Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
(
૨૧૭
શ્રી તેત્રીસ બોલ ભાષા બોલે છે. ૧૨ નવો કલેશ ઉત્પન્ન કરે તે. ૧૩ ઉપશાંત થયેલ ફલશને ફરીથી જાગૃત કરે તે. ૧૪ અકાળે સ્વાધ્યાય કરે તે. ૧૫ સચિત્ત પૃથ્વીથી હસ્ત, પગ ખરડાયેલાં હોય ને આહારાદિ લેવા જાય તે. ૧૬ શાંતિ વખતે કે પ્રહર રાત્રિ ગયા પછીથી ગાઢ અવાજ કરે તે. ૧૭ ગચ્છમાં ભેદ ઉત્પન્ન કરે તે. ૧૮ ગચ્છમાં કલેશ ઉત્પન્ન કરી માંહોમાંહે દુઃખ ઉત્પન્ન કરે તે. ૧૯ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અશનાદિ ભોજન લીધાં કરે તે. ૨૦ અષણિક, અપાશુક આહાર લે તે.
૨૧. એકવીસ પ્રકારે શબલ કર્મ – ૧ હસ્તકર્મ કરે તે. ૨ મૈથુન સેવે તે. ૩ રાત્રિભોજન જમે તે. ૪ આધાકર્મી ભોગવે છે. ૫ રાજપિંડ ભોગવે છે. ૬ પાંચ બોલ સેવે તે, ૧ વેચાતું લાવીને આપે ને લે તે, ર ઉછીનું લાવીને આપે ને લે તે, ૩ બળાત્કાર આપે ને લે તે, ૪ સહઆરીની આજ્ઞા વિના આપે ને લે તે, ૫ સ્થાનકમાં સામું આણી આપે ને લે તે. ૭ વારંવાર પ્રત્યાખ્યાન કરીને ભાંગે તે. ૮ મહીનાની અંદર ત્રણ ઉદક લેપ કરે તે. ૯ છ માસમાં એક ગણથી બીજા ગણમાં જાય છે. ૧૦ એક માસની અંદર ત્રણ માયાના સ્થાન ભોગવે છે. ૧૧ શધ્યાંતરનો આહાર જમે તે. ૧૨ ઈરાદાપૂર્વક હિંસા કરે તે. ૧૩ ઇરાદાપૂર્વક અસત્ય બોલે તે. ૧૪ ઇરાદાપૂર્વક ચોરી કરે તે. ૧૫ ઇરાદાપૂર્વક સચિત્ત પૃથ્વી ઉપર સ્થાનક, શય્યા ને બેઠક કરે તે. ૧૬ ઇરાદાપૂર્વક સચિત્ત મિશ્ર પૃથ્વી ઉપર શય્યાદિક કરે તે. ૧૭ સચિત્ત શિલા, પથ્થર, ઝીણાં જીવો રહે તેવાં કાષ્ટ તથા જીવ સહિત અંડ, પ્રાણી, બીજ, હરિત વગેરે જીવવાળા સ્થાન ઉપર આશ્રય, બેઠક, પથારી કરે તે. ૧૮ ઇરાદાપૂર્વક ૧ મૂળ, ૨ કંદ, ૩ સ્કંધ, ૪ ત્વચા, ૫ શાખા, ૬ પ્રશાખા, ૭ પત્ર, ૮ પુષ્પ, ૯ ફળ, ૧૦ બીજ, એ દશ સચિત્તનો આહાર જમે તે. ૧૯ એક વર્ષની અંદર દશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org