________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૧૨૫ છે.” -એ વગેરેનો વિચાર કરવો જોઇએ; અને “ક્ષમાભાવ, એ કેવો સુખદાયી છે.” –એ વગેરે ક્ષમા સંબંધી વિચાર કરવો જોઇએ. એવો વિચાર કરતે કરતે, ક્રોધનો ભાવ ટળતો જાય અને ક્ષમાનો ભાવ વધતો જાય. એના પરિણામે, ક્રોધનો ભાવ ટળી જાય અને ક્ષમાના ભાવમાં આત્મા રમતો બની જાય. એને કહેવાય -ક્રોધના પરિણામને ક્ષમાના પરિણામથી ભેધો. ક્રોધ ઉપરના રોષ વિના અને ક્ષમા ઉપરના રાગ વિના, ક્રોધના આત્મપરિણામને ભેદનારા ક્ષમાના આત્મપરિણામને પ્રગટાવી પણ શકાય નહિ અને તીવ્ર પણ બનાવી શકાય નહિ. આવી જ રીતિએ, કર્મગ્રન્થિ રૂપી જે આત્મપરિણામ હોય છે, તે આત્મપરિણામને પણ, તેનાથી વિપરીત
સ્વરૂપના આત્મપરિણામથી ભેદવો જોઇએ. રાગને કારણે જ ઠેષ પેદા થાય છે ?
ધન એટલે ઘટ્ટ અથવા ગાઢ એવો રાગ-દ્વેષનો પરિણામ, એ કર્મગ્રન્થિનું લક્ષણ છે; અને, એથી વિપરીત પ્રકારનો પરિણામ કેવા પ્રકારનો હોય, એની વિચારણા ચાલી રહી છે. એ માટે, સૌથી પહેલાં તો એ નક્કી કરો કે-કર્મગ્રન્થિને ભેદવાની ઇચ્છા જ જેનામાં પ્રગટી નથી, તે જીવને રાગ શાના ઉપર હોય ? અને, તે જીવને દ્વેષ શાના ઉપર હોય ?
સ, એને રાગ સંસાર ઉપર હોય. અને દ્વેષ ?
સ, એને દ્વેષ તો જે કોઇ એની આડે આવે એના ઉપર ઉપજે, એવું બને.
એમ તો એને રાગેય ઘણાઓ ઉપર ઉપજે છે, પણ એ રાગનું મૂળ જેમ સંસાર ઉપરનો રાગ છે, તેમ એને જે ઘણાઓ ઉપર દ્વેષ ઉપજે છે, તે દ્વેષનું ખરેખરૂં મૂળ કયું છે ? એ દ્વેષનું ખરેખરૂં મૂળ પણ સંસાર ઉપરનો રાગ જ છે. જેનામાં રાગ નથી