Book Title: Chaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 356
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૩૪૫ અને પુષ્કળ ધન એ ઉભય સાધનોથી તું આ વિશ્વમાં સારી કીર્તિ મેળવી શકીશ. જેવી રીતે તારા પિતાએ આ જગતમાં પ્રતિષ્ઠા મેળવી છે. તેવી રીતે તું પણ પ્રતિષ્ઠા મેળવજે અને ધર્મ, નીતિ, અને સદાચરણનું નિત્ય સેવન કરજે.' આ પ્રમાણે ઉત્તમ શિક્ષણ આપી તેની માતા મરણ પામી હતી અને તેના પુત્ર વામકર્માએ તેણીની ઉત્તરક્રિયા સારી રીતે કરી હતી. માતાપિતાનો વિયોગ થયા પછી વામકર્મા પોતાની સ્ત્રી સાથે ગૃહાવાસમાં રહેતો હતો અને પોતાના ગૃહવૈભવનું ઉત્તમ સુખ સંપાદન કરતો હતો. વામકર્માના પડોશમાં એક કર્મદાસ નામે મણિકાર રહેતો હતો. તે દુર્વ્યસની હતો.તે ધૂત અને ચોરીના કામ કરતો અને તેમાંથી મળેલા દ્રવ્ય વડે પોતાનો નિર્વાહ ચલાવતો હતો. એક વખતે કર્મદાસના મનમાં વિચાર આવ્યો કે, ‘આ પડોશમાં વામકર્મા સારો ધનાઢ્ય ગૃહસ્થ રહે છે. જો તેની સાથે મૈત્રી કરી હોય તો મને ઘણું દ્રવ્ય પ્રાપ્ત થાય.' આવો વિચાર કરી તે એક દિવસે વામકર્માને ઘેર ગયો. તેણે ચાતુર્ય ભરેલી વાણીથી વામકર્માને ગાળી દીધો અને તેના મુગ્ધ હૃદયને સારી રીતે આકર્ષી લીધું. ત્યારથી તે હમેશા વામકર્મા ને ઘેર જવા લાગ્યો. વામકર્મા પણતેના આવવાથી ખુશ રહેવા લાગ્યો. પ્રતિબિંબ પડી ગયું. તેના કુલીન વિચારો અસ્ત થવા લાગ્યા. અનુક્રમે વામકર્મા કર્મદાસના વ્યસનોનો સાથી બની ગયો. પછી કર્મદાસ અને વામકર્મા બંને સાથે મળી જુગા૨ ૨મવા લાગ્યા અને બીજા કેટલાએક અસેવ્ય વ્યસનોને તે સેવવા લાગ્યો. પવિત્ર હૃદયની તેની સ્ત્રીના જાણવામાં આવ્યું કે, પોતાનો પતિ કર્મદાસના સહવાસથી જુગારી થયો છે, આથી તે શુધ્ધહૃદયાસ્ત્રી શોકાતુર રહેવા લાગી. તેણીએ પોતાના પતિને ઘણો સમજાવ્યો તોપણ તે સમજ્યો નહી. આખરે તે સ્ત્રી નિરાશ થઇ પોતાના ભાગ્ય દોષને નિંદવા લાગી. એક વખતે કર્મદાસ કોઇ ધનાઢ્યના ઘરમાંથી આભૂષણ ચોરી લાવ્યો અને તે પોતાનું આભૂષણ છે, એમ કહી વામકર્માને રાખવાને

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372