________________
૨૧૨
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ માટે જ આ વાત છે. સમ્યગ્દર્શનને પામીને જ્ઞાન અને ક્રિયાની આરાધના કરવા દ્વારા જીવ મોક્ષને પામી શકે છે, એટલે સખ્યદ્રષ્ટિ આત્માઓમાં મૃતધર્મનો રાગ પણ હોય અને ચારિત્રધર્મનો રાગ પણ હોય. મૃતધર્મનો સાચો રાગ હોય અને ચારિત્રધર્મનો રાગ ન હોય, એ બને જ નહિ. હેયોપાદેયના વિવેક વિનાનું જ્ઞાન પણ અજ્ઞાન ગણાય છે અને હેયોપાદેયના વિવેકપૂર્વકના જ્ઞાનનો રાગ તો સૂચવે છે કે-એ આત્મા હેયના
ત્યાગનો અને ઉપાદેયના સ્વીકારનો અભિલાષી છે. અવિરતિ સખ્યદ્રષ્ટિ આત્માઓ હેય ક્રિયાઓથી રહિત જ અને ઉપાદેય ક્રિયાઓથી સમલંકૃત જ હોતા નથી; ક્રિાઓની દ્રષ્ટિએ જોઇએ, તો તેમને શુદ્ધ ક્વિાવાળા કહી શકાય જ નહિ, તેમની વાણી પણ પાપરહિત જ હોય એમેય કહી શકાય નહિ; પણ તેઓ ભાવથી શુદ્ધ ચિત્તવાળા હોય છે, એમ જરૂર કહી શકાય; કારણ કેતેઓમાં સમ્યક્ત્વ રૂપ શુભ આત્મપરિણામ તો પ્રગટેલો જ છે અને એથી તેઓમાં મૃતધર્મનો તથા ચારિત્રધર્મનો રાગ પણ છે. સમ્યગ્દષ્ટિનો રાગ અને વિરાગઃ
એ આત્માઓની એવી દશા હોય છે કે-જે ક્રિયાઓ એમને વસ્તુતઃ ગમે છે, તે ક્રિયાઓને આચરવાને તેઓ અસમર્થ છે અને જે ક્રિયાઓ એમને વસ્તુતઃ નથી ગમતી, તે ક્રિયાઓને તેઓ છોડી શકતા નથી. અહીં કોઇને પૂછવું હોય તો તે પૂછી શકે કે - “તો શું અવિરતિવાળા સમ્યગ્દષ્ટિ આત્માઓ સંસારની જે ક્રિયાઓ કરે છે, તે રાગ વિના જ કરે છે ?' આવા પ્રશ્નના જવાબમાં “હા” પણ કહી શકાય અને “ના” પણ કહી શકાય. અવિરત સમ્યગ્દષ્ટિ આત્માઓ સંસારની જે ક્રિયાઓ કરે છે, તે રાગરહિતપણે કરે છે-એવું એ અપેક્ષાએ કહી શકાય કે-સંસારની ક્રિયાઓ તરક્કો તેમનો જે ઉપાદેયપણાનો રાગ હતો, તે રાગ સમ્યગ્દર્શનની હયાતિમાં રહેવા પામ્યો નથી, એટલું જ નહિ પણ