદા હાજરાહજૂર! ને કાં તો સ્વયં ધરણેન્દ્ર જ માની લેવાના ! પછી દૂધના વાટકા, શ્રીફળ, દીવા, સિંદૂર અને ભાત ભાતની વાયકા તથા માન્યતાઓ અને લોકોનો પ્રવાહ ! ઇતિહાસમાં ધરણેન્દ્ર આ રીતે પરચો આપ્યો હોવાનો દાખલો નથી જડતો. આજે તો એ દૈવી તત્ત્વો પાસે જાણે આવા પરચા આપવા સિવાય કોઈ કામ જ નથી લાગતું ! વિચારકો તરત પૂછે કે આ દેવો આ સ્વરૂપે આવે છે એ વાત ઘડીભર સાચી માની લેવા અમે તૈયાર છીએ. પણ અમારે એ જાણવું છે કે આ રીતે એમના આવવાથી સંઘને કે જૈન શાસનને શો લાભ? સંઘના કોઈ પ્રશ્નો હલ થાય ખરા? તીર્થોના વિખવાદોને શમાવી દે ખરા? અઢળક સમસ્યાઓ શાસનની છે, બધી તે તત્ત્વો ઉકેલી દેવાનું સામર્થ્ય તો ધરાવે જ છે, તો કેમ ન ઉકેલે? બાકી “સંતોષી માની રોટલી કે પોસ્ટકાર્ડ લખવા જેવા પરચાથી સંઘને શો લાભ? સિવાય કે અંધશ્રદ્ધા વધારવાની અને ચોક્કસ હિત-હેતુ ધરાવતા લોકોની પ્રવૃત્તિને પોષતાં રહેવાનું ! વિચારક વિવેકી વર્ગના દિલ-દિમાગમાં આવા અનેકાનેક સવાલો ઘૂંટાયા કરે છે. સ્વાભાવિક ધર્મભીરુતાના કારણે તે વર્ગ આ સવાલોને જીભ પર લાવતાં અચકાય છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તે આ બધું દિલથી સ્વીકારી લે છે. જૈન ધર્મ એ તાત્ત્વિક ધર્મ છે. બુદ્ધિગમ્ય ધર્મ છે. તેને, તેના રહસ્યમય સિદ્ધાંતોને સમજવા-સમજાવવા અત્યંત આવશ્યક છે. આપણે બધા બિનજરૂરી ખ્યાલો અને ભ્રમણાઓમાંથી બહાર આવીશું તો જ આ આવશ્યકતા આપણા ગળે ઊતરી શકશે. (ફાગણ-૨૦૫૯), Page #17 -------------------------------------------------------------------------- ________________ હમણાં તો World cup fever ચાલતો હતો. તેમાં જીત મેળવવા માટે થતી દુવા - માનતાઓની ભરમારમાં, ઇરાક-અમેરિકાની લડાઈમાં થતા ભયાનક સંહારનો ભોગ બનતા જીવોના રક્ષણ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવાનો વિચાર પણ આ રાષ્ટ્રમાં કોઈને ન આવ્યો, આ આપણા નૈતિક અધઃપતનની નિશાની છે. વર્લ્ડ કપમાં ભારત ન જીયું અથવા હાર્યું, તેનો આઘાત સૌને છે. પણ આ યુદ્ધમાં હજારો મનુષ્યોનું નિકંદન નીકળી રહ્યું છે તેના અંગે કોઈનીય સંવેદના ઘવાઈ હશે ખરી ? શક્યતા ઓછી છે. જગતમાં ક્યાંય હજારો મનુષ્યો અને પ્રાણીઓ કમોતે મરતાં કે મારી નખાતાં હોય અને છતાં આપણા દિલમાં કંપારી, અરેરાટી કે અનુકંપા ન પ્રગટે, તો સમજવું કે આપણી સંવેદનશીલતાની ધાર બુટ્ટી બની ગઈ છે; આપણે ધર્મના વાસ્તવિક તત્ત્વને સમજ્યા જ નથી, અને આપણે ક્રૂર સ્વાર્થપરસ્તીના સ્વભાવનો વિકાસ સાધી શક્યા છીએ. દુનિયાના કોઈ પણ ભાગમાં, પ્રયોજનમાં, ક્ષેત્રમાં કે વાતાવરણમાં નજર કરો તો બધે “સ્વાર્થ જ જોવા મળશે. અરે, આપણે જયાં - જે વર્તુળમાં જીવીએ છીએ તે વર્તુળમાં પણ સ્વાર્થ સિવાય કશું જ જોવા નહિ મળે. મારી ઇચ્છા પ્રમાણે જ થાય અને મારો અહં પ્રતિપળ સંતોષાયા કરે એવી સમજણ, એવી અપેક્ષા અને એવી મહેનત તે જ સ્વાર્થવૃત્તિ. યુ.એસ.એ.ના પ્રમુખની ઇચ્છા ઇરાકી પ્રમુખે ન સંતોષી, તેથી તેનો અહં ઘવાયો. તેણે આક્રમણ કર્યું - આ તેનો પાશવી સ્વાર્થ. આ સ્વાર્થ બે રાષ્ટ્રો વચ્ચેનો સ્વાર્થ ગણાય. આ સ્વાર્થવૃત્તિનું રોકડું પરિણામ એટલે કરોડોની પાયમાલી અને લાખોની જાનહાનિ. સ્વાર્થ બે વ્યક્તિઓ વચ્ચેનો હોય તોય તેનો અંજામ તો પાયમાલીમાં જ આવવાનો. સ્વાર્થ માટે બીજાનો ભોગ લઈ શકાય. સ્વાર્થ માટે બીજાનો ગેરલાભ ઉઠાવી શકાય. સ્વાર્થ છે જેમાં બીજાના હિતના ભોગે પોતાનું હિત સિદ્ધ થાય. આવો સ્વાર્થ હોય આપણા મનમાં, ત્યાં સુધી આપણામાં સો ટચની ધાર્મિકતા પાંગરે એ વાતમાં દમ નહિ. જો કે હવે તો ધર્મો પણ સ્વાર્થ સાધવામાં મંડ્યા છે. અત્યારે અમે કર્ણાટક, આંધ્ર, તામિળનાડુ - આ ત્રણ પ્રાંતોના જે વિસ્તારમાં (ત્રિભેટે) છીએ, ત્યાં ખ્રિસ્તી મિશનરીઓ, ગરીબ અને પીડિત લોકોની લાચારીનો લાભ લઈને થોડાક પૈસા વહેંચી તેમને વટલાવી રહ્યા છે. દેખીતી રીતે માનવતા કે દયા કે પરોપકારની પ્રવૃત્તિ ગણાય - લાગે, પરંતુ તેમાંયે પોતાના અનુયાયીઓ વધારવા, ધર્મનો ફેલાવો કરવો, અને લાંબાગાળે પોતાની બહુમતી મેળવીને ધર્મચિન્તના Page #18 -------------------------------------------------------------------------- ________________ રાજસત્તા હાથવગી કરીને અન્ય ધર્મોને હાંસિયા પાછળ ધકેલી દેવા, આવા ઊંડા સ્વાર્થ જ પડેલા છે, જે જલદી નજરે નહિ ચડે. “વગર પ્રયોજન અને વિના સ્વાર્થે, કોઈ જ વળતર કે સાનુકૂળ પ્રત્યાઘાતની અપેક્ષા રાખ્યા વિના તથા સામાની લાચારી કે નબળી સ્થિતિનો લેશ પણ લાભ ઉઠાવવાની વૃત્તિ તથા ગણતરી વગર સામાને મદદ કરીએ તો જ - તે જ પરોપકાર' - આ આપણી ભારતીય સંસ્કારિતા છે તથા વિચારધારા છે. આપણી આ ઉદારતાનો પાકો ફાયદો આ મિશનરીઓ ઉઠાવે છે. અને સ્વાર્થ સાધવા માટે ધર્મનો પણ ઉપયોગ કરવામાં અચકાતાં નથી. આ સ્વાર્થથી આપણાં ધર્મની, સંસ્કૃતિની તથા સંસ્કારોની પાયમાલી જ થઈ રહી છે, થવાની છે, તે નિઃશંક વાત ગણાય. સ્વાર્થની સામે મૂકી શકાય તેવું તત્ત્વ છે “પ્રેમ'. આ એક જ તત્ત્વ એવું છે જે ગમે તેવા સ્વાર્થને કે સ્વાર્થીને હંફાવે છે. પ્રેમ એટલે આપણી ઇચ્છાઓને ગૌણ બનાવવી અને આપણા અહંનું બલિદાન આપી દેવું તે. જ્યાં પ્રેમ પાંગર્યો હશે ત્યાં પોતાની ઇચ્છા કરતાં પ્રીતિપાત્રની ઈચ્છાનું મહત્ત્વ વધુ હશે, અને “હું પદ તો કોઈ વાતે નહિ આવે. આવો નિર્મળ અને ઉદાત્ત પ્રેમ જ્યારે ચિત્તમાં પાંગરે છે ત્યારે ત્યાં સ્વાર્થની દુર્ગધનો અંશ પણ રહેતો નથી. ત્યાં તો હોય છે માત્ર પરમાર્થની, બીજાના કલ્યાણની વાસના. અને તેના ફળ સ્વરૂપે ત્યાં લાભ અને ઉન્નતિ જ પ્રગટે – પ્રવર્તે છે; નુકસાનીનું ત્યાં નામ ન હોય. અને આવી સ્વાર્થવિહોણી સ્થિતિ હોય ત્યાં ધર્મ અને ધાર્મિકતા પાંગર્યા વિના કેમ રહે? પ્રેમ ત્યાગ તરફ લઈ જાય છે, જેનું પરિણામ છે પ્રસન્નતા. સ્વાર્થ ભોગ ભણી દોરે છે, જેનું પરિણામ છે માત્ર ઉદ્વેગ. સ્વાર્થ-સાધનામાં પ્રત્યક્ષ ફાયદો હોય છે, પણ તેનો અંજામ જોશમાં જ આવે છે. જ્યારે પ્રેમવૃત્તિનો વિકાસ કેળવવામાં પ્રત્યક્ષપણે હાનિ વેઠવાની આવે, સહન ખૂબ કરવાનું આવે, પણ તેની આખરી પરિણતિ આનંદ, સંતોષ અને શાંતિના રૂપે જ હોવાની તે તો નિઃસંદેહ સત્ય છે. આપણે આપણા આસપાસના વર્તુળથી લઈને ઇરાક-યુ.એસ.એ. સુધી બધે જ, ભાવનાત્મકરૂપે તેમ જ પ્રયોગાત્મક વ્યવહારના રૂપે પણ પ્રેમવૃત્તિનો છંટકાવ કરવા માંડીએ અને આપણી તુચ્છ સ્વાર્થવૃત્તિને ડામતાં જઈને આપણા જીવનને તથા સંસ્કારોને એવા ઉચ્ચ બનાવીએ, કે જેને લીધે આપણે “ધર્મ' માટે પૂર્ણપણે લાયક બની શકીએ. (ચત્ર-૨૦૫૯) Page #19 -------------------------------------------------------------------------- ________________ ધર્મ એટલે શું? એ મુદ્દા પર ઘણી ઘણી મથામણ ચાલતી રહે છે. હમણાં એવું હુરે છે કે જેનાથી, જે કરવાથી, વૃત્તિઓનું પરિવર્તન થાય તેનું નામ ધર્મ. મન એ અગણિત શુભ-અશુભ વૃત્તિઓનો અખૂટ સ્રોત છે અને ભંડાર પણ છે. પરંતુ તેમાંથી વધુમાં વધુ ઉપયોગ તો અશુભ અથવા મલિન વૃત્તિઓનો જ થતો રહે છે. એ અશુભ વૃત્તિઓનું શમન અથવા નિવારણ થાય અને શુભ વૃત્તિઓનું અનાવરણ થાય, તો જ વૃત્તિ-પરિવર્તન થયું ગણાય; એ કામ જે કરી આપે તેનું નામ ધર્મ. આપણે ત્યાં પ્રવૃત્તિઓનું પરિવર્તન સતત થતું રહે છે. નિત્ય નવી નવી, ધાર્મિક ગણાવાતી પ્રવૃત્તિઓ ઉભરાયા જ કરે છે. પ્રવૃત્તિ ન હોય તો થાક લાગે છે. ધર્મ ખાડે ગયો હોવાનું લાગવા માંડે છે. અને પ્રવૃત્તિ હોય તો ધર્મનો ઉદ્યોત થતો અનુભવાય છે, જય જયકાર લાગે છે. આમ તો આમાં કાંઈ ખોટું નથી લાગતું, પણ મોટો સવાલ એટલો જ થાય કે વૃત્તિઓનું શું? પ્રવૃત્તિમાં જ એટલા બધા મશગૂલ બની જવાય છે કે પછી તે પ્રવૃત્તિઓ દ્વારા વૃત્તિઓમાં કોઈ પરિવર્તન આવે છે કે નહિ, તે જોવા-સમજવાની જગ્યા જ નથી રહેતી, અને દરકાર પણ નથી રહેતી. પરિણામે પ્રવૃત્તિઓ થતી રહે છે, વધતી રહે છે, થકવતી રહે છે, પણ વૃત્તિઓ તો જેમની તેમ રહે છે. પ્રવૃત્તિમાર્ગની એક ખૂબી એ છે કે, તેનો છંદ લાગ્યા પછી મહદંશે વિચારવાની શક્તિ અને તક-બને નહિવત બચે છે. પ્રવૃત્તિ અને પ્રવર્તક પ્રવૃત્તિ માટે પ્રેરનાર) – બન્નેનું લક્ષ્ય પણ આ જ હોય છે કે, પ્રવૃત્તિમાં વ્યક્તિને/સમૂહને એવો તો જોડેલો રાખવો કે તેને વિચાર કરવાની જગ્યા જ ન રહે, ન મળે. વિચારે. તો આઘોપાછો થાય ને? તો દલીલ કે સવાલ કરે ને? એને એવી તક જ ન મળવી જોઈએ. અને તો પછી એ જેમ પીએ તેમ કરવાનો જ. આ સ્થિતિ એવી છે કે, એમાં વૃત્તિઓનું દમન થશે, પણ શમન નહિ થાય. વૃત્તિઓ દબાશે ખરી, પણ નાબૂદ નહિ થાય, બદલાશે પણ નહિ. અહીં સવાલ એટલો જ આવે છે તો એ પ્રવૃત્તિને ધર્મ ગણાય ખરી? ધર્મની કોઈ પણ પ્રવૃત્તિ આખરે વૃત્તિઓના પરિવર્તન માટે જ હોવી જોઈએ એવું જો આપણે સ્વીકારતાં હોઈએ, તો ધર્મની ગણાવાતી જે પ્રવૃત્તિથી મનની મલિન વૃત્તિઓનું સંમાર્જન અને પરિવર્તન ન થતું હોય, તે પ્રવૃત્તિને ધર્મ-પ્રવૃત્તિ શી રીતે ગણી શકાય? આ સવાલ જરા પેચીદો છે. ઊંડો વિચાર માંગી લેતો આ સવાલ એ છે. આપણે સહુ વિચારતા થઈએ તે માટે જ રજૂ થતો આ સવાલ છે. (માગશર-૨૦૬૨) ધર્મચિન્તના Page #20 -------------------------------------------------------------------------- ________________ કવિ પંડિત શ્રીગુભવીરની એક ભકિત-રચના છેઃ “ઓચ્છવ રંગ વધામણાં પ્રભુ પાર્થને નામ”. નાની નાની ત્રણ કડીની આ રચના અભુત છે, ભક્તિના નિર્મળ ઉલ્લાસની પ્રેરનારી છે, અને ભાવક હૈયાંને ભક્તિના આનંદમાં તરબોળ કરી મૂકનારી છે. આપણે ત્યાં સ્નાત્ર કે પૂજા પૂર્ણ થયા બાદ આ રચના ઘણા ભાગે ગવાતી હોય છે. આમાં એક પંક્તિ આ પ્રમાણે આવે છે: “સાચી ભક્ત સાહિબા, રીઝો એક વેળા મને હમેશાં સવાલ થાય કે, આ “સાચી ભક્તિ' વળી શું હશે? ભક્તિ તો ભક્તિ જ હોય અને સાચી જ હોય, એને માટે “સાચી' શબ્દનો પ્રયોગ શા માટે કરવો પડે? શું ભક્તિના પણ બે પ્રકાર હશે? એટલે તે બીજા પ્રકારથી જુદી પાડવા માટે “સાચી' એવું વિશેષણ જોયું હશે? તો એ બીજો પ્રકાર કયો હોય? સ્વાભાવિક રીતે જ સમજાય કે “ખોટી ભક્તિથી બચવા અથવા જુદી પાડવા માટે જ અહીં “સાચી' એવું વિશેષણ અપાયું છે. અર્થાત્ ભક્તિ કાયમ સાચી જ હોય એવું નથી. ક્વચિત્ (કે પછી બહુલતાએ) એ ખોટી પણ હોઈ શકે. સાચી ભક્તિ થાય તો “સાહેબ” રીઝે જ, અને એ જો રીઝે તો આપણે એટલે કે ભક્તજન અહીં-સંસારની માયાજાળમાં અટવાય નહીં જ; એનું ભવભ્રમણ અવશ્યમેવ અટકી જાય. સાચી ભક્તિની આ એંધાણી છે, અને આ એનું પરિણામ પણ છે. આપણે હજીયે ભવની જંજાળમાં અટવાયા પડ્યા છીએ, અને એ જંજાળ જ આપણને અતિશય વ્હાલી લાગે છે. જંજાળ વ્હાલી લાગે છે એનો અર્થ એ કે હજી આપણને “સાહેબ” વહાલા નથી લાગ્યા. ઓછામાં ઓછું, જંજાળ જેટલા વ્હાલા તો નહીં જ. એનો મતલબ એટલો કે આપણા પર હજી “સાહેબ” રીઝયા નથી. અને એનું સીધું કારણ એક જ, આપણી ભક્તિમાં હજી સચ્ચાઈ આવી નથી, આપણી ભક્તિ કાચી છે, ખોટી છે. સાચી હોત તો આપણા દેદાર આવા ન હોત એ નક્કી. આપણને સ્નેહ પણ સાચો કરતાં આવડતું નથી, તો ભક્તિ સાચી શી રીતે આવડે? આપણા સ્નેહમાં પણ સ્વાર્થ ભર્યો હોય છે. લોલુપતા, લાલસા, અપેક્ષા, આસક્તિ જેવાં તત્ત્વો છલકાતાં હોય તેવા સ્નેહમાં ક્ષુલ્લક સ્વાર્થ સિવાય બીજું સંભવે પણ શું? સ્વાર્થ મુક્ત અને નિરપેક્ષ અને કેવળ કલ્યાણકામનાથી મહેક્તો સ્નેહ એ આ સંસારની, કલ્પવૃક્ષ જેવી, દુર્લભ પણ મહામૂલી જણસ છે. આવો Page #21 -------------------------------------------------------------------------- ________________ સ્નેહ કરી શકે તે જ સાચી ભક્તિ પણ કરી શકે. સ્નેહને સાચુકલો બનતાં રોકે બે વાનાં અપેક્ષા અને અભિમાન. ભક્તિને સાચુકલી બનતાં રોકે બે વાનાં વાસના અને ચંચળતા. વિડંબના તો એ છે કે આપણે સાચકલો સ્નેહ કરવાનું શીખ્યા નથી અને સામી વ્યક્તિ પાસેથી આપણને નિરપેક્ષ-સમર્પિત સ્નેહની અપેક્ષા હોય છે! એથીયે વધુ વિચિત્ર વાત એ છે કે આપણે આપણી કહેવાતી ભક્તિમાં સચ્ચાઈ ઉમેરી શકતા નથી, અને આપણી ગમે તેવી ભક્તિનો સ્વીકાર કરીને ‘સાહેબ આપણા પર રીઝે એવી આપણને આશા હોય છે! આ વિડંબનાઓ થકી બચી શકાય તેવો એક જ વિકલ્પ છે : સાચી સમજણ વિકસિત કરવાનો. સાચી સમજણનો ઉદય : સાચી વિડંબનાઓનો અંત : સાચી ભક્તિ અને સાચા સ્નેહનું દ્વારોદ્ઘાટન. આપણી ભક્તિમાં સચ્ચાઈનું શક્તિશાળી અને શક્તિવર્ધક રસાયણ ભેળવીએ. (ફાગણ-૨૦૬૨) ધર્મચિન્તન Page #22 -------------------------------------------------------------------------- ________________ જીવન કેટલું ક્ષણભંગુર છે અને કર્મનાં આક્રમણ કેવાં અણધાર્યા આવે છે, તેનો પ્રત્યક્ષ અનુભવ, થોડા દિવસ અગાઉના, મુંબઈમાં થયેલા રેલવે બોમ્બધડાકાની ખોફનાક ઘટના પરથી સમજાય છે. કેટલા બધા લોકો તે હોનારતમાં મર્યા છે. તેમનાં શરીરની કેવી ભયાનક દુર્દશા થઈ છે! કેટલા બધા લોકો તેમાં ઘાયલ થઈને પીડાગ્રસ્ત બની રહ્યા છે! આતંકવાદીઓએ તો ભારત દેશને છિન્નભિન્ન કરવાનું મિશન ચલાવ્યું છે, પરંતુ તેનો ભોગ આ નિર્દોષ નાગરિકો અને સેંકડો સાધર્મિકો બની ગયા! તે સૂચવે છે કે જીવન નાશવંત છે, અને કર્મના દારુણ વિપાક ગમે તેને ગમે ત્યારે ગમે ત્યાં સતાવી શકે છે. આવા પ્રસંગે સગાં અને સ્વજનોથી માંડીને સરકાર તથા પોલીસ સુધીની કોઈ જ સત્તા બચાવી શકતી નથી. કોઈ જ રક્ષક નથી, કોઈ જ સહારો કે આધાર નથી બનતું. આવે વખતે ચાલુ જીવનનો અંત તો નક્કી જ હોય છે, પણ સાથે સાથે આવતું જીવન પણ બગડી શકે તેની પૂરી શક્યતા હોય જ છે. આવી ક્ષણોમાં, જીવનનો અંત પણ સુધરી શકે, અને આવનારું જીવન - નવો ભવ – પણ સુધરે, સારો થાય, તે માટે જ્ઞાનીઓએ એક જ સાધન કહો કે આલંબન બતાવ્યું છેઃ “ધર્મ” નું. જો મનમાં અને જીવનમાં ધર્મ બરાબર વસ્યો હોય, સમજાયો તથા ગમ્યો હોય, તો આવી ક્ષણોમાં તે કોઈને કોઈ રીતે સાથે થઈ જ જાય છે. એ મરનારના મોતને અવશ્ય અજવાળે છે, એટલું જ નહિ, એ ભવાંતરમાં એની સાથે રહીને એને એવી યોનિ અને એવા જન્મ તરફ દોરી જાય છે કે જેથી તેનો આવતો ભવ પણ સુધરે છે. સાર એ કે જયાં પ્રત્યક્ષ દેખાતી કોઈ તાકાત કે હસ્તી આપણાં નાશવંત જીવનની રક્ષા કરવામાં નિષ્ફળ જાય, ત્યાં પરોક્ષ લાગતી ધર્મની શકિત આપણા મૃત્યુને પણ અને જન્મને પણ ઉજમાળ કરે છે. વળી, મુંબઈના એ માનવબંધુઓ સાથે એવું બન્યું, તેવું હવે કોઈની પણ સાથે, આપણી સાથે પણ, બની શકે છે. એ ટ્રેનોમાં આપણે નહોતા તે આપણાં સદ્ભાગ્ય; પણ આવી કોઈ ક્ષણે આપણે પણ એ બોમ્બનાં કે ગોળીઓનાં Page #23 -------------------------------------------------------------------------- ________________ નિશાન અવશ્ય બની શકીએ છીએ, એ નિઃશંક છે. જો એવું બનવાની પૂરી શક્યતા આ દેશ-કાળમાં હોય, તો આપણે શું કરવાનું? આપણું કર્તવ્ય એટલું જ કે આપણી પ્રત્યેક પળ ધર્મમય બનાવી મૂકીએ. મનમાં નવકાર, મુખમાં નવકાર અને પ્રત્યેક પ્રવૃત્તિમાં ધર્મમંગલ, આટલું આપણે જરાક પણ પ્રમાદ વિના કરવાનું છે. કોઈ ને કોઈ સ્વરૂપે “ધર્મ આપણી સાથે જ રહે, હોય, એવી કાળજીપૂર્વક જીવનનો એકેએક દિવસ અને પ્રત્યેક ક્ષણ જીવવા માંડીએ, તો મૃત્યુ કદી અપમૃત્યુ નહિ બને અને ગતિ કદીયે દુર્ગતિ નહિ બને. (શ્રાવણ-૨૦૬૨) ધર્મચિન્તના Page #24 -------------------------------------------------------------------------- ________________ ८ આપણા દેશ માટે આ વરસ હોનારતોનું અને આફતોનું વરસ છે. એક પછી એક આફત આવ્યે જ જ જાય છે! મુંબઈના રેલવે-બોમ્બ-વિસ્ફોટ તથા સુરત-ગુજરાતની જળહોનારત એ બે એટલી બધી ભીષણ, દારુણ અને જબરી મોટી આફતો થઈ કે તેની આગળ બીજી આવેલી અનેકવિધ આફતો સાવ નાની ભાસે. આ બંને આફતોએ હૈયાં હચમચાવી મૂક્યાં છે. એકમાં માનવસર્જિત આતંક હતો, તો બીજીમાં કુદરતનો કાળો કેર વર્તાતો હતો. વર્તમાનપત્રો તેમજ ટી.વી. મીડિયાના આધારે જ ચાલતી અને નિર્ણયો લેતી દુનિયા માટે થોડા દિવસની સનસનાટી અનુભવ્યા બાદ ભૂલી જવાની આ ઘટનાઓ ભલે હોય, પણ સંવેદનશીલ હૃદયો માટે તો આ બંને ઘટનાઓ ઉદાસી અને અસહાયતાની એક અમીટ છાપ હૈયાંમાં મૂકી જનારી ઘટનાઓ બની રહેશે. જાણનારા બરાબર જાણે છે કે, આતંકવાદ અને આતંકવાદીઓ એ બંને દેશના ભ્રષ્ટ, હીન અને સ્વાર્થી રાજકારણીઓનું સર્જન છે. દેશની નિર્દોષ જનતાનાં જાન અને માલનો વિનાશ થાય તેમાં તેમને જાણે કે કશું જ સ્પર્શતું નથી. તેમને તો તેમનું રાજકારણ, ખાયકી અને હીન કક્ષાનો સ્વાર્થ – એમાં જ સર્વસ્વ સમાઈ જાય છે. હિંસા, હિંસક કતલખાનાં, હિંસાજન્ય પદાર્થોનો વૈશ્વિક વ્યાપાર, એ આ રાષ્ટ્રનો જાણે કે અનિવાર્ય અને મૂળભૂત આધારસ્રોત બની ગયો છે. હવે હિંસાનું પ્રમાણ અને પ્રચાર એ હદે વધ્યા છે કે, હિંસાની વાતો, હિંસાનાં દશ્યો, અકારણ હિંસા, ધર્મના નામે હિંસા, આરોગ્યના બહાને હિંસા-આ બધું સાવ સામાન્ય બની ગયું છે. ‘આવું તો હોય હવે' એવો ભાવ સામાન્ય જનતા પણ હવે અનુભવવા માંડી છે. થોડા વખત અગાઉ ‘બર્ડ ફ્લૂ'ના નામે મચેલો હોબાળો યાદ હશે. એ વખતે કરોડો નિર્દોષ મરઘાંને ધરતીમાં જીવતેજીવ દાટી દેવાયેલાં, સળગાવી દેવાયેલાં, તે પણ સાંભરતું હશે. તે વખતે ભાગ્યે જ કોઈનાં હૈયાં કંપેલાં. બલ્કે, તે બધું સાવ સામાન્ય લાગેલું બધાને. ખરેખર તો એ ઘટના પણ એક ઘોર આફત હતી : માનવ દ્વારા કૃત્રિમ રીતે અને સાવ જૂઠી રીતે પેદા થયેલી આફત. એ આફતનો ભોગ બાપડાં નિર્દોષ એવાં મરઘાં બન્યાં હતાં. તે વખતે પણ સૂરતનો પૂર-વિનાશ એ એ Page #25 -------------------------------------------------------------------------- ________________ આફતનો જ એટલે કે મરઘાં-વિનાશનો જ કુદરતે આપેલો પ્રત્યાઘાત અથવા જવાબ હતો, એમ કોઈ કહે તો કેવું લાગે? ભણેલા પંડિતો (!) તરત કહેશે : આવી ધડમાથાં વિનાની અવૈજ્ઞાનિક વાતો કેમ કરો છો? બર્ડ ફ્લૂ-ઘટનાને અને પૂર-હોનારતને કોઈ જ સંબંધ નથી, કે નથી આવી કલ્પનાને કોઈ વૈજ્ઞાનિક આધાર! મને કહેવા દો કે, વૈજ્ઞાનિક આધાર ભલે ન હોય, પણ પ્રાકૃતિક આધાર તો અવશ્ય છે. પ્રકૃતિ અર્થાત્ કુદરત, અને તેનો સાર્વભૌમ કાયદો સમગ્ર સચરાચર જગત ઉપર સદા-સર્વદા વ્યાપેલો છે, પ્રવર્તમાન છે. પ્રકૃતિના કાયદાનો ઈન્કાર કરે તેને ‘વિજ્ઞાન’ કે ‘વૈજ્ઞાનિક’ ગણાવવું એ પણ એક તૂત છે, ભ્રમણા છે, અને છેતરપિંડી છે. જે વૈજ્ઞાનિક હોય તે પ્રાકૃતિક હોય જ. પ્રાકૃતિક ન હોય તે કોઈ રીતે વૈજ્ઞાનિક ન જ હોઈ શકે. અને પ્રકૃતિના વિજ્ઞાને અને કાનૂને પુરવાર કરી આપ્યું છે કે જેવો આઘાત તવો પ્રત્યાઘાત મળે જ. તમે કરોડો નિર્દોષ મૂંગા જીવોનો અકારણ સંહાર કર્યો, તો તેનું વળતર તમને આવી અઘટિત ગણાવાય તેવી ભયંકર હોનારતોના સ્વરૂપે મળવાનું જ. આમાં અતાર્કિક, અવૈજ્ઞાનિક, અપ્રાકૃતિક કશું જ નથી. આપણે બચવાનું છે, સીધી કે આડકતરી હિંસાથી. હિંસાની આવી કોઈ પણ ઘટના બને, જાણવા મળે, એ સાથે જ હૈયું કંપવું જોઈએ. હૈયે મૂંગી ચીસ ઊઠવી જ જોઈએ. એ જીવોને બચાવવાની પ્રાર્થના અને લાગણી જાગવી જ જોઈએ, અને ‘દુનિયાના કોઈપણ છેડે-ખૂણે ચાલતાં આ દુષ્કૃત્ય માટે હું પણ કોઈ રીતે જવાબદાર છું' એવી ભાવના સાથે ૫રમાત્મા પ્રત્યે તેમજ સર્વ જીવો પ્રત્યે ક્ષમા-યાચના કરવાનો ભાવ મનમાં પ્રગટાવવો જ જોઈએ. કુદરતી અને અકુદરતી હોનારતોમાં જાતને બચાવવાનો આ છે એકમાત્ર રામબાણ ઇલાજ. (ભાદરવો-૨૦૬૨) ધર્મચિન્તન Page #26 -------------------------------------------------------------------------- ________________ આજકાલ સર્વત્ર રોગચાળાનું અને અનેક જાતના ઉપદ્રવોનું સામ્રાજય ફેલાયું છે. બધા જ દુઃખગ્રસ્ત છે. બધા જ અશાંત છે. બધે જ ઉગ અને “કાલે શું થશે?' કે આવતીકાલ કેવી હશે?' તેની દહેશત છવાયેલ છે. તો અનુભવીઓ એવું કહે છે કે, આવનારા દિવસો, વીતેલા દિવસો કરતાં કપરા હશે. જાણકારો પણ આમાં સૂર પુરાવતા રહે છે. સહેજે સવાલ થાય કે આ દિવસો આપણા જેવા જશે? અથવા આપણું શું થશે? આનો એક જ જવાબ જડે છે, ધર્મ-આરાધનાનું બળ વધારો. તપ, જપ અને ધર્મકરણી જેમ જેમ વધારે થશે, તેમ તેમ આરાધનાનું બળ વધશે. અને આરાધનાના બળે જ ઉપદ્રવો અને દુઃખ-કષ્ટો શાંત થશે અથવા હળવાં પડશે. સંસારી જીવો પાસે જ્યારે બીજી કોઈ તાકાત કે બચાવ બચતાં નથી, ત્યારે ધર્મઆરાધના એ એક જ તાકાત એને બચાવી શકે તેમ છે. તેમાંય જો તપ-જપ સામૂહિકરૂપે કરવામાં આવે તો તેની અસર વાતારવણ પર બહુ ઘેરી અને બહુ વ્યાપક પડતી હોય છે. એ અસર આખા રાષ્ટ્રને, રાજ્યને, નગરને તેમજ સમાજને અનેકવિધ તકલીફો તથા પ્રકોપથી ઉગારી શકે છે. પ્રાર્થનાનું બળ પણ એટલું જ વધારવું જોઈએ. પરમ કરુણાવંત પરમાત્માને ઉદ્દેશીને સૌ એક જ પ્રાર્થના કરે કે આપની કરુણા સમગ્ર સૃષ્ટિ પર અનરાધાર અવિરત વરસાવો, અને સૌને સઘળાં સંક્ટોથી ઉગારો! શિવમસ્તુ સર્વજગતઃ ! ઘરે ઘરે, ઠેરઠેર બધા ભેગા થાય અને ઓછામાં ઓછી ૩૦ મિનિટ સાગમટેસામૂહિક પ્રાર્થના કરે, આરાધના કરે, ઓછામાં ઓછી સઘળા ભેગા મળી ૧ નવકારવાળી (૧૦૮ નવકારની) ગણે, અને શિવમસ્તુ ની પ્રાર્થના ત્રણવાર કરે. ઘરે ઘરે આ નિત્યક્રમ શરૂ થવો જોઈએ. ઉપાશ્રયોમાં પ્રતિક્રમણ પછી આ ક્રમ શરૂ થવો જોઈએ. આરાધના જ બચાવ છે, આરાધના જ સલામતી છે, અને આરાધના જ તરણોપાય છે. (આસો-૨૦૬૨) Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જૈનો ! સાવધાન જૈનશાસન એ આત્માનું શાસન છે. આત્માને પામવો એ આ શાસનનો લક્ષ્યાંક છે. પુદ્ગલ અને તેના પ્રત્યેની મમતા/આસકિતનો ક્રમિક ત્યાગ કરતાં રહીને છેવટે તેનો સર્વથા ત્યાગ કરવાની પ્રક્રિયા દ્વારા જ આ લક્ષ્યાંક સર થઈ શકે તેમ છે, એવી તાત્ત્વિક સમજણ એ આ શાસનની આરાધનાનો પાયો છે. આ શાસનના સાધકોને કોઈ દુન્યવી હેતુ કે લક્ષ્યાંકો સર કરવાના નથી હોતા. સત્તા, સંપત્તિ કે અધિકારોની પ્રાપ્તિ માટે કે પછી અનુયાયીઓની સંખ્યા વધારવા માટે આ શાસનની ઉપાસના નથી, એટલી આ શાસનના સામાન્યમાં સામાન્ય અથવા અબુધમાં અબુધ ભક્તને પણ ખબર છે અને સમજણ છે. જગતના દરેક ધર્મ અને સંપ્રદાયના લોકો પોતાના અધિકારો માટે લડે છે. પોતાની સત્તા તથા લાગવગ કે પહોંચ વધારવા માટે કટિબદ્ધ જોવા મળે છે. તો અમુક અમુક ધર્મો તો પોતાના અનુયાયીઓની સંખ્યા કેમ વધે, બીજા બધા ધર્મોને છોડીને પોતાના ધર્મમાં જ કેમ વધુ માણસો દાખલ થાય, તેની જ ફિરાકમાં હોય છે. પ્રલોભનો આપવા દ્વારા, છેતરપિંડી દ્વારા અને છેવટે ધાકધમકી કે બળજબરીથી અન્ય ધર્મવાળાઓને વટલાવવા અને પોતાના ધર્માનુયાયી બનાવવા, એ આવા લોકોનું મિશન અથવા લક્ષ્યાંક હોય છે. વાત પણ સાચી છે. જેમના ધર્મમાં આત્મા નામની ચીજનું કોઈ અસ્તિત્વ ન હોય, પરલોક અર્થાત્ મોક્ષ જેવી કોઈ સ્થિતિનો સ્વીકાર જ ન હોય, ફક્ત આ જનમમાં સત્તા, સંપત્તિ, સુખ અને સગવડ મેળવીને લહેર કરવામાં જ ધર્મનો ઉપયોગ હોય, ભોગ ભોગવવા અને બીજા જીવોના ભોગે સુખ ભોગવવું એ જ એવા ધર્મની ફળશ્રુતિ હોય, તેવો ધર્મ આવી હીન અને નકારાત્મક કે અમાનવીય પ્રવૃત્તિ ન કરે તો કરે પણ શું બિચારો ? ધર્મ ભૌતિક હેતુઓ માટે જ હોય' એવું ગણિત જૈન હોય એવી કોઈ વ્યક્તિના ગળે ઊતરે નહિ, એ નિશ્ચિત છે. પરંતુ આવા ભૌતિકવાદી ધર્મને માનનારાઓ હવે આપણા મોક્ષમાર્ગી ધર્મશાસન ઉપર હુમલો કરવાની તૈયારીમાં છે, એ વાત આત્માર્થી જનને ભારે ચિંતા પ્રેરે તેવી છે. ગરીબ, પછાત અને અબોધ માનવસમૂહોને વટલાવવાની પ્રવૃત્તિ તો દાયકાઓથી ચાલી જ રહી છે. ધર્મચિન્તન Page #28 -------------------------------------------------------------------------- ________________ એ પ્રત્યે આપણે લોકોએ, સમાજ અને સરકારોએ, સેવેલી ઉપેક્ષા હવે આપણને ભરખી જવા બેઠી છે. ગરીબ જનસમૂહોને પોતાના ધર્મના બનાવીને બધી રીતે જબરા' બની ગયેલાં આ તત્ત્વોએ હવે પોતાનો પંજો આપણા ધર્મ અને ધર્મીઓ તરફ પણ પ્રસારવા માંડ્યો છે. એમનાં પ્રયાસો અત્યંત સુધરેલા, વ્યવહારુ, અને ઉમદા લાગે તેવા હોય છે. એમણે પોતાની વિચારધારા સરકારી તંત્રમાં દાખલ કરવા માંડી છે. રાજકીય પક્ષોને તેનું વાહન બનાવ્યા છે. જુદા જુદા ધર્મો વચ્ચેના પારસ્પરિક કુસંપ અને કમળનો મહત્તમ ફાયદો તેઓ ઉઠાવે છે. ધીમે ધીમે તેઓ બીજાઓની વિચારસરણી બદલતા જાય છે, અને વૈચારિક રીતે તેમને નબળા પાડીને સંદેહશીલ બનાવીને પછી પોતાનું ઝેર પાથરતા જાય છે. “જૈન સમુદાયને લઘુમતી તરીકે જાહેર કરવો એવો વિચાર આવા જ કોઈ ભેદી તંત્ર દ્વારા જૈનોના આગેવાનોના દિમાગમાં તથા રાજકીય પક્ષોના નેતાઓના દિમાગમાં ઘુસાડાયો છે. ટૂંકા ગાળાના સ્વાર્થ ખાતર મથતા આ આગેવાનો અને નેતાઓ, અંદર અંદર લડતા રહે, એક ન થાય, તેવી પૂરી કાળજી લેવાતી હોય છે. આ ભેદી તંત્રની કરામત પણ જોવા જેવી છે. એક પક્ષને શીખવાડ્યું કે જૈનોને લઘુમતી ગણો.” આ થાય એટલે જૈનો વ્યાપક બહુમત હિન્દી સમાજથી વિખૂટો-આપોઆપ-પડી જાય. બીજા પક્ષને એવું ઠસાવ્યું કે “જૈનો તો હિન્દુ ધર્મનો એક પેટા-વિભાગ જ ગણાય, તેમનું સ્વતંત્ર ધર્મ-દર્શન ક્યાં છે? પેલા પક્ષે આ સ્વીકારીને જૈન ધર્મને હિન્દુ ધર્મનો સંપ્રદાય ગણાવવા માંડ્યો. પરિણામે જૈન અને હિન્દુઓ વચ્ચે તિરાડ પડવા માંડી. બેય વાતે બહુમતી સમાજમાં વિભાજન જ થાય, એટલે પેલા ભેદી લોકોને તો બેય ભાણે લાડવા જ! બંને પક્ષોને એકમેકથી ઉશ્કેરીને, વિખૂટા પાડીને, નબળા બનાવીને, એમને તો પોતાનો જ સ્વાર્થ પોષવાનો છે. હિન્દુ સમાજ નબળો પડે, તૂટે એટલે તેના સંદિગ્ધ લોકોને પોતાના ધર્મ તરફ આકર્ષતા જાય. બૌધ્ધિકોને ધાર્મિક કુસંપની દુહાઈ દઈને, તો ગરીબ-લાચાર જનોને લોભલાલચ આપીને, ધર્માતરણ કરાવતાં જાય. અને હિન્દુ પ્રજાને લઘુમતીમાં પલટી નાખીને પોતાના જ રાજ્યમાં - રાષ્ટ્રમાં તેને નિરાશ્રિત, લાચાર અને કોઈકની દયા પર નભનારી પ્રજા તરીકે જીવતી કરી દેવાય. Page #29 -------------------------------------------------------------------------- ________________ આપણે ચેતવું જ પડે. નાનામાં નાના જૈન બંધુનું પણ હવે આપણે ધ્યાન રાખવું જ પડે, બે ઉછામણી ઓછી થશે તો ચાલશે, પણ પૈસાના વાંકે બે શ્રાવક વિધર્મમાં જતાં રહેશે, તે નહિ ચાલે. ઉછામણીના પૈસા આ શ્રાવકોની ધર્મરક્ષા ખાતર ભલે વપરાતા. આવી માનસિકતા કે વિચારધારા નહિ કેળવીએ તો હવે જૈનો પર આવનારા હુમલા સામે ટકવાનું બહુ મુશ્કેલ પડશે તે નક્કી છે. હાલમાં જ પરદેશના કોઈ કેથોલિક ખ્રિસ્તી ચર્ચે તેની વેબસાઈટ પર જાહેર કર્યું છે તેમાં “જૈન અને જૈન ધર્મની વ્યાખ્યા તથા સમજણ આપી છે, જેનોની પ્રાંતવાર વસતી ગણાવી છે. અને જૈનને કેવી રીતે વટલાવવો તેનું માર્ગદર્શન આપીને, કર્ણાટકમાં કોઈ વિધવા જૈન સ્ત્રી તથા તેના પુત્રને કેવી રીતે ખ્રિસ્તી બનાવેલ છે તેનો દાખલો પણ ટાંક્યો છે. જૈનો ! સાવધાન ! એકવીસમી બદી આવી રહી છે! (કાર્તક-૨૦૬૩) 5 હમશિનન 2 | Page #30 -------------------------------------------------------------------------- ________________ જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ અનુભવ વધતો જાય છે. આ અનુભવ એક વાત શીખવે છે કે જે કરવાથી અહં અને મમત્વ અને એષણા વધતાં હોય તેને કદાપિ “ધર્મ ગણાય નહિ. ધર્મ ક્યારેક ક્રિયારૂપ હોય, કદીક જ્ઞાન રૂપે હોય કે ક્વચિત્ તપ-સ્વરૂપે હોય. કોઈપણ પ્રકારની આ ધર્મકરણી કરવાથી જો અહંકાર વધતો હોય, મમત્વ પોષાતું હોય અને ઇચ્છાઓ જો વકરતી હોય તો તે ક્રિયા, જ્ઞાન કે તપ, ધર્મ' તરીકે લોકરૂઢિએ ગવાતાં હોવા છતાં, “ધર્મ' ગણાતાં કે બનતાં નથી. શાસ્ત્રોએ તો આ વાત વારંવાર, ઠેરઠેર, ગાઈ વગાડીને કરી છે. પરંતુ આ વાત જ્યાં સુધી આપણાં વ્યક્તિગત અનુભવનો વિષય ન બને, ત્યાં સુધી આપણા ચિત્તમાં પરિણમતી નથી, અને તેથી તેનું રહસ્ય સમજાતું નથી. અને તેથી જ તે વાતો બીજાને સંભળાવવા પૂરતી કે બીજા ઉપર છાકો પાડવા માટે કામની બની રહે છે. પણ પોતાની સમજણનો ઉઘાડ કરવામાં તે સહાયભૂત થતી નથી. ધર્મ એ એક એવું અદ્ભુત તત્ત્વ છે, જે આપણી સમજણદશાનો ઉઘાડ કરી આપવામાં બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. વસ્તુતઃ તો જેના થકી સમજણદશા ઉઘડે તેનું જ નામ ધર્મ છે. આવો ધર્મ એ માત્ર જાણવાનો કે કરી બતાવવાનો વિષય નથી રહેતો પરંતુ સમજવાનો તથા અનુભવવાનો વિષય બને છે. ધર્મતત્ત્વનો આવો અનુભવ, મનુષ્યને નમ્ર, હળવો, સરલ અને અનાગ્રહી બનાવે છે. રોજિંદા - સામાન્ય વ્યવહારમાં કે પછી કોઈક ખાસ બાબતમાં પણ, પછી, તે વ્યક્તિ પોતાની માન્યતા, સમજણ, જિદ્દ કે આગ્રહને વળગી નથી રહેતી. તેનાથી સાવ વિપરીત બને તો પણ શાંતભાવે તેનો સ્વીકાર તે કરી શકે છે. ધૈર્ય ન શીખવે તે ધર્મ શાનો? અધીરા અને હઠીલા બનાવે તેને ધર્મ કેમ ગણાય? એ વ્યક્તિમાં વિકસેલી કે વિકસતી સમજણ, તેને ઈર્ષ્યા અને દુર્ભાવની ચુંગાલમાંથી મૂકાવે છે. તેને પોતાના સ્વભાવગત તથા વર્તનમાં ડોકિયાં કરતી આછકલાઈ, છીછરાઈ, અને તોછડાઈનું પછી ભાન થવા લાગે છે, અને તે તેને ડંખવા પણ માંડે છે. સમજણનો વિકાસ સ્વભાવમાં, પદ્ધતિમાં તથા પ્રવૃત્તિમાં, પરિવર્તન આણે જ આણે. પોતાની ક્ષુદ્રતાનું પોતાને ભાન પ્રેરે તેનું જ નામ સમજણ. Page #31 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છાઓ બે રીતે ઘટે : શારીરિક લાચારી વધે તેથી મનમાં ઊગતી દરેક ઇચ્છાને પૂરી કરવાની શક્યતા ન રહે, તે કારણે ઇચ્છાઓને દબાવી રાખવી પડે તે એક પ્રકાર. અને બીજો પ્રકાર એ કે ધર્મનો અનુભવ થતો જાય તેમ સમજણ વિકસતી જવાથી ઇચ્છાઓની અસારતા કે અયોગ્યતા સમજાતી જાય, દરેક ઈચ્છા પૂરી કરવાનો આગ્રહ ઘટતો જાય, અને તે રીતે ઈચ્છાઓ આપમેળે ઓગળતી જાય. | વિવેકી મનુષ્ય તેનું નામ કે જે ઉપરના બન્ને પ્રકારોને સમજતો હોય અને પોતાની ઇચ્છા શા કારણે ઘટી છે તેની સ્પષ્ટ સમજ તેના મનમાં વર્તતી હોય. ઇચ્છા ઘટે, તો જ મમત્વ તૂટે. મમત્વ ઓગળે, તો જ અહંકાર ઓછો થાય. અને આ ત્રણે વાનાંનો હ્રાસ થવો તે જ ધર્મસાધના છે. ચિત્ત આટલી સાદી સમજણને હવે ઝંખે છે. આવી સાધના હવે જો ગમી જાય, ચિત્તમાં જામી જાય, તો આ ક્ષણભંગુર જીવન પણ સાર્થક અને સંતૃપ્ત બની જાય. તે દિન ક્યારે આવશે? (પોષ-૨૦૧૩) ધર્મચિન્તના ? Page #32 -------------------------------------------------------------------------- ________________ આપણા સંસારમાં આપણી ધારણા કે ગણતરી પ્રમાણે કેટલું બને છે! જરા શાંત ચિત્તે તપાસવા જેવી બાબત છે. જવા અમુક જગ્યાએ નીકળ્યા હોઈએ અને જવું બીજે જ પડે. લેવા કાંઈક નીકળ્યા હોઈએ, અને કાંઈક બીજું જ લઈને આવવું પડે અથવા પેલું મળે જ નહિ. ગમતું કાંઈ હોય અને આપણી નજર સામે જ તેને છોડવું પડે અને ન ગમતું હોય તેનો સ્વીકાર કરવો પડે. ગમતું મળશે જ નહિ તેની પાકી-પૂરી ખાતરી હોય અને ઓચિંતું જ તે જ આવી મળે. અમુક વ્યક્તિએ કે ઘરના સભ્યોએ મારી ઇચ્છા મુજબ - આમ જ – વર્તવું જોઈએ એવા આગ્રહમાં તે વટમાં આપણે રાચતા રહીએ અને તે જ લોકો તેનાથી સાવ વિપરીત કે જૂદું વર્તન કરે. આપણું ગમતું ન થાય અને ન ગમતું થાય જ. - આવા પ્રસંગો આપણા જીવનમાં, ખરેખર તો આપણા રોજિંદા વ્યવહારમાં, કેટલા આવે? કેટલીવાર આવે? - ટૂંકમાં, ઇચ્છીએ તે ન થાય, ન મળે, અને ન ઇચ્છીએ તે જ થાય, તે જ મળે! આ છે આપણી જિંદગી. આપણા જીવનની ઘટમાળ. સવાલ એ થાય છે કે, આ ઘટમાળ આપણને જચે છે ખરી? આ ઘટમાળના પ્રતાપે રાત દહાડો ઉગ કે સંતાપ કે ક્લેશ જ જીવતાં હોઈએ એવું તો નથી બનતું ને? તપાસનો મુદ્દો આ છે. ધાર્યું ન થવું અને અણધાર્યું થવું, તેનું નામ જ “જીવન” છે. આવા જીવનમાં, ડગલે ને પગલે અણધાર્યું થતું રહે ત્યારે, ઉદ્વેગ અને ક્લેશ ન આવે, ન થાય, એવું તો કેમ બને? વસ્તુતઃ ઉગ જ વધારે થાય છે. આ ઉદ્વેગ કે ક્લેશ – એ જિંદગી જીવવાની મજા મારી નાખે છે. જીવનની રોનક (ચાર્મ) જાણે કે એને કારણે નષ્ટ થઈ જતી જણાય છે. આ મજા, આ રોનક પાછી આવે, અથવા જાય જ નહિ, તે માટે શું કરવું? એવું શું કરીએ કે જેથી જીવનની મજા ટકી રહે, અને જોખમાય જ નહિ? આનો જવાબ, બહુ બહુ વર્ષોના મંથન અને અઢળક અનુભવોને પરિણામે, એટલો જ જડે છે કે, “પ્રત્યેક પરિસ્થિતિનો સ્વીકાર કરતાં શીખી જાવ, ઉગ નહિ આવે - કદીય.' સ્વીકાર એટલે પોતાની ઇચ્છા કે અનિચ્છાને ગૌણ બનાવવી. સ્વીકાર એટલે પોતાના આગ્રહોને હળવા-શાંત પાડવા અને પોતાની માન્યતા કે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ધારણાઓની ઉપેક્ષા કરતાં શીખવું. સ્વીકાર એટલે ગમે તેવું અણગમતું બને તો પણ અકળાવું નહિ, આઘાત ન અનુભવવો કે મનમાં ઓછું ન લાવવું. સ્વીકારમાં નિરાશાવાદ નથી, પણ ધીરજ અને સહનશીલતાની કસોટી છે. સ્વીકાર એ ભય કે ભાગેડુ વૃત્તિ-પલાયનવાદ નથી, પણ આપણી ખમી ખાવાની તથા જતું કરવાની ક્ષમતાની પરીક્ષા છે. સ્વીકારમાં કાયરતા નહિ, ઉદારતા હોય છે. અસ્વીકાર ઉગ જન્માવે, સ્વીકાર પ્રસન્નતાને ટકાવે. | સ્વીકારનાં સૂત્રો કંઈક આવાં હોય : ૧. જે થાય તે સારા માટે. ૨. કુદરતને જેમ મંજૂર હોય તેમ જ બને છે. ૩. શ્રીજ્ઞાની ભગવંતોએ દીઠા ભાવો જ બને છે. ૪. “જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે.' ૫. યોગ્યતાથી અધિક કોઈને મળતું નથી, સમય પાક્યા પહેલાં કશું મળતું નથી; ભાગ્યથી અધિક કાંઈ મળતું કે બનતું નથી. ૬. હાથમાંથી લઈ જાય, ભાગ્યમાંથી કોઈ નહિ લઈ શકે. ૭. કર્મ, કાળ અને કુદરત જે સ્થિતિમાં મૂકે તેમાં આનંદ માનવો તેનું નામ જ જિંદગી, તેમાં ઉદ્વેગ થાય તે મૃત્યુ. કેટલાં હૃદયસ્પર્શી અને અર્થસભર છે આ સૂત્રો! એક એક સૂત્ર પર એક એક પત્ર કે પ્રવચન કરી શકાય. આ સૂત્રોને ખૂબ ખૂબ વાગોળવાનાં છે, તેના અર્થમાં ઊંડા ઊતરવાનું છે. તો જ “સ્વીકાર'નો મહિમા સમજાશે. ન ગમતું કે અણધાર્યું બને તો “જે થાય તે સારા માટે. કોઈ આપણું કે પોતાનું અહિત થાય તેવું વર્તે તો, જો તેને તેમ કરતાં રોકી શકાય તેમ ન હોય તો, તેના કલ્યાણની પ્રાર્થના સાચા હૃદયથી કરવી, અને તેની કરણી કે કાર્યવાહીનાં જે પણ માઠાં ફળ આવે તે સ્વસ્થ અને શાંત ભાવે સહન કરવા જેટલી ત્રેવડ કેળવવી, પરંતુ તેનું ખરાબ થાય તેવું કશું જ ન કરવું. જૈન મુનિઓ વર્તમાન જોગ અથવા ક્ષેત્રસ્પર્શના' જેવા શબ્દો પ્રયોજે છે, ત્યારે તેમાં આ જ - સ્વીકારનો જ ભાવ પડઘાતો હોય છે, તે પણ આ દિશામાં ચિંતન કરવાથી હવે સમજી શકાશે. સ્વીકાર એટલે ઉદ્ધગનો ઈન્કાર - એ આપણું જીવનસૂત્ર હો! (ફાગણ-૨૦૬૩). ધર્મચિન્તન Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વિહાર દરમિયાન જ વરસાદ પડ્યો. તેને લીધે જમીનમાં પાણી ભરાતાં અસંખ્ય ત્રસ જીવો બહાર ઉભરાઈ આવ્યાં. અસંખ્ય સંમૂર્છિમ જંતુઓ ઉત્પન્ન પણ થયાં. બધાં જ જીવો રોડ પર ! વાહનો વગેરેને કારણે બધાં કચડાઇ મરે. આ સ્થિતિમાં રોડ પર ચાલવું, અતિમુશ્કેલ બને. ઈર્યાસમિતિનું અને જયણાનું પાલન કરવું જ પડે. અન્યથા જીવોની જબર વિરાધના થાય. એ દિવસે પગ જોઈ જોઈને અને સંભાળપૂર્વક મૂકતો હતો, ત્યારે અચાનક મનમાં એક સવાલ જાગ્યો : આ જીવોને હું બચાવીશ, પગ તળે નહિ દબાવું, તેથી તે જીવો શું બચી જ જશે? બીજા કોઈના પગ નીચે કે વાહન તળે તે નહિ કચરાય? વળી, હું એને નહિ કચડું, તેથી તેને કોઈ લાભ થવાનો ? તેના ભવ ઘટશે, તેની આવરદા મોટી થશે? આવું કાંઈ થવાનું ખરું? ચિંતન ચાલ્યું. જવાબ પણ જડ્યોઃ મારે જયણા પાળવાની છે, તે જીવને બચાવવાનો છે, કચડવાનો નથી. તેના લીધે તે જીવને કોઈ ફાયદો થાય છે કે નહિ, તે મારે જોવાનું નથી. મારે તો બે જ બાબત ધ્યાનમાં લેવાની છે : ૧. મારા લીધે તે ન મરે, હું તેને મારું નહિ, પણ બચાવું. ૨. તેને બચાવવામાં ખરેખર તો મારો જ બચાવ થાય છે. તેના સ્થૂળ જીવનની રક્ષા કરવાનો મારો અધ્યવસાય, મારા ભાવાત્મક જીવનની રક્ષા કરે છે! મારા ચિત્તના શુભ પરિણામોને મરતાં-નષ્ટ થતાં તે જયણાપાલન અટકાવી દે છે અને મારા હાથે નહિ મરેલો તે જીવ, પછીથી ભલે કોઈકના લીધે મરણ પામે, પણ તે છતાં, મારા શુભ પરિણામ તો બચી જ જવાના અને એ રીતે મારો બચાવ તો કાયમી - ચિરકાલીન થઈ જવાનો. ચિંતનનો દોર પછી તો બહુ લંબાયો. જૈન મુનિનું મને મળેલું પદ એ ક્ષણે સાંભર્યું. જૈન મુનિપદ એટલે જીવંત જયણા. જૈન મુનિની એક એક ક્રિયા અને ચેષ્ટા તથા પ્રવૃત્તિ, બીજા જીવોની રક્ષા માટે જ હોય. બીજા જીવનને હાનિ પહોંચે એવી એક પણ કાર્યવાહી જૈન મુનિ દ્વારા ન થાય, ન થવી જોઈએ. જૈન મુનિ પોતાના માટે ન જીવે, બીજાને જીવવા દેવા ખાતર પણ ન જીવે. જૈન મુનિ જીવે તો અન્યને બચાવવા માટે જીવે, અન્યને જીવાડવા માટે જીવે, અન્યને જીવાડે અને જીવે. Page #35 -------------------------------------------------------------------------- ________________ આપણે ત્યાં પેલું સૂત્ર ભલે પ્રચલિત બન્યું: “જીવો અને જીવવા દો.' પણ એ સૂત્ર અધૂરું છે. બરાબર નથી. જૈન માર્ગનું સૂત્ર આવું હોય, “જીવો અને જીવાડો'. “જીવાડવા માટે અથવા બચાવવા માટે જીવો.” કારણ કે બીજાને બચાવવામાં જ પોતાનો બચાવ હોય છે બીજાના સ્થૂલ જગતની રક્ષા એટલે પોતાના ભાવજગતની રક્ષા. આ તત્ત્વ જેને સમજાય અને જેના આચરણમાં આવે, તે જૈન મુનિ. કદાચ આજ કારણે આપણાં શાસ્ત્રકારે ફરમાવેલું કે મુનિની પ્રવૃત્તિ પરહિતકારી અને તેથી નિજનો કર્મક્ષય કરનારી જ હોય. અર્થાત મુનિ જે કરે, તેનાથી તેનાં કર્મો ખપે, અને અન્યનું હિત થાય જ. આટલું ચિંતન થતાં થતાં તો બત્રીસે કોઠે દીવા થઈ ગયા. જૈન મુનિપદ પ્રત્યેનો અહોભાવ હૈયે ઝળહળી ઊઠ્યો. આવું અદ્ભુત મુનિપદ મને મળ્યું છે, આવા મુનિપદનું વિધાન કરનારું પ્રભુશાસન મને મળ્યું છે, તે વાત યાદ આવતાં જ જીવ આનંદના રમણે ચડી ગયો. કેવું અદ્ભુત આ પદ ! કેવું ઉપકારી આ શાસન! આ શાસનની બીજી કોઈ જ વાત યાદ ન રહે કે વિશિષ્ટ ન લાગે તો તે ભલે બને. પણ આવા મુનિ પદ દ્વારા જગતના સર્વ જીવોનું ભલું કરવાની તેની આ વિલક્ષણ પ્રક્રિયાને તો પદે પદ સંભારવી જ પડે, વિસરી શકાય જ નહિ; એવી આ તેની અનન્ય અને અમૂલ્ય દેણ છે. અંતમાં ફરી એકવાર પેલું સૂત્ર પાકું કરી લઈએ, “જીવાડો અને જીવો.” અને “જીવાડવા માટે જીવો.” “બચાવવા માટે જીવો.' પોતાને માટે અને પોતે જેને પોતાનાં માની લીધાં છે તેના માટે તો ઝાડ, જાનવરો, પંખીઓ અને દુનિયા આખી જીવે છે. પણ વ્યવહારની રીતે જે પોતાનાં નથી હોતાં, નથી લાગતાં, તેવા નાનાં મોટાં સઘળાં જીવોને માટે જીવવું, જીવવાની કોશિષ કરવી, એમાં જ સાચું જૈનત્વ છે, એ વાત બધાએ ખાસ યાદ રાખવાની છે. અસ્તુ. (દ્ધિ.જેઠ-૨૦૬૩) ધર્મચિન્તન Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ધર્મ અને તેની વિવિધ આરાધનાનું સામાન્ય લક્ષ્ય એક જ હોય છે. મનને સ્વચ્છ કરવાનું. ઘણી ઘણી ધર્મ આરાધનાઓ કરીએ છતાં મન હજી ચોખ્ખું નથી થતું, તો તેમાં દોષ કોનો? ધર્મનો? - ના. આરાધનાનો? - ના. ક્રિયાનો? - ના. દોષ આપણો જ; આપણે ધર્મ અને ધર્મક્રિયાઓ કરવા છતાં તેમાં મનને પરોવ્યું નહિ, મન વગર જ એ બધું કર્યું, તેથી જ મન હજી ચોખું થયું નથી, થતું નથી. ધર્મ કરવાનો છે, મનમાં વર્તતી મલિનતાઓને પખાળવા માટે. મલિન મન જેનાથી ઊજળું થાય તે જ છે ધર્મ, ધર્મ કરવા છતાં આપણું મન મલિનતાથી છૂટતું ન હોય તો આપણે આપણા મનની જ ખણખોદ કરવી જ પડે. આવી ખણખોદ જેને ગમે, પોતાની મલિન વાતોને સમજી – ઓળખી શકે તેમ જ તેને દૂર કરવાની તમન્ના જેને જાગે, તેનું નામ ધર્મી જીવ. આપણા મનનું ખોદકામ કરીએ તો તેમાં ઓછામાં ઓછી ત્રણ જાતની મલિનતા નજરે પડે છે. ૧. અપેક્ષા, ૨. અભિમાન, ૩. અદેખાઈ. અપેક્ષાનાં અનેક રૂપો છે: એષણા, લાલસા, તૃષ્ણા, વાસના, લાલચ, ગરજ, સ્વાર્થ વગેરે. વસ્તુની ઇચ્છા ક્યારેક થાય. ક્વચિત વ્યક્તિની ઇચ્છા થાય. કદીક આપણું ગમતું અથવા ધારેલું થાય તેવી પણ આકાંક્ષા પ્રવર્તે. આ બધું જ અપેક્ષા' છે. આ અપેક્ષાને કારણે પુદ્ગલનો રાગ પ્રબળ બને છે, તેને કારણે ઘણાં રાગ-દ્વેષના વમળો જીવનમાં પેદા થાય છે; અને તેને લીધે અનેક ગંદાં કાર્યો આપણે કરતાં જ રહીએ છીએ. જેનું પરિણામ ઉદ્વેગ અને ખેદ સિવાય કશું જ નથી હોતું. કર્મબંધન તે તો ખરું જ. અપેક્ષા પાપમાં પરોવે છે. અપેક્ષા આનંદને નષ્ટ કરે છે. અપેક્ષાને કારણે રૂડા સંબંધો પણ તૂટે છે. અપેક્ષા હલકા-હીણા જનોની લાચારી કરાવે છે. ટૂંકમાં, અપેક્ષા દરેક પ્રકારનાં દુઃખોની જનેતા બની રહે છે. બીજી મલિનતાનું નામ છે અભિમાન. “હું કાંઈક છું આવું, અને “મારી પાસે કાંઈક ખાસ છે' આવું અભિમાન આપણને સદાય કનડતું હોય છે. ખાસ દેખાવાની અને બીજા ઉપર પ્રભાવ પાડવાની વૃત્તિને લીધે પેદા થતું આ અભિમાન આપણને તુચ્છ પણ બનાવે છે, તોછડા પણ બનાવે છે. પોતાની જાતે જ હલકા થવાની જોગવાઈ આ અભિમાન પૂરી પાડે છે. આ અભિમાન જ આપણને Page #37 -------------------------------------------------------------------------- ________________ આપણા જ માણસોથી વિખૂટા પાડી દે છે. આપણા દ્વારા કોઈનું ખરાબ કરવાની ભૂમિકા પણ એ પૂરી પાડે છે. ક્રોધ, અસત્ય, પ્રપંચ અને દ્વેષ જેવાં મલિન તત્ત્વોનું ઉદ્ભવસ્થાન પણ આ અભિમાન જ હોય છે. સંબંધોમાં કડવાશ અને પછી વિચ્છેદ એ આનું ભયાનક પરિણામ છે. અદેખાઈ એ ત્રીજી મલિનતા છે - ચિત્તની, બીજાની ઉન્નતિ કે પ્રગતિ જોવાની અશક્તિ એટલે અદેખાઈ. આવી વ્યક્તિ કોઈનું સારું ન જોઈ શકે, ન ખમી શકે. એને અન્યની સારામાં પણ બૂરાઈ જ શોધવી ગમશે. કોઈનું સારું થાય કે બોલાય તો તેના પેટમાં તેલ જ રેડાવાનું. સરવાળે આવો માણસ બધી રીતે સુખી હોય તોય તે અત્યંત દુઃખી જ હોવાનો બીજાના સુખથી દુઃખી ! આપણે, મારે ને તમારે સૌએ, તપાસ કરવાની છે કે આપણા ચિત્તમાં આ ત્રણ મલિનતાઓ છે કે કેમ? છે તો તેની માત્રા કેટલી છે? પોતાને બરબાદ કરે અને બીજાને કષ્ટ આપે એ હદે તો એ મલિનતાઓ વકરી કે વકરતી નથી ને? આપણી તમામ ધર્મકરણી આ મલિનતાઓને નાબૂદ કરવાનું સરસ સાધન બની રહે તે રીતે કરવાનો હવે નિર્ધાર કરીશું? (શ્રાવણ-૨૦૬૩) ધર્મચિન્તના Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૫ થોડા દિવસ અગાઉ અમે અક્ષરધામ - ગાંધીનગરની મુલાકાતે જઈ આવ્યા પોતાના ગુરુ પ્રત્યે સમર્પિત શિષ્યોની ભક્તિ અને સમર્પણ કેવાં હોય, અને તેના પરિણામે કેવાં અદૂભૂત સર્જન અને આયોજન થઈ શકે, તેની પ્રત્યક્ષ પ્રતીતિ આ મંદિર - સંકુલને નીરખ્યા પછી થઈ. મનમાં એક જ વાત ઊગી. ગુરુની કૃપા અને શિષ્યનું સમર્પણ – એ બે વાનાં ભેગાં મળે તો ધારેલાં જ નહિ, પણ અણધાર્યા પણ રૂડાં ફળ નીપજી આવે. સમર્પિત શિષ્ય સાંપડવા એ બધા ગુરુના નસીબમાં નથી હોતા. પોતાની ઇચ્છા અને પોતાના અભિપ્રાય - બન્નેને ગુરુચરણમાં વિસર્જિત કરી દે, પોતાના વ્યક્તિત્વ તથા ઓળખને ગુરુમાં ઓગાળી મૂકે, પોતાના સમગ્ર અસ્તિત્વને ગુરુના અસ્તિત્વમાં વિલીન કરી વાળે. આવા શિષ્ય ક્વચિત્ જ અને કોઈકને જ સાંપડતા હોય છે. ગુરુ તો પાત્ર-અપાત્ર જોયા વિના, સમાનભાવે – સમભાવે, શિષ્યનું કલ્યાણ વાંછતા અને કરતા જ રહે; પણ એને ઝીલવા માટેની પાત્રતા કહો કે સજ્જતા, બહુ જ જૂજ મનુષ્યોમાં હોય છે. “મને સમર્પિત શિષ્યો મળો' એવી લાલસા ગુરુમાં ન હોય તે સમજી શકાય, પરંતુ “હું ગુરુની કૃપાનો પાત્ર બને એવી અભિલાષા શિષ્ય થનાર મનુષ્યમાં ન જાગે, એ જરા અટપટું લાગે, સમજી ન શકાય. મોટા ભાગના શિષ્ય થનારા, ગુરુને ચરણે સમર્પિત થવાનું શીખવાના બદલે, ગુરુના દોષ જોવામાં અને ગાવામાં વ્યસ્ત રહેતા જોવા મળે છે. ગુરુ કહે કે ઇચ્છે તેમ કરવાને બદલે તેઓ કરે તેમ કરવાની રીત કેળવીને, અકાળે જ, ગુરુસમોવડિયા થઈને અને ગુરુને ઉલ્લંઘીને વર્તતા જોવા મળે છે. આમાં ચંચળતા, ક્ષુદ્રતા અને સ્વચ્છંદતાને બળ મળે છે. સમર્પણ આવતું નથી. તેથી શિષ્ય કહેવાવા છતાં શિષ્યત્વ આવતું નથી. શિષ્યત્વ વિના સંયમ વિફલ બની રહે છે. ફલતઃ ગુરુની અહેતુકી કૃપાથી તેવા જીવ હમેશાં માટે વંચિત રહી જાય છે. શેષ રહે છે સોદાબાજી અને વ્યવહાર. શિષ્ય ગુરુનું કામ (ભક્તિ નહિ) કરે, અને ગુરુ તેને યથોચિત સાચવે. પાત્રતા અનુસાર જ મળે અને ફળે. અક્ષરધામ એ શિષ્યવૃંદના સમર્પણની અને ગુરુની અસીમ કૃપાની ગાથાનું સર્જન છે. તેની મુલાકાત નિમિત્તે ચિત્તમાં જાગેલાં સ્પંદનો તમને પણ વહેંચી દીધાં. આપણા હૃદયમાં પણ આવું અનન્ય સમર્પણ પ્રગટો ! (માગશર-૨૦૬૪) Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬ ગયા પત્રમાં ગુરુની કૃપા અને શિષ્યના સમર્પણ વિષે લખેલું, તે કેટલીક વ્યક્તિઓને બહુ જ રુચિકર બનેલું, એમ તેમના દ્વારા મળેલા પ્રતિભાવથી જાણવા મળ્યું હતું. એવા અમુક પ્રતિભાવે મને પણ વિચાર કરતો કરી મૂક્યો છે. મનમાં થાય છે કે આપણામાં “શિષ્ય' તરીકેની લાયકાત છે ખરી? અને એની સાથે સાથે એવું પણ થાય છે કે કેટલી ક્ષમતા હોય તો માણસ “ગુરુપદને માટે લાયક બને? આ સવાલો જેટલા આકરા લાગે છે, તેટલા જ તેના જવાબો કઠિન પણ છે, અને મજાના પણ. ગુરુ” શબ્દના સામાન્ય રીતે બે અર્થ થાય છે ગુરુ એટલે ગૌરવવંત, ગુરુ એટલે ભારે. નિઃસ્પૃહી, વત્સલ, ગુણિયલ અને સન્નિષ્ઠ પુરુષ હોય તેને પહેલો અર્થ લાગુ પડે. એથી ઊલટી વ્યક્તિને બીજો અર્થ બંધબેસતો આવે. શિષ્ય પર અહેતુક – કશા જ બદલા કે વળતરની અપેક્ષા રાખ્યા વિના – અને માત્ર તેના હિતની ખેવનાથી જ પ્રેમ વરસાવે અને અવસરે કઠોર વલણ પણ અપનાવે તેવો પુરુષ “ગુરુપદ માટે પૂરતો લાયક ગણાય. શિષ્યને મર્યાદાનું પાલન ઝટ નથી ગમતું હોતું. જરા જરામાં વંકાય પણ ખરો, અને જરાક અમથું આવડી જાય તો તેનો ફુગ્ગો ફૂલે અને ક્વચિત્ ફાટે પણ ખરો. ગુરુનું કામ આવે સમયે, સામેના પાત્રની ભૂમિકા પ્રમાણે, કઠોર થયા વિના કે થઈને, તેવા શિષ્યને ઠેકાણે લાવવાનું હોય છે. હૈયે હિતની જ માત્ર કલ્પના હોય, અને તેની પાછળ વાત્સલ્યનો અતાગ દરિયો ઘૂઘવતો હોય; કઠોર થવા જતાં હૈયે કાળી બળતરા પણ થતી હોય, છતાં પોતાની જવાબદારી કે ફરજ અદા કરવામાં દઢ રહી જાણે, તે “ગુરુ” પદ માટે સુયોગ્ય ઠરે. આમ કરવા જતાં ઘણીવાર નિષ્ફળતા પણ સાંપડે. શિષ્ય હુંપદ કે અવિવેક ન પણ છોડે, અને પોતાના અહિતકારી – અવિચારી વર્તન પર અડ્યો જ રહે એવું પણ બને. આવે વખતે પણ ધીરજ ન હારે, હિતકામનામાં પીછેહઠ ન કરે, અંતરની કરુણા વહાવતા જ રહે, તેનું નામ ગુરુઃ ગૌરવવંતો સત્પરુષ. ઘણા લોકો આથી ઊલટા હોય છે. પેલાનું જે થવું હોય તે ભલે થતું. એને બગડવું હોય તો ભલેને બગડે, આપણે શું? આપણે તો કામ થાય છે ને ! આવી દાનત અને વિચાર ધારા જેનામાં હોય તેઓ ગુરુ ગણાતા હોય તોય તે ગૌરવહીન હોવાના : ભારેખમ. આવા ગુરુ સ્વયં તો ડૂબે, આશ્રિતને પણ ડૂબાડે જ. શિષ્ય બગડે તો તેની જવાબદારી ગુરુની પણ ઓછી નથી હોતી. બલ્ક, શિષ્ય બગડે તેમાં પોતાને જ દોષિત ને જોખમદાર અનુભવે તે જ “ગુરુ. હા, શિષ્યને ભરપૂર વાત્સલ્ય આપ્યું હોય, શિક્ષા અને શિક્ષણ આપવામાં શક્ય સઘળો શ્રમ લીધો હોય, ધમચિન્તન Page #40 -------------------------------------------------------------------------- ________________ તો પણ, તે પછી પણ, જો શિષ્ય - અવળે રસ્તે ચાલે, તો તેમાં તે શિષ્યના દુર્ભાગ્ય જ કારણ ગણાય, ગુરુ નહિ, એ પણ અહીં જ સમજી લેવું પડે. હવે શિષ્યની વાત કરીએ. શિષ્ય પણ બે પ્રકારના હોય પુત્ર જેવા અને શત્રુ જેવા અથવા લેણદાર જેવા. ગુરુને ઠારે તે શિષ્ય, અને ગુરુને દઝાડે બાળે તે શત્રુ. ગુરુને અનુસરે - અનુકૂળ વર્તે તે શિષ્ય, અને અવળા ચાલે – પ્રતિકૂલ વર્તે તે શત્રુ. ગુરુને દેવ (ગુરુદેવ) ગણી, ઉપાસે તે શિષ્ય, અને ગુરુના દોષ અને છિદ્રો જ જોતાં રહીને પજવે તે શત્રુ. ઉત્તરાધ્યયનસૂત્રમાં ફરમાવ્યું છે તેમ, આ પ્રકારના શત્રુ - શિષ્યો, ગુરુ સાવ શાંત હોય અને શિષ્યના દોષોને પણ વાત્સલ્યભાવે ગળી ખાનારા હોય તો પણ, તેમને ક્લેશ કરાવી, ક્રોધી બનાવી મૂકતા હોય છે. : “મિંs fપ વાSિી પક્કર િતી. કોઈ જન્મના લેણદાર હોય કે પછી દ્વેષનો ઋણાનુબંધ લઈને આવ્યા હોય ત્યારે જ આવી સ્થિતિ સર્જાય છે. ઉપાધ્યાય સમયસુંદર ગણિએ પોતાની પાછલી જિંદગીમાં લખ્યું : “ચેલા નહીં તો મ કરો ચિંતા, દીસઈ ઝાઝે ચેલે પણ દુઃખ”. શિષ્ય વિષે તેમના હૃદયની તીવ્ર વેદના તેમની સંસ્કૃત અને ગુજરાતી બે રચનાઓમાં બહુ વેધકપણે વ્યક્ત થઈ છે. સર પ્રભાશંકર પટ્ટણીનું એક મજાનું મુક્તક આ ક્ષણે સાંભરે છે. એમણે એમાં એક રૂપકની કલ્પના કરી છે : બાવળના ઝૂંઠાનું રૂપક એ રૂપક. કંઈક આવું છેઃ એક સ્થાનમાં એક વૃક્ષનું પૂંઠું હતું. સૂંઠું એટલે બિલકુલ ઠૂંઠું ન ડાળો, ન પાંદડાં, ન ખીલવાનાં કોઈ ચિહ્નો; પણ તેનું થડિયું જરા ભરાવદાર જરૂર હતું. એક સજ્જનની દૃષ્ટિ તેના પર પડી ગઈ – અચાનક જ. શેનું થડ હશે, ક્યું વૃક્ષ હશે, તે તેઓ નક્કી ન કરી શક્યા. પણ તેમને લાગ્યું કે કહો ન કહો, આ આંબાનું થડિયું જ હોવું જોઈએ. એમણે નક્કી કર્યું કે આવા સરસ થડને - વૃક્ષને આમ જ ખતમ થવા ન દેવાય. એની માવજત થાય તો એ કેવો મસ્ત આંબો બને ! કેવાં મીઠાં ફળ આપી શકે ! બસ, મનમાં આવો શુભ સંકલ્પ આવતાં જ તેમણે તે ટૂંઠાને, જાણે કે પોતે દત્તક લીધું હોય તેમ, માવજત આપવાનું શરૂ કર્યું. નિયમિત પાણીનું સિંચન, યોગ્ય ખાતરનો છંટકાવ અને બીજું જે પણ કરવું ઘટે તે કરવાનું તેમણે થાક્યા વિના કર્યા કર્યું. પરિણામે હૂંઠું હર્યું ભર્યું થવા માંડ્યું. . એક હદ સુધી માવજત આપ્યા પછી વૃક્ષને ધીરજપૂર્વક વિકસવા દેવાનું જરૂરી હોય છે. આ સજ્જને પણ એ માટે ધીરજપૂર્વક રાહ જોવાનું શરૂ કર્યું. પોતે બીજા કામે વળ્યાં. ખાસ્સો સમય વહેવા દીધા પછી એક દિવસ તેઓ તે વૃક્ષની તપાસાર્થે ગયા તો તેના પર નજર નાખતાં જ તેઓ હેબતાઈ ગયા! તેમની કલ્પનાથી સાવ Page #41 -------------------------------------------------------------------------- ________________ જ વિપરીત, તેમની સામે એક વિશાળકાય બાવળનું વૃક્ષ ઊભું હતું : કાંટાઓથી ઉભરાતું અને કડવાં પાંદડાંથી છલકાતું ! એ જોઈને તેમના હતાશ હૈયામાંથી સરેલા ઉદ્ગારો કવિએ સાંભળ્યા અને તેને મુક્તક કાવ્ય રૂપે કવિએ આ પ્રમાણે રજૂ કર્યાઃ દૂઠું બાવળનું નિહાળી મનમાં શંકા જતાં આમ્રની સિંચી વારિ, કરું સુપલ્લવિત હું, એવા વિચારે કરી, છાંટ્યું ખાતર પ્રેમનું નિશદિને મોટો ઉછેરી કર્યો આશા સર્વ વૃથા ગઈ, ફળસમે તે કંટકી નીકળ્યો !” | (સર પ્રભાશંકર પટ્ટણી) એ સજ્જનને જેવી હતાશા થઈ હશે, તેવી હતાશા ક્યારેક ગુરુને પણ થતી હોય છે. પોતે આંબો માનીને પ્યાર અને પરિશ્રમથી ઉછેરેલ શિષ્ય-વૃક્ષ જ્યારે બાવળનું ઠૂંઠું હોવાનું ભાન થાય ત્યારે તો ખાસ. આવી હતાશા કદીક ઉદ્વેગ પ્રેરે. ક્યારેક નિર્વેદ જગાડે. તો વિવેકી જીવને માટે તે બોધપ્રદ અને સંસારના સંબંધોની વાસ્તવિક્તાનું ભાન કરાવનારી પણ બની શકે. આમ છતાં, જ્યાં સુધી અહત્વ હોય, કર્તુત્વનો બોધ પ્રબળ હોય, મારાપણાનો ભાવ તીવ્ર માત્રામાં હોય, ત્યાં સુધી તો આ સ્થિતિ મનને ક્ષુબ્ધ કરનારી અને ક્લેશમાં લઈ જનારી જ બનતી હોય છે. પોતે જ ઉછેરેલું, અને વળી પોતાને અતિશય પ્રિય હોય એવું વૃક્ષ, પોતાને જ કાંટા ભોંકવા માંડે ત્યારે ક્લેશ ન થાય તો જ નવાઈ! નિર્લેપ બનવું એ જ આ ક્લેશથી ઉગરવાનો ઉપાય. હૃદય એના કલ્યાણની ભાવનાથી લથબથ હોય અને વ્યવહારમાં ઉપેક્ષાભર્યું મૌન સેવાય એનું નામ અહીં નિર્લેપતા છે. વેષથી પર હોઈએ તો જ ક્લેશથી પર થઈ શકાય. અને આવી ઉપેક્ષાત્મક સ્થિતિ જ કાંટાળા વૃક્ષ-ઠુંઠા માટેનો યોગ્ય પ્રત્યાઘાત બની રહે. આ સ્થિતિ હોવાનો સીધો ફાયદો એ કે અત્યાર લગી સંભાળેલી સઘળી જવાબદારી થકી હવે એ સજ્જન પણ અને એ ગુરુ પણ મુક્ત થાય છે. પોતાની સ્વચ્છંદતાને પોષવા – પંપાળવાની સ્વતંત્રતા, હવે, એ કાંટાળા ટૂંઠા - વૃક્ષને ભલી ભાતે મળી રહે છે. અને એ ગુરુને વાગે છે એક ધક્કો, જે એને બધાયથી દૂર ધકેલીને બધીય પળોજણોથી - પરાયી ચિંતાઓથી પર બનાવે છે, અને પોતાનામાં ખોવાઈ જવા માટે સાવધાન કરે છે. આવો ધક્કો ખાવા માટે સુસજજ હોય તેનું ગુરુપદ સાર્થક ! (પોષ-૨૦૬૪) ઘર્મચિન્તના Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૭ જૈન પરંપરામાં બે શબ્દો બહુ મજાના છે. ભવચક્ર અને સિદ્ધચક્ર. ભવચક્ર પૂર્ણ થાય તેને સિદ્ધચક્રમાં સ્થાન સાંપડે. જેમ જેમ આત્માનું ભવચક્ર ઘટતું જાય તેમ તેમ તેનામાં બાહ્યાંતર ગુણો આપોઆપ વિકસવા માંડે. બીજી રીતે, કોઈ વ્યક્તિનું ભવચક્ર એટલે કે ભવભ્રમણ ઘટ્યું છે કે કેમ, અથવા કઈ હદે ઘટ્યું છે, તે જાણવું હોય તો તેના આંતરિક ગુણોના વિકાસ તરફ તથા તેના બાહરી વર્તન તરફ ધ્યાન આપવું. દેવ પ્રત્યે અંતરમાં વધતો જતો અહોભાવ અને ગુરુ પ્રત્યે હૈયામાં પ્રવર્તતો ગાઢ સમર્પણભાવ - આ બે વાનાં બાકીના અનેક અથવા તમામ ગુણોની જડ છે. અર્થાત્ આ બે વાનાં હોય ત્યાં બીજા ગુણો અનાયાસે ઊગવાના જ, એમાં બે મત નહિ. આપણા દેવ અરિહંત છે. રાગ અને દ્વેષ ન હોવા એ એમની ઓળખ છે. કર્મોનો ક્ષય થકી શુદ્ધ આત્મસ્વરૂપે વર્તવું એ એમની તાત્ત્વિક અને શાશ્વત સ્થિતિ છે. એ દેવનો અનુગ્રહ અથવા કરુણાના બળે જ મારું અસ્તિત્વ છે, અને એના બળે જ મારી બાહ્ય તેમજ અત્યંતર ઉન્નતિ છે, આવો પ્રબળ વિશ્વાસ આપણામાં હોવો ઘટે. આ વિશ્વાસ હોય તો, તો જ, આપણામાં સહજપણે મૈત્રી, ઉદારતા, કરુણા, સરળતા વગેરે તત્ત્વો પ્રગટ્યા વિના ન રહે. આપણો “એ નામાં વિશ્વાસ અને “એ”નો આપણા પર અનુગ્રહ, આ જ છે, આપણામાં થનારા ગુણવિકાસનો પાયો. માત્ર ગુણવિકાસ જ શા માટે? આપણા ભૌતિક – આધ્યાત્મિક સુખની ચાવી પણ આ વિશ્વાસમાં જ સમાયેલી છે. અરિહંત ગમ્યા હોય તેને ગુરુ ગમવાના જ. અથવા, અરિહંત ગમે તેને જ ગુરુ ગમશે. ગુરુ અને દેવ – બન્ને મળવા એ એક વાત છે અને એ બન્ને ગમવા એ બીજી બાબત છે. આ બન્ને મળે એ દુર્લભ; પણ એ ગમે એ તો એનાથીયે વધુ દુર્લભ ! જે ગમે તેના પર આપણને પ્રીતિ થાય. તેના પ્રત્યે આપણને સદ્ભાવ ને લગાવ જાગે. તેનો ભરોસો કરવાનું મન થાય. અને એ પ્રીતિ, લગાવ અને ભરોસો ધીમે ધીમે આપણામાં સમર્પણભાવ જગાડે. સમર્પણ એટલે ઓગળી જવું. એની ઇચ્છા એ જ આપણી ઈચ્છા. એના ગમા – અણગમા એ જ આપણા હોય. આ સમર્પણ થકી આપણામાં “ગુરુપારતંત્ર્ય' નામનો સદ્દગુણ જન્માવે. ગુરુ ગમ્યા, પછી પોતાની સ્વતંત્રતા દુર્ગુણ અનુભવાય અને તેમની પરતંત્રતા તે સગુણ હોવાનું પ્રતીત થાય. શાસ્ત્રોમાં સંયમી જીવ માટે “ગુરુપારતંત્ર્ય' એ અતિશય રે Page #43 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વનો અને અનિવાર્યપણે આવશ્યક ગુણ મનાયો છે. આ ગુણ જેમ જેમ વધતો – વિકસતો જાય તેમ તેમ ભવચક્ર ઘટતું જાય. ભવચક્ર જેમ વધુ તેમ આ ગુણ નબળો. ભવચક્ર જેમ ઘટે તેમ આ ગુણ વિકસે. સંયમ મળવા છતાં સંસાર ભારે છે કે ઓછો, તે જાણવાનો આ શાસ્ત્ર-નિર્દિષ્ટ માપદંડ છે. જ્ઞાની ન હોય તો પણ તેમના શાસ્ત્રવચન દ્વારા આવી પરીક્ષા થઈ જ શકે, અને જવાબ મેળવવો હોય તો મેળવી શકાય પણ ખરો. ઉત્તમ અથવા હળુકર્મી જીવની એક ઝંખના હોય કે કેમ જલ્દી મારું ભવચક્ર સમાપ્ત થાય? આ ઝંખના એને ઝડપભેર આત્મવિકાસના માર્ગે આગળ લઈ જાય, જે ક્રમે ક્રમે તેને સિદ્ધચક્રમાં સ્થાન પમાડી આપે છે. અત્યારે તો દ્રવ્યથી તેમાં સ્થાન, કદાચ, મળ્યું પણ હોય, પણ ભાવથી અને વાસ્તવિક સ્થાન ક્યારે મળે, તે જ તેવા જીવની તમન્ના હોય. આ તમન્ના હોવાનો અહેસાસ પણ તેના બાહરી વર્તન અને તેની ભીતરી પરિણિત દ્વારા જ સાંપડી શકે છે. આ બન્ને વાનાં આપણાં સુધરે, તેટલી ભાવના તથા તે દિશાની મહેનત આપણે હવે આદરવાની છે. (મહા-૨૦૬૪) ધર્મચિન્તન Page #44 -------------------------------------------------------------------------- ________________ ગુરુતત્ત્વ સ્વયં મંગલસ્વરૂપ અને મંગલકારી હોય છે. એવા ગુરુપદે પ્રતિષ્ઠિત મહાપુરુષોનું હૃદય પણ નિત્ય-નિરંતર સર્વના મંગલની જ કામના કરતું રહે છે. શરણાગત, આશ્રિત, શિષ્યનું મંગલ કેમ થાય તેની જ ખેવના આ ગુરુઓ કરતાં રહે છે. પૂજ્યપાદ નન્દનસૂરિજી મહારાજનો જેમને થોડો પણ અનુભવ હશે તેને ખ્યાલ હશે જ કે એમના મુહૂર્તમાં, એમના વાસક્ષેપમાં, એમના માંગલિકમાં અને એમની કરુણામય - વત્સલ અમીદ્રષ્ટિમાં કેટલું પ્રબળ - પ્રચંડ માંગલ્ય છલકાતું રહેતું હતું. ઉપરથી ક્વચિત્ કઠોર - કડક ભાસે, ડરાવી - ધ્રુજાવી મૂકે તેવો તાપ પણ અનુભવાય. પણ ભીતરનો ભાવ અનુભવો તો દ્રાક્ષના કોમળ ગર્ભ કરતાંય વધુ મધુરતા નીતરતી હોય અને શ્રીફળના જળ કરતાંય અટેકરી શીતળતા વર્તતી હોય. એમની - ગુરુઓની કઠોરતા પણ તેમની બહુઆયામી કરુણાનું જ એક રૂપ હોય છે, એ સત્ય જેને નથી સમજાતું, તેના માટે, ગુરુ મળ્યા છતાં પણ, ગુરુની અતુકી કૃપા પામવાનું દોહ્યલું જ બની જાય છે. સંયમપાલન માટે, જ્ઞાન - સ્વાધ્યાય વેળાએ, જીવનના રૂડા ઘડતર અંગે, અત્યંત કઠોર દીસતા ગુરુ પણ, શિષ્યના – આશ્રિતના હિતની કેટલી ચિંતા સેવતા હોય છે ! એણે બરાબર આહારાદિ કર્યા કે નહિ? તેની તબિયત બરાબર જળવાય છે કે કેમ? એને કોઈ પજવતું તો નથી ને? એને પહેરવા - પાથરવા વગેરેનાં ઉપકરણોની તકલીફ તો નથી ને? આવી આવી હજારો પ્રકારની કાળજી, ગુરુ, બારીક નજરે લેતાં જ રહે છે જ – અને એમાં ક્યાંય, ક્યારે પણ, થોડીક ગરબડ જણાય તો તેમનું ચિત્ત વાત્સલ્યનું માર્યું આકુળ વ્યાકુળ થઈ જતું હોય છે. ગુરુની આવી કાળજીની છાયા મળતી હોય તો, તેમની કઠોરતા પણ મંજૂર, આવું જ શિષ્ય સ્વીકારી શકે, તે ન્યાલ થઈ જાય ! કમનસીબે, ગુરુ દ્વારા લેવાતી અનંત મૂંગી કાળજીને સમજવાને બદલે તેમની હિતકર કઠોરતાને જ સતત યાદ રાખે – વાગોળે અને રીબાયા કરે, એવા આત્માઓ જ બહુધા જોવા મળે છે. પૂજ્ય નંદનસૂરિ મ. કહેતાં કે “મોટા મહારાજ (સૂરિસમ્રાટ) અમને દંડાસણથી અને ઘડાના દોરા વડે ખૂબ મારતા, ભણવામાં કે પાલનમાં આઘાપાછા થઈએ તો માર પડે. પણ એમનો એ માર ખાધો છે, કઠોર અને આકરાં વેણ વેક્યાં છે, તો આજે પાટે બેસવાને લાયક બન્યા છીએ.” આ વચનોમાં સમર્પિત શિષ્યને Page #45 -------------------------------------------------------------------------- ________________ લાધેલ ગુરુતત્ત્વનો કે ગુરુપદનો મહિમા જ છતો થાય છે. પાટે બેસતાં અને વ્યાખ્યાનકળા કરતાં તો આપણે ત્યાં ઘણાને કે લગભગ બધાને આવડે છે, ફાવે પણ છે. પણ “પાટે બેઠા એટલે પાટે બેસવાને લાયક થઈ ગયા એવી ભ્રમણા, પછી, બહુ જ પોષાયા કરે છે. ગુરુની કઠોરતાને લાયક બને તે તેમની કૃપાને લાયક બને, અને કૃપાને લાયક બને તે આપોઆપ પાટે બેસવા લાયક બને. આટલી સમજણ વિકસે, તો “ગુરુ-પદની પ્રાપ્તિ થઈ તે સફળ ! શિષ્યનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરે, પોતાનું હિત સિદ્ધ કરવા ખાતર શિષ્યની ક્ષમતાને, શિષ્યના વિત્તને લૂંટી લે, તેવા પણ ગુરુ હોય છે. તો પોતાના ભોગે પણ શિષ્યને સ્વસ્થ કરે, સંતાપો શમાવી શાંત બનાવે, એવા ગુરુઓ પણ ભગવાન વીતરાગના શાસનમાં અવશ્ય જડે છે. એની સામે, પોતાની, ઇચ્છા – અનિચ્છાઓનું સર્વથા વિસર્જન કરીને ગુરુની ઇચ્છા - આજ્ઞા - અભિપ્રાયને જ સર્વોપરી - સર્વસ્વ માનનારા શિષ્યો દુર્લભ હોય છે. ઝાઝે ભાગે તો ગુરુના ઓઠા હેઠળ પોતાનો સ્વાર્થ સાધી લેનારા, ગુરુને શાંતિને બદલે સંતાપ આપનારા શિષ્યો – જ જોવા મળ્યા કરે છે. ગુરુ થવાની વાત તો ન વિચારીએ, પણ ગુરુના આશ્રયને લાયક બની શકીએ તોય ઓછું નથી. (ફાગણ-૨૦૬૪) ધર્મચિન્તના Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૯ “ગુરુ” એટલે શું? “ગુરુનું કર્તવ્ય કહો કે કાર્ય, તે શું ? અને, મનુષ્યના મનને મૂંઝવનારું તેમ જ તેના જીવનને અસ્થિર બનાવી હચમચાવી દેનારું તત્ત્વ ક્યું? આ બે પ્રશ્ન મનમાં વારંવાર ઘૂમરાતા રહે છે. આના જવાબો શોધવા માટેનું મનોમંથન પણ ચાલતું જ રહે છે. બન્નેના જવાબો, જુદી જુદી વ્યક્તિને, પોતપોતાની વૈચારિક ભૂમિકાને અનુરૂપ, અલગ અલગ પ્રકારના મળે, તો તે શક્ય છે. મારી ભૂમિકા પ્રમાણે મને જડેલા જવાબ કાંઈક આવા છે : મનુષ્યના મનને તેમજ જીવને અસ્થિર બનાવનારૂં તત્ત્વ છે “ઇચ્છા'. ઇચ્છા, અપેક્ષા, લાલસા, વાસના, તૃષ્ણા – આ બધાં ઇચ્છાનાં જ જૂજવાં નામો છે અને સ્વરૂપ પણ. ઇચ્છારહિત મનમાં જે શાંતિ, સ્થિરતા અને શૈર્ય હોય છે, તે ઇચ્છાના ઊગવા સાથે જ અસ્ત પામે છે. ઇચ્છા મનને ચંચળ બનાવે. ઇચ્છા મનમાં અજંપો પણ જન્માવે અને ઉત્પાત પણ પેદા કરે. ઇચ્છા પૂરી થાય તો અભિમાન પેદા કરે, અને અપૂર્ણ રહે તો સંતાપ, હતાશા અને ક્લેશ કરાવે. ઇચ્છા વેરઝેર કરાવે. ઇચ્છા ઈર્ષ્યા અને દ્વેષ અને કાવાદાવા કરાવે. ઇચ્છા આપણને અવિવેકી પણ બનાવે, અને તુચ્છ પણ બનાવે. ઇચ્છાને વશ પડવું એટલે દિન અને લાચાર બનવું. ઇચ્છા બૂરા જનોથી આત્મીયતા કરાવે, અને સારા માણસોથી વેગળા કરાવે. ઇચ્છાનો ક્યારેય અંત નથી હોતો. એકવાર એક ઇચ્છાને તાબે થયા, એટલે પછી ઇચ્છાઓનો વિશાળ વંશ-વસ્તાર આપણા મન ઉપર ચડી જ બેસવાનો. પછી એમાંથી છૂટવું, બહાર નીકળવું, એ સામાન્ય વ્યક્તિ માટે અશક્ય જ બને. એમાં પણ જ્યારે આપણી ઇચ્છા, બીજા કોઈની, આપણા કરતાં વિરુદ્ધ દિશાની ઈચ્છા સાથે ટકરાય, ત્યારે તો ભારે જોવા જેવી થાય છે. બે ઇચ્છાઓનો ટકરાવ અનેક જાતની ખટપટો અને કૂડકપટ ઉપરાંત વૈમનસ્ય, ગેરસમજ અને મનભેદ ઊભાં કરી આપે. ફલત વર્ષોના કે જીવનભરના આત્મીય સંબંધોનો અંત આવી શકે છે. સ્નેહ અને સંપના સ્થાને ક્લેશ અને અણબનાવ વ્યાપી શકે છે. પરિણામે દુર્ગાન, કર્મબંધ અને દોષદર્શન જેવાં માઠાં તત્ત્વોનું ચઢી વાગી શકે છે. ઇચ્છા' જેવી નગણ્ય ચીજ દ્વારા સર્જાતી મનની ચંચળતા, આ બધું જ બનવા બદલ જવાબદાર છે. આ બધાંથી ઉગરવાનો સહેલો ઉપાય એક જ છે ઇચ્છા થવા Page #47 -------------------------------------------------------------------------- ________________ ન દેવી. અને તેમ ન કરી શકાય તો થયેલી - થયે જતી ઇચ્છાને તાબે કદી ન થવું. મન છે એટલે ઇચ્છાઓ તો જાતજાતની થવાની, સતત થયે જ જવાની. પણ આપણે એ ઇચ્છાઓને આધીન થઈને તેને પૂરી કરવા માટે જો મથીશું, તો જ એ ઉપર નોંધ્યું તેમ અનેકવિધ મુસીબતો સરજી શકે. પણ જો આપણે તેને તાબે જન થઈએ, મનમાં ઊગનારી ઇચ્છાઓને પૂરી કરવાને બદલે આમ જ પડી રહેવા દઈને તેની અવગણના કરીએ તો એક પણ મુસીબત આવશે નહિ, અને મન ચંચળતાનો ભોગ નહિ બનતાં તેને મૂંઝવણ થવાનું પણ કારણ નહિ રહે. સવાલ એટલો જ કે ઊગતી ઇચ્છાઓને નાથવાની આપણામાં ક્ષમતા છે ખરી? જો એટલી ક્ષમતા ન હોય, તો શું કરવું? આનો જવાબ મેળવવા માટે આપણે પહેલા પ્રશ્નનો જવાબ મેળવવો પડે. પહેલો પ્રશ્ન હતોઃ “ગુરુનું કર્તવ્ય શું? અથવા ગુરુ એટલે શું? મને ફુરેલો જવાબ કાંઈક આવો છે : જેણે પોતાની ઇચ્છાઓને અને તજ્જન્ય ચંચળતાઓને શમાવી છે તેનું નામ છે. “ગુરુ”. ગુરુ તે જ થઈ શકે જે નિરીહ હોય, નિઃસ્વાર્થ પણ અને નિરપેક્ષ પણ હોય, અને વળી મનથી પૂરતી માત્રામાં શાંત, સ્વસ્થ અને સ્થિર હોય. અને આવા ગુરુનું કાર્ય એક જ હોય: શિષ્ય કે આશ્રિતના, બે-લગામ બનતા ચિત્તને અંકુશમાં રાખવું. પામર કે સામાન્ય જીવ ઇચ્છા-અનિચ્છાના ચક્કરમાં બૂરી રીતે ફસાયો કે ફસાતો જ હોય, તેને વિવિધ ઉપાયો અને પ્રયુક્તિઓ અજમાવીને તે ચક્કરમાંથી બહાર કાઢવો અને તેના અસ્થિર કે હાલમડોલમ બનેલા મનને શાંત સ્થિર અને સ્વસ્થ બનાવવા મથવું - એ છે ગુરુનું કાર્ય, કે કર્તવ્ય. સદ્ગની આ ક્ષમતાનો અનુભવ, સદ્ગુરુના ચરણોમાં પોતાના સર્વસ્વનું સમર્પણ કરનાર વ્યક્તિને જ થતો હોય છે, અથવા તેવી વ્યક્તિને તેવો અનુભવ થયા વિના રહેતો નથી જ. આપણે પણ આવા અનુભવને પાત્ર બનીએ. (ચત્ર-૨૦૬૪) ધર્મચિન્તન Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઊનાળાના આકરા દિવસો વીતી રહ્યા છે. જૈન મુનિઓ તથા સાધ્વીઓ, આવા અકળાવી મૂકનારા દિવસોમાં પણ પંખા વિના, એ.સી. વિના, ફ્રીજના પાણી તથા બરફ – આઈસ્ક્રીમ વિના, મોજથી જીવે છે. અડવાણે પગે અને ઉઘાડા માથે, ધોમધખતા તડકામાં પણ વિચરે છે. એ જોઈને જેનું માથું અહોભાવથી ઝૂકી જતું નથી, તે જૈન ગણવાને લાયક હોવાનું ભાગ્યે જ માની શકાય. મજાની વાત તો એ છે કે આ બધું વેઠવા પાછળ તેઓનો આશય આત્માની કે ધર્મની સાધનાનો તથા કર્મક્ષયનો જ હોય છે. લિમ્ફા કે ગિનીસ બુકના રેકોર્ડમાં પોતાનાં નામ - કામ લખાવવાનો નહિ. આવા નિસ્પૃહ અને નિરાળા સાધુ ફક્ત જૈનશાસનમાં જ મળે, તે સિવાય જગતમાં બીજે ક્યાંય નહીં. એટલે જ, આવા સાધુનાં દર્શન પણ કેટલાં પાવનકારી મનાય છે ! આપણે ત્યાં પાંચ પરમેષ્ઠી ભગવંતોની આરાધના છે. તેમાં પહેલાં બે, - અરિહંત તથા સિદ્ધ - તો હાલ માત્ર પ્રતિમા કે છબીસ્વરૂપે જ જોવા મળે છે, સાક્ષાત્ તો નહિ. પણ શેષ ત્રણ – આચાર્ય, ઉપાધ્યાય, મુનિ - પરમેષ્ઠી તો સાક્ષાત્ સદેહે જીવંત જોવા આપણને મળી શકે છે. એ આપણાં કેવાં પુણ્ય ! પુણ્ય વિના પરમેષ્ઠીપદ પણ ના મળે, અને પરમેષ્ઠીનાં પદ (ચરણ) પણ ના મળે ! આપણે કેવા નસીબદાર છીએ કે આપણને હજારો સાધુ-સાધ્વી ભગવંતોના રૂપમાં પાંચમા પરમેષ્ઠી-પદનાં દર્શન-સ્પર્શન મળ્યાં છે ! અરિહંત પણ પરમેષ્ઠી અને એક તદ્દન પામર, તુચ્છ, બાલિશ લાગતો આપણા જેવો મનુષ્ય – પુરુષ કે સ્ત્રી – પણ પરમેષ્ઠી ! કેવી અદ્ભુત યોજના છે આ પ્રભુશાસનની ! પડતા અને ભટકતા જીવને ઉપર ઉઠાવવાની મારા પ્રભુની આ કેવી તો અજબ રીત છે ! પોતાની પદવી આપી દેતાં ઘડીનોય વિલંબ ન કરે તે જ આપણો ભગવાન ! આવા આ ભગવાનના ઉપકારનો બદલો વાળવો એ અશક્ય જ ગણાય. કાં તો પરમેષ્ઠી-પદને લાયક બનવું, અને નહિ તો, ઓછામાં ઓછું, પરમેષ્ઠી-પદની વિરાધનાથી બચવું, એ જ તે ઉપકારનો બદલો વાળવાની રીત છે. વિચરતાં અથવા હાલતાં ચાલતાં સાધુ - સાધ્વીમાં પરમેષ્ઠીપદનાં દર્શન થાય તે પણ સમ્યગુદર્શનની એક ઉન્નત ભૂમિકા ગણાય. સામાન્ય રીતે આપણને સાધુ - સાધ્વીજીને જોઈ ઓળખાણ પરિચય - સંબંધ યાદ આવતાં હોય છે. એવું કાંઈક Page #49 -------------------------------------------------------------------------- ________________ નીકળે તો રાજી થઈએ, નહિ તો નિર્લેપ ! મોટા ભાગે ઉપેક્ષા. અલબત્ત, બધા બધાંની સારવાર કે સારસંભાળ તો ન જ કરી શકે એ સાચું છે, પરંતુ નિરપેક્ષ ન થવાય, ઉપેક્ષા કે અનાદરભર્યો વિચાર | વર્તાવ ન થઈ જાય, તેની કાળજી તો કરવી જ પડે. સાવ અજાણ્યો હોય, પણ વ્રતધારી હોવાને કારણે જ તેમના પ્રતિ આદરની લાગણી જાગે અને સારસંભાળની આવશ્યક્તા જણાતાં જ તે માટે ઉદ્યમ થઈ જાય, તો સમજવું કે વૈયાવચ્ચનો ગુણ પ્રગટી રહ્યો છે, અને પરમેષ્ઠી-પદની આરાધના થઈ રહી છે. સમ્યગ્રદર્શનની નિર્મળતા, કદાચ, આમ જ સધાતી ને વધતી હશે. આવા જીવો હવે તો બહોળી સંખ્યામાં જોવા મળે છે. એમને જોઈને પણ આનંદ અને સભાવનો અનુભવ દિલમાં થાય છે. આવા ભાવો નિરંતર વધતા રહો ! પરમેષ્ઠી – પદની આવી સહજ આરાધના આપણા જીવનમાં વ્યાપી રહો ! (વૈશાખ-૨૦૬૪) ધર્મચિન્તન Page #50 -------------------------------------------------------------------------- ________________ હમણાં હમણાં એક વિચાર મનને બહુ પજવે છે. વિચાર જરા તોફાની છે, પણ વહેતો મૂકવો છે. સવાલ એવો છે કે આ જગતમાંથી ધૃણા, ઈર્ષા, ક્ષુદ્રતા, વૈર-વિરોધ જેવાં તત્ત્વો કાયમ માટે નાબૂદ થઈ જાય તો શું થાય ? કોઈ પણ મનુષ્યના દિલમાં આમાંનું કે આના જેવું એક પણ તત્ત્વ રહેવા જ ના પામે એવી સ્થિતિ સર્જાય તો કેવું થાય ? સવાલ ઊગે તેની વળતી જ પળે જવાબ પણ અંદરથી જ આવે : જો આ બધાં તત્ત્વો જગતમાંથી નાબૂદ થઈ જાય તો તો પછી આપણે જેને “સંસાર' કહીએ છીએ તે – સંસાર – જ ખતમ થઈ જાય ! સંસાર નામના પદાર્થનું પછી અસ્તિત્વ ન ન રહે! અને જો સંસાર જ ન રહે તો પછી ધર્મ અને તેની સાધના થકી મોક્ષની પ્રાપ્તિ - એ પણ કેવી રીતે રહેશે? કેમ કે સંસાર એટલે જ આ બધાં નકારાત્મક તત્ત્વો. આ તત્ત્વો જ આત્માને બંધનગ્રસ્ત બનાવે છે, પાપ અને પુણ્યરૂપે તેમ જ લેણ-દેણના સંબંધોરૂપે કર્મ સાથે તેમજ જગતના અનેક અનેક જીવો સાથે જોડી આપે છે. અને આવું થાય તેને જ કહેવાય છે-સંસાર, સંસારનું પરિભ્રમણ અને સંસારની વૃદ્ધિ. આ બધી જ બાબતો, પેલાં અસત્ ગણાતાં તત્ત્વો ઉપર જ આધારિત છે. એટલે એ તત્ત્વો જ જો નાશ પામે – પૃથ્વી ઉપરથી, તો એક પણ જીવ કર્મ નહિ બાંધે, એક પણ જીવને સંસારમાં - ભમવા – ભટકવાનું નહિ રહે અને બધા જ જીવો સંસારથી છૂટીને મુક્ત બની જશે. આવું ખરેખર બને તો કેટલું સરસ થાય ! કેવી મજા પડી જાય ! પછી કોઈએ કોઈને દુઃખી જોવાના ન રહે, દુ:ખી કરવાના પણ ન રહે! બધાં જ જીવો સુખી, સુખી અને સુખી બની જાય! ભગવાન કરે ને આવું થઈ જાય તો કેવું સારું ! હમણાં બસ, મનમાં આવો જ વિચાર સવાર થઈ પડ્યો છે. ખબર છે કે આવું બને જ નહિ, આવું બની શકે જ નહિ, જો બનતું હોત તો તો અનંત તીર્થંકરો થઈ ગયા તેમાં ક્યારનુંય બની ગયું હોત. ખરેખર તો અતુલબલી કે અનંત શક્તિ અને કરુણાના સ્વામી હોવા છતાં, તીર્થકરો પણ આવું બનાવી શકતા નથી, તે વાસ્તવિક્તાનો ઈન્કાર કરી ન શકાય. તીર્થકરો ખુદ કહે છે કે આખા જગતમાંથી એક ધડાકે એકી સાથે બધા અશુભ તત્ત્વોનો નાશ ત્રણ કાળમાંયે નથી થવાનો. હા, દરેક આત્મા કે પ્રત્યેક વ્યક્તિ, પોતાના ચિત્તમાંથી તથા જીવનમાંથી, સર્વ Page #51 -------------------------------------------------------------------------- ________________ અશુભનો નાશ, ધારે તો, જરૂર કરી શકે છે. અર્થાત્ વૈયક્તિક મોક્ષ હોઈ શકે, સામૂહિક નહિ. આ બધી જ ખબર કે સમજ હોવા છતાં, મનમાં રહી રહીને એવું થાય છે કે આ અશુભ-કર તત્ત્વો સર્વ જીવોના - મનુષ્યોના જીવનમાંથી નાબૂદ થઈ જાય તો કેટલું સારું! અને આ વિચાર જ્ઞાનીની નજરમાં ભલે ગમે તેવો લાગે, હું તો એટલું નક્કી કરું કે આ વિચારનો નાનકડો શુભ પ્રારંભ આપણાથી જ થાય અને આપણા ચિત્તમાં અડ્ડો જમાવીને બેઠેલાં આ અશુભ તત્ત્વો ઉચાળા ભરવા માંડે, એટલું ય જો આપણે કરીએ તો તેટલું કાંઈ ઓછું તો નથી જ. (ભાદરવો-૨૦૬૪) ધમાવિતન Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨. પરંપરાગત ધર્મકાર્યો સર્વત્ર થતા રહે છે. તે માટે અધધ કહી શકાય તેટલો પૈસો પણ ખરચાતો હોય છે. પર્યુષણ – નિમિત્તે જે થતો દેવદ્રવ્ય, જીવદયા આદિ ક્ષેત્રના ધનવ્યયનો એકંદર આંક કરોડોનો હોય છે. તપસ્યાઓ પણ અઢળક થાય છે અને આ બધું જોતાં પહેલી નજરે એમ જ લાગે કે ધર્મનો ખરેખર જયજયકાર થવા માંડ્યો છે. આની સામે વાસ્તવિક્તા તપાસીએ તો ચિત્ર કંઈક જુદું - વિચિત્ર જ હોય તેવું દેખાય છે. આપણો સમાજ, ધર્મના ક્ષેત્રમાં, સ્પર્ધાના માર્ગે ચડી ગયો હોય તેવું લાગ્યા કરે છે. અહંકાર (Ego) અને તેમાંથી જાગતી ઈર્ષ્યા - એ આ સ્પર્ધાના પાયામાં છે. “પ્રથમવાર', “કોઈએ ન કર્યું હોય તેવું,” “રેકોર્ડ,” “ઐતિહાસિક - આ બધી શબ્દજાળ આવી સ્પર્ધાનો સ્પષ્ટ સંકેત આપતી રહે છે. આના પરિણામે, તપશ્ચર્યા વધે છે પણ આચરણની તેમ જ આહારની શુદ્ધિ નથી વધતી, અને તેથી આરોગ્યની શુદ્ધિને બદલે તેનું જોખમ જ વધતું જાય છે. ધનનો વ્યય અતિશય વધી ગયો છે. પણ જૈન સંઘ કે સમાજ તો પ્રભાવ, વ્યાપક સમાજ પર કે રાજકારણ પર કે રાજ્યસત્તા પર જે પડવો જોઈએ તે પડતો નથી. વસ્તુતઃ ધનનો વ્યય તે વ્યક્તિગત સ્વાર્થ અને વાહવાહી પ્રાપ્ત કરવાનું સાધનમાત્ર બની રહેલ છે. જૈનો દ્વારા થતો ધર્મના તેમજ લોકકલ્યાણના ક્ષેત્રનો ધનવ્યય એટલો તો માતબર છે કે, જો જૈન સમાજ સ્વાર્થની, અહંકારની અને ઈર્ષાની ભાવનાઓમાંથી બહાર નીકળી શકે તો, તે ધનવ્યય વડે તે સમાજ, વ્યાપક ભારતીય સમાજ પર, રાજયસત્તા પર, સરસાઈ ભોગવતું આર્થિક પરિબળ – આર્થિક સત્તા બની જાય, તે નિઃશંક છે. પરંતુ, આપણે આપણા જ કારણે આ બધું ગુમાવી રહ્યા છીએ. આપણે નિસ્તેજ સમાજ બની રહ્યા છીએ. ગમે તેવું હીન પરિબળ પણ આપણા અU (Ego) ને લડાવીને પોતાનો હેતુ સિદ્ધ કરી જઈ શકે તેમ છે. બીજી વાતો ન કરીએ તોયે, જીવદયાની જ વાત લઈએ તો, પર્યુષણના ૮ દહાડા માટે પણ આપણે કતલખાના બંધ રખાવી શક્તા નથી. સરકાર, નોટિફિકેશન બહાર પાડી દઈને “જીવદયા સપ્તાહો'ની મીઠી લાગતી વાતો કરીને આપણી આંખમાં ધૂળ Page #53 -------------------------------------------------------------------------- ________________ નાખી જાય છે. કસાઈ ખાના બંધ રહેતાં નથી. વાતો બધી કાગળ પર ને અખબારોમાં રહી જાય છે. આપણામાં જ તેઓ ફાટફૂટ પડાવે છે અને પાળેલા માણસોના અહંકારને પંપાળીને જીવદયાના નામે મીંડું આપણા જ હાથે વળાવે છે. નિર્માલ્ય અને નિર્વીર્ય સમાજની આનાથી મોટી વ્યાખ્યા અને ઓળખ બીજી કઈ હોય? સૌથી વધારે દુઃખદ બાબત એટલી જ છે કે અસંખ્ય ઉપવાસો - તપસ્યાઓ કર્યા પછીયે, અનર્ગળ ધનનો વ્યય કરવા છતાંય, આપણો સમાજ ઉદાર, ઉન્નત અને બહુમાન્ય બનવાને બદલે, નિસ્તેજ, નબળો અને સ્વાર્થી બનતો જતો અનુભવાઈ રહ્યો છે. ધર્મ અને સંસ્કૃતિની રક્ષાની ગુલબાંગો પોકારનારા લોકોએ, આપણા સમાજને - સંઘને જે નુકસાન પહોંચાડ્યું છે, તે કદાચ કદી ભરપાઈ નહિ થઈ શકે. મિત્રો, આજે માત્ર વેદના જ વહેંચી છે તે બદલ Sorry. (આસો-૨૦૬૫) ધર્મચિન્તન Page #54 -------------------------------------------------------------------------- ________________ વર્ષાઋતુના અથવા વર્ષાકાળના ૪ મહિનાના ગાળાને ચાતુર્માસ અથવા વર્ષાવાસ તરીકે શાસ્ત્રકારોએ ઓળખાવ્યો છે. આ ગાળામાં વરસાદ પડતો હોય છે, પડવાની સંભાવના હોય છે. એથી આ ગાળામાં પદયાત્રા કરવા જતાં અનેક પ્રકારે અનેક જીવોની હિંસા થાય છે. એ કારણે ભગવાને ચોમાસાના દિવસોમાં વિહાર કરવાનો નિષેધ કરેલ છે. ભગવાન સ્વયં પણ વર્ષાકાળમાં વિહાર કરતા ન હતા, અને તેમના શાસનના મુનિઓ માટે વર્ષાકાળમાં વિહાર નહિ કરવાની તેમની આજ્ઞા પણ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવી છે. આ આજ્ઞાનું અથવા તો મર્યાદાનું પાલન હજારો વર્ષોથી સાધુઓ કરતા આવ્યા છે. અને આજે પણ, અમુક અપવાદોને બાદ કરતાં, તેનું પાલન બધા કરે છે. તે જૈન શાસનની અદ્ભુત મર્યાદાનું સૂચક છે. અષાઢ સુદિ ૧૪નું પ્રતિક્રમણ સ્થાપ્યા પછી કાર્તિક શુદિ ૧૪ નું પ્રતિક્રમણ થાય ત્યાં સુધી વિહારયાત્રા પર પ્રતિબંધ એ પ્રભુની અને શાસ્ત્રોની આજ્ઞા છે. તેમાં પણ સંવત્સરી પર્વનું પ્રતિક્રમણ જ્યાં સ્થાપ્યું હોય ત્યાં બાકીના કા.શુ. ૧૪ સુધીના દિવસો ગુજારવાનું તો ફરજિયાત ગણાયું છે. કેટલાક લોકો વર્તમાનમાં આ આજ્ઞાનું ઉલ્લંઘન કરતાં જોવા મળે છે. એવા લોકો અપવાદ માર્ગનો આધાર લઈને સંવત્સરીના બીજા – ત્રીજા દિવસે જ સ્થાનપરિવર્તન કરે છે, કવચિત્ વિહાર કરીને ૪૦-૫૦ કિમી. દૂરના સ્થાને પણ જતા જોવા મળે છે. એ દિવસે ફરીથી ભવ્ય સામૈયા સાથે વાજતેગાજતે ચોમાસાનો (બીજો) પ્રવેશ પણ તેઓ કરે છે. વળી, કાજુ ૧૫ પહેલાં જ, ચૌદશે અને કદીક તો તેનાથી પણ બે દહાડા આગળ વિહાર શરૂ કરી દેતાં જોવા મળે છે. અપવાદમાર્ગનું સેવન અનિવાર્ય એવા આગાઢ કારણે એટલે કે આપદ્ધર્મ રૂપે જ થાય એવી પ્રણાલિકા છે. એવા કોઈ જ ખાસ કારણ વિના જ ઉપર જણાવ્યું તેમ અપવાદનું આલંબન લેવાયું છે – લેવાય છે, ત્યારે તેમ કરનારાઓને આજ્ઞાનો ભંગ, તેમની દેખાદેખીએ બીજા – અજ્ઞાન જીવો દ્વારા પણ તેવી પ્રવૃત્તિ શરૂ થવાથી અનવસ્થા અથવા અંધ-પરંપરા, અને તેના ફળસ્વરૂપે મિથ્યાત્વ સુધીના દોષો લાગે છે. અર્થાત્, આવી અયોગ્ય પ્રવૃત્તિનું સમર્થન કરવું તે પણ મહાદોષનું જ કારણ ગણાય. Page #55 -------------------------------------------------------------------------- ________________ ચોમાસામાં વિહાર ન કરવાની મર્યાદા પાળવાથી થતા લાભોનો સાવ સંક્ષેપમાં સરવાળો આ પ્રમાણે છે : છ કાય જીવોની હિંસાથી બચી જવાય. ભગવાનની આજ્ઞાનું પાલન થાય. તેથી આપણું સમ્યકત્વ વધુ સુદઢ બને તથા વિશુદ્ધ બને. આરાધનામાં વધુ ઓતપ્રોત બનાય. તે રીતે અન્તર્મુખતાનો વધારે વિકાસ થાય. અને ચાતુર્માસ પૂર્ણ થતાં જ ક્રમ બદલાય છે. હવે કારણ સિવાય તે જ સ્થાને રહેવાનો નિષેધ લાગુ પડે છે. વિહાર કરવો આવશ્યક બની જાય છે. આ કારણે આસક્તિથી – રાગ અને દ્વેષનાં બંધનોથી મન બચે છે. સંયમયાત્રા નિરાબાધપણે વહેતી રહે છે. શારીરિક આરોગ્ય પણ જળવાય છે. સાર એ કે ભગવાનની પ્રત્યેક આજ્ઞા કે મર્યાદાના પાલનમાં આત્માનું અર્થાત સ્વ-પરનું કલ્યાણ જ સમાયેલું છે. આપણી ભૂમિકા પ્રમાણે આપણે પણ એનું પાલન કરવામાં સજ્જ બનીએ. (માગશર-૨૦૬૫) ધર્મચિન્તન Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ધર્મ અને તેની વિવિધ આરાધનાઓનું સામાન્ય લક્ષ્ય એક જ હોય છે. મનને સ્વચ્છ કરવાનું. ઘણી ઘણી ધર્મ આરાધનાઓ કરીએ છતાં મન હજી ચોખ્ખું નથી થતું, તો તેમાં દોષ કોનો? ધર્મનો? - ના. આરાધનાનો? – ના. ક્રિયાનો? - ના. દોષ આપણો જ; આપણે ધર્મ અને ધર્મક્રિયાઓ કરવા છતાં તેમાં મનને પરોવ્યું નહિ, મન વગર જ એ બધું કર્યું, તેથી જ મન હજી ચોખું થયું નથી, થતું નથી. ધર્મ કરવાનો છે, મનમાં વર્તતી મલિનતાઓને પખાળવા માટે. મલિન મન જેનાથી ઊજળું થાય તે જ છે ધર્મ. ધર્મ કરવા છતાં આપણું મન મલિનતાથી છૂટતું ન હોય તો આપણે આપણા મનની જ ખણખોદ કરવી જ પડે. આવી ખણખોદ જેને ગમે, પોતાની મલિન વાતોને સમજી – ઓળખી શકે તેમ જ તેને દૂર કરવાની તમન્ના જેને જાગે, તેનું નામ ધર્મી જીવ. આપણા મનનું ખોદકામ કરીએ તો તેમાં ઓછામાં ઓછી ત્રણ જાતની મલિનતા નજરે પડે છે. ૧. અપેક્ષા, ૨. અભિમાન, ૩. અદેખાઈ. અપેક્ષાનાં અનેક રૂપો છેઃ એષણા, લાલસા, તૃષ્ણા, વાસના, લાલચ, ગરજ, સ્વાર્થ વગેરે. વસ્તુની ઇચ્છા ક્યારેક થાય. ક્વચિત વ્યક્તિની ઇચ્છા થાય. કદીક આપણું ગમતું અથવા ધારેલું થાય તેવી પણ આકાંક્ષા પ્રવર્ત. આ બધું જ અપેક્ષા છે. આ અપેક્ષાને કારણે પુદ્ગલનો રાગ પ્રબળ બને છે, તેને કારણે ઘણાં રાગ-દ્વેષના વમળો જીવનમાં પેદા થાય છે; અને તેને લીધે અનેક ગંદાં કાર્યો આપણે કરતાં જ રહીએ છીએ. જેનું પરિણામ ઉદ્વેગ અને ખેદ સિવાય કશું જ નથી હોતું. કર્મબંધન તે તો ખરું જ. અપેક્ષા પાપમાં પરોવે છે. અપેક્ષા આનંદને નષ્ટ કરે છે. અપેક્ષાને કારણે રૂડા સંબંધો પણ તૂટે છે. અપેક્ષા હલકા-હીણા જનોની લાચારી કરાવે છે. ટૂંકમાં, અપેક્ષા દરેક પ્રકારનાં દુઃખોની જનેતા બની રહે છે. બીજી મલિનતાનું નામ છે અભિમાન. “કાંઈક છું' આવું, અને “મારી પાસે કાંઈક ખાસ છે? આવું અભિમાન આપણને સદાય કનડતું હોય છે. ખાસ દેખાવાની અને બીજા ઉપર પ્રભાવ પાડવાની વૃત્તિને લીધે પેદા થતું આ અભિમાન આપણને તુચ્છ પણ બનાવે છે, તોછડા પણ બનાવે છે. પોતાની જાતે જ હલકા થવાની જોગવાઈ આ અભિમાન પૂરી પાડે છે. આ અભિમાન જ આપણને Page #57 -------------------------------------------------------------------------- ________________ આપણા જ માણસોથી વિખૂટા પાડી દે છે. આપણા દ્વારા કોઈનું ખરાબ કરવાની ભૂમિકા પણ એ પૂરી પાડે છે. ક્રોધ, અસત્ય, પ્રપંચ અને દ્વેષ જેવાં મલિન તત્ત્વોનું ઉદ્દભવસ્થાન પણ આ અભિમાન જ હોય છે. સંબંધોમાં કડવાશ અને પછી વિચ્છેદ એ આનું ભયાનક પરિણામ છે. અદેખાઈ એ ત્રીજી મલિનતા છે - ચિત્તની, બીજાની ઉન્નતિ કે પ્રગતિ જોવાની અશક્તિ એટલે અદેખાઈ. આવી વ્યક્તિ કોઈનું સારું ન જોઈ શકે, ન ખમી શકે. એને અન્યની સારપમાં પણ બૂરાઈ જ શોધવી ગમશે. કોઈનું સારું થાય કે બોલાય તો તેના પેટમાં તેલ જ રેડાવાનું. સરવાળે આવો માણસ બધી રીતે સુખી હોય તોય તે અત્યંત દુઃખી જ હોવાનો : બીજાના સુખથી દુઃખી ! આપણે, મારે ને તમારે સૌએ, તપાસ કરવાની છે કે આપણા ચિત્તમાં આ ત્રણ મલિનતાઓ છે કે કેમ? છે તો તેની માત્રા કેટલી છે? પોતાને બરબાદ કરે અને બીજાને કષ્ટ આપે એ હદે તો એ મલિનતાઓ વકરી કે વકરતી નથી ને? આપણી તમામ ધર્મકરણી આ મલિનતાઓને નાબૂદ કરવાનું સરસ સાધન બની રહે તે રીતે કરવાનો હવે નિર્ધાર કરીશું? (શ્રાવણ-૨૦૬૩) ધર્મચિત્તન Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૫ સફલ ભયો નર-જન્મ હમેરો મોંઘેરો માનવ જન્મ ! કેટલો દુર્લભ ! કેવો તો મૂલ્યવાન ! એની દુર્લભતાની ગાથાઓથી આપણાં ધર્મશાસ્ત્રો છલકાય છે. આપણાં નીતિશાસ્ત્રો ગાઈ-વગાડીને એની દુર્લભતાનાં ઉદાહરણો ટાંકે છે. શાસ્ત્રો કહે છે – ખોવાયેલું ચિંતામણિરત્ન કોઈ વખત ફરીથી જડે, પણ વ્યર્થ વેડફેલો મનુષ્ય-અવતાર પાછો ન મળે! બીજી રીતે જોઈએ તો, મહામહેનતે અને મહાપુણ્ય મળેલા નરજન્મને ભૌતિક વાસનાઓ સંતોષવા માટે પ્રયોજવો, એટલે કા કા કરીને પજવતા કાગડાને ભગાડવા માટે ચિંતામણિ રત્નનો ઘા કરવો ! કોઈ શાણો મનુષ્ય ચિંતામણિરત્ન મળે તો તેનો આવો દુરુપયોગ કદી ન કરે અને કોઈ સમજદાર આદમી દશ દષ્ટાન્ત દુર્લભ માનવદેહ મેળવ્યા પછી તેને રાગવૈષ મોહના કીચડમાં ડૂબવા ન દે. સવાલ સમજણનો છે અને શાણપણનો છે. સમજણ ઓછી હોય કે શાણપણના ખાતે મીંડું હોય તે જરૂર આ નરજન્મને વેડફે, એળે જવા દે. પણ શાણો અને સમજુ જણ તો આ કાયાનો કસ જ કાઢી લે, એમાં શંકા નહિ. આ જીવનને વેડફવા માટે આપણને કેટલાં બધાં સાધનો મળ્યાં છે ! સૌથી મોટું સાધન તે પુદ્ગલ: આપણું શરીર પણ અને દુનિયાની ભૌતિક અસંખ્ય ચીજો પણ ! એ બધું આપણને ભારે ઘેલા, બબ્બે મૂછિત બનાવી મૂકે છે. યુગયુગાંતરોથી, ખરેખર તો જન્મજન્માંતરોથી પુદ્ગલ એ મનુષ્યના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. પુદ્ગલ એ વાસ્તવિક રીતે સંસારવૃદ્ધિનું કારણ છે, પણ મનુષ્ય તેને પોતાના સુખનું ઉપાદાન ગણતો રહ્યો છે. પુગલ જડ તત્ત્વ છે, આત્મા ચેતન તત્ત્વ છે. પણ આ ચેતન અને જડનો સંગમ કહો કે દોસ્તી, એ એવી તો અતૂટ અને અજોડ છે કે તેનો અચંબો જ્ઞાનીઓને પણ થતો હોય છે. અચંબાનું મોટામાં મોટું નિમિત્ત એ કે અહીં જડને ચેતનનું જરાય આકર્ષણ નથી હોતું અને ચેતન જડ વિના જીવી નથી શકતું ! જડતત્વ સાથેની દોસ્તી જેટલી ગાઢ, તેટલું મનુષ્યનું ભવભ્રમણ વધુ લાંબું, વધુ કષ્ટમય. જડતત્વ સાથેની સોબત જેટલી અલ્પ, તેટલું મનુષ્યનું ભવભ્રમણ પણ ન Page #59 -------------------------------------------------------------------------- ________________ ઓછું. માનવજીવનની દુર્લભતા સમજાય, તેને આ સત્ય અવશ્ય સમજાય. બીજી તરફ, માનવજન્મને સફળ અને સાર્થક બનાવવું હોય તો તે માટેનાં સાધનો પણ આપણને ઓછાં તો નથી જ મળ્યાં! કેટકેટલાં એવાં સાધન છે, જેના આલંબને આ જીવન જ નહિ, પણ આખો ભવસાગર તરી જઈ શકાય તેમ છે ! આવાં સાધનોમાં સૌથી ઊંચું અથવા પ્રથમ સાધન એટલે “ધર્મ.' ધર્મ એટલે મનુષ્યને અશુભ માર્ગે જતો અટકાવી શકનારું તત્ત્વ. દુર્મતિ અને દુર્ગતિ એ બે છે અશુભ માર્ગો. એ બન્ને માર્ગ તરફ ધસી જતા મનુષ્યને પાછો વાળી શકે તેવું તત્ત્વ તે ધર્મ. ધર્મ સિવાય બીજા એક પણ તત્ત્વની ગુંજાઈશ નથી કે મનુષ્યને ખોટા રસ્તે જતો રોકી શકે. ધર્મતત્ત્વ વિષેની મનુષ્યની સાચી સમજ, એનામાં હિત-અહિતનો વિવેક જન્માવે છે અને એ વિવેક એને માઠા રસ્તે જતા અટકાવે તો છે જ, પણ સાથે સાથે એને સાચા રસ્તે દોરી પણ શકે છે. આસક્તિનો માર્ગ તે અશુભ માર્ગ છે. અશુભ એટલા માટે કે તે આપણી પાસે ઘણાં ઘણાં અજુગતાં કે ખોટાં કામો કરાવે છે. આસક્તિ હિંસા કરાવે. જૂઠું બોલાવે. ચોરી કરાવે. અનાચાર–સેવન કરાવે, વ્યર્થનો સંગ્રહ કરાવે. ન જાણે આવાં તો કેટકેટલાં પાપ એક આસક્તિ કરાવે છે માણસ પાસે ! ઈર્ષાનો માર્ગ તે અશુભ માર્ગ છે. એ માણસની દોષદષ્ટિને ખીલવી આપે છે અને ગુણદષ્ટિને ઝાંખી પાડે છે. પોતાની દૃષ્ટિને મલિન બનાવ્યા સિવાય કોઈની એબ જોવાનું શક્ય જ નથી. બીજાનું સારું થાય, બોલાય, તે ઈર્ષાવાળો મનુષ્ય સહન નથી કરી શકતો. આવા માણસને પોતાનું સારું કરવામાં એટલો રસ નથી હોતો, જેટલો રસ કોઈનું સારું ન થાય - ખરાબ થાય તેમાં હોય છે. ઈર્ષ્યા, ક્લેશ જન્માવે, વેર અને વિરોધ વધારે, જીવનને અવગુણોની દુર્ગધથી ભરી દે. ધૃણાનો-નફરતનો માર્ગ તે અશુભ માર્ગ છે. ઘણા લોકોનો સ્વભાવ જ એવો હોય છે કે એમને બીજું કોઈ જ ન ગમે. દરેકે દરેક માણસમાં એમને કાંઈ ને કાંઈ નફરત કરવા જેવું જડી જ આવે. આવા જણને કોઈ મિત્ર ન હોય. બધાયનો તિરસ્કાર જ કરવાની ટેવ હોય તેની મૈત્રી કોણ પસંદ કરે ભલા? ક્રોધનો માર્ગ એ અશુભ માર્ગ છે. ક્રોધે અનેકોના સંસાર ઉજાડ્યા છે. ક્રોધે અકારણ યુદ્ધો નોતર્યા છે અને લાખોનો સંહાર કરાવ્યો છે. ક્રોધને ઊર્જા ગણાવીએ તો પણ તે નકારાત્મક ઊર્જા જ ગણાય. આવી ઊર્જા પોતાને પણ બાળે અને બીજાને પણ સળગાવે. ક્રોધ વડે બળવું એટલે આપણા સગુણોને બાળવા. સગુણો બળી જાય તેવો માણસ સારા માર્ગે ચાલશે તેવી અપેક્ષા પણ કેમ રખાય ? અહંકારનો માર્ગ પણ અશુભ માર્ગ છે. અહંકારનો માર્ગ એટલે અંધકારનો માર્ગ. અહં હોય તે મનુષ્ય હમેશાં અંધારામાં જ અથડાતો હોવાનો. અહં માનવીને Page #60 -------------------------------------------------------------------------- ________________ તોછડો બનાવે, અતડો બનાવે, રસાળ બનાવે. અહંકારી આપવડાઈમાંથી ઊંચો ન આવે અને બીજાની હલકાઈમાં જ એ રાચે. અહંકારીનો લોકો ગેરલાભ પણ ઘણો ઉઠાવે અને કાળાંતરે તેને સૌની અવગણના પણ ખમવી જ પડે. અશુભ માર્ગના આ તો થોડાક નમૂનામાત્ર છે. આવાં તો અગણિત વાનાં છે જે મનુષ્યને અશુભના માર્ગે લઈ જાય, માણસની મતિ બગાડે અને ફલતઃ તેની ગતિ પણ બગાડે. અશુભ માર્ગ ગણાતી આવી દરેક બાબતનો ત્યાગ કરવો તેનું નામ “ધર્મ. અશુભને છોડવું તે ધર્મ અને ધર્મ જેમ જેમ વધતો જાય, સમજાતો જાય, તેમ તેમ અશુભ છૂટતું જાય. મનુષ્યજીવનને સાર્થક અને સફળ બનાવવા માટે બે જ વાત કરવી ઘટે : આસક્તિ, ઈર્ષા, ધૃણા, ક્રોધ, અહંકાર જેવાં દૂષણોને જીવનમાંથી તિલાંજલિ આપવી અને ધર્મતત્વને જીવનમાં અગ્રિમ સ્થાન આપવું. આટલું કરે તે મનુષ્ય માટે ભવસાગર પાર ઊતરવાનું કામ ઘણું સહેલું થઈ પડે. તેનું ભવભ્રમણ અવશ્ય ઓછું થાય. એથીયે વધુ મહત્ત્વની વાત એ કે આવા મનુષ્યનો જન્મારો સફળ નીવડે. તેના માનવીય તેમજ આધ્યાત્મિક ગુણોનો ભારે વિકાસ થાય. ધર્મ વિહોણું જીવન નિષ્ફળ જીવન છે. ધર્મથી સુવાસિત જીવન તે સાર્થક જીવન છે. આમ માનવાનું કારણ એટલું જ કે ધર્મ એ એક એવો પદાર્થ છે કે જે અહીંયા – આ જન્મમાં આચરવામાં આવ્યો હોય તોય એ પરભવમાં પણ આપણી સાથે આવે છે. કમાયેલો પૈસો ગમે તેટલું સાચવીએ તો પણ અહીં જ રહે છે. કામના અર્થાત્ ભોગ વિલાસનાં સાધનો પણ અહીંના અહીં જ છૂટી જાય છે. સાથે કશું જ આવે નહિ, લઈ જવાય નહિ. એટલે જે વસ્તુને મહાપ્રયત્ન મેળવ્યા પછી પણ સાથે લઈ જવાતી ન હોય તે વસ્તુ “આપણી” કેમ કહેવાય? તે આપણને મળે તો પણ તેનું મૂલ્ય “ભાડોત્રી વાહન'થી વિશેષ કશું જ ન ગણાય. એથી સાવ ઊલટું, ધર્મ' એ એટલા માટે આપણી વસ્તુ છે કે તેના પર આપણી માલિકી છે, તેને આપણી સાથે પરભવમાં લઈ જઈ શકીએ છીએ અને તેના થકી આપણા આ મનુષ્યભવને સફળ તથા સાર્થક પણ બનાવી શકાય છે. શાણો મનુષ્ય દુર્લભ એવા જીવનને, પુદ્ગલની આસક્તિમાં, દેખાદેખીથી પણ વેડફે નહિ. સમજુ વ્યક્તિ અશુભ માર્ગેથી વહેલાસર પાછો વળી જાણે અને સવેળા ધર્મના શુભ માર્ગ પર ગતિશીલ – પ્રગતિશીલ બની જાય. (કાર્તક-૨૦૬૫). Page #61 -------------------------------------------------------------------------- ________________ ચિન્તન Page #62 -------------------------------------------------------------------------- ________________ ઘણા વખતથી, ઘણીવાર, ઘણા લોકો પૂછતા હોય છે કે, આપણાં સમાજમાં જૂઠા, ઢોંગી, દુરાચારી, ખોટાં કામો જ કરનારા અને દુર્જન હોવા છતાં સજ્જનનો દમામ રાખી ફરનારા માણસોની જ કેમ ઉન્નતિ, ચડતી અને બોલબાલા થતી હોય છે ? એવા લોકો જ સતત સુખ-સાહેબી-સત્તા-સંપત્તિ-પ્રતિષ્ઠા- આ બધું કેમ મેળવતા હોય છે ? અને જે ખરેખર લાયક છે, ગુણિયલ છે, સરળ અને સદાચારી છે અને ખરા અર્થમાં સજ્જન-પાપભીરુ છે, તેવા લોકો હંમેશાં માર ખાતા જ રહે; તેમની માનહાનિ અને અવગણના જ થાય; તેમના નસીબમાં દુઃખ, અનાદર, ઠપકા અને વેઠ-વૈતરાં જ હોય; અથવા તેઓ સારૂં પણ કરે તોયે મૂર્ખ ઠરે અને પાછા ફેંકાય – આવું કેમ ? સારી સ્થિતિ અને ખરાબ આચરણ તેમજ શુભ આચરણ અને ખરાબ સ્થિતિ - આ જ છે કર્મસત્તાનો અર્થ અને કાયદો ? બહુ પેચીદો છે આ પ્રશ્ન. ધર્મીને ઘેર ધાડ અને અધર્મીને ત્યાં લાડ’ આવી ઉક્તિઓ પણ આ પ્રશ્નમાંથી જ પેદા થઈ હશે. સાધુજનોને પણ આ પ્રકારની સ્થિતિ અને આવો પ્રશ્ન અનેકવાર નડતો-કનડતો હોય જ છે. પરંતુ આનો જવાબ, પૂર્વે કરેલાં અશુભ કર્મનો કે શુભ કર્મનો જ આ પ્રતાપ-પરિપાક છે, એ સિવાય કાંઈ આપી શકાય તેમ નથી. અને આ જવાબ પર શ્રદ્ધા રાખીને, ધીરજપૂર્વક અશુભને, તથા વિવેકપૂર્વક, છકી ગયા વિના શુભને ભોગવવા સિવાય કોઈ વિકલ્પ નથી. આમ છતાં, એક બોધકથા ક્યાંક વાંચી હતી તે આ સંદર્ભમાં યાદ આવે છે. એક સિદ્ધ મહાત્મા, વહેલી સવારે, એક ચેલા સાથે, ગંગાતટે સ્નાન માટે જઈ રહ્યા હતા. હજી અંધારૂં હતું. મોંસૂઝણું થયેલું નહિ. એમાં વાટમાં એક ઠૂંઠું આવ્યું અને મહાત્મા તેની જોડે અથડાયા. વાગ્યું અને લોહી પણ નીકળી ગયું, પીડાવશ મહાત્માના મોંમાંથી શાપ નીકળી ગયોઃ ‘તારું નખ્ખોદ જાય.’ વળતે દિવસે પાછા તે રસ્તે પસાર થયા તો ઠૂંઠું યથાવત્ હતું. ચેલો પૂછેઃ ‘ગુરુજી, તમારો શાપ અફર - અમોઘ હોય છે તે આ ઠૂંઠું તો અકબંધ છે ! આમ કેમ ? ગુરુએ કહ્યું: બચ્ચા, ધીરજ રાખ, રાહ જો. સમય વહેતો રહ્યો. ચોમાસું વરસ્યું. ઠૂંઠું મહોર્યું ને થોડા વખતમાં તો તેને ડાળીઓ ફૂટી, એ પછી તો તે મજાનું પલ્લવિત વૃક્ષ બની ગયું. શિષ્ય વળી ગુરુજીને પૂછયું કે આમ કેમ? ગુરુએ કહ્યું કે હજી રાહ જો, ભાઈ. વળી થોડા દહાડા વહ્યા, ને એક દિવસ ભયાનક વાવાઝોડું ફૂંકાયું. પ્રચંડ તોફાની પવનને કારણે અનેક વૃક્ષોની સાથે આ ઠૂંઠું – વૃક્ષ પણ મૂળસો’તું ઉખડ્યું - પર Page #63 -------------------------------------------------------------------------- ________________ અને ભોંયભેગું થઈ ગયું. આ જોઈને શિષ્ય કહ્યું: મહારાજ ! આપનો શાપ તો વિલક્ષણ રીતે આને ફળ્યોઆનું કારણ શું? ગુરુએ મર્માળુ સ્મિત વેરતાં કહ્યું : બેટા ! જો એ ટૂંઠું જ રહ્યું હોત તો આવાં અનેક વાવાઝોડાં પણ એને હલાવી કે ઉખેડી ન શકત. પણ એ ફાલ્યું ફૂલ્યું ને વૃક્ષ થયું એટલે એક જ ઝંઝાવાત એ મૂળથી ઉખડી ગયું, પાડવા માટે પણ પહેલાં તો ચડાવવો જ પડે. પાપી જીવોનું, પાપ અને દુષ્ટતા દ્વારા મેળવેલ સુખ, સત્તા, સંપત્તિ, મોભો વગેરેનું પણ આવું જ સમજવું. ખોટું કરનાર ધીમે ધીમે, ક્યારેક તો એકદમ વેગપૂર્વક, પાંગરે છે, વિકસે છે અને સમાજમાં તેની જ બોલબાલા થતી હોય છે. અને તેથી અણઘડ જીવોને થાય કે ધર્મીને જ ધાડ હોય, પાપીને તો પરમ આનંદ જ છે! પરંતુ ખરેખર તેમ નથી હોતું. કર્મસત્તાની ગત ન્યારી હોય છે. એ પહેલાં પાપીને ખીલવા દે છે, તેનાં પાપોને - દુરિતોને સોળે કળાએ ખીલવા દે છે. અને એ વકરી જાય, નીંભર અને નઠોર બની જાય, પછી તે કર્મસત્તા પોતાનો દંડ ઉગામે છે, અને તેને એવો તો ફટકારે છે કે, પછી કંઈ કેટલાયે જન્મો સુધી તે જીવને પાછા ઊભા થવાની કોઈ તક અને શક્યતા જ નથી રહેતી. અને તેવી પળે સાધારણ ગણાતા સન્ન આદમીને સમજાય છે કે, આપણે જેવા છીએ તેવા જ ઠીક છીએ. કાંઈ નહિ તો, આવી પ્રગતિ (!) પામીને પાપાચારના અને દંભ-પ્રપંચના અનર્થોથી તો બચ્યા ! થોડાંક સૂત્રો હૈયે લખી રાખવા જેવાં છેઃ - ધર્મીને ઘેર ધાડ પડે નહિ, અને ધાડ પડે અથવા પડેલી ધાડને ધાડ માનીને પોક મૂકે તે ધર્મી નહિ. - ધાડ પડે તો પણ તેને અશુભ કર્મનો ઉદય સમજે, અને ધીરજ તથા સમતા ન ગુમાવે અને આકળ-વિકળ ન થાય તે ખરો ધર્મી. - પુણ્યના ઉદયમાં છકી ન જાય, સ્વ-સ્થ રહી જાણે તે ધર્મી. - પુણ્યનો ઉદય ભલભલાને પાપમાર્ગ ભણી ઘસડી જાય છે. માટે પુણ્યના ઉદયના સમયમાં ધર્મી આત્માએ સતત સાવધ રહેવું ઘટે. - આ કલિયુગ છે. આ યુગમાં દુર્જનોને લીલાલહેર હોય અને સર્જનોને પીડા જ હોય. દુર્જનોની લીલાલહેર જોઈને, પોતાની પીડાને ટાળવા માટે, દુષ્ટ આચરણ કરવાની વૃત્તિ અને પ્રવૃત્તિથી જાતને બચાવે - બચાવી શકે તે સાચો પુણ્યશાળી અને સાચો ધર્મી. અને છેલ્લે – જબ તક તેરે પુણ્યકા, આયા નહીં કરાર તબ તક સબ કુછ માફ હૈ, ગુન્હા કરો હજાર.” (પ્ર.આસો., ૨૦૧૭) : એ. * ચિત્તન. * Page #64 -------------------------------------------------------------------------- ________________ એક સરસ વિચાર આવેલો : “આપત્તિને અવસરમાં ફેરવો.” તકલીફ કોને નથી આવતી? તબિયતની, માનસિક, ધંધાકીય, કૌટુંબિક, સામાજિક અથવા અન્ય અનેક પ્રકારની તકલીફ કે આફત પ્રત્યેક વ્યક્તિને જીવનમાં આવતી જ હોય છે. તકલીફ વિનાનું જીવન જ સંભવિત નથી. આપણને તકલીફ આવે છે ત્યારે આપણી પહેલી પ્રતિક્રિયા હોય છે ફરિયાદ કરવી, રોદણાં રડવાં અને વ્યાકુળ બની જવું. આ બધું કરવાથી તકલીફો ઘટી હોવાનો દાખલો બન્યો હોય તો તે હજી જાણવા મળ્યો નથી. શાણા લોકો શીખવાડે છે કે ગમે તેવી વિકટ સ્થિતિ સર્જાય તો પણ શાંતિ જાળવી શકે, પૈર્ય ગુમાવે નહિ, અને આવી પડેલ સંકટને કે મુશ્કેલીને અનિવાર્ય આફત-સ્થિતિ લેખે સ્વીકારીને વર્તે, તે જ માણસને શાંતિ પ્રાપ્ત થવાની. બાકી માત્ર કકળાટ કર્યા કરનારનું તો જીવન છિન્ન ભિન્ન જ થવાનું. આપણા અંગત જીવનમાં પણ સમસ્યાઓ આવે છે. આપત્તિ આવે જ છે. એવે વખતે આપણે કેવી રીતે વર્તીએ છીએ તે તપાસવાનું છે. જો આપણે શાણા હોઈશું તો રોદણાં રડવાને બદલે એ આવેલ આપત્તિને પણ જીવનની શુદ્ધિવૃદ્ધિનો અવસર બનાવી દઈશું. અને જો આપણું કાળજું ઠેકાણે નહિ હોય તો એકમાંથી અનેક સમસ્યાઓ પેદા કર્યા કરીશું. આપણે શાણા છીએ ખરા? કે પછી રડમસ છીએ? વિચાર કરવા જેવો છે. (જેઠ-૨૦૧૬) Page #65 -------------------------------------------------------------------------- ________________ પ વિહારયાત્રા દરમિયાન, એક હિન્દી ટ્રકસૂત્ર વાંચેલું તે હમણાં સાંભર્યું છેઃ ‘અપની ઔકાત કો મત ભૂલો.’ ભાષા અને શાબ્દિક રજૂઆત જુદી છે, પણ વાત એક જ છે કે, દરેક ક્ષેત્રની દરેક વ્યક્તિએ પોતાનું માપ, પોતાનું કદ, પોતાની મર્યાદા અને પોતાની પહોંચનો ખ્યાલ રાખવો જ જોઈએ. એનું ઉલ્લંઘન કદીક આપણને હાંસીપાત્ર સ્થિતિમાં કેલી શકે, તો કદીક આપણે અન્યની નજરમાંથી ઊતરી પણ જઈએ, એવું બને. આપણને ‘માપ’માં ન રહેવા દેનારાં, જે થોડાંક તત્ત્વો છે, તેમાં મુખ્ય તત્ત્વ છે ‘અહંકાર’. ‘હું ધારું તે કરી શકું, હું કહું એ સાચું જ હોય, મેં પહેલેથી કહી દીધેલું કે આનું આમ જ થશે, આપણે કદી ખોટા ના પડીએ, અમુક વ્યક્તિ તો આપણું જ માને, પૂછ્યા સિવાય પગલુંય ન માંડે’ આ બધાં એવા અહંકાર-વિભૂષિત લોકોનાં ‘વચનામૃતો’ છે. આવા લોકો મોટાભાગે તુચ્છ-તોછડા હોય છે. નાદાનિયત કે મૂર્ખતા એ એમની આગવી વિશેષતા હોય છે. કોઈ પુણ્યના યોગે મળેલી અમુક સંપન્નતા કે માન-આબરૂના જોરે આવા લોકો ગેસ-ભરેલા ફુગ્ગાની માફક ઊંચે ને ઊંચે ઉડતા ફરે છે, અને કદીક ફૂટી કે ફાટી જવાની લેશ પણ આશંકા, પેલા અહંકારને કારણે, એમને હોતી નથી. મૂર્ખતા પણ કેવી મુગ્ધ! પરંતુ, આના કારણે એ લોકો પોતાનું ‘માપ' વીસરી જાય છે, અને એને લીધે એમનાં અનેક સારાં પાસાં પણ ક્યારેક ઢંકાઈ જતાં છે. યાદ રહે, આપણી સચ્ચાઈને યાદ રાખનારા કરતાં આપણી અવળ ચંડાઈને યાદ રાખનારા વધારે હોય છે. ‘અમે હતા તો જ આ થયું, આ છે અમે ન હોત તો આ થવું શક્ય જ નહોતું' આ અહંકારી રાગનો આલાપ આપણે કાયમ છેડતાં રહ્યાં છીએ હવે આ રાગ આપણને અળખામણા અને ‘લપ’ સમાન બનાવી મૂકે, તે પહેલાં જ ચેતી જઈએ, અને આપણું માપ પરખીને તેમાં સમાઈ જઈએ, તેમાં જ આપણું શ્રેય ગણાય. આપણને ‘માપ’-ભ્રષ્ટ કરનારું બીજું તત્ત્વ છેઃ ઈર્ષ્યા - અદેખાઇ. જ્યાં અભિમાન હોય ત્યાં ઈર્ષ્યા હોય અને હોય જ. આવા તત્ત્વને લીધે આપણને સતત એક પ્રકારની અણછાજતી બળતરા રહેતી હોય છે. કોણે શું કર્યું, કોણ શું બોલ્યા, કોને શું મળ્યું, આ બધું અન્યનું જાણી લેવાની વૃત્તિ- કુતૂહલ - આમાં બહુ હોય છે. આપણને જેમાં લેવાદેવા ન હોય, નિસબત પણ ન હોય, આપણો વિષય કે ક્ષેત્ર પણ ન હોય, છતાં જેની તેની કે જે તે વાતમાં હસ્તક્ષેપ કર્યા કરવાની આ ઈર્ષ્યાજન્ય ટેવ, આપણને ‘માપ’ થકી ભ્રષ્ટ કરી દે છે. પરિણામે મોટેભાગે આપણે આપણું માન ગુમાવીએ છીએ અથવા તો ભોંઠા પડવાની સ્થિતિ સર્જાય છે. બીજાને ચિન્તન Page #66 -------------------------------------------------------------------------- ________________ દાબમાં એટલે કે, કબજામાં રાખવાની વૃત્તિ ઈર્ષ્યા દ્વારા આપણામાં પેદા થતી હોય છે. ‘સામાએ શું કરવું અને શું ન કરવું, એ હું જ નક્કી કરીશ, અને તેણે તે માનવું જ જોઈએ’ આવું વલણ પછી આવી જાય છે, જે ક્યારેક આપણને શોષણખોર પણ બનાવી મૂકે છે. આ સંદર્ભમાં એક ઠેકાણે વાંચેલું ઉદ્ધરણ અહીં ટાંકું: ‘એવા પ્રકારના લોકો પણ હોય છે જેઓ ત્યાં સુધી એ લોકોને મદદ કરવા તત્પર રહેતા હોય છે જ્યાં સુધી એ લોકો એમની ઉપર નિર્ભર હોય છે. જેવા પેલા માણસો પોતાના પગ ઉપર ઊભા થાય અને એમના ઉપર નિર્ભર રહેવાનું છોડી દે, (તે સાથે જ) આ પ્રકારના લોકો એમનું જીવવું ભારે કરી દેતા હોય છે અને એમના માટે મુશ્કેલી ઊભી કરી દેતા હોય છે. જો આપણે સફળ થવું હોય તો આવી વ્યક્તિઓને ટાળવી જોઈએ. એમની તરફ દુર્લક્ષ કરવું જોઈએ. એમના આવા વર્તનનું કારણ માનવસહજ સ્વભાવ અને ઈર્ષાવૃત્તિ જ હોય છે.’ આપણે તપાસ કરવાની છે કે, આપણે પણ આવા ઇર્ષ્યાખોર તો નથી ને? અને એવા ન થઈ પડાય તેની કાળજી સતત કરવાની છે. માટે જ આપણે યાદ રાખીએઃ ‘માપમાં રહો.’ ‘માપ’ની બહાર નીકળી જનારા મનુષ્યની કેટલીક ખાસિયતોને સમજી લઈએ તો તેમને ઓળખી શકાય, અને આપણે તેમનાથી તેમ જ તેવા થવાથી ઉગરી પણ શકાય. આ રહી એ ખાસિયતોઃ ન • હું કદી ભૂલ કરૂં જ નહિ. • હું બધાની ભૂલ કાઢી શકું, મારી ભૂલ કોઈથી ના કઢાય. • હું ગમે તે કહી- સંભળાવી શકું, મને કોઈ કાંઈ કહે તે ન ચાલે. ૦ હું કોઈની પણ બાબતમાં માથું મારી શકું અને તે તેણે નભાવવું જ જોઈએ. પણ મારી બાબતમાં કોઈથી માથું ન મરાય. • હું ‘તમે આ બરાબર નથી કર્યું - નથી કરતા' એમ નિઃસંકોચ કહી શકું બીજાને, પણ મને કોઈ એવું ન કહી શકે. જ બીજાની દરેક વાત જાણ્યા વિના મને ન ચાલે, પણ મારું કશું કોઈ જાણી ન શકે, જાણે તો મને ન ફાવે. • મારી સાથેના લોકોએ હું ઇચ્છું તેમ જ વર્તવું જોઈએ, નહિ તો ન ચાલે. આવી આવી તો અનેક ખાસિયતો હોઈ શકે છે. ‘માપ’માં રહેવા ઈચ્છનારે આ બધી ટેવોથી બચવું જ રહ્યું. આપણે સ્વેચ્છાએ જો મર્યાદામાં વર્તીશું, તો આપણા માનવીય સદ્ગુણોનો આપોઆપ વિકાસ થશે, અને અહંકાર-ઈર્ષ્યા જેવાં મલિન તત્ત્વો પણ મોળાં પડશે. એના લીધે આપણામાં લાયકાત આવશે, જે આપણને સત્પુરુષોની નજીક જવા તથા તેમની શિક્ષા તથા આશિષને યોગ્ય બનાવીને આપણું કલ્યાણ કરવામાં સબળ સાધન નીવડશે. ખૂબ વાગોળજો આ વાતોને. લાભ જ થશે. (ફાગણ-૨૦૬૦) K Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪ અંગ્રેજી મિતિ પ્રમાણે આજે નવું વર્ષ પ્રારંભાય છે. હેપી ન્યૂ યરનો આજે દિવસ છે. આપણા પરંપરાગત નૂતન વર્ષ અને આ અંગ્રેજી નૂતન વર્ષ - બંને વચ્ચે એક દેખીતો તફાવત એ છે કે આપણી પરંપરામાં નવા વર્ષનો આરંભ દાન, દયા, ભલાઈ, પરમાર્થ, પ્રાર્થના અને એ બધાં દ્વારા લાધતા આનંદ સાથે થતો હોય છે. જ્યારે અંગ્રેજી વર્ષારંભ રંગ-રાગ અને મોજ-મજાહ સાથે થતો હોય છે. આ તફાવત વાસ્તવમાં સાંસ્કૃતિક તફાવત છે. પરદેશની ને પરધર્મની સંસ્કૃતિ આપણા માનસ પર કેટલી બધી છવાઈ ગઈ છે એનો પાકો અંદાજ અંગ્રેજી નૂતન વર્ષ અને નાતાલની ઉજવણી જોતાં મળી શકે. અમેરિકામાં જન્મેલા અને ભણતા એક યુવકે કહ્યું કે, અમદાવાદમાં જે રીતે નાતાલ ઉજવાય છે, એવું તો અમને અમેરિકામાં પણ જોવા મળતું નથી! અહીંની નાતાલ જોઈને અમને તો ચીતરી ચડે છે! સાંસ્કૃતિક આદાન-પ્રદાન ચાલતું રહે તો તે તો આવશ્યક છે અને અપેક્ષિત પણ. પરંતુ આ જે ચાલે છે તે તો સંસ્કૃતિનો હ્રાસ છે! સંસ્કૃતિમાં તપ અને ત્યાગ કેન્દ્રમાં હતાં, એટલે એ બધું જ પરિવર્તન કે આદાન-પ્રદાન કે આક્રમણ જીરવી શકાતું હતું અને સહ્ય પણ બની જતું હતું. પણ સાંસ્કૃતિક હ્રાસના આ સમયમાં તપ અને ત્યાગ કેન્દ્રમાંથી ખસી ગયાં છે, અને તેના સ્થાને ભોગ અને સ્વચ્છંદતાની પ્રતિષ્ઠા થઈ છે. પરિણામે જગતની શ્રેષ્ઠ ગણાતી આપણી ‘સભ્યતા’ અત્યંત ઝડપથી ‘અસભ્યતા'માં પલટાઈ જઈ રહી છે. ન ગમે એવી પણ આ વાસ્તવિકતા છે, જેનો ઇન્કાર કરી શકાય તેમ નથી. સ્વચ્છંદ કે નિરંકુશ થવું એ જરા પણ અઘરૂં નથી. તમે વડીલોની આમન્યા લોપવા માટે તૈયાર હો, અથવા પરંપરાએ સીંચેલા મર્યાદાના સંસ્કારોને તડકે મૂકવાની હિંમત કેળવી જાણો, તો તમે સ્વચ્છંદ જ નહિ, ધીઠ અને નફ્ફટ પણ બની શકો છો. એ પછી તમારે કોઈ પણ વાતે વિચારશીલ બનવાની ઝંઝટમાં પડવું નહિ પડે. સ્વચ્છંદતા અને વિચારશીલતાને કમેળ હોય છે. સ્વચ્છંદી માણસ ભાગ્યે જ વિચારી શકે છે. કેમ કે વિચારવું એ જાત સાથે વાત કરવા બરાબર છે, અને સ્વચ્છંદી વ્યક્તિ માટે તો એ ભારે ડરામણી સ્થિતિ ગણાય. વિચારનારો માણસ ભાગ્યે જ સ્વચ્છંદી હોય છે અથવા બની શકે છે. વિચારશીલતા એ સ્વયં એક પ્રકારનો અંકુશ છે, જે આપણને મર્યાદાનું અને આમન્યાનું પાલન કરવા ચિન્તન Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રેરે છે, મજબૂર કરે છે. ફલતઃ આપણી “સભ્યતા' આપણામાં અકબંધ બચી જાય છે. આપણે હવે સામાજિક સભ્યતાના નહિ, વૈયક્તિક સભ્યતાના યુગમાં જીવી રહ્યા છીએ. ક્યારેક એમ કહેવાતું કે આખો સમાજ કયારેય ખરાબ નથી હોતો, વ્યક્તિઓ ખરાબ હોય છે. આજે એથી ઊલટું કહી શકાય કે આખો સમાજ કદી સારો ન હોય, વ્યક્તિઓ જ સારી હોય. કદાચ આ વિધાન વધુ પડતું લાગે, તો પણ આપણે બહુ જ ઝડપથી આવી સ્થિતિ તરફ ધકેલાઈ રહ્યા છીએ, એવી શંકા રોજ વધુ ને વધુ પ્રબળ બનતી જાય છે. આપણી સભ્યતાનો પાયો તપ છે. ત્યાગ છે. વિશ્વ-સભ્યતાઓનો ઈતિહાસ આલેખનાર લેખક વિલ ડ્યુરો (ઇંગ્લેંડ) એ નોંધેલું કે “જે સભ્યતાના પાયામાં તપ:શ્રી ધરબાઈ હશે, એ સભ્યતા જ ૨૧મી સદીમાં જીવશે – જીતશે.” આપણી સભ્યતા' – સંસ્કૃતિને ભોગવાદ ગળી જાય તે પહેલાં જ આપણી તપશ્રીને આપણે સહુએ મળીને પુનઃ જીવંત અને જળહળતી બનાવીએ, એમાં જ આપણો ઉદ્ધાર છે, ઉત્થાન પણ છે. (પોષ-૨૦૧૨) Page #69 -------------------------------------------------------------------------- ________________ સંસારનું સ્વરૂપ જેમ જેમ અનુભવમાં આવતું જાય છે, તેમ તેમ આઘાત, આશ્ચર્ય અને છેવટે મધ્યસ્થભાવની લાગણીઓ થતી રહે છે. ન કહ્યું હોય તેવે સ્થળેથી, ઈર્ષાનો, દ્વેષનો, અરુચિનો, વહેમનો અનુભવ, તે પણ સાવ અકારણ જ, થાય છે. ક્યારે ક્યારે પહેલાં તો આઘાત જ લાગે એ સાવ સ્વાભાવિક છે. મન ખિન્ન થાય, ક્વચિત્ વસમું પણ લાગે. વ્યાકુળતા જન્મે. પણ પછી જરા ઊંડા ઊતરીએ, આગળ પાછળનાં કાર્ય-કારણો તપાસીએ તો આઘાત શમવા માંડે અને આશ્ચર્ય અનુભવાવા લાગે. થાય કે કેટલી ક્ષુલ્લક વાતને કેવું વિકૃત રૂપ અપાય છે ! પરંતુ પરિસ્થિતિને જરા ઠરવા દઈએ, તો આઘાત અને આશ્ચર્યમાંથી બહાર આવી જવાય છે, અને વ્યાકુળતાનું સ્થાન મધ્યસ્થભાવ ગ્રહણ કરી લે છે. પછી ખેદ, ક્લેશ, પ્રત્યાઘાત, બદલો લેવાની કે જવાબ આપવાની વૃત્તિ, બધું શાંત પડી જાય અને મૌન, શાંતિ તથા સહનશીલતા જામવા માંડે છે. આમાં શીખવાનું એટલું જ કે પાકી જાંચ – તપાસ કર્યા વિના, કદી, કોઈને માટે, કોઈ પણ બાબતે, અભિપ્રાય ન બાંધવો. દેખીતી રીતે ખરી લાગતી વાત પણ વાસ્તવમાં ખોટી હોઈ શકે છે. વળી, તપાસમાં કાંઈક ભૂલ પકડાય તો પણ તેના આધારે વહેમ, દ્વેષ કે અરુચિ કેળવીને વર્તન કરવું, સ્વાભાવિક સહજ વ્યવહારને અસહજ કરી મૂકવો, એ પણ શાણા મનુષ્ય માટે ઉચિત નથી. સામા માણસના, આપણને લાગેલા. દોષ ગમે તેટલા મોટા હોય, પણ તેના કરતાં આપણી ઉદારતા વધુ મોટી અને વધુ આગળ જ હોવી જોઈએ - આટલું સમજી લેવામાં જ આપણું શાણપણ પણ છે અને ધાર્મિકતા પણ. જગતમાં કોઈપણ વ્યક્તિ નિર્દોષ નથી; જો દોષ શોધતાં ફરીએ તો. તો, કોઈ પણ ભૂલ એવી નથી હોતી, જેને માફ ન કરી શકાય. અથવા જેને સુધારી ન શકાય. પ્રશ્ન સમજણનો છે. ઉદારતાનો છે. દષ્ટિનો છે. ધર્મના પાયાનો છે. સમજુ જીવ, હરેક ઘટનામાં, હરપળે, સંસારના સ્વરૂપનો અનુભવ કરતો રહે છે, અને પોતાની સમજણને સતત પરિમાર્જિત કરતો રહીને આંતરિક વિકાસ સાધતો રહે છે. (મહા-૨૦૬૨) ચિન્તન Page #70 -------------------------------------------------------------------------- ________________ હમણાં એક જૂની લોકોક્તિ જેવું સુભાષિત વાંચવા મળ્યું. શાણા મનુષ્યોની શાણી વાતો આવી સહજ લોકોક્તિ વાટે સાવ સુગમ અને સરળ રીતે પ્રગટતી હોય છે, જે સુજ્ઞ મનુષ્યના જીવનને અજવાળી જનારી નીવડે છે એ ઉક્તિ આવી નેકી કર ઔર દરિયામેં ડાલ બદી કર તો પલ્લુ મેં ડાલ અર્થાત્ આ ઉક્તિમાં કહે છે કે તમે સારું કામ જો કરો, તો તે કર્યા પછી ભૂલી જજો, યાદ ન રાખતા. ઘણા મહાનુભાવોએ ઘણાં ઘણાં સારાં કામો એટલાં મોટાં કર્યાં છે કે તેનો જાણે કે મોટો દરિયો બન્યો છે. તમારા સારા કામનું મૂલ્ય એની સામે એક તુચ્છ બિંદુ જેટલું જ હોઈ શકે. એટલે સારું કામ થઈ જાય તો તેને દરિયામાં પધરાવી દઈને ભૂલી જવામાં જ શ્રેય છે. અને એથી સાવ વિપરીત, જો તમે ખોટું કામ - બદકામ કર્યું હોય કે કરો, તો તેને ગાંઠે બાંધીને રાખજો; કદી ભૂલતા નહિ. ખોટું કરેલું યાદ રહેશે તો ક્યારેય સારા કામનું અભિમાન નહિ થાય, અને ખોટાં કામનો પસ્તાવો હમેશાં હૈયે રહેશે. સારાંશ એટલો કે સારું કામ જ કરવું, જરૂર કરવું, પણ તે કર્યા પછી મેં કર્યું છે' એવો ગર્વ કદી ન કરવો. એ કામને જ્યાં ને ત્યાં ગા ગા ન જ કરવું, અને શક્ય પ્રયત્ન તેને ભૂલી જ જવું. તો ખોટું કામ ન જ કરવું, કરવું પડે કે થઈ જાય તો તેને સતત યાદ કરવું, યાદ કરીને તેનો પસ્તાવો કરવો. કોઈ કહે કે તે આવું કર્યું? તો તે વાતનો પ્રમાણિકપણે અને ખેલદિલીપૂર્વક એકરાર કરવો જ, પણ નફફટ ન થવું. આજના આપણા વ્યવહારથી અને પ્રથાથી સાવ ઊંધી શિખામણ આ ઉક્તિમાં છે. આપણો વ્યવહાર એવું શીખવે છે કે, સારું કામ થઈ જાય તો તેની જોરશોરથી જાહેરાત કરો. અને જો ખોટું કામ કર્યું હોય તો તેની બીજા કોઈને ગંધ પણ ન આવી જાય તેની પેરવી કરો. અને છતાં જો આપણા ખોટાની બીજાને જાણ થઈ જાય તો તે આપણને સંભળાવી ન જાય અથવા તે વાત તેનાથી આગળ ન વધે તે માટેની આપણે પાકી ગોઠવણ કરી દઈએ. આપણને આપણું ખરું કે ખોટું, સારું કામ જાહેર કરવામાં ઊંડો રસ હોય છે. અને એટલો જ ગાઢ Page #71 -------------------------------------------------------------------------- ________________ રસ આપણા ખોટાને ઢાંકવામાં તથા છૂપાવવામાં પણ હોય છે. પાંચ વર્ષના બાળકથી લઈને સમાજમાં અને ધર્મમાં ઊંચા સ્થાને બિરાજમાન પ્રતિષ્ઠિત મહાનુભાવો સુધીના તમામ માણસોની આ જ મનોદશા છે. વધુ સ્પષ્ટ રીતે જોઈએ તો, આપણને સારું કરવામાં ઓછો રસ છે, પણ આપણને “આમણે સારું કર્યું એવું સાંભળવામાં - કહેવડાવવામાં વધુ રસ છે. આપણને ખોટું કરવામાં આંધળો-રસ છે, પણ તે છતાં, “આમણે ખોટું કર્યું એવું કોઈ માને અને કહે, તો તે આપણને ગમતું નથી. તેનો સ્વીકાર કરવા પણ આપણે તૈયાર નથી થતા. આવા વ્યવહારમાં જ આખું જગત રાચતું હોય ત્યારે, આ લોકોક્તિ એનાથી તદ્દન વિપરીત શિખામણ આપણને આપે છે કે સારું કરવાનું, અને છતાં સારું કર્યાનો બોધ નહિ રાખવાનો; ખોટું કરવાનું નહિ, છતાં ખોટું થાય તો, ખોટું કર્યાનો અહેસાસ સતત ચિત્તમાં જીવતો રાખવાનો. મને લાગે છે કે, આ લોકોક્તિના મર્મને અનુસરવાનો પ્રયત્ન એ જ ધર્મનો મંગલ પ્રારંભ છે, અને એમાં જ સમજણનો ઉદય પણ છે. ધર્મની બીજી તમામ વાતો અને રૂઢિઓનું પાલન પણ, ખરેખર તો, ધર્મની સમજણ વિકસાવવા માટે જ કરવાનું હોય છે, એ વાત અહીં સ્વીકારવી જ પડે. આશા રહે કે આ લોકોક્તિ બધાને ગમશે, અને તેમાંની શાણી શિખામણનું સેવન કરવાનું તો તેથીયે વધુ રુચિકર નીવડશે. વિશાખ-૨૦૬૨) ચિત્તન Page #72 -------------------------------------------------------------------------- ________________ જેમ જેમ વખત વીતતો જાય છે, તેમ તેમ કેટલાંક તથ્યો અનુભવે સમજાતાં જાય છે. તથ્થોના સમજાવા સાથે જ ઘણા ઘણા ભ્રમો ભાંગીને ભૂકો થતાં જાય છે. ભ્રમ હંમેશાં અવાસ્તવિક હોય છે. છતાં તેને જ સાચો માનીને, અથવા તેને ભ્રમ' નહિ માનીને જીવવામાં આપણને એક પ્રકારની નિરાંતનો કે પછી સલામતીનો અનુભવ થતો રહે છે. વાસ્તવિકતાનો બોધ આપણને એકલાઅટૂલા પાડતો હોય છે, જ્યારે “ભ્રમ' હમેશાં આપણને બાહ્ય સલામતીનું આશ્વાસક કવચ પૂરું પાડતો હોય છે. તથ્યોનો બોધ અને સ્વીકાર, અને ભ્રમણાઓનો ભૂકો કરનારા તધ્યાનુભવોના પરિણામે, દેખીતી રીતે કે વ્યવહારમાં ભલે અસલામતી કે એકલતા ઊભી થતી લાગે. પણ ખરેખર તો તેનાથી એક સ્પષ્ટ અને સ્વસ્થ સમજણનો ઉદય થતો હોય છે, જે ચિત્તને અને જીવનને વધુ સહિષ્ણુ, વધુ સ્વસ્થ, વધુ ઉદાર અને વધુ ઉદાત્ત બનવા તરફ દોરી જાય છે. આપણામાં વર્તતી ભ્રમણાઓનું મૂળ આપણી “મમતા'માં પડેલું હોય છે. મારી મમતા મને અહં તરફ ધકેલતી રહે છે, તો તે મને અનંત ઇચ્છાઓ અને તૃષ્ણાઓની ચુંગાલમાં પણ ફસાવે છે. આ બધાંને લીધે હું સતત એક નશામાં જીવું છું કે “આ મારું છે, આ હું ધારું તેમ જ વર્તે, આનાથી મારી બધી જ અપેક્ષાઓ તૃપ્ત થાય જ.' ભ્રમણાનો આ પરપોટો એટલો તો રૂપાળો અને મસ્ત હોય છે કે તે વારંવાર ફૂટી જાય અને તેની જગ્યાએ નવા નવા પરપોટા પેદા થઈ થઈને ફૂટતા જાય, તો પણ તે મારા ધ્યાનમાં આવતું નથી. મારી માનેલી વ્યક્તિ, એકાદ વાર મારું ધાર્યું કરે, અને પછી અનેકવાર તે મારી ધારણાથી ઊંધું કરે તો પણ, મને તો પેલો પ્રથમ પરપોટો જ દેખાય છે. તે તથા તેની પછીના અગણિત ફૂટી ગયેલ પરપોટા જાણે મને દેખાતા જ નથી! ભ્રમણા પણ કેવી અદ્ભુત! હું માનું કે બધા મારું જ માને છે : ભ્રમણા-૧. હું માનું કે બધા મને હમેશાં વફાદાર છે? ભ્રમણા-૨. હું માનું કે મને તો બધા છેતરે જ નહિ, મારાથી તો છૂપાવે જ નહિઃ ભ્રમણા-૩. હું માનું કે હું ધારું તે કરી શકુંઃ ભ્રમણા-૪. હું માનું કે બધાએ મારી ઇચ્છા મુજબ જ વર્તવું જોઈએ : ભ્રમણા-૫. હું માનું કે મને Page #73 -------------------------------------------------------------------------- ________________ જે ગમે તે બધાને ગમવું જોઈએ, મને ન ગમે તે કોઈને ન ગમવું જોઈએ : ભ્રમણા-૬. હું માનું કે મને જ ખરું સમજાય છે, બીજા કોઈનેય નહિ : ભ્રમણા૭. હું માનું કે હું કહું, માનું અને કરું, તે સત્ય જ હોય છે, તેમાં ભૂલ કે ખોટું હોય જ નહિ : ભ્રમણા-૮. આ છે આપણા-મારા જીવનની અદ્ભુત ભ્રમણાઓ. આ બધી માન્યતાઓ ભ્રમણા છે. એ સમજવા જ અત્યાર સુધી હું તૈયાર નહોતો. પણ જેમ જેમ અનુભવ વધતો જાય છે, સમય વીતતો જાય છે, તેમ તેમ ભ્રમ અને તથ્ય વચ્ચેનો તફાવત પકડાતો જાય છે, તથ્ય પકડાતાં જાય છે, અને ભ્રમ ભાંગતા જાય છે. અપરિપક્વ વ્યક્તિ માટે ભ્રમણાઓનું ભાંગવું એ કદીક ભયાનક બિમારીનું અને અસ્વસ્થતાનું નિદાન બની શકે. સમતોલ રહેવાની ક્ષમતા જ આવી ક્ષણોમાં જીવનને જાળવી શકે, અને સમતોલ રહેવાની કળા. માત્ર શાસ્ત્રાધ્યયન, અનુપ્રેક્ષા, સત્સંગ અને સહજ ધૈર્ય દ્વારા જ સિદ્ધ થઈ શકે તેવી કળા છે. આ બધું હોય તો, ભ્રમ ભાંગે તોય તમે ભાંગી નથી પડતા. વાસ્તવનું દર્શન પણ તમને તૂટવા નથી દેતું કે અટૂલા-એકલા નથી બનવા દેતું. બલ્ક ભીતરથી સભર બનાવી દે છે : એવા સભર, કે પછી તમે કોઈપણ સ્થિતિ કે સંજોગ સામે હસતાં હસતાં ઝઝૂમવા કટિબદ્ધ બની રહો. આ ક્ષમતા આપણને સાંપડો! (માગશર-૨૦૬૩) ચિત્તન ૪ {* Page #74 -------------------------------------------------------------------------- ________________ ૮ આજથી પ્રારંભાતું નવું વર્ષ સૌને સુખમય - સુખદાયી હો ! દેવગુરુધર્મના પુનિત આશીર્વાદ સર્વત્ર વરસતાં રહો ! સૌનું મંગલ હો ! પ્રત્યેક વ્યક્તિને પોતાની નબળાઈ હોય છે. તેને સ્પર્શ કરો કે તે તમારી ગુલામ ! બીજાની જરા જેટલી પણ નબળી વાત ચલાવી નહિ શકનારા લોકો, પોતાની જબરદસ્ત નબળાઈઓને પણ સાવ સરળતાથી માફ કરી શકે છે ! પોતાની નબળાઈને સ્વાભાવિક ગણાવી, અને અન્યની નબળાઈનો ભારપૂર્વક અસ્વીકાર કે તિરસ્કાર કરવો, એ મનુષ્યની બહુ મોટી નબળાઈ જ છે. - બીજાની જ ખામી કે વાંક દેખાયા કરે તે માણસ હંમેશા નબળો હોવાનો. ઓછામાં ઓછું તેની જાત સમક્ષ તો તે નબળો જ પુરવાર થશે. સબળ બનવું હોય તેણે તો બધી જ બાબતમાં સૌ પ્રથમ પોતાની ખામી અને વાંક શોધવાની ટેવ પાડવી પડે. પોતાની ખામી જોઈ શકે તે જ તેને દૂર કરવા મથી શકે, અને તેમ કરી શકે તે જ સબળ કે પ્રબળ બની શકે. - બીજાઓની નબળી વાતો તથા ભૂલોની જાણકારીને જ પોતાની તાકાત સમજવાવાળા મનુષ્યો ભલે ચારેકોર ઉભરાતા હોય, પરંતુ તેમનાથી દુનિયાનું લેશ પણ ભલું થતું નથીઃ બલ્કે તેમનું ખુદનું પણ તેઓ ભલું કરી નથી શકતા, આ નીતરી વાસ્તવિક્તા છે. વાતે વાતે બીજાનો જ વાંક જોનારો માણસ શાંત, સ્વસ્થ કે પ્રસન્ન નથી બની શકતો. તેના ફાળે તો માત્ર ક્લેશ અને સંક્લેશ જ આવવાના. મજાની વાત ત્યારે થાય કે એ ક્લેશ - સંક્લેશને પણ એ કરુણા અથવા સામાના હિતની ચિંતા – માનીને જીવે ! આવા જીવો જીવનમાં કદાપિ સુખ-શાંતિ પામતા નથી. નવા વર્ષે જીવનને કેન્દ્રમાં રાખીને આ થોડુંક ચિંતન...... (કાર્તક-૨૦૬૪) Page #75 -------------------------------------------------------------------------- ________________ 2 હમણાં ‘શિવમસ્તુ સર્વજગતઃ' સૂત્ર ચિંતનધારા ચાલી રહી છે. પ્રવચનનો વિષય પણ મોટા ભાગે તે સૂત્ર જ હોય છે. આપણી આસપાસનો સમાજ અથવા સમૂહ, પ્રવર્તમાન સંજોગોને આધીન, દુઃખ અને વેદના ભણી ધકેલાઈ રહ્યો હોય કે ધકેલાઈ જશે તેવી ધાસ્તી પ્રવર્તતી હોય, ત્યારે આ સિવાય બીજો વિષય પ્રસ્તુત પણ કેમ ગણાય ? કોઈ દુ:ખી ન થાય, સહુ કોઈ સુખી થાય અથવા સહુનાં દુ:ખો શમી જાય, એવી મહેનત કે મથામણ તેમજ પ્રાર્થના જરૂર કરવી રહી. પણ સવાલ એ જાગે છે કે આટલા બધા લોકો એકી સાથે દુ:ખી કેમ થાય છે ? દુઃખ વિનાનો મનુષ્ય ન હોય, જીવન પણ ન હોય, એ વાતનો ઈન્કાર ન કરીએ. તો પણ એકી સાથે આટલા બધા - અગણિત જનો એકાએક દુઃખના દરિયામાં ડૂબવા માંડે તેનું શું કારણ? યુદ્ધ નથી, દુકાળ નથી, પ્લેગ જેવા ઉપદ્રવ નથી કે નથી ત્સુનામી અથવા ભૂકંપ! હા, મંદી અને મોંઘવારી જરૂર છે. પણ તેથી આટલા બધા લોકો, લોકો જ નહિ પણ રાષ્ટ્રો, આટલાં બધાં દુ:ખી થાય એ કેવું વિચિત્ર ગણાય ? આવું શાથી થયું હશે ? આમ થવાનું કારણ શું હશે ? તત્ત્વજ્ઞાનીઓ પાસે આનો અત્યંત સાદો અને સરળ એક જ જવાબ છે : ‘અપેક્ષા’. મનુષ્યનાં તમામ દુઃખોનું એક માત્ર પ્રધાન કારણ છે અપેક્ષા. અપેક્ષાને કા૨ણે વતન છોડીને દેશાવર પણ જાય - મનુષ્ય. અપેક્ષાને સંતોષવા નોકરી કરે, વૈતરાં કરે, માનાપમાન વેઠે, ભૂખ - ઉંઘ - ઉજાગરા - મુસાફરી – કુટુંબવિરહ – ગુલામી બધુ જ સહન કરે - મનુષ્ય. બીમારીને પણ તે અવગણે, સ્વજનોને પણ છેહ દે. ન ગમતા લોકો સાથે પણ હસી ખુશીથી પનારો પાડે. બધું માત્ર અપેક્ષાને પૂરી કરવા માટે જ. શેરબજારમાં રોકાણ કરવામાં અપેક્ષા જ કારણભૂત છે. કર્મચારીઓનાં આંદોલનો પાછળ પણ અપેક્ષા જ કામ કરતી હોય છે. પોતાને જે મળે છે તેનાથી કે પોતાની પાસે જે છે તેટલાથી કોઈને સંતોષ નથી. શું શ્રીમંત કે શું નોકરિયાત – દરેકને છે તેના કરતાં વધુ મેળવી લેવું છે. મળે છે તે ગમે તેટલું વધુ પ્રમાણમાં મળતું થાય તો પણ તેઓને તે અપૂરતું લાગે છે, અને હજી વધારે કેમ મેળવવું તેની લ્હાયમાં જ તેઓ સળગતા રહે છે. મળ્યું તેટલું તો ભોગવી જ લેવાનું, પણ તે ભોગવવા પછી પણ તે ભોગવવાનો આનંદ હોય તેના કરતાં ઓછું ચિન્તન Page #76 -------------------------------------------------------------------------- ________________ પડ્યાનો કચવાટ વધારે હોવાનો. પહેલાં અપેક્ષા અને પછી ફરિયાદ, એ આપણી વ્યાપક અને સામાન્ય સ્થિતિ છે. અપેક્ષા રાખવાની ના નથી, શરત એટલી જ કે અપેક્ષા પૂરી ન થાય તો રડવાનું નહિ, ફરિયાદ કરવાની નહિ. અપેક્ષા રાખવા છતાં નિરપેક્ષ બનવાનો આ અદ્ભુત ઉપાય છે. કમભાગ્યે, આ બાબત આપણને માફક આવતી નથી. પરિણામે આપણા ભાગ્યમાં દુઃખ અને ફરિયાદ સિવાય કાંઈ બચતું નથી. અપેક્ષા પૂરી થાય તોય આપણે દુ:ખી હોઈએ છીએ; અને અપેક્ષા સંતોષાય નહિ, તો પણ આપણે નર્યા દુઃખી જ હોવાના ! આનો અર્થ એટલો જ કે આપણા સુખ કે દુઃખનો ઈલાજ આપણા જ હાથમાં છે. આપણામાં અપેક્ષા અને ફરિયાદ જેટલાં વધુ માત્રામાં, તેટલા આપણે વધુ દુઃખી. અને આપણે જેટલે અંશે નિરપેક્ષ બની રહીશું, તેટલે અંશે આપણે વધુ સુખી થઈ રહેવાના. અપેક્ષા વધારતાં જઈને દુઃખમાં વૃદ્ધિ ઘણી કરી, હવે થોડીક નિરપેક્ષતા કેળવીને સુખની પણ વૃદ્ધિ કરીએ. (મહા-૨૦૧૫) Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ધર્મશાસનમાં, સમાજમાં અને દેશમાં પણ એવી એવી ઘટનાઓ ઘટી રહી છે કે મન ચકરાવે ચડી જાય છે. ઘણી ઘટનાઓ અથવા ઘણા લોકો સાથે પાલો પાડવાનો થતો જ રહે છે. જ્યારે નિરાંત મળે ત્યારે તેનું તારણ કાઢીએ તો લાગે કે ઉચિત આચરણનો આગ્રહ ઘટતો જાય છે. લક્ષ્યવિહોણું કાર્યગ્રસ્ત કે કાર્યક્રમગ્રસ્ત જીવન જીવી નાખવાની લગભગ સામાજિક આદત બની ગઈ છે. નિરંકુશતા, ક્ષુદ્રતા અને આપમતીનું જોર નિરંતર વધી રહ્યું છે. ‘જાગૃતિ’ અને ‘ઠરેલપણું’ લગભગ નામશેષ થયાં છે. આ બધાંને રડવાનો કોઈ જ અર્થ નથી. હતાશા અને ખેદ સિવાય, તેનાથી, કાંઈ જ નીપજે નહિ. રડવું કે હતાશ થવું એટલે આપણું પણ બગાડવું. ‘બધા આવા છે, હું એકલો શું કરી શકું?' એવો રોદણાં, શાણા કે વિચારશીલ મનુષ્યને પાલવે નહિ. તેણે તો આવા વાતાવરણમાં એક જ કામ કરવું પડેઃ જાગતા રહેવું પડે. ‘જાગૃતિ’ જ તેનું કર્તવ્ય અને તેની ઉન્નતિનો માર્ગ પણ બની રહે. બધા સૂતા હોય, સૂવાનું જ પસંદ કરતા હોય, ત્યારે જે જાગે, જાગૃતિને અપનાવે, તે જ શાણો ! જાગવાનો, કદીક, વાંધો નથી હોતો, પણ ‘જાગીને કરવું શું ?’ એ પ્રશ્ન ઘણીવાર મૂંઝવે ખરો. જાગૃત તો કૂતરાં પણ હોય છે. પણ એના જાગવાનો મતલબ એક જ ઃ ભસવું. આપણે પણ જો જાગીને કોઈની સામે / પાછળ ભસવાનું જ હોય, તો તેવી જાગૃતિ પણ શા ખપની ? પારકી પંચાત કે આપણને નિરંકુશ સ્વચ્છંદ અને તુચ્છ બનાવનારાં તત્ત્વો છે. આવાં તત્ત્વોને જ વકરવા દેવાનાં હોય તો તો તેવી જાગૃતિ પણ બેહોશીનો જ પર્યાય બની રહે. ના, જાગવાનો અર્થ આ શ્વાનજાગૃતિ નથી લેવાનો. જાગૃતિ તો આપણી ચેતના જીવંત અને જ્વલંત હોવાનો પુરાવો છે. પ્રમાદ ટળે, દુર્ધ્યાન દૂર થાય, પરાયી તાંત - પંચાત અને ટીકા - નિંદા કરવાની આદત કહો કે વૃત્તિ તે ઉપશમી જાય, ક્લેશ અને સંક્લેશની વાતો અણગમતી થાય અને બોધ - દશા વિકસવા માંડે, ત્યારે જાગૃતિનાં પગરણ મંડાયાં છે તેમ સમજાય. પોતાના દોષ જોવાનું, કોઈપણ પ્રકારનાં નબળાં કે માંદલાં મનોવલણોને અપનાવ્યા વિના – સાવ સહજ સ્વસ્થતાથી, ગમવા માંડે, અને અન્યોના દોષો જ જોવા - જાણવા - ગાવાની જમાનાજૂની આદત અળખામણી લાગતી થાય, ત્યારે ‘જાગૃતિ’નું પ્રભાત ઊગી રહ્યું હોવાનો અહેસાસ થઈ શકે. એક મુસ્લિમ બંધુને એક ફકીરે કહ્યું : આખો દહાડો આ વૈતરાં જ કરતો રહીશ તો માલિકની બંદગી ક્યારે કરીશ ? થોડી થોડી બંદગી પણ કરતો થા ! આના ચિન્તન Page #78 -------------------------------------------------------------------------- ________________ જવાબમાં એ ખેડૂતે છ- સાત વાતો એ મૌલાને કહી, તેમાંની એક વાત કંઈક આવી હતી : સાંઈ ! માલિકે કહ્યું છે કે તારી એબો જોવાની પૂરી ન થાય, ત્યાં સુધી બીજાની એબ જોતો નહિ. હવે મારામાં જ એટલી બધી એબો છે કે તેને જોવા - સમજવાનું કામ પૂરું જ થતું નથી, પછી બીજાની એબ જોવાનો સમય મને ક્યાંથી મળે? એટલે હું કોઈનીય એબ જોતો નથી, સાંઈ! - સાંઈ તો આ સાંભળીને ડઘાઈ જ ગયા ! તેમણે કહ્યું : બંધુ, તું સાચા માર્ગે છો. તારી બંદગી આમાં જ આવી ગઈ. તું આગળ વધ્યે જા આપણને પણ આવા સાચા બંદા કે ભક્ત મળી આવે. આપણી આંખો જો ખુલ્લી રાખીને જીવીએ તો આવા બંદા આપણી આસપાસમાંથી જ મળી આવે. શરત એક જ : કોઈનું સારું જ જોવા જેટલી જાગૃતિ કેળવવી પડે. કોઈના દોષ જોવાની ઉંઘ જે વળગી છે, તેને ખંખેરી નાખવી પડે. આપણે આવી જાગૃતિ કેળવી શકીએ ખરા? સંતો કહે છે કે જો જાગત હૈ સો પાવત હૈ, જો સોવત હે સો ખોવત હૈ... અર્થાતુ, જાગે તેને જ જડે. ઉંઘતો તો ભૂલો જ પડે. અને આપણી ઉંઘ પણ કેટલી જાતની ? તૃષ્ણાની ઉંઘ, વાસનાની ઉંઘ. મારું - તારું ઉંઘ. “હું'ની એટલે કે અહંકારની ઉંઘ. તુચ્છતા કે હલકી મનોવૃત્તિની ઉંઘ. બીજાને ભોંઠા પાડી દેવાની વૃત્તિની ઉંઘ, બીજાને પડતો – આખડતો જોઈને રાજી રાજી થવાની ઉંઘ. બાપ રે ! આવી તો અઢળક ઊંઘ આપણને ઘેરી વળી છે ! આટલી બધી ઉઘને ઉડાડવા માટે કેટલું બળ કેળવવું પડે? કેટલું સામર્થ્ય વિકસાવવું અને અજમાવવું પડે? એ સામર્થ્ય આપણામાં હજી સુધી તો પેદા થયું નથી. બલ્ક એવું સામર્થ્ય વિકસાવવા માટેની સમજણ તથા ઇચ્છાશક્તિ કશું જ આપણી પાસે છે નહિ. તો પછી આપણી ઉંઘ ઉડશે? અને ઉંઘ નહિ ઉડે તો જાગૃત જણને જ મળે તેવા લાભ આપણને શી રીતે પ્રાપ્ત થશે? આ સવાલ હવે આપણે આપણને ખુદને પૂછવાનો છે. મળેલો આ મનુષ્ય - અવતાર એ જાગૃતિનો અણમોલ અને મહામહેનતે માંડ માંડ મળતો એકમાત્ર અને શ્રેષ્ઠ મોકો છે. આ તક ચૂકી જઈશું તો ફરી ફરી આવો મોકો મળે તેવી શક્યતા નહિવત્ છે. મહાપુરુષો તો ગાઈવગાડીને જાગૃતિની પ્રેરણા પીવડાવે છે. આપણે તેને ઝીલીએ – ઝીલવા માટે કટિબદ્ધ થઈએ, તો પણ ઓછું નથી. (ફાગણ-૨૦૬૫) Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૧ કુદરતે મનુષ્યને એક ખાસ સગવડ આપી છે : વધતાં રહેવાની સગવડ. મનુષ્ય ઈચ્છે કે ના ઈચ્છે, તેની ઉંમર વધતી જ રહે છે. ઉંમર વધે છે, તેની સાથે ને સાથે તેનું શરીર પણ વધતું જ જાય છે – વૃદ્ધ થતું જ જાય છે. વળી, ઉંમર અને શરીરની વૃદ્ધિ થાય તે સાથે મનુષ્યના અનુભવો પણ વધતા જતા હોય છે. બિલકુલ પ્રયત્ન કે મથામણ કર્યા વગર થતી આ ત્રણ પ્રકારની વૃદ્ધિ, એ માણસને કુદરત તરફથી લાધેલી ભેટ છે. આ ત્રણ સિવાયની તમામ પ્રકારની વૃદ્ધિ માટે માણસે ઉદ્યમ અને માથાફોડી અનિવાર્યપણે કરવાની રહે છે. પરિવારની વૃદ્ધિ, ધનની વૃદ્ધિ, આબરૂ - પ્રતિષ્ઠાની વૃદ્ધિ, પદ અને સત્તાની વૃદ્ધિ - આવી, ભૌતિક કહી શકાય તેવી કોઈપણ વૃદ્ધિ, મનુષ્યને પ્રયત્ન કે પુરુષાર્થ કર્યા વિના નથી લાધતી. તો આ જ રીતે, આત્મિક કે આધ્યાત્મિક કક્ષાની ગણી શકાય તેવી વૃદ્ધિ પણ આપણને પ્રયત્ન / પુરુષાર્થ વિના નથી જ મળતી. મનુષ્યમાં સામાન્યપણે હોવા જોઈતા માનવીય અથવા નૈતિક ગુણોની વૃદ્ધિ, ધર્મભાવના અને ધર્મકરણીની વૃદ્ધિ, વિવેકશીલતાની, સમજણની તથા આંતરિક જાગૃતિની વૃદ્ધિ - આ અને આવી તમામ પ્રકારની વૃદ્ધિ મેળવવા માટે માણસે સભાન અને સબળ પરિશ્રમ કરવો જ પડતો હોય છે. જ્યાં સુધી આપણા મનનો સવાલ છે ત્યાં સુધી, આપણા મનને ભૌતિક વૃદ્ધિ અને તેને પામવાનો પ્રયાસ - આ બે જેટલાં ફાવે છે, ગમે છે, તેટલાં આંતરિક વૃદ્ધિ - જાગૃતિની કે ગુણોની વૃદ્ધિ તથા તેને પ્રાપ્ત કરવાનો ઉદ્યમ એ બે નથી જચતાં, નથી રુચતાં. આપણા મનની સમગ્ર વૃત્તિ, ભૌતિક વૃદ્ધિની દિશાની જ હોવાનું અનુભવાતું રહે છે. આપણી દોટ ભૌતિક પ્રાપ્તિ ને લક્ષ્યમાં | કેન્દ્રમાં રાખીને જ થતી રહે છે. ઉંમર, શરીર અને અનુભવ એ ત્રણે વધે છતાં જો આંતરિક જાગૃતિની વૃદ્ધિ ન થાય, અથવા તેની વૃદ્ધિ માટેની જિજ્ઞાસા પણ ન જાગે, તો પછી એમ કહી શકાય કે ઉંમર વધવા છતાં લાયકાત વધી નથી. આવા માણસને પણ ઉંમર – લાયક કહેવા પડે તો તે ભાષાકીય રિવાજ સિવાય કશું જ ન હોય. ઉંમરના વધવા સાથે ૧મનુષ્યની લાયકાત વધે તે અનિવાર્ય ગણાય. લાયકાત વધી છે તેવું ત્યારે જ મનાય, ચિત્તન Page #80 -------------------------------------------------------------------------- ________________ જયારે વ્યક્તિમાં વર્તતી નાલાયકી ઘટતી જાય અને ગુણોનો આવિર્ભાવ તથા વિકાસ થાય. આવું ત્યારે જ બને, જ્યારે વ્યક્તિ ભીતરથી જાગૃત બનવા લાગે. ઘણીવાર દ્વિધા પણ સર્જાતી હોય છે. એક તરફ અંદરની જાગૃતિ મોહ અને મમત્વ થકી પર થવાની પ્રેરણા આપતી હોયજ. તો બીજી તરફ પુદ્ગલ તરફનું આકર્ષણ પણ અસાધારણ અનુભવાતું હોય. આવે વખતે મનમાં જે દ્વિધા સર્જાય અને તેને લીધે જે ખેંચતાણી કે તંગદિલી પેદા થાય, તે બહુ જ વિષમ અને વિકટ હોય છે. આકર્ષણ અને જાગૃતિનો આ સંઘર્ષ કદીક સાધનાની ઊંચાઈ પણ સર કરી શકે છે, તો કદીક મોહની ઊંડી ખીણમાં પણ પટકી દે છે. મને લાગે છે કે આપણે આપણું બધું ધ્યાન આપણી લાયકાતની વૃધ્ધિ પ્રત્યે કેન્દ્રિત કરવું જોઈએ. લાયકાત વધશે, તો પછી તમામ સંઘર્ષો આપોઆપ હલ થઈ જ જશે. (ચત્ર-૨૦૬૫) Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અમે સાધુ છીએ, એટલે અમારે લોકોને ધર્મ કરવાનો ઉપદેશ આપવાનો હોય છે. સાથે સાથે ધર્મના અને ન્યાય - નીતિ - સદાચારના સંસ્કાર લોકોમાં જળવાઈ રહે તે માટે ક્યારેક ક્યારેક નિયમો કે પ્રતિજ્ઞા (બાધા) પણ આપતા હોઈએ છીએ. અમુક અભક્ષ્ય પદાર્થો ખાવા-પીવા નહિ, ભગવાનનાં દર્શન – પૂજા કરવાં, માબાપને પ્રણામ કરવાં વગેરે નિયમો મુખ્યત્વે, આપવાના થાય છે. ઘણીવાર દારૂજુગારઅનાચાર ન સેવવા અંગે પણ નિયમો આપવા પડે, તો ક્યારેક હિંસા, જૂઠ, ચોરી પરિગ્રહ વગેરે છોડવાનાં વ્રત પણ આપીએ છીએ. ધાર્મિક સૂત્રો ભણવાની વાત પણ કરવી પડે. આ નિયમાવલીમાં અમે એક નવો નિયમ ઉમેર્યો છે. ગુજરાતી ભાષા લખતાં, વાંચતાં, બોલતાં શીખવાનો નિયમ. બીજો કોઈ પણ નિયમ લેવા પાળવા માટે સહેલાઈથી કે થોડીક હા - નાકાની પછી પણ તૈયાર થતા લોકો પણ, આ નિયમ લેવા - પાળવા માટે બિલકુલ તૈયાર નથી હોતા, એનું ભારે આશ્ચર્ય છે. ગુજરાતી ભણે તો બાળકની બૌદ્ધિક કક્ષા નબળી ગણાય. સોસાયટીમાં – સમાજમાં તે બાળક “ડલ'-નબળો ગણાય. તેવા બાળકના મા-બાપની ગણતરી “ગરીબ” કે પછી “અક્કલ વિનાના” એવી થાય. તે બીજા કરતાં ઊતરતા દરજ્જાના મનાય. એવા બાળકમાં શિસ્ત અને સભ્યતા ન આવે. અને ભવિષ્યમાં તેને સારી જગ્યાએ એમિશન ન મળે. નોકરીની તક ન મળે. લગ્નાદિ વ્યવહારમાં પણ વાંધો આવે.” - આ અને આવા પ્રકારની માન્યતાઓ કહો કે ધારણાઓ, સમાજમાં વ્યાપક રીતે સ્વીકાર પામી ગઈ છે. પરિણામે ઈંગ્લિશ જ શ્રેષ્ઠ, ગુજરાતી બેકાર | નકામી, આવી સમજણે ઊંડાં મૂળ ઘાલી દીધાં છે. એ કારણે આખોયે જૈન સમાજ, પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં એ તેમાંયે કોન્વેન્ટ અથવા મિશનરી શાળાઓમાં જ, ભણાવતો થયો છે. આર્થિક રીતે નબળા લોકો પણ દેવું કરીને કે સહાયતા મેળવીને પણ, પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો જ આગ્રહ સેવતા જોવા મળે છે. ગુજરાતી માધ્યમની શાળાઓ કાં તો બંધ થઈ છે, કાં અંગ્રેજી માધ્યમમાં ફેરવાઈ ગઈ છે. ગુજરાતી પરિવારોની સ્થિતિ શી છે? તેમને શાળા તરફથી તાકીદ કરવામાં આવે છે કે “તમારાં બાળકો સાથે ઘરમાં બધી વાતો ઇંગ્લિશમાં જ કરો, ગુજરાતીમાં નહિ. તો જ તેમનું ઇંગ્લિશ પાકું થશે, અને તો જ પરીક્ષામાં સફળ થશે નહિ તો પાછાં પડી જશે.” આના લીધે મોટા ભાગના ગુજરાતી પરિવારોનો રોજિંદો વ્યવહાર અને સામાન્ય વાતચીત પણ હવે અંગ્રેજી ભાષામાં જ થવા માંડી છે. ચિત્તન * 1 / 5 Page #82 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાને તેમના વ્યવહારમાંથી જાકારો મળવા લાગ્યો છે. વિચિત્રતા તો એ છે કે આવા પરિવારો, હવે ગુજરાતી બોલવામાં નાનમ અનુભવે છે અને ઈંગ્લિશ બોલવામાં ગૌરવનો અનુભવ કરે છે ! ક્યારેક એમણે કોઈ સાથે, સાધુ ભગવંતો સાથે, જો ગુજરાતીમાં વાત કરવાની થાય, તો કોઈક શબ્દ એવો આવે કે જેનો તેમને પરિચય જ ન હોય, ત્યારે તેમને તેનો અંગ્રેજી અર્થ સમજાવવો પડે. અથવા તેમનું બાળક સાથે હોય ને તેને પૂછવામાં આવે કે “એક જોઈએ કે બે ?” એટલે તેનાં મમ્મી તેને સમજાવે કે “One or Two?” ત્યારે પેલું બાળક જવાબ આપે : “Two'. તો એક અને બે જેવી તદન સામાન્ય વાત પણ તેને ગુજરાતીમાં સમજમાં આવે નહિ. અને એમાં વળી એ લોકો ગૌરવનો ભાવ અનુભવે ! | ગુજરાતીમાં મામા-મામી, ફોઈ-ફુવા, કાકા-કાદી, માસા-માસી આવાં અઢળક સગપણો અને સંબંધો છે, અને તે દરેકનો પરિચય આપતા શબ્દો પણ છે. અંગ્રેજીમાં બે જ શબ્દ છે. Uncle અને Aunty. આમાં તે વ્યક્તિ મામા છે કે કાકા ને કેમ નક્કી થશે? તેવી જ રીતે દાદા અને નાનાનો તફાવત કે પછી મામાના, કાકાના, માસાના દીકરા વચ્ચેનો તફાવત સમજાવવા માટે પણ અંગ્રેજીમાં કોઈ વ્યવસ્થા નથી. શબ્દો ન રહે, તો ધીમે ધીમે આ પ્રકારનાં સગપણો તથા તે માટેની લાગણીઓ પણ નાબૂદ થશે, અને સમય જતાં બધો ભેદ મટીને ન થવા યોગ્ય લગ્નાદિ વ્યવહારો પણ થવા માંડશે. માત્ર ભાષાની ઉપેક્ષા આપણને અહીં સુધી લઈ જઈ શકે. ધર્મ અને સારા સંસ્કારો લગભગ નામશેષ થશે. કેમ કે ધર્મની બધી વાતો મોટા ભાગે ગુજરાતીમાં તથા પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં રહેવાની. અને તે વાંચતાં બોલતાં કે સમજતાં તો આવડશે જ નહીં. અંગ્રેજી ભાષાના લાંબા Spelling તથા અટપટાં ઉચ્ચારણ (પ્રોનાઉન્સેશન) રમતાં રમતાં શીખી શકે તેવા લોકોને પણ ગુજરાતીનો કે સંસ્કૃતિનો એકાદ સાદો-સામાન્ય જોડાક્ષર વાંચતાં કે ઉચ્ચારતાં નહિ ફાવે. પરિણામે ધર્મ કેવી રીતે શીખશે? સંસ્કારો કેવી રીતે રેડી શકાશે? લાંબે ગાળે ધર્મ, ધર્મગ્રંથો, ધર્મસૂત્રો, ધર્મક્રિયા, ધર્મસ્થાનો આ બધાંયની સ્થિતિ ભારે કફોડી થવાની. અને દુર્ભાગ્ય એ હશે કે આપણા “ઇંગ્લિશ કલ્ચર'ને તે સામે કોઈ જ ફરિયાદ નહિ હોય, તે અંગે લેશ પણ ચિંતા નહિ થાય. બહુ જ ઝડપથી આપણે ભાષા ગુમાવી રહ્યા છીએ. ધર્મ અને સદાચાર ગુમાવી રહ્યા છીએ અને આપણી સંસ્કૃતિનું, આપણી અસ્મિતાનું – Identity નું દેવાળું ફૂંકી રહ્યા છીએ. આવી જિગર ગુજરાતી પ્રજામાં જ જોવા મળે ! બીજાનું ગજું નહિ. (વૈશાખ-૨૦૬૫) Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪ ૧૩ અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકો વિશે આપણે વાત માંડી છે. લગભગ સૌ મા-બાપોનો આગ્રહ હોય છે કે અમારાં બાળકને ઇંગ્લિશ મિડિયમમાં જ મૂકવું છે, અને તે પણ પહેલેથી જ એટલે કે બાળમંદિરથી જ બાળકની એ ઈંગ્લિશ-યાત્રા પ્લે ગ્રુપથી શરૂ થાય, અને નર્સરી, એલ. તથા યુ.કે.જી., આ બધાંમાંથી પસાર થઈને ફર્સ્ટ ટુ ટેન્થ સ્ટાન્ડર્ડ સુધી અને તેનાથી પણ આગળ સુધી ચાલે. એ.બી.સી.ડી., વન ટુ થ્રી તેમજ ટ્વીન્કલ ટ્વીન્કલ લીટલ સ્ટારથી ચાલુ થનારી આ સફર, બાળકને જડ શિસ્તના કોચલામાં પૂરતી, પર્સન્ટેજ અને રેન્કના ટેન્શનથી છલકાવતી, અને દિવસો વીતે તેમ બાપડાને સૂકા કાંટા જેવું સૂકલકડી અને કમજો૨ બનાવતી તેના સહજ સ્મિતને તથા જીવનના ઉલ્લાસને છીનવી લેતી હોય છે. પછી એવું બને છે કે બાળક કદીક સહજપણે જ ખિલખિલાટ હસી પડે તો તેના વાલી વડીલોને માઠું લાગી જાય છે અને તે લોકો તે બાળકની એ Out of Discipline જેવી હરકતને ધમકાવી કાઢે છે. ટૂંકમાં, અંગ્રેજી ભણતું બાળક જીવનનો સ્વાભાવિક ઉલ્લાસ અનુભવવા - માણવાનું ભૂલી જાય તે તેની બૌદ્ધિક પ્રગતિની નિશાની ગણાય છે, જે તેને ઈંગ્લિશ-મિડિયમના સારા પ્રતાપે જ સાંપડી શકે છે. , - અમારી પાસે આવતાં કેટલાંય બાળકોનો પરિચય અમને આ રીતે થાય : એનાં મમ્મી એને કહે, ‘વંદન કર’. એટલે પૂછે ઃ વંદન એટલે શું મમ્મી ?, મમ્મી કહે કે ‘બેટા, મહારાજ સાહેબને જે જે કર.' એટલે એ પૂછે : ‘મમ્મી, એમને મહારાજ સાહેબ કેમ કહેવાય ?’ ક્યારેક અમે નાનાં બાળકોને ચોકલેટ આપીએ, તો કોઈક બાળક પડાપડી કરતું બોલે : ‘અંકલ, મને આપો ને !' અમે પૂછીએ કે ‘આને પાઠશાળા મોકલો છો ?' તો પેલું રમકડું ટહૂકશે : ‘મમ્મી, પાઠશાળા એટલે શું ?’ અને આ બધું આપણે સ્તબ્ધ ભાવે જોતાં રહેવાનું, સાભળ્યાં કરવાનું ! હજી તો મમ્મીઓ આવે વખતે ભોંઠપ અનુભવે છે ખરી. નહિતર કહે કે મહારાજ, અમારા પિન્ટુનો I.Q. બહુ ઊંચો છે ? જોયું ને, કેવું પૂછે છે ? અલબત્ત, આવા દિવસો, ભાગ્યમાં હશે, તો થોડાં જ વર્ષમાં જોવા મળશે ખરા ! આ અંગ્રેજી – બાળકોને કવિ કન્હાનાલાલ, કવિ દલપતરામ, કવિ સુન્દરમ્ તથા ઉમાશંકર આ બધા આપણા જગપ્રસિદ્ધ કવિઓનાં નામો આવડે ખરાં ? આ ચિન્તન Page #84 -------------------------------------------------------------------------- ________________ અથવા આવા કવિઓનાં અભુત કાવ્યો તેમને સાંભળવા કે શીખવા મળે ખરાં? નરસિંહ મહેતા અને દયારામ કોણ હતા તેની ગતાગમ તેમને કદાપિ પડવાની ખરી? ગુજરાત, ગુજરાતની પ્રજા અને ગુજરાતી ભાષા તેમજ આપણા ધર્મ અને નીતિના સંસ્કાર વારસા માટે અસાધારણ યોગદાન આપનાર આ બધી બાબતો વિષે તે બાળકોને કદીય કાંઈ જ જાણકારી નહિ મળે, અને તે ન મળવા બાબત તેમને કદી અફસોસ પણ ક્યાં થવાનો? જે વાતો, જે શબ્દો, જે પરંપરા અને સંસ્કાર વિષેની માહિતી જાણકારી, આ બાળકોના કાનમાં અને હૃદયમાં, હરતાં ફરતાં અને રમતાં – રડતાં, આપણી વાતો થકી જ અને આપણા વ્યવહારો તેમજ વાતાવરણથી જ, રેડાવી જોઈએ, તે વાતો, કદાચ, તેમને જીંદગીમાં ક્યારે પણ નહિ મળવાની. અને કોઈકને તે મેળવવી હોય તો તેના માટે તેણે ખાસ Class રાખવા પડવાના અને શીખવું પડવાનું ! કેવી વિડંબના હોય આ ! મનુષ્યને પોતાના સંસ્કારનાં તથા પોતાની ભાષાનાં મૂળિયામાંથી ઉખેડી નાખવાનો એક સફળ ઉદ્યોગ એટલે બાળકને ઇંગ્લિશ માધ્યમનું શિક્ષણ ! બાળકને પહેલેથી જ અંગ્રેજીયત શીખવનાર પ્રત્યેક - મા-બાપ, ગુજરાતી સંસ્કૃતિ, સંસ્કારિતા, ભાષા અને ધર્મ – આ ચારેયને જડમૂળથી ઉખેડી નાખવાના મહાપાપના પૂરા ભાગીદાર છે. આ બાળકોને ગુજરાતી વાંચતાં નહિ આવડે. ગુજરાતી ભાષાના રોજિંદા ઉપયોગના તથા બોલચાલમાં પ્રયોજાતા શબ્દો પણ તેમને સીધા નહિ સમજાય, તેમને તેના અંગ્રેજી પર્યાય શબ્દો કહેવા જ પડશે. ઘણા લોકો દાવો કરતાં રહે છે કે સાહેબ, એમની સ્કૂલમાં ગુજરાતીનો વિષય પણ છે, અને તેના પણ પિરિયડ હોય છે. સ્કૂલમાં તે વિષય ભલે હોય, પણ ઘરમાં તો તે બાળક સાથે તેના મમ્મીપપ્પા ઇંગ્લિશમાં જ વાતો કરવાનાં. કેમ? તો સ્કૂલવાળાની કડક સૂચના છે કે તમારે તેની સાથે ઇંગ્લિશમાં જ વાત કરવી, નહિ તો તેનું અંગ્રેજી કાચું રહેશે, ને તો પરીક્ષામાં નહિ આવડે, માર્ક ઓછાં આવશે, અને તો અમારે તેને કાઢી મૂકવો પડશે. સ્કૂલનું નામ બગડે તો ! બાળક વધુમાં વધુ સંસ્કારો મેળવે ઘરની આબોહવામાંથી. વધારેમાં વધારે શબ્દજ્ઞાન તેને થાય ઘરમાં નિરંતર ચાલતી વાતચીતોમાંથી સ્કૂલના પોણા કલાકના સાપ્તાહિક બે - ત્રણ પિરિયડોથી તેને ક્યું ભાષાજ્ઞાન લાધવાનું હતું! પણ દંભ તો આપણને કોઠે પડી ગયો છે ! Page #85 -------------------------------------------------------------------------- ________________ પહેલેથી જ ઇંગ્લિશના રવાડે ચડેલ બાળકને ગુજરાતી વાંચતા જ નહિ આવડે એટલે એ પાઠશાળાનાં ધાર્મિક સૂત્રો વાંચી નહિ શકે. મૂળાક્ષરો - જોડાક્ષરોનો પરિચય ન હોવાને કારણે તેને બોલવામાં પણ તકલીફ પડવાની. અથવા કોઈ ખોટું ગોખાવી દેશે, તો તેને અક્ષરજ્ઞાન ન હોવાથી તેમાંની ભૂલ દૂર કરવાની સમજ તેને નહિ પડે. સૂત્રો તો પ્રાકૃત અને સંસ્કૃતમાં હોય, તે શીખવાનું તેની જીભ માટે બહુ આકરૂં થાય જ. પરિણામે ધાર્મિક સૂત્રો તથા તે આધારિત ક્રિયાકાંડ – બને આપોઆપ ઘસાતાં – ભૂંસાતાં જવાનાં. આવાં બાળકોને, મોટા થયા પછી પણ, ગુજરાતી સમજાતું ન હોવાથી, તેઓ ધાર્મિક વ્યાખ્યાનો વગેરેથી વંચિત થઈ રહેવાનાં. લાંબે ગાળે પણ આ સ્થિતિ પેદા થવાની, અને પરિણામે પજુસણ સહિત તમામ પ્રવૃત્તિઓમાં લોકોની ભાગીદારી ઘટતી જવાની. ફલતઃ સૂત્રો અને શાસ્ત્રો ગૌણ થવાનાં, સાધુ - સાધ્વીઓ અપ્રસ્તુત જેવા થવાનાં, દીક્ષા પણ ઘટવાની અને ધાર્મિક કામોમાં ધનનો વ્યય કરવાની પ્રથા પણ ઘટી જવાની. અને તેને લીધે દેરાસરો, તીર્થો વગેરેના સંચાલનમાં પણ તકલીફો પડવાની જ. ભાષા થકી સંસ્કારો આવતા હોય છે. અંગ્રેજી શીખતા | શીખેલા લોકોમાં ગુજરાતી ભાષા થકી જ પ્રાપ્ત થાય તેવા સંસ્કારો ભાગ્યે જ આવશે. પરિણામે ઘણી શ્રેષ્ઠ પ્રથાઓ, પરંપરાઓ, રિવાજો, પ્રણાલિકાઓ નામશેષ થઈ જવાની. ધર્મમાં જ નહિ, જીવનના દરેક વ્યવહારમાં અંગ્રેજીયત દ્વારા સમજાતા શિષ્ટાચારો જ બચશે, પરંપરાગત વાતો નાશ પામશે. ભાષા જીવે છે તેના બોલનારાઓના કારણે. ગુજરાતી પરિવારોમાં અંગ્રેજીનો મહિમા વધતાં ગુજરાતી બોલનારા આવતાં વર્ષોમાં સતત ઓછા થતાં જવાના. એક દહાડો એવો આવશે કે ગુજરાતી બોલતાં – વાંચતાં આવડે તેને સુવર્ણચન્દ્રક કે એવોર્ડ આપવો પડશે. તે રીતે આ ભાષા કાળના પ્રવાહમાં લુપ્ત થઈ જશે. આ બધાંની જવાબદારી કોની? આપણી, આપણા સૌની, ખાસ કરીને પોતાનાં બાળકોને પહેલેથી અંગ્રેજી માધ્યમના હવાલે છોડી દેનારા લોકોની. “હું એકલો કે અમે એકલા શું કરીએ?' એવો બચાવ કરવાની જરૂર નથી. દરેક વ્યક્તિ પોતાની ભાષા, પોતાનો ધર્મ, પોતાના સંસ્કાર વારસાને નષ્ટ થતા અટકાવવા માટે કાંઈક ને કાંઈક અવશ્ય કરી શકશે. “સમય નથી” કે “આ બધી વાતો નર્યો બકવાસ છે એવું વિચારીને છટકી જવાથી કોઈ ઉપર કહેલા મહાપાપમાંથી ઉગરી તો નહિ ચિન્તન Page #86 -------------------------------------------------------------------------- ________________ એક બે નાના નાના ઉપાયો સૂઝે છે. ખબર નહિ, કદાચ કામમાં આવે તો આવે. પહેલી વાત તો એ છે કે પ્રત્યેક મા-બાપ પોતાના બાળકને પ્રાથમિક શિક્ષણ ફરજિયાત ગુજરાતી માધ્યમમાં આપે, અપાવે બાળમંદિર (પ્લે ગ્રુપ , નર્સરી નહીં) થી લઈને પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ ફરજિયાત ગુજરાતી માધ્યમમાં હોય. તે પછી ભલે તેને ઇંગ્લિશ મિડિયમમાં લઈ જવાય. સ્કૂલવાળા પછીથી ન સ્વીકારે, એવી ફરિયાદ આમાં આવવાની જ. પણ જો બાળકને શિક્ષિત અને સુઘડ બનાવવામાં મા-બાપે કાળજી લીધી હોય તો સ્કૂલવાળા ના પાડવાની હિમ્મત નહિ કરે. બધો મદાર માતાની કાળજી પર છે. બીજો વિકલ્પ : બાળક ભલે ઇંગ્લિશમાં ભણે. પણ તેને ઘરમાં રોજ ૧ કલાક અથવા અર્ધા કલાક ફરજિયાત ગુજરાતી શીખવાડવું જોઈએ. સૌ પહેલાં તેને કક્કો અને બારાખડી એટલે કે મૂળાક્ષર (બાવન) તેમ જ જોડાક્ષરોનો પરિચય એવો તો જડબેસલાખ આપવો જોઈએ કે તે અક્ષરો તેને વાંચતાં, લખતાં તેમજ સાચા ઉચ્ચારે બોલતાં આવડી જવા જોઈએ. આ પછી તેને ગુજરાતી વાંચન-લેખન તેની ક્ષમતા પ્રમાણે કરાવતા રહેવાનું. વધુ નહિ, બે જ વરસમાં એ બાળક ગુજરાતી ભાષાનો ખાં બની જશે, અને અંગ્રેજી તો તે ભણતો જ હોય છે. અમારો સામાન્ય અનુભવ એવો છે કે ગુજરાતી માધ્યમમાં ભણતા / ભણેલા વિદ્યાર્થીનું ઇંગ્લિશ જેટલું સાચું - સારું હોય છે, અને તેનાં ઉચ્ચારણો જેટલાં સ્પષ્ટ તથા સાચાં હોય છે, તેટલું સાચું – સારું અંગ્રેજી (તેમજ ગુજરાતી) જ્ઞાન ઇંગ્લિશ - મિડિયમમાં ભળેલા વિદ્યાર્થીનું નથી હોતું. ઇંગ્લિશ મિડિયમમાં ભણતા – ભણેલા વિદ્યાર્થીઓને એવો અહેસાસ થવા દો કે તેમણે અંગ્રેજી ભલે મેળવ્યું, પણ તેની સામે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત જેવી અનેક કિંમતી બાબતો ગુમાવી દીધી છે, જે તેણે ગમે તે ભોગે પણ મેળવવી જ જોઈએ. આટલો અહેસાસ પણ તેને પોતાનાં મૂળિયાં સુધી લઈ જશે. (જેઠ-૨૦૬૫) Page #87 -------------------------------------------------------------------------- ________________ ? કે જ જ છે - : છે વિહારયાત્રા, Page #88 -------------------------------------------------------------------------- ________________ વિહાર એ અમારા મુનિજીવનની એક આવશ્યક ચર્યા, આરાધના છે. પૂર્વના મહામુનિઓ જે અણીશુદ્ધ, નિર્દોષ વિહારચર્યા આરાધતા હતા, તે તો આજના અમારા ખડખડપાંચમ અને સુખશીલિયા શરીર માટે શક્ય નથી રહી. કોઈ એકલ દોકલ અપવાદને બાદ કરતાં તે પ્રકારની ઊંચી ચર્ચા હાલ અત્યંત મુશ્કેલ છે. હા, કેટલાક લોકો “અમે શુદ્ધ અને ઊંચી ચર્યા પાળીએ છીએ' એવો દાવો, જાહેરમાં અવશ્ય કરે છે. પરંતુ “દાવો દંભી જ કરે; જે સાચેસાચ સાચી ચર્યા પાળતા હોય તે ક્યારેય જાહેરમાં દાવો કરવા આવતા નથી, કેમ કે તેઓ આત્મસાધનાના ખપી હોય છે' - આ સત્ય કદી ભૂલવું નહિ. જયાં દાવા હોય ત્યાં કાવાદાવા જ હોય. પરંતુ, જે ઊંચી ચર્ય પાળવાનું આપણા મહાપુરુષોએ ફરમાવ્યું છે, તે ચર્યાની પૂર્વાભ્યાસ - રિહર્સલ જેવી ચર્યા અમે જરૂર આરાધીએ છીએ. શરીર ભલે સુંવાળાં બન્યાં, પણ શ્રદ્ધા દૃઢ હોય છે. ન પાળીએ તે આપણી ખામી; પાળવું જ જોઈએ – એ જ સાચો માર્ગ છે, ને એ માર્ગની સ્થિતિ અમને ઝટ ક્યારે સાંપડે ? આવી તીવ્ર તમન્ના અને સુદઢ શ્રદ્ધા જ અમારી આ મુનિચર્યા પાછળનું ચાલક બળ છે. અમારી આ ચર્યા પણ જોવા જેવી છે. હું તો તમને ભાવભર્યું નોતરું આપું કે એકવાર કોઈ પણ ઉદ્દેશ વિના જ, અમારી સાથે એકાદ બે વિહાર કરો. મુનિચર્યા શું ચીજ છે તેનો દુર્લભ જાતઅનુભવ થશે, અને કાંઈક નવી પ્રાપ્તિ પણ થશે. અખતરો કરવા જેવો છે. તમારા જીવનમાં ધર્મભાવના ખૂબ વધી હોવી જ જોઈએ. આજે કરો છો તે કરતાં સવાયો અને સવિશેષ ધર્મ કરતા તમે હોવા જોઈએ. તમારે ત્યાં પધારનાર સાધુ-સાધ્વીજીની ભક્તિ-વૈયાવચ્ચ ભાવપૂર્વક વિશેષે કરજો. કોઈની સંકુચિત, રાગ-દ્વેષપ્રેરિત નબળી વાતોમાં કદાપિ આવવું નહિ. પણ સાથે સાથે તેવાની પણ વૈયાવચ્ચ કરવાનું ચૂકવું નહિ, આ અમારી શીખ છે. હલકી, હીણી, છીછરી, નકામી, અછાજતી વાતોમાં ફસાશો નહિ. એવી વાતોનો ભોગ ન બનવું. એવી વાતો કરનારાથી વેગળા રહેવું. વાતો પ્રાસંગિક હોય, ધર્મ અને તેની પરિણતિ કાયમી હોય. એવી નકામી વાતો આપણી ધર્મપરિણતિને કલુષિત, મલિન કે બરબાદ ન બનાવી જાય તેની સતત ચિંતા સભાનપણે સેવજો. કદીક તમારી ધર્મ-પરિણતિનો હિસાબ માગીશું. આપશો ને? તો ધર્મ ખૂબ વધારજો. (માગશર-૨૦૫૮) Page #89 -------------------------------------------------------------------------- ________________ જૈનશાસનની આ એક અજોડ વિશેષતા છે કે સાધુ વધુમાં વધુ ચારેક માસ એક ઠેકાણે રહી શકે. પછી તેણે તે સ્થાન છોડવું જ રહે; વિહાર કરીને જુદા જુદા સ્થાને જવું જ પડે. ક્યાંય કોઈ સ્થાન માટે કે વ્યક્તિવિશેષ માટે મમત્વ કે રાગ ન બંધાઈ જાય; નવનવાં ક્ષેત્રોનો તથા લોકોનો પરિચય થવા સાથે તેમને સાધુસમાગમથી ધર્મલાભ થાય; દેશદેશના રીત-રિવાજ, રહેણીકરણી, ભાષા-બોલી, સ્વભાવ અને વર્તન વગેરેનો પરિચય મળે; આરોગ્યની દૃષ્ટિએ પણ ચાલવાને કારણે અનેક તકલીફોમાં ફાયદા થાય - મેદ ઘટે, વગેરે કેટલા બધા લાભો છે આ પ્રણાલિકાના? વળી, શ્રાવકો ભરપૂર કાળજી રાખતા જ હોવા છતાં ઘણીવાર અણગમતું સ્થાન, અણભાવતો આહાર, વિચિત્ર પ્રકૃતિના લોકો તથા એવું એવું અણગમતું – અણભાવતું ઘણું મળે – અને મળે જ – તે બધું હોંશે હોંશે, હસતાં રમતાં ચલાવી લેવાની ટેવ પડે. અને તેનાથી સહનશીલતા તથા સમતાની પણ કેળવણી થાય. તાલીમ મળે. જુદા જુદા દેશ, જ્ઞાતિ, પ્રકૃતિ અને ઘડતર ધરાવતા સાધુમહારાજોરૂપી સાધમિક બંધુઓ સાથે હળીમળીને રહેવાનું ફરજિયાત હોવાથી વાતે વાતે “આ ન ફાવે, આ મારાથી સહન નહિ થાય, એની સાથે હું નહિ બેસું” એવી અનાદિકાળની અરુચિ કે ધૃણા જેવી બાબતો પણ સાવ સહજભાવે સદૂભાવમાં, સહાનુભૂતિમાં, પ્રેમ અને મૈત્રીમાં પલટાઈ જાય; આવા તો અનંત ફાયદા છે આ પ્રથામાં. ભગવાનના શાસનની એકેએક વાત આપણા આત્માનું ભલું કરવા માટેની છે. એકેએક ક્રિયા તે આપણા આંતરિક સદ્ગણોનો વિકાસ કરી આપનારી પ્રક્રિયા છે. સાધુપદ એ ગુણોનો વિકાસ કરવા માટેની શ્રેષ્ઠ ભૂમિકા છે. આવી વિહારયાત્રામાં પરસ્પરનો સ્નેહ, સહાય કરવાની વૃત્તિ, વૈયાવચ્ચની શુભ ભાવના, વિશેષે વધે છે. અને પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપો તથા લીલા જોવાનું મળે તે તો નફામાં! સ્થિરતામાંય આનંદ, વિહારમાંય આનંદ. બધાં મળે તોય મજા, બધાંને છોડવાનીયે મજા. આવી મજા અમને મળી છે, માત્ર ભગવાનના અનુગ્રહ થકી જ. આવી મજા મેળવવાનું મન થાય તો, અને જેને મળી છે તેની અદેખાઈ આવે તો તમે શ્રાવક સાચા. (પોષ-૨૦૧૮) વિહયાત્રા Page #90 -------------------------------------------------------------------------- ________________ ધરમપુરથી નાસિક અને નાસિકથી પૂના સુધીનો સમગ્ર રસ્તો પર્વતાળ રહ્યો. સહ્યાદ્રિની ગિરિમાળાથી છવાયેલાં જંગલોમાંથી પસાર થતા આ રસ્તા પર ઘાટચઢાણ-ઉતરાણ સતત ખૂબ આવ્યા. પરંતુ આ પર્વતીય પ્રદેશમાં જે પ્રાકૃતિક સૌંદર્ય નિખર્યું છે તે જોતાં જ બધો થાક ઓગળી જતો. અદ્ભુત સૌંદર્ય ! અનુપમ પ્રકૃતિશોભા ! આપણા લોકો આવું બધું જોવા-માણવા દેશ-વિદેશની ટૂર પર જતાં હોય છે, તેમને ઘરઆંગણાની આવી પ્રાકૃતિક શોભા જોવાનું કેમ નહિ સૂઝતું કે રુચતું હોય! અમારી સાથે વિહાર કર્યો હોય તો તો આ બધું નિરખવાનો કાંઈ ઓર આનંદ આવે પણ વો દિન કહાં..... છેલ્લા એક મહિનાથી ઠંડી ખાસી મજાની પડે છે. ઘણાં વર્ષે આવી ઠંડી અનુભવવા મળી. સાંભળવા મળે છે કે, આ વેળા ગુજરાતમાં પણ સારી ઠંડી છે. પૂનામાં ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટીટયૂટ જોવા જવાનું બન્યું. પ્રાચ્યવિદ્યા - સંશોધનનું બહું મોટું અને પુરાણું કેન્દ્ર છે. ત્યાં એક ગૃહસ્થ મળ્યા, તેમણે તથા એક અન્ય પુસ્તક-વિક્રેતા મળ્યા તેમણે બહુ જ બળાપો કાઢ્યો કે જૈન લોકો પુસ્તકોમાં, વાંચનમાં તથા સ્વાધ્યાયમાં રસ કેમ નથી લેતા? સેંકડો જૈન પુસ્તકો પ્રકાશિત થાય છે, (વૈજ્ઞાનિક, સંશોધનાત્મક). પણ એક પણ જૈનને - અહીં - તે વિશે જાણકારી નથી, રસ નથી; આવું કોઈ પુસ્તક છે અથવા તો તે અમુક જગ્યાએ મળે છે તેટલી પણ કોઈને માહિતી નથી હોતી. પરભાષાના કે પરદેશના કોઈ જિજ્ઞાસુ - અભ્યાસી આવે તો તેને જૈન સિદ્ધાંતો વગેરે સમજાવે તેવું પણ કોઈ નથી. માગધી ભાષા વિશે ગંજાવર કાર્ય થતું હોય તેમાં પણ કોઈ રસ ન લે કે મદદ પણ નથી કરતું. અહીં સ્પેન, જાપાન અને એવા અન્ય દેશોમાંથી અનેક વિદ્યાર્થીઓ જૈનોલોજી વિશે શીખવા આવે છે, પરંતુ તેમને ઉભવતા પ્રશ્નોના સમાધાન કોણ આપે? અને આપણા લોકોને આવું શીખવું કેમ નથી ગમતું? શું તમે લોકો ફક્ત મંદિરો જ બાંધશો? પ્રતિમાઓ જ વધારતાં રહેશો? ફુલોની વૃષ્ટિ અને આંગીઓ જ કરાવીને લાભ સમજશો? ભીંત પર આગમો કોતરાવવામાં જ બધું આવી ગયું? ભણશો - વાંચશો જ નહિ? આવા આવા ઘણા અણિયાળા સવાલ તેમણે પૂછી નાખ્યા. જવાબ આપીએ, " Page #91 -------------------------------------------------------------------------- ________________ બચાવ અને પ્રતિવાદ પણ કરીએ જ. પરંતુ તેમની વાત અને વેદનામાં તથ્ય તો ભારોભાર હતું જ, તેનો ઈન્કાર કેમ થશે? આપણાં છોકરાં-છોકરીઓ સ્કૂલ, કોલેજો અને વિવિધ ફેકલ્ટીઝમાં ભણે છે. તમે ભણાવો છો, લાખો ખર્ચીને તેને ડિગ્રી તથા નંબર અપાવો છો. પણ જૈન પરંપરામાં જન્મ હોવા છતાં તેના સિદ્ધાંતો, શાસ્ત્રો વગેરેનું અદ્યતન પદ્ધતિના શ્રેષ્ઠ અધ્યયન – સંશોધન માટે રસ લીધો કે લેવાતો હોય, તેવું તો ક્યાંય જોવા મળતું નથી. જો આ વિષયમાં રસ લેવાતો થાય, તો ડિગ્રીની, નોકરીની અને ઉજ્જવલ કારકિર્દીની અઢળક તકો છે, તેની ખાતરી આપી શકે. બાકી તો અનેક જૈન કેન્દ્રો તથા સંસ્થાઓ છે, જેમાં થોડાં જ વર્ષોમાં જૈનેતર સ્કોલરો કે દિગંબર જૈન સ્કોલરો સત્તા, અધિકાર ભોગવતાં જોવા મળશે, અને તે કેન્દ્રો શ્વેતાંબરોના - આપણા હશે. પરિણામ કેવું આવશે તે કલ્પી શકાય તેમ છે. ધર્મની આરાધનાનો કે શાસનની સેવાનો આ પણ એક પ્રકાર છે, માત્ર વરઘોડા, જમણવાર, મંદિરનિર્માણ જ નહિ, એ સમજવામાં આપણને કેટલી વાર હજી લાગશે? – જવાબ નથી. (મહા-૨૦૧૮) વિહાયાત્રા Page #92 -------------------------------------------------------------------------- ________________ વિહારમાં આવતાં નાનાં મોટાં ક્ષેત્રો-ગામોના શ્રાવક વર્ગમાં સાધુ-સાધ્વી ભગવંતો પ્રત્યે ખૂબ બહુમાનભર્યું વલણ અનુભવવા મળે છે એટલે ક્યાંય કશી તકલીફ પડી કે પડતી નથી. મહારાષ્ટ્રની પ્રજા સમૃદ્ધ, એકંદરે શિક્ષિત, મહેનતુ. ખેતીપ્રધાન પ્રદેશ. ખૂબ હરિયાળો. ખૂબ પાણી, ગંદકી પણ પ્રમાણમાં સારી. પાણીનો બગાડ ઘણો. પ્રજા મહદંશે માંસાહારી. આપણે તો ન જોયેલું જોવાનું આવે, ને તે વખતે ઘણો ઉદ્વેગ થાય! જૈનોની વાત કરીએ તો પૂનાથી અહીં કે મહારાષ્ટ્રમાં ઠેરઠેર ૧૫૦૨૦૦ વર્ષોથી સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર વગેરે જિલ્લાઓનાં જૈન કુટુંબો આવી વસ્યાં છે. હવેની પ્રજાને મૂળ દેશ-ગામના નામની ખબર હોવા સિવાય કશો જ સંબંધ કે સમજ નથી. તે લોકો પોતાની ભાષા સદંતર ભૂલ્યા છે અને ઘરનો વ્યવહાર પણ મરાઠી ભાષામાં હોય છે. હિંદી પણ ઓછું - આ રાજયમાં મરાઠીનો જ દુરાગ્રહ. હા, મારવાડનો વર્ગ દાયકાઓથી વસ્યો છે આ પ્રદેશમાં, તેમણે હજી પોતાની મારવાડી બોલી તથા રહન સહન મહદંશે જાળવી છે. જોકે, નવી પેઢીમાં, મરાઠી જ શિક્ષણભાષા હોવાને કારણે તે બહુ ઝડપથી બદલાઈ જશે. એવી ધારણા છે કે કર્ણાટકના જૈનોની આ સ્થિતિ નથી થઈ. આ પ્રદેશોમાં, ગુજરાત-મુંબઈની તુલનામાં સાધુઓની આવ-જા ઓછી હોવાથી કોઈ પધારે તો લાભ લેવાની વૃત્તિ સવિશેષ રહેતી હોય તેમ જણાઈ આવે. પરંતુ આપણે ત્યાંના કેટલાક કટ્ટર વૃત્તિ-પ્રવૃત્તિના લોકો-સાધુ-સાધ્વીઓઆવા નિર્દોષ અને ભાવ ધરાવતા સમાજમાં ક્ષેત્રોમાં પણ પોતાનું ઝેર ફેલાવવાનું છોડતા નથી. આ પ્રદેશમાં દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ટકાવવાની અને ધર્મ પમાડવાની વાતો જ ઉપયોગી અને આવશ્યક ગણાવી જોઈએ, તેને બદલે આ વર્ગના સાધુઓ, “બીજા અસાધુ, તેમને ન મનાય, ન વંદાય, ન વહોરાવાય, તેમનું પ્રવચન ન સંભળાય, કાંઈ કરવું પડે તો પણ તે વ્યવહારથી અને અનુકંપાબુદ્ધિથી, પણ ધર્મબુદ્ધિથી નહિ; અમે જ સાધુ, ને અમે જ સાચા-સુપાત્ર; અમારું કહેલું માનો તો જ તમે ધર્મી, નહિ તો ઉન્માર્ગ;' આવી ઝેરીલી વાતો ઠેરઠેર પ્રસરાવે છે; અને અનેક ક્ષેત્રોમાં - સંઘોમાં ભાગલા જ પડાવે છે. આ પ્રાંતમાં દિગંબરોનું ભારી જોર છે. ગામડે ગામડે ૨૦૦-૫૦૦ ઘર તેમનાં હોય જ. તે લોકોની કનડગત “કુંભોજ' વગેરે તીર્થક્ષેત્રોમાં ખૂબ હોય છે. તેની સામે શ્વેતાંબર સમાજ-સંઘો એક હોવા જોઈએ તેટલો પણ વિચાર આ શાસ્ત્રવાદી Page #93 -------------------------------------------------------------------------- ________________ સ્વાર્થી આત્માઓ કરતા નથી. તડા પડાવીને, પછી તીર્થોનું સંરક્ષણ-સંવર્ધન કરનારા શ્રાવકો/સંઘો કેમ હેરાન થાય તેવી મુસીબતો પણ સર્જે છે. આ વાત લંબાણથી કરવાનું એક જ કારણ કે આવાં ભાગલાવાદી અને સ્વાર્થસાધુ તત્ત્વોથી તમારા જીવનમાં અને તમારા સંઘમાં-સમાજમાં સાવધાન રહો અને ભૂલમાં પણ એકના રાગમાં ફસાઈને બીજાઓનો અનાદર – આશાતના કરવા ન માંડો અને ધર્મના નામે પાપમાં ન પડો. ભગવાનના શાસનનો મુનિવેષ અત્યંત દુર્લભ છે અને કેવળ પવિત્ર છે. તે જોવા-વાંચવા મળે છે તે આપણું સદ્ભાગ્ય છે. તેની નિંદા કે વિરાધના થાય તેવી વાતો અને દૃષ્ટિરાગમાં તમે કદીય સપડાશો નહિ. તો જ અમારો સંગ તમારા માટે સત્સંગ ગણાશે. | ગુજરાતની વાત કરીએ. વીતેલા દિવસો એ સમગ્ર ગુજરાત માટે નરકવેદનાના દિવસો હતા. નરકમાં પરમાધામી દેવો જે કામ કરે – સળગાવી મૂકવાનું - તે કામ આખા ગુજરાતમાં ઠેરઠેર થયું. આપણી સંવેદનશીલતા સાબદી હોય તો જગતના કોઈ ખૂણે આવો અમંગલ બનાવ બને તો તે પળે આપણે પણ કાંઈક ગુમાવ્યું છે તેવો અનુભવ થયા વિના ન રહે. ગુજરાતની જોજનો દૂર છતાં આ દિવસોમાં, અહીં, સતત આ ભાવ, આ પીડા અનુભવાઈ છે. આ પશુતા મનુષ્યમાં ક્યાંથી અને કેવી રીતે જન્મી હશે, સચવાઈ હશે, વકરી હશે? તે સવાલ સાથે જ ઊઠેલો બીજો સવાલ એ હતો કે આપણું પ્રાર્થનાબળ ખરે જ ઘટ્યું છે? પ્રચંડ પ્રાર્થનાના બળ સામે ટકી શકે તેવું પશુબળ જગતમાં છે જ નહિ, એ નિઃસંદેહ વાત છે. જ્યાં અને જ્યારે, જગતમાં પશુબળ વકરે છે, ત્યાં-ત્યારે પ્રાર્થનાનું બળ ઘટ્યું છે, ઓસર્યું છે તે નક્કી સમજવાનું. બાકી સાચા હૃદયની તીવ્ર મૈત્રી અને કરુણાભાવે થતી પ્રાર્થનાના પ્રભાવે તોફાનો અથવા હિંસાચાર શમે જ; ન શમે એવું બને જ નહિ. આ ભયાનક-ભયજનક દિવસોમાં, સમયમાં આપણે સૌએ મનમાં સતતપણે નીચેની પ્રાર્થના કરવાની છેઃ “શાંતિપ્રભુ શાંતિ કરો, સર્વ વિઘ્ન દૂર હરો'. જ્યાં, જ્યારે, જે પણ કામમાં હો, ત્યાં, ત્યારે આ પદનું પ્રાર્થનામય રટણ-ગુંજન બધાં કરજો જ. (ફાગણ-૨૦૧૮) વિહારયાત્રા Page #94 -------------------------------------------------------------------------- ________________ તોફાનગ્રસ્ત વાતાવરણના લાંબા અને ચિંતાપ્રેરક ગાળામાં બધાં સ્વસ્થ હશો. કોઈને કાંઈ તકલીફ નહિ હોય. શાંતિની પ્રાર્થના તમે બધા અવશ્ય કરતાં જ હશો. તે પ્રાર્થના સતત ચાલુ જ રાખજો. સાથે નવકારમંત્રનું રટણ પણ સતત રાખજો જ. વિકટ અને વિષમ સમયમાં નવકારમંત્ર જ આપણો સાથીદાર છે, સંરક્ષક છે અને મૃત્યુ સુધીની તમામ આફતોમાંથી ઉગારનાર છે, તે કદી ભૂલતાં નહિ. એક બનેલો સાચો પ્રસંગ છે. ઘણાભાગે ઈ. ૧૯૪રની વાત છે. મુંબઈમાં ભયાનક હુલ્લડ ફાટી નીકળેલાં. અંગ્રેજ શાસન ચાલતું હતું. તોફાનોને ડામવા માટે સરકારે માર્શલ લો અને “દેખો કે ઠાર કરો'ના હુકમ આપી દીધેલા. ગોરા સાર્જન્ટો તાકેલી પિસ્તોલે ફરે અને કોઈને દીઠો ન મૂકે. આવા સમયમાં એક શ્રાવક ગૃહસ્થ, ગમે તે કારણે બહાર નીકળવું પડેલું અને ગલીકુંચીમાં થઈને ઘેર પહોંચી જવાની ગણતરીએ લપાતા છુપાતા ચાલ્યા જાય. અચાનક તેમની સામે એક ગોરો સાર્જન્ટ આવીને ઊભો રહી ગયો અને લમણે પિસ્તોલ અડાડી દીધી. ભાષાનો ભેદ, એટલે સમજાવવાનું શક્ય ન હતું. ઉઘાડો શાસન-ભંગ હતો એટલે મોત વ્હોર્યા વિના કોઈ વિકલ્પ ન હતો. તે ક્ષણે શ્રાવક શું કરી શકે? ભયના ઓથારમાં સપડાયેલા એ શ્રાવકે તે પળે એક જ કામ કર્યું - નવકારમંત્ર ગણવાનું. મરવાનું જ છે, તો નવકાર ગણતાં આ ભવ - પરભવ સુધરે તે રીતે કેમ ન મરવું? – આવા ભાવ સાથે તેમણે – માત્ર શ્રાવકને જ છાજે તેવા ભાવથી - નવકારનું રટણ માંડ્યું. આંખો બંધ. પિસ્તોલ લમણે. મોત આ આવ્યું, આ આવ્યું તેવી સ્થિતિ. પળોનો એ ખેલ હતો. એનું આ વર્ણન વાંચતાં પણ વધુ વાર લાગે. અચાનક, પેલા સાર્જન્ટે પિસ્તોલ હટાવી લીધી, અને બોલ્યો : ચલે જાવ. એ સાથે જ કાંઈ જોયા-પૂછયા વિચાર્યા વિના તે ગૃહસ્થ નજીકમાં જ રહેલા પોતાના ઘેર પહોંચી ગયા. વર્ષો પછી એમના જ મુખે આ દિલધડક ઘટના સાંભળેલી. ત્યારે તેમણે અત્યંત શ્રદ્ધાનીતરતા સૂરે કહેલું મને કોણે બચાવ્યો? માત્ર નવકારે. સિવાય કોઈ તાકાત કે પરિબળ મને બચાવી શકે તેવું નહોતું જ. તો આ છે નવકારમંત્રનો પ્રતાપ-પ્રભાવ. તેનું રટણ જીવ બચાવે, અને શાંતિપ્રભુનું નામ શાંતિ સ્થાપે. બે વાનાં અમોઘ છે, કદી ફળ્યા વિના ન રહે. અને કોઈવાર, આપણો અંત આવી ગયો હોય તોય, આ મંત્રનું રટણ જો હોય તો આ જન્મનો અંત બગડતો અટકે અને નવો ભવ સુધર્યા વિના ન રહે. ની Page #95 -------------------------------------------------------------------------- ________________ આનાથી અધિક શું જોઈએ? વિહારયાત્રા આગળ વધી રહી છે. મહારાષ્ટ્રની હદ પૂરી કરીને કર્ણાટક પ્રાંતમાં છીએ, અજાણી ભાષા અને લિપિ, પણ પ્રમાણમાં ભોળીભલી – ગરીબ પ્રજાનો પ્રદેશ. પાણીની કારમી તંગી છે. છતાં સુઘડ રીતે હરિયાળો પ્રદેશ છે. પર્વતો તો સતત સાથે જ હોય છે. મહારાષ્ટ્રની તુલનામાં માંસાહાર ઓછો. ગરીબી વધારે. સમૃદ્ધિ અલ્પ. વિદ્યા અને સાધુ માટે આદર જોવા મળે. (ચૈત્ર-૨૦૧૮) વિહારયાત્રા Page #96 -------------------------------------------------------------------------- ________________ આ પ્રદેશ કન્નડભાષી પ્રદેશ છે. ભાષાની મુશ્કેલી વારંવાર નડે. જૈનો મહદંશે મારવાડી જ છે. તેમની સાથે મુખ્યત્વે હિન્દીમાં વ્યવહાર કરવો રહે. ગરમી, પાણીની કારમી અછત, ખુલ્લી ગટરો અને મચ્છર, વિજળીની ખેંચ-આ બધી બાબતો અહીં પણ ત્યાંના જેવી જ અનુભવવા મળે. ઘણીવાર તો લાગે કે ભારતની વિવિધતામાં એકતા' તો આ બધી વાતોમાં જ રહી છે. કર્ણાટક, તમિળનાડુ, આંધ, કેરલ – આ તમામ રાજ્યોની ભાષા પણ જુદી અને લિપિ પણ જુદી જુદી. કશું જ સરખું નહીં. હિન્દી અહીં ન જ ચાલે - અસ્પૃશ્ય ભાષા ગણાય. આ ભાષા-લિપિઓ શીખવાનું પણ જરા ય સહેલું નહિ. પરિણામે પરાયાપણું કે અતડાપણું ખાસું લાગ્યા કરે. આ બાજુ ગામોગામ “મઠ ઘણા જોવા મળે. મઠમાં મંદિર હોય, ને મઠાધીશ સંન્યાસી “સ્વામી' હોય. તેનો પ્રભાવ સ્થાનિક પ્રજા પર ગાઢ હોય. પ્રજાને પૂરી આસ્થા હોય. ગુજરાત-અમદાવાદમાં હજી હિંસાત્મક રમખાણો ચાલુ જ છે, તે વાતે અત્યંત ગ્લાનિ થઈ આવે છે. શાંતિની ઝંખના રહે છે. પરંતુ તે ઝંખના બર આવવાનું કદાચ આકાશી ગ્રહોના હાથમાં હશે તેમ લાગે છે હવે. ભગવાનની કૃપા હવે વરસે તો સારું. “ધર્મના નામે જ માણસો અને કોમો લડે છે,” “ધર્મે કર્યું તેટલું નુકસાન કોઈએ નથી કર્યું.” - આવી વાતો હમણાં ખૂબ થાય છે. અને વળી જોરશોરથી થાય છે. બુદ્ધિજીવી મનાતા અજ્ઞાની લોકો જ આવી વાત કરી શકે. પણ આજે તો “કૂવે ભાંગ પડી છે. કોને અજ્ઞાની માનવા? છતાં આ મુદ્દે એક બે વાતો કહેવી જોઈએ ૧. જૈન ધર્મ અને જૈન સમાજ - આ બે એ ક્યારે પણ “ધર્મના નામે બહાને કારણ કે પરિણામે યુદ્ધ છેડ્યાં હોય, હિંસા અને હુલ્લડો કર્યા હોય તેવું કદી બન્યું નથી. હા,જૈનોએજૈિન ધર્મે સહન જરૂર કર્યું છે, કદીક સ્વબચાવમાં સામનો કરવો પડ્યો હોય તો પણ બનવાજોગ છે. પરંતુ જૈનોએ લડાઈ તો નથી જ કરી. હિંસાચારના આ યુગમાં, અહિંસા અને શાંતિનું આચરણ શીખવાડવા Page #97 -------------------------------------------------------------------------- ________________ આવનારા રાજકારીઓ અને બુદ્ધિજીવીઓ પણ, જૈનોની અહિંસાવૃત્તિને ભીરુતાડરપોકપણું જ સમજે છે અને વર્ણવે છે, તે આ તકે ખાસ નોંધવાપાત્ર છે. જયારે ઉત્તરી ભારતમાં શંકરાચાર્યે તો દક્ષિણ ભારતમાં બસવેશ્વરે તલવારના જોરે અને સહારે ધર્મયુદ્ધ ખેલ્યાં, ત્યારે લાખો જૈનોને તે બધાએ બળજબરીથી “શૈવ ધર્મી બનાવ્યા’ – વટલાવ્યા જ છે, તે ઐતિહાસિક તથ્ય છે. પરંતુ ત્યારે પણ જૈનોએ ક્યાંક બચાવ કર્યો હશે પણ વળતા પ્રહારો અને વટલાવવાની પ્રવૃત્તિ - આ જૈન ધર્મે નથી જ કર્યું. જૈનો અહિંસામાં માત્ર માનતા જ નથી. આચરણમાં પણ તેઓ અહિંસાપ્રધાન જ હોય છે. પરંતુ જેઓની વાણીમાં અહિંસા અને હૈયામાં હિંસા હોય તેઓને આ તથ્યો ન સમજાય એવું નહિ, પણ લક્ષ્યમાં લેવાનું પાલવે જ નહિ. ૨. જગતના અને ભારતના પણ, જૈન નહિ તેવા તમામ ધર્મોએ પોતાનો વ્યાપ વધારવા માટે, એક યા બીજા પ્રકારે, આ કે તે સમયે, હિંસાનો આશરો લીધો જ છે. જૈન (અને મોટાભાગે બૌદ્ધ ધર્મ તેમાં અપવાદ ગણાય. સંખ્યાબળ અને વ્યાપ વધારવાની વૃત્તિ તેમજ બીજા ધર્મ/ધર્મોને જૂઠા માનીને તેનું નિકંદન કાઢવાની વૃત્તિ એ સ્વયમેવ “પાપ”, “અધર્મ', “અનર્થ વૃત્તિ છે. ધર્મ સાથે તેને બાપે માર્યા વેર ગણાય. આવી વૃત્તિને પણ ધર્મ સમજવામાં – ગણાવવામાં આવે, તો “અધર્મ કોને ગણીશું? તમામ ધર્મના. શાસ્ત્રો તથા પ્રણેતાઓ નિંદા, ધૃણા, ઈર્ષા, દ્વેષ, અહં અને મમ - આ બધી વૃત્તિઓને પાપ અને અધર્મ તરીકે જ ઓળખાવે છે. આ જ વૃત્તિઓ, અન્ય ધર્મો પ્રત્યે પ્રયોજવામાં આવે ત્યારે તે ધર્મ કેવી રીતે બની જાય? અને છતાં અહીં તો ધર્મના નામે જેહાદ, ક્રઝેડ અને લડાઈઓ થતી જ રહે છે! • આગળ ૪ વેદ, પાછળ બાણ ચડાવેલું ધનુષ્ય : કાં “વેદાને સ્વીકારો, કાં મરણને. • આગળ કુરાન હશે, અને પાછળ ખુલ્લી તલવાર • આગળ ગ્રંથસાહેબ હોય, તો પાછળ કિરપાણ; આગળ બાઈબલ રહે, અને પાછળ ભયાનક હથિયારો; જે ગમે તે સ્વીકારી લેવાનું પસંદ અપની અપની. તો આવી હિંસક પદ્ધતિને અને પ્રવૃત્તિને “ધર્મ કેવી રીતે કહી શકાશે? આ બધું ધર્મના નામે-નિમિત્તે ભલે થતું હોય, પરંતુ “ધર્મ' પોતે આવું બધું કરવાનું શીખવતો નથી જ. આ બધું શીખવનારા તો “ધર્મના બળાત્કારીઓ – “અધર્મી વિહાયાત્રા Page #98 -------------------------------------------------------------------------- ________________ લોકો જ હોવાના! આ સાદી વાત સમજવા છતાં નહીં સમજનારા ઢોંગી જનો, પછી કહે છે કે, બધાં તોફાનો ધર્મ જ કરાવે છે ! કેવી બેવકૂફી ! કેવી વિડંબના! આપણને ગૌરવ છે કે આપણા જૈન ધર્મે ક્યારેય આવું કાંઈ જ કર્યું નથી, થવા દીધું નથી. “આગળ આગમો હશે, પાછળ આગ : કાં આગમને માનો, કાં આગમાં બળી મરો - આવો અનર્થ જૈન ધર્મે કદી આચર્યો નથી, કે એવું આચરણ કરવાની એનામાં કોઈ ખ્વાઈશ-ગુંજાઈશ નથી. આ કેટલું બધું મીઠું - શાતાદાયક છે! મિત્રો ! સાચો ધર્મ સાચા હીરા જેવો છે. તે બધાંને ન મળે, બહુ થોડાંકને જ સાંપડે. એ થોડાંકમાં આપણો નંબર છે, એ જેવું તેવું સૌભાગ્ય નથી જ. આપણા માટે આજે બે જ ધર્મ મુખ્ય છેઃ ૧. અહિંસા : ન હિંસા, ન ધૃણા, ન હૈષ, ન ઝનૂન. ૨. શિવમસ્તુ સર્વજગતઃ - સૌનું સદા શુભ હો! (વૈશાખ-૨૦૧૮) Page #99 -------------------------------------------------------------------------- ________________ લાંબો વિહાર હવે પૂરો થયો છે. સાત મહિનાથીય વધુ લાંબી વિહારયાત્રામાં અન્યાન્ય ક્ષેત્રોમાં કરેલી સ્થિરતા(રોકાણ) ના દિવસોને બાદ કરતાં ૧૪૦ દિવસનો વિહાર થયો, સાંજના વિહાર જુદા. એકંદરે વિહારયાત્રા નિર્વિઘ્ન રહી. કોઈની તબિયત ન બગડી : નહિ તો નિતનવાં પાણી આવતાં હોય ત્યારે તબિયત ન બગડે તે પરમાત્માની કૃપા જ ગણાય. બાકી ઘણાબધા પૂછે કે “બહુ કષ્ટ પડ્યાં હશે નહિ વિહારમાં?' અમે કહીએ કે “કષ્ટ પડતું જ નથી” તો એ જવાબ તેમને ગળે ન ઊતરે. ખરી વાત એ કે ડોકટરોએ નાના ને મોટા સહુને મોર્નિંગ વોકમાં ગોઠવી દીધાં છે આજકાલ. આ સંજોગોમાં ચાલતાં જવું એ કષ્ટ ન જ લાગવું જોઈએ; લાગે તે નવાઈની વાત ગણાય. અને થોડુંક કષ્ટ હોય તોય તેની સાથે શ્રાવક વર્ગ અને શ્રીસંઘ અમારી કેટલી બધી કાળજી રાખે છે ! તન, મન, ધન થકી કેટલી તો સુવિધા પૂરી પાડે છે! એ મુદ્દો ધ્યાનમાં લઈએ તો કષ્ટ લાગે જ નહિ. અને સાવ સાચી વાત કહું તો સ્વેચ્છાએ સ્વીકારેલું કષ્ટ પણ હંમેશાં મીઠું-મિષ્ટ અને ઈષ્ટ જ બની રહે છે. બાકી તો કઈ સ્થિતિમાં, કઈ જગ્યાએ, કોને કષ્ટ વેઠવાનું નથી હોતું? હવે તો ક્યારેક એવું લાગે છે કે સાધુની તુલનામાં ગૃહસ્થો વધારે કષ્ટ વેઠે છે. સંસાર નભાવવામાં પડતાં અસંખ્ય કષ્ટો વેઠતાં ગૃહસ્થોને જોઈને અમને વારંવાર થાય કે બાપડા આ લોકો કેવા કેવાં ને કેટલાં કષ્ટો વેઠે છે! એના કરતાં તો અમે – આપણે કેટલાં સુખી છીએ! આપણે ત્યાં રહેવા આવતા રહે તો કેવું સુખ પામે! આવું થાય. પણ અજ્ઞાનનું કષ્ટ તે સંસારનું સર્વોચ્ચ કષ્ટ છે, અને તે ગૃહસ્થોને છોડે તો ને? હા, વિહારમાં એક કષ્ટ મોટું લાગે ટ્રાફિકનું કષ્ટ. હાઈવે હવે ધીમે ધીમે ૪ ટ્રેક થઈ રહ્યા છે; બધે થતાં તો વર્ષો વીતે. અત્યારે નેશનલ વે પણ, ટ્રાફિકના અને તેની ગતિના પ્રમાણમાં ખૂબ સાંકડા ગણાય. તે પર વહેતો વાહનોનો પ્રવાહ (ટ્રાફિક), તેના હેડ્ઝ, હોર્નની ડરામણી ચીસો, ઓવરટેક કરવાની અને ઝટ આગળ જવાની હોડ! આ બધાંની સાથે રોડ પર ચાલવાનું. બન્ને સાઈડ પર મોટાભાગે અણિયાળા કાંકરા જ પાથરેલા હોય. કાં ખૂંચે તેવી રેતી કે કાંટા હોય, કે પછી લીલોતરી ઊગી હોય. આ સ્થિતિ વચ્ચે ચાલવું એટલે જીવલેણ ટ્રાફિકપરીષહ સહન કરવા જેવું છે. હવે તો વારંવાર કેટલાય સાધુ-સાધ્વીજીને અકસ્માત નડે છે અને ભારે હાનિકારક બનાવો બને છે. આમાં, આ સંજોગો વચ્ચે, વિહાર કરીને હેમખેમ સ્થળ પર પહોંચવું તે પણ મોટું પરાક્રમ બની રહે. વિહાયાત્રા Page #100 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત છોડ્યા પછી એટલે કે, ધરમપુરથી આગળ વધ્યા પછી, છેક અહીં સુધી રોડ સંબંધે કોઈ જ ફરિયાદ કરવી નથી પડી. ગુજરાતમાં હાઈ વે, સ્ટેટ રોડ કે એપ્રોચ રોડ, તમામ માટે સતત ખાડા-ખડિયાની, મેટલ-થીંગડાંની અને એવી અનેક ફરિયાદો કર્યા કરવાની હોય જ. ધરમપુરથી નાસિક, સંગમનેર, પૂના, કોલ્હાપુર, બેલગામ, હુબલી વગેરે થઈને અહીં - બેંગલોર પહોંચ્યા ત્યાં સુધીમાં એક પણ રોડ બાબતે તે પ્રકારની ફરિયાદ કરવી પડી નથી. પર્વતોનો સથવારો આખા રસ્તે રહ્યો - સતત. અને તે કારણે જ ઢાળ ચઢવા-ઊતરવાનું પણ લગભગ સતત રહ્યું. દાવણગિરિ વટાવ્યા પછી તો છેક સુધી ખૂબ હરિયાળો પ્રદેશ. ૧૫૦ કિ.મી.તો સતત નાળિયેરીની વાડીઓ જ મળે. ખૂબ વૃક્ષો-વનસ્પતિ. પહાડો નર્યા ખડકાળ, પણ મહદ્અંશે લીલા. શત્રુંજયગિરિ કે અન્ય પર્વતો, આપણે ત્યાં, રેતાળ જ હોવા છતાં વનરાજિનું નામ - નિશાન નથી, તે આ સંદર્ભમાં સહેજે યાદ આવે, તુલના થાય. આમ છતાં, હમણાં N.H.4 આખો 4 Track બની રહ્યો છે, તે જોતાં જ કમકમાં ઉપજતાં રહ્યાં. ગુજરાત-સૌરાષ્ટ્રમાં પણ આવા માગું થશે – થશે જ – ત્યારે ત્યાં રહ્યાંસહ્યાં વૃક્ષોની કેવી સ્થિતિ થવાની તેનો વિચાર પણ સહજ જ થઈ આવે. પહાડો પુષ્કળ, છતાં પત્થર ફોડવાની વાત સરખામણીમાં અલ્પ લાગી. જરૂર પડે જ ને તોડે જ છે, પણ પ્રમાણ અલ્પ. એની સામે વલભીપુરથી લઈને ગિરનાર સુધી પથરાયેલી પહાડીની વાત યાદ આવે તો થીજી જવાય છે. ત્યાં તો આવતાં ૧૦-૨૦ વર્ષોમાં મોટાભાગના પર્વતો જ નામશેષ થઈ જવાના - સિમેન્ટ - કપચી બનીને પ્રજાના – ખાસ તો વિદેશોની પ્રજાના સદુપયોગ (!) માટે ખપી ખૂટવાના ! જે પર્વતો બચશે તે પણ તેના પર કોઈ મંદિર કે ધર્મક્ષેત્ર હશે માટે જ; પ્રજાકીય શિસ્ત, સમજ કે જાગૃતિથી નહિ. ગરમી ઘણી ઓછી. ૩૮ કે ૪૦ થાય ત્યાં તો વરસાદ પડી જ જાય. ગયા વર્ષના દુષ્કાળને કારણે આ વર્ષે ગરમી (કર્ણાટકમાં) વધી ખરી, પણ તે સામે વરસાદ વેલાસર આવવો ચાલુ થઈ ગયો છે. ફાગણ વદથી વિહારમાં ક્યારે ક્યારેક નડતો આવ્યો છે. અત્યારે તો ચોમાસા જેવું જ લાગે. પ્રજા ગરીબ લાગી. ગામડાં શાંત લાગે – સુસ્ત. લગભગ દરરોજ નિશાળમાં મુકામ હોય; નિશાળો સાવ પડતર, પછાત હોવાની સાહેદી આપે. કીડી, મંકોડા ઉપરાંત ત્રણ-ચાર વાર વીંછી પણ નીકળ્યા, કાનખજૂરા પણ. રાત હોવા છતાં કોઈ ને કોઈનું ધ્યાન પડી જવાથી બધા બચી જાય. ગુજરાતમાં કાયમનો હજારો Page #101 -------------------------------------------------------------------------- ________________ ભગવંતોનો વિહાર છે. છતાં ગામડાંના છોકરા વગેરે સતામણી કર્યા જ કરતા હોય છે. આ પ્રદેશમાં તેવા અનુભવ કશેય ન થયા. ભાષાની પૂરી તકલીફ છતાં બાળકો પણ સહકારી માનસ ધરાવે, શિસ્ત રાખે જ. ઘણો પરિચય અવજ્ઞા કરાવે - એમ સમજાય. જૈનો ગામેગામ, પણ મારવાડી. દેરાસર, ઉપાશ્રય, ધર્મશાળા બધે મળે (મોટાં ક્ષેત્રોમાં). ખૂબ મહેનતુ પ્રજા, અને કલ્પી ન શકાય તેટલી સુખી. પોતાના વતન સાથે જીવંત સંપર્ક. શિક્ષણનું પ્રમાણ ઊંચું. હવેની પેઢી આ પ્રદેશને જ વતન સમજશે તેનાં એંધાણ જોઈ શકાયાં. કોમવાદી દંગાનું પ્રમાણ આ બાજુ ઓછું લાગે. જો કે, ગુજરાતનાં આ વખતનાં તોફાનોમાં છાંટા આ બાજુ ક્યાંક ક્યાંક ઉડેલા પણ એકાદ દહાડામાં તો ઠરી ગયેલા. તો અમે લગભગ ૧૬૦૦થી વધારે કિલોમીટરનો પંથ કાપીને હવે અહીં (બેંગ્લોર) પહોંચ્યા છીએ. પૂર્વ-પરિવાર અહીં રહે, તેથી અમે અહીંના ગણાયા. તે અપેક્ષાએ જોઈએ તો ચાલીસ વર્ષ પછી આ ભૂમિમાં આવવાનું બન્યું. ઘણા કહે છે કે, ‘વતનમાં પહોંચ્યાનો ખૂબ આનંદ હશે'. આ સામે એટલું જ કહીશ કે દીક્ષા લીધી ત્યારથી જ વતન અને સ્વજન પરત્વેની મમતા જેવું કાંઈ હૈયામાં સંઘર્યું નથી. સંઘ અમારો સ્વજન અને જ્યાં પણ જઈએ તે જ વતન, આવી ભૂમિકા રહી છે. અને સાધુ માટે એ જ શ્રેષ્ઠ ભૂમિકા છે. એટલે અમને તો જ્યાં જઈએ ત્યાં આનંદ જ હોય, હોવો જોઈએ. હા, અમે અહીં આવ્યા. તેનો આનંદ એ બધાંને જરૂર હોય, અને તેમનો આનંદ અમને પણ આનંદ આપે જ. ગુજરાતમાં અશાંતિની આગ હજી ઠરતી જણાતી નથી. શ્રીશાંતિનાથ ભગવાનનો જાપ ખૂબ ક૨વો અને તેમના સ્નાત્રનું જળ ઘરમાં અને બધે છાંટતાં રહેવું, અને ઝટ શાંતિ થાય તેવી ભાવના ભાવવી, એ આપણું ઉચિત કર્તવ્ય ગણાય. એક અગત્યની વાત તો રહી ગઈ. પ્રકૃતિએ પૂરી કૃપા ઢોળી હોવા છતાં આ પ્રદેશમાં પશુ-પક્ષીઓ ખૂબ ઓછાં જણાયાં. ગુજરાતમાં પરોઢ થતાં જ ગામમાં કે જંગલોમાં હજારો પંખીઓનો કિલ્લોલ જે સાંભળવા મળે, તે મહારાષ્ટ્રકર્ણાટકમાં ન મળે. ત્યાંના ગાય-બળદના ઘાટફૂટ અને શીંગડાં પણ કેવાં સોહામણાં અને મનગમતાં હોય ! અહીંયા દેશી જનાવર ઓછાં, તે પણ દૂબળાં, શીંગડાં વિહારયાત્રા Page #102 -------------------------------------------------------------------------- ________________ તો દીઠાં ન ગમે! અને મોટેભાગે તો જર્સી જનાવરો જ. દેખવામાં તો ન જામે, પણ ભાંભરે ત્યારે પણ સાવ બોદો, ગળાં બેસી ગયાં હોય તેવો અને એકધારો જ અવાજ કાઢે ! વધતી જતી પશુહિંસા અને માંસાહારને કારણે ગુજરાત પણ આ દિશામાં ઝડપથી પ્રગતિ (!) તો કરી રહ્યું છે. અને હવે તો આયોજન પંચે અને ભારત સરકારે પણ ઠરાવ્યું જ છે કે ગાય-ભેંસોની રક્ષાના જરીપુરાણા ખ્યાલને હવે દૂર મૂકવો, કતલ વધારવી અને માંસની નિકાસ વધારીને વધુ હુંડિયામણ મેળવી સમૃદ્ધ થવું. બે છેડા ભેગા કરવામાં જ હાંફી જતા સામાન્ય પ્રજાજનને કલ્પના પણ ન આવે તે રીતે આ બધું થઈ રહ્યું છે. આ હિંસાનું જ પરિણામ છે કે ઉદાર, અહિંસક, કરુણાળુ મનાતો ગુજરાતી મનુષ્ય હવે માણસોને જીવતો સળગાવી મૂકતાંય અચકાતો નથી. હિંસાના આ તાંડવના પરિણામે, હવે પછી, પશુ-પંખીની અવેજીમાં મનુષ્યોની હિંસા-હત્યા થાય, ભયંકર તોફાનો અને યુદ્ધો થાય તો શક્ય ગણાય. પરમાત્માનું અને સદ્ધર્મનું શરણ જ આમાંથી આપણને બચાવી શકે. (જેઠ-૨૦૧૮) Page #103 -------------------------------------------------------------------------- ________________ બેંગ્લોર એક મસમોટું શહેર છે; આસપાસનાં અનેક ગામડાંને પોતાના પેટમાં સમાવ્યું જતું, પાંચ-સાત લાખમાંથી ૬૦-૭૦ લાખની જનસંખ્યાનો વર્તમાન આંક ધરાવતું, બીજાં મોટાં શહેરોની જેમ જ અત્યંત પ્રદૂષિત અને ગીચતા ધરાવતું આ શહેર છે. આ શહેરમાં ઠેરઠેર નાના મોટા બગીચા છે, ફૂલોની નીપજ તથા વપરાશ પણ ખૂબ બહોળા પ્રમાણમાં જોવા મળે છે. રસ્તાઓ પણ વૃક્ષોથી છવાયેલા જોઈ શકાય છે. તેથી આ શહેર ગાર્ડન સિટી એવા નામે ઓળખાતું આવે છે. પણ ગાર્ડને ઉપર પોલ્યુશનના દિગ્વિજયની ઘડી હવે ઝાઝી દૂર નથી લાગતી. ૪૦ વર્ષ અગાઉ ૪ માત્ર દેરાસરો હતાં, આજે ૪૦ લગભગ . જૈનોની વસ્તી પણ વિપુલ, મારવાડના લોકો મોટા પ્રમાણમાં. અમે છીએ તે અહીંનું પુરાણું અને મુખ્ય મંદિર ગણાય છે, સંઘ પણ મુખ્ય. બધે જ બન્યું છે તેમ અહીં પણ હવે મુખ્ય વિસ્તાર શોપિંગ સેન્ટરોમાં ફેરવાતો ચાલ્યો હોઈ, પરાંનાં દેરાસરો તથા સંધો વધવાથી આ મૂળ સ્થાનની આબાદી નબળી પડી રહી છે. અહીંની પાઠશાળા ઉત્તમ ગણાય છે. પહેલાં તો હિંદભરમાં આ શાળા પ્રથમ ક્રમે આવતી. હવે ઉપરોક્ત કારણોસર ઓટ આવી લાગે. પણ તોય આનાથી વધે તેવી પાઠશાળા હોવાનું જાણ્યું નથી. ૮૦૦થી વધુ બાળકો નિત્ય ભણે. સ્કૂલની પદ્ધતિએ સંચાલન. પરિણામે બાળકોમાં જ્ઞાન તથા સંસ્કારોંએકંદરે સારા પ્રમાણમાં જોવા મળે. આ શહેરમાં વસતા સેંકડો ગુજરાતી પરિવારોમાં, પોતાના બાળકોનાં ધાર્મિક જ્ઞાન અને સંસ્કાર વધે તે માટે ભારોભાર ઉપેક્ષા છે, તો તેની સામે મારવાડી પરિવારોમાં તે બાબતે ખૂબ કાળજી અને જાગૃતિ છે. આર્થિક રીતે સંપન્નતા એ અહીંના જૈનોની લાક્ષણિકતા ગણાય. અનેક જણના પત્રોમાં અહીં વિશે વ્યકત થયેલી જિજ્ઞાસાના જવાબરૂપે આટલું નોંધ્યું છે. બાકી છે તો બીજે બધે જેમ સંઘો ચાલે છે, મતભેદો હોય છે, મારું-તારું ને હોંસાતાંસી થાય છે, તેવું બધું જ અહીં પણ હોય જ. “સુ” અને કુ વાળા વાતાવરણથી આ ક્ષેત્ર હજી સુધી તો બચ્યું લાગે છે. પણ હવે નજીકના સમયમાં જ તે વાતાવરણ અહીં પણ ગુજરાતથી ઈમ્પોર્ટ થાય તો ના નહિ. બહુ ધીમી તથા ગુપચૂપ ગતિએ તે માટેની ભૂમિકા રચવાના પગરણ મંડાયા હોવાની વાસ આવવા લાગી છે. અન્ન અને ભોળાજનોની સરલતાનો વિહારયાત્રા Page #104 -------------------------------------------------------------------------- ________________ ગેરલાભ લેવાશે તો કેઈ આત્માઓનાં હિત ગોટાળે ચડી જશે, એ નક્કી. આ વિષમ કાળમાં ભોળા જીવોમાં શ્રદ્ધા અને આરાધના પ્રગટે કે ટકી રહે, તે બહુ મહત્ત્વનું છે. તેને માટે પ્રયત્નો ન થાય અને ‘મારું સાચું, બીજાનું ખોટું' એવું સાવવાના પ્રયાસો થાય, તો અનેક જીવો માચ્યુત થશે તે સ્પષ્ટ છે. અને તેમાં નિમિત્ત કારણ બનનારાઓ કેવાં તો મોહકર્મો ઉપાર્જિત કરશે તે તો કલ્પનાતીત જ છે. અ.શુ.૧૪ થી ચોમાસું બેસે છે. આખા વર્ષમાં અનેકવિધ મોસમો, સીઝન, તહેવારો, કાર્યક્રમો અનુભવ્યા, માણ્યા હશે. હવે આ આરાધનાની સીઝન આવી રહી છે. તપ-ત્યાગ, જપ-ધ્યાન, આવશ્યક ક્રિયાકાંડ, સ્વાધ્યાય અને અભ્યાસ, ધર્મકથા વ્યાખ્યાનાદિનું શ્રવણ, સાંચન, સામાયિક-પૌષધ, ગુરુભગવંતોની ઉપાસના તથા વૈયાવચ્ચ, જિન ભગવાનની વિશેષે પૂજા-ભકિત, ધર્મકાર્યોમાં ધનનો સદ્ભય, અભક્ષ્ય, રાત્રિભોજન વગેરેનો ત્યાગ, આ બધાં શુભ કાર્યોમાં તમે બધાં સપરિવાર પરોવાઈ જજો તેવો અનુરોધ છે. અત્યંત વિષમ અને નાજુક આ સમય છે, તેમાં ધર્મઆરાધના જ શરણ છે, આશરો છે, સહારો છે, આશ્વાસન છે, અને રક્ષક છે, તે ન ભૂલશો. (અષાઢ-૨૦૫૮) Page #105 -------------------------------------------------------------------------- ________________ ગયે વર્ષે કરેલા દીર્ઘ વિહારની તુલનામાં આ વખતે વિહાર ઘણો નાનો - ઓછો રહ્યો. કર્ણાટક પ્રદેશમાં વિહાર શરૂ કર્યો, પછી બેત્રણ દહાડા આંધ્રપ્રદેશમાં સ્પર્શના કરી, એ પછી ચાલુ થયો તમિલનાડ પ્રદેશ. આ ત્રણેમાં સરખામણીમાં કર્ણાટકની પ્રજા વધુ ધાર્મિક અને વધુ અહિંસક લાગી. તમિલનાડુમાં તો દાખલ થયા કે હિંસાચાર સર્વત્ર વ્યાપેલો જોવા મળ્યો. મરઘાં, બકરાં, ઘેટાં, ડુક્કરો તથા ગાય જેવાં મૂંગાં પ્રાણીઓની છડેચોક કતલ અને તેનો ઉઘાડો ધંધો – આ ક્યારેય ન કલ્પેલી વાતો સગી આંખે જોવાની આવી, જેની અરેરાટી અને કમકમાં હજી પણ શમતાં નથી. અરે, ચૈત્ર શુદિ ૧૩ સોમવારે પ્રભુમહાવીરનો જન્મદિવસ હતો. સંયોગથી તે જ દહાડે તમિલ બેસતું વર્ષ હતું. તે દિવસે સવારના પહોરથી મોડી રાત સુધી હિંસાચાર જ જોવા - અનુભવવાનો આવ્યો ! મનમાં પારાવાર ઉદ્વેગ થતો રહ્યો કે આવા દેશમાં આવવાની ભૂલ આપણે ક્યાં કરી? શાસ્ત્રોમાં વર્ણન આવે કે આર્ય દેશમાં જન્મ મળવો દુર્લભ ખરો, પણ તેમાં પણ આર્ય કુળમાં જન્મ વધુ કઠણ ગણાય. આ વાત આ દેશની સ્થિતિ તથા પ્રજાને જોતાં સુપેરે સમજમાં આવી. આર્ય દેશમાં તો આ લોકો પણ જન્મ્યા છે, પણ અનાર્ય બનીને. હિંસા, અભક્ષ્યભક્ષણ, કૂરતા જેવાં અનાર્ય તત્ત્વોવાળાં કુળ-જાતિમાં જન્મ્યા હોઈને આ બધાં આર્યદેશમાં પેદા થયેલા અનાર્યો જ ગણાય. ન કરવા યોગ્ય કાર્ય કરે, અને કરવા યોગ્ય કાર્ય ન કરે તે અનાર્ય'. અને એ સાથે જ પરમાત્માના પુનિત શાસનના જ્ઞાનીઓએ પુણ્ય-પાપના તફાવતો, પુણ્યના ઉદયથી જ આર્ય દેશ અને કુળમાં જન્મ મળી શકે. વગેરે જે વાતો વર્ણવી છે તેનો મર્મ બરાબર સમજાઈ ગયો. આપણા પાપોદય હોત તો આપણે પણ આવી અનાર્ય જાતિમાં જન્મીને આવાં નિંદનીય અને ધૃણાસ્પદ એવાં હીન કૃત્યો કરતા હોત. પરમાત્માની પરમ કરુણા આપણા પર વરસી છે કે, આપણે આવાં અધમ કૃત્યો કરવા પડે તેવી અનાર્ય પરિસ્થિતિમાં પેદા નથી થયા ! ભગવાનનો અનુગ્રહ માનીએ તેટલો ઓછો છે. મનમાં સતત એક તુમુલ ઘમસાણ મચ્યા કરે કે આ લોકોને આવા ઘોર પાપમાર્ગેથી પાછા વાળી કેમ ન શકાય ? અનેક અનેક વિકલ્પો તથા સંકલ્પો ને મનસૂબા ઘડાય, અને મનમાં જ પાછા વિલાઈ પણ જાય. અશક્યપ્રાય ગણાય 1. એવી તરંગમાલા છે એ. આજે તો રાજ્યસત્તા સ્વયં હિંસાને અને હિંસાજીવી વિહાયાત્રા Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રજાને ઉત્તેજન, સહાય, સાથ આપે છે. લોકોને હિંસા માટે લેશ પણ છોછ કે અરુચિ નથી. ભાષા અને ધર્મની સમસ્યા પણ મોટી. સાધુવર્ગનો આ પ્રજા સાથે અનુબંધ રચાય તેવું એક પણ માધ્યમ કે સાધન નથી. અને આપણે ગુજરાતમહારાષ્ટ્ર જેવા સરખામણીમાં સુગમ-સરળ લાગતા દેશોમાં પણ જો આ બધાં કૃત્યો અટકાવવા માટે લાચાર-અસમર્થ હોઈએ, તો આવા પરાયા પ્રદેશોમાં તો માત્ર અશક્ય જ ગણાય એ. હતાશ મન છેવટે “નિયતિ'ના શરણે જાય અને સમાધાન મેળવે કે “જેવી એ જીવોની નિયતિ'. નિયતિમાં તો તીર્થકરો પણ પરિવર્તન ન કરી શકે, તો આપણે કોણ? ભાવદયા જ આપણો આખરી ઉપાય, માર્ગ, આધાર. | વિહારમાં આવતાં ગામે ગામે મારવાડી જૈનો દાયકાઓથી વસ્યા છે. તે લોકોએ લુંગીનો પહેરવેશ અને તમિળ ભાષા-બને પૂરેપૂરાં અપનાવી લીધાં છે. ધર્મના સંસ્કારો હજી જળવાયા છે ખરા. પણ હવેની પેઢી જે રીતે ખ્રિસ્તી સંસ્કરણ-શિક્ષણમાં ઉછરી રહી છે, અને પોતાની ભાષા તથા ધાર્મિક પ્રથાઓથી જે રીતે વેગળી જઈ રહી છે, તે જોતાં હવે બહુ થોડા દાયકાઓમાં આ પ્રજાનો ઘણો વર્ગ પોતાની મૂળ ઓળખ ખોઈ નાખશે તેવી દહેશત જાગ્યા વિના નથી રહેતી. ભાષાનો પ્રશ્ન બહુ વિકટ. કન્નડભાષી દેશમાં તો હિન્દીમાં પૂછીએ તે સમજનારા મળી રહે. આ તમિળ પ્રદેશમાં તો તમિળ સિવાય કશું જ ન ચાલે. ઈંગ્લિશ પણ નહિ. ક્યારેક બહુ અગવડ પડે જ. પણ છેવટે અમે મદ્રાસ પહોંચી જ ગયા છીએ તે હકીકત છે. ભારતના ચાર મહાનગરોમાંનું એક મહાનગર તે આ મદ્રાસ. ધર્મની અનેક પ્રવૃત્તિઓથી અહીંના જૈન સંઘો ધમધમતાં રહે છે. ગરમી અતિ તીવ્ર, ઉનાળો અતિશય આકરો. કર્ણાટક છૂટ્યું તે દિવસથી જ જે ઉકળાટ, તાપ, પરસેવાની રેલમછેલ શરૂ થયાં તે હવે તમિળનાડુ છોડીએ નહિ ત્યાં સુધી કાયમ. ગુજરાતને યાદ દેવરાવે કે પછી તેને પણ ભૂલવાડે તેવો ઉનાળો અનુભવાય. અહીંના લોકો કહે છે કે, વર્ષમાં ૧૦ મહિના આમ જ તપવાનું. બે મહિનામાં વરસાદ પડે તેટલી વાર ઠંડક, પછી તરત ઉકળાટ. અમદાવાદની જ વાત કરતા હોય તેવું લાગે. આમ તો આ અમારી દક્ષિણ ભારતની યાત્રા ગણાય. પરંતુ દક્ષિણમાં દાખલ થયા કે સડસડાટ બેંગલોર, બેંગલોર, નીકળ્યા કે સીધા મદ્રાસ. એટલે... બેંગ્લોરથી નીકળ્યા, જઈ પહોંચ્યા મદ્રાસ, દક્ષિણ ભારતની થઈ, યાત્રા આ અમ ખાસ Page #107 -------------------------------------------------------------------------- ________________ આવી રીતે અમારી યાત્રા થઈ. અને આ પ્રદેશની વ્યાપક હિંસાભરી દશા નજરે નિહાળ્યા પછી, હવે વધુ જોવાની હામ-હિમત પણ રહી નથી. કેવાંયે પાપ કર્યા હોય ત્યારે, ભગવાનના માર્ગના સાધુ થયા પછી પણ, આવું આવું જોવાનો વારો આવે. હિંસાનાં ઘણાં કારણો પૈકી એક કારણ ગરીબી પણ હશે તેમ લાગે. જો કે આ પ્રજા કંઈ બહુ ગરીબ નથી. બલ્બ ખૂબ મહેનતુ છે. સવારે ચાર વાગે તો આખું ગામ જાગી જ ગયું હોય, કામે લાગ્યું હોય. આંગણે પાણી છાંટવાનું જ, તે પર રંગોળી કરવાની જ, આ નિત્યનિયમ. પીવાના પાણીની ભલે અછત હોય, ઢોળવા તો જોઈએ જ. નહિ તો વહેમ થાય. હરિયાળી પણ પુષ્કળ છતાં દુકાળ - પાણી અંગે વરતાય ખરો. તો ગરીબીને લીધે પણ હિંસાચારને આજીવિકાનું સાધન બનાવાતું હોય તો શક્ય ખરું. ગરીબીનો સૌથી વિશેષ લાભ મિશનરીઓ ઉઠાવે છે. તેમ પણ લાગે. ચર્ચ અને ખ્રિસ્તી સ્કૂલોમાં ખૂબ ગૂપચૂપ ઠંડે કલેજે ધર્માન્તરણની પ્રવૃત્તિ સતત ચાલતી હોય તેવો અંદાજ કોઈપણ કાઢી શકે. ખ્રિસ્તી ને મુસ્લિમ એ બેની બહુલતા હોય, અને એમના ધર્મની દષ્ટિએ પણ, હિંસાચારને પાપ કે અયોગ્ય ગણવાની તો વાત જ ન આવે. એટલે ધર્મ તરફથી પણ હિંસાચારને લીલી ઝંડી મળી રહે જ. ખેર, આ બધી વાતો માત્ર વિહારના અનુભવના વર્ણન રૂપે નોંધી છે. આપણે તો આપણાં પરમાત્માએ સર્વકલ્યાણકારણનો માર્ગ આપણને આપ્યો છે, તેને વફાદારપણે વળગી રહીને આપણાં જૈનત્વને દીપાવીએ તેમાં જ આપણી સાર્થકતા છે તે યાદ રાખવાનું છે. (વૈશાખ-૨૦૫૯) વિહાયાત્રા Page #108 -------------------------------------------------------------------------- ________________ તમિલનાડુ - મદ્રાસમાં દિવાળી પર વરસાદી ચોમાસું શરૂ થાય છે, જે દોઢબે માસ ચાલે છે. આ વખતે પણ વાતાવરણ તો વરસાદી છે જ, જો કે વરસાદ કાંઈ ખાસ પડતો નથી. પણ થોડોક ક્વચિત્ પડી જાય અને ગંદકી વગેરે ઉપદ્રવો કર્યા કરે છે. પાણીની અછત આ દેશમાં ઘેરી છે. આવનારાં વર્ષો ભારતના અનેક પ્રાન્તો માટે પાણીના લીધે સર્જાનારી વિષમ વિડંબનાઓના હશે, એવું વ્યાપક અવલોકન પછી લાગે. મદ્રાસમાં મુખ્યત્વે મારવાડી જૈનોની વસ્તી જૈનોના ચારેય ફિરકામાં માનનારા બે-અઢી લાખ જૈનો હશે. ગુજરાતી જૈનો બહુ જૂજ. અઢી-ત્રણ હજારની સંખ્યામાં હશે. તેમાં પણ ધર્મમાં રસ હોય તેવા વળી ઘણા ઓછા. ગુજરાતી પરિવારોને પૈસો બહુ ઝડપથી “ચડે છે. પૈસો ચડે એટલે ધર્મ, દેરાસર, સાધુ-સાધ્વી તથા સામાન્ય સંસ્કારો – આ બધું જ ખતમ થાય. આમાનું કાંઈ ન ગમે તે તો ઠીક, પણ હવે તો એવા લોકો “પોતે બાપદાદે જૈન હતા એટલુંયે સ્વીકારવાની સ્થિતિમાં નથી, એવું પણ જોવા મળે. ખ્રિસ્તી સ્કૂલનું શિક્ષણ અને સંસ્કારો, ધર્મથી સાવ વેગળાપણું, માબાપોની સદંતર બેકાળજી, હાઈ-ફાઈ જીવનપદ્ધતિ અને રંગ-રાગ કે ઐશઆરામની પૂરી સુવિધા – આ બધાં કારણો આવું થવામાં અગત્યનો ભાગ ભજવે છે. આની સામે રાજસ્થાની સમાજમાં, સરખામણીમાં, અમુક હદે હજી ધર્મ અને સંસ્કારો બચ્યા છે. જો કે તે સમાજની પણ નવી પેઢી તો બહુ ઝડપથી ધર્મવિમુખતાના રસ્તે જવા માંડી જ છે, છતાં હજી ઘણો આશાસ્પદ વર્ગ છે ખરો. મદ્રાસનું પુરાણું નામ ચેન્નપટ્ટણ હતું, તે પરથી આજે તેને ચેન્નાઈ નામ અપાયું છે. મૂળે તો અંગ્રેજોની વસાહતી છાવણી હતી, જે કાળાંતરે શહેર અને હવે મહાનગર-મેટ્રો સીટીમાં રૂપાંતરિત થયેલ છે. અમે ૪૫ વર્ષ અગાઉ અહીં આવેલા ત્યારે અહીંના જૈનો ગુજરાતી સમજતા. આજે હિન્દીમાં જ વ્યવહાર કરવો પડે છે. થોડાં વર્ષો પછી કદાચ અંગ્રેજીમાં કે તામિલમાં બધો વ્યવહાર (જૈનોનો) થાય તો ના નહિ. સમય સતત બદલાતો જ રહે છે. પચાસેક દેરાસરો છે. બેએક ગુજરાતીઓનાં, બાકી મારવાડીઓ દ્વારા થયેલાં. આ પ્રદેશમાં માન-સન્માન, ખુશામત, પેપરમાં નામ-ફોટો છપાવવાની પ્રથા તથા ભાષણબાજી વગેરેનું ચલણ ખાસ છે. એ બધું કરતાં – કરાવતાં આવડે તો જામે. માત્ર આરાધના કે ધર્મની વાત કરતા રહો તો ખાસ ન જામે. અલબત્ત, આરાધનાને ચાહનારો એક વર્ગ ખરો જ. પણ તે સાવ પાતળો. મોટો વર્ગ તો સમાજલક્ષી કાર્યોવાળો જ. (માગશર-૨૦૬૦) Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ૧૧ આ તમિલભાષી પ્રદેશમાં અથવા તો સમગ્ર દક્ષિણમાં સામાન્ય પ્રજામાં ભોળપણ, ધર્મભીરુતા અને ઉદ્યમ આટલાં વાનાં ખાસ જોવા મળે. ગમે તે મુદ્દે આ પ્રજાને ધારો તેમ દોરી શકાય એટલું ભોળપણ. ખ્રિસ્તી મિશનરીઓ, માટે જ, આ પ્રજામાં બહુ ફાવે છે. ઠેરઠેર સ્કૂલો અને ચર્ચો ઊભાં કર્યે જ જાય છે, અને ધર્માન્તરણની દુષ્પ્રવૃત્તિ ગુપચુપ છતાં પૂરજોશમાં ફાલેફૂલે જાય છે. બે ત્રણ દાયકા પછી એક દિવસ એવો હશે કે હિન્દુસ્તાનમાં હિન્દુઓ લઘુમતીનો દરજ્જો ભોગવતાં હશે, અને તે વખતે ‘હિન્દુ' સહિતની જે પણ લઘુમતીઓ હશે તેમણે ખ્રિસ્તી તેમજ મુસ્લિમ બહુમતીની કૃપા ઉપર નભવાનું રહેશે. ધર્મ અને જ્ઞાતિના નામે વિવિધ સમાજોને ‘લઘુમતી’નું ગૌરવ બક્ષીને અંદર અંદર કાયમી વિવાદ અને જુદાઈ સર્જવાં એ આજની મતઆધારિત લોકશાહીની કૂટનીતિ છે. આ ભેદ આપણો સમાજ સમજવા - સ્વીકારવા તૈયાર નથી, અને જ્યારે ખરેખર સમજાશે ત્યારે ઘણું મોડું હશે. આ પ્રજા ધર્મભીરુ પણ અતિશય. મંદિરો ખૂબ બાંધે. મંદિર કે સાધુસંન્યાસી નજરે પડ્યા નથી કે પ્રણામની ચેષ્ટા કરી નથી. લગભગ વહેમની કક્ષાએ આ રીત જોવા મળે. ધર્મના નામે માનતાઓ માનવી અને તે મુજબ પશુબલિ પોતાના ઈષ્ટ દેવ-દેવીના મંદિરે ચડાવવો તે સાવ સામાન્ય ગણાય. કેટલીય બાબતો જેવી કે, ખેતીમાં બરકત થશે - સારો પાક થશે તો, વેપારમાં ધાર્યો નફો થશે તો, કરજ-મુકત થઈશ તો, તબિયત સારી હશે તો, છોકરો કે સંતાન થશે તો વળગાડ મટે તો, વગેરે નિમિત્તે પશુનો ભોગ ધરવાની બાધા રાખે. એક બે નહિ, ઘણીવાર તો સેંકડો અને હજારો પશુઓની દેવપૂજાના નામે મંદિર સમક્ષ કતલ કરે. એક માહિતી મુજબ ઇદમાં મુસ્લિમો દ્વારા થતી હિંસા કરતાં પણ હિન્દુ લોકો દ્વારા થતી પશુબલિની હિંસાનો આંકડો મોટો છે. તમિલનાડુ-સ૨કા૨ે હમણાં જૂના કાયદાને જીવતો કરીને પશુબલિ પર પ્રતિબંધ લાઘો, ત્યારે આ ધર્મશ્રદ્ધાળુ વર્ગ હાઈકોર્ટમાં ગયો અને સ્ટે લઈ આવી પશુવધ ગૌરવપૂર્વક ચાલુ રાખ્યો. ચીફ જસ્ટીસે પણ આવા ધાર્મિક લાગણી દૂભવતા હુકમ બદલ સરકારને ઠપકો આપ્યો! આ પ્રદેશના લોકો પોતાના ઘર-દુકાન-ધંધા પર કોઈની નજર વ. ન લાગે તે માટે રોજ અથવા નિશ્ચિત દિવસે કોળું વધેરે. કોળાનો વેપાર આ તરફ ખૂબ. કોળાને એક ઠેકાણેથી કાપી તેમાં લાલ કંકુ ભરી દે, પછી પેક કરી દે. સવારે વિહારયાત્રા Page #110 -------------------------------------------------------------------------- ________________ ઘર સામે કે દુકાન ખોલતાં પહેલાં કોળું જોરથી પછાડીને વધેરે. બધા ટુકડા વેરાય ને લાલ લોહીવણું બધું થાય, એટલે “સબ સલામત” માનીને આગળ વધે. ઘણા વળી કોળાને ઘરે – દુકાને લટકાવી રાખે-નજર પડે તે રીતે. તેના પર માનવચહેરો ચીતરેલો હોય. ઘણીવાર રાક્ષસનો ચહેરો પણ ચીતરે. એ ઉપરાંત, લીંબુ વધેરવા, સળગાવવા, અને પછી જ કાંઈપણ કરવું, એ પણ ખરું. સવારે રસ્તા પર નીકળીએ તો ઠેરઠેર આવા કોળા તથા લીંબુ પડ્યા હોય. તેના પર થઈને ન ચલાય, ગાડી પણ ન ઓળંગે તેને. પશુબલિનો વિકલ્પ છે કોળાં વધેરવાની આ પદ્ધતિ. ઘર નવું હોય કે બંધાતું હોય કે સારું હોય તો તેના પર કપડાના ડૂચામાંથી બનાવેલું માણસનું પૂરા કદનું “ચાડિયા’ જેવું પૂતળું ટાંગે. તેના મસ્તક તરીકે માટીનો ઘડો કે કોળું ગોઠવી તે મુખાકૃતિ ચીતરે. ક્યાંક વળી, પૂતળાને બદલે રાક્ષસનું મહોરું લટકતું જોવા મળે. બે શીંગડાં અને વિકરાળ દાંતવાળો પીળાકાળા-લીલા-લાલ રંગો વડે ચીતરેલો એ રાક્ષસ બધી ટોક-નજર-કુદષ્ટિને ગળી જતો હોવો જોઈએ. ઉદ્યમ પણ આ પ્રજામાં ઘણો. આળસ ઓછી. સવારના સાડાચાર-પાંચે તો ગામ આખું ગાજતું હોય. બહેનો ઘરના આંગણાંને વાળી વાળીને બરાબર સાફ કરે અને પછી બે - ચાર ડોલ પાણીનો છંટકાવ કરીને ફળિયું, આંગણું કે રસ્તો - બધું ચોખ્ખું અને ભીનું કરી મૂકે. પાણીની ભીષણ તંગી ભલે વરતાય, પણ આંગણાં તો ધોવાનાં જ. ન ધૂએ તો લક્ષ્મી ચાલી જાય અને દળદર આવે, એવી પાકી શ્રદ્ધા. વગર વરસાદ વરસાદનો અહેસાસ થાય. અમુક ઠેકાણે તો વળી દર સપ્તાહે એક વાર આખું ઘર અને આખી શેરી-ગલી-રસ્તા ધોવાના, કીચડગંદકીનો વાંધો નહિ, પાણીની ખેંચ પરવડે, પણ દળદર ઘર-મહોલ્લામાં ન જોઈએ પાણીથી ધોયા પછી રંગોળી કાઢે. એક ઘર રંગોળી વિનાનું ન મળે. ગુજરાતમાં દિવાળીના દિવસોમાં ક્યાંક ક્યારેક જોવા મળે તો મળે. આ પ્રદેશમાં (મહારાષ્ટ્રમાં પણ) રંગોળી નિત્યક્રમ ગણાય. અત્યંત સ્કૂર્તિથી અને ભૂમિતિની આવડત જેવી કુશળતાથી રંગોળી કાઢતી બહેનોને જોઈએ તો દંગ થઈ જવાય. બાકી તો આ દેશમાં જીવહિંસા ખૂબ અને તે પણ ખુલ્લેઆમ જોવા મળે. ઠેરઠેર સડક ઉપર જ કતલ તથા તેનો ધંધો થાય. આ દેશમાં અહિંસાની વાત લગભગ અજાણી હશે તેવો આભાસ થાય. તમિળનાડુનો પ્રદેશ ગરમ. ગરમી તીવ્ર પડે. શિયાળો ભાગ્યે જ વર્તાય. Page #111 -------------------------------------------------------------------------- ________________ વિહારમાં તે પ્રદેશમાં રહ્યા ત્યાં સુધી ઠંડી ન લાગી. મલયાચલનો ઘાટ ચડ્યા અને ઉપરના - કર્ણાટકના ભૂભાગમાં આવ્યા તે સાથે જ ઠંડીનો ચમકારો અનુભવાવા માંડ્યો. મલયાચલની વિરાટ પહાડી, તે પર છાપેલી લીલીછમ્મ વનરાઈ જાણે પહાડોએ લીલી ચાદર ઓઢી હોય ! ચોમેર ઘટાદાર વૃક્ષોથી ભરેલાં ગાઢ જંગલો, શાંત-નિર્જન રસ્તા, અને તે બધાં વચ્ચે થઈને ચાલતી વિહારયાત્રા ! બધું જ નિરાળું ! કર્ણાટકમાં આગળ વધ્યા ત્યાં પથ્થરનાં જંગલો જોવા મળ્યાં. જંગલમાં વૃક્ષો તો હોય જ રસ્તાની બે તરફ ખેતરો પણ હોય. તેમાં ઠેરઠેર હજારો વર્ષ જૂના અને સેંકડો ટન વજન ધરાવતા મોટા મોટા શિલાખંડો પડેલા જોવા મળે. ક્યાંક એક બે તો ક્યાંક ઘણા બધા. પૃથ્વીકાયના એ પિંડની કુદરતે કરેલી રચના- ગોઠવણી જોવા જેવી. પરંતુ જ્યાં બેંગલોરથી બે ત્રણ મુકામ દૂર રહ્યાં ત્યાં સંખ્યાબંધ ક્વૉરીઓ ધણધણતી નજરે પડી. ગંજના ગંજ ખડકાયેલા ગ્રીટકપચીના. જોતાં જ ખ્યાલ પડી ગયો કે, બાવીસ હજાર વર્ષની (શાસ્ત્રોક્ત) આવરદા ભોગવવાની સંભાવના ધરાવનારા પેલા પથ્થરોનું હવે આવી બન્યું ! બે ચાર વર્ષમાં જ બધું પથ્થર-વન સફાચટ! માણસની કુદ્રષ્ટિએ કાળો કોપ જ વેરવા માંડ્યો છે! (પોષ-૨૦૬૦) વિહાયાત્રા Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અમે જે રસ્તે આ તરફ આવ્યા હતા, તે જ રસ્તે પાછા ફરી રહ્યા છીએ. સમગ્ર રસ્તા પર “૪ લેન નો વિશાળ માર્ગ (Road) બનાવવાની પ્રક્રિયા ત્રણેક વર્ષથી ચાલી રહી છે, જે અત્યારે પૂરવેગથી ચાલતી જોવા મળે છે. સખત અને અણથંભ્યો ટ્રાફિક અને ખોદકામ-બાંધકામને કારણે સાંકડા પડતા રસ્તાઓઆમાં વિહાર કરવાનું ખરેખર વિકટ બની રહે છે. આવી વિકટતામાં પણ પંચ મહાવ્રતધારી જૈન સાધુ-સાધ્વીઓ સતત વિહાર કરતાં રહે છે. અને અનેક ક્ષેત્રોમાં વસતા જૈન સમુદાયને ધર્મલાભ આપતાં જ રહે છે તે કેવો મહાન ઉપકાર છે ! કોઈના ઉપર વિશેષ બોજારૂપ ન બને; છ કાય જીવની વધુમાં વધુ યતના અને રક્ષા કરે; પર્યાવરણને કોઈ પણ રીતે, પોતાના હાથે કે પોતાના કારણે, પ્રદૂષિત ન કરે, એનું નામ જૈન સાધુ. આવા આત્મસાધક તથા ઉપકારી પૂજ્યો આપણને આ વિષમ કાળમાં જોવા મળે છે, એ પણ કાંઈ જેવું તેવું પુણ્ય નથી. એમને વંદન-નમન કરીને જ સંતોષ ન માનવો; પણ સકલ સંઘ ઉપર, અને એટલે જ આપણા ઉપર પણ, તેઓ દ્વારા થતા ઉપકારનું અલ્પસ્વલ્પ પણ ઋણ ચૂકવવાનો અલ્પાંશે પણ ભાવ કેળવવો, પ્રયાસ કરવો. એમની પાસે ધર્મ પામવો, ધર્મ શીખવો, આરાધનાના માર્ગે તથા ગુણોની પ્રાપ્તિના માર્ગે આગળ વધવાનું શીખવું, એ એમનું ઋણ ચૂકવવા બરાબર ગણાય. એમના ગુણ જોવા અને તેની અનુમોદના કરવી, તેમ જ તેમના દોષો જોવાથી તથા તેની નિંદા કે ટીકા કરવાથી બચવું, એ પણ ઋણ ચૂકવવાની જ પ્રવૃત્તિ ગણાય. તેમની યથાશક્તિ ભક્તિ-વૈયાવચ્ચ કરવી તથા તેમને સંયમ નિર્વાહમાં આવતી બાધાઓનું નિવારણ કરવામાં તન-મન-ધન પ્રયોજવાં, તે બધું પણ તેમનું ઋણ અદા કરવાનો જ માર્ગ છે. આમાનું આપણે શું કરી શકીએ? અથવા શું કરીએ છીએ? મોટાભાગના મનુષ્યો, જો છાતી પર હાથ મૂકીને પોતાના હૃદયને પૂછે, તો જણાશે કે આવું કાંઈ કરવાનું તો બાજુ પર, ઊલટું આપણે તો આનાથી અવળું જ ઘણું બધું કર્યું છે અને કરીએ છીએ. સાધુ-સાધ્વીની ભૂલો કાઢવામાં તો તૈયાર! તેમની નિંદા-ટીકા કરવામાં તો પહેલો નંબર! તેમની સંયમ યાત્રામાં નડતર કે અગવડ ઊભી કરવામાં સૌથી મોખરે! તમે કોઈ આ વાત સ્વીકારો કે ન સ્વીકારો, પરંતુ મારું આ ઝીણવટપૂર્વકનું, તટસ્થ નિરીક્ષણ છે કે આ વાત તમારામાંના મોટાભાગનાને લાગુ પડે છે, ને પડે જ છે. એક કે બીજા પ્રકારે, એક કે બીજા સાધુ કે સાધ્વીને, બાધા પહોંચાડવામાં તમે ભાગ ન લીધો હોય તો કહેજો. ક્યાંક ને ક્યાંક તો મર્યાદા ચૂક્યા જ છો કે ચૂકો જ છો. ધર્મી કે Page #113 -------------------------------------------------------------------------- ________________ १०४ શ્રાવક થવા માટે જન્મેલા મનુષ્યને માટે આ વાત સહ્ય કે ક્ષમ્ય કેમ જ ગણાય? ગંભીરતાથી વિચારવાનું છે. વાંચીને ‘સમજાતું નથી કાંઈ' એમ કહીને કાગળને પસ્તીમાં નાખી દેવા જેવું ન કરશો. વિહાર દરમિયાન એકવાર, એક જીપ-કાર ઉપર આલેખેલું એક સૂત્ર વાંચવા મળેલું : ‘માપમાં રહો'. વાંચતાં જ ચોંકી જવાયું. અત્યંત માર્મિક અને મર્મવેધી આ વાક્ય હતું. તેનો સૂચિતાર્થ એક જ હતો : તમે તમારી મર્યાદામાં જ રહો, મર્યાદાને ઓળંગો નહિ. વાત પણ સાચી હતી. પોતાની મર્યાદાને સમજવી જ જોઈએ, અને પાળવી પણ જોઈએ. મર્યાદાની પાળ તોડે કે ઓળંગે, તેને હાનિ પહોંચ્યા વિના ન જ રહે. સાધુ સાધુની મર્યાદા પાળે તો તેને નિંદા વગેરેના ભોગ બનવું ન પડે. તો શ્રાવક શ્રાવકોચિત મર્યાદા આચરે, તો સાધુ અને તેની ધર્મયાત્રા સીદાય પણ નહિ. નાના નાનાની મર્યાદામાં વર્તે તો તેનું હિત જળવાય જ, તો મોટા મોટાની મર્યાદા જાળવી જાણે તો નાનાનો આદર ગુમાવે જ નહિ. સૃષ્ટિ ઉપરના, મનુષ્યને બાદ કરતાં, તમામ પદાર્થો પોતપોતાની મર્યાદા પ્રમાણે જ વર્તે છે. ક્યારેય પોતાની મર્યાદા ઓળંગતા નથી. પર્યાવરણ આપમેળે ક્યારેય બગડતું નથી. માણસ જ તેને બગાડે છે. અને બધા પદાર્થો પોતાની માપ-મર્યાદામાં વર્તે છે, માટે જ દુનિયા ટકી રહી છે, અને આપણે જીવી શકીએ છીએ. સવાલ ફક્ત આપણો - મનુષ્યનો છે. મનુષ્ય પોતાનું ‘માપ’ સમજે છે ખરો? મનુષ્ય માપમાં રહેવાનું સ્વીકારે છે કે સમજે છે ખરો? બધા મનુષ્યોની વાત જવા દઈએ, પણ આપણે, શ્રાવકો કે ધર્મી મનુષ્યો, આપણાં માપ-મર્યાદાને સમજીએ કે સ્વીકારીએ છીએ ખરા ? એને ઓળંગવાનું ખાળી-ટાળી શકીએ છીએ ખરા? આપણે ત્યાં પ્રવર્તતા અનેક વ્યવહારોમાં જોઈ શકાય તેમ છે કે, આપણે માપ-મર્યાદા રાખી શકતા નથી. સાધુ-સાધ્વી સાથેના વર્તાવ, સંઘ-ટ્રસ્ટના વહીવટ, ધાર્મિક વિધિ-વિધાનો અને અનેકવિધ ક્રિયા-અનુષ્ઠાનો, સંઘના સામાન્ય સભ્ય ગણાતા જનસમૂહ સાથેની વર્તણૂકો, આ અને આવી અનેક બાબતો છે કે, જેમાં સંકળાયેલ-સંડોવાયેલ લોકો પોતાનું માપ ભાગ્યે જ જાણતા હોય છે, અને ઉચિત મર્યાદાનું પાલન કરવામાં ભાગ્યે જ સુસજ્જ હોય છે. દરેક વ્યક્તિએ ઘર-પરિવારના વ્યવહારો તથા સંબંધોથી લઈને સાધુસાધ્વી-સંઘ સુધીના તમામ પ્રકારના વ્યવહારોમાં તથા સંબંધોમાં પોતાનું કઈ વાતમાં કેટલું ‘માપ’ છે તે શોધી કાઢવાનું છે, અને તે પછી પોતાના તે ‘માપ’માં વિહારયાત્રા Page #114 -------------------------------------------------------------------------- ________________ જ રહેતાં શીખીને ઉચિત મર્યાદાનું શ્રેષ્ઠ પાલન કરતાં શીખવાનું છે. ફરી વાંચી લઈએ “માપમાં રહો.” “માપમાં રહેવું એટલે શું? - પોતે જે હોય તે જ દેખાવાનો પ્રયત્ન કરવો તે. પોતાની હેસિયતથી વધુ દેખાડનાર માણસ “માપ' ગુમાવે છે. આપણી આસપાસ કે પછી ખરેખર આપણી અંદર નજર નાખીશું તો જણાઈ આવશે કે આપણે અને મોટાભાગના લોકો પણ, પોતાનાં માપ કરતાં મોટા કે સારા કે આગળ દેખાવાનો પ્રયત્ન સતત કરતા હોય છે. ઘણીવાર આ કરતાં કીટલી ગરમ લાગે, સાહેબ કરતાં ચમચાની ગરમી વધારે હોય. એવું તો દરેકે અનુભવ્યું જ હશે. અભણ હોય ને વિદ્વાન હોવાનો ડોળ રચે. લોન પર લાવેલ પૈસે લખપતિ હોવાનો ખેલ પાડે. ક્ષમતા લાખની હોય અને લાખો-કરોડોનાં રોકાણ તથા બિઝનેસની બાંગો મારે. એવા માણસોએ, “માપમાં રહો'નો મર્મ સમજવા જેવો ખરો. થોડુંક માન-સન્માન, થોડીક વાહવાહ, થોડીક સફળતા અને થોડી પ્રાપ્તિ, માણસને પોતાનું કદ અને માપ ભૂલવાડી દેવા માટે કાફી છે. પછી એની હાલત, બળદની સામે રોફ મારતા અને પેટ ફુલાવે જતા દેડકા જેવી થાય છે. મૂળે છીછરો તો હોય, એમાં “માપ ઘટે, પછી પેટ ફાટી ગયા વિના કેમ રહે? સફળતા કે વાહવાહ મળે તે તો સારી વાત છે, પણ તે મળ્યા પછી પોતાને કાંઈક “ખાસ” માનવા લાગીએ, અને બીજા સૌને તુચ્છ ને નગણ્ય સમજીને ઊતારી પાડવા કે નીચજોણું કરાવવામાં મચી પડીએ, તો તેમાં આપણું “માપ” નાનું થાય છે. આપણા અહંકારને લીધે એ આપણને દેખાય ભલે નહિ, પણ “માપ” ઘટે છે. અને મિત્રોની નજરમાંથી ઊતરી જઈએ છીએ, તે હકીકત છે. માપમાં રહેવાનું સમજનારો માણસ વિવેકી હોય. એની વાણી અને વટવ્યવહારમાં નમ્રતા અને પ્રેમની ભીનાશ હોય, એ કોઈને પણ તોછડાઈપૂર્વક ઊતારી પાડતો ન હોય, એ પોતાના વખાણ કે સફળતાના ઘમંડમાં છકીને ઉદ્ધત થઈ જાય નહિ જ. પોતે જ સાચો અને પોતે માન-ધારે તેમજ થવું જોઈએ તેવી મનોદશા તેની ના હોય. સફળ કે નિષ્ફળ થવું તે તો પુણ્યના હાથની વાત છે, પણ “માપમાં રહેવાનું તો માત્ર અને માત્ર આપણા જ હાથમાં છે, તે ન ભૂલીએ, તો એક દહાડો આપણને ખબર પણ નહિ પડે અને આપણું “માપ' આપોઆપ વધી જશે. માપમાં રહો'. (મહા-૨૦૬૦) Page #115 -------------------------------------------------------------------------- ________________ 106 ૧૩ વિહારમાં કર્ણાટક રાજ્યની હદ વળોટી અને ફાગણ શુદમાં મહારાષ્ટ્ર રાજ્યમાં દાખલ થયા છીએ. ભાષા, વ્યવહારો, રહેણી કરણી બધું એકાએક બદલાઈ જતું લાગે. તદ્દન અપરિચિત-અજાણ્યા દેશમાંથી જાણીતા મુલકમાં આવ્યાનો અહેસાસ પણ થાય. મહારાષ્ટ્ર રાજ્ય, સરખામણીમાં, વધુ સમૃદ્ધ જણાય છે. તમિળ અને કન્નડ ભાષાઓ સાંભળવામાં કે વાંચવામાં આપણી ચાંચ જ ના બે. જ્યારે મરાઠી ભાષા સમજવી, પ્રમાણમાં, સહેલી લાગે, કાંઈક પોતાપણાની લાગણી થાય જરૂર. પણ સમૃદ્ધિ વધે એમ દૂષણો પણ વધે, એવો સામાન્ય અનુભવ છે. એ આ રાજ્યને પણ લાગુ પડે છે. આ મહારાષ્ટ્ર રાજ્ય સમૃદ્ધ ઘણું ભલે હોય, પણ આ રાજ્યમાં હિંસાનું દૂષણ પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. એનો ખ્યાલ બજા૨ોમાં ઉઘાડેછોગ વેચાતા મરઘાં-માછલાં વગેરેના પ્રમાણથી આવે જ. ઉપરાંત, ડગલે ને પગલે આવતી હોટલો તથા રેસ્ટોરાં પર મારેલાં ‘વેજનોનવેજ'નાં પાટિયાં જોઈને વિશેષે આવે. શુદ્ધ શાકાહારી કે પ્યોર વેજ લખેલ જગ્યા તો ભાગ્યે જ જોવા મળે. રસ્તા ઉપર ઉઘાડા જીવવધનાં અકલ્પ્ય દશ્યો પણ ક્યાંક જોવા મળ્યાં. અને માંસાહારના આ દૂષણ જેટલું જ, કદાચ તેથીયે અધિક, પ્રમાણ જોવા મળે દારૂ-મદ્યપાનનું. આ જોઈને ‘સમૃદ્ધિ ત્યાં દૂષણો’ નો નિયમ સાચો પડતો લાગે. સાથે એક સવાલ પણ જાગે કે ભારત એ ખરેખર આર્ય દેશ છે? ખરેખર આ દેશ અહિંસાનો, દયાનો, બીજાંઓના કલ્યાણનો દેશ હશે? સમગ્ર દેશમાં સર્વત્ર વ્યાપેલી અનર્ગળ હિંસાનો અંદાજ લગાવીએ, તો આપણો દેશ અહિંસાનો દેશ હોવાની માન્યતા ભ્રમણા જ પૂરવાર થાય તેમ છે. આપણે ત્યાં, થોડાક દાયકાઓ અગાઉ, સમુદ્રની મુસાફરી કરવાનું તથા પરદેશ-અનાર્યદેશમાં જવાનું, અનેક જ્ઞાતિઓમાં, પ્રતિબંધિત હતું. કોઈ જ્ઞાતિજન આ પ્રતિબંધનો ભંગ કરે તો તેનો જ્ઞાતિ-બહિષ્કાર થતો. ‘વીરચંદ રાઘવજી ગાંધી' (મહુવા) ગયા હતા ત્યારે તેમનો પણ બહિષ્કાર થયો હતો. આ બધું આજે તો અપ્રસ્તુત છે. અવાસ્તવિક પણ લાગે. અને પહેલાંના લોકોની આવી સંકુચિતતા ઉપર હસવું પણ આવે કે ઘૃણા પણ જાગે. પરંતુ, આજે જરા નવી દૃષ્ટિથી તે સમયની આવી બધી સામાજિક મર્યાદાઓનું પુનરવલોકન કરીએ છીએ, ત્યારે લાગે છે કે, આ પ્રકારના પ્રતિબંધો લાદવા પાછળ જૂના લોકોના મનમાં મુખ્ય આશય આપણા ધર્મની રક્ષાનો માત્ર હતો. વિદેશ જવા-આવવાનું વિહારયાત્રા Page #116 -------------------------------------------------------------------------- ________________ ચલણ વધે, એટલે ધર્મ અને સંસ્કારોની પરંપરાગત મર્યાદાઓ તથા આચરણોમાં છીંડાં પડે જ. વખત જતાં તે છીંડાં મોટા થતાં જાય અને પછી તે વાડ જ તૂટી જાય. તેના પરિણામે સમગ્ર જ્ઞાતિ તથા સમાજ ધર્મભ્રષ્ટ થયા વિના ન રહે. આવી માન્યતા કે સમજણથી પ્રેરિત તે પ્રતિબંધો હતા. આજે તો આવા એક પણ પ્રતિબંધ રહ્યા નથી. બલ્ક ધર્મ અને સંસ્કારોની માવજત કરનારા રીત-રિવાજોનું પાલન પણ નષ્ટપ્રાય થઈ ચૂક્યું છે. એનાં જ પરિણામોરૂપે દેશમાં વ્યાપકપણે જીવહિંસા અને અન્ય વ્યસનોનાં ઉઘાડાં અમર્યાદ તાંડવ જોવા મળી રહ્યાં છે. જ્ઞાતિઓ નાબૂદ થઈ. સમાજ તૂટ્યા. ધર્મની મર્યાદાઓ જૂનવાણી – આઉટ ઓફ ડેટ બની. રહ્યું માત્ર ખાઓ પીઓ અને મજા કરો – એ સૂત્ર. આ માટે કાંઈ પણ કરી છૂટવાની તત્પરતા આજના માણસે કેળવી લીધી છે હવે. આમાં ભક્ષ્યાભઢ્ય કે કર્તવ્ય-અકર્તવ્ય કે સાર-અસારનો વિચાર કોને આવે છે ? કોને એ રુચે પણ છે? આપણે જૈન છીએ. ભગવાન તીર્થંકર પ્રભુના બતાવેલા વિશ્વહિતકર અહિંસા ધર્મના આપણે ઉપાસક છીએ. આજના અતિવિષમ વાતાવરણમાં આ બાબત આપણે સતત યાદ રાખીએ, અને સીધી કે આડકતરી કોઈપણ પ્રકારની હિંસાથી તથા વ્યસનોથી આપણે તો બચીએ, અને આપણા સંગમાં આવનારા જીવોને પણ બચાવીએ, એટલું જ આપણે કરી શકીએ તેમ છીએ. તમે બધા આટલું કરશો? જરૂર કરજો. હમણાં હમણાં ખટારાઓ પાછળ લખેલું એક સૂત્ર, આ સંદર્ભમાં, નોંધવાપાત્ર લાગે છે. મરાઠી ભાષાનું એ સૂત્ર છે: સુરક્ષિત અંતર ઠેવા” એટલે કે “મારાથી સલામત અંતર રાખજો', નહિ તો તમને નુકસાન થઈ શકે. આ સૂત્ર આપણે, જૈનશાસનની આરાધના કરનારાઓએ ખાસ સમજી રાખવા જેવું છે. જગતમાં ડગલે ને પગલે અનિષ્ટો અને અનર્થો ચાલી રહ્યાં છે. આંખ માંડો ત્યાં હિંસા દેખાશે, વ્યસનોનું સામ્રાજ્ય ફેલાયેલું અનુભવાશે, ન કરવાનાં કાર્યો થતાં જોવા મળશે. આ ટ્રકસૂત્ર આપણને કહે છે કે “આ બધી બાબતોથી તમે સલામત અંતરે રહેજો. ત્યાં નજર નાખશો નહિ, ડાફાં મારશો નહિ, જવાનું કરશો નહિ, રસ લેશો નહિ. નહિ તો ક્યારેક ચસકો લાગી જશે. કોઈકવાર પગ લપસી જશે, ને જીવનમાં અકલ્પનીય અનિષ્ટ ઘૂસી જશે. તમે પ્રવાસે તથા પર્યટન-પિફનિફ પર જતાં જ હશો. ક્યાંક રાત્રિરોકાણ કરવું પડતું હશે. ક્યાંક ભૂખ લાગતાં જમવું પણ પડતું હશે. હોટલોની સુવિધા Page #117 -------------------------------------------------------------------------- ________________ સર્વત્ર ઉપલબ્ધ હોવાથી સાથે ઘરનું ભાતું લેવાનો રિવાજ તો હવે મોટાભાગે નષ્ટ થયો છે. પહેલાં હોટલમાં જવું એ જ પાપ મનાતું. આજે એવું નથી રહ્યું. પણ હોટલ-રેસ્ટોરાંમાં જતાં અગાઉ એટલું ધ્યાન તો જરૂર રાખી શકાય કે આ જગ્યાએ નોનવેજ તો થતું – પીરસાતું નથી ને? જો નોનવેજ પણ ત્યાં પ્રાપ્ય હોય તો તેવી જગ્યાએ ખાશો નહિ, રહેશો પણ નહિ, એટલો નિયમ અવશ્ય રાખજો - સલામત અંતર જરૂર રાખજો. નહિ તો અનુમોદનાના પાપના તો ભાગીદાર થશો જ, સાથે સાથે એક જ રસોડાને કારણે વાસણો-ચમચા-હાથ વગેરેને કારણે ભેળસેળના રૂપે અભક્ષ્મભક્ષણના મહાપાપના પણ દોષી બનશો. આપણે જૈન હોઈએ તો તેનું ગૌરવ પણ આપણાંમાં હોવું જ જોઈએ, અને જૈનત્વના પાયાના આચારધર્મનું લઘુતમ પાલન આપણે કરવું જ જોઈએ. જગતને નહિ, તો જાતને તો બચાવી જ શકાય ને ! (ચત્ર-૨૦૬૦) વિહારયાત્રા Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૪ લગભગ સમગ્ર મહારાષ્ટ્ર ફરતે સહ્યાદ્રિની પર્વતમાળા વિસ્તરેલી છે. એ પહાડી પણ આ વિભાગમાં તો લીલીછમ્મ – વનરાજીથી છાયેલી છે. એ પહાડી સમાપ્ત થાય ત્યાંજ લગભગ ગુજરાતની સીમા ચાલુ થાય છે. ગરમી એ ગુજરાતનું ખાસ લક્ષણ છે. હદમાં પ્રવેશતાં જ ગરમીનો વિશેષ અનુભવ થવા લાગ્યો છે. ટ્રાફિક અને ઈન્ડસ્ટ્રીને કારણે ઉદ્ભવતું – ફેલાતું જબરદસ્ત પ્રદૂષણ, ખેતીવાડી પર ઘોડાપૂર વેગે થતા અતિક્રમણને કારણે લીલોતરી તથા પાણીનાં મુરઝાતા સ્રોતો, નાશ પામતાં જંગલો અને વૃક્ષો અને પર્વતો, સતત વધી રહેલ માછીમારી અને જીવહિંસા, આવાં બધાં કારણોસર આ પ્રદેશનું ઉષ્ણતામાન દહાડે દહાડે વધી રહ્યું છે, જેનો છેડો ક્યાંય દેખાતો નથી. કાર્તિક વદિ ૫ ના મદ્રાસથી પ્રારંભેલો વિહાર છ મહિને પૂરો થવા આવ્યો છે. ચોમાસું વલસાડ કરવાનું હોઈ હવે આટલામાં જ વિચરવાનું છે. શ્રમિત છીએ. હવે થાક ઊતારવાનો છે. થાકની વાત આવી તે ક્ષણે જ મનમાં સવાલ જાગ્યો છે કે, થોડા દહાડાની પદયાત્રાનો આપણને થાક લાગતો હોય અને પછી થાક ઊતારવાની ઇચ્છા જાગતી હોય તો, ભવભ્રમણનો – અનાદિકાળથી ચાલતી સંસારની રઝળપાટનો થાક હજી આપણને કેમ નહિ લાગતો હોય? મનુષ્યભવ એવો મુકામ છે કે જેમાં ભવોભવની રખડપાટનો થાક ઊતારવાની સગવડ મળે છે. એ મેળવ્યા પછી પણ થાક ઊતારવાનું મન આપણને કેમ નહિ થતું હોય? ભવભ્રમણનો થાક કેમ નહિ વરતાતો હોય? જ્યાં સુધી જૈનશાસનયુકત મનુષ્યભવ નહોતો મળ્યો, ત્યાં સુધીના તમામ જન્મો સંસારની રઝળપાટ જેવા જ હતા. અગણિત અવગુણો, અનંત પાપો, નિરંતર દુઃખ - દુર્ભાગ્ય ને દુર્ગતિ - આ જ આપણો કાર્યક્રમ હતો. આ બધાંનો થાક આપણા આત્માને એવો તો ઊંડો અને ઘેરો લાગ્યો છે કે, થાક ઊતારવા માટે આવો એક નહિ પણ અનેક અનેક મનુષ્યજન્મો પણ ઓછા જ પડે. કેટકેટલા ભવો સુધી જિનશાસનની ભાવપૂર્વક આરાધના કરીએ ત્યારે આ થાક માંડ ઊતરે. આજે મળેલો આ ભવ તો એ થાક ઊતારવાની દિશામાં પહેલું પગલું જ માત્ર છે. જો આ જીવનમાં ભવભ્રમણનો થાક લાગી જાય અને તે કેવી રીતે દૂર કરવો તેની કળા શીખી લેવાય, તો આ જીવન સાર્થક બને અને આવતા). Page #119 -------------------------------------------------------------------------- ________________ ભવોમાં દુર્ગતિથી બચવાનું રૂડું આયોજન પણ થઈ શકે. સવાલ એટલો જ થાય કે, આપણે થાક્યા છીએ ખરા? જો ખરેખર થાક્યા હોઈએ તો આપણને (૧) જૈન શાસન પ્રત્યે ઊંડો અહોભાવ થવો જોઈએ, (૨) તો ભગવાનની વાતો આપણાં હૈયાંને સ્પર્શી જવી જોઈએ, (૩) તો આપણાં વિચાર-વાણી-વર્તનમાંથી અયોગ્ય વ્યવહારો ઘટી જવા જોઈએ, (૪) તો આપણાં અહંકાર, જૂઠ, કૂડકપટ, ઈર્ષ્યા - દ્વેષ, નિંદાકુથલી, પારકી પંચાત તથા બીજાના દોષ જોયા કરવાની ટેવ, મોહની ઘેલછા, આવાં બધાં વાનાં આપમેળે ઓછાં અને સાવ નાબૂદ થવાં જોઈએ, (૫) તો આપણને સત્સંગ, સદાચરણ, સદ્વાંચન, સારું શ્રવણ - આ બધી વાતોમાં રસ જાગી જવો જોઈએ. આ બધું બનવું તે ભવભ્રમણનો થાક લાગ્યાની નિશાની છે. જેનામાં આવું કંઈ નથી બનતું, તેને હજી થાક લાગ્યો નથી તેમ નક્કી માનવું. અને થાક ન લાગે તેને માટે રઝળપાટ અર્થાત્ દુર્ગતિ-દુર્મતિ સિવાય કોઈ વિકલ્પ બચતો જ નથી. મનુષ્ય ભવ અને તેમાં પણ તીર્થકરોનું શાસન મેળવ્યા પછી, દેવ-ગુરુનો સત્સંગ પામ્યા પછી પણ, જેમને ઉપરોક્ત બાબતો હજી રુચી કે રુચતી નથી, ખરેખર તો સમજાતી નથી, તેવા જીવોએ પોતાની ખાસ ચિંતા કરવાની છે. બીજાની ચિંતાઓ તો ઘણી કરી, પોતાની પણ શારીરિક અને આર્થિક વગેરે પ્રકારની ચિંતા ઘણી – ઘણો વખત કરી. પોતાના આત્માની ચિંતા કદાચ જરાપણ નથી કરી, અને એ ચિંતા નહિ જાગે ત્યાં સુધી આ કિંમતી ભવ વ્યર્થ જ બની રહેવાનો. મનુષ્યભવને સફળ બનાવવો હોય તો “ધર્મ કરવો - એવી સમજણ આપણે ત્યાં અપાતી હોય છે. એનું અનુસરણ પણ વ્યાપકપણે થતું જોવા મળે જ છે. ધર્મ આરાધવાથી કર્મક્ષય થાય એમાં બેમત નથી. છતાં આજકાલ ધર્મ કરીને પણ કર્મ બાંધતા જીવો જોવા મળે છે, તે વિચિત્ર વાત છે. ચોખવટ કરું આજકાલ આપણા સમાજમાં બે પ્રકારનો ધર્મ થતો જોવા મળે છે. આરાધનાનો ધર્મ અને બીજો વહીવટનો ધર્મ. આમાં જે લોકો આરાધનાનો ધર્મ કરે છે તેમને ફાળે તો કર્મક્ષય જ છે તે નિઃશંક વાત છે. કેમ કે તેમનું લક્ષ્ય જ તે હોય છે અને તેથી તે રીતે જ તે લોકો ધર્મ આરાધતા હોય છે. પરંતુ જે લોકો વહીવટનો ધર્મ કરે છે, તેમની મુસીબત એ છે કે, તેઓ જ્યારે વહીવટી ધર્મમાં દાખલ થાય છે ત્યારે તો તે દ્વારા પુણ્ય વધારવાની અને આત્માનું હિત સાધવાની જ મનમાં ભાવના હોય છે. પણ જેમ જેમ તેઓ તે વાતમાં આગળ વધતા જાય વિહારયાત્રા Page #120 -------------------------------------------------------------------------- ________________ છે અને પકડ આવતી જાય છે તેમ તેમ તેઓમાં આરાધનાની વૃત્તિ પાતળી પડતી જાય છે. અને અભિમાન, તુચ્છતા, મમત અને હઠ, બીજા દરેકને હલકી દૃષ્ટિથી જોવાની તથા ઊતારી પાડવાની પદ્ધતિ, પોતાની વડાઈ અને અન્યની બૂરાઈ કરવાની ટેવ - આ બધું જાણ્યે અજાણ્યે પ્રવેશતું તથા વકરતું હોય છે. પરિણામે જે સાધનની મદદથી પોતાના સગુણો વિકસાવવાના છે તેનો જ ઉપયોગ અવગુણો વધારવામાં તેઓ કરી બેસે છે. તેથી તારનારું સાધન તેમના માટે તારક રહેતું નથી. આથી તેમનો ભવ સફળ બનતાં બનતાં રહી જાય છે, જે ઘેરી ચિંતાનો વિષય બની શકે. જેમને નિત્યના ધર્મની આરાધના ઓછી ફાવે, તેવા આત્માઓને પણ વહીવટી ધર્મની આરાધના, ભવભ્રમણનો થાક ઉતારવાનું અનુપમ આલંબન અવશ્ય બની શકે તેવું છે; જો ઉપર વર્ણવ્યું તેવાં દૂષણોથી બચતાં આવડી જાય આપણે સહુ હવે ભવભ્રમણનો થાક અનુભવીએ અને એને ઊતારવા માટેની ઉચિત મથામણ કરવામાં આજથી જ મચી પડીએ, કે જેથી અંત સમયે ભવ નિષ્ફળ ગયાની પીડા વેઠવાને બદલે “સફલ ભયો નરજન્મ હમેરો”ની આનંદદાયક લાગણી અનુભવતાં અનુભવતાં વિદાય લઈ શકીએ. (જેઠ-૨૦૬૦) Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મુનિજીવન કેવું મજાનું છે ! પરમાત્માએ કેટલો રૂડો મુનિમાર્ગ આપ્યો છે! ચોમાસામાં વરસાદ હોય, વરસાદમાં ચાલવામાં અપાર જીવહિંસા થાય, એટલે વર્ષાકાળમાં ભગવાને સ્થિરતા ધરવાનો માર્ગ બતાવ્યો. એ સ્થિરતા દરમિયાન તપ, ત્યાગ, સ્વાધ્યાય, આરાધનાઓની વૃદ્ધિ અને વધુમાં વધુ જયણાપાલન કરવાનાં હોય. અને આજે પ્રવર્તતા સંજોગોમાં ગૃહસ્થગણને પણ પ્રવચનો તથા તપશ્ચર્યા દ્વારા આરાધનામાં જોડવાના હોય. વર્ષાકાળ પૂરો થાય એટલે વળી વિહાર ચાલુ થાય. આવશ્યક કાર્ય કે વિશેષ કારણ વિના, ચોમાસું પૂરું થયા પછી તે ક્ષેત્રમાં ન રહેવાય – એ મુનિમાર્ગ છે. કેમ કે ચાર માસમાં પરિચયો સહજ જ થયા હોય, અને વધુ રહેવાથી તે પરિચયો આસક્તિમાં કે રાગદશામાં પલટાઈ શકે, તો મુનિજીવનમાં વાંધો પડ્યા વિના ન રહે. આથી આસક્તિઓ બંધાય તે પહેલાં જ તે પરિચિત-સ્થાન છોડી દેવું એ મુનિજીવન માટે ઉપકારક સ્થિતિ છે. આ સ્થિતિનું પાલન કરીએ તો શ્રાવક-સંસ્કૃતિ વિકસે, અને પાલન ન કરીએ તો ભગત-કલ્ચર વિકસે. શ્રાવક ગુણ-રાગી હોય, ભગત વ્યક્તિરાગી. વ્યક્તિનો રાગી હોય તેને સંયમનો તથા ગુણોનો રાગ ન હોય, તેથી ધર્મનો રાગ પણ ન હોય, માટે જ તેને શ્રાવક ન કહેતાં ભગત કહેવો ઘટે. ભગત અમુકનો જ હોય, ને તે જેનો ભગત હોય તેના સિવાય બીજા કોઈ પાસે જાય નહિ, વાંદે નહિ. એને શ્રાવક કેમ કહેવાય? અને આવા જીવોની આવી સ્થિતિને સાથ-સમર્થન-ઉત્તેજન આપે, તેને હિતકારી ગુરુ પણ કેમ ગણાય? તો મૂળ વાત એ છે કે રાગદશાથી દૂર રહેવું એ મુનિમાર્ગ છે, અને એ માર્ગ પર રૂડી રીતે ચલાય તે અંગેના અનેક ઉપાયો પૈકી એક શ્રેષ્ઠ ઉપાય તે ચોમાસું ઊત વિહાર કરવો તે છે. ભગવાનના શાસનની આ કેવી હિતકારી પ્રથાઓ છે! ચોમાસામાં સ્થિરતા કરવાના જેમ અનેક લાભો છે, તેમ વિહારયાત્રા કરવાના પણ અગણિત લાભો છે. અલબત્ત, છેલ્લા ત્રણેક દાયકાઓમાં જે વ્યાપક સામાજિક તેમજ ધાર્મિક ફેરફાર આવ્યા છે તેને કારણે વિહારના ઘણા લાભો ઓછા થયેલા તથા થતા અનુભવાય છે. ખાસ તો આ ફેરફારોને લીધે જૈન મુનિનો અઢારે વર્ણની આમ-જનતા સાથેનો અનુબંધ હતો તે છૂટી ગયો જણાય છે. આ બાબતે જૈન ધર્મને ખાસું નુકસાન પહોંચાડ્યું છે. આમ છતાં, છે મુનિના અંગત જીવનને તથા શ્રાવકાદિ વર્ગને આ વિહારયાત્રાઓ વિવિધ પ્રકારે વિહાયાત્રા Page #122 -------------------------------------------------------------------------- ________________ ઉપકારક નીવડે છે તે તો સ્વીકારવું જ પડે. નવાં નવાં ક્ષેત્રો તથા ગૃહસ્થોનો પરિચય થાય, નવનવાં તીર્થો, ચૈત્યોની યાત્રા થાય, ધર્મનાં તથા સંસ્કારસિંચનનાં કાર્યો થાય, લોકોપકારક થાય, આરોગ્ય તથા સ્વાસ્થ્ય જળવાય, બંધિયારપણાંમાંથી મુક્ત થવાનો આનંદ અનુભવાય, આવાં અનેક પ્રયોજનો વિહાર દ્વારા સહેજે સાધી શકાય. અને આ બધી વાતોના પરિપ્રેક્ષ્યમાં વિચાર કરવામાં આવે, તો સમજાય છે કે તીર્થંકરોનો આપણા જેવા સામાન્ય આત્માઓ પ્રત્યે કેટલો બધો અગાધઅમાપ ઉપકાર છે! મુનિજીવનની પ્રત્યેક સ્થિતિ તે જિનેશ્વરોના ઉપકારસ્વરૂપ છે. એ માર્ગે ચાલીએ તો પણ તેમના ઉપકારને કારણે જ : ‘મોટો પ્રભુનો ઉપકાર.' આ બાબત નિરંતર યાદ રાખીએ, એના પર ઊંડું ચિંતન કરીએ, અને આવા ઉપકારચિંતન વડે નિજને ભાવિત કરીએ એ જ ભાવના. (માગશર-૨૦૬૧) Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વિહારના વિશેષ અનુભવોમાં મહત્ત્વનો એક અનુભવ એ છે કે ગામગામનાં જિનાલયો જુહારવાનો અને જિનબિંબોનાં દર્શનનો અણમૂલો લાભ સાંપડે. પહેલાંના મુનિરાજો આવાં અવનવીન જિનચૈત્યોને જુહારીને તેનું વર્ણન આપતી તીર્થમાળાઓની રચના કરતા. એ સ્તવનરૂપે કે ઢાળિયાના રૂપમાં રચાતી, ગાઈ શકાય તેવી, સુમધુર રચનાઓ થતી, તેમાં તે તે ગામ/નગરની તથા દેરાસરો/ બિંબોની ઐતિહાસિક હકીકતો પણ તેઓ નોંધતા. આજે તો આવી રચનાઓ રચવાની પ્રથા રહી નથી, તો તેવી રચના કરવાની કોઈને ફુરસદ પણ નથી. પરંતુ મધ્યકાળમાં આવી અનેક તીર્થમાળાઓ રચાઈ છે. જેમાંની ઘણીક છપાયેલી પણ છે, અને તેનો મહત્ત્વના ઐતિહાસિક દસ્તાવેજો-લેખે ઉપયોગ પણ થયો-થાય છે. અમે હમણાં વલસાડ ચોમાસું કર્યું. ત્યાં છ વર્ષ પૂર્વે પણ અમે રહેલા. તે વખતે મનમાં સતત પ્રશ્ન ઘૂંટાતો : “વલસાડ” નામ શાથી છે? તેનો અર્થ શો? તેનું મૂળ રૂપ શું હોઈ શકે? જીવ સંશોધનપ્રિય, અને એટલે જ ખણખોદિયો, એટલે આવા વિષયના અભ્યાસી વિદ્વાનો સાથે રૂબરૂમાં અને પત્ર દ્વારા આ મુદ્દે ચર્ચા પણ કરી. પણ કાંઈ ખુલાસો ન જડ્યો. વાત મનમાં જ રહેલી. આ વખતે અણચિંતવ્યો જ આનો ખુલાસો જડી આવ્યો. વિક્રમના સત્તરમાં સૈકામાં થયેલા, શ્રીપાળ રાજાના રાસના રચયિતા, મહોપાધ્યાય શ્રીવિનયવિજયજી મહારાજે દક્ષિણ ગુજરાતનાં ગામોની પોતાની યાત્રા દરમિયાન એક તીર્થમાળા બનાવેલી છે, જે પ્રકાશિત પણ છે. એમાં તેમણે વલસાડનું નામ નોંધ્યું છે - વડસાલ'. અને સાથે જ નોંધ્યું છે કે આ ક્ષેત્રમાં જીરાવલા પાર્શ્વનાથ બિરાજે છે. લગભગ ૩૫૦ કરતાંય વધુ વર્ષો જૂનો આ ઐતિહાસિક ઉલ્લેખ કેટલો બધો દસ્તાવેજી ગણાય ! મને તો આનંદ આનંદ થઈ ગયો! વડસાલ” માં બે શબ્દો આવે : “વડ” અને “સાલ'. સાલ એટલે વૃક્ષ. જે ગામમાં વડનું વૃક્ષ છે તેવું ગામ તે વડસાલ, આ તેનો શબ્દાર્થ. જેમ ગામની આસપાસ, પાદરમાં કે ગામ-વચાળે, જળાશય/નદીના કાંઠે વડનાં વૃક્ષ હોય તે ગામ કદી દુઃખી ન હોય, સુખી જ હોય. વલસાડની ભૂમિ આવી હોવી જ જોઈએ, અને એ કારણે જ તે “વડ–સાલ” ના નામે ઓળખાતું હોવું જોઈએ. પછીના સમયમાં એવું બન્યું હશે કે લોકોની બોલીની વિચિત્ર ટેવોને કારણે નામમાં અક્ષરોની ઉલટસુલટ થઈ ગઈ હોય. જે “માંગરોળ” ગામ છે, તેનું ખરૂં નામ “માંગલોર' (મંગલપુર-મંગલઉર-મંગલોર-માંગલોર) છે. પરંતુ લોકજીભના વિહારયાત્રા Page #124 -------------------------------------------------------------------------- ________________ લચીલાપણાને કારણે અક્ષરો આઘાપાછા થવાથી હવે તે “માંગરોળ'ના નામે જ ઓળખાય છે. એવું જ કાંઈક “વડસાલ સાથે પણ બન્યું અને વલસાડમાં ફેરવાઈ ગયું લાગે છે. હવે વાત આવી પ્રભુજીની, તો વલસાડમાં આજે તો આશરે ૯૦ જેટલાં વર્ષથી (કે કદાચ થોડા વધુ વર્ષથી) મહાવીર સ્વામી ભગવાન બિરાજે છે. તેમાંયે આજના મૂળનાયકનું બિંબ તો પ્રાયઃ દમણથી અહીં લાવેલ છે. હવે ઉપરની તીર્થમાળાના વર્ણન પ્રમાણે તો આ ગામમાં મૂળનાયક જીરાવલા પાર્શ્વનાથ હતા, તો તે પ્રભુજી ક્યાં ગયા? તે મંદિરનો નાશ ક્યારે, કઈ રીતે, કોણ કર્યો ? આવા અઢળક પ્રશ્નો ઉપસ્થિત થાય, જેનો ઉત્તર મળવો મુશ્કેલ ગણાય. એ જ તીર્થમાળામાં ઘણદીવ (આજે ગણદેવી)માં ચિંતામણિ પાર્શ્વનાથ હોવાની વાત છે, નવસારિકા (આજનું નવસારી)માં પાર્શ્વનાથજી હોવાનું વર્ણન છે, અને તે આજની તારીખમાં પણ બરોબર તે જ પ્રમાણે જોવા મળે છે. તો વલસાડમાં જ કેમ ફેરફાર? એક સંભાવના એ છે કે, આજે વલસાડમાં રહેનારા જૈનો તે મૂળે ત્યાંના નથી. સો કે તેથી વધુ થોડાં વર્ષો અગાઉ મારવાડ બાજુથી આવીને વસેલા છે. પણ મૂળભૂત રીતે વલસાડના હોય તેવા કોઈ જૈનો હોવા તો જોઈએ જ. તેઓને કોઈ કારણે વલસાડ છોડવાની ફરજ પડી હોય, અને તે વેળા તે પ્રભુપ્રતિમાને પોતાની સાથે, જયાં ગયા ત્યાં, લઈ ગયા હોય, તો સંભવિત ગણાય ખરું. પરંતુ તે માટેનો કોઈ ઇતિહાસ કે ઐતિહાસિક સાધનોની ભાળ મળતી નથી. સો દોઢસો વર્ષ અગાઉના મકાનો વગેરેના દસ્તાવેજો દફતર ભંડારમાં અથવા તો બીજે ક્યાંક સચવાયા હોય અને તે જડી આવે, તો કોઈવાર પગેરૂં જડી આવે ખરું. આપણે મૂળ વાત વિહારના અનુભવોની કરતા હતા. તો જુઓ કે એક ગામના નામમાંથી પણ કેટલી બધી વાતો માંડી શકાય છે! તો નિત્યનવાં ગામોમાં વિચરીએ અને નવાં નવાં ભગવાનનાં દર્શન સાંપડે, તો આવું કેટલું બધું સાંપડે ! યાત્રા/પ્રવાસ કરવાનો શોખ ધરાવનારા તમે સહુ; તમારે આવા અજાણ્યાં કે તીર્થ તરીકે ન સ્થપાયેલાં ક્ષેત્રોમાં પણ કદીક જવાનું આયોજન કરવું ઘટે, અને ત્યાં બિરાજતાં આવાં પ્રાચીન-તીર્થસ્વરૂપ બિંબોની ભક્તિ આરાધના કરવાની તક અવશ્ય ઝડપવી જોઈએ, એવું ઉમેરવાની છૂટ લઈ લઉં. (પોષ-૨૦૬૧) Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૭. વિહારયાત્રા રૂડી રીતે ચાલી રહી છે. ભરૂચ, ખંભાત, લીંબડી, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, હળવદ, ભચાઉ થતાં હવે કચ્છમાં પ્રવેશ્યા છીએ. અનેક ક્ષેત્રોની સ્પર્શના પ્રથમવાર જ કરવાની બની છે. નવાં નવાં ક્ષેત્રો, નવનવાં જિનાલયો, નવા નવા સંઘો તથા શ્રાવકો, બધાંનો સંપર્ક ને પરિચય વિહારમાં થયા કર્યો છે. કેટલીક વ્યકિતઓ એવી જોઈ કે જેનો એકેએક શ્વાસ જીવદયા, સાધર્મિક ભક્તિ, માનવરાહત અને આર્ય સંસ્કૃતિની અસલ બુનિયાદોની રક્ષા-આવાં કાર્યોમાં જ વહેતો હોય છે. આવી વ્યક્તિ હોય એકલ-દોકલ, પણ તેનું કામ અજબ હોય, તેની દષ્ટિ અને ચીવટ અદ્દભુત હોય. નામનાથી અને પ્રશંસાની અપેક્ષાથી બિલકુલ પર, પોતાનાં કામોને કર્તવ્યધર્મ ગણીને કર્યા કરવામાં જ મશગૂલ, અને શુદ્ધતાની જ પક્ષપાતી એવી એ વ્યક્તિઓનો પરિચય એ આ યાત્રાનું અણમોલ સંભારણું બની રહેશે. એમ કહી શકાય કે સૌરાષ્ટ્રની ધરતીમાં જ કાંઈક એવું છે કે અહીં સંત, શૂરવીર અને ખાનદાન લોકોનો મબલખ ફાલ સતત ઊતર્યા જ કરે છે. આ ધરતીના જણમાં ખાનદાની છે, ઇમાન છે, ધર્મભીરુતા છે, સેવાવૃત્તિ છે, અને સંતો તેમજ અતિથિ-અભ્યાગતોની આગતા-સ્વાગતા કે આતિથ્ય કરવાની નિર્મળ અને સ્વયંસ્ફરિત વૃત્તિ છે. અહીં સાધુ-સંતોને જોતાં જ વંદન કરે, અને એટલેથી જ ન અટકતાં તેમના માટે આહારાદિનું ભાવભીનું આતિથ્ય રચે, અને જો સંતો આતિથ્યનો અસ્વીકાર કરે તો પોતાના પાપનો ઉદય સમજે, એવા લોકો ગામડે - ગામડે જોવા મળે. વિહારમાં આવા અનેક વિવિધ લોકોને સંપર્ક તેમ જ અનુભવ થતો રહે છે. આવા હેતનીતરતાં હૈયાંએ ઘડેલા રોટલામાં જે મહેક અને મીઠપ હોય છે, તે તો શહેરીજનોના પાંચ પકવાનમાં કદાપિ ન જડે! એક ઘટના યાદ આવે છે, એક ગામડિયા પતિ-પત્ની સડકની ધાર પર આવેલા ખેતરમાં ઝૂંપડું બાંધીને વસે. બંને જણ રોડ-વિભાગના રાહતકાર્યોમાં મજૂરી કરે. પુરુષ માટી ખોદે, સ્ત્રી તગારાં ભરી – ઉપાડીને પાથરી આવે. એક નાનું બાળક, તેની જોળી મોટા વૃક્ષની મજબૂત ડાળે બાંધી દે ને બાળકને તેમાં ઢબૂરી દે. થોડી થોડી વારે સ્ત્રી જોળીમાં જોઈ આવે અને હિંચોળી આવે. સાંજે સ્ત્રી વહેલી ઘરે પહોંચીને રોટલા ઘડે. પુરુષ વેળાસર આવી જાય અને રોટલા રે છે જી * વિહાવ્યાત્રા * ' { " Page #126 -------------------------------------------------------------------------- ________________ થતાં બન્ને હોંશે હોંશે જમે. એકવાર પુરુષ જરા વહેલો આવી ગયો. રોટલાને વાર હતી, તે બહાર ખુલ્લા આકાશ હેઠળ ખાટલો નાખીને એ આડો પડ્યો, ને કાંઈ ભજન જેવું ગાવા લાગ્યો. અચાનક અંદરથી અવાજ આવ્યોઃ “સાંભળો છો કે?” ભાઈએ હોંકારો દીધો, તો બાઈએ કહ્યું : “હમણાં હમણાં ભગવાન આપણા પર રૂક્યો હોય એવું મને લાગે છે, તમને નથી લાગતું?” પુરુષ કહે : “ના રે ના, આપણે એવાં તે શાં ખોટાં કામ કર્યા છે તે ભગવાન આપણા પર રૂઠે? મને તો એવું નથી લાગતું. પણ તમને કેમ આજે આવું લાગે છે?” તરત સ્ત્રી બોલીઃ “તમને જે લાગે તે પણ મને તો પાકું લાગે છે કે ભગવાન હમણાં આપણી માથે નારાજ છે. નહિ તો આજ પંદર પંદર જમણ (દહાડા) થયા, આપણે ત્યાં કોઈ મહેમાન ફરક્યું નથી, એ ભગવાન રૂક્યા વિના બને ખરું? કોઈ વટેમાર્ગ આવે, કોઈ સાધુ બાવાય દેખાય, કોઈ ભિખારી કે માગણ પણ કદીક તો આપણે ત્યાં આવે જ છે. પણ આ પંદર દહાડા તો સાવ લુખ્ખા ગયા! કોઈ કહેતાં કોઈ આવ્યું નથી. ભગવાન ન રૂક્યા હોય તો આવો વાંઝિયો રોટલો ખાવાનો વારો આવે ખરો?” પુરુષ તો આ સાંભળતાં જ બેઠો થઈ ગયો, અને ગળગળો થઈ જતાં બોલ્યોઃ “તમારી વાત સાવ સાચી છે હોં. ભગવાનની મહેરબાની આપણા ઉપર ઘટી છે એમાં ના નહિ, અને એ પછી બંને જણે ઉદાસ હૈયે અને રડમસ ચહેરે ચૂપચાપ જમી લીધું. કાઠિયાવાડમાં બનેલી આ સાચી ઘટના છે. અને આ પ્રદેશમાં આવા માનવીઓ તો આજે પણ હાલતાં ચાલતાં જડી આવે છે. આ ભૂમિ પર પાણીની તંગી પડે, ઉપરાઉપરી દુષ્કાળો પણ પડે છે, પણ હેતઘેલાં અને ભાવભીનાં હૈયાંથી મઘમઘતા માનવીઓની કદી અછત નથી પડતી. એટલે જ તો કાઠિયાવાડના લોકકવિ કાગબાપુએ ભગવાનને લલકારતો આ સોરઠો રચ્યો કાઠિયાવાડમાં કો'ક દિ' થઈને તું મહેમાન ભૂલો પડ ભગવાન ! (તો) તને સ્વર્ગ ભૂલાવું શામળા!' ખરી રીતે જોઈએ તો આ ધરતી ઉપર બેય જાતના માણસો વસે છે. એક એવા કે ઉપકારી ઉપર પણ અપકાર કરે, ભલાનું પણ ભૂંડું કરે, નિર્દોષને પણ દોષિત ઠરાવે - દંડે, લેવા દેવા વિના પણ બીજાને રંજાડે, સંતાપે, બીજાની ખોદે, ઉદે; જેમ જેમ સામો નરમ, નમ્ર અને સરળ બનતો જાય તેમ તેમ તેનો કેમ વધુને વધુ ગેરલાભ ઉઠાવવો અને પછી તેને દાબ-દબાણમાં રાખીને Page #127 -------------------------------------------------------------------------- ________________ પજવતાં રહેવું તેવી રીતમાં જ નિષ્ણાત હોય. બીજા એ કે કોઈ ગમે તેટલો ત્રાસ કે સંતાપ આપે તોય ખમી ખાય - હસતાં હસતાં. પોતાનો ગમે તેટલો લાભ કોઈ ઉઠાવી જાય અને પોતાને નુકસાનીના ખાડામાં નાખે, હેરાન કરે, બદનામ કે બેઇજ્જત કરે, તો પણ તે બધું ગળી જાય, જતું કરે, અને બદલો લેવાની લેશમાત્ર પણ ઇચ્છા ન રાખે; બીજાના ભલામાં જ પોતાનું સુખ સમજે; કોઈ દ્વારા છેતરાઈને અને પોતાની કોઈ છેતરી રહ્યું છે તેની સમજણ હોવા છતાં તે રીત છેતરાવામાં જ મોજ માને, પણ સામાને છેતરે નહિ. બન્ને પ્રકારના મનુષ્યો સર્વત્ર ફેલાયેલા જ હોય છે. માત્ર પ્રથમ પ્રકારના લોકો, આપણી પણ તે પ્રકારની મલિનતાને કારણે, તરત ઓળખાઈ જાય કે જડી જાય છે. જ્યારે બીજા પ્રકારના લોકો, વિપુલ સંખ્યામાં ઉપલબ્ધ હોવા છતાં, એમને આપણે શોધવા પડતા હોય છે, એ શોધ્યા વિના જડતા નથી. સવાલ એક જ આપણો સમાવેશ કયા પ્રકારમાં છે? પ્રથમમાં કે બીજામાં? પ્રથમ પ્રકારથી બચવા ઇચ્છનારા અને બીજા પ્રકારમાં સમાવેશ ચાહનારા માણસે એક સૂત્ર જીવનમાં વણી લેવું પડેઃ હું બીજાથી છેતરાઈશ ખરો, પણ કોઈનેય છેતરીશ નહિ.” આ સૂત્રને જીવી જાણીએ, તો આપણે ફાવી જવાના – એમાં બે મત નહિ. (મહા-૨૦૬૧) મો. - વિહારમાળા વિહામ્યાત્રા Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કચ્છમાં જુદાં જુદાં ગામોમાં વિચરણ કરી રહ્યા છીએ. ભૂકંપે વેરેલો વિનાશ હજી અહીં જોવા મળે છે, તો એ મહાઆફતનાં રોદણાં રડીને બેસી ન રહેતાં ભભૂકતી જિજીવિષા અને પુરુષાતન નીતરતી ખુમારી સાથે અગાઉ કરતાં વધુ જ્વલંત અને મજબૂત રીતે બેઠું થઈ રહેલું કચ્છ પણ ઠેરઠેર નિરખવા મળે છે. સોહામણાં, સ્વચ્છ, સુઘડ ગામો. ગંદકીનું પ્રમાણ નગણ્ય. મુંબઈ સામે હોડ બકે તેવાં વૈભવી મકાનો. સુંદર જિનાલયો. ભદ્રિક અને પ્રેમાળ લોકો. આ છે કચ્છનો લાઈન-સ્કેચ. કચ્છમાં એક જ વાત ખટકે તેવી છે, અહીંના ગામો મહદંશે વસ્તીવિહોણાં -નિર્જન જણાયાં. મોટા ભાગના લોકો મુંબઈ અથવા દેશાવરમાં રહે છે. વારે-પ્રસંગે અહીં આવે અને રહે જરૂર. પણ બાકીના સમયમાં ગામો સાવ નિર્જન-ભેંકાર ભાસે. શેરી કે ફળિયામાં ભાગ્યે જ કોઈ માણસ જોવા મળે. બીજી વાત એ ખટકે તેવી લાગી કે હવે કચ્છનો ઔદ્યોગિક વિકાસ અતિ વેગે થઈ રહ્યો છે. આ ઉદ્યોગો કચ્છની ધરતીને તથા હવામાનને પ્રદૂષિત કરશે. અહીંનાં પાણી શોષવી લેશે. અહીંની કુંવારી ધરતીમાં સચવાયેલ કુદરતી તમામ સંપત્તિને ૧૦-૨૦ વર્ષમાં જ ચૂસી લઈ આ પ્રદેશને યુગયુગાંતરો સુધી સદાદરિદ્ર બનાવશે. અને ઉદ્યોગોના ઓઠે અહીં આવેલ તથા આવનાર લાખો વિદેશી જાતિ તથા વર્ગોના માણસોનાં વસમાં કરતૂતોનો ભોગ આ પ્રદેશની ભલીભોળી પ્રજા એ હદે બની જશે કે આ પ્રજામાં જે ભયંકર પાપો-પ્રદૂષણો નથી તે પ્રસરી જશે અને તેની જન્મજાત/વારસાગત સંસ્કારિતાનું નિકંદન નીકળી જશે. લાગે છે કે આ અનિવાર્ય નિયતિ હશે. કેમકે હવે કોઈ તાકાત આ આક્રમણને અટકાવી શકે તેમ નથી. આપણે દુ:ખાતા દિલે પણ પ્રાર્થીએ કે શિવમસ્તુ સર્વજગતઃ ... હમણાં એક ઉત્તમ કક્ષાના સાહિત્યકારનું લખેલું એક અદ્ભુત સુભાષિતસમું વાક્ય વાંચ્યું, મને બહુ ગમી ગયું, તો તે તમને પણ વંચાવું : પોતાનું ભલું કરે તેનું ભલું કરવું એ તો વિવેક છે. પોતાનું ભલું ન કરે છતાં એનું ભલું કરવું એ માણસાઈ છે. પણ પોતાનું બૂરું કરે છતાં એનું ભલું કરવું એ ઉદાત્તતામાં તો દેવતાઈ અંશ જોઈએ.” સંસ્કૃતમાં એક શ્લોક છે. તેનો સાર એવો છે કે, “ઉપકાર કરનારા તરફ સજ્જનતા દાખવો તો તે કાંઈ બહુ મહત્ત્વનું નથી, ખરો સજ્જન તો તે છે કે Page #129 -------------------------------------------------------------------------- ________________ જે અપકાર કરનારનું પણ ભલું કરે. આ શ્લોકની જ વાતને ખૂબ જ હૃદયસ્પર્શી રીતે ઉપરના વાક્યમાં એ સાહિત્યકારે ગોઠવી આપી છે – એમ માની શકાય. પરંતુ તે રજૂઆત કેટલી બધી માર્મિક છે ! કેટલી શાનદાર છે! કેટલી ઉદાત્ત છે! આપણે તપાસવાનું એ છે કે, આપણામાં આ ત્રણ અંશો પૈકી એક પણ અંશ વિકસાવી શકાયો છે કે નહિ? દેવતાઈ અંશ જાગે એવી અપેક્ષા કદાચ વધુ પડતી થશે. પરંતુ વિવેકનો વ્યવહારૂ અંશ અને માણસાઈનો તાત્ત્વિક અંશ આપણાં જીવનમાં પ્રગટે અને વિકસે એટલી આશા જો આપણા માટે કોઈ સેવે તો તે અસ્થાને કે વધુ પડતું ન જ ગણાય. માણસ હોવું અથવા માણસ થવું તે માટેની અગત્યની શરત એક જ કે તમે જીવનમાં અન્યનું ભલું કરતા રહો. જે સમયે અને જે હદે તમે અન્યનું ભલું કરો છો તે સમયે અને તે હદે તમે “માણસ” હો છો, આટલું તથ્ય સમજાઈ જાય તો આપણામાં માણસાઈનો - ભલાઈનો ઘણો વિકાસ થઈ શકે. ચાલો, આપણે આ દિશામાં પ્રયત્ન આદરી દઈએ. (ફાગણ-૨૦૬૧) વિહાયાત્રા Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૯ વિહારયાત્રા અવિરામપણે શરૂ છે. કચ્છમાં ભદ્રેશ્વરતીર્થની પંચતીર્થી તરીકે ઓળખાતાં પ્રખ્યાત જિનાલયોની યાત્રા કરી, ભુજ થઈને વાગડ-પંથકમાં ઊતર્યા છીએ. આ પંથકનાં વિવિધ ક્ષેત્રોની સ્પર્શના કરતાં કરતાં કચ્છનું મોટું રણ ઊતરીને રાધનપુર-શંખેશ્વરજી બાજુ આગળ વધીશું. | કચ્છનાં દેરાસરોનાં દર્શનમાં ઘણો ઘણો આનંદ આવ્યો. દેરાસરોમાંની શિલ્પકળા ખૂબ રમણીય અને દર્શનીય લાગી. આશરે દોઢસો વર્ષો અગાઉ નિર્માણ પામેલાં આ બધાં મંદિરોમાં શિલ્પીઓએ પોતાનું સર્વ કૌશલ્ય રેડી દીધું છે. કચ્છના પથ્થરમાંથી બનેલાં આ મંદિરોની બાંધણી અને કળામાં જે ભવ્યતા ને દિવ્યતા અનુભવાય છે, તે આજે બંધાતાં દુધિયા આરસનાં સ્થાપત્યોમાં ભાગ્યે જ હોય છે. ધરતીકંપને કારણે કચ્છનું ઘણું ઘણું ધ્વંસ પામ્યું છે, અને જૂનાનું સ્થાન આધુનિક પદાર્થોએ લીધું છે. આમ છતાં, જે થોડુંક પણ જૂનું બચ્યું છે, અથવા ખંડિત કે ધ્વસ્ત સ્વરૂપમાં પણ જે હજી રહ્યું છે, તે પણ ખૂબ ભવ્ય અને અદ્ભુત છે. જૂની ચીજો કે જૂની પરંપરાઓને જીવતી રાખવાના પ્રયત્નો પણ થઈ જ રહ્યા છે. અલબત્ત, પુરાણી ચીજોનો વેપાર કચ્છમાં અત્યારે જબરો ફાલ્યો ફૂલ્યો જણાય છે. જનતાને પણ, ધનની આવશ્યકતા, ભૂકંપ જેવી આપત્તિનો ભય, નવાનો મોહ, જૂની બાબતોથી થતા થનારા લાભો વિશે અજ્ઞાન, આ બધાં કારણે, પોતાની પાસેની મૂલ્યવાન જણસો કાઢી નાખવાનું જ ગમે છે. લાગે છે કે, કાળ કરવટ બદલે ત્યારે જૂનાનું વિસર્જન અને નવાનું સર્જન આ રીતે હમેશાં થયા કરતું હોવું જોઈએ. કશું જ કાયમી નથી, એ સત્ય આ બધું જોતાં સમજાય. કુદરત દ્વારા સંચાલિત આ સર્જન-વિસર્જનની પ્રક્રિયા તથા તેનાં પરિણામ નિહાળ્યા પછી હૃદયમાં એક સવાલ સતત ઘૂંટાય છે, આમાં આપણું શું? જેને આપણું માનતા હતા, આપણું માનીને જીવતા હતા, એવું તો કેટકેટલું આપણી નજર સામે જ ધ્વંસ પામ્યું, નષ્ટ થયું, જતું રહ્યું, કાં બદલાઈ ગયું! જે આપણું હતું તે બીજાનું થઈ ગયું, અને આપણું ન હતું તેને આજે આપણું માનીને જીવીએ જ છીએ ! તો ખરેખર આપણું છે શું? આપણું છે કોણ? કશું જ આપણું નથી. અને કશું જ કાયમી નથી, એ બે સત્યોનો ઉઘાડો Page #131 -------------------------------------------------------------------------- ________________ અનુભવ કરવા છતાં આપણે ‘બધું જ આપણું છે, અને મારા સહિત બધું જ કાયમી છે' એવી ભ્રમણામાં કેવા તો રાચીએ છીએ! ૨મૂજ થાય તેવી બાબત તો એ છે કે, ગઈકાલ સુધી જે વાતાવરણમાં આપણે આનંદભેર અને વટ કે સાથ જીવ્યા હોઈએ, તે વાતાવરણ આપણા હાથમાંથી, આપણા આનંદને તેમ જ વટને લઈને ચાલ્યું જાય, છતાં આપણા હૈયામાંથી તેની આસક્તિ અને તે હવે ન હોવાનો શોક ઓછાં થતાં નથી ! અર્થાત્, પરિવર્તનના જાત અનુભવ પછી પણ તેમાંથી જાતને સુધારવાનો કે સમજદાર થવાનો કોઈ બોધપાઠ આપણે લેતાં નથી. જગતને મિથ્યા માનીને ભાગી છૂટવાની આમાં વાત નથી. રોકકળ કે ફરિયાદ કર્યા કરીને અકિંચિત્કર કે મૂઢ બની રહેવાની પણ વાત આમાં નથી. આમાં તો એટલી જ વાત છે કે બધું જ હોય અથવા મેળવીએ છતાં તેમાં મોહાંધ અને આસક્ત ન થવું, અને સારું કે નરસું - જે પણ પરિવર્તન આવે તેને જીવનના એક પદાર્થપાઠ તરીકે સ્વીકારી લેવું; અને દરેક પરિવર્તન થકી સાંપડી શકતો બોધ જીવનમાં ઊતારીને જીવનને વધુ સરળ, સહજ, સ્વસ્થ અને સ્વચ્છ બનાવવા મથવું. આસક્તિ આપણને મૂઢ અને ભ્રષ્ટ બનાવે છે. સમજણ આપણને સહજ અને શાન્ત બનાવે છે. પ્રત્યેક સ્થિતિમાં શાન્ત અને સહજ-સ્વસ્થ રહેવાની ચાવી, સમજણ થકી જ પ્રાપ્ત થાય છે, એટલું સમજી શકનાર વ્યક્તિ કદીય મૂંઝવણમાં મૂકાતી નથી. અહીં અટકીશું? (ચૈત્ર-૨૦૬૧) વિહારયાત્રા Page #132 -------------------------------------------------------------------------- ________________ ૨) વિહાર એ સાધુજીવન માટે એક યાત્રાની ગરજ સારનારી ક્રિયા છે. યાત્રા માટે થઈને વિહાર ન હોય, પરંતુ સંયમની આરાધના ખાતર થતો વિહાર આપમેળે યાત્રારૂપ બની જતો હોય છે. નવાં નવાં ગામોમાં જવાનું, ત્યાંનાં સૈકાઓ જૂનાં જિનાલયો તથા તેમાં બિરાજતાં જિનબિંબો જુહારવાનાં, અને એ રીતે તીર્થયાત્રાનો લાભ લઈ લેવાનો. કેવું મજાનું સંયોજન! અમે આ વિહારમાં આવાં અનેક તીર્થોની યાત્રા પામ્યા. બધી વાત તો આ નાના પત્રમાં લખવાનું શક્ય નથી. પણ એક બે વાતો વર્ણવું : ૧. સાંતલપુર એટલે વાગડનું નાકું ગણાય, ત્યાંથી રણ ઓળંગીને કચ્છમાં જવાય. ત્યાં ત્રણ પુરાણાં જિનાલયો. એમાં સુમતિનાથ-જિનાલયમાં ડાબા ગભારામાં શાંતિનાથજીનું બિંબ છે. તે આશરે બારમા સૈકાનું લાગે છે. તે બિંબના દેહ પર મોટી તિરાડો દેખાય છે. એમ શાથી છે? એવી જિજ્ઞાસાના સમાધાનમાં જાણવા મળ્યું કે, રાધનપુરના મુસ્લિમ નવાબે આ બિંબને ખંડિત કરી ફેંકી દીધું હતું. તે રાતથી તેના મહેલમાં ઘોર ઉલ્કાપાત શરૂ થઈ ગયો. નવાબને ત્રાસ ત્રાસ થવા માંડ્યો. છેવટે તેને સલાહ મળી અને તે પ્રમાણે તેણે પ્રતિમાના તમામ નવેનવ ટુકડા સંઘને સુપ્રત કર્યા એટલે તેને થતો ત્રાસ બંધ થયો. સંઘને સંકેત મળ્યો અને તે પ્રમાણે ઘીની લાપસીમાં તે નવ ખંડોને ગોઠવીને ઢાંકી દીધા. નવ દહાડા પછી જ જોવા-ખોલવાનું હતું તેને બદલે એક દિવસ વહેલું ખોલી દેવાથી પ્રતિમા સંધાઈ જવા છતાં તિરાડો રહી ગઈ ! હવે તેને ગમે તેવો લેપ કરે તો પણ તે સાંધ પૂરાતી નથી. ૨. વારાહી ગામ પણ બહુ પુરાણું સરહદી ગામ છે. ત્યાં નજીકના ખેતરમાં તેનો માલિક ખોદકામ કરતો હશે તેમાં પિત્તળની આશરે ત્રણેક ફૂટ ઊંચી શાંતિનાથ પ્રભુની અલૌકિક પ્રતિમા મળી આવી. એ પ્રતિમા અંદરથી પોલી છે. અમને જાણવા મળ્યું કે આ પ્રતિમાના પોલાણમાં બીજી ૧૧, ધાતુ પ્રતિમાઓ ગોઠવેલી હતી, તે સાથે આ પ્રતિમાને ઊંધી (માથું નીચે, બેઠક ઉપર) હાલતમાં Page #133 -------------------------------------------------------------------------- ________________ એવી રીતે ભંડારેલી હતી કે ખોદકામ દરમિયાન કોશ-કોદાળી પડે તો પણ પ્રતિમાને આંચ ન આવે. પ્રતિમા સાથે આરતી, કળશાઓ વ. પણ નીકળ્યા હતા. અમે એ ભવ્ય પ્રતિમાનાં દર્શન કર્યા, ત્યારે તીર્થયાત્રાની લાગણી અનુભવી. ૩. આ બધું જોતાં સહેજે ખંભાતના થંભણ પાર્શ્વનાથ યાદ આવી જાય. તે બિંબ સાવ નાનું - સાત ઈંચનું અને નીલમરત્નનું છે. તેનો નાશ થવાની સતત ભીતિ રહ્યા કરતી. તેની રક્ષાઅર્થે સદીઓ પૂર્વેના વૃદ્ધોએ એક અદ્ભુત આયોજન કરેલું. શામળા પાર્શ્વનાથની એક મોટી ભવ્ય અને ભરાવદાર પ્રતિમા ભરાવી. તે પ્રતિમાની પીઠમાં એક બાકોરૂં પાડયું. તેને એ જ પત્થરની તે માપની ડાગળી લગાડી દીધી. જ્યારે ભય ઉપસ્થિત થાય ત્યારે એ ડાગળી ખોલી, તે પ્રતિમાના પોલાણમાં થંભણજી પાર્શ્વનાથનું બિંબ મૂકી તે ડાગળી સીલ કરી દેવાય. એટલે કોઈવાર તે પાર્શ્વનાથની મોટી મૂર્તિ ખંડિત થાય તો પણ તેના પેટમાં સંતાડેલ આ ઐતિહાસિક રત્નબિંબને કાંઈ નુકસાન ન થાય. આ શામળાજીની પ્રતિમા આજે પણ ખંભાત થંભણજીના દેરાસમાં બિરાજમાન છે. આપણા પૂર્વજોએ ધર્મની રક્ષા માટે કેટલી અદ્ભુત અને દૃષ્ટિસંપન્ન યોજનાઓ કરી હશે! માથું નમી જાય છે. તીર્થયાત્રા કરવામાં આવું સમજવાની વૃત્તિ અને દૃષ્ટિ જો કેળવીએ તો યાત્રાનો આનંદ બેવડાય, અને વિહારનો થાક ઊતરી જાય. (વૈશાખ-૨૦૬૧) વિહારયાત્રા Page #134 -------------------------------------------------------------------------- ________________ ૨૧ તગડી એ અમારા માટે તીર્થધામ છે. ગઈ શતાબ્દીના તેમજ એકવીસમી શતાબ્દીની પહેલી પચ્ચીસીના, જૈન સંઘના એક શ્રેષ્ઠ, પ્રભાવક, સંઘનાયક આચાર્યભગવંત શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી મહારાજના સમાધિમૃત્યુનું એ પાવન સ્થાન છે. જૈન શાસનના ધોરી અને આગેવાન આચાર્ય કેવા હોય, કેવા હોવા જોઈએ, એનું જ્વલંત અને કદાચ અંતિમ ઉદાહરણ એટલે આ આચાર્યદેવ! સંઘના નાયક આચાર્ય ગીતાર્થ હોય. ગીતાર્થ એટલે કોરા-લુખ્ખા શાસ્ત્રજ્ઞાતા જ નહિ, પણ અનુભવજ્ઞાની હોય. પીઢ-ગંભીર હોય. ચેલાના કે અન્યના દોર્યા દોરવાય તેવા ન હોય, પણ સ્વતંત્ર વિચારશક્તિ, નિર્ણયશક્તિ અને વિવેકશીલતાના સ્વામી હોય. દીર્ઘદ્રષ્ટા, દૂરંદેશી હોય. પૂજ્યપાદ નંદનસૂરિ મહારાજ આ તમામ ગુણોના ધારક સ્વામી હતા, તેથી જ તેઓ વાસ્તવમાં સંઘનાયક તરીકેની સાર્વત્રિક સ્વીકૃતિને પામ્યા હતા. તેમણે ગચ્છાધિપતિનું કે સંઘાચાર્યનું કે તેવું અન્ય કોઈ બિરૂદ નહોતું સ્વીકાર્યું,પરંતુ તેવાં સઘળાંએ બિરૂદોનેય અતિક્રમી જાય તેવો પ્રભાવ તેમનો શ્રીસંઘ ઉપર વર્તતો હતો, તે પ્રત્યક્ષ નિહાળ્યો છે. આજના તમામ ગચ્છાધિપતિઓ તથા સૂરિવર્યો ભેગા થાય તો પણ તેઓ શ્રીનન્દનસૂરિ મહારાજની ઊંચાઈને કે ગીતાર્થતાને આંબી ન શકે. - આ આચાર્ય ભગવંત શત્રુંજયગિરિવર ઉપર બંધાયેલ નવી ટૂંકની પ્રતિષ્ઠા માટે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની વિનંતિથી વિહાર કરી જઈ રહ્યા હતા ત્યારે, સં. ૨૦૩૨ના મા.વ.૧૪ના રોજ તગડી-ઉપાશ્રયમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. તેમની પુણ્યસ્મૃતિમાં નિર્માણ પામેલું તીર્થ તે આ નન્દનવન તીર્થ. અહીં વિહારકાળમાં આશરે ત્રણેક હજા૨ સંયમધર આત્માઓ પધારે છે, અને તેમની ચરણરજ આ ધરતી પર સતત પડતી રહે છે, માટે પણ આ ક્ષેત્ર એ તીર્થભૂમિ ગણાય. શ્રીમુનિસુવ્રતસ્વામી ભગવાનના અતિભવ્ય અને મનભાવન બિંબથી અધિષ્ઠિત ભવ્ય જિનાલય અત્રે વિલસી રહ્યું છે, માટે પણ આ ભૂમિ તીર્થભૂમિ જ ગણાય. અહીંયા સ્થિરતા દરમિયાન, પૂજ્ય ગુરુભગવંત શ્રી વિજયસૂર્યોદયસૂરિ મ.ની નિશ્રામાં કેટલાંક નૂતન ભવનોનું ઉદ્ઘાટન થયું. પ્રભુજીના અભિષેક Page #135 -------------------------------------------------------------------------- ________________ થયા. વિદ્વાનોનું નાનું મજાનું મિલન પણ યોજાયું. ફાગણી તેરસનો યાત્રામેળો પણ થયો. અને હવે પછી નૂતન ઉપાશ્રય, ગુરુમંદિર તથા અન્ય ધર્મસ્થાનોના નિર્માણના સંકલ્પ પણ થયા. હવે જઈએ છીએ પાલીતાણા. ચૈત્રી પૂનમે દયાળુ દાદાના ચરણોને ભેટવા એવો ભાવ થતાં તે દિશામાં વિહર્યા છીએ. ત્યાંથી તુરત જ નીકળી જઈશું અને વૈ.શુદ ત્રીજ સુધીમાં ખંભાત પહોંચવાની ધારણાએ વિહાર ચાલશે. સમય એટલો બધો અમંગળ અને ત્રાસદાયક આવ્યો છે કે સમગ્ર વાતાવરણમાં હિંસા અને ખાનાખરાબી જ પ્રસરેલાં અનુભવાય છે. બર્ડ ફ્લુના બહાને લાખો-કરોડો પક્ષી-પ્રાણીઓનું નિકંદન નીકળ્યું અને નીકળી રહ્યું છે. અન્યથા પણ તે જીવોની તો કતલ જ થવાની હતી! પોતાના રંગ-રાગ અને ભોગ માટે માનવજાતે કેટકેટલાં જીવોને ક્રૂર સંહાર કરવા ધાર્યો છે! અકલ્પ્ય તો છેજ, અસહ્ય પણ છે. અને આ બધી સંહારક ઘટનાઓનું પરિણામ, કુદરત રૂઠશે - અને રૂઠશે જ – ત્યારે સમગ્ર મનુષ્યસમાજે ભોગવવાનું આવવાનું છે. ખરેખર - - તો હિંસાની તમામ દુર્ઘટનાઓમાં, આપણે - પ્રત્યેક મનુષ્ય, પરોક્ષ યા પ્રત્યક્ષ રીતે ભાગીદાર છે જ; અને તેથી તેનું પરિણામ આવે તેમાં પણ આપણો ભાગ પડે તો તે અનિવાર્ય જ ગણાય. આપણે સૌ, દિવસમાં એકવાર પણ, જગતના તમામ જીવોનું, મરનારમારનાર અને બીજા એમ સર્વ જીવોનું ભલું ઇચ્છતી પ્રાર્થના, નિર્મળ ચિત્તે કરવાનું શરૂ કરી દઈએ. ઝાઝા લોકોની આવી પ્રાર્થના પણ સૃષ્ટિને અને સમાજને નુકસાનીથી અવશ્ય બચાવી શકે. (ચૈત્ર-૨૦૬૨) વિહારયાત્રા Page #136 -------------------------------------------------------------------------- ________________ ૨૨ વિહારમાં ગરમીનો અનુભવ ખરેખર વિકટ અને અકળાવનારો બની રહે છે. આપણી ધરમૂળથી બદલાયેલી જીવનપદ્ધતિને કારણે હવેનાં શરીર જરા વધુ સુંવાળાં બન્યાં. સહન કરવાની શારીરિક ક્ષમતા ઘટી. એ સાથે જ વાતાવરણમાં ઉષ્ણતામાન પણ અકલ્પ્ય હદે વધ્યું છે. જંગલો નાશ પામ્યાં. નદીઓ અને જળાશયો સૂકાયાં. પાણીની કારમી ભીંસ વ્યાપક બની. સાથે સાથે, ચારેકોર ડામર તથા સિમેન્ટનાં બાંધકામો પથરાઈ ગયાં છે. પેટ્રોલિયમ-પેદાશોના વ્યાપક ઉપયોગને કારણે વાયુમંડળ ભયજનક હદે દૂષિત છે. ઘોંઘાટના પ્રદૂષણની કોઈ સીમા નથી રહી. વાહનો, રેડિયો-ટી.વી. વગેરેનો તેમજ માનવસર્જિત અનેક પ્રકારનો ઘોંઘાટ એ જાણે જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગયો છે. આનાથી થતાં નુકસાનોનો આજના માણસને કોઈ અંદાજ પણ નથી, અને તે હોય તો તેની કશી પરવા પણ તેને નથી. પણ આ બધાં પરિબળોને કારણે આજે ગરમીની ઋતુ અતિશય વસમી અને અસહ્ય બની છે તે નક્કી. આવી ગરમીમાં ડામરની સડકો પર ઉઘાડા પગે – માથે ચાલવું, જ્યાં જાય ત્યાં જેવાં – પડતર, ગંદાં, બંધિયાર, હવા-પવનવિહોણાં, ગટરની સાથે સંકળાયેલા, પતરાંવાળા કે સ્લેબવાળાં, મકાન હોય તેમાં ૨૪ કલાક રોકાણ કરવાનું; આગવરસતા બપોરે માખીઓના અને ધગધગતી રાતોએ મચ્છરોના પરિષહ વેઠતાં ઉજાગરા કરતાં રહેવાનું. આહારચર્યામાં જે સ્થાનમાં જેવી અને જેટલી સુવિધા મળે તેમાં ગમે તેટલી દુવિધા હોય તોય તેનો ચૂપચાપ સ્વીકાર કરી લેવાનો પાણી તૈયા૨ ન હોય – મોટાભાગે તે તૈયાર થાય. પછી ઠારવાનાં સાધનો માટેની કડાકૂટ, અને તે બધું કર્યા પછી ઠરે અને ઉપયોગ કરવાનો આવે ત્યાં સુધી આકરા શોષ અને તરસ ખમવાનાં. એમાં ઠેરઠેર ચાલી રહેલા રસોડાના નિયુક્ત લોકો. મનમાની વ્યવસ્થા આપે તો તે ફરિયાદ વિના સ્વીકારી લેવાની નાના-મોટા સાધુ કે સાધ્વીઓ હોય, અને તેમનાથી આ બધું કદાચિત્ ખમાતું ન હોય અને ઊનવા, એસિડિટી વગેરેનો પ્રકોપ થઈ જાય તો તેમને પણ સંભાળવાના આ બધા અનુભવોનો સરવાળો એટલે વિહાર! અને આવા વિહાર કરીને આવે પછી પણ તેમની કિંમત કેટલી? વાતો આપણા કહેવાતા શ્રાવકો ભલે ડાહીડાહી કરે, પણ અનુભવ બહુ જ જુદો થાય છે. પોતાને ત્યાં આવેલા કે બોલાવેલા મહેમાનોને, જરૂર ન હોય તો પણ, Page #137 -------------------------------------------------------------------------- ________________ મિનિટે મિનિટે, અનેક અનેક રીતે આગતા-સ્વાગતાના ઉપચારો કરીને રીઝવનાર લોકો પણ, આવું આકરૂં કષ્ટ-વ્રત વેઠનાર સંયમીની એકાદ અનિવાર્ય લઘુતમ સામાન્ય જરૂરિયાત પૂરી કરવાની વાત આવે ત્યારે ફંગરાતા હોય છે, ગમે તેમ બબડતા હોય છે, અને હાર્દિક અનાદર દાખવતા હોય છે. આ અનુભવની વાત છે. સાધુનું મૂલ્ય ન સમજાયું હોય; સાધુ વિહારાદિ દ્વારા કેટલો ઉપકાર કરે છે તેની સમજણ ન હોય, તો જ આવું બને. ઘડીભર કલ્પના કરવા જેવી છે કે, જો સાધુઓ વિહાર કરવાનું બંધ કરી દે, અને ચોક્કસ સ્થાનોમાં પોતાની સાધનામાં લાગી જાય તો સમગ્ર સમાજનું શું થાય? અગણિત ક્ષેત્રો તથા ધર્માનુષ્ઠાનોનું શું થાય? “સાધુનો ધર્મ તો સાધના કરવાનો અને સહન કરવાનો છે એવી મનઘડંત અથવા વિવેકશૂન્ય વાતો કરનારાઓએ આવી કલ્પના પણ કરી લેવા જેવી છે. જો જરાક પણ અક્કલ હશે તો ખ્યાલ આવશે કે સાધુનો વિહાર અટકી જાય તો સમગ્ર સંઘ-સમાજને કેટલી બધી-કલ્પનાતીત-હાનિ થાય? હમણાં જ એક સ્નેહી સ્વજને કહ્યું: આપણાં કુટુંબો સ્ત્રીને કારણે ટક્યાં છે, અને આપણો સમાજ સાધુને લીધે નભે છે. કુટુંબમાં જો સ્ત્રી ન હોય તો કુટુંબ છિન્નભિન્ન થઈ જાય, અને જો સાધુ ન રહે તો આખો સમાજ વેરવિખેર થઈ જાય.” કેવી માર્યાની વાત છે આ! ભારતની અને ગુજરાત-મારવાડની વિશેષતા તેની સંયુક્ત કુટુંબ પ્રથામાં છે, અથવા તો હતી. આ પ્રથા આજ સુધી જળવાઈ તેનું કારણ સ્ત્રી છે. ગમે તેટલા વિચારભેદો હોય-થાય પણ સ્ત્રીશક્તિ તે બધા ભેદોને ગાળી નાખી અને બધાયને એકસૂત્રે બાંધ રાખે. આજે કુટુંબો તૂટ્યાં છે, તૂટવા માંડ્યાં છે, કારણ કે સ્ત્રી સ્વાર્થી બની છે. ગળી ખાવાની અને સૌને સંભાળી લેવાની તેની વૃત્તિ સ્વાર્થમાં પલટાઈ ગઈ છે. એવી જ રીતે આપણો હિન્દુ સમાજ, જૈન સમાજ હજી પણ જો ઊજળો લાગતો હોય તો તેનું કારણ તેના સાધુ-સંતો છે. કશાય અંગત સ્વાર્થ વિના વિચરવું, અને સમાજને પ્રેરવો, ઢંઢોળવો, ઠમઠોરવો, સત્કાર્યોમાં જોડવો, અને સામાજિક મનુષ્યોના વ્યકિતગત પ્રોબ્લેમ પણ ઉકેલવામાં મદદરૂપ થવું, આ બધું જ આપણા સાધુભગવંતો નિરંતર કર્યા કરે છે. તે બધું જો તેઓ બંધ કરી દે તો? તો પછી આ સમાજની જે દુર્દશા થાય તે જેવી તેવી નહિ જ હોય. વાસ્તવમાં સાધુનો ધર્મ જ સમાજને અને વ્યક્તિને દુર્દશામાંથી બચાવવાનો છે. અને દરેક સાધુ, ઓછે વત્તે અંશે આ કામ કર્યા કરે છે, માટે જ આપણો સમાજ ઊજળો રહ્યો છે. વિદાયાત્રા Page #138 -------------------------------------------------------------------------- ________________ સાર એટલો જ કે સાધુ આટલી બધી કઠિન ચર્ય પાળે અને વસમા ઊનાળામાં પણ વિહારયાત્રા ચાલુ રાખે તો તે દ્વારા તે સમાજ ઉપર ઉપકાર જ કરે છે. આ ઉપકારનું વળતર, કોઈવાર, તમે ન વાળો કે ન ચૂકવો તો ખાસ વાંધો નથી. માત્ર ઉપકાર કરનારનો અનાદર કે અવહેલના કે અપમાન ન કરો, તો પણ ઓછું નથી. અસ્તુ. - તા. ૨૨ જૂને આદ્ર નક્ષત્ર બેસે છે તે દિનથી કેરીનો ત્યાગ કરવાનું ભૂલશો નહિ. આપણા મહાન ગુરુભગવંતોની શાસ્ત્રવિહિત આ પરંપરા છે કે ફાગણ શુદિ પૂનમ પછી જ કેરી ખપે અને આર્કા નક્ષત્રે બંધ થાય. આજકાલ કેટલાક લોકો છૂટ લેતાં સંભળાય છે, પણ તે તેમના ગુરુઓની પણ પરંપરાથી વિરુદ્ધ જ છે. રસનું પોષણ નિવારવું એ પણ સાધના છે તેવું સમજાય તે આવી છૂટ લે નહિ. (જેઠ-૨૦૬૨) Page #139 -------------------------------------------------------------------------- ________________ ૨૩ મહુવામાં પૂજ્યપાદ પરમગુરુ શ્રીવિજયનેમિસૂરીશ્વરજીદાદાના જીવનનું ચિત્રમંદિર અનુપમ બન્યું. તેના ઉદ્ઘાટનનો પ્રસંગ પણ અદ્ભુત ઉજવાયો. જીવનમાં પરમગુરુની ભકિતનો એક અવિસ્મરણીય અને પરિતૃપ્ત કરનારો આ સંયોગ બન્યો. તે ચિત્રોનો ગ્રંથ એવો તો નયનરમ્ય બન્યો કે તેની ૧૩૦૦ જેટલી નકલો તો તે જ દિવસે ઉપડી ગઈ! મહુવાથી પાલીતાણા આવ્યા : અખાત્રીજના પારણાં માણ્યાં, અને ગિરિરાજની યાત્રા પણ કરી. ગિરિરાજનું અને આદિનાથદાદાનું દર્શન, સાંનિધ્ય આપણા ચિત્તને કેવી અનેરી શાતા – શાંતિ બક્ષે છે! વારંવાર થતી આ અનુભૂતિ આ વેળા પણ થઈ. ત્યાંથી ભાવનગર આવ્યા, આઠેક દહાડા સ્થિરતા કરીને જુદા જુદા ઉપાશ્રયોમાં વિચરવાનું બન્યું. અને હવે પાછા વિહારમાં છીએ. બોટાદ થઈ તગડી, અને ત્યાંથી ૧૦ જૂન આસપાસ અમદાવાદ. આ વખતના વિહારમાં ત્રણ વાતો મહત્ત્વપૂર્ણ રહી. ૧ નવાં નવાં ક્ષેત્રો તથા તીર્થક્ષેત્રોના ઉત્તમ જિનાલયો - જિનબિંબોની યાત્રા થઈ. ૨. અનેક સાહિત્યસેવી અને વિદ્વાન સાક્ષરોનો મનભાવન સત્સંગ થયો. ૩. અનેક નવા નવા, પરિચિત-અપરિચિત વિદ્વાન અને સંયમવંત મુનિરાજોનો, ચિત્તને પુલકિત કરી મૂકે તેવો સહવાસ મળ્યો. તીર્થોની યાત્રા કે સ્પર્શના કે દર્શન, આપણી શ્રદ્ધાને તથા ધર્મમાર્ગ તરફના બહુમાનને વધુ દઢ બનાવે છે, શુદ્ધ કરી આપે છે. વિદ્વાન સાક્ષરોનો સત્સંગ, આપણને પ્રમાણિક, સન્નિષ્ઠ, મૂલ્યો માટે સંઘર્ષ વ્હોરવામાં તત્પર, અને સાચુકલા બનાવે છે; અને તેથીયે વધુ તે આપણને સંવેદનશીલ બનાવે છે; આપણી સંવેદનાને બુઠ્ઠી કે બહેરી બનતાં એ રોકે છે. સંવેદનબધિરતાના આ સમયમાં સંવેદનશીલ હોવું અને રહેવું એ પણ એક પુરુષાર્થ છે. સંવેદનશીલ માણસ સચ્ચાઈનો આગ્રહી હોય છે, અને સચ્ચાઈનો આગ્રહ તેને એકલો પાડી શકે છે. સંવેદનબધિર વ્યકિત હંમેશા પોતાની વાતનો જ આગ્રહ સેવતી રહે છે, અને તેમ કરવામાં તેને સાથ આપનારા જીહજૂરિયા મળી રહેતા હોય છે. અને, સાધુ-ભગવંતોનો સહવાસ, આપણામાં સંયમ પ્રત્યેનો અહોભાવ વિકસાવી આપે છે. સાધુઓમાં પરસ્પર સભાવ, સ્નેહ, ઉદાર વલણ અને દૃષ્ટિકોણ, ઉમદા અને સારી વાતોનું આદાન-પ્રદાન -આ બધાં તત્ત્વો પણ આવા વિહારયાત્રા Page #140 -------------------------------------------------------------------------- ________________ સહવાસથી પાંગરે છે. સાધુ અને સાધુવેષ માટેનો સદ્ભાવ જેટલો વધે તેટલો વધારવો જોઈએ. પરિચય ભલે ન હોય, પણ મુનિવેષ તરફનો આદર તો હોવો જ જોઈએ. કોઈપણ સાધુ મળે, નજરે ચડે, તો મનોમન તેને ભાવપૂર્વક પ્રણામ વંદન કરીએ, તો આપણું સમક્તિ નિર્મળ થાય, કર્મો ખપે, ગુણો વધે, અને ચિત્તની પ્રસન્નતા જામે. આ બધું જ આ વિહારયાત્રામાં અનેકવાર બન્યું. અનહદ આનંદ છે એનો. સંયમ પામ્યાનો સાચો આનંદ આવો જ હોય. આપણે ઇચ્છીએ, અને એ આપણી ઇચ્છા વાજબી-સાચી જ હોય, છતાં તેમ ન બને કે તેથી ઊલટું જ બને, તો શું કરવું? આપણી વાત સાવ સાચી હોય, એથી જુદી વાત હાનિકારક જ હોય, છતાં આપણી વાત અયોગ્ય મનાય, અને તેનો તિરસ્કાર થાય, ત્યારે શું કરવું? આ પ્રશ્ન દરેક મનુષ્યના જીવનમાં ક્યારેક ને ક્યારેક આવે જ છે, આવો પ્રશ્ન મુનિજીવનમાં પણ આવે જ. આવે વખતે ઉગ અને અસમાધિથી બચાવે એવું સમાધાન કર્યું? એક જ સમાધાન હોઈ શકે આ સમસ્યાનું : મુનિજીવન એટલે કે સંયમના આનંદની સરખામણીમાં આપણી કોઈપણ ઇચ્છાની તૃપ્તિનો અને એ રીતે આપણા અહંકારની પુષ્ટિનો આનંદ હંમેશાં તુચ્છ હોય છે, હોવો જોઈએ. ઇચ્છા સારી-સાચી ભલે હોય, પણ તે પૂર્ણ થાય એટલે અહં વધવાનો જ. એ સંયમજન્ય આનંદમાં બાધક બાબત છે. ઇચ્છા પૂરી ન થાય, તો અહંને ઠેસ વાગે, ફરિયાદ ઊઠે, આર્તધ્યાન વધે, એ આ સ્થિતિનું દુષ્પરિણામ છે. મજા ત્યારે આવે, જ્યારે આવી ઇચ્છા થાય, તે પૂરી ન થાય, તેમ છતાં તેથી અહં ન ઘવાય, ફરિયાદ ને વૈમનસ્ય ન ઊગે, દુર્ગાનનો ઓછાયો પણ ન આવે, અને જે થાય તેને મધ્યસ્થભાવે નિરખ્યા કરતાં નિજાનંદમાં મગન રહેવાય. ઉત્તમ મુનિઓનો સહવાસ, આપણા હૃદયમાં નિજાનંદની મગનતાની પ્રતિષ્ઠા કરી આપનારી સ્થિતિ છે. આવો સહવાસ અનાયાસે મળ્યાનો હૈયે આનંદ છે. આ આનંદ ચિરસ્થાયી હો ! (પ્ર.જેઠ-૨૦૬૩) Page #141 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના | Page #142 -------------------------------------------------------------------------- ________________ શિવમસ્તુ સર્વજગતઃ જગત ભારે અજંપામાંથી પસાર થઈ રહ્યું છે. પ્રકૃતિએ પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું હોય તેમ, ચોમેર ચાલી રહેલા વિનાશક તાંડવોને જોતાં, લાગી રહ્યું છે. વિગત પાંચ વર્ષો દરમિયાન, ભીષણ ભૂકંપોએ અનેક રાજ્યોના નકશા બદલી નાખ્યા છે. અતિવૃષ્ટિ અને દુષ્કાળ અને ત્સુનામી જેવી પ્રલયકારી હોનારતોએ માનવજાતને જબરદસ્ત પછડાટ ખવડાવી છે. હજીયે આવનારી હોનારતો વિશે જ્યોતિષવિજ્ઞાન તેમજ વિજ્ઞાનીઓ જાતજાતની આગાહીઓ તથા અંદાજો આવે જ જાય છે. એ સૂચવે છે કે માનવીએ નિરાંતનો શ્વાસ લઈને બેસવાનો સમય હવે આથમી ગયો છે. હવે તો તેણે અદ્ધર શ્વાસે અને ઉભડક પગે જ જીવવાનું છે. કઈ ક્ષણે, કયા પ્રદેશમાં કે ક્ષેત્રમાં, કેવા સ્વરૂપે આફત ઊતરશે, એ હવે અકથ્ય છે. પણ એટલું નક્કી છે કે હવે આવનારી કોઇપણ આફત, સેંકડોમાં નહિ, પણ હજારો તેમ જ લાખોમાં જ જનસંહારનો પયગામ લઈને આવવાની નાથસંપ્રદાયના યોગીઓ કહેતા હતા તેમ, હવે, “પટ્ટન સો દટ્ટન, ઓર માયા સો મિટ્ટી' એ ઉક્તિના સાક્ષાત્કારના યુગમાં આપણે પ્રવેશી ચૂકયા છીએ. સામ્યવાદ અથવા તો માસવાદ તરફથી “શોષણવિહીન સમાજરચનાનો વિચાર/સિદ્ધાંત તો હજી હમણાં, વીસમી સદીમાં પ્રચલિત બન્યો. ભારતવર્ષમાં તો એ વિચારનું અમલીકરણ સદીઓ અગાઉથી પ્રવર્તતું હતું. આ દેશમાં માણસ દ્વારા માણસનું શોષણ કદાપિ નહોતું થતું. એટલું જ નહિ, આ દેશના મનુષ્ય, પ્રકૃતિ એટલે કે પર્યાવરણનું શોષણ પણ કદી નથી કર્યું. આ દેશના માનવીએ મનુષ્યને જ નહિ, પણ પશુ, પંખી, જળચર જંતુઓ, વનૌષધી કે વનસ્પતિ, પાણી, માટી અને તમામ જાતની જીવસૃષ્ટિને નિર્ભય રીતે જીવવાનો અબાધિત અધિકાર હમેશાં બહ્યો છે. આમાંના એક પણ તત્ત્વનું અહીંના મનુષ્ય શોષણ કે ક્ષય નથી કર્યો, નથી થવા દીધો. “શોષણવિહીન સમાજરચના' એવો શબ્દપ્રયોગ તથા સિદ્ધાંત પ્રચલિત નહોતા થયા તે વખતમાં અહીંના મનુષ્ય પાસે એ વિચારને જીવી જાણવાની શક્તિ હતી. શોષણની ખરી શરૂઆત તો આ સિદ્ધાંત રચાયો ત્યારથી જ થઈ. પ્રત્યેક આવા સિદ્ધાંતની ઉત્પત્તિ, તેનું પાલન ન થાય અને તેનો ખુલ્લંખુલ્લા ભંગ Page #143 -------------------------------------------------------------------------- ________________ થાય, તે ખાતર જ થતી હોય છે. જેણે જેણે આ સિદ્ધાંતનો સ્વીકાર કર્યો, તે તે રાજયોમાં, તે સિદ્ધાંતનો કેવો અને કેટલો ભંગ થયો છે, તે તો નજીકના ભૂતકાળની કે પછી આપણી નજર સામેની જ વાત છે. વાસ્તવમાં તો આવા સિદ્ધાંતના ઓઠા હેઠળ મનુષ્ય-સમાજનું તેમજ પ્રકૃતિનું ભરપેટ શોષણ જ થયું વૃક્ષો કપાયાં. જંગલો ખતમ થયાં. પર્વતોનાં અસ્તિત્વ જોખમાયાં. વન્ય તેમજ અન્ય મૂંગા પ્રાણીઓ કતલનો તથા ભોજનનો વિષય બન્યાં. જેને લીધે ધરતીનાં હીર ચૂસાયાં. ધરતીમાંથી પાણી ખેંચી લેવાયાથી ભૂસ્તરીય ઉથલપાથલોની અને તેથી ધરતીકંપોની સંભાવના વધી. નદીઓનાં પાણી જ નહી, રેતી પણ મનુષ્ય શોષી લીધી! આકાશ-અવકાશને પણ આપણે ક્યાં છોડ્યું છે. હવે બાકી રહેલા કહેવાતા ચંદ્ર, મંગળ વગેરે ગ્રહોને પણ આપણા શોષણનો વિષય બનાવવા લીધા છે ! પ્રકૃતિનું એક પણ અંગ બાકી મૂક્યું નથી, મૂકવાનું નથી, અને છતાં આપણાં સમાજમાં પર્યાવરણ બચાવો” નું શિક્ષણ તો હવે જોરશોરથી અપાવા માંડ્યું છે! દુર્ભાગ્યે, સદીઓથી પર્યાવરણને ભગવાન માનીને પૂજનારો ભારતીય સમાજ પણ પ્રકૃતિના આ સંહારથી બાકાત નથી રહ્યો હવે! પણ મનુષ્ય દ્વારા થયેલા અને થતા આ પ્રકૃતિ-સંહારના પરિણામો આજે આપણી સામે છે. કેટકેટલી હોનારતો! અને એક એક હોનારતમાં કેટલો ભીષણ નરસંહાર! સહન ન થઈ શકે અને બુદ્ધિ બહેર મારી જાય તેવી દુર્ઘટનાનો ઉપરાછાપરી ઘટવા માંડી છે! આ ઘટનાઓને અટકાવી ન શકાય? આવી દુર્ઘટનાઓથી આપણી જાતને અને માનવ જાતને બચાવી ન શકાય ? – સંવેદનશીલ હૈયામાં આવા સવાલો જાગે છે. હમણાં જ એક સુવાક્ય નજરે ચડેલું “એક યુગના અન્યાયની બધી જવાબદારી પછીના યુગને અચૂક સ્વીકારવી જ પડતી હોય છે. પણ અહીં તો એવું બન્યું છે કે આપણા જ યુગના અનર્થોની, પ્રકૃતિને કરેલા અન્યાયોની જવાબદારી આપણા યુગને જ લેવાની, ના, વેઠવાની આવી છે. કુદરતનો ન્યાય આટલો બધો ઝડપી હશે તે તો કલ્પના પણ નથી થતી. પણ ઝડપી ન્યાય મળવા માંડ્યો છે તે હકીકત છે. આ ન્યાય એટલે કારમી હોનારતો અને એ રીતે થતો નરસંહાર ! આને રોકી ન શકાય? જવાબ મળે છે. જરૂર આ બધું રોકી શકાય. આ જગતમાં કશું જ અશક્ય નથી. જરૂર છે માત્ર ઇચ્છાશક્તિની. સાત્વિક આત્માઓની સાત્ત્વિક ઈચ્છા હોય તો પ્રકૃતિ પણ તેને સાથ આપે અને ધાર્યા પ્રાર્થના Page #144 -------------------------------------------------------------------------- ________________ શુભ પરિણામો તો મળે જ, પણ અણધારી આફતો પણ ટળે. સંતો, આવી સાત્ત્વિક ઇચ્છાઓને “પ્રાર્થના' ના નામે ઓળખાવે છે. સાચુકલું હૈયું ધરાવતા સત્ત્વશીલ સર્જનો અને સાધુ-સંતો જો એક સૂરે પરમાત્મ તત્વ પ્રત્યે પ્રાર્થના પાઠવે, કરગરે, કાકલૂદી કરે, તો પરમ તત્ત્વ અને પ્રકૃતિએ તે પ્રાર્થનાની નોંધ લેવી જ પડે અને તેનો સાનુકૂળ પ્રતિભાવ પણ પાઠવવો જ પડે – એ તો અનુભવસિદ્ધ હકીકત છે. વેર, વૈમનસ્ય, મારા-પરાયાના ભેદભાવ, કદાગ્રહ, કુટિલતા, સ્વાર્થ પરસ્તી, આ બધાં મલિન તત્ત્વોથી મુક્ત હૈયું. પોતાનું બગાડનારનું પણ કલ્યાણ ઝંખતું તે સાચુકલું હૈયું. આવું હૈયું જેની પાસે હોય તે દરેક વ્યક્તિએ. માનવજાત માટેના દુઃખના આ દહાડામાં એક પ્રાર્થના અવશ્ય અને નિત્ય કરવા યોગ્ય છે “સૌનું કલ્યાણ થજો! કોઈનુંય અકલ્યાણ ન થજો! જગતમાં ક્યાંય અમંગળ અને નકારાત્મક કોઈ ઘટના ન બનજો! બધાંજ અમંગળ તત્ત્વો શમી જજો અને પરમકરુણાવંત પરમાત્માની અક્ષય કરુણાની અમીવર્ષા સૌ જીવો ઉપર અનરાધારઅવિરત વરસજો! તેના પ્રભાવે સૌ કોઈ સુખી થજો ! દુઃખ અને કરુણ આપત્તિઓથી મુક્ત બનજો! હું સાચા હૃદયથી સર્વનું કલ્યાણ, મંગળ અને શુભ ચાહું છું, ભગવાનની કૃપાથી સૌનું નિરંતર શુભ હજો!” આ પ્રાર્થનાના શબ્દો અને તે બોલતી વેળા હૈયામાં ચૂંટાતા ભાવો, આપણા હૈયાને સાચુકલું બનાવશે, અને એ સાથે જ એ આપણી પ્રાર્થનાને ફળીભૂત કરશે, એવી શ્રદ્ધા જ, આ ક્ષણે, આપણા માટે, શાતાદાયક છે. (કાર્તિક-૨૦૧૨) Page #145 -------------------------------------------------------------------------- ________________ વર્ષ આવે છે અને જાય છે. વર્ષ રહે તેમ આપણી ઉંમર વધતી જાય છે. ઉંમર વધે છે તેમ શક્તિ તથા ક્ષમતાઓ ઘટે છે. સ્કૂર્તિ તથા ઉત્સાહ પણ તેની સાથે જ મંદ પડતાં જાય છે. આમ છતાં મન નબળું નથી પડતું. મનની વાસનાઓ, લોલુપતાઓ, ઇચ્છા તથા આસક્તિઓ, આગ્રહો અને પૂર્વગ્રહો, અભિમાન અને જડ પક્કડો – આ બધું જ, ઉંમરના વધવા સાથે વધતું જ રહે છે, ઘટતું નથી. આ બધું વધતું જ રહે, ઘટવાનું નામ ન લે, તો આપણે ઉંમરલાયક થવા છતાં “લાયક’ બન્યા છીએ એવું ન કહેવાય. ઉંમરની સાથે સાથે લાયકાત પણ જો વધે તો જ આપણે ઉંમરલાયક ગણાઈએ. નહિ તો ચતુર લોકો કહેશે કે ભાઈની ઉંમર ભલે વધી હોય, પણ લાયકાત નથી વધતી! આપણે ત્યાં એક પ્રથા છે : નૂતન વર્ષે કોઈક શુભ સંકલ્પ કરવાની પ્રથા. ઘણાબધા લોકો આવા દિવસે કોઈને કોઈ શુભ સંકલ્પ કરતાં હોય છે, અને તેમાંના ઘણા લોકો તે સંકલ્પને પાર પણ પાડતા હોય છે. આ બહુ મજાની પ્રથા છે. આપણે બધા પણ આ પ્રથાને અનુસરીએ તો કેવી મજા આવે! તો નવા વર્ષે શું સંકલ્પ કરશો? એક વાત બરાબર નોંધી લેવાની છે કે સંકલ્પ ગમે તે હોય પણ તેનો અર્થ એક જ હોવો જોઈએ કે તેના થકી આપણી લાયકાત વધે અને આપણા જીવનની અશુદ્ધિઓ ઘટે. આટલું સમજાયા પછીનો કોઈપણ સંકલ્પ ફળદાયક જ હોવાનો. આપણે સંકલ્પ કરીએ કે વીતેલાં વર્ષોમાં જેની પણ સાથે અણબનાવ થયો હોય કે ક્લેશ કર્યો હોય, તેની સાથે મૈત્રીનો વ્યવહાર હું કરીશ. ક્લેશનું કારણ એ પણ હોય અને આપણે પણ હોઈએ, ગમે તે હોય, પણ તે ક્લેશને હું હવે મિટાવીશ અને સ્નેહભાવ વધે તેવો યત્ન કરીશ. આપણે સંકલ્પ કરીએ કે કોઈના પણ માટે હું પૂર્વગ્રહપ્રેરિત તથા ઈષ્યપ્રેરિત માન્યતા નહિ બાંધું અને તેવી માન્યતાથી પ્રેરિત વ્યવહાર નહિ રાખું. વળી, આવી માન્યતા તથા વ્યવહાર હશે તેને હું હવે ટાળી દઈશ. આપણે સંકલ્પ કરીએ કે હું બધાય સાથે મીઠો વ્યવહાર રાખીશ. વૈષભાવથી કોઈની ભૂલ નહિ કાઢે, કોઈના દોષ નહિ જોઉં. હા, સામી વ્યકિતનું હિત થાય તેવું હોય અથવા તેનું અશુભ થતું અટકતું હોય તો જરૂર તેની ભૂલ તેના ધ્યાન પર લાવીશ. પણ અન્ય કોઈ વૃત્તિથી નહિ વર્તુ. નવા વર્ષે કરેલો આવો સંકલ્પ આપણા નવા આખા વર્ષને જ નહિ, પણ આપણા આખા જીવનને તથા આપણા મનને પણ સુધારી દેશે, એમાં શંકા નથી. ચાલો, જીવનશોધનના આ યજ્ઞકાર્યથી નૂતન વર્ષનો શુભ પ્રારંભ કરીએ. (માગશર-૨૦૬૨) પ્રાર્થના Page #146 -------------------------------------------------------------------------- ________________ સં. ૨૦૬૪નું વર્ષ વહી ગયું. ઘણાં ઘણાં દુઃખદ સ્મરણોનાં જખમો છોડતું ગયું છે એ વર્ષ! રાષ્ટ્ર, રાજ્ય અને સમાજની પ્રત્યેક વ્યક્તિએ એક યા બીજી રીતે, સીધી કે આડકતરી રીતે, આ વીતેલા વર્ષ દરમ્યાન કાંઈકને કાંઈક કષ્ટ, કઠિનાઈ કે દુઃખદ સંવેદનાઓ વેક્યાં છે તેમાં બેમત નથી. આજે આપણે દેવાધિદેવના શ્રીચરણોમાં મન - વાણી – કાયાથી ઉપસ્થિત થઈને પ્રાર્થના કરવાની છે કે હે પરમકરુણાનિધાન! હવે તો આપની કરુણા સર્વત્ર સૌ કોઈ ઉપર અનરાધાર વરસાવો! હવે અમે આ હિંસાનાં, મોતનાં, માનવતાની અને ધર્મની અવહેલનાના તાંડવો જોવા માટે શક્તિમાન નથી રહ્યા ! અમને સુખ મળે કે ના મળે, પણ શાંતિ, આપની કૃપાથી, અવશ્ય મળજો ! અમને અમારા પર આવી પડતાં દુ:ખોને સહન કરવાનું બળ મળો, પણ બીજા ઉપર, માનવતા ઉપર અને સમગ્ર પ્રાણીગણ ઉપર આવતાં દુઃખો દૂર કરવાનું બળ પણ તેની સાથે જ આપજો ! ભગવંત! કોઈના દુઃખે દુઃખી થવાની મારી ક્ષમતા હું ગુમાવી બેઠો છું. આ વર્ષે મારા પર એવી કૃપા વરસાવો કે હું એ ક્ષમતા પાછી હાંસલ કરું, અને બીજાનાં દુઃખને મારું દુઃખ ગણી તેનું નિવારણ કરવા મચી પડું. ઓછામાં ઓછું, બીજા કોઈને દુઃખી કરવામાં તો મારી આવડત અને શક્તિનો દુરુપયોગ ન જ કરું ! આવી ભાવના ભાવવાનો સીધો અને મોટો લાભ એ હશે કે ઓછામાં ઓછું, આ ભાવનાને કારણે, આપણું વરસ તો મંગલમય અને આનંદમય રીતે પસાર થશે જ. ઉત્તમ ભાવનાથી ઉભરાતું હૈયું સ્વયં મંગલસ્વરૂપ બની જાય છે. અને તેવી ભાવનામાં રમતો માણસ જ્યાં પણ જાય ત્યાં વાતાવરણ મધુર અને મંગલકારી આપોઆપ બની જતું હોય છે. આજે આપણે સંકલ્પ કરીએ : અમે જ્યાં પણ જઈશું ત્યાં શોક, ઉદ્વેગ, વ્યાકુળતા અને અશાંતિ નહિ રહેવા દઈએ. અમારી મંગલ ભાવનાના વાતાવરણને બધે જ પ્રસરાવીશું અને ઉદ્દેગને સ્થાને આનંદ તથા અશાંતિના સ્થાને શાતા પ્રગટાવીશું. પરમાત્માની કૃપાથી અમારો આ શુભ સંકલ્પ સદા સફળ હજો ! (કાર્તક-૨૦૧૫) Page #147 -------------------------------------------------------------------------- ________________ ગયા મહિને મુંબઈ શહેરમાં થયેલ આતંકવાદપ્રેરિત ભયાનક હત્યાકાંડે આપણને ક્રૂરતા અને રાક્ષસી મનોવૃત્તિ કેવી હોય તેનો જીવંત પરિચય કરાવ્યો. માનવીનું મન જ્યારે દ્વેષ, વૈર, ધૃણા અને તિરસ્કાર જેવી નકારાત્મક વૃત્તિઓનો શિકાર બની જાય છે, અને એવી વૃત્તિઓને એકાંગી રીતે ઉછેરે તથા પોષે છે, ત્યારે તેનું કેવું દારુણ અને ભયંકર પરિણામ આવે છે, તેનો અંદાજ આ ઘટના થકી આપણને મળી ગયો છે. સાથે સાથે એ પણ જાણવા મળ્યું કે તદન કોરી. પાટી જેવું મન ધરાવતા, યુવાનીના ઉંબરે હજી તો પગલું માંડતા યુવાનોનાં હૈયાંને, ધર્મ (મજહબ) અને પંથના નામે તથા કોમ અને દેશના નામે, ગંદી વાતો, નકારાત્મક ભાવનાઓ અને નર્યા જૂઠાણાઓથી કેવી રીતે ખરડી ખરડીને કાબરચીતરાં તથા ગંદાગોબરાં બનાવી શકાય છે ! આ હિંસાખોર આંતકવાદી યુવાનોના મન, ધર્મના ઓઠા હેઠળ, પ્રતિશોધ, કિન્નાખોરી, ખુન્નસ અને દુશ્મનાવટથી એવાં તો છલકાવી દેવામાં આવ્યાં હશે કે તે યુવાનોએ હજારો - સેંકડો મનુષ્યોને કીડી મંકોડાની જેમ વધેરી નાખ્યા. જેમ જેમ મનુષ્યોને મારતા ગયા તેમ તેમ તેઓનાં હૈયાં પાશવી આનંદથી ઉભરાવા લાગ્યાં હતાં. આ બધું કેટલું ભયાનક હતું ! આજે પણ તેનું સ્મરણ થતાં જ હૈયે એક પ્રકારનો ઘેરો ઉદ્વેગ ફરી વળે છે. એક ગુજરાતી કવિએ કહ્યું હતું : તુ કૌરવ, પાંડવ તું મનવા ! તું રાવણ, તું રામ હૈયાના આ કુરુક્ષેત્ર પર પળપળનો સંગ્રામ” આ પંક્તિઓ, આ આંતકવાદીઓના સંદર્ભમાં, કેટલી સાચી ઠરે છે ! માણસ મૂળે તો નિર્મળ, નિર્લેપ અને તટસ્થ હોય છે. તેના ચિત્તમાં શું રોપવામાં કે ભરવામાં આવે છે તેના ઉપર જ તેના વ્યક્તિત્વનો આધાર રહ્યો હોય છે. માટીના માટલામાં શેરડીનો રસ પણ ભરાય, અને દારૂ કે લઢો પણ ભરી શકાય. એમ માણસના મનમાં વેરઝેર પણ લાવી શકાય, અને તો તે ક્રૂર, હિંસક અને દુષ્ટ જાનવર સમાન બની જાય તેના હૈયામાં પ્રેમ, કરુણા અને મૈત્રી જેવા ઉદાત્ત ભાવો પણ ભરી શકાય, અને તો તે દયાળુ, પરગજુ અને સજ્જન મનુષ્ય બની જાય. કૌરવ અથવા રાવણ એ બે ઝેરીલા અને ડંખીલા આંતકવાદીઓનું પ્રતીક ગણાય, અને પાંડવ તેમજ રામ એ દયાળુ અને સંસ્કૃત સજ્જનોનું પ્રતીક ગણાય. પ્રાર્થના Page #148 -------------------------------------------------------------------------- ________________ મુંબઈની આંતક – ઘટનાએ પુરવાર કરી આપ્યું છે કે રાવણનો વંશવેલો હજી પણ આ ધરતી ઉપર જીવતો અને ફાલ્યાફૂલ્યા કરતો છે. આ કડવો વેલો કદાચ ક્યારેય સાવ ખતમ થવાનો નથી, થતો નથી, એમ હવે સમજાય છે. રાવણનાં બધા માથાં વધેરી દેવાય, તો પણ તેના રક્તમાંથીયે નવા નવા રાવણ જાણે કે પેદા થતા જ રહે છે! લાગે છે કે રાવણને મારી નાખવો એ આનો ઉપાય નથી. આનો ઉપાય છે એખ જ : રાવણની મનોવૃત્તિને બદલી નાખવી તે. અને એ કામ કાંઈ આપણા માટે શક્ય નથી, એ જો પાકું હોય, તો આપણે શું કરી શકીએ? આપણે એક જ કામ કરી શકીએ : એવા રાવણો માટે પ્રાર્થના કરી શકીએ. આપણા ચિત્તમાં શુભ સંકલ્પની જેટલી હોય તેટલી તાકાત એકઠી કરીને આપણે પ્રાર્થના કરીશું કે આ જગત પર વર્તતા આવા અસંખ્ય રાવણોનાં મનમાં જાગેલી અને જાગ્યે જતી પશુતાનો નાશ થાય, એમની આસુરી વૃત્તિઓ ખતમ થઈ જાય, અને એમના થકી બીજા કોઈ પણ દેશ, સમાજ, કોમ કે મનુષ્યને કોઈ દહાડો કશી જ હાનિ ન થાય. મનુષ્યની પશુવૃત્તિની તાકાત જો અપાર હશે, તો તેની સામે તેની પ્રાર્થનાનું, તેના શુભ સંકલ્પનું, બીજાનું - સૌનું ભલું કરવાની તેની દિવ્યતાનું સામર્થ્ય પણ અનંત છે. આપણામાં જો એ અનંત સામર્થ્યને આપણે વિકસાવી શકીએ, સુષુપ્ત એ સામર્થ્યને જો જીવંત અને જાગૃત બનાવી શકીએ, તો પ્રાર્થનાના અમોઘ બળ વડે દુષ્ટ જીવોની દુષ્ટતા અને તેનાથી ભોગવવા પડતાં અનિષ્ટ પરિણામો - બન્નેની માત્રામાં નોંધપાત્ર ઘટાડો થયા વિના નહિ રહે. આપણા સાધક કવિવર મકરન્દ દવેએ ગાયેલી પ્રાર્થના આપણે પણ ગાઈએ : “તૃણથી તરુઓ સુધી અને કણથી કોટિક પ્રાણીઓ સુધી બસ પ્રેમ, અપાર પ્રેમની મુજ કલ્યાણ - સુધા ઝર્યા કરે રોગ, શોક, જરા, વ્યાધિ, કે હો ત્રાસથી વૃણા સર્વ ભૂતે રહ્યા સ્વામી, છાંટો ત્યાં પ્રેમ – છાંટણાં.” (પોષ-૨૦૬૫) Page #149 -------------------------------------------------------------------------- ________________ આ ધાર્મિક ધામિક '? Page #150 -------------------------------------------------------------------------- ________________ આપણને પ્રાપ્ત થયો છે તે માનવભવ આ ભવચક્રમાં અતિશય દુર્લભ ગણાય છે. દેવો પણ પોતાની માલિકીનાં કલ્પવૃક્ષો તથા વાવડીઓમાં તીવ્ર આસક્તિ રાખવાને કારણે દેવભવ પૂરો કરીને ત્યાં પાણી (અપૂકાય) તરીકે, વનસ્પતિ તરીકે અથવા રત્ન વગેરે (પૃથ્વીકાય) તરીકે એકેન્દ્રિયરૂપે ઉત્પન્ન થાય છે, મનુષ્ય તરીકે નહિ. એક સમયે અસંખ્યાતા દેવો અવે (મરે) તો પણ તેમાંથી એકાદ દેવ પણ મનુષ્ય ગતિ ન પામે એવું મોટાભાગે બનતું હોય છે. આ સ્થિતિમાં, આપણને માનવજન્મ મળ્યો છે એ જેવી તેવી વાત નથી. આ તો આપણા માટે મહાન દુર્લભ ઘટના જ ગણાય. આવો ભવ મળ્યા પછી આપણે પગલાનંદી જ બની રહીએ, અને આત્માના હિતાહિતનો જરા પણ ખ્યાલ ન કરીએ તો તે આપણું ઘોર અજ્ઞાન જ ગણાય. અને અજ્ઞાનનો અંજામ હંમેશાં દુઃખ-દુર્ગતિ જ હોય, એ ભૂલવા જેવું નથી. ગાડી ચલાવતાં ન આવડે તેવો ડ્રાઈવિંગ કરનાર મનુષ્ય ગાડીને ખાડે જ નાખે, એટલે એવા ડ્રાઈવરની ગાડીમાં આપણે બેસીએ નહીં જ. એ જ રીતે, માનવભવને જીવતાં અને સફળ બનાવતાં જો ન આવડે, તો આપણું જીવન ખાડામાં જ જાય, અને આપણો સંગાથ કરનારા પણ મરે જ. માટે જન્મ અને જીવનને સાર્થક બનાવવા, એ માટે આત્મલક્ષી બનવું, અને એ હેતુથી, સમજણપૂર્વક ધર્મસાધના કરવી, એમાં જ માનવ બન્યાની સફળતા છે; અને એમાં જ શાણપણ પણ છે. (મહા-૨૦૫૪) Page #151 -------------------------------------------------------------------------- ________________ ગયા વખતના પત્રમાં મનુષ્ય જન્મ દેવોને પણ કેટલો દુર્લભ છે તેની વાત લખી હતી. આ વખતે એ જ વાતને જરા જુદી રીતે જોવી છે. શાસ્ત્રોમાં એક દાંત આવે છે, એક શ્રીમંત શેઠ મોટી ઉંમરે નવી કન્યા સાથે પરણ્યા. નવાં પત્ની યુવાન, રૂપવાન અને વળી પ્રેમાળ પણ ઘણાં. આથી શેઠને તેમના પર અનહદ આસક્તિ બંધાઈ ગઈ. ઉંમર ઉંમરનું કામ કરે જ. શેઠ ઘરડા થયા અને કર્મયોગે માંદા પડતાં પથારીવશ થયા. પત્નીએ પણ મન મૂકીને ચાકરી કરવા માંડી. તો તે જોઈને શેઠનો રાગ પણ વધતો જ ગયો. શેઠ ધર્મી જીવ, તેથી તેમને ત્યાં સાધુ - સાધ્વીજી પણ પધારે. સુપાત્રદાનનો લાભ હોંશે હોંશે લઈને બન્ને માણસો પોતાને ધન્ય માને. એકવાર, મંદવાડ દરમિયાન જ એક મુનિરાજ પધાર્યા. શેઠાણી શેઠની સારવારમાં રોકાયેલાં, પણ મુનિરાજ પધાર્યાનો ખ્યાલ આવતાં જ તે બધું પડતું મુકીને દોડ્યાં. શેઠ પણ પ્રેમથી તેમને દોડતાં જતાં જોઈ રહ્યાં! પહેલાંનાં મકાનોના દરવાજા નીચા અને વળી લાકડાના. એમાં ઘણીવાર ખીલા પણ જડેલા હોય, એટલે એકથી બીજા ખંડમાં જતાં નીચા નમવું જ પડે. શેઠાણી ઉતાવળમાં આ વાત વીસરી ગયા અને રસોડાના દરવાજે મારેલો ખીલો તેમના કપાળમાં ભોંકાઈ ગયો ! તત્પણ બેભાન અને લોહીલુહાણ! સ્વજનો અને નોકરો દોડી આવ્યા, ચાંપતી સારવાર આરંભાઈ. પણ આ ક્ષણોમાં પેલા શેઠની સ્થિતિ ભારે કફોડી થઈ ગઈ. “પોતે ઊભા થઈ શકે તો શેઠાણીની પૂરેપૂરી કાળજી પોતે જ રાખી શકે, પણ આ પળે પોતે તેમ કરી નથી શકતા, તે કેટલું વસમું છે !” આવી વાસનામાં તે રીબાવા લાગ્યા, અને શેઠાણીની ચિંતા તેમને કોરી ખાવા લાગી. આવા તણાવમાં જ તબિયતે પલટી ખાધી અને શેઠાણીનું રટણ કરતાં એ ધર્મી શેઠનું અવસાન નીપજ્યુ. જ્ઞાનીઓ કહે છે કે એવા દુર્ગાનમાં મરેલા તે શેઠ, પેલી શેઠાણીના કપાળે પડેલા ઘાના પાકમાં કીડા તરીકે અવતર્યા! આસક્તિ અને દુર્ગાનનો અંજામ કેવો આવે છે; મનુષ્યભવ પામવો કેટલો કઠિન છે, તો તે ગુમાવવો કેટલો સહેલો છે; તે વાત આ દૃષ્ટાંત આપણને સમજાવી જાય છે. તે ૧૪૨ ધાર્મિક Page #152 -------------------------------------------------------------------------- ________________ ઘણા પોતાના મકાનનું નામ “અરિહંત', “મહાવિદેહ', કે “નવકાર’ એવું રાખે છે. હવે જો તેમને અંત ઘડીએ “અરિહંત' શબ્દ સાંભળવા મળે અને ત્યારે પરમાત્માને બદલે પોતાનું મકાન યાદ આવી જાય, ને તે પળે જ જીવ ઊડી જાય, તો શું પરિણામ આવે ? તે હવે સમજવું અઘરું નહિ રહે. તો આવા કિંમતી ભવને પણ જો આપણે જાળવી ન જાણીએ, અને આસક્તિ, કલેશ, વેરઝેર, માતારું, ઈર્ષ્યા-દ્વેષ આ બધામાં જ વેડફી મારીએ, તો આપણી શી સ્થિતિ થવાની? શાણા માણસ માટે આ સમજવું જરા પણ કઠિન નથી. માત્ર જેટલું વહેલા સમજીશું, તેટલા વધુ ઉન્નત અને ઉજમાળ થઈશું, તથાસ્તુ ! (ફાગણ-૨૦૧૪) એક હૃદયંગમ બોધકથા અરબસ્તાનનો એક અમીર, વારે-પરબે મહેફિલ યોજે અને અમીર-ઉમરાવોને નોતરી મિજબાની આપે. આવી એક મહેફિલમાં એણે તાજી કાકડી મંગાવેલી. તેનો એક વફાદાર ગુલામ કાકડીના સુઘડ પતીકાં કરી, ચાંદીની રકાબીઓમાં ગુલાબની પાંદડીઓ ઉપર ગોઠવી, તે પર સરસ મરી મસાલા છાંટીને બધા મહેમાનોને પીરસવા માંડ્યો. અમીરના કહેવાથી છેલ્લે વધેલી એક રકાબી તે ગુલામે પણ લીધી. થોડી પળો વીતી ત્યાં તો ત્રણ ચાર અમીરો એકીસાથે બોલી ઊઠયાઃ અરે, આ તો ભારે કડવી છે યાર! નહિ ખવાય. ત્યાંજ અમીરની નજર પેલા ગુલામ પર પડી. તો તે તો મોજથી કાકડી આરોગતો હતો! અમીરે પૂછયું: અલ્યા, તારી કાકડી કેવી છે? ગુલામ કહે : માલિકી આવી મીઠી કાકડી તો મેં મારી જિંદગીમાં નથી ચાખી. અદ્દભુત ! અમીરને થયું કે ગુલામ ફાવી ગયો ને અમે રહી ગયા. તેણે આદેશ છોડ્યો: લાવ, તારી રકાબી મને આપ, મને પણ એ કાકડી ચાખવા દે. ગુલામે કહ્યું : માલિક! માફ કરો, આવી મીઠી કાકડી તો હું જ ખાવાનો. તમને શેનો આપું? અમીર રોષે ભરાયો : મારા હુકમનો અનાદર? લાવ, આપે છે કે નહિ? માલિકના રોષ આગળ ગુલામનું શું ચાલે? તેણે કમને કાકડી અમીરને આપી. અમીરે ઝાપટ મારીને લીધી ને કાકડી મોમાં નાખી. બીજી જ ક્ષણે તે ઘૂ ઘૂ કરતા ઘૂંકવા માંડ્યો. કહ્યું : અબે ! આ ઝેર જેવી કાકડી છે ને તું એને મીઠી કહે છે? આવું જૂઠ? ગુલામે હસતાં હસતાં કહ્યું : “માલિક ! વર્ષો સુધી તમે મને મીઠાં મીઠાં ફળ ખવરાવ્યાં છે. કોઈ વખત કોઈ કાકડી કડવી પણ આવી જાય, તો શું આટલાં વર્ષોમાં આરોગેલાં મીઠાં ફળોની મધુરતા, એકાદ કાકડીની કડવાશને મીઠાશમાં બદલી ન શકે? ગુલામની વાત સાંભળતાં જ શાણા અમીરે વિચાર્યું કે આ જિંદગીમાં ખુદાની રહેમથી આપણને અઢળક સુખો મળ્યાં છે. એમાં કદીક એકાદું નાનું – મોટું દુઃખ આવી જાય તો તેનો સહજ ભાવે સ્વીકાર આપણે ન કરી શકીએ? દુઃખની કડવાશને મીઠાશમાં બદલી ન શકાય? Page #153 -------------------------------------------------------------------------- ________________ અગાઉના બન્ને પત્રોમાં મનુષ્યભવ કેવો દુર્લભ છે તે મુદ્દો ચર્ચેલો. હજી પણ એ મુદ્દા પરત્વે જ વાતો કરવી જોઈએ એમ લાગે છે. કેમકે ગમે તેટલાં દષ્ટાંતો અને યુક્તિઓ આપવામાં આવે તો પણ આ મુદ્દો સ્પષ્ટ સમજાય, ને આપણા ગળે ઊતરે તે જરા મુશ્કેલ બાબત છે. અને તેથી જ આપણે આવા દુર્લભ જીવનને વાપરવાને બદલે ગમે તેમ વેડયે જ જઈએ છીએ. જો એકવાર સમજાઈ જાય કે આ ભવ મહાદુર્લભ અને તેથી અતિકીમતી છે, તો પછી એ આ રીતે વેડફાય તો નહીં જ ભવની દુર્લભતા એક દષ્ટાંતથી સમજવાનો પ્રયત્ન કરીએ. એક અગાધ મહાસાગર છે. તેમાં લાકડાનું એક ચકરડું તણાતું તરતું વહી રહ્યું છે. ઘણા આરાવાળું પૈડું ગોળ છે અને વળી તેમાં વચ્ચોવચ્ચ મોટું છિદ્રબાકું પણ છે. હવે બીજી તરફ, એ દરિયામાં જ એક મહાકાય કાચબો પણ કરી રહ્યો છે. એને દર સો વર્ષે એકવાર શ્વાસ લેવાની જરૂર પડે છે. તેથી તે સો વર્ષે એક વખત પાણીની સપાટી ઉપર આવે અને મોં પાણીની બહાર કાઢે, શ્વાસ લે અને તરત પાણીમાં ઊતરી જાય. એનું આયુષ્ય ઘણું લાંબુ છે. અને સો-સો વર્ષે શ્વાસ લેવાનો આ ક્રમ હમેશાં ચાલ્યા જ કરે છે. એમાં એકવાર એવી યોજના થઈ કે પેલો કાચબો તરતો તરતો બરાબર પેલા ચકરડાની નીચે ગોઠવાઈ ગયો, અને એ જ પળે તેને શ્વાસ લેવાનો સમય પણ થઈ ગયો. તેણે મોં બહાર કાઢયું, તો તેનું મોં પેલા ચકરડાના બાકોરા વાટે થઈને બહાર નીકળ્યું, તેણે ઊંડો શ્વાસ લીધો, અને બીજી જ પળે તે અંદર સરી ગયો. એ જ વખતે પાણીની એક જોરાવર થપાટ પડી અને પેલું ચકરડું ઊડીને દૂર દૂર ફંગોળાઈ પડયું. હવે તે જુદી દિશામાં વહે છે, અને કાચબો બીજી દિશામાં. બન્નેને ભેગાં થવાની આ અફાટ સાગરમાં કોઈ જ શક્યતા હવે રહી નહિ. આમ છતાં.... જાણકારો કહે છે કે, લાખ્ખો વર્ષ દરમ્યાન ફરી કોઈવાર એ કાચબો અને પેલું ચકરડું એક બિંદુ પર આવી જાય તેવી શક્યતા સાવ નકારી ન શકાય. પરંતુ અફાટ ભવસાગરમાં એકવાર મળી ગયેલો આ માનવભવ આપણને ફરીથી મળી જાય તેવી કોઈ જ શક્યતા છે જ નહિ. જો આ દુર્લભ જીવનને જાળવી જાણીએ, તેનો પૂરો અને યોગ્ય સદુપયોગ ધાર્મિક Page #154 -------------------------------------------------------------------------- ________________ કરી શકીએ, તો આવો ભવ ફરી ફરી મળવાની શક્યતા સો ટકા વધી જાય. અને જો આજે જેમ તેને વેડફ્યે જઈએ છીએ તેજ રીતે વેડફ્યે જઈએ, તો આવું ઉત્તમ અને બુદ્ધિમત્તાભર્યું જીવન ફરી ફરી મળવું કેવળ અશક્ય જ સમજવું. માટે જ આપણા જ્ઞાની ભગવંતો આપણને વારંવાર સમજાવતાં રહે છે કે દુર્લભ એવા આ જીવનને વેડફો નહિ, તેનો સદુપયોગ કરો અને સફળ બનાવો. નિષ્ફળ જિંદગી એટલે દુર્ગતિ. સફળ જીવન એ જ સતિ. આપણું લક્ષ્ય સદ્ગતિ જ હોય, દુર્ગતિ કદી નહિ. (ચૈત્ર-૨૦૫૪) Page #155 -------------------------------------------------------------------------- ________________ સહુથી વધુ મૂલ્યવાન અને અત્યંત દુર્લભ મનાતી ચીજને વેડફી નાખવા બદલે ચન્દ્રક આપવાનો જો ઉચ્ચ કક્ષાએ નિર્ણય થાય, તો તે આપણને જ મળે તે નક્કી. કેમ કે માનવભવ જેવી અતિશય મોઘેરી ચીજને વેડફી નાખવાની હોડમાં આપણી સામે કોઈ જ ટકી શકવાનું નથી. માનવભવની કિંમત જેને ન સમજાઈ હોય, અથવા તેની કિંમત ન સમજાવે તેવું જૈન શાસન જેને ન મળ્યું હોય, તેવા લોકો આ જિંદગીને વેડફે તો તે હજી ક્ષમ્ય ગણાય; ઈનામને પાત્ર તો ન જ ગણાય. ઈનામને પાત્ર તો તે જ ગણાય કે જેને આ ભવની કિંમત સમજાવનારું શાસન મળ્યું હોવા છતાં જે આવા મોંઘા ભવને ધૂળમાં ઢોળી શકે; અને એવી પાત્રતા આપણા સિવાય કોનામાં હશે ? દુર્લભ એવા આ જીવનને મેળવ્યા પછી જે કરવા જેવું છે તેને આપણે ભૂલી ગયા છીએ, અને જે ખરેખર ભૂલવાનું તથા છોડવાનું છે તેને આપણે વળગી બેઠા છીએ. આ જીવનમાં આપણે કરવા જેવું કામ છે : આપણામાં સદ્ગણોનો વિકાસ કરવાનું કામ, આપણામાં પાંગરેલા કે પછી વકરેલા દુર્ગુણોને ઘટાડવાનું કામ. જીવનમાં માનવીય, નૈતિક અને પછી આધ્યાત્મિક સગુણોની પ્રાપ્તિ ન કરીએ, અને તેનો વિકાસ ન સાધી શકીએ, તો કરવા જેવું કામ કરવાનું ચૂકી ગયા જ ગણાય. આપણે કેવા વિચિત્ર છીએ! જે દુર્ગુણોથી ખરેખર આપણે બચવાનું છે તે જ દુર્ગુણોને આપણે વધારતા જ જઈએ છીએ. આપણા ગુસ્સાનો કોઈ પાર નથી; અભિમાન અને હુંપદ તો જાણે આપણી પ્રકૃતિ છે !; ખોટું જ બોલવું, ખોટું જ કરવું, અને છતાં સારાનો દાવો ગાઈ વગાડીને કર્યે રાખવો, એ આપણને જાણે કે કોઠે પડી ગયું છે; અને આપણી આસક્તિ કેટલી બધી ઘેરી અને પ્રબળ છે! મને બધા સારો કહે; હું કોઈ દિવસ ભૂલ કરું જ નહિ; ભૂલ કરું તોય કોઈથી મને ટોકાય નહિ; હું જે કરું કહું અને ખુલાસો કરું તે બધાએ સ્વીકારી લેવાનો; અને મને ગમે ત્યારે ગમે તેની ભૂલ કાઢવાનો, વખોડવાનો હક્ક ! એ પણ સૌએ માન્ય જ રાખવો પડે. નહિ તો મારી હટી જાય અને બધાનું બગાડી જ મૂકું હું. હાર્ષિક Page #156 -------------------------------------------------------------------------- ________________ આવા છે આપણા દુર્ગુણો. અને તે બધાને આપણે કેવા નિરાંતે પંપાળીએ છીએ ! દુર્ગુણોને પોષવામાં પણ જો આપણને મજા આવતી હોય, તો પછી સદ્ગણોને કયારે તક મળશે? અને તો આપણું જીવન વેડફાશે નહિ? જીવનને વેડફવું તે પશુ હોવાની નિશાની છે. દુર્ગુણોને પોષવા તે આપણને માનવતા કરતાં પશુતા વધારે પસંદ છે એવું પુરવાર કરે છે. આપણે આપણા મનુષ્યજીવનને પશુતામાં ફેરવવાનું પસંદ કરીશું ખરા? વિચારજો . (વૈશાખ-૨૦૫૪) Page #157 -------------------------------------------------------------------------- ________________ આજના વિષમ સમયમાં દુર્ગુણો થકી આપણને બચાવી શકે તેવી કોઈ એક ચીજ હોય તો તે સત્સંગ છે. સદ્ગુણો પણ જો સહેલાઈથી મેળવવા હોય કે વિકસાવવા હોય તો તેનો સાચો ઈલાજ પણ સત્સંગ જ છે. સત્સંગ એટલે સાધુ-સમાગમ. સાધુભગવંતોનો તેમ જ સપુરુષોનો સમાગમ જેને ગમી ગયો તેના જીવનમાં હલકી બાબતોની આપોઆપ બાદબાકી થઈ જ જવાની. હલકાઈઓ તેને જ ફાવે, જેને સાધુ-સમાગમ ગમ્યો ન હોય. અને સાધુનો સમાગમ પણ ન ગમે તેનાથી મોટું દુર્ભાગ્ય શું હોય? જયાં સત્સંગ, ત્યાં બૂરાઈ અસંભવિત. સત્સંગ લાધે, તેના જીવનમાં બૂરાઈઓ ન હટે તે પણ અસંભવિત. સત્સંગ ન ગમે તે માણસ ભાગ્યે જ સર્જન હશે. ઘણા માણસો એવા જોવા મળે છે જે સાધુથી કે સત્સંગથી દૂર ભાગતા રહે છે. આવા માણસો પોતાના જીવનમાં તો અવગુણો વડે પાયમાલ થતા જાય છે, સાથે સાથે બીજાઓને અને સમાજને માટે પણ મોટી આફતરૂપ બની રહે છે. જેને સત્સંગ ગમ્યો હોય તેણે આવી આફતોથી વેગળા રહેવું તે જ શ્રેયસ્કર ગણાય. જૈનેતર સમાજમાં એવું વ્યાપકપણે જોવા મળે છે કે, તેમના ધર્મના કોઈ સાધુ-સંત મંદિરમાં આવ્યા હોય તો ઘણા લોકો તેમનો સત્સંગ કરવા અને ભજન કીર્તન માટે અવશ્ય જાય. એથી ઊલટું, જૈન સંઘોમાં ઘણા ભાગે આજે એવું જોવા મળે છે કે, સાધુભગવંત ઉપાશ્રયમાં આવ્યા હોય, અને જો એ અજાણ્યા કે વણઓળખીતા હોય, તો તેમને મોં દેખાડવા પણ કોઈ ન જાય. લોકો વિચારે કે ટ્રસ્ટીઓની ફરજ છે, જશે; તો વહીવટદારો માને કે આપણે શું નિસબત, જેને રસ હશે તે જશે. આવું વલણ આપણા સંઘોમાં તથા સમાજમાં વ્યાપક બનતું જોવામાં આવે છે. હમણાં જ એક મુનિરાજ મળ્યા. પરિચિત હતા. વાત નીકળી કે તમે .... ગામમાં ચોમાસા માટે ના કેમ પાડી? આશા તો આપી હતી ને ! ત્યારે તેમણે બહુ જ નિખાલસપણે કહ્યું કે, “દોઢેક વર્ષ પહેલાં વિહાર કરતા ત્યાં જવાનું બન્યું, ત્યારે કોઈ કહેતાં કોઈને સામું જોવાની કે શાતા પૂછવાની પણ ફુરસદ ન મળે ! સાધુ પ્રત્યે આટલી બધી ઉપેક્ષા કે અરુચિ હોય અને સામાન્ય ભક્તિનું કે આવશ્યક્તાની પૂર્તિ માટેનું પણ વલણ ન હોય, ત્યાં જઈને શું લાભ ? ધામિક Page #158 -------------------------------------------------------------------------- ________________ વિહારમાં કોઈ ક્ષેત્રમાં કાંઈ પ્રયોજન પડે તેમ હતું. તો બધા એકબીજા પર ઢોળીને છૂટી ગયા! આવા ક્ષેત્રમાં મન કેમ વધે?’ આવું સાંભળ્યા પછી કોઈને તેવા ક્ષેત્ર માટે ભલામણ કરવાનું પણ ટાળવું પડે. વાત સત્સંગની છે, સાધુ જાણીતા કે અજાણ્યા - ગમે તે સાધુ આપણાં ત્યાં પધારે ત્યારે તેમની પાસે વંદને જવું, શાતા પૂછવાથી માંડીને તેમની સામાન્ય આવશ્યક્તા વગેરે અંગે પૂછવું, તથા શક્ય સેવા બજાવવી, અને પછી તેમનો સત્સંગ કરવા દ્વારા તેમનો લાભ લેવો - એ તો શ્રાવક જીવનનું પરમ અનિવાર્ય જરૂરી કર્તવ્ય ગણાય. આમાં થોડીક પણ સેવાનો લાભ મળી જાય, તો મહાપુણ્યનો સંચય થાય, અને તેમના સત્સંગ થકી કાંઈક સાંભળવા - જાણવા કે શીખવા મળે, તો જીવનની કોઈક બૂરાઈ દૂર થાય અને સદ્ગુણ કે સારી વાત સાંપડી જાય. આ બધો લાભ કાંઈ જેવો તેવો નથી. એટલે, દરેક ભાવિક આત્માને પ્રેરણા છે કે, હવે પછી કોઈ પણ ભગવંતો પધારે તો અવશ્ય અને પહેલાં તેમની પાસે જજો, વંદના-શાતાદિનો ધર્મ બજાવજો, શક્ય સેવાનો લાભ લેજો, અને નાનકડી પણ સારી વાત શીખજો; અને એ રીતે તમે તમારા ગુરુઓના ઉપદેશને તથા તમારા જીવનને સફળ બનાવજો. સત્સંગથી ડરતા નહીં જ. (જેઠ-૨૦૫૪) Page #159 -------------------------------------------------------------------------- ________________ આપણા સંઘમાં આરાધના એટલે કે, તપસ્યાઓ, તેમજ તેની ઉજવણી બહુ બહુ થાય છે. જમણવાર થાય, વરઘોડા નીકળે, પૂજનો ભણાય, અને બધું ભવ્યાતિભવ્ય તેમજ ઠાઠમાઠ પૂર્વક થાય છે. આ બધાં નિમિત્તે ધન પણ અપાર ખર્ચાય છે. આ બધું જ, એક અપેક્ષાએ અને અમુક હદે, અનુમોદનીય જ ગણાય, પરંતુ, આપણે ત્યાં, આ બધાંની પૂર્વભૂમિકારૂપ જે જ્ઞાન હોવું જોઈએ તે ભાગ્યે જ હોય છે. જ્ઞાનની આરાધના પ્રત્યે અને સમજણ/વિવેકના વિકાસ પ્રત્યે આપણે બધાં ભારોભાર દુર્લક્ષ્ય તથા ઉપેક્ષા સેવીએ છીએ. મા ખમણ કરનારને નવકારમંત્ર પણ માંડ આવડતો હોય, અને મુહપત્તિ પડિલેહવા જેવી નાનકડી ક્રિયા પણ ફાવતી જ ના હોય, બલ્ક ક્રિયા જ ગમતી ન હોય, એવું વ્યાપકપણે જોવા મળે છે. તપસ્યા ઘણી કરી શકાય, તેનું ઉજમણું પણ થાય તથા તેના ભપકામાં પૈસો પણ વપરાય. પણ તેને પાંચ અથવા બે પ્રતિક્રમણ કંઠસ્થ કરવાનું, પાકા કરવાનું કે શુદ્ધ કરવાનું કહેવામાં આવે, તો તે તેને ગમે નહિ, તે કરે જ નહિ. | ક્રિયાવિહોણા અને માત્ર દેખાવ, દેખાદેખી કે વટ પાડવા ખાતર કે પછી પ્રલોભનવશ બનીને થતી તપસ્યા એ ઘણીવાર લાંઘણ જેવી કે કર્મક્ષયને સ્થાને કર્મબંધના કારણ જેવી બની જતી પણ જોવા મળી શકે છે. આનું શું કારણ? આનું કારણ એક જ : અજ્ઞાનતા. જ્ઞાન વિના સમજણ નહિ, અને સમજણ વિના ધર્મસાધના નહિ. ઘણા લોકો વળી એવા જોવા મળે છે કે જેમને જ્ઞાન કે સમજણ વિના થયે જતી તપસ્યા ને ક્રિયામાં રસ નથી હોતો, એટલે તેની વગોવણી કરીને, પોતાની સ્વછંદ બુદ્ધિ અનુસાર, ગમે ત્યાં ભટકતા થઈ જાય છે. આવા લોકોને જ્ઞાન મેળવવાનું અને શીખવાનું સૂઝતું નથી, માત્ર બીજાના અજ્ઞાનની બદબોઈ કરીને સાચા જ્ઞાન-ક્રિયાના માર્ગથી ભાગી છૂટવાની જ વૃત્તિ તેમની હોય છે. આ પણ અજ્ઞાનતા જ છે. આ અજ્ઞાનતાનું નિવારણ કરવા માટે “જ્ઞાન'ની ઉપાસના અને સાધના કરવી જ જોઈએ. જ્ઞાન અને સમજણ વધારવા માટે પ્રાથમિક શિક્ષણરૂપે સૂત્રો કંઠે કરવા, અર્થ સમજવા, વાંચન તથા શ્રવણ તથા સત્સંગ વધારવા – આટલું ૧૫૦. ધાર્મિક Page #160 -------------------------------------------------------------------------- ________________ કરવું રહે. અને આ બધીય બાબતોનો પાયો રોપવા માટે સૌ કોઈએ ધાર્મિક પાઠશાળા'માં જવું જ જોઈએ. પોતે પણ જાય, પોતાના પરિવારના સભ્યોને તથા દરેક બાળકને અવશ્ય મોકલે જ. પાઠશાળાએ જવું, એ શરમની નહિ, ગૌરવની બીના ગણાવી જોઈએ. સૂત્રો આવડવાં, જાહેરમાં જરૂરી પ્રસંગે બોલવાં, તે આનંદદાયક બાબત બનવી જોઈએ. જો આટલું થઈ શકે, તો તમે જૈન છો તે પ્રમાણિત થઈ શકશે, તો તમે જૈન સંઘની સેવા બજાવી હોવાનો સંતોષ પણ લઈ શકશો, અને તો તમારો સૌનો આ ભવ તેમજ પરભવ પણ સુખમય-શાંતિમય બની શકશે (આસો-૨૦૫૪) Page #161 -------------------------------------------------------------------------- ________________ નવું વર્ષ ઝડપભેર આવી રહ્યું છે, ત્યારે તેની શુભેચ્છાઓ અને શુભાશીષો તો હોય જ, પરંતુ તે સાથે એવો પણ વિચાર મનમાં ઝબકે છે કે એક વર્ષ ઓછું પણ થયું જીવનમાંથી. આવનારા વર્ષનું સ્વાગત ભલે કરીએ, પણ એક વર્ષ ઓછું થયું તેનું શું ? વર્ષે વર્ષે, એક વરસ ઘટે છે અને નવું વરસ ઉમેરાય છે. આમ ને આમ જીવનમાંથી મહામૂલાં વરસો ઓછાં થતાં જાય છે. ત્યારે આપણે એક જ વિચાર કરવાનો છે કે આટલાં વર્ષોમાં મેં, મારામાં સમ્યગુ જ્ઞાનની વૃદ્ધિ થાય, જ્ઞાનની આરાધના દ્વારા મારા કર્મો પાતળાં પડે, મારી ધર્મશ્રદ્ધા દઢ અને પાછી વિવેકસભર બને તેવું શું કર્યું? કેટલું કર્યું? દર વર્ષે ૧૦૦ ગાથા નવી કરવી એવો મારે નિયમ ખરો? જે આવડે છે કે શીખું છું તેના સાચા ઉચ્ચાર મને આવડે છે? તે માટે કોઈનું અધિકૃત પ્રમાણપત્ર તથા માર્ગદર્શન લીધું? જ્ઞાનની આરાધનાર્થે ૫૧ અથવા છેવટે ૫, લોગસ્સનો કાઉસગ્ન કરવાનું મને ગમે છે? કરું છું ખરો? ઘરમાં એક બાજઠ પર શ્રુતજ્ઞાનની - બે પ્રતિક્રમણની ચોપડી પધરાવી તેની ફરતે પાંચ કે ત્રણ પ્રદક્ષિણા દઈ ત્રણ ખમાસમણ “ઓ હ્રીં નમો નાણસ્સ' એમ બોલીને કે જ્ઞાનના દૂહા બોલીને હું ને મારા ઘરનાં બધાં જણ દઈએ છીએ ખરા ? એ પુસ્તક પર ઘરનો દરેક સભ્ય પોતાની અનુકૂળતા પ્રમાણે રોજ કાંઈને કાંઈ રકમ મૂકીને વાસક્ષેપ વડે જ્ઞાનપૂજા કરે છે ખરો? મેં આખા વર્ષમાં શ્રુતજ્ઞાનના રક્ષણ, લેખન, પ્રકાશન, અધ્યયન વ. માટે કેટલી રકમ વાપરી ? પાઠશાળામાં ભણવાની ચોપડીઓ, સાપડા, પુંઠા, પેન્સિલ કે એવાં અન્ય સાધનો જોઈતાં હોય તો તેની તપાસ કરીને તેમાં મારાથી શકય એટલો પણ ફાળો આપ્યો કોઈવાર? એક વ્યક્તિ ઓછામાં ઓછી બે કે પાંચ બુકો, સાપડાનો ખર્ચ આપે, તો પાઠશાળામાં કોઈ ચીજની તંગી ન પડે તે નક્કી. જ્ઞાનની આરાધના માટે જાત વડે તેમ જ ધન વડે આવું ઘણું ઘણું કરી શકાય. પ્રત્યેક સમજુ જીવે પોતાના આત્માને આ પ્રશ્નો પૂછવા ઘટે અને આ માટે યથાશક્તિ પ્રયત્નો કરવા જ ઘટે. નૂતન વર્ષારંભ બાદ સૌપ્રથમ આરાધના આવે છે જ્ઞાનપંચમીની. એનાં બીજાં નામો છેઃ શ્રુતપંચમી અને સૌભાગ્ય પંચમી. શ્રુત-જ્ઞાન વડે જ સૌભાગ્ય વધે તે ન ભૂલવું. લોકો લાભપાંચમ તરીકે ઊજવે છે. પણ ખરો લાભ જ્ઞાનનો જ ગણાય તે યાદ રાખવું ઘટે. જ્ઞાનપાંચમે તમારે ત્યાં જ્ઞાનભંડાર કે લાયબ્રેરી હોય તો તેને સાફ કરવામાં ભાગ લેજો. જીવહિંસા ન થાય તે રીતે સફાઈ થવી જોઈએ. પાઠશાળા માટે કાંઈક ભોગ આપજો. નવું કાંઈક ભણજો , શીખવાનું આદરજો. (કાર્તિક-૨૦૧૫) ધાર્મિક ? Page #162 -------------------------------------------------------------------------- ________________ ८ કાર્તિક મહિને જેમ જ્ઞાનપંચમીની વાત કરી હતી, તેમ માગશર મહિને તેવાંજ બે - મહાપર્વ આવે છે, તે વિશે વાત કરવી છે. પહેલું મહાન પર્વ છે મૌન-એકાદશી પર્વ. આ મંગલ દિવસે મૌનપૂર્વક ઉપવાસ અને પોસહ કરવાનો મોટો મહિમા છે. વિવિધ ક્ષેત્રના ઘણા બધા તીર્થંકરભગવંતોનાં કુલ ૧૫૦ કલ્યાણકો આ શુભ દિને થયાં હતા. એટલે એક દિવસની આરાધનામાં એકી સાથે ૧૫૦ પરમાત્માની આરાધના થાય. મહત્ત્વની વાત ‘મૌન’ ની છે. આ પુનિત દિન આપણને ચૂપ રહેવાનું શીખવતો દિવસ ગણાય. આપણને બોલવાનું ફાવે એટલું ચૂપ રહેવાનું નથી ફાવતું. બોલ બોલ કરવાની આપણે એવી આદત પાડી બેઠા છીએ કે હવે ક્યાં આગળ અટકવું કે ક્યારે શું-કેવું ન બોલવું તેનું આપણને ભાન જ નથી રહેતું. ક્યાં, કયારે, કેવું અને કેટલું બોલવું - એટલી સમજણ જો આવી જાય તો આપણી વાણીને કારણે ઘણાં કાર્યો, સંબંધો અને ઘણી જિંદગીઓ બગડતાં અટકી જાય. આપણી જીભ વડે આપણે કેટલાને ઈજા પહોંચાડી છે? કેટલાને ઊઝરડા પાડ્યા? કેટલાં ઘર અને કેટકેટલા સંબંધો ઉજાડ્યા? આ બધું નિરીક્ષણ કરવા માટે પણ મહિનામાં એક દહાડો ‘મૌન’ પાળવું અનિવાર્ય ગણાય. આત્માનું લક્ષ્ય કેળવવા ઝંખતા આરાધક આત્માએ આજે સંકલ્પ કરવો ઘટે : જેવાં વેણ સાંભળવાથી મને ક્લેશ ઉપજે, તેવાં વેણ હું બીજા પ્રત્યે નહીંજ બોલું; મારી જીભ થકી હું અમંગળ, ક્લેશકા૨ક અને અન્યોને ઈજા પહોંચે તેવી વાતો નહિ ઉચ્ચારું. હું વગર કારણે બિનજરૂરી બકવાસ નહિ કરું. મને ખબર છે કે હું જાણું છું, એવું પ્રદર્શન કરવા ખાતર પણ હું બોલ બોલ નહિ કરું. હું હિતકારી જ બોલીશ. ઓછું બોલીશ. બીજાને શાતા અને શાંતિ થાય તેવું બોલીશ. અને મારી વાણી વડે ઓછામાં ઓછાં પાપ બાંધીશ. મૌન-એકાદશીની આવી રૂડી આરાધના માગશર મહિનાની સુદ-૧૧ ના દિને છે, તે યાદ રાખવાનું છે. ઘર-સંસારના કારણે ધંધા-નોકરીમાંથી ધારીએ ત્યારે ધારીએ તેટલી રજા લેતાં હોઈએ છીએ. આ મહિને આ ઉત્તમ પર્વની આરાધના માટે રજા મૂકીને, બંધ પાળીને આરાધના કરજો. બીજી આરાધના છે પોષ દશમીની, શ્રીપાર્શ્વનાથ પ્રભુના જન્મકલ્યાણકની. ૧૫૨ Page #163 -------------------------------------------------------------------------- ________________ મા.વ.૧૦, ના દિને ભગવંતનું જન્મકલ્યાણક છે. તેને અનુલક્ષીને ત્રણ દિવસની મંગલકારી આરાધના કરવાની છે. પાર્શ્વનાથ ભગવંતની આરાધના તો સમસ્ત સંઘને અત્યંત મનગમતી આરાધના છે. લાખો લોકો આ ત્રણ દહાડાની આરાધનામાં જોડાય છે તે સંઘનું મોટું અહોભાગ્ય છે. આ વખતે પણ સહુ અઠ્ઠમ કે આંબેલ કે એકાસણાં દ્વારા આરાધનાનો લાભ અવશ્ય લેજો તેવી કામના. ધર્મ વધારજો, ધર્મ જ રક્ષક છે તે કદી ન ભૂલજો. (માગશર-૨૦૧૫) ધાર્મિક Page #164 -------------------------------------------------------------------------- ________________ 2 મનમાં સતત અને હંમેશા રમ્યા કરતો એક ભાવ આવો છે : આપણે કેટલા બધા બડભાગી છીએ કે આપણને પરમાત્માનું પુનિત શાસન પ્રાપ્ત થાયું છે ! આત્માનું કેવળ કલ્યાણ થાય આ શાસન વડે આપણું અને આપણા દ્વારા અન્યોનું કલ્યાણ થાય તેવી અદ્ભુત યોજના આ લોકોત્તર જિનશાસનના જ્ઞાનીઓએ કરી આપી છે, દેખાડી છે. આવું અત્યંત હિતકર શાસન મળ્યા પછી તેની આરાધના કરવામાં એટલે કે, શાસનમાં દર્શાવેલી રીતે સ્વ-પરનું હિત સાધવામાં જેટલો પ્રમાદ આપણે કરીએ તેટલો આપણને ગેરફાયદો જ થાય. સંસાર છે એટલે પાપ પ્રવૃત્તિઓ ચાલ્યા જ કરવાની. પ્રમાદ અને વિરાધના પણ સદાય ચાલે જ. પરંતુ એ બધી જંજાળોમાં પણ, ધીરે ધીરે, પાપભીરુતા વધારતાં જવું, એટલે કે, જીવનના વ્યવહારોમાં પાપ તથા અનિષ્ટો કેમ ઓછાં થાય અને નિષ્પાપ તથા ધર્મપરાયણ જીવન કેમ ગાળી શકાય, તેની સમજણ વધારતાં રહેવું, અને તે સમજણપૂર્વક જીવન વીતાવવાનો ઉદ્યમ કરવો, એ આવશ્યક જ નહિ, પણ અનિવાર્ય લાગે છે. નહિ તો, શ૨ી૨ની માવજતમાં, પૈસા ભેગા કરવામાં અને ભોગ-વિલાસ તેમજ મોજ-શોખને પોષતાં જ રહેવામાં પુણ્યનો ક્ષય થાય છે, પાપ વધ્યે જ જાય છે, અજ્ઞાન અને પ્રમાદને કારણે સંસારની જંજાળો જ વહાલી લાગતી રહે છે અને છોડવાનું ગમતું નથી; પરિણામે દુઃખ, દુર્ગતિ અને દુર્ભાગ્યને જ આમંત્રણ આપવા જેવું થતું રહે છે. અનુપમ એવું જિનશાસન પ્રાપ્ત કર્યા પછી પણ જો આપણી આ જ સ્થિતિ રહે અને થતી રહે, તો આપણા જેવો અયોગ્ય કોણ ગણાશે? ના, આપણે અયોગ્ય નથી ઠરવું, આપણે શાસનને માટે વધુ લાયક બનવું છે અને એ લાયકાત વધુને વધુ ધર્મ આરાધના દ્વારા તથા પાપભીરુતા કેળવવા દ્વારા પ્રાપ્ત કરવી છે, એવો આપણો નિર્ધાર હો! (પોષ-૨૦૫૫) Page #165 -------------------------------------------------------------------------- ________________ એક મુદ્દો ચર્ચવા જેવો છેઃ જિનબિંબોની અને તેમની પૂજાની શી જરૂર છે? બિંબ-પૂજા વિના ન ચાલે? જેઓ મૂર્તિપૂજામાં નથી માનતા તેવા પણ ઘણા જૈનો છે અને તે બધા સુખી છે, નવકાર ગણે છે. શું તેમનું કલ્યાણ નહીં થાય? તેમનો મોક્ષ નહિ થાય? - તો આપણે ત્યાં પૂજા ઉપર આટલું બધું જોર શા માટે દેવાય છે? આવા પ્રશ્નો ઘણાના મનમાં ઘણીવાર ઊગતા હોય છે. આજના પત્રમાં આ વિશે થોડીક વાતો કરવી છે. આપણે જૈન છીએ, જૈન એટલે જેના દેવ “જિનેશ્વર છે તે. જિનેશ્વર અથવા જિન એટલે જેમણે પોતાના આત્મામાંથી રાગ, દ્વેષ તથા અજ્ઞાન – એ ત્રણ મલિન તત્ત્વોને સર્વથા નાબૂદ કર્યા હોય છે. જિન” એ કોઈ ચોક્કસ વ્યક્તિ કે ઈષ્ટદેવનું નામ નથી; ઉપરોક્ત ત્રણ અશુભ દોષોને જે વ્યક્તિ નાબૂદ કરી શકે તે “જિન” થઈ શકે, હું પણ થઈ શકું, તમે પણ થઈ શકો, કોઈ પણ આત્મા “જિન” થઈ શકે. વળી, પોતાના તે ત્રણ દોષો મટાડવા એટલું જ તે “જિન” થનારનું કર્તવ્ય છે એવું નથી. તેઓ પોતે તો પોતાના તે દોષો મટાડે જ, સાથે સાથે આપણને તે દોષો મટાડવાની પ્રેરણા પણ તેઓ આપે, અને વધુમાં તે માટેનું યથાર્થ-સાચું માર્ગદર્શન પણ આપે. આપણે રસ્તે ચાલતાં ભૂલા પડીએ, તો તે વખતે આપણને સાચો રસ્તો બતાડનાર વ્યક્તિ-ભોમિયાને આપણે આપણો ઉપકારી સમજીએ છીએ, અને ઓછામાં ઓછું તેનો આભાર તો માન્યા વિના નથી જ રહેતા. બરાબર એ જ રીતે આપણે ઉપરોક્ત દોષોથી છલકાતી ભવાટવીમાં રસ્તો ભૂલ્યા ત્યારે આપણને તે દોષોથી મુક્ત કેવી રીતે થવું અને સાચા માર્ગે કેવી રીતે પાછા ચડી જવું, તેનું માર્ગદર્શન શ્રીજિનેશ્વર પરમાત્માએ આપણને આપ્યું છે. હવે, આવું માર્ગદર્શન આપનારનો આભાર માનવો એ આપણો શિષ્ટાચાર ખરો કે નહિ? આપણું કર્તવ્ય ગણાય કે નહિ? પરમાત્માની પૂજા એટલે એમનો, માર્ગદર્શન આપવા બદલ, આભાર માનવાની ચેષ્ટા. . એમણે માર્ગ ન દર્શાવ્યો હોત, તો આજે આપણે અહીં છીએ તે ન હોત, ધાર્મિક Page #166 -------------------------------------------------------------------------- ________________ તે નક્કી વાત છે. એમણે દેખાડેલા રસ્તે ચાલવાથી જ આપણે આજે અહીં - મનુષ્યભવ - સુધી પહોંચી શક્યા છીએ. હવે આવા ઉપકારી અને માર્ગદર્શન પ્રત્યે આભારની તથા કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવા માટે આપણી પાસે કયો ઉપાય છે? જિનેશ્વર તો માર્ગ દેખાડીને તેમ જ માર્ગ પર ચાલવાની રીત શીખવાડીને પરમપદે ચાલ્યા ગયા. હવે આપણે એમના પ્રત્યેનો આપણો ભાવ શી રીતે પ્રદર્શિત કરવો? આપણી આ મૂંઝવણનો ઉકેલ વિચક્ષણ જ્ઞાની ભગવંતોએ આ રીતે લાવી આપ્યો કે ભલા, પરમાત્માની પ્રતિકૃતિ અર્થાત્ પ્રતિમાનું નિર્માણ કર; તેને સાક્ષાત પરમાત્મા તરીકે જોવા માંડ, અને તારી પાસે હોય તે બધું જ - તન, મન, ધન - તેના ચરણોમાં સમર્પણ કરી દે. આથી એમની પૂજા પણ થશે, તારું કર્તવ્ય પણ પળાશે; અને તને પુણ્યાનુબંધી પુણ્ય જેવો લાભ થશે તે લટકામાં. પરમાત્માની પ્રતિમા રચવાનું અને તેની પૂજા કરવા માટેનું આ છે મુખ્ય કારણ. આ કારણને બરાબર સમજીએ, અને પરમાત્માએ આપણને જે આપ્યું છે, પમાડ્યું છે, તેને બરોબર લક્ષ્યમાં લઈને તેમની પૂજાનો અહોભાવ અંતરમાં વિકસાવીએ. (મહા-૨૦૧૫) Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧ જિનમંદિર અને જિનબિંબ - એ બંને, આમ તો, પ્રતિકૃતિ સ્વરૂપ જ ગણાય. પરમાત્માના સમવસરણનું પ્રતીક તે જિનમંદિર, અને સ્વયં પરમાત્માની પ્રતિકૃતિ એટલે જિનબિંબ. પરંતુ આ બંને ચીજો એક આગવી ખૂબી ધરાવે છે. આ બંનેનું અહોભાવપૂર્વક દર્શન કરીએ તો તેથી આપણું સમ્યકત્વ નિર્મળ, વિશુદ્ધ બની જાય છે. એક વાત સ્પષ્ટ સમજવાની છે કે આપણા જિનશાસનમાં સમ્યક્ત્વ એ સર્વોપરી અગત્ય ધરાવનારું તત્ત્વ છે. સત્યની ઉપાસના માટેની બળકટ રુચિ તે જ સમ્યકત્વ. કદાગ્રહ, અવિવેક અને દૃષ્ટિરાગ થકી બચાવી શકે તે જ સત્ય. આવા “સત્ય” સ્વરૂપ સમ્યત્વની રૂડી ઉપાસના કરવી હોય તો હૃદયમાંથી અહંભાવ મિટાવવો પડે, અને અહોભાવ વિકસાવવો પડે. સત્ય તત્ત્વ પ્રત્યેની રુચિમાં જ્યારે અહોભાવ ભળવા માંડે, ત્યારે સમ્યક્ત્વ અનાયાસ ઊગી નીકળે. અહોભાવના પ્રાગટ્યનાં ઘણાં આલંબનો છે, તેમાં મુખ્ય આલંબન છે – જિનબિંબ અને તેની પૂજા. જિનબિંબને જ્યારે સાક્ષાત પરમાત્માના સ્વરૂપે આપણે જોવાનું શીખી જઈએ છીએ, ત્યારે આપણું હૈયું એક વિશિષ્ટ પ્રકારના અહોભાવથી મહેકી ઊઠે છે. એ અહોભાવને લીધે પરમાત્મા પ્રત્યે હૈયામાં ભક્તિ જાગે છે, તો જાત પ્રત્યે એક પ્રકારનો પરિતોષ પણ જાગે છે કે હાશ, મને આવા સરસ સરસ ભગવાન મળ્યા! આ અહોભાવ અને આ પરિતોષ જેમ જેમ વધતો જાય તેમ તેમ આપણું સમ્યકત્વ દઢ તથા નિર્મળ બનતું જાય. પ્રતિમારૂપે પરમાત્મા મળે છે – પુણ્યથી. પૂજા કરવાનું ગમે છે – પ્રભુ પ્રત્યેના અહોભાવથી સમ્યક્ત્વની પ્રાપ્તિ કે નિર્મળતા સધાય છે – અહોભાવપૂર્વક પરમાત્માની પૂજા કરવાથી. આ અને આવા અગણિત લાભો, પોતાને તેમ જ અન્ય અસંખ્ય આત્માઓને, પ્રાપ્ત થવામાં નિમિત્ત બને છે - પ્રતિમા તેમ જ પ્રભુનું મંદિર નિર્માણ કરનાર પુણ્યાત્માઓ. ધાર્મિક Page #168 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ એ આપણાં આત્મકલ્યાણની યાત્રાનો પહેલો મુકામ છે, અને સમ્યકત્વના મુકામને સર કરનારો પુણ્યાત્મા, એક દિવસ અવશ્ય શિવગતિના આખરી મુકામે પહોંચવાનો જ છે, તે નિઃશંક છે. આપણા પ્રચંડ પુણ્યયોગે, આપણે ત્યાં ઠેર ઠેર ભવ્ય જિનમંદિરો ઉપલબ્ધ છે, અને એ મંદિરોમાં અતિભવ્ય, નયનમનોહર જિનપ્રતિમાઓ પણ પ્રતિષ્ઠિત છે. આપણા પૂર્વજોએ તેમજ આપણા અત્યારના સમયના પુણ્યવાન લોકોએ આપણા માટે કેવી શ્રેષ્ઠ અને શુભ વ્યવસ્થા કરી આપી છે ! આ શુભ વ્યવસ્થાનો લાભ લેવામાં પાછી પાની કરવાની ન હોય. આપણો તો એક જ નિશ્ચય હોય પૂજા કરવી છે. પુણ્ય પ્રગટાવવું છે. અને આત્માને ઊર્ધ્વગામી બનાવવો છે. (ફાગણ-૨૦૧૫) Page #169 -------------------------------------------------------------------------- ________________ અગાઉ એક પત્રમાં એક પ્રશ્ન છેડેલો કે મૂર્તિપૂજા ન કરીએ તો ન ચાલે? અને જે જૈન બંધુઓ મૂર્તિપૂજામાં માનતા નથી તેમનું કલ્યાણ નહિ થાય શું? આજે આ મુદ્દા પર જરાક વિમર્શ કરી લઈએ. આપણે ત્યાં જ્ઞાનીઓએ એક વાત બહુ સ્પષ્ટ સમજાવી છે કે પ્રત્યેક વ્યક્તિએ પોતાની ભૂમિકાને પરખીને તેને અનુરૂપ હોય તેવી જ સાધના કરવી. પોતાની આંતરિક ભૂમિકાને ઓળખી ન શકે, અને કોઈકની અમુક પ્રકારની વાતોમાં તણાઈ જઈને તે ભૂમિકાથી ઊંચી અથવા જુદી જ વાત/સાધના/પ્રક્રિયાને વળગી પડે તો તે વ્યક્તિની સ્થિતિ જતે દહાડે શ્રદ્ધાભ્રષ્ટ, માર્ગશ્રુત અને વ્યામૂઢ જેવી થઈ શકે છે. આપણે ત્યાં બે પ્રકારની ભૂમિકા બનાવવામાં આવી છે. સાલંબન અને નિરાલંબન. જેને પ્રતિમા, છબી અને તે પ્રકારના અનેકવિધ અન્યાન્ય આલંબનોમાં જ આનંદ આવે છે, તેમાં જ તેમનું મન ઠરે છે તથા કાંઈક પ્રાપ્તિ અનુભવે છે, તેવા જીવો સાલંબન ભૂમિકાના જીવો હોય છે. આ લોકો પાસેથી જો એમનું આલંબન છીનવી લેવામાં આવે, તો તેઓ કાં તો મૂંઝાઈ જાય અને પછી પોતાની ભૂમિકાને બિનઅનુરૂપ ભૂમિકામાં જોડાઈને એવી તો મૂઢતામાં ખૂંપી જાય કે વ્યાજ લેવા જતાં મૂળ મૂડી ગુમાવી જ બેસે. બીજગણિતમાં જવા માટે પાયામાં અંકગણિતનું જ્ઞાન હોવું જેમ અનિવાર્ય છે, તેમ નિરાલંબનની નિશ્ચયાત્મક ભૂમિકામાં જવા માટે આલંબનની વ્યવહારાત્મક ભૂમિકામાંથી પસાર થવું પણ એટલું જ અનિવાર્ય છે. દ્રવ્ય એ કારણ છે, ભાવ તે કાર્ય. કારણ વિના જ કાર્ય સિદ્ધ કરવાની વાત કરે તે માટી વિના જ ઘડો પેદા કરવાની વાત કરે છે એમ માનવું. દ્રવ્યપૂજા વિના ભાવપૂજા કદી ન આવે. મૂર્તિપૂજા એ દ્રવ્યપૂજા છે. આલંબન છે. તેના ટેકે ટેકે જ ધીમે ધીમે, જ્ઞાની ગુરુઓની દોરવણી પ્રમાણે નિરાલંબન ભાવપૂજામાં પહોંચી શકાય. એટલે મૂર્તિપૂજા વિના ચાલે જ નહિ. બીજો મુદ્દો એ છે કે, મૂર્તિપૂજામાં જે લોકો નથી માનતા તેમનું કલ્યાણ કદી નહિ થાય? આનો જવાબ એ છે કે, મૂર્તિપૂજા ન કરવી એ એક વાત છે અને મૂર્તિપૂજામાં ન માનવું એ બીજી વાત છે. મૂર્તિપૂજા નહિ કરનારો તરી શકે છે, પણ તેમાં ધાર્મિક / 6 2 Page #170 -------------------------------------------------------------------------- ________________ નહિ માનનાર માટે તરવાનું મુશ્કેલ છે. તમે સાધનાની કોઈ જુદી જ ભૂમિકામાં હો, કે સાધુપદ ધરાવતા હો, અને પૂજા ન કરો, ન કરી શકો, તો તેથી તરવામાં રૂકાવટ ન આવે. પરંતુ સાધના કે સાધુતાના નામે મીંડું હોય, અને માત્ર પોતાની વિવેકવિહોણી કે કુળપરંપરાગત માન્યતાને આગળ ધરીને પૂજાનો ઈન્કાર કે નિષેધ કે વિરોધ કરવા માંડે, તો તેને માટે તરવાનું અથવા તેનું કલ્યાણ થવાનું અતિમુશ્કેલ સમજવું. આ જિનશાસનમાં આત્મસાધનાના અને સ્વકલ્યાણના અઢળક યોગો છે. તે પૈકી કોઈ પણ યોગ કે યોગોના આલંબન વડે આત્મા તરી જશે. પરંતુ તરવા માટે ઉત્સુક એવો તે આત્મા, પોતે આદરેલા યોગ/યોગો સિવાયના અન્ય યોગ/ યોગોનો નિષેધ કે વિરોધ કદી નહિ કરે. પોતે સ્વીકારેલું સાધન સાચું, પણ અન્યનું આલંબન ખોટું - એવું તો તે ન જ કહે. યાદ રહે, આ શાસનમાં જ્ઞાનીદીઠા એક પણ યોગ કે આલંબનનો ઈન્કાર અગર તિરસ્કાર નથી. અને તેવો તિરસ્કાર કરનારો આત્મા આ શાસનનો યથાર્થ આરાધક નથી. એટલે મૂર્તિપૂજા ખોટી છે, કરવાની અનાવશ્યક છે, આવું માનનારા માટે તરવાનો અવકાશ જરા ઓછો અને વિકટ, તે સમજી રાખવું ઘટે અને આવું માનનારાઓની વાતમાં ભૂલભૂલમાં પણ ફસાઈ ન જવાય તેની વિવેકીએ ચીવટ પણ રાખવી જ ઘટે. (ચત્ર-૨૦૧૫) Page #171 -------------------------------------------------------------------------- ________________ ગયા પત્રોમાં પરમાત્માની પૂજાની થોડી થોડી વાતો કરી હતી. તે વાતો હજુ પણ ચાલુ રાખવાની જ છે. એના અનુષંગે થોડીક બીજી વાત આ પત્રમાં કરી દઉં. વાત એમ છે કે, શ્રીઅરિહંત પરમાત્માની સાક્ષાત અનુપસ્થિતિમાં તેમનાં બે સ્વરૂપો આપણાં માટે આલંબન રૂપ ગણાયઃ ૧. પ્રભુજીની પ્રતિમા એટલે કે ભૌતિક દેહ; ૨. તેમનાં આગમો એટલે કે અક્ષર દેહ. આપણે ત્યાં જેટલો મહિમા જિનપૂજાનો ગવાયો છે, તેટલો જ મહિમા જિનાગમની ઉપાસનાનો પણ ગવાયો જ છે. ખરેખર તો જિનપૂજા યથાર્થ રૂપમાં કરવી હોય અને સમજવી હોય તો તે માટે જિનાગમો પાસે જવું જ પડે. આગમોના અધ્યયન અને સ્વાધ્યાય દ્વારા જ સાચા સ્વરૂપનો ધર્મ સમજી શકાય તેમ છે. પરંતુ અફસોસ છે કે આપણાં શ્રાવકો-શ્રાવિકાઓને ભણતરની કે સ્વાધ્યાયની જરા પણ પડી નથી. સ્નાત્ર અને પૂજાઓ ખૂબ ભણાવાય છે. પરંતુ તે બધાંમાં પણ શાસ્ત્રોના ગંભીર પદાર્થો તથા રહસ્યો ગુંથી-ગોઠવી દેવામાં તો આવ્યા જ છે. જો એ બધાંના અર્થ સમજવાની પણ ચીવટ અને મહેનત કરવામાં આવે, તો આગમોના તથા શાસ્ત્રોનાં અનેક રહસ્યો પામી શકાય. અને તે પછી એ બધું કરવામાં અલૌકિક આનંદની અનુભૂતિ મળ્યા વિના નહિ રહે. | સ્વાધ્યાય અને અધ્યયન એ શ્રુતજ્ઞાનની ઉપાસના છે. શ્રુતજ્ઞાન એ સ્વયં અરિહંત પરમાત્માની વાણી દિશના સ્વરૂપ છે. તેથી તેની ઉપાસના એ અરિહંતની જ ઉપાસના ગણાય. શ્રુતજ્ઞાનની ઉપાસનાથી અજ્ઞાન ઓછું થાય, સમક્તિ-શ્રદ્ધા દઢ તેમજ નિર્મળ બને, જ્ઞાનાવરણીય કર્મ ખપે, પ્રભુની તથા પ્રવચનની આરાધનાનો લાભ મળે; અને આત્માની ઉન્નતિ થાય. શાણો ધર્મી આત્મા આટલા બધા લાભોથી પોતાની જાતને વંચિત કેવી રીતે રાખી શકે એ જ હજી સમજાતું નથી. દરેક વ્યક્તિએ બને તો રોજ એક સામાયિક કરવું જોઈએ. ન બને તો અઠવાડિયામાં ત્રણ સામાયિક અવશ્ય કરવા ઘટે. તેમાં બીજી કોઈ ક્રિયા કરવાને બદલે બે કે પાંચ પ્રતિક્રમણનાં સૂત્રોનું વાંચન, અધ્યયન, શુદ્ધીકરણ, અર્થધારણા ધાર્મિક Page #172 -------------------------------------------------------------------------- ________________ વગેરે રૂપ સ્વાધ્યાય જ કરવાનો આગ્રહ રાખવો. કોઈ વ્યક્તિ નિયમિત રીતે જિનપૂજાનો સમય ન ફાળવી શકતી હોય તો તે તેના વિકલ્પ તરીકે પણ સામાયિક અને સ્વાધ્યાય અવશ્ય કરે. કોઈકને સામાયિકનો પણ સંયોગ ન હોય, તો તે પણ, રોજ પંદરેક મિનિટ પણ સ્વાધ્યાય કે અભ્યાસ માટે અવશ્ય સમય કાઢી શકે. સૂત્રો, વિધિઓ, પૂજાઓ વગેરે રોજિંદા ઉપયોગી માધ્યમોનો અભ્યાસ આપણી ધર્મક્રિયાઓને જીવંત અને ચેતનવંતી બનાવી મૂકશે, અને આપણું તેજ, વિવેક તથા સમજણ અવશ્યપણે વૃદ્ધિ પામશે. વૈશાખ-૨૦૧૫) Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આજે દીક્ષા વિશે કાંઈક ચિંતન કરીએ. “દીક્ષા' શબ્દ, આમ તો, ભારતના તમામ ધર્મો અને સંપ્રદાયોમાં પ્રસિદ્ધ છે. દીક્ષા એ ગુરુઓ તરફથી શ્રેયાર્થી આત્માર્થી શિષ્ય અથવા સાધકને પ્રાપ્ત થતી આંતરિક કે આત્મિક પરિવર્તનની એક સમર્થ પ્રક્રિયા છે. દીક્ષા પ્રાપ્ત થતાં જ સાધક કે મુમુક્ષુના હૃદયમાં, જીવનમાં, તેનાં ચૈતસિક આંદોલનોમાં એક જબરદસ્ત ફેરફાર આવે છે, જે એને એના બદલાયેલા અને ઈચ્છેલા જીવનલક્ષ્ય તરફ આગળ ધપવામાં મહત્ત્વપૂર્ણ પરિબળ બની રહે છે. આ ફેરફારને સમજી શકે, પકડી શકે, તો દીક્ષાર્થી મેદાન મારી જાય. કોઈ વ્યકિત કે વ્યક્તિઓની દીક્ષા નિષ્ફળ જતી જો દેખાય તો તેનું ખરું. રહસ્ય આ જ કે ગુરુઓએ તેમને અર્પણ કરેલી એક રહસ્યમય પરિવર્તનપ્રક્રિયાને સમજવામાં અને પકડવામાં તેઓ થાપ ખાઈ ગયા છે. જો એ પ્રક્રિયાને પકડી શકે તો દીક્ષા કદીય એળે જાય જ નહિ. આપણે જૈન ધર્મની દીક્ષા વિશે જ વાત કરીએ “દીક્ષા' નો શબ્દાર્થ છે : જે દીનતાનો ક્ષય કરે તે દીક્ષા'. આપણામાં કેટકેટલી દીનતા ભરેલી છે. થોડાક નમૂના જોઈએ ૧. આ મારી વસ્તુ છે, મને જ જોઈએ, નહિ તો હું જોઈ લઈશ. ૨. મેં એને માટે આટઆટલું કર્યું છતાં એણે મને શો બદલો આપ્યો? ૩. એણે મારી સામે જોયું પણ નહિ. હું પણ હવે એને નહિ બોલાવું. ૪. મારું આટલું કામ કરી આપોને ! તમારો અહેસાન કદી નહિ ભૂલું. તમે કહેશો તેમ કરીશ. પ. અરે, એમની વાત જ થાય નહિ. એમના જેવી આવડત ને ભલાઈ તો ભલભલામાં જોવા ન મળે ! આવા આવા અઢળક નમૂના અહીં પેશ કરી શકાય. આ બધામાં વર્તતું. એક સમાન તત્ત્વ તે દીનતા : લાચારી. આપણી લાચારી જ કોઈની ખોટેખોટી ખુશામત કરાવે છે. તો કોઈ આપણી વ્યર્થ ખુશામત કરે ને આપણે વગર કારણે હરખાઈએ તો તે પણ લાચારી જ છે, આપણી. લાચારીને કારણે કેટલા બધા પાસે હાથ ધર્યો ? કેટલાની ગાળો ને અપમાન વેઠ્યાં? કેટલા ઈન્ટરવ્યુ આપ્યા અને કેટલા ધક્કા ખાધા? હવે તો બસ કે ટ્રેનની ટિકીટ રિઝર્વ કરાવવા માટે પણ દીનતા આચરવી પડે છે અને એકાદ નાનકડી લૉન મેળવવા માટે પણ ધાનિક Page #174 -------------------------------------------------------------------------- ________________ પુંછડી પટપટાવવાની હોય છે. દુન્યવી કોઈ પણ બાબતમાં એક સફળતા બરાબર દસ વીસ લાચારી - એવું સમીકરણ જરા પણ ખચકાટ વિના માંડી શકાય. આવી લાચારી-દીનતાનો જેમાં છેદ ઉડાડવાનો છે તેનું નામ દીક્ષા. દીક્ષા લેનાર દીન ન હોય. હીન ન હોય. જ્યાં ને ત્યાં ખાવા-પીવા માટે કે અન્ય આવશ્યકતાઓ માટે ફાંફાં માર્યા કરતો ન હોય કે કોઈ પાસે લટુડાંપટુડાં કરતો ન હોય. ગૃહસ્થોની ગુલામી, પરતંત્રતા અને ગરજ એવા દીક્ષિત આત્માને ન હોવાં ઘટે. એ ત્રણે દીનતાનાં પર્યાય જ છે. ગૃહસ્થની જેટલી વધુ ગરજ તેટલો મુનિ વધુ દીન. ગૃહસ્થની જેટલી ઓછી ગરજ તેટલો તે અદીન. મુનિદીક્ષા લેનારાને ગૃહસ્થની નહિ, ગુરુની ગરજ હોય. આજે જોકે તેનાથી વિપરીત જોવા મળે છે. પણ તે તો કાળની અપેક્ષાએ સહજ ગણાય. લાખ બકરાં પાકે ત્યારે જ એકાદ સિંહ પેદા થાય તો થાય. બાકી તો બકરાંની બહુમતીનો આ જમાનો છે, એમાં સિંહે પણ પાંજરામાં જ પૂરાઈ રહેવું પડે. પણ પાંજરામાં પૂરાવા છતાં દીનતા ન અનુભવે તેનું નામ સિંહ. ગૃહસ્થોનું ન હોય, તેવું સગાં-સ્નેહીઓનું પણ બંધન ન હોય, અને બીજાં કોઈપણ બંધનો કે વળગણો ન હોય. બંધનમાત્ર મુનિને દીન અને પરાધીન બનાવી મૂકે છે. પરિણામે દીનતાના ક્ષય માટે અણગાર બનેલ આત્માની દીનતા અક્ષય બનવા માંડે છે. આમ ન થવા દેવાની પ્રક્રિયા જેના ચિત્તમાં સતત અને સજાગપણે ચાલ્યા કરે તેનું નામ જૈન મુનિ. તો સારાંશ એ કે દીક્ષા લેનાર આત્મા, ગુરુઓની કૃપાના તથા પરમાત્માના અનુગ્રહના બળે પોતાની દીનતાનો ક્ષય કરવાની અને એમ કરીને પોતાના માંહ્યલાનું રૂપાંતરણ તેમજ ઊર્ધ્વકરણ કરવાની પ્રક્રિયા સ્વીકારતો હોય છે. આવી દીક્ષા લેવાનો સહુ કોઈને અધિકાર છે. એ અધિકારને સમજે અને દીનતાથી ઉગરવા માટે પ્રયાસ કરે તેવા દીક્ષાર્થી આત્માની અનુમોદના કરવી તે શાણા મનુષ્યનું કર્તવ્ય છે. એને બદલે તેની નિંદા કે નિષેધ કરવો તે તો નરી દીનતા ને હીનતા જ ગણાય. આપણે દીક્ષા ન લઈ શકીએ ત્યાં સુધી, ઓછામાં ઓછું, આવા દીન-હીન થવામાંથી તો બચીએ જ. (પ્ર.જેઠ-૨૦૫૫) LEY Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વિહારયાત્રામાં જેમ જેમ વિચરતા જઈએ છીએ અને નવા નવા ક્ષેત્રમાં નવાજૂના ગૃહસ્થાદિ ગણનો પરિચય થતો જાય છે તેમ તેમ એક વાત મનમાં પાકી થતી જાય છે કે જૈનોમાં અજ્ઞાનનો જ વધુ મહિમા છે, આદર છે અને રુચિ છે; જ્ઞાન અને સમજણ સાથે આ સમાજને ઝાઝી લેવાદેવા નથી રહી. ક્રિયામાં અજ્ઞાન, તપસ્યામાં અજ્ઞાન, આરાધનાઓમાં અજ્ઞાન, સંઘના વહીવટમાં પણ અજ્ઞાન અને જ્યાં નજર કરો ત્યાં અજ્ઞાન જ અજ્ઞાન ! થયું છે એવું કે આમાં ભૂલમાં પણ કોઈ જાણકાર આવી ચડે અને આ અજ્ઞાનનું નિવારણ કરી જ્ઞાન પ્રસરાવવાનો પ્રયાસ કરે, તો તેનું આવી જ બને ! જેમ ચાલે છે તેમ ચાલવા દેવું, ચલાવી લેવું, પણ કોઈનીય ભૂલ ન કાઢવી; બબ્બે ખોટું કરે તોય તેને થાબડવા જ, આવી નીતિ રાખનારાની જ આજે તો બોલબાલા છે અને જીત થાય છે. આના પરિણામે ઠેર ઠેર થતાં – થયે જ જતાં અનેકવિધ નુકસાનનો અંદાજ લગાવવો અશક્ય બનતો જાય છે. દેરાસરો અને ઉપાશ્રયો વધ્યાં છે. ત્યાં જનારો વર્ગ પણ અવશ્ય વધ્યો છે. પરંતુ વિવેક? વિવેકને નામે મોટું મીંડું હતું તે વધારે મોટું થયું છે. પાઠશાળાઓ ખલાસ થતી જાય છે. પુસ્તકાલયો, જ્ઞાનભંડારો, મહદંશે સંઘોમાંથી નામશેષ-નાબૂદ થઈ રહ્યાં છે. અને સ્વાધ્યાય જેવી તો ક્યાંય વાત જ નથી રહી. પુસ્તકો ઘરમાં રાખવામાં પણ આજે તો આશાતને સમજવામાં આવે છે, તો વાંચવા ની તો વાત જ ક્યાં છે? જ્ઞાન અને સ્વાધ્યાય વિનાનો સમાજ, લાંબે ગાળે બેહાલ અને છિન્નભિન્ન બની જાય છે, એ કડવા પણ વાસ્તવિક સત્યને આપણો સમાજ જ્યારે સમજશે? આ ચિંતા હવે સતત મનને પજવે છે. ગામેગામ યુવક મંડળો અને તે પ્રકારનાં અન્ય વર્તુળો રચાયા કરે છે પરંતુ તે વર્તુળોનો રસ વરઘોડા, મેળાવડા, માઈક, ભાષણબાજી જેવી જાહેર ને ઇતર પ્રવૃત્તિઓ પૂરતો જ મર્યાદિત હોય છે. એમને પુસ્તકમાં અને સ્વાધ્યાયમાં કદાપિ જરાપણ રસ હોતો નથી; કેમકે એમાં વહીવટ ન મળે, ખટપટ ન હોય, વાહવાહ અને સંપર્કો છોડવાં પડે; આ તે કેમ પરવડે? ખરો ધર્મ તો આ બધાંમાં જ છે ને! બાકી પ્રત્યેક વ્યકિત, દર મહિને, ઓછામાં ઓછું એક પુસ્તકની માવજત કરવાનું નક્કી કરે, તો સંઘની – ઉપાશ્રયની લાયબ્રેરી સમૃદ્ધ, સુરક્ષિત અને સુઘડ બની જાય એમાં બે મત નથી. કાશ, આવું જ્ઞાન આપણા લોકોને કયારે લાધશે? અસ્તુ. (દ્ધિ. જેઠ-૨૦૧૫) ધાર્મિક Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આરાધક આત્માઓ શાશ્વતી ઓળીના દિવસોનો સદુપયોગ કરશે આયંબિલ તપ દ્વારા અને નવપદજી મહારાજની આરાધના દ્વારા. અવિવેકી જનો ગરબા માણશે, અને અશોભનીય ઉન્માદ તથા શરીર-શક્તિ-સમય પૈસાનો દુર્વ્યય કરશે. - આરાધના કરનાર પુણ્ય ૨ળશે. ઉન્માદી જીવો પાપ વધારશે. જ્ઞાનીઓ કહે છે કે મનુષ્ય જન્મ અતિ દુર્લભ છે. કરોડો જન્મો વેડફ્યા તથા રઝળ્યા પછી જ આ દુર્લભ જન્મ સાંપડી શકે. આવા દુર્લભ જન્મના થોડાંક વર્ષોને અનુચિત અને અધર્મની પ્રવૃત્તિમાં વેડફી નાખવાનો અંજામ એક જ હોયઃ દુર્ગતિની રઝળપાટ. કામભોગ વહાલાં હોય તેને ભૂંડનો અને ક્રોધમાં જ જીવતા માણસને કૂતરાનો અવતાર - નિરાંતે – મળી શકે. જેને જે બાબત વહાલી હોય, તેને તે પ્રકારની યોનિમાં અવતાર અવશ્ય મળે. મનુષ્ય-ભવ માત્ર માપદંડ સમાન જન્મ છે. આ જન્મમાં આપણે માપ કાઢવાનું છે કે આપણને શું વધારે ફાવે? અને હવે પછીના જન્મોમાં આપણે કેવા બનવાની આકાંક્ષા છે? અહીંયા જે પ્રવૃત્તિ તથા પરિસ્થિતિ આપણને અધિક ફાવે, તે પ્રવૃત્તિ-પરિસ્થિતિ કરવાનું સહેલાઈથી સાંપડે તેવા જ હવે પછીના જન્મો આપણને મળવાના; અને આપણા એ ગમા-અણગમા પરથી જ આપણને કેવા થવાની આકાંક્ષા છે, તે પણ નક્કી થવાની. બે પ્રકારના જીવો છે : હળુકર્મી અને ભારેકર્મી. આરાધનાના દિવસોમાં - સમયમાં પણ વિરાધના સૂઝે અને તેમાં રાજી થાય તે ભારેકર્મી. વિરાધનાની વેળાએ પણ આરાધના કરવાનો ભાવ જાગે, કરીને રાજી થાય તે હળુકર્મી. નવરાત્રિ એ વિરાધનાની મોસમ છે. તેમાં પણ આંબેલ તપની આરાધના ગમે તે હળુકર્મી હોવાની પૂરી શક્યતા ગણાય. આપણે જે જન્મ-ધર્મ અને તે અંગેના સંજોગો પામ્યા છીએ, તેનો જરા ખ્યાલ કરીએ તો, ઓછામાં ઓછું, વિરાધનાથી અને તેનાં કારણોથી તો આપણે અવશ્ય બચી શકીએ. આરાધક તરે છે, વિરાધક મરે છે. (આસો-૨૦૫૫) Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ભાવનગરમાં મા.ગુ.૭ (સં.૨૦૫૬) તા. ૧૫-૧૨-૯૯ના દિને સમ્યગુ જ્ઞાનની એક ભવ્ય, પ્રાચીન સંસ્થાનો શ્રીજૈન ધર્મ પ્રસારક સભાનો પુનરુદ્ધાર થયો છે, તેના ઉદ્ઘાટન-સમારોહ-નિમિત્તે જઈ રહ્યા છીએ. આ સભાની સ્થાપના ૧૨૦ વર્ષ પહેલાં થઈ. પૂજ્યપાદ પરમગુરૂદેવ શ્રીવૃદ્ધિચંદ્રજી મ. તથા પૂ.પં.શ્રીગંભીરવિજયજીની પ્રેરણાથી સ્થપાયેલી આ સભા, જૈન ગ્રંથોના પ્રકાશનના તથા સાહિત્ય સેવાના ક્ષેત્રે ભારતની પ્રથમ પંક્તિની નામાંકિત સંસ્થા હતી. સેંકડો ગ્રંથોના પ્રકાશન-પ્રસારણ દ્વારા સભાએ બજાવેલી સાહિત્ય-સેવા દેશ-વિદેશમાં આજે પણ પંકાયેલી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ સંસ્થા જીર્ણ થઈ હતી. તેની પ્રવૃત્તિઓ ઠપ્પ બની હતી. તેનો ગ્રંથભંડાર નષ્ટ થયો હતો. સં.૨૦૫૩ના ભાવનગરના ચોમાસા વખતે તેના જીર્ણોદ્ધાર તથા પુનરૂત્થાન માટે મહેનત કરી, તેના ફળરૂપે સંસ્થા નવેસરથી તૈયાર થઈ શકી છે. તેનું હવે ઉદ્ઘાટન થનાર છે. આ રીતે શ્રુતજ્ઞાનની ઉપાસના કર્યાનો તથા આગળ વધાર્યાનો આનંદ છે, તો અમારા મહાન પૂજ્ય પુરુષોના ઐતિહાસિક કાર્યને આગળ ધપાવવાની દિશામાં એક સરસ પ્રયાસ કર્યાનો પણ હૈયે પરિતોષ છે. નવું સર્જન તો બધા કરી શકે છે, પૂર્વ પુરુષોના સર્જનને ટકાવવાં, આગળ વધારવાં, તે પણ એક ઉપયોગી અને આવશ્યક કર્તવ્ય છે, તેવી દષ્ટિ રહી છે. (માગશર-૨૦૧૬) ધાર્મિક Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૮ નૂતન વર્ષનો ત્રીજો મહિનો હવે શરૂ થાય છે. બાર મહિનાનું એક વર્ષ ગણાય, તો તેનો ચોથો ભાગ તો પૂરો થવા આવ્યો ! જોતજોતામાં વર્ષ પણ પૂરું થઈ જશે ! અવસરને વીતતાં શી વાર? અરે, આમ ને આમ જ એક દહાડો જિંદગી પણ પૂરી થઈ જશે; માટે સાવધાન ! નીકળવાનું નિશ્ચિત છે, પણ “કઈ ક્ષણે” તે ખબર નથી. મતલબ કે કોઈ પણ પળે યમદૂત આપણું સરનામું શોધતો આપણે આંગણે આવી શકે છે. ગફલતમાં રહ્યા કે (મર્યા નહિ, પણ) કામથી ગયા ! જવાની પળ જ્યારે આવે ત્યારે, પણ તે પળે આપણે શું કરતાં હોઈશું? વિચારવા જેવી બાબત છે. હોસ્પિટલમાં હોઈશું? ડોકટર સામે દયામણા ચહેરે ટગર ટગર જોતાં જોતાં પડ્યાં હઈશું? કે પછી કોમામાં સરી પડ્યાં હોઈશું? કદાચ ઘરમાં ન પથારીવશ પડ્યા પડ્યા “હવે ઝટ છૂટાય તો સારું એવી દીનતામાં સબડતા હોઈએ તે પણ શક્ય છે. અને હવે તો બસમાં, બાંકડે, કોઈકની (કે પોતાની) ઓફિસમાં કે પછી પથારીમાં ભરનીંદરમાં ઉકલી જવાના બનાવો પણ ઘણા બને છે. કોઈ વાત નહિ, ચીત નહિ, બસ, ઉંઘમાં જ પૂર્ણવિરામ ! કે પછી અકસ્માતમાં કો'કની અડફેટે આવી જઈશું? શું એવું શક્ય બને ખરું કે હું અંતિમ માંદગીમાં બિછાનાવશ હોઉં અને કોઈક ગુરુભગવંતના કે સાધર્મિકના મુખે નમસ્કાર મંત્રનું શ્રવણ કરતાં કરતાં નિરાંતે ચિરવિદાય લઉં? બને, અવશ્ય બને. જો આપણી તમન્ના અને પૂર્વ-આયોજન હોય તો આવું પણ જરૂર શક્ય બને. પરંતુ અણધારી જગ્યાએ ને અણચિંતવ્યું મોત આવી પડે તો શું કરવું? તે પળે પણ આપણને નવકાર જ સાંભરે, અને સંસારની બીજી એક પણ ઘટમાળ મન પર સવાર ન થઈ જાય, તેવું થાય ખરું? આ સવાલનો જવાબ, આપણે અત્યારે કેવી રીતે જીવન વીતાવીએ છીએ તેના પર નિર્ભર છે. આપણે ક્લેશ, રઘવાટ, વલોપાત, ભેગું કરી લેવાની ઉતાવળ, બીજાને પછાડી કે દેખાડી દેવાની વેતરણ, ઘરસંસારની રોજની રામાયણઆ બધાં વિશે જ સતત સભાન અને સક્રિય રહીએ, અને દિવસની એક એક પળ આ બધાં પાછળ જ વીતાવતાં રહીએ, તો આપણે નવકારને બદલે હાયવોય અને વલવલાટમાં જ ચાલ્યા જઈએ, અને કદાચ દુર્ગતિ ભણી ધકેલાઈ જઈએ, એવું બની શકે. Page #179 -------------------------------------------------------------------------- ________________ પણ જો આપણે આપણો સ્વભાવ શાંત બનાવી શકીએ, ક્લેશ અને ક્રોધ (સ્ટ્રેસ પણ ક્રોધ જ ગણાય)થી તથા મોહજનિત દોડધામથી બચવાનું આયોજન આરંભી દઈએ, બીજાને પછાડવાની વૃત્તિ, પંચાત, અદેખાઈ જેવાં અશુભ તત્ત્વોનો મનમાંથી બહિષ્કાર કરી દઈએ, અને શાંત, પ્રસન્ન અને સ્વસ્થપણે જ બધી કામગીરી કરવાનો ચીવટભર્યો આગ્રહ કેળવીએ, તો સારા વિચારો અને નવકારમંત્ર જેવી ઉત્તમ-પવિત્ર વસ્તુઓ આપોઆપ આપણા હૈયામાં ઊગતી થઈ જ જશે, અને તો ગમે તે પળે ઓચિંતું જ કાંઈ બની જાય તો પણ આપણે દુર્ગતિ ભણી તો નહિ જ ધકેલાઈએ. આપણું એક જ લક્ષ્ય બંધાવું જોઈએ : આ ભવને દુર્ગતિમાં નથી પલટી દેવો અને મરીને દુર્ગતિ તરફ નથી જવું. કોઈપણ જાતની બૂરાઈ એ આ જીવનને દુર્ગતિમાં પલટનારું તત્ત્વ છે. મારો નિશ્ચય હો કે હવે પછી હું જીવનમાં વર્તતી અને વધતી સઘળીય બૂરાઈઓને નાથીશ, ઘટાડીશ અને પ્રયત્નપૂર્વક નાબૂદ કરીશ. મારાં જીવન તથા મરણને સુધારવા ખાતર પણ મારે આટલું કરવું જ છે. અને આ પછી, આની સાથે જ બીજો પણ નિશ્ચય કરવાનો છે કે મારું મૃત્યુ ક્યારે અને ક્યાં થશે એનું ભલે મને જ્ઞાન ન હોય, પરંતુ જ્યાં પણ અને જ્યારે પણ મારું મૃત્યુ થશે ત્યારે મારા મનમાં શુભ વિચારો જ છલકાતા હશે અને મારી જીભ પર નવકારના શબ્દો હશે. બરાબર? તો આ નિશ્ચય એ આપણા જીવનનું ભવ-ભવનું ભાતું બની રહો! (પોષ-૨૦૧૬) - ધાર્મિક ધામિક Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ગયા પત્રમાં જીવનની ક્ષણભંગુરતા વિશે વાતો નોંધી હતી. તે વાતો ઉપર, આ પત્ર મેળવનાર તમે સહુએ ગંભીરતાપૂર્વક ચિંતન કર્યું જ હશે, તેમ માની લઉં છું. આ પત્રો વાસ્તવમાં ચિંતન-પત્રો છે. આના વાંચનથી જો તમને ચિંતનની પ્રેરણા સાંપડતી હોય તો જ આનો અર્થ સાચો ગણાય. નહિ તો બંધ કરીશું. આપણું સહચિંતન જ મહત્ત્વનું છે. જીવન જો ક્ષણિક હોય; ગમે તે ક્ષણે જીવન, કાચની બરણીની જેમ, તૂટીફૂટી જ જવાનું હોય; અને આ પુગલ-કાયા માટીમાં જ વિલાઈ જવાની હોય, તો એના પર આટલો બધો મોહ શા સારુ? કાયાને સાચવવી તે એક સહજ આવશ્યકતા ગણાય. પરંતુ આપણે તો તેને લાડ લડાવીએ છીએ, તેને વધુને વધુ સુંવાળી બનાવીએ છીએ. અને તે કારણે તેના માધ્યમથી આત્માનું જરા પણ ભલું સાધી શકતા નથી, એ કેટલું બધું વિચિત્ર છે! હમણાં તો ઠેરઠેર અને વારંવાર જોવા-સાંભળવા મળે છે કે, આ વ્યક્તિને કાંઈ નહોતું, નખમાંય રોગ નહોતો, અને એકાએક નામ પડ્યું કે ત્રીજા સ્ટેજનું કેન્સર છે. ક્યારેક એમ પણ જાણીએ છીએ કે ફલાણો મિત્ર કારની અડફેટમાં અકસ્માત મૃત્યુ પામ્યો ! આવું સાંભળતાં કેવા આંચકા લાગે! અને છતાં આપણે ચેતીએ છીએ ખરા? આવી વેદના કે સ્થિતિ મારા જીવનમાં પણ આવી શકે, અત્યાર સુધી આવી કોઈ હોનારત મારા જીવનમાં નથી બની, તે પરમાત્માની કૃપા છે. માટે હવે હું ચતું અને મારા મોહને પછડાટ ખવડાવીને કાંઈક આત્માનું હિત થાય તેવો પંથ પકડી લઉં, આવો વિચાર પણ આપણને આવે છે ખરો? જિનશાસન તો વૈરાગ્યનું શાસન છે, વૈરાગીઓનું શાસન છે. આપણને મળેલા આ શાસનનો પરમાર્થ એક જ પુદ્ગલના, શરીરના તેમજ બીજા ભૌતિક પદાર્થોના રાગમાં મારે રાચ્યા-માચ્યા નથી રહેવું; પણ શરીરનો પૂરો ઉપયોગ મારી મોહવૃત્તિને ખતમ કરવામાં અને મારા વૈરાગ્યને જાગૃત કરવામાં મારે કરી લેવો છે. આટલી સમજણ કેળવાશે તો જ દીક્ષા ચારિત્ર પ્રત્યે રાગ અને આદર જાગશે; અને તો જ દીક્ષા ન લઈ શકવા છતાં તેને માટેનો તલસાટ અને તે મળે ત્યાં સુધી સાત્ત્વિક અને ત્યાગભર્યું જીવન જીવવાની દાનત જાગશે. ઘણાને દીક્ષા પ્રત્યે અરુચિ હોય છે. એ રીતે કે – આપણાથી આ ન પળાય, Page #181 -------------------------------------------------------------------------- ________________ આપણું કામ નહિ. સાથે સાથે ઘણીવાર સંયમી આત્માઓ પ્રત્યે મનના ઊંડા ખૂણે કશીક અરુચિ પણ હોય તેવું પણ બને. શરીરના ગુલામ હોય તે જ આવું વિચારી શકે. મનના ભોગ બન્યા હોય તે જ આમ ધારી શકે. બાકી આ બધું રાખમાં મળવાનું છે. આજે ગમે છે તોય કાલે અકારું જ – અણગમતું જ થવાનું છે, અને આ કાયા તથા તેની સુંવાળપને પોષવામાં ફકત મોહ અને પાપો જ બાંધવાનાં છે, જે પરભવોમાં ખતરનાક રીતે ભોગવવાં પડશે, આટલી સમજ જો જાગી જાય, તો તે આવા મોઘેરા માનવદેહનો સદુપયોગ આત્માની સાધના માટે કર્યા વિના ન જ રહે. જિનશાસનમાં શ્રદ્ધા ધરાવતી વ્યક્તિએ આ દિશામાં, મોહના ત્યાગની બાબતે ગંભીરતાથી વિચારણા કરવી જ જોઈએ. (મહા-૨૦૧૬) L શાનિક Page #182 -------------------------------------------------------------------------- ________________ RO તાજેતરમાં વર્તમાનપત્રોમાં આપણા વ્યાપક સમાજમાં બનતા વિચિત્ર અને અજુગતા બનાવો અંગે વારંવાર હેવાલો છપાતા રહ્યા છે. પિતા દ્વારા પુત્રની હત્યા, પુત્રો દ્વારા પિતાને મારવાની ઘટના, પતિ દ્વારા પત્નીની અને પત્નીના હાથે પતિની હત્યા, આ પ્રકારના અઘટિત અને કલ્પનાતીત બનાવો આ સમાજમાં બનવા લાગ્યા છે, જે ખરેખર કમકમાટી ઉપજાવનારા હોય છે. આવા બનાવો સંસ્કૃતિ અને સંસ્કારનો ધ્વંસ કરે છે. માનવજાતની વિકૃતિઓને બહેકાવે છે. જેમની પાસે સંવેદનશીલતા નામનું તત્ત્વ જરાક પણ બચ્યું છે તેમને આવા બનાવો દુઃખી કરી મૂકે છે. બાકીની, બે સાંધા ભેગા કરવામાં જ પોતાનો પૂરો સમય ખર્ચી નાખતી, સામાન્ય જનતા માટે આવા વૃત્તાંતો માત્ર સનસનાટી કે મનબહેલાવનું સાધન જ બની રહેતાં હોય છે. પણ, વિવેકી અને ધર્મના ખપી આત્માને માટે આવી વાતો, હમેશાં, વૈરાગ્યને જાગૃત કરી આપનારી બની જાય છે. આવી અશુભ ઘટનાઓ જાણીવાંચી-સાંભળીને તેના અંતરમાં કેવા ભાવો જાગે છે, તેનું જરા દર્શન કરીશું? રસપ્રદ બને તેવું છે એ દર્શન. આવો, કરીએ. વિવેકી જણ વિચારે કે, “સંસાર કેવો સ્વાર્થપરસ્ત, ક્ષુદ્ર અને નાશવંત છે! તદ્દન નકામી, નાની એવી જણસ માટે કે જીદ માટે સગો બાપ પોતાના ખોળામાં ઉછેરેલા પોતાના લાડકવાયાને રહેંસી નાખતા વિચાર ન કરે. કે પોતે જેને અઢળક હેત-પ્રીત કર્યા હોય તેવા પુરુષને પોતાની મમત ખાતર કે પછી તેવી કોઈ હલકી વાત ખાતર, ખતમ કરી નાખતાં સ્ત્રીને લેશ પણ થડકારો ન થાય. આમાં સ્વાર્થ અને ક્ષુદ્રતા સિવાય છે શું? ક્યાં જતા હશે એમના પરસ્પર માટેના પ્રેમ, વફાદારીના કોલ, એકમેકને માટે જીવ આપી દેવાની ભાવનાથી મઢેલાં વચનો? લાગે છે કે જગતમાં સ્વાર્થથી ઊંચું કોઈ મૂલ્ય નથી, કોઈ ચીજ – જણસ નથી. સ્વાર્થ આગળ પ્રેમ લાચાર, સંબંધો દીન લાજ-શરમ, વફાદારી અને મમતાનાં મૂલ્યો પણ નગણ્ય જ. સ્વાર્થ ખાતર બાપ બેટાને હણે. બેટો બાપને મારે. સ્ત્રી પુરુષને છેતરે. પુરુષ સ્ત્રીને તરછોડે. બધું જ સરસ ચાલે આ દુનિયામાં, જયાં સુધી સ્વાર્થ જળવાતો હોય ત્યાં સુધી. જ્યાં સ્વાર્થ જોખમાયો ત્યાં કોઈ કોઈનું નહિ ! Page #183 -------------------------------------------------------------------------- ________________ આવી પરિસ્થિતિ આપણા ઘરમાં પણ બની શકે છે. આપણી સાથે પણ થઈ શકે અને આપણા હાથે પણ થઈ શકે છે. “જગત મેં સબ મતલબ કે યાર'. સ્વાર્થ જોખમાતો નથી ત્યાં સુધી આપણા જેવો સુજ્ઞ, વ્યવહારૂ, ડાહ્યો કોઈ નથી. પણ જરા સ્વાર્થને જોખમમાં નાખી (કે નખાવી) જોજો ! પછી ખબર પડશે કે આપણું શાણપણ કેવું અને કેટલું ટકે છે ને કેટલું કામ આપે છે? ઝેરનાં પારખાં છે ભાઈ! ડાહ્યો છે, જે આવું કાંઈ જ પોતાના જીવનમાં બને તે પહેલાં જ ચેતી જાય અને સ્વાર્થમય - નાશવંત પદાર્થોની, સંબંધોની દુનિયામાંથી પોતાના પગ પાછા ખેંચી લે. મારા જીવનમાં પણ ક્યારેક આવી સ્વાર્થને બહેકાવતી દુર્ઘટના સર્જાઈ શકે. તો તે પહેલાં જ હું ચેતી જાઉં અને મારા સ્વાર્થનો સંકેલો કરવા માંડું, અને ધીમે ધીમે વૈરાગ્યની અને વિવેકપૂર્ણ આત્મજાગૃતિની દિશામાં મક્કમ ડગ ભરવા માંડું, તો શું ખોટું ? આ છે વિવેકી મનુષ્યને આવતા વિચારો. સ્વાર્થના, સ્વાર્થને ખાતર નજીકમાં નજીકની વ્યકિતને છેતરવાના, તેનું પડાવી લેવાના, તેને બાવો બનાવી દેવાના, તેને ખોટા રવાડે ચડાવી દેવાના, તેની કોઈક લાચારીનો લાભ લઈ લેવાના, અને ગરજ પત્યે તેને તડકે મૂકવાના પ્રયત્નો અને પ્રવૃત્તિઓ તો ઘણાં ઘણાં કર્યો. હવે પ્રયાસ કરવાના છે આપણો સ્વાર્થ જતો કરવા માટેના સ્વાર્થ ત્યજીને સામાને સુખી કરવાના; લેવાનું ટાળીને અર્પણ કરવા માટેના. ત્યાગ અને વૈરાગ્ય એ ઘડપણમાં ઊગતા રોગો નથી, પણ શાણપણની ક્યારીમાં ઊગનારા સુગંધિત પુષ્પો છે. જેમ શાણપણને, તેમ ત્યાગ-વૈરાગ્યને પણ કોઈ વિશેષ ઉમર સાથે લેવાદેવા નથી હોતી. સમજુ આદમીમાં એ વહેલાં પણ ઊગી શકે છે. તો એ બે વાનાં જેના જીવનમાં ક્યારેય ઊગે જ નહિ એવા અણસમજુ માણસોનોય દુનિયામાં તોટો તો નથી જ. આપણે કેવા છીએ? વિચારજો. (ફાગણ-૨૦૧૬) ધાર્મિક Page #184 -------------------------------------------------------------------------- ________________ આપણી વાતનો તંતુ સાંધીએ. સંસારની વાસ્તવિક પરિસ્થિતિનો તાગ એક જ શબ્દમાં મેળવવો હોય તો તે શબ્દ છે “સ્વાર્થ'. સ્વાર્થ નથી તો સંસાર નથી. બીજી રીતે, સ્વાર્થ છે માટે જ આ સંસાર નભે છે. આપણાથી કોઈનોય સ્વાર્થ સરતો નહિ હોય તો આપણી દરકાર કરનારું ઘરમાં પણ કોઈ નહિ હોય. ઘરમાં કે અન્યત્ર ગમે ત્યાં, બધાં આપણું ધ્યાન રાખે અને આપણું કહ્યું કરે એવી જો ઇચ્છા હોય તો સ્વાર્થનું ગાજર લટકાવી રાખવાનું શીખી લેજો. એ ગાજર “હમણાં મળશે અને વળી મને જ મળવાનું એવી આશામાં, લાલચમાં, બધાં જ તમારો પડ્યો બોલ ઝીલવાનાં. વ્યવહારડાહ્યા માણસોએ આથી જ કહ્યું છે કે “ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે.” આપણે વધુ જીવીએ એમ કોઈ ઈચ્છે તો તેની પાછળ પણ તેનો કોઈક સ્વાર્થ સમાયો હશે. અને આપણે ટળીએ તો સારું એવું કોઈ ઈચ્છે તો તેમાંયે તેનો કોઈક સ્વાર્થ જ હોવાનો. આપણા કહેવાથી કે જવાથી જેનો સ્વાર્થ ઘવાતો હશે તે જ આવી વાત કરશે. પણ આ વાત સમજવાની આપણી ગુંજાઈશ નથી એટલે હજી આપણે આવી આવી ઈચ્છા કરનારા પ્રત્યે કાં તો રાજી અને કાં તો નારાજ થતાં રહીએ છીએ. હમણાં એક જણે બહું નગ્ન સત્ય કહ્યું: ધણીના જીવનમાં જે બાઈ ઢસડબોળામાં જ સબડતી હોય તે અચાનક વિધવા થાય તો પછી તબિયતથી – લહેરથી જીવશે. કેમકે પછી તો વીમાના પૈસા મળે, સ્વજનો ફાળો કરી આપે, વારસાહકો મળે વગેરે એને જોઈને થાય કે, આટલો ઠાઠ જો મરનારના જીવતાં સાંપડ્યો હોત તો પેલો આમ (વહેલો) ન મર્યો હોત! - હવે વિચારજો : ઠાઠ અને સ્વાર્થને બને છે કે પ્રેમ અને ઠાઠને બને છે? બહુ ઊંડા ઊતરવું પડે તેવો મુદ્દો છે આ. સ્વાર્થના ચોસલા ઉપર પ્રેમના રૂપેરી વરખ લગાડીને જ રાચતા, રાજી થતા આપણને આ મુદ્દો જલદી ગળે નહિ ઊતરે. સ્વાર્થના નજીકનાં સગાં છે મોહ અને મમતા. અને નિકટના સ્નેહી મિત્રો છે અહં અને ઇચ્છા. આ ચારેયના ચક્કરમાં આપણે એવા તો ફસાઈ ચૂક્યા છીએ કે સ્વાર્થ શું અને સ્વાર્થ થકી સંસારમાં મને કેવી ખોફનાક હાનિ થઈ રહી છે તેની ગતાગમ જ પડે તેમ નથી. અને એ ન સમજાય ત્યાં સુધી પરમાર્થ શું છે તે, અને આપણું ખરેખરું હિત શેમાં કે શાથી છે તે સમજાવું પણ મુશ્કેલ છે. ધર્મની વાતો, આ મુશ્કેલ મુદ્દાને પણ સરળ બનાવી નાખવા માટે છે, તથા ન સમજાય તેવી વાતને પણ સમજવા માટે છે. એ વાત યાદ રાખવી, આ સંદર્ભમાં, જરૂરી છે. (ચત્ર-૨૦૧૬). Page #185 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ - સંસારની વાસ્તવિકતા વિશે જેમ જેમ ચિંતન ચાલે છે, તથા અનુભવ થતો જાય છે, તેમ તેમ મન એક બાજુએ અનહદ આશ્ચર્ય પામતું જાય છે, તો બીજી તરફ આવી વરવી સ્થિતિ જાણવા છતાં સંસાર થકી ઉગ કે નિર્વેદ જાગતો નથી તે બદલ મન ઉપર નફરત પણ પેદા થઈ આવે છે. “સંસારે સુખ લેશ ન દીઠુંએ જ્ઞાનીઓનું વચન નિર્ભેળ સત્ય છે. સુખનો એક પણ અનુભવ દુઃખમૂલક ન હોય તેવું નથી અને સુખના છેડે દુઃખ ના હોય તેવું યે નથી.આ અનુભવ આપણા સૌનો છે, અને પળેપળનો છે. છતાં કૂતરાંને હાડકું ચાવતાં પોતાના જ લોહીની મીઠાશ મળે તે રીતે આપણે દુઃખમાંયે સુખની મીઠાશ માણી શકીએ છીએ. સુખ દુઃખમય છે. સુખ ક્ષણિક છે. સુખનું પરિણામ દુઃખ જ છે. દુઃખ ન નોતરે તેવું સુખ હજી સુધી (સંસારમાં) સર્જાયું નથી. આટલી વાત જ આપણે સમજવાની છે. છૂટી ન શકે તે તો સમજી શકાય, પણ આ સનાતન સત્ય સમજમાં જ ના આવે તે તો સમજી ન જ શકાય. સવાલ સમજણનો છે. સમજણ દુઃખને પણ સુખમાં ફેરવી આપે છે. અણસમજણ સુખને પણ દુઃખમાં પલટી આપે છે. આપણે આપણને શ્રેષ્ઠ સમજુ મનુષ્ય તરીકે માનીને ચાલતાં હોઈએ છીએ. જો આપણે ખરેખર સમજુ હોઈએ તો આપણા જેવો સુખી બીજો કોઈ નહિ હોય. પણ એવું નથી એ હકીકત છે. જો આપણે ખરેખર સુખી થવું હોય, સમજુમાં ખપવું હોય, તો એક જ વાત હવે કરવાયોગ્ય છે. સુખ અને દુઃખની સાચી સમજણ અને તે બેનો વિવેક મેળવી લેવાનાં છે. સુખનો પ્રેમ વધે, તેમ દુઃખ પરનો નિર્વેદ વધશે જ. પણ તે પૂર્વે વિવેક ઊગાડવો અનિવાર્ય છે. આપણે એ માટે મથીશું? વૈશાખ-૨૦૧૬) Page #186 -------------------------------------------------------------------------- ________________ આજકાલ મોટી તપસ્યા વગેરે કરનારનું બહુમાન કરવાનો ચાલ ખૂબ ફાલ્યો ફૂલ્યો છે. જ્ઞાતિઓ, મંડળો, ગ્રુપો, સંસ્થાઓ પોતપોતાના ચોકઠામાં આવતા લોકોનું બહુમાન કરે છે, અને પોતે કાંઈક કર્યાનો સંતોષ માને છે. બહુમાન અને અનુમોદના - એ બન્નેમાં ઘણો તફાવત છે, એ પાયાની વાત અહીં સમજી લેવી પડે. બહુમાન એ રિવાજ છે, અનુમોદના એ ધર્મ. બહુમાનમાં મહદ્અંશે મારા-પારકાનો ભેદ કરવામાં આવતો હોય છે, જે અનુમોદનામાં અસંભવિત છે. પોતાની જ્ઞાતિ કે સમાજ કે ગામ કે સંઘની વ્યક્તિએ કર્યું હોય તો તેનું બહુમાન કરીશું, પણ તેથી જુદી વ્યક્તિ હશે તો નહિ: આ બહુમાનની વ્યવહારૂ મર્યાદા છે. જયારે અનુમોદના તો વ્યાપક ચીજ છે. એ કરવામાં ગામ, જ્ઞાતિ, સમાજ અને સંઘના ભેદો કદી નડતાં નથી. અનુમોદના ગમે તેના સત્કાર્યની થઈ શકે, અને માટે જ તેને ધર્મનો દરજ્જો મળ્યો છે. સવાલ એ છે કે અન્યના સત્કાર્યની અનુમોદના કરનારા આપણે; આપણે કોઈ નાનકડું પણ અનુમોદનાપાત્ર બની જાય તેવું સત્કાર્ય કર્યું ખરું? પજુસણ તો આવ્યાં અને ગયાં. તે દરમિયાન, તે પહેલાં કે તે પછી પણ એવું કોઈ સુગંધિત નાનું-મોટું સત્કર્મ આપણાં ખાતામાં જમા થયું કે, જેની અનુમોદના કરવાનું કોઈને મન થાય? આટલો સવાલ પૂછીને આ પત્રને પૂરો કરું છું. જવાબ મેળવવા શકય ઉદ્યમ કરજો. (આસો-૨૦૧૬) Page #187 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શાંતિ પ્રાપ્ત કરવાનો સરળ ઉપાય મનુષ્ય માત્ર શાંતિ ઝંખે છે. સૌને શાંતિથી જીવવું છે અને પોતાનું જીવન વર્તે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની અશાંતિ ન આવે તેવી આશામાં જીવવું છે. શાંતિ એ મનુષ્યની મૂળભૂત ઝંખના છે. પરંતુ આજના વ્યાપક સંજોગો જોતાં શાંતિની આ ઝંખના નરી મૃગતૃષ્ણા જ પુરવાર થાય તેમ છે. ક્યાંય શાંતિ નથી. કોઈનેય શાંતિ નથી. જ્યાં જુઓ ત્યાં અશાંતિ અને માત્ર અશાંતિ નજરે પડે છે. એક ચહેરો એવો જોવા નથી મળતો, જેના પર શાંતિ લીંપાયેલી હોય, એકે એક ચહેરો અશાંતિથી જ ખરડાયેલો અનુભવાય છે. દેશ-કાળ પણ અત્યંત વિષમ છે. અવસર્પિણી કાળ એટલે ઘટતો કાળ - બ્રાસનો કાળ, એ સાચું, પણ આટલી બધી ઝડપથી બધાં સારાં વાનાં અને સાચાં મૂલ્યોનો હ્રાસ થઈ શકે તે તો અકલ્પનીય છે. ક્યાંક ધરતીકંપ થાય છે, તો ક્યાંક કારમો દુકાળ પ્રવર્તવા માંડયો છે. છપ્પનીયા કાળની શતાબ્દી ઉજવાતી હોય તેવું લાગે. ક્યાંક અતિવૃષ્ટિ અને પૂરના પ્રકોપ થઈ રહ્યા છે. અને આર્થિક દૃષ્ટિએ તો ચારેકોર વિહ્વળતા અને અભાવગ્રસ્ત દશા જ છવાઈ ચૂકી છે. વ્યાપક મંદીની નાગચૂડમાં આખો દેશ ફસાઈ ચૂક્યો છે. સૌને પોતાનું ભાવી ધૂંધળું લાગે છે. “કાલે શું થશે?' તેની ફડકમાં જ સૌ મોટેભાગે જીવે છે. અશાંતિ સર્વત્ર છવાઈ છે તે હકીકત છે. દિન દહાડે તે વધતી જ જવાની છે એમાં પણ કોઈ શંકા નથી. આવા વિષમ સંયોગોમાં તેનાં કારણોની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. અત્યારે તો એક જ વાતની જરૂર છે : આ અશાંતિથી બચવાનો ઈલાજ શોધી કાઢવાની. બહારની અશાંતિ કે તેના કારણો ન મટે તો પણ અંદર - અંતરમાં શાંતિ જળવાઈ રહે તેવો કોઈ ઉપાય શોધવો જ રહ્યો અને યોજવો જ રહ્યો. મનુષ્ય ભયમુકત બનીને જીવે એની આજે તાતી જરૂર છે. ભય, ઉદ્વેગ અને ઉચાટ માણસને શૂન્ય બનાવી દે છે, અને પછી અશાંતિથી બચવાના સંજોગો નજર સામે હોવા છતાં તે તેને દેખાતા નથી. આ પરિસ્થિતિમાંથી બચાવે એવી એક જ ચીજ છે : ધર્મશ્રદ્ધા. સાનુકૂળ સંયોગો હોય ત્યારે રાખવી સાવ સહેલી, પણ પ્રતિકૂળ સંયોગો સર્જાય ત્યારે - ૧૭ - ધામિક Page #188 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યે જ ટકાવી શકાય તેવી ચીજ તે આ ધર્મશ્રદ્ધા છે. ધર્મશ્રદ્ધાની ખરી પરખ કટોકટીની પળે જ થતી હોય છે. વિષમ સંજોગોમાં પણ ધર્મશ્રદ્ધાને ડગવા ન દે, ધર્મશ્રદ્ધામાં અડ્યો રહે, અને ધર્મના પ્રભાવે જ હું બચીશ, ટકીશ, અને જીતીશ, એવી દઢતા કેળવી જાણે તેનું ચિત્ત કયારેય આંતરિક અશાંતિ કે ઉદ્વેગનો ભોગ બનતું નથી, અને તેને બાહરી અશાંતિથી ઉગરવાનો ઉપાય પણ સત્વરે જડી જાય છે. ધર્મની શ્રદ્ધા એટલે મારા પર જે તકલીફ આવી છે, તે મારા આ કે અન્ય ભવના અશુભ કર્મોનું પરિણામ જ છે ; મેં કોઈને જાણતાં-અજાણતાં કનડ્યા હશે, તો તેથી બંધાયેલાં કર્મો મારે આજે ભોગવવાનાં આવ્યાં છે; હવે તો આ કર્મોને હસતાં હસતાં વેઠી લઉં, અને હવે નવાં કર્મો ન બંધાય તેની કાળજી કરું - આવી સમજણ. આ સમજણની સાથે સાથે જ શુભ ધર્મકરણી પણ એ વ્યક્તિ કરતી જ હોય. અશુભને ઠેલે અને શુભને ખેંચે તેવી કરણી તે ધર્મકરણી. આવી ધર્મકરણીઓ તો અસંખ્ય છે. પરંતુ અત્યારના તબક્કે ખૂબ ખૂબ ખપ લાગે તેવી અને અંતરને આશ્વાસન આપે તેવી એક ક્રિયા અહીં સૂચવવી છે, એ છે શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ દાદાનો જાપ. પ્રવર્તમાન વાતાવરણને લીધે અશાંતિનો ભોગ બનનાર પ્રત્યેક મનુષ્ય, દરરોજ દસ માળા શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના નામની ગણે. અચિંત્ય પ્રભાવશાળી એ પ્રભુના નામ-જપના પ્રભાવે સંકટો શમશે જ, વિપ્નના વાદળાં દૂર હટશે જ, અને ઓછામાં ઓછું, આવેલી આપત્તિ સામે ઝઝૂમવાનું બળ તો તેને મળશે જ મળશે. સહુ સુખી રહો ! સહુનું કલ્યાણ હો (કાર્તિક-૨૦૧૭) Page #189 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ચાતુર્માસના દિવસોમાં તો તમારે ત્યાં કોઈને કોઈ સાધુ કે સાધ્વી ભગવંતોનો યોગ હશે, અને તેથી ધર્મશ્રવણનો લાભ પણ થોડો-ઘણો લીધો હશે જ. પરંતુ ચોમાસું પૂર્ણ થતાં જ ગુરુભગવંતો તો વિહાર કરી ગયા હોય, પછી શું? લગભગ આઠ મહિનાના આ શૂન્યાવકાશમાં જો ધર્મની પ્રેરણાથી સાવ વંચિત જ રહો તો તો “દળી દળીને ઢાંકણીમાં' નો જ ઘાટ થાય ! ખરેખર તો ચાર મહિના વાવણીના અને વરસાદના છે. બાકીના મહિના લણણી કરવાના છે. વાવેલું ઊગાડીએ, ને પછી લણીએ નહિ તો ? છતે અન્ને ભૂખ્યા રહેવાનું જ થાય ! આ સ્થિતિ આપણા જીવનમાં ન સર્જાય, માટે બે સૂચનો કરવાનું મન થાય છે. રૂચે તો અમલી બનાવજો . ૧. ધર્મનું કોઈપણ પુસ્તક, પછી તે બે કે પાંચ પ્રતિક્રમણના અર્થનું હોય, તત્ત્વજ્ઞાનનું હોય, વ્યાખ્યાનનું હોય કે રાસ કે ચરિત્ર-કથાનું હોય, તેનું વાંચન કરવાનો નિયમ રાખવો. આખા દિવસમાં ઓછામાં ઓછો એક કલાક (અથવા એક સામાયિક જેટલો સમય) તો અવશ્ય વાંચન, સ્વાધ્યાય કે અધ્યયન પાછળ ગાળવો જ. એનાથી જ્ઞાન વધશે, પરિણતિ સુધરશે અને કર્મો ખપશે. ૨. શેષ કાળમાં, વિહાર કરતાં કરતાં કોઈપણ સાધુ-સાધ્વીજી તમારા ક્ષેત્રમાં, ઉપાશ્રયમાં પધારતાં જ રહેવાનાં. તેમનો સત્સંગ કરવાનું અવશ્ય રાખવું, ચૂકવું નહિ જ. એવા સત્સંગના પરિણામે કાંઈને કાંઈ ધર્મલાભ થશે, ધર્મ વિશેની અણસમજ ઓછી થશે અને જીવન વધુ ઉન્નત તેમજ સંસ્કારી બનશે. સાધુઓના સંસર્ગમાં આવ્યા પછી ઉપર સૂચવેલી બન્ને નાનકડી વાતોનો અમલ કરવાનું તમારે માટે અઘરૂં નહિ જ બને, તેની ખાતરી રાખું છું. (માગશર-૨૦૧૭) ધાર્મિક Page #190 -------------------------------------------------------------------------- ________________ ૨૬ હમણાં એક વિચાર એવો પ્રવર્તે છે કે આપણા સમાજમાં વાંચન અને સ્વાધ્યાયનું પ્રમાણ બહુ જ ઓછું છે. સોએ દસ જણા કાંઈક સદ્વાંચન કરતાં હોય, કદાચ. વાંચનથી અનેક લાભો થાય છે : દા.ત. ૧. સમય પસાર થાય, ૨. મન જ્યાં ત્યાં ભટકતું અટકે, ૩. જ્ઞાન-જાણકારી વધે, ૪. કર્મો અને પાપનાં બંધન ઘટે. આ તો પ્રત્યક્ષ ફાયદા, લાંબા ગાળાના બીજા ફાયદા તો પાર વિનાના છે. આટલાબધા ફાયદા થતા હોવાનું જાણ્યા પછી પણ આપણા લોકોને વાંચવાનું કેમ નહીં ગમતું હોય ? ઘણા ભાગે સમય પસાર કરવાનાં માધ્યમો –ટી.વી., છાપાં, સસ્તાં મેગેઝીનો, ઉંઘ, ગપ્પાં અને ઓટલા પરિષદ હોય છે. આ બધામાં નર્યું પાપ બંધાય છે, આત્મા અનર્થદડે દંડાય છે, જીભ અને કાનના નિંદાના અને ગંદા રસો પોષાય છે. પરિણામે મન વિકૃત બને છે, વિચારો હલકા થાય છે, અને જીવનમાં કોઈ સદ્ગુણ આવતો કે વિકસતો નથી. આટલી સાદી વાત જો સમજાઈ જાય તો માણસ સદ્વાંચન જેવી સરસ પ્રવૃત્તિમાં જોડાયા વિના ન જ રહે. ઘણાની સમસ્યા એ હોય કે વાંચવું તો ગમે, પણ શું વાંચવું? ખબર નથી પડતી. એમને કહેવાનું કે સર્વપ્રથમ આપણા ચોવીસ તીર્થંકરોનાં ચરિત્રો વાંચવાં. હેમચન્દ્રાચાર્ય મહારાજે એક ગ્રંથ બનાવ્યો છે : ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર. તેમાં ચોવીશે તીર્થકરોનાં ચરિત્રો આવે છે. તેનું સરળ ગુજરાતી ને હિન્દી ભાષાંતર પણ છપાયેલ છે ને તે મળે પણ છે. ચાર ભાગોમાં વહેંચાયેલા આ ગ્રંથ વાંચવાથી ચોવીશ પરમાત્મા વગેરેનાં ચરિત્રો, ઉપદેશ, જૈન ધર્મના મહાન સિદ્ધાંતો તથા તત્ત્વજ્ઞાન, ઈતિહાસ વગેરેની વિશદ જાણકારી પ્રાપ્ત થશે. તો સંકલ્પ કરો આ પળે કે આ ગ્રંથ ગમે ત્યાંથી મેળવીને વાંચીશું અને જીવનને તથા સમયને સાર્થક બનાવીશું. (પોષ-૨૦૧૭) Page #191 -------------------------------------------------------------------------- ________________ આપણે જૈન છીએ. જૈન ધર્મનો પાયો જીવદયા છે. હિંસા પ્રત્યે અરૂચિ ન હોય તેને જૈન ગણવો એ માત્ર ભ્રમણા છે. પણ તપાસવાનું એ છે કે આપણે જીવદયાનું પાલન કરીએ છીએ ખરા? આપણી જીવદયા માત્ર “જીવદયાની ટીપ’ થાય ત્યારે થોડા-ઝાઝા રૂપિયા લખાવી દેવા પૂરતી જ મર્યાદિત છે. આપણા રોજિંદા જીવનક્રમમાં, ખાણીપીણીમાં જીવદયાને ઝાઝું સ્થાન નથી. બલ્બ ખબર પડે કે આ અભક્ષ્ય છે, આમાં હિંસા છે, તો પણ “એ તો ચાલ્યા કરે, એવું બધું નહિ જોવાનું, આપણે ક્યાં દીક્ષા લીધી છે?” આવો જ ભાવ મનમાં અને મોંમાં રમતો રહે છે. શું આપણે ખરેખર “જૈન” છીએ? આઈસ્ક્રીમ, ઠંડાં પીણાં, વિવિધ બિસ્કિટો તથા ચોકલેટ-કેડબરીઝ – આવાં અનેક પદાર્થો એક યા બીજા સ્વરૂપે પ્રાણીજન્ય ચરબી કે ઈંડાનો રસ વગેરે પદાર્થો ધરાવે છે. અને આ બધાં વિના આપણા જીવનમાં કશું અટકી-બગડી તો નથી જ જતું ! છતાં એ બધું લીધા વિના ચાલે ખરું ? જો “જૈન” હોઈએ તો વિચારવા જેવો સવાલ છે. આપણાં લોકોની “બધું ચાલે એવી નીતિ કે વલણને જ લીધે, ઘીને બદલે ચરબી, દૂધમાં પણ માંસાહારી પદાર્થો અને લોટ કે ખાખરા જેવી ચીજોમાં પણ માછલીના લોટ વગેરેનું મિશ્રણ કરવાની હિંમત તે તે વસ્તુઓના ઉત્પાદકો તથા વેપારીઓમાં આવી છે, તે વાતનો ઈન્કાર કરી ન શકાય. અને આને લીધે દેશમાં ચાલતાં ક્તલખાનાંને આડકતરૂં ઉત્તેજન કે સમર્થન પણ આપણા થકી જ સાંપડી શકે છે. જીવદયાની ટીપમાં, અભયદાનની રૂડી ભાવનાથી, રકમ લખાવનારો જૈન, આ રીતે હિંસામાં સમર્થક કે ભાગીદાર બને તે કેટલું બધું દુઃખદ અને અજુગતું છે ! જો આપણે સાચા અર્થમાં જૈન બનવું હોય તો જેમાં માંસાહારી પદાર્થો આવતાં હોય તેવી તમામ ખાણી-પીણીની વસ્તુઓનો, ઘરમાં કે બહાર - બધે, તત્કાલ ત્યાગ કરવો જ રહ્યો. (મહા-૨૦૧૭) ધાર્મિક Page #192 -------------------------------------------------------------------------- ________________ ૨૮ તા.ર૬ જાન્યુઆરીએ થયેલા વ્યાપક અને વિનાશક ધરતીકંપે વેરેલો વિનાશ આ પળે પણ હૃદયને ધ્રુજાવી મૂકે છે. ઘણા વખતથી લોકવાયકા ચાલ્યા કરતી આવી છે કે, પૃથ્વી પર પાપનો ભાર ખૂબ વધી ગયો છે, એટલે હવે કાંઈક ખરાબ બનશે જ. આ વાયકા જાણે કે વાસ્તવમાં પરિણમી છે. અસંખ્ય જિંદગીઓ નષ્ટ થઈ છે. એથીયે વધુ સંખ્યામાં લોકો અપંગ, તારાજ અને લાચાર બની ગયા છે. મૂંગા જીવોની સ્થિતિની તો કલ્પના જ થઈ શકે તેમ નથી. આ વખતે જૈન પરિવારોને કદાચ સૌથી વધુ હાનિ પહોંચી છે. દેરાસરો વગેરે પણ મોટી સંખ્યામાં ખંડિત થયાં છે. આપણે ત્યાં કહેવત છે કે “પટ્ટન સો દટ્ટન અને માયા સો મિટ્ટી”. અર્થાત્ કુદરત રૂઠે ત્યારે પાટણ (શહેર) હોય તે દટાઈ જઈને મેદાન બની જાય અને ધન બધું માટી બની જાય. આ કહેવત આજે સાચી પડી છે. શરીર, જીવન, માલ મિલક્ત, પરિવાર - આ બધાં પર ગાઢ આસક્તિ રાખનાર લોકો માટે આ હોનારત એક લપડાક સમાન છે. આમાંની એક પણ વસ્તુ કાયમી નથી. ક્ષણભંગુર છે. કયારે અને કઈ રીતે એ ચીજો ખતમ થઈ જશે તેની કલ્પના પણ અશક્ય જ છે. આ સનાતન સત્ય છે. અને જો આટલું સત્ય સમજાઈ જાય તો માણસ ઘણો હળવો, ઘણો સ્વસ્થ, ઘણો આશ્વસ્ત થઈ શકે. આવડી મોટી કરૂણ દુર્ઘટના બન્યા પછી પણ જો આ સત્ય ન સમજાય તો આપણી જાતને આપણે મૂર્ખ જ કહેવી પડે. જો હવે આપણામાં જરા પણ શાણપણ બચ્યું હોય તો, ભલે આપણે દીક્ષા ન લઈ લઈએ, પણ આપણી પાસે જેટલી પણ અનુકૂળતા હોય તે પ્રમાણે પરોપકાર અને પરમાર્થ તો કરવો જ જોઈએ. આપણે બધાંનાં આંસુ લૂછી ન શકીએ એ સાચું, પરંતુ હૃદયની પૂરી હમદર્દીથી કોઈક એકાદ જણનાં આંસુ પણ લૂછીએ તો તે પણ ઓછું નહિ ગણાય. આજના તબક્કે, ધરતીકંપનો ભોગ બનનાર લોકો માટે ધનની કે બીજી ચીજવસ્તુઓની તાતી જરૂર ચોક્કસ હશે, પરંતુ તે લોકોને તેથીયે વધુ જરૂર છે આશ્વાસનની, હૂંફની, સાંત્વનાના શાતાદાયક બે બોલની. આ આપવાની આપણી ફરજ છે, તે આપણે ન ચૂકીએ. બીજી વાત : આ હોનારત પરથી એક વાત ફલિત થઈ છે કે આવી Page #193 -------------------------------------------------------------------------- ________________ ભયાનક હોનારત ગમે ત્યારે આવી શકે છે, ગમે ત્યાં ત્રાટકી શકે છે. આજે અમુક સ્થળોએ આ દુર્ઘટના બની, કાલે તેનું સરનામું આપણે રહેતા હોઈએ તે સ્થળનું પણ હોઈ શકે છે. આ વાત, આ શક્યતા ધ્યાનમાં લઈને, હવે, પાપની વૃત્તિ ને પ્રવૃત્તિ એકદમ ઘટાડવાની છે. પાપનો ડર હૈયે જગાડી લેવાનો છે. ધર્મની કરણી અને શુભ વિચારો બને તેટલા વધારવાના છે. નવકારમંત્ર અને પરમાત્માના નામનું સ્મરણ કર્યા વિનાની એક પળ પણ ન જાય તેની ચીવટ કેળવવાની છે. ધર્મ મૃત્યુને અટકાવવા સમર્થ નથી, પરંતુ તે મૃત્યુને કે આવી હોનારતોથી નીપજતી વિટમણાઓને જીરવી જવાનું અને એવે સમયે વિચલિત નહિ થવાનું બળ તો અવશ્ય બક્ષે જ છે. (ફાગણસ-૨૦૧૭) Page #194 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ધરતીકંપથી થયેલા ભયાનક વિનાશ પછીની સ્થિતિનું અવલોકન કરતાં સ્પષ્ટપણે સમજાય તેમ છે કે આજનો દેશ - કાળ અત્યંત વસમો અને કપરો છે. ક્યારે, ક્યાંથી - કઈ બાજુએથી, કેવી રીતનો ખોફ આવી પડશે તેની કલ્પના તો ન જ થઈ શકે, પરંતુ તેની દહેશતથી માનવજાત પળે પળે ફફડી રહી છે. આવી વ્યાકુળતા, આવી દહેશત, છેલ્લા થોડાક દાયકાઓમાં કદાચ ક્યારેય નથી અનુભવાઈ. એમ લાગે કે પ્રવર્તમાન સમય અસલામતીનો સમય છે. નાણાંની અસલામતી, ધંધાની અસલામતી, તબિયતની અસલામતી, નોકરીની અસલામતી, ઘરની અને કુટુંબની પણ અસલામતી અને છેલ્લે પોતાના જીવનની પણ અસલામતી. અનેકવિધ અસલામતીઓની જાળમાં માણસ સપડાયો છે આજે. માણસ જીવે છે ખરો, અને વળી એ હસતો રમતો જીવે છે એમ પણ એના બાહરી દેખાવ પરથી લાગે છે. પરંતુ એની ભીતરી વાસ્તવિક્તા કાંઈક જુદી જ છે. એના અંતરમાં તો સતત “મારું શું થશે?, હવે શું થશે?, બગડશે તો નહીં ને?, મને કોઈ વાતે નુકસાન તો નહિ થાય ને?' - આ પ્રકારની વ્યગ્રતા અને આશંકા જ ઘૂંટાયા કરે છે. આપણે કબૂલીએ યા નહિ, પરંતુ આવી આશંકા થવાની પાછળ, આપણાં આંતર-મનમાં ધરબાઈ પડેલી, “બધું જ ક્ષણિક છે, નાશવંત છે, કશાયનો ભરોસો રખાય જ નહિ એવી સમજ જ કામ કરે છે, તે નક્કી છે. બધું જ અને બધાં જ ક્ષણભંગુર - નાશવંત છે એ તો હકીકત છે. એનો ઈન્કાર કોઈનાથીયે થઈ શકે તેમ નથી. સવાલ એક જ કે આ હકીકતનો સ્વીકાર કેટલા કરી શકે છે? ધર્મ ગમ્યો ન હોય, સમજાયો ન હોય, અને મોહના કીચડમાં જ જેનું મન ખૂંપેલું રહેતું હોય તો તે મનુષ્ય આ હકીકતનો સ્વીકાર તો નહિ જ કરે, બલ્ક નુકસાની કે મુસીબતનો સંજોગ આવી પડે તો રોકકળ મચાવી દેશે. એથી ઊલટું, વિવેકશીલ અને ધર્મરુચિવાળા મનુષ્યને આવા સંયોગ આવી પડે તો વૈરાગ્યનો અને સંસારની અસારતાનો જ બોધ થવાનો. એવા આત્માને કપરા વખતમાં પણ જરાય વિહ્વળતા નહિ થાય, પણ એની સમજણ અને સમતાનો વિકાસ જ થશે. ગમે તેવા ધરતીકંપ, યુદ્ધ, દુષ્કાળ, હુલ્લડો, ઉઠમણાં, અને માંદગી કે મોત - આવા સમજદાર ને સમભાવી જીવને વિચલિત ન કરી શકે એ નક્કી છે. આપણે પણ આવા થવાનો પ્રયાસ કરીશું? (ચત્ર-૨૦૧૭) Page #195 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આ વર્ષ જાણે કે આફતોનું વર્ષ છે. દુકાળ, અછત, પાણીની વિકટ સમસ્યા આ બધું તો ગયા બે વર્ષનું ખેંચાતું જ આવે છે. એ ઓછું હોય તેમ ભયાનક ધરતીકંપે વિનાશ વેર્યો. અને હવે વંટોળિયા, માવઠાં અને એવા અન્ય ઉપદ્રવ શરૂ થઈ ગયા છે. ઘડીભર થાય કે આભ જ ફાટે ત્યાં થીગડું ક્યાં દેવું? જૈન સમાજને આ આપત્તિઓમાં પારાવાર ને અકલ્પ્ય નુકસાન પહોંચ્યું છે. સેંકડો જિનાલયો ધરાશાયી બન્યાં. જિનબિંબો ખંડિત થયાં. ઉપાશ્રયાદિ સ્થાનો પણ ધ્વંસ પામ્યાં. હજારો સાધર્મિક-પરિવારોનાં ઘર અને વ્યવસાયનાં સ્થાનો નાશ પામ્યાં. સૌનો આધાર બની રહેનારા ગૃહસ્થો સાવ નિરાધાર બન્યા. આ બધું કલ્પનાતીત છે. આની સામે ગુજરાતના અને બહારના જૈન મિત્રોએ તન-મન-ધનથી સહાય પણ અજોડ કરી. એવું સાંભળવા મળ્યા કરે કે જૈનોના આધારે ટકનારા લોકોએ પણ, આવી વિકરાળ આફતની વેળાએ, જૈનોની ભારે ઉપેક્ષા સેવી. હંમેશાં આપીને જ રાચનારા મિત્રો, માગવાનો વખત આવે ત્યારે ઘેરી અમુંઝણ અનુભવતા હોય તે સહજ છે. આવા લોકોને સામેથી મદદ આપવાનું તો બાજુ ૫૨, પરંતુ તેમને ફક્ત તેઓ જૈન હોવાને કારણે જ, મદદ ન મળે તેવી પેરવી કરવામાં પણ ઘણે સ્થળે બહાદુરી સમજવામાં આવી. અને આનાથી સાવ ઊલટું, જૈનોએ જ્ઞાતિના, ધર્મના કે અન્ય કોઈ પણ જાતના ભેદ પાડ્યા વિના, માત્ર માનવધર્મને કેન્દ્રમાં રાખીને, આફતગ્રસ્તોને શક્ય સહાય કરવામાં પાછું વાળીને જોયું નથી, તે પણ હકીકત છે; અને આ બીના આપણા માટે અત્યંત ગૌરવપ્રદ છે. તપાસ કરવામાં આવે અને સરવૈયું કાઢવામાં આવે, તો સરકારો,મોટી કંપનીઓ વ.ને બાદ કરતાં, સૌથી વધુ સહાય અને ફાળો જૈનોએ જ મોકલ્યો હોવાનું અવશ્ય બહાર આવે. સ્વૈચ્છિક ફંડ, સ્વૈચ્છિક સંસ્થાઓના ફંડ, સરકારના વિવિધ ફંડો, આ બધામાં એક યા બીજી રીતે સૌથી વધુ દાન જૈનોનું જ હોય તેવું અતિશયોક્તિ વગર કહી શકાય. અત્યારે તો આવા વિચારો મનમાં ઉભરાતા રહે છે. ધરતીકંપની હોનારત પછી મનુષ્યના ગરવા અને વરવા એમ બંને સ્વરૂપના દર્શન વ્યાપકપણે થયાં છે. ધાર્મિક Page #196 -------------------------------------------------------------------------- ________________ પોતાનું રહેઠાણ પડી ગયું હોય, ઘરનાં બાકીના બધા જ સભ્યો દટાઈ મર્યા હોય અને છતાં આ સંકટ નિમિત્તે મળતી આર્થિક સહાયનો અસ્વીકાર કરે, અને વિનયપૂર્વક કહે કે મારા કરતાં વધુ જરૂરતમંદને આપજો”, આવાં ઉદાહરણો ઠેરઠેર બન્યાં છે. તો એની સામે, વિકૃત અને ક્રૂર વલણો પણ જોવા મળ્યાં છે. એક સરકારી (એસ.ટી.) બસ રાજકોટની દિશામાં વહી રહી હતી. તેમાં બેઠેલા પ્રવાસીઓને અચાનક માથાફાટ દુર્ગધ આવવા માંડી. અસહ્ય બનતાં તલાશ આદરી, તો એક સ્ત્રીની પાસેના પતરાના ડબ્બામાં, કોઈના હાથનાં તો કોઈના પગનાં આંગળાં (કાપી લીધેલાં) ભરેલાં જોવા મળ્યાં. આંગળાં પરના દાગીના કાઢવાનો સમય નહિ રહ્યો હોય તેથી મૃતકોના જે તે દાગીના ધરાવતા. અવયવો જ કાપી લીધેલાં, અને ડબ્બો ભરીને લઈ જઈ રહેલી એ બાઈ. આ કેવી ભયંકર વિકૃત મનોદશા ! આફતના અવસરે જ મનુષ્ય-હૃદયની સંસ્કૃતિ કે વિકૃતિ અનાવૃત થતી હોય છે. (વૈશાખ-૨૦૧૭) Page #197 -------------------------------------------------------------------------- ________________ ૩૧ હમણાં કેટલાક વખતથી સાધુજીવન વિશે ચિંતન ચાલે છે. અમારો વિહાર તથા ગોચરી પાણીની સુવિધા-દુવિધા, ગરમી અને તાપની પ્રચંડતામાંયે પંખા જેવાં સાધનો નહિ, આવું થોડુંક નજરે ચડે તેવું જોઈ, જાણીને ઘણાનાં મોંમાથી આદરભર્યો “અરે કારો નીકળી જતો હોય છે; “અમે આવું કઠિન જીવન એક દહાડા પૂરતું પણ ન સહી શકીએ એવું પણ ઘણા બોલતાં હોય છે. હું વિચારું છું કે, શું ખરેખર આવી બાહ્ય સામાન્ય તકલીફોને કારણે જ સાધુજીવન કઠિન છે? પૂર્વના મહામુનિરાજો જે તપ, ત્યાગ કરતા અને કષ્ટો, સંકટો વેઠતા, તેની સામે અમારું આજનું સાધુજીવન તો અત્યંત સુખ ને સુવિધાભર્યું છે. જે થોડુંઘણું પણ કષ્ટ છે, તે તો પેલા મહામુનિઓની ભૂમિકાએ પહોંચવા માટે બાળમંદિર કે જુનિયર કે.જી. જેવું જ. અને આમ પણ કટ વિના ઈષ્ટ ક્યાંથી મળશે? મારી માન્યતા એવી છે કે સાધુપદ પાળવું એ આવા બાહ્ય કષ્ટોને લીધે કઠિન છે એવું નથી. પરંતુ સાધુજીવનમાં, પારકા અને વધુ તો પોતીકા-આપણા લોકો/સમાજ તરફથી, જે માનસિક પીડા આપવામાં આવે છે, તે બહુ કઠિન હોય છે. ભૂખ, તરસ, ટાઢ, તડકો, માંદગી બધું જ સહન થઈ શકે, કેમ કે એમ કરવામાં સહનશક્તિની કસોટી ઉપરાંત કર્મનિર્જરાનો લાભલોભ પણ હોય છે. પરંતુ સાધુ (કે સાધ્વી) પ્રત્યે આજના સમાજમાં એક જાતનું અણગમાનું - અરુચિનું જે વાતાવરણ વધ્યું છે, અને દરેક સાધુ (કે સાધ્વી) ભારરૂપ છે, ગુનેગાર છે, શંકાસ્પદ છે, ખરાબ સ્વભાવના છે – આ જાતની દૃષ્ટિથી જ જોવાની અને વિચારવાની જે પ્રથા વ્યાપક બની છે, તેમજ કાંઈ પણ ખોટું કે પછી “માની લીધેલું ખોટું બને, અને તેનો પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ કોઈ મહારાજ સાથે હોય, તો “હલકું લોહી હવાલદારનું એ ન્યાયે બધો જ ટોપલો મહારાજને માથે ઢોળી દેવાની જે વૃત્તિ વકરતી જાય છે, તે સહન કરવું આજના સાધુજન માટે બહુ મોટો પડકાર છે. દીક્ષાના આપણે ત્યાં બહુ જબરા ઉત્સવો થાય છે. પણ દીક્ષા પછી લોકો એમ જ માને છે કે, “આ તો તરી ગયા, હવે એ ભગવાન જેવા થઈ ગયા; ફલતઃ સાધુ થનાર માણસ પણ એક મનુષ્ય જ છે, અને તેથી તે પણ માનવસુલભ ભૂલ કરી શકે, ગુસ્સાનો કે અન્ય તેવા દોષનો ભોગ પણ બની શકે – આ વાત ધાર્મિક Page #198 -------------------------------------------------------------------------- ________________ લોકો સ્વીકારતા નથી. આથી સાધુ તરફ જોવાની દષ્ટિ બદલાઈ જાય છે. સાધુ કોઈની વાત (વિનંતિ) ન સ્વીકારે, તો તે “અક્કડ ગણાય, કોઈવાર કોઈને અકળાઈને જવાબ આપે, તો તે “ક્રોધી'માં ખપી જાય, કોઈવાર સકારણ પણ કાંઈ કામ ચીંધે, તો તે “પૈસા માગનાર' કહેવાય. કોઈવાર કોઈ વાત | વસ્તુ ચલાવી ન લે, તો તે “ભારરૂપ” અને “સમતાવિહોણા” મનાય. આ જ રીતે, પક્ષાપક્ષીના અને મારા-તારાના આ કલુષિત સમયમાં, કોઈ વિરોધી કે દ્વેષી જણ, સાધુ-સાધ્વી પર કદીક ચોરીનો આક્ષેપ મૂકે, ક્યારેક બદચારિત્ર્યની શંકા ઊભી કરે – વહેતી મૂકે; ન બની હોય તેવી ઘટમાળો સર્જી આપે અથવા જે ઘટના જે સ્વરૂપે અને જે સંજોગોમાં બની હોય તેનો અવળો અર્થ ઊભો કરીને તે ઘટનાનો ઉપયોગ નિર્દોષ સાધુ-સાધ્વીને કલંકિત કરવા માટે કરે, આવું આવું આજકાલ ઘણું ઘણું બને છે. આવું બને એ વેઠવાનું સાધુજીવનમાં બહું કઠિન હોય છે, અને એથીયે વધુ તો, આવું કરનારની વાતને, માત્ર હલકા રસને કારણે, લોકો સાચી માને, ચગાવે અને વળી સાચી ન માનતા હોય તો પેલાને અટકાવવાની પણ તસ્દી ન લેતાં સાધુને જ સમતા જાળવવાની હિતશિક્ષા આપે – આ બહુ બહુ કઠિન હોય છે. પરિણામે, હું એવા તારણ પર આવ્યો છું કે, પોતાની આંતરિક નિર્દોષતા અકબંધ રાખીને, પછી દૈવયોગે ઘરના માણસો કે સમાજ તરફથી આવી પડતી, બદનામીને જે શાંતભાવે, બદલાની કે વૈરની વૃત્તિ વિના, સહન કરી જાણે તે સાધુ. આ અર્થમાં કહી શકાય કે, “આ કાળમાં સાધુ થનારા મહાન.” ખરી વાત તો એ છે કે, જેણે સાધના કરવી છે અને લોકસંપર્ક તોડવો છે, એને માટે તો આ પ્રકારની બદનામી કે, અપકીર્તિ બહુ ઉપકારક થઈ પડે. એક કથા છે કે, રાજા ભર્તુહરિ અને રાજા ગોપીચંદ બન્ને રાજ્ય છોડીને યોગી થયા પછી એક ઉદ્યાનમાં બેય ભેગા થઈ ગયા. બન્ને જ્ઞાની, બન્ને સાધક, એટલે તત્ત્વની છોળો ઉછળે. નગરમાં વાત પ્રસરી, એટલે લોકો ઉમટ્યા. કેડો ન છોડે. પરિણામે બન્નેની સાધના ચૂંથાય. એક દહાડો બન્નેએ કારસો રચ્યો. લોકોની ભીડ એકત્ર થવા માંડી ત્યારે બન્ને જણે એક સૂકા રોટલા માટે કજિયો શરૂ કર્યો. રોટલો કોનો' એ મુદ્દે બેય એવા ઝઘડ્યા, એવા ઝઘડ્યા કે ચીપિયા લઈને એકમેકને મારવા સુધી પહોંચી ગયા. લોકો તો આ જોઈને ડઘાઈ જ ગયા. ગુસપુસ ચાલુ થઈ કે આપણે ધારેલું કે આ જેવા જ્ઞાની છે તેવા ત્યાગી પણ છે. પણ આ બે તો એક સૂકા રોટલા માટે બાઝે છે ! આવો મોહ ! આવો ક્રોધ ! છે કે * ૧૮૮ Page #199 -------------------------------------------------------------------------- ________________ એમનામાં ને આપણામાં ફેર શું તો પછી ? અને આવા પાસે સાંભળેલા ઉપદેશનો અર્થ શો? ચાલો ચાલો, ઘરભેગાં થઈ જાવ. ગણતરીની જ પળોમાં એ આખો વિસ્તાર નિર્જન ! બધા જ ગયા તેની ખાતરી પડતાં જ બેય સાધકોએ રોટલો ને ચીપિયા પડતા મૂક્યા અને પ્રેમથી પરસ્પર ભેટીને કહ્યું કે, હાશ, હવે આખા ગામમાં આપણે બદનામ થઈ ગયા હવે આપણને કોઈ નહિ પજવે, આપણે નિરાંતે સાધના અને જ્ઞાનગોષ્ઠિ કરી શકીશું. સાર એટલો કે જેને સાધનામાં આગળ વધે છે, તેણે ગમે તે પ્રકારની બદનામી કે અપકીર્તિને આશીર્વાદ ગણીને ચાલવું. નિન્દા કરે સો પરમ ઉપકારી - એ સૂત્ર જ સાધુની સહનવૃત્તિ અને સમતાને વિકસાવી આપે, એ વાત ભૂલવા જેવી નહીં જ. ધર્મ વધારજોપાપ ઘટાડજો. (જેઠ-૨૦૧૭) ધામિક Page #200 -------------------------------------------------------------------------- ________________ ગયા વખતના પત્રના અનુસંધાનમાં કેટલીક વિચારણા તથા વાતો કરવી છે. આ વખતે તાજેતરમાં કેટલીક અજુગતી ઘટનાઓ એવી બની કે જે જાણ્યા પછી હૈયું ભારે કષ્ટ અનુભવ્યા કરે છે. બહુ જ ટૂંકમાં તે વિશે ઈશારા આપું ૧. પાલીતાણા જેવા તીર્થક્ષેત્રમાં વર્ષોથી સ્થિરવાસ રહેલાં એક વૃદ્ધ સાધ્વી મ.નો સામાન, તે સ્થાનમાં કાયમ આવનારા જૈન (?) યાત્રાળુઓએ રોડ પર ફેંકી દઈને ઘરડાં સાધ્વીઓને ધક્કો મારી કાઢી મૂક્યાં. રાત પડતી હોઈ અધિકૃત સંસ્થા પાસે નવો આશરો લેવા જતાં ત્યાંથી પણ જાકારો મળ્યો. વૃદ્ધ સાધ્વી મ.ને થયું કે, મારા કારણે જ આ કષ્ટ ? આ હીલના? તેમણે વ્યગ્ર થઈને વિષભક્ષણ કર્યું, અને દેહ ત્યજી દીધો. ૨. શંખેશ્વરજી જેવા તીર્થમાં એક જૈન (?) આદમીએ ૭૫ વર્ષની વયનાં સાધ્વી મ.ને “વેશ્યા' જેવા હલકા શબ્દોથી નવાજી ધક્કા, તમાચા માર્યા, કપડાં ફાડ્યાં, પછાડ્યાં, પાતરાં તોડ્યાં, ૬૫-૬૫ ઠાણાનું આવા જ હીન શબ્દોથી અપમાન કર્યું. પછી કોઈ સંઘો/શ્રાવકો તેને શિખામણ આપવા ગયા, તો ગુંડા ભેગા કરીને હથિયારો બતાવી ખતમ કરી નાખવાની ધમકી આપી. કોઈ કાંઈ જ ન કરી શકયું. એ આદમી બિન્ધાસ્ત ફરે છે, ત્યાં જ. અછાજતાં આળ, કલંક અને આરોપ આપવાના બનાવો તો ઘણા બધા અનુભવવા મળે છે. એક જ બનાવ ટાંકું: એક દીકરી. બચપણથી ઘરનો પ્રેમ ન મળ્યો. લાગણી – ભૂખને લીધે અન્યત્ર વળી. વાસનાવિહીન લાગણીના જ વ્યવહાર. તો તેના જ ઘરનાએ તેના પર કુમળી વયથી જ બદચલન હોવાનો આક્ષેપ મૂક્યો. વર્ષો સુધી આ વહેમી રસમ ચાલતી રહી. દીકરી કંટાળી, આપઘાત કરવા ભાગી. પુણ્યોદયે ગુરુ મ.નો યોગ મળી ગયો. સમજાવી, વાળી ને સંયમમાર્ગ આપ્યો. દુઃખમય જીવન સુખમાં ફેરવાયું, વર્ષો વહ્યાં. બન્યું એવું કે પોતાનાં ગુરુની માંદગીની સારવાર અર્થે પોતાનો પરિવાર રહેતો તે ક્ષેત્રમાં જવાનો યોગ આવ્યો. પરિચિત ગૃહસ્થ ભક્તિવશ બધો ભોગ આપીને સારવાર સુપેરે કરાવી. એમાં ગુરુ-શિષ્યા બન્નેના પૂર્વ-સ્વજનોને પેલી ભોગ આપનાર વ્યક્તિ સાથે ન જેવાં કારણોથી વાંધો પડ્યો. પરિણામે તે સ્વજનોએ મળીને સ્ટોરી ઘડી કાઢી કે આ સાધ્વી અને આ વ્યક્તિને આડો વ્યવહાર છે, Page #201 -------------------------------------------------------------------------- ________________ બદચલન છે. પૈસા ખર્ચવા, સારવાર માટે જરૂરી સગવડ કરવી, પછીની માવજત આપવી, આ બધું તો દૂર; પણ બધા આવો આક્ષેપ કરીને તે સાધ્વીઓને તેમના નસીબના ભરોસે છોડી વિમુખ, બલ્કે વિપરીત, થઈ ગયા. પરાકાષ્ઠા તો એ હતી કે, આવી ‘વાર્તા’ ઘડવામાં ચાવીરૂપ ભાગ ભજવનાર વ્યક્તિ સ્વયં એક સાધ્વીજી હતાં ! ગમે તેવો તપ, ત્યાગ, ધર્મ, ધનવ્યય, ક્રિયાઓ કરતાં હોય તો પણ આવા પરિવારોને કે લોકોને ધર્મી, સમક્તિી માનવાનું મન માનતું નથી. પૂજ્યપાદ નંદનસૂરીશ્વરજી મ.ના શબ્દોમાં કહીએ તો પરની નિંદા જે કરે, અને ફૂડાં દેવે આળ, મર્મ પ્રકાશે પર તણાં, તેથી ભલો કહ્યો ચંડાળ ! સાધુ કે સાધ્વીને આત્મહત્યા કરવા ભણી ધકેલે તેવા સંયમીને સંયમી કેમ ગણાય અને તેવા જૈનને જૈન કેમ ગણાય ? શ્રેણિક રાજાએ એક મોંઘી કામળી મેળવવા માટે મચ્છીમારી કરતા મુનિને જોયા, તો જાતે તેમને એક બાજુ લઈ જઈ, જાળો છોડાવી, કિંમતી કામળી વહોરાવી; ત્રીજા કોઈને ખબર પણ પડવા ન દીધી, અને શાસનની લઘુતા થતી અટકાવી. એ જ રીતે રાજમાર્ગ પર ગર્ભવતી સાધ્વીજીને જોયાં, તરત મહેલે લઈ ગયાં, અને પટરાણી ચેલ્લણા દેવીને સ્વહસ્તે જ તેની ઉચિત કાર્યવાહી કરવાનું ભળાવ્યું. કેમ ? તો શાસનની લઘુતા અટકાવવા માટે જ. સિદ્ધરાજ જયસિંહના મહામંત્રી શાન્તુ મહેતા. પોતાના બંધાવેલા જિનાલયમાં પૂજા માટે પ્રવેશે છે, ત્યાં જ એક સાધુ ભગવંત અને એક ગણિકાને દુરાચાર સેવતાં (દેરાસરમાં) નિહાળ્યાં. મંત્રીએ તે વાત અણદેખી કરી, અને તે જ ઘડીએ તે સાધુને ખમાસમણ દેવા પૂર્વક વંદન કર્યું, અને બીજું કાંઈજ બોલ્યા કે કહ્યા વિના અંદર ચાલ્યા ગયા. તેમણે ધાર્યું હોત તો વેષ છીનવી શક્ત, જેલમાં નખાવી શક્ત, ,સંઘમાં જાણ કરીને શિક્ષા કરાવી શકત. પણ તેમણે તેમ ન કર્યું. કેમ ? – શાસનની લઘુતા ન થાય એ માટે જ, અને “જીવમાત્ર કર્મને આધીન છે; તેના પ્રત્યે કરુણા હોય, દ્વેષ નહિ’’ – આવી સમજણથી જ. પરિણામ? એ સાધુએ ગુરુ સમક્ષ પાપ આલોવી, ફે૨ દીક્ષા લઈને સિદ્ધાચલજી ઉપર ઘોર તપ અને સંયમ આરાધ્યો, અને આત્માને ઊર્ધ્વગામી બનાવી દીધો. તો પ્રત્યક્ષપણે કુકર્મ આચરનાર પ્રત્યે પણ આ રીતે વર્તનાર શ્રેણિક અને ધાર્મિક Page #202 -------------------------------------------------------------------------- ________________ શાન્ત્ મંત્રીને આપણે શું કહીશું ? ધર્મી કે ધર્મવિરોધી? સમ્યક્ત્વી કે મિથ્યાત્વી? હકીકતમાં ધર્મની, શ્રદ્ધાની અને સમ્યક્ત્વની કસોટી આવા જ અવસરે થતી હોય છે. આ બન્ને મહાનુભાવો એ કસોટીમાં સોમાંથી સો ગુણાંકે ઉત્તીર્ણ થયા હતા એમ શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે. આવા રાજા ભોજ જેવા મહાન આત્માઓ સામે હવે ગાંગા તેલી જેવા ઉપરોક્ત નમૂનાઓને મૂકી જોઈએ. બહુ મજા આવશે. જે આત્માઓએ અજુગતું કામ કર્યું જ નથી, તેમને તેવું દુષ્કૃત્ય કરતાં કોઈએ અને પોતે જોયાં પણ નથી છતાં, માત્ર પોતાના છીછરા અહંને અને વટને ધક્કો વાગે એટલા માત્રથી જ, પૂર્વગ્રહ - પ્રેરિત દ્વેષવૃત્તિથી પ્રેરાઈને અને તેથીયે વધુ, પોતાના દોષો, ખરાબીઓ વગેરેને આ લોકો જાણી ન જાય તેવી ગણતરી રાખીને, નિર્દોષ-નિષ્કલંક આત્માઓ પર અછાજતાં આળ ચડાવે, કલંક લગાડે, તેની વાતને જ્યાં ને ત્યાં કહેતાં ફરે, તેવા લોકોને ધર્મ, સમકિતી, સંયમી કે જૈન કહેવા એ પણ મોહદશાને પોષનારૂં ગણાય. સાચો ધર્મી અન્યની ભૂલને ઢાંકે. સાચો ધર્મી અન્યને અકારણ તો નહીં જ, પણ સકારણ પણ ના વગોવે. સાચો સમ્યકત્વી, ભૂલ કરનારને તેવી ભૂલ ત્યજી દેવાનું મન થાય તે રીતે વર્તે. તેની એવી સારવાર કરે કે ધર્મ ચૂકનારો પણ પાછો માર્ગે ચડી જાય. સમ્યકત્વવંત હોય તે શાસનના એક પણ અંગની કે અંશની, કારણ મોજૂદ હોય તોય નિંદા ન કરે. તે તો સતત ફફડતો હોય કે કોઈના દોષ જોવામાં – ગાવામાં વગોવવામાં ૨ખે મારા હાથે શાસનની લઘુતા થઈ જાય ! ગરીબને જ ધનની જરૂર હોય, ભૂખ્યાને અન્નનો ખપ હોય, અને બિમારને જ સારવારની આવશ્યક્તા હોય; અને તેની જેમ ધર્મને ચૂકી જનારા માણસને જ માર્ગે ચડાવવાનો હોય. ધર્મી માર્ગે ચડાવે, અધર્મી વગોવે. સમ્યક્ત્વી સર્વમાં શુભ/ગુણ શોધે. મિથ્યાત્વી બધામાં અશુભ/પાપ જ દેખે. આપણે શું થવું છે ? અથવા શું છીએ ? તેનો જવાબ શોધજો, મેળવજો અને લખજો . (અષાઢ-૨૦૧૭) ૧૯૩ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૩૩ આરાધનાનો આનંદ અનેરો હોય છે. પરંતુ તે આનંદનો વાસ્તવિક અનુભવ તો અંતરમાં આરાધકભાવ કેળવાય - જાગે તો જ થઈ શકે. આરાધકભાવ એટલે આરાધનાની પરિણતિ. આરાધના કરવી ગમે, આરાધના કરતાં કરતાં હૈયું પુલકિત અને તન્મય બનવા માંડે, આરાધનાને કારણે ચિત્તમાં બાઝેલા ક્લેશો અને મલિન વાસનાઓ તરફ અણગમો ઉપજવા માંડે, તો સમજવું કે આપણને આરાધભાવ જાગી રહ્યો છે. અને એ ભાવ જાગ્યા પછીની આરાધના એટલે કર્મનિર્જરાની, આત્માના કલ્યાણની અને આંતરિક સદ્ગુણોના વિકાસની ઉમદાઉત્તમ પ્રક્રિયા બની રહેવાની. વિરાધનાનાં કારણો ડગલે-પગલે મળવાનાં. ક્લેશ, નિંદા, કુથલી અને પાપનાં આલંબનો આપણી ચારે બાજુએ સતત ફેલાયેલાં જ હોય છે. પરંતુ એ આલંબનોનો ભોગ આપણે બનીએ એ સાથે જ આરાધના આરાધના મટી જાય અને વિરાધનામાં ફેરવાઈ જાય. પછી કર્મો ચીકણાં બંધાય. પાપો વધતાં જાય. ચિત્ત દુર્ગુણોથી ગંધાઈ ઊઠે. જિનેશ્વર પરમાત્માનું શાસન પામ્યા પછી આ દશા ક્યાં સુધી નિભાવીશું? વહીવટ, મારું તારું, કજિયા-કંકાસ, છળ-પ્રપંચ અને કાવાદાવા, આ બધું ભવોભવ કરતાં આવ્યા છીએ, અને આ ભવમાં પણ આજ સુધી આ જ બધું કર્યા કર્યું છે. આજ લગી તો અણસમજમાં અને નાદાનિયતમાં આ બધું ચાલી ગયું. પણ હવે? હવે નથી સુધરવું? નથી સમજવું? આવું દિવ્ય અને શ્રેષ્ઠ ધર્મશાસન મળ્યા પછી પણ એ જ પ્રપંચો ચાલુ રાખવા છે ? યાદ રહે, આ બધી નાદાની જ જો ચાલુ રહેશે તો, ફરીથી આ શાસન નહિ મળે, ફરીથી આવો ભવ પણ નહિ મળે, અને મળશે તો પણ સતત અન્યના કાવાદાવાના ભોગ બનીને દુઃખી દુઃખી જ જીવન મળશે. એટલે હજી પણ ચેતી જવામાં અને આ બધી જંજાળોને છોડી દઈ આરાધકભાવથી મહેકતી આરાધનામાં પરોવાઈ જવામાં જ ભલીવાર છે. સુજ્ઞ હોય તેને આનાથી વધારે શું કહેવાય? સમજદાર સાનમાં સમજે. અણસમજુને સમજાવવાનું સાહસ તો ખુદ ભગવાન પણ નથી કરતા. (શ્રાવણ-૨૦૧૭) વાર્ષિક Page #204 -------------------------------------------------------------------------- ________________ ૩૪ દેશ અને દુનિયા અત્યંત વિષમ, સંકટગ્રસ્ત અને ભયજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. ભગવાન માટે અંગ્રેજીમાં GOD શબ્દ છે. એના ત્રણે 2492Grufi (Generation) pala (operation) 247 cluziela } વિનાશ (Distruction) એમ ત્રણ વૈશ્વિક પ્રક્રિયાનું સૂચન કરે છે. આજે પ્રવર્તતી ઘટમાળ કે દુર્ઘટનાઓ એ આ ત્રણમાંની ત્રીજી- Distruction ની પ્રક્રિયા પ્રારંભાઈ હોવાનો, કદાચ, સંકેત આપે છે. સૃષ્ટિ અને સંહાર, જન્મ અને મૃત્યુ, સંયોગ અને વિયોગ - એ આપણાં સંસારનું સનાતન સત્ય છે. આ બે પરસ્પરના વિરોધી પરિબળો ન હોય, ન પ્રવર્તતાં રહે, તો સંસાર નભે જ નહિ. “સંસાર ને જો એક ગંજાવર મેન્યુફેક્યરીંગ કંપની તરીકે, સ્વીકારીએ તો તેનો મુદ્રાલેખ “સર્વ ક્ષણિક - બધું જ નાશવંત - ક્ષણભંગુર, અસ્થિર અને તેથી અસાર-અવિશ્વસનીય – એવો જ માનવો પડે. અત્યારે પ્રવર્તતી પરિસ્થિતિ એટલે સંસારરૂપી કંપનીના અધિપતિ (M.D.) એવા કાળદેવતા દ્વારા આ મુદ્રાલેખનું પ્રત્યક્ષ અમલીકરણ. જો બધું જ નાશવંત હોય તો ભરોસો શેનો કરવો ? આશ્વાસન કયાંથી મેળવવું? આપણા જેવા પામર આદમીઓની આવી અમૂંઝણનો એકજ જવાબ છે - ધર્મનું શરણું. બધું જ નાશ પામે; બધું જ છૂટી જાય, છોડવું જ પડવાને; આપણી નજર સામે બધું ખતમ થતું હોય અને આપણે અસહાય બનીને જોયા કરવાનું આવે; આવી વારંવાર, બબ્બે સતત આવ્યા કરતી અવદશામાં આપણું સાચું આશ્વાસન અને રક્ષણ એકજ : ધર્મનું આરાધન, ધર્મનું શરણ, ધર્મની આસ્થા. બધું જ ટળી જાય ત્યારે પણ જે આપણો સાથ ન છોડે અને આપણને હામ, હૂંફ, હિંમત અને હોશ આપે તેવી ચીજ માત્ર ધર્મ છે. આજના વિષમ વાતાવરણમાં ધર્મને આશ્રયે વર્તશે તે જીવતાં ને મરતાં પણ પોતાનું સાધી જશે. બાકી તો સંસારના કીડા છીએ જ. ધર્મી, સર્જન અને સમજદાર માણસોને ભાગે માત્ર હેરાનગતિ, પીડા અને અડચણો કેમ? અને અધર્મી, દંભી, ભ્રષ્ટ તથા હીન-આચારવાળા લોકોને લીલાલહેર, વાહવાહ તથા હાડોહાડ ખોટા-પ્રપંચી હોય છતાં તેઓ જ સારાસાચા એવી માન્યતા કેમ? વિચારશીલ એવા અનેક આત્માઓને સતત પજવતી, આ સમસ્યાનો શાસ્ત્રાધારિત ઉકેલ કાંઈક આ પ્રમાણે હોઈ શકે ? Page #205 -------------------------------------------------------------------------- ________________ • કોઈ પણ પ્રકારની અનુકૂળતા પુણ્ય વડે જ સાંપડે. અને તમામ જાતની પ્રતિકૂળતા પાપોદયે જ સંભવે. “પુણ્ય પૂર્વ કાળે કે પૂર્વ ભવે કરેલા ધર્માચરણનું પરિણામ ગણાય. એ જ રીતે પૂર્વના અધર્માચરણનું પરિણામ “પાપ” ગણાય. • માત્ર પુણ્યાનુબંધી પુણ્ય' ને બાદ કરતાં, મોટા ભાગના પુણ્ય'ની – પુણ્યોદયની તાસીર એવી છે કે, જે ભલભલાને પાપને-આડે રવાડે જ ચડાવે, અને પુણ્યના મદમાં ઉન્મત્ત બનાવી, તેના ઓઠે ખોટાં કામ જ કરાવે. પાપોદયનું આનાથી વિપરીત જાણવું. “પાપાનુબંધી પાપ'ને બાદ કરતાં શેષ પાપોદયની તાસીર એવી જણાય છે કે તે દુઃખથી વ્યાકુળ જીવને સન્માર્ગે અને સદાચરણ તેમ જ ધર્મારાધન પ્રતિ દોરી જાય, ઘણે ભાગે. • કર્મનો કાનૂન એવો છે કે, શુભ કે અશુભ - કોઈ પણ કર્મ તમે બાંધી લ્યો, તે પછી તે તરત જ ભોગવવાનું નથી હોતું. તે કર્મની જેવી – જેટલી સ્થિતિ બાંધી હોય તેના હિસાબે તે બાંધેલા કર્મનો એક ચોક્કસ મુદતનો “અબાધા કાળ' નક્કી થાય છે. અર્થાત્, જે તે શુભાશુભ કર્મ બાંધ્યા પછી તે કર્મ અમુક ચોક્કસ સમયગાળા સુધી ભોગવવાનું નહિ, પણ તે ગાળો એટલે કે “અબાધા કાળ' પૂરો થયા બાદ જ તે કર્મ ઉદયમાં આવે અને ભોગવવું પડે. • જે લોકો અત્યારે ખૂબ સુખી છે, બધીજ રીતે જેમની ઉન્નતિ તથા ઉત્કર્ષ થતાં દેખાય છે, અને સાથે સાથે એ લોકો ખતરનાક હવે દુષ્ટતા અને દુરાચરણો વગેરેનું છડેચોક કે ભરપૂર સેવન કરતા હોવા છતાં તેમના પુણ્યને કારણે તેમની તે વાતો પણ સદાચાર અને શિષ્ટતામાં ખપે છે; આવા લોકોની આ પ્રતિષ્ઠાનો અર્થ એટલે જ કે એમણે અગાઉ ઉપાર્જન કરેલા “પુણ્ય' (શુભ) કર્મનો “અબાધા કાળ' અત્યારે પૂરો થયેલો છે, અને તેનાં મીઠાં ફળ ચાખીને તેઓને થયેલો ઉન્માદ,તેમની પાસે દુષ્ટતાનાં કાર્યો નિર્વિઘ્નતાથી અને સફાઈ ભરેલી સફળતાથી કરાવે છે. પરંતુ, તેઓ આ રીતે વર્તીને ખરેખર તો પોતાની પુષ્પાઈની મૂડીને આડેધડ ખરચી-વેડફી જ રહ્યા છે, અને વધુમાં તે પુણ્યાઈનો ગેરઉપયોગ કરીને ભયંકર પાપો નવા બાંધી રહ્યા છે; જેનુ ત્રાસદાયક પરિણામ તેઓએ આવતા સમયમાં કે ભવોમાં, તે કર્મોનો “અબાધા કાળ” પૂરો થતાં જ ભોગવવાનાં આવશે. • અને આ જ પ્રમાણે, જેઓ અત્યારે અત્યંત યાતનામય, વિનોથી - નડતરથી ઉભરાતું અને તેથી વાતે વાતે ઉદ્વેગપૂર્ણ જીવન જીવે છે, તેમની તે સ્થિતિનું રહસ્ય એ છે કે તેમણે પૂર્વે બાંધેલા પાપ' (અશુભ) કર્મનો “અબાધા ધાર્મિક Page #206 -------------------------------------------------------------------------- ________________ કાળ' હાલ પૂરો થયેલો છે; અને તેના ઉદયથી તેઓએ અત્યારે ન કલ્પી કે ન સહી શકાય તેવી અગણિત ઉપાધિઓ વેઠવાની આવી છે. પરંતુ આવા સંજોગોમાં એ લોકોને જો સારું સૂઝી જાય, અને બૂરાં કાર્યો વ. થી દૂર રહીને સન્માર્ગે વળી જાય, તો તેમની ‘પાપ'ની મૂડી ઝડપભેર ખતમ થતી જશે. અને તેની સામે બંધાતા જતાં શુભ કર્મોના જથ્થાનો ‘અબાધા કાળ' પૂરો થતાંજ, આવતા સમયમાં ભવમાં તેમણે તેના મીઠાં ફળ ચાખવાનો સમય આવશે જ. • સાર એ કે આપણી અત્યારની તકલીફો વિશે ફરિયાદ કે કકળાટ કરવાનું છોડવું, બીજાનાં દુરાચરણો છતાં તેમને મળતી સફળતા પરત્વે પણ અંજાઈ જતાં કે તેમાંથી પ્રેરણા લઈને ખોટે રસ્તે જતાં અટકવું, અને પૂર્વનાં પાપોની અટકળ કરી તેનો તીવ્ર પસ્તાવો કરી ધર્મ અને સદાચારના પંથે પ્રયત્નપૂર્વક ચાલવું - એ જ શ્રેયસ્કર છે. (દ્વિ. આસો-૨૦૫૭) Page #207 -------------------------------------------------------------------------- ________________ ૩૫ હમણાં એક મજાની વાર્તા સાંભળવા મળી. એક ગુરુએ દેશમાં એક મોટો આશ્રમ સ્થાપ્યો. તેમાં સાધના, અધ્યયન, કર્મકાંડ વગેરેની અદ્ભુત જોગવાઈ કરી. સાચા સાધકોનો ત્યાં મેળો થવા લાગ્યો. હવે ગુરુ તો હતા ફક્કડ રામ. તેમણે જોયું કે, બધું બરાબર ગોઠવાઈ ગયું છે, એટલે એક ઉત્તમ શિષ્યને તે આશ્રમનો હવાલો સોંપીને તેઓ બાકીના બહોળા શિષ્યવૃંદ સાથે ત્યાંથી નીકળી ગયા. પેલા શિષ્યને બધું ભળાવ્યું અને કહ્યું કે, તને ક્યારેક જરૂર પડે તો સાદ પાઠવજે, તો કોઈને સહાયક તરીકે મોકલીશ. પછી તેઓ નીકળી ગયા, દૂર સુદૂર હિમાલયની પર્વતમાળા બાજુ. વખતના વહેવા સાથે પેલા શિષ્યનો બોજો બહુ વધી ગયો. તેને થયું કે એકાદ સદ્યોગી હવે અનિવાર્ય છે. તેણે ગુરુજી પર સંદેશો મોકલી આપ્યો. સંદેશો મળતાં જ ગુરુએ ૧૧ શિષ્યોને ત્યાં પહોંચવા આજ્ઞા આપી. બધા ચમક્યાઃ જરૂર એકની છે, અને ગુરુજી ૧૧ ને મોકલે છે? તત્ક્ષણ તો કોઈએ હિંમત ન કરી પૂછવાની, પણ થોડા દિવસ પછી એકવાર ગુરુજીને હળવા મિજાજમાં જોઈ એક જણે પૂછી દીધું : એકને બદલે અગ્યારને કેમ મોકલ્યા? ગુરુ હસ્યા. તેમણે કહ્યું: “જુઓ, અહીંથી આપણો આશ્રમ હજારો ગાઉ દૂર છે. રસ્તામાં પહાડો, નદીનાળાં, અનેક તીર્થો અને આશ્રમો અને શહેરો પણ આવે. વળી રસ્તા પણ વિકટ-દુર્ગમ. ચાલતાં જવાનું એટલે સમય પણ ખાસ્સો જાય. એમાં વરસાદ, ઠંડી વગેરે મોસમો પણ નડે જ. તમને લાગે છે કે, આટલાં બધાં વિઘ્નો અને પ્રલોભનો - બધાંને ઓળંગીને આ બધા આશ્રમ પર પહોંચવાના ? શકય જ નથી. અમુક જણા વિઘ્નોથી કંટાળી જવાના, તો અમુક કોઈ ને કોઈ સાધના કે અન્ય પ્રલોભનમાં લપટાઈ જવાના; ફલતઃ ૧૧માંથી મોટા ભાગના તો ત્યાં પહોંચશે જ નહિ. પહોંચશે એક કે બે જણ. માટે મેં એને બદલે ૧૧ ને મોકલ્યા છે. બધા નહિ તો એક-બે તો પહોંચશે ! જો બેને જ મોકલ્યા હોત તો? તો એકેય ન પહોંચત!' અને ગુરુની દૃષ્ટિ માટે સૌનું માન વધી ગયું. કથા તો અહીં સમાપ્ત થાય છે. આનો અર્થ-બોધ આપણે તારવીશું? આપણાં શાસ્ત્રોમાં તીર્થકર ભગવાનના પરિવારના આંકડા આવે છે. દા.ત. ભગવાન વીર પરમાત્માને ૧૪ હજાર સાધુ, ૩૬ હજાર સાધ્વી, એક લાખ ને પ૯ હજાર શ્રાવકો અને ૩ લાખ ને ૧૮ હજાર શ્રાવિકાઓનો પરિવાર હતો. છે. તો શું ભગવાને આટલાને જ બોધ કે ધર્મ પમાડ્યો હશે? આટલાએ જ દેશના ધાર્મિક Page #208 -------------------------------------------------------------------------- ________________ સાંભળી હશે? આથી વધુ લોકોને પ્રભુની વાણીનો લાભ નહિ મળ્યો હોય ? – ના, એવું નથી, ન જ હોય. ભગવાનની વાણી તો લાખો બબ્બે કરોડોને સાંભળવા મળી હોય, પરંતુ તે પછી સંસારમાં રહેલાં વિધવિધ પ્રલોભનો-વિદ્ગોને ઓળંગી જવામાં અને તેને પેલે છેડે જઈને આત્મસાધન કરવા માટે આટલા હજાર કે લાખ જણા જ સમર્થ બન્યા; બાકીના જયાં ત્યાં અટકી-અટવાઈ ગયા, એમ જ માનવું પડે. એટલે જેઓ અટવાયા નહિ, પીછેહઠ ન કરી ગયા, તેવા થોડાક લોકોને જ ભગવાનના પરિવારમાં સમાવેશ પામવાની તક લાધી, બાકીના રહી ગયા. ભગવાનના નિર્વાણ બાદ, બહુ જ ઝડપથી આપણે ત્યાં “પડતી આવી. ભસ્મગ્રહનો પ્રભાવ ગણો કે હુંડા અવસર્પિણીનો મહિમા, પણ આપણી આજની સ્થિતિ એવી છે કે, સેંકડો-હજારો જણાને ધર્મ સમજાવાય ત્યારે પ-૨૫ માંડ શ્રાવક બને, અને ર૫ જણા શ્રાવક બને તેમાં માંડ ૨-૩ જણા કાંઈક (પૂરેપૂરું તો નહિ જ) વ્રત પાલન કરે. આવું જ સાધુજીવનનું પણ કહી શકાય. કેટલા બધા સાધુતાની – ચારિત્રની વાતો સાંભળે ત્યારે માંડ બે – પાંચ - દસને દીક્ષા લેવાનું મન થાય. અને એમ ઘણાં દીક્ષા પામે ત્યારે તેમાંથી અમુક વિરલ જીવો રૂડો સંયમ પાળીને આત્મકલ્યાણના પંથે પ્રગતિ સાધી જાય. બધા બધી રીતે બધું પાળે જ, એમ અપેક્ષા રાખવી કે માની લેવું તે જરા વધુ પડતું ગણાય - આ વિષમ કાળમાં. કોઈ ઢીલા પણ પડે. કોઈને મોહનીયનો ઉદય આવી જાય તો પીછેહઠ પણ કરી જાય. પડતા કાળમાં અને મોહમય આબોહવામાં આવું બનવું જરા પણ અશક્ય નથી, કે આશ્ચર્યકારક પણ નથી. ખરેખર તો આવું ન બને તો જ અચંબો પામવાનો. ઘણા લોકો આવી કોઈની પીછેહઠ થતી જુએ – જાણે ત્યારે શાસનની હીલના થાય તે રીતે વર્તન કરે છે, વાતો બનાવે છે અને સારા-નરસાનો કે હિતાહિતનો વિવેક કર્યા વિના બધાની નિંદા તથા બધાને રંજાડવાનું જ કામ કરવા માંડે છે. પડનાર જીવ તેના કર્મના કારણે પડે છે. તેના જીવનમાં આવું પતન એ એક બિમારી કે માંદગી જ ગણાય. પરંતુ અણસમજુ કે દોઢડાહ્યા લોકો આવી બિમારી પામનારા પ્રત્યે સહાનુભૂતિથી કે કલ્યાણની કામનાથી જોવા-વર્તવાને બદલે તેની બદનામી કરવામાં જ રસ લે અને સાધુઓની તથા શાસનની નિંદા તથા હાલનામાં આનંદ અનુભવે, તેનો અર્થ એટલો જ કે એવા લોકો આ ભવમાં ‘દુર્જન' બની રહેવાના; ધર્મના દ્વેષી તરીકે ચીકણાં પાપકર્મ બાંધવાના; મા: Page #209 -------------------------------------------------------------------------- ________________ ભવાંતરમાં દુઃખ તથા દુર્ભાગ્ય તો પામવાના જ; ઉપરાંત ભવોભવમાં વીતરાગના ધર્મમાર્ગથી વંચિત - દૂર રહી જવાના. અને એવું બની જાય કે, પેલો “પડેલો જીવ, તેનાં કર્મો બદલાઈ જાય અને પાછો ધર્મના - સંયમના રાજમાર્ગે ચડી જઈને પાપોનો ક્ષય કરી નાખે અને તરી જાય. પડેલા ચડી શકે, પણ પાડનારા અને પડતાની હીલના કરનારા માટે ચડવાના ચાન્સ દુર્લભ. તમારે દુર્લભબોધિ બનવું છે? મિથ્યાત્વ જ તમને વધુ ફાવે છે ? સમકિત અને સતધર્મથી હંમેશ માટે વેગળા રહેવું છે? ભગવાનનો ધર્મ અને સાધુ ખોટાખરાબ જ હોય એમ માનવામાં જ તમને સારું લાગે છે? ઉપરના સવાલોનો જવાબ જો “હા” હોય તો જ પડતા જીવની હાંસી કરજો. તો જ સાધુની અને ધર્મની નિંદા તથા હીલના કરજો . અમે ક્યારેય તમને રોકવાની મહેનત નહિ કરીએ. તમારુયે ભલું થાય એવી દવા જ ચિંતવીશું. અને ઉપરોક્ત સવાલોના જવાબમાં તમારી “ના” હોય, તેમ જ તમે સાચા હૃદયથી શ્રાવક તથા ધર્મપ્રેમી હો, તો આ પત્ર વાંચવાની સાથે જ પ્રતિજ્ઞા કરજો કે કોઈપણ સાધુ-સાધ્વીની અમે નિંદા નહિ કરીએ. ધર્મની હલના થાય તેવી વાત કે વર્તાવ નહિ આચરીએ. સંઘની માનમર્યાદા નહિ લોપીએ. શ્રાવકને સંબોધન થાય છે: દેવગુરુધર્મ આરાધક. તેમાં વિરાધક નથી લખ્યું હોતું. આરાધક કેવા હોય? કેવા હોવા જોઈએ? શું કરવાથી અને શું ન કરવાથી આરાધક થઈ શકાય? તેનો શાંતિથી વિચાર કરજો. બહુ લાભ થશે. (આસો-૨૦૧૮) • નહી લામિક Page #210 -------------------------------------------------------------------------- ________________ ૩૬ “વસ્તરત્નકોશ' નામનો એક પ્રાચીન ગ્રંથ છે. જોધપુરથી તેનું પ્રકાશન થયેલું છે. તેમાં ધર્મ, નીતિ, સમાજ, રાજનીતિ વગેરે વિવિધ સંદર્ભોના પરિપ્રેક્ષ્યમાં અનેક વાતોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તેમાં એક સરસ સૂત્ર એવું છે કે “સંસારમાં મહોત્સવ પાંચ પ્રકારે થાય છે : ૧. જ્ઞાન મહોત્સવ, ૨. ધર્મ મહોત્સવ. ૩. અર્થ (ધન) મહોત્સવ, ૪. કામ મહોત્સવ. ૫. મોક્ષ મહોત્સવ.” આપણા માટે “મોક્ષ' મહોત્સવની વાત તો ઘણી વેગળી છે. તે સિવાયના ચારની વાત વિચારીએ તો, કામ એટલે કે કામના કોઈ આપણી પૂરી થઈ જાય તો આપણે ઉત્સવ (પાર્ટી વગેરે) ઉજવીએ છીએ. તે રીતે, કોઈ મોટી કે સારી કમાણી કરી લાવે કે ઊંચા પગારની નોકરી મળી જાય કે પગાર વધારો થઈ જાય તો તે માટે પણ ઉત્સવ (પાર્ટ) ઉજવે છે જ. ધર્મના ઉત્સવો પણ, કોઈ કરે, દીક્ષા લે, મૃત્યુ પામે, વગેરે કારણે ઉજવાતાં જ હોય છે. આ બધા ઉત્સવ – મહોત્સવોની તો કોઈ નવાઈ જ નથી રહી એમ કહી શકાય. વાત રહી જ્ઞાન મહોત્સવની. આ મહોત્સવની કોઈ ઉજવણી આપણે ત્યાં ભાગ્યે જ થતી હોય છે; ખરેખર તો થતી જ નથી, એમ કહીએ તો વધુ પડતું નથી. પુસ્તકો કે ગ્રંથોના પ્રકાશન થાય છે. તેના સમારોહ પણ યોજાય છે. જ્ઞાન પાંચમના દિવસે જ્ઞાન પણ ખાસ મહેનતપૂર્વક ગોઠવાય છે. આ બધું હોવા છતાં જ્ઞાન માટે જે બહુમાન, લગની, વ્યાપક રુચિ જોઈએ તેનો સદંતર અભાવ છે. જ્ઞાનની રચના થાય તેમાં જ્ઞાનની પોથીઓ ઓછી અને રમકડાં તથા ડેકોરેશન વધુ હોય. જોવા આવનારા દર્શન કરે તેના કરતાં રમકડાં માટે વધુ કુતૂહલ રાખતા હોય. સમારોહમાં પણ પરિચય અને પ્રભાવ આ બે પરિબળ અગત્યનો ભાગ લોકોને એકઠા કરવામાં ભજવતા હોય છે. આ સ્થિતિ આપણાં સામાજિક ઉત્થાન માટે કે સંઘના કલ્યાણ માટે બહુ આવકારવા જેવી તો નથી જ. એક વ્યકિત આઠ કે પંદર કે ત્રીસ ઉપવાસ કરે તો તેનો વરઘોડો નીકળે, પૂંજણું થાય, પહેરામણી થાય, સાંજી, પૂજા અને ઉત્સવ થાય, કંકોત્રી પણ છપાય અને તે નિમિત્તે જમણવાર પણ થાય. આ બધું જ થાય છે, અને તે અનુમોદનીય પણ છે જ. તેનો ઈન્કાર કે નિષેધ ન હોય. પરંતુ સવાલ એટલો જ થાય કે આવું બધું “જ્ઞાન” અંગે થાય ખરું? જેમ કે કોઈ વિદ્યાર્થી કે કોઈ સાધુસાધ્વીજીએ અમુક ગ્રંથનું મુશ્કેલ ગણાતું અધ્યયન રૂડી રીતે કર્યું હોય અથવા તો Page #211 -------------------------------------------------------------------------- ________________ અમુક વિકટ ગણાતા ગ્રંથનું સખત પરિશ્રમ દ્વારા સંશોધન – સંપાદન કર્યું હોય, તો તેનું ઉજમણું કે ઉત્સવ આપણે ત્યાં થાય ખરો? કોઈ વ્યકિતને કે સંઘને કે સમાજને આવું સૂઝે ખરું? આવા કાર્યમાં ઉત્સવમાં ર૫-૫૦ હજાર ખર્ચવાનું પરવડે ખરું? કે વ્યર્થનો વ્યય લાગે? ના, આમાં કોઈને ઈનામ કે પુરસ્કાર આપવાની વાત નથી. સ્કૂલી મેળાવડાના અનુકરણ રૂપે આપણે ત્યાં થતાં પાઠશાળાના મેળાવડા જેવા સમારંભની પણ જરૂર નથી. અને ભણનારને પાર્ટી આપવાની પણ વાત નથી. વાત છે ફક્ત આપણા હૃદયમાં, આપણી સમાજચેતનામાં સમ્યગું જ્ઞાન પ્રત્યેના બહુમાન કે અહોભાવને જગાડવાની તથા વિકસાવવાની. એક સાધુ, એક સાધ્વી કે એક ગૃહસ્થ વિદ્યાર્થી મોટું વ્યાકરણ ભણે, તર્કના મોટાગ્રંથો ભણી જાય, શાસ્ત્ર કે આગમોનું પઠન કરી લે, તો સંઘમાં કેવો હર્ષ, આનંદ અને અનુમોદના છવાવાં જોઈએ ! ઉપાધ્યાય યશોવિજયજીને કાશી ક્ષેત્રમાં ભણવા મોકલવાની વાત આવી, ત્યારે શ્રાવક ધનજી સુરાશાહે વિહારના તથા ત્યાં રહીને ભણે તે માટેના તમામ ધનવ્યયની જવાબદારી, કેવળ શ્રુતજ્ઞાન પ્રત્યેની તથા શાસન માટેની હૃદયની ભકિતથી પ્રેરાઈને સ્વીકારી લીધી હતી. જગદ્ગુરુ - હીરવિજયસૂરિદાદાને ભણાવનારા બ્રાહ્મણ પંડિત વૃદ્ધાવસ્થામાં જગદ્ગુરુને મળવા આવ્યા, તો “મારા ગુરુના જ્ઞાનદાતા” એવા અહોભાવથી છલકતા હૈયે ત્યાં ઉપસ્થિત શ્રાવિકાએ હજારોના દાગીના ત્યાં ને ત્યાં અર્પણ કરી દીધેલા. આવી જ્ઞાનભકિત અને જ્ઞાન માટેની ભાવના આપણામાં જાગે અને તેનો યથાશક્તિ પણ જો અમલ કરીએ તો જ આપણે જ્ઞાનમહોત્સવ ઉજવી શકીએ. યાદ રહે, શ્રુતજ્ઞાન માટેનો મહોત્સવ જ આપણને કેવળજ્ઞાનના મહોત્સવ સુધી દોરી જશે. જ્ઞાન વિના ચાલતા ઉત્સવોમાં આડંબર વધુ, ભકિત ઓછી; વિરાધના અધિક, જયણા અલ્પ; ક્રિયા ઘણી, વિવેક નહિવતું; વાજાં ને ગાવાનો ઘોંઘાટ વધારે, નિર્દોષતા અને સમર્પણ ભાવ જરાય નહી. નવલા વર્ષે જ્ઞાન વધારવાનો, જ્ઞાનનું બહુમાન જગાડવાનો, જ્ઞાનના ઉત્સવમાં રસ લેવાનો અને જે કરીએ તે બધું જ - દયા, ક્રિયા, ધર્મ-જ્ઞાનપૂર્વક કરવાનો સંકલ્પ કરશો, તો તે સંકલ્પ કરનારને મહાન લાભ છે. (કાર્તિક-૨૦૫૯) ધાર્મિક Page #212 -------------------------------------------------------------------------- ________________ ૩૭ આપણે ત્યાં એક સામાન્ય અને વ્યાપક ફરિયાદ છે કે અમને જ્ઞાન ચડતું નથી; અમારાં બાળકોને જ્ઞાન ચડે અને યાદ રહે અને આવડે તે માટે શું કરવું? આના જવાબમાં જ્ઞાનની આરાધના અહીં જણાવવામાં આવે છે. રોજ કરવા યોગ્ય આ આરાધના છે, અને તેનો ફાયદો અવશ્ય થાય છે. એક બાજોઠ પર સાપડો કે થાળમાં જ્ઞાનની ચોપડી પધરાવવી. તેમાં નાની વાટકીમાં વાસક્ષેપ રાખવો. પછી એ પુસ્તકને ફરતી પાંચ પ્રદક્ષિણા સહિત પાંચ ખમાસમણાં દેવાં : એક પ્રદક્ષિણા - એક ખમાસમણું. પ્રદક્ષિણા દેતાં આ દૂહો બોલવો : સમકિત શ્રદ્ધાવંતને, ઉપન્યો જ્ઞાન પ્રકાશ; પ્રણમું પદકજ તેહના, ભાવ ધરી ઉલ્લાસ.' પછી શક્તિ પ્રમાણે નાણું મૂકીને વાસક્ષેપથી જ્ઞાનપૂજા કરવી. તે પછી, ઈરિયાવહી કરવી, અને પછી ખમાસમણ દઈ – ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાન આરાધનાર્થે કાઉસગ્ન કરૂં? ઈચ્છે, એ પાંચ જ્ઞાન આરાધનાર્થે કરેમિ કાઉસગ્ગ વંદણવત્તિયાએ, અન્નત્થ - બે સૂત્રો બોલીને કાઉસગ્ગ એકાવન અથવા પાંચ લોગસ્સનો કરવો. લોગસ્સ સાગરવર. સુધી ગણવા. કાઉસગ્ગ પૂર્ણ થયે પારીને લોગસ્સ બોલીને બેસી જવું, અને “ઓ હ્રીં નમો નાણસ્સ' એ પદની પાંચ અથવા વધુ થાય તેટલી માળા ગણવી. શ્રદ્ધા અને બહુમાન સાથે, તથા “મને જ્ઞાનનો લાભ થજો, મારા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થજો' એવા સંકલ્પ તથા પ્રાર્થના સાથે આ આરાધના હમેશાં કરવી. અવશ્ય ફાયદો થશે. (વાસક્ષેપ વધે – ભેગો થાય તે પાણીમાં પધરાવવો. અને પૈસા સંઘની જ્ઞાનપૂજાની પેટીમાં નાખી દેવા.) જ્ઞાન અને જ્ઞાની હોય તેની તમામ પ્રકારે આશાતના ટાળવી. બહુમાન અને વિનય કરવાં. કાર્તિક સુદી પાંચમે જ્ઞાનપંચમી છે. તે દિવસથી આ આરાધના શરૂ કરવી જોઈએ. યથાશક્તિ તપ, ક્રિયા તે દહાડે ખાસ કરવાં. (કાર્તક-૨૦૫૯) Page #213 -------------------------------------------------------------------------- ________________ ૩૮ હમણાં અહીં ૪૫ આગમપૂજાનો ત્રણ દિવસીય મહોત્સવ થયો. આપણાં અનુષ્ઠાનોમાં ઢોલ-નગારાં-ઝમ અને ઈલેક્ટ્રોનિક વાદ્યોના બળે જે વ્યાપક ધાંધલઘોંઘાટ થાય છે, તેનું બાહ્ય તથા અત્યંતર પ્રદૂષણ અવર્ણનીય, બલ્ક ખતરનાક હોય છે. જ્યાં જઈને શાંત થવાનું કે શીતલતા પામવાની છે, ત્યાં જઈને જ ભયજનક કોલાહલ કરવો; અને જે અનુષ્ઠાન કરીને પરમાત્મતત્ત્વની નિટ હોવાનો અહેસાસ પામવાનો છે, તે અનુષ્ઠાનોને ત્રાસદાયક-અશુદ્ધ - અવિધિમય કોલાહલનાં માધ્યમ બનાવી દેવાં, આ કામ માત્ર અને માત્ર આપણે – જૈનોએ - જ કર્યું છે. ઘોંઘાટને અનુષ્ઠાનનો દરજ્જો બીજા એક પણ ધર્મમાં કે ધર્મસ્થાનમાં મળ્યો કે મળતો નથી. હા, ક્લબો તથા જાહેર સભાગૃહોમાં આવું થાય છે. શું આપણે આપણાં ધર્મસ્થાનોને આપણા અજુગતા વર્તાવ થકી ક્લબો સાથે સરખાવાય તેવાં થવા દઈશું? હા, તો અહીં જે પૂજાઓ ત્રણ દહાડા ભણાઈ, તે શુદ્ધ પ્રણાલિકાગત વાજિંત્રો, પરંપરાગત દેશી ઢાળો તથા શાસ્ત્રીય સંગીતનું ગાન - આ બેના સહારે જ ભણાઈ. કોઈ ઘોંઘાટ નહિ, પ્રદૂષણમાં ફેરવાઈ જતો કોલાહલ કે અવાજ નહિ, કર્કશ - કઠોર વાતાવરણ નહિ. ખૂબ પ્રસન્ન, શ્રવણમધુર અને કોમળ કોમળ વાતાવરણ એવું રચાયું કે, સેંકડો વૃદ્ધો-યુવાનો-ભાઈ બહેનોએ આ પૂજાઓ મન ભરીને સાંભળી, ગાઈ, અને કાંઈક ખોવાયેલું પાછું મેળવ્યાનો આનંદ અનુભવ્યો. સૌના મોંમાં હતું કે કાયમ આપણે ત્યાં હોહાવાળું જ સાંભળવું પડે છે, તે કરતાં આવું સાંભળવા મળે તો સારું. સૌને શ્રીજિનાગમોનો સાક્ષાત્કાર અને પરિચય મળ્યો, અને તેના વર્ષમાં સૌએ મન મૂકીને આગમોની પૂજા પણ કરી. લગભગ એક કિલોગ્રામ જેટલું સોનું એકત્ર થયું. અને તેનો ઉપયોગ શ્રાવકજીવનના એક મહત્ત્વના કર્તવ્યરૂપ “આગમલેખન - આગમ લખાવવામાં કરવાનું ઠર્યું. આપણા શ્રાવકોને - તમને – દેરાસરમાં અને પ્રતિમા ભરાવવા વ.માં જેટલો રસ અને ઉત્સાહ છે, તેમાંનો એક અંશ જેટલોય રસ આગમ શાસ્ત્ર લખાવવા વ.માં નથી. પણ યાદ રાખવું કે, મન્નત જિણાણ આણે ની સજઝાયમાં વર્ણવ્યું છે તેમાં પુWયલિહણ” - પુસ્તક લખાવવું એ પણ શાસનની ખૂબ આવશ્યક અને અગત્યની આરાધના છે. બધા જ થોડું ધન આ માટે ફાળવે તો સમૂહ થકી આવું આગમલેખન થઈ શકે. આગમો છે તો સંઘ છે, શાસન છે, સુકૃતનાં કાર્યો છે. જો આગમો ગૌણ થશે તો આ બધાયનું અસ્તિત્વ પણ જોખમાશે. ત્રણ દિવસના પૂજામહોત્સવમાં સંગીતકાર કિરીટભાઈએ મધુર અને Roછે ધાર્મિક Page #214 -------------------------------------------------------------------------- ________________ ભાવભીના કંઠે પૂજાઓ ગાઈ, અને પૂજામાં આવતી ‘ભવિ તમે સરસ સુકંઠે શ્રીજિન આગમ ગાવજો રે લોલ” એ પંક્તિને ચરિતાર્થ કરી. સાથે શ્રોતા ભાવિકોને પણ આ પૂજા – ગાનમાં જોડ્યા. સાથે સાથે પ્રત્યેક પૂજા પછી આગમ વિશે સમજાવવામાં આવ્યાથી લોકોને ખૂબ તલ્લીનતા થઈ. ત્રીજા દિને મોહનીયકર્મનિવારણ પૂજા રાખેલી. આ પૂજા જવલ્લે જ હવે ભણાવાય છે. આપણા બની બેઠેલા સંગીતકારોને તથા મહિલામંડળોને મહદંશે ત્રણ-ચાર પૂજાઓ જ ફાવતી હોય છે. સંગીતકારોને તો પૂજા ભણાવવાનું જ ક્વચિત બને છે. પૂજનો અને ભક્તિના નામે ચાલતાં નાચગાન અને હલકી કક્ષાનાં ગીતોના સથવારે લોકોનું મનોરંજન તથા પૈસાની આવક - આટલું જ હવે જોવા મળે છે. શુદ્ધ, સાત્ત્વિક અને પરિણતિને પોષક ગાન-ભકિત હવે ક્યાં રહી છે? લાગે છે કે આપણે બધું ગુમાવી બેઠા ! મહાપુરુષોએ રચેલી સંગીતમય પૂજાના અસલ દેશી ઢાળો અને રાગો જાણનારા-ગાનારા આજે કેટલા મળે? રડ્યા ખડ્યા કોઈ જડે તો જડે. અને એવા કોઈક જડી પણ આવે તો સાંભળવાવાળા કયાંથી લાવવા? પરિણામે એક ભવ્ય અને દિવ્ય વારસો આપણાં હાથે જ આપણી સામે જ નષ્ટ થઈ જવાનો. કેવું કષ્ટદાયક છે આ ! તો અમે મોહનીય કર્મ નિવારણ પૂજા ભણાવી. આ પૂજાની છેલ્લી ઢાળમાં એક અદ્ભુત રૂપક “શ્રીગુભવીરજી મહારાજે વર્ણવ્યું છે. એ રૂપકની વાત ઉપસ્થિત સૌનાં મનને ડોલાવી ગઈ. એ ઢાળનો ઉપાડ આમ છેઃ મોહ મહીપતિ મહેલ મેં બેઠે, દેખે આવ્યો વસંત લલના, વીર નિણંદ રહે વનવાસે, મોહસે ન્યારો ભગવંત લલના ચતુરા કે ચિત્ત ચન્દ્રમાં હો...” વસંત ઋતુમાં ખેલાતા ફાગનો માહોલ છે, અને “ધમાલ' પ્રકારની ગાયનરીતિ છે. આમાં પ્રભુવીર અને મોહરાજા એ બેય સમ્રાટો પોતાના રસાલા સાથે સામસામે હોળી-યુદ્ધ ખેલવા ચાલ્યા છે. બે વચ્ચે મનભર મુઠભેડ થાય છે અને છેવટે ધર્મરાજા વીરની જીત થાય છે તેનું સુરેખ અને ઉત્તેજક વર્ણન થયું છે. વીરપ્રભુની કઠોર આત્મસાધનાનું પણ આવું રંગીલું - મનભાવન - વિસ્મયપ્રેરક વર્ણન માત્ર “શુભવીર” જેવા રસિક કવિ જ કરી શકે. એક પંક્તિમાં “વસંતનું માદક વર્ણન આપીને કવિ લાગલા જ હોળી યુદ્ધની યૂહરચનાની વાત પર આવી જાય છે. જાણે કે વીરપ્રભુ નામના ધર્મરાજ - રાજવી છે. આર્જવ - ઋજુતા નામની તેમની ગોરી ગોરી પ્રિયતમા છે. શીલાંગ-રથ ઉપર તે બંને આરૂઢ થયાં છે. સાથે સંતોષ નામનો મહામંત્રી, સમ્યત્વ નામે માંડલિક રાજા-મંડલેશ્વર, પાંચ મહાવ્રત નામના સામંત રાજાઓ, માર્દવ નામનો ગજરાજ, ; Page #215 -------------------------------------------------------------------------- ________________ 208 શ્રુતજ્ઞાન નામના સેનાપતિની દોરવણી હેઠળ ચાલતું ચરણસત્તરી – કરણસિત્તરીનું વિરાટ સૈન્ય, અધ્યવસાયોરૂપી સુભટો– આ બધો જબરો રસાલો છે. તો સામે મોહરાજા પણ ભરપૂર તૈયારી સાથે મેદાને ચડ્યા છે. એની માયા નામની પ્રિયા છે, બન્ને હાસ્યાદિષક (હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા વડે બનેલા) નામના ૨થ પર આરૂઢ છે. કામદેવ નામનો પુત્ર, લોભ-મંત્રી, ક્રોધ નામે સુભટ, મિથ્યાત્વ નામે મંડલેશ્વર, તેના સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીય નામના બે નાના ભાઈઓ, માન નામે હાથી ઇત્યાદિ રસાલો તેની સાથે છે. બન્ને જૂથો વચ્ચે લડાઈ તો ચાલી જ હોય, અને તે જોરદાર ચાલી હોય, તેમાં શંકા નથી. આ લડાઈનો જીવંત અણસાર મેળવવો હોય તો, ભગવાન બુદ્ધના ‘માર-વિજય’ પ્રસંગનું ચિત્ર (મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં છે) જોવું - સમજવું પડે. પરંતુ, લાગે કે ધર્મરાજાને જરા ઉતાવળ આવી ગઈ હશે. તેમણે જરા ટૂંકો અને વધુ અહિંસક રસ્તો અપનાવ્યો. તેમણે જોયું કે, મોહરાજાનું કાયમી રહેઠાણ મારું ‘મન' છે. આ મન જ મોહનો નિકટનો અને વફાદાર રખેવાળ છે. એટલે તેમણે એ ‘મન’ ને પોતાની નિપુણતા વડે ફોડી નાખ્યું, અને મોહરાજાના પક્ષમાંથી પોતાના પક્ષમાં ખેંચી લીધું. મોહરાજાને જેવી આ વાતની ખબર પડી કે એ જ ક્ષણે ‘મોહ તે ભાગ્યો જાય’.... જેના જોરે અને વિશ્વાસે મોહ ટકવાનો હતો તે ‘મન' જ બદલાઈ જાય, પછી તે બાપડો ભાગે નહિ તો કરે પણ શું? અને એ જોતાં જ ધર્મરાજા-વીરપ્રભુએ ઉત્કૃષ્ટ શુક્લધ્યાન ધરવારૂપે કેસરિયા કરી મોહરાજાનો પીછો પકડ્યો. એવો પીછો પકડ્યો અને ભગાડ્યો કે ફરી કદીયે એમની દિશા તરફ નજર પણ ન કરે ! આ કેસરિયા કરવાના ફળમાં તેમને કેવળજ્ઞાનની વિજયમાળા વરી, અને ખુદ વસંતઋતુ પણ તેમના ગુણગાન ગાવા માંડી. કેવી અદ્ભુત છે કવિની કલ્પના ! કેવી મીઠી લાગે છે એ ! તો આપણી પૂજાઓમાં આવા તો કંઈક ભાવો ભરી દીધા છે આ સાધુચરિત કવિવરોએ. એને ગાવ તો ભક્તિ થાય, સંગીત સધાય અને શાસ્ત્રો પણ સમજાય – એમ ત્રેવડો લાભ થાય. આ વર્ણન સાંભળીને અહીંના શ્રોતાઓ તો ઝૂમી ઉઠ્યા, પણ તેવો લાભ અને ભાવ તમને બધાયને પણ મળે તે આશયથી આ બધું આ પત્રમાં ઉતારી વાળ્યું. ગમતાંનો ગુલાલ કરવામાં જે મોજ છે, તે ગમતું છૂપાવી રાખવામાં નથી જ. તો પૂજાઓમાં રસ વધારજો. હા-હૂ વાળી ભક્તિથી બચવાની ભાવના કેળવજો. અને નિર્મળ ધર્મ અને ભક્તિમાં મનને જોડજો. (પોષ-૨૦૫૯) ધાર્મિક Page #216 -------------------------------------------------------------------------- ________________ ૩૯ આ વખતે વિરતિધર્મ - વ્રત વિશે વાત કરવી છે. હમણાં (૧૯-૧-૩) જ અત્રેના ઉપાશ્રયમાં લગભગ ૯૦ ભાવિકોએ શ્રાવકધર્મોચિત ૧૨ વ્રતો વગેરેનું વિધિસહિત ગ્રહણ કર્યું, જેમાં ત્રીસેક પુરુષો હતા. તે અગાઉ, કાર્તિક માસમાં પણ નાણ મંડાવીને ચાલીસેક યુવાન ભાવિકોએ વ્રતો ગ્રહણ કર્યા હતાં. હજી પણ વ્રતનિયમો ગ્રહણ કરનાર વર્ગ તૈયાર થઈ જ રહ્યો છે. પ્રભુનું શાસન મુખ્યત્વે વિરતિનું શાસન છે. પ્રભુનો મુખ્ય ઉપદેશ સાધુધર્મ કે સંયમ અંગીકાર કરવાનો હોય છે, અને પછી તેના વિકલ્પ શ્રાવક ધર્મના સમ્યક્ત્વમૂલક ૧૨ વ્રતો ગ્રહણ કરવાનો પ્રભુનો ઉપદેશ હોય છે. અસંખ્ય પુણ્યાત્માઓએ, સંયમધર્મ ગ્રહણ કરવાની અશક્તિને કારણે, શ્રાવકોચિત વ્રતો અંગીકાર કરીને, આત્માનું કલ્યાણ સાધ્યું છે, અને જિનશાસનને અજવાળ્યું છે. ઉપધાન, પ્રતિષ્ઠા, ચૈત્યનિર્માણ, સંઘયાત્રા ઇત્યાદિ અનેક અનુષ્ઠાનો આપણે ત્યાં થાય છે. તે બધાં શાસનની પ્રભાવનાને કેન્દ્રમાં રાખીને થતાં હોય છે. તેમાં આત્મસાધના કે ધર્મારાધના નથી તેમ નથી, પણ આજના વિષમ કાળમાં શાસનપ્રભાવના કે સંસ્કૃતિરક્ષાની તુલનામાં તે મુદ્દા બહુલતાએ ગૌણ બનતા અનુભવાય છે. જયારે વ્રત ગ્રહણ કરવારૂપ અનુષ્ઠાનનું એક જ લક્ષ્ય હોય છે. જીવનશુદ્ધિનું અને આત્મહિતનું. તેમાં બીજા આડંબરો, વાહ વાહ, શિલાલેખો, પ્રશંસાપત્રો તથા કંકોત્રીઓને લેશ પણ અવકાશ નથી હોતો. તમે વ્રત વ્રતો ગ્રહણ કરો, અને પાપ પાપોથી જાતને બચાવો. હિંસા, અસત્ય, ચોરી, દુરાચાર, પરિગ્રહ, અભ્યશ્યલક્ષણ, હિંસક વ્યાપાર-વ્યવસાય, અનર્થદંડ વગેરે વગેરે પાપકાર્યોથી પોતાના આત્માને બચાવવો, એ જ માત્ર ધ્યેય કે ભાવ, વ્રતગ્રહણ પાછળ હોય છે. તેમાં એક બાજુ તો આપણા દ્વારા થતી પર્યાવરણીય હાનિમાં ઘટાડો થાય છે, તો બીજી બાજુ આપણાં ચિત્તની તથા જીવનની, નિરર્થક પાપો થકી રક્ષા પણ થાય છે. કશું જ કરવાનું નથી કરવાનો છે માત્ર ત્યાગ. તમે ત્યાગ કરો, છોડતાં શીખો, અને તમે ધર્મપરાયણ તેમજ નિષ્પાપ બની રહો! અન્ય અનુષ્ઠાનોમાં તો ધનવ્યય પણ કરવાનો રહે, આ આરાધનામાં ધનવ્યયની તો જરૂર નથી જ, બલ્ક નિર્ધન જીવ પણ આમાં પૂરા અધિકારપૂર્વક જોડાઈ શકે છે. તમે બધાએ કોઈને કોઈ, ધન વડે થઈ શકે તેવાં અનુષ્ઠાનો કર્યા અને કરાવ્યાં Page #217 -------------------------------------------------------------------------- ________________ હશે; તેવાં અનુષ્ઠાનોમાં ભાગ પણ લીધો હશે. હવે આ વ્રતગ્રહણરૂપ અનુષ્ઠાનનો પણ લાભ લેવા યોગ્ય છે. પેલાં પ્રાસંગિક અનુષ્ઠાનથી તમારું ધન, અને તપૂરતું કદાચ મન-તન પણ ધન્યતા પામ્યું હશે. પરંતુ આ અનુષ્ઠાનથી તો તમારું સમગ્ર જીવન ધન્ય, કૃતાર્થ અને સફળ બનશે, અને તે પણ કાયમને માટે. તો આ પત્ર વાંચીને તમારી નજદીકના ધર્મસ્થાનમાં બિરાજતા સંયમધર પૂજ્યોનો સંપર્ક કરજો, વિશદ સ્વરૂપ સમજી લેજો, અને પછી પોતાની ભૂમિકા તથા ક્ષમતાને અનુરૂપ એવાં ને એટલાં શ્રાવકોચિત વ્રતો અવશ્ય ગ્રહણ કરજો . (મહા-૨૦૫૯) ' Page #218 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આ ક્ષેત્ર (મદ્રાસ) તદ્દન દરિયાકાંઠે આવ્યું હોઈ દરિયા ઉપર જ હવામાન અવલંબે. દરિયો રોજ જે સમયે સ્થિર થાય, ઓટમાં હોય ત્યારે ગરમીનો પ્રકોપ માઝા મૂકી દે છે. આ દિવસોમાં અહીં ૪૭° ડિગ્રી સુધી ગરમી રહે છે. એની અકળામણમાં કશું જ કાર્ય કરવાનું મન ન વધે, ન સૂઝે. આ ઉપરથી એવું તારણ નીકળે છે ગરમી એ નિમિત્ત છે. ગરમી વધે - વધુ અનુભવાય, તેમ પ્રવૃત્તિ મંદ પડતી જાય. અને આ વાત જેટલી ઋતુજન્ય ગરમી પરત્વે સાચી છે, તેટલી જ, જ્ઞાનીઓની દષ્ટિએ, સંસારની ગરમી પરત્વે પણ સાચી છે. આ સંસાર ત્રિવિધ તાપથી ઉકળી રહ્યો છે. એ ઉકળાટની અકળામણ જેમ જેમ તીવ્ર બનતી જાય, તેમ તેમ સંસારની પ્રવૃત્તિ અલ્પ થતી જાય અને નિવૃત્તિ અર્થાત વિરતિનો ધર્મ વધતો જાય. અને જેમ જેમ “વિરતિ' વધતી જાય તેમ તેમ આંતરિક- આત્મિક શાંતિ પણ વધતી જવાની. સંસારના દાહક તાપને શમાવનારું A.C. એટલે વિરતિ, એમ પણ કહી શકાય. આપણે ત્યાં બે ધર્મમાર્ગ છે. નિવૃત્તિધર્મ અને પ્રવૃત્તિધર્મ. નિવૃત્તિધર્મ એટલે વિરતિધર્મ. અર્થાત્ સામાયિક, પૌષધ અને ચારિત્ર. પ્રવૃત્તિધર્મ એટલે દેરાસર, પ્રતિષ્ઠા, તીર્થયાત્રા વગેરે ધર્મકાર્યો. નિવૃત્તિધર્મમાં આરાધના-આરાધકતા મુખ્ય, તો પ્રવૃત્તિધર્મમાં પ્રભાવના મુખ્ય હોય છે. જ્ઞાનીઓએ જે દોષોને દૂર કરવાનો ઉપદેશ આપ્યો છે, તે દોષોને પરખી પરખીને તેને ટાળવાની મથામણપૂર્વક આત્મગુણોને પ્રગટ-વિકસિત કરવા માટેની પ્રક્રિયા તે આરાધના છે. અને અન્ય જીવોને – મનુષ્યાદિને જિનશાસન પ્રત્યે બહુમાન જગાડે અને તે દ્વારા બોધિબીજ પમાડે તેવી પ્રવૃત્તિનું નામ છે પ્રભાવના. આરાધના સર્વથા નિરવદ્ય હોય, જ્યારે પ્રભાવનામાં અમુક અંશે સાવદ્યતા હોઈ શકે. માટે જ શાસ્ત્રોમાં શાસનની પ્રભાવના પણ વિધિપૂર્વક કરવાનો ઉપદેશ છે. અને એ “વિધિનો યથાર્થ બોધ યથાર્થ ગીતાર્થ પાસે જ સંભવિત છે. આજકાલ, આપણે ત્યાં ગમે તે પોતાને ગીતાર્થ માને છે અને વિધિ તથા જયણાના દેખીતા તેમજ અક્ષમ્ય ઉલ્લંઘન કરીને શાસનપ્રભાવનાના નામે જે સાવદ્ય પ્રવૃત્તિમાર્ગ પ્રવર્તાવે છે, અથવા તેને સમર્થન આપે છે, તેને કારણે શાસનની પ્રભાવનાની તુલનામાં શાસનની હલના જ વિશેષ થઈ રહી જોવા મળે છે, જે પડતા કાળની જ બલિહારી છે. આવી પ્રભાવનાઓથી શાસનનો Page #219 -------------------------------------------------------------------------- ________________ રાગ ભાગ્યે જ વૃદ્ધિ પામે છે, અને વ્યક્તિનો રાગ કૂદકે-ભૂસકે વધતો જાય શાસનનો રાગ આપણને ધર્મી-શ્રાવક બનાવે. વ્યક્તિનો રાગ માત્ર ભગત-દષ્ટિરાગી બનાવે. શ્રાવક એકાંતે આરાધક હોય, ભગત ભાગ્યે જ આરાધક થઈ શકે. તમે શ્રાવક બનો, તેવી મંગલ કામના સાથે. (જેઠ-૨૦૫૯) ધાર્મિક Page #220 -------------------------------------------------------------------------- ________________ ૪૧ હું ટેકવું છું નાથ ! મસ્તકે મારું તુજ પદ-પીઠ પર તારી ચરણરજ વરસવા દે હે વિભો ! તેના ઉપર એ ચરણરજ ચિરકાળ માટે થઈ રહો મારે શિરે તારી કૃપાથી દેવ ! મારા પુણ્યનો પરમાણુ - કણ.. પરમાત્માની ચરણરજ... ઉખાડે પાપ-રજ વિક્રમની નવમી સદીમાં બપ્પભટ્ટસૂરિ નામે એક મહાન જૈનાચાર્ય થઈ ગયા. એમની વિદ્યા, ચારિત્ર, જ્ઞાન અને સાધના એવાં અનુપમ હતાં કે કાન્યકુબ્ધ (કનોજ) પ્રદેશનો રાજા આમ તેમનો પરમ મિત્ર અને પરમ ભક્ત બની રહ્યો હતો. રાજાના અપાર મમત્વને કારણે ગુરુએ પોતાના ગુરુ મહારાજને તેમજ પોતાના મૂળભૂત વિહારક્ષેત્ર-ગુજરાતને છોડીને કાન્યકુન્જમાં રહેવું પડતું. પરંતુ તેમના સતત સહવાસનું સુખદ પરિણામ એ આવ્યું કે, રાજા શ્રદ્ધાવંત જિનધર્મી શ્રાવક બન્યો, અને જિનશાસનની ઘણી ઘણી પ્રભાવના વર્ષો સુધી થઈ. એ સમયમાં ગૌડ દેશમાં એક જગવિખ્યાત પંડિત થઈ ગયા. મહાકવિ વાક્પતિ એમનું નામ. બપ્પભટ્ટસૂરિ ગુરુના એ પરમ સ્નેહી, મિત્ર. એ કવિરાજ ઘડપણમાં ત્રિદંડી સંન્યાસ સ્વીકાર્યો અને મથુરામાં પોતાનું શેષ જીવન વીતાવવાનું ગોઠવ્યું. આ વાતની જાણ થતાં આમ રાજાએ ગુરુને ટકોર કરીઃ તમારામાં અન્યને ધર્મ પમાડવાની અદ્દભુત શક્તિ છે. તમે મને પણ શ્રાવક બનાવી દીધો છે. પરંતુ તમારી એ આવડતની પ્રશંસા હું ત્યારે જ કરું જ્યારે તમે આ બ્રાહ્મણસંન્યાસી કવિ વાકપતિને સમક્તિ અને જૈન ધર્મ પમાડશો. એવા મનુષ્યને ધર્મ પમાડવામાં જ તમારી ક્ષમતાની કસોટી, બાકી કશું નહિ. ગુરુએ આ પડકાર ઝીલી લીધો. કહ્યું: વાક્ષતિને ધર્મ પમાડું, તો જ મારી વિદ્યા સાચી માનજો. આ પછી ગુરુએ વિના વિલંબે વિહાર આદર્યો, અને મથુરા પહોંચ્યા. ત્યાં જ મઠ-મંદિરમાં કવિરાજ ધ્યાનમગ્ન રહેતા. ત્યાં જઈને તેમનો ધ્યાનભંગ થાય તે પ્રકારે વિવિધ દેવોની સ્તુતિઓ બોલવા માંડી. એમાં શિવપાર્વતી, લક્ષ્મી-વિષ્ણુ વગેરે દેવોની સંસાર લીલાનું, પુરાણો-વેદોમાં વર્ણવેલું સ્વરૂપ તેમણે કાવ્યમય શૈલીએ પ્રસ્તુત કર્યું. એ સાંભળીને કવિનું ધ્યાન ડોળાયું. તેમણે સૂરિજી તરફ જોઈને કહ્યું : મહારાજ! આ કઈ જાતની સ્તવના કરો છો આપ? સૂરિવરે કહ્યું: કવિરાજ ! તમારા ઈષ્ટ દેવનાં જ ગુણગાન મેં કર્યા છે, પણ Page #221 -------------------------------------------------------------------------- ________________ અન્યનાં નહિ. અને ગુણગાનમાં તો જેવું સ્વરૂપ જે દેવનું હોય તેવું જ વર્ણવવું પડે, એ આપણી કવિ-મર્યાદા છે તે તો જાણો જ છો ! છતાં મને સમજાવો કે આમાં મેં અયોગ્ય શું કહ્યું? કવિરાજ કહે : મહારાજ! અમારું મૃત્યુ હવે નજીકમાં છે. હવે તો અમારે પરમબ્રહ્મનું ધ્યાન સાધવું છે, અને મુક્તિપદ મેળવવું છે; એ સાંપડે એવું કાઈક સંભળાવો તો સારું લાગે. સૂરિજી તો આ ક્ષણની જ પ્રતીક્ષામાં હતા. તેમણે કહ્યું કે ‘તમારી એવી રુચિ છે તો હું એવા તત્ત્વનાં ગુણગાન સંભળાવું.' અને તેમને ‘વીતરાગ’નું સ્વરૂપ વર્ણવતું કાવ્યગાન ચાલુ કર્યું, જેનો ભાવ આવો હતો : ‘હે વીતરાગ ! કરુણાના તરંગો વહાવતી તમારી અદ્ભુત ષ્ટિ; સૌમ્ય-શાન્ત રસ છલકતું તમારું મુખડું, નિષ્પાપ અને પ્રશાન્ત આચરણ; શાન્ત, શિથિલ અને સ્વસ્થ આસનપદ્ધતિ; પ્રસન્ન-પુલકિત કાયા; આ બધું અવલોકતાં અમને પ્રતીતિ થઈ રહી છે કે ખરેખર, જન્મ - જરા- મૃત્યુમય સંસારભ્રમણનું નિવારણ કરવાનું સામર્થ્ય જો કોઈમાં હોય તો તે તમારામાં - વીતરાગમાં જ સંભવે છે, અન્યત્ર ક્યાંય એ સામર્થ્ય અને આ સ્વરૂપ હોઈ ન જ શકે.’ આ સ્તુતિ સાંભળતાં જ કવિ ઉત્સાહથી ઉછળી પડ્યા. તેમણે સૂરિજીને પૂછ્યું : મહારાજ! આવા સ્વરૂપવાળા વીતરાગ ક્યાં મળે? મને ઓળખાવશો? દેખાડશો? સૂરિજીએ કહ્યું : કવિરાજ ! આ વીતરાગ તાત્ત્વિકરૂપે તો મુક્તિપદમાં પ્રતિષ્ઠિત છે, પણ મૂર્તિરૂપે મંદિરમાં જોવા અવશ્ય મળે, તમને જિજ્ઞાસા હોય તો ચાલો મારી સાથે, હું તે સ્વરૂપનાં દર્શન કરાવી શકીશ. કવિ તત્ક્ષણ તૈયાર થઈ ગયા. સાથે તેમનો શિષ્યગણ પણ તૈયાર થયો બધાને લઈને ગુરુ આમ રાજાએ બંધાવેલા જિનાલયે ગયા. ત્યાં પાર્શ્વનાથ પ્રભુના પ્રશમરસનિમગ્ન, ધ્યાનમુદ્રાએ સ્થિર એવા સોહામણા જિનબિંબનાં દર્શન કરાવ્યાં. વાતિ કવિ તો બિંબને નીરખતાંવાર બોલી ઉઠ્યા કે ‘ આ દેવનો આકાર જ સૂચવે છે કે, એ ‘નિરંજન-વીતરાગ’ દેવ છે.’ ધાર્મિક Page #222 -------------------------------------------------------------------------- ________________ આ પછી તેમણે આ દેવ અને તેમના માર્ગનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરતાં, ગુરુએ તેમને દેવ-ગુરુ-ધર્મનાં તત્ત્વોનો પરિચય કરાવ્યો, અને જિનકથિત અહિંસામય સંયમ માર્ગ પણ સમજાવ્યો. એ વર્ણન સાંભળતાં જ વાક્ષતિ કવિનું હૃદય ઉલ્લસિત થયું. તેમણે તે જ પળે, તે જ સ્થાને, ત્રિદંડાદિનો ત્યાગ કરીને જૈન મુનિદીક્ષા ગ્રહણ કરી, અને પરમાત્મા પ્રત્યે ભાવવંદન કરીને તેમણે આ પ્રમાણે સ્તુતિગાન ઉચ્ચાર્યું : કસ્તુરીનાં વિલેપન તો આ લલાટ પર ઘણાં કર્યો, પણ તે બધાં જ આજે નિષ્ફળ લાગે છે. હવે તો એક જ ઇચ્છા થાય છે : જિનેશ્વર વીતરાગના ચરણ સમક્ષ મસ્તક નમાવું અને તેમનાં ચરણની રજણનું વિલેપન મારા લલાટ પર થયા કરે.” ગુરુને પણ, આવા ઉત્તમ જીવને સન્માર્ગે વાળ્યાનો અને આત્મકલ્યાણ સધાવ્યાનો પરિતોષ થયો. ઉંમરના કારણે થોડા જ વખતમાં તે વૃદ્ધ કવિ-સાધુનું આયુષ્ય ક્ષીણ થતાં, મથુરામાં જ, ગુરુએ સ્વમુખે તેમને અન્તિમ આરાધના કરાવી, અને અઢાર પાપોને વોસરાવવાપૂર્વક તથા સર્વ જીવોને ખમાવવાપૂર્વક તે મુનિવરે પરલોકના પંથે પ્રસ્થાન કર્યું. આપણે પણ પ્રાર્થના કરીએ કે આ લલાટ પર, લમણાં પર, પાપની ધૂળ તો ઘણી ચોંટી અને લગાડી. હવે તો પ્રભુના મંદિરમાં જઈને તેમના આસન સમક્ષ મસ્તક નમાવી તેને ભોંયસરનું ચાંપી દઈએ. ત્યાં વેરાયેલી પ્રભુની ચરણરજ સાથે તથા સકલસંઘની ચરણરજ સાથે માથું ઘસીએ. તે રજકણને મસ્તકે જડી દઈએ, કે જેથી આપણાં ભવોભવનાં પાપકર્મોની રજ ઉખડવા માંડે, અને આત્માનું કલ્યાણ શીધ્ર સાધી લઈએ. (કાર્તિક-૨૦૬૦) Page #223 -------------------------------------------------------------------------- ________________ ૪૨ આ વર્ષે આપણું જીવન, રોજિંદી જીવનચર્યા વધુ ને વધુ હિંસામુક્ત અને અહિંસક બને તે માટે પ્રયાસ કરવાના છે. આ માટે કેટલાક પદાર્થોને તમારા ભોજનમાંથી અને સ્વાદ માણવાની ટેવોમાંથી તિલાંજલિ આપવાની છે. દા.ત. કોકાકોલા અને પેપ્સીકોલા તેમજ તે પ્રકારનાં અન્ય ટેસ્ટફૂલ પીણાં માંસાહારી પદાર્થ ધરાવે છે, તેમાં અનેક પ્રકારની જીવાતો પણ હોય છે અને પેસ્ટીસાઈડૂસ - જંતુનાશક ઝેરી રસાયણ દ્રવ્યો પણ ભરપૂર હોય છે, એ વાત હવે તો જગજાહેર હકીકત સિદ્ધ થઈ ચૂકી છે. તેના સેવનથી આપણે ધીમા મોત ભણી ધકેલાઈએ છીએ, અને શરીરમાં અનેક ભયંકર રોગો અવશ્ય થતાં હોય છે. આ વર્ષે સંકલ્પ કરજો કે આવાં જીવહિંસક તથા જીવલેણ પીણાં અમે મોઢે નહિ માંડીએ. આંગણે આવેલા અતિથિ-મિત્રોને તે પીવડાવીશું પણ નહિ. મિત્રોને ખુશ કરવા માટેના અન્ય વિકલ્પો ઘણા છે. હમણાં એક નવા ન્યૂઝ જોયા. જેનેટિક એજીનિયરીંગની વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓના આધારે હવે શાકાહારને જ માંસાહાર બનાવવાનું કાવતરું રચાયું છે. આમાં વિવિધ શાકાહારી પદાર્થોમાં માંસાહારી તત્ત્વો ઉમેરવાનું ગોઠવવામાં આવ્યું છે. દા.ત. ટમાટામાં વાંદા (કોક્રોચ)ના જીન, દૂધી અને કાકડીમાં પણ વાંદાના જીન, લસણ-કાંદામાં માછલીના જીન - આ બધા પ્રાણીજન્ય અંશો વનસ્પતિઓમાં ભરવામાં આવે. પછી તે બન્નેના સંમિશ્રણથી એક હાઈબ્રીડ વનસ્પતિ પેદા થાય જે બરાબર હિંસાજન્ય અને માંસાહારી જ હોય. અમેરિકા, ચીન, જાપાન જેવાં રાષ્ટ્રોની આ દેણગી છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ તેની વાહક છે. યુરોપના દેશોમાં તેનો વિરોધ છે, અને શ્રીલંકાએ તો આવા પદાર્થો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. ભારતમાં આ પદાર્થો શાકાહારી પ્રજાના પેટમાં જાય કે જતાં હોય તેની પાકી શક્યતા છે. અમેરિકાનાં રૂપાળાં સફરજન (સો રૂપિયે કિલો!) જ આરોગવાનો મોહ આપણે ત્યાં વકર્યો છે. કાલે એ જ માર્ગે બધાં શાકભાજી પણ ત્યાંથી કે ત્યાંની પદ્ધતિનાં આવવાનાં જ. એમાં પૈસા તો વધુ જવાના જ, સાથે અનેક જાતનાં પાપો, અને રોગોના ઘર જેવા માંસાહારી પદાર્થો પણ પેટમાં જવાના. પરિણામે ધર્મનો છેદ ઉડશે, શરીર રોગોનું ઘર થશે, પ્રજા નિર્માલ્ય થશે, અને સંસ્કાર, સંસ્કૃતિનો ધબડકો વળશે. મરણોત્તર દુર્ગતિ તો ખરી જ. આ બધાંથી બચવાનો સંકલ્પ કરીને નૂતન વર્ષનો મંગલ પ્રારંભ કરશો તો પત્રો લખવાની અમારી આ મથામણ-મહેનત લેખે લાગી ગણાશે. (કાર્તિક-૨૦૬૦) ધાર્મિક Page #224 -------------------------------------------------------------------------- ________________ ૪૩ તમારામાંના કેટલાકને બે દહાડા પછી આવતી અખાત્રીજના રૂડા દિને વર્ષીતપની પૂર્ણાહુતિ તથા પારણાં હશે. કેટલાકને નવો લીધેલો વર્ષીતપ ચાલુ પણ હશે. આવો મહાન તપ જે આત્માઓ આરાધે છે, તેમને ઘણાં ઘણાં અભિનંદન તેમજ અનુમોદના ઘટે છે. શ્રી આદિનાથ દાદાએ આ તપ દીક્ષા લેતાં જ આદરેલું. ચરિત્રોમાં મળતાં વર્ણન પ્રમાણે પૂર્વના કોઈ જન્મમાં દાદાના જીવે મૂંગા પશુઓને આહારનો અંતરાય કરેલો. તેનાથી બાંધેલાં કર્મોના ઉદયને લીધે તેમને ૧૩ માસ સુધી આહાર નહોતો મળ્યો. પરંતુ આ તો પ્રથમ મુનીશ્વર હતા. તેમણે એ અંતરાયજન્ય આપત્તિને આત્મસાધનાના રૂડા અવસરમાં પલટી નાખી અને અપ્રમત્તભાવે તથા ખેદ-ઉદ્વેગ વગર પ્રસન્ન ચિત્તે એ વાર્ષિક તપની સાધના દ્વારા કર્મોને જડમૂળથી ખપાવી દીધાં. એ પરમાત્માની હોડ આજના આપણા જેવા તુચ્છ મનુષ્યો, એક ઘડી માટે પણ કરી ન શકે. આમ છતાં, એમની સરખામણીમાં તો આપણે અનેક અનેકગણાં અધિક અંતરાયો બાંધ્યા છે. અને હજીયે રોજેરોજ ક્ષણેક્ષણે બાંધે જ જઈએ છીએ. એનું નિવારણ કરવા માટે એ દાદા જેવાં કેટકેટલાં વર્ષીતપ કરવાં પડશે તેની ગમ નથી. છતાં, તેમણે કરેલા મહાતપના આછેરા અનુકરણરૂપે આપણે ત્યાં વર્ષીતપની આરાધના ચાલતી રહે છે. દાદાજીએ સળંગ ૧૩ માસના કરેલ ઉપવાસ જેટલા જ ઉપવાસ કરીએ તો ખરો વર્ષીતપ થાય. આથી કોઈ આરાધકો સળંગ (અથવા અનુકૂળતા મુજબ) બે વર્ષીતપ કરતાં હોય છે કે જેથી ર૬ મહિનામાં ૧૩ માસના ઉપવાસનો આંકડો થઈ શકે. વર્ષીતપમાં તપસ્યા કરવાનું સરળ છે. પરંતુ તેનો મૂળ - સાચો આશય કે હેતુ જાળવી જાણવો તે કઠિન છે, આજના સામૂહિક તપસ્યાના કાળમાં તો ખાસ. સામુદાયિક તપસ્યામાં બેસણાં સમૂહમાં થવા માંડ્યાં છે હવે. એકમેકનું આલંબન રહે, સૌની અનુકૂળતા સચવાય, આવા આશયો આની પાછળ હોય છે. પરંતુ, સામાન્ય અનુભવ કહે છે કે, આ સામૂહિક તપ અને જમણમાં ક્રિયાશુદ્ધિ નથી જળવાતી. સમૂહમાં નિયત સમયે બેસણું કરવા ગમે તે રીતે એકઠા થઈ શકનારા લોકો, વર્ષીતપમાં નિત્ય પ્રતિક્રમણ અનિવાર્ય હોવા છતાં તે માટે ભેગા થઈ શકતા નથી. પરિણામે જમવા અંગે દરેકની અનુકૂળતા - પ્રતિકૂળતાનો જેટલો ખ્યાલ રખાય છે, તેટલો પ્રતિક્રમણાદિ અંગે રાખવામાં Page #225 -------------------------------------------------------------------------- ________________ નથી આવતો. આથી તપ ઘણા કરે, ક્રિયામાં એમાંના થોડાક જ ભાગ લે. એ જ રીતે સમૂહ-જમણમાં જયણા ભાગ્યે જ પળાતી હોય છે. વિવેક તો પ્રાયઃ જળવાતો જ નથી. ઉપાશ્રયમાં જ રસોઈ, તે પણ રાત્રે કે વહેલી સવારે જ થઈ જાય. સાધુ - સાધ્વીજી વ.હોય તો પણ રાતો તથા પારણાંનો પૂરો દિવસ, વાસણના ખખડાટ તથા એઠવાડની અશુચિ તથા ચીકણા થયેલ ઉપાશ્રયના ભાગો, લોકોની ધમાધમ, આ બધામાં જ તેમણે કાઢવાનો. પછી ઉજાગરા, મચ્છરો વ.ને લીધે માંદા પડે તો દવાનો તથા વૈયાવચ્ચનો લાભ લેનારા હોંશીલા ભક્તો જરૂર નીકળે. આવો લાભ ક્યાંથી? એંઠવાડ અને પાણીના અપવ્યયને જોઈને તો એમ જ લાગે કે અહીં ધર્મને કે તપસ્યાને જાણે કશી લેવાદેવા જ નથી ! રાત્રે બનતી ખાદ્ય વસ્તુઓ ન જ વપરાય, એવો આગ્રહ તો જાણે બધાએ પડતો મૂકયો છે! ચાલે, વાંધો નહિ, એ જ વૃત્તિ તથા ઉચ્ચારણો સર્વત્ર હોય છે. વર્ષીતપ કરનારે મોટી પૂનમોની છઠ ફરજિયાત કરવાના હોય છે. આપણા પૂર્વજો હજી ર૫-૩૦ વર્ષ પહેલાં સુધી, અને આજે પણ કેટલાકો, એ પ્રમાણે કરે જ છે. પરંતુ હવે તો અમુક છઠને બાદ કરતાં બાકીના ન કરો તો ચાલે – એવી છૂટ પાટ પરથી જ મળતી હોય છે. વર્ષીતપ કરવા છતાં આટલા માટે જો ચલાવી લેવાય તો તે તપ અધૂરું જ ગણાય, એમાં દયા-માયા ન ચાલે. (૧) વર્ષીતપ જેવી મહાન આરાધના કરનારે બે ટંક પ્રતિક્રમણ સહિતની નિત્ય ક્રિયા અવશ્ય કરવી પડે. તો જ તેમનો તપ લેખે લાગે. ક્રિયાવિહોણા તપની ઝાઝી કિંમત નથી. (૨) વર્ષીતપ કર્મક્ષય માટે જ કરવાનો છે તે વાત જો યાદ રહે તો ખાવાપીવાની તથા સ્વાદવૃત્તિની પરવા કરવાની ન રહે. તપ માટે શરીર માંગે તેટલું મળી જાય તે ગનીમત. પણ તે માટે અજયણા, રાત્રિદોષ, ભક્ષ્યાભઢ્યના વિવેકનો ત્યાગ, આ બધી સ્થિતિ કે ચેષ્ટા ન થાય. (૩) વર્ષીતપ પૂર્ણ કર્યા બાદ જીવનમાં, રાત્રિભોજનનો ત્યાગ, હોટલ, બરફ – આઈસ્ક્રીમ, ઠંડા પીણાં, અભક્ષ્ય તથા બજારૂ ચીજોનો ત્યાગ, આટલું તો અનિવાર્યપણે આવે જ અથવા લાવવું જ જોઈએ. અન્યથા આટલું મહાન તપ કર્યું તે ન કર્યા બરાબર થશે. આશા રાખીશ કે આ વાંચનાર વ્યકિતઓ ઉપરની વાતો પરથી બોધ લેશે અને આ બધું અવશ્ય આચરણમાં લાવશે. વૈશાખ-૨૦૬૦) ધામિક Page #226 -------------------------------------------------------------------------- ________________ આપણા મહાપુરુષોની કેટલીક શાસ્ત્રાનુસારી અને મહાન ગુરુભગવંતોએ આચરેલી તથા પ્રબોધેલી મર્યાદાઓ સમજવાલાયક છે. એક – બે પ્રાસંગિક બાબતો લઉં ૧. આર્કા નક્ષત્ર બેસે તે દિવસથી કેરીનો ત્યાગ. મોટાભાગે ૨૧ જૂને આર્કા નક્ષત્ર બેસતું હોય છે. તે બેઠા પછી હવામાન અથવા ઋતુચક્રમાં એવું પરિવર્તન આવે કે “કેરી” જેવા ફળમાં ચલિતરસ થઈ જવાની અને તે કારણે ત્રસ જીવો ઉત્પન્ન થવાની, સ્વાદ બેસ્વાદ થવાની વગેરે અનેક સંભાવના રહે છે. આ બધાં કારણોસર આપણાં મહાપુરુષોએ આર્વા બેસે ત્યાંથી લઈને પછીના આવનારા ફાગણ સુદની પૂનમ લગી કાચી તથા પાકી કેરી ખાવાનો નિષેધ કર્યો છે. આમાં એક બાજુથી જીવદયા-જયણાનું પાલન છે, તો બીજી બાજુથી રસત્યાગ અને સ્વાદ ઉપર કાબૂ રાખવાનો પણ આશય જણાય છે. જો કે, અત્યારે તો કેટલાક જીવો ફાગણ માસ સુધી રાહ જોવાની ધીરજ ન હોવાને કારણે કે ગમે તે બહાને કાર્તિક માસથી જ કેરીની છૂટ લેતાં સંભળાય છે તથા જોવા મળે છે. તેમની પાસે એકમાત્ર દલીલ છે કે, “કાર્તિકથી ન ખવાય તેવો શાસ્ત્રમાં નિર્દેશ નથી, માટે લેવાય. આની સામે અમારો એટલો જ જવાબ છે કે શાસ્ત્રમાં નિષેધ ન હોય તો તેની ખબર આપણા મહાન પૂર્વાચાર્યોને હતી. છતાં તેમણે ત્યાગભાવનાને જ પ્રાધાન્ય આપીને પોતે છૂટ ન લીધી અને પરંપરાને છૂટ લેવાની મંજૂરી પણ ન આપી. એથી એ પરંપરા આજ પર્યત યથાવત્ ચાલુ રહી છે. સકલ સંઘમાં એ મર્યાદા પળાતી જ આવી છે. અને મહાપુરુષોની આચારમર્યાદા-આચરણ એ સ્વયં પણ શાસ્ત્રાજ્ઞા સ્વરૂપ ગણાય છે. તેથી સેંકડો વર્ષોથી વર્ષમાં આઠ મહિના કેરી ત્યાગ જે થતો આવ્યો છે – પળાતો આવ્યો છે, તેમાં છૂટ લેવી તે આરાધક ધર્માત્મા માટે ઉચિત નથી. જીભના સ્વાદનું પોષણ કરનારા માટે તો વાત કરવાનો અર્થ જ ન હોય. ૨. આદ્ર બેસે તે પૂર્વે ચોમાસાના ક્ષેત્રમાં પહોંચી જવું. આ મર્યાદા સાધુસાધ્વી માટે છે. અલબત્ત, આનું પાલન બધા સમુદાયોમાં નથી થતું; અમુક જ સમુદાયોમાં આ મર્યાદા રહી છે. વાત એમ છે કે, લગભગ જેઠ માસ શરૂ થાય ત્યારે આકાશમાં વાદળાં થવા માંડે અને, આજનાં દુકાળઘેરાં વર્ષોને બાદ કરતાં, લગભગ વરસાદનો પ્રારંભ પણ થાય જ. પહેલા વરસાદને પ્રભાવે માર્ગો પર અસંખ્ય સંમૂર્ણિમ જીવો - દેડકાં, અળસિયાં તથા તેવા અનેક જીવો વિપુલ ; Page #227 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણમાં ઉત્પન્ન થાય. અને તેવા માર્ગો પર ચાલવાથી ત્રસ-સ્થાવર અસંખ્ય અસંખ્ય જીવજંતુઓની ઘોર વિરાધના થયા વિના ન રહે. આ જાતઅનુભવની વાત છે કે વરસાદ પડ્યા પછી વિરાધનાની શક્યતા ખૂબ વધી જાય. આ ઘોર હિંસાથી બચવા માટે અમારા મહાન પૂર્વપુરુષોએ નિયમ કર્યો કે, આર્વા બેસે તે દિવસ સુધીમાં નિયત ક્ષેત્રમાં પહોંચી જવું, હા, પ્રવેશ તો ઉપાશ્રયમાં ગમે ત્યારે શુભ મુહૂર્ત કરી શકાય, પણ ગામમાં કે બે પાંચ માઈલ આસપાસમાં પહોંચી તો જવું જ રહે. કેટલાક અન્ન લોકોને હવે પ્રશ્ન થતો હોય છે કે આર્કા પહેલાં પ્રવેશ કરી લેવો પડે. પછી કેમ થાય? સાધુધર્મની મર્યાદાથી અજાણ જીવો આવો સવાલ કરે એમાં એમની અજ્ઞાનતાનો અને સાધુથી દૂર રહેવાની તેમની ટેવનો જ દોષ ગણાય. બાકી પ્રવેશ તો ગુરુભગવંતાદિએ ફરમાવેલા મુહૂર્ત અષાઢી ૧૪ પહેલાં ગમે ત્યારે કરી શકાય. વિહાર આÁ પૂર્વે આટોપી લેવો જોઈએ. કેવી અદ્ભુત, દયામય અને આરાધનાસ્વરૂપ છે આ બધી મર્યાદાઓ ! આના પાલનમાં દયાવૃત્તિ વિકસે, આચારપાલન થાય, ત્યાગની પરિણતિ વધે, આજ્ઞાનું પાલન થાય, અને આ બધાં દ્વારા સંયમની રક્ષા પણ થાય. આવી શ્રેષ્ઠ મર્યાદા આપનારા પૂજ્ય પુરુષોનો ઉપકાર માનીએ એટલો ઓછો. શ્રાવકો કે ગૃહસ્થો પણ, ૨૧મી જૂનથી કેરીના ત્યાગની મર્યાદા પાળે તો તેમના જીવનમાં પણ ત્યાગભાવનાનો અવશ્ય વિકાસ થાય, અને આહારસંજ્ઞા તથા સ્વાદવૃત્તિનો વિજય પણ થાય. ત્યાગ અચૂક કરજો. લાભ જ લાભ છે. અષાઢી ૧૪થી ચોમાસાનો મંગલ પ્રારંભ થશે. આ વખતે તો પાંચ મહિનાનું ચોમાસું છે. આરાધક આત્માઓને આરાધના કરવાની મજા પડી જવાની છે. હમણાં અનેક લોકો પાસેથી સાંભળવા મળ્યા કરે છે કે, આવનારો સમય બે વર્ષનો બહુ જ વિષમ અને અશુભ છે. કેવી ઉથલપાથલ ક્યાં થશે તે અકથ્ય છે. માટે જેણે બચવું હોય તેણે પ્રભુભકિતનું તે ધર્મઆરાધનાનું બળ વધારવાનું છે. એ બળ હશે તો અહીં પણ ઉગરાશે અને પરલોક પણ સુધરશે. એ બળ નહિ હોય તો બન્ને વાનાં બગડ્યાં વિના નહિ રહે. તો આ વાત બધા ખાસ ધ્યાનમાં લેજો, અને આરાધનામાં તેમ જ ભકિતમાં ખૂબ જીવ પરોવજો. ધર્મ આરાધે તેની રક્ષા ધર્મ અવશ્ય કરે છે તે સત્ય બરાબર નજર સમક્ષ રાખજો. (અષાઢ-૨૦૬૦) ધાનિક ? ' Page #228 -------------------------------------------------------------------------- ________________ ૪૫ જિનશાસનની આરાધના કરવાનો એક મોટામાં મોટો અને પ્રત્યક્ષ લાભ એ છે કે, આરાધનાના માધ્યમથી આપણને આપણી અશક્તિનું, આપણા દોષોનું તથા દુર્ગુણોનું ભાન થઈ શકે છે. “આરાધના' નો અર્થ જેમ જેમ સમજાતો જાય, તેમ તેમ આપણી ભૂલો તેમ જ દોષોનો આપણને ખ્યાલ પણ આવતો જાય છે અને તે પછી તે બધું ઘટે કે દૂર થાય તે દિશામાં ઉદ્યમ પણ ચાલુ થાય છે. આરાધના કરવાનો આ લાભ જેવો તેવો તો નથી જ. આરાધના એટલે ગુણોનો વિકાસ અને અવગુણોનો હાસ. વિરાધના એટલે દોષોની વૃદ્ધિ અને ગુણોની હાનિ. જિનશાસન નહોતું મળ્યું તથા મળ્યા પછીયે નહોતું ગમ્યું અથવા તો નહોતું સમજાયું, ત્યાં સુધી તો વિરાધના જ કર્યા કરી છે, અને દોષો જ વધારતા રહ્યા છીએ. પરંતુ હવે જયારે શાસન મળ્યું હોવા ઉપરાંત ગમવા પણ લાગ્યું છે તો આપણે આપણામાં ભરેલા અગણિત દોષોના ઉકરડાને ઉલેચવાને માટે સજાગ થઈ મહેનત કરવી જ પડે, અને આપણા ગુણોને વિકસાવવા જ પડે. એક વાત નિઃશંક સમજી તથા સ્વીકારી લેવી જ પડે કે હું પોતે ઘણા ઘણા - અઢળક-દોષો અને દુર્ગુણોનો ભંડાર છું. આપણે સહુ માત્ર દોષસેવન અને દુર્ગુણસાધનાના જ વ્યસની છીએ. ન જાણે, આપણે આ જીવનમાં કેટકેટલાય દોષો સેવ્યા હશે, પાળ્યા હશે, વધાર્યા હશે, અને એમાં ભારે મોજ તથા આનંદ અનુભવ્યા હશે. જાણી જોઈને કે અજાણપણે, અનિચ્છાએ કે મોટાભાગે સ્વેચ્છાએ જ, કર્મવશ, મોહાધીન બનીને, હિત ને અહિતનું ભાન ભૂલીને, યોગ્ય-અયોગ્યનો વિવેક ચૂકીને, આપણે કેટકેટલા અનર્થો આચર્યા હોય છે. કષ્ટ હોય તો એટલું જ કે આપણને મહામૂલું જિનશાસન મળ્યા પછીયે આપણે આપણા જ આત્માનું તથા જીવનનું અશુભ થાય તેવા અનર્થો તથા તેની વિરાધનાનું આચરણ કર્યું છે. આ વિરાધનાને લીધે આપણે કર્મો પણ નિશ્ચિતપણે અનર્ગળ બાંધ્યાં જ હશે. એ કર્મો આપણને ભવભ્રમણ કરાવી શકે, દુર્ગતિમાં ધકેલી શકે, ભવાંતરમાં શાસનથી વિમુખ-વંચિત પણ રાખી શકે. કદર્થના તો એ છે કે આપણે દરેક આ કે તે દોષો સેવીને વિરાધના કરી જ છે, છતાં આપણે આપણી તરફ જોવાનું ટાળી દઈએ છીએ, અને કોઈ અન્યની ભૂલ, દોષો કે ખામીઓ ભણી જ નજર માંડીને અન્યના દોષોને જ ગાઈએ છીએ, જાહેર કરીએ છીએ, તથા તે વિશે ગમે તેવી વાત વિચારીએ અને બોલીએ છીએ. પર; Page #229 -------------------------------------------------------------------------- ________________ પોતાને નિર્દોષ માનીને ચાલવું તે “મિથ્યાત્વ' છે, મિથ્યાભિમાન છે. પોતાના દોષોને નજરઅંદાઝ કરવા અને અન્યના દોષોને ગાવા તે આપણા જીવનની બહુ મોટી વિરાધના છે, બહુ મોટી ખામી કે ભૂલ છે. ભગવાનનું શાસન આરાધવું જેને ગમતું હોય તે પોતાના દોષ નિહાળે અને (બને તો જ) અન્યના ગુણ દેખે: આ તેની આરાધના હશે. આ “શાસન એક જ વાત દઢપણે શીખવાડે છે કે અન્યના દોષ જોવાનું ‘મિથ્યાત્વ' અનંત જન્મો સુધી ભોગવ્યું. હવે જો તેમાંથી બહાર આવવું હોય તો અન્યના ગુણ જોવા અને પોતાના દોષ જોવારૂપી “સમ્યક્ત્વ'ની આરાધના ચાલુ કરજો. પોતાના દોષ દેખી શકે અને અન્યમાં ગુણ દેખી શકે, તથા તે દેખીને રાજી થઈ શકે, તેમજ અન્યના દોષો પ્રત્યે આંખ આડા કાન કરી શકે, તે ખરા અર્થમાં સમ્યત્વવંત બની શકે. ભગવાન અરિહંતદેવના શાસનની આ અદ્દભુત તથા બીજે ક્યાંય શીખવાસાંભળવા ન મળે તેવી વાત, જો આપણા હૈયામાં બેસી જાય, આપણા જીવનવ્યવહારમાં જો ઊતરી જાય, તો આપણે વગર પ્રયત્ન જ આપણા આત્મકલ્યાણના સાધક બની શકીએ, આપણી જાતને ગુણાનુરાગી બનાવી શકીએ, અને સાવ અજાણતાં જ પરોપકાર પણ આપણાં હાથે થઈ શકે. અન્યના છતા દોષો/દુર્ગુણો ન જોવા તે પરોપકાર છે. કોઈના દોષની સાચી-જૂઠી વાતો બીજાને કહેવાથી બચવું તે પરોપકાર છે. આવો પરોપકાર આપણને હિતકારી બનાવે છે. આપણા મનને કષાયની મલિનતાથી બચાવી લે છે. પરિણામે લેવાદેવા વિના સર્જાતી વૈરની અનિષ્ટ કે આત્મઘાતી પરંપરાથી આપણે બચી જઈએ છીએ. જિનશાસનની આ વાતો કેવી માર્મિક છે! કેટલી તાત્વિક છે! આવું શાસન મને-તમને મળ્યું છે એ વાત જ કેટલી આનંદદાયક તેમજ રોમાંચકારી છે! આ શાસન આત્માનું, તેને નિર્દોષ બનાવવા દ્વારા, એકાંતે કલ્યાણ સાધી આપે તેવું શાસન છે. એની આરાધના કરવાનું જો ચૂકી ગયા, અને વિરાધનાને જ વહાલી ગણતા રહ્યા, તો આ શાસન બીજા ભવમાં ફરી મળશે એવી આશા રાખવી વ્યર્થ છે. આપણે નિર્ધાર કરીએ કે વીતી ગયેલા વિરાધનાસભર સમયને તિલાંજલિ દઈશું, અને હવે પછીના સમયને આરાધનાથી એવો તો શણગારીશું કે, વિરાધનાનાં પાપો ધોવાઈ જાય, દોષ-દુર્ગુણો નામશેષ બને, અને અમારું જીવન, અમારો આત્મા અનેક અનેક શુભમય સદ્ગુણોથી અલંકૃત બની રહે. (કિ. શ્રાવણ-૨૦૬૦) ધાર્મિક Page #230 -------------------------------------------------------------------------- ________________ ૪૬ લૌકિક તહેવારોની જાહેર ઉજવણી આપણા દેશમાં વ્યાપકપણે અને અકલ્પ વેગથી વધી રહી છે. જે તે તહેવાર જે દેવી-દેવને અનુલક્ષીને હોય તે તે દેવદેવીની વાસ્તવિક – તેમના ધર્મ પ્રમાણેની – ઉપાસના તો હવે જોવા પણ નથી મળતી. જોવા મળે છે માત્ર ન્યુસન્સ - તોફાન, માઈક, ટેપ-સ્ટિરિયો અને એવા એવા ઘોંઘાટ, બેન્ડ અને ઓરકેસ્ટ્રામાં વાગતાં પશ્ચિમી વાદ્યોનો અસહ્ય અવાજ, ગુલાલ-કંકુના નામે ઝેરીલાં દ્રવ્યોમાંથી બનેલા રંગોની છોળો ઉછળતી રહેવાને કારણે શરીર- કપડાં, મકાનો, રસ્તાઓમાં છવાતું ગુંગળાવનારું પ્રદૂષણ, પાણીનો ભયંકર બગાડ, આ અને આવું બધું ધર્મ તથા દેવના નામે ખૂબ ચાલે છે. દશામાં” ને ડૂબાડે, કૃષ્ણકનૈયાને પણ ડૂબાડે, ગણેશને પણ ડૂબાડે, એમ એક પછી એક દેવના નામે પ-૧૦ દહાડા તાંડવ અને પ્રદૂષણ ચાલતાં રહે. દુર્ભાગ્યે આ દેશમાં ક્યાંય કોઈનું કશું જ નિયંત્રણ નથી રહ્યું. પહેલાં મહાજનનું કે ધર્મસંસ્થાનું નિયંત્રણ રહેતું. પણ લોકશાહીના નામે એ બધાનું અને સઘળીયે મર્યાદાઓનું અસ્તિત્વ જ હવે નથી રહ્યું. આ બધાંય તાંડવોમાં નશીલાં દ્રવ્યોનું સેવન અને તેને લીધે પ્રવર્તતો ઉન્માદ-છાકટાપણું તો હવે આ તહેવારોનું આવશ્યક અંગ હોય છે. મનુષ્યના આરોગ્ય ઉપર, સમાજની શાંતિ ઉપર અને આપણી ધર્મ ભાવના કે શ્રદ્ધા ઉપર આ બધાંની કેટલી નકારાત્મક અસરો થાય છે, તેનો તો કોઈને જાણે વિચાર જ નથી આવતો ! ફટાકડા ફોડવા તે પણ આવશ્યક મનાય છે. હવે આવે છે નવરાત્રિ. તેમાં માતાજીના ગરબાના નામે જે નિમ્ન કક્ષાની અને પ્રદૂષણસ્વરૂપ હરકતો ચાલે છે તેણે તો આપણા યુવાન વર્ગનું નિકંદન કાઢી મૂક્યું છે. દુર્ભાગ્યે, જૈનોનો મોટો સમૂહ પણ આ હરકતોમાં સામેલ હોય છે. પૈસાનો દુર્બય, તબિયત અને શરીરનો સત્યાનાશ, સમય-શક્તિની બરબાદી, પ્રદૂષણના કારણે અનેક ભયંકર બિમારીઓને આમંત્રણ - આવું ઘણું બધું હોવા છતાં આપણા લોકો આ બાબતે વિવેક અને મર્યાદાનાં બંધનો પાળવા તૈયાર નથી. આ આપણી સામાજિક દુર્દશા જ છે. આપણા જૈનોના વરઘોડા પણ હવે ઘણી બધી હદે લૌકિક થઈ રહ્યા છે. ઈલેકટ્રિક ઇસ્યુમેન્ટવાળી બેન્ડ-પાર્ટી આવે. તે કાન ફોડે તેવા અવાજે વાદ્ય તથા Page #231 -------------------------------------------------------------------------- ________________ ઢોલ વગાડે - માઈક અને ઇકો સાઉન્ડ દ્વારા તે જોરદાર હાનિકર્તા પ્રદૂષણ ફેલાવે. જેમ વધુ મોટા અવાજે વગાડે તેમ બેન્ડ વધુ સારું ગણાય. પાછા તેમાં આપણા ધર્મના ગાણાં-ગીતો તેની પાસે ગવડાવાય. કેવાયે અપવિત્ર હોય, નશો કરેલા હોય, એંઠા માં હોય, છતાં તેના જ મોંએ નવકાર ને એવું બધું ગવડાવાય અને ગર્વ થાય કે આ તો અમારા ધર્મનું ગાય/વગાડે છે! ઘણીવાર મંડળો આ કામ સંભાળે છે ને ઘોંઘાટનું પ્રદૂષણ પ્રસરાવે છે. ટૂંકમાં, આપણે પણ લૌકિકતામાં સરી પડ્યા છીએ જ. લોકોત્તર શાસનમાંય લૌકિકતા ! કેટલાંક ગામોમાં ભગવાનના વરઘોડામાં જ જાતજાતની ખાણી-પીણી આપવામાં આવે છે, અને ભગવાનનો રથ તથા ગુરુમહારાજ હોવા છતાં ચાલુ વરઘોડે બધાં હોંશે હોંશે ખાય-પીએ છે! ભગવાનનો કે ધર્મપ્રસંગનો વરઘોડો હોય તો તેમાં કાંઈ જ ખવાય-પીવાય નહિ. ત્યાં તો પ્રભુશાસનનો જયનાદ જ કરવાનો હોય. વરઘોડામાં નિમ્ન સ્તરની બેન્ડપાર્ટી તો ન જ હોય, સાથે બોલીને ગીતો વગેરે ગાવા-ગવડાવવાનું પણ ન હોય. ત્યાં તો કલાત્મક અને ક્લાસિક્ત રીતે હાથ-મોં વડે (ક્લેરોનેટ, ટ્રમ્પટ, બ્યુગલ, શ્રમ, સેકસીફોન જેવાં) વાદ્યો વાગતાં હોય, તેમાંથી સંગીતના સ્વરો રેલાતાં હોય, ઈલેકટ્રિકલ ઇન્સ્ટમેન્ટ ન જ હોય, અને વાતાવરણમાં શાંત-મધુરપ્રસન્ન સૂરો પ્રસર્યે જતાં હોય. તો પ્રભુજીના રથ સન્મુખ યુવકોની મંડળી વાજિંત્ર લઈને પ્રભુભકિતનાં ગીતો ગાતી-વગાડતી ધૂન મચાવતી હોય. એવે અવસરે નૃત્ય કે રાસ લેવાય તો તેમાં પણ ફિલ્મી ને હિપ્પી ઢબના કે નવરાત્રિના જેવા નાચ-નખરાં ન હોય, છોકરા-છોકરીઓની ભેળસેળ ન હોય, પણ માત્ર પુરુષવર્ગ હલકભેર રાસ લેતો હોય તે ભક્તિનાં મધુર ગીતો બોલતો હોય. આ મર્યાદાનું પાલન હોય તો જ લોકોત્તરતા જળવાય, નહિ તો નરી લૌકિકતા જ ગણાય. મૂળ-મુખ્ય મુદ્દો એક જ છે કે જૈનશાસનને લૌકિકતામાં સરી પડતું બચાવીએ, અટકાવીએ, અને તેની લોકોત્તરતાને શક્ય એટલી વધુ જાળવીએ. (આસો-૨૦૬૦) ધામિક Page #232 -------------------------------------------------------------------------- ________________ ४७ કેવળ નિજ – સુખને ચહે, તે નિત પામે દુઃખ, સુખ કાજે જે મથે, તે લહેશે અતિસુખ’ પર - મુનિરાજ કું સદા મોરી વન્દના.... જયવંતું જિનશાસન. આત્માના અસ્તિત્વના દેઢ પાયા ઉપર ઊભેલું શાસન. મોક્ષપ્રાપ્તિના પરમ લક્ષ્યને વરેલું સંસારનું એકમાત્ર ધર્મશાસન. સકલ કર્મોનો ક્ષય કરીને અનંતજ્ઞાનમય નિજ શુદ્ધ સ્વરૂપને હાંસલ કરનારા અરિહંતોએ પ્રવર્તાવેલું ત્રિકાલાબાધિત શાસન. સમસ્ત વિશ્વમાં વર્તતા સમગ્ર જીવજગતના ઐહિક તેમજ પારમાર્થિક કલ્યાણની ખેવનાના નિર્મળ અને જળહળતા કેન્દ્રબિંદુને વિશ્વવ્યાપી બનાવનારું શાસન. આ પ્રભુશાસન જેઓને સાંપડ્યું છે તેમને માટે આ જગતમાં હવે મેળવવા યોગ્ય કાંઈ જ શેષ નથી રહેતું. અને આ શાસન જેમને નસીબ નથી થયું, તેમને ચૌદ ભુવનનું રાજ્ય મળી જાય તો પણ તેઓ બદનસીબ જ ગણાય. આ લોકોત્તર શાસનને પામીને અનંત આત્માઓ ધન્ય બની ગયા. અગણિત આત્માઓ સાંપ્રત કાળમાં ધન્ય બની રહ્યા છે, અને અનંતાનંત જીવાત્માઓ ભાવિમાં ધન્ય-ધન્ય બનવાના છે. કેટકેટલા અરિહંતોએ આ શાસનને અજવાળ્યું છે ! કેટકેટલા ગણધર શ્રુતધર - અનુયોગધર ભગવંતોએ આ શાસનને પુરસ્કાર્યું છે ! કેટલા બધા સાધકોએ આ શાસનના ગૌરવને વિસ્તાર્યું છે! કલ્પનાતીત છે આ. - લાંબી વાતો ન કરીએ, ફક્ત પ્રવર્તમાન વીર-શાસનની જ વાત કરીએ, તો પણ અઢી હજાર વર્ષોના નાનકડા સમયગાળામાં કેટલા બધા સ્વનામધન્ય આત્માઓએ આ શાસનને દીપાવ્યું છે! ઈતિહાસનાં સુવર્ણપૃષ્ઠો તપાસીએ તો અધધધ થઈ જવાય! સેંકડો શ્રુતધર ભગવંતો, હજારો-હજારો સૂરિપુરંદરો. હજારો ઉપાધ્યાય મહારાજાઓ અને લાખો સાધુ-સાધ્વી ભગવંતો અઢી હજાર વર્ષોમાં થયા છે, Page #233 -------------------------------------------------------------------------- ________________ અને એમના તપ – ત્યાગ - સાધનાના અમોધ બળ વડે તેમણે આ શાસનને સેવ્યું છે, આરાધ્યું છે અને આપણી આજ સુધરે તે રીતે તેની રક્ષા પણ કરી છે. આપણે શાસનની બલિહારી અવશ્ય ગાઈશું, પણ સાથે જ એ શાસનને આપણા સુધી લઈ આવનારા આ શ્રીશ્રમણસંઘના પણ ઓવારણાં લઈશું. શાસનના સંસ્થાપક ભલે તીર્થંકરદેવ હોય, પણ એ શાસનને યુગયુગાંતરો સુધી અસંખ્ય આત્માઓ સુધી પહોંચાડવાનું અને એ શાસનની જ્યોતને અવિચ્છિન્નપણે જાગતી-જળહળતી રાખવાનું પવિત્રતમ કાર્ય તો શ્રમણસંઘ જ કરી શકે. તીર્થંકર સ્વયં કૃતકૃત્ય હોવા છતાં, કેવળજ્ઞાન પામ્યા પછી, શ્રીશ્રમણસંઘની સ્થાપના કરે તેનું રહસ્ય પણ આજ કે મારી (અરિહંતની) અનુપસ્થિતિમાં પણ સંસારમાં વર્તતા આત્માઓનું શ્રમણ સંઘના માધ્યમથી કલ્યાણ થાય. આ સિવાય તીર્થંકરને શાસન કે સંઘની સ્થાપના કરવાનું કોઈ વિશેષ પ્રયોજન હોતું નથી. જિનપ્રણીત આ શ્રીસંઘનું પ્રધાન અંગ છે શ્રમણ ભગવંતો. ગણધરો પણ મૂલતઃ તો શ્રમણો જ છે. એમનાથી પ્રવર્તેલી ગુરુ-શિષ્યની પરંપરા તે જિનશાસનની જગતજુદી અને જગતવિખ્યાત શ્રમણ પરંપરા. આ શ્રમણ પરંપરા અઢી હજાર વર્ષોથી અખંડપણે ચાલી રહી છે. અને જિનશાસનની પ્રભાવના, આરાધના તેમ જ રક્ષા કરી રહી છે. કલ્પના કરીએ કે જો પરમાત્માએ શ્રમણ પરંપરા ન પ્રવર્તાવી હોત તો? તો કહી શકાય કે આજે જિનશાસન તથા જૈન સંઘનું અસ્તિત્વ અથવા તો આ પ્રકારનું તેનું સ્વરૂપ ભાગ્યે જ જોવા મળતું હોત. આપણી પાસે આગમો જળવાયાં છે, તીર્થો સચવાયાં છે, ધર્મ અને તેની સાધનાના વિધવિધ અંગો અદ્યાવિધ જીવંત છે, તે આ શ્રમણ પરંપરાને જ આભારી છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી થતી. અસંખ્ય જીવો જિનમંદિરોની તથા જિનબિંબોની આરાધના કરીને બોધિબીજ મેળવે કે નિર્મળ બનાવે તેની પાછળ; અને અનેક આત્માઓ જિન પ્રવચન સ્વરૂપ આગમાદિ ગ્રંથોના અધ્યયન-શ્રવણાદિ દ્વારા આત્માના શુદ્ધ સ્વરૂપને પામવાની દિશામાં આગે કદમ માંડે તેની પાછળ, આ શ્રમણ પરંપરાનું જ મહત્ત્વપૂર્ણ યોગદાન છે તે પણ નિઃસંદેહ છે. શ્રમણો ન હોય તો કદાચ આ બધું આ સ્વરૂપે ન હોત. અને આનંદદાયક બીના એ છે કે શ્રમણોની આ યશોજ્જ્વલ પરંપરા હજી સાડા અઢાર હજાર વર્ષો લગી અખંડપણે પ્રવર્તવાની છે, અને દુપ્પસહસૂરિ મહારાજ થશે ત્યાં સુધી નિરંતર અસંખ્ય જીવોનો આત્મોદ્ધાર કરતી રહેવાની છે. ધાર્મિક Page #234 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના શાસનનો આ શ્રમણ એટલે જીવંત ત્યાગની પ્રતિમા ! શ્રમણ એટલે તપ અને સંયમની સાક્ષાત્ પ્રતિકૃતિ ! શ્રમણ એટલે અહિંસાનો અને કરુણાનો પ્રગટ અવતાર! અતિવિષમ એવા આ પડતા કાળમાં પણ આપણને આવા તપ-ત્યાગકારુણ્યના ભંડાર એવા શ્રમણોના તેમ જ શ્રમણવેશનાં દર્શન મળ્યાં છે. મળે છે તે, આ પડતા કાળમાં પણ આપણી ચડતી સમાન જ ગણાય. નૂતન વર્ષના પ્રારંભે મુનિરાજને વંદના કરી મંગલ શરૂઆત કરીએ. (કાર્તક-૨૦૬૧) Page #235 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રીસ્તંભન પાર્શ્વનાથ ભગવાનનું અતિ પ્રાચીન નીલરત્નમય બિંબ હોવાને કારણે આ ક્ષેત્રને સ્તંભનતીર્થ એવા નામે ઓળખવામાં આવે છે. ૭૨ જિનાલયોથી મંડિત આ પુરાતન તીર્થનાં દર્શન જેટલીવાર કરીએ તેટલી વાર અધિકથી અધિક આનંદ જ અનુભવાય છે. અહીંના એક પુણ્યવંત પરિવારે સ્વદ્રવ્ય વડે નિર્માણ કરાવેલ નવીન જિનમંદિરની પ્રતિષ્ઠાનો મહોત્સવ આ દિવસોમાં ચાલી રહ્યો છે. “સ્વદ્રવ્ય' શબ્દ પર થોડુંક ચિંતન જરૂરી લાગે છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં સ્વદ્રવ્ય' શબ્દ આપણે ત્યાં બહુ જ પ્રચલિત બન્યો છે. અમુક સાધુવર્ગે તેના પર એટલો બધો તો ભાર આપ્યો છે કે, હવે સ્વદ્રવ્યથી પૂજા કરનારો વિશિષ્ટ શ્રાવક ગણાય છે, સ્વદ્રવ્યથી કોઈ પણ પ્રકારનું ધર્મકૃત્ય કરે તેનાં માન-વજન સમાજમાં ખૂબ પડે છે. તે પોતે પણ પછી પોતાના માટે જરાક વધુ પડતો ઊંચો ખ્યાલ ધરાવતો થઈ જાય છે. આનું પરિણામ એ આવ્યું છે કે, જે સ્વદ્રવ્યનો ઉપયોગ નથી કરતા, અથવા ઉપયોગ કરી શકવા જેટલું સ્વદ્રવ્ય જેમની પાસે નથી, તેઓને માટે તેમના મનમાં પણ અને સમાજમાં પણ તેઓ જરા ઊતરતી કક્ષાના છે તેવી છાપ પડી જાય છે. ખરેખર શાસ્ત્રોમાં સ્વદ્રવ્ય ઉપર આટલો બધો ભાર આપવામાં આવ્યો છે ખરો? એ પ્રશ્ન અહીં ઉદ્દભવે છે. જે સ્વદ્રવ્યનો ઉપયોગ કર્યા પછી, તે કરનારના મનમાં અહંકાર જન્મતો હોય અને અન્યને માટે તુચ્છતાની લાગણી જન્મતી હોય, તો તેવા સ્વદ્રવ્યના ઉપયોગ પર ભાર આપી શકાય ખરો? – એમ પણ સવાલ જાગે છે. શાસ્ત્રોના સંદર્ભે તપાસીએ તો ત્યાં તો સ્વદ્રવ્ય જેવો શબ્દ ભાગ્યે જ જોવા મળે છે. ત્યાં તો એક જ શબ્દ જડે છેઃ ન્યાયદ્રવ્ય. કોઈ પણ ધનસાધ્ય ધર્મકાર્ય શ્રાવક કરે, તો તેમાં તે ધન ન્યાય-નીતિનું ધન હોય તે પર શાસ્ત્રો સતત જોર આપતાં જાય છે. ભગવાનની પૂજા માટે સાત પ્રકારની શુદ્ધિ અપેક્ષિત હોય છે. તેમાં પણ “ન્યાયદ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર' એમ જ વર્ણન છે; નહિ કે સ્વદ્રવ્ય. આનો સ્પષ્ટ અર્થ એ છે કે, શ્રાવકે સ્વદ્રવ્ય વડે પૂજા કરવી જોઈએ, પણ તે સ્વદ્રવ્ય ન્યાયદ્રવ્ય હોવું આવશ્યક છે. જો તે અન્યાયનું ધન હોય તો તે “સ્વદ્રવ્ય' હોય - ન હોય, કોઈ ફરક પડતો નથી. તાત્ત્વિક રીતે તો તે સ્વદ્રવ્ય Page #236 -------------------------------------------------------------------------- ________________ ગણાય જ નહિ. કોઈને છેતરીને, ચૂસીને પેદા કરેલું ધન સ્વદ્રવ્ય શેનું વળી? જે ધનમાં બીજાને છેતર્યાની, શોષણ કર્યાની, લૂંટ્યાની, ચૂસ્યાની બદબૂ ભરેલી હોય તે ધન પોતે કમાયેલું હોય તો પણ સ્વદ્રવ્ય ન ગણાય. તે તો અનીતિનું – અણહક્કનું, કોઈના લોહી-આંસુથી ખરડાયેલું પરદ્રવ્ય જ ગણાય. અને તેવા ધન થકી ધર્મકૃત્ય કરવા જાય – કરે, તો તેમાં તેને વખાણીને છાપરે ચડાવવા જેટલી અને અન્યોને તેનાથી હલકા ઠેરવી દેવા જેટલી ઉતાવળ કરવામાં આપણી ક્ષુદ્રતા તથા આપણા અજ્ઞાનનું જ પ્રદર્શન થતું હોય છે. હમણાં વિહાર દરમિયાન જ, એક ગામમાં એક જૂનો શિલાલેખ વાંચવામાં આવ્યો. તેમાં જે શ્રાવકે ધનવ્યય દ્વારા દેરાસર કરાવેલું તેના વર્ણનમાં લખેલું કે ન્યાયથી ઉપાર્જન કરેલા ધનનો સદુપયોગ કરીને આ કામ કર્યું છે.' સ્વદ્રવ્યની પ્રતિષ્ઠાના આવેશમાં ન્યાયદ્રવ્યનો મુદ્દો આપણે ત્યાં સાવ જ ચૂકાઈ ગયો છે. એથી બન્યું છે એવું કે કોઠાકબાડા કરીને એકઠા કરેલા ધન વડે સારું કામ (ધર્મકાર્યો કરવામાં તો આવે છે, પણ એ કામ પત્યા પછી જેવા તેની જવાબદારીમાંથી મોકળા થાય કે તરત જ બમણા વેગથી એ લોકો કોઠાકબાડા કરવામાં મચી પડે છે. કેમ કે આવેગમાં, આવેશમાં,વટ મારવામાં, ધારવા કરતાં વધારે પડતા પૈસા વપરાઈ ગયા, અને એ બધા હવે ઊભા તો કરવા જ પડે ને? આમાં વાપરવામાંય અન્યાયનું દ્રવ્ય અને ઉપાર્જન કરવામાંય અન્યાયનું જ દ્રવ્ય! આપણે એને હરામનું દ્રવ્ય કહી શકીએ! આમાં “સ્વદ્રવ્યનો આગ્રહ જરૂર સચવાયો, પણ ન્યાયદ્રવ્ય માટેની શાસ્ત્ર-મર્યાદાનું નિકંદન નીકળી ગયું તેનું શું? તેનો જાણે કે કોઈને વિચાર જ નથી રહ્યો. જો ન્યાયદ્રવ્યનો આદર્શ પળાય અને આગ્રહ રખાય તો ઘણાં ઘણાં અનર્થો તથા અનિષ્ટો જે ધર્મક્ષેત્રમાં પેસી ગયેલાં જોવા મળે છે. તે આપોઆપ અટકી જાય કાં ઘટી જાય; ઘણી બધી સ્વચ્છંદ પ્રવૃત્તિઓ આપમેળે બંધ પડી જાય અને સંઘ-શાસનની મર્યાદાઓનું ઉચિત પાલન થાય; ઘણાં અનાવશ્યક પ્રયોજનો ધર્મના નામે ચાલતાં જોવા મળે છે તેના પર રોક લાગી જ જાય. આપણા વૃદ્ધ-વડીલ આચાર્ય ભગવંતો આ બાબતમાં અતિશય જાગૃત હતા. કોઈ શ્રાવક ઉપધાન કરાવે, સંઘ કાઢે, તો તે વખતે તેને તેઓ પ્રતિજ્ઞા કરાવતા કે આ કામ પૂર્ણ થયા પછી છ માસ સુધી તમારે ધંધો નહિ કરવાનો, દુકાને નહિ જવાનું. કેમ? તો આટલો મોટો ખર્ચ કર્યા પછી મનમાં કદીક પણ એમ થઈ આવે કે, લાવ, ધંધો કરી નાખું ને ખર્ચો થયો છે તે ઉપાર્જન કરી લઉં; Page #237 -------------------------------------------------------------------------- ________________ અને એના જોશમાં કાળાં બજાર તથા ન કરવા યોગ્ય ધંધો કરી નાખો, તો કરેલું ધર્મકૃત્ય વ્યર્થ જાય અને પુણ્ય પાપમાં ફેરવાઈ જાય. એ શ્રાવકો પણ આવી પ્રતિજ્ઞા ખાસ સ્વીકારતા. આજે તો સાવ ઊલટી રીત જોવા મળે છે. જેમ વધુ ધન ખર્ચાય તેમ પુણ્યનો જબરદસ્ત ઉદય હોવાનું લાગે અને વળી તેવું બોલાય-લખાય-પ્રચારાય. એમાં આગળ-પાછળની અનીતિનો પાપોદય તો કોઈ જ વિસાતમાં નહિ! “પુણ્ય પાપ ઠેલાય' તો ખરું ને? આવી માન્યતા અને આવી રીત આજે ચાલે છે. સ્વદ્રવ્યનો આગ્રહ અહંકાર વધારનારો છે. ન્યાયંદ્રવ્યનો આગ્રહ પાપભીરુતાને પોષનારો છે. ન્યાયદ્રવ્ય વડે કરાતા ધર્મકૃત્યના પરિણામે જે આત્મસંતોષ મળશે, તે સ્વદ્રવ્ય દ્વારા થતા ધર્મ થકી કદી નહિ મળે – એ વાત બરાબર સમજી રાખવા જેવી છે. (જેઠ-૨૦૬૧) A ધાર્મિક | Page #238 -------------------------------------------------------------------------- ________________ ४८ અમારા સમુદાયના પરમગુરુ શાસનસમ્રાટ શ્રીવિજયનેમિસૂરિ દાદાએ સાધુઓ માટે ઠરાવેલા નિયમોમાં એક નિયમ એ છે કે, આદ્ર નક્ષત્ર બેસે તે પહેલાં વિહાર આટોપીને નિર્ધારિત ક્ષેત્રમાં પહોંચી જવું. આ નિયમ એટલો બધો વાસ્તવિક અને વાજબી છે કે, તેનો અનુભવ અનેકવાર થયો છે. મોસમનો પહેલો વરસાદ લગભગ ૨૦ જૂન સુધીમાં થતો જ હોય છે. પહેલા વરસાદને કારણે સમગ્ર ધરતી જળબંબાકાર થાય અને તેથી જંગલો અને ખેતરોમાં જમીનની નીચે વસનારાં અસંખ્ય જીવ-જંતુઓનાં બિલ, દર, રહેઠાણોમાં પાણી ભરાઈ જાય. તેનાથી મૂંઝાયેલા એ જીવો બહાર અને રસ્તા પર આવી જાય - નિરાશ્રિત બનીને. રસ્તા એ જીવોથી એવા તો ઉભરાય કે પછી રસ્તા પર દોડતાં વાહનો તળે તે જીવો કચડાઈને ખલાસ થઈ જાય અને એવા જીવતાં અને મરેલાં અસંખ્ય જીવોથી છવાયેલા રસ્તા પર ચાલવાનું આવે ત્યારે કેવી ભયાનક વિરાધના થાય તે તો કલ્પનાતીત જ છે. આ વિરાધનાથી બચવા માટે જ શાસનસમ્રાટ ગુરુભગવંતે આવો નિયમ સ્વીકાર્યો છે. અને આ નિયમ કેટલો બધો હિતકારી અને વિરાધનાથી બચાવનારો છે તેનો અનુભવ તો પ્રત્યેક વર્ષે આ મોસમ આવે ત્યારે, તેનું પાલન કરનારા કે નહિ કરનારા – દરેકને થાય જ છે. વસ્તુતઃ તો આવો શ્રેષ્ઠ નિયમ સ્વીકારનાર પરમગુરુ પ્રત્યે મસ્તક ઝૂકી જ જાય છે. ચોમાસામાં શત્રુંજય ગિરિરાજની યાત્રા ન કરવી, એવી શ્રીસંઘ દ્વારા સ્થાપિત - સ્વીકૃત પરંપરા પાછળ પણ આવો જ આરાધનાનો, વિરાધનાથી બચવાનો, આશય હોવાનું સમજાય છે. સ્વાભાવિક રીતે જ વર્ષાકાળમાં સંમૂર્ણિમ ત્રસ જીવોની ઉત્પત્તિ થતી હોય છે. તો સાથે સાથે અનંતા સ્થાવર જીવો પણ વ્યાપી જ જવાના. પહાડ ચડીએ તો ત્રસ-સ્થાવર જીવોની વિરાધના અવશ્ય થાય જ. તેથી બચવા માટે પૂર્વના મહાપુરુષોએ નક્કી કરી આપ્યું કે ચાતુર્માસમાં યાત્રા ન કરાય. સાર એ કે, દરેક પરંપરા અને નિયમ પાછળ કોઈને કોઈ ઉમદા આશય તથા આરાધનાનો હેતુ રહ્યો જ હોય છે. તેને ન સમજી શકીએ અથવા સમજવા છતાં જાણીબૂઝીને પોતાના કદાગ્રહ ખાતર તેનો તિરસ્કાર કે અસ્વીકાર કરીએ, તો તેમાં યાત્રાની આરાધનાનો લાભ નથી, પરંતુ મહાપુરુષોની અને શ્રીસંઘની વિરાધનાનું મહાપાપ જ થાય છે, એટલું વિવેકી આત્માએ સમજી લેવું ઘટે. અસ્તુ. (અષાઢ-૨૦૬૧) Page #239 -------------------------------------------------------------------------- ________________ પ૦ પર્યુષણાપર્વ વહી ગયા. આરાધના અને તપશ્ચર્યા સર્વત્ર ઘણી થઈ. સામૂહિક તપ પણ વ્યાપકપણે બધે થયાં. શાસનનો જયજયકાર થયો એમ લાગે. પણ એક વાત બહુ વિચિત્ર લાગે છે. પર્યુષણાના દિવસો પૂરા થાય કે પછી તરત જ ઉપાશ્રયો ખાલી ખાલી થઈ જાય અને આરાધના સાવ ખોરવાઈ જતી અનુભવાય. જે લોકો પ્રારંભના દોઢ માસમાં આરાધના તથા તપસ્યા આદિ માટે અતિ ઉત્સાહ જોવા મળ્યા હોય તે લોકો પણ, પર્વ વીત્યા પછી, આરાધના કે ઉપાશ્રય સાથે એમને કોઈ જ લેવાદેવા ન હોય તેવી રીતે વર્તતા જોવા મળે. આશ્ચર્ય થાય. સવાલ પણ થાય કે આનું કારણ શું? આનાં કારણો દેખીતાં જ છે, અને તેને શોધવા માટે બહુ ઊંડા જવું પડે તેમ નથી. છેલ્લા કેટલાક દાયકાઓથી આપણે ત્યાં પ્રલોભન આપીને થતો ધર્મ બહુ બહુ વધ્યો છે. કોઈ પણ તપશ્ચર્યા કરાવવી હોય કે આરાધના કરાવવી હોય, તો પ્રથમથી એલાન થાય કે આ તપમાં કે આ આરાધનામાં જોડાશે તેને આટલી રકમ અથવા સોનાની કે ચાંદીની આ તે ચીજ પ્રભાવના તરીકે આપવામાં આવશે. બહારગામથી આવનારાને એક કે બે વખતનું ભાડું આપવામાં આવશે. આ રકમો હવે તો હજારોમાં હોય છે. ક્યારેક પ્રભાવના ઉપરાંત તીર્થાદિના યાત્રા પ્રવાસ કરાવવાનું પણ પ્રલોભન અપાય છે. ઉપરાંત, સામૂહિક તપશ્ચર્યાઓમાં બધાં બેસણાં-એકાસણાં જમાડવાની લાલચ તો ખરી જ. બલ્ક તેનો પ્રબંધ ન થાય તો તપ કરનારાની સંખ્યા જ ન થાય! પ્રલોભન અને લાલચની આ પરંપરા એટલી તો વધી છે કે, હવે તેના વિના આરાધના કરાવવાનું લગભગ અશક્ય અને મુશ્કેલ બની ગયું છે. જેની પાસે આ માટેની ક્ષમતા કે જોગવાઈ ન હોય તે સંઘ અને તે સાધુના ચોમાસાં નબળાં જ જવાના! તપ કરનારનું બહુમાન કરવાનું વિધાન કે માર્ગદર્શન શાસ્ત્રોમાં છે તેમા ના નહિ, પણ પ્રલોભન આપીને તપ કરાવવાનું ક્યાંય જણાવ્યું નથી, તે પણ એટલું જ સાચું છે, એ ન ભૂલવું જોઈએ. આમાં તો એવું થાય છે કે, એક કે અમુક વ્યક્તિ દાન કરીને પોતાની ધનમૂછ ઉતારે છે, પણ તેની સામે અનેક અનેક જીવો લાલચુ બનીને પોતાની શ્રેષ્ઠ બની શકે તેવી આરાધનાને થોડીક - રકમ કે જણસ ખાતર વેચી નાખે છે અને આસક્તિ ઘટાડવાને બદલે વધારે છે, હાસિક Page #240 -------------------------------------------------------------------------- ________________ તેનું શું? સાર એટલો કે પ્રલોભન અપાય તો આરાધકોની સંખ્યા વધે, તપસ્વીઓનો આંકડો ઘણો વધે, એમાં હવે જરાય શક નથી. પરંતુ પછી એવું બનવાનું કે, પ્રલોભન ન હોય અથવા ઓછું હોય, તો સંખ્યા ઉપર તેની અસર પડવાની જ. જમણવાળું ન હોય તો આરાધકોનું જૂથ લગભગ નહિવત્ હોવાનું. જમવાનો મુદ્દો પણ પાછો ભારે અટપટો છે. જે ઉપાશ્રયો નિરવદ્ય અને આરંભ-સમારંભથી મુક્ત એવી ધર્મક્રિયા માટે જ નિર્માયા હોય, છે તે હવે સાવદ્ય આરંભ સમારંભના ઘર બની ગયા છે. રાતે રસોઈ, અકથ્ય આદિનો ઉપયોગ, એંઠવાડ, ગંદકી, તે કારણે મચ્છરાદિનો ભયાનક ઉપદ્રવ, રાતભર વાસણોનો તથા કામદારોનો વિઘ્નરૂપ ઘોંઘાટ, આ બધું જ ઉપાશ્રયોમાં ચાલવા લાગ્યું છે; અને તે પણ તપના, શાસનપ્રભાવનાના રૂપાળા ઓઠા તળે. કેટલાક ઉપાશ્રયોમાં તો આવું બધું બાર બાર મહિના સળંગ ચાલતું રહે છે, અને તે પણ ધર્મપ્રભાવકોની સહમતીપૂર્વક! પરિણામે આવા આયોજનો ન હોય અથવા પર્યુષણ સાથે તે પણ પૂરાં થઈ જાય, ત્યારે ઉપાશ્રયો આપોઆપ ખાલી ખાલી રહેવા લાગે છે. અને આરાધકોનો તથા તપસ્વીઓનો રસ સાવ ઓસરી જતો હોય છે. શક્તિશાળી જીવો વળી અવનવાં આયોજનોના નુસખા અજમાવીને સમૂહને ભેગો કરી લે છે. પરંતુ આમાં સાચી ધર્મચિ કે રુચિવાળા જીવોની પરખ તથા પ્રાપ્તિ કરવાનું અતિવિકટ બની જાય છે. પ્રલોભન અને ધર્મ બન્ને વચ્ચે બિયાબારું છે તે તથ્ય આપણને કયારે સમજાશે? (આસો-૨૦૬૧) Page #241 -------------------------------------------------------------------------- ________________ ૫૧ આપણો દેશ ઋતુચક્ર પ્રમાણે જીવવા ટેવાયેલો અને કેળવાયેલો છે. પરંપરાથી આપણે ત્યાં વર્ષમાં છ ઋતુઓનું ચક્ર ચાલતું રહે છે. દરેક ઋતુના પોતાના. ખાસ ફળ હોય છે, ફૂલ હોય છે, શાકભાજી પણ હોય છે. જેની જે તુ હોય તેમાં જ તે પાકે, અને તેમાં જ તેનો ઉપયોગ થાય. તે સિવાયની ઋતુમાં જો તે ફળ-ફૂલ-શાક પાકે તો તેને કમોસમી ગણવામાં આવે અને તેનો ઉપયોગ પણ ન થાય. જેમ ચોમાસાના સમય સિવાય વરસાદ પડે તેને કમોસમી માવઠું ગણાય છે, અને તે માવઠું પાક બગાડે છે. તેની જેમ જ, પોતાની ઋતુ ન હોય ત્યારે પાતાં ફળાદિ કમોસમી અને તેથી જ આરોગ્ય માટે જોખમી ગણાય. કેરીના મ્હોર મહામાં બેસે. ફાગણમાં કાચી કેરી આવે. ચૈત્રમાં તે પાકે. એ પછી જેઠ-અષાઢમાં વરસાદનો સમય થતાં જ કેરીમાં બગાડ શરૂ થઈ જાય. વરસાદ પડતાં જ તેનો રસ વિચલિત થઈ જાય અને તેમાં સંમૂર્ણિમ ત્રસ જીવોઇયળ વ.ની ઉત્પત્તિ પણ થઈ શકે. આ સમગ્ર પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને આપણાં પૂર્વ-મહાપુરુષોએ ફાગણ વદથી આર્કા સુધીનો સમયગાળો કેરી માટે માન્ય ગણ્યો છે. હવે પંજાબ વગેરે અન્ય પ્રદેશોમાં કેરી આદ્ન પછીના સમયમાં પણ પાકે છે તેમ સંભળાય છે. તો વિજ્ઞાનની શોધના પ્રતાપે વિકસાવેલ ખેતી-પદ્ધતિમાં તો બારે મહિના કેરીનો પાક લઈ શકાતો જોવા-જાણવા મળે છે. અને ખાદ્ય પદાર્થોનો ધંધો કરનારા તો કોલ્ડ સ્ટોરેજ વગેરેના માધ્યમથી કરીને તથા તેના રસને (તથા અન્ય વિવિધ ફળો તેમજ ખાદ્ય પદાર્થોને) છ-આઠ મહિના સુધી પણ જાળવી જાણે છે. કેરીના રસના એર-ટાઈટ ડબ્બા તો હમેશાં ઉપલબ્ધ હોય છે જ. આ બધાનો લાભ લઈને ચોમાસામાં કે માગશરમાં પણ રસ-પૂરી આરોગી શકાય છે, અને તે આરોગવામાં કશો બાધ ન હોવાની પણ કેટલાકોની દલીલો હોય છે. એક દલીલ એવી પણ થાય છે કે ફાગણ પહેલાં, કાર્તકમાં કેરી ના વપરાય તેવું સૂચવતો કોઈ શાસ્ત્રપાઠ નથી મળતો, એટલે વાપરી શકાય. મને લાગે છે કે, આ બધી વાતો, જીભના રસને પોષવા માટે બહુ કામ લાગે તેવી છે. જેને ત્યાગરસને પોષવો છે, તેમ જ આરોગ્યની જેને કાળજી હોય છે, તે તો કુદરતની આમન્યા બરોબર પાળે છે અને મહાપુરુષોની આચરેલી, કુદરતને અનુરૂપ પ્રથાને તે ક્યારેય ઓળંગતો નથી. શાસ્ત્ર પાઠવાળી દલીલ પણ, જેઓ પોતાની સઘળી ચર્યા શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે આચરતા હોય તેમને ધામિક Page #242 -------------------------------------------------------------------------- ________________ મોઢે જ વધુ શોભે. આપણે માટે તો મહાપુરુષોની પ્રણાલિકા પણ શાસ્ત્રપાઠ જેવી જ ગણાય. અસ્તુ. ચાતુર્માસ શરૂ થવામાં છે. વરસાદનું કોઈ ધોરણ નથી. મોટાં શહેરોમાં ગંદકીજન્ય તથા ગંદા પાણીના સેવનજન્ય વિવિધ બિમારીઓના વાવર વારંવાર સાંભળવા મળે છે. વળી, આ દિવસો આરાધનાના તો છે જ. એથી આ ચોમાસામાં જીભના સ્વાદ ઉપર અંકુશ મૂકજો. બજારૂ પદાર્થો, હોટલ વગેરેનાં ભોજન, આ બધાંનો ઉપયોગ અવશ્ય ટાળજો. બજારૂ મેંદા, રવા, લોટ અને તે દ્વારા બનેલ ખાદ્ય પદાર્થો, અભક્ષ્ય પીણાં તથા અન્ય તેવાં ખાદ્ય પદાર્થો - આ બધાંનો ઉપયોગ ટાળજો. ઘરના જ બનાવેલા આ બધા પદાર્થોનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખજો. આરાધના પણ થશે અને આરોગ્ય પણ જળવાશે. બ્રેડ, કોક, પેપ્સી, આઈસ્ક્રીમ, વગેરેમાં માંસાહારી પદાર્થો અવશ્ય ઉમેરાય છે. આવા તમામ પદાર્થોનો હમેશાં માટે ત્યાગ કરજો. (અષાઢ-૨૦૬૨) આપણે ત્યાં શત્રુંજય, શંખેશ્વર, સમેતશિખર, નાગેશ્વર, મહુડી - આ પાંચ તીર્થોનો ભારે મહિમા છે. તીવ્ર આકર્ષણ છે. તે ક્ષેત્રોમાં નિરંતર ધસારો પણ રહે જ છે. પરંતુ ગિરનારતીર્થ સાવ ઉપેક્ષિત રહ્યું છે. વર્ષે બારવાર પાલીતાણા જઈ શકાય, પણ ગિરનાર પર વર્ષમાં નહિ, પણ પાંચ વર્ષે પણ એકવાર જનાર કેટલા? નેમિનાથ પરમાત્માના ૩-૩ કલ્યાણકોથી પાવન એવું આ એક માત્ર કલ્યાણકક્ષેત્ર ગુજરાતમાં છે. શત્રુંજય પર્વત ગમે તેટલો મહાન હોય, પણ ત્યાં કોઈ ભગવાનનું કલ્યાણક નથી થયું. જ્યારે ગિરનાર પર ત્રણ ત્રણ કલ્યાણક થયાં છે, અને જૈન ગ્રંથો પ્રમાણે આવતી ચોવીશીના તમામ પ્રભુનાં કલ્યાણક અહીં થવાનાં છે. આવા સિદ્ધક્ષેત્ર સ્વરૂપ આ તીર્થની ઉપેક્ષા કેમ? આ પર્વતનું ચઢાણ જરાય કઠિન નથી. સરસ પગથિયાં છે. રહેવા-જમવા માટે યોગ્ય સુવિધા ધરાવતી ધર્મશાળા પણ તળેટી પર છે. કયા ભયથી લોકો આવતા નથી તે સમજ પડતી નથી. અમારો આગ્રહ છે કે હવેથી તમે બધાં વર્ષમાં એકવાર ગિરનારની યાત્રા કરવાનો નિશ્ચય કરજો. અન્ય લોકોને પણ પ્રેરણા કરજો. “જગમાં તીરથ દો વડાં શત્રુંજય ગિરનાર' એવું બોલીએ તો છીએ, પણ તેનો સાક્ષાત અનુભવ કરવાનું તથા લાભ પામવાનું આપણે ટાળીએ છીએ. આ વાત કોઈ રીતે બરાબર નથી. હવે પછી મોટી સંખ્યામાં વારંવાર ગિરિનારની યાત્રા કરવા જજો જ. Page #243 -------------------------------------------------------------------------- ________________ પર ચાતુર્માસના દિવસો આનંદભેર વહી રહ્યા છે. ગૃહસ્થોને તથા વહીવટદારોને મન ચાતુર્માસનું મૂલ્ય થોડીક આવકમાં, થોડીક વાહવાહ અને દેખાવ-દેખાદેખીમાં વળતું હોય તેવું વ્યાપકપણે સર્વત્ર ભલે અનુભવાતું હોય, આપણે તો તેનું વળતર સ્થિરતા, પ્રવચનો અને તે દ્વારા ધર્મબોધ તથા ધર્મ-સ્વાધ્યાય વગેરે રૂપે મજાનું પામીએ છીએ. આ લોકોની તો સ્થિતિ અને પદ્ધતિ જોતાં અનુકંપા જ જન્મે છે, અને મધ્યસ્થભાવે જ તેમને લેવાના રહે છે. એ લોકો રોષ માટે પણ લાયક નથી જણાતા. ૬૪ પ્રકારી પૂજા-વિષયક પ્રવચનો ચાલે છે. કર્મ, તેનાં બંધસ્થાનો (બાંધવાનાં નિમિત્ત-કા૨ણો), તેનો વિપાક, આ બધી બાબતો અત્યંત સરળ અને સંગીતમય પદ્ધતિથી કવિએ આ પૂજાઓમાં સમજાવી છે. તો સાથે સાથે કર્મોના ક્ષય માટે પ્રભુજીની પૂજા-ભક્તિની રીત, પ્રકારો, તેમજ પ્રભુના ગુણોનું કાવ્યમય વર્ણન પણ એટલું અદ્ભુત રીતે કર્યું છે કે આપણું હૃદય પ્રભુમય, ભકિતલીન અને ભાવવિભોર બન્યા વિના ન જ રહે. ખરેખર તો આ પૂજા ઉપર વિશદ વિવેચન, સ્વાધ્યાય તથા શોધપ્રબંધ લખાય તે બહુ જરૂરી છે. અધ્યયનલક્ષી અનુપ્રેક્ષા થાય તે મહત્ત્વનું. પીએચ.ડી.ની ડીગ્રીને લક્ષીને લખાય તેનો હવે ઝાઝો અર્થ કે મહિમા નહિ. જેમ જેમ પૂજાનું ગાન અને ચર્વણ થાય છે તેમ તેમ અરિહંત વધુને વધુ વ્હાલા લાગે છે. થાય છે કે, આ જગતમાં ‘અરિહંત'થી વધુ મીઠો કોઈ શબ્દ નથી. એ શબ્દ ઉચ્ચારતાં કે શ્રવણ કરતાં અનાયાસ - છે. આવું સુખ બીજી કોઈ બાબતથી મળતું નથી. અને પૂજા-ગાનની સફળતા છે. ધાર્મિક સહજ સુખ અનુભવાય આ સુખ મળવું એ જ અરિહંત અને તેની પૂજાનું આ ગુંજન, હૃદયને દ્વેષ-ખેદ-ભય-ઈર્ષ્યા-ઘૃણાથી મુક્ત બનાવે, અને ચિત્ત વધુ ને વધુ સરળ – ઉદાર - સહનશીલ - ગંભીર બની માર્ગસ્થ બને તેવી અંતરની કામના સાથે. (આસો-૨૦૬૩) Page #244 -------------------------------------------------------------------------- ________________ ચાવમસિ - Page #245 -------------------------------------------------------------------------- ________________ હવે થોડા જ દિવસમાં ચોમાસું શરૂ થવામાં છે. સરસ રીતે ધર્મ આરાધનામાં મચી પડવાની એ મજાની મોસમ ગણાય. તપશ્ચર્યા, ધર્મક્રિયા, જાપ, ભક્તિ, ધર્મશ્રવણ, સદ્વાંચન તથા સત્સંગ જેવાં સુગમ અનુષ્ઠાન કરવાનું મન વધારજો. શાસ્ત્રોમાં કહ્યું છે તેમ, “જે જે રાત પસાર થાય છે તે ક્યારેય પાછી ફરવાની નથી.' નાનકડી જિંદગીના થોડાક દિવસો, તેમાં પણ જે જરાતરા સમય મળી શકે તે સમયમાં શક્ય ધર્મકરણી કરી લેવામાં જ ભવની સફળતા જાણવી. કાંઈ સારું કે “ધર્મ ગણાવાય તેનું નહીં કરીએ, તો પણ જિંદગી તો પૂરી થવાની જ છે. પરભવમાં ભરોસો ન હોય તેની પણ જિંદગી સમાપ્ત થવાની છે, અને ભરોસો રાખનારની પણ પૂરી થવાની છે. ફરક એટલો કે જેને પરભવમાં ભરોસો છે, તે મર્યા પછી કદાચ ખોટો પડે અને પરભવ જેવું કશું ન નીકળે, તો પણ તેને કશું જ નુકસાન નથી. કેમકે તેણે નુકસાન થાય એવું ખોટું કામ કર્યું જ નથી. અને જેને પરભવમાં ભરોસો નથી, તેણે તો જીવનભર લહેર કરી હોય, સારું કે ધર્મનું તો કોઈ કામ ન જ કર્યું હોય ! એના મૃત્યુ પછી જો કદાચ પરભવ નીકળી પડ્યો તો ? તો એની શી હાલત થવાની? આટલું વિચારી શકાય તો પણ ખોટાં કામ કરતાં અટકી જઈએ અને સારા અને ધર્મનાં કાર્યો કરવા માંડીએ. આવી ધાર્મિક વાતો આપણને કોણ સમજાવે? સાધુભગવંતો જ સમજાવી શકે. એટલે જ જીવનમાં સત્સંગની તાતી જરૂર છે. સત્સંગીને સારૂં શીખવા મળે સાધુસમાગમથી ઘણા બે કારણોસર ડરે છે. ૧. મહારાજ કાંઈ બાધા આપી દેશે તો?, ૨. મહારાજ કાંઈ કામ બતાડી દેશે તો? આ ભય કેટલાક દાખલામાં વાજબી પણ હોઈ શકે. પરંતુ આનાં નિરાકરણ કાંઈ બહુ અઘરાં નથી. આનું નિરાકરણ બહુ સહેલાઈથી થઈ શકે. જરા પણ અવિનય કે ઉછાંછળાપણું ન લાગે તે રીતે મહારાજજીને બહુમાનપૂર્વક ના કહી શકાય કે મારાથી હાલમાં આ નિયમ/પ્રતિજ્ઞા પાળી શકાય તેમ નથી, એ માટેના ભાવ કે માનસિક તૈયારી નથી. અને, આપે બતાવેલું કામ કરવાજોગ જ હોય, પરંતુ હાલમાં મારી શક્તિ તથા ભાવનાની અનુકૂળતા ઓછી હોવાથી હું લાભ નહિ લઈ શકું, તો ક્ષમા કરજો. ચાતુર્માસ Page #246 -------------------------------------------------------------------------- ________________ ભાગી છૂટવાની વૃત્તિ, અકારણ ભય તથા સત્સંગ માટેની સહજ અરુચિ - ઘણીવાર આપણને ઉપર બતાવેલાં કારણોનો હાઉ પ્રેરે છે. બાકી વાસ્તવિક અભિગમ કેળવ્યો હોય તો કોઈ મહારાજશ્રી કોઈને આવી વાતો માટે ચોંટી પડતા નથી હોતા. આવા અકારણ અને સમજવિહોણા ભયો આપણને સત્સંગ અને તે દ્વારા થતા લાભોથી કેટલા બધા વંચિત રાખે છે ! આનાથી જીવનને કેટલું બધું મોટું નુકસાન થઈ જાય! અને આવા હાઉ કે બીકથી બચી જતાં આવડે, અને સત્સંગનો લાભ લેતાં આવડી જાય, તો જીવનમાં કેટલા સુંદર લાભો સાંપડે અને જીવન જીવવાની ચાવી પણ કેટલી અનાયાસે મળી જાય ! એક વાત અંકે કરી લેવી : સાધુના સમાગમમાં આવનારને, જો દષ્ટિ ખુલ્લી/ખીલેલી હોય તો, જીવનોપયોગી લાભ થાય છે, અને થયા વિના નથી જ રહેતો. (અષાઢ-૨૦૫૪) Page #247 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસના ભીના ભીના દિવસો મજાના વહી રહ્યા છે. બે જાતની ભીનાશ અત્યારે સ્પર્શી રહી છે, ૧. વરસાદની ભીનાશ, ૨. આરાધનાની ભીનાશ. એ રીતે જોઈએ તો આ ભીના થવાની - ભીંજાઈ જવાની મોસમ છે. શરદીનો કોઠો હોય તે વરસાદથી ડરે ચીકણાં પાપકર્મ હોય તે આરાધનાથી ડરે આ બે સિવાયના મનુષ્યને તો ભીંજાવાનો આનંદ જ હોય. ભીંજાવાનો આનંદ પામવાની એક અગત્યની શરત એ કે વરસાદ આવે તો જ તે પામી શકાય. વરસાદ ન હોય તો પલળવાનું મુશ્કેલ અને તો ઠંડક પણ અશક્ય જ. એ જ રીતે, આરાધનામાં ભીંજાવાની પણ એક અત્યંત અનિવાર્ય શરત છે, સાધુ-મુનિરાજોના સત્સંગની અને તેમના મુખે ધર્મ-શ્રવણની. જે ક્ષેત્રમાં સાધુભગવંતોનો યોગ, કોઈપણ કારણે નથી થતો, તે ક્ષેત્રમાં સાધુ-સંગ અને ધર્મ-શ્રવણ દ્વારા જ વરસતા આરાધનાના વરસાદની કારમી અને આત્મ-અહિતકર અછત થવાની, અને તેથી જ ભીની ભીની મોસમ પણ ત્યાં નહિ જામવાની, અને તો એ ક્ષેત્રનાં મૂળે કોરાં હૈયામાં ઠંડક અને શાતા પણ શી રીતે થાય ? પરમાત્માની અનરાધાર વરસતી કરુણાનો મધુર રસાસ્વાદ પામવા માટે ગુરુભગવંતોની વાણીનો આધાર આપણા જેવા ભાવ-દુર્બળ જીવો માટે અત્યંત આવશ્યક મનાયો છે. આકાશ તો વરસે, પણ વચ્ચે ડોલ કે નળા (બેરલ)નું માધ્યમ હોય તો જ તે વરસતું પાણી આપણને પીવાના ખપમાં લાગે. એમ પરમાત્મા તો અવિરત કૃપાની વૃષ્ટિ કર્યું જ જાય છે. તેને ઝીલે છે ગુરુભગવંતો, અને તેઓ તેનું રસપાન ધર્મશ્રવણના માધ્યમથી આપણને કરાવે છે. આવું પાન કરવાનો યોગ જેને પણ મળે તે નસીબદાર. જિજ્ઞાસાપૂર્વક ધર્મશ્રવણ, વિનયપૂર્વક ગુરુદેવોની પાસે તત્ત્વપ્રાપ્તિ, વિવેકથી છલકાતી આત્મલક્ષી ધર્મક્રિયાઓ, જીભની સ્વાદ-સંજ્ઞાને જીતવાની દૃષ્ટિથી તથા કોઈપણ પ્રકારનાં પ્રલોભનો કે વાહવાહની અપેક્ષાથી પર બનીને થતી તપશ્ચર્યા, ભવસાગરને તરવાની હૈયાંની ભાવનાથી થતી પ્રભુ-ભક્તિ, ભગવાનના અનંતઆ અગણિત ઉપકારો બદલ ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અને વળી, ચાતુર્માસ Page #248 -------------------------------------------------------------------------- ________________ હજી પણ એ ઉપકાર-ધારા ચાલુ જ રહે તેવી વૃત્તિથી ભગવાનની ભક્તિના નવા નવા પણ ભાવભર્યા પ્રયોગો, સાધુ-સાધ્વીભગવંતોની સુપાત્રદાન તથા અન્ય દરેક પ્રકારે ભક્તિ, તપસ્વી સાધર્મિકોની વૈયાવચ્ચ, ધર્મ, ધર્મનાં સ્થાનો, ધર્મના આરાધકો, ધર્મગુરુઓ, ધર્મક્રિયાઓ – આ બધાંની નિંદા બોલવાથી, સાંભળવાથી દૂર રહેવાની ચીવટ, કોઈનું પણ સત્કર્મ જોઈએ-જાણીએ કે તરત તેની શુદ્ધ ભાવે અનુમોદના, ધર્મના અવસરોમાં અને ધર્મસ્થાનોમાં કોઈપણ પ્રકારના ક્લેશકષાય-ઝઘડા-નિંદા-ટીકા અને પંચાતથી તથા તેનાં કારણોથી બચવું, ગુરુમુખે સાંભળેલા ઉપદેશને જીવનમાં – આચરણમાં ઊતરવાની જાગૃતિ, આ તથા આવાં અનેકવિધ શુભ કાર્યો ધર્મના રાગી એવા દરેક આત્માએ આરાધનાની આ મોસમમાં કરવાં જ જોઈએ. જેઓ ગુરુનિશ્રા મેળવવા નસીબવંતા છે તેઓ આ બધું અવશ્ય કરે, અને જેઓને આવી કોઈ નિશ્રા મળી ન હોય તેઓ પણ આ બધું જ – ધારે તો – કરી તો અવશ્ય શકે. ધર્મ કરતાં કોઈ ક્યારેય કોઈને રોકી શકતું નથી. ગુનિશ્રા કોઈવાર ન મળી, પણ ધર્મ તો આપણને હાથવગો છે જ, તેની આરાધના કરીએ, અને એક એવું આત્મબળ સર્જીએ કે જેના લીધે કદાપિ નિશ્રાથી વંચિત રહેવું જ ન પડે. આરાધના જ જીવનનો સાર છે. આરાધના જ પાપોદય-વેળાએ બચાવશે. માટે સહુ આરાધક બનજો એવી શુભેચ્છા. (શ્રાવણ-૨૦૫૪) Page #249 -------------------------------------------------------------------------- ________________ ચોમાસાનો અવસર એ આત્મા માટે લક્ષ્ય બાંધવાનો અવસર ગણાય. આપણું જીવન લક્ષ્યવિહોણું છે. આપણા દ્વારા થતી તમામ પ્રવૃત્તિઓ, ધર્મકરણી પણ, મોટાભાગે, લક્ષ્યવિહોણી હોય છે. ક્યારેક જ અને કોઈકને જ, પોતાનું લક્ષ્ય સમજાતું હોય છે, અને લક્ષ્યને નજર સમક્ષ રાખીને પ્રવૃત્તિ કરતા હોય છે. બાકી બધું જબધાં જ લક્ષ્યહીન થતું/કરતાં રહે છે. આપણું લક્ષ્ય શું છે ? અથવા શું હોવું જોઈએ? એ જ પ્રથમ નક્કી કરવું જોઈએ. લક્ષ્ય વિનાની રમત નકામી, તેમ લક્ષ્યવિહોણું જીવન પણ નકામું. મનુષ્યમાત્રનું લક્ષ્ય હોય ઃ ચિત્તની શુદ્ધિ અને તે દ્વારા આત્માની ઉન્નતિ. ચિત્ત ચોખ્ખું થાય તો જ આત્મામાં સદ્ગુણો પ્રગટે તથા રહે, અને તો જ આત્માની ઉન્નતિ થઈ ગણાય. આપણું ચિત્ત કેટલું બધું મલિન છે ! એમાં કેટકેટલા દુર્ભાવો ભર્યા છે! રાગ છે ને દ્વેષ છે. મારું છે ને તારું છે. ઈર્ષ્યા છે ને રીસ પણ છે. વિષયો ભર્યા છે તો કષાયો પણ અભરે ભર્યા છે. આવાં આવાં અસંખ્ય મલિન તત્ત્વોથી આપણું ચિત્ત ને આપણું જીવન ગંધાય છે, છલકાય છે. આ બધી મિલનતા મટે તો જ ચિત્તશુદ્ધિ શક્ય બને. કમભાગ્યે આપણું ધ્યાન આપણી આ બધી મલિનતા પ્રત્યે જતું જ નથી, અને પાછો આપણને એનો રંજ પણ થતો નથી! ચાતુર્માસની મોસમ એટલે આપણાં ચિત્તની મલિનતાને પરખી લેવાની મોસમ. આ દિવસોમાં સાધુ ભગવંતો પૌષધનો ને સામાયિકનો, ત્યાગનો ને તપનો વિવિધ પ્રકારે ઉપદેશ આપશે. બધું અવનવું કરાવશે તેની પાછળનું રહસ્ય એક જ ઃ આ બધી શુભ કરણી કરતાં કરતાં ચિત્તના મેલને ઓળખવો, અને ધીમે ધીમે તેનો નિકાલ થાય, તે નાશ પામે તેવો ઉદ્યમ કરવો. તમારા જીવનનું વધુ એક ચોમાસું પુણ્યના ઉદયે આવી રહ્યું છે. જે પણ રીતે બને તે રીતની ધર્મ આરાધનામાં મનને તનને પરોવજો, અને મનમાં પ્રવેશેલા મેલને દૂર કરવાની ભરપૂર મહેનત અવશ્ય કરજો. (અષાઢ-૨૦૫૬) ચાતુર્માસ Page #250 -------------------------------------------------------------------------- ________________ સૂત્રવાંચન એ ચાતુર્માસમાં મળતો એક વિશિષ્ટ લાભ છે. ચાતુર્માસ સિવાય આ લાભ નહિ મળે. માટે તે લાભ લેવાનું ચૂકતા નહિ. સૂત્રવાંચન થાય, તેનું શ્રવણ કરવું, તે શ્રુતસામાયિક ગણાય છે. એકચિત્તે ગુરુ તથા સૂત્ર પ્રત્યે પૂર્ણ બહુમાન કેળવીને સાંભળવાની ટેવ પાડશો તો જિનશાસનના અનેક વિશિષ્ટ પદાર્થોને તથા વાતોને આત્મસાત્ કરી શકશો. તપના બાર ભેદમાં શ્રવણને પણ (ધર્મકથા) તપ ગણવામાં આવે છે. એ જ્ઞાનીઓની યોજના પણ આપણા માટે ખૂબ ખૂબ કલ્યાણકારી બની રહે તેવી છે. આ ઉપરાંત, બીજી પણ તપશ્ચર્યાની, જાપની, પ્રતિક્રમણ, પૌષધની, સ્વાધ્યાય તેમજ અધ્યયનની આરાધનામાં જોડાતા હશો જ. અવશ્ય જોડાવું જ. તન-મનથી તપ-જપ કરશો. અને શક્તિ અનુસાર છતાં શક્તિ ગોપવ્યા વિના ધન ખરચીને પણ શક્ય ધર્માનુષ્ઠાનો અવશ્ય કરજો. પ્રમાદ ઓછો સેવજો. ધર્મ બે રીતે થઈ શકે છે. ૧. જાત ખરચીને થાય. ૨. ધન ખરચીને થાય. તમે બધાં આ બેય પ્રકારે ધર્મની આરાધના કરશો જ, તેવી અપેક્ષા છે. જાત ખરચશો તો પ્રમાદ અને બીજાં ઘણાં પાપોથી ને દોષોથી બચી શકાશે. ધન ખરચશો તો, અઢાર અઢાર પાપસ્થાનક સેવીને ભેગું કરેલું ધન સત્કાર્યમાં વાપરવાનો લાભ મળવા ઉપરાંત પુણ્યબંધ થશે. કોઈપણ ઉપાયે, આરાધક બનીને, આપણને મળેલો મોંઘેરો માનવજન્મ સફળ કરવાનું લક્ષ્ય કેળવજો. (શ્રાવણ-૨૦૧૬) Page #251 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસની મોસમ બરાબર ચાલુ થઈ ગઈ છે. તપ, ક્રિયા, ધર્મશ્રવણ અને સત્સંગ વગેરે ધર્મઆરાધનામાં તમે બધા રૂડી રીતે પરોવાઈ ગયા હશો તેવી ખાતરી રાખવી ગમે છે. વરસાદની દષ્ટિએ અછત અને દુષ્કાળની પરિસ્થિતિ લગભગ આખા ભારતમાં અનુભવાઈ રહી છે. આવતીકાલે શું થશે તેની કલ્પના પણ બીહામણી લાગે છે. પરંતુ આરાધનાની દૃષ્ટિએ તો લગભગ બધે જ, વિશેષતઃ જ્યાં સાધુ ભગવંતોનો યોગ છે ત્યાં, ચોમાસું રૂડું જામી રહ્યું હોવાનું જણાય છે, જે ખૂબ મોટા આશ્વાસનરૂપ છે. આ વિષમ દેશ અને કાળમાં એકમાત્ર આશ્વાસન ધર્મનું છે. આવતીકાલે શું થશે તે તો માત્ર જ્ઞાનીગમ્ય છે. પરંતુ જે પણ થાય આપણું, તે ધર્મ કરતાં કરતાં થાય તે જ જોવાનું છે. આખો સંસાર ભલે વિચલિત હોય કે થાય, પણ ધર્મ તો હંમેશા અને નિશ્ચયે નિશ્ચલ છે અને રહેશે. માટે શક્ય વધુ આરાધના કરવાનું લક્ષ્ય બનાવજો. ધર્મની યથાર્થ સાધના કરવા માટે ચિત્તમાં સમતા અને વિવેક નામનાં તત્ત્વો વિકસાવવાં અત્યંત આવશ્યક ગણાય છે. આ બે વાનાં વિકસાવી શકાય તો નાનો દેખાતો ધર્મ પણ ખૂબ મહત્ત્વનો અને શ્રેષ્ઠ બની જાય. અને આ બે વાનાં ન કેળવ્યાં હોય તેનો મોટો ગણાતો – દેખાતો ધર્મ પણ તુચ્છ અને નગણ્ય જ બની રહે. સમતા અને વિવેક પામવા માટે કેટલાંક અનિષ્ટ તત્ત્વોને આપણા સ્વભાવમાંથી ટાળવાં પડે. જેવાં કે તોછડાઈ, અહંકાર, ઉદ્ધતાઈ, જિદૂદ, ગુસ્સાનો આવેશ અને આવેગ, ગમે ત્યારે ગમે તેવો બકવાસ કરવાની ટેવ, આપવડાઈ, સ્વાર્થ, બદલો લેવાની હલકી મનોવૃત્તિ, પરપીડનવૃત્તિ, નારદવિદ્યા, લુચ્ચાઈ, જૂઠ – આ બધાં અનિષ્ટો બડા ખતરનાક છે. અને આ બધાંથી પણ ચડિયાતું અનિષ્ટ તો આ : “મારામાં તો આમાંનું એક પણ અનિષ્ટ છે જ નહિ, એવી માન્યતા.” જરા અંદર ઊતરીને જાતતપાસ કરીશું તો ખ્યાલ આવશે કે મારામાંઆપણામાં આટલાં જ નહિ, પણ આવાં આવાં કેટકેટલાં બૂરાં અનિષ્ટો ભર્યા પડ્યાં છે! હા, પોતાની જ ઊલટ તપાસ કરતા આવડતું હોય તેને માટે જ આ શિખામણ કામની છે. જેને આવી પરખ કરતાં આવડતી જ ના હોય, અથવા આવી પરખ (પોતાની) કરવાનું રચતું જ ન હોય, અથવા મારામાં તો આવું ચાતુર્માસ Page #252 -------------------------------------------------------------------------- ________________ કાંઈ જ છે નહિ એવી ભ્રમણામાં જ જે રાચતા હોય અને તે કારણે બીજાઓમાં જ જેને આ બધાં અનિષ્ટો દેખાયા કરતાં હોય, તેવા મનુષ્યને આવી શિખામણ લાગુ પાડવાની મથામણ કરવી તે પણ મૂર્ખતા ગણાશે. મનુષ્યજીવન, જિનશાસન, ધર્મની આછી પાતળી પણ સમજ, ગુરુ વગેરેનો સત્સંગ અને ઓછેવત્તે અંશે પણ આત્મકલ્યાણ કરવાની ભાવના – આટલી વાતો જેને ખરેખર મળી હોય, અથવા “મને મળી છે” એવું જેને લાગતું હોય, તેવા જણે, આ શિખામણ પર પોતાનામાં હોય તેટલી ગંભીરતાથી વિચાર કરવો. આમાનું કાંઈ જ મારામાં નથી' એવી ભ્રમણામાં કેટલાક જીવતા હોય છે. અને “તમારામાં તો આવું હોય જ નહિ' - એવી ખુશામત કરનારા પણ તેવાને મળી જ રહે છે. આ બધાંથી બચી શકે, સાવધાન રહી શકે, તેવી વ્યક્તિમાં જ સમતા અને વિવેકનો આછોપાતળો પણ ઉદય થવાની શક્યતા ગણાય. આ ચોમાસામાં આપણે આપણા માંહ્યલા સાથે ભરપૂર સંઘર્ષ ખેલીએ અને આપણામાં ભર્યા પહેલાં પેલા અનિષ્ટોને ખોતરી ખોતરીને ફગાવવા માંડીએ. અને દુનિયાની નજરે ભોટ, ગમાર કે મૂર્ખ ઠરવાનું આવે તો તેનો સ્વીકાર કરીને પણ આપણી જાત સામે સ્વસ્થ – સ્વચ્છ પુરવાર થતાં જઈને સમતામય અને વિવેકસંપન્ન સ્વભાવના સ્વામી બનવાની દિશામાં આગેકદમ ભરીએ. તો જ ક્ષણભંગુર જીવન, વિષમ કાળ અને નબળા જીવદળનો પણ ખરો કસ કાઢી લેનારા ગણાઈશું. ફરીવાર, ધર્મક્રિયા વિવેકમાં છે, સમતામાં છે. જે કરવાથી વિવેક ખીલે અને સમતા નિખરે, તે જ ખરો ધર્મ છે; અને તેવો ધર્મ સાધના બની રહેશે, તે નક્કી માનજો. આપણે બધા આ અર્થમાં ધર્મપરાયણ બનીએ એવી મંગલ કામના સાથે... (શ્રાવણ-૨૦૧૮) Page #253 -------------------------------------------------------------------------- ________________ ચોમાસાના આ રૂડા દિવસોમાં તપસ્યા તથા ક્રિયારૂપે તો તમે યથાશક્ય ધર્મધ્યાન કરશો જ તેની ખાતરી છે. પરંતુ તે સાથે સાથે બીજું પણ થોડું કરવાજોગ છે, તે વિશે સૂચવું. આશા રાખું કે, આ વાતો તમને રુચિકર થશે. • આ ચોમાસાના ૧૨૦ દિવસોમાં રોજ બાંધ્યા પારાની નવકાર મંત્રની ૧૦ માળા તમે વ્યક્તિગત રૂપે અથવા આખો પરિવાર મળીને પણ ગણજો. પાંચ સભ્યો મળીને બે બે માળા કરે તો ૧૦ થઈ જાય. સમય હોય તે વધુ ગણે. • આ ચોમાસા દરમિયાન રોજ નવી એક ગાથા કરવાનું રાખજો. વધુ કરવાની છૂટ. પણ છેવટે એક તો થવી જ જોઈએ. “નથી ચડતું' નું બહાનું ન કાઢવું. એ આત્માને છેતરવાની વાત માત્ર હોય છે. તમે ૩૦ મિનિટ ફક્ત પુસ્તક લઈને ગાથા કરવા બધું ત્યજીને બેસજો. તે પછી ન થાય તો છૂટ. પણ રોજ અર્ધો કલાક ગોખવું જ. ચાર મહિના નિત્ય ૧ સામાયિક કરવાનું ઠરાવજો. વિશેષ કારણે એકાદવાર ન થઈ શકે તો આગળ પાછળ વાળી અપાય. પણ કરજો જરૂર. સામાયિકમાં ગાથા, સ્વાધ્યાય, ચિંતન, માળા વ. કાંઈપણ કરી શકાય. • નિત્ય અર્ધો કલાક સદ્વાચન કરજો. સંસ્કાર તથા સદાચારને પોષે તેવું કાંઈ ને કાંઈ વાંચજો . કુસંસ્કાર કે દુર્ગુણને પોષ-પ્રેરે તેવું વાંચન છાંડીને આ પ્રકારનું વાંચવાનું ગોઠવજો. ઘણો ઘણો લાભ થશે. • ચાર માસ દરમિયાન બને તેટલો વાહનોનો ઉપયોગ ટાળજો. વાત વાતમાં જે સ્કૂટર, બસ, ઑટોનો ઉપયોગ કરો છો તે ટાળવા જેવો છે. નાછૂટકે કરવો પડે તેટલી જયણા રાખીને બાકીનો ઉપયોગ ટાળી શકાય. સમય, પૈસા, પેટ્રોલ-ડીઝલ બધાનો બચાવ થશે અને સત્કર્મમાં વધુ મન પરોવી શકાશે. ૦ આ. ૪ માસમાં કોઈની પણ નિંદા કરવાનું કે ઘસાતું બોલવાનું બંધ રાખજો. કાનનું તથા જીભનું મૌન પાળવાની ફરજ પાડજો. ઘણાં પાપો બાંધવાથી બચી જવાશે અને દુર્ગુણો હળવા પડશે. • એક નાનકડી પણ ગમી જાય તેવી વાત : આ અવસરે “જય જિનેન્દ્ર' બોલવાની ખાસ ટેવ પાડજો. કોઈપણ ક્યાંય પણ મળે, ફોન પર મળે, તો પ્રથમ આ શબ્દ બોલાય, પછી જ બીજી વાત કરવી. હાય, હેલો, કેમ છો? વગેરે શબ્દોને જરા આઘાપાછા કરી નાખવા. એ જ રીતે છીંક-બગાસું, ખાંસી-ઓડકાર આવે તે ક્ષણે, ઉંઘમાંથી ઊઠો ત્યારે કે બેઠા હો ને ઊઠો કે ઊભા હો ને બેસો ત્યારે, ચાતુર્માસ Page #254 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં' કે “અરિહંત' એમ બોલવાની આદત પાડજો. બાપ રે, મા રે, એવા શબ્દો સહેજે વાતવાતમાં બોલાતાં હોય છે, તેને ભૂલીને આ શબ્દો પર વધુ ધ્યાન આપજો. મફતમાં મોટો લાભ થાય તેમ છે ગુમાવવા જેવો નથી. આશા છે કે, ચાતુર્માસમાં આ તથા આવા અન્ય નિયમો તમે લેશો અને પાલન કરશો. આરાધના અને વીતરાગનું શાસન ગમી જાય તો પછી કોઈ વાતે ચિંતા નથી. (અષાઢ-૨૦૫૯) Page #255 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસનો પ્રારંભ થઈ ચૂકયો છે. સર્વત્ર વરસાદ સારો હોવાના હેવાલો છે, જેથી દુકાળનો ભયાનક પ્રકોપ દૂર થવાની આશા બંધાઈ રહી છે. આરાધનાની વર્ષા પણ ઉત્તરોત્તર આનંદજનક હદે વધતી જ રહેતી હશે તેમાં શંકા નથી. ચોમાસું આરંભાય એટલે તપ, ત્યાગ, ધર્મશ્રવણમાં ભરતી આવે. સૌને થાય કે આ થોડા દિવસમાં બને તેટલો ધર્મ કરી લઈએ. એમાં જ પર્યુષણ પર્વ આવી પહોંચે, એટલે ઓર ઉલ્લાસ વધી જાય. ધર્મી-ધર્માનુરાગી જીવો માટે આ દિવસો તપના, ક્રિયાસાધનાના, સુકૃતમાર્ગે ધનવ્યયના બની રહે. જ્યારે કેટલાક જીવો માટે આવા પર્વ દિવસો પણ પોતાના ક્લેશ, સ્વાર્થ અને અહંકારને પોષણ આપવાના નિમિત્તરૂપ બની જાય છે. આ સંસારમાં આશ્રવ અને સંવર, ધર્મ અને અધર્મ, પુણ્ય અને પાપ - બન્ને મહદંશે સાથે સાથે જ ચાલતાં હોય છે. અમુક ઉત્તમ આલંબનને લઈને મોટાભાગના લોકો આત્મકલ્યાણની સાધના કરતા હોય છે, ત્યારે થોડોક વર્ગ એવો પણ હોવાનો કે જે આવા આલંબનનો ઉપયોગ ક્લેશ-પ્રપંચને માટે કરવા માંડે, પોતાના અહં-મમને બહેકાવવા માટે કરી લે. આપણે આ જીવન પામ્યા છીએ તે આત્માનું શ્રેય સાધવા માટે પામ્યા છીએ. આવું જીવન પામ્યા પછી, તેને કલેશો અને પ્રપંચોમાં જ વેડફી દઈશું તો આ જીવન તો એળે જશે જ, સાથે ભવાંતર પણ બરબાદ થશે, આત્મા મેલો થશે અને દુર્ગતિની દુઃખમય રઝળપાટ વધી જશે. એટલે જો આપણામાં થોડુંક પણ ડહાપણ હોય તો આરાધના-સાધનાના આ અણમોલ અવસરને બરાબર સાધી લઈને અને આપણું મન તપ-ત્યાગ-ધર્મના રસ્તે કેમ આગળ વધે અને અહંકાર તથા લેશોથી કેમ બચી શકે તે માટેની ચીવટ કેળવી લઈએ. આપણા જીવનની સૌથી મોટી સાધના અને સૌથી શ્રેષ્ઠ સિદ્ધિ કોઈ હોય તો તે આપણા અહંકાર ઉપર વિજય મેળવવાની છે. બીજી દુન્યવી કોઈપણ સિદ્ધિ અમુક તપ-તપ કરો એટલે મળે, પણ અહંકારની નાબૂદીની સિદ્ધિ તો આત્મલક્ષી અને આત્મસાધક બનીએ તો જ મળે. એક સાધુને તપસ્યાના પ્રતાપે ઘણી સિદ્ધિઓ સાંપડી. સહજ રીતે જ તેના ચિત્તમાં તેનો ભારે અહંકાર વ્યાપી ગયો. એક નિર્લેપ સંતે તેને બોધ આપવા માટે તેને પૂછયું : આ સામે હાથી જાય છે, આપ આપની સિદ્ધિના બળે તેને s, a ચાતુર્માસ Page #256 -------------------------------------------------------------------------- ________________ મારી નાખી શકો ? સાધુએ ઉન્માદવશ હાથી સામે નજર નાખી શાપ ઉચ્ચાર્યો. અને તત્ક્ષણ હાથી મૃત્યુ પામી ગયો. સાધુની આંખોમાં ગર્વનો નશો છલકાયો. પણ સંત તો નિર્લેપ ! તેમણે પુનઃ પછયું : હવે આને પુનઃ જીવિત કરી શકો આપ? સાધુએ હા પાડી, અને ક્ષણાર્ધ પૂરતું ત્રાટક કરીને ઉચ્ચાર્યુંઃ ઊભો થઈ જા! એ સાથે જ મૃત હાથી ઉક્યો અને ચાલવા માંડયો. સાધુનો ગર્વ સાતમા આસમાને ! પણ તે જ ક્ષણે પેલા સંતે હળવેકથી પૂછયું : આ મર્યો અને જીવ્યો, એમાં આપને શો લાભ થયો, તે કહી શકશો ? આપની સાધનામાં કે આપના ગુણોમાં કોઈ વૃદ્ધિ થઈ? આપના આત્માની કોઈ ખાસ ઉન્નતિ સધાઈ ખરી? કે પછી માત્ર મિથ્યાભિમાનને બળ મળ્યું? - સાધુની આંખ ખૂલી ગઈ. સંતના પગ પકડી લીધા, અને સિદ્ધિનાં બંધનો ફગાવી આત્મસાધનાના પંથે ચાલી નીકળ્યો એ. તો સૌથી મોટી સાધના અહં અને મમ ઉપર જીત મેળવવાની સાધના છે. એ સાધના કરી શકાય તે માટે મનુષ્યજીવન, જિનશાસન અને તેમાંયે પર્યુષણ મહાપર્વ જેવાં અદભુત અને અમોઘ સાધનો આપણને પ્રાપ્ત થયાં છે. આ સાધનોનો સમજપૂર્વક પૂરો સદુપયોગ કરીને આપણે આપણાં ક્લેશો - પ્રપંચોને નાબૂદ કરવાની ઊંડી મથામણ કરવા માંડીએ કે જેથી આ જ જન્મમાં આપણે અહંમમના કચરાને બાળી નાખીને આત્મસાધનાના માર્ગે આગેકૂચ માંડી શકીએ. (શ્રાવણ-૨૦૫૯) Page #257 -------------------------------------------------------------------------- ________________ ચોમાસું આવે એટલે બે અનુભવો થાય : એક વરસાદનો અને બીજો આરાધનાનો. આ દિવસો, ઉનાળાની કાળઝાળ ગરમીના દાહક અનુભવ પછી આકાશમાંથી વરસતી શીતલ જલવૃષ્ટિના દિવસો છે. આ વૃષ્ટિ એકતરફ માણસને ઠંડક આપે અને પાણીની અનુકૂળતા કરી આપે, તો બીજી તરફ મૂંગા. જાનવરો માટે ચારા-પાણીની જોગવાઈ કરનારી બને, અને સાથે સાથે આપણા માટે અનાજ પણ સંપડાવી આપે. વરસાદ એક, પણ તેના ફાયદા અનેક. પરંતુ આ ફાયદા જે પ્રદેશમાં વરસાદ પડે, ત્યાં જ સાંપડે. જ્યાં અપૂરતો વરસાદ હોય અથવા અછત કે દુકાળ જેવી સ્થિતિ હોય, ત્યાં તો આમાંનો એકેય ફાયદો ન થાય; બલ્લે બધાંને ટળવળવાનું જ હોય. આરાધનાની દષ્ટિથી જોઈએ તો તેમાં પણ આવું જ હોય છે. જ્યાં સંઘ અને સમાજ જાગૃત હોય અને આરાધનાની રુચિ ધરાવનારા હોય ત્યાં, આ મોસમમાં, કોઈને કોઈ ગુરુભગવંતોનો યોગ મેળવાયો જ હોય, અને તેઓની વાણીનું પાન અથવા વાણીની અમૃતવૃષ્ટિ થવાના કારણે સંઘમાં બે મહત્ત્વના લાભ પ્રવર્તે : આરાધનાઓ વૃદ્ધિ પામે, ને વિરાધનાઓ ઘટતી જાય. પરંતુ, જે સ્થળોમાં ભાવનાત્મક અથવા તો ધર્મભાવનાની અછત અથવા તો દુકાળ જેવી પરિસ્થિતિ વર્તે છે, ત્યાં તો કોઈ ગુરુભગવંતને આવવાની કે લાવવાની આશા તથા રુચિ જ નથી હોતાં. તેથી ત્યાં વિરાધનાઓની ભરતી જ હંમેશાં આવ્યા કરે, અને આરાધનાનો અવસર ભાગ્યે જ આવે. આશા રાખવી ગમે કે દરેક આત્માના જીવનમાં આરાધનાની વૃદ્ધિ અને વિરાધનાની હાનિ આ દિવસોમાં હો ! અહીં ચાલી રહેલાં પ્રવચનો તથા તે અંગેના ચિંતન દરમિયાન કેટલાક મુદ્દા સતત હૃદયને સ્પર્શતા તથા ભીંજવતા રહ્યા. જેમ કે... ૧. કોઈનુંય ખરાબ ન કરવું. આપણું બૂરું કરનારનું પણ બૂરું કરવાની વૃત્તિ ન રાખવી. કેમ કે બદલો (વર) લેવો સહેલો છે, પણ આપણું ખરાબ કરનારને ક્ષમા કરવાનું બહુ મુશ્કેલ છે. આપણે આ મુશ્કેલ મનાતું કાર્ય કરીએ, તેમાં જ પ્રભુશાસનની આરાધના છે. ૨. સૌનું કલ્યાણ થાય તેવી ભાવના નિરંતર ભાવવી. ઉપરાંત આપણાથી જેનું જેટલે અંશે ભલું થાય તે ખાસ કરવું. ખાસ કરીને આપણું બૂરું કરનાર હોય - - ચાતુર્માસા Page #258 -------------------------------------------------------------------------- ________________ તેને માટે તો અવશ્ય “તેનું કલ્યાણ થાય તેવી ભાવના ભાવવી, અને તેનું ભલું કરવાની એક પણ તક ન છોડવી. ૩. જીવમાત્ર કે માણસમાત્ર કર્મને આધીન છે. તેનાં અશુભ કર્મો જ તેના હાથે અશુભ કરાવે છે. આપણે તો તેનાં અશુભ કર્મો દ્વારા થતા તેના અશુભથી તે ઉગરી જાય અને તેનું કલ્યાણ થાય તેવી ભાવના માટે જ હકદાર છીએ, એવી ભાવના કેળવવી અને તેને અનુરૂપ પ્રવૃત્તિ કરવી, એમાં જ આપણી પણ ધર્મસાધના ગણાય. સામો વિરાધક બન્યો માટે આપણે પણ વિરાધક બનવું - એ વાત બરાબર નથી. આપણે તો આરાધક જ બનીએ, અને સામાને પણ વિરાધના થકી બચાવી આરાધક બનવા પ્રેરીએ, એ જ રસ્તો કે રીતે આપણે માટે આ જિનશાસનની આરાધનાની છે. આવી અનેક વાતો આ વખતે બની, અનુભવાઈ, કહેવાઈ, એમાંથી થોડાક અંશો તમને સૌને પણ આ વહેંચ્યા. આપણે બધા લેવાદેવા વગરની વિરાધના અનેક રૂપે ને અનેક રીતે કર્યા જ કરીએ છીએ. એમાં બીજાનું તો બગાડીએ જ, પણ તે કરતાં અધિક આપણે આપણું પોતાનું બગાડીએ તથા ગુમાવીએ છીએ, એ વાત આપણાં ધ્યાનમાં આવતી નથી. ભગવાનના શાસનને પામ્યા પછી આ બાબત ધ્યાન પર આવે તો પછી બીજાનું સુધરે કે નહિ, પણ પોતાનું તો અવશ્ય સુધરી જાય છે. આપણે સંકલ્પ કરીએ કે અમારે અમારું સુધારવું જ છે, અને મહાપુણ્ય મળેલા જિનશાસનને રૂડી રીતે આરાધી લેવું જ છે. (પ્ર.શ્રાવણ-૨૦૬૦) Page #259 -------------------------------------------------------------------------- ________________ 2 ચાતુર્માસની મોસમ બરાબર જામી છે. આ લખું છું ત્યારે વરસાદ ચાલુ છે. પહેલાં અતિવૃષ્ટિ અને ખાનાખરાબી, પછી અસહ્ય ગરમી, અને હવે અચાનક વરસાદ - બધું ઋતુચક્ર અસ્તવ્યસ્ત થઈ પડ્યું છે. મુંબઈ અને મહારાષ્ટ્ર બાજુ અતિવર્ષા વગેરેને કારણે કુદરતી આપત્તિનો પ્રકોપ અનુભવાયો છે. શંકા જાગે કે કુદરતે પોતાનું ત્રીજું નેત્ર તો નથી ખોલ્યું ? અતિવર્ષા, પૂર, આને કારણે રોગચાળો અને લીલો દુકાળ સરજાશે તો હાહાકાર મચી જશે, એવી દહેશત હવે જાગે છે. આ બધી આપત્તિઓ શમી જાય, પાછી વળે, અને કોઈપણ ભાગ એનો ભોગ ન બને તે માટે, આપણે સહુએ હમેશાં પ્રભુસમક્ષ પ્રાર્થના કરવાની છે કે, શિવમસ્તુ સર્વજગતઃ-આ બધા ઉપદ્રવો શાન્ત થઈ જાય અને બધે જ બધાં સુખશાન્તિ પામો ! કોઈનું ય અશુભ ન થજો! પ્રભુજીની પરમપાવની કરુણા સૌ ઉપર સતત વરસતી રહેજો અને સહુનું શુભ-મંગળ થજો!' આટલી પ્રાર્થના ૨૪ કલાકમાં ઓછામાં ઓછી એકવાર તો બધા કરજો જ. આવી પ્રાર્થનાથી આફતમાં સપડાયા હોય તેનું તો શુભ થશે જ, સાથે આપણું પોતાનું પણ શુભ થશે અથવા અશુભ થતું અટકશે. બીજી કોઈ મદદ કરવાનું શક્ય ન રહે, ત્યારે સાચા દિલની પ્રાર્થના જ સુયોગ્ય અને આવશ્યક મદદરૂપ બની રહે છે. એક વાત ખાસ સમજી લેવાની છે. આપણને સહુ કોઈના શુભ તથા મંગલથી ઓછું કશું જ ખપતું નથી. ‘અમુક ઠેકાણે નુકસાન થયું તો ભલે થયું, અમુકને તકલીફ પડી તો સારું જ થયું, એ એ જ દાવના હતા', આવા નબળા વિકલ્પો કે વિચારો મનમાં પેસી ન જાય કે આવી વાણી મુખેથી નીકળી ન જાય તેની ખાસ કાળજી રાખવાની છે. આપણે જૈન છીએ, જિનેશ્વરદેવે ત્રણે જગતના પ્રત્યેક જીવાત્માનું કલ્યાણ કરવાનો દૃઢ સંકલ્પ કર્યો હતો. એટલું જ નહિ, આપણને પણ તેમણે પોતાના ઉપદેશ દ્વારા શીખવ્યું છે કે તમે જો જિનમાર્ગના મુસાફર હો તો અન્ય સહુ કોઈનું ભલું કરવામાં જ નિમિત્ત થજો, સહાયક થજો, પણ કોઈનુંય બૂરું ઇચ્છશો નહિ, કરશો નહિ. આ વાત જો આપણે ગળે બરાબર ઊતરી જાય તો આપણને ત્રિપાંખિયો લાભ થાયઃ ૧. જૈનશાસન બરાબર પરિણમી જાય, ૨. આપણા હાથે અન્યનું અશુભ થતું અટકી જાય, ૩. સરવાળે, આપણું શુભ જ થાય. ચાતુર્માસ Page #260 -------------------------------------------------------------------------- ________________ વ્યાપક આપત્તિના નિવારણ માટે વ્યાપક પ્રાર્થના થવી જોઈએ. જો આપત્તિ સામૂહિક હોય તો તેની સામે પ્રાર્થના પણ સામૂહિક હોય તે જરૂરી છે. “હું એક પ્રાર્થના કરું કે ન કરું, શો ફરક પડવાનો છે?' આવો અભિગમ ન રાખવો જોઈએ. ઘણીવાર એક વ્યકિતની સંપત્તિથી પણ અનેક જીવોનું દારિદ્ર ફેટે છે. એમ એકાદ સાચુકલા હૈયાની પ્રાર્થના પણ અનેક લોકોની કે પછી આખા રાજ્યની – સમાજની આપત્તિ શમાવવામાં કામયાબ નીવડી શકે છે. પોતાનું બળ ઓછું હોઈ શકે, પણ પોતાની પ્રભુ પ્રત્યે થતી સાચા હૃદયની પ્રાર્થનાનું બળ કદીય ઓછું આંકવું નહિ જ. આપણે ભલે અલ્પ, સીમિત અને સામાન્ય હોઈએ, પણ પ્રભુ પરમાત્મા પ્રત્યેની આપણી પ્રાર્થનામાં જો હૃદયની સચ્ચાઈ પણ ભળે તો તે આપણી પ્રાર્થના પણ મહાન, અસીમ અને અસામાન્ય પરિણામ લાવી આપનારી બની રહે, એમાં સંદેહ નથી. કોઈ પણ ક્રિયા, જો તેમાં કલ્યાણમયી પ્રાર્થના ભળે તો, આપોઆપ આરાધના બની જાય છે. આપણું આ ચાતુર્માસ આવી સરસ આરાધનાઓથી સભર બની રહો! (શ્રાવણ-૨૦૬૧) Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ચાતુર્માસ એટલે આરાધનાની મોસમ. આરાધનાના બે પરિણામ : વિરાધનાથી બચાવે, આરાધકભાવ વિકસાવે. વરસાદની ઋતુ આવે એટલે પ્રારંભમાં ત્રસ જીવોની ખૂબ વિરાધના થાય. પછીથી સ્થાવર જીવોની ભારે વિરાધના થાય. પાણી - અપકાયની અને તેના આધારે સતત અને વ્યાપક ધોરણે પાંગરતી લીલ-ફૂલ વગેરે રૂપ નિગોદની વિરાધના લગભગ નિરંતર અને ખાસ્સી થાય જ. આ કારણે જ જ્ઞાનીઓએ મુનિઓને આ ઋતુમાં વિહાર કરવાનો નિષેધ ફરમાવ્યો છે. શ્રાવક પણ, જો ખરા સ્વરૂપમાં શ્રાવક હોય તો, ચોમાસામાં ધંધાર્થે, ફરવા માટે કે યાત્રા વગેરે ધર્મકાર્યને માટે પણ બહાર ન નીકળે. પરમાહત રાજા કુમારપાળ આવા વ્રતધારી ક્ષત્રિય શ્રાવક હતા, અને ચોમાસામાં, ગમે તેવાં જરૂરી કારણ આવી પડે તો પણ, રાજમહેલની તથા નગરની બહાર નીકળતા ન હતા. તેમને વિરાધનાનાં માઠાં પરિણામોનો ખ્યાલ હતો, અને શ્રાવક ધર્મ પામ્યા પછી વિરાધનાથી બચવાનું લક્ષ્ય તેમના હૈયે વસી ગયું હતું. આજે તો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયા પછી અને ચાલુ હોય તો પણ વિહારો ચાલુ રહે છે. ગૃહસ્થવર્ગને તો વળી ચાતુર્માસમાં પણ પર્યટન અને તીર્થયાત્રા વિના ચાલતું નથી. સાચું કહો તો વિરાધનાનો અને પાપના ભયનો તથા પાપનાં પરિણામોનો ખ્યાલ જ હવે ભૂંસાઈ ચાલ્યો છે. ચોમાસું શરૂ થાય એટલે શત્રુંજય આદિ પર્વતીય તીર્થોની યાત્રાની પણ આપણે ત્યાં મનાઈ છે. તે એટલા માટે કે પૂર્વના કાળમાં બધે કાચા રસ્તા હતા. એટલે અનેક જાતની જીવોત્પત્તિ સંભવતાં તેની હિંસાનો ભય રહેતો, સાથે લપસી જઈ વાગવા વ.નો પણ ભય રહેતો. પાકા રસ્તા થયા પછી પણ નિગોદની ઉત્પત્તિ તથા મંકોડા પ્રકારનાં જંતુઓની ઉત્પત્તિ તો અતિશય થાય છે જ. તેથી વિરાધનાથી બચવાના હેતુથી જ શ્રીસંઘની માન્ય પરંપરા છે કે વર્ષાકાળમાં યાત્રા ન જ કરાય. ઘણા વિવેકી જીવો તો અષાઢી ૧૪ની પણ પહેલાં, વરસાદ ચાલુ થાય કે તરત જ, યાત્રાએ જવાનું માંડી વાળે છે. શ્રીસંઘની મર્યાદાનું હંમેશાં ઉલ્લંઘન કરનારા કેટલાક જીવો એવાય છે કે જેમને ચોમાસામાં યાત્રાનો નિષેધ અયોગ્ય લાગે છે, અને ચોમાસામાં પણ યાત્રા કરાય તેવો આગ્રહ રાખે છે. તો કેટલાક એવા પણ છે, જે કહે છે કે ભગવાનની ચાતુર્માસ Page #262 -------------------------------------------------------------------------- ________________ શાંતિથી પૂજા-ભક્તિ કરવી હોય તો ચોમાસામાં જવું. કોઈ જ ના હોય, શાંતિ હોય, અને આપણને બધો જ લાભ મળે. અજ્ઞાની, અવિવેકી, વિરાધનાનાં માઠાં ફળોથી અજાણ જીવોને જોવાની ઇચ્છા હોય તો આવા લોકોને મળી લેવું જોઈએ. યાત્રા એ ધર્મકાર્ય અને ધર્મ જરૂર છે, પરંતુ “વિરાધનાથી બચવાની જિનઆજ્ઞાનું ઉલ્લંઘન કરીને જો યાત્રા-ધર્મ થતો હોય, તો તે “અધર્મ જ બની રહે છે, એ વાત ભૂલવા જેવી નથી. વિહાર, યાત્રા, પ્રવાસ બધું વર્ષાકાળમાં છોડનાર જીવો વિરાધનાથી તો બચે જ છે, સાથે સાથે તેમના ચિત્તમાં જાગૃત થયેલા આજ્ઞાપાલનના ભાવને કારણે તેમનો આરાધકભાવ પણ વિકાસ પામે છે. (અષાઢ-૨૦૬૩) Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૧ હવે ચાર માસ સ્થિરતાપૂર્વક ધર્મધ્યાન અને સ્વાધ્યાયના હશે. તમે બધા પણ તમારા ત્યાં પધારેલા પૂ. સાધુ - સાધ્વી મહારાજના સાંનિધ્યમાં રૂડી રીતે ધર્મઆરાધના કરજો તેવી ભલામણ છે.તેમાં પણ સ્વાધ્યાય તો અવશ્ય કરવાનું રાખજો. સ્વાધ્યાય એ ધર્મઆરાધનાનું ચાલક પરિબળ છે. તેનાથી થતા લાભો અનેક છે. સ્વાધ્યાય મનને એકાગ્ર બનાવે છે, મન આડું અવળું ભટકતું અટકે છે. સ્વાધ્યાયથી આપણા સમયનો સદ્વ્યય થાય છે, વેડફાતો અટકે છે; અર્થાત્ તેટલો સમય આપણું મન, બીજાં કર્મબંધનનાં કારણોથી બચી જાય છે. સ્વાધ્યાય વડે કર્મનો ક્ષયોપશમ થાય છે, જેને કારણે આપણને ખ્યાલ પણ ન આવે તે રીતે આપણું અજ્ઞાન ઓછું થતું જાય છે, અને આપણી યાદશક્તિ વિકસિત થતી જાય છે. સ્વાધ્યાય સતત કરવાના પરિણામે આપણી તાત્ત્વિક રુચિ અને જિજ્ઞાસા સતેજ બને છે, અને અનુપ્રેક્ષા કે ચિંતનની શક્તિ ખીલતી જાય છે. જેને લીધે વિષમ વાતાવરણમાં પણ પ્રસન્નતા તથા શાંતિ જાળવવાનું શીખી જવાય છે. સ્વાધ્યાયની નિયમિત ટેવ આપણને આર્તધ્યાનથી તથા ક્લેશ - કંકાસથી બચાવનાર પ્રક્રિયા સ્વાધ્યાયથી થતા આ અને આવા અનેક ફાયદા જેના ધ્યાનમાં આવે, તે મનુષ્ય હવેથી અચૂક સ્વાધ્યાયની ટેવ પાડે. આ માટે એક રીત આવી પણ હોઈ શકે : દિવસ દરમિયાન, બીજાઓની પંચાત કે ટીકા-નિંદા કરવામાં – જોવા સાંભળવા - બોલવામાં કુલ કેટલો વખત આપણો જતો હોય, તેટલો જ સમય આપણે સ્વાધ્યાય માટે અવશ્ય ફાળવવો. આવો નિયમ થાય તો સ્વાધ્યાય નિયમિત થતો થઈ જાય. અને ઘણે ભાગે પછી, પારકી ચોવટમાં વેડફાતો સમય પણ, આપોઆપ ઘટી જાય. સ્વાધ્યાય અનેક રીતે થઈ શકે. (૧) રોજ એક કે વધુ નવી ગાથા થઈ શકે. (૨) જૂનું ભણેલું હોય તેનું પુનરાવર્તન કરી શકાય. (૩) કાચાં સૂત્રો વગેરેને પાકાં કરી શકાય. (૪) અશુદ્ધ ઉચ્ચારો તેમજ ભૂલો હોય તે સુધારી શકાય. (૫) અર્થનો અભ્યાસ પણ, વાંચન પણ કરી શકાય. (૬) સ્તુતિ-સ્તવન-સઝાય તથા તેના અર્થ પણ ભણી શકાય. (૭) ઉપદેશાત્મક ધાર્મિક ગ્રંથ તથા કથાનક આદિનું વાંચન પણ કરી શકાય. (૮) વાચનારૂપે ધર્મગ્રંથોનું શ્રવણ કરી શકાય. (૯) પરિવારજનો તથા ચાતુર્માસ Page #264 -------------------------------------------------------------------------- ________________ મિત્રો સાથે શાસ્ત્રોના વાંચેલા - સાંભળેલા ભાવો વિષે ચર્ચા પણ કરી શકાય. ટૂંકમાં, સ્વાધ્યાય માટે અનેક અનેક વિધાઓ છે. જેને જે માફક આવે તે રીતે તે કરે.પણ ૨૪ કલાકમાં એક સામાયિક જેટલો કે એકાદ કલાક જેટલો સમય સ્વાધ્યાય માટે અવશ્ય સહુ કોઈ ગુજારે, એ જ આ ચાતુર્માસનું ભાથું છે. જૈન શાસ્ત્રોમાં સ્વાધ્યાયને “તપ” નો દરજ્જો આપવામાં આવ્યો છે. જે કરવાથી નવાં પાપ અને કર્મ બંધાતાં રોકાય, અને જૂનાં પાપો નાબૂદ થાય તેનું નામ “તપ”. સ્વાધ્યાયથી આ બન્ને બાબતો સધાય છે. ઉપનિષદકારોએ પણ ફરમાવ્યું છે કે “સ્વાધ્યાય કરવામાં પ્રમાદ ન કરવો.' સ્વાધ્યાય કરવાથી ઉંઘ, પ્રમાદ અને આળસ ઘટી જાય છે, એ સ્વાધ્યાયનો એક મહત્ત્વપૂર્ણ આડલાભ છે. મારી સાદી સમજ એવી છે કે બીજું કાંઈ પણ શરીરસાધ્ય ધર્મકાર્ય કરવાનું જેને અઘરું લાગતું હોય કે ફાવતું ન હોય, તેવી વ્યક્તિ સામાયિક અને સ્વાધ્યાય જરાય તકલીફ વિના જરૂર કરી શકે તેમ છે. એક ટકો પણ રોકાણ વિના લાખોના લાભ જેવી આ વાત પણ જો આપણને ન રુચે, ન પાલવે તો તે આપણાં દુર્ભાગ્ય જ ગણાય. આપણે આવા દુર્ભાગ્યથી બચવાનો ઉદ્યમ કરીએ. (અષાઢ-૨૦૬૩) Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૨. અહિંસા, સંયમ અને તપને જ પોતાનો જીવનધર્મ માનનારા જૈનો માટે તો ચોમાસાના આ દિવસો પુણ્ય - ઉપાર્જનનો અને કર્મ ખપાવવાનો મજાનો અવસર છે. અત્યારે તો આખાયે હિન્દમાં એક યા બીજી રીતે ધર્મકરણીની છોળો ઉછળતી હશે. વાત પણ સાચી છે. વ્યાપક અશાંતિના આ ભયાનક સમયમાં આપણા જેવા પાપભીરુ મનુષ્યો માટે ધર્મ સિવાય બીજો સહારો પણ શો છે? દેશ અને દુનિયા ભારે વસમા દિવસોમાં ફસાયા છે. એક બાજું મોંઘવારી અને મંદી માઝા મૂકી રહ્યાં છે. તો બીજી બાજુ કારમો દુષ્કાળ તોળાઈ રહ્યો છે. અનાચાર અને પાપાચારોની ઘટમાળ એક વિષચક્રની માફક ચોમેર ઘેરી વળી છે. હિંસા અને ત્રાસવાદ જેવાં અનિષ્ટો મનુષ્ય - સમાજને ઊધઈની માફક કોરી ખાઈ રહ્યાં છે. આ બધું ઓછું હોય તેમ, હવે ધર્મના ક્ષેત્ર તરફથી પણ સમાજને શાંતિના બદલે અશાંતિની ભેટ મળવા લાગી છે. “સૂકા ભેગું લીલું બળે' એ ન્યાયે ઢોંગી ધાર્મિકોના દુરાચારોના છાંટા સાચા અને સદાચારી લોકો પર પણ ઊડી રહ્યા છે. આ સંજોગોમાં આશ્વાસન પામવા માટે તથા ચકરાવે ચડેલા ચિત્તને થાળે પાડવા માટે ધર્મના આશરા સિવાય કોઈ જ માર્ગ કે વિકલ્પ બચ્યો નથી. કુદરતને બરબાદ કરવાની એક પણ તક માણસે છોડી નથી. છોડે તેમ પણ નથી. કુદરતની બરબાદી સરવાળે આપણી જ બરબાદી હોવાની પૂરી ખાતરી અને ખબર હોવા છતાં, પોતાની તોરીમાં જ જીવતા, અને “આજનો લ્હાવો લીજિયે', “કાલ જે થવાનું હોય તે ભલે થતું. એવી તેમજ “સહુનું થશે તે આપણું થશે એવી ધીઠ અને નફટ વિચારધારામાં રાચતો માણસ રાત-દહાડો એક કરીને કુદરતનું નિકંદન કાઢી રહ્યો છે. કુદરતની બરબાદીને આપણે ત્યાં અધર્મ ગણવામાં આવતો હતો. પણ પાશ્ચાત્ય સંસ્કારો અને શિસ્તની અસરમાં આવીને આપણે ધર્મ - અધર્મના મૂળભૂત ખ્યાલોને વિસારે પાડ્યા, ધર્મને કુદરતથી વિખૂટો પાડીને મંદિરો અને ધર્મસ્થાનોમાં તેમજ પારંપરિક કર્મકાંડોમાં જ સીમિત કરી દીધો, જેને કારણે કુદરતની બરબાદી એટલે અધર્મ એવી પાયાની, સાદી, શાશ્વત સમજણ ખાડે ગઈ, અને એની સાથે જ તમામ ધર્મો એ કર્મકાંડપરસ્ત સંપ્રદાયોમાં ફેરવાઈ ગયા. કુદરતની, પર્યાવરણની રક્ષા કરે; તેનો નાશ ન થવા દે, તેનું જ નામ ધર્મ વૈશ્વિક ધર્મની આ પ્રચારવિહોણી પણ ભારતીય જનમાનસમાં ઊંડાં સ્વયંભૂ મૂળ ઘાલીને બેઠેલી સમજણ તેમ જ વ્યાખ્યાને કારણે, આ દેશમાં પાંગરેલા પ્રત્યેક ધર્મમાં ચાતુર્માસ Page #266 -------------------------------------------------------------------------- ________________ વિશ્વધર્મ થવાની ક્ષમતા હતી. પરંતુ કુદરતને ખતમ કરવાની અને તેમ કરવાથી સઘળાં ભૌતિક સુખ-સાધનો મળી રહેશે તેવી તાલીમ તેમજ સમાજની આપણને પ્રાપ્તિ થઈ ગઈ ત્યારથી આપણા ધર્મો કદાચ વિશ્વધર્મ બનવાની ગુંજાઈશ ખોઈ બેઠા જણાય છે. માનવતાવાદના આકર્ષક ઓઠા હેઠળ પાંગરેલો, વિદેશમાંથી આપણા ઘરમાં આવી ઘૂસેલો “વૈશ્વિક અધર્મ આજે તો આપણી સંસ્કૃતિ ઉપર રાજ ભોગવે છે. વિકાસ અને સુખના નામે, કુદરતનો, ધર્મનો અને જીવજગતનો ચાલતો વિનાશ, એ આવનારા નજીકના ભવિષ્યકાળમાં માનવજાતનો જ સર્વનાશ હશે, એવું અર્થશાસ્ત્ર, અંકશાસ્ત્ર કે બીજાં કોઈ શાસ્ત્રોને નહિ જાણનારો ગામડિયો માણસ પણ ભાખી શકે તેવી સ્થિતિ આજે પ્રવર્તે છે. આમાં ફેરફાર કરવાનું આપણું ગજું નથી. પરંતુ આપણા પક્ષે આપણે શક્ય વધુ ને વધુ તપ-ત્યાગ-સંયમ-અહિંસા આચરીએ, પર્યાવરણ અર્થાત્ કુદરતનો ભોગ લેવાનું અને તેના ભોગે આપણું સુખ ઊભું કરવાનું બંધ કરીએ, અને એ રીતે ધર્મના શરણે આ ચાતુર્માસ જ નહિ, પણ હવેનું આખું જીવન વહાવીએ, એમાં જ આપણો જવારો છે, અને એમાં જ આપણું કલ્યાણ છે. (શ્રાવણ-૨૦૬૪) Page #267 -------------------------------------------------------------------------- ________________ હવે ચાતુર્માસની ધર્મમોસમનો પ્રારંભ થશે. વિરાધનાથી બચવાના અને આરાધનામાં લાગી જવાના આ દિવસો છે. જીભને ગમે તેવું ખાવામાં અને મનને ગમે તેવું કરવામાં વિરાધનાની ઘણી શક્યતા છે. જ્યાં ત્યાગની વૃત્તિ નથી કેળવાતી, દયા કે જયણા પાળવાની અનુકૂળતા નથી જળવાતી, ત્યાં વિરાધના સિવાય ભાગ્યે જ કશુંક બચતું હોય છે. ન ખાવા લાયક વસ્તુઓ ખાવી તે વિરાધના છે. ન પીવા લાયક પીણાં પીવામાં વિરાધના જ થતી હોય છે. ગમે તે, ગમે ત્યાં, ગમે ત્યારે અને ગમે તેટલું ખાવું-પીવું, એ આજના મનુષ્યનું ખાસ લક્ષણ બની રહ્યું છે. ખાવા-પીવાની બાબતમાં આજનો મનુષ્ય કદાચ કોઈ જ નિયંત્રણ કે બંધન સ્વીકારવા રાજી નથી. હાઈપર એસિડિટી, ડાયાબિટિસ, બી.પી.થી. માંડીને કોઢ, કીડની-પ્રોબ્લેમ, પથરી અને કેન્સર સુધીના તમામ શારીરિક ઉપદ્રવોનું મૂળ કારણ તે મનુષ્યની અનિયંત્રિત ખાઉધરાવૃત્તિ છે, એમ કહેવામાં અતિશક્યોક્તિ નથી લાગતી. આરોગ્યના લગભગ તમામ નિયમો, આરાધનાના નિયમો બની રહે તેવા છે. એટલે જો તમે આરાધનાના નિયમ લ્યો, પાળો, તો આપોઆપ આરોગ્યની કાળજી લેવાવાનું શરૂ થઈ જ જવાનું. એ રીતે જોતાં ધર્મશાસ્ત્ર અને આરોગ્ય વિજ્ઞાનની જુગલબંદી રચાય છે. એક પંથ ને દો કાજ! સુજ્ઞ વ્યક્તિ, માટે જ, આ દિવસોમાં આરાધનામાં લાગી જવાની, વિરાધના છોડી દેવાની. આપણા આરોગ્ય સાથે વિજ્ઞાન, વૈજ્ઞાનિકો અને આપણા દેશની ભ્રષ્ટ રાજ્યસત્તા-સરકાર કેવાં ભયાનક ચેડાં અને અટકચાળાં કરે છે, તેની આંખ ઉઘાડી નાખે તેવી માહિતી આપતો એક લેખ આજે આ પત્ર સાથે મૂકેલ છે. કરોળિયા, વાંદા, વીંછી અને એવાં એવાં વિવિધ જંતુઓ તથા પ્રાણીઓનાં જીન્સ (જનીન) તેમના શરીરમાંથી કાઢીને તેનું પ્રત્યારોપણ આપણે ખાવાના પદાર્થોમાં કરવામાં આવશે. તે પદાર્થો બિયારણ બનશે અને ખેતરો – વાડીઓમાં તે વાવવામાં – ઉગાડવામાં આવશે. પછી તેના ફળરૂપે જે અનાજ વગેરે પદાર્થો ઉત્પન્ન થશે, તે આપણા દેશવાસી – આપણે સૌને ખવડાવવામાં આવશે. એક અર્થમાં આપણે એ હાઈબ્રીડ અનાજ | ફળોના રૂપમાં વીંછી, કરોળિયાને આરોગીશું અને આપણી જાણ બહાર આપણે ચાઈનીઝ લોકોની જેમ પ્રાણીભક્ષી અને માંસાહારી બની જઈશું. ચાતુર્માસ * * ? Page #268 -------------------------------------------------------------------------- ________________ આપણી સંસ્કૃતિ, સંસ્કાર, ધર્મ, આ બધાયથી આપણને હમેશાં માટે ભ્રષ્ટ કરવાનું આ ખોફનાક ષડયંત્ર છે. આપણી આવનારી પ્રજા - જનરેશન કેવી નિર્માલ્ય, માયકાંગલી અને રોગિયલ પેદા થશે તેની કલ્પના પણ કરતાં ધ્રૂજી જવાય છે. બધા જ આ લેખ વાંચજો. વંચાવજો. તે પત્ર મેળવજો, અને હજારોની સંખ્યામાં સરકારને પત્રો લખી મોકલજો. કદાચ છે ને કુંભકર્ણના કાને કાંઈ પડી જાય અને આ ષયંત્ર પર બ્રેક લાગી જાય ! શું તમે પ્રયોગશાળાના ઉંદર છો ? એક વાર અમારા પાડોશીનો ગૅસનો બાટલો ખલાસ થઈ જવાને કારણે અધૂરું રાયેલું કૂકર અમારે ત્યાં લઈ આવ્યાં. દાળ ઉકાળતી વખતે બીજા મસાલા નાખ્યા પછી ગૉળ માગ્યો. આપ્યો, તો જોઈને કહે - આવો ગૉળ ? અમારા ઘરમાં ન ચાલે. કોઈ દાળને અડે પણ નહીં ! ગૉળ રસાયણમુક્ત હોવાને કારણે પીળો પચ્ચક નહોતો, કોલ્હાપુરી ગૉળથી ગૃહિણીઓ રાજીરાજી. એ જ રીતે રીંગણાં - બટેટાની જેમ સમારાય તેવાં કઠણ ટામેટાથી પણ ખુશ ખુશ ! મગના પણ મોટા દાણા હોય, કાંકરા વીણવા ન પડે તો ઝંઝટ ઓછી ! ભલે ને સ્વાદ ઓછાં હોય. ઉપરથી જાતજાતના મસાલા નાખી,વળી સરસ મજાનું ડેકોરેશન કરીએ, એટલે ખાનાર રાજીરાજી ! પરંતુ આપણા પેટમાં ઠૂંસાતો આ બધો ખોરાક અસલમાં કેવો છે તે જાણવું જાગૃત માણસ માટે જરૂરી છે. વિજ્ઞાનના નામે આજે અન્ય બાબતોની જેમ ખોરાકમાં પણ જાતજાતના પ્રયોગો થઈ રહ્યા છે, એમાં અન્નના દાણામાં રહેલા જીવાણુ રૂપાંતરિત કરી નવા પ્રકારનો દાણો બનાવવાનો પ્રયોગ થઈ રહ્યો છે. જેને જનીન - રૂપાંતરિત અન્ન કહેવાય છે. જનીન એટલે શું? એકેએક સજીવ પદાર્થના દરેક કોષના કેન્દ્રમાં આ જનીનો આવેલાં હોય છે અને તે કોઈ પણ જીવ માટે પાયારૂપ એકમો છે. માનવ સમેત તમામ સજીવોનાં લક્ષણો, બંધારણ, વિકાસ અને વર્તન માટે આ જનીનો જવાબદાર હોય છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ હવે પ્રયોગીઓ કરોળિયા, વીંછી જેવા અનેક પ્રાણીઓમાંથી જનીન કાઢીને ડાંગર, ઘઉં, રીંગણાં, જેવા સાવ જ જુદા પ્રકારના સજીવ કોષમાં દાખલ કરીને પકવે છે, જેથી આવા જનીન રૂપાંતરિત પાક કેટલાંક નવાં ઇચ્છિત લક્ષણો ધરાવતાં થઈ જાય. જીવાણુ, વિષાણુ, કરોળિયા અને વીંછીમાંથી જનીનો લઈને રીંગણાં, બટેટા, મકાઈ જેવા પાકોની જનીન શૃંખલામાં ઠસાવીને છોડનું જનીનિક રૂપાંતર થઈ રહ્યું છે. આને કારણે પાક ૫૨ બેસતી નુકસાનકારક જીવાતોથી બચી શકાય છે. પરંતુ આ પદ્ધતિ સોળેસોળ આના ભરોસાપાત્ર નથી. કારણ કે જુદી જ પ્રજાતિના જનીન કાઢીને નવા સજીવમાં દાખલ કરતી વખતે તે નવા સજીવના ડી.એન.એ. માં ક્યાં દાખલ થાય છે અને તે જનીનને કારણે કયા અણધાર્યા ફેરફાર થશે તે કોઈ જાણતું નથી. આવો જનીન – રૂપાંતરિત ખોરાક આપણા રસોડાનાં બારણાં ખખડાવી રહ્યો છે. ટૂંક સમયમાં જ આવો જનીન રૂપાંતરિત ખોરાક પ્રથમ ભાણામાં અને પછી તરત જ આપણા સૌના પેટમાં સ્થાન પામવાનો છે. ભારતમાં બી.ટી.કપાસની ખેતીને વ્યાવસાયિક ધોરણે પરવાનગી અપાઈ છે અને તેમાં પણ કેટલીક આડઅસરો તો નોંધાઈ જ છે, પરંતુ હવે દુનિયામાં પહેલી વાર બીટી રીંગણાંની ખેતીની પરવાનગી આપવાની તૈયારી ભારતમાં થઈ રહી છે. વિદેશોની વિવિધ સ૨કા૨ો, સંશોધન સંસ્થાઓ, અભ્યાસુઓ, સ્વતંત્ર એજન્સીઓ અને ખાનગી કંપનીઓએ કરેલા અનેક અખતરાઓને આધારે પ્રકાશિત થયેલ વૈજ્ઞાનિક પુરાવાઓ એવું સાબિત કરવા પ્રેરે છે કે જનીન રૂપાંતરિત પેદાશો ગંભીર અને અણધાર્યા દેહધાર્મિક ફેરફારો કરે છે અને તેની આરોગ્ય પરની અસરો આજ સુધી અકળ રહી છે. ઉંદરો પર થયેલ અખતરામાં આટલા નુકસાન નોંધાયા છે - વિકાસ રૂંધાવો, પ્રતિકારક શક્તિ ઘટવી, પ્રજનન ક્ષમતા ઘટવી, જઠરમાંથી લોહી નીકળવું, પાચક ઉત્સેચકોનું પ્રમાણ ઘટવું, યકૃત અને કિડનીમાં ચાંદાં પડવાં, ફેફસાંની પેશીઓમાં સોજો આવવો, બચ્ચાના મૃત્યુ દરમાં વધારો અને વિવિધ અવયવના કોષનું બંધારણ વિકૃત થવું. આવી સીધી અસરો ઉપરાંત આવાં રસાયણોના ઉપયોગને પરિણામે પર્યાવરણ પર પણ આડઅસરો થાય છે. જમીન તો ધીરે ધીરે કસ વગરની થાય ચાતુર્માસ Page #270 -------------------------------------------------------------------------- ________________ જ છે. અનેક પ્રકારની જીવાતોનો ઉપદ્રવ પણ વધે છે. કુદરતમાં ફેલાતા ઝેરને કારણે સજીવો અને ફંદા - પતંગિયાં પર પણ અવળી અસરો થાય છે. મુખ્ય પરિણામ આ તો છે જ કે કુદરતે દીધેલું શુદ્ધ રૂપ અલોપ થઈ જાય છે. જેવી રીતે ગીરના જેવી શુદ્ધ ગાય અદશ્ય થઈ રહી છે એ જ રીતે શુદ્ધ સ્વરૂપના મકાઈ, રીંગણાં પણ અદશ્ય થવામાં છે. આમ, આ નવા પ્રકારની જનીન ઇજનેરી વિદ્યા ભલે અત્યંત આધુનિક ટેકનિક કહેવાતી હોય, પરંતુ હકીકતે તે ચોક્સાઈ વિનાની અને આડેધડ છે. એ અત્યંત જોખમી પણ બની શકે. હું તો નવી વસ્તુઓના વપરાશ માટે કહું છું કે પચાસ - સો વર્ષ સુધી વપરાઈને નીવડી હોય તેનો જ વપરાશ રાખવો, નહીંતર વિજ્ઞાનીઓના પ્રયોગ આપણા જ શરીર પણ થવાના. આ બાબતમાં “ઓલ્ડ ઈઝ ગોલ્ડ' સૂત્ર અપનાવવા જેવું છે. આપણું શરીર કાંઈ પ્રયોગશાળાના ઉંદરનું શરીર નથી. જીવને તો ઉંદરોનો આવો ભોગ લેવાય છે તે પણ ગમતું નથી. કારણ પ્રાણીઓને પોતાના પ્રયોગોનું સાધન માનનાર માનવજાત કઈ ઘડીએ માણસને પણ પોતાના પ્રયોગોનું સાધન માનતી થઈ જાય એનો ભરોસો નથી. ભારતમાં આટલા પાકો પર જનીન - રૂપાંતર થઈ રહ્યું છે. અનાજમાં - ડાંગર, ઘઉં, મકાઈ, બાવટો, બાજરી, જુવાર. શાકભાજીમાં - રીંગણ, ભીંડા, ટમેટા, કોબીજ, ફલાવર, ડુંગળી, બટેટા, રતાળુ, કસાવા. કઠોળમાં - અડદ, ચણા, ચોળા, તુવેર, સોયાબીન, તેલીબિયાં - રાયડો, મગફળી, સૂર્યમુખી, કસુંબી, એરંડા. મસાલા – મરી, એલચી, મરચાં, આદુ. ઔષધિ – બ્રાહ્મી, અશ્વગંધા, જીવંતી, ક્રીટ. ફળ - લીંબુ, સફરજન, કેળાં, પપૈયા, દાડમ, સક્કરટેટી, તડબૂચ. રોકડિયા પાક - કપાસ, શણ, કૉફી, ચા, તમાકુ, શેરડી, કાર્નેશવ, રબર. શું આપણે થોડા થંભી જઈને વિચાર કરવાની જરૂર નથી કે માણસ માટે વિજ્ઞાન છે કે વિજ્ઞાન માટે માણસ? વિજ્ઞાને શસ્ત્રાસ્ત્રમાં આપણને સર્વવિનાશી Page #271 -------------------------------------------------------------------------- ________________ અણુબોમ્બ સુધી પહોંચાડ્યા, હવે ખોરાકમાં પણ એવો ઉપદ્રવ પેદા કરવા માગે છે, જેના કરતાં મરી જવું સારું એવું કહેવાનો દિવસ આવી શકે. વિજ્ઞાનનો વિરોધ ન હોય, અવનવી શોધો ભલે થતી રહે. પ્રયોગો પણ થતા રહે. વિનોબાજીએ સૂત્ર આપ્યું કે જો સર્વનાશમાંથી બચવું હોય તો વિજ્ઞાન સાથે આત્મજ્ઞાન જાણવું જ પડશે. આવા સત્યાનાશી વિજ્ઞાનની વાતો સાંભળીને તો આવેગમાં કહી બેસાય કે ભલે એકલું આત્મજ્ઞાન રહે, વિજ્ઞાનની કશી જરૂર નથી. વિજ્ઞાનની જરૂર છે, પરંતુ આત્મજ્ઞાનની લગામ વગર એમાં કોઈનું ભલું નથી. સરકાર આવી વિનાશક દિશામાં આગળ વધતી અટકે તે માટે જાગૃત નાગરિકોએ ઉપાયો અજમાવવા જોઈએ. વડોદરાની “જતન' નામની સજીવ ખેતી માટેની મિશનરૂપ સંસ્થાએ આહ્વાન કર્યું છે કે મોટી સંખ્યામાં નાગરિકો વડા પ્રધાનને પત્ર લખીને પોતાનો પ્રતિરોધ વ્યક્ત કરે. આ માટે નમૂનારૂપ પત્રો પણ છપાયા છે. જેના પર મોટા અક્ષરે લખ્યું છે -TAM NO LAB RAT – “હું કાંઈ પ્રયોગશાળાનો ઉંદર નથી જે વાચકોને પ્રેરણા થાય તે આ છાપેલ પત્ર મગાવીને અથવા સ્વતંત્રરૂપે વડા પ્રધાનને પોતાનો વિરોધ અવશ્ય મોકલાવે. “જતન'નું સરનામું છે – વિનોબા આશ્રમ, ગોત્રી, વડોદરા - ૩૯૦૦૦૧ (૦૨૬૫-૨૩૭૧૪૨૯). (લે.મીરાં ભટ્ટ; જન્મભૂમિ-પ્રવાસી'માં પ્રકાશિત લેખ) ચાતુર્માસ Page #272 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આપણે ધર્મ આરાધના કરીએ છીએ. ધર્મ આપણને ગમે પણ છે. ક્યારેક ધર્મ ગમતો હોય છે માટે કરીએ છીએ. તો ઘણીવાર ગમે કે ન ગમે તો પણ ટેવવશ, દેખાદેખીથી, કુટુંબની પ્રણાલિકા ખાતર અથવા તો વહીવટો છોડવા ન પડે તે માટે પણ ધર્મ કરતા હોઈએ છીએ. માનપાન કે વારંવારની ભૂખ પણ ધર્મ કરવાનું એક મહત્ત્વનું કારણ ખરું જ. આત્મકલ્યાણને અર્થે એટલે કે આત્માનું હિત સાધવા સિવાય કોઈ પણ સ્કૂલ કે અન્ય હેતુ મનમાં ન હોય તે રીતે ધર્મ-આરાધના કરનાર જીવો જગતમાં વિરલ હોય છે. આપણને હજી સંસાર કઠતો નથી. સંસાર દુઃખમય છે તેવો અનુભવ નિરંતર કરતા હોવા છતાં તે દુઃખમય લાગતો નથી. સંસારમાં ભોગવવા પડતાં દુઃખ આકરાં કે વસમાં લાગતાં નથી. “જિંદગી લઈને બેઠા છીએ તો નાનાં મોટાં દુઃખ સંકટ તો આવે, એમાં ગભરાવાનું ન હોય, એનો સામનો કરવાનો હોય. અને જે સ્થિતિ આવે તેને સહી લઈને ધીમે ધીમે તેમાંથી બહાર નીકળી જવાનું હોય. આવી સમજદારી અને શીખામણ, એક માણસને બીજા માણસ તરફથી મળતી રહે છે, અને એ રીતે તેમનું ગાડું ગબડ્યું જાય છે. દુઃખોને સહન કરવાની આપણી ક્ષમતા અજબ છે. ગમે તેવાં દુઃખ આવે, પણ ક્યારેય આપણને તેનાથી થાક નહિ લાગે. થોડીક ફરિયાદ, થોડીક રોકકળ, થોડીક બીજાની મદદ, થોડીક દોંગાઈ – આ બધું કરીશું. અને એમ કરતાં કરતાં સમયના વહેવા સાથે એ દુઃખો શમી જશે, એ સાથે જ આપણે રાજ્જા ! પાછા સંસારમાં ગળા ડૂબ! જાણે આપણને કાંઈ થયું જ નથી ! અને આ પદ્ધતિથી જીવતા માણસને સંસાર વસમો લાગે એ વાતમાં માલ નથી. સંસાર જો આકરો કે અળખામણો ન લાગે તો તેનાં કારણો સુધી જવાની જરૂર તો રહે જ નહિ. જ્ઞાની પુરુષો કહે કે ““સંસાર વસમો છે તેના મૂળમાં આપણા દ્વારા થતાં પાપકર્મો છે. એ પાપકર્મોને નષ્ટ કરીએ, અને નવાં વધે નહિ તેવી મહેનત કરીએ, તો વસમો બની રહેલો સંસાર પણ હળવો થાય અને આપણાં દુઃખ ઓછાં થતાં આપણા કલ્યાણનો માર્ગ પણ પ્રશસ્ત થવા માંડે.” પણ આ વાત Page #273 -------------------------------------------------------------------------- ________________ આપણા કાન સુધી કાં તો પહોંચતી નથી, કાં કાનના પડદા સાથે અફળાઈને પાછી ફરે છે. ખરું જુઓ તો આપણને આપણા આત્મામાં અને આત્મકલ્યાણમાં લગરીક પણ રસ નથી રહ્યો. એનું જ પરિણામ છે કે ધર્મ કરવા છતાં જ્ઞાનીઓની વાતો આપણા હૈયામાં ઊતરતી નથી, અને સંસારનું પરિભ્રમણ અટકાવવાનું આપણને મન થતું નથી. મૃત્યુ એ આપણા માટે સર્વોપરી દુઃખ છે, અને મૃત્યુ થાય તે સાથે મરનારના સંસારનો અંત આવી ગયો હોય એમ આપણે વર્તીએ છીએ. ભવભ્રમણ અંગેની સમજણ તો જાણે આપણામાં ઊગતી જ નથી ! આમાં ભવભ્રમણનો અંત કેમ આવશે? અને તો ધર્મનું તથા ધર્મ વડે ઉપજતું સુખ પણ કેમ લાધશે ? ચાતુર્માસમાં થતી ધર્મ આરાધનાના પ્રભાવે મોહનીય કર્મો અથવા મોહદશા જરાક આઘીપાછી થાય, અને ઉપર નોંધેલી વાતોનો મર્મ સમજાઈ જાય, એવી આશા રાખીએ. (શ્રાવણ-૨૦૬૫) ચાતુર્માસ Page #274 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ Page #275 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના મહામંત્રી વસ્તુપાળને કોઈકે કુશળ સમાચાર પૂછયા. મંત્રીશ્વરે નિર્વેદમસ્યા વદને જવાબ વાળ્યો : મને કુશળ કયાંથી હોય ? આ મહામૂલો માનવભવ મહામહેનતે મળ્યો છે, થોડાંક વરસોનું આયખું છે; અને રોજ સવારે ઊઠું ત્યારે ખબર પડે છે કે એક લાખેણો દિવસ આવરદામાંથી ઓછો થયો. ખટપટ, વહીવટ, ચોવટ અને કાવાદાવામાં જ બધા દિવસો વહી જાય, અને કરવા જેવું કોઈ સુકૃત ન કરીએ, પછી - આ સ્થિતિમાં – અમને ક્ષેમકુશળ કેવી રીતે હોય? અઢાર ક્રોડ લગભગ સોનામહોરોનો સવ્યય કરીને આબુતીર્થ પર અનુપમ દેવમંદિર બનાવનાર, તેર તેર છ'રી પાળતા યાત્રા સંઘો કાઢીને તેમાં (દરેક સંઘમાં) લાખો ભાવિકોને શત્રુંજય તીર્થની યાત્રા કરાવનાર, સેંકડો અન્નક્ષેત્રો, દાનશાળાઓ, હિન્દુ દેવી-દેવોનાં મંદિરો, જળાશયો, મસ્જિદોનું નિર્માણ કરાવનાર, દાનવીર અને મહાન વિદ્વાન એવા વસ્તુપાળ પણ જો વહીવટ અને ચોવટ વગેરેમાં વહેતા પોતાના દિવસોને, આયુષ્યના બગાડ જેવા લેખાવતા હોય, તો આપણા જેવા પામર અને તુચ્છ આદમીઓનું શું સમજવું? વસ્તુપાળ મંત્રીને તો આખા ગુજરાતનો વહીવટ કરવાનો હતો, યુદ્ધો પણ લડવાનાં હતાં, અને પાછી પોતાની વ્યાપારી પેઢી પણ ચલાવવાની હતી. સમગ્ર સંઘનો, તીર્થોનો અને પોતાનાં ધર્મકાર્યોનો વહીવટ તો ખરો જ. જયારે આપણે? “છપ્પન વખાર ને ભારો કૂચી, વેપાર થોડો પણ નજરો ઊંચી” જેવો આપણો વહીવટ. અને પાછા છળ-કપટનો ને મારા-તારાનો પાર નહિ ! અને છતાં આપણે સહુથી વધારે કુશળ, સલામત અને હેમખેમ! કેવી વિચિત્રતા છે ! ઘણા લોકો તો સંઘ કે ધર્મસ્થાન કે સામાજિક સેવા સંસ્થાનો વહીવટ પણ એવો કરે કે જાણે તે તેમની બાપીકી-વારસાગત મિલકત હોય ! એમાં ખાયકી, કટકી, ગેરરીતિ, ગોટાળા, ગોરખધંધા બધુંજ ચાલે અને તો પણ તેમને પૂછી કે કહી ન શકાય. આવા આદમીની હાલત ધણખૂટ જેવી હોય છે. ખૂંટ (આખલો) હોય તે સેંકડો ગાયોના ધણમાં ગમે ત્યારે ગમે તે ગાયને આંતરી અને પજવી શકે. તેમ આવો આદમી પણ પોતાની નફફટાઈ, દુષ્ટતા અને અનાચારના પ્રતાપે પેદા કરેલી દુર્જનતાના જોરે ગમે તે સંસ્થામાં પગપેસારો કરી શકે છે. અનાચાર એનો, અને ડૂબે સંઘ, ડૂબે સંસ્થા ! અને વિડંબના તો એ છે કે સાથેના ૧, બ્રીજા વહીવટકારો લાચારથી એની દુષ્ટતાને જોયા કરે, સહ્યા કરે, અને એને પર્યુષણ Page #276 -------------------------------------------------------------------------- ________________ રોકવાને બદલે ડરના માર્યા મૂંગો સાથ આપે ! આવું જોવા મળે ત્યારે સમજાય કે ૭ ભવનાં પાપ ભેગાં થયાં હોય તો આવા વહીવટ કરવાનો લાભ (!) મળે. વસ્તુપાળને ધર્મનો અને દેશનો સદાચાર તથા નીતિથી ભરેલો વહીવટ કરવામાં પણ પોતાના આત્માનું ગુમાવતા હોવાનું લાગતું હતું. જ્યારે અહીં આપણને ઘરથી માંડીને દેરાસરસંઘ સુધીના તમામ વહીવટમાં તથા કામકાજમાં સ્વચ્છંદ વર્તન, ઉદ્ધતાઈ, અનાચાર, અવિવેક, દેવ, ગુરુ, સંઘ, વડીલો, સાધુ - સાધ્વી આદિનો અનાદર, આ બધું જ અપનાવવા-આચરવા છતાં એમ લાગે છે કે, આપણે જ સારા અને સાચા છીએ અને આ રીતે જ આપણું કુશળ થશે. આ સંદર્ભમાં, ખોટો માણસ + સારો હોદ્દો = નિકંદન સારો માણસ + નબળું સ્થાન = આબાદી. આ સમીકરણો યાદ રાખવા જેવાં ખરાં. અસ્તુ. પર્યુષણ મહાપર્વ આવે છે. તેને આરાધવાનો અને વધાવવાનો એકજ માર્ગ છે. મનમાં કૂણી કૂટીને ઠાંસેલા દ્વેષ, ઈર્ષા, ક્રોધાદિ કષાયો, અહંભાવ, વિકારો - આ બધાં અશુભ તત્ત્વોને ઉખેડવા માંડો, ખોતરી ખોતરીને બહાર ફગાવી દો. આપણે કોઈનું ય ખરાબ કરવું નથી. દરેકનો હિસાબ જોનારોલેનારો કર્મરાજા બેઠો જ છે. કર્મસત્તાએ કરવાનું કામ આપણે માથે લઈને ફરવાની ટેવ પાડી છે તે આ વેળા છોડી દઈએ. આરાધના જ આરાધનાથી આ દિવસોને છલકાવી દેજો. (ભાદરવો, ૨૦૫૭) Page #277 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસની આરાધના સમય-સંયોગાનુસાર રૂડી રીતે ચાલી રહી છે. શક્ય તપ-ત્યાગ અને ધર્મક્રિયાઓ અહીં અને સર્વત્ર પ્રવર્તમાન છે. તમારે ત્યાં પણ આ બધું ચાલુ જ હશે. ચોમાસા દરમિયાન કાંઈને કાંઈ નિયમો ને વ્રતોનું પાલન સહુ કરતાં જ હશો. વ્રત-નિયમોનું શકય પાલન આપણાં મનને અને જીવનને સ્વયં-અંકુશિત બનાવે છે તો સાથે સાથે ધર્મના અને આરોગ્યના ઘણા બધાં લાભો પણ તે વડે મેળવી શકાય છે. આ મોસમમાં વ્રત-નિયમ-પાલન અને તેનાથી થતા લાભોને ચૂકે તે નક્કી ઋતુજન્ય રોગચાળામાં, દવાઓ અને દવાખાનામાં તથા ખર્ચના ચક્કરમાં સપડાવાનો જ. આ વર્ષાકાળમાં જેમ સંયમનિયમ વધુ તેમ માંદગી અને તેની પાછળની બીજી વિધવિધ જફાઓમાંથી આપણો વધુ ઉગારો. આરાધનાની મોસમના સર્વશ્રેષ્ઠ દિવસો હવે આવી રહ્યા છે. એ મંગલ દિવસોનું નામ છે પર્યુષણ મહાપર્વ. પર્યુષણ એટલે પુણ્યનું પોષણ. પર્યુષણ એટલે પાપનું શોષણ. બાર બાર મહિનાથી અથાકપણે ચાલતી બધી જ પ્રવૃત્તિઓ આપણા જીવનને પાપ ભણી જ ઘસડી જનારી હોય છે. આપણી એક વાત તો એવી શોધો કે જેમાં પાપ ન હોય અને માત્ર પુણ્ય જ હોય ? એક પણ નહિ જડે. વળી, પળે પળે આપણું મન કષાયો થકી ખરડાતું જ રહે છે. બાર માસના લેખાં લઈએ તો અહંકાર, ક્રોધ અને વેરઝેર, નફરત, કિન્નાખોરી, અદેખાઈના બંડલોનાં બંડલ એકઠાં કર્યા હોવાનું અવશ્ય જણાઈ આવશે. માણસ બધે ગમે તેવો હોય, ભલે પણ જાત સમક્ષ જો તે પ્રમાણિક નીવડે તો તેને આ ગંદાં બંડલો દેખાયા વિના નહિ રહે. કષાયોનાં અને વાસનાનાં આ બંડલોને ચોમાસામાં થયેલ આરાધનાના જોરદાર વરસાદને કારણે આવેલા સમજણના પૂર-પ્રવાહમાં વિસર્જન કરી મૂકવાનાં છે. એ વિસર્જનનો સુઅવસર તે જ પર્યુષણ. ક્યાંક ગણપતિનું વિસર્જન થશે, થોડા દહાડા પછી વળી ગરબાનું વિસર્જન થશે, આપણે વૈરભાવનાનું અને કષાયોનું વિસર્જન કરવાનું છે. , પર્યુષણના આ દિવસોમાં પૌષધ, પ્રતિક્રમણ, ધર્મશ્રવણ, કલ્પસૂત્ર-શ્રવણ, પર્યુષણ Page #278 -------------------------------------------------------------------------- ________________ જીવદયા, દેવ-ગુરુની ભક્તિમાં ધનનો સદ્ભય, અનુકંપાદાન, સાધર્મિક ભક્તિ, મૌન, શક્ય તપશ્ચર્યા, ઓછામાં ઓછો અઠ્ઠમ-આ બધાં ધર્મ-કર્તવ્યો અવશ્ય આરાધજો. આમાં જરા પણ શક્તિ ગોપવતાં નહિ. સાથે સાથે - જેની સાથે વિતેલા વર્ષમાં વેર બંધાયું હોય, ક્લેશ થયા હોય, વ્યવહાર કથળ્યા હોય, અબોલા થયાં હોય, નિંદા અને વિવાદ થયા હોય, દ્વેષ-વૃણાઅણગમા જાગ્યાં હોય, તે બધાયને યાદ કરજો . સામે ચાલીને મળવા જજો. મિચ્છા મિ દુક્કડું કહીને સાચા હૃદયથી નિર્મળભાવે ખમતખામણાં કરજો. કોઈવાર સામી વ્યક્તિ ન સમજે અને વેર-ફ્લેશ ચાલુ રાખે, તો પણ આપણું ખાતું ચોખ્ખું કરી દઈને નવેસરથી તે ખાતું ચાલુ ન થાય તેવો સંકલ્પ તથા કાળજી કરજો. (ભાદરવો, ૨૦૧૪) Page #279 -------------------------------------------------------------------------- ________________ પરમ પવિત્ર પર્યુષણ મહાપર્વના મંગલકારી દિવસો આવી રહ્યા છે. આ પત્ર તમારી પાસે પહોંચશે ત્યારે લગભગ તો તે શરૂ પણ થઈ ગયા હશે. એ વાત યાદ રાખવાની છે કે આ દિવસો આરાધના કરવાના તો છે જ. પરંતુ સાથે સાથે આ દિવસોમાં આપણે આપણી જાતને એવી તો કેળવી લેવાની છે કે આપણે પછી હંમેશ માટે સ્વસ્થ અને સ્વચ્છ જીવન જીવતાં થઈ જઈએ. આ મહાપર્વ ક્ષમાપનાનું પર્વ ગણાય છે અને આપણાં જીવનની સૌથી મોટી તકલીફ “ગુસ્સો છે. વાતવાતમાં ક્રોધ કરીને, અકળાઈ જઈએ. ગમે તેને ગમે તેમ સંભળાવી દઈએ, કોઈ આપણને સારી કે સાચી વાત પણ કરે તો એનું મોં તોડી પાડીએ. આપણી સાવ ખોટી વાત કે વ્યવહારને પણ બીજા લોકો ચલાવી ન લે તો ક્લેશ પેદા કરી મૂકીએ- આમ અનેકવિધ રીતે આપણે સતત ક્રોધ કરતાં રહીએ છીએ. ક્રોધનું જનક પરિબળ “અહં છે. આપણો અહં (Ego) એટલો બધો તુચ્છ અને વામણો છે કે નાની નાની, નકામી વાતોમાં તે ઉશ્કેરાઈ જાય છે. અહિં ઉશ્કેરાય એટલે ક્રોધ આવે જ. અને આવો તુચ્છ અહં તો તોછડા, હલકા, શુદ્ર એવા માણસમાં જ હોઈ શકે. ઠાવકા, વિવેકી અને વ્યવહારુ મનુષ્યો તોછડા ન હોય, છીછરા ન હોય. વાતે વાતે તેમના અહંને ઠેસ વાગતી ન હોય અને તેથી તેઓ નજેવી વાતો હોય કે મોટી વાત હોય - ઉશ્કેરાય તો નહીં જ; ગમે તેમ બકવાસ તો ન જ કરે. આ બધી વાતો નોંધવા પાછળનો હેતુ એક જ : પર્યુષણના આ પુનિત દિવસોમાં તમે જરાક વીતાવેલી જિંદગીમાં કરેલા ક્રોધ, અહં અને તોછડાઈનું સરવૈયું કાઢજો; તે બધાં થકી તમે શું પામ્યા ને શું ગુમાવ્યું તેનો હિસાબ મેળવજોઃ તમે તમારા સ્વભાવને બગાડવા સિવાય કાંઈ નહિ પામ્યા હો તે નક્કી. અને આવા ખતરનાક સ્વભાવને કારણે તમે અનેક સંબંધો બગાડ્યા હશે, ઘણાનો પ્રેમ-વિશ્વાસ ખોયો હશે, અને તમારી જાતને સાવ તુચ્છ અને અપમાનપાત્ર બનાવી જ હશે. આ વખતે નક્કી કરજો, સંકલ્પ કરજો કે હવે મારા જીવનમાં ક્રોધને કોઈ સ્થાન નહિ હોય. ગમે તે, ગમે તેવું બગાડે, હેરાન કરે, તો પણ તેની જોડે પણ હું મીઠો ને હસતો વર્તાવ જ રાખીશ; ક્યાંય ક્યારેય કોઈ પર ક્રોધ નહિ કરું. ક્ષમા એ જ મારું જીવન હશે, શાંતિ એ જ મારો સ્વભાવ બનશે, અને પ્રેમ એ જ મારો વ્યવહાર હશે. આ સંકલ્પ કર્યા પછી તમારું જીવન આનંદથી મઘમઘી ન ઊઠે તો તેની જવાબદારી મારી. (ભાદરવો-૨૦૧૫) પર્યુષણ Page #280 -------------------------------------------------------------------------- ________________ આત્મસાધનાના આ પાવન દિવસો છે. આખાયે જગતમાં જ્યાં જુઓ ત્યાં દેહસાધના અને દેહવાસનાની જ માત્ર છોળો ઉછળી રહી છે, ત્યારે ભગવાન વીતરાગ પરમાત્માનું શાસન જ એકમાત્ર એવું છે, જે આત્મસાધના અને આત્મકલ્યાણની પુનિત પ્રેરણા સતત પાતું રહે છે. એમાં પણ પર્વ પર્યુષણ એ તો કષાયત્યાગનું પનોતું પર્વ છે. ક્રોધને, અહંને, માયાને, લોભને, રાગ અને દ્વેષને, ઈર્ષ્યા અને ધૃણાને અને એવા એવા અગણિત લેશોને હૈયામાંથી ધોઈ નાખવાનું અને બાળીને ખાખ કરી નાખવાનું આ પવિત્ર પર્વ છે. ક્ષમા, સમતા અને ઉપશમભાવની દિવ્ય જ્યોતને હૃદયમાં પ્રજ્વલિત કરવાનું આ મહામૂલું પર્વ છે. ક્રોધ જાગે ત્યારે સમતા ધરો. અહંકાર ઊગે ત્યારે મૂદુતા જાળવો. કપટવૃત્તિ પ્રગટે ત્યારે ઋજુતા-સરળતા દાખવો. લોભવૃત્તિ ઉછાળા મારે ત્યારે સંતોષને આગળ કરો. ધૃણા નહિ, કરુણા, હેમ નહિ, પ્રેમ; એ જ છે આ મહાપર્વનો સંદેશો. જેની સાથે જાણી જોઈને અણબનાવ કર્યો હોય, જેને માટે અછાજતી વાતો કરી હોય, જેના પ્રત્યે કારણ વિના જ અદેખાઈ આચરી હોય, જેને અપશબ્દો સંભળાવ્યા હોય, જેમની સાથે એક યા બીજી રીતે છેતરપિંડી કરી હોય, આવા કોઈપણ કારણસર અન્યને દૂભવ્યા હોય, તે તમામ સાથે આ પર્યુષણમાં સાચા ભાવથી ખમતખામણાં કરજો. શક્ય હોય તો પૌષધ અવશ્ય કરશો. સવાર-સાંજના પ્રતિક્રમણ ચૂકવાં જ નહિ. બને ત્યાં સુધી મૌન પાળવું. યથાશક્ય ઉપવાસ-એકાસણાં કરવાં. કલ્પસૂત્ર તથા બારસાસૂત્રના બધાં વ્યાખ્યાનો સાંભળવાનો આગ્રહ રાખવો. જિનપૂજા ફરજિયાત કરવી. આ બધું તમે કરશો જ એવી શ્રદ્ધા રાખું. (ભાદરવો-૨૦૧૬) Page #281 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસના રૂડા દિવસો ચાલી રહ્યા છે. સર્વત્ર ઓછા-વધતા પ્રમાણમાં તપ, જપ, અનુષ્ઠાન, શ્રવણ, ઉત્સવ અને વિધવિધ ધર્મકરણીઓ પ્રવર્તી રહી છે. ગુરુવર્યોની પ્રેરણા અને માર્ગદર્શન એ બધામાં અનેરું બળ આપી રહ્યું છે. આ બધું એટલું બધું મજાનું અને આનંદદાયક છે કે ભવ્ય જનોની શ્રદ્ધા અને ભક્તિ પ્રત્યે આદર જાગ્યા વિના નથી રહેતો. ખરેખર તો ગુરુઓના અને આગેવાનોના અર્ધા વેણે તન-મન-ધનને ધર્મકરણીના માર્ગે ન્યોચ્છાવર કરી દેનારા આ ભાવિકો થકી જ આ શાસન ઉજ્જવલ છે. પરંતુ આમ છતાં, મારા જેવાના મનમાં એક સવાલ સતત ઉઠતો અને પજવતો રહે કે આટલી સુંદર પ્રેરણા તેમજ આટલી ઉત્તમ આરાધના છતાં આપણે સાવ નબળા (નમાલા જેવા), ઝાંખા અને ડરપોક કેમ છીએ? આપણે ત્યાં અરસપરસ હોંસાતાંસી અને મારા-તારાના ભેદભાવો આટલીબધી હદે કેમ વકરે છે - વકર્યા છે ? અહંકાર, અન્ય કરતાં આગળ વધવાની નહિ પણ આપણા કરતાં અન્ય આગળ ના વધી જાય તેવી મનોવૃત્તિ, પ્રત્યક્ષમાં વાહવાહ કરીને ગુણાનુરાગીની છાપ પાડવી અને પરોક્ષમાં નિંદા અને બૂરાઈઓ દ્વારા સામાને “ખરાબ” કરવાની પદ્ધતિ, ક્ષુદ્રતાના અનેક અનેક જુગુપ્સાજનક સ્વરૂપોનું પ્રદર્શન - આ બધી બાબતો આપણા ત્યાં કેમ સાર્વત્રિક/વ્યાપક બની બેઠી છે? આનો સ્પષ્ટ અથવા ચોક્કસ જવાબ મળવો શક્ય નથી. તો પણ એક વાત સૂઝે છે કે આપણે “વિવેક' ચૂક્યા છીએ તેનું જ આ કમઠાણ છે. વિવેકની શતશત ધારાઓ વહે અને આપણું ચિત્ત શુદ્ધ, પવિત્ર, ઉદાર અને વિશાળ બને - એ જાણે કે ભૂતકાળની વાત થઈ ગઈ. અવિવેક અને અતિરેક - બે આપણા ઉપર ચઢી બેઠા તેવું જણાય. નિશ્રા, આજ્ઞા, પ્રણાલિકા, પરંપરા, રૂઢિ, મર્યાદાઆ બધાં મૂલ્યો જાણે કે નામશેષ થઈ ગયાં! જેના મનમાં, જે વિષય અંગે, જે વખતે, જે વાત કે વિચાર આવે છે, તે વિષયને લઈને પોતાનો ચોકો ઊભો કરી દે. તેને થોડાક ભગતો, સેવકો મળી જ રહે. જેમના અહિં કોઈ ને કોઈ વાતે ઘવાયા હોય, તેવાઓ મૂળ પેઢીને છોડીને આવા ચોકામાં ભળે અને પછી એ ચોકો એવો વધે - જામે કે જતે દહાડે આપણે પણ તેને માન-વજન-આદર આપવાનો વારો આવે. તે વખતે દૂર રહો તો નાતબહાર ગણાવ. સત્ત્વ જાળવવાનું અને પ્રણાલિકા તથા મર્યાદાને જાળવવાનું બહુ કઠિન થઈ પડે. ઝાઝા લોકો, ખાસ કરીને પૈસાદારો કે પ્રતિષ્ઠિત ગણાતા લોકો,જેને મહત્ત્વ આપે તેને આપણે પર્યુષણ. Page #282 -------------------------------------------------------------------------- ________________ પણ સ્વીકારવાના; મહત્ત્વ આપવાનું. મૂલ્યો ને સત્ત્વ જ્યારે પ્રથમથી જ મરી પરવાર્યા હોય છે ત્યારે આવી વિવેકશૂન્ય, અયોગ્ય અને શાસનની અબાધિત સત્તા–સ્થિતિને ઇજા પહોંચાડનારી બાબતોને સમર્થન તથા મહત્ત્વ આપવાનું સહેલું થઈ પડે છે. પરિણામે સ્વાર્થી ને ગરજાઉ લોકો ઉદાર ગણાય છે, અને મર્યાદાપાલક માણસો હીણા અને સંકુચિત મનાય છે. શું સંસારી કે શું સંયમી, પોતાના અહં, એષણા-સ્વાર્થ અને ક્યારેક વિકૃતિઓને પોષવા માટે થઈને મર્યાદા ચૂકાઈ જાય તેવું લખવામાં, બોલવામાં, કરવામાં તત્પર બની જાય છે. લાગે છે કે, વિવેકની ન્યૂનતા અને ક્ષુદ્રતાની વૃદ્ધિ એ બે જ આ સ્થિતિ સર્જે છે. પરિણામે, ઘણા બધા વધેલા લાગતા અથવા વચ્ચે જતા “ધર્મ નો પણ પ્રગટવો – જામવો જોઈએ તેવો- તેટલો મહિમા અનુભવાતો નથી. બલ્ક ધર્મ થકી વિમુખ બનનારા, અધર્મના માર્ગે વળી જનારાની સંખ્યા વધતી જાય છે, અને તેમને પાછા ધર્મ તરફ આકર્ષવા માટેના કર્મકાંડની નિતનવી ભરમાર વધતી ચાલી છે. પર્યુષણ પર્વના અવસરે આપણે કરવાના આત્મચિંતન અને આત્મનિરીક્ષણ માટે આ વાતો નોંધી રહ્યો છું. નકારાત્મક બનીને, આપણું અને આપણે ત્યાં બધું ખરાબ જ છે એવું માની લઈને વિચારવું નહિ જ. હકારાત્મક વિચારો જ આપણને વિવેકી બનાવશે. આપણે ચિંતન દ્વારા આત્મપરીક્ષણ કરી લઈને છેવટે સંકલ્પ અને પ્રાર્થના કરવાનાં છે કે અમારો વિવેક વધવો જ જોઈએ, વધારીશું જ, અને અમારામાં પેઠેલી – પેલી ક્ષુદ્રતા ઘટવી જ જોઈએ, ઘટાડીશું જ. વિવેકથી ચિંતન ઊજળું બને, ધર્મઆરાધના તેજસ્વી બને, અને ઘણા બધા દોષોથી બચી જઈએ. આપણે ક્ષુદ્ર ન થઈએ, હિમણા ને હલકા ના રહીએ, સંકુચિત કે જડ ન બનીએ. આપણે થઈશું ઉદાર, વિશાળ, નિર્મળ અને સત્ત્વશીલ. સૌનો સ્વીકાર કરે તે સમ્યકત્વી. ઈન્કાર કરે તે મિથ્યાત્વી. અને છેલ્લે, તમે સહુ, આ પત્રો વાંચનારાઓના દિલને દૂભવવામાં જાણ્યઅજાયે નિમિત્તભૂત બન્યો હોઈશ, તે બદલ ક્ષમાપના કરું છું. સૌને મિચ્છા મિ દુક્કડં. (ભાદરવો-૨૦૧૮) C Page #283 -------------------------------------------------------------------------- ________________ સમય સરસર કરતો વહી રહ્યો છે. તે કોઈનીય રાહ જોવા થોભતો નથી અને કોઈનીય ગરજ રાખતો નથી. ઘણીવાર લાગે કે કાળના આ અગાધ અને વણથંભ્યા પ્રવાહમાં આપણે – આપણા જેવા અસંખ્ય જંતુઓ કેવા સતત તણાયે જાય છે ! ખરેખર તો એમ સમજવાનું છે કે કાળ નથી વહેતો, આપણે જ વહી રહ્યા છીએ, ના, તણાઈ રહ્યા છીએ. આપણે મનમાંથી બધી જ વાતો કાઢીને શાંતિથી વિચારીએ કે આ સંસારમાં આપણે કેટલાં જન્મ-મરણ કર્યા ! જ્ઞાનીઓ કહે છે, અને આપણા ગળે પણ ઊતરે તેવું છે કે, આપણે અનંત અનંત અનંત જનમ મરણના ચક્કરમાંથી ગુજર્યા છીએ. અને આ વખતે પણ એ જ ક્રમમાં આવ્યા તેવા – ધોયેલા મૂળા જેવા – જવાના છીએ. આનો છેડો નથી લાવવો? ભગવાનને પ્રદક્ષિણા દેતાં આપણે બોલીએ છીએ... કાળ અનાદિ અનંતથી, ભવભ્રમણનો નહિ પાર, તે ભવભ્રમણ નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણ વાર’ આનો અર્થ એટલો જ કે આજ લગી ભગવાનને ડાબા ઊતર્યા, અવળા ઊતર્યા, એટલે ભવભ્રમણ ચાલતું રહ્યું. હવે પ્રદક્ષિણા દઈને પ્રભુને જમણે ઊતરવાનું છે, પ્રભુથી સવળા જવાનું છે, તો ભવમાં ભટકવાનું મટે. કેવી સરસ અને અર્થસભર ક્રિયા છે ! પ્રભુ સમક્ષ સવળા ઊતરવા માટે શ્રાવકજીવન મળ્યું છે, તેમાં ચાતુર્માસની આરાધના ચાલે છે. તેમાંય હવે તો પર્યુષણા મહાપર્વની લોકોત્તર આત્મહિતકારી આરાધનાનો અવસર આવી પહોંચ્યો છે. જોજો, ક્યાંક એવું ન થાય કે કાળના વહેણમાં એક વધુ પજુસણ વહી જાય ! આરાધના આજે જ કરી લેવી. કાલ કોણે દીઠી? ક્રોધ છાંડજો. વૈષ હોય તેને ખાસ ખમાવજો. તપ સાથે મૌન અને ક્રિયા કરજો. અમારા તરફથી તમોને ભાવપૂર્વક મિચ્છા મિ દુક્કડં. (ભાદરવો-૨૦૫૯) પર્યુષણ Page #284 -------------------------------------------------------------------------- ________________ બધા પ્રદેશોમાં વરસાદની દૃષ્ટિએ ચોમાસું રૂડું પ્રવર્તે છે. દક્ષિણ પ્રાંતોમાં વરસાદ હવે શરૂ થશે. હજી સુધી તો ગરમીનું અને રોગવાળું હવામાન આ પ્રદેશમાં અનુભવાય છે. પર્યુષણ પર્વની આરાધના ત્યાં રૂડી રીતે થઈ હશે. અહીં પણ સારી રીતે થઈ છે. એક વાત ખરી કે હવે આપણે ત્યાં પૈસા - આવક અને બાહ્ય દેખાવનું પ્રમાણ વધેલું અનુભવાય છે. કોઈએ તપસ્યા કરી હોય તો તે નિમિત્તે એવા તો ભપકા રચે કે, આંખો અંજાઈ જાય, હૈયું થીજી જાય. એની સામે ક્રિયા, સૂત્રશ્રવણ, જીવદયા, જયણાપાલન, વિરતિધર્મ, આરાધક ભાવના આ બધામાં નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળે છે. થોડાક ઉપવાસ કરી લીધા કે પૈસા ખર્ચી દીધા એટલે બધું જ પતી ગયું. પછી વ્યાખ્યાન, પ્રતિક્રમણ બધું ન કરીએ અને વ્યસનરાત્રિભોજન વગેરે ચાલુ રાખીએ તો વાંધો નહિ, આવી જડતા કે ધીઠતા આવી જતી જણાય છે. આના પરિણામે સંઘના પજુસણ તો - ખાસી આવક અને ધામધૂમ થવાને કારણે - સુધરી જાય, પણ આપણાં – વ્યક્તિગત - પજુસણનું લીલામ બોલાઈ જાય છે, એ વાત સમજવા માટે આપણને કેટલાં વરસ લાગશે? કે કેટલા ભવ જશે? કલ્પસૂત્ર એ એક પવિત્ર અને મહાન આગમ છે. આગમ એ જિનશાસનનો પ્રાણ છે. આગમવિહોણા શાસનની કલ્પના ન થઈ શકે. આવા આગમનું શ્રવણ કરવાનો ધન્ય અવસર આપણને વર્ષમાં એકવાર મળે, અને તો પણ આપણે તેનાથી વેગળા, અતડા અને અરુચિપૂર્વક ટાળવા મથતા રહીએ, તો આપણને શાસન ગમ્યું છે તેમ કેમ કહી શકાય ? પૂર્વાચાર્ય ભગવંતોએ સકલ સંઘને સૂત્રશ્રવણનો અધિકાર બક્ષીને કેટલો મહાન ઉપકાર કર્યો છે. એનો બદલો આપણે કેવો વાળ્યો ? કેવો વાળીએ છીએ ? ઉપાશ્રયોમાં બપોરનાં પ્રવચનોમાં જોજો - ૧૦ - ૨૦ જણા વધુમાં વધુ જોવા મળશે. મહારાજ સાહેબો તો કાનૂનથી - શાસ્ત્ર - પરંપરાથી બંધાયેલા, એટલે કોઈ આવે કે નહિ, સાંભળે કે નહિ, એમણે તો વાંચવું ને બોલવું જ પડે. અને આપણા ધર્મી (?) જીવો બબડેઃ વ્યાખ્યાન બરાબર નથી, આજની પેઢીને રસ શી રીતે પડે ? મજા આવવી જોઈએ, જમાના પ્રમાણે ચાલવું જોઈએ, વગેરે. બાપડા આ જીવોને કર્મબંધનું, પાપનુંય ભાન નથી. પોતે આમ બબડીને કેવાં ઘોર પાપકર્મ બાંધે છે તેની પણ ગતાગમ નથી. અને જયારે એ પાપો ભોગવવાનાં થશે ત્યારે....? ટૂંકમાં, Page #285 -------------------------------------------------------------------------- ________________ સૂત્રની, સાધુની, સંઘની, શાસનની આશાતનાથી બચવા જેવું છે, આરાધના કરી લેવા જેવી છે. ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ સાધી લેવાનો મોકો એટલે પર્યુષણ. એ મોકાને આ વખતે ભલે વેડક્યો, આવતા વખતથી તેને લેખે લગાડીને આરાધનાની કમાણી અંકે કરી લઈશું, એવો સંકલ્પ અવશ્ય કરજો. (આસો-૨૦૫૯) પર્યુષણ. Page #286 -------------------------------------------------------------------------- ________________ આરાધના ચાલુ હશે, ચાલુ જ રાખજો. જીવનમાં ગમે તેવાં પરિવર્તન આવે, પણ ધર્મ પ્રત્યેનો રાગ છૂટવો કે ઘટવો ન જોઈએ. ધર્મ શાશ્વત છે, વ્યક્તિ નહિ, એ વાત કદી ભૂલવી નહિ. વ્યક્તિ સાથેના રાગ કે દ્વેષને કારણે ધર્મ પ્રત્યે અરુચિ કરવી તે તો આપણી જાત પ્રત્યે મોટો અપરાધ છે. ધર્મ તરફનો અણગમો આપણને દુર્ગતિમાં લઈ ગયા વિના ન રહે, અને ત્યાં ભોગવવાનાં દુઃખોનું પરિણામ ભવભ્રમણની વૃદ્ધિરૂપે જ મળે. શાણો માણસ આ વાત સમજે જ, અને તેથી જ ધર્મ અને તેની આરાધના ન જ છોડે, ન જ ચૂકે. વ્યકિત પ્રત્યેનો ગમોઅણગમો જો ધર્મ માટેના અણગમામાં પરિણમે તો આત્મા દુર્લભબોધિ બની જાય. આજે “મમત્વ' અંગે વાત કરવી છે. શ્રીહરિભદ્રાચાર્ય ભગવંતે કહ્યું છે કે મમત્ત બંધકારણે - મમત્વ એ આત્મા માટે બંધનનું કારણ છે. જ્યાં મમત્વ ત્યાં બંધન. મમત્વ જેટલું તીવ્ર, તેટલું બંધન દઢ, એટલાં કર્મબંધનો વધુ થાય. મમત્વને લીધે અનેક દોષો અથવા પાપોનું સેવન થાય, અને એ સેવનથી કર્મો બંધાયા વિના કેમ રહે? સાધુ હોય કે ગૃહસ્થ, મમત્વ બધાને કનડે છે. ક્યારેક સ્થાનનું તો ક્યારેક માન-પાનનું, કદીક કોઈ વ્યક્તિનું તો કદીક કોઈ વસ્તુનું, ક્યારેક નામનું તો ક્વચિત્ પરિગ્રહનું – કોઈને કોઈ જાતનું મમત્વ આપણને – મને, તમને, સૌને - પજવે જ છે, એ વાતનો ઈન્કાર ન કરી શકાય. કોઈ ઈન્કાર કરતું હોય તો તે દંભી જાણવો. મમત્વ એટલે આ મારું, આ મારું નહિ, આ સારું, આ નહિ; આ મને ગમે, આ નહિ; આવી વૃત્તિ. આપણને જે ગમે, તેમાં કે તેના કોઈ દોષ હોય કે તે કાંઈ ભૂલ કરે, તો પણ તેને આપણે ચલાવી લેવાના; તે દોષ કે ભૂલ આપણને દેખાવાના તો નહિ જ, બલ્ક મીઠા અને સારા લાગવાના. તેનો આપણે બચાવ જ કરીએ. અને, આપણને જે ના ગમે, જેના પ્રત્યે દ્વેષ કે અરુચિ થાય, તેના ગમે તેવા સારા ગુણ હોય તો પણ તે આપણને ગુણ ન જ લાગે તેના દોષો જ દેખાય અને વળી તે બહુ મોટા-ભારી દેખાય. ગઈકાલ સુધી તેનું જે બધું વ્હાલું કે સારું લાગતું હતું, તે બધું એકાએક ખરાબ અને દૂષિત હોવાનું લાગવા માંડે. આ છે આપણા “મમત્વના ખેલ. Page #287 -------------------------------------------------------------------------- ________________ મમત્વ બંધાય તો દોષ પણ ગુણ લાગે, રાગ બંધાય. મમત્વ તૂટે તો ગુણ પણ દોષ લાગે, દ્વેષમાં પલટાઈ જાય. એટલે મમત્વ કાં તો રાગના અને કાં તો ‘ષના બંધનમાં આપણને બાંધતું જ રહે છે, અને આપણે હોંશે હોંશે તેમાં બંધાતાં જ નહિ, હોમાતા પણ રહીએ છીએ. મમત્વ હોય તેની અસાધારણ વાત પણ ક્ષમ્ય અને સામાન્ય લાગે. મમત્વ તૂટે ત્યારે સામાન્ય વાત પણ અક્ષમ્ય અને અસાધારણ બની જાય. એમ લાગે છે કે, આ ખેલ જીવીએ ત્યાં સુધી ચાલુ જ રહેવાના; આ ખેલ બંધ થાય તેવા કોઈ સંયોગો જાણે કે કળાતા જ નથી ! પણ તો તો આ કેટલું બધું ખરાબ કહેવાય ! કેટલું બધું વિષમ ગણાય ! શું આપણે આ બધા ખેલ અટકાવી ન શકીએ? અથવા એને ઓછા – હળવા ન કરી શકીએ? કશુંક ગમવા માંડે એટલે એના પ્રત્યે આસક્તિ બંધાઈ જાય તેનું નામ “મમતા' પછી એ “કશુંક છૂટી-છટકી ન જાય, બીજા કોઈનું ન થઈ જાય - મારું. જ રહે અને મારું રહે જ – એવી પકડ આવે તેનું નામ “મમત'. પછી એ “મમતે' પ્રેર્યા આપણે રાગ-દ્વેષની ને મારા-તારાની જે સાઠમારી ખેલીએ તે છે વિષમતા; કહો કે જિંદગીમાં સર્જાયેલી વિડંબના. અણસમજમાં સર્જેલી આવી વિડંબનાઓએ અત્યાર સુધી આપણને ખૂબ રંજાડ્યા છે. અને તે વિડંબનાના કાદવમાં આપણે પણ ખૂબ ખરડાયા છીએ. ભલે. પણ હવે, જો સમજણનો એકાદો છાંટો પણ, આટલી બધી વિડંબના વેઠવાના પ્રતાપે, આપણામાં ઉગ્યો હોય તો, એ કાદવમાંથી, એ વિડંબના, વિષમતા અને મમત તેમ જ મમતામાંથી બહાર આવી જવું, એ જ આપણા માટે કલ્યાણકારી છે. બહાર આવવામાં સાચી સહાય કરે તેવા શુભ દિન-પર્યુષણ પર્વ - હવે સાવ નજીકમાં આવી લાગ્યા છે. જો આપણે તૈયાર-તત્પર હોઈએ તો આ દિવસોમાં આપણે પેલા કાદવમાંથી જરૂર બહાર આવી શકીએ, તેમાં શંકા નથી. સૌ પ્રથમ આપણે એક જ કામ કરવાનું છે, જેની પણ સાથે મમતાના, મમતના, વિષમતાવાળા સંબંધો થયા હોય તેની ક્ષમાયાચના કરી લેવી. આપણી મમતા કે મમતને કારણે તેઓ વિડંબનામાં મૂકાયાં હોય તો પણ ક્ષમા યાચવી. અને તેમને કારણે આપણને વિડંબના વેઠવી પડી હોય તો પણ ક્ષમા યાચવી. યાદ રહે, આપણે આપણી જાતને કાદવમાંથી બહાર કાઢવી છે. પર્યુષણ Page #288 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-ભરમાં, જીવનયાત્રા દરમિયાન, ક્યારે પણ, કોઈ પણ રીતે કે પ્રકારે કોઈના પણ જીવને, જીવનને જફા (હાનિ) પહોચે તેવું કૃત્ય આપણાથી જાણ્યઅજાણે પણ થયું હોય, તો તેને સંભારીને આપણે ક્ષમાયાચના કરવાની છે. એક વાત હજી ધ્યાનમાં લેવાની છે, ક્ષમા માગવી એ આપણું કર્તવ્ય છે. આપણે સાચુકલા હૃદયથી આપણી ભૂલો બદલ ક્ષમા માગી એટલે આપણાં પક્ષે કાર્ય પૂર્ણ થયું ગણાય. શરત એક જ કે હવે પછીના દિવસોમાં, સામી વ્યક્તિ ગમે તેમ વર્તે તો પણ, તેના પ્રત્યે દ્વેષ કે રીસ કે બદલો લેવાની વૃત્તિ, આપણાં દિલમાં કદાપિ ન પ્રવેશવી જોઈએ. હવે સામો માણસ આપણી વાત સ્વીકારે કે ન સ્વીકારે, અથવા ક્ષમા આપે યા ન આપે, તે તો તેની ઉદારતા તથા સમજણ તથા આરાધકભાવ ઉપર જ નિર્ભર રહે છે. તે ઉદાર અને આરાધક હશે, તો આપણી સચ્ચાઈ પરખીને અવશ્ય ક્ષમા આપશે જ. પણ કોઈવાર તે ક્ષમા ન આપે તો તેમાં તેનો દોષ ન જોતાં આપણા અશુભોદયનો જ દોષ વિચારવો રહ્યો. હું પણ, તમારી, આ પત્ર વાંચે તે તમામની, ખરા હૃદયથી ક્ષમા ચાહું છું. વિતેલા વર્ષમાં, વર્ષોમાં, પરિચયના લાંબા કે ટૂંકા ગાળામાં, આ પત્રો થકી કે બીજી કોઈ પણ રીતે, મનથી કે વાણી વડે કે કાયા દ્વારા તમોને દૂભવ્યા હોય, તમને અરુચિકર બને તેવું થયું કે કર્યું હોય, તો તે બદલ, પર્યુષણ પર્વની પહેલાં જ, તમારા પ્રત્યે ખમતખામણાં કરું છું. સાથે જ તમોને સૌને સાચા હૃદયથી ખમાવું છું, એટલે કે ક્ષમા માગું છું. આ ક્ષણે કોઈના પણ પરત્વે, મારા ચિત્તમાં, વેર-વિરોધ કે દ્વેષની લેશ પણ છાંટ નથી. આ સ્થિતિ નિરંતર બનો તેવી કામના કરૂં છું. તમે બધાં પણ, તમારું કોઈ પણ રીતે જેણે બગાડ્યું હોય તેને, ક્ષમા કરજો. બદલો લેવો સહેલો છે, જતું કરવું કઠિન. તમે કઠિન કામ કરો અને તેમાં સફળ થાવ તેવી ભલામણ. સંબંધો તો બંધાય પણ ખરા અને તૂટે પણ ખરા. લેણદેણ હોય તેમ બને. પરંતુ ટકનારો કે તૂટનારો કોઈ પણ સંબંધ આપણા દિલમાં વેર અને દ્વેષની આગ લગાડી ન જાય તેની ખાસ કાળજી કરવાની છે. એ આગ સામાને તો જરૂર દઝાડવાની, પણ તે સાથે જ એ આગ આપણી આખા ભવની શુભ કમાણીને પણ બાળીને ખાખ કરી નાખશે જ – એ ન ભૂલવું. રાગ-દ્વેષથી બચવું તે જ ખરી ધર્મસાધના છે એમ આપણે સાંભળીએ : Page #289 -------------------------------------------------------------------------- ________________ છીએ. તે સાધનાનો આરંભ ક્ષમાપનાથી થાય છે. ક્ષમા કરવી એટલે દ્વેષથી બચવું. ક્ષમા માગવી એટલે દ્વેષનો છેદ ઉડાડવો. નાનકડી લાગતી ક્રિયાનો પણ અર્થ કેટલો ઊંડો છે! આપણે આ સાધનાનો પ્રેમભર્યો શુભારંભ કરવાનો જ છે. અપરાધ કરનારો મહાન નથી હોતો. ક્ષમા કરનારો જ મહાન હોય અને ગણાય. આપણે ક્ષમા ન કરીને અપરાધીને મહાન શા માટે બનવા દઈએ? ક્ષમાનો મંત્ર છે મિચ્છા મિ દુક્કડ. “હવેથી હું ખોટું નહિ કરું, મેં કર્યું કે છે તે ખોટું છે - તેનો હું એકરાર અને સ્વીકાર કરું છું, મેં કરેલ “ખોટું મિથ્યા હજો.” આ છે તે મહામંત્રનો અર્થ. આપણે બધા આ અર્થમાં પરસ્પરને કહીએ: મિચ્છા મિ દુક્કડં.... (ભાદરવો-૨૦૬૦) પર્યુષણ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૧૦ હવે પર્યુષણમહાપર્વના રૂડા દિવસો નજીકમાં આવી રહ્યા છે. હમણાં બે વર્ષથી પર્યુષણામાં ભેદ આવે છે. ગયે વર્ષે અધિક માસને કારણે ખરતરગચ્છાદિ સાથે ભેદ આવેલો. આ વર્ષે બેતિથિપક્ષ આપણાથી અર્થાત્ સકળ સંઘથી જુદો પડ્યો છે. ગચ્છોમાં જુદા પડવાનું તો સેંકડો વર્ષોથી ચાલતું જ આવ્યું છે. પરંતુ, ‘અમે જ સાચા, અમારી માન્યતા તથા તિથિ જ ખરી; બીજા બધા જૂઠા, નરકગામી, ભારેકર્મી અને મિથ્યાત્વી’ - આ પ્રકા૨ની કદાગ્રહી વૃત્તિ-પ્રવૃત્તિવાળા તો આપણા સંઘના ઈતિહાસમાં કદાચ આ લોકો પહેલવહેલાં જ હશે. ખેર, કદાગ્રહ એ મિથ્યાત્વનું અધિષ્ઠાન છે એટલું સમજીને આપણે આપણા શ્રીસંઘ તથા ગુરુઓની સુવિહિત માન્યતાને દઢપણે અનુસરવું અને આવા પક્ષરાગી જીવોની ભાવદયા ચિંતવી તેમના કલ્યાણની કામના સેવવી એ જ આરાધકોનું ઉચિત કૃત્ય છે. પર્યુષણા એ ક્ષમા અને મૈત્રીની સાધનાનું મહાપર્વ છે. કોઈને પણ શત્રુ ન માનવા, શત્રુતા રાખનાર પ્રત્યે પણ મૈત્રીભર્યો વ્યવહાર તથા સદ્ભાવ કેળવવો, એ છે મૈત્રીભાવ. કોઈ કોઈનું દુશ્મન નથી. બધા જ વ્યવહાર લેણદેણ કે ઋણાનુબંધ થકી જ થતાં હોય છે. અન્યનું ખરાબ કરીને પેદા કરેલ અશુભ કર્મો જ્યારે ઉદયમાં આવે છે, ત્યારે કોઈ અન્ય વ્યક્તિ આપણને શત્રુ માને છે અને શત્રુભાવે વર્તે છે. એ ક્ષણે જો આપણે કર્મના ઉદયને યાદ રાખીએ, તો સામા મનુષ્યના ગમે તેવા દુષ્ટ કે વિપરીત વર્તનને પણ શત્રુતા સમજવાને બદલે, આપણે કરેલું દેવું ચૂકવાય છે તેમ જ આપણા કર્મોનો આ રીતે ક્ષય થાય છે, તેવો ભાવ અવશ્ય જાગે. પછી એ મનુષ્ય તરફ ક્લેશ કે રીસ ન થતાં સમભાવ કે સદ્ભાવ જાગશે, અને એની અસ૨ તે મનુષ્ય પર એવી પડશે કે આપણે અને એ પરસ્પરના મિત્ર બની જઈશું, આવી સમજણ અને તેમાંથી ઊગતો મૈત્રીભાવ સૌ મનુષ્યો તથા સઘળા જીવો પ્રત્યે કેળવવાનો છે એવી જૈનશાસનની શીખ છે. બીજી વાત છે ક્ષમાપનાની. જીવનના સંકુલ વ્યવહારો દરમિયાન અનેક લોકો સાથે એક કે બીજી રીતે સંબંધ/સંપર્ક થતા જ રહે છે. તેમાં આપણાથી અન્ય ઘણા ઘણાને માઠું લાગે કે સંતાપ થાય તે સ્વાભાવિક છે. કોઈકનું અશુભ આપણે ખરેખર કર્યું પણ હોય છે, તો કોઈકનું અશુભ ન જ કર્યું હોય છતાં એના અશુભના નિમિત્ત આપણે જ હોઈએ તેવું માને છે, વર્તે છે. આના પરિણામમાં સંબંધો તૂટે કે બગડે છે અને ક્વચિત્ ત્રાસદાયક હોનારતો પણ સર્જાય છે. આ Page #291 -------------------------------------------------------------------------- ________________ બધાનો સરળ અને શ્રેષ્ઠ ઉકેલ એક જ છે-ક્ષમાપના. આપણે ભૂલ કરી હોય તોય અને ન કરી હોય તોય, અન્યની સાચા હૃદયથી ક્ષમા માંગવી, એમાં આપણા ધર્મશાસનની તથા પર્યુષણાપર્વની યથાર્થ આરાધના છે, એ નિઃસંદેહ વાત છે. સામી વ્યક્તિ ક્ષમા માગે કે ન માગે, માફ કરે યા ના કરે, આપણે મન-પ્રાણથી ક્ષમા માગીને દોષમુક્તા તથા બોજમુક્ત થઈ જઈએ તો આપણે આરાધક બની રહીશું, એ મુદ્દો ભૂલવાનો નથી. ક્ષમાપના માટે આપણે ત્યાં એક અજોડ શબ્દ છે : મિચ્છા મિ દુક્કડમ્. દુનિયાની કોઈપણ ભાષા કે ધર્મ પાસે આવો શબ્દપ્રયોગ તો નથી જ, પરંતુ આવી વિભાવના (સમજ) પણ નથી. મિચ્છામિદુક્કડમુમાં ત્રણ વાનાં છે. ૧. મેં ભૂલ કરી છે તેનો એકરાર, ૨. ભૂલનો પશ્ચાત્તાપ ૩. એવી ભૂલ ફરીથી નહિ કરું તેવો નિર્ધાર. આ છે મિચ્છા મિ દુક્કડ પાછળનું રહસ્ય અથવા તત્ત્વજ્ઞાન. આપણે આ રહસ્યને બરાબર સમજીએ, અન્ય લોકો સાથેના વ્યવહારોમાં તેનો બરાબર પ્રયોગ કરીએ, અને સહુ કોઈ પ્રત્યે ક્ષમાયાચનાનો ભાવ કેળવીને હળવા હળવા થઈ જઈએ, એ જ આ પર્વાધિરાજની આરાધનાની ફલશ્રુતિ છે. પ્રયત્ન જરૂર કરજો – આ માટે. (ભાદરવો-૨૦૬૧) { S પર્યુષણ ૪ - Page #292 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણપર્વ ચાલી રહ્યાં છે. અથવા ચાલુ થશે – આ મળશે ત્યારે. ક્ષમાધર્મની આરાધના કરવાના પુનિત અને મીઠા આ દિવસોમાં ચિત્તને ઉપશાન્ત અને સમભાવી બનાવવાની તાલીમ લેવાની છે, સાધના કરવાની છે. આપણી ચારે તરફ સ્વાર્થ, અહં, મારું-તારું, હક-અધિકાર, ક્લેશ-કંકાસ અને કષાયોના જ જ્વાળામુખી ભભૂકી રહ્યાં છે. ક્યાંય શાંતિ, સમાધિ કે સંતોષની એક નાનીશી પણ જળછાલક જોવા મળતી નથી. બધું ઉમ્ર છે. બધાંય ઉગ્ન છે. બધે વ્યગ્રતા જ છવાઈ છે. એકાગ્રતાનો અણસાર પણ ક્યાંય નથી. આ બધું જોઈ – અનુભવીને અતિવિહ્વળ બનતા ચિત્તને સમાધાનની શીળી છાંયડી આપતા વડલાસમું પર્યુષણાપર્વ આપણા જીવનના આંગણે ભાગ્યયોગે ઊગી નીકળ્યું છે, તો તેની શીળી છાયામાં કરવાની ને સૌને ઠારવાની અલૌકિક મોજ માણી લેવાની છે. અપેક્ષા, અભિમાન અને અદેખાઈ – આ ત્રણની આગમાં એકેએક હૃદય લપટાઈ ગયું જણાય છે. આ ત્રણથી દૂર હોય તેવું એકેય હૃદય મને તો હજી જડ્યું નથી. સ્નેહ વડે જગત આખાને વશ કરી શકાય - એવી વાતો ઘણી સાંભળી હોય અને ભગવાન મહાવીર પ્રભુ જેવી મહાવિભૂતિ માટે તે કદાચ સાચી પણ હોય. પણ એ વાત સામાન્ય મનુષ્ય માટે જવલ્લે જ સાચી પડતી હોય છે. સામાન્ય માણસને તો, સ્નેહ કરે તો ગરજ ગણાય, પરમાર્થ કે પરોપકાર કરે તો સ્વાર્થની શંકાથી જોવાય, ઉદારતા દાખવે તો સામે અપેક્ષા અને અદેખાઈની આગ વરસે; સહિષ્ણુ બની સહન કરી લે તો વધુ ને વધુ દબાવી-દબડાવીને ગેરલાભ ઉઠાવાય, આવા જ અનુભવો થતાં હોય છે. નિષ્કારણ સ્નેહ વડે, હૃદયની વિશાળતા અને આશયની ઉદારતાના બળે જો તમે કોઈનું પણ કલ્યાણ કરવાની, દ્રવ્યથી ને ક્વચિત ભાવથી પણ અન્યનું શુભ કરવાની મથામણ કરો, તો ક્યારેક સામો માણસ તમારા પર પોતાનો માલિકીભાવ કરવા માંડશે. ક્યારેક તમારો ઉપયોગ પોતાના સ્વાર્થ સાધવા માટે કરશે. ક્યારેક તમારા માટે ન કરવાની કલ્પનાઓ તેમ જ વાતો તથા આક્ષેપો કરશે. અને એ રીતે તે પોતાનું તો ગુમાવશે જ, સાથે તમારું પણ બગાડશે. ભગવાનને પણ ચંડકોશિયો ક્યાં નાતો ખ્યો? ભગવાન જેનું જેનું કલ્યાણ કરવા ગયા, તેણે તેણે પ્રથમતઃ તો તેમને સંતાપ્યા - સતાવ્યા જ છે, એ વાતો બહુ જાણીતી છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ સવાલ એટલો કે તે તો મહાવિભૂતિ હતા, એટલે આવું બધું સહન કરી શક્યા. તેઓ સહન કરાવનારાનું ભલું કરીને જ જંપ્યા હતા. પણ તેમની તે પદ્ધતિને અનુસરવાનું આપણું ગજું છે ખરું? એટલી હદે તો નહિ, પણ એનો એકાદ અંશ પણ આપણે આચરી શકીએ તેવી આપણી ભૂમિકા છે ખરી? સવાલ લાખ રૂપિયાનો હોય, તો તેનો કરોડ રૂપિયાનો જવાબ આ રહ્યો આપણે મહાવીરસ્વામી ભલે ન હોઈએ. પણ તેમના સંતાન, સેવક અને ઉપાસક તો છીએ જ. તેમના જેટલું ખમીર કે વૈર્ય ભલે આપણામાં નથી, પણ આપણે પણ તે માર્ગે જ જવાનું ને આગળ વધવાનું છે તેમાં બેમત નથી. છેવટે તો આપણે જૈન છીએ, જિનમાર્ગના ઉપાસક મુસાફર છીએ. આપણે આ માર્ગે ચાલતાં આટલું જ શીખવાનું છે કે વિરોધીને પણ સ્નેહથી વશ કરવાનો છે. વેરીને પણ વહાલા બનાવવાના છે. અદેખા અને અયોગ્યને પણ સ્નેહ, કરુણા દ્વારા યોગ્ય બનાવવાના છે, અને સ્વાર્થ-ઈર્ષ્યા-અહં વગેરેને લીધે આપણું બગાડનારને પણ ક્ષમાભાવે પ્રેમ આપવાનો છે. ભગવાનનો માર્ગ આ છે. પર્યુષણ પર્વની સાધના આ ભૂમિકામાં જ છે. આ વાત બીજાને ને બધાને સમજાય કે નહિ, આપણે તો તેને સમજવાની જ છે, અને તેના અનુસરણની મથામણ કરવાની જ છે. મિત્રો, ચાલો, આ પર્યુષણમાં આપણે આ માર્ગે ચાલવાનો સનિષ્ઠ પ્રયાસ કરીએ. કષ્ટ આપનારા તરફની કડવાશ પણ ગાળી નાખીએ. મનને મૈત્રી, ક્ષમા અને સ્નેહથી છલકાવી દઈએ. તમને સૌને મારા તરફથી હૃદયપૂર્વક મિચ્છા મિ દુક્કડ... (ભાદરવો-૨૦૬૩) પર્યુષણ ' Page #294 -------------------------------------------------------------------------- ________________ અહીં સંવત્સરી પર્વના શુભ દિને, આપણા તીર્થકર ભગવંતોની કલ્યાણક ભૂમિરૂપ ક્ષેત્ર બિહાર રાજ્યમાં આવેલા પ્રલયકારી પૂરથી પીડિત જનતા પ્રત્યેની કરુણા ભાવનાથી રાહત ફંડ અંગે પ્રેરણા કરતાં અગિયાર લાખ કરતાં વધુ રકમ એકત્ર થઈ હતી. લાખો જિંદગીનાં જીવન - મરણનો સવાલ હોય અને અબજો રૂપિયાનું નુકસાનની વાત હોય ત્યાં, આટલી મામૂલી રકમ કાંઈ ઝાઝું કામ ન કરી શકે. આમ છતાં, આની પાછળ આપણાં હૃદયની સભાવના, અનુકંપા, સહાનુભૂતિ અને માનવતા જેવાં જે શુભ તત્ત્વો છે, તે બહુ મોટું કામ કરશે એમાં લેશ પણ શંકા નથી. આપણા ભગવાન એ અનુકંપાના મહાસાગર હતા. દીક્ષા અગાઉ એમણે એક વર્ષ સુધી સાંવત્સરિક દાન - વર્ષીદાન આપેલું. શા માટે ? તો અનુકંપાથી પ્રેરાઈને જગતના જીવો – માનવોનાં દારિદ્ર અને તજ્જનિત દુઃખ જોતાં દ્રવી ઉઠેલા ભગવાને, લોકોનાં દુઃખ મિટાવવા માટે જ વર્ષીદાનનો પ્રયોગ કરેલો. વળી, દીક્ષા, પછી પણ, દેશાવરથી પાછા ફરેલા બ્રાહ્મણે ભગવાન પાસે જઈને યાચના કરી, ત્યારે તેને પોતાનું અધું વસ્ત્ર આપ્યું, તેની પાછળ ભગવાનનો આશય પણ એક જ હતો : અનુકંપા. ભગવંતે પહેલાં દ્રવ્ય - દયા એટલે કે દ્રવ્યથી અનુકંપા સેવી છે – આચરી છે, અને પછી જ ભાવદયાનો માર્ગ આદર્યો છે. જાણે તેમણે સૂચવ્યું કે જેને દ્રવ્ય દયા આવડતી ( ગમતી નથી, તેને ભાવદયાની વાતો કરવાનો કોઈ અધિકાર નથી. શાસ્ત્રકાર મહર્ષિઓએ તો ત્યાં સુધી પ્રતિપાદન કર્યું છે કે જો તમારામાં શ્રદ્ધા ન હોય તો તમારા સમ્યક્ત્વ વિષે શંકા ઉપજે, પણ જો તમારામાં અનુકંપા ન હોય તો તો તમારા ભવ્યત્વ' પરત્વે શંકા જાગશે. અભવ્યને જ અનુકંપા ન હોય. એટલે આપણા ભવ્યપણાને અંકે કરી લેવા માટે થઈને પણ, અને આપણા ભવ્યત્વનો પરિપાક વેલાસર થાય તે માટે પણ, આપણા ચિત્તમાં, જીવનમાં અને વ્યવહારમાં અનુકંપાની પ્રતિષ્ઠા તથા આચરણા કરવી અત્યંત અનિવાર્ય ગણાય. પર્યુષણા દરમ્યાન આપણે ત્યાં કરોડો રૂપિયાના ચડાવા બોલાયા. રૂઢિગત જીવદયાનાં ફંડો પણ થયાં.તપશ્ચર્યાનાં ઉજવણાં રૂપે જમણવારો પણ ખૂબ થયા, અને વરઘોડા વગેરે ઉત્સવ પણ થયા. પરંતુ આ બધાંની સાથે, જિનેશ્વરોની કલ્યાણક ભૂમિના પ્રદેશમાં આવી પડેલા અભૂતપૂર્વ જળસંકટથી પીડાયેલા સામાન્ય માણસ પ્રત્યેની અનુકંપા આપણામાં કેટલી પ્રગટી? માનવતાના નામ પર આપણે Page #295 -------------------------------------------------------------------------- ________________ થોડાક સેંકડો કે થોડાક હજાર રૂપિયા પણ ફાળવવાની તસ્દી લીધી ખરી? પાટ ઉપરથી પ્રેરણા પણ ભાગ્યે જ મળી હોય, ટ્રસ્ટીઓને આવા કાર્ય માટે ભાવના પણ થવાના ચાન્સિસ નહિવતુ, અને ચડાવવાની ચડસમાં ઉછળતા ભાવિકોને તો આવી કોઈ દરકાર ન જ હોય, એ તો ઉપરથી જેવી પ્રેરણા મળે તેમ ચાલે. સવાલ આપણી અનુકંપાનો છે. જરૂર ન હોય ત્યાં અને ત્યારે, લાખોનાં ખડકલો કરી દેનારા આપણે, ભગવાને ચીંધેલી અનુકંપા આચરવાનો અવસર આવે ત્યારે, આટલા બધા ભૂલકણા અથવા બેદરકાર કેમ બની જતાં હશું? પર્યુષણા એ માત્ર મૈત્રી અને ક્ષમાનું જ પર્વ છે એવું નથી, એ અનુકંપાનું પણ એવું જ મહાપર્વ છે, એ વાત આપણને જેટલી વહેલી અને વધુ યાદ આવશે, તેટલી આપણી મૈત્રીભાવના વધુ નિખરી આવશે, એ નક્કી. સૌનું કલ્યાણ ઈચ્છીએ, અને આસપાસના કોઈ એકાદ બેનું થાય એટલું ભલું કરવા દ્વારા એ ઇચ્છાને જીવંત બનાવીએ. (આસો-૨૦૬૪) પર્યુષણ I Page #296 -------------------------------------------------------------------------- ________________ ૧૫ આજે બે વાતો ખાસ કરવી છે. એક, પર્યુષણાપર્વ એટલે કે સંવત્સરી મહાપર્વને અનુલક્ષીને મૈત્રીભાવ અને ક્ષમાપનાની વાત. જૈન શાસનનો આ શાશ્વત અને અમોઘ સંદેશ છે કે સહુ સાથે મૈત્રીભાવ કેળવો, અને સૌ સાથે એવી રીતે ક્ષમાપના કરો કે કોઈ આપણું દુશ્મન જ ન રહે. મિત્રતા તેની જ સાથે રચાય, જેના પ્રત્યે કોઈને કોઈ કારણસર આપણને લગાવ થાય, મમતા બંધાય. જેના પ્રત્યે મમતા બંધાય તે મિત્ર, અને જેના પ્રત્યે મમતાને બદલે અલગાવ જાગે તે શત્રુ, આ એક સાદું સમીકરણ છે. અને, આપણે જોઈએ કે આપણી મમતાને પાત્ર લોકો વધારે છે કે આપણા અલગાવને પાત્ર લોકો વધારે ?સાથે સાથે એ પણ જોઈ લઈએ કે આપણા હૈયામાં સદ્ભાવનું પ્રમાણ વધારે છે કે દુર્ભાવનું ? જવાબો અણધાર્યા અને ચોંકાવનારા મળી શકે. માણસમાત્રની બિમારીઓનું મૂળ તેના મનમાં છે, એવું કહેવા માટે હવે તબીબ હોવું કે મનોવિજ્ઞાની હોવું જરૂરી નથી. વ્યાધિ ભલે શરીરમાં થતો – પ્રસરતો હોય, પણ તેનું નિદાન આપણા બગડેલા, કોહવાયેલા કે દુર્ભાવનાઓથી છલકાતા મનમાં અથવા આસપાસના તે પ્રકારના ગંધ વાતાવરણમાં છે, એમ કહેવામાં જરા પણ જોખમ લાગતું નથી. આનો અર્થ એ થયો કે જો મનને દુરસ્ત, પ્રફુલ્લિત અને સદ્ભાવનાથી છલકાતું રાખીએ, તો ૭૦ થી ૮૦ ટકા બિમારીઓ કાં આવે નહિ, કાં વધે - વકરે નહિ, કાં મટી શકે. અને આથી આપણે એવું સમીકરણ બાંધી દઈએ કે મિત્રતાસભર મન બરાબર તન્દુરસ્તી અને શત્રુતાથી ઉભરાતું મન એટલે તનાદુરસ્તી, તો તે અશાસ્ત્રીય કે અયોગ્ય નહિ ગણાય. અણગમો તે શત્રુતા છે. અરુચિ અને અલગાવ તે શત્રુતા છે. અમુકને જોઈને મોં વંકાય કે અમુકની સાથે જવાનું – જમવાનું – બેસવાનું – ૨હેવાનું આવે તો મનમાં ત્રાસ વર્તાય તો તે શત્રુતા છે. તિરસ્કાર તે શત્રુતા છે, તો દુર્ભાવના-સામાનું સારૂં ન થાય તેવી ભાવના તે પણ શત્રુતા છે. બીજાની ભૂલો જ જોયા કરવી તે શત્રુતા છે, અને કોઈ પોતાની ભૂલ કબૂલે તો પણ તેને માફ ન કરવામાંય નરી શત્રુતા જ છે. શત્રુતાથી ભરેલું મન એટલે Negativity થી ઉભરાતું મન. પર્યુષણ પર્વ આપણને સૌના મિત્ર - સર્વમિત્ર થવાનું શીખવાડે છે. સર્વમિત્ર એટલે એવો જન Page #297 -------------------------------------------------------------------------- ________________ જેનું હૈયું નકારાત્મક વલણોથી સતત બચી જતું હોય. પર્યુષણનો આટલો સંદેશ ઝીલી લઈએ, તો પછી આપણે Positive thinking શીખવાડતી બજાર હાટડીઓના દુષ્યક્રમાં ફસાવું નહિ પડે. બીજી વાત, વર્તમાન સમય ભયાનક વિષમતાનો સમય છે. કુદરતી હોનારતો, મોંઘવારી, દુષ્કાળ, અનાવૃષ્ટિ, માનવસર્જિત સ્વાઈન ફલૂ જેવી કૃત્રિમ મહામારીઓ, અતિવૃષ્ટિ, પૂર, ભૂકંપ - આખા જગતમાં આ બધા જ રાક્ષસો એકી સાથે કામ પર લાગી ગયા છે. જો હવે વરસાદ નહિ આવે તો આ દેશ ભયાનક સંકટોમાં ગરક થઈ જવાનો છે. રાજ્યસત્તા સંભાળાતો વર્ગ આવાં સંકટો વધારવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરી રહ્યો છે. સંકટ નિવારવાના નામે તેમના દ્વારા લેવાતું એકે એક પગલું, રાષ્ટ્ર અને પ્રજાનાં સંકટ વધારનારું છે. એમના વિષે ફરિયાદ કરવાનો કોઈ જ અર્થ નથી. એ કરતાં તો આવા સમયમાં આપણા જેવા સામાન્ય જને જે કામ કરવા જેવું છે તે જ કરીએ. કરવા જેવું કામ એક જ છે : પ્રાર્થના. જગત પર વરસી રહેલાં અને વરસનારાં કષ્ટો અને સંકટોને જોઈને – કલ્પના કરીને જેનું હૈયું કરુણાથી ભીનું ભીનું બની જાય છે, દ્રવી ઉઠે છે, તેવા સાચુકલા હૈયામાંથી ઉઠતી પ્રાર્થનાની ચીસ, મારા ભગવાન અચૂક સાંભળે છે - સાંભળશે જ. આપણે કરવાની પ્રાર્થના એક જ છેઃ (‘શિવમસ્તુ સર્વજગતઃ') – જગત આખાના તમામ જીવો, પ્રાણીઓ સુખી થાવ! કોઈનેય દુઃખ ન હો ! પરમકરુણાવંત પરમાત્માની અક્ષય કરુણાની અનરાધાર અમીવર્ષા જીવમાત્ર ઉપર વરસો, અને તેના પ્રભાવે અવૃષ્ટિ - દુષ્કાળ – મોંઘારત અને બીજી અનેક અનેક વિટમણાઓ સંપૂર્ણપણે ટળી જાય, વરસાદ તથા સુકાળથી જગત છલકાઈ ઉઠો ! સાચો આર્તનાદ જોઈએ, સાથે આંબેલનું તપ જોઈએ, સાથે મોટો સમૂહ - શક્ય એટલો ભેગો થઈ એક અવાજે આ પ્રાર્થના કરવો જોઈએ. ભગવાનને કૃપા છાંટ્યા સિવાય નહિ ચાલે, અને પેલા રાક્ષસો તથા તેના પ્રણેતાઓ – ચાટ પડશે, પડશે અને પડશે જ. તો ચાલો, આ પર્યુષણ પર્વ દરમ્યાન આ બન્ને કામો આપણે ભલી ભાતે કરીએ : સૌના મિત્ર બનીએ, સૌને મિત્ર બનાવીએ, અને પરમાત્માને પ્રાર્થના કરીએ. (ભાદરવો-૨૦૦૫) - ૨૮૮ પર્યુષણ Page #298 -------------------------------------------------------------------------- ________________ ' શાસન કાટ Page #299 -------------------------------------------------------------------------- ________________ “નેમિ નેમ-સમ્રા, જડ્યો ન દુજો માનવી, જનની જણે હજાર, પણ એકે એવો નહીં.” (મોહનલાલ સિહોરી) જય હો જય ગુરુનેમિસૂરીશ્વર... શાસનસમ્રાટ. વીસમી સદીના પ્રભાવક જૈનાચાર્ય. અજોડ ચારિત્ર, અજોડ બ્રહ્મચર્ય, અજોડ શાસનનિષ્ઠાના સ્વામી. કલિકાલસર્વજ્ઞ શ્રી હેચન્દ્રાચાર્યનો સમય “હમયુગ' ગણાયો; જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિદાદાનો શાસનકાળ “હીરયુગ' તરીકે ગણાયો; તે રીતે શાસનસમ્રાટ'નો સત્તાકાળ પણ “નેમિયુગ” તરીકે ઓળખાયો. શાસનસમ્રાટશ્રીનાં દર્શન કરીએ, ત્યારે હેમાચાર્ય અને હીરવિજયસૂરિ જેવા મહાન પૂર્વાચાર્યોની ઝાંખી થતી. એમ થાય કે વીસમી સદીની આ વિભૂતિ આટલી બધી પ્રભાવક અને પવિત્ર છે, તો બારમી અને સોળમી સદીમાં થઈ ગયેલા એ મહાન ગુરુભગવંતો કેવા અદ્ભુત હશે? યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીએ કહેલું : “અમારી વચ્ચે કોઈ વાતે વિચારભેદ હોઈ શકે; પરંતુ મારે કહેવું જોઈએ કે આપણા સમયના શાસનના પ્રખર યુગપુરુષ તો નેમિસૂરીશ્વરજી મહારાજ જ છે.” તો શ્રાવકસંઘના અગ્રણી શેઠ શ્રીકસ્તૂરભાઈ લાલભાઈએ આ મહાપુરુષને અંજલિ અર્પતા લખ્યું કે “આજથી (ઈ. ૧૯૭૨) ૬૦-૬૫ વર્ષ પહેલાં તેમણે તેમનાં જ્ઞાન-અભ્યાસ અને ચારિત્ર્યથી જે પ્રતિભા ઊભી કરી હતી, તે પ્રતિભા આજ સુધી બીજા કોઈ આચાર્ય મહારાજ ઊભી કરી શક્યા નથી.” આ મહાન આચાર્ય ભગવંતનું નામ તો “વિજયનેમિસૂરિ મહારાજ' હતું. પરંતુ તેઓ “શાસનસમ્રાટ' નામ વડે જ જગવિખ્યાત બન્યા છે. લોકહૃદયમાંથી ઊગેલું આ ઉપનામ, આ મહાપુરુષના શાસનસમર્પિત જીવન તથા શાસનની સેવાનાં તેમનાં અસાધારણ કાર્યો જોતાં, અત્યંત સમુચિત અને લાયકને લાયક માન' જેવું અનુભવાય છે. છે. આપણે એમના ભવ્ય જીવનનું આછેરું વિહંગાવલોકન કરીએ શાસન સમ્રાટ Page #300 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૧૯૨૯ના કાર્તક સુદી એકમની પ્રભાતે જન્મ. જન્મ સ્થળ મહુવા. પિતા લક્ષ્મીચંદ. માતા દીવાળીબાઈ. વિ.સં.૨૦૦૫ના આસો વદી અમાસની રાત્રે સ્વર્ગગમન. સ્વર્ગ-સ્થળ મહુવા દિવાળીનું મંગળ પર્વ. વ્યાવહારિક કેળવણી સાત ધોરણની. ઈંગ્લીશ અભ્યાસ પણ ખરો. નોકરી અને ધંધો પણ કર્યો અને કમાયા પણ ખરા. પણ સંસ્કૃત ભણવાની તલપ લાગતાં ભાવનગર ગુરુદેવ શ્રીવૃદ્ધિચંદ્રજી પાસે ભણવા રહ્યા. ત્યાં સ્વયંસ્ફરિત વૈરાગ્યનો ફુટારો થયો અને સ્વતંત્ર ચિંતન દ્વારા સંસારની અસારતા તો પ્રીછી જ; સાથે સાથે, “પોતે આ સંસારની માયાજાળ માટે નથી જએવી અનુભૂતિ પણ પામ્યા. દીક્ષાની ભાવના તો કરી, પણ અનુમતિ ન મળી. તો ભાગ્યા. પણ ત્યાં ગુરુદેવે વડીલોની મંજૂરી વિના દીક્ષા આપવાની ના ફરમાવી. એટલે જાતે વેષ ધારણ કરી લીધો. ગુરુદેવે ન છૂટકે દીક્ષા આપવી જ પડી. મા-બાપને જાણ થતાં બધાને લઈને આવ્યાં. ઘણા ઉપાયો અજમાવ્યા. માતાએ પથ્થર પર માથું અફળાવી ફોડ્યું, ને આંસુ તેમજ લોહીથી લથબથતું કલ્પાંત કર્યું. પણ સ્વયં અડોલ રહ્યા, ને બહુ જ લાગણીથી માતા-પિતાને જીતી લઈ દીક્ષામાં સહમત ર્યા. અને પછીનાં વર્ષોમાં મહુવા જઈને પોતાના જ્ઞાન, ચારિત્ર, વકતૃત્વ તથા અન્ય અનેક ગુણો દ્વારા માતા-પિતાને એટલો બધો સંતોષ પમાડ્યો કે તેમને દીક્ષા માટે અવરોધ કરવા બદલ પશ્ચાત્તાપ થયો. અભ્યાસ કર્યો. પ્રાચ્ય-નવ્ય ન્યાય, પાણિનિ ને સિદ્ધહેમ વ્યાકરણો, કાવ્યો, દર્શન-શાસ્ત્રો, આગમો તથા અન્ય અનેક શાસ્ત્રોના મર્મજ્ઞ બન્યા. સ્વતંત્ર વિહાર તથા ચાતુર્માસો દ્વારા અનેક જીવોને બોધ પમાડ્યો; શિષ્યો મેળવ્યા; સંઘયાત્રાદિ ધર્મકાર્યો કરાવ્યાં. સહજ હૈયાઉકલતના જોરે પાલીતાણા-ઠાકોર સાથેના જૈનોના કજિયાને શાંત પાડ્યો, અને સાધુઓની તથા શાસનની હીલના થતી અટકાવી. વૈયાવચ્ચ દ્વારા સાધુઓને પ્લેગના મોંમાંથી ઉગારી લીધા. | વિ.સં.૧૯૬૦માં તેમને પૂજ્યપાદ પં.શ્રીગંભીરવિજયજી ગણિના હાથે ગણિપદ-પંન્યાસપદ અર્પણ થયાં - વલભીપુરમાં શ્રીઆનંદસાગરજી મહારાજ તેમની સાથે પાંચ-છ વર્ષોથી ભણવા અંગે રહેલા, અને મહારાજશ્રી તેમને ભણાવતા. તેઓને મહારાજશ્રીએ જોગ વહેવડાવીને ગણિ-પંન્યાસપદ આપ્યાં. સાગરજી મ.સા. ના મોટા ભાઈ શ્રીમણિવિજયજી હતા, તેમને પણ તે જ પદવીઓ આપી. Page #301 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૧૯૬૪માં ભાવનગર મુકામે શ્રીગંભીરવિજયજી ગણિના હસ્તે તેમને આચાર્યપદ સાંપડ્યું. શાસનના છેલ્લા અઢીસો લગભગ વર્ષોના ઈતિહાસમાં, વિધિપૂર્વક યોગોદ્ધહન તેમજ સૂરિમંત્ર-પંચમસ્થાનની આરાધના કરીને સૂરિપદ પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ સંવિગ્ન જૈનાચાર્ય થયા. તે કારણે તેમને સૂરિચક્રચક્રવર્તી તરીકે પણ નવાજવામાં આવે છે. ખંભાતના ૧૯ સ્વતંત્ર જિનાલયોનું એક મોટું જિનાલય બનાવડાવી તેની પ્રતિષ્ઠા; સ્તંભન પાર્શ્વનાથ તીર્થનો જીર્ણોદ્ધાર તથા પ્રતિષ્ઠા, તે પ્રતિમાને લેપથી આચ્છાદિત કરાવવાની પ્રવૃત્તિ; ખંભાત તથા અમદાવાદમાં તથા અન્ય અનેક સ્થળોમાં પ્રાચીન-નવીન ચૈત્યોના ઉદ્ધાર તથા પ્રતિષ્ઠા – આ બધાનું શ્રેય એમને ફાળે પહોંચે છે. અંજનશલાકાની રહસ્યમયી ક્રિયા નામશેષ જેવી થઈ હતી. તેનો પુનરુદ્ધાર કરીને જૈન સંઘમાં પુનઃપ્રચલિત કરવાનું શ્રેય પણ આ મહાન વિભૂતિને ફાળે જ છે. પોતાના નૈષ્ઠિક બ્રહ્મચર્યનો પ્રભાવ એવો હતો કે તેમના હાથે થતી અંજનશલાકાની ક્ષણે તેમનો વીર્ષોલ્લાસ પરાકાષ્ટાએ પહોંચતો, અને તે પળે ત્યાં સ્થાપિત દર્પણના આપમેળે કટકા થઈ જતાં. જૈનશાસનમાં, વીસમી સદીમાં આવું બીજે કયાંય બન્યું નથી. તે મહાપુરુષે કદંબગિરિ, કાપરડા અને શેરીસા - આ ત્રણ તીર્થોના પુનરૂદ્ધાર - પુનર્નિર્માણ માટે પોતાના જીવનને પણ હોડમાં મૂકી દીધેલું. આ ત્રણે તીર્થો એ માત્ર અને માત્ર શાસનસમ્રાટશ્રીને જ આભારી છે. તો તે ઉપરાંત, સ્તંભતીર્થ, માતર, વામજ, કલોલ, પાનસર, રાણકપુર, તળાજા, વલભીપુર જેવાં અનેક તીર્થક્ષેત્રોના સ્થાપન તથા ઉદ્ધાર તેમના હાથે ને તેમની પ્રેરણાથી થયાં છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તક તીર્થો - શત્રુંજય, ગિરનાર, તારંગા, કુંભારિયા, સમેતશિખર, મક્ષીજી વગેરેની રક્ષા માટે, કેસો કે વિવાદોમાં વિજય માટે, તેમજ તે બધાંના ઉદ્ધાર તથા વહીવટ માટે, પેઢી હંમેશાં શાસનસમ્રાટનું જ માર્ગદર્શન મેળવતી અને તેમના વચન તેમજ આદેશ પ્રમાણે જ કાર્યવાહી થતી. પેઢીના પ્રમુખ નગરશેઠ કસ્તુરભાઈ મણીભાઈના પત્રાનુસાર “શાસનસમ્રાટ એ તીર્થરક્ષાના આધાર” હતા. તેમની નિશ્રામાં નીકળેલા છરી પાલક સંઘની સંખ્યા ૬૦ થી વધુ થવા જાય છે. જેમાં માણેકલાલ મનસુખભાઈના ઐતિહાસિક સંઘનો પણ સમાવેશ થાય છે. ઉપધાન, ઉદ્યાપન, પ્રતિષ્ઠા વગેરે કાર્યોની તો સંખ્યા જ અકથ્ય છે. શાસન સપાટ '? Page #302 -------------------------------------------------------------------------- ________________ જીવદયાના ક્ષેત્રે તેઓશ્રીનો અનન્ય ફાળો રહ્યો છે. અનેક પાંજરાપોળોનો ઉદ્ધાર, તેને નષ્ટ થતી રોકવી, તેને આર્થિક ટેકો કરાવવો, વગેરરૂપે જીવદયાનાં માતબર કાર્યો તેમના હાથે થયાં છે. આ ભગવંતના જીવનની મોટામાં મોટી સિદ્ધિ એ હતી કે તેમણે ક્યારે પણ ક્યાંય કોઈ પણ નિમિત્તે કે પ્રકારે વિવાદ અને ક્લેશ કર્યા નથી, કરાવ્યા નથી. “આઘો ધર્મો વતસ્થાનાં, વિરોધોપશમઃ ખલુ' આ હેમોક્તિને તેઓ બરોબર અનુસર્યા છે, અને સંઘમાં, ગામોમાં, જ્ઞાતિઓમાં કે અન્યત્ર ચાલતાં અગણિત ક્લેશ - કુસંપ - વિવાદો - તેમણે શમાવ્યા છે. જ્ઞાન ક્ષેત્રે તેમણે અનેક ગ્રંથોની રચના કરી છે. તો હરિભદ્રસૂરિજી તથા ઉપાધ્યાયજી યશોવિજયજીના ગ્રંથોને સર્વપ્રથમ પ્રકાશિત-સંપાદિત કરવાનું યશસ્વી કાર્ય તેમણે જ કર્યું છે. તેમનું જોઈને પછી ઘણાએ એવા કાર્યમાં જરૂર ઝુકાવ્યું. પણ પાયો તો શાસનસમ્રાટે જ નાખ્યો. તેમનો શિષ્યગણ અતિસમર્થ, શાસનને વફાદાર, ગુરુસમર્પિત, જ્ઞાન ધ્યાને સમૃદ્ધ એવો તેમણે નિર્માણ કર્યો. જેમ, ગુરુઓ ઘણા, પણ શાસનસમ્રાટ એક જ; તેમ શિષ્યો તો ઘણાના થાય, પણ શાસનસમ્રાટના શિષ્યો જેવા તો ન ભૂતો ન ભવિષ્યતિ. એમની દેશનાશક્તિ અનન્ય અને અસાધારણ હતી. વ્યાખ્યાન આપવાની શાસ્ત્ર-શાસનમાન્ય પ્રણાલિકાનો પાયો તેઓશ્રીએ નાખ્યો. અને પ્રણાલિકાને અકબંધ રાખીને અર્વાચીન તાર્કિકતાનો પુટ તેમણે જ આપ્યો. શાસ્ત્રીય દેશનાનું શ્રોતાગણને પ્રત્યાયન થાય તેવી દૃષ્ટિથી સંપન્ન આ કાર્ય કર્યું. હજારો નૂતન જિનબિંબો તેમણે ભરાવ્યાં, ને વિજયસેનસૂરિ મહારાજના વારસાને પુનઃ જીવિત કર્યો. (કાર્તક-૨૦૧૬) Page #303 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨ મહુવા એ અમારા માટે તીર્થભૂમિ છે : ગુરુતીર્થ. આ ક્ષેત્રમાં જ પરમગુરુ શ્રીશાસન સમ્રાટનો જન્મ પણ થયેલો, અને સ્વર્ગવાસ પણ. જન્મની જગ્યા તથા કાળધર્મની ભૂમિ, બન્ને વચ્ચે માંડ ૫૦-૬૦ પગલાંનું અંતર હશે. જન્મના સ્થાને શ્રીનેમિનાથજીનું બે મજલાનું શિખરબદ્ધ દેરાસર છે. તો કાળધર્મના સ્થાને, ગુરુમંદિરનો અથવા વિજયનેમિસૂરિજ્ઞાનશાળાનો ઉપાશ્રય છે, અને તે સ્થાન પર ગુરુપાદુકાની દેરી છે. હમણાં જ એક પરમ મિત્રે આ સમાધિસ્થાન જોયું, ત્યાં ઊભા રહ્યા અને તેમને જે સ્પંદનો અનુભવ્યાં તેનું વર્ણન કરતાં થોડીક ગાંઠે બાંધવા જેવી વાત કરી. તેમણે કહ્યું કે.... ‘ઉત્તમ પુરુષો જન્મે ત્યારે એક પુણ્યશાળી વ્યકિત તરીકે જન્મે છે. પરંતુ તેઓ નિર્વાણ (કાળધર્મ) પામે છે ત્યારે એક સાધક તરીકે, એક સિદ્ધપુરુષ તરીકે નિર્વાણ પામતા હોય છે. તેમની નિર્વાણ-ભૂમિ તે તેમની સાધના દ્વારા ચાર્જડઆંદોલિત તથા પ્રભાવિત કે વ્યાપ્ત થતી હોય છે. એ ઊર્જાનાં આંદોલનો ત્યાં ઘણા લાંબા વખત સુધી સતત કાર્યરત વર્તતાં રહે છે. એટલે તે સ્થાનમાં કોઈ ફે૨ફા૨ ન કરવો જોઈએ. એટલું જ નહિ, પણ ત્યાં એક દેવાલયની જેમ શુદ્ધતા અને પવિત્રતા જાળવવી જોઈએ. ગમે તે વ્યક્તિ, ગમે તેવી અપવિત્ર અવસ્થામાં ત્યાં જઈ ન શકે, સ્પર્શ કરી ન શકે, તેની છાયા પણ પડે નહિ, તે રીતે ત્યાં ગોઠવણ થવી જોઈએ. નહિ તો ઊર્જા નષ્ટ થઈ જઈ શકે.' તેમણે એમ પણ જણાવ્યું કે, ‘આવા મહાપુરુષોની આવી ભૂમિ પર તેમની શિષ્યસંતતિએ બેસીને તપ-જપ વગેરે અનુષ્ઠાનો કરવાં જોઈએ, તો તેમને એ ઊર્જાની અનુભૂતિ તથા પ્રસાદી અવશ્ય સાંપડે.’ અમે ગુરુભગવંતને સ્મરણાંજલિ અર્પવાનો ઉપક્રમ રચી રહ્યા હતા, તેવા સમયે જ એક સાધક મિત્રની આવી વાતો સાંભળતાં હૈયું અહોભાવથી છલકાઈ ગયું, અને ઘેરો રોમાંચ અનુભવાયો.અમારા જ કેટલાક લોકો, પરમગુરુનાં આંદોલનો તથા ઊર્જા-કણોથી વ્યાપ્ત અને પાવન એવા તે ઉપાશ્રયને નષ્ટ કરીને તેના સ્થાને અદ્યતન પદ્ધતિનો નવો ઉપાશ્રય બનાવવાનો આગ્રહ સેવી રહ્યા છે, અને તે માટેના કહેવા જનારાને ‘વિરોધી’ કે ‘પારકા’નું બિરૂદ આપવા સુધી તત્પર થયા છે ત્યારે, તેઓને આ વાતો અર્પણ કરવાનું મન અવશ્ય થઈ શાસન સમ્રાટ Page #304 -------------------------------------------------------------------------- ________________ આવે છે. લાખો રૂપિયા મળે, ખરચનારાય મળે, ભવ્ય કે અદ્યતન મકાનો પણ બાંધી શકાય અને સોનેરી તકતીઓ પણ લાગી શકે, પણ ઇતિહાસ અને સાધના એ બંનેના સર્વનાશ થશે તેનું શું? ઊર્જાપ્રેરક સ્પંદનો એ બધામાં ક્યાં સાંપડવાનાં? પોતાના જ પરમપુરુષનાં પ્રભાવશાળી આંદોલનોને ક્ષણ કરવાની આ ઉતાવળ શું આપણને કોઈ જ હાનિ નહિ કરે? બગદાણામાં બજરંગદાસ બાપુની ૫૦ મણ ચાંદીની પ્રતિમા બની ને ૫૦ કરોડનું મંદિર પણ બન્યું. રોજના ૧૫-૨૦ હજાર અને પૂનમે ૨-૫ લાખ ભક્તો ત્યાં આવે છે. કરોડોનું અનામી દાન પ્રવાહબદ્ધ આવે છે. અને છતાં ત્યાં તે સંતપુરુષે જીવનભર જ્યાં સાધના કરી તે ઝૂંપડી કે ઓરડીને એ જ મૂળ-પૂરાણા સ્વરૂપમાં સાચવી રાખેલ છે. એ ઓરડી જ ભક્તો માટે તીર્થભૂમિ ગણાય છે. સાધકની સાધનાની ઊર્જાનું મૂલ્ય કેવું હોય તે આ ઉપરથી સમજી શકાય. પરંતુ પોતાના અહંની, સ્વાર્થની તથા નામનાની જ પડી હોય છે ત્યારે વિપરીત બુદ્ધિ જ સૂઝતી હોય છે અને તેવે વખતે શાણા માણસે મૌન રહેવા સિવાય અને સૌને સન્મતિ મળો તેવી પ્રાર્થના સિવાય બીજું કાંઈ કરવા જેવું રહેતું નથી. શાસનસમ્રાટનાં ચરણપગલાંની જીવંતતાનો અનુભવ આ વખતે પણ મળ્યો છે. દર વખતની જેમ. આવો અનુભવ તમને પણ મળજો! (વૈશાખ-૨૦૬૩) Page #305 -------------------------------------------------------------------------- ________________ ભવિ તુમે વંદો રે સૂરીશ્વર ગચ્છરાયા શાસનસમ્રાટ વિજયનેમિસૂરીશ્વરજી દાદા. જૈન સંઘનું એક પુણ્યપનોતું નામ. એવું નામ, જેનું સ્મરણ કરતાંય ચિત્ત પવિત્રતાનો અનુભવ કરે. એવું નામ, જેનું શ્રવણ કરવાથી પણ જીવનમાં માંગલ્ય છવાય. વીસમી સદીના જૈન સંઘ અને શાસન માટે આ મહાપુરુષે જે કાર્યો કર્યાં છે, તેની ફક્ત નોંધ જ કરવામાં આવે, તો પણ એક પુસ્તક રચાઈ જાય ! મારું શાસન, મારો સંઘ – એ એમનો નાદ હતો - રોમે રોમે નિત્ય-નિરંતર ગુંજતો. સંયમનું અણીશુદ્ધ પાલન, એ એમનો લક્ષ્યાંક હતો. આ મહાપુરુષ શાસનના આરાધક પણ હતા, પ્રભાવક પણ હતા, અને સંરક્ષક પણ હતા. એમણે પ્રાણાંત કષ્ટો વેઠીને અનેક તીર્થોનો પુનરુદ્ધાર કર્યો છે. એમણે એક રાજપુરુષને અથવા દેશદીવાનને છાજે તેવી બુદ્ધિ, કુનેહ અને મુત્સદીવટથી અનેક પુરાણાં મહાતીર્થોની અને તીર્થોના હકોની રક્ષા કરી છે. એમનો સમય દેશી રાજ્યોનો – રજવાડાંનો હતો. અનેક રાજ્યોના રાજારાણાઓ અને મંત્રીઓ – દીવાનો તેમના સહજ શ્રદ્ધાવનત ભક્ત હતા. તેમના આદેશ - ઉપદેશને ઝીલવા અને તેનું પાલન કરવા તેઓ હમેશાં તત્પર રહેતા. આ અતિશયોક્તિ નથી. વાસ્તવોક્તિ છે. એક જ દાખલો જોઈએ : સં. ૧૯૯૧માં માકુભાઈ શેઠનો ઐતિહાસિક યાત્રા સંઘ નીકળ્યો હતો. માર્ગમાં જે જે રિયાસતો આવતી, તેના રાજવીઓ તથા રાજ્યતંત્ર સંઘનું તથા મહારાજજીનું ભવ્ય સ્વાગત કરતા. અમારિ-ઘોષણા તથા અન્ય ઉચિત કર્તવ્યો પણ કરતા. તે તે ક્ષેત્રના સંઘો તો ખરા જ, પણ રાજ્યો પણ સંઘને પોતાના ત્યાં પધરાવવાની વિનંતિ કરીને લઈ જતા. એક રાજ્ય હતું ગોંડલનું. ત્યાંના મહારાણા ભગવતસિંહજીને સંઘ પોતાને ત્યાં આવે તે ન રુચ્યું. વિનંતિ ન કરવાનું રાખ્યું. રાજને ઉલ્લંઘીને સંઘ – મહાજન પણ વિનંતિ શી રીતે કરી શકે? એટલે સંઘ બીજાં ગામો ભણી વળી ગયો અને આગળ વધ્યો. શાસન સમ્રાટ Page #306 -------------------------------------------------------------------------- ________________ ગોંડલના સંઘને ઓછું આવી ગયું. પણ સત્તા આગળ શાણપણ ન ચાલે. ઘણી મથામણને અંતે મહાજને રાજરાણીની મુલાકાત લીધી, અને રાણાજીની હઠ અને સંઘની લાચારી વિષે ફરિયાદ કરી. રાણીશ્રીએ એ વાત સ્વીકારી, યોગ્ય થશે” એમ કહી, મહાજનને વિદાય કર્યું. પોતે રાજમહાલયમાં જણાવી દીધું કે જયાં સુધી આ સંઘ ગોંડલમાં નહિ આવે ત્યાં સુધી મારે અન્નજળનો ત્યાગ છે, રાણાજીને કહી દેજો.” - ભોજન સમયે રાણાને જાણ થઈ. તેમણે રાણીને મનાવ્યાં પણ તે ટસના મસ ના જ થયાં. ઊલટું, આવા સંઘના તથા મહારાજ સાહેબના પગલાંથી રાજ્ય કેટલું પવિત્ર અને ધન્ય બને તે વાત સમજાવી. પરિણામે રાણાશ્રી જાતે સંઘને વિનંતિ કરવા ગયા. મહાપ્રયાસે બે - ત્રણ મુકામ આગળ વધી ગયેલા સંઘને પાછો ગોંડલ તરફ વાળ્યો. બધો વધારાનાં મુકામોનો ખર્ચ રાજ્ય ભોગવશે તેવો નિશ્ચય જાહેર કર્યો; અને સંઘ ગોંડલ આવ્યો ત્યારે તેનું (લાલ જાજમ) Red Carpet થી સ્વાગત ક્યું. આ હતો સૂરિસમ્રાટનો પુણ્યપ્રભાવ ! વલભીપુરના ઠાકોરસાહેબે વલભીપુરનું રાજ મહારાજજીના ચરણોમાં ન્યોચ્છાવર કર્યું હતું. જેસલમેરના રાણાએ મહારાજજીને પાલખી અને છડીદારનું - બહુમાન આપેલું. જૈન સાધુજીવનની મર્યાદા અનુસાર મહારાજજીએ તેનો અસ્વીકાર કરેલો. સૌરાષ્ટ્રના સાગરકાંઠે મહિનાઓ વિચરીને હજારો માછીમારોની જાળ મૂકાવી હતી આ મહાપુરુષે. એ માછીમારોએ માછીમારીનો તથા પશુવધનો ત્યાગ કર્યો હતો, અને તેમની હજારો જાળોને અગ્નિશરણ કરી હતી, જગદ્ગુરુ હીર-સેનદેવસૂરિદાદા પછી જીવદયાનું આ એક માત્ર ઐતિહાસિક ઉદાહરણ છે. તેમણે પણ સંઘો કઢાવેલા. પ્રતિષ્ઠા તથા અંજન-વિધાનો કરેલાં. ઉત્સવ, ઉપધાન, ઉજમણાં, ઓળીઓ કરાવેલી. પરંતુ સંયમજીવનની મર્યાદાને અનુરૂપ જ બધું થતું. શિલાલેખો તથા ઇતિહાસ સર્જવાની કે રેકોર્ડ બ્રેક કરવાની છીછરી વૃત્તિથી કશું જ ન થતું. આણંદજી કલ્યાણજી પેઢીના માર્ગદર્શક આ મહાપુરુષ હતા. પેઢીના બંધારણની પુનઃરચના તેઓની દોરવણી હેઠળ થઈ. સાધુથી વહીવટમાં માથુ ના મરાય એ તથ્ય સ્વીકારવા છતાં, “વહી” સંભાળતો શ્રાવકગણ જયાં “વટ' મૂકે ત્યાં શાસન - શાસ્ત્ર-સંઘ-સિદ્ધાંતનો “વટ” કેમ જાળવવોતે આ મહાપુરુષ શીખવતા-સમજાવતા , - ર૮૭ Page #307 -------------------------------------------------------------------------- ________________ અને કરાવતા. તેમણે વારે વારે અને વાતે વાતે શાસ્ત્રોની દુહાઈ દેવી નહોતી પડતી. તેમનું જીવન અને જીવનની પ્રત્યેક પળ તથા કૃતિ, શાસ્ત્રની મર્યાદાનુસાર જ વર્તતી, વહેતી. જે લોકો પોતે પસંદ કરેલી બાબતો સિવાય બધું શાસ્ત્રથી વિપરીતપણે કરતાં હોય તેમણે જ શાસ્ત્રની દુહાઈ દેવી પડે છે. આ મહાપુરુષે જીવનની એક એક ક્ષણ શાસ્ત્ર અને સંયમની મર્યાદાને આધીન રહીને ગુજારી હતી, એટલે તેમના માટે આવા વિકલ્પને લેશ પણ અવકાશ નહોતો. આવા આ મહાપુરુષ વીસમી સદીના જિનશાસનના મહાન જ્યોતિર્ધર હતા. સંવેગી સાધુ પરંપરામાં પાછલાં બસો – અઢીસો વર્ષોમાં યોગોદ્રહનાદિ પ્રક્રિયાપૂર્વક અને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક સુવિદિત એવા આચાર્ય કોઈ નહોતા થયા. આ મહાપુરુષ આપણા યુગના આવા સુવિહિત અને સંવેગી એવા સર્વપ્રથમ આચાર્ય થયા. એમની આચાર્યપદવી વિ.સં. ૧૯૬૪ ના જેઠ શુદિ પાંચમે ભાવનગર મુકામે થઈ હતી. તે ધન્ય અને ઐતિહાસિક અવસરને આ વર્ષે ૧૦૦ વર્ષ પૂરાં થાય છે. કોઈ કવિએ ગાયું છે તેમ – શત વર્ષે સો વાર સમરીએ, તમ - ચરણે નિત વંદન કરીએ.” વંદન હો આ મહાપુરુષના ચરણકમલોમાં. (કાર્તિક-૨૦૧૪) શાસન સમ્રાટ Page #308 -------------------------------------------------------------------------- ________________ આ માસમાં જેઠ સુદિ પાંચમના શુભ દિવસ આવે છે, તે દિવસ પ.પૂ. શાસનસમ્રાટ પરમગુરુ ભગવંત શ્રીવિજયનેમિસૂરીશ્વરજી દાદાની આચાર્યપદવીની શતાબ્દીનો શુભ દિવસ છે. વીસમી સદીના એ અત્યંત સુયોગ્ય જ નહિ, પરંતુ શાસ્ત્રોક્ત વિધિવિધાનપૂર્વક અને ગુરુભગવંતોની ઈચ્છા તથા આજ્ઞાપૂર્વક પદવી મેળવનાર એ પ્રથમ જ સાધુપુરુષ હતા. તેથી તેમની આચાર્યપદવીનો તથા તેની શતાબ્દીનો મહિમા, સુજ્ઞ જનોને મન, અદકેરો છે. અમારા સમુદાયમાં અનેક સાધુ - સાધ્વી મહારાજની પ્રેરણાથી તથા નિશ્રામાં આ દિવસની ઉજવણી થશે, તથા સૂરિસમ્રાટનાં ગુણગાન થશે. સાધુપુરુષો અથવા સંતજનોનાં હૃદય એટલાં બધાં નિર્મળ, સરળ અને પવિત્ર હોય છે, કે તેઓ સ્વપ્નમાં પણ અથવા કલ્પનામાં પણ કોઈનું ખરાબ ઇચ્છા નથી હોતા કે કરતા નથી હોતા. તેમનાં મન-વચન નિરંતર સત્યનું જ સેવન કરતાં રહે છે. અસત્યસેવન કે અસત્ય આચરણથી તેઓ હમેશાં વેગળા રહેતા હોય છે. પરિણામે તેઓ સત્યસંકલ્પી અને વચનસિદ્ધ બની જાય છે. તેમના મનમાં ભાવના જાગે ને તત્કાળ તેનું ફળ મળે જ. તેમના મુખમાંથી તદ્દન સહજભાવે વાણી નીકળે અને ગણતરીની પળોમાં જ તે વાણી ફળીભૂત પણ થતી જોવા મળે. પૂજય સુરિસમ્રાટ આવા જ એક વચનસિદ્ધ મહાપુરુષ હતા. તેના દાખલા તો ઘણા છે, અને તે જાણીતા પણ છે. અહીં એક ઓછો જાણીતો દાખલો આપણે જાણીએ. વિ.સં. ૧૯૭૨ની એટલે કે આજથી લગભગ ૯૨ વર્ષ અગાઉની આ ઘટના છે. સૂરિસમ્રાટ તે વર્ષે ફલોધી (રાજસ્થાન)માં ચાતુર્માસ રહેલા. તે ચોમાસામાં સાધુઓને તાવનો ઉપદ્રવ સવિશેષ થયેલો. તેથી માંદા મુનિઓને લઘુશંકા - વડીશંકાના નિવારણાર્થે (ઠલ્લા માત્રા માટે) જગ્યાનો ખપ પડ્યો. તે માટે તેઓશ્રીએ શ્રીફુલચંદજી ગોલેચ્છાનો એક મોટો વાડો હતો તેની યાચના કરી. તેમણે તે વાપરવાની અનુમતિ આપી. એકવાર શ્રીપદ્મવિજયજી મહારાજ આ વાડામાં ઠલ્લે (સંડાસ) ગયેલા. બરાબર તે જ વખતે ગોલેચ્છા શેઠનો માણસ ત્યાં આવ્યો. તેણે વાડો બહારથી ઉઘાડો જોયો, અને અંદર કોઈ હશે – તેનો ખ્યાલ કર્યા વિના જ વાડો બંધ કરી તાળું મારી દીધું અને ચાલ્યો ગયો. આ બાજુ પેલા મુનિરાજ વાડો ખોલે તો ખૂલે નહિ. ખખડાવે તો પણ કોઈ સાંભળે નહિ. તેમણે ઉદયવિજય મહારાજના નામની બૂમો પાડવા માંડી, પણ તે અવાજ પણ ઉપાશ્રયે પહોંચે નહિ. આમ ને આમ કલાકેક વીતી ગયો. ઉપાશ્રયમાં સુરિસમ્રાટના મનમાં પ્રશ્ન થયો કે સાધુ ક્યારનો ગયો છે તે હજી કેમ આવ્યો નથી? તેમણે સાધુઓને મોકલ્યા, તપાસ કરતાં ખરું કારણ જાણવા મળ્યું. તુરત ચાવી મંગાવી, દરવાજો ખોલાવ, મુનિરાજને છોડાવ્યા. Page #309 -------------------------------------------------------------------------- ________________ સુરિસમ્રાટને આથી મનમાં ઉદ્વેગ થઈ આવ્યો. તેમણે પેલા માણસને બોલાવીને કીધું : “ભાઈ ! અમો તો સાધુ છીએ, પણ તું આવી રીતે કોઈ ફકીરને પણ સતાવીશ નહીં. નહિ તો સાપ કરડી ખાશે.” એ હિતશિક્ષા સાંભળીને એ માણસ ત્યાંથી નીકળીને કોઈ કાર્યવશ પેલા વાડામાં ગયો. ત્યાં અમુક ભાગમાં ઘાસ ઘણું ઉગેલું તેમાં તે ચાલ્યો. એ વખતે અચાનક એક મોટો કાળોતરો સાપ ત્યાં દેખાયો, અને તે માણસ કાંઈ સમજે કે ભાગે તે પહેલાં જ તે સાપે તેને ડંખ દઈ દીધો. પેલો માણસ ચીસ પાડીને બેભાન થઈ પડી ગયો. ચીસ અને ધબાકો સાંભળતાં જ લોકો ત્યાં દોડી આવ્યા. જોયું તો પગે સાપનો ડિંખ છે, લોહી વહી રહ્યું છે, અને શરીર પર ઝેરની કાતિલ અસર થઈ રહી છે. બધાને થયું કે આ મરી જવાનો હવે. મહારાજસાહેબની વાણી સાચી પડી ! ફૂલચંદજીને આ વાતની જાણ થતાં જ તે ત્યાં દોડી આવ્યા. માણસની હાલત જોઈને તેઓ દોડતા ઉપાશ્રયે મહારાજશ્રી પાસે ગયા, અને પગ પકડીને કહ્યું કે સાહેબ ! આ માણસ તેની બુઢી માંનો એકનો એક આધાર છે. એ બચી જાય એવું કાંઈક કરો, કૃપા કરો! સુરિસમ્રાટ દ્રવી ઊઠ્યા. તેમણે કોઈ શાપ તો નહોતો આપ્યો. માત્ર શિખામણ આપી હતી કે સાધુ કે ફકીર લોકોને સંતાપીએ તો આવું થાય. પણ શિખામણરૂપે સહેજે નીકળેલું વેણ પણ આમ ફળીભૂત થશે તેવું તો ખુદ તેમણે પણ કહ્યું નહિ હતું. તે માણસની મરણાંત સ્થિતિની વાત સાંભળતાં જ તેઓ દ્રવી ઊઠ્યા. તેમણે ગર્જના કરતાં કહ્યું : “ફૂલચંદ ! એ માણસને ઘી પાઈ દો. જેટલું પી શકે તેટલું ઘી પીવડાવી દો. ઝેર ઊતરી જશે.” ગોલેચ્છા શેઠ દોડ્યા. ઘેરથી ચોખ્ખું ઘી લાવીને તે માણસને પીવડાવ્યું. તો થોડીક જ ક્ષણોમાં સાપનું ઝેર ઊતરી ગયું. માણસ ભાનમાં આવ્યો, અને સ્વસ્થ થઈને ચાલ્યો ગયો. વચનસિદ્ધિ કેવી હોય, કોને કહેવાય, તેનો ખ્યાલ આવા પ્રસંગો પરથી મળી શકે છે. આ ઘટનાને કેટલાક લોકો “મહારાજશ્રી ક્રોધમાં આવીને આવા શાપ પણ આપતા હતા” – એવા અર્થમાં મૂલવે છે. તથા વર્ણવે છે. પણ સાધુપુરુષ કદાપિ શાપ આપે નહિ, કોઈનુંય અશુભ કરે નહિ, તેટલો પણ જો ખ્યાલ હોય તો આવું મૂલ્યાંકન તેઓએ કર્યું ન હોત. સંભવ છે કે અધકચરી જાણકારીને આધીને આવું થતું હોય. પણ તે આખો પ્રસંગ ઉપર વર્ણવ્યો તે પ્રમાણે છે, તે જાણ્યા પછી આવી અછાજતી વાત કે માન્યતા બદલાવી જ જોઈએ. અસ્તુ. આપણે તો એટલું જ સમજીએ કે શાસનસમ્રાટશ્રી કેવા મહાન સંતજન હતા ! કેવા વચનસિદ્ધ હતા ! અને સાથે સાથે કેવા દયાળુ હતા ! આવા સાધુપુરુષના ચરણોમાં શતાબ્દી વર્ષે કોટિ વંદન ! (જેઠ-૨૦૬૪) ઉOo Page #310 -------------------------------------------------------------------------- ________________ 2 શ્રી ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ-ગોધરા દ્વારા પ્રકાશિત પુસ્તકો : 1. અમારિ ઘોષણાનો દસ્તાવેજ સંપા. વિજયશીલચંદ્રસૂરિ 2. સમરું પલ-પલ સુવ્રત નામ કર્તા. વિજયશીલચંદ્રસૂરિ 3. વલભીપુરની ઐતિહાસિક કીર્તિગાથા | વિજયશીલચંદ્રસૂરિ 4. અજારા પાર્શ્વનાથ જૈન તીર્થ વિજયશીલચંદ્રસૂરિ ભીની ક્ષણોનો વૈભવ (સચિત્ર) વિજયશીલચંદ્રસૂરિ 6. ભીની ક્ષણોનો વૈભવ વિજયશીલચંદ્રસૂરિ 7. વાત્સલ્યનિધિ સંઘનાયક વિજયશીલચંદ્રસૂરિ 8. ગુરુગુણ કીર્તન વિજયશીલચંદ્રસૂરિ 9. સાગરવિહંગમઃ (સંસ્કૃત) કીર્તિત્રયી 10. હાસ્યમેવ જયતે (સંસ્કૃત) કીર્તિત્રયી 11. પંચસૂત્રકમ્ (સંસ્કૃત) સં.અનુ. ઉષા ભુવનચંદ્રજી 12. મૃગમૃગેન્દ્રાન્યોક્તિશતકમ્ (સંસ્કૃત) કર્તા : ડૉ.અભિરાજ રાજેન્દ્ર મિશ્ર | એમ પી થી આવત નામ | વિજાતકની અમારિ-ધોષણાનો દસ્તાવેજ ભીની ક્ષણોનો વૈભવ हास्यमेव जयते શ્રીભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ-ગોધરા